________________
અટકાવવા. “જે કાંઈ થઈ રહ્યું છે તે મારા પિતાના ઉદય પ્રમાણે થઈ રહ્યું છે. તે મારે શા માટે વેરની ગાંઠો રાખવી?”
એક હાથની પાંચ આંગળીઓ પણ સરખી હોતી નથી, તે ઘરના બધા માણસના સ્વભાવે કયાંથી સરખા હોય? સૌ સૌના સ્વભાવ પ્રમાણે બેલે-વર્તન કરે પણ એમાંથી પિતાના આત્માને કેવી રીતે તારવી લે એ આવડી જાય તે કંઈ મુશ્કેલી ન પડે. ભગવાનને દાખલે સામે રાખે.
ગૌશાળે પ્રભુ મહાવીરને શિષ્ય બન્યું. છ વર્ષ સુધી ભગવાન સાથે રહ્યો, છતાં ભગવાનને કેવા હેરાન કર્યા? ઉપકારી ઉપર અપકાર કર્યો. ભગવાન સાચા ભગવાન નથી પણ હું જ વીસ તીર્થંકર છું, એવું ભાષણ કર્યું. ભગવાનના સમોસરણમાં પશુઓ જન્મવેર અને જાતિવેર ભૂલી જાય. ત્યાં ગોશાળાએ ભગવાનનાં બે શિષ્યને તેજુલેશ્યા મૂકી બાળી નાંખ્યા. ખુદ ભગવાન ઉપર પણ તેજુલેશ્યા મૂકી. પણ પ્રભુ મહાવીરની ક્ષમા કેટલી? કેવળજ્ઞાન અને કેવળદર્શનમાં પ્રભુ સમગ્ર જીવના પરિણામને જોયા કરે છે, પણ પિતાને જરા પણ વિકાર આવતું નથી. શત્રુ તથા મિત્ર પર સમાન દષ્ટિ રાખે છે. - ભગવાન જેવા મહાપુરુષ, ચરમશરીરી અસંખ્ય દેવેના પૂજનીયને પણ સંકટો આવ્યા. આપણે તે પામર પ્રાણી છીએ. એટલે દુઃખ તે આવવાના. અને દુઃખના સમયમાં ભગવાન વધારે સાંભરે.
એકલા સુખમાં પરમાત્મા કે મે યાદ આવતું નથી. પહેલાં ત્રણ આરા જીગલિયાના છે. ત્યાં સુધી ત્યાં ધર્મ નથી. થોડું પણ દુઃખ આવે તે ધર્મ કરવાની ભાવના જાગે છે.
“દુઃખને મિત્ર સાથે ગુરુ માન, દુઃખ તે દેવની ભેટ મોટી, ભક્તિ વૈરાગ્ય પણ દુઃખથી જન્મતા, દુખમાં નેહીઓની કટી. મેઘના જુથથી તનખતી વિજળી, દુઃખથી દેવ ખેંચાય પાસે, દુઃખમાં આત્મ શક્તિઓ ખીલતી, દુઃખથી કર્મ ઘેરા વિનાશે ” દુઃખ-વિપત્તિ મિત્ર સમાન છે. ગુરુ સમાન છે. કર્મની ભેટ છે. દુઃખમાં વૈરાગ્ય અને ભક્તિની વૃદ્ધિ થાય છે. દુઃખમાં સ્નેહીઓની કસોટી થાય છે. માનવીને દુઃખ પારખતાં આવડવું જોઈએ. પ્રભુ મહાવીર દેવ આર્ય દેશ અને અનાર્ય દેશમાં ગયા. સામેથી લખને આહ્વાન કર્યું.
સામે ચડીને એને દુખડાને નેતયાં, ઝેરી જંતુઓએ એના અંગે અંગ કોતર્યા.