________________
ત્યાંના સાધને વડે આંતરડા બહાર કાઢે છે. બંનેની પ્રક્રિયામાં સમાનતા હોવા છતાં ભાવના માં કેટલે ફેર છે? એક માણસ જાનથી મારી નાખે છે ત્યારે બીજો માણસ જીવન બચાવે છે.
જીવને પરિણામે બંધ થાય છે. વિવિધ પ્રકારના શુભ પરિણામે શુભ કર્મને બંધ થાય છે અને અશુભ પરિણામે અશુભ કર્મને બંધ થાય છે.
કેણિકને જીવ તાપસના ભાવમાં અશુભ નિદાન કરે છે. તાપસને ભવ પૂર્ણ કરી ચેલણરાણીની કુક્ષિમાં આવે છે. અને એજ કેણિક બને છે. જ્યારે મોટો થાય છે ત્યારે બાપની ઉપર વેર રાખવાવાળે થાય છે. બાપની ઉપર તિરસ્કારની દૃષ્ટિથી જુએ છે. અભયકુમાર છે તેથી તેની કારી ફાવતી નથી. અભયકુમાર ચાર બુદ્ધિને ધણું છે. રાજ્યમાં રહેવા છતાં તે ભાવનાપૂર્વક ધર્મ ક્રિયા કરનાર છે ત્યારે કેણિકે પૂર્વે તપ કર્યો પણ કે ભાવ સે? કેવી ભાવના ભાવી છે? ભાવની કિંમત છે.
“મારે થાળ ભયે રે શગ મોતીડે રે હું તે હરખે–
વળાવવાને જઈશ, મારે સોના સમો રે સુરજ ઉગી. આવા ગીત લગ્ન પ્રસંગે ગાય છે ને! આમાં ભાવની પ્રધાનતા છે. થાળમાં મેતી ભર્યા નથી પણ ભાવનાના મોતી ભર્યા છે. હાથી ઝુલે રાજ્યમાં પણ ગાનારને ત્યાં ગધેડા પણ હોતા નથી. પણ ભાવના સારી છે. કરણી કરી, ક્રિયા કરી અને શરીર સુકવ્યું. શરીરને હાડપિંજર જેવું કરી નાંખ્યું. લેહી માંસ ઉડી ગયા પણ કષાય ન ગયે. તેથી કેણિક બાપનું વેર લેવા તૈયાર થાય છે. કષાય કરવાથી બધી કરણી નકામી થાય છે. આ સંસારમાં રહેવાં છતાં, મેટા રાજ્યને વહિવટ કરતા હોવા છતાં અભયકુમાર ચિત્તની એકાગ્રતાથી સામાયિક કરે છે. તમે સામાયિક કરો છે પણ તમારે જીવ કયાં કયાં ચાલ્યું જાય છે? સામાયિકમાં તમને દુકાનની, ઘરની, પુત્ર પરિવાર વગેરેની ચિંતા હોય છે. જેને બે ઘડીમાં પ્રીતિ છે તે અવસર આવતાં જાવજીવની સામાયિક લેવા તૈયાર થાય છે. અભયકુમાર તેના બાપુજીને કહે છે–મારે દીક્ષા લેવી છે. મને દીક્ષા આપો! શ્રેણુકરાજા વિચારે છે કે અભયકુમારે રાજ્યનો કારભાર ઉપાડી લીધું છે. તેને કેવી રીતે દીક્ષા આપું? છતાં શ્રેણીક કહે છે કે જે દિવસે હું તને જાકારો આપું ત્યારે તું દીક્ષા લેજે. એક વખત ચેલણરાણી મુનિ ભગવંતોના દર્શન કરવા માટે જાય છે. પિષ મહિનાની કડકડતી ઠંડી છે. ઠંડી એટલી બધી પડે છે કે પાણી પણ બરફ થઈ જાય છે. આવી કડકડતી ઠંડીમાં દર્શન કરીને પાછા ફરે છે, ત્યાં એક મુનિ ભગવંતને ધ્યાનમાં ઉભા રહેલા જુએ છે.
આયાવયક્તિ ગિહેસુ, હેમન્તસુ અવાઉડા,
વાસાસુ પડિસંક્ષિણા, સંજયા સુસમાહિયા” દશ. અ. ૩-૧૨ સંયતિ, સુસમાધિવંત સાધુ ગ્રીષ્મઋતુમાં આતાપના લે, હેમંતઋતુમાં એટલે