________________
મૂઠી થાયે બે પૈસાની થઈ જાઉં ત્યાં હું અભિમાની, જ્યારે ખાવાના સાંસા પડે, હું ત્યારે તને યાદ કરું છું. જોબન જ્યારે અંગે છલકે, પાપ કરૂં ત્યાં મુખડું મલકે,
જ્યારે કાયામાં કીડા પડે (૨) હું ત્યારે તને યાદ કરું છું.” જ્યારે તમારી પાસે બે પૈસાની મૂડી થાય ત્યારે અભિમાન આવે છે પણ ધધામાં ખોટ જાય, બેરી માંદી પડે, કેન્સર જેવા જીવલેણ દર્દ ઉભા થાય, જ્યારે પેટ ભરવાના પણ સાંસા પડે છે, ત્યારે પ્રભુ યાદ આવે છે. સુખમાં પ્રભુ કેટલી વાર યાદ આવે છે?
જ્યારે લગ્ન થતા હોય, સારી કન્યા ઘેર આવતી હોય, સારો કરીયાવર સાથે આવતાં હોય ત્યારે તમારી છાતી ફૂલે છે. અને જ્યારે માંદગી આવે છે, મરવાને સમય થાય છે ત્યારે નવેઢાને જોઇને આંખમાંથી આંસુ આવે છે. અને વિચારે છેઃ અરે ! આ બિચારીનું હું નહીં હોઉં ત્યારે શું થશે? પણ તું તારા વિચાર કર. તે તારા આત્મા માટે શું કર્યું છે? એ એના નસીબનું ફેડી લેશે. તું એની ચિંતા કરે છે પણ તે તારા માટે શું કર્યું? એની ચિંતા તને કદી થાય છે?
સુમતી વ્યાખ્યાન સાંભળીને ઘરે આવે છે. અને સ્વામીને જરા આનંદમાં જોઈને વાત કરે છે. તમે મારી વાત જરા સાંભળશે? “હા તારી વાત જે હશે તે માનીશ પણ મારે પૈસા ખરચવા ન પડે એવી વાત કરજે.” સારૂં ! આ વાત પણું એવીજ છે. તમે ધર્મગુરૂનું વ્યાખ્યાન સાંભળવા આવશે? એમાં તમારે પૈસો આપ નહીં પડે. જે આરતીમાં જાવ તેમજ કથાકીર્તનમાં જાવ તે તમારે પૈસા આપવા પડે. વ્યાખ્યાન સાંભળવામાં કાંઈ પણ દેવું પડતું નથી. ચપટી ચેખા પણ મૂકવાના નથી. ધનદેવ વ્યાખ્યાન સાંભળવા આવવાની ના પાડે છે. મારે ત્યાં જવું નથી. ત્યાં ફાળા થાય, ખરડા થાય અને મારે ખરચ કરે પડે માટે હું ત્યાં નહીં જાઉં.ધનદેવની આ વાત સાંભળી સુમતી પતિને ધર્મમાં સ્થિર કરવા કહે છે કે ઠીક તમને થોડું પુન્ય થાય એવી વાત કરું. તમારે રાજ આખા દિવસમાં ગમે ત્યારે એક્વાર મુનિરાજના દર્શન કરવા જવું, તેમાં તમને એક પૈસાને પણ ખર્ચે નહીં લાગે. ઠીક તારી આ વાત માનીશ અને રાજ ગમે ત્યારે ગુરુદેવના દર્શન કરીશ. પતિને વધુ મજબૂત કરવા કહે છે. એમ નહીં, તમે બોલીને ફરી જાએ તે? પ્રતિજ્ઞા લે કે રાજ દર્શન કરવા જઈશ. “ભલે પ્રતિજ્ઞા લઉં છું.” ધનદેવે જવાબ આપ્યો અને પછી સુમતિએ પચ્ચખાણ આપ્યા.
એક દિવસ ધનદેવ કામ ઉપરથી ઘેર આવે છે. ખૂબ જ શ્રમિત થયેલ છે. પિટમાં આજે ઠીક નથી એટલે ખીચડી બનાવરાવી છે. સુમતી થાળીમાં ખીચડી ને ઘી આપે છે. ધનદેવ તુરત બેલે છે કે ઘી ખાવાથી બેટો ખર્ચ થાય એટલે તેલ આપ. તેલ સાથે ખીચડી હલાવી જ્યાં ખાવા જાય છે ત્યાં તેને પેલી પ્રતિજ્ઞા યાદ આવે છે. અરે! આજે તે દર્શન