________________
૧૦૧
આ પ્રકારના માનવીઓ સંસારમાં એવા આસક્ત બનેલા હોય છે કે બ્રહ્મદત્ત ચક્રવતીની જેમ તેઓ છૂટી જ શકતા નથી.
ચોથા પ્રકારની માખી છે બળખા પર બેઠેલી, તેમાંથી તેને મીઠાશ પણ મળતી નથી. અને પિતાની સ્વતંત્રતા પણ ગુમાવી બેસે છે.
એમ ઘણું માનવીઓ એવા દુઃખી હોય છે કે સંસારના કેઈ સુખ એને પ્રાપ્ત થયા નથી, છતાં સંસારની આસક્તિ પણ મૂકી શકતા નથી. “કાલે સુખ મળશે, કાલે સુખ મળશે” એવી લાલચમાં આખી જીંદગી વિતાવી દે છે. પણ સંસારમાંથી આત્માની સ્વતંત્રતા પ્રાપ્ત કરી શક્તા નથી.
આમાં તમારો નંબર કયાં લાગે છે તે વિચારી જેજે. જેમ જેમ લાલચને, આસક્તિને, અને વાસનાને છોડશે તેમ તેમ સદ્ગુની પ્રાપ્તિ થશે. સ્વતંત્રતા મેળવી શકશે. જીવનની ઉન્નતિ માટે સદાચારની પ્રથમ આવશ્યક્તા છે.
બલભદ્રના પત્ની રેવતી છે. તેનું જીવન સદાચાર ને સદ્ગુણોથી અલંકૃત છે. સદાચારથી માણસોના અંગ શેભે છે. જે સદાચારી છે એ આગળ વધી શકે છે. દુરાચારથી માણસ આગળ વધી શકતું નથી. વેશ્યા શરીર પર અનેક જાતના–વસ-અલંકારે સજે છે. ગળામાં હાર, કપાળમાં દામણ, હાથમાં પાંચા, આંગળીમાં વીંટી પહેરે છે, પણ સદાચાર વિહોણું તેનું જીવન જગતમાં પ્રશંસનીય, વંદનીય, કે પૂજનીય બનતું નથી. સતી સ્ત્રી સાદે વેશ પહેરે, તે પણ તેને સદાચારની સુવાસ જગતમાં ફેલાય છે. જ્યાં સદાચાર છે ત્યાં હૈયું ઢળે છે. પ્રાતઃ કાળે સતીઓને સૌ યાદ કરે છે.
સેળ સતીઓનાં નામનું સ્મરણ કરતાં હૈયામાં ઉમળકે આવે છે. એના સદાચાર અને એના બ્રહ્મચર્ય ઉપર બહુમાન ઉત્પન્ન થાય છે. રૂપની પાછળ પતંગીયા માફક ભમતા કામી પુરૂષોએ સતી સ્ત્રીઓને હેરાન કરવામાં બાકી રાખી નથી. છતાં ગમે તેવાં સંકટમાં સતીઓએ પિતાના ધર્મને છોડે નથી. સ્ત્રીનાં અંગોપાંગ નીરખવાથી પણ વિકારે જાગે છે. ભગવાને કહ્યું છે. મારે શ્રાવક કે હેય? પરધન પત્થર સમાન અને પરસ્ત્રી માત બહેન સમાન માને. દુબળી પાતળા જીવોની અનુકંપા તેનાં હૃદયમાં હોય તેમને કોઈ દુખી જીવેને જોઈ દયા આવે છે. કેઈ તમારે આંગણે આવે એને તમે સત્કાર કરે છે કે તિરસ્કાર?. ---
એક નગરીમાં પ્રેમચંદ નામે લાખોપતિ શેઠ છે. ગામની મધ્યમાં તેમની મોટી હવેલી છે. પિતાની સંપત્તિ, વૈભવનું અને મોટા બંગલાનું તેમને ખૂબ અભિમાન છે. પિતાને ત્યાં જે આવે તેને આ બંગલે બતાવે. અને “મારા બંગલા જે આખા નગરમાં કોઈને બંગલે નથી.” એવું ગૌરવ અનુભવે. જાણે પિતાને બંગલે શાશ્વત ન રહેવાને હાય!