________________
દેહને દુભાવનાર પ્રત્યેક જીવને દીધા અભયના દાન. (૨) ચાલ્યા રે જાય વર્ધમાન ચાલ્યા રે જાય, જંગલની કેડીએ જોગી બનીને પેલા
ચાલ્યા રે જાય, વર્ધમાન ચાલ્યા રે જાય...” ભગવાને કેવા દુઃખેને નેતય? ભગવાનની શક્તિ અનંતી હતી. આવી શક્તિ છતાં કેવી સમતા રાખી? આપણું સામે આ નમૂને રાખો અને જીવનને સુધારે. “મને આવા દુખ નથી. મારા કાનમાં કઈ ખીલા તે ભેંકતું નથી ને? મને કેઈ બારણામાં ભીંસતું તે નથીને? મને કેઈ ડંડાને માર તે નથી મારતું ને?”આવા વિચારે નિરંતર તમારી સામે રાખો, તે જરૂર લાગશે કે ભગવાનનાં દુખ પાસે મારા દુઃખ તે નહીંવત્ છે. નિમિત્ત ગમે તેવા આવે પણ સમતા રાખવી એ આપણું હાથની વાત છે. કેઈ કષાયનું નિમિત્ત આપણે બનવું નહિ. કેઈ આપણને કાંઈ કહે તે ખોટું લગાડવું નહિ. કષાયને આવવા દેવા નહિ. | દીનબંધુ એઝનાં મેજ પર એક સુંદર વાકય લખ્યું હતું. “એમાં મારી શી મહત્તા?” તેમના એક મિત્રે તેમને પૂછયું. આ વાક્ય શા માટે લખ્યું છે? ત્યારે તેમણે જવાબ આપે, મારા જીવનમાં કેઈ પ્રલોભનેને કે પતનને સમય આવે ત્યારે હું મારી જાતને પ્રશ્ન કરું છું “એમાં મારી શી મહત્તા?
કોઈ મને ગાળ આપે, કઈ પથ્થર મારે અને હું પણ જે તેમ કરું તે મારામાં અને સામા માનવીમાં ફેર શું? કડવાશને મીઠાશથી દેવામાં, બુરાઈને બદલ ભલાઈથી આપવામાં, અને વિષ આપનારને અમૃત આપવામાં આપણી મહત્તા છે.
આત્મામાં સ્થિરતા રાખવી એનું નામ છે ચારિત્ર. આવું ચારિત્ર જીવન પર્યન્ત રાખવું જોઈએ. ક્ષમા બે ચાર દિવસ રાખવી અને પછી ક્રોધ કરે-એવું જીવનમાં ન જોઈએ. સદાયને માટે તારા ક્ષમામય સ્વભાવમાં તારે રહેવું જોઈએ. તને તારા આત્માની દયા આવવી જોઈએ. “બીજા ખાતર હું મારા આત્માનું શા માટે બગાડું?” આ એક વાત જીવનને સ્પર્શી જાય તે જીવન સુધારણા શીવ્રતાથી થઈ શકે છે. તારે આગળ વધવું છે કે પાછળ રહેવું છે? સદૈવ આત્માને આ પ્રશ્ન પૂછે. આગળ વધવું હોય તે ગુણેને વિકાસ કર. નહિ તે પતનને માર્ગ દૂર નથી. બળભદ્રના પત્ની રેવતી સહનશીલતાને નમને હતા. સમજણ અને સુશીલ હતા. દાનમાં, તપમાં અને ભાવમાં અનુરક્ત હતાં. જે જીવનમાં આદર્શોને વળગી રહે છે તેને આત્મા ઉચ્ચ કેટીને બને છે. જે વૈભવવિલામ અને કામવાસનામાં મગ્ન રહે છે તે હેઠા ઊતરી જાય છે.
એક ગામડામાં એક શેઠ-શેઠાણી રહે છે. શેઠનું નામ પ્રભુદાસ છે. શેઠાણીનું નામ