________________
ગણેશનું પેટ મોટું હોય છે. જેનું પેટ દરિયા જેવું મોટું છે, તે જ ઘરને વડીલ, સમાજને નેતા કે પ્રજાને શાસક બનવાને ગ્ય છે. દરિયે પિતાનામાં સારી-ખરાબ બધી ચીજને સમાવી લે છે. તેમ વડીલ કે રાજા પણ બીજાના દે તરફ ન જુવે. બધાને પિતાના તરફથી પ્રેમ સાથે હૂંફ આપે. પણ કોઈને તિરસ્કાર ન કરે.
ગણેશની આંખ ઝીણી હોય છે. ઝીણી આંખ સૂમ દષ્ટિને સુચવે છે. નેતા-રાજા સ્થૂલદષ્ટિવાળ ન હોય. દરેક પ્રશ્નો અને દરેક પરિસ્થિતિને સૂકમ રીતે વિચાર કરે. માણસ ઝીણી નજરે જુએ તો વસ્તુના હાદને પામી શકે. સ્થૂલદષ્ટિને કારણે માણસ ભેગ-વિલાસ, કંચન અને કામિનીના રસમાં ઉતર્યો છે. સૂક્ષ્મદષ્ટિ આવતાં શરીર અને સંપત્તિ કે કામને વિચાર નહી રહે. આત્મા અને પરમાત્માને વિચાર પણ કરશે.
ગણેશના કાન મોટા હોય છે. એને ભાવ એ છે કે સમાજને નેતા, પ્રજાને પાલકપિતા કાન વિશાળ રાખે. નાના–મોટા, ગરીબ, શ્રીમંત આદિના ભેદભાવ વિના ફરિયાદ કરવા આવનાર દરેકની વાત પ્રેમપૂર્વક સાંભળે. જે દરેકને સંતોષ ન આપી શકે તે તે પ્રજાપ્રિય ન બની શકે. પૂર્ણ સત્યને પામી શકે નહિ. માટે વડીલે દરેકની વાત સાંભળી સારાસારને વિવેક કરવું જોઈએ.
ગણેશનું નાક લાંબુ હોય છે. એને અર્થ એ છે કે દૂર દૂર રહેલી વાત પણ લક્ષ બહાર ન હોવી જોઈએ. ઘરમાં શું બની રહ્યું છે તે વડીલે અને પ્રજામાં શું બની રહ્યું છે તેનું રાજાએ ધ્યાન આપવું જોઈએ. સારી ખરાબ બધી જાતની વાતે અને બધી જાતની વ્યક્તિ તેની પાસે આવે. તેમાં સારાને સ્વિકાર કરે અને ખરાબને દૂર કરે.
ગણેશનું વાહન ઉંદર છે. ગણેશ કેવડા મોટા! તે ઉંદર ઉપર બેસે તે ઉંદર બિચારે મરી જ જાય ! પણ આની અંદર ગૂઢાર્થ રહેલો છે. માણસ માટે હેય, પણ તેનું સૈન્ય નાના નાના માણસનું બનેલું હોય છે. નાના માણસો મોટાના વિચારોનું વાહન હેય. ખૂણામાં અને ગલીઓમાં-ઘરઘરમાં રહેલી વ્યથા અને કથા એ લાવી શકે. અને નેતાના વિચારો નીચલા ઘરમાં પહોંચાડી શકે.
વડીલો નાનામાં રહેલી મેટાઈ જુએ. નાનાને પણ આદર અને સન્માન આપે. શ્રીકૃષ્ણ મહારાજ ઉપરોક્ત ગુણોથી વિભૂષિત હતા. તેથી તેમની પ્રજા શાંતિ અને સુખ અનુભવી શકતી. - આજે દેશના નેતાઓમાં પ્રજાને સુખી કરવાની વૃત્તિ લોપ થઈ ગઈ છે. અને પોતાના સ્વાર્થ સામે સૌ જુએ છે. નેતાઓને એશઆરામ કરવા છે. પ્રજાને ચુસવી છે. જ્યાં જુઓ ત્યાં લાંચીયું ખાતું વધી ગયું છે. ન્યાયાધીશ પાસે, ડોકટરો પાસે કે પ્રોફેસરે પાસે જ્યાં જાવ ત્યાં લાંચ આપો એટલે તમારે વિજય થાય છે.