________________
તું તે ભજી લે ને માળા ભગવાનની, નિદ્રા દિવસે કામ, કયારે ભજશે શ્રી ભગવાન, તારી એક એક પળ જાય લાખની,
તું ભજી લે ને માળા ભગવાનની.” એક આત્મા છું. હું કોઈને નથી. અને કેઈ મારું નથી. દેખાતા ભૌતિક પદાર્થો ખરેખર મારા નથી, આત્મા મારે છે. સ્વ સિવાય બધું પર છે તે પારકાની ચિંતા શા માટે કરવી? શ્રીમદ રાજચંદ્ર કહે છે.
“ના મારાં તન રૂપ કાંતિ યુવતી, ના પુત્ર કે જાત ને, ના મારાં ભૂત નેહીઓ સ્વજન કે, ના નેત્ર કે જ્ઞાતિના, ના મારાં ધન ધામ યવન ધરા, એ મેહ અજ્ઞાત્વના,
રે રે જીવ વિચાર એમજ સદા, અન્યત્વદા ભાવના.” આ તન મારું નથી. શરીર પણ મારું નહિં. આ રૂપ એ મારું રૂપ નહીં. આ તે ય પદાર્થ છે. મારે મારા સ્વભાવમાં ટકવું તે મારે ધર્મ છે. વિભાવમાં જવું તે પર ભાવ છે. તને જે ચામડાની આંખથી દેખાય એ તારું નથી.
અમે સંઘવી, અમે વીરાણી, અમે શેઠ, અમે સખીદા–અમને કેઈ ન પહોંચી શકે, તમે જે જ્ઞાતિ અને ગોત્રને તમારા માને છે તે પણ તમારા નથી. આ નોકર-ચા. સગાવહાલા, મિત્રો એ પણ તારા નથી. આ મારી મૂડી છે. મારે આ વિમે છે. પણ આમાં તમારું કાંઈ નથી. આમ ને આમ જીદગી ચાલી જવાની છે. આ મારું નહીં, આ મારું નહીં! એમ તમને કદી લાગે છે? બધી વાતની બાદબાકી કરતાં બાકી રહે તે આત્મા. તે હું છું. તમારા શરીરને, વેપારને, સગાસનેહીને કોઈ નુકશાન પહોંચાડે ત્યારે ક્રોધને આશ્રય લે છે. પણ જ્ઞાની પુરુષે કહે છે તે બધા તારા છે જ નહિં. તારે તે એક આત્મા જ છે. કષાયના પરિણામો વખતે આ વિચારધારા ટકી રહે તે આત્માનું અધ:પતન થતું અટકી જાય. કોધ રૂપી અગ્નિને ઠારનાર ક્ષમા છે. ક્ષમા જે કે તપ નથી.
જાણ પાસે અજાણું થઈ તત્વ લેવું તાણી, સામો થાય અગ્નિ તે આપણે થવું પાણી.
આમાં તત્વ શું છે તે સમજે. દરેક બાબતમાંથી તત્વને, તથ્યને પકડતાં શીખે. સા માણસ અગ્નિ હોય તે તમે તેના પર ક્ષમાનું પાણી છાંટો. “ક્ષમા વીરસ્ય મુલા” ક્ષમા વીરનું ભૂષણ છે.
- તમારી બૂરી આદતને સુધારે. પ્રસંગ પડે અને ક્રોધ, માન, માયા, લેભના ભાવે સેવાઈ જાય. અને પછી એમ થાય કે મારે આ પ્રમાણે ન કરવું જોઈએ. એ રાંડયા પછીનું