________________
ડહાપણ છે. માત્ર વાતે કરવાથી મોક્ષ મળતું નથી. તમને એ બધામાં સુખ લાગ્યું છે. પૈસા કમાવવામાં, બંગલા બનાવવામાં સુખ માને છે પણ એ સાચું સુખ નથી.
- સંતે પાસે ભૌતિક વૈભવ કાંઈ નથી, છતાં તમારા કરતાં તેઓ કંઈ ગણ સુખી છે. તેઓને જે સુખ છે તે સ્વસંવેદનનું, સ્વાનુભૂતિનું સુખ છે. બહારની વરતુથી સુખ મળતું નથી. પણ સુખને પ્રજાને અંદર છે. આત્માની અનુભૂતિનું સુખ સાચું છે.
જે પદ શ્રી સર્વ દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન ને, તે સ્વરૂપને અન્યવાણી તે શું કહે, અનુભવ ગેચર માત્ર રહ્યું તે જ્ઞાન છે,
અપૂર્વ અવસર એ કયારે આવશે ! આધ્યાત્મિક સુખ કહી શકાતું નથી. પણ તેને અનુભવ થઈ શકે છે. આત્માને અનુભવ મેળવે હોય તે આખા જગતનું વિસ્મરણ કરે. અંતરમાં ડુબકી મારે. અવગુણને કાઢતા શીખે. આઠ દિવસમાં તમે એક દિવસ તે તમારા આત્માની સંભાળ લે. રવિવારના દિવસે એક કલાક ધ્યાન ધરે. તે પણ તમને કાંઈક મળશે.
હે જીવ! તું આટલું વિચાર. હું કર્યું અને હું કયાંથી આવ્યો છું. ! અને મારું સ્વરૂપ શું છે? આત્મા ત્રિકાળ ટકવા વાળે છે. તેની સ્વતંત્રતાને પ્રાપ્ત કરવી એ લક્ષ હેવું જોઈએ. બધા દોડી રહ્યા છે. કોઈને જરાપણુ ટાઈમ નથી. પણ ક્યાં જવું છે તેને ખ્યાલ જ નથી.
એક ભાઈના લગ્ન લેવાયા છે. તેને એક મિત્ર તેને કહે. “કેમ સ્ત! તારા લગ્ન થવાના છે તે મને જાનમાં લઈ જઈશ ? વરરાજા જવાબ આપે છે. “મિત્ર ! મને પણ ખબર નથી કે મારા બાપુજી મને જાનમાં લઈ જશે કે નહિ? પછી તને લઈ જવાની વાત કેમ કરી શકું? કેવી હાસ્યાસ્પદ વાત છે. આવી જ વાત છે અજ્ઞાની આત્માની. જીવ પ્રવૃતિ જોરશોરથી કરે છે, પણ આત્માના અસ્તિત્વમાં જ શંકા છે. સંસારના સુખે અનિત્ય છે. આત્મા નિત્ય છે. તેમાં શ્રદ્ધા લાવી, મેહને છેડે તે મોક્ષ મળશે.
નિર્મોહી બન, મીટ જાય ફેરા, આયા કહાં સે કૌન હૈ તે.” તું નિર્મોહી બની જા. મેહ છે ત્યાં મેક્ષ નથી. મેહથી મુક્ત થાય તેને મોક્ષ મળે છે. મેહ રાખવા જેવું જ નથી. પરિગ્રહને, સગાસ્નેહીઓને, અરે ! શરીરને પણ મેહ કરવા જેવો નથી. ભવ ચકના ફેરા મટાડવા હોય તે નિર્મોહી જ બનવું પડશે. મોહના કેફ ચડેલો હશે તે ગમે તેટલી ક્રિયા કરીશ, તે પણ ત્યાં ને ત્યાં રહીશ.
એક ગામની અંદર એક ગરાસી રહે છે, તેની સ્થિતિ સાધારણ છે. પણ અફીણને તે ભારે બંધાણી છે. એક વખત તેની પત્ની કહે છે “કમાવા બહાર ગામ જાવ. બેઠા બેઠા