________________
છે કે મારી પેઢીમાં નુકસાન કરનાર આ માણસ જ હતું. એમ આ આત્મદેવની પેઢીને નુકશાન પહોંચાડનાર વિષયે છે, કષાય છે, દુર્ગણે છે. પણ જીવે તે બધાને મિત્ર માન્યા છે. તેથી જ તે કષાયાદિના શરણે જાય છે અને ગૌરવપૂર્વક કહે છે. ક્રોધ કર્યો એટલે બધાં ચૂપ થઈ ગયા. જુઠું બોલ્યા એટલે સારા પૈસા મળ્યા અને ફાયદો થયે. ભાઈ! અત્યારે ફાયદો લાગશે પણ ભાવિમાં ભોગવવું પડશે. તમને સંસાર દુઃખમય લાગે છે! જ્યારે તમારું માન સચવાય નહીં, પત્ની કહ્યાગરી ન હોય, છોકરા કશું કમાતા ન હોય અને એમાં તબિયત લથડે તે તમને સંસાર દુઃખમય લાગશે. પણ સંજોગે તમારી તરફેણમાં હોય તે તમને સંસાર મીઠા મધ જેવું લાગશે. વીતરાગ વાણીના ભાવે જે રીતે હૈયામાં સ્પર્શવા જોઈએ એ રીતે સ્પર્યા નથી તેથી પરિભ્રમણ ચાલુ રહ્યું છે. સંસારમાં સુખ નથી પણ આત્મામાંથી જે સુખ મળે છે એ સાચું સુખ છે. જે કાંઈ છે તે તારી પાસે છે. બહાર પ્રયત્ન કરવા બેટાં છે. હે માન ! જે તમને આ સંસારના દુખ ખટકતા હોય તે ધર્મના માર્ગે આવે. આ માર્ગ એક સુંદર માર્ગ છે. જેણે આત્માને આનંદ માણે એ અપૂર્વ શાંતિને માણી શક્યા છે. આ શાંતિ અનુભવી જ કહી શકશે. આ આનંદ એ અનુભવ ગોચર છે. શબ્દમાં આવી શકે તેવું નથી.
એક રાજા અટવીમાં ભૂલે પડી જાય છે. તેને રસ્તે મળતું નથી. ત્યાં એક ભીલને છોકરો મળે છે. રાજા એને કહે છે કે હું રસ્તામાં ભૂલો પડી ગયે છું. મને માર્ગ બતાવ. ભીલને છોકરે કહે છે ચાલે બતાવું. હું તે આ રસ્તાને ભેમી છું. તે ભીલ. પુત્ર રાજાને બરાબર રસ્તે બતાવે છે. અને રાજા રાજી થઈને એને કેરી ખવડાવે છે. આ ભીલના છોકરાઓ કોઈ દિવસ કેરી ખાધી નથી, અને તેને સાદ કેઈ દિવસ ચાખે નથી એટલે ખુશ થાય છે. પછી ઘેર આવે છે અને ઘરનાં બધાં પૂછે છે, અત્યાર સુધી કયાં હતો? તે બધાને કહે છે, રાજા રસ્તામાં ભૂલા પડી ગયા હતા. મેં એને રસ્તો બતાવ્યું, તેણે મને એવી ચીજ ખવરાવી કે સ્વાદ રહી ગયે. અરે કઈ ચીજ ખાધી? એને કે
સ્વાદ હો તે અમને બતાવ તે ખરે! પણ આ છોકરે શું બતાવે ? બહુ સ્વાદિષ્ટ હતી પણ કેવી સ્વાદિષ્ટ? તે કહે એ હું શું બતાવું? સ્વાદની તે જે ખાય એને ખબર પડે. એમ જેણે આત્માને આનંદ માણ્યું હોય એને ખબર પડે કે આમાં કેટલે આનંદ છે. જેણે હજુ સુધી આ સ્વાદ ચાખે નથી એને શું ખબર પડે કે આમાં કે સ્વાદ છે. આત્માને આનંદ ખરેખર અદૂભુત છે.
અનંત જ્ઞાની, અનંત ઉપકારી એવા વીતરાગ પરમાત્મા વિશ્વના પ્રાણીઓને સંબંધી રહ્યા છે. જાગો અને ઉકે. પ્રમાદને ટાળી તમારા સાથને સિદ્ધ કરવા માટે તૈયાર બને. જેમણે પુરૂષાર્થ કર્યો છે એ અવશ્ય પંચમ ગતિને પ્રાપ્ત કરે છે. ખાલી કામ કર્યા કરવું