________________
કરવાનું ભૂલી ગયો છું! હવે કેવી રીતે જાઉં? ત્યાં તેની પત્ની કહે છે. હજુ જ્યાં મોટું થયું છે. જાઓ, હાથ જોઈને દર્શન કરી આવે. લેભી ધનદેવ જવાબ આપે છે. અરે હાથ ધાવાથી હાથમાં ચુંટલી ખીચડી ને તેલ ચાલ્યા જાય. આટલે બગાડ આપણને ન પોષાય. આમ ને આમ આ હાથ ઉપર લુગડું ઢાંકવા દે જેથી બીજાને એમ લાગશે કે આને હાથે કાંઈ થયું હશે, એટલે પાટો બાંધે હશે. ધનદેવ લુગડું વીંટીને ગુરુભગવંતના દર્શને જવા માટે તૈયાર થાય છે. ત્યારે સુમતિ કહે છે. કોઈ કાંઈ માંગવાનું કહે તે મને પૂછયા વિના માગશે નહિ. સુમતી રે જ ભગવાનની પ્રાર્થના કરીને સૂવે છે. એ સૂતી હતી તે રાત્રે સ્વપ્ન આવેલું કે હવે તારે સારે દિવસ આવશે. આ બાજુ ધનદેવ મુનિના દર્શન કરે છે અને શાસનદેવ સુમતીની સ્તુતિથી પ્રસન્ન થાય છે. ઉપાશ્રયમાં ધનદેવને આકાશમાંથી ગેબી અવાજ સંભળાય છે. માગ ! માગ ! માગ ! હું તારા ઉપર પ્રસન્ન થિયે છું. તારે “જે કાંઇ માંગવું હોય તે માંગ!” પણ હું શું માગું? તમે ઉભા રહે, હું મારી પત્નીને પૂછીને આવું છું” એમ કહીને દેડે છે અને ઘરે જઈ સુમતીને કહે છે. દેવ મારી ઉપર પ્રસન્ન થયા છે. હવે હું શું માગું? દસ કરોડ રૂપિયા માંગુ? સુમતિ કહે છે સ્વામી! તમને પૈસા સિવાય કશું દેખાતું જ નથી. આપણી પાસે પૈસાને કયાં તૂટે છે. તમારા દાદા અને એના દાદા પૈસા મૂકીને ચાલ્યા ગયા. કોણ પૈસાને સાથે લઈ ગયા છે માટે તમે જે માગો તે વિવેકનું વરદાન માગે. તમે દેવને કહે કે મને વિક આપે. પત્નીની શીખામણ માથે ચડાવી ધનદેવ ઉપાશ્રયમાં જાય છે. અને કહે છે દેવ, મને વિવેકનું વરદાન આપો. તથાસ્તુ કહીને દેવ અંતર્ધાન થઈ જાય છે. દેવના વરદાનથી ધનદેવના વિચારોને-હદયને અને જીવનને પલ્ટો થઈ જાય છે. તેનામાં વિવેકને આવિષ્કાર થાય છે. અને ઘેર પહોંચી હાથપગ ધેવા પાણી માગે છે. આજુબાજુમાં પડેશમાં કઈ ભુખ્યા હોય એને જમાડીને પછી પિતાને જમવું એ વિચાર આવે છે. રૂપીયાનું દાન દેવા માંડે છે અને બાપાના દટાયેલા રૂપિયા બહાર કાઢે છે અને પૈસાને સદ્વ્યય કરે છે.
દે ગયા સો લે ગયા, ખા ગયા સો બે ગયા,
મૂક ગયા છે જખ માર ગયા ” (૨). જેઓ ધનને પરાર્થ-બીજાને માટે વાપરે છે તેઓ પરભવનું ભાતુ બાંધે છે. ખાઈ જાણે છે તેનું બેવાઈ જાય છે. અને મૂકીને જાય છે તે જખ મારતે જાય છે. ધનદેવ પરાવતું ભાથું બાંધે છે. સુમતી જેવી સ્ત્રી પતિને સુધારે છે અને ધમી બનાવે છે. તમને સુમતિ જેવી સ્ત્રી મળી છે? તમને આ સુંદર અવસર મળે છે, તે ધર્મ કરે. ધર્મ કરશે તે તમારા આત્માનું પરમ કલ્યાણ થશે.