________________
હસતાં હસતાં સહ્યા. વિપત્તિના વાદળાં વરસાવનારની સામે કરૂણાની વૃષ્ટિ કરી. દુઃખ દેનાર સામે પણ દયાભાવ દાખવ્યું. એવા ભગવાનને પણ ઉપસર્ગ થયા છે તો આપણે પામર માનવી કયા હીસાબમાં ! કમને શરમ નથી. આણે મારું બગાડ્યું એ મને ભાંગી નાખ.
આત્મબ્રાંતિ સમ રેગ નહીં, સદ્દગુરૂ વૈદ્ય સુજાણ,
ગુરૂ આજ્ઞા સમ પથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન.” મોટામાં મોટો રોગ મિથ્યાત્વને છે. મિથ્યાત્વના રોગને લીધે જીવ ખૂબ હેરાન થાય છે. મેં એનું આમ કર્યું, મેં એનું તેમ કર્યું. પરને દોષ અને પિતાના ગુણને જુએ છે. અભિમાનને પિષે છે. તું મારા ઘર સામેય જેતે નથી ! મારા દાણા ખાઈને મારી સામે બેલે છે? મેં જે દાણું ન આપ્યા હતા તે ભુખ ભેગે થઈ જાત. મેં આ કર્યું ને આમ કર્યું, એમ અભિમાનમાં અક્કડ બનીને ફરે છે.
નિત્ય અભિમાનના ઓટલે ઉભીને, જીવ મમતા તણું મહોર મારે, હું કરૂં હું કરું મારું આ છે બધું, એમ ગુંચાય સંસાર મારે, હું જ સર્વોપરી ધનિક વિદ્વાન છું, મારું મારું નગારું વગાડે, હાય અભિમાનના પંકમાં ગબડતા, માનવી કિંમતિ જીવન હરે.”
હું જ કરું છું, મારે લીધે જ બધું થાય છે. મેં આવડી મોટી મીલ, મોટર તેમજ બંગલા બનાવ્યા. મેં આટલી ચાલી બનાવરાવી. કેટલાયને રહેવા મકાન આપ્યા. મેં સારું એવું દાન આપ્યું. હું બધું કરું છું. હું કાંઈક છું. આમ અભિમાનના ઓટલે ઉભું રહીને જીવ મમતાની મહેર મારે છે. હું સર્વોપરી છું, સત્તાધીશ છું. શ્રીમંત છું, વિદ્વાન પંડિત છું. એમ ગુમાનમાં ફરે છે. આ મારૂં, આ બંગલે મારે, આટલી પેઢી મારી. એમ મારું મારું કરી મારાપણાનું. નગારૂં વગાડે છે. અભિમાનના પંકમાં પડેલા હે માનવ! જાગૃત થા. “મેં કર્યું, મેં કર્યું? આમ મમત્વની જાળમાં તું ગુંચાતે જાય છે પરંતુ આ શરીર પણ તારું નથી તે આટલે મોહ શા માટે કરે છે? તું ચૈતન્ય ભગવાન છે. તારે આ જંજાળ શેની છે?
“gણ વીર જયંતિ, જે અન્ને ઢોર સંગો” આચારંગ સૂત્ર. અ. ૨. ઉ. ૬
ભગવાન એમને વખાણે છે કે જે લેકના સંગથી છુટા થયા છે. તમે છુટા થયા છે કે વળગી રહ્યા છે? છોકરે તૈયાર થશે પછી વ્યાખ્યાનમાં આવીશું. જ્યારે છોકરો તૈયાર થાય છે ત્યારે બીજી દુકાન કરાવી આપે છે પણ પિતાના માટે શું કરશે? છોકરાઓ પણ કહે છે કે હવે અમે તૈયાર થઈ ગયા છીએ અને વહીવટ સંભાળી લીધું છે. તમારે હવે દુકાને આવવું નહીં. પણ દુકાનથી એ ટેવાયેલ છે કે દુકાને ગયા વગર એને , ચેન પડતું નથી. હવે તે પૌષધશાળામાં બેસી જાવ. હું કેણુ? કયાંથી આવ્યું છું?