________________
૧૨
છે અને ખાતર બંગલા બનાયા, આપ હી જાકર જંગલમે સેયા.
ઈસ તન ધનકી કર્યું બડાઈ.” બંગલાનાં વખાણ કરતાં તેમની ગજગજ છાતી ફૂલે છે. તેમનાં પત્ની પણ કહ્યાગરાં અને સૌન્દર્યની સાક્ષાત પ્રતિમા જેવા છે. લગ્ન પછી ઘણાં વખતે શેઠને ત્યાં પુત્રને જન્મ થાય છે. તેનું નામ દીપક રાખે છે. ખૂબ લાડકોડમાં દીપકભાઈ મોટા થાય છે. શેડો અભ્યાસ કરાવી દીકરાને કહે છે. બેટા ! હવે મારી ઉંમર થઈ છે. માટે તું પેઢીની. જવાબદારી લઈ લે, તે હું નિવૃત થઈ શકું. યુવાન અને આજ્ઞાંક્તિ પુત્ર કહે છે. ભલે ! હવે હું પેઢીએ આવતે જઈશ. અને ધંધાને માહિતગાર બનવા શકય એટલી કેશીષ કરીશ. પિતા પુત્રને ખૂબ પ્રેમપૂર્વક ધંધાથી માહીતગાર બનાવે છે. તમારે પુત્ર તમારા ધંધામાં માહિતગાર બને એવી અપેક્ષા તમે રાખે છે અને ત૬ રૂપ શિક્ષણ આપે છે, પણ પુત્ર ધર્મમાં કેમ આગળ વધે એ તમે એને શિખવાડે છે? મારો પુત્ર ધંધામાં હોશિયાર થાય અને સારું કમાય એવી અપેક્ષા રાખનાર માબાપ ઘણા હશે. પણ ધર્મનું જ્ઞાન મેળવે અને પિતાનું જીવન ધર્મમય બનાવે એવી અપેક્ષા રાખનાર માબાપ જવલ્લેજ હશે.
૮ મધપુડે બાંધી બેઠા માખીના ટેળા વનમાં, માનીને કાયમ મીઠું ખાશું, પારધીએ આવી આગ લગાડી ત્યારે. માખીને, રસને લેભે બળી ખાક થાવું રે.” જમ્યા તેને તે વહેલા મોડું મરી જાવુંરે, સ્થિર નથી રહેવું અમર નથી રહેવુ રે....
દરેકને વહેલા મોડાં મરવાનું તે છે જ ને? મરણ પછી જન્મ લે. અને જન્મ પછી મરણ થવું, એમ ચાલ્યા જ કરે છે. જંગલમાં મધમાખીઓ મધપુડો બાંધે છે. અને કાયમ મધ ખાશું એવી અભિલાષા રાખે છે પણ જ્યારે પારધી આવીને ધુમાડે કરે છે. ત્યારે ઘણું માખીઓ મૃત્યુને વશ થાય છે, ઘણું ઉડી જાય છે, તે મહેનત કરીને મધ બનાવ્યું તે ખાઈ શક્તી નથી. મધ, માખણ આદિ મહાવિગય છે. માખણ બે ઘડી છાશની બહાર પડયું રહે તે તેની અંદર જીવાત ઉત્પન્ન થઈ જાય છે. વડના ટેટામાં પણ કેટલી જીવાત હોય છે ! આવું શ્રાવકને ખવાય નહીં,
ભગવાન કહે છે કે ગોશાળાના શ્રાવક કંદમૂળ ન ખાય, રાત્રી જન ન કરે, માંસ ન ખાય, દારૂ ન પીએ, માખણ ન ખાય. પારકી સ્ત્રી ભેગવે નહીં. તે હું મારા શ્રાવકની તે શી વાત કરું ! એ તે એનાથી આગળ હેય. મારા શ્રાવકે પંદર કર્માદાનના વેપાર ન કરે. તમે પ્રભુ મહાવીરના સાચા શ્રાવક છે? પ્રભુના ફરમાનનું બરાબર પાલન કરે છે? તમે સાચા શ્રાવક બને. ઈમીટેશન નહી. પિત્તળ તથા સેનું સરખું દેખાય, પણ એની કિંમત સરખી હોય? પસ્તીના કાગળીયા તથા નોટના કાગળીયા સરખા માને છે કે