________________
જ ભગવાન માને છે. આ પ્રીતિ કાયમ ટકવાવાળી નથી-ઉપાધિવાળી છે. જ્યારે પ્રભુની પ્રીત નિરુપાધિક છે.
પ્રીત સગાઈ રે નિરુપાષિક કહી રે, સોપાધિક ધન ખેયાષભ”
સાંસારિક સંબંધ જોડવાથી ઉપાધિ વધે છે. બે માંથી ચાર થાય અને ચારમાંથી આઠ થાય. સંસારી સંબંધથી ઉપાધિ વધી કે ઘટી ? ભગવાન કહે છે, મમતાને મૂક અને સમતાના ઘરમાં આવ. તે તારે ઉદ્ધાર થશે. આ પ્રીતથી કેવી ઉપાધિ વળગી? આ ઉપાધિમાં એ ઘેરાઈ ગયે છું કે હવે મરણ આવે તો સારું એમ થાય છે. ભગવાન સાથે પ્રીત કરવાથી ઉપાધિ ટળી જાય છે. સગા-વહાલાપર, પુત્ર-પરિવાર-પત્ની પર પ્રેમ કરવાથી મોહ ઉત્પન્ન થાય છે. મેહના કારણે કેવાં કૃત્ય કરે છે? તેથી પાપના પિોટલા બંધાય છે.
અમેરિકામાં બે બાઈઓ બગીચામાં ફરવા આવે છે. એક હિન્દી બાઈ છે. ને એક અમેરિકન છે. ફરતાં ફરતાં બંને ભેગી થાય છે. અમેરિકન બાઈ પુછે છે કે તમે સંયુક્ત કુટુંબમાં રહે છે? હિન્દી બાઈ કહે છે : હાં, ત્યારે અમેરિકન કહે–અમારે ત્યાં પતિપત્ની બેજ જોવા મળે છે. આજે હિન્દીમાં પણ ઘણી જગ્યાએ આવું જોવા મળે છે. આગળના જમાનામાં જેમ ઝાઝા ભેગા રહે તેમ તેના ઘરમાં સંપ-જાહલાલી, કુળ, પ્રતિષ્ઠા વધુ છે, એમ કહેવાતું. હિન્દી બાઈ પૂછે છે કે તમે કેમ ઉદાસ દેખાઓ છે! મારે ત્રણ દીકરા અને એક દીકરી છે, છતાં હું નિરાધાર છું. છોકરીને પરણાવી એટલે જમાઈ લઈ જાય. દીકરાને ભણાવ્યા, ગણાવ્યા, મોટા કર્યા, એટલે એને સાથે રહેવામાં સ્વતંત્રતા છીનવાઈ ગયેલી લાગે છે. છુટથી ફરવું છે. સાથે રહે ને કાંઈ પણ વાત કરીએ તે ટક ટક લાગે છે. મને તે હવે જીવવું ગમતું નથી. ફકત રવિવારે એકવાર મળીને ચાલ્યા જાય છે, સાવ એકલું એકલું લાગે છે. જીવન શુષ્ક બની ગયું છે, જીવનમાંથી ઉછરંગ ઉડી ગયે છે.. જીવવામાં આનંદ લાગતું નથી. એકલવાયા જીવવાથી કંટાળે આવે છે. અને આ કરતાં આપઘાત કરીને મરવાનું મન થાય છે. વૃદ્ધોની તે કેવી કફોડી સ્થિતિ છે? ઘરડા મા-આપ કેઈને ગમતા નથી. વિદેશનું જોઈને આપણે પણ અનુકરણ કરવા મંડયા છીએ. જ્યારે મા બાપના ઉપકારને બદલો વાળવાને સમય આવે ત્યારે વૃદ્ધાશ્રમમાં મૂકી દે છે. તમે સંતાનેપર મોહ અને મમતા કેવાં રાખે છે? મારું મારું કરીને આત્માની સાધના પણ કરતા નથી. સામાયિક થતી નથી. અને માળા ફેરવતા મન પણ ફરવા ચાલ્યું જાય છે, પણ અહીંથી જશે ત્યારે પરભવમાં ધર્મ સિવાય કોઈને સથવારે થવાનો નથી. તમે આખો દિવસ શેના વિચાર કરો છો? ધર્મના કે દીકરા-દીકરીને પરણાવવાના? દુઃખમાં, આપત્તિમાં ધર્મ સિવાય કોઈ ત્રાણ-શરણ નથી. રાજ્યપાટ, વૈભવ આદિ બાટા પદાર્થોથી ક્ષણ પૂરતું સુખ મળે છે. અંતે તે દુઃખને જ વધારનાર છે. જે સાચું
૧૦.