________________
(૭૮
મોટેભાઈ કહે કે આ ઘડિયાળ હું રાખું, બાપુજીની યાદગીરી મારી પાસે રહેશે. નાને કહે-આ ઘડિયાળ મારે જોઈએ.
“એક માતાનાં એક પિતાનો એક વડની બે વડવાઈ, -
એક કઠામાં આળેટેલા, એક લેહીની સગાઈ...” ખૂંદેલા એક જ ખેળે, સૂતેલા એક હિરોળ-સગી માના જણ્યા બે ભાઈ નાનાં હેય ત્યારે કે ભાઈ-ભાઈને પ્રેમ હોય છે. સાથે જ હરે ફરે, ખાય પીએ. બે ભાઈ કોઈ દિવસ ઝગડે નહિ. કોઈ દિવસ બાઝે નહિ. માબાપ પણ ભાઈઓનાં પ્રેમ જઈને રાજી થાય છે. મા માને છે કે મારી આંખનું રત્ન છે. અને પિતા માને છે કે મારી બે ભુજા છે. લોકો રામલક્ષ્મણની જોડી માને છે. આવી કૃષણ-બળદેવની જોડી છે. બે ભાઈ એકજાતનાં કપડાં સીવડાવે. એક જ થાળીમાં જમવા બેસે. નિશાળે સાથે ભણવા જાય. ઘરમાં કિલ્લેબ કરતા હોય ત્યારે વાતાવરણ પણ કેવું સુંદર લાગે છે? પણ મોટા થયા પછી કે પ્રેમ રહે છે? બન્ને ભાઈએ મઝિયારે વહે ત્યારે કોઈને ખબર ન પડી. પણ ઘડિયાળ માટે ઝઘડો ઊભો થયે. મોટાભાઈ કહે છે, સારી ચીજ તે મોટાને ઘરે જ શોભે. નાનભાઈ કહે, પિતાને લાડકવા હું હતો, એટલે મારે ઘરે જઈએ. એમ બંને વચ્ચે ખેંચતાણ ચાલી. વાત ખૂબ આગળ વધી ને હરરાજી કરવા તૈયાર થયા. બેલો, સો રૂપિયા, એમ કરતાં હજાર, અગીયારસે, બાર, ચૌદસ, એમ આગળ વધ્યા. કજીયા કરીને બાપનું સંભારણું રાખવું એ શું યેગ્ય છે? આમ ને આમ બોલી વધતી જાય છે. અને નાનાએ સત્તરસમાં ઘડીયાળ ઘરમાં વસાવ્યું, સાથે કજીયે પણ ઘરમાં આવ્યું. એકબીજા સામા મળે ત્યારે સામું પણ ન જુએ. બેલવાની તે વાત જ ક્યાં કરવી? આ વટની વાત છે. રૂ કેવું પિચું પણ એને વળ ચડાવવામાં આવે તે ફાંસી થાય. - તમે કેટલા વટવાળા છે.? બે ભાઈઓની વાત કરતાં ગામ લોકો વિખરાયા પછી તે એક ઉપર એક આક્ષેપ કરવા લાગ્યા. બન્ને વચ્ચે બેલ્યા વ્યવહાર રહ્યો નહિ. બને વચ્ચે આ પૂળ મુકનાર પરિગ્રહ છે. આ પરિગ્રહ દશમો ગ્રહ છે. મમતા મૂકી દે કેણ સાથે લઈ જવાનું છે. સમય જતાં નાનાભાઈની ચડતી થઈ અને મેટાભાઈની પડતી થઈ. ચિંતાએ શરીર નબળું પડયું. વ્યાધિએ ઘેરી લીધે. નાનાભાઈને ખબર પડે છે કે મારે ભાઈ પૈસે-ટકે ઘસાઈ ગયું છે. અને શરીર પણ દર્દથી ઘેરાઈ ગયું છે. કડવી લીંબડી મીઠી હેજે છાંય, બાંધવ હેય અબોલડા તેય પિતાની બાંય”
નાના ભાઈને મોટાભાઈનું દુઃખ સાલે છે, એટલે તે વિચારે છે કે મોટાભાઈ ઘેર ન હોય ત્યારે જઉં અને ભાભીને આ બાબતમાં પૂછું. પછી બસો રૂપિયા લઈને જાય છે. ભાભીને પરિસ્થિતિનાં તથા તબિયતનાં સમાચાર પૂછે છે. ભાભી કહે છે તમારા ભાઈનું શરીર બરાબર નથી. વળી ધંધામાં પણ ખેટ આવતી જાય છે. આ સાંભળી નાના ભાઈને