________________
માન્યતા રાખે છે. પણ બધે પિતાનું ધાર્યું તે ન જ થાય ને? ધાર્યું ન થાય-ઈ સામું બેસી જાય એટલે તુરત જ ક્રોધ આવી જાય. આમાં શાન્તિ કયાંથી મળે?
આત્મા રૂપી ચંદનની ઉપર કર્મ રૂપી સ વીંટળાઈ ગયા છે. એને દૂર કરવા માટે શું કરવું જોઈએ? મોરના ટહકારથી વનની અંદર ચંદનના વૃક્ષને ચીટકી રહેલા સપે શિથિલ થઈ જાય છે. અને વૃક્ષને છોડીને આમતેમ ભાગવા માંડે છે, અને તેના બંધન છુટી જાય છે. સર્વે મોર અને ગરૂડની સામે ઉભા રહી શકતા નથી. તેમ લગવાનની વાણી સાંભળીને કર્મ બધા તડ તડ તુટવા માંડે છે. વીતરાગની વાણી સાંભળવાથી કર્મના બંધન તુટી જાય છે. જ્યાં સુધી ભગવાનની વાણીને ટહુકાર સાંભળ્યું નથી ત્યાં સુધી કર્મ ઉભાં છે. અને કર્મને નાશ થતો નથી. આ
વીર ભગવાને કયા બંધન કહ્યા છે? અને શું કરવાથી કર્મ તુટી શકે છે એને મુળ મુદ્દો એ છે કે જીવને કર્મને અનાદિ કાળથી સંગ છે. કર્મ તુટવાથી સિદ્ધ થવાય છે.સિદ્ધ દશા પામવી એ આપણું ધ્યેય છે. સિદ્ધાલય આપણું શાશ્વતું ઘર છે. ઘર એ ધરતીને છેડે છે. પુરૂષ સાસરે જઈ રહ્યા હોય, ત્યાં માલપાણી ખાવા મળતાં હોય, છતાં ઘેર જવાનું યાદ આવે છે ને? કયું ઘર! તમને યાદ આવે છે? તમે જેને ઘર માન્યું તે ઘર તમારું નથી. તે ઘર તે ભાડુતી છે. તેને છોડીને જવું પડશે એમાં છુટકો નથી.
“છોડીને જવું પડશે જગની આ માયા, માટીમાં જઈને મળશે માટીની કાયા, રામા જરા શંકા રાવણની ગઈ લંકા, ભજેને ભજોને ભજેને જીનરાજ હળીમળી સૌ આ પ્રભુના ગુણ ગાવે, ભજેને ભજોને ભજેને જીનરાજ. આ જગતની માયા છોડીને એક દીવસ, ચાલ્યા જવું પડશે સાથે કશું નહીં આવે.”
તમારી મહેલાત, મોટર, બાગ-બગીચા, કુટુંબ-પરિવાર કોઈ સાથે આવશે? અરે! તમારી નિકટમાં નિકટ રહેલી આ કાયા તે પણ તમારી સાથે ચાલવાની છે? ના, અરે! એ પણ માટીમાં મળી જવાની છે. રાવણની સેનાની લંકા શું એની સાથે ગઈ? “ના” દુનિયામાં દેખાતા કોઈપણ પદાર્થો તમારી સાથે આવનાર નથી. તે શા માટે માયામાં રાચે છે ?
દ્રષ્ટાંત એક મોટા શેઠે બંગલો બંધાવ્યે, ખુબ સરસ રીતે તૈયાર કરાવ્યું. તેમાં દાદર ન ચડવા પડે માટે લીફ્ટ મુકાવી. એકએક રૂમને રાચરચીલાથી–ફરનીચરથી શણગાર્યો. બંગલાના પ્રાંગણમાં બગીચે કરાવ્યું. બંગલાની આધુનિક ઢબથી સારી એવી સજાવટ કરી, ગામનાજ માણસે-સંબંધી સ્વજનેને બંગલે જેવા માટે બેલાવે છે. પિતે સાથે ફરી ફરીને બધું બતાવે છે. જોનાર વખાણ કરે ત્યારે શેઠની છાતી ગજ ગજ ફૂલે છે. એવામાં એકવાર મુનિરાજને વહેરવા માટે બોલાવે છે. અને કહે છે, પધારે! મારું આંગણું પાવન