________________
નેતયું. એના મૃત્યુ પછી એણે ભેગું કરેલું ત્રણ ખંડનું રાજ્ય કૃષ્ણને મળ્યું. આવા ત્રણ ખંડના સ્વામી કૃષ્ણ મહારાજ હતાં. તેમની રાજધાની દ્વારિકા હતી. એમાં દસ (દશાર) ભાઈઓ હતાં. એમાં મોટા હતા તેનું નામ સમુદ્રવિજય હતું. અને છેલ્લા સૌથી નાના વસુદેવ-શ્રી કૃષ્ણમહારાજના પિતા (વસુદેવ) હતાં. કાકા દાદાના એવા દસ ભાઈઓની છત્રછાયામાં શ્રી કૃષ્ણ રહેતા હતાં. પ્રજાને વફાદાર હતાં. પ્રજાને પુત્ર તુલ્ય માનતા હતાં. પ્રજાના ભક્ષણહાર નહિ બનતા રક્ષણહાર હતાં. પ્રજા ઉપર વાત્સલ્ય ભાવ રાખતાં. પ્રજાને એમના તરફથી કેઈ અસંતોષ ન હતા.
બલદેવ આદિ પાંચ મહાવીર હતાં. શત્રુઓથી પરાજિત ન થાય. પ્રદ્યુમ્ન આદિ સાડા ત્રણ કરોડ કુમાર હતાં. શત્રુઓથી પરાજિત ન થાય. એવા સાખકુમાર આદિ છે હજાર સુભટો હતાં. મહાસેન આદિ સેનાપતિના તાબામાં રહેવાવાળા ૫૬ હજાર સૈનિક હતા, વીરસેન આદિ ૨૧ હજાર વીર હતાં. ઉગ્રસેન આદિ ૧૬૦૦૦ મુગટબંધી રાજાઓ હતાં. રૂકમણિ પ્રમુખ ૧૬૦૦૦ રાણીઓ હતી. અનંગસેના આદિ ૬૪ કળામાં નિપુણ એવી અનેક ગણિકાઓ હતી. સર્વદા આજ્ઞામાં રહેનારા બીજા ઘણું આશ્વર્યવાળા નાગરિક, ગામમુખી, ઈક્સ, સેનાપતિ, સાર્થવાહ પ્રમુખ હતા. એવા પરમ પ્રતાપી કૃષ્ણ વાસુદેવની સીમા દ્વારિકાથી માંડીને વતાઢય પર્વત સુધી હતી. અર્ધભરત એટલે ત્રણ ખંડનું સંપૂર્ણ રાજ્ય કરતાં હતાં. સુખ, સમૃદ્ધિ અને વૈભવના શિખરે બેઠેલા હતા. પૂર્વના પાયે ભૌતિક સુખના ઢગલા ભલે હોય, પણ જે જીવનમાં ધર્મ ન હોય તે તે બધું બંધન રૂપ થાય છે.
ભગવાને ત્રણ પ્રકારની ઉપાધિ કહી છે. (૧) કર્મોવહી એટલે કર્મની ઉપાધિ (૨) શરીરવાહી એટલે શરીરની ઉપાધિ (૩) ભંડેપકરણ ઉપધિ એટલે માલ મીલક્તની ઉપધિ. આવી ત્રણ પ્રકારની ઉપધિઓ દરેક જેની પાસે હોય છે. કર્મની, શરીરની અને માલમિલકતની. જેટલી ઉપાધિ વધે એટલા કર્મના જથ્થા વધે. જીવને કર્મને સંયોગ છે ત્યાં સુધી પરિભ્રમણ ચાલું છે. પરિભ્રમણ ટાળવા ક્ષણિક પદાર્થો પરના મમત્વભાવને છોડે. બંધ કરી દે મમતાના દ્વારને, તારે ટુંકે થશે રે સંસાર,
બંધ કરી દે મમતાના દ્વારને ” જ્યાં સુધી મમત્વ ભાવ છે, મમત્વ બુદ્ધિ છે, ત્યાં કર્મના બંધ વધારે છે. મમતા છુટી જાય તે સમતા આવી જાય. માટે મમતાના દ્વારને બંધ કરીશ તે તારે સંસાર કે થશે. જીવને મમત્વભાવ કેટલો છે? મારું માને છે. મારાપણું એજ દુઃખનું કારણ છે. અજ્ઞાનથી જીવ બધું દુખ પિતાના હાથે ઉભું કરે છે. મોટામાં મોટું દુઃખ હેય તે તે અજ્ઞાનનું જ છે.