________________
તે એવું શું વાંચ્યું? મેં કાંઈ વાંચ્યું નથી, હું તે એમ જ ખાલી કહું છું સિદ્ધાંતના ગૂઢ રહસ્યને જાણ્યા વિના તેને અસાર કહેવા એ મૂર્ખતા છે.
સિદ્ધાંત એટલે અફર નિર્ણય. જીવને અજીવ ન થાય. લેકને અલંક ન થાય. દ્રવ્ય અને ભાવની વાત, કાર્ય અને કારણની, સામાન્ય અને વિશેષની, બંધ અને મેક્ષની આ બધી વાત સમજવી જોઈએ. પ્રભુએ પાપસ્થાન એટલે પાપ આવવાનાં ઠેકાણું અઢાર કહ્યાં છે. તેમની વાણીમાં જરાપણ ફેર ન પડે. અનંત કાળથી જીવ કેટલાં પાપ કરતે આવે છે. છતાં પણ હજી થાક લાગતો નથી. દેહ, વાડી, ગાડી, બંગલા બધું છૂટી જશે. જીવને એકલાં જવું પડશે અને કર્મનાં ફળ એકલા ભોગવવા પડશે. માટે હવે જ્ઞાનસાગરમાં ડુબકી મારી કેવળજ્ઞાન રૂપી હીરાને ગેતી લે. અને ભૌતિક સુખરૂપી શંખલાને ફેંકી દે.
“સાહસીને દુનિયા ગાંડે ગણે છે,
સિદ્ધ મળે તે તેની માળા જપે છે” સિદ્ધપદ લેવા તું થઈ જા તૈયાર, જ્ઞાની સુકાની તારી હોડી હંકાર.” જે લોકો સાહસ કરે છે, તેને દુનિયા પ્રથમ વખેડી કાઢે છે, પણ જ્યારે સિદ્ધિ મેળવીને બહાર આવે છે ત્યારે તેને ફૂલમાળ પહેરાવે છે. તમે પણ સિદ્ધપદ લેવા તૈયાર થઈ જાઓ. તેને માટે સાહસ ખેડીને, જીવનને હેડમાં મૂકીને પણ પુરૂષાર્થ કરે.
સામાયિક, પ્રતિક્રમણ, તપશ્ચર્યા આદિ જે કંઇ ક્રિયાઓ કરવાની કહી છે તે એકાંત નિર્જરા માટે જ કરવાની છે. મારે મોક્ષસુખ જોઈએ છે એવી તાલાવેલી છવને લાગવી જોઈએ. એક ખેડુત પિતાનાં ખેતરમાં દાણું ન ઉગતાં એકલું ઘાસ ઉગેલું જુએ તે શું તે રાજી થાશે? તેવી રીતે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપનું ફળ. પુણ્ય રૂપી ફક્ત ખડ જ ઊગ્યું હોય અને નિર્જરા રૂપી દાણા ન થયાં હોય તે ક જ્ઞાની ખુશી અનુભવશે? કાચના ટુકડા લાખે ભેગા થાય પણ મણિને તેલ કદી આવે? કિંમત કેની વધે? મણીની જેમ સાચા શ્રાવક બને. સંસારમાં રહેવા છતાં કમળની માફક નિલેપ રહેતા શીખે. મેક્ષને માટે પુરુષાર્થ કરે. મેક્ષ પ્રારબ્ધ આધીન નથી પણ પુરુષાર્થ આધીન છે.
હેમચંદભાઈને બે દિકરા હતાં. નવલચંદ તથા હેમંત. બે દીકરાને સારી રીતે ઉછે. કરાઓ મોટા થયાં ત્યાં એની મા મરી જાય છે. એટલે હેમચંદભાઈ વિચારે છે. હું તે ખયું પાન છું. મારી મિલકતના ભાગલા પાડી દઉં. બંને ભાઈઓને તમામ મિલકત સરખી રીતે વહેંચી આપે છે. બધાનાં બબ્બે ભાગ કરી મિલકત વહેંચી, પણ એક ઘડિયાળ બાકી રહી ગયું. ને શેઠ ચિરનિદ્રામાં પોઢી ગયાં. બંનેની પત્નીએ ઘરમાં આવી ગઈ છે, બાપુજીની ક્રિયા પત્યા પછી બધું વહેંચી લીધું. પેલી ઘડિયાળ બાકી રહી