________________
છું. માટે હું તમારે આ ચેક તમને પાછો આપું છું. એ રવીકારે. તમારે ઉપકાર જિંદગીભર નહીં ભૂલું. નારંગીલાલ કહે છે, મેં એવી કશી મદદ કરી નથી અને મેં કાંઈ કર્યું નથી. મારામાં હજી દયા છે. આ બધું તારી નીલાભાભીને પ્રતાપ છે. એણે મને મદદ કરવા પ્રેર્યો. એણે અણુસણની ધમકી આપી. અને મેં એની વાત માની તને મદદ કરી. ખરેખર, નારી એ નારાયણી છે. નારીમાં કેટલી શક્તિ ભરી છે! સારી સ્ત્રી મળવી એ સદ્ભાગ્યની નિશાની છે.
નીલાબહેને આનંદીલાલને સંકટ વખતે સહાય કરી અને ત્રણ શરત પણ તે ફળદ્રુપ ભેજાને પરિપાક હતું. આ સાંભળી આનંદીલાલ નીલાબહેનનાં પગમાં પડયા. બહેન, તે મારા પર અસીમ ઉપકાર કર્યો છે. શેઠ બોલ્યા, મિત્ર આનંદીલાલ! મને એક વિચાર આવે છે કે હવે આ પૈસા મારે નથી જોતા. તારા જેવા કંઈક બિચારા સાધમી બંધુઓની આકરી કસોટી થતી હશે. આ વખતે જો આ રૂપિયા સાધમાં સહાયક ફંડમાં મૂકીએ તે કેટલાયને આપણે મદદગાર થઈ શકીએ. આનંદીલાલને ગળે આ વાત ઊતરી ગઈ. આ બે લાખ રૂપિયા અને બે લાખ રૂપિયા આનંદીલાલના, એમ ૪ લાખ રૂપિયા બેંકમાં મૂક્યા અને તે ફંડનું નામ “સાધમ ફંડ” રાખવામાં આવ્યું.
શ્રી જે સંસ્કારી હોય તે આખા ઘરનું વાતાવરણ ફરી જાય. બળભદ્રની ધર્મપત્ની રેવતી પણ અનેક સદ્દગુણોથી અલંકૃત છે. વિશેષ અધિકાર અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં....૧૭ શ્રાવણ સુદ ૪ ને સેમવાર તા. ૨૬-૭-૭૧
અનંતજ્ઞાની ઐક્ય પ્રકાશક પ્રભુ મહાવીરે સિદ્ધાંત દ્વારા સમજાવ્યું છે. અહીં વહિદશાને અધિકાર ચાલે છે. બળભદ્રની પત્ની રેવતી. અનેક ગુણેથી અલંકૃત છે. નીરોગી કાય, પાંચ ઇન્દ્રિયની પૂર્ણતા અને સૌદર્ય જ હું સુર્ય ઉદયથી શત થાય છે. પણ ગુણેને વિકાસ પુરુષાર્થથી થાય છે.
સંસાર વ્યવહારની અંદર પડેલા ઇવેના જીવનમાં પ્રતિકૂળ કે અનુકૂળ અનેક પ્રસંગે પડે છે. ગમે તેવા દુઃખના પ્રસંગો પડે, સામેથી કડવાં વચનની ઝડીઓ વરસે પણ તે બધામાં સમતા રાખવી તે પુરુષાર્થથી બની શકે. પાપને ઉદય હોય તે ઉપસર્ગો આવે. પણ તે વખતે મનને સ્થિર રાખવું, હદયને બળવા દેવું નહિ, કુવિચારેને આવતા