________________
૧૦૪
ખૂબ લાગી છે, ખાવાનું પણ મળી ગયું છે. જ્યાં પુરી હાથમાં લે છે ત્યાં શેઠ આવે છે. અને બરાડા પાડતા કહે છે. “એય ભિખારી ! ઉભો થા, અમારા એટલા બગાડે છે? અહીંથી ચાલ્યો જા. આમ કહી તેને એ જોરથી ધક્કો મારે છે કે ભિખારીની પુરીને પડીઓ અને ચા અને ગટરમાં ચાલ્યા જાય છે. રડતે, કલ્પાંત કરતો ભિખારી ચાલતે થાય છે.
શ્રીમંતને તેમની શ્રીમંતાઈને અભિમાનમાં ગરીબની પરિસ્થિતિને ખ્યાલ આવતું નથી, પણ ગરીબને લાત મારતાં એના ભાગ્યને લાત લાગે છે.
પ્રેમચંદ શેઠ ઘરમાં જાય છે. અને દિપકને કહે છે “દિપક ! અત્યારે મગફળીને સંદ કરવા તારે જવાનું છે. દસહજાર રૂપિયા સાથે લઈ જજે, બહાર મોટેર ઉભી છે. જલી તૈયાર થઈ રવાના થા.”
ઘેડીવારમાં દીપક રવાના થાય છે. પેલે ભિખારી ભુખના દુઃખથી તરફડત અને પિતાના કિસ્મતને દેષ કાઢતે પિતાની ઝુંપડીએ પહોંચે છે. દીપકની મોટર ત્યાંથી જ પસાર થાય છે. પણ ત્યાં સામેથી એક બસ આવતાં એકસીડન્ટ થાય છે. અને દીપક એકદમ ઘાયલ થાય છે. પેલે ભિખારી આ દશ્ય જુએ છે. તરત બહાર નીકળી દીપક પારે જાય છે. દીપક બેભાન અવસ્થામાં પડે છે. બાજુમાં પાકીટ પડ્યું છે તેમાંથી રૂપિયા બહાર વેરવિખેર થઈ પડયા છે. ભિખારી રૂપિયા વીણું પાકીટમાં નાખે છે. અને દીપકને ઉપાડી પિતાની ઝુંપડીમાં લઈ જાય છે. પાકીટમાં તપાસ કરતાં તેને ફેટો તથા સરનામું મળે છે.
ભિખારી દીપકને ઓળખી જાય છે. “આ પિલા પ્રેમચંદ શેઠને પુત્ર છે.” આજે મારા પર તેમણે ક્રૂરતા બતાવી હતી પણ મારે ધર્મ મારે ન ચુકવે જોઈએ. શેઠને જલ્દી સમાચાર આપવા જોઈએ. બધાં ગરીબનાં દિલ ગરીબ નથી હોતા. ભલે બહારને વૈભવ તેમની પાસે નથી, પણ અંતરના વૈભવથી તેઓ સમૃદ્ધ હોય છે.
ભિખારી શેઠને સમાચાર દેવા રવાના થાય છે. ચાલતાં લથડીયા આવે છે, પણ કર્તવ્ય પાસે દેહની વેદના ગૌણ બનાવી દે છે. ડું ચાલે છે ત્યાં સામેથી મારમાર કરતી એક મેટર આવે છે અને ભિખારીને હડફેટમાં લઈ લ્ય છે.
આ મોટર પ્રેમચંદ શેઠની છે. ઘણીવાર થઈ પણ પુત્ર પાછો આવ્યો નહિં, એટલે શેઠ તપાસ કરવા નીકળ્યા છે તેમાં આ ભિખારીને એકસીડન્ડ થઈ જાય છે શેઠ નીચે ઉતરે છે. ભિખારીના હાથમાં દીપકને ફેટો અને ડાયરી જુએ છે. ભિખારીને વાગ્યું છે ઘણું પણ તે ભાનમાં છે તે શેઠને બધી વાત કરે છે. એ સાંભળી શેઠને ખૂબ દુખ થાય છે. ભિખારીને મોટરમાં નાખી તેની ઝુંપડીએ જાય છે. ત્યાં દીપકને જુએ છે. અને શેઠની આંખ ઉઘડી જાય છે. તેઓ ભિખારીને ઓળખી ગયા છે,