________________
ધંધો બંધ કરવું પડશે. અત્યારે મારી પાસે એક પણ ઇજેકશન નથી. આ સાંજળી તે શેઠ માથે હાથ દઈ રડવા લાગ્યા. એકને એક છોકરો હવે મરી જશે. અરે! પણ તમારે તે ઈજેકશનને સ્ટોર ભર્યો છે અને કાં રેવા બેઠા? પેલે વેપારી આશ્વાસન આપે છે. ભાઈ ! પૈસા કમાવાના હેતુથી અને આપને પછાડી દેવાના હેતુથી મેં તે ખાલી પાણી ભરીને ઇંજેકશને વેચ્યા છે. કેટલાય મારા ઇંજેકશનથી મરી ગયાં છે. અન્ત મારે પુત્ર પણ મરી ગયે. જેવા કર્મ કરશે તેવા ફળ અવશ્ય ભેગવવા પડશે.
વેપારીએ પુત્ર ગુમાવ્યો, અને પછી માથે હાથ દઈને રોવા બેઠે. દિકરા ! તું કહેતે હતે એ સાચું હતું. એ વખતે મેં માન્યું નહિ પણ કમને શરમ નથી, લાજ્યાના સ્થાને તું લાજે નહીં, સાચામાં હવે શું શરમાવું (૨)
| હું છું પત્થર તું છે નીલમ.... દે માફી મને નારાજ ન કર, કીધાં કે કરમ ન રાખી શરમ.”
હે ભગવાન! મેં કેવા કર્મ કર્યા ! હવે હું સાવ સાચું કહી દઉં છું. મેં તે રંગીન પાણી ભર્યું હતું. મારી પાસે દવા ન હતી. મેં કેટલાના પ્રાણ ખેવરાવ્યાં. હે ભગવાન ! તું તે નીલમ જેવું છે. અને હું તે પથ્થર જે છું. કાંઈ શરમ રાખી નહીં. કેટલાયના છેકરા કેવી વ્યથા કરતાં મરી ગયાં, ત્યારે મને જરાય એની દયા ન આવી. જુઓ ! જ્યારે પગમાં રેલે આવ્યો ત્યારે ખબર પડી. પશ્ચાતાપથી હૃદય દ્રવી રહ્યું છે. જ્યારે લાજવાનું હતું ત્યારે લાયે નહિ તે હવે શું શરમ રાખવી! સત્ય વાત કહી દે છે. સત્ય વાત સમજાય તે નરમ બને. પિચ થાય. કર્મ કરવામાં નરમ બને. પાછા હઠે. કોઈની ઈર્ષા, અદેખાઈ કરવી નહી. ખેટાં કામ કરવા નહિ, સાજન બનવા માટે પ્રમાણીકતાને ગુણ કેળવે. | Honesty is the best Policy પ્રમાણિકતાથી જીવન-વ્યવહાર ચલાવશે તે કર્મથી હળવા બની મેક્ષના સુખ પામશે.
વ્યાખ્યાન નં...૧૬ શ્રાવણ સુદ ૩ ને રવિવાર તા. ૨૫-૭-૭૧
અનંત કરૂણાનાં સાગર, ભગવાન મહાવીર દેવ જેનું શાસન વિધમાન વર્તાઈ રહ્યું છે, તેમણે ભવ્ય માનવના કલ્યાણને અર્થે વાણીની પ્રરૂપણું કરી છે. ભગવાન મહાવીરે