________________
સમય મળે. ત્યારે તમે શું કરે છે? રાજ્ય માટે પૈસા માટે ભાઈ પણ દુશ્મન બને છે ને? કોર્ટમાં પણ જાય છે ને! જ્ઞાનીઓ કહે છે ભાઈ, આ તારી ભૂલ છે. બહાર તારા દુમન નથી. પણ તારા દિલમાં દમન બેઠેલા છે. એમની સામે બળ પિકાર્યો નથી તેથી તે વશ થતા નથી. અંદરની જોઈએ તેવી જાગૃતિ નથી. જોઈએ તેવી શક્તિ ફેરવી નથી. તાકાત કેળવી નથી. તેથી દુશમને તમારા ઉપર ચડી બેઠા છે. દુશ્મનને દુશ્મન તરીકે ઓળખી એની સામે પડકાર ફેંકીએ. એની સાથે લડી લઈએ જરૂર જીતી જવાય. કારણ કે કર્મ બીચારા રાંકડા છે જ્યારે આત્મા અનંત શક્તિને ધણી છે. જે સાચું સુખ મેળવવું હોય, સાચે આનંદ માણુ હોય, દુમનાથી બચવું હોય તે પુરૂષાર્થ કરવાની જરૂર છે. જે કર્મથી છૂટવાના પ્રયત્ન કરશે તેનું અવિનાશી કલ્યાણ થશે. વિશેષ અધિકાર અવસરે.
વ્યાખ્યાન નં.૧૨
અષાઢ વદ ૧૩ ને મંગળવાર તા. ૨૦-૭-૭૧
નાથે સિદ્ધાંત પ્રરૂપ્યા સિદ્ધાંત. એટલે ત્રણેય કાળે સિદ્ધ થયેલી વસ્તુ, તેનું નામ સિદ્ધાંત. અહીં બારમું ઉપાંગ વન્ડિદશા જેમાં નિષધ કુમારને અધિકાર ચાલે છે. રેવતગીરી પર્વત પાસે નંદનવન નામને બગીચે હતા. તે દ્વારિકા નગરીની શોભામાં અભિવૃદ્ધિ કરતે હતે.
આ દ્વારિકા નગરીમાં કૃષ્ણ નામના (વાસુદેવ) રાજા રાજ્ય કરતા હતા. એનામાં ઘણુ ગુણ હતાં. ગુણ વિના કંઈ પ્રાપ્ત થઈ શકતું નથી. રાજા ગુણવાન હોય તે તેની પ્રજા ગુણવાન હોય. રાજા ઉદાર દિલને હાય, પરદુઃખભંજન હેય, પિતાના સુખને જતા કરીને પારકાના દુઃખ હરનાર હોય તે તે રાજાના ગુણો પ્રજામાં પણ ઉતરે છે.
જેના હાથમાં સમાજનું નેતૃત્વ છે, તેનામાં ઉદારતા, સહનશીલતા, વાત્સલ્ય, સહાનુભૂતિ, આવા અનેક ગુણે હોવા જરૂરી છે.
ગણેશને ઘણાં પૂજે છે. ગણેશ એટલે સમાજ નેતૃવનું પ્રતિક અને ગણ એટલે સમુદાય-મંડળી, એને ઈશ એટલે સ્વામી, નેતા, ઉપરી, પ્રજા પર શાસન ચલાવનારનાં લક્ષણ આમાં પડ્યાં છે. ગણેશ એટલે વડીલ-ઉપરી, આપણે કઈ પણ સારું કામ કરીએ છીએ ત્યારે વડીલને પગે લાગીએ છીએ.