________________
થવી જોઈએ. આગળના શ્રાવકે કેટલા નીતિમાન હતાં. કોઈને દુઃખી જઈ તેમના હૈયામાં કરૂણાભાવ ઉભરાતે. દુઃખીને મદદ કરવામાં લક્ષ્મીને સદ્વ્યય કરતાં. કોઈ ભૂખે ટળવળતા હોય અને ધા નાખતાં આવે તે તમારાથી એનું દુઃખ જોઈ શકાય? શ્રાવકના હૃદયમાં તે અનુકંપા ભાવ હેય. કોઈ ભૂખ્યા યાદ આવે તે એને જમવાને આનંદ ઉડી જાય.
ભુખ્યા કેઈ જે તે મીઠાઈ મને ભાવે ના, કઈ રઝળે દુઃખી તે નિંદ મને આવે ના. દ્વારેથી જાય ને પાછે દુઃખી જન હે ભગવાન! દેને વરદાન તે નાચે મારું મન હે ભગવાન!
માગું આ જીદગીમાં એવું વચન હે ભગવાન.” હે પ્રભુ! કઈ ભુખ્યા હોય અને દુબળી પાતળા હોય તેને જેઉં તે આનું દુઃખ હું કેમ ભાંગું અને કેમ એને મદદ કરું, એવી ભાવના ભાવવી જોઈએ. કોઈ દુઃખી પિતાના આંગણેથી પાછો ન ફરે એવી તકેદારી રાખવી જોઈએ. આ રીતે કેળવેલે અનુકંપા ભાવ જીવનમાં કલ્યાણકારી નિવડે છે.
રેવતી એક આદર્શ નારી છે. વિશેષ અધિકાર અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં...૧૮ શ્રાવણ સુદ ૫ મંગળવાર તા. ૨૭-૭-૭૧
અનંતજ્ઞાની ભગવાન મહાવીરે ભવ્ય જીને ઉદ્ધાર કરવા માટે સિદ્ધાંતની પ્રરૂપણ કરી છે. નિષધકુમારની વાત ચાલે છે. આ ધર્મકથાઓમાં બેલ વધારે છે. સામાન્ય માણસ માટે ધર્મકથા ખૂબ ઉપયોગી છે. ધર્મકથા સાંભળીને, તેનું શ્રવણું કરીને, જીવનમાં અપનાવવામાં આવે તે જીવન કૃત કૃત્ય બની જાય છે. આ જીવે સુખ-સંપત્તિ અને વૈભવની પ્રાપ્તિ માટે જગતનું પરિભ્રમણ કર્યું છે. પણ આત્માને પ્રજાને મેળવવા માટે કશું કર્યું નથી. જ્ઞાની પુરૂષએ કહ્યું છે એને જીવનમાં અપનાવ્યું નથી. પ્રમાદની અંદર જીવન વેડફી નાંખ્યું છે. જીવનને ઉત્તમ અને સુંદર બનાવવું હોય તે ભગવાને ફરમાવેલા સૂત્રને જીવન સાત કરવા પડશે. આત્માનું ઘડતર કરવું પડશે. લોખંડના કટકાનું ઘડતર કરવામાં આવે અને સ્ટીમરમાં જડવામાં આવે તે સમુદ્રમાં તરી શકે છે. એમ જીવનને પણ યોગ્ય આકૃતિ આપવામાં આવે તે ભવ સમુદ્રમાંથી તરી જવાય છે. ૧૩