________________
કષાયના અંગારા વરસી રહ્યા છે. પાપના પંથે દેડ જાઉં છું. વિદ્વતા એ જુદી વાત છે અને સાધુતા એ જુદી વાત છે. કેસુડાનાં ફૂલ ભલે દેખાવે સુંદર હોય પણ એમાં સુગંધ નથી. એમ એકલી વિદ્વતા શા કામની? જે બોલીએ એને આચરણમાં ઉતારવાની જરૂર છે. આચરણ સારું હોય તે જ તેની શોભા છે. દુઃખ સહન કરવું પણ બીજાને દુઃખ આપવું નહિં. શેરડીને પીવાથી રસના કટોરા ભરાય છે. ધુપસળી બળીને પણ સુગંધ આપે છે. એમ તમે માનવ થઈને શું કરશો? હવે સંતેને સંગ કરો. સંતસમાગમથી હૃદયને પલટો થઈ જાય છે. નાસ્તિક માણસ પણ આસ્તિક થઈ જાય છે. ઘણાં ઘરમાં બહેને એટલી શિક્ષિત હોય છે કે તે પિતાનાં પતિને સુધારે છે. ભાઈ– ભાઈના, બાપ-દિકરાના, પડોશી-પડોશીના વેરને પ્રેમમાં પલટાવી દે છે.
નારંગીલાલ અને આનંદીલાલ બંને બાજુ-બાજુમાં રહે છે. કુટુંબી છે. પણ કોઈ કારણસર બંને ઘર વચ્ચે ત્રણ પેઢીથી વેર ચાલ્યું આવે છે. એકબીજાને બોલ્યા વ્યવહાર નથી. બંનેની પેઢી ધીકતી ચાલે છે. સર્વ રીતે સુખી છે, પણ સામે મળે તે એકબીજાની આંખે વઢાય. એક વખત પાપના ઉદયે આનંદીલાલને ધંધામાં મોટો ફટકો લાગે છે. મોટી ખેટ જાય છે. અને બજારમાં મોટું પણ કેવી રીતે બતાવવું? પત્નીના દાગીના વેચાય તેય આ દેવું ભરપાઈ થાય એમ નથી. ચારે બાજુથી મુંઝાય છે. એમાંથી રસ્તે કેવી રીતે કાઢ એ વિચારે છે. નારંગીલાલ પાસે ઘણું છે પણ દુશ્મન પાસે કંઈ હાથ લાબે કરાય! ભાગ્ય ફરે ત્યારે આજને કરોડપતિ કાલે રોડપતિ થઈ જાય છે.
આજને લખેસરી તે ધરતીને ધ્રુજે, કાલે એને જાર માટે મનડું તે મૂંઝવે, મિઠાઈઓના થાળ બદલે આવીયા લુખા, એવા આ સંસારીઓના સુખ છે કૂચા, રાગ કેરા રંગથી સંસાર છે રૂડે, ઉપરથી ભભક્તો ને માંહી છે ફૂડે,
લખપતિ ધરતીને ધ્રુજવે છે. પૈસા હૈય ત્યારે બેલા તે જવાબ પણ નહિ આપે, અને જાણે ધરતીથી બે ફૂટ અદ્ધર ચાલશે. પણ કર્મની થપાટ વાગે ત્યારે રાંકડો થઈ જશે, નરમ ઘેસ થઈ જશે.
આનંદીલાલ ખૂબ જ ઉદાર છે. સારી સ્થિતિ હતી ત્યારે કેટલાયને પૈસા આપ્યા હતા. પણ આજે બધા મેં ફેરવીને બેઠાં છે. એક ઘરે પૈસા મેળવવા માટે જાય છે. તે ત્યાંથી જવાબ મળે છે, “અરે, પૈસા હતાં પણ હમણાં જમીન લેવામાં ત્રણ લાખ રૂપિયા આપી દીધા. તમારા જેવા શેઠને ના પડાય!” આમ ગોળ ગોળ વાત કરીને ના પાડી દે છે. બીજાને ત્યાં જાય છે તે કહે છે, શું કરીએ! જમાઈ માંદા છે અને એમની દવાદારૂમાં પૈસા ઘણું ખરચાઈ ગયા, નહીંતર તમને આપત. આમ બધેથી ના, ના, મળે છે. બીચારે નિરાશ થઈને ઘરે આવે છે. જેમને પૈસા આપ્યા હતા એ પણ મેં ફેરવીને
૧૨