________________
આ શરીરને ગમે તેટલું શણગાર, અત્તરનાં ઘાણ વાળી નાંખે, પણ ડીવારમાં શરીરની અંદરથી દુર્વાસ નીકળે છે. સુગંધી તેલથી મન કરી સુગંધી સાબુથી શરીરને નવડાવે છે, પણ શરીર તે વિષ્ટાને ઘડે છે. મળમૂત્રની ખાણ છે. નવ દ્વારમાંથી અશુચિનાં કુવારા ઉડી રહ્યા છે. શરીરને શણગારવામાં, વિધવિધ વાનગીઓ બનાવવામાં, ખાવામાં, કેટલે ટાઈમ કાઢે છે? ખૂબ રસપૂર્વક બે પેટ કરીને ખાધુ હોય એટલે નિંદ આવે, પલંગ તો ઘરમાં તૈયાર જ હોય, તરત સૂઈ જાય. પહેલાં તે પથારી રાખવી એ અપશુકન ગણાતું પણ આજે તે ચેપડી વાંચે તે સૂતા સૂતા અને છાપું વાંચે તે પણ સુતા સુતા ! કેટલે આરામ કરે છે? આરામ હરામ છે? શરીર એ રેગનું ઘર છે. શરીરમાં સાડા ત્રણ કરોડ રૂંવાડા છે. એકએક રૂંવાડે પણ બબ્બે ઝાઝેરા રોગ છે. તે રાગ કયારે ફૂટી નીકળશે તે ખબર નથી. શરીર ગાયતન જ છે. શરીર રૂપી કેથળાને શું જુઓ છો? આત્મા કિંમતી છે, તેને ઓળખો. આત્માનાં ઊંડાણમાં ડૂબકી મારે. ડૂબકી મારે એ માતી લઈ આવે છે. અને કાંઠે બેઠેલો છીપલાં વીશે છે.
સાહસ સાગરમાં ઝંપલાવે, વીરલા ફેંકી દે છીપલાં અને વણીલે હીરલા, કોક દિન ઉગશે તારી સવાર, જ્ઞાની સુકાની તારી હેડી હંકાર...
- “અમારે ઘરે બે જ્ઞાન સાગર છે,” પણ જ્ઞાન સાગરમાંથી શું લીધું? આત્માને પ્રેમ કોઈ વીરલ જ પામે છે. જેણે આત્મામાં ડુબકી મારી એને પાછું આવવું ગમતું નથી. સમજવા જેવું તત્વ આ છે. અનાદિ કાળથી પિતાનાં સ્વરૂપને વિચાર કર્યો નથી. લાડ બોલ એ જુદી વાત છે. લખે એ જુદી વાત છે અને સાચેસાચ મેઢામાં નાખ એ જુદી વાત છે. લખવા કે વાંચવાથી માત્ર ભૂખ મટતી નથી, પણ લાડવાંને ખાવાથી ભૂખ મટે છે. તૃપ્તિ મળે છે, તેમ આત્માને એમને એમ પામી શકાતું નથી પણ જે સ્વસંવેદન કરે છે, સ્વાનુભવ કરે છે, તે આત્માનાં આનંદને પામી શકે છે. આ માર્ગ તે કઈ વીરલાને જ જડે છે. જે અંદર ડુબકી મારીશ તે સાચા રસ્નેને પ્રાપ્ત કરી શકીશ. તરવા શીખનારને પહેલાં તે બીક લાગે છે કે ટાઢ ચઢશે કે ડૂબી જવાશે પણ હિંમતથી અંદર ઝંપલાવે છે. પહેલાં થોડાં પાણીમાં પછી ઊંડા પાણીમાં જાય છે. તરતા શીખે છે. પછી બહાર પણ નીકળવાનું મન થતું નથી. તું એકવાર આત્માના સ્વરૂપને જાણુ. જેણે આ સ્વરૂપ જાણ્યું તે બહારનાં ખેખાને જેતે નથી. આત્મતત્વને નિહાળ. આજે માણસ સવાર પડતાં પ્રભુનું નામ નહીં લે પણ ઉઠતાવેંત વિકથા શરૂ કરશે. મોઢામાં દાતણું, હાથમાં છાપું, અહીંયા આમ બન્યું ? પણ તારામાં જે ને! તારામાં શું બની રહ્યું છે? તારા આત્મા તરફ જે. એક છોકરી આર્ય સમાજમાં હતી. એ કહે કે જેનદર્શનમાં કાંઈ નથી. એક મહારાજ તેને પૂછે છે કે તેને એવું કેમ લાગ્યું કે જૈન દર્શનમાં કાંઈ નથી !