________________
હિંય છે એટલે પત્નીને કહે છે સુમતી! શા માટે મારી રજા વગર આવાં કામ કરે છે? હું જે કહું તે પ્રમાણે તારે વર્તવું પડશે. આ ધન વેડફી નાખવા માટે નથી. કોઈને આપેલું દાન સર્વશ્રેષ્ઠ છે તેમ તે માને છે, પણ એમ કરવા જતાં આંતર કલેશનું કારણ થાય તેમ લાગે છે. તેથી પતિને કહે છે. “હવે આપ કહેશે તેમ કરીશ.” સુમતી ધનદેવને રોટલા બનાવી આપે છે તે લઈને ધનદેવ કામ ઉપર જાય છે. ઘરની પ્રવૃત્તિમાંથી નિવૃત્ત બની સુમતી મુનિ મહારાજનું વ્યાખ્યાન સાંભળવા ઉપાશ્રયમાં આવે છે. મહારાજ સરસ શૈલીમાં વ્યાખ્યાન સંભળાવે છે. આત્માનું કલ્યાણ કેવી રીતે થાય એ સમજાવે છે. ગુરુ વિના જ્ઞાન નથી. જ્ઞાન એ દિ છે. તમારે અંધકાર કાઢ હેય તે જ્ઞાનરૂપી દિવે જોઈએ એમ સમજાવે છે. તમારે તમારા જીવનને ઉદ્ધાર કરવો હોય તે તમારું હલ્ય મુનિ પાસે ઠાલવે. બી સારું હોય છતાં તેને પણ ખાતર, પાણી અને સારી જમીન જોઈ. તે પ્રમાણે ધર્મના બી વાવવામાં ગુરૂદેવની જરૂર પડે છે, અને ગુરુદેવના ચીધેલા રાહે ચાલવાથી આત્મામાંથી પરમાત્મા થવાય છે.
ઉપાદાનનું નામ લઈ એથી તજે નિમિત્ત,
પામે નહીં સિદ્ધત્વને રહે ભ્રાંતિમાં સ્થિત” રોટલી બનાવવા માટે કેટલી ચીજ જોઈએ છે? પાટલે જોઈએ, વેલણ જોઈએ, ચૂલો જોઈએ, લેટ જોઈએ, અગ્નિ જોઈએ, એમાં એક સાધન એછું હોય તે ચાલતું નથી. ભગવાન કહે છે તું એક વખત સાચો સ્વને પુરુષાર્થ કર. પણ તમે તે પૈસાને સર્વસ્વ સમજે છે. તમે પૈસાને બધા કામમાં વધારે મહત્વ આપે છે.
પૈસો તમને પ્યારો છે પણ તેને કઈ નથી પ્યારું, બે ઘડી દીલને બહેલાવે ને ત્રીજી ઘડીએ અંધારું, સુખ દુઃખના સાચા સંગાથી પૈસે કે પ્રભુ? કણું તમને પ્યારું બેલે પૈસે કે પ્રભુ? પથ્થર જેવા પિસા ને તેના જેવા સ્વામી તેમાં,
કોણ તમને પ્યારું બેલે પૈસે કે પ્રભુ? તમને તે રાત દિવસ પૈસાના સ્વપ્ન દેખાય છે. ઊંઘમાં પણ પૈસા દેખાય છે. તમારૂં આત્મધન કોઈ ઉપાડી જાય છે એની ખબર છે? ક્રોધ, માન, માયા અને લેભ આ ચાર ચાર આત્મધન ઉપાડી જાય છે એની ખબર છે? પૈસે મેળવવા કેવા કામ કરવા પડે છે, કેટલા કર્મ બાંધવા પડે છે? આખો દિવસ ધન-વૈભવ, પુત્ર–પરિવાર અને બી યાદ આવે પણ પરમેશ્વર ક્યારેય યાદ આવે છે?
“મુશ્કેલી જ્યારે પડે હું ત્યારે તને યાદ કરું છું, સુખી થતાં વિસરું તને ને દુખી થતાં યાદ કરું છું.