________________
શીયાળાની કડકડતી ઠંડીમાં વસ્ત્ર દુર કરી ઠંડી સહન કરે અને વષકાળમાં ઈન્દ્રિયોનું પોપન કરતાં વિચરે. આવી કડકડતી ઠંડીમાં આ મુનિવર ઉઘાડા શરીરે ધ્યાન ધરી રહ્યા છે. ચેલણરાણ તેને ઝુકી ઝુકીને નમસ્કાર કરે છે અને પછી પિતાના મહેલમાં આવે છે. રાત્રે શયનખંડમાં પલંગ પર ચલણું સુતી છે, મહેલના બારણું તે બંધ છે. પણ કેઈ બારી ભુલથી ખુલ્લી રહેલી છે, આ બારીમાંથી ઠંડે પવન ખૂબ જ આવે છે. અને આ પવનને લીધે ચેલણ રાણીને હાથ ઠંડીથી ઠુંઠવાઈ જાય છે, અને બેટો પડી જાય છે. વિચાર કરતાં શેલણા રાણીને મુનિવર યાદ આવે છે. અને ઉંઘમાં બોલી નાંખે છે “શું કરતાં હશે એ” આ વાક્ય શ્રેણીક રાજા સાંભળી જાય છે અને વિચાર કરે છે “શું કરતાં હશે એ!” આવું શા માટે બેલે છે? શું એને કઈ ચાર પુરૂષ હશે? રાજાના મનમાં સંદેહ ઉત્પન્ન થાય છે કે નકકી આ રાણી સતી નથી. અભયકુમારને ચેલણરાણીને મહેલ સળગાવી દેવાનું કહે છે. પણ અભયકુમાર બહુ જ્ઞાની છે. અભયકુમારને એમ થાય છે કે નકકી રાજાને ચેલણ ઉપર સંદેહ ગયે લાગે છે. પિતાના હકમનું પાલન કરવા અભયકુમાર અગાસીની ઉપર, છાણ, લાકડા અને નકામી વસ્તુઓ સળગાવે છે. તેથી આકાશમાં ધુમાડાના ગોટેગોટા દેખાય છે. આ બાજુ શ્રેણીક રાજા ભગવાનના દર્શન કરવા માટે જાય છે ત્યારે તે વિચાર કરે છે કે ચેલ રાણી વિષે પ્રભુને પૂછી ખુલાસે મેળવીશ. શ્રેણીક, ભગવાનને નમસ્કાર કરે છે. ભગવાન કહે છે હે રાજન ! તું પ્રશ્ન પૂછવા આવ્યું છે કે ચેલણ રાણી સતી છે કે નહીં? પણ ચેડા રાજાની સાત પુત્રીઓ સતી છે. પછી ભગવાન રાણીના મનની વાત કરે છે. રાજા એકદમ ઉભા થઈ જાય છે. જેણે કયારેય પણ મારું વચન લેપ્યું નથી એ અભયકુમાર નકકી ચેલણા રાણીને મહેલ બાળશે. માટે દોડીને રાણીને બચાવું. મારી શંકા ભગવાને દૂર કરી. મેં સતી જેવી સતીને કેવું દુઃખ આપ્યું ! સતી ઉપર કેવું સંકટ નાખ્યું? રાજા જ્યાં આવે છે ત્યાં દૂરથી મહેલને જાણે સળગતે જોયે. સામે અભયકુમાર મળે છે. રાજા ગુસ્સામાં બેલી જાય છેઃ જા રે જા ! આ શું કર્યું? જાકારો આપે, એટલે અભયકુમારને દીક્ષાની રજા મળી ગઈ. અભયકુમાર કહે છે મારી માતામાં કોઈ દિવસ ફેર પડે નહીં એમ હું પણ જાણું છું. તેય આપની આજ્ઞા પાલન માટે મેં નકામી ચીજો બાળી નાખી છે. ત્યાર– પછી અભયકુમાર કાલિ આદિ રાણીના દસ દીકરા છે તેમને બોલાવીને કહે છે કે કણિક રાજ્યમાં લુબ્ધ છે. માટે તમે દસે ભાઈએ પિતાશ્રીનું રક્ષણ કરજે. અને અભયકુમારે દીક્ષા લીધી. દીક્ષા પાંચ વરસ પાળી. અભયકુમાર વિજય વિમાનમાં પહોંચ્યા. આ દસ ભાઈએ પિતાની સેવા કરે છે. અને તેની પાછળ ને પાછળ ફરે છે, તેથી કેણિક કઈ પણ રીતે ફાવતું નથી. જે આ દસ ભાઈઓને વશ કરૂં તે બાપ મારા હાથમાં આવી જાય. અને બાપને આકરી સજા કરૂં.” જુઓ, બાપદીકરાની કેવી સગાઈ છે? દીકરા માટે તમે પણ પત્થર એટલા દેવ માનીને પૂજે છે, એને વારસે આપવા કાળાધેળા કરે છે. પણ દિકરે તમારી કેવી સેવા કરશે? બધે સ્વાર્થની સગાઈ છે.