________________
જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્ય દુખ અનંત,
સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્દગુરૂ ભગવંત.” ભૌતિક સુખ ગમે તેટલું મેળવે. પણ એ વાસ્તવમાં સુખ નથી. જે આત્મા મમત્વ બુદ્ધિને છેડે છે, જે મમત્વને છેડે છે. તે મોક્ષને અધિકારી બને છે. આપને મોક્ષ જોઈએ છે તે સમતા લાવવી પડશે અને મમતાને છોડવી પડશે. તારો સંસાર કયારે ટૂંક થશે? જ્યારે મમત્વ ભાવને છોડીશ ત્યારે. તમને તે સવારના ઉઠતાં પૈસા મેળવવાની તાલાવેલી લાગે છે. કયારે બંગલા બનાવું, કયારે મીલે નાખું, કેવી રીતે મારી આબરૂ વધે, પાંચમાં પુછાઉં અને જ્યાં જાઉં ત્યાં માન સન્માન મળે. આવા જ વિચારની હારમાળા ચાલે છે ને ?
વાસુદેવ ત્રણ ખંડના, અને ચક્રવતી છ ખંડના અધિપતિ હતા. શું સાથે લઈ ગયાં ? કાંઈ સાથે ગયું? ના. તે “મરણના બિછાને પણ સ્ત્રી માટે વીલ કરતે જાઉં, પછી મુશ્કેલી ન પડે.” મરતાં મરતાં પણ મમત્વભાવ નહિ છે તે કઈ ગતિ થશે?
જ્ઞાની પુરૂષ કહે છે કે, તું ક્યાં અટવાઈ ગયે છે! તેલના ઘાણા ઉભા કરીને તલની સાથે તારું પુણ્ય પીલાઈ રહયું છે. પુન્યની કઠી ખાલી થતી જાય છે. પુન્ય ખલાસ થઈ જશે, પછી શું કરીશ ! મનુષ્યને ઉત્તમભવ પૈસા કમાવવા માટે નથી, પણ ધર્મ કરવા માટે છે. દેવેની કેટલી ત્રાદ્ધિ! વિમાન, આભરણું બધું શાશ્વત હોય છે પણ એ રિદ્ધિ-સિદ્ધિની મહત્તા નથી. સમૃદ્ધિના શિખરે બેઠેલા દે પણ મનુષ્ય જન્મને માગે છે. કુરુ વહુ માથુ મરે.” મનુષ્ય ભવમાંથી જ મોક્ષમાં જવાય છે. દેવતાઓને પણ મોક્ષમાં જવું હોય તો ત્યાંથી સીધા નથી જઈ શક્તા, પણ મનુષ્ય ભવમાં આવવું પડે છે. મનુષ્ય ગતિ સિવાય બીજી કઈ ગતિમાં મેક્ષ મળતો નથી.
“ हिंसे बाले मुसावाई, माइल्ले पिसुणे सढे !
“મુંનમાળે સુ મંd, સેવ મેચ જીત મારૂ ” ઉત્તરા. અ.પ.ગા.૯મી. અજ્ઞાની જીવ હિંસા કરે છે, મૃષા બેલે છે. માયાવી, ચાડીયે, શઠ છે. સુરા પીએ છે, માંસ ખાય છે અને એમાં જ શ્રેય માને છે. મીલે કરીને હરખાય છે. બીજા આગળ પિતે મહાન છે, એવું બતાવે છે. મીલના પાયા એ પાપના પાયા છે. છ કાયને આરંભ કરીને હરખાય છે. પૈસા મેળવવા માટે હું બેલે છે, અનીતિ કરે છે, કાળાબજાર કરે છે, પૈસાને વધુ મહત્વ આપે છે, પૈસે એ મૂળ છે, ભૌતિક સુખને મેળવવા પૈસે કારણભૂત છે, પૈસા આપીને અદ્યતન સાધને મેળવી શકશે. પણ પૈસાથી ગુણસ્થાનક નહીં ખરીદી. શકાય. ગુણ સ્થાનકનું ચઢાણ તે ગુણ ઉપર છે. ગુણ વધે એમ છવ ઉચે ને ઉંચે ચઢતે જાય છે. જેનામાં ગુણ નથી એ ગોટલા બને છે. છેતરાની માફક ફેંકાઈ જાય છે. તમારે