________________
શ્રેણીક શયને પાંજરે પુર્યો, કેણીકે રાજ લુભાઈ , પગે પિતાને અતિ દુખ દીધાં, તે કયાં રહી પુત્ર સગાઈ રે.
કેના રે સગપણ કેની રે માયા, જીવ રહ્યો લેભાઈ રે.” કેણિક દસ ભાઈ એને લાવે છે. અને “આપણે બધું ધન સરખી રીતે વહેંચી લે” તેમ સમજાવે છે. આ મારું એકનું રાજ્ય છે. તમે બધા બાપને જે હેઠા મુકે તે હું તમને બધાને સરખે ભાગ આપીશ. ભાઈઓ કબુલ થાય છે અને શ્રેણીકને એકલા એક છે. તેમાં એક દિવસ લાગ જોઈને શ્રેણિકને કેદ કરે છે અને પાંજરે પુરે છે. લુગડા ઉતારીને કેરડાના માર મારે છે. માર મારીને અધમુઆ જેવા કરે છે. અને પોતે અગ્યાર ભાગે શજ વહેંચે છે. રાજા જેમ દુઃખી થાય તેમ એ રાજી થાય છે. પિતાને પુત્ર કેવા અસહ્ય દુખે આપે છે. પિતા-પુત્રની સગાઈ કયાં ગઈ. બીજાને દુઃખી જેઈને રાજી થનારા જીવે ભારે કર્મો બાંધે છે. રાજા મનમાં વિચારે છે કે કણિકને શો દેષ? રાણીએ તો ઉકરડે નાખેલ. પણ હું એને લઈ આવ્યો રાજા જેલમાં રહે છે તે પણ સમજણથી સુખી છે અને રાણી મહેલમાં રહે છે. થોડા દિવસ પછી રાજ્યાભિષેક થયા બાદ કેણિક માતા ચલણને પગે લાગવા આવે છે. રાણી મોઢું ફેરવી નાંખે છે ત્યારે કેણિક માતાને કહે છે કે હું રાજગાદીએ આવ્યું તે તમને શું ન ગમ્યું? ત્યારે માતા કહે છે : જે પિતાને તે કેદમાં પુરેલ છે તે બાપને તારા ઉપર કે પ્રેમ હ! તું ગર્ભમાં આવ્યું ત્યારે તને પિતાના કાળજાનું માંસ ખાવાનું મન થયેલ, મને તે દેહદ ઉત્પન્ન થયે. તે પણ તેમણે પુરે કર્યો તે તને ખબર છે? ગર્ભ પડી જાય તે માટે મેં ગભ પાડવા કેટલી કેશીષ કરી પણ મારું કાર્ય પાર પડ્યું નહિ અને પુરા માસે તું અવતર્યો. તારો જન્મ થતાં મેં તને ઉકરડામાં નંખાવ્યું. તે તારા પિતા ત્યાંથી તને લઈ આવ્યાં. અને કુકડાએ તને આંગળીમાં ચાંચ મારી હતી તેથી તારી આંગળી પાકી ગયેલ જેની અસહય વેદના તને હતી, તું મોટેથી રડતે હતું ત્યારે શ્રેણક રાજા તારી તે આંગળીને ચુસતા અને પરુ બહાર કાઢતા ત્યારે તારી પીડા ઓછી થતી અને તને શાંતિ થતી. તેઓ બધાને કહેતા કે આને કોઈ વાંકે વાળ કરશો નહીં. આવા તારા પૂજ્ય પિતાશ્રીને પાંજરે પુરી તું રાજા બને, એમાં મને શું આનંદ હોય? આવું સાંભળતાં કેણિકને ત્યારે પસ્તાવો થાય છે. અને બાપને બંધનથી મુક્ત કરવા હથોડી ને છીણી લઈને જેલ તરફ જાય છે. ત્યાં શ્રેણીક રાજા એને એકદમ ધસમસતા આવતે જોઈને વિચારે છે કે આ મને કેવા કમોતે મારી નાંખશે? અને મારા ટુકડે ટુકડા કરી નાંખશે. તેથી હીરાની વીંટી ચુસીને મરણ પામે છે. કેણિક અંદર આવે છે. અને મૃતદેહને જુએ છે. આ વખતે તેના ભાવ વેર લેવામાં ન હતા પણ રાજાને છોડાવવાના હતા. અહીં વેર પૂરું થાય છે. અને કેકને પોતાના કર્તવ્ય પ્રત્યે ખૂબ પશ્ચાતાપ થાય છે. હવે રાજગૃહીમાં તેનું મન ખૂબ બેચેની અનુભવે છે. તેથી પોતાની રાજ્યધાની ચંપાનગરીમાં રાખે છે. અને પિતે ત્યાં સ્થાયી બને છે. ન્યાય નીતિથી રાજ્ય કરે છે, પ્રજાને સંતોષે છે. શ્રી કૃષ્ણ મહારાજના પુણ્ય પ્રતાપે દ્વારિકા નગરી દેવેએ રચી છે. ત્યાં રેવન્ત ગીરી પર્વત અતિ રમણીય હતે. તેનું વિશેષ વર્ણન અવસરે કહેવાશે.