Book Title: Pandav Charitram yane Jain Mahabharat
Author(s): Kalpyashsuri
Publisher: Jiravala Parshwanath 24 Tirthankar Trust
Catalog link: https://jainqq.org/explore/005571/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પં. શ્રી દેવવિજયગણિ વિરચિતા (સંસ્કૃત ગધબદ્ધ) પાંડવ ચરિત્રમ યાને જૈન મહાભારત SSC c5OS. છ 1 s ' © 6 ) Slive (2) © તt Does પલ્ટ () ) = ગુર્જરાનુવાદ-કર્તા બૃહત્ તીર્થ સ્થાપક દક્ષિણકેસરી સ્વ.પૂ.આ.ભ.શ્રી સ્થૂલભદ્રસૂરિપદાલંકાર - વર્ધમાન તપ સમારાધક સૂરિમંત્ર સાધનાસિદ્ધિપ્રાપ્તશ્રી જીરાવલા પાર્શ્વનાથ ૨૪ તીર્થકરતીર્થસ્થાપક Eા સ્ત્રી . આ વિશ્વપૂ.આ.ભ. શ્રી કલ્ચર સૂરીશ્વરજી મ.સાડારાવાદનીનJa Page #2 -------------------------------------------------------------------------- ________________ II શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | || શ્રી ગૌતમ સ્વામિને નમઃ | | શ્રી આત્મ-કમલ-લબ્ધિ-વિક્રમ-સ્થૂલભદ્રસૂરિ ગુરુભ્યો નમઃ | પં. શ્રી દેવવિજયગણિ વિરચિત (સંસ્કૃત ગદ્યબદ્ધ) પાંડવ ચરિત્રમ્ ચાને જેન મહાભારત ગુર્જરાનુવાદ-કર્તા : અનેક તીર્થ સ્થાપક દક્ષિણકેસરી સ્વ.પૂ.આ.ભ.શ્રી સ્થૂલભદ્રસૂરિપટ્ટાલંકાર વર્ધમાન તપ સમારાધક સૂરિમંત્ર સાધના સિદ્ધિ પ્રાપ્ત, શ્રી જીરાવલા પાર્શ્વનાથ ૨૪ તીર્થકર તીર્થસ્થાપક પૂ.આ.ભ.શ્રી કલ્પયશસૂરીશ્વરજી મ.સા. ઈ.સ. વિ. સંવત. ૨૦૬૫ ૨૦૦૯ For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ યાને જૈન મહાભારત પૃષ્ઠ સંખ્યા ૨૮+૪૦૪ = ૪૩૨ આવૃત્તિ પ્રથમ સં. ૨૦૬૫ ઈસ્વીસન ૨૦૦૯ નકલ ૧૦૦૦ મૂલ્ય ૨૦૦/ : પ્રકાશક : શ્રી જીરાવલા પાર્શ્વનાથ ૨૪ તીર્થકર તીર્થ મોડાસા, ગુજરાત. -: પ્રાપ્તિસ્થાન : SHAH ASHOKBHAI POPATLAL A-144, Sarvotam Nagar, New Railway Kolony, Javahar Chowk, Sabarmati, Ahmedabad-380019 M : 937778298, 079-23297383 SOHANLAL TALEDA C/o. Mahendra Jewellers, Champak House, 24/2, Pillappa Lane, Nagarthpet Cross, BANGALORE-560 002. -: મુદ્રણ : કિરીટ ગ્રાફીક્સ, ૨૦૯, આનંદ શોપીંગ સેન્ટર, રતનપોળ-અમદાવાદ. (ગુજરાત) ફોન : ૦૭૯-૨૫૩૫૨૬૦૨, મો. ૦૯૮૯૮૪૯૦૦૯૧ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીરાવલા પાર્શ્વનાથ ૨૪ તીર્થકર તીર્થ મોડાસા (ગુજરાત) મૂળનાયુ9ત્રીજીટાવલાપાર્શ્વનાથGSTની શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન છે શ્રી મુનિસુવ્રતસ્વામિ ભગવાન - શ્રી ચિંતામણી પાર્શ્વનાથભંગવાના શ્રી ચંદ્રપ્રભસ્વામી ભગવાન ( શ્રી સુપાર્શ્વનાથ ભગવાન શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ ભગવાન For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ પા૨ત વન, હન ગુરુવર ત : ઉમટી આ અન્તરઉમr, ૨ વાર ઉME દક્ષિણbસરીથલીછged clીજી [kટીફૂcકસૂરીશ્વરજી મ.સા.) ernational For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ જિનર|મતના ક્યોતિધરો I | HIT/ TAT પ.પૂ.આત્મારામજી મહારાજ આ.શ્રી કમલસૂરિજી મ.સા. - TI || આ.શ્રી લબ્ધિસૂરિજી મ.સા. આ.શ્રી વિક્રમસૂરિજી મ.સા. For Personal Private Se Page #7 -------------------------------------------------------------------------- ________________ आर्य प्रवर आचार्य वर, कोविद कुल श्रृंगार । सरसस्वती के वरद सुत, स्पष्ट प्रवचनकार ॥ धर्म धुरन्दर धर्मरत, जिनाकाश भास्वान । श्रीमद् कल्पयशसूरि, जगवल्लभधीमान ॥ પ્રસ્તુત પુસ્તકના લેખક पू.मा. श्री स्पयशसूरीश्वर म. सा. For Personal & Private Use Only www.ameurary.org Page #8 -------------------------------------------------------------------------- ________________ અcતાવના પં. દેવવિજયજી ગણી કૃત પાંડવ ચરિત્ર (ગદ્ય)નું આચાર્ય શ્રી કલ્પયશસૂરિ મ.સા.એ કરેલ ગુજરાતી ભાષાંતર પ્રથમવાર પ્રગટ થાય છે તે ગૂર્જરભાષી લોકોનું સદ્ભાગ્ય છે. ગ્રંથકાર પ્રશસ્તિમાં જણાવ્યા મુજબ તપાગચ્છમાં આ. વિજય દાનસૂરિજીના શિષ્ય આ. રાજવિજયસૂરિના શિષ્ય પં. દેવવિજયજીએ પાંડવચરિત્રની રચના કરી છે. ગ્રંથકારશ્રીએ આ ગ્રંથની રચના "વિ. સં. ૧૬૬૦ માં અમદાવાદમાં આ. શ્રી સેનસૂરિ મ.સા.ના સામ્રાજ્યમાં રચી છે. આ પૂર્વે વિ.સં. ૧૬૫રમાં શ્રીમાલપુરમાં ત્રિશષ્ટિ ચરિત્રનો આધાર લઈ ગદ્યમાં રામચરિત્ર (પદ્મ ચરિત્ર) રચ્યું છે. એટલે રામાયણ અને મહાભારત જેવા લોકપ્રસિદ્ધ ગ્રંથોની ગ્રંથકારે સરળ સંસ્કૃત ગદ્યમાં રચના કરી છે. પાંડવ ચરિત્રના મંગલાચરણ શ્લો. ૮માં ગ્રંથકાર જણાવે છે કે- “ઉદ્ધચરિત્રો' એટલે અન્ય ચરિત્રોમાંથી આ ચરિત્ર ઉદ્ધત કર્યું છે. પ્રશસ્તિમાં જણાવ્યાં મુજબ જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર ત્રિશષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર, જીર્ણ પાંડવ ચરિત્ર અને શત્રુંજય માહાભ્ય ગ્રંથનો અને નલ ચરિત્રનો આધાર ગ્રંથકારે લીધો છે. - ગ્રંથ રચનાનો હેતુ મંગલાચરણમાં ‘માત્મ વિનોવાય તથા ર્મક્ષયાય ' એમ આત્માનંદ અને કર્મક્ષય બે કારણસર રચના કરી છે. લોકોપકાર પણ ત્રીજું કારણ ગણી શકાય. આ પાંડવચરિત્રનું સંશોધન શાંતિચંદ્રવાચકના શિષ્ય રત્નચંદ્ર વિ. એ કર્યું છે. १. शशिरसरसखमितेऽब्दे मासे माधे तिथौ च मासमिते । शुक्ले गुरुगुरुभयुते राजन्वदहमदावादे ।। प्रशस्ति श्लोक ३।। षष्ठङ्गो पनिषत्रिशष्टिचरिताद्यालोक्य कौतूहलात.. (पाण्डवचरित्र प्रान्ते) जीर्णं पाण्डवचरितं शत्रुजयनाममहिमकं च तथा । शास्त्रं च नलचरित्रं विलोक्य भावार्थमधिगम्य ॥ प्रशस्ति श्लोक ४॥ ३ वाचक शिरोवतंसाः श्रीमन्तं शान्तिचन्द्रगुरुचन्द्राः । तच्छिष्यरत्नचन्दैर्विबुधैः संशोधितं स्वधिया ।। प्रशस्ति श्लोक ७ ।। For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથકારે પાંડવચરિત અને રામચરિત ઉપરાંત દેવેન્દ્રસૂરિ કૃત દાનાદિ કુલક ઉપર વિ.સં. ૧૬૬૬માં ધર્મરત્નમંજૂષા નામની ટીકા રચી છે. આમાં પણ દાન વગેરે વિષય ઉપર વિવિધ કથાઓ મુખ્યતયા છે. (આનું પ્રકાશન પં. હીરાલાલ હંસરાજે બે ભાગમાં કર્યું છે.) સત્તરીસયઠાણ ઉપર વૃત્તિ પણ તેઓએ રચી છે. વળી આજ ગ્રંથકારશ્રીએ પર્યુષણાકલ્પ ઉપર સંઘવિજયજી રચિત દીપિકા ટીકાનો પ્રથમાદર્શ વિ.સં. ૧૬૮૧ માં તૈયાર કર્યો છે. એટલે વિ.સં. ૧૬૫૨ થી ૧૬૮૧ સુધી ગ્રંથકારની સાહિત્યિક પ્રવૃત્તિના પુરાવા સાંપડે છે. સ૨ળ અને સુબોધ સંસ્કૃતમાં થયેલી આ બધી રચનાઓ ઘણી ઉપકારક બની છે. વિવિધ પાંડવ ચરિત્રો :– પાંડવોના ચરિત્રને કથાવસ્તુ તરીકે સ્વીકારીને થયેલી સ્વતંત્ર રચનાઓની વિગત આ પ્રમાણે મળે છે. (૧) પાંડવ ચિરત- માલધારી દેવપ્રભસૂરિ રચિત (રચના સં. લગભગ ૧૨૭૦) (૨) પાંડવ ચરિત્ર - કર્તા - વિજયગણી (૧૪ સર્ગ) (જિ. ૨. કો. વિ. ૧ પૃ. ૨૪૨) (૩) પાંડવ ચરિત્ર - કર્તા - શુભવર્ધનગણી (૯ સર્ગ) પ્ર. સત્ય વિ. ગ્રં. અને હર્ષપુષ્પામૃત ગ્રંથમાળા (૪) લઘુ પાંડવ ચિરત્ર - અજ્ઞાતકર્તૃક પ્રમાણ ૨૫૦૦ શ્લોક. (૫) પાંડવપુરાણ - ૧૬૦૮માં કર્તા શુભચંદ્ર (૬) પાંડવપુરાણ - ૧૬૫૪માં કર્તા વાદિચન્દ્ર (૭) પાંડવપુરાણ - ૧૬૫૭માં કર્તા શ્રુતભૂષણ (૫-૬-૭ ક્રમાંકના કર્તા દિગંબર સંપ્રદાયના જણાય છે.) (૮) પાંડવચરિત્રોદ્વાર - કર્તા જયાનંદ (૯) બાલ ભારત - લગભગ વિ.સં. ૧૨૭૫માં વેણી કૃપાણ અમરચંદ્રે રચ્યું છે. આ કૃતિ વ્યાસ કૃત મહાભારતને આધારે રચાઈ છે. પ્રકાશક કાવ્યમાલા (૧૦) પાંડવ ચરિત્ર : દેવવિજયગણી કૃત. પ્રસ્તુત ભાષાંતર આ કૃતિનું છે. For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ અનુવાદ કાર્ય આ ગ્રંથનો અનુવાદ આ. કલ્પયશસૂરિ મ. સા. એ કર્યો છે. આચાર્યશ્રી ગુજરાતી અનુવાદ કાર્યના અનુભવી છે. તેઓશ્રીએ પદ્યાનુવાદ પણ કર્યા છે. આ અનુવાદથી સંસ્કૃત નહીં જાણતા વાચકો અને વ્યાખ્યાતાઓને વિશેષ લાભ થશે. 5 કીરીટ ગ્રાફિકસમાં આ ગ્રંથનું મુદ્રણ કાર્ય થયું છે. કીરીટ ગ્રાફિકસવાળા કીરીટભાઈએ આ અનુવાદને મુદ્રણ કરતાં પૂર્વે એની બધી નોટો અક્ષરશઃ વાંચી ગયા છે. પ્રેસ કોપી માટે એમાં ઘટતી સૂચનાઓ મૂકી પ્રેસકોપી તૈયાર કરી. જ્યાં અનુવાદમાં કંઈ ફેરફાર કે સુધા૨ા ક૨વા જેવા લાગ્યા તે પણ સૂચવ્યા છે. પ્રુફો પણ કાળજી પૂર્વક સુધાર્યા છે. શ્રુતભક્તિની અનુમોદના. કેટલાંક સાધ્વીજીઓએ પણ પ્રૂફો જોવામાં સહાય કરી છે. તે બધાને ધન્યવાદ. ગ્રંથ વાંચન કરી સહુ બોધ મેળવે એજ અભિલાષા. વૈ. સુ. ૫ વિ. સં. ૨૦૬૪ આ. ભ. કારસૂરિ મ.સા.ની ૨૦મી પુણ્ય તિથિ. જુનાડીસા (જિ. બ.કાં.) For Personal & Private Use Only આ. મુનિચન્દ્રસૂરિ Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ અંતરમલ જાય - અજવાળું થાય જીવન પ્રવાહિત છે. પાણીના પ્રવાહની જેમ દિવસો પસાર થઈ રહ્યા છે. સૂર્ય જાય છે ચંદ્ર ઉગે છે. ચંદ્ર જાય છે સૂર્ય ઊગે છે. તે પળોને માટીના મહેલની જેમ નહીં પણ સુવર્ણના મહેલની જેમ સાર્થક બનાવવા માટે જ્ઞાની ભગવંતોએ સ્વાધ્યાય ને અમૂલ્ય ઔષધ (તેજંતુરી) બતાવેલ છે. જે માનવજીવનની પળોને સુવર્ણમય બનાવી દે છે એટલું જ નહીં પરંતુ આત્મા પર લાગેલ અનાદિ કાલિન મેલને દૂર કરી સ્ફટીક જેવું ઉજ્જ્વલ-નિર્મળ આત્માના મૂળ સ્વરૂપને પ્રગટ કરવા સમર્થ બને છે. પ્રાણને ટકાવવા આહાર અને પાણીની જેટલી જરૂર છે તેથી અધિક આત્મ શુદ્ધિ માટે સ્વાધ્યાયની જરૂર છે. વૃક્ષનો વિકાસ, ફળમાં રસ-કસ, પુષ્પમાં સૌંદર્ય-સુગંધ, પાંદડામાં રંગ-રૂપ, મૂળીયાને આભારી છે તેમ આત્મ શાંતિ, આત્મ સૌંદર્ય, આત્મ ઐશ્વર્ય કેવળ-જ્યોત સ્વાધ્યાયને આભારી છે. સોયને ખોવાઈ જવાના જેટલા ભય સ્થાનો છે તેથી પણ અધિક ભયના સ્થાનો આત્માને ખોવાઈ જવાના છે. સોયને દોરો ખોવાઈ જતાં બચાવે છે. તેમ સ્વાધ્યાય ભૌતિક સાધનોમાં લુબ્ધ થઈ સંસારવનમાં ખોવાઈ જતાં અત્માને બચાવે છે. સ્વાધ્યાય એકાગ્રતા પેદા કરે છે. એકાગ્રતા ભૌતિક ભાવથી મનને છોડાવી શુભ ભાવમાં પ્રવૃત્ત કરાવે છે. શુભ ભાવ ધર્મ ધ્યાનમાં લઈ જાય છે. ધર્મ ધ્યાન શુક્લ ધ્યાનમાં અને શુક્લ ધ્યાન ક્ષપક શ્રેણીમાં ચડાવી અનંતકાલથી દબાયેલા કેવળજ્ઞાન રૂપી સૂર્યને પ્રગટ કરે છે તે પ્રકાશ સંપૂર્ણ લોકાલોકનું સત્યરૂપે દર્શન કરાવે છે. અને અંતે આત્મા ચાર અઘાતિ કર્મનો ક્ષય કરી અનંત અવિનાશી સુખના અનુભવરૂપ મોક્ષ રૂપ સ્થાનને પ્રાપ્ત કરે છે. આ છે સ્વાધ્યાયનો પ્રભાવ. For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાયના અનેક પ્રકારો છે. લેખન, વાંચન, શ્રવણ, ધર્મચર્ચા, ધર્મવકતૃત્વ, અભ્યાસ વાંચના, પૃચ્છા, પરાવર્તના અનુપ્રેક્ષા, ધર્મ કથા આદિમાંથી મને એકનો અવસર મળી ગયો તે છે ચાર્તુમાસમાં પાંડવ ચરિત્ર યાને મહાભારત વાંચવાનો પરંતુ આધાર માટે અનુવાદની તપાસ કરતાં અનુવાદ પ્રાપ્ત ન થયો ત્યારે વિચાર આવ્યો મહાભારત પર વ્યાખ્યાનના પુસ્તકો લખાયા છે. પણ અક્ષરશઃ અનુવાદ મળતો નથી. તેનું અક્ષરશઃ ગુર્જરાનુવાદ થઈ જાય તો બિન અભ્યાસી સંસ્કૃતવાળા ભવ્ય જીવોને ઉપયોગી થશે તેવી ઉપકાર બુદ્ધિથી અને સ્વકર્મ નિર્જરા હેતુથી લખવાની શરૂઆત કરી. આ કથાની ઉત્પત્તિ અણચિંતવ્યા વચન બોલવાથી, અને દુર્યોધન દુઃશાસનાદિના અહંના કારણે થઈ છે જે પુસ્તકના વાંચનથી જાણવા મળશે. નલ દમયંતીની વ્યથાની કથા પણ આ ગ્રંથમાં જ સમાયેલી છે. કેવી ભયંકર સ્થિતિમાં પણ પ્રભુ શાસનની અડગતા, પરમાત્મા પ્રતિ પ્રીતિ, નમસ્કાર મહામંત્ર પરની પૂર્ણ શ્રદ્ધા, વિપત્તિમાં પણ આત્મ સંપત્તિમાં રમણતા, સન્મતિની જાળવણી, પૂર્વ સંચિત કર્મનો ઉદય જાણી અનેક વિટંબણાઓમાં પણ અતૂટ ધીરજતાના તેમાં દર્શન થાય છે. એક મત્સ્ય કન્યા પર પિતાની મોહ દશા જાણી ભીષ્મ પ્રતિજ્ઞા કરનાર ગંગાપુત્ર ગાંગેયની શૌર્ય ગાથાનું વર્ણન. ઘુતક્રીડામાં દ્રૌપદીને દાવમાં મૂકવી, દુર્યોધન, દુઃશાસન, ધૃતરાષ્ટ્ર, યુધિષ્ઠિર, કૃષ્ણ વાસુદેવાદિના ચક્રવ્યુહ આદિનું વર્ણન, સંસારના ભોગ લાલચુ અને ગર્વધારીઓની અનેક પ્રકારની અવસ્થાનું જેમાં વર્ણન રહ્યું છે એવા આ પાંડવ ચરિત્રના ગુર્જરનુવાદ માટે પ્રેરક અને સહાયક બનનારા મારા અનુજ ગુરુબંધુ જ્યોતિષજ્ઞ વર્ધમાન તપોરત્ન, આગમજ્ઞાતા, સહસ્ત્રકૂટના તપસ્વી શ્રી અમિતયશસૂરિ મ.સા. સહજ ભાવે સ્મૃતિ પટ પર અંકિત થઈ જાય છે. સાથે વર્ધમાન તપોનિધિ ૧૦૦+૫૫ ઓલીના તપસ્વી સમ્રાટરત્ન અનુજ ગુરુબંધુ પ્રવર્તક મુનીશ્રી કલાપૂર્ણ વિ. મ. જેઓ ભક્તિ કરવા દ્વારા સહાયક બન્યા તેમને કેમ ભૂલાય ? ગ્રંથનું ગુર્જરાનુવાદ આઘંત દૃષ્ટિ પથમાં લાવી દોષને દૂર કરી નિર્દોષરૂપ આપનાર અને પ્રસ્તાવના દ્વારા ગ્રંથની ઉત્પત્તિનું નિમિત્ત, પાત્રોનું વર્ણન, ગ્રંથની ઉપયોગીતાદિ પર પ્રકાશ પાડનાર પરમોપકારી, વિદ્વર્ય, સૂરિરત્ન શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજી મ.સાએ પુસ્તકનું ગૌરવ વધાર્યું છે. તે બદલ તેઓશ્રીનો હું ઋણી છું. પુસ્તક પ્રકાશન કાર્યમાં શ્રુત ભક્તિના લાભાર્થિ સાધર્મિક બંધુઓને ધન્યવાદ આપું છું. અલ્પ સમયમાં સુઘડ અને સુચારૂ રૂપે આકર્ષિત કરતું પુસ્તકને રૂપ આપનાર મુદ્રક કિરીટ ગ્રાફીકસ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ. For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ મેટરને સ્વચ્છ અને સુંદર અક્ષરથી ફેર કરનાર પ્રૂફ રીડીંગાદિમાં સમયને આપનાર નામી અનામી સહુને કેમ ભૂલાય? ટૂંકમાં આ મહાન ગ્રંથને એક વખત આઘંત વાંચી જીવનસંગ્રામમાં આવતા લિષ્ટ પ્રસંગોમાં પૈર્યતા, સમતા, ક્ષમાદિ ગુણોના વિકાસ દ્વારા અંતિમ ધ્યેય દુઃખાંત મોક્ષને પામો. એજ ઉરમાં ઉછળતી ઉર્મિની સાથે પોષવદિ -૧૦ ગુરુવાર દક્ષિણકેસરી બૃહસૂતીર્થાદિ સ્થાપક પૂ.આ.ભ. શ્રી તા. ૩-૧-૨૦૦૮ સ્થૂલભદ્રસૂરીશ્વર ચરણપંકજ ભંગ પોરૂરતીર્થ, ચેલૈ. (મદ્રાસ) આ. કલ્પયશસૂરિના ધર્મલાભ. For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ श्री शंखेश्वर पार्श्वनाथ स्तुत्यष्टकम् चंद्रांशुना शुभ मनोज्ञ मूर्तिः, शंखेशपार्श्वस्य विनिर्मितेव । यत्पूजकः मोक्षपदं लभन्ते, तस्माच्च सा कामगवी वरिष्ठा ॥ १ ॥ संसार लीलां मनसा विमुच्य, कंदर्प माया विजिता त्वयैव । निर्वाण पुर्याः पथ दर्शकस्त्वम्, त्वां नौमि शंखेश्वरपार्श्व ! नित्यम् ॥ २ ॥ श्रुत्वात्र माहात्म्य मनुत्तमं ते, संसार दुःखात् खलु मोचनाय । आगत्य लोका स्तव मंदिरे त्वाम्, शंखेशपार्श्व ! प्रणमन्ति भक्त्या ॥ ३ ॥ सौम्याति सौम्यं सित. वर्ण युक्तं, दृष्ट्वाननं चंद्रमसोऽधिकं ते । स वीडया किं नभसीव चंद्रः, यात्तस्तु शंखेश्वर पार्श्वनाथ ! ॥ ४ ॥ सिद्धोऽसि बुद्धोऽसि निरंजनोऽसि, धन्योऽसि मुक्तोऽसि जिनेश्वरोऽसि। ब्रह्मा विधाता त्वमनंग शत्रुः रव्यातोऽसि शंखेश्वरपार्श्व ! लोके ॥ ५ ॥ : वसंततिलका : पिता त्वमेव सुखदा जननी त्वमेव, त्राता त्वमेव दिनबन्धुरसि त्वमेव । वात्सल्य नीरधिरसि त्वमुपासनीयः, शंखेशपार्श्व ! भवसागर नौ स्त्वमेव ॥ ६ ॥ शंखेश्वरस्थ मुवि विश्रुतपार्श्वनाथ ! हृद्युल्लसन्ति मनुजा स्तव दर्शनेन । डिभ्मो यथा विमलचंद्रविलोकनेन, प्राप्नोति हर्षमतुलं हृदये विशुद्धे ॥ ७ ॥ यस्याभिधां मनसि ये मनुजाः स्मरन्ति, नो रोग शोक भय निर्बलता प्रयान्ति। ते चाप्नुवन्त्यनुपमं शिवसौरव्यधाम, शंखेशपार्श्वमनिशं प्रणमाम्यहं तम् ॥ ८ ॥ आत्मांबुजं विमलकृत् शिवलब्धिदं च, ये स्थूलभद्र दमिदं शुभ विक्रमेण ।। स्तोत्रं तु 'कल्पयशसा' रचितं पठन्ति, शंखेशपार्श्व ! तव ते शिवशं लभन्ते ॥९॥ For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ महाकष्टे प्राप्ते, कमठ कृत कूपद्रववशात्, 10 श्री पार्श्वनाथ जिनादयः स्तुतयः तथापि द्वेषोऽल्पोपि न मनसि किंतु प्रतिकृपा । ज्वलन्तं वीक्ष्याहिं, हुतभुजि विभो ! मन्त्र बलतः, त्वया नागेन्द्रोऽकारि स झटिति मां चोद्धर तथा ॥ १ ॥ सेरीसाजिन पार्श्वनाथ ! शरणं संसार वार्धौ भवान् तस्मात् तारय नाथ ! जन्म जलधेः कारुण्यभावेन मां, नेत्राब्जे तव दर्शनाद्विकसिते पद्मं यथार्कात् तथा, मुद्रां ते प्रविलोक्य मे सुखकरी माप्नोति चित्तं सुखं ॥ २ ॥ कोटी सुराः क्षणमपीश ! न ते त्यजन्ति, सामीप्यमधिकमलस्य मदं विहाय । सर्वे च ते मनसि शर्म सदाऽऽप्नुवन्ति, लोकाः श्रयन्त्यपि च पार्श्वविभो ! भटेवाः ॥ ३ ॥ वक्त्र प्रभां तव विलोक्य दिनेश्वरः किं, भामंडलेन तव नैव करोति भक्तिम् । विस्फारयन्ति हृदयानि भवान् जनानां तस्मान्नमामि मनमोहन पार्श्व ! भक्त्या ॥ ४ ॥ शुक्ल ध्यान युतेन मनसा तप्तं तपो निर्मलं, क्रोधारीन् परिहृत्य भास्कर समं कैवल्यमाप्तं शुभं । येनाश्चर्यकरो जगद्धितकरः संघश्च संस्थापितः, तं वन्दे त्रिशला सुतं गुणधरं विश्वस्य सौख्य-प्रदम् ॥ ५ ॥ निस्तंद्र वक्त्रमवलोक्य शशांकरुपं, निस्तेजतां च भजते तव नेत्रमीक्ष्य, पद्मस्य पर्णमरसत्वमसारतां च सीमंधर ! प्रशमदा तव मूर्तिरस्ति ॥ ६ दृष्ट्वा जनेषु प्रकृतिं विविधामनेकां, रोहन्ति चित्त जलधौ विविधास्तरंगाः । विश्वेश ! सौरव्य जलधौ मनुजाः रमन्ते, केचिज्जना भवजले दुःखमाप्नुवन्ति ॥ ७ ॥ 11 न चल विचल देहं निश्चलं चित्त गेहं, सुरवर सुख सद्म प्रोत्कटं पाद पद्मम् । भविक कुमुद चंद्र, निर्मलं यस्य वक्त्रं, महित जिनमजस्रं, नौमि तं ज्ञान सत्रम् ॥ ८ ॥ कमलमिव सुनेत्रं, चंद्र तुल्यं सुवक्त्रं, गृहित नियम यंत्रं, छेदितुं कर्म तन्त्रम् । हृदि नवपदं मन्त्रं, प्राप्तं सद्ज्ञानवस्त्रं प्रणत सुर नरेन्द्र, स्तौम्यहं तं जिनेन्द्रम् ॥ ९ ॥ For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ जिन गुण चतुर्विंशतिका (वसंततिलका) विश्वेश ! नाथ ! भविनां सततं शरण्य ! ज्ञानामृतं तव पिबन्ति सदैव सत्वाः । नाभेय देव तव चारु पदारविंदम्, दृष्ट्वा सुरासुर नराः प्रणमन्ति नित्यम् ॥ १ ॥ संसार रोग हरणे पटुवैद्य ! योगिन् ! आयुर्मुनींद्र ! मम याति तथापि नाशाः । दुःखादयोऽजित जिनेश! न मां त्यजन्ति, कस्याग्रतः कथय नाथ! निवेदयामि ॥ २ ॥ निर्मान ! निर्मम ! निरंजन ! निर्विकार ! सर्वे गुणास्तव वपुः सदने रमन्ते, देवांगना अपि नमन्ति पदारविंदम्, प्रेम्णा स्तुवन्ति जिन संभव ! ताः सदैव ॥ ३ ॥ सर्वज्ञ ! जन्म जलधौ विषयेन सौख्यम, लब्धं यते तु जगदीश ! कथं लभेय ।। आगत्य मे भ्रममिदं हृदये निहत्य, त्वं देहि मुक्तिमभिनंदन ! सत्वरं मे ॥ ४ ॥ त्यक्त्वा विभो! सकल वैभवमाप्य दीक्षाम्, भ्रांत्वा प्रभो! प्रतिवनं विविधै स्तपोभिः। हत्वा त्वयान्तर रिपुं शिवसद्म लेभे, तस्मादहं शुभशिवं सुमतीश ! याचे ॥ ५ ॥ रक्तं प्रभात समयस्य रवेः समानम्, क्रोधेन तप्तमिव कर्म रिपून्विनंष्टुम् ।। सत्वेन केसरि समं कज कोमलं च, पद्मप्रभुं भवहरं प्रणमामि भक्त्या ॥ ६ ॥ ज्ञानादि शुभ्र गुण मंडल सद्म! नाथ ! रागादयो नहि विभो ! त्ययि लेशमात्रम् । कल्याणसागर! शिवंकर! सर्व जन्तोः आहत्य कर्म मम देहि सुपार्श्व! मुक्तिम् ॥ ७ ॥ सौम्या कलंक. रहिता भुवने प्रसिद्धा वक्त्र प्रभा तव निशाकर दीप्ति तुल्या । चित्तं विकार रहितं कृपया परीतम्, मुक्ति प्रदो जगति चंद्रविभो । त्वमेकः ॥ ८ ॥ सिंहासने तव वपुर्विभवेन युक्तम्, विभ्राजते स्फुटित सूर्य समं त्रिलोके । भव्याम्बुजं तव गुणाश्च विकासयन्ति, पोतो भवान् सुविधिनाथ ! भवं तरीतुम् ॥ ९ ॥ स्वामिन् जगद् विमल कृच्चरणाम्बुजं ते, नत्वा सदैव सकलामर मर्त्यनार्यः । गन्तुं शिवस्य सदनं जिन! पूजयन्ति, त्वं श्रेष्ठ मोक्ष पथि शीतल! सार्थवाहः ॥ १० ॥ हन्तुं तमो जगति भानुरसि प्रभो त्वम् ! ध्याने सुमेरुरिव निश्चल मनसस्त्वम् । दावानलो भववनस्य विभो! सदात्वम्, श्रेयांस! तेन तव नाम सदा भजेऽहम् ॥ ११ ॥ धर्मोपदेश समये समितौ तवेश ! श्रोतुं गीरं सुर नरादय आव्रजन्ति । श्रुत्वात्मनः प्रबल पाप ततिं वमन्ति, ते वासुपूज्य ! वचसो महिमा प्रकृष्टः ॥ १२ ॥ For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ संपूर्णचंद्र ! तव वक्त्रकजं तु दृष्ट्वा, पर्युल्लसन्ति हृदयानि शरीरभाजाम् । जानासि विश्व विषयान् शुभ चेतसा त्वम्, मां मोचयासु विमलेश्वर! मोहपाशात् ॥ १३ ॥ वाणी सुधा मुखकजं पदपंकजं ते, आह्लादयन्ति हृदयानि सुरासुराणाम् । मुह्यन्त्यनंत! तव वर्मणि विश्वसत्वाः, कान्त प्रसून रजसि भ्रमरा यथैव ॥ १४ ॥ देवासुरैर्जगति पूजित पाद पद्म ! मे पूजनात् तव गुणस्य च जन्म धन्यम् ।। ध्वस्तो ममाघ निचयो जिन! दर्शनात्ते, हेतुः शिवस्य खलु धर्म जिनेश्वर! त्वम् ॥ १५ ॥ पाताल देव नरलोक निवासि सत्वाः, नित्यं स्मरन्ति मनसा तव नाम मंत्रम् । त्वं शान्तिनाथ भगवन्! श्रुणु मे स्पृहैका, मोक्षस्य भावममलं सततं कुरुष्व ॥ १६ ॥ यद्यैष्यति मयि जिनेश्वर ! ते गुणेभ्यः, एको गुणो मम तदा तमसो वितानम् । .. नूनं हनिष्यति न मेऽत्र भवेत्तु शंका, श्री कुन्थुनाथ! इति विज्ञपयाम्यहं त्वाम् ॥ १७ ॥ मन्ये मया नहि कृता जिन देव पूजा, शुद्धं न शीलममलं न तपोभि तप्तम् । सत्यं त्यजामि तव मार्गमतिक्रमामि, भ्रान्त्यारनाथ! कृपया परिपाहि मां त्वम् ॥ १८ ॥ बुद्धि प्रभा तव विभो ! न हि चिंतनीया, सर्वांशवो दिनकरस्य तयाभिभूताः । जन्तोः क्षणेन मनसः ननु पश्यति त्वम्, भावं समस्तमपि मल्लिजिनेश! नित्यम् ॥१९ ॥ ज्ञानं विभाति विमलं त्वयि नाथ ! तेन, त्वामाश्रयन्ति विबुध मतिमाप्तुमच्छाम्, लाभाय तन्मति मणेस्तव पादपद्ममुज्झाम्यहं न मुनिसुव्रत ! मुक्तिनाथ ! ॥ २० ॥ संपूर्ण शुभ्र गुणकेलि निशान्त ! नाथ ! श्रेयस्करं जगति नाम. तवेश ! जन्तो । र्नाम्ना हि ते मुनिप! मोह विषं प्रयाति, नामैव मेऽस्तु नमिनाथ! तु ते सुखाय ॥ २१ ॥ तुभ्यं नमो जिन ! विशुद्ध मुखांबुजाय, तुभ्यं नमो जिन ! सदा भव तारकाय । तुभ्यं नमो जिन ! सुरासुर पूजिताय, तुभ्यं नमः शिवसुखाय च नेमिनाथ ! ॥ २२ ॥ देवेन्द्र वंद्य ! जगदीश्वर ! पार्श्वनाथ !, संसार तारक ! सुरासुरनाथ नाथ ! ।। दुष्टातिदुष्टभवसंचित कर्म हत्वा, निस्तारयाशु भव तोयनिधे र्दयालो ! ॥ २३ ॥ नामापि ते त्वमिव भद्रकरं जनानाम्, सत्वा यतस्तव विभो ! ह्रदिनाम मन्त्रम् । धृत्वा तरन्ति भयदं भवसागरं द्राक्, सिद्धार्थनंदन ! भजे तव नाम तस्मात् ॥ २४ ॥ आत्माम्बुजे सकल लब्धि निधानयुक्तम्, सद्विक्रमेण विजितात्मरिपुं शमीशम् ।। श्री स्थूलभद्र सदनं जिनराज वृन्दम्, वंदे सदा विमल "कल्पयशो"ऽभिरामम् ॥२५॥ For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ श्री जिनेन्द्र सप्तविंशिका (वसंततिलका) धृत्वा सुसंयम पथं विभवं विमुच्य, ध्यानेन केवलमुपाय॑ विभो ! त्वया हि । भूमौ कृतो भविजनेष्वधिकोपकारः, भक्त्या ततः तव पदे प्रणमामि नित्यम् ॥ १ ॥ आयाम्यहं प्रतिदिनं तव मंदिरे यत्, पश्यत् क्षणेन तव वक्त्र विधुं जिनेश ! । प्राप्नोति मे शुचि मनः कमलं विकासम्, दृष्ट्वा यथैव कुमुदं शशिनं सदैव ॥ २ ॥ कोटी भवे भ्रमणतः तव वक्त्र चंद्रम्, प्रेक्ष्याद्य चेतसि ममोद्भवतीश हर्षः । आनंददः सुखकरो जलधौ तरंगः, वीक्ष्येन्दुमुद्भवति नाथ ! यथा तथैव ॥ ३ ॥ गंभीरतामनुपमां गुण रत्न राशिम्, ज्ञानं विशालमतुलं त्वयि नाथ ! पश्यत् । स्वामिन् ! महेश पुरुषोत्तम ब्रह्मकामान्, त्यक्त्वा मनोभजति मे तव नाम मंत्रम् ॥ ४ ॥ सर्वज्ञ ! देव! जगदीश! सुरेन्द्र वंद्य!, संसार मुक्त! जिन! निर्जित कर्म वृंद ! । अर्हन् ! गुणार्णव! कृपेश! कृपां विधाय, आगत्य मे हृदि दिशेस्तव रूप मुच्चैः ॥ ५ ॥ त्रैलोक्य नाथ ! विमलं वदानांबुजं ते, दृष्ट्वा प्रमोदमुपयान्ति सुरासुरेन्द्राः आगत्य तेऽत्र तव पादकजस्य नित्यम्, कुर्वन्ति भक्तिमतुलां निज कर्म हन्तुम् ॥ ६ ॥ भ्रान्तं मया भववने सुख वारि लब्धुम्, तेन प्रभो किल बहु श्रमितोस्मि किंतु । प्राप्तं न किंचिदपि वीक्ष्य मरीचिकां हि, धावन् मृगेण, विपिने तु यथा तथैव ॥ ७ ॥ विश्वप्रहौ सुख जल ग्रहृणोत्सुकस्य, त्वं रक्षणं कुरु हि मे पततो जडस्य । कूपे पतन्तमिह वीक्ष्य शिशुं स्वकीयम्, स्नेहादुपेत्य जननी किमुनावतीष्ठम् ॥ ८ ॥ धृत्वा सुसंयम पथं किल कर्महत्वा, मोक्षं गते त्वयि विभो ! परिपूर्ण विश्वम् । शोकार्णवे तु पतितं तव दर्शनं द्राक्, दत्वा पुनः किल तदुध्ध्रियतां ममाशा ॥ ९ ॥ ऋद्धिं विमुच्य सकलां सुपथं गृहीत्वा, शत्रूनिहत्य शुचि केवलमर्जयित्वा । प्रस्थापितं सुखकरं शिवदं सुतीर्थम्, सेवे ततो भ्रमरवत्तु पदांबुजं ते ॥ १० ॥ For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ विभ्राजते न रंजनी शशिनं विना हि, सूर्यं विना नहि दिनं किल राजते हि । पुष्पैर्विनोपविपिनं न विभाति नाथ, ! प्राणास्तथैव न विभान्ति विना त्वया मे ॥ ११ ॥ देवेन्द्र नाथ ! नत शक्र किरीट लग्न, रत्नावली द्युति विवृद्धिकरांघ्रिकान्त्या । संसारवर्ति भविनां दुरितौघ हर्तः, मोक्षं प्रयच्छ सपदीति ममैक वांछा ॥ १२ ॥ मौलिं विना नरपति लभते न शोभाम, वृक्षाः फलन्ति न जलेन विना जिनेश ! स्नेहं विना द्युतिमुपैति यथा न दीपः, विन्दे तथा तव विना कृपया शिवं किम् ॥ १३ ॥ वक्त्रे सहस्त्र रसनोऽपि शशांक तुल्यान्, कोऽस्ति क्षमः तव गुणान् वदितुं मनोज्ञान्। कोटी करैरपि महोदधि रत्न राशीन्, कोऽस्ति क्षमो गणयितुं जगतीश! मर्त्यः ॥ १४ ॥ यस्य क्रमौ शिशु दिवाकर तुल्य रक्तौ, भव्यांबुजं जगति येन विकासितं द्राक् । लोकेषु यो विजयते निज कर्म हत्वा, सूर्यो यथा हि तिमिरं जयति प्रकामम् ॥ १५ ॥ क्रोधाग्नि वारिधर! मोहरजांसि वायो!, मानाद्रि वज्र! खलु लोभ भुजंग बभ्रो ! मायोर्वरा सुखनने हि खनित्र तुल्य !, रागारि नाशक ! नमामि पदे त्वदीये ॥ १६ ॥ रीत्या कया भव विधायक कर्मशत्रुः, शस्त्रं विनापि निहतो वद सत्यमार्गम् । येनामलं शिवपदं तदरीनिहत्य, विन्देय शिघ्रमहमप्यमरेन्द्र नाथ ! ॥ १७ ॥ लब्धं मया हि नर जन्म सुपुण्ययोगाद, रम्यं तथापि न करोमि शिवाय यत्नम् । मूढेन हारितमिदं विषयातिसक्त्या, दत्वा सुबुद्धिमथ तारय दीनबंधो ! ॥ १८ ॥ कृत्वा विना प्रहरणादपि कर्मयुद्धम्, ज्ञानोत्तमं सकल वस्तु विधानकारम् ! प्राप्य प्रबोध्य भविनः वचनैर्मनोज्ञैः, लब्धं त्वया शिवमतो जयसि जगत्याम् ॥ १९ ॥ भावेन भक्तिकृदनन्तभवाम्बुराशेः, कर्म प्रमाW सुभगो हि प्रयाति पारम् ! सौख्यं शिवस्य लभते न च वक्त्र वाच्यम्, त्वद् भक्तिरेव किल तस्मिन्निशैक हेतुः ॥२०॥ तुभ्यं नमो जिन ! कुलाभ्र निशेश्वराय, तुभ्यं नमो भवि सरोज सरोवराय । तुभ्यं नमो भुवन पद्म दिवाकराय, तुभ्यं नमो जगति कल्प महीरूहाय ॥ २१ ॥ वैराग्य वारि निवहेन भवस्य हेतुम, संहृत्य राग चिकलं सुविशुद्धजातः ! सिद्धौकसि स्फटिकजे स्थितवानसित्वम्, मां त्वद्गृहं नय विभो! विलसेयमिद्धम् ॥२२॥ For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ 15 वैराग्य पूर्ण हृदयेन विमुच्य भूतिम्, हर्षेण संयम पथं स्वयमेव धृत्वा । ध्यानानलेन भव कर्म विदह्य पूर्णम्, प्राप्तस्त्वयेश ! सुखदो विभवश्शिवस्य ॥ २३ ॥ त्वद् दीप्तिमत्सु वदनं प्रविलोक्य नाथ! गानेऽलगत् मम मनो न हि तत्र चित्रम् । यन्मुंज मञ्जयति किं न हि चैत्र मासे, मज्वाम्र मज्जरिमुपेत्य मधुस्वरी ही ॥ २४ ॥ शुभ्राणुभि विरचितः कलधौत देहः तस्यौजसा वियति सूर्य इतोऽवसन्नः । चंद्रोऽपि मक्षु गगने त्रपया जगाम, यावत् शशांकतपनो जयतात् जिनेन्द्र ! ॥ २५ ॥ (शार्दूलविक्रीडितम) रागद्वेष हरी भवाब्धितरणी, भद्रंकरी भासुरा, मोहध्वान्तहरी गुणौघ नगरी चंद्रानना निर्मला । संसारातिहरी समुन्नतिकरी शान्ति प्रदा सर्वदा, भव्यानां प्रतिमा जिनस्य भवतु श्रेष्ठामला सौख्यदा ॥ २६ ॥ (वसंततिलका) लीना तवात्म कमले जिन लब्धि हेम्नः देदीप्यमान गुण भूषण भूषितांगा । भद्रप्रदं प्रवर विक्रम पूर्ण चित्तम्, वीक्ष्यैत्य केवल रमा निज कल्प वेत्री ॥ २७॥ सद्भाव पूर्ण मनसा भव कर्म हर्तुम्, पार्श्वद्यनंत सुमतीश्वर शान्ति वीरान् । नत्वा तु 'कल्पयशसा' मुनिना गुणाब्धेः व्यावर्णिता स्तुतिरयं तु गुणान्गृहीत्वा ॥ २८॥ For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ वंदे सदा लब्धिसूरिम् (इन्द्रवज्रा) श्री जैन शास्त्रांबुनिधिं प्रविश्य, ज्ञानादि रत्नं त्रितयं विशुद्धम् । संप्राप्य दत्तं भविनां शिवाय, वंदे सदा तं गुरु लब्धि सूरिम् ॥ १ ॥ यस्याभिधानं श्रमणेषु मुख्यं, विशुद्ध गात्रं शुचि नेत्रयुग्मम् । धृत्वा जिनाज्ञां शिव साधकं तं, श्री लब्धि सूरिं शरणं प्रपद्ये ॥ २ ॥ योगे प्रवीणं नत देववृन्दं, सद्बुद्धिगेहं जिन शास्त्रदक्षम् । संसार वार्धि तरितुं समर्थम्, तं लब्धिसूरिं प्रणमामि नित्यम् ॥ ३ ॥ स्वाध्याय मग्नं गुणरत्न वार्धिं, व्याख्यानदक्षं भवताप नीरम् । .. वादीभसिंहं कविवंश सूर्य, तं लब्धिसूरिं प्रणमामि नीत्यम् ॥ ४ ॥ श्री लब्धि गुरु स्तुति विंशिका (इन्द्रवज्रा) पृथ्व्यां प्रसिद्धो जिनशास्त्रवेत्ता, सद्ध्यानमग्नः परमोच्च त्यागी । विद्वत्सु धूर्यो बहु लब्धि धारी, सिद्धिं स दद्याद् गुरु लब्धिसूरिः ॥ १ ॥ श्री जैनसंघे यति वृन्द मध्ये, मान्य सदैवोच्च पदे मुनीशः । नम्रातिनम्रो विनयेन युक्तः, दधाद्गुणान्मे गुरु लब्धि सूरिः ॥ २ ॥ सध्यान मूर्ति र्जितमोहशत्रु, जेतुं समर्थः पटु वादि वृन्दम् । शस्तेषु कार्येषु सदा प्रवृत्तः, सूरीश लब्धि र्वितनोतु शुद्धिम् ॥ ३ ॥ यस्याननाब्जे मम नेत्र युग्मं, भृगायते सद्गुणराशिमाप्तुम् । हंसायते यच्चरणे ममान्तः, भद्रं करोतु प्रभु लब्धि सूरिः ॥ ४ ॥ व्यक्तप्रभावः कविवंशरत्नः, ज्ञानस्य कोषो यतिवृन्द मान्यः । मांसाशिबोधाय कृत प्रयत्नो, जीयाजगत्यां स तु लब्धिसूरिः ॥ ५ ॥ जैनीय दीक्षा प्रतिबन्ध तन्त्रं, श्री पट्टनाख्ये नगरे विछिन्नम् । तेनैव लब्धातिमनोज्ञ कीर्ति, स्तं लब्धिसूरिं मनसा स्मरामि ॥ ६ ॥ हर्तुं क्षमं मोहविषं जगत्यां, यस्याभिधानं किल मन्त्र तुल्यम् ।। दातुं समर्थश्च शिवस्य सौख्यं, सार्थाधिपो मेऽस्तु स लब्धि सूरिः ॥ ७ ॥ For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ चारित्र धर्मे खलु दत्त चित्तः, सर्वाश्रवान् यो हि निरोद्धमीशः । मोक्षैकलक्षो हृदि सौम्य भावः, सद्धर्मदोऽस्तु प्रभु लब्धि सूरिः ॥ ८ ॥ ज्ञानादि रत्नत्रयदर्शकं वै, रेखात्रयं भाति ललाट मध्ये । अन्यानि चिह्नानि विभान्ति देहे, श्री लब्धि सूरिः स पुनातु शिघ्रम् ॥ ९॥ जैनागमे यस्य निशान्त बुद्धिः, काव्यादि शास्त्रे निपुणा मनीषा । न्याये कदापि स्खलिता न मेधा, सोऽयं भवाद् रक्षतु लब्धि सूरिः ॥ १० ॥ स्याद्वाद युक्तानि वचांसि यस्य, श्रुत्वा हि भव्यो भवपारमेति । गीर्वाण वाण्यां वदितुं समर्थः, श्री लब्धि सूरिः स करोतु रक्षाम् ॥ ११ ॥ ग्रन्था अपूर्वा विविधा मनोज्ञा, भव्यस्य लोकस्य हिताय भव्याः । येन प्रयत्नै रचिताः सुभावै श्चिते, स मे तिष्ठतु लब्धि सूरिः ॥ १२ ॥ सर्वाणि कर्माणि निहन्तुमिष्टाम्, शिक्षां जिनोक्तां चतुरः प्रदाने । तस्मात् पवित्र चरणं शरण्यम्, श्री लब्धिसूरिः स तनोतु सौख्यम् ॥ १३ ॥ नश्यन्ति यस्य स्मरणात् स्मरेण, ह्युद्भाविताः संसृति भोग वांछाः । त्यागे च वीर्याणि समुद्भवन्ति, चिते सदाऽऽस्तां स तु लब्धि सूरिः ॥ १४ ॥ प्रेयः सदा यस्य जिनेन्द्र गानम्, यच्छत्रु मित्रेषु समान दृष्टिः । आनंद कंदो गुण कल्पवल्लिः , श्री लब्धि सूरिः स हरत्वनिष्टम् ॥ १५ ॥ पुण्य प्रभावात् प्रथितः पृथिव्याम्, चित्तं यदौदार्य गुणैः प्रसन्नम् । सृष्टौ सदा स्वात्म समानदृष्टिः, श्रेष्ठान्गुणान् यच्छतु लब्धिसूरिः ॥ १६ ॥ मोहाभिभूतान् मनुजान् प्रबोध्धु, दानं च शीलं च तपश्च भावः । यद्देशनायाः प्रथमं हि तत्त्वं बोधाय सोऽस्तु प्रभु लब्धि सूरिः ॥ १७ ॥ चिह्न त्रिशूलं तु ललाट मध्ये, जाताश्च तेनैव कुवादि जेता । सर्वत्र कीर्ति र्ध्वज लक्ष्मतोऽभूत, अंक प्रभावो वदतीति लोकः ॥ १८ ॥ यात्राः कृता येन विहृत्य भूमि, संरक्षितास्तीर्थधरा स्तथैव । चैत्येषु नैकेषु कृताः प्रतिष्ठाः, स श्रेयसेऽस्तु प्रभु लब्धि सूरिः ॥ १९ ॥ कल्याण कर्तुः भवि शर्म दातुः, वैराग्य वार्धे स्त्रिदशार्चितस्य । स्तुत्यानयाऽहं गुरु लब्धि सूरेः, प्राप्नोमि शं "कल्पयशाख्यसाधुः" ॥ २० ॥ For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ 18 श्री विक्रमसूरीश्वरजी स्तुत्यष्टादशकम् ( इन्द्रवज्रा ) आनंददं गुर्जर देश मध्ये, छायापुरे नैक गुणि प्रपूर्णे । पुण्येन लब्धं सुकुले सुजन्म, तं नौम्यहं विक्रमसूरिवर्यम् ॥ १ ॥ सूरीश लब्धे र्धृत संयमं च, प्रेम्णा ग्रहीता स्वगुरोः सुशिक्षाः । स्वाध्याय कर्तुं दिन रात्रि लीनम्, तं नौम्यहं विक्रमसूरिवर्यम् ॥ २ ॥ यस्याननं निर्मल चंद्र तुल्यम्, भव्यांबुजार्कं जिनशासनाभ्रे । वैराग्य पूर्णं हृदयं सदैव तं नौम्यहं विक्रमसूरिवर्यम् ॥ ३ ध्वान्तं विनंष्टुं तिमिरारि तुल्यम्, ज्ञानं प्रदीपं शुभबोधिदं वै । श्री रत्न तुल्यं जिनशासनाब्धौ तं नौम्यहं विक्रमसूरिवर्यम् ॥ ४ ॥ नक्षत्र वर्गै: सह भाति चंद्र, पृथ्व्यां स शिष्यो हि तथा मुनीन्द्र । वक्त्राकृति हीं शरदिन्दु तुल्या, तं नौम्यहं विक्रमसूरिवर्यम् ॥ ५ ॥ ज्ञानं शुभाप्तं गुरु लब्धिसूरे, र्नित्यं निमग्नं जिन शास्त्र मध्ये । व्याख्यान दक्षं करुणार्द्र चित्तम्, तं नौम्यहं विक्रमसूरिवर्यम् ॥ ६ ॥ संसार वार्धेस्तरणाय नावम्, हर्तुं शशांकं भवरागतापम् । वात्सल्यदं मातृसमं मुनीन्द्रम्, तं नौम्यहं विक्रमसूरिवर्यम् ॥ ७ ॥ वक्तुं न शक्यो गुणरत्नराशिः, पुण्य प्रभावं भुवने प्रसिद्धम् । श्रेयस्करं यस्य शुभाभिधानम्, तं नौम्यहं विक्रमसूरिवर्यम् ॥ ८ ॥ पंचेन्द्रियाश्वं निपुणं निरोध्धुम् कर्माष्टकौघं कुशलं निहन्तुम् । संसार वार्धिं तरितुं प्रवीणम्, तं नौम्यहं विक्रमसूरिवर्यम् ॥ ९ ॥ || मर्त्यास्तु लब्धे रुपकाननस्य, पुण्यांबुना प्रस्फुरितं सुपुष्पम् । आलोक्य हर्षं वहुशो लभन्ते, तं नौभ्यहं विक्रमसूरिवर्यम् ॥ १० ॥ आलंबनीयं चरणं भवाब्धौ देवेन्द्र वंद्यं हृदयं प्रशस्यम् । लौकैरगम्यं खलु यत्चरित्रम्, तं नौम्यहं विक्रमसूरिवर्यम् ॥ ११ ॥ For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ 19 आप्तोपदिष्टं निज देशनायाम्, दानं च शीलं च तपश्च भावम् । कल्याण बुद्ध्या प्रकटी करोति, तं नौम्यहं विक्रमसूरिवर्यम् ॥ १२ ॥ सुश्रेष्ठ चारित्रमुदार चित्तम्, सम्यक्त्व दीपं मनुजाय दत्तम् । निश्रा न मुक्ता स्वगुरोः कदापि तं नौम्यहं विक्रमसूरिवर्यम् ॥ १३ ॥ धृत्वा जिनाज्ञां हृदये पवित्राम् प्राप्तुं शिवं भव्याय दत्तं व्रतयान पात्रम्, तं नौम्यहं कृत्वा सुसेवां स्वगुरोरतीव प्राप्ता कृपा लब्धिगुरोरजस्त्रम् । विस्तार्यते तत्कृपया प्रभावः तं नौम्यहं विक्रमसूरिवर्यम् ॥ १५ || पंचाशदब्दावधि संयमंसत्, आराधितं येन परं हि तस्मात् । कुल्पाक तीर्थे सुमहोत्सवोऽभुत्, तं नौम्यहं विक्रमसूरिवर्यम् ॥ १६ ॥ भक्तामर स्तोत्र मुदार भावै, र्नित्यं प्रभाते पठतीश पार्श्व । तत्सूरिवर्यस्य करोति भक्त्या, एतां स्तुति "कल्पयशाख्य" साधुः ॥१७॥ ( शार्दूलविक्रीडितम्) श्री सूरीश्वर विक्रमस्य सुगुरोः पंचाशदब्दस्य हि, श्लाघ्यं संयम पालनस्य विमलं लब्ध्वा निमित्तं मया । . मांगल्यं गुण पुष्प माल्यमिडरे, तीर्थे शुभे सिद्धिदम्, सदभक्त्या मुनिना तु 'कल्पयशसा' श्रेयस्करं गुम्फितम् ॥ १८ ॥ दर्शयतीष्ट कल्पम् । विक्रमसूरिवर्यम् ॥ १४ ॥ For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ___20 श्री विक्रमगुरु गुण स्तुतिः (इन्द्रवज्रा) छायापुरौ यस्य शुभावतारं, वक्त्राकृति निर्मल चन्द्रतुल्याः । आकर्षिता पौर चकोरकाणां, तं नौम्यहं विक्रमसूरिवर्यम् ॥ १ ॥ तातेन दत्तं शुभ बालुनाम, दक्षत्वमीक्ष्याकथयजनोऽहो । बुद्धिः प्रकृष्टा शिशुकाल मध्ये, तं नौम्यहं विक्रमसूरिवर्यम् ॥ २ ॥ संसार भोगाः खलु वर्जनीयाः ग्राह्यं सदैकं सुखदं व्रतं च । दीक्षा गृहीतेति विचार्य येन, तं नौम्यहं विक्रमसूरिवर्यम् ॥ ३ ॥ हर्तुं समीरो जनमोहधूलिं, प्रौढ-प्रतापी तपनेन तुल्यः । शिष्योडुश्चेन्दु समोविभाति, तं नौम्यहं विक्रमसूरिवर्यम् ॥ ४ ॥ वात्सल्यपूर्णं हृदयं विशालं, यन्नेत्र युग्मं हि विकार हिनम् । वक्त्रं पवित्र विमलो विचारः, तं नौम्यहं विक्रमसूरिवर्यम् ॥ ५ ॥ . क्रोध श्च लोभश्च मद श्च माया, आत्म प्रशंसा च परस्य निंदा । यस्यान्तरे नैव कदापि दृष्टाः, तं नौम्यहं विक्रमसूरिवर्यम् ॥ ६ ॥ माध्यस्थ मैत्री करुणा प्रमोदः, एवं सुभावैः खलु शुद्धि चित्तः । न्याये च वादे च मति विशुद्धा, तं नौम्यहं विक्रमसूरिवर्यम् ॥ ७ ॥ विश्वैक सद्वांछित दानदक्षं, यदर्शनं सौख्यकरं नृणां च ।। चेतस्सदा यज्जिन भक्ति रक्तं, तं नौम्यहं विक्रमसूरिवर्यम् ॥ ८ ॥ दीपपृया जिता येन सुवर्णकान्तिः, नादेन चांभोदरवो जितोऽस्ति । । बुद्ध्या जितो येन बृहस्पतिश्च, तं नौम्यहं विक्रमसूरिवर्यम् ॥ ९ ॥ भक्तामर स्तोत्रमहर्निशं च, प्रातः पठित्वा जिनसद्म मध्ये । विस्तारितो यन्महिमा जगत्यां, तं नौम्यहं विक्रमसूरिवर्यम् ॥ १० ॥ सम्मेत शैलस्य च शाश्वताद्रेः, यात्राः ससंघेन कृता मनोज्ञा । श्री वीर 'कल्पेन' यशोऽर्जितं च, तं नौम्यहं विक्रमसूरिवर्यम् ॥ ११ ॥ For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ 21 पं. श्री स्थूलभद्र वि. गणिवर्य स्तुत्यष्टकम् ( शार्दुलविक्रीडितम्) विश्वे विश्रुत कान्तिलाल सुकुले, लब्ध्वावतारं परम्, चारित्रं गुरु लब्धिसूरि निकटे, प्रेम्णा ग्रहीतं शुभम् । शिष्योऽभूद्गुरु विक्रमस्य विनयी, विद्या विलासीसदा, तं वंदे ध्रुव तारकं मुनि गणे, श्री स्थूलभद्रं मुदा ॥ १ ॥ चारित्रेण विराजितं विधुसमं रुपं सदा निर्मलम्, कारुण्येन युतं प्रशस्य ह्यदयं, वैराग्य रत्नाकरम् । भव्यांभोज विकासकं तरणिवत् जैनागमैः सर्वदा, तं वंदे ध्रुव तारकं मुनि गणे, श्री स्थूलभद्रं मुदा ॥ २ ॥ राग द्वेष विघातकं प्रवचने, वैराग्य वार्ताकरम्, त्यागे यत् प्रमुखं विकस्वर मुखं, कर्मक्षये तत्परम् । ध्याने नित्य रतं जगत्सुखकरं विध्वंसकं चापदाम्, तं वंदे ध्रुव तारकं मुनि गणे, श्री स्थूलभद्रं मुदा ॥ ३ ॥ हन्तारं तपसा स्वकर्म निचयं, ज्ञाने निमग्नं सदा, दग्धेभ्यो भववह्निना सुवचसा, शान्तिप्रदं सर्वदा । मर्त्येभ्यः शिवदं प्रशान्त वदनं चक्षु सुसौम्यं तथा, तं वंदे ध्रुव तारकं मुनि गणे, श्री स्थूलभद्रं मुदा ॥ ४ ॥ सम्यग् दर्शन धारकं जयकरं ज्ञानांबुधि स्वामिनम्, चारित्रेषु दृढं मनोज्ञ हृदयं, कामाग्नये वारिदम् । दातारं त्रिजगज्जनाय मधुरां, स्नेहेन वाणी सुधाम्, तं वंदे ध्रुव तारकं मुनि गणे, श्री स्थूलभद्रं मुदा ॥ ५ ॥ क्रोधाग्नेः शमने पयोद सदृशं वज्रं तु मानाद्रये, मायाक्ष्मां खनितुं खनित्रमतुलं, बधुं च लोभाहये । हर्तुं मोहरजांसि वायु सदृशं यत् कीर्तिरिन्दूज्वला, तं वंदे ध्रुव तारकं मुनि गणे, श्री स्थूलभद्रं मुदा ॥ ६ ॥ - For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ सद्वाण्या प्रतिबोधकं च भविनां, सद्बोधि रत्नप्रदम्, मिथ्याज्ञान तमोवितान हरणे, स्फूर्जत् प्रदीपोपम् । संसारांबुधि शोषणाय तरणिं, श्रेयस्करी यत्क्रीया, तं वंदे ध्रुव तारकं मुनि गणे, श्री स्थूलभद्रं मुदा ॥ ७ ॥ कुर्वन्तं निज सरि विक्रम गुरो, भक्तिं शिवायात्मनः, जानंन्तं त्रिजगत्स्वभावमनिशं, यन्नाम समंगलम् । निघ्नन्तं जन पाप ताप निचयं, सद्बोध शीतांशुना, तं वंदे ध्रुव तारकं मुनि गणे, श्री स्थूलभद्रं मुदा ॥ ८ ॥ कर्मारि हननेच्छया सुमनसा, नित्यं बुधैः स्मर्यते, भव्य भक्तिवशेन भव्य वचसा, यो भूरि संस्तूयते । श्री पंन्यास पदं ददे स्वगुरुभि र्योग्यं च दृष्ट्वा वरम्, तस्येदं रचितं हि "कल्पयशसा", स्तोत्रं मया भक्तितः ॥९॥ For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ ધન્ય તપસ્વી ધન્ય શાસન રત્ન “અભિનંદન હૈ જ્યોતિર્મય કિરણકા, અભિનંદન હૈ તુમ્હારે અમૃતમયી શરણકા, સ્વર્ગ બન જાતી હે મિટ્ટી જિન્હ છૂકરઅભિનંદન હૈ તુમ્હારે મંગલમય ચરણકા !” જન્મ : વિ.સં. ૧૯૯૨, શ્રાવણ વદી-૧૦, તા. ૧૨-૮-૧૯૩૬, રાધનપુર, ગુજરાત. દીક્ષા : વિ.સં. ૨૦૨૫, માગશર સુદિ-૪, તા. ૨૨-૧૧-૧૯૬૮, વાપી, ગુજરાત. ગુરુ : દક્ષિણકેશરી આચાર્યદેવ શ્રી સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ.સા. વડી દીક્ષા : વિ.સં. ૨૦૨૫, જયેષ્ઠ વદી-૧૧, ચીકપેટ, બેંગ્લોર. દાતા : પ.પૂ. જયંતસૂરીશ્વરજી મ.સા., અને તીર્થપ્રભાવક પ.પૂ.વિક્રમસૂરીશ્વરજી મ.સા. ઉપાધ્યાય પદઃ વિ.સં. ૨૦૫૯, મહા સુદિ-૧૨, તા. ૧૪-૨-૨૦૦૩, મૈસૂર. દાતા : દક્ષિણકેશરી, આચાર્યદેવ શ્રી સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ.સા. આચાર્યપદ : વિ.સં. ૨૦૫૯, યેષ્ઠ સુદિ-૧, તા. ૧-૬-૨૦૦૩, શ્રી સિદ્ધાચલ સ્થૂલભદ્રધામ, દેવનહલ્લી, કર્ણાટક. દાતા : દક્ષિણકેશરી, આચાર્યદેવ શ્રી સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ.સા. શ્રી લબ્લિવિક્રમ સ્થૂલભદ્ર પટ્ટાલંકાર, શ્રી સંકટમોચન પાર્થભૈરવતીર્થ સ્થાપક વર્ધમાનતપોનિધિ, શાસનપ્રભાવક, કવિરત્ન પૂ.આ. દેવ શ્રી કલ્પયશસૂરીશ્વરજી મ.સા.નો જન્મ રાધનપુર ગામમાં થયો છે. કવિકુલકિરીટ પૂ.આ.શ્રી લબ્ધિસૂરીશ્વરજી મ.સા.એ રાધનપુરને આરાધનાપુર” કહી રાધનપુરની જનતામાં હર્ષની લાગણી ઉત્પન્ન કરી હતી અને ત્યાં જે ધર્મની જ્યોત પ્રજ્વલિત થઈ રહી હતી તેના તેઓ સાક્ષીરૂપ હતા. અહીં ૨૫-૨૫ જિનમંદિરોની હારમાળાની રોનક આજે પણ આકર્ષણનો નમૂનો બની ઊભી છે. અનેક ઉપાશ્રયોથી રાધનપુર નગરી સુશોભિત છે. કહેવાય છે કે આ ધરતીના કણ-કણમાં સુવાસ ફેલાયેલી છે અને એ સુવાસ માના પ્રેમની છે. જ્યાં માતા પ્રેમનું સિંચન કરે ત્યાં એનો લાડકો દીકરો ધ્રુવતારાની જેમ જગત આખાનો For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ 24 જ સિતારો બની ચમકી ઊઠે છે એમ જ આચાર્ય શ્રી કલ્પયશસૂરીશ્વરજીનાં માતા કાંતાબહેન અને પિતા મહાસુખલાલભાઈએ પ્રભુદર્શન, પૂજા, ગુરુભક્તિ, ધર્મશ્રવણ આદિ અમૂલ્ય સંસ્કારોનું સિંચન કર્યું હતું. પરિણામે ૧૯ વર્ષની નાની ઉંમરમાં મહાન ઉપધાન તપની આરાધના કરી છે. પૂ. આચાર્ય શ્રી સાધુતામાં રહીને ક્રિયાશુદ્ધિ સાથે વીશ સ્થાનક તપ, વર્ષીતપ, જ્ઞાનપંચમાદિ અને વર્ધમાનતપની ઓળીમાં આગળ વધતાં વધતાં ૭૦ વર્ષની ઉંમરે વર્ધમાન તપની ૧૦૦ ઓળીની પૂર્ણાહુતિ કરી ચૂક્યા છે. ધન્ય છે આવા તપસ્વીને ધન્ય છે આવા શાસનરત્નને. ભારતીય સંસ્કૃતિમાં સંન્યસ્ત થવું એ સૌથી મોટો યોગ છે. ગીતામાં શ્રીકૃષ્ણ પાંડવોને સંબોધિત કરતાં કહે છે : "यं सन्यासमिति प्राहुयोगं तं विद्धि पांडव : " અર્થાત્ જે સંન્યાસ છે એજ યોગ છે. એ દૃષ્ટિએ આચાર્ય મહારાજ ૩૯ વર્ષથી યોગીજીવન જીવી રહ્યા છે. એમનું જીવન જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગનો સમન્વય છે. ગીતામાં યોગીને તપસ્વી, જ્ઞાની અને પુરુષાર્થી કરતાં પણ ઊંચો કહ્યો છે. વિ.સં. ૨૦૨૫માં બૃહત્ત તીર્થસ્થાપક દક્ષિણકેશરી પૂ.આ.ભગવંત શ્રી સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ.સા.નું સાંનિધ્ય પ્રાપ્ત થયું. પૂજ્યશ્રીની દિનચર્યા, તપાનુરાગિતા, નિખાલસતા, મધુરભાષિતા, વિનમ્રતાદિ ગુણોએ એમને સંયમનો રસ ચખાડ્યો એટલે કે સંયમનો રસાસ્વાદ કરવા આકર્ષિત કર્યા. સંસારની અસારતાનું દર્શન કરતાં કરતાં વૈરાગ્યભાવ એના હૃદયના અણુએ અણુમાં ઓતપ્રોત થઈ ગયો. છેવટે વિ.સં. ૨૦૨૪નું પૂજ્યશ્રીનું ચાતુર્માસ વાપીમાં થયું અને પૂજ્યશ્રીના સાંનિધ્યમાં રહી ચાતુર્માસ આરાધના કરી એમણે દીક્ષા અંગીકાર કરી, સાથે જ વાપીનિવાસી અશોકકુમાર (હાલમાં અમિતયશસૂરીશ્વરજી મ.સા.)ની પણ દીક્ષા થઈ. આજે પણ આચાર્ય મહારાજ ગુરુ આજ્ઞાનું પાલન કરતાં કરતાં જ્ઞાન, ધ્યાન, તપાદિ ધર્માનુષ્ઠાનમાં રત રહી મધુર પ્રવચન દ્વારા અનેક સંઘોમાં ધર્મપ્રભાવના કરતાં કરતાં જય વિજયનો ધ્વજ લહેરાવી રહ્યા છે. આચાર્ય મ.સા.ની દિવ્યવાણીએ હજારો, લાખોને સાધનાના રાજમાર્ગ પર પ્રસ્થાપિત કર્યા છે. એમના જાદુઈ હાથોના સ્પર્શે ન જાણે કેટલીય વ્યક્તિઓમાં નવી ચેતનાનો સંચાર કર્યો. એમના પ્રેરક જીવને અનેકોની દિશાનું રૂપાંતર કર્યું. એમની પાવન સંનિધિ અધ્યાત્મનાં નવાં કિરણો પ્રસરાવતી રહી છે. તેથી આચાર્યશ્રી સાધક જ નહીં, સાધકોના અનુશાસ્તા છે. આચાર્યશ્રી બ્રહ્મર્ષિ છે, કારણ કે સાધનાના નવા નવા પ્રયોગોની શોધ કરે છે. તેઓ દેવર્ષિ છે, કારણ કે તેઓ સૌને જ્ઞાનનો પ્રકાશ વહેંચી રહ્યા છે. તેઓ રાજર્ષિ છે, કારણ કે તેઓ એક ધર્મસંઘના અનુશાસ્તા છે અને મહર્ષિ છે, કારણ કે તેઓ સતત મહાનની શોધમાં પ્રયત્નશીલ રહે છે. For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ 25 આચાર્ય મ.સા. સરળ હૃદયી, મૃદુભાષી, સરળ ભાષાના વ્યાખ્યાનકર્તા છે, અભણ હોય કે બાળક હોય, સૌને સરળ શબ્દોમાં તત્ત્વોનો મર્મ સમજાવે છે અને આચાર્ય મ.સા.નું કહેવું છે કે : વૈજ્ઞાનિક યુગ મેં જીનેકા બસ ઉસકો અધિકાર મિલા, જિસકો જીવનમેં વિકાસના આધ્યાત્મિક આધાર મિલા.” આ.મ.ની ભીતરમાં સરસ્વતીનો અખૂટ ખજાનો, વિદ્યાનો ભંડાર ઠાંસી ઠાંસીને ભરેલો છે. જે એમના અંતર આત્માને સ્પર્શ કરી લે છે. એમનો આ સંસારમાં બેડો પાર થઈ જાય છે. પૂજ્યશ્રીમાં કવિત્વશક્તિ અને પ્રવચનશાલીતાનાં દર્શન થાય છે. પૂજ્યશ્રીએ સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં જિનસ્તવન, સઝાય, ભક્તામર સ્તોત્ર, રસાકરપચ્ચીસી, સકલાત, ચિંતામણિસ્તોત્ર વગેરેની ગુર્જર કાવ્યમય સ્વરચનાઓ કરવા સાથે વીતરાગસ્તોત્રનો કાવ્યમય ગુજરાતી અનુવાદ, ષોડશક ગ્રન્થનો અનુવાદ, લબ્ધિકલ્પઝરણાં, વિચારવૈભવ, પાવનકીધાં ધામ, સંસ્કૃતસ્તુતિ, ગુરુઅષ્ટક, પાંડવ ચરિત્રનો અને ઉપદેશ રત્નાકરનો ગુજરાતી અનુવાદ ભાગ ૧-૨ વગેરે વિવિધ રચનાઓની ભેટ એમણે શાસનને ધરી છે. આવા આચાર્ય ભગવંતના ચરણકમળોમાં કોટિશઃ કોટિશઃ નમન ! “જિનકી આત્માકો ચરણોંકી જરૂરત નહીં, ઔર બહારી ચમનકો નજરોંકી જરૂરત નહીં. ઇનકી તારીફ મેં હમ ક્યા શબ્દ બયાં કરેંજો સૂરજ ખુદ હૈં ઉનકો ઉજાલોં કી જરૂરત નહીં.” - રેશ્મા રાજેશભાઈ લલવાણી શ્રી રાજાજીનગર (બેંગ્લોર) મધ્ય વર્ધમાન તપની 100 ઓળીના અનુમોદનના સમારોહ પ્રસંગે અનુમોદન કર્તા રેશ્માબેન રાજેશકુમાર લલવાણી. વિ.સં. ૨૦૬૫, ભા.વ.૧૧, (ગુજરાતી) For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ 26 ઉર ઉદ્ગાર - જીવનનો આધાર પશુ થઈ માનવ જગતમાં ફરે છે સમય તો ક્ષણે ક્ષણે હંમેશા સરે છે. સૂર્યના ઉદય અને અસ્તની વચ્ચે જીવનનો પ્રવાહ વહી રહ્યો છે. જીવનની મહામૂલી પળો મૃત્યુની સન્મુખ આત્માને ખેંચી રહી છે. પરિવર્તિત સંસારનો એક અકાટ્ય નિયમ છે જ્યાં જન્મ ત્યાં મૃત્યુ છે. જન્મ અને મૃત્યુની વચ્ચે મળેલા અવસરને ધર્મારાધના દ્વારા સફળતા પ્રાપ્ત કરવી એજ માનવ જન્મનું ફળ છે. આત્મશુદ્ધિ કરવાનો અને મોક્ષ પ્રાપ્તિના કારણભૂત જ્ઞાની પુરુષોએ સ્વાધ્યાયને પ્રધાનપદ આપ્યું છે. સ્વાધ્યાયના અમૂલ્ય અવસરને ઝડપી લઇ પાંડવ ચરિત્રનો ગુર્જર ભાષામાં અનુવાદ કરી કર્તાએ સંસ્કૃત ભાષાના અનભિજ્ઞ જીવો પર મહોપકાર કર્યો છે. મૃદુભાષી પ્રવચનપ્રભાવક, શ્રી જીરાવલા પાર્શ્વનાથ ૨૪ તીર્થંકર તીર્થ સ્થાપક લબ્ધિવિક્રમ-સ્થૂલભદ્રસૂરિ પટ્ટપ્રદ્યોતક પૂ.આ.ભ.શ્રી કલ્પયશસૂરીશ્વરજી મ.સાહેબે અનેક સ્તુતિ, ચૈત્યવંદન, સ્તવન, સજ્ઝાયો એવં ઉપદેશ રત્નાકર, ષોડષક્, વીતરાગ સ્તોત્રાદિનો ગુર્જર અનુવાદ કરી સ્વાધ્યાયનો અમૂલ્ય ખજાનો સ્વાધ્યાય પ્રેમી ને પૂરો પાડ્યો છે. જૈનેતરના મહાભારતની જેમ જૈનોનું પણ એક જૈન મહાભારત છે તેવો જૈનોમાં કેટલાક લોકોને ખ્યાલ નથી. તેથી પાંડવ ચરિત્ર યાને જૈન મહાભારતનો ગુર્જરાનુવાદ પુસ્તક રૂપે પ્રગટ કરતાં અમો આજે અત્યંત હર્ષ અનુભવીએ છીએ. પ્રાંતે પુસ્તકના વાંચન દ્વારા મહાભિમાન અને સ્વજનો પ્રતિ સ્વાર્થીરાગના દુષ્પરિણામોનો વિચાર-મંથન કરી આત્માને સંસારના વિનશ્વર પદાર્થોના મોહના કારણે થતા વિષય કષાયોથી મુક્ત કરી પરમ પદને પ્રાપ્ત કરનારા બનો. એજ અભિલાષા સહ શ્રી જીરાવલા પાર્શ્વનાથ ૨૪ તીર્થંકર તીર્થના ટ્રસ્ટી ગણ. મોડાસા - ગુજરાત For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ ક્રમ પૃષ્ઠ વિષયાનુક્રમણિકા વિષય મંગલાચરણ ૧ પ્રથમ સર્ગ - પાણ્ડવોના પૂર્વજોનું વર્ણન ૧-૨૦ ૨ બીજો સર્ગ - શ્રી કૃષ્ણ જન્મ વર્ણન, શ્રી નેમિજિન વર્ણન, ૨૧-૪૨ દ્વારકા સ્થાપન વર્ણન, યુધિષ્ઠિર જન્મ વર્ણન ૩ ત્રીજો સર્ગ - ભીમ, દુર્યોધનાદિ જન્મ, કુમાર કલારોપણ, ૪૩-૬૫ કલાદર્શન, રાજ્યાભિષેક વર્ણન ૪ ચોથો સર્ગ - દ્રૌપદી સ્વયંવર, અને પૂર્વભવ વર્ણન ૬૬-૮૨ ૫ પાંચમો સર્ગ - અર્જુન તીર્થયાત્રા, યુધિષ્ઠિર રાજ્યાભિષેક વર્ણન ૮૩-૯૮ ૬ છઠ્ઠો સર્ગ - ઘુત(જુગાર) ત્યાગ ના ઉપદેશમાં નલચરિત્ર વર્ણન ૯૯-૧૬૭ ૭ સાતમો સર્ગ - પાંડવોના વિનાશ માટે લાખનુંઘર અને હિંડબક વધ વર્ણન ૧૬૮-૧૯૬ ૮ આંઠમો સર્ગઃ - સ્વૈત વન અને ગંધમાદનવનમાં પાંડવોનું વિચરણ ઇકિલપર્વત પર અર્જુનનું - વિદ્યાસાધવા માટેગમન, અને પાંડવોનું નાગલોકમાં ગમનાદિ વર્ણન ૧૯૭-૨૨૦ ૯ નવમો સર્ગ - દુર્યોધનને છોડાવવાનો અને કૃત્યારાક્ષસીના ઉપસર્ગને વાળવાનું વર્ણન ૨૨૧-૨૩૭ ૧૦ દસમો સર્ગઃ - પાંડવોનું ગુપ્ત વેષમાં વિરાટ દેશમાં રહેવું. ૨૩૮-૨૫૫ ગાયોનું પાછું લાવવું તે માટેનું યુદ્ધ, અભિમન્યુના લગ્નાદિનું વર્ણન ૧૧ અગિયારમો સર્ગ - દૂત વર્ણન ૨૫૬-૨૬૮ ૧૨ બારમો સર્ગ - સોમક દૂત આગમન, શલ્યનૃપ આગમન અને પાંડવો-કૌરવના પ્રયાણનું વર્ણન ૨૬૯-૨૮૨ ૧૩ તેરમો સર્ગ - પાંડવ કૌરવના ઘોર યુદ્ધનું વર્ણન ૨૮૩-૩૨૩ ૧૪ ચઉદમો સર્ગ - જરાસંઘ વધ વર્ણન ૩૨૪-૩૪૦ ૧૫ પંદરમો સર્ગ - ગાંગેય સ્વર્ગ ગમન વર્ણન ૩૪૧-૩૪૬ ૧૬ સોળમો સર્ગ - નેમિવિવાહ, દીક્ષા, કેવળજ્ઞાન, અને ચતુર્વિધ સંઘ સ્થાપનાદિનું વર્ણન ૩૪૭-૩૬૩ ૧૭ સત્તરમો સર્ગ - દ્રૌપદીને પાછી લાવવાનો અને દ્વારિકાદાહ વર્ણન ૩૬૪-૩૮૭ ૧૮ અઢારમો સર્ગ - પાંડવ દીક્ષા ગ્રહણ, શ્રી નેમિનાથનું નિર્વાણ પાંડવ મોક્ષગમન અને ગ્રંથપ્રશસ્તિ ૩૮૮-૪૦૩ For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ શ્રી ગૌતમસ્વામીને નમઃ શ્રી આદિનાથાય નમઃ મંગલાચરણ મોક્ષ સુખના કારણભૂત, વિશ્વની સંપૂર્ણ સ્થિતિ (વ્યવસ્થા) ને કરનારા, પરબ્રહ્મ સ્વરૂપ, પરમાત્મા, જગતને આનંદ (સુખ) આપનારા, યોગી, પરમેષ્ટિ એવા યુગાદિદેવ શ્રી ઋષભસ્વામિને (દેવને) નમસ્કાર હો. ૧-૨ યુગ્મ. જગતના રક્ષણહાર માનીને લંછનના બહાનાથી હરણ (મૃગ) જેની સેવા કરે છે (લંછન રૂપે હરણ જેના અંગમાં રહ્યું છે) એવા અને ભૂમિપર રહેલા ભવ્ય જીવોને શાંતિ આપનારા શાંતિનાથ ભગવાન, જયને પામો...૩ યદુવંશના શિરોમણી કલ્પવૃક્ષ સરિખા, લોકમાં રહેલા પ્રાણીઓને ઇચ્છિત પદાર્થોને આપનારા શ્રી નેમિનાથ ભગવાન કલ્યાણ કરનારા થાઓ....૪ વિદ્યુત આશ્રિત મેઘ (વાદળ) ની જેમ મણિના કિરણોથી યુક્ત સર્પ લંછનથી શોભી રહેલા, નીલવર્ણની કાન્તિવાળા એવા તે પાર્શ્વનાથ પ્રભુ તમારું રક્ષણ કરો....૫ વધતા એવા ગુણના સમૂહરૂપ સિદ્ધાર્થ રાજાના કુલરૂપ ગગનને પ્રકાશમય કરનારા એવા સૂર્ય સમાન જિનેશ્વર ભગવાન વર્ધમાન (મહાવીર) સ્વામીને હું નમસ્કાર કરું છું...૬ શ્રી સરસ્વતી દેવીને તથા સ્વગુરુને નમીને અન્ય ચરિત્રોમાંથી ઉદ્ધત્ય (લઈને) મારા આત્માના આનંદ માટે અને કર્મ નિર્જરાને માટે ઈશ્વાકુ કુલમાં જન્મેલા પાંડવપુત્રના ચરિત્રને સુંદર એવા ગદ્યરૂપે રચું (લખું ) છું૭-૮ (યુ...) For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાંડવ ચરિત્રમ્ (પ્રથમ સર્ગ) આ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં ઋષભદેવના સો પુત્રો હતા. તેમાં એક પુત્ર કુરુ નામે હતો. તેના નામથી તે ક્ષેત્ર કુરુક્ષેત્ર નામથી પ્રસિદ્ધ થયું. તેને હસ્તિ નામે પુત્ર હતો. તેણે હસ્તિનાપુર નામનું નગર સ્થાપ્યું. તે કેવું હતું, તેનું વર્ણન કરતાં કહે છે કે તે નગર શ્રેષ્ઠ એવા કિલ્લાઓથી ઢંકાયેલું, ચારે બાજુ સુંદર દરવાજા અને ખાઈઓથી શોભતું, ચારે દિશાઓમાં તોરણોથી નાની નાની વાવડીઓ, કૂવા, તળાવો, સરોવર વાટિકાઓ (ઉદ્યાનો)થી સુંદર સુંદરતમ્ શોભતું પૃથ્વીરૂપ સ્ત્રીના કપાળમાં રહેલા તિલકની જેમ ઉપમાને પામતું નગરના ગુણના અવસરે પંડિતો વડે સ્તુતિ કરાતું શોભી રહ્યું છે. જે નગરમાં દરિદ્રતાનું જ દરિદ્રપણું છે અર્થાત્ દરિદ્ર કોઈની નજરે ચડતું નથી, અધર્મનું જ પીડન છે. એટલે કે અધર્મ જ નથી, ભયને જ ભય લાગી ગયો છે. એટલે કે ભય જ ભાગી ગયો છે (ભય જ નથી), અન્યાય-અનીતિનો નિગ્રહ કરાયો છે, બીજાનો નહિ. એટલે કે અન્યાય સિવાય જ્યાં બીજા કોઈને પકડવામાં આવ્યા નથી. સર્વ ગુણો વડે સુંદરતા ઝળકી રહી છે. તે નગરમાં હસ્તિરાજાની વંશપરંપરામાં મહાશક્તિશાળી લાખો રાજાઓ થયા છે. ક્રમે કરીને એ જ વંશમાં સનસ્કુમાર નામના ચક્રવર્તી થયા. જેણે વૈરાગ્યરૂપ ઔષધ વડે દ્રવ્યરોગોની અને ભાવરોગોની ચિકિત્સા કરી હતી. તેવી રીતે આ જ વંશમાં જેમણે દુશ્મનોને ત્રાસ પમાડ્યો છે, તેવા શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ ભગવાન ચક્રવર્તી અને ધર્મચક્રવર્તી (તીર્થકર) પણ થયા હતા. (એટલે કે બંને પદવીને ધારણ કરનારા થયા હતા.) એ પ્રમાણે અસંખ્યાતા રાજાઓ થયે છતે તેમાંથી કેટલાક મોક્ષે ગયા. કેટલાક સ્વર્ગમાં ગયા. તે પછી અનુક્રમે ચક્રવર્તી સરિખા પ્રભાવશાળી અનંતવીર્ય નામે રાજા થયો. તેને મહાબલી કૃતવીર્ય નામનો રાજા થયો, તેનો પરશુરામનો દુશ્મન સુભમ નામનો ચક્રવર્તી થયો. એ પ્રમાણે અનેક રાજાઓ થયા. પછી પ્રશાંત For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨ ] પાંડવ ચરિત્રમ્ સર્ગ - ૧ ચિત્તવાળો શાન્તનુ નામના રાજાનો પણ રાજા થયો. જે અન્યાયરૂપી કંદને છેદતો ન્યાયરૂપી વૃક્ષને સિંચતો સમસ્ત પૃથ્વીના પાલનહારની ઉપમાને પામ્યો, જે શાન્તનુના રાજ્યમાં ત્રણ વર્ગ (ધર્મઅર્થ અને કામ) પણ એકબીજાને પરસ્પર અડચણરૂપ બનતા નથી. તે શાન્તનું રાજા સમસ્ત વ્યસનના ત્યાગવાળો અને વિવેકી હોવા છતાં પણ એક શિકાર કરવાના વ્યસનવાળો હતો. એક દિવસ નીલાવસ્ત્રધારી અને તે પાપ કરવામાં તત્પર એવો તે શાન્તનુ રાજા વેગવાન ઘોડા પર બેસીને મહાવનમાં ગયો. વનમાં એક હરણને હરીણી કાલાવાલા કરતી ચાટતી દૂરથી જોઈને પણછ (ધનુષ્ય)માં રહેલા બાણને તૈયાર કર્યું. ડરેલા મનવાળો અને ત્રાસથી ચંચળ બનેલી આંખવાળો હરણ પણ પ્રેયસી (હરીણી)ને આગળ કરીને ભાગી ગયો. મૃગલી સાથે નાસીને તે મૃગ કોઈ ભયંકર વનમાં પ્રવેશી ગયો. રાજા શાન્તનું પણ તે માર્ગે ચાલવાથી થાકેલા મનવાળો ભૂખ અને તૃષાથી આકુળ-વ્યાકુળ થયેલો હોવા છતાં પણ તે હરણ ઉપર બાણ મારવાની શક્યતા હોવા છતાં પણ બાણ પાછું લઈ બગીચા (વન)માં ગયો. તે શાન્તનું રાજાએ તે વનમાં ભ્રમણ કરતાં સાત મજલાવાળો સુંદર અને શ્રેષ્ઠ એક મહેલ જોયો. તે જોઈને મનમાં આશ્ચર્ય પામ્યો અને ઘોડા પરથી નીચે ઉતરીને તે મહેલ પર ચઢ્યો. ત્યાં તે રાજાએ સાતમા માળે એક બાલિકાને જોઈ. તેણે પણ તે રાજાને જોયા અને ઊભી થઈને પૂજય એવા તે રાજાને અર્થ વગેરે પૂજા વડે ઔચિત્યપૂર્વક સત્કાર કરીને પોતાના પલંગમાં બેસાડ્યા. રાજાએ પણ અનર્ગલ (અત્યંત) પ્રેમથી રોમરૂપી અંકુરો ખીલી ગયા છે એવી સુંદર મુખવાળી સામે બેઠેલી તેને જોઈને કહ્યું : “હે કલ્યાણી ! તું કોણ છે. વિનયથી યુક્ત એવી તું કોની પુત્રી છો, આ ભયંકર (જનરહિત) વનમાં એકલી સખીની સાથે કેમ રહી છો ?” આ પ્રમાણે રાજાએ પૂછતાં ઈશારો કરી સખીએ કહ્યું : “હે રાજા ! તમે સાંભળો, વૈતાઢ્ય પર્વત ઉપર રહેલ રત્નપુર નગરમાં જહુ રાજા છે. તેમની પવિત્ર અંગવાળી ગંગા નામની આ પુત્રી છે.” (એમ તમે જાણો). એક દિવસ પોતાની પુત્રી ગંગાને નજીકમાં બેઠેલી જોઈને રાજા જહુએ કહ્યું કે : “હે પુત્રી! તારા રૂપને અનુરૂપ યોગ્ય) કેવો વર શોધવો? કહ્યું છે કે : કુલ, શીલ, સ્વામીપણું, વિદ્યા, ધન, શરીર અને વય આ સાત ગુણો વરમાં હોવા જોઈએ. પછી તો કન્યાના ભાગ્ય.” આ પ્રમાણે વિચારીને જહુ રાજાએ ગંગાને કહ્યું કે : “હે પુત્રી ! તારે અનુરૂપ કોઈ યોગ્ય વર હું શોધીશ.” ત્યારે ગંગાએ કહ્યું : હે રાજન ! વાણીનું (વચનનું) ઉલ્લંઘન કરનાર અનુરૂપ વરથી શું? આથી વચનને માનનાર વરને વરીશ, બીજો નહિ.” તે સાંભળીને રાજાએ ઘણા રાજકુમારો બોલાવ્યા. પરંતુ સ્ત્રીના વશપણાને કોઈ સ્વીકારતું નથી. ત્યારે તેણીના મનમાં દુઃખ ઉત્પન્ન થયું પછી તે હંમેશા ધર્મની જ ઇચ્છા કરવા લાગી. એક દિવસ પિતાના ગૃહે રહેલી ગંગાએ ચારણ For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩ પાંડવ ચરિત્રમ્ સર્ગ - ૧ મુનિથી દુષ્પ્રાપ્ય સમ્યક્ત્વ મૂલરૂપ બારવ્રત રૂપ ધર્મને પ્રાપ્ત કર્યો (સ્વીકાર્યો). ધર્મની પ્રાપ્તિ થયા પછી મારી સખીએ (ગંગાએ) ગંગા નદીને કાંઠે નવીન ઉદ્યાન ઊભું કર્યું. આ ઉદ્યાનમાં શ્રીઋષભદેવનું મંદિર (દેરાસર) કરાવ્યું છે. મંદિરમાં પ્રસન્ન મનવાળી તેણી દ૨૨ોજ જિનપૂજાને કરતી સુખે કરીને દિવસો પસાર કરે છે. એક દિવસ જહુ રાજાની સાથે આ વનમાં સત્યવાક્ નામનો નૈમિત્તિક આવ્યો. ત્યારે રાજાએ પૂછ્યું, હે સત્યવાક્ ! નૈમિત્તિક શિરોમણિ ! તું કહે, આ ગંગાને અનુરૂપ વર ક્યારે મળશે ? હે રાજન્ ! આ ગંગાના પુણ્યપ્રભાવથી મૃગલાની પાછળ આવતો હસ્તિનાપુરનો અધિપતિ શાન્તનુ રાજા પ્રાતઃ (સવારે) આવશે તે ગંગાના મનને ગમતો ભરથાર (પતિ) થશે. આ વચનો (વાણી) સાંભળીને ખુશીને ધારણ કરતો રાજા પોતાના સ્થાને ગયો. તેના વચનને સાંભળવાથી મહેલની અગાશીમાં આવીને અમે બંને તમારા આગમનના માર્ગને જોતાં ઊભા રહેલા, અમે તમારા દર્શનથી વાંછિત ફળને પામ્યા છીએ. પછી રાજાએ કહ્યું : “હે ગંગા ! હે મૃગલોચની ! મૃગ પણ મારો મહાઉપકારી થયો. જેણે મને તારા જેવી નેત્ર કૌમુદિનીના દર્શન કરાવ્યા યાને મેળાપ કરાવ્યો. હે પ્રિયે ! લોકો વિવિધ ઉપાયો વડે કરીને જે લક્ષ્મીને ઇચ્છે છે તે મને સ્વયમેવ ચાહવાવાળી બની છે. પ્રિયા માટે કરીને તારા વચનને ન ઉલ્લંઘવાનો હું સ્વીકાર કરું છું. રોગી એમની શાંતિ માટે વૈદ્યનું કહેલું જ કરે છે, તેથી હું જાતે જ તારી સાથે વરુ છું અર્થાત્ હું જાતે જ તને પરણું છું. હવે કહે, તારું કરેલું હું શું કરું? તેણી (ગંગા) એ કહ્યું, મારા વચનને પાળવું. ત્યારે રાજાએ કહ્યું, પાળીશ. ગંગાએ કહ્યું, મારા વચનનું ઉલ્લંઘન થતાં હું સ્વસ્થાન એવા મારા પિતાના ઘેર ચાલી જઈશ. રાજાએ તે કબુલ્યું. પછી ગંગાએ સખી દ્વારા જદ્દુ રાજાને બોલાવીને બંનેએ સૈન્ય સ્વજનના સમાગમાદિપૂર્વક મહોત્સવ સાથે લગ્ન કર્યા. મેળાપ થતાં બંનેના હૃદયમાં પ્રિતી ગાઢ બની (પાંગળી). પછી લગ્નના ઉત્સવથી નિવૃત્ત થતાં જઠુ વિદ્યાધર પિતાએ ગંગાના કરમોચન સમયે હાથી, ઘોડા, સુવર્ણ, રત, મણિ, માણિક્યાદિ પોતાના કુલને ઉચિત ધનને આપ્યું. તે ધનને લઈને ગંગાની સાથે શાન્તનું રાજા હસ્તિનાપુર નગરમાં આવ્યો. ત્યાં તે દંપતિ પ્રેમને અનુરૂપ રાજ્ય ઉચિત (યોગ્ય) સુખને ભોગવે છે (અનુભવે છે). એક વખત ગાઢ પ્રેમના બંધનવાળા શાન્તનુની પત્ની ગંગા ગર્ભવતી બની. જેમ પૃથ્વી નિધાન ગર્ભવાળી હોય તેમ તે ગર્ભને ધારણ કરતાં ગંગાનું શ૨ી૨ સૂર્ય જેવું તેજસ્વી દુઃખે કરીને જોઈ શકાય તેવું બન્યું. ગર્ભવતી એવી તે ગંગા ગર્ભના પ્રભાવથી મેરુ પર્વતને દડા જેવો અને સમુદ્રને ગાયની ખરી (ખાબોચિયા) જેટલો માને છે. તે સાંભળીને શાન્તનું રાજા અત્યંત ખુશ થયો. નવ માસ ને સાડા સાત દિવસ પસાર થયે શુભમુહૂર્તો, શુભલગ્ન અને શુભયોગે રાણી ગંગાએ ગાંગેય (સુવર્ણ) વર્ણવાળા પુત્રને જન્મ આપ્યો. પ્રથમ દિવસે તેના કુળને ઉચિત સ્થિતિપતિકા (વ્યવહાર) For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ૪ સર્ગ - ૧ પાંડવ ચરિત્રમ્ રાજા કરે છે. ત્રીજા દિવસે ચંદ્ર અને સૂર્યનું દર્શન કરાવે છે. છઠે દિવસે રાત્રિ જાગરણ કરે છે. બારમો દિવસ આવ્યે છતે અશુચિ જાત કર્મ કરણથી નિવૃત્ત બારમે દિવસે રાજા શાન્તનુએ તેના પુત્રનું ગંગાનો અપત્ય (પુત્ર) હોવાથી ગાંગેય એ પ્રમાણે સાર્થક નામને સ્થાપ્યું (આપ્યું). એક દિવસ રાણી ગંગાએ શિકાર કરવા તૈયાર થયેલા રાજાને જોઈને મસ્તક પર અંજલિ જોડી પ્રેમપૂર્વક વિનંતી કરી. હે પ્રજાપ્રિય ! હે પ્રિયજાય ! હે પ્રાણેશ ! હે પૈર્યધામ ! હે પરોપકાર શિરોમણિ ! હે પ્રાજ્ઞવાન ! હે પોતાના વચન પાળવા માટે સાવધાન! તમારા જેવા સત્યવચની બીજી કોઈ જગ્યાએ નથી. હે નાથ ! આથી હું કંઈક કહું છું. તમે ગુણવાન હોવા છતાં પણ કલાને જાણવાવાળા હોવા છતાં પણ અને નિષ્કલંક હોવા છતાં પણ તમારામાં એક શિકાર કરવાના વ્યસનરૂપ ચંદ્રમાં રહેલા મૃગલાની જેમ મોટું કલંક રહ્યું છે. આથી કહું છું કે હે સ્વામિન્ ! શિકારરૂપ ધર્મવાળા ધર્મને તમે તજી દો અને શુભમાર્ગ (ધર્મ)નું આચરણ કરો.... મારી આ વિનંતીને ઉલ્લંઘવી તે તમારા માટે યોગ્ય નથી. તે સાંભળી રાજા બોલ્યો, આજથી હું શિકાર માટે નહિ જાઉં. પછી કેટલાક દિવસ વ્યતિત થયા પછી ફરી પાછો શિકાર માટે ગયો. વળી તેને પાછો વાળ્યો ત્યારે રાજા બોલ્યો, હે પ્રિયા ! તે સાચું અને સુંદર કહ્યું છે. પરંતુ હું શું કરું ! શિકારના વ્યસનથી બંધાયેલો એવો હું તે ત્યજવા માટે શક્તિશાળી નથી. આથી વ્યસનથી ગ્રસ્તને અટકાવવો કઠિન છે. એ પ્રમાણે કહીને પાછો તે જ વનમાં ગયો. તે સાંભળી ક્રોધિત થયેલી ગંગા પોતાના નાના બાળકને લઈને પિતાને ઘેર ચાલી ગઈ. ભાઈ ઉપર નેહવાળી તે ગંગા વૈતાઢ્ય પર્વતના રતપુર નગરમાં રહેલા પિતાના ઘરમાં રહીને તે બાળકને મોટો કરે છે. હવે શિકારથી પાછો ફરી ઘરે આવેલો રાજા પતીના સમાચાર સાંભળીને મનમાં ખૂબ દુઃખી થયો. ખરેખર વ્યસન મહાદુઃખકારક છે. કહ્યું છે કે જુગાર, માંસ, દારૂ, વેશ્યા, શિકાર, ચોરી, પરસ્ત્રીગમન - આ સાત વ્યસનો લોકમાં મહાભયંકર દુઃખદાયક નરકમાં લઈ જનારા છે. એ પ્રમાણે તેણે વિચાર્યું નહિ અને તેવી જ રીતે શિકારના રસમાં મગ્ન એવા મનવાળા તે શાન્તનુ રાજાએ દિવસો પસાર કર્યા. પરંતુ પુત્ર અને પતીથી વિખૂટા પડેલા તે રાજાએ અગ્નિમાં પડેલાની જેમ ચોવીસ વર્ષ સાગરોપમની ઉપમાની જેમ પસાર કર્યા. તે ગંગાએ પણ ક્યારેક પિતાના ઘરે તો ક્યારેક તે ગંગાના કાંઠા પરના વનમાં રહેલા શ્રી ઋષભદેવના પ્રાસાદ (મંદિર)માં શ્રી જિનેશ્વરની પૂજા-ભક્તિમાં તત્પર રહી દિવસો પસાર કર્યા. કહ્યું છે કે તે ધન્ય છે, જેઓ પ્રત્યક્ષ જિનધર્મને આચરે છે. ધન્યથી પણ તે ધન્ય છે કે જેઓ પરદેશ ગયા હોવા છતાં પણ ત્યાં આચરણ કરે છે. એ પ્રમાણે ગંગાએ અને તેના પુત્ર ગાંગેયે For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧ પાંડવ ચરિત્રમ્ પણ પુણ્યનું આચરણ કરતાં તેવી જ રીતે ચોવીસ વર્ષ પસાર કર્યા. નીતિવાન રાજા જેમ રાષ્ટ્રનું રક્ષણ કરે છે, તેમ ગંગા સહિત શસ્ત્ર શાસ્ત્રકલામાં પારંગત ગાંગેય તે વનનું રક્ષણ કરે છે. એક દિવસ કોઈ શિકારીએ આવીને શાન્તનુ રાજાને વિજ્ઞપ્તિ કરી “હે દેવ ! ગંગાના કાંઠાથી બહુ દૂર નહિ એવું એક વન આવેલું છે. જે વનમાં નિર્ભય રીતે મૃગી રહે છે. ઘુઘૂર અવાજ કરતા ભંડો વસે છે. મોટી કાયાવાળા ચિત્તાઓ વસે છે. મધ્યાહ્ન સમયે નદી તરફ જનારા કાસારો છે.” તે સાંભળીને ખુશ થયેલ રાજાએ તે શિકારીને ઇનામ આપ્યું અને પછી શિકારીનો વેષ પહેરી શિકારીઓથી પરિવરેલા તેણે વનમાં પ્રવેશ કર્યો ત્યારે શિકારીઓએ વનમાં હાકોટા કર્યા. તેના અવાજથી પશુઓ ચારે દિશામાં નાસવા લાગ્યા અને તેઓએ ગાંગેયથી રક્ષિત વનમાં (બગીચામાં પ્રવેશ કર્યો. અત્યંત બલવાન શિકારીઓથી પરિવરેલા રાજાએ પણ ભયંકર બાણોની વર્ષા કરતા અટ્ટહાસ્ય (ભયંકર હાકોટા) કરીને તે વનને ખળભળાવી મૂક્યું. પાપીઓને પાપની સંખ્યા (બીક) હોતી નથી. પ્રવેશ કરેલા તે વનને રાજાએ ડહોળાવવાથી કુંભિત થયેલા સમુદ્રની જેમ વનને ખળભળાવેલું જોઈ ગાંગેય ઉભય પક્ષથી બદ્ધ બાણના ભાથાવાળો અને ધનુષ્યને વાળેલું છે એવો તે વનનો રક્ષક (ગાંગેય) અર્જુનની જેમ સ્થૂલ અંગવાળા કામદેવ સમાન રાજાની આગળ આવીને રાજાને વનમાં પ્રવેશવાનો નિષેધ કર્યો. ત્યારે રાજા બોલ્યો : “હે ભદ્ર ! વનમાં ફરતા પશુઓને મારતા શિકાર કરવાના શોખવાળા સ્વેચ્છાથી ફરતા મને શા માટે અટકાવે છે ?” તે (ગાંગેય) પણ બોલ્યો : “હે મહાભાગ્યશાળી, નિરપરાધી પ્રાણીઓને મારતા શું તમને શરમ નથી આવતી ? કારણ કે તમારા જેવા સર્વ જીવોને પ્રિયંકર એવા પ્રાણને હણનારા બનશો તો રક્ષણહાર કોણ થશે ? સર્વ પ્રાણીઓને પ્રાણ પ્રિય હોય છે, તેથી આ પ્રાણીઓનું તમે રક્ષણ કરો.” આ પ્રમાણે નિષેધ કરાયો હોવા છતાં પણ રાજા શિકારભાવથી પાછો ફરતો નથી... તેટલામાં તે પણ તેવી જ રીતે ધનુષ્યનો ટંકાર કરતો રાજાને હણવા માટે દોડ્યો. બાપ-બેટા બંનેનું યુદ્ધ શરૂ થયું, પરંતુ બેમાંથી એક પણ જય કે પરાજય મેળવ્યો નહિ. આ પ્રમાણે યુદ્ધ કરતાં મૃગો જેમ સિંહને રોકે તેમ રાજાના સૈનિકોએ ગાંગેયને રોકવા પ્રયત કર્યો. ગાંગેય એક હોવા છતાં પણ રાજાએ તે અવસરે અનેકવિધ ગાંગેયને જોયા. તેની તાકાતને જોઈને મનમાં ચકિત થયેલો અને કોપને વશ થયેલો તે રાજા જ્યાં ધનુષ્યમાં શત્રુને હણનારું બાણ ચડાવે છે તેટલામાં ગાંગેયે બાણને બાણ વડે તોડી પાડ્યું. રાજા વિલખો પડી ગયો. એ પ્રમાણે રાજાને દેખીને પ્રાસાદની અગાશીમાં ઉભી રહીને જોતી એવી ગંગાએ યુદ્ધભૂમિમાં આવીને પુત્ર ગાંગેયને વારતા બોલી : “હે વત્સ ! તારા પિતાની સાથે કેમ યુદ્ધ (કલહ) કરે છે.” પુત્રે કહ્યું : “હે માતા ! વનવાસી એવા મારા આ પિતા કેવી રીતે !” ત્યારે માતાએ બધો જ પૂર્વવૃત્તાંત કહ્યો. For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ સર્ગ - ૧ ૬ તે સાંભળીને ગાંગેયે માતાને કહ્યું : “હે માતા ! આ પિતા હોવા છતાં પણ મારો શત્રુ છે. જે બાળકની જેમ પાળેલા વનમાં ફરતાં પ્રાણીઓને ત્રાસ આપતો વર્તમાનકાળે આ અવસરે યમની જેમ તેનો હણનારો થયો છું. આથી પિતા હોય કે બીજો હોય, હું એને મારીશ.' તે સાંભળીને ત્યાં જઈને ગંગાએ રાજાને કહ્યું, આ તમારો ગાંગેય નામનો પુત્ર છે. તેનું વાક્ય સાંભળીને રોમરાજી ખીલી ગઈ છે, એવો તે રાજા રથથી ઊતરીને અત્યંત આનંદપૂર્વક પુત્રની સામે ગયો. પુત્ર પણ પિતાને સામે આવતા જોઈ હર્ષાશ્રુથી ભીની આંખવાળો અને બાણ ધનુષ્ય તજીને ભૂમિને સ્પર્શ કરતો (નમીને) હોય તેમ પિતાના પગમાં પડ્યો. પિતાએ પણ પુત્રને આલિંગન દઈને પોતાના ખોળામાં બેસાડીને વારંવાર મસ્તકને (ભાલને) ચૂમ્યું. આ પ્રમાણે તે બંનેના પરસ્પર સ્નેહને પ્રત્યક્ષથી જોઈને ગંગાએ જે હર્ષ પ્રાપ્ત કર્યો તે તો તે જ (ગંગા) જાણે શાન્તનુએ ગંગાને કહ્યું : “હે પ્રિયે ! આ પુત્રને તે કેવી રીતે મોટો કર્યો. કોણે ભણાવ્યો અથવા આવા પ્રકારની યૌવન અવસ્થાને કેવી રીતે પ્રાપ્ત કરાવી. તે સત્ય કહે !” ત્યારે ગંગાએ કહ્યું : “હે રાજન્ ! સાવધાન થઈને તમે પુત્રનું ચરિત્ર સાંભળો ? તમારાથી રિસાઈને હું પિતાના ગૃહે ગઈ. ત્યાં ગાંગેય તેના મામીઓના ખોળામાં ખેલતાં ૨મત માત્ર (એક પલકારા)માં પાંચ વર્ષનો થઈ ગયો. પછી તેના પવનવેગ નામના મામાએ અત્યંત આદરપૂર્વક ગાંગેયને ભણાવવા માટે શરૂઆત કરી. ત્યાં વિનયવાન એવા તમારા પુત્રે થોડા જ કાળમાં બધી કળાઓ શીખી લીધી. તેવી જ રીતે તેણે કંટાળ્યા વિના ધનુર્વિદ્યા પણ પ્રાપ્ત કરી લીધી, પણ તે પછી તે સકલ વિદ્યાધરોની વિદ્યાના પારને પામેલા વિદ્યાધરના પતિને પણ તૃણવત્ (ઘાસના તણખલાની જેમ) ગણવા લાગ્યો અને મારા પિતાના ઘરે હાસ્યથી પણ કોઈ તેની અવહેલના કરે તો તેઓની સાથે આ તમારો પુત્ર ઝઘડો કરતો હતો. તેથી પુત્રને લઈને આ વનમાં આવેલા આ મહેલમાં શ્રી જિનેશ્વરના મંદિરમાં જિનેશ્વર ભગવંતની પૂજામાં તત્પર રહેતી એવી હું આવીને રહી છું. તમારો પુત્ર આ ગાંગેય પણ ચારણ શ્રમણ મુનિના મુખથી અર્હત્ ધર્મને સાંભળીને હૃદયપૂર્વક અત્યંત દયા ધર્મમાં તત્પર થયો છે. (અહિંસા ધર્મનું પાલન કરનારો બન્યો છે.) તેથી અત્યંત કરૂણાધારી તમારા પુત્રે ચૌદ યોજન પ્રમાણ આ વનમાં બધે જ જીવરક્ષા પ્રવર્તાવી છે. એથી આ વનમાં તમારા પુત્રની ધાકથી યમરાજ અલ્પ પણ જંગલી પશુઓનું મૃત્યુ કરવા માટે સમર્થ નથી બનતો. હે આર્યપુત્ર ! તમે પણ સારા વચનને લઈને વનમાં ફરતા પશુઓનું રક્ષણ કરો. રાજા બોલ્યો : ‘‘હે પ્રિયે! આજથી તારા વચનને માન્ય કરી શિકાર છોડી દઉં છું.” તેથી તું પુત્ર સાથે ચાલ. હમણાં જ પુત્ર સાથે તું રાજ્યસ્વામિની થા. તે સાંભળીને ગંગા બોલી, “હે રાજેન્દ્ર ! હમણાં મારું મન ધર્મ કરવામાં સારી રીતે લાગેલું છે. તેથી હું રાજ્યમાં આવીશ નહિ, પરંતુ જિનેશ્વરની પૂજામાં તત્પર હું અહીંયા રહીશ. તમે તમારા પુત્રને લઈને For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧ પાંડવ ચરિત્રમ્ સ્વસ્થ ચિત્તે એટલે કે શાંતચિત્તે આપના સ્થાને જાઓ. કારણ કે રાજ્યને સૂનું મૂકીને આવ્યા છો. આથી કહું છું કે તમારો માર્ગ કુશલ બનો, નિષ્કટક બનો.” એ પ્રમાણે રાજાને કહીને પુત્ર ગાંગેયને કહે છે : “હે વત્સલ ! ગાંગેય ! પિતાના મનોરથને પૂર્ણ કર, પિતા સાથે સ્વસ્થાને જા. જેથી તને રાજ્ય સંપત્તિ પ્રાપ્ત થાય. તમારા બંનેનો યોગ (મેળાપ) પ્રશંસનીય છે. આથી આવા પ્રકારનો પિતાનો અને તારા જેવા પુત્રનો યોગ (મેળાપ) બુધ અને ચંદ્રની જેમ બની રહો.” ત્યારે ગાંગેય બોલ્યો : “હે માતા, તને છોડવા માટે ઉત્સાહ થતો નથી, તમે જ પિતા છો અને તમે જ માતા છો. મેં પૂર્વે તે જોયું છે, બીજું કાંઈ નહિ.” તારી સેવાવિનાનો મારો એકપણ દિવસ ન થાઓ એ પ્રમાણે કહીને આંસુ વહાવતો તે માતાના પગમાં પડ્યો. હવે પુત્રને ઉઠાડીને આંસુ લૂછીને માતાએ કહ્યું : “હે પુત્ર ! તું ડરપોકતાને છોડ અને અસહાય એવા તારા પિતાને સહાય કરનારો થા. વૃદ્ધપણામાં પુત્ર જ પિતાની ચિંતાના ભારને હરનારો થાય છે. તારા પિતા તને તેવી રીતનું વાત્સલ્ય આપશે કે જેથી તું અહીંયા રહેલી મને યાદ પણ નહીં કરે.” એ પ્રમાણે યુક્તિ-પ્રયુક્તિથી બોધ પમાડલો પુત્ર પિતાની સાથે હસ્તિનાપુર નગરમાં સારી રીતે આવી ગયો. ત્યારે મહાઅમાત્યોએ અને નગરજનોએ ઉડતી ધજાઓ અને તોરણયુક્ત નગરને શણગાર્યું. રાજાએ પણ શુભ મુહૂર્ત યોગ્ય એવા પુત્ર ગાંગેયને યુવરાજ પદે બેસાડ્યો-સ્થાપ્યો. કારણ કે યોગ્ય પુત્ર અને શિષ્યને વડિલો મોટાઈ પણાને અપાવે છે. હવે પિતાની આજ્ઞાથી પૃથ્વીને એક છત્રી કરતો વિનીત આત્મા પિતાના જેવો વિનયને ફેલાવે છે, ધારણ કરે છે. એક વખત રાજા શાન્તનુએ સ્વૈરવિહારી થઈને યમુના નદીને કાંઠે વિહરતાં-ફરતાં નાવમાં બેઠેલી સુંદર એવી કોઈ નાવિક કન્યાને જોઈ, તેના રૂપમાં મોહ પામેલો રાજા તેની નજીક આવીને કામ (વાસના)થી ઉત્સુક થયેલા મનવાળો થઈને તેને વારંવાર પૂછ્યું : “હે સુંદરી! તું કોણ છે, કોની પુત્રી છે, તારું શું નામ છે ?” તે કન્યાએ કહ્યું: “હે રાજા ! હું કાલિન્દી કુલવાસી જમના નદીના કાંઠે વસનારા નાવના અધિપતિની પુત્રી સત્યવતી નામની કન્યા છું. પિતાના આદેશરૂપ ધર્મથી હું નાવને ચલાવું છું. કારણ કે કુલવાન કન્યા પિતાના આદેશને (આજ્ઞાને) વશ હોય છે.” તેની વાત સાંભળીને નીતિમાં નિપુણ રાજા તેના પિતાની પાસે ગયો. તે નાવિક પણ સ્વાગતપૂર્વક પ્રશ્ન કરે છે. “હે સ્વામિન્ અહીંયા આવવાનું શું પ્રયોજન છે.” રાજાએ કહ્યું : “હે ભદ્ર ! સત્યવતી નામની તારી પુત્રી તું આપ. તે મારી સદ્ધર્મચારિણી બને.” વિનયપૂર્વક નાવિકે કહ્યું: “ગૃહે આવેલો તમારા જેવો અર્થી...(ઇચ્છનારો) કોને મળે છે ? પરંતુ આ સત્યવતી કન્યા તમને આપવા માટે મારૂં મન ઉત્સાહિત થતું નથી. કારણ કે વિદ્યાધરીઓથી ગુણગાન ગવાતો તારો પુત્ર ગાંગેય For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ( ૮ ) સર્ગ - ૧ રાજ્યની ધૂરાને ધરનારો છે (રાજ્ય કરે છે.) તે છે ત્યાં સુધી મારી આ સત્યવતી પુત્રીનો પુત્ર રાજ્યને પામશે નહિ, એટલે કે તે રાજા બનશે નહિ. તેથી તમે પ્રસન્નતાપૂર્વક સ્ત્રી માટે બીજે પ્રયત્ન કરો. કારણ કે તારા જેવા ઉદારને ઘણી સ્ત્રીઓ પગલે પગલે પ્રાપ્ત થશે.” તે નાવિકના આ પ્રમાણેના વચનથી અત્યંત દુઃખી થયેલો રાજા નિરાશ વદને પોતાના ગૃહે આવ્યો. પરંતુ કામને વશ થયેલો રાજા કોઈપણ પ્રકારના (લેશમાત્ર) આનંદને પામતો નથી. કહ્યું છે કે - કામથી વિહ્વળ બનેલો ધ્રુજાર (કમ્પ), પરસેવો થાક, મૂછ, ચક્કર, ગ્લાનિ, બલહન, રાજ્યક્ષમાદિ રોગને પામે છે. મુનિ, યતિ, જ્ઞાની, સુતપસ્વી, જિતેન્દ્રિય ત્યાં સુધી છે કે- જ્યાં સુધી સ્ત્રી નજરમાં આવતી નથી. તે વખતે રાજસેવાર્થે આવેલો ગાંગેય રાજાને નમીને આગળ બેસીને મનમાં ચિંતવે છે.... શું મેં વિનય ઉલ્લંધ્યો છે, અર્થાત્ હું શું વિનય ચૂકી ગયો છું અથવા શું કોઈ આજ્ઞાનો અનાદર કર્યો છે અથવા શું મારી માતાનું સ્મરણ થયું છે, યાદ આવે છે. જેથી મારા પિતા આજ શ્યામ મુખવાળા દેખાય છે, તો લાવ પિતાને પૂછું? અથવા પૂછીશ તો પણ પિતા સત્ય કહેશે નહિ, તો પછી મંત્રીને પૂછું. એ પ્રમાણે વિચાર કરીને બુદ્ધિશાળી મહામંત્રીને એકાંતમાં લઈ જઈને બધું ચિંતાનું કારણ પૂછ્યું. મંત્રીએ જેવું હતું તેવું કહ્યું. તે સાંભળીને ગાંગેય નાવિકના ઘેર ગયો. તેણે પણ રાજાના પુત્રને આવેલો જોઈને વિનયપૂર્વક નમીને કહ્યું: “હે સ્વામિન્ ! મારા ઘેર તમે શા માટે આવ્યા છો ?” ત્યારે ગાંગેયે કહ્યું : “મારા પિતાને તારી પુત્રી સત્યવતી આપ. તારી પુત્રી મારી માતા થાઓ.” નાવિકે કહ્યું : “હે નરરત શિરોમણિ ! રાજ્યલક્ષ્મી તને છોડીને શું મારા દોહિત્રને વરશે? જેવી રીતે લક્ષ્મી સમુદ્રને છોડીને શું ખાબોચિયા તરફ જાય છે? તો હું કેવી રીતે પુત્રીને આપું?” કારણ કે પતીને મોટું દુઃખ શોક્યનું છે. શાસ્ત્રમાં કહ્યું છે કે “પ્રાણીનો સ્વેચ્છાએ વધ કરનારા કૂર જેલરક્ષકો સુપાત્રદાન વડે રાજાની રાણી થાય છે....” એમ રાજાની રાણીને મોટું દુઃખ શાસ્ત્રમાં કહ્યું છે, આથી મારી પુત્રીને હું નહિ આપું. ફરી શાન્તનુનો પુત્ર (ગાંગેય) બોલ્યો : “હે માતામહ ! (નાના), આ તમારો મોટો ભ્રમ છે. કારણ કે તમે તુચ્છ ઉચિત (ઉચિત નહિ એવું) બોલો છો. આ ગાંગેય અને સત્યવતીના પુત્રમાં કંઈ જ અંતર નથી. કલહંસ અને બગલાની જેમ કુરૂવંશ અને બીજા વંશનું અંતર મોટું છે. વિવેકી કુરૂવંશના કુલમાં આજ સુધી શોકની સાથે સંબંધ થયો નથી. ભવિષ્યમાં પણ ક્યારેય થશે નહિ. ગંગાથી પણ વિશેષ સત્યવતીને મારી માતા માનીશ. કારણ For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧ પાંડવ ચરિત્રમ્ કે સત્યવતીના સ્નેહથી મોહિત બનેલા મારા પિતા ઘણા દુઃખી થાય છે.” વળી પાછું તને કહું છું : “સત્યવતીને આપ, હું રાજ્યને કરીશ નહિ.. લઈશ નહિ. રાખીશ નહિ.” ઊંચા હાથ કરીને ગાંગેય બોલ્યો : “મારી એક પ્રતિજ્ઞા સાંભળો. સત્યવતીના પુત્રનું રાજ્ય થશે. બીજા કોઈનું નહિ થાય. જો કોઈ તે લેવા આવશે તો હું ધનુષ્યબાણ સાથે હરહંમેશ તેને હણવા માટે જાગતો તૈયાર રહીશ. જો હું શાન્તનુનો પુત્ર હોઉં તો સત્યવતી સદ્ધક્ષ્મણી થતાં જોતાં ખુશ મનવાળા બને, તો આજે મને રાજ્ય મળ્યું છે અને દેવતા મારા પર ખુશ થયા છે..” એ પ્રમાણે ગાંગેયની વાણી સાંભળીને આશ્ચર્ય પામેલા ખેચરોએ આકાશમાં વિમાનો સ્થિર બનાવ્યા. તેથી અત્યંત લુબ્ધ થયેલો સત્યવતીનો પિતા ફરી બોલ્યો : “હે કુમારેન્દ્ર ! સારું સારું તું જ પિતાનો ભક્તપુત્ર છે. જેથી આવા પ્રકારનું રાજ્ય પિતાને માટે છોડી દે છે. વળી પણ એક વાત સાંભળ. જો તું રાજ્યની ઈચ્છા નથી રાખતો, પરંતુ તારા સિંહબાળ જેવા પુત્રો પરંપરાથી આવેલું રાજ્ય તારી જેમ શી રીતે ત્યજી દેશે.” ઇત્યાદિ વિકલ્પોથી (વિચારોથી) મારું મન અચકાય છે. તે સાંભળીને ગાંગેય બોલ્યો : “તમે સાંભળો. આકાશમાં ફરતાં સિદ્ધ-ગાંધર્વ, ખેચરો, તમે સાંભળો. સમસ્ત પાપોને હરનારો મારો એક અભિગ્રહ સાંભળો. જેના સ્વર્ગ અને મોક્ષ બે ફળ પ્રસિદ્ધ છે, તે આજથી આજન્મ સુધી હું બ્રહ્મચર્ય વ્રત ગ્રહણ કરું છું. કારણ કે ચારણ શ્રમણ મુનિઓએ મને વ્રતોમાં પહેલું અને ચોથું શ્રેષ્ઠ કહ્યા છે. આથી મેં પ્રાણીઓને અભય આપવારૂપ વ્રત (અહિંસા વ્રત) પહેલાં અંગીકાર કરેલું છે. આજ બ્રહ્મવ્રત પણ અંગીકાર કરું છું (સ્વીકાર્યુ) છે. તેવી જ રીતે આજન્મ પિતાની સેવા કરવારૂપ ચોથું વ્રત પણ સ્વીકારું છું.” તેવા ગાંગેયના વચન સાંભળીને દેવોએ (આકાશ) દેવલોકમાંથી ગાંગેયના મસ્તક ઉપર સુંદર મનોહર પુષ્પવર્ષા કરી અને દેવોએ જય જયકાર કર્યો અને બોલ્યા કે – હે દેવી ! હે જાહ્નવી ! તમો ધન્ય છો. એ પ્રમાણે વાણી મોટેથી બોલ્યા અને તે શાન્તનુ! તમે પ્રશંસનીય છો. આવા પ્રકારનો તમારો પુત્ર છે અર્થાત્ આવા પુત્રને જન્મ આપ્યો છે.” ત્યારે દેવોએ વિદ્યાધરોએ નગરજનોએ અને શ્રમણ ભગવંતોએ સર્વે મળીને ભીષ્મવ્રત ગ્રહણ કર્યું હોવાના કારણે પુત્ર ગાંગેયનું ભીષ્મ એ પ્રમાણે બીજું નામ પાડ્યું. ત્યારથી શાન્તનુના પુત્ર ગાંગેયમાં પ્રશંસનીય (૧) અહિંસા, (૨) બ્રહ્મચર્ય (૩) પિતૃભક્તિ રૂપ ત્રણ ગુણો ત્રણલોકમાં પ્રશંસાને પામ્યા. તે પછી દેવો, ગાંધર્વો, વિદ્યાધરો અને મનુષ્યો સદ્દગુણ ગાઈને ગાંગેયની સ્તુતિ કરીને પોતપોતાના સ્થાને ગયા. હવે નાવિકપતિએ સત્યવતીને પોતાના ખોળામાં બેસાડીને (બાજુમાં બેસાડીને) પુત્રીના ગુણોને વારંવાર કહ્યા : “હે કુમારેન્દ્ર ! તમે સાંભળો. તમે ધન્ય છો, કારણ કે પિતાના માટે કઠીન વ્રતને સ્વીકાર્યું છે. હમણાં તો તમને એક જ વાત કહું છું. તમે સાવધાન થઈને સાંભળો. એક For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧ પાંડવ ચરિત્રમ્ ૧૦ દિવસ હું કાલિન્દી (જમના)ના કાંઠે રહેલા વૃક્ષ નીચે વિશ્રામ માટે આવ્યો હતો, ત્યારે કોઈએ છોડી દીધેલી તાજી જન્મેલી એક બાલિકા જોઈ. હું તે બાલિકાને લેવા માટે જ્યાં ચાલ્યો, ત્યાં વિચાર આવ્યો કે આ ખરાબ જાતિ કે સારી જાતિ હશે, એમ વિચારી ઘર તરફ પાછો ફર્યો, તેટલામાં આકાશવાણી થઈ.’’ રતપુરે રતાંગદ નામનો રાજા છે. તેની રાણી રતવતી નામની છે. તેની કુક્ષિથી ઉત્પન્ન થયેલી આ પુત્રી પિતાના વૈરી ખેચરે હરણ કરીને યમુના કાંઠે મૂકી છે. વળી આકાશમાં આ પ્રમાણે વાણી થઈ. એના પ્રેમથી વિંધાયેલો હસ્તિનાપુરનો રાજા શાન્તનુ આને પરણશે. દેવે કહેલા તે વચનો સાંભળીને આ બાલિકાને મેં લઈ લીધી. ક્રમે કરીને મોટી કરી અને સત્યવતી નામ આપ્યું. બાળક વિહોણી મારી પતીએ ધર્મપુત્રી માનીને મોટી કરી. તે આ સત્યવતી.બીજાની પુત્રી છે, મારી પોતાની પુત્રી નથી જેથી કરીને બાળક વિહોણા મારા જેવા પિતા ક્યાંથી થાય ? જેવી રીતે કલ્પવૃક્ષનું સ્થાન મેરૂપર્વત છે, મરુભૂમિ નથી. મેં પણ પિતા પર તારી ભક્તિ જોઈ. તેથી હવે મારી ધર્મપુત્રી સત્યવતીને રથમાં બેસાડીને સ્વસ્થાને જાઓ. રાજા શાન્તનુ સાથે એનું પાણિગ્રહણ (લગ્ન) કરાવો. આજથી તમે જ એના સુખ દુઃખમાં વિશ્રામભૂત છો. એ પ્રમાણે કહીને નાવિક પતિએ સત્યવતી ગાંગેયને આપી. ગાંગેયે પણ ઘરે આવીને શુભમુહૂર્તે બંનેના લગ્ન કરાવ્યા. ત્યાંથી શાન્તનુ પુત્ર ગાંગેયને બાજુમાં બેસાડીને વારંવાર ફરીફરીને પ્રશંસા કરતો આ પ્રમાણે બોલે છે : “તું ધન્ય છે કે આવું વ્રત ગ્રહણ કરીને પિતાની ઇચ્છા પૂર્ણ કરી.” એ પ્રમાણે સુખ અનુભવતાં રાજા-રાણી દિવસો પસાર કરે છે. તે પછી નવા પ્રેમવાળી પત્ની સત્યવતીને પ્રાપ્ત કરીને રાજા અત્યંત કામપ્રિય (કામાતુર) થયો. તે પત્નીની સાથે સુખ અનુભવતાં રાજાને ક્રમે કરી ચિત્રાંગદ નામનો પુત્ર જન્મ્યો. તે કેવો થયો ? તે કહે છે. તેજસ્વીઓમાં તિલકસમાન, પાદના પ્રહાર વડે રાજાઓને જિતનારો જન્મતાં જ બાલસૂર્યની જેમ દુઃસહ... સહન ન કરી શકાય તેવો થયો. કેટલાક વર્ષ પછી તે રાજાની સત્યવતીની કુક્ષિથી જન્મેલો વિચિત્રવીર્ય નામનો બીજો પુત્ર થયો. બંને રાજાના હાથ જેવા હતા. પરંતુ ત્યારે ગંગાપુત્ર (ગાંગેય)નો અને તે બેનો સર્વ પ્રકારના હિતકાર્યમાં ભાતૃસ્નેહ અત્યંત વધ્યો. તે ગાંગેયે તે બે બાળકોને પોતાના ખોળામાં બેસાડીને રમકડાંઓથી ઘણા ૨માડ્યા. તે બંને રમતા-ખેલતા ક્રમે કરીને સાત-આઠ વર્ષના થયા. તે સમયે પોતાના આયુષ્યનો અંત નજીક આવતાં રાજા શાન્તનુ શુભધ્યાને માનવનું શરી૨ ત્યજીને અને સુકૃત દ્વારા સ્વર્ગમાં ગયા. For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧ ૧૧) પાંડવ ચરિત્રમ્ કહ્યું છે કે, તીર્થકરો, ગણધરો, ઇન્દ્રો, ચક્રવર્તીઓ, વાસુદેવો, બલદેવો વિધિ વડે હરાયા છે. તો પછી બીજા જીવોની શી વાત? છાયાના બહાનાથી કાલ છલ (ચૂક)ને શોધતો ફરે છે. કોઈને પણ છોડતો નથી. તેથી ધર્મમાં પુરુષાર્થ કરો... એ પ્રમાણે જાણીને ગાંગેયે શાન્તનુની ઉર્ધ્વક્રિયા કરીને ચિત્રાંગદ બાળકને રાજ્ય પર બેસાડીને પોતે ધર્મધ્યાનમાં તત્પર બન્યો. કારણ કે મહાત્માઓ સ્વીકારેલો નિયમ યુગાન્ત પણ ભૂલતા નથી. તે ચિત્રાંગદ રાજા અનુક્રમે મોટો થતાં ઘણી રાજકન્યાઓ પરણ્યો. તેઓની સાથે વૈષયિક સુખ ભોગવતો રહ્યો છે (ભોગવે છે, અને તે પછી ચિત્રાંગદ અતિ ઉત્કટ (કઠીન) પૃથ્વીને જીતતો. વિરોધીઓ સાથે એકલો જ યુદ્ધ ખેલે છે. ગાંગેયે વાળવા છતાંય પણ રાજા નિલાંગદ સાથે યુદ્ધ કરતાં નિલાંગદેએ ચિત્રાંગદને મહાસંગ્રામમાં હણ્યો. હણાયેલા ચિત્રાંગદને જોઈને ભીષ્મ ક્રોધે ભરાયો. ભાતૃવૈરી નિલાંગદને એક જ બાણ વડે વીંધી નાખ્યો. વળી પાછો ગાંગેય સ્વઘરે આવીને ભાઈ પરના પ્રેમવાળો નાનાભાઈ વિચિત્રવીર્યને રાજ્ય પર બેસાડ્યો. ત્યારે નાના ભાઈને કહ્યું: “હે ભાઈ ! તારે કોઈની સાથે દુશ્મનાવટ (શત્રુતા) (વિરોધ) કરવી નહિ. યુદ્ધ માટે જવું નહિ. હું તારી ચિંતા કરીશ.” એ પ્રમાણે કહીને જાતે જ રાજ્યની ચિંતા કરતા એવા ગાંગેયે વિચિત્રવીર્ય રાજાને માટે અનુરૂપ સ્ત્રીઓને શોધવા બધી દિશામાં પોતપોતાના માણસોને મોકલ્યા. એક દિવસ મોકલેલા મનુષ્યોમાંથી કોઈ માણસે એકાએક જલ્દી આવીને ગાંગેયને આ પ્રમાણે કહ્યું : “હે સ્વામિન્ ! પૃથ્વી પર કાશી દેશમાં આવેલી વારાણસી નગરીમાં કાશી રાજા છે. તે રાજાને (૧) અંબિકા (૨) અંબાલિકા અને (૩) અંબા એ પ્રમાણે ત્રણ પુત્રીઓ છે. એની પાસે સ્વર્ગની સ્ત્રીઓ (દેવીઓ) ઘાસના ફૂરચા જેવી તુચ્છ લાગે છે. તેઓના માટે કાશી નરેશે સ્વયંવર મંડપ રચ્યો છે. તે સ્વયંવર મંડપમાં અનેક રાજાઓ અને અનેક રાજપુત્રો ઉપસ્થિત થયા છે. તેવી રીતે કેટલાક આવી રહ્યા છે, કેટલાક આવશે. આથી કાશી રાજાની તે પુત્રીઓ રૂપથીવયથી અને કલાના સમૂહથી વિચિત્રવીર્યને યોગ્ય લાગે છે.” તે સાંભળીને ગાંગેયે ચિંતવ્ય. અહો! કાશી રાજાએ શું કર્યુ? બધા રાજાઓ અને કુમારોને આમંત્રણ આપ્યું. પરંતુ કલાવાન, ગુણવાન, મારા નાનાભાઈને આમંત્રણ આપ્યું નહિ. બોલાવ્યા વિના રાજાઓએ સ્વયંવરમાં જવું યોગ્ય નથી. આથી હું એકલો ત્યાં જઈને બધાને જીતીને મારું ઇચ્છિત (મારૂં ધાર્યું) કરીશ, એ પ્રમાણે વિચારીને પવનવેગી ઘોડાઓથી સજ્જ એવા રથમાં બેસીને શીઘ તે સ્વયંવર મંડપમાં આવ્યો. ત્યાં ઊંચા માંચડા પર બેઠો. ગાંગેય સુવર્ણ વર્ણવાળો, તે ગાંગેય દેવોમાં દેવરાજ (ઈન્દ્ર)ની જેમ બેઠેલો (શોભતો) હતો. તેણે વિચિત્રવીર્યને માટે ત્રણે બાલિકાનું અપહરણ કરવાનું મનમાં વિચાર્યું. ત્યાં ધાત્રી વડે રાજાનું કીર્તન થતાં મંચથી ઉતરીને ઘોડાની જેમ છલાંગ મારતો ગાંગેયે For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ [૧૨] સર્ગ - ૧ સ્વયંવર મંડપમાં આવેલા રાજાઓના સમૂહને સમુદ્રની જેમ હલાવી નાખ્યા. તેની પાસેથી કન્યારૂપી રતોને ઝુંટવીને રથમાં બેસાડીને અત્યંત પરાક્રમી ભિષ્મ માર્ગમાં ચાલવા લાગ્યો માર્ગમાં રથમાં બેઠેલી તે કન્યાઓને વિહ્વળ (ભયવાળી) જોઈને ભીષ્મ આ પ્રમાણે બોલ્યો : “હે વત્સ! હું શાન્તનુનો પુત્ર અભીષ્મ ભીષ્મ છું. તમારું કાંઈપણ અનિષ્ટ નહિ કરું, પરંતુ સારૂં કરીશ.. કારણ કે હસ્તિનાપુરના રાજા શાન્તનુનો પુત્ર વિચિત્રવીર્ય રાજા છે, તેનો મોટો ભાઈ ગાંગેય એવો હું બ્રહ્મચારી છું. પરંતુ વિચિત્રવીર્યને માટે તમારૂં મેં અપહરણ કર્યું છે. તમે અભૂત એવા હસ્તિનાપુરના સામ્રાજ્યને લાંબો સમય ભોગવો. એટલે કે ત્યાં લાંબા કાળ સુધી રહો.” એ પ્રમાણે તેઓને કહીને ધનુષ્યને વાળેલા એવા ગાંગેયે તે બધા રાજાઓને ઊંચા અવાજે આ પ્રમાણે કહ્યું “હે રાજાઓ ! મોટા ગર્વવાળા પર્વતોના જેવા તમે બધા મારૂં કહ્યું સાંભળો ! હું ભીષ્મ તમારા દેખતાં જ કન્યાને હરૂં છું (લઈ જાઉં છું). જો તમારામાં કોઈપણ બહાદુર શૂરવીર જાગતો હોય તો કોઈપણ શસ્ત્રને હાથમાં લે. તે સાંભળીને ક્રોધિત થયેલા રાજાઓએ શસ્ત્રો લઈને ગાંગેયની સાથે સંગ્રામમાં આવ્યા.” ગાંગેયે પણ તેઓની સાથે યુદ્ધ શરૂ કર્યું. તેઓને જીતીને જયપતાકાને લઈને ગાંગેય સ્વયં કાશીને જીત્યું માને છે. પછી ગાંગેયે કાશી રાજાને સુધા સમાન વચનો કહીને સંતોષ પમાડી વિચિત્રવીર્યાળે કન્યા માંગી, તેણે કન્યાને આપી. આશ્ચર્યચકિત થયેલા નેત્રવાળી તે બાલાઓની સાથે ગાંગેય હસ્તિનાપુર ગયો (પહોંચ્યો અને ત્યાં ત્રણે કાશી પુત્રીઓએ મહામહોત્સવપૂર્વક વિચિત્રવીર્ય સાથે આનંદથી લગ્ન કર્યા. તે ત્રણે વિચિત્રવીર્ય રાજાને મેળવીને સ્વર્ગ સરીખું સુખ અનુભવવા લાગી. કહ્યું છે કે – “૧૬ વર્ષની સ્ત્રી ૨૫ વર્ષનો પુરુષ આ બંનેની ગાઢ પ્રીતિને સ્વર્ગ એમ કહેવાય છે.” એ ત્રણે સ્ત્રીઓ કલ્પવૃક્ષની લત્તાની જેમ તે રાજાની માયારહિત સેવા કરે છે. કહ્યું છે કે – “ઠંડુ ભોજન, જુગારથી પ્રાપ્ત ધન, બાલક વિનાનું ઘર અને માયાવી માણસો વાસ્તવિક સુખ આપનારા નથી.” એ પ્રમાણે રાણીઓ સાથે સુખનો અનુભવ કરતાં અત્યંત વાસનાએ (કામે) સારી રીતે ધર્મ અને અર્થને ગ્રસી લીધા. એટલે કે ભૂલાવી દીધા. જેમ રાહુ, સૂર્ય, ચંદ્રને ગ્રસી લે છે, તેમ કામાસક્ત તે રાજાના બળનો ક્ષય થવા માંડ્યો. સુખને આપનારો કામદેવ ફક્ત દુઃખને આપનારો થયો. ધ્રુજારી (કંપવા), પરસેવો, થાક, મૂછ, ચક્કર, ગ્લાનિ, બલક્ષય અને રાજસ્મા આદિ રોગો અબ્રહ્મના કારણે ઊભા થાય છે. તેથી ગાંગેયે તેવા પ્રકારનું શરીર જોઈને કહ્યું : “હે બાંધવ ! જો તું અશરીરી એવા કામદેવના બાણથી જીતાયો છે, તો તું આવતા એવા શત્રુના For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧ ૧૩ પાંડવ ચરિત્રમ્ બાણોને કેવી રીતે સહન કરીશ. આથી સ્ત્રીઓમાં અત્યંત આસક્તિ ન કર. અત્યંત આસક્તિ વિનાશને માટે થાય છે, ફળ આપનાર નથી બનતી. “રાજા, અગ્નિ, ગુરુ અને સ્ત્રી દૂર રહીને મધ્યભાવથી સેવવા યોગ્ય છે.” અત્યંત દૂર નહિ અને અત્યંત નજીક નહિ, એ પ્રકારે ભાઈની હિતશિક્ષા સાંભળીને મનમાં આનંદ પામે છે, તેટલામાં માતા સત્યવતી પણ ત્યાં આવી ગઈ. તેણે પણ એ પ્રમાણે જ કહ્યું. પછી લજ્જા પામેલો વિચિત્રવીર્ય ધર્મ, અર્થ અને કામમાં સમવૃત્તિ (સમભાવ) વાળો થયો... એક સરખા ભાવવાળો બન્યો. કેટલાક વર્ષ પછી વિચિત્રવીર્ય રાજાની પતી અંબિકાએ ગર્ભ ધારણ કર્યો. ક્રમે કરીને ગર્ભ મોટો થયો. બધા મનોરથો પૂર્ણ થયે શુભલગ્ન આવે છતે અત્યંત તેજસ્વી જન્મથી અંધપુત્રને જન્મ આપ્યો. પછી સારા દિવસે ભીખે મહામહોત્સવપૂર્વક સત્યવતીના તે પુત્રનું ધૃતરાષ્ટ્ર એવું પ્રશંસનીય નામ રાખ્યું. વિચિત્રવીર્યની બીજી પતી અંબાલિકાએ પણ તેના નાનાભાઈ રૂપે બીજા પુત્રને જન્મ આપ્યો. તે જન્મથી પાડુરોગવાળો હોવાથી તેનું નામ પાડુ, એ પ્રમાણે રાખ્યું. વિચિત્રવીર્ય રાજાની ત્રીજી પતી અંબાએ પણ ગુણના સમુદ્રરૂપ ત્રીજા પુત્રને જન્મ આપ્યો. ગુરુઓ (વડીલો)એ તેનું વિદૂર એ પ્રમાણે નામ પાડ્યું. હવે તે કુમારો કુરૂના વંશને અલંકારરૂપ કરવાની ઇચ્છાવાળા શુભભાવો વડે યુક્ત વળી અશુભભાવ વિનાના તેઓ હતા. જેવી રીતે તેઓના જન્મથી, ચોર, પરસ્ત્રીગમન કરનારા આદિ શબ્દો સાંભળવા મળતા ન હતા. તેવી રીતે ન્યાય એક છત્રી હતો. વળી તેઓના જન્મથી જ આધિ અને વ્યાધિ અડચણરૂપ ન હતા. બળવાન લોકોથી નબળા લોકો હેરાન થતા નથી. અત્યંત વૃષ્ટિ, અવૃષ્ટિ, સ્વરાજ્ય, પરરાજ્યનો ભય લોકોને થતો નથી. ઋતુકાળે વૃક્ષો અવશ્ય ખીલે છે. તે કુમારોના પ્રભાવથી મોટી ઉન્નતિ થઈ. એ પ્રમાણે કાળ જતાં વિચિત્રવીર્ય રાજા ફરી પણ તે જ વ્યસનને સેવનારો થયો. વળી પૂર્વ પ્રમાણે (પૂર્વની જેમ) ઉધરસ, દમ, દાહજ્વરાદિથી પીડાયેલો પરલોકમાં ગયો. અહો ! કામની વિટંબના.... તે પુત્રને મૃત્યુ પામેલો જોઈને સત્યવતી માતા અત્યંત વિલાપ કરે છે. હા પરિવાર વત્સલ ! હા કૌરવકુલ શાખ ! હા ઈશ્વાકુતિલક ઇત્યાદિ વિલાપ કરતી સત્યવતી મૂછિત થઈ (મૂછને પામી) તે પછી શીતલ ઉપચારો થકી ચેતના પામેલી પુત્રના ગુણોનું સ્મરણ કરીને ફરી ફરીને જોરજોરથી રડવા લાગી. તેવી જ રીતે આંસુઓને સારતી અંબિકાદિ બહેનો રોવા લાગી. વળી બધો જ પરિવાર પુકાર કરવા લાગ્યો. પરંતુ નસીબને કોણ દૂર કરી શકે છે (ફેરવી શકે છે). તે બધા ગાંગેયાદિ પરિજનોએ વિચિત્રવીર્ય રાજાનો અગ્નિસંસ્કાર કર્યો. કેટલાય દિવસો પછી તે કુમારોની બાલ્યપણાની ચેષ્ટાથી (રમતગમત)થી કંઈક તે શોક ઓછો થયો. વળી તે કુમારોનો એકબીજા સાથે બંધુ સ્નેહ એવો થયો કે એકબીજા વિના એક ક્ષણવાર પણ રહી શકતા નથી. કુમારો બાળક હોતે છતે અને રાજા સ્વર્ગમાં ગયે છતે પણ ભીષ્મના ભયથી અન્ય For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧ પાંડવ ચિરત્રમ્ ૧૪ રાજાઓ સીમાનું ઉલ્લંઘન કરતા નથી. તે કુમારોને શસ્ત્રમાં અને શાસ્ત્રમાં ભીષ્મ ગુરુ (તરીકે) થયા. ત્રણે લોકમાં મનુષ્યલોકની જેમ પાણ્ડ મધ્યમ હોવા છતાં પણ વિશેષ હતા. તેથી ધૃતરાષ્ટ્ર મોટા હોવા છતાં પણ નાનાભાઈ પાણ્ડને માન આપતા હતા, કેમ કે તે ગુણમાં મોટા હતા. એક દિવસ ભીષ્મે ધૃતરાષ્ટ્રને કહ્યું : “હે વત્સ ! આ તને રાજ્યલક્ષ્મી પ્રાપ્ત થઈ છે (મળી છે.) આથી આ રાજ્યને ગ્રહણ કર.” ધૃતરાષ્ટ્ર બોલ્યો : “હે કાકા ! હું રાજ્યને યોગ્ય નથી, પરંતુ રાજ્યલક્ષ્મીને યોગ્ય પાણ્ડ છે. તેથી રાજ્યલક્ષ્મી પાડુને આપો. વળી પણ અંગનો (દેહનો) સારી રીતે આશ્રય કરીને આ પૃથ્વીતલ પર જાણે કામદેવ અવતર્યો ન હોય, જેનું (પાણ્ડનું) આવું અદ્ભુત રૂપ દેખીને સંપૂર્ણ લોક પણ આશ્ચર્ય પામે છે. પછી ગાંગેય વગેરે બંધુઓએ પાણ્ડને રાજ્ય પર બેસાડ્યો. તેણે પણ અત્યંત બાહુબલના પ્રભાવથી બધાય રાજાઓને વશ કરી લીધા.’’ એક દિવસ ગંધાર દેશના શકુની નામના રાજાએ ભીષ્મ પાસે જઈને નમસ્કા૨પૂર્વક કહ્યું : ‘હે ગાંગેય! કુલદેવીના કહેવાથી મારી ગાંધારી વગેરે આઠે બહેનો ધૃતરાષ્ટ્રને માટે સ્વયંવરા થઈ છે, તો આ મારી બહેનોના સર્વ ગુણ સંપન્ન અંબિકાના પુત્ર ધૃતરાષ્ટ્ર સાથે લગ્ન કરાવો, એ પ્રમાણે વારંવાર પ્રાર્થના કરવાથી ગાંગેયે એ આઠે બહેનોના ધૃતરાષ્ટ્ર સાથે લગ્ન કરાવ્યા.', અર્થાત્ ધૃતરાષ્ટ્રને પતિરૂપે કર્યા. અત્યંત તેજસ્વી પાણ્ડની કોણ સ્ત્રી થશે ? એ પ્રમાણે ભીષ્મને મનમાં ચિંતા ઉપજી (થવા લાગી). એક દિવસ પાણ્ડ સાથે ભીષ્મે રાજમાર્ગ પર હાથમાં ચિત્રપટ લઈને ઉભેલા કોઈ નરને જોયો. તે પટમાં નારીરૂપને જોઈને પાણ્ડુએ ચિંતવ્યુ કે.. આના જેવી રૂપવાળી સ્ત્રી મનુષ્યોમાં કે ઇન્દ્રિયાણીઓમાં કોઈ નથી તો શું આ કામદેવની સ્ત્રી છે ? અથવા શું લક્ષ્મી છે ? અથવા શું આ રોહિણી છે ? તેનું રૂપ જોઈને તેના ઉપર મોહિત થયો. પછી તે મુસાફરને ઘરે લાવીને ગાંગેયે પૂછ્યું : “હે પાન્થ ! આ પટમાં ચિતરેલી શું દેવી છે, કિન્નરી છે કે વિદ્યાધરી અથવા શું કોઈ રાજકન્યા છે ? જેનું ચિત્ર આ પટમાં ચિતરેલું છે.” તે સાંભળીને પાન્ચ (મુસાફ૨) બોલ્યો : “મથુરા નામની નગરી છે. જેને તરંગરૂપ બાહુ વડે આલિંગતી ન હોય તેવી યમુના નદી છે. તે નગરીમાં યદુ નામનો રાજા થયો હતો. તેના નામથી યાદવ રાજાઓનો વંશ થયો. શૂર નામનો તેનો પુત્ર હતો, તેને બે પુત્રો હતા. તેના નામ શૌરી અને સુવીર હતા. તે બંનેને યથાક્રમ રાજ્ય અને યુવરાજ પદે સ્થાપીને તપને અંગીકાર કરીને શૂર રાજા સ્વર્ગે ગયો.' શૌરી સુવીરને મથુરાનું રાજ્ય આપીને સ્વેચ્છાપૂર્વક કુશાવર્ત દેશે ચાલી ગયા. તે દેશમાં નવીન શૌર્યપુ૨ નામનું નગર વસાવ્યું. તે શૌરી (શૌર્યપુર)નું રાજ્ય કરતાં અંધકવૃષ્ણિ વગેરે ઘણા પુત્રો થયા. સુવીરને પણ મથુરાનું રાજ્ય કરતાં ભોજવૃષ્ણિ આદિ બહુ પુત્રો થયા. શૌરી For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ ૧૫ સર્ગ - ૧ પાંડવ ચરિત્રમ્ અંધકવૃષ્ણિ પુત્રોને શૌર્યપુરનું રાજ્ય આપીને જાતે દીક્ષા લઈને શિવરૂપ લક્ષ્મીને વર્યા. સુવીર ભોજવૃષ્ણિને મથુરાનું નગર આપીને સિધુ દેશમાં ગયો. ત્યાં પ્રખ્યાત સોવીર નામનું નગર વસાવીને સુખપૂર્વક રાજ્ય કરતો ત્યાં રહ્યો છે. મથુરાનું રાજ્ય ભોગવતાં ભોજવૃષ્ણિને મહાતેજસ્વી ઉગ્રસેન નામનો પુત્ર થયો. શૌર્યપુરના રાજા અંધકવૃષ્ણિની સુભદ્રા નામની પટરાણીને દશ દિકપાલો સમાન દશ પુત્રો થયા. તેઓના નામો આ પ્રમાણે છે (૧) સમુદ્રવિજય, અક્ષોભ, સ્વિમિત, સાગર, હિમવાન, અચલ, ધરણ, પુરણ, અભિચંદ્ર અને વસુદેવ નામના આ દશ દશાર્ક તરીકે પ્રસિદ્ધ થયા છે. તે પુત્રોની ઉપર બે પુત્રીઓ જન્મી. એકનું નામ કુન્તી તેનું બીજું નામ પૃથા અને બીજી પુત્રીનું નામ નામ માદ્રી, એ પ્રમાણે પિતાએ નામ પાડ્યું. પ્રથમ પુત્રી કુન્તી ક્રમે કરીને યૌવન વયને પામી. પિતાને વરને માટે ચિંતા થઈ, પછી અંધકવૃષ્ણિએ મોટા પુત્ર સમુદ્રવિજયને આ પ્રમાણે કહ્યું : “હે પુત્ર ! આ મારી પુત્રીને યોગ્ય કોણ વર થશે, એ પ્રમાણે મારા મનમાં મોટી ચિંતા થાય છે.” ત્યારે સમુદ્રવિજયે કહ્યું : “હે તાત ! બહેન કુન્તીના રૂપને પટ પર ચિત્રાવીને સમગ્ર દેશમાં વરની પરીક્ષામાં વિચક્ષણ કોઈ પુરુષને મોકલો. જેથી કરીને રૂપથી શોભિત શુદ્ધ વંશમાં ઉત્પન્ન થયેલ એવા યોગ્ય વરને તે શોધશે. પરંતુ સ્વયંવર મંડપ કરવાથી રાજાઓ ઇર્ષાને કારણે કન્યા માટે કલહ કરશે.” - એ પ્રમાણે યેષ્ઠ પુત્રના કહેવાથી કુન્તીના રૂપને પટમાં ચિતરાવીને કોરક નામના પોતાના સેવકને આ પ્રમાણે આદેશ કર્યો. હે કોરક ! આ ચિત્રપટને લઈને દૂર દેશમાં જઈને પૃથ્વી પર ફરીને કુન્તીને યોગ્ય જે નર હોય તે જલ્દી આવીને મને કહે એ પ્રમાણે કહીને રાજાએ મોકલેલો હું પૃથ્વી પર ફરતો ફરતો અહીંયા આવ્યો છું. હે ભીષ્મ ! હે રાજેન્દ્ર ! આ શૌર્યપુરના રાજા અંધકવૃષ્ણિ રાજાની પુત્રી કુન્તીનું રૂપ છે, તે તમે જાણો. જેમ આ કુમાર પાડુ રાજાના રૂપથી કામદેવ નાગને હરનારા છે. તેવી રીતે કુન્તી પણ કામદેવની સ્ત્રીના રૂપનું અનુકરણ કરનારી છે. (કામદેવની સ્ત્રી રતિના જેવું સૌદર્ય છે.) માલતી ફૂલ અને ભ્રમરની જેમ એ બંનેનો યોગ સાધુ (સજ્જન) પુરુષને પ્રશંસાને પાત્ર થાઓ (થશે), સાથે બીજું પણ કંઈક સાંભળ. કુન્તીની સહોદરા માદ્રી નામની બીજી નાની બહેન છે, તે ચેદી દેશના રાજા દમઘોષને આપી છે. તે પણ તેને પરણશે. પરંતુ કુન્તીનું પ્રથમ લગ્ન થાય તે રીતે કરવું. કારણ કે કુન્તી મોટી છે. તેથી મોટી બહેન બાકી હોય ત્યાં સુધી નાની બહેનનું લગ્ન કરવું યોગ્ય ન ગણાય. એ પ્રમાણેની તેની પ્રાર્થના ગાંગેયે સ્વીકારી. પાડુના રૂપને પટ પર ચીતરાવીને કોરકના હાથમાં પટને આપીને કાર્ય બરાબર થઈ જાય For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ [૧૬] સર્ગ - ૧ તે માટે કેટલાક પોતાના પુરુષને કોરકની સાથે શૌર્યપુરે મોકલ્યા. કોરકે પણ જઈને પોતાના રાજાને નમસ્કાર કરીને તેણે પહેલાં કહેલા સ્વરૂપને કહીને પટ બતાવ્યો. તે પટમાં રહેલા પાડુના રૂપને જોઈને શૌર્યપુરનો રાજા અંધકવૃષ્ણિ ચિંતવે છે. આ વસુંધરા (પૃથ્વી) ને ધન્ય છે, જે ધરામાં આવા પુરુષો દેખાય છે. સર્વ કલાના સમૂહરૂપ આ પાત્ર નયનને માટે એક આનંદનો ઉત્સવ છે. રોહિણી સાથે ચંદ્રની જેમ કુન્તીની સાથે આ વર યોગ્ય છે. પછી ફરી કોરક બોલ્યો : “હે રાજેન્દ્ર ! તે ગાંગેયે આ પોતાનો માણસ મોકલ્યો છે. હવે જે કાંઈ કરવા યોગ્ય હોય તે બધું આને તમે જાતે જ આદેશ કરો.” રાજાએ કહ્યું: “સવારે કહીશ.” વિસર્જન કરેલો કોરક પોતાના ઘેર ગયો. તે માણસ પણ કોરકના ઘરે ગયો. આ સમાચાર રાજાની પાસે રહેલી કુન્તીએ સાંભળ્યા, સાંભળીને તેણી પણ કન્યાના અંતઃપુરમાં આવી. પાડુ રાજાના શુભ્ર ગુણો ધાત્રી આગળ કુન્તીએ કહ્યા : “હે માત ! વિનયથી, પરાક્રમથી, રૂપથી, ન્યાયથી પાડુ સરીખો કોઈપણ મને દેખાતો નથી. પરંતુ જાણી શકાતું નથી કે મારું ભાગ્ય કેવા પ્રકારનું થશે.” વિધાતા પ્રતિકૂળ થાય તો બધા કાર્યો ઉલટા થઈ જાય. કારણ કે જો ઇચ્છિત પ્રાપ્ત ન થાય. તેમાં સ્વામીનો દોષ નથી. તે મારા કર્મનો દોષ છે. દિવસ હોવા છતાં પણ જો ઘુવડ જોઈ શકતો નથી, તેમાં સૂર્યનો દોષ કેવી રીતે ? સવારના સમયે કોરકને બોલાવીને રાજાએ કહ્યું : “હે કોરક ! તું આ ગાંગેયના સેવકને આ પ્રમાણે કહેજે. હું મારી પુત્રી કુન્તી પાડુરોગવાળો હોવાથી પાડુને આપીશ નહિ.” તેવા રાજાના વચનને કોરકે ગાંગેયના સેવકને કહ્યા.” સેવકે પણ હસ્તિનાપુર આવીને એકાંતમાં ગાંગેયને લઈ જઈને અંધકવૃષ્ણિ રાજાએ કહેલું બધું કહ્યું. તે સાંભળી ગાંગેય મૂક જેવો બની ગયો. હવે પાડુ રાજા તે સેવકને પૂછે છે, હે ભદ્ર ! તેણી મારા પર રાગવાળી છે કે નહિ. તેણે કહ્યું, જ્યારે કોરકે તમારું રાજા આગળ વર્ણન કર્યું અથવા કહ્યું ત્યારે તે કુન્તી પિતાની પાસે ઊભી રહેલી રોમરાજી ખીલી ગઈ છે તેવા શરીરવાળી આશ્ચર્યથી જેના નેત્રો વિસ્ફારિત થયા છે, તેવી તમારા ગુણોને સાંભળવા માટે તત્પર બનેલી એને મેં જોઈ. બીજું બધું દેવ (ભગવાન) જાણે છે. એમ કહીને મૌન રહ્યો. પાડુએ તે સેવકને સુવર્ણ આપીને સંતોષ પમાડીને એના ઘેર જવા રવાના કર્યો (છોડી દીધો). હવે અત્યંત કામથી પીડાયેલો પાડુ રાજા કોઈપણ જગ્યાએ ચેન, આનંદ યા સુખને પામતો નથી. જેવી રીતે ઘડીકમાં રાજા ઘરમાં રહે છે તો ઘડીકમાં રેંટની જેમ ઘરમાં ફરે છે. ઘડીકમાં પાંદડાના પલંગમાં તો ઘડીકમાં ફૂલની શયામાં. For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧ | [૧૭] પાંડવ ચરિત્રમ્ એ પ્રમાણે ક્યાંય ચેનને ન પામતાં કુન્તીના વિરહના અતિ દુઃખના પ્રતિકારની ચિકિત્સાની ઇચ્છાવાળો બગીચામાં ફરતાં ફરતાં એક ખદિર વૃક્ષને જોયું. તેના થડ પર લોખંડની ખીલીઓથી લગાયેલા (પીડાતો) કોઈક પુરુષને પાડુએ જોયો. તેનો આકાર જોઈને તેના રૂપમાં મોહ પામેલા પાડુ રાજાએ તેની લોખંડની ખીલીઓ ખેંચી નાખી. પછી ચંદનાદિથી ચેતનાને જાગૃત કરી. તે પછી તે પુરુષને પોતાની વીંટીમાં રહેલા મણિના અભિષેકના પાણીથી તેના ઘાની શ્રેણીને સીંચી સીંચીને જાતે જ રુઝવીને રાજા બોલ્યો : “હે ભદ્ર ! તું કોણ છે? કેવી રીતે તે આવી સ્થિતિને પ્રાપ્ત કરી, તે સર્વ મારી આગળ સત્ય કહે.” ત્યારે તે વિદ્યાધરે કહ્યું : “હે રાજેન્દ્ર ! મારૂં ચરિત્ર સાંભળો.” વૈતાઢ્ય ગિરિની શોભારૂપ હેમપુર નામનું નગર છે. તેનો સ્વામી વિશાલાક્ષ નામનો હું વિદ્યાધર છું. હું સ્વેચ્છાપૂર્વક ફરતાં આ ઉદ્યાનમાં આવી ગયો. ત્યાં જ્યાં વનની શોભાને જોતો અહીં તહીં ભમતો હતો, તેટલામાં કપટ (છલને પામીને વૈરીએ હાથીઓને બાંધવાવાળા બંધકો જેમ હાથીણીમાં લુબ્ધ હાથીને બાંધે છે, તેમ મને બાંધ્યો છે. વળી વિદ્યાધરે કહ્યું : “હે પાડુ રાજા ! હું તમારા ઉપકારથી ખુશ થયો છું. જે ગમે તે માંગો. ત્યારે પાડુએ કહ્યું, તું કુશળ રીતે વિદ્યાધર રાજાપણું પાળીશ.” તેથી બીજું મને શું પ્રિય હોય ? ત્યારે વિદ્યાધરે કહ્યું : “તું પણ મનમાં દુઃખી દેખાય છે. આથી મારી આગળ તારા મનની વાત કહે. કારણ કે મિત્રોને જણાવેલ મનોરથો ફળે જ છે.” પછી પાડુએ સાચો સ્વઅભિપ્રાય કહેતા વિદ્યાધરે ઇચ્છિત વસ્તુને આપનારી મુદ્રિકા (વીંટી) આપીને આ પ્રમાણે કહ્યું. સામુદ્રિકા વિંટી સ્મૃતિમાં લાવવા માત્રથી સર્વ ઇચ્છિત આપશે. દેવે આપેલી આ વિંટી સર્વ કાર્ય કરવામાં સમર્થ છે. જેવી રીતે અદશ્ય કરવું, વશ કરવું, ઘાને રુઝવવું અને વિષનો નિગ્રહ કરવો તે વિંટીનું પ્રાથમિક ફળ છે (પ્રભાવ) છે. ઇત્યાદિ અનેક મહિમા કહીને વિંટી આપીને વિદ્યાધરેન્દ્ર પોતાના સ્થાને ગયો. પાડુ રાજાએ પણ તે મુદ્રિકાને પોતાની આંગળીમાં પહેરી પછી પોતાના ઘેર આવીને રાત્રિને વિષે (રાત્રિ થયે છતે વિંટીને કહ્યું: “હે મુદ્રિકે તું ઈચ્છિતને આપનારી કલ્પલત્તા સમી છો. આથી પ્રાર્થના કરું કે કુન્તીની પાસે મને લઈ જા. દિવ્ય પ્રભાવથી યુક્ત વિંટી પાડુને ત્યાં લાવીને મૂક્યો કે જયાં (જે) વનમાં કુન્તી રહેલી છે. કારણ કે મણિમંત્ર ઔષધિઓનો અચિંત્ય પ્રભાવ છે.” હવે હું કુન્તીનું સ્વરૂપ કહું , તે પ્રમાણે કુન્તી પોતાની ધાત્રીની સાથે વાત કરે છે. તે માત ! મારી આવી દુઃખી અવસ્થા વડે દિવસ તો કેમ કરીને પસાર થયો, પરંતુ રાત્રિ કેવી રીતે જશે? આ ચંદનનું વિલેપન અને આ કમળો પણ મને શુષ્ક લાગે છે અને મારા શરીરને For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પાંડવ ચરિત્રમ્ સર્ગ - ૧ સંતાપ કરનારા લાગે છે. આ કમળના વલયો અને આ ચંદનના વિલેપન વડે મારે સર્યું. કારણ કે તે મને ક્લેશ કરનારા છે. આ શીતલ કિરણોવાળો ચંદ્ર પણ મને અગ્નિ કરતાં પણ વિશેષ દઝાડે છે. કોઈપણ હેતુથી પિતા અને પાર્ટુને આપવા માટે ઇચ્છતા નથી. તેથી નિરાશ થયેલી મારે મૃત્યુ એ જ શરણ છે. ત્યારે ધાવમાતાએ કહ્યું : “હે વત્સ ! તું ઉત્સુક ન બન. શું ઉત્સુક બનવાથી દુષ્માપ્ય એવા પ્રિયને મેળવી શકાય છે ?” હવે હું એવો ઉપાય વિચારીશ કે તું જલ્દીથી તારી સામે ઉભેલા ખેંચાઈને આવેલા તારા પ્રિયને જોઈશ. આ પ્રમાણે આશ્વાસન અપાયેલી કુન્તીનો સંતાપ શાંત ન થયો, ત્યારે ધાવમાતા પુષ્પ લેવા માટે દૂર ગઈ ત્યારે કુન્તીએ વિચાર કર્યો કે મારા મૃત્યુ માટે ભાગ્યથી આ મને અનુકૂળ સમય મળ્યો છે. પછી તે અશોકવૃક્ષની નીચે જઈને ફાંસો તૈયાર કરીને ડાળીએ બાંધ્યો અને જાતે જ ફાંસો લગાવીને દેવને, ગુરુને (સ્મરીને) યાદ કરીને બોલી. તે આ પ્રમાણે - અહીંયા નજીકમાં રહેલા બધા વન દેવતાઓ તમે સાંભળો. આવતા ભવે પણ પાડુરાજા જ મારો પતિ થાય. એ પ્રમાણે કહીને ડાળી પર બાંધેલો પાશ ગળામાં નાખ્યો... સ્ત્રીઓ પ્રાયઃ કરીને દુઃખના ઉદયમાં આ જ ઉપાય અજમાવે છે, એ પ્રમાણે પાશબંધ કરીને (ફાંસો ખાઈને) જ્યાં અશોકવૃક્ષથી પોતે લટકી તેટલામાં હાથમાં તલવારયુક્ત રાજા દોડ્યો અને પાડુએ ત્યાં આવીને તેના ગળામાંથી પાશને છેદી નાખ્યો. મૂચ્છ પામેલી એવી કુન્તીને પોતાના ખોળામાં સુવાડીને પોતાના ખેસના છેડાથી તેને હવા નાખી. પછી સ્વસ્થ થયેલી તે કુન્તી વિચારે છે. આ કયો પુરુષ છે, જેને મને ખોળામાં લઈને પોતાના ખેસ વડે પવન નાખીને સ્વસ્થ કરી કરે છે). હે વિધે, ધિક્કાર હો ! જે મને પાર્ટુને છોડી બીજાના ખોળામાં સુવાડી, એ પ્રમાણે જ્યાં કુન્તી દેવને ઉપાલંભ (ઠપકો) આપે છે, અને તેના શરીરને જુએ છે, ત્યારે રાજાના કંકણ ઉપર પાડું એ પ્રમાણે અક્ષરાવલી જોઈ, ત્યારે સ્નિગ્ધ, મુગ્ધ અને વિકલ્પ સહિત લોચન વડે જોતી તેણીને ત્યાં જ પાડુએ કહ્યું : “હે ભદ્રે ! ચિંતા કર નહિ તે હું હસ્તિનાપુરનો પાડુ રાજા છું. જે કોરકે કહ્યું હતું તે જ હું છું.” એ પ્રમાણે જ્યાં બોલે છે ત્યાં જ ધાત્રી આવી, તેણીએ પણ તે તે ચિહ્નોથી પાડુ છે. એમ નિશ્ચય કરીને પુત્રીને કહ્યું : “હે પુત્રી ! તે પટ પર જે પાડુ જોયો હતો, તે આ છે.” તે સાંભળીને કુન્તી હર્ષ પામી. પાડુની સાથે સંભોગની ઇચ્છાવાળી કુન્તીને જાણી તેની સાથે તે રાત્રિએ તે જ વનમાં ધાત્રીએ તે બંનેનો ગાંધર્વ વિવાહ કર્યો. પછી તેણીની સાથે પાર્ટુએ ખેલવાના (કલિ) ઘરમાં ક્રિડાઓ કરી (આનંદપ્રમોદ કર્યો). એકબીજા સાથે સ્વેચ્છાપૂર્વક ક્રિડારસમાં ડૂબેલા તેઓએ રાત્રિ ચાલી ગઈ, છતાં તે લક્ષમાં (ધ્યાનમાં) આવી નહિ. પ્રભાતે સૂર્યોદય થતાં પહેલાં એકદમ જાગેલા પાડુરાજાએ ધાત્રીની સાથે કુન્તીને પૂછીને વિંટીના પ્રભાવથી પોતાના સ્થાનમાં આવી ગયો. તેટલામાં મોટા સ્વરે કાલ નિવેદકે રાજાને વિનંતી કરી. For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧ [૧૯]. - પાંડવ ચરિત્રમ્ આ પ્રમાણે પૂર્વદિશા સોના જેવી પીળી થઈ છે. ત્યારે સોનાના દિવડા તેલ વિહોણા શોભતા નથી. તેમ ગુણ વિનાના પુરુષો શોભતા નથી. ચાંદની વિનાનો ચંદ્ર, ક્ષીણ તેજવાળા તારા અને ગામડાની સભામાં પંડિતની જેમ ઉદ્યમ વગરના રાજાઓ શોભતા નથી. આવા વચનો સાંભળીને પાડુરાજા પ્રભાતનું કાર્ય કરીને રાજ્યકાર્ય કરવામાં આવધાન (તત્પર) બન્યા. ઋતુસ્નાન કરેલી પ્રૌઢ કન્યા એવી તે કુન્તી પણ તેજ દિવસે નસીબજોગ પાડુના સંયોગથી ગર્ભવતી બની. ગર્ભ રહ્યો છે, એવું જાણીને ધાવમાતાએ કોઈપણ બહાનું કાઢીને કુન્તીને છૂપી રાખી. ઈન્દ્રના દોહદવાળો તે ગર્ભ ધારણ કરવાથી તે કુન્તી પરાક્રમ પ્રગટ થવાથી ઈન્દ્રના બળને પણ તૃણ સમાન માને છે અને તેવી રીતે ઉદારતા પણ જાગી. સર્વસ્વ દાન કરવા છતાં પણ મેં શું આપ્યું છે? એ પ્રમાણે ચિંતવે છે અર્થાત્ કશું જ નથી આપ્યું. તે ગર્ભ રહે છતે તેણીને સર્વ શસ્ત્રો પ્રિય લાગ્યા, એવા પ્રકારના ભાવોને ભાવતી તેણીએ નવ માસ થયે છતે શુભદિને, શુભલગ્ને પુત્રરતને જન્મ આપ્યો. પૂર્વદિશાના સૂર્યમંડલ જેમ દિશાઓ પ્રકાશમય થઈ, તે પુત્રરતને જોઈને હર્ષ અને વિષાદથી દુઃખી (સંકુચિત)મનવાળી તે ચિંતવે છે. તેટલામાં ધાત્રી બોલી : “હે પુત્રી ! આ લોકવિરૂદ્ધ (વિરોધી) કાર્યથી જન્મેલો હોવાથી તેનો ત્યાગ કરવો જોઈએ. પછી તે કુન્તીએ પણ રોતી રોતી મણિકુંડલથી શોભતા તે પુત્રને મણિથી મંડિત (યુક્ત) પેટીમાં નાખીને તે પેટી ગંગા નદીમાં તરતી મૂકી દીધી. તે પુત્રનો ત્યાગ કરતાં અત્યંત શોકાકુળ (દુઃખી) બની થઈ. કારણ કે, આવા પ્રકારના પુત્રરતનો ત્યાગ કરતાં (વિયોગ થતાં) કોણ ખેદ ન પામે?” હવે એક દિવસ સુભદ્રારાણીએ ધાત્રીને પૂછ્યું : હે સખી ! તારી પુત્રી કુન્તી હમણાં જાણે બીજા પ્રકારનો આકાર ધરે છે. તેનું શું કારણ ? આથી ધાત્રીએ તેની આગળ અથથી ઇતિ સુધીનો સર્વ વૃત્તાંત કહ્યો. રાણીએ પણ તે બધી જ વાત રાજાને કહી. રાજાએ પણ તેને આ પ્રમાણે કહ્યું : હે પ્રિયે ! હમણાં દીકરીના બીજા વર માટે વાત ન કરો.” એ પ્રમાણે કહીને અંધકવૃષ્ણિએ પોતાના ધરણ નામના પુત્રને શિક્ષાને આપીને કુન્તીની સાથે હસ્તિનાપુર મોકલ્યો. ધરણ પણ અસ્મલિત ગતિએ હસ્તિનાપુરના પરિસરમાં પહોંચ્યો, ત્યારે ગાંગેય સામે આવ્યો. બંને એકબીજા મળ્યા. ગાંગેયે પુરના પરિસરમાં રહેલા રમ્ય સ્થાને પોતાનો આવાસ તેને આપ્યો. પછી રાગિણી એવી કુન્તીને અનુરાગવાળા પાણ્ડની સાથે ધરણે પરણાવી. પાણિગ્રહણ (લગ્ન) થયા પછી પાર્ટુને જે આપ્યું તે કહે છે. તે આ પ્રમાણે- સો હાથી, એક હજાર ઘોડા, કરમોચન સમયે વર એવા પામ્હને તેણે (ધરણે) આપ્યા. For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૨૦ સર્ગ - ૧ એ પ્રમાણે વિવાહ કાર્ય કરીને ધરણ પાડુનો સત્કાર મેળવીને પોતાના સ્થાને ગયો. તે પછી દેવક રાજાની પુત્રી કુમુદવતીને વિદૂર સાથે ગાંગેયે પરણાવી. વળી પણ પાડુરાજાએ બીજી પતી તરીકે મદ્રરાજાની માદ્રી નામની પુત્રીને પ્રાપ્ત કરી (પરણ્યો). કામદેવ જેમ રતિ અને પ્રીતિની સાથે સુખ ભોગવે છે તેમ પાડુ રાજા કુન્તી અને માદ્રી સાથે વૈષયિક સુખ ભોગવવા લાગ્યો. એ પ્રમાણે રાજ્યનું પાલન કરતો હોવા છતાં પણ ભીષ્મ અને ધૃતરાષ્ટ્ર ઉપર અત્યંત ભક્તિભાવવાળો બની રહ્યો અને તે બંનેનો તેના પર પણ પ્રતિભાવ રહ્યો છે. એ પ્રમાણે તે ત્રણે ભાઈઓ સુખને અનુભવતાં અનુભવતાં વસંતઋતુ આવી ગઈ અને ઉદ્યાનમાં જઈને સ્વેચ્છાપૂર્વક ક્રિડા કરવા લાગ્યા. તે આ પ્રમાણે- કામદેવના આદેશને વશ થયેલો તે ક્યારેક વનોમાં પ્રેયસીઓની સાથે યથેચ્છ ફરે છે (વિહરે છે)... (૧) માળીએ લાવેલા અનેક પ્રકારના પુષ્પગુચ્છ વડે દુભાયેલા મનવાળી તે સ્ત્રીઓને પ્રિય બનાવી... (માળીએ લાવેલા પુષ્પગુચ્છથી રીસાયેલી સ્ત્રીઓને ખુશ કરી)... (૨) વનમાં ફરવાથી થાકી ગયેલા (શ્રમિત થયેલા) જલક્રીડાની ઇચ્છાવાળા તે પ્રિયાની સાથે સુંદર ક્રિડા કરવાની વાવડીઓમાં તરે છે (રમે છે)... (૩) ક્યારેક નિજ આવાસે, ક્યારેક વનોમાં, ક્યારેક વાવડીઓમાં, ક્યારેક ક્રિડા કરવાના પર્વતમાં કામદેવના બાણોને સહન કરનારા તેઓ જ સ્ત્રીઓની સાથે છએ ઋતુના ચક્રને એ પ્રમાણે પસાર કરે છે.... (૪) આ પ્રમાણે શ્રીમત્તપાગચ્છાધિરાજ ભટ્ટારક શ્રી હીરવિજયસૂરિ પટ્ટાલંકાર ભટ્ટારક શ્રી વિજયસેનસૂરિના સામ્રાજ્ય પંડિત દેવવિજય ગણિ રચિત ગદ્યબદ્ધ સુંદર પાણ્ડવ ચરિત્રમાં પાણ્ડવના પૂર્વજોના વર્ણનરૂપ નામનો પ્રથમ સર્ગ પૂર્ણ થયો. For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ (બીજો સર્ગ) એક દિવસ પતિમાં પ્રીતિવાળી ગાંધારીએ શમીવૃક્ષમાં અગ્નિની જેમ ગર્ભને ધારણ કર્યો. તે ગર્ભને ધારણ કરવાથી રાણી ગાંધારીમાં ઉદ્ધતાઈપણું, અભિમાનીપણું અને સ્તનોમાં પુષ્ટતાઈપણું આવ્યું અને જગત પર આક્રમણ કરવાના ઉત્સાહવાળી બની. તેમજ ગર્ભના પ્રભાવથી મુખ પર પણ ઉજ્વલતાને ધારણ કરી વક્ષસ્થલ અત્યંત પુષ્ટ શ્યામમુખવાળા બન્યા. વળી તેણી (ગાંધારી) ધૃતરાષ્ટ્રને પણ ઘણી પ્રિય બની. તેના ગર્ભના પ્રભાવથી અત્યંત ઉગ્ર દોહદો ઉદ્ભવ્યા... કારણ કે, દ્રવ્યને અનુરૂપ તેનો વૈભવ (સંપદા) હોય છે. દોહદો આ પ્રમાણે છે. તે ગાંધારી ઉગ્ર યુદ્ધથી ખુશ થાય છે. તેનું મન બેડીના બંધનના અવાજથી આનંદને પામે છે. તેને હાહાકાર અવાજ વૈર્યતા અર્પે છે. પ્રાયઃ કરીને તે વિના કારણે પૂજ્યો (વડીલો) પ્રતિ તિરસ્કારરૂપ કર્કશ વાણી બોલે છે. જેમ જેમ તેનો ગર્ભ વધતો ગયો, તેમ તેમ ક્રૂર કર્મોમાં તે મજા માનવા લાગી. વળી કુન્તીની પહેલાં મને ગર્ભ રહ્યો, એ પ્રમાણે પણ ગર્વ ધારતી ગાંધારી જગતને તૃણસમ માનતી ફરે છે. કુન્તી પણ ગાંધારીના તિરસ્કારથી જાગૃત બનેલી પુત્રને માટે ઝંખતી નિર્મળ જૈન ધર્મને પાળે છે. કારણ કે આ ધર્મ મનુષ્યોને ધનની ઇચ્છાવાળાને ધન, કામની ઇચ્છાવાળાને કામ, સૌભાગ્યાદિને આપનાર, રાજ્યની ઇચ્છાવાળાને રાજ્ય આપનાર, પુત્રની ઇચ્છાવાળાને પુત્ર આપનાર છે. તો નાના પ્રકારના વિકલ્પોએ કરીને શું ! કારણ કે તે શું ઇચ્છિત નથી આપતો? સ્વર્ગ અને અપવર્ગ પણ આપે છે, તેવી રીતે પૃથા (કુન્તી) ભયથી વિહ્વળ પ્રાણીઓને અભયદાન આપનારી થઈ. તેવી રીતે સાધર્મિકનું વાત્સલ્ય વિધિપૂર્વક કર્યું. એ પ્રમાણે સકલ ધર્મકૃત્યને કરતી કુન્તીના દિવસો જાય છે. એક દિવસ સાગર, મેરુ, સૂર્ય, ચંદ્ર અને લક્ષ્મી, આ પાંચ સ્વપ્રોને જોઈને જાગી અને રાજાને જણાવ્યા. ગાંભીર્યાદિ ગુણ ગણના સમૂહરૂપ ત્રણ જગતને તૃણસમ ગણનાર હે દેવી ! તને પુત્ર થશે. તેને પણ હા એ પ્રમાણે કહ્યું. For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૨૨ સર્ગ - ૨ આ પ્રકારના વચન સાંભળીને આનંદ પામેલી રાણી પૃથ્વીના નિધાનની જેમ ગર્ભને ધારણ કરે છે. તે ગર્ભના પ્રભાવથી તે કુન્તીના સ્તનો પુષ્ટપણાને અને શ્યામમુખપણાને અને ગાલોએ પીળાપણાને ધારણ કર્યા. તે કુન્તીનો તે ગર્ભ મોટો થતાં ત્રણ માસના અંતે આ પ્રકારના તેને દોહદો ઉત્પન્ન થયા. તે આ પ્રમાણે જૈન ધર્મમાં આસક્ત થઈ, સમસ્ત નગરમાં અમારિનું પ્રવર્તન કરાવવાની ભાવના, કેદીઓને છોડાવવા જિનમંદિરમાં પૂજા કરવાની ઇચ્છા, રાજા પાડુએ તે બધા મનોરથો પૂર્ણ કર્યા. એ પ્રમાણે કાળ પસાર કરતાં નવ માસ અને સાડા સાત (ગા) દિવસ ગયે છતે યેષ્ઠા નક્ષત્ર આવ્યું છતે ચંદ્ર-મંગલ દિવસે વૃશ્ચિક રાશિમાં ઉચ્ચ ગ્રહ શુભમુહૂર્ત ચક્રી જન્મયોગે રાણી કુન્તીએ પુત્રને જન્મ આપ્યો. તે પુત્રને જોઈને અંતઃપુરમાં રહેનારા બધા લોકો અને નોકરો પ્રસન્ન મુખ (ચિત્તવાળા) બન્યા. ભીખને, ધૃતરાષ્ટ્રને, પાર્ટુને અને વિદૂરને વધામણી (ખબર) આપી. તેવી રીતે અંતઃપુરમાં રહેલી અંબાલિકાને અંબિકા અને અંબાને અને સત્યવતીને જલદી જઈને વધામણી (ખબર) આપી. તેઓ બધાએ તેને પ્રીતિપૂર્વક દાન (ભટ) આપી. આપેલું ક્યારેય પણ નિષ્ફળ જતું નથી. કારણ કે- સુપાત્રમાં આપેલું મુક્તિનું કારણ બને છે. તેથી બીજા એટલે કે અપાત્રને આપેલું દયાને વધારનારું, મિત્રને આપેલું પ્રીતિને વધારનારું, રાજાને આપેલું સન્માન આપનારું, નોકરને આપેલું ભક્તિને વધારનારું, શત્રુને આપેલું વૈરને દૂર કરવામાં સમર્થ બનનારું અને ભટ્ટ આદિને આપેલું યશને આપનારું થાય છે. અહો ! આપેલું ક્યારેય પણ નિષ્ફળ જતું નથી. તે પુત્રનો જન્મ થતાં આ પ્રકારની આકાશવાણી થઈ. આ પુત્ર સત્ય બોલવામાં મુખ્યત્વે સજ્જનોમાં પ્રધાન, સમગ્ર બુદ્ધિને ધરનારો શૂરવીર, અચંચલ (સ્થિર) ગંભીરતાનું સ્થાન, વિનયવાન, ન્યાયવાન, ધર્મમાં રતિવાળો એવો તે ચક્રવર્તી રાજા થશે અને વૃદ્ધાવસ્થામાં (મોટી ઉંમરે) વ્રત પાળીને મોક્ષપદને પામશે. યુગ્મ-૧-૨. તે આકાશવાણી સાંભળીને ભીષ્માદિ સર્વેને અત્યંત આનંદ થયો, ત્યારે તે નગરમાં રહેનારા પૌર લોકોએ જાતે જ મહામહોત્સવ કર્યો. પાડુનો આદેશ કેવલમાત્ર સાધનરૂપ જ સિદ્ધ થયો. તેવી રીતે સ્વજનવર્ગ તે પુત્રના પહેલા દિવસે કુળને ઉચિત વ્યવહાર કરે છે. અશુચિકર્મ કર્યા પછી અગિયારમો દિવસ પસાર થયે છતે ભીષ્મ વગેરેએ કંઈક અંગલક્ષણ જોઈને યુદ્ધમાં સ્થિર જાણીને યુધિષ્ઠિર એ પ્રમાણે સાર્થક નામ આપ્યું. તેવી રીતે તપોધર્મમાં અગ્રણી એવી પૃથાનો પુત્ર હોવાથી ધર્મપુત્ર એ પ્રમાણે પણ બીજું નામ આપ્યું તથા ત્રણે લોકમાં પ્રસિદ્ધ અજાતશત્રુ એ પ્રમાણે પણ ત્રીજું નામ પાડ્યું. પાર્ટુના પુત્રજન્મને લઈને ઘણા રાજાઓએ For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ સર્ગ - ૨ મોકલેલી હજારો પ્રકારની ભેટો આવી. તેવી રીતે સૂર્યપુરથી કુન્તીના પિતાના ઘરેથી કોરક પણ ભેટ લઈને આવ્યો. કૃત્યનિષ્ણાત એવા પાડુરાજાએ ગૌરવયુક્ત વિશેષતા વડે તેનો સત્કાર કરીને ક્ષેમકુશળ પૂક્યા. ત્યારપછી તેણે કુન્તીને પ્રણામ કર્યા એટલે અત્યંત વાત્સલ્યથી કુન્તીએ કોરકને કહ્યું કે, સાસરામાંથી એક પણ દિવસ હું પિતાના ઘેર મૂકાઈ નથી તો અત્યારે બંધુવર્ગની કુશળતા તું મને કહે અને બંધુઓના સંતાનની વૃદ્ધિ વડે મને આનંદિત કર. એ પ્રમાણે પૂછાયેલા હર્ષિત થયેલા કોરકે કહ્યું : તે આ પ્રમાણે “હે દેવ ! તમે સાંભળો.” રાજા અંધકવૃષ્ણિએ સમુદ્રવિજય પુત્રને રાજ્ય પર બેસાડીને જાતે સંયમ ગ્રહણ કર્યું અને તેવી રીતે ભોજવૃષ્ણિનો પુત્ર ઉગ્રસેન મથુરાનું રાજ્ય કરે છે તથા સમુદ્રવિજય સ્વેચ્છાપૂર્વક રાજ્ય કરતે છતે નાનો ભાઈ વસુદેવ પૂર્વ ઉપાર્જિત સૌભાગ્યથી સ્વેચ્છાપૂર્વક નગરમાં ફરે છે. પરંતુ તેના સૌભાગ્યથી નગરની નારીઓ સર્વકાર્યો છોડીને વસુદેવને અનુસરે છે (પાછળ ફરે છે). એક દિવસ ત્યાં રહેલા સુભદ્ર નામના વણિકે મહાઉદ્ધત પોતાના પુત્ર કંસને વસુદેવને આપ્યો. વસુદેવે પણ કંસની સાથે સર્વ કલાઓ શીખી લીધી તથા તેની સાથે નગરમાં સ્વચ્છંદ રીતે ફરવા લાગ્યો. આ બાજુ રાજગૃહી નગરમાં ત્રણ ખંડનો માલિક જરાસંઘ રાજા રાજ્ય કરે છે. તે રાજાએ એક દિવસ એકાએક દૂત મારફત અમારા સ્વામિને કહેવડાવ્યું, તે સમુદ્રવિજય ! તું સિંહપુરના રાજા સિંહરથને જીવિત પકડીને તે પાપીને બાંધીને અહીંયા લાવ. કારણ કે તે મારી આજ્ઞા માનતો નથી. સિંહરથને લાવ્યા પછી હું તને જીવયશા નામની પુત્રીને આપીશ તથા દહેજ (કરિયાવર)માં તને ઇચ્છિત એક નગર આપીશ. આ પ્રકારના દૂતના વચનો સાંભળીને હર્ષિત થયેલો સમુદ્રવિજય તે દૂતનું સન્માન કરીને ઘણા સુવર્ણાદિથી સારી રીતે સત્કાર કરીને પૂજીને) અને વિદાય આપીને જાતે જ સિંહરાજાની ઉપર જ્યાં ચડાઈ કરવા નીકળે છે, ત્યાં નાનો ભાઈ વસુદેવ બોલ્યો : “હે રાજેન્દ્ર ! સિંહરાજા ઉપર તમારે ચડાઈ કરવી યોગ્ય નથી, હું તમારો સેવક છું. જાતે ત્યાં જઈને તેને બાંધીને હું લાવું છું (લાવીશ).” પછી બળવાન સૈનિકોની સાથે પરિવરેલો વસુદેવ સારથી એવા કંસની સાથે ચાલ્યો. ત્યાં જઈને સિંહરાજાની સાથે યુદ્ધ કરીને સિંહરાજાને બાંધીને. અને જય મેળવીને ક્ષેમકુશળ પોતાના નગરે આવ્યો. રાજા સમુદ્રવિજયે નગરમાં મહામહોત્સવ કરાવ્યો. વસુદેવે સિંહ રાજાને સમુદ્રવિજય રાજાને સોંપ્યો. હવે સમુદ્રવિજયને નાનાભાઈની સાથે રાજગૃહ, તરફ જતાં જોઈને અષ્ટાંગ નિમિત્તના જાણકાર કોષ્ટકી નામના નૈમિત્તિકે ખાનગીમાં આ પ્રમાણે બતાવ્યું (કહ્યું). આ જરાસંઘની પુત્રી પિતાના અને સસરાના કુળનો ક્ષય કરનારી છે. આથી આપને એની સાથે લગ્ન ન કરવા, પરંતુ આને કંસને આપવી. પછી નૈમિત્તિકને છૂટો કર્યો. For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ (૨૪) સર્ગ - ૨ તેને આ વૃત્તાંત (હકીકત) રાજા વસુદેવને કહ્યો. વસુદેવ તે સાંભળીને લગ્ન માટે ઓછા (મંદ) આદરવાળો થતાં સમુદ્રવિજય રાજાને આ પ્રમાણે જણાવ્યું, કેવી રીતે આ કન્યા બીજાને પરણે તેવો ઉપાય મને યાદ આવે છે, તેને તમે સાંભળો. તે આ પ્રમાણે : “હે સ્વામિન્ ! તમારી આજ્ઞાથી હું સિંહપુરે ગયો ત્યારે આ સિંહરથે નગરમાંથી નીકળીને મારા સૈન્યને જેવી રીતે ગુફામાંથી સિંહ નીકળીને જેમ હાથીઓને ત્રાસ આપે છે, તેમ ત્રાસ પમાડ્યો.” મારા સૈન્યને નાસતું જોઈને હું સામે ગયો. એણે પણ મને જોઈને ભયંકર યુદ્ધ કરવા માંડ્યું. ત્યારે મારો સેવક કંસ નામના સારથિએ રથથી ઉતરીને એને બાંધ્યો (પકડ્યો). તેથી હે પ્રભો ! તમારી પુત્રી જીવયશા કંસને આપો (કંસને માટે થાઓ). સમુદ્રવિજયે કહ્યું : “એ કંસ કોણ છે ?” “વસુદેવે કહ્યું : વણિકે મને સોંપેલ છે.” તો જરાસંઘ પોતાની પુત્રીને એ વણિક પુત્રને કેમ આપશે ? એ પ્રમાણે વાર્તાલાપ થઈ રહ્યો છે, ત્યારે સેવાને માટે કંસને આવેલો જોઈને વસુદેવે રાજાને કહ્યું : “તે આ કંસ છે, તેને જોઈને સમુદ્રવિજયે કહ્યું કે : “વણિક કુળમાં આવો અત્યંત અદ્દભૂત આકાર સુલભ નથી. તેથી એના પિતાને પૂછીને કુળનો નિર્ણય કરું.” પછી વણિકને બોલાવીને શપથપૂર્વક રાજાએ પૂછ્યું. કંસની સામે જ સર્વ સુભદ્ર નામના વણિકે સત્ય વાત કહી. હે રાજન્ ! એક વખત હું યમુના નદીએ શૌચને માટે ગયો હતો. ત્યાં મેં યમુના નદીના પ્રવાહમાં વહેતી કાંસાની પેટી જોઈ. તે પેટીને લઈને જ્યાં હું ઘરે આવ્યો ત્યાં મેં પેટીમાં આ પુત્ર જોયો. પુત્રના હાથમાં આ મુદ્રિકા અને ઉગ્રસેનના નામવાળી આ પત્રિકા જોઈ અને વાંચી. તેમાં શું છે, તે વાંચી સંભળાવું છું. ઉગ્રસેન રાજાની ધર્મપતી ધારિણીને ગર્ભના કારણે પતિના માંસનું ભક્ષણ કરવાના લક્ષણરૂપ દોહદ (ઈચ્છા) ઉત્પન્ન થયો. તે બુદ્ધિશાળી મંત્રીઓએ કોઈપણ રીતે તે પૂરો કર્યો. પોષકૃષ્ણ ચૌદશના દિવસે વૃષ્ટિકરણમાં આ પુત્ર જન્મ્યો છે. તે દોહદના પ્રભાવથી પિતાનો વૈરી જાણીને કાંસાની પેટીમાં નાખીને યમુનાના પ્રવાહમાં તરતી મૂકી દીધી. તેથી તે આ બાળક ઉગ્રસેન રાજાનો પુત્ર જણાય છે (જાણવો). પછી સમુદ્રવિજય બોલ્યા: “અમારા ગોત્ર સિવાય બીજાનું આવા પ્રકારનું બળ કેવી રીતે હોય.” ત્યારબાદ કંસની સાથે સમુદ્રવિજય રાજગૃહી ગયા. પછી મગધ રાજાની આગળ સિંહરથને ઊભો કર્યો અને આ સિંહરથને આ કંસે બાંધ્યો હતો, એ પ્રમાણે કહ્યું. પછી તેને રાજપુત્ર જાણીને મગધેશ્વરે કંસને પોતાની પુત્રી જીવયશા આપી. કારણ કે મહાત્માઓનું કથન યુગાન્ત પણ નિષ્ફળ થતું નથી. For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૨ પાંડવ ચિરત્રમ્ ૨૫ ઉગ્રસેન રાજા પરના દ્વેષથી કંસે માંગેલી મથુરા પણ આપી અને જરાસંઘ રાજાએ ગાદીપરથી ઉઠાડી દીધેલા રાજા સિંહ૨થને પણ છોડને ખોદીને ફરી રોપવાની જેમ કંસનો સેવક કર્યો તે પણ કંસની સેવા કરતો રહ્યો છે પછી સન્માન કરીને મોકલેલ કંસ જરાસંઘની સાથે મથુરા તરફ ચાલ્યો. કંસનું સૈન્ય આવેલું સાંભળીને ઉગ્રસેન રાજા પણ ઉગ્રસેનાની સાથે પરિવરેલો સામે આવ્યો. બંનેના સૈન્યે મોટું યુદ્ધ કર્યું. પરંતુ ઉગ્રસેન મહાન હોવા છતાં પણ કંસે તેને જીતી લીધો. પૂર્વના વૈરથી પિતાને બાંધીને કાષ્ટના પાંજરે નાખ્યો (પૂર્યો). તેવી રીતે સુભદ્ર વણિકને કૃતજ્ઞપણાના કારણે કંસે શૌર્યપુરથી સુભદ્રવણિકને બોલાવીને મોટી ઋદ્ધિપૂર્વક સન્માન કરીને પિતાના પદે (સ્થાને) સ્થાપન કર્યો. પ્રથમ બચપણમાં મનુષ્યોનું થોડું આપેલું પાણી યાદ કરીને નારિયેર આજીવન અમૃત જેવું મીઠુ પાણી મનુષ્યોને આપે છે... ખરેખર, સજ્જન પુરુષો કરેલો ઉપકાર ભૂલતા નથી. બે પુરુષો પૃથ્વી ધારણ કરે છે અથવા બે પુરુષો વડે પૃથ્વી ધારણ કરાય છે. તે કયા પુરુષો... (૧) ઉપકાર કરવાની જેની બુદ્ધિ છે તે અને કરેલા ઉપકારને જે ભૂલતા નથી તે બીજો. હારી ગયેલો હોવા છતાં પણ ઉગ્રસેન પુત્રથી જીતાયેલો હોવાથી અત્યંત આનંદને ધરે છે. કંસ પણ મથુરાનું રાજ્ય કરતો વિચરે છે અને આ બાજુ વસુદેવ ક્રિડા પર્વતોમાં, વનોમાં, વાવડી, સરોવ૨ આદિમાં ઇચ્છા મુજબ ફરે છે. નગરની સ્ત્રીઓથી જોવા તો ચાર અક્ષર વસુદેવ વસુદેવરૂપ મંત્રની જેમ સ્તુતિ કરાતો અને ધ્યાન કરાતો થયો. એક દિવસ નગરજનોએ આવીને રાજા સમુદ્રવિજયને આ પ્રમાણે કહ્યું : “હે રાજન્ ! તમારા જેવો સ્વામી હોવા છતાં અમે અત્યંત દુ:ખી છીએ.” રાજાએ કહ્યું : “શું દુ:ખ છે ?’’ લોકોએ કહ્યું : “હે દેવ ! તમારો ભાઈ દેવરુપ જેવો વસુદેવ કામદેવના સ્વરૂપથી લોકોને આશ્ચર્ય પમાડે છે. નગરની નારીઓ જેને જતાં જોઈને ઘરોને શૂન્ય મૂકીને પાછળ દોડે છે. વળી નગરમાં ફરતાં વસુદેવને પાછો વાળો. જેથી અમે સુખપૂર્વક રહી શકીએ.” રાજા સમુદ્રવિજયે તે સર્વ લોકોને પ્રીતિપૂર્વક સાંત્વન (આશ્વાસન) આપીને વસુદેવને બોલાવીને આ પ્રમાણે આદેશ કર્યો. “હે વત્સ ! નગરમાં સ્વેચ્છાપૂર્વક ફરતાં તું દુર્બલ થયો છે. આથી તું મહેલમાં રહીને કલાનો અભ્યાસ કર. તે પણ રાજાના વચનને સ્વીકારીને મહેલમાં જ રહીને મિત્રોની સાથે ખેલે છે.’’ હવે એક વખત વિલેપન કરનારી અંતઃપુરથી આવતી કોઈ એક દાસીને વસુદેવે પૂછ્યું : “હે સુંદરી ! તારા હાથમાં શું છે ?”” દાસીએ કહ્યું : ‘‘ચંદન છે ? કોને મોકલ્યું છે ?' શિવાદેવી રાણીએ પ્રિય એવા સુભદ્રવિજય માટે મોકલ્યું છે. વસુદેવે લીલામાત્રમાં તેના હાથમાંથી ચંદનને લઈને પોતાના શરીર પર જાતે વિલેપન કર્યું. તેથી ક્રોધે ભરાયેલી દાસીએ વસુદેવને આ પ્રમાણે For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૨૬ સર્ગ - ૨ કહ્યું: “સાચું છે. રાજાએ મહેલમાં નિરોધ કરવા છતાં પણ કંઈક ન્હાનું કાઢીને પાંજરામાં સિંહના બચ્ચાની જેમ રાખ્યા છે.” તેણીને કુમારે પૂછ્યું, હે સુંદરી ! નિરોધ કરવાનું કારણ શું? તેણે પણ બધો જ નગરજનોનો વૃત્તાંત કહ્યો. તે સાંભળીને કરમાઈ ગયેલા મુખવાળો વસુદેવ કોઈપણ રીતે દિવસ અતિક્રમીને રાત્રિને વિષે એકલો જ તલવાર સાથે નીકળીને સ્મશાને ગયો. ત્યાં અનાથ મૃતકને ચિતામાં નાખીને અગ્નિ વડે સળગાવીને તે ચિતાની નજીકમાં એક લાંબો પત્ર પોતાના હાથે લખીને બાંધીને જાતે જ પૂર્વદિશામાં ચાલ્યો. સવારે વાજિંત્રોના અવાજ વડે જાગેલા રાજાએ વસુદેવને બોલાવ્યો અને સેવકોએ બધી બાજુ જોઈ, પરંતુ તે ક્યાંય પણ મળ્યો નહિ. તેથી જાતે જ જોવાને માટે નીકળેલો રાજા જ્યાં નગરના દરવાજાની નજીક સ્મશાનમાં ગયા, ત્યાં તેણે તે લાંબા પત્રને જોયો, તે લઈને વાંચ્યો. જે પુરુષને ગુરુઓ (વડીલો)ના ઉપાલંભ (ઠપકો) સાંભળવો પડે છે, તેથી તો તેને મૃત્યુ સારું છે. જીવિતતો શરમજનક બની રહે છે, તેથી અનેક અવગુણની ખાણરૂપ અને વડીલોને ઉદ્વેગ (સંતાપ) કરનારા શૌરિએ ચિતા બનાવીને જાતે જ અગ્નિમાં પ્રવેશ કર્યો. એ પ્રમાણેનો પત્ર વાંચીને રાજા બેભાન થઈ ગયો. કારણ ભાઈને મૃત જોઈને કોણ મૂર્છા નથી પામતું. અહીંયા શોકનું વર્ણન કરે છે. ચેતના પામેલો રાજા આ પ્રમાણે વિલાપ કરે છે. હા, વત્સ ! ગુરુ વત્સલ! અમને શોકમાં ડૂબાડીને તું ક્યાં ગયો? હે ભાગ્યેક ભૂ! માતા પણ રૂવે છે. તે માતૃવત્સલ, હે ગુણમણિ ખાણ ! તે સમયે શૌરિના મહેલમાં, ગીતશાલામાં, ગીત, હાસ્યશાલામાં હાસ્યરમત અને ક્યાંય પણ વાજિંત્રનો અવાજ ન હતો. એ પ્રમાણે કાળ જતાં કેટલાય વર્ષો ચાલી ગયા. એક દિવસ અષ્ટગયોગ નિમિત્ત જાણનાર કૌષ્ટ્રકીએ કોઈક નિમિત્ત જોઈને સમુદ્રવિજય રાજાને આ પ્રમાણે કહ્યું : “હે રાજન્ ! તમારો ભાઈ વસુદેવ આજ પણ જીવતો સ્વસ્થ રહ્યો છે, એ પ્રમાણે નૈમિત્તિકની વાણી સાંભળીને રાજકાર્યમાં રાજા લાગી રહ્યો.” આ બાજુ અરિષ્ટપુરના રુધિર રાજાએ પોતાની પુત્રી રોહિણીનો સ્વયંવર મંડપ કર્યો. તે સ્વયંવર મંડપમાં અનેક જરાસંઘ આદિ રાજાઓ નિમંત્ર્યા. તેમાં સમુદ્રવિજયને પણ નિમંત્રણ આપ્યું. તે પણ ભાઈઓની સાથે મોટી ઋદ્ધિ સાથે ત્યાં આવ્યો. તે સ્વયંવર મંડપમાં બધા રાજાઓ ઊંચા મંચ (માંચડા) પર બેઠેલા પાલક–વિમાનમાં પાલક દેવોની જેમ શોભે છે. તે સ્વયંવર મંડપમાં ધાત્રીથી સ્તુતિ કરાયેલા ગુણવાન રાજાઓ પર્વત જેટલા ઊંચા ઉપમાવાળા ગર્વધારી રાજાઓ પોતાના અંગમાં માતા નથી. (એટલે કે અંગમાં ગર્વ સમાતો નથી, પરંતુ રોહિણીને એક પણ ગમ્યો નહિ, ત્યાં તેણીએ બધા રાજાઓને છોડીને એક પટ્ટવાહક (નગારું વગાડનાર) તરફ વારંવાર દૃષ્ટિ કરી. કારણ કે તેણે વગાડેલા પડહમાં પ્રકટ (સ્પષ્ટ) અક્ષર વાગતા હતા. તે સુંદરી ! તારા ગુણોએ મને ખરીદ્યો છે. તું મને પરણ. For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ ૨૭ સર્ગ - ૨ પાંડવ ચિરત્રમ્ તે સાંભળીને રોહિણીએ કુબડા આકારવાળો હોવા છતાં પડહ વાદકના કંઠમાં વરમાળા પહેરાવી (નાખી). તે પડહવાદકને વરી, તેથી બધા રાજાઓએ કોલાહલ મચાવ્યો. જરાસંઘની આજ્ઞાથી યુદ્ધ માટે તૈયારી કરી. રુધિર રાજાએ પડહવાદકના પક્ષે આવીને સામા પક્ષના બધા જ રાજાઓ સાથે યુદ્ધ કર્યું. પડહવાદક પણ વિદ્યાધરોએ લાવેલા રથમાં ચડીને વિદ્યાધરે આપેલા આયુધે કરીને રાજાઓ સાથે યુદ્ધ કરવા લાગ્યો. રાજા જરાસંઘે તે અબલ ને સબલ જોઈને તથા તેને એકલો અનેક પ્રકારે યુદ્ધમાં દુર્જય જાણીને સમુદ્રવિજય રાજાને આદેશ કર્યો. હે સમુદ્રવિજય ! આ સૂર્યવાદકને માર. પછી શૌર્યપુરનો સમુદ્રવિજય રાજા સૈન્ય અને વાહનો સાથે યુદ્ધમાં તત્પર સંગ્રામને માટે જાતે આગળ આવ્યો. રુધિર રાજાના સૈન્યથી ઘેરાયેલા એવા વસુદેવ પણ યુદ્ધ કરવા લાગ્યા. તે વખતે જયરૂપ લક્ષ્મી વિચારે ચડી ગઈ કે, આમાંથી ક્યા રાજાને પરણું (કોને જીત અપાવું). આશ્ચર્ય પામેલો સમુદ્રવિજય તેના પરાક્રમને જોઈને આ શું દેવ છે અથવા દાનવ છે કે વિદ્યાધર ! જેથી કરીને મારૂં પૂર્ણ સૈન્ય ભાંગી પડ્યું છે. ત્યારે વસુદેવે સમુદ્રવિજયને જોયો. પાછળથી વસુદેવ નામના અંકિત બાણને છોડ્યું. તે બાણ સેવકની જેમ પગની આગળ પડેલું જોઈને સમુદ્રવિજયે તે બાણ કૌતુકથી હાથમાં લઈને તેના પર લખેલી વાત (અક્ષરાવલી) વાંચી. તે આ પ્રમાણે– હે દેવ ! આ શબ દાહનું બહાનું કાઢીને પહેલા નગરથી જે ગયો હતો તે વસુદેવ તમારા ચરણકમળને નમે છે, વંદન કરે છે. તે અક્ષરો વાંચીને રથને તજીને ભીની આંખોવાળો સમુદ્રવિજય સન્મુખ આવ્યો. હર્ષથી ભીંજાયેલ નેત્રોવાળા વસુદેવે પણ ઝડપથી આવીને સમુદ્રવિજયના ચરણોમાં નમસ્કાર કર્યો. તે બંને નીકળવાના દિવસથી આરંભીને સો વર્ષના અંતે મળ્યા. રુધિર આદિ સર્વે રાજાઓ અને જરાસંઘ આદિ સર્વે ચમત્કાર પામ્યા અને પછી રુધિરે વસુદેવનો વિવાહ રોહિણી સાથે કર્યો. સમુદ્રવિજયે વિવાહિત થયેલા વસુદેવને સ્વદેશ આવવા માટે કહ્યું, ત્યારે વસુદેવે સમુદ્રવિજયને કહેવડાવ્યું કે, હે દેવ ! તમે તમારા સ્થાને જાઓ. હું થોડા દિવસ પછી આવીશ. કારણ કે તમારા નાના ભાઈને મનુષ્ય રાજાની અને વિદ્યાધરની સેંકડો કન્યાઓ વધૂઓ છે, તેઓને જલ્દી લઈ આવીને તમારા ચરણમાં હું પ્રણામ કરીશ. આ પ્રમાણે કહીને સમુદ્રવિજયને પૂછીને વસુદેવ ઉત્તરદિશામાં ગયો. પરિવાર સહિત સમુદ્રવિજય પોતાની નગરીમાં આવ્યો. તે જરાસંઘ વગેરે સર્વે રાજાઓને પણ રુધિર રાજાએ પૂજ્યા, સન્માન્યા અને તેઓ પોતપોતાના સ્થાને ગયા. શૌરિ સમુદ્રવિજય હંમેશા વસુદેવના ગુણ ગાતા અને તેના સૌભાગ્યને વર્ણવતા આનંદપૂર્વક સમયને પસાર કરતા હતા. ત્યાં એક દિવસ ઉત્તરદિશામાં For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ (૨૮). સર્ગ - ૨ વાજિંત્રોનો શબ્દ (સૂર)સાંભર્યો. દષ્ટિ નાખતાં વિદ્યાધરના વિમાનોની હારમાળા જોઈ, તેમાંથી કોઈક વિદ્યાધરે આવીને જણાવ્યું કે, હે દેવ! વિમાનોથી પરિવરેલા વસુદેવ આવે છે. એ પ્રમાણે જ્યાં કહે છે, ત્યાં જ આવેલી વિમાન શ્રેણીને જોઈને સમુદ્રવિજય આનંદ પામ્યો. પછી રાજા ઊંચા તોરણની (શ્રેણીથી) શોભિત ઉડતી ધજાઓથી નગરને સજાવીને સામો ગયો. ત્યારે વસુદેવ વિમાનથી ઉતરીને ચરણમાં નમીને અત્યંત હર્ષથી એકબીજા ભેટ્યા. સમુદ્રવિજય અને નાનાભાઈ ઇન્દ્ર અને ઉપેન્દ્રની જોડી જેવા બંને ભાઈઓએ પણ નગરમાં પ્રવેશ કર્યો. આ બાજુ મથુરાથી મિત્રતાને યાદ કરીને આવેલા કંસે અન્ય રાજાઓને જીતેલા એવા શૌરિ (વસુદેવ)નો વિજય મહોત્સવ કર્યો તથા સમુદ્રવિજયને જણાવીને કંસે વસુદેવને પોતાના કાકા દેવકની સ્વરૂપવાન પુત્રી દેવકીને અનુરૂપ શૌરિ સાથે તેને પરણાવી. દેવકીના કરિયાવર (દહેજ) વખતે રાજા દેવકે હાથીઓ અને ઘોડાઓ આપ્યા તથા એક લાખ ગાયો સાથે ગોકુળ (ગાય રાખવા માટેની જગ્યા) આપ્યું. તેના રક્ષક તરીકે નંદ આપ્યો. તેને યશોદા નામની સ્ત્રી હતી. પછી વસુદેવ દેવકીને લઈને ગોકુળ સાથે કંસરાજા સહિત મથુરાનગરીમાં આવ્યો. મથુરા આવીને કત, વસુદેવ અને દેવકીનો મહોત્સવ કરતો હતો, ત્યારે કંસનો ભાઈ અતિમુક્તક નામના મુનિ માસક્ષમણને પારણે ભિક્ષા (ગોચરી) લેવા માટે કંસના ઘરે આવ્યા ત્યારે કંસની પતી જીવયશા યૌવનના ઉન્માદથી ઉદ્ધત (ઉન્મત્ત) બનેલી મુનિની સન્મુખ ગઈ. તે કેવા પ્રકારની હતી, તે કહે છે– ચોટલો જેનો ઢીલો થઈ ગયો છે તેવી, છાતી પરના કપડા અસ્તવ્યસ્ત કરી નાખ્યા છે તેવી, દારૂના નશાથી ઉન્મત્ત બનેલી તેવી, વળી કમરના ભાગથી અસ્તવ્યસ્ત થઈ ગયા છે કપડા તેવી, આંખો લાલ થઈ છે તેવી, કામ (વિષય) સુખની ઇચ્છાવાળી જીવયશાએ બે હાથથી મુનિના કંઠને આલિંગન (ભેટીને) કરીને આ પ્રમાણે બોલી : “હે દેવર આવો ! તમારી બેનના મહોત્સવમાં આપણે બંને જણા નૃત્ય કરીને ક્રિડા કરીએ.” મુનિએ કહ્યું : અરે, ઓ પાપિણી, શું બોલે છે ?” મારું એક વચન સાંભળ ! જે વિવાહના ઉત્સવ પ્રસંગમાં અત્યંત ગર્વથી મદોન્મત્ત બનેલી તું નાચી રહી છે. તેનો સાતમો ગર્ભ તારા પતિને હણશે. એ પ્રમાણેના મુનિના વચનો સાંભળીને આર્તધ્યાનમાં પડેલી, ઉતરી ગયેલ મદવાળી એવી તેણીએ મુનિના કંઠને છોડી દીધો. મુનિ પોતાના સ્થાનમાં ગયા. તે પણ કંસ પાસે ગઈ. અત્યંત આકુળ-વ્યાકુળથી વાત તેણીએ મુનિએ કહેલું સર્વ કંસને કહ્યું. તે સાંભળીને કંસ ડરી ગયો. કારણ કે મરણ જેવો બીજો કોઈ ભય નથી. જેવી રીતે મુસાફરી જેવી કોઈ જરા (ઘડપણ) નથી. દારિદ્ર જેવો કોઈ પરાભવ નથી. મરણ જેવો કોઈ ભય નથી અને ભૂખ જેવી કોઈ વેદના નથી.” For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ ૨૯ સર્ગ - ૨ પાંડવ ચરિત્રમ્ મરણના ભયથી ડરેલા કંસે પતીને વાળી, તું મૌન રહે. હું તેવું કરીશ કે જેથી મારું કુશલ (સારું) થાય. એ પ્રમાણે દિવસો પસાર કરે છે. એક દિવસ વસુદેવ અને કંસ ક્રિડા કરતા હતા, ત્યારે ક્રિડા (રમત) કરીને વસુદેવને ખુશ કર્યો. ત્યારે કંસે કહ્યું : “હે બંધુ ! હું તારી પાસે કંઈક યાચું છું.” વસુદેવે કહ્યું : “માંગ.” કંસે કહ્યું : “જો માંગેલ મળતું હોય તો તમારી દેવકીના સાત પુત્રો મારા થાવ (થાય) અર્થાત્ મને આપ.” વસુદેવે ચિંતવ્યું. બલભદ્ર આદિ મારે ઘણા પુત્રો છે. કંસ પણ મારા પુત્ર થકી પુત્રવાળો ભલે બનો. એ પણ મારા પુત્રોનું પુત્રની જેમ પાલન કરશે. એ પ્રમાણે પત્ની સાથે વિચારીને કંસે કહેલું સ્વીકાર્યું. કારણ કે જે થવાનું હોય તે જ થાય છે. વસુદેવે દેવકીના છ પુત્રો આપ્યા. દુષ્ટાત્મા દુષ્ટ કંસે તે બધાય (પુત્રો)ને પત્થર સાથે અફળાવીને.. પત્થર પર પછાડીને મારી નાખ્યા. તે વાતને જનમુખથી સાંભળીને વસુદેવ અને દેવકીને ખૂબ દુ:ખ થયું. પુત્ર પરના પ્રેમથી કોણ કોણ મોહિત નથી થયું? અર્થાત્ પુત્ર પર કોને મોહ નથી થયો ? જેમ કે ગોભદ્રશેઠ, સગર ચક્રવર્તી, દશરથ રાજા, રાજા શ્રેણિક, નાગ નામનો રથિક, પ્રસન્નચંદ્ર રાજા, ધાત્રીપતિ (રાજા) કોણિક, જ્ઞાનભંડાર હરિભદ્રસૂરિ અને શäભવસૂરિ આદિ ભૂમિ પર ગંભીરતા ધરનારા પુત્રના પ્રેમમાં કોણ મોહિત નથી થયું ? હવે એક વખત દેવકીએ સાતમા ગર્ભ વખતે અર્ધરાત્રિ ગયે છતે સાત સ્વપ્રોને જોયા. જેવા કે હાથી, બળદ, સિંહ, લક્ષ્મી, પુષ્પમાલા, ચંદ્ર અને સૂર્ય, આ પ્રમાણે જોયા. સ્વપ્રોને જોઈ જાગૃત થયેલી દેવકીએ જલ્દી જઈને વસુદેવને કહ્યા. પતિએ તેને કહ્યું, તને અર્ધભરતાધિપતિ વાસુદેવ પુત્ર થશે. અર્થાત્ તારો પુત્ર વાસુદેવ થશે. તે દિવસથી દેવકીએ ગર્ભ ધારણ કર્યો. પરંતુ ચિંતાથી દુઃખી થયેલી દેવકીએ વસુદેવને કહ્યું : “હે પ્રાણેશ ! આ સાતમા ગર્ભને કંસ હણી નાંખશે.” શૌરિએ પતીને કહ્યું: “હે પ્રિયે ! હું જીવતાં છતાં મૃતપ્રાયઃ છું (મરેલો છું.)” કારણ કે મારા જોતાં જોતાં કંસે મારા પુત્રોને પશુની જેમ હણી નાખ્યા છે. આ પુત્રને રાક્ષસ એવા કંસથી હું કઈ રીતે રક્ષણ કરૂં ? દેવકીએ કહ્યું : “સ્વામિન્ ! ચિંતા કરો નહિ, નસીબ બલવાન છે.” કારણ કે જેવી ભવિતવ્યતા હોય, તેવા પ્રકારની બુદ્ધિ, મતિ અને ભાવના ઉત્પન્ન થાય છે અને સહાયક મળે છે. દૂર રહેલું હાથમાં લાવે છે અને કરમાં રહેલું પણ નાશ પામે છે. મહાઈન્દ્રની જાલ જેવી વિધિની ગતિઓ વિચિત્ર છે. વસુદેવે કહ્યું : “હે દેવી ! મને પુત્રના રક્ષણનો ઉપાય મળી ગયો છે. મારા ગોકુલનો સ્વામિ નંદ યશોદા સહિત તારા પુત્રનો રક્ષક થશે તથા તેઓ પુત્રરતને પ્રયતપૂર્વક મોટો કરશે. પછી તો નસીબ બલવાન છે.” એ પ્રમાણે પતિથી આશ્વાસન પામેલી પૂર્ણ થયેલા દોહદવાળી For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ૩૦ પાંડવ ચરિત્રમ્ સર્ગ - ૨ દેવકી ગર્ભને વહન કરે છે. હવે કંસ નિજ સેવકો દ્વારા સાતમા ગર્ભનું વિશેષ પ્રકારે રક્ષણ કરે છે અને સંપૂર્ણ માસ થયે દેવકીએ લોકોત્તર લગ્નને ધારણ કરતી શ્રાવણ વદ આઠમની રાત્રિએ શ્રીવત્સથી અંકિત અર્ધભરતના સ્વામિ અને દેવતાથી અધિષ્ઠિત એવા પુત્રને જન્મ આપ્યો ત્યારે ત્યાં કૃષ્ણના જન્મસ્થાને (ગૃહ) ચોકી કરતા કંસના સૈનિકોને અભરતની દેવીએ નિદ્રાને આપી, એટલે કે નિદ્રાવશ કર્યા. તેઓને નિદ્રામાં પડેલા જોઈને દેવકીએ વસુદેવને બોલાવીને બાળક આપ્યો. તે પણ બાળકને લઈને ગોકુલ તરફ ચાલ્યો. દેવોએ ઉદ્યોત કરતાં, દેવોએ છત્ર ધરતાં અને દેવોએ ચામર વીંઝતા પગલે પગલે કૃષ્ણના મસ્તક પર પુષ્પની વૃષ્ટિ કરતાં કૃષ્ણને ગોપુર દ્વારે લઈ જતાં કાષ્ઠ પિંજરમાં બેઠેલા ઉગ્રસેને કહ્યું કે : “હે વસુદેવ ! આ શું દેખાય છે.” વસુદેવે કહ્યું : આ દેવકીનો સાતમો ગર્ભ છે. જે મુનિએ કહ્યો હતો, વળી જે તમને લાકડાના પાંજરામાંથી છોડાવનારો છે. વિશાલ નેત્રવાળો તે આ બાલકને તમે જાણો.” ઉગ્રસેને કહ્યું : “તો જલ્દી જાઓ, વિલંબ ન કરો.” તે વસુદેવ પણ બાળકને લઈને યમુના નદીએ આવીને બાળકના પ્રભાવથી શીઘ યમુના નદી પાર કરીને ગોકુલ પ્રતિ ગયો. તે જ વખતે નંદની પતી યશોદાએ પુત્રીને જન્મ આપ્યો... પોતાના પુત્રને તેણીની આગળ મૂકીને તે પુત્રીને લઈને કાર્ય નિષ્પન્ન થયું છે, તેવો તે ઝડપથી પોતાના સ્થાનમાં પહોંચ્યો. તે બાલિકાને દેવકીની પાસે મૂકી, ત્યારે તે કંસના સૈનિકો જાગ્યા. વળી તેઓએ પૂછ્યું, દેવકીએ કોને જન્મ આપ્યો, વસુદેવે કહ્યું : “આ બાલિકા જન્મી છે.” ત્યારે તેઓ પણ તે બાલિકાને કંસની પાસે લઈ ગયા. કંસે પણ આદર વિના કહ્યું, આ બિચારી બાલિકા શું મને હણશે?” એ પ્રકારે કહીને તેને ખંડિત નાસિકાવાળી કરીને કંસે દેવકીને પાછી આપી. તે દિવસથી લઈને કંસ સ્વસ્થ (નિશ્ચિત) મનવાળો થયો. હવે તે બાળકથી તે ગોકુલ કાન્તિવાળુ થયું. પછી બારમા દિવસે નંદ યશોદાએ કૃષ્ણ (કાળો) વર્ણ હોવાથી કૃષ્ણ, એ પ્રમાણે નામ પાડ્યું... આશ્ચર્યચકિત થયેલી બધી ગોવાલણો તે બાળકનું સારી રીતે પાલન-પોષણ કરે છે. યશોદાથી પાલન કરાતો બાળક નંદનવનમાં કલ્પદ્રુમની જેમ તે બાળક ગોવાલણોના એક હાથમાંથી બીજા હાથમાં ફરતો અત્યંત પ્રિય થયો. હવે પુત્રને જોવાની ઉત્સુકતાવાળી દેવકી ક્યારેક ક્યારેક ઉત્સવનું બહાનું કાઢીને વચ્ચે વચ્ચે કૃષ્ણના સ્નેહથી ગોકુલે જતી હતી વિવિધ પ્રકારે પાલન-પોષણ કરવામાં શિરમોર, ઊંચા સ્તનવાળી તેણી પણ તે બાળકને રમાડવા લાગી. આ પુત્રના વિયોગવાળી ખરેખર હું કમનસીબ છું, શું કરું? હે યશોદા ! તું ધન્ય છે. ત્રણ ભુવનની સ્ત્રીઓમાં શ્રેષ્ઠ છે. કારણ કે આ પુત્રથી તારો ખોળો અલંકૃત થયો છે. એ પ્રમાણે ગોકુલની અને યશોદાની પ્રશંસા કરીને દેવકી મથુરા ગઈ. હવે પૂર્વનું વૈર યાદ કરીને પૂતના, શકુનિ અને વિદ્યાધરીઓ આવીને કૃષ્ણને ડરાવવા લાગી. For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૨ ૩િ૧] પાંડવ ચરિત્રમ્ ત્યારે દેવતાથી અધિષ્ઠિત કૃષ્ણ તેઓને ખતમ કર્યા. એ પ્રમાણે કૃષ્ણ હાથ વડે અને ઘૂંટણીએ ચાલતાં... સિંહના બચ્ચાની જેમ ખેલતા, દહીં, દૂધના વાસણોને ગબડાવતો ગોકુલમાં ફરે છે. એ પ્રમાણે ક્રમે કરીને વધતો સાત-આઠ વર્ષનો થયેલો તે (કૃષ્ણ) પોતાના યશ વડે કરીને કેતકીની સુગંધની જેમ દિશાઓમાં પ્રસરી ગયો... તેને લોકોત્તર ગુણોએ કરીને કૃષ્ણ હમણાં ગોકુલમાં મોટો થઈ રહ્યો છે, એ પ્રમાણે લોકોએ કહેલી કીર્તિની વાર્તા સાંભળીને વસુદેવે કૃષ્ણના હિતને માટે બલદેવને મોકલ્યો. કૃષ્ણ પણ બલદેવની પાસેથી સકલ કલા શીખી લીધી. આથી બલદેવ કૃષ્ણનો ઉપાધ્યાય (ગુરુ) અને બંધુ બંનેય થયા. હવે તે કામદેવથી હારેલી (હણાયેલી) તે ગોવાલણો તેને રૂપે કરીને કામદેવ જેવો જાણીને કૃષ્ણની જ સેવા કરે છે. કેવી રીતે તે કહે છે- જેની રોમરાજી ખીલી ગઈ છે. તેવી આનંદપૂર્વક કેટલીક ચંદનના પાણીથી માંસલ ખભા ઉપર પત્તરવેલી ચીતરવા લાગી. એ પ્રમાણે કેટલીકે મોરપિંછીથી મુગટ કર્યો. કેટલીકે પુષ્પમાલાથી છાતીને શોભાવી. કેટલી ગોપીઓ સુંદર મંડેલી કરીને તાલીને આપતી લીલાને કરતી, હલ્લો હલ્લો બોલતી હતી, એ પ્રમાણે ગોપાલ બાલિકાઓથી લાડ (વ્હાલ) કરાતો બલદેવથી પાલન કરાતા કૃષ્ણ ગોકુલમાં ઘણો કાળ પસાર કર્યો. આ બાજુ શૌર્યપુર નગરમાં સમુદ્રવિજય રાજાની પટ્ટરાણી શ્રી શિવાદેવીએ કાર્તિક વદ બારસની તિથિએ રાત્રિના બીજા પ્રહરે ચિત્રા નક્ષત્રમાં ચંદ્ર આવ્યું છતે તીર્થકર જન્મના સૂચક ચૌદ મહાન સ્વપ્નો જોયા. તેથી જાગેલી રાણી આનંદને પામી. ત્યાંથી ઊઠીને દેવી રાજાની પાસે આવી અને આ પ્રમાણે કહ્યું : “હે સ્વામિન્ ! મેં આવા સ્વપ્નો જોયા છે.” જેવા કે. હાથી, ઋષભ, સિંહ, અભિષેક કરાતી લક્ષ્મી, પુષ્પમાલા, ચંદ્ર, સૂર્ય, ધ્વજ, કળશ, પદ્મસરોવર, દેવવિમાન, રતરાશિ અને અગ્નિ. હે સ્વામિન! આ સ્વપ્રોનું મને શું ફલ મળશે? રાજાએ કહ્યું : “તને મહાન પુત્ર થશે.” એ પ્રમાણે કહીને રજા અપાયેલી, સ્વસ્થાનમાં આવેલી તે શિવાદેવીએ દેવ-ગુરુની કથાઓ વડે બાકી રહેલી રાત્રિને પસાર કરી. હવે પ્રભાત થતાં કૌકિ આદિ નૈમિત્તિકોને બોલાવીને સ્વમનું ફલ પૂછ્યું. ત્યારે વિચારીને નૈમિત્તિકે કહ્યું: “હે રાજન! તીર્થકરોની માતા આવા સ્વજુવે છે. આથી લોકોત્તર પ્રભાવવાળો તમારો પુત્ર તીર્થંકર થશે.” એ પ્રમાણે સાંભળીને રાજા-રાણી બને અત્યંત પ્રીતિ (હર્ષ)ને પામ્યા અને નૈમિત્તિકોને ઘણું દ્રવ્ય દાનમાં આપીને સંતોષીને રાજા અને રાણીએ વિસર્જન કર્યા. તે ગર્ભના પ્રભાવથી દેવી લાવણ્યને પામી. સારા દોહદો (મનોરથો) પૂર્ણ કર્યા. રાજા ઉદય (ચડતી)ને પામ્યો. દેશ વિઘ વિનાનો બન્યો. હવે શ્રાવણ સુદ પંચમીને દિવસે ચિત્રા નક્ષત્રમાં ચંદ્રનો યોગ થયે છતે, સૌમ્ય ગ્રહોએ લગ્ન જુએ છતે, શિવારાણીએ પુત્રને જન્મ For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૨ પાંડવ ચિરત્રમ્ ૩૨ આપ્યો. ત્યારે છપ્પન દિક્કુમારીઓએ તેનું સૂતિકર્મ કર્યું તથા ૬૪ ઇન્દ્રોએ પણ મેરૂપર્વત પર સ્નાત્રપૂજા કરી. તે પ્રમાણે દેવોએ યાદવેન્દ્ર સમુદ્રવિજયના મહેલને ધનધાન્યથી અને રતના ઢગલાથી ભર્યો. તેમજ તેના પુત્રના જન્મ મહોત્સવે રાજાએ કારાગારને ખાલી કરાવ્યું અને અમારિની ઘોષણા કરાવી તથા દસ દિવસ જ્યાં રાજા તેના કુળોને ઉચિત મહોત્સવને કરે છે. બારમા દિવસે માતા અને પિતાએ તેના પુત્રનું અરિષ્ટનેમિ એ પ્રમાણે નામ પાડ્યું. શૌરિ અને સમુદ્રવિજયે જેવો નેમિ જન્મ સમયે મહામહોત્સવ કર્યો હતો, તેવો કૃષ્ણના જન્મ સમયે કર્યો નહિ. એ પ્રમાણે સુખથી દિવસો જાય છે. આ પ્રમાણે કુન્તીની આગળ કોરકે કહ્યું : “હે કુન્તી ! આ બધું જ મેં મારી નજરે જોયું છે.” વળી કોરક બોલ્યો. એક દિવસ કંસ દેવકીને જોવા માટે વસુદેવના ગૃહે ગયો. ત્યાં છેદાયેલા નાકવાળી કન્યાને ૨મતી જોઈ. તેને જોઈને મુનિનું વાક્ય સ્મરીને ભયથી આકુળ બન્યો અર્થાત્ કંપવા લાગ્યો. કારણ કે– મુસાફરી જેવી જરા નથી. દારિદ્ર સમો પરાભવ નથી. મરણસમ ભય નથી... ભૂખસમી કોઈ વેદના નથી. તે કંસે મહેલમાં આવીને ગુપ્ત રીતે નૈમિત્તિકને પૂછ્યું : “હે નૈમિત્તિક, મુનિએ જે કહ્યું તે સત્ય છે કે અસત્ય છે. ભાવિમાં જે થવાનું હોય તે કહે.” નૈમિત્તિકે કહ્યું કે : “દેવકીનો સાતમો ગર્ભ તમારો દુશ્મન જીવે છે. તું મૃત્યુને પામીશ. કારણ કે મુનિએ કહેલું તત્ત્વ સત્ય જ છે.” કંસે કહ્યું : “તે મને મારનારો છે. તે કેવી રીતે જણાશે. નૈમિત્તિક બોલ્યો : ‘‘હે કંસ રાજેન્દ્ર ! જે તારા દુષ્ટ અરિષ્ટ નામના બળદને હણશે, તે તારો હણનાર બનશે.'' જે કેશી નામનો શુક્લ અશ્વ હણનાર હશે તે તને મારનાર થશે. જે તારા ચાણ્ર નામના મલ્લને હણશે તે તને હણનારો છે. જે તારા પદ્મોત્તર અને ચંપક નામના હાથીઓ છે; તેનો જે હણનાર છે તે તારો હણનાર થશે. બીજા લોકો જેને અડી શકવા સમર્થ નથી, તેવા પ્રકારના શાર્ગ ધનુષ્યના ઉપ૨ જ્યાં દોરી ચઢાવશે તે તારો પ્રાણહર્તા જાણવો. જે કાલિન્દી નદીમાં રહેલા કાલિય નામના પન્નગ (સર્પ)ને વશ કરશે તે તારો પણ પ્રાણ હણનાર જાણવો...'' હે રાજેન્દ્ર ! આ બધું પહેલાં વિશિષ્ટ જ્ઞાનવાન મુનિવરોએ કહ્યું છે, તે મેં પણ કહ્યું, પરંતુ આ બધું સત્ય જાણવું. તે સાંભળીને ડરેલો કંસ તેને દાન આપી સંતોષીને જે કરે છે, તે કહું છું. હે મંત્રી ! અરિષ્ટ ઋષભ પ્રમુખનું સારા દ્રવ્યોથી પોષણ કરો. એવી રીતે પોષણ કરો કે મદોન્મત્ત થયેલા તેઓ તેનો (કૃષ્ણનો) નાશ કરે. હવે ગોપીઓના સમૂહમાં રહેલો કૃષ્ણ દિવસે ગાયોના સમૂહને વૃંદાવનમાં પાળે છે. તે કૃષ્ણ ગોપાલક બાળકોથી પિરવરેલો એક વખત કંસે છોડેલા અરિષ્ટ અને કેશિન નામના ઋષભ અને અશ્વ સ્વેચ્છાપૂર્વક ફરતા ગોકુળમાં આવ્યા. ત્યાં તે બંનેએ ગાયના વાછરડાને હેરાન કરતા, For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૨ (૩૩) પાંડવ ચરિત્રમ્ ગાયોનું દૂધ પી જતાં લોકોને હેરાન કરતાં ગોકુલમાં ઘણો શોક પ્રવર્તાવ્યો. ગોકુલને શોકાકુલ જોઈને નંદે ગોપાલકોને કહ્યું : “હે ગોપાલો ! કૃષ્ણને બોલાવો.” ગોવાળોએ કૃષ્ણને વનથી બોલાવ્યો અને કૃષ્ણ આવીને દુઃખથી દમી શકાય તેવા ઋષભને જોઈને દોડીને શિંગડાઓ પકડીને મૂઠી વડે હણીને તેની ખાંધને કમળની નાળની જેમ મરડીને તેને યમનો મહેમાન બનાવ્યો... તેવી રીતે કેશિન નામના ઘોડાને ગોકુલને ઉપદ્રવ કરનારો જાણીને (જોઈને) કૃષ્ણ કહ્યું : “હે કેશિન! મારા જેવો સમર્થ નાથ હોવા છતાં અનાથની જેમ મારા ગોકુલને કેમ મળે છે (ડહોળે છે).” ઇત્યાદિ કહેવાથી સફેદ ઘોડો એવો કશી ખુરોથી પૃથ્વીને ખોદતો, દાંતો વડે દાંતોને કચકચાવતો સામે આવ્યો. કૃષ્ણ પણ તેના મુખ પર હાથ મૂકીને (હાથથી તેના મુખને બંધ કરીને) તેને લીલા માત્રમાં જુના વસ્ત્રની જેમ ફાડી નાખ્યો, તેથી ગોપવધુઓએ તે કૃષ્ણને વસ્ત્રના છેડાથી ઓવારણું કરીને વધાવ્યો. તે પછી તે બંનેની વધની વાત ગુપ્ત મનુષ્યોએ જલ્દી આવીને કંસને કહી. કંસે પણ બૃહસ્પતિ મંત્રીને કહ્યું : “હે મંત્રીનું ! મારો દુશ્મન નંદ (કૃષ્ણ) ગોકુલમાં રહે છે, તો તેનો ગ્રહણનો ઉપાય વિચારો. મત્રીએ કહ્યું : “હે દેવ ! શાર્ગ ધનુષ્યની ઉપરચાપ (બાણ) ચડાવવાના બહાનાથી સર્વ રાજાઓને બોલાવીને આ પ્રમાણે કહો. હે રાજાઓ ! મારા વચનને સાંભળો ! જે આ શાર્ગ ધનુષ્ય ઉપર બાણને ચડાવશે, તેને હું મારી બહેન સત્યભામાને આપીશ. પછી બાણ ચડાવવાના કાર્ય માટે આવેલા તે તમારા દુશ્મનને તમારે ગ્રહણ કરવો.” એ પ્રમાણે મંત્રીએ જે કહ્યું, તે બધું કંસે કર્યું.” બોલાવાયેલા બધા રાજાઓ આવી ગયા. ત્યારે વસુદેવનો પુત્ર બલદેવ (ભદ્ર)થી મોટો અનાવૃષ્ણિ નામનો શૌરિપુરથી આવીને મથુરા જવાની ઇચ્છાવાળો સૂર્ય અસ્ત થવાથી રાત્રિ ગોકુલમાં રહ્યો અને તે ત્યાંથી બલભદ્રને જણાવીને (આજ્ઞા લઈને) કૃષ્ણની સાથે મથુરા ચાલ્યો. માર્ગમાં અનાવૃષ્ણિનો રથ વડના ઝાડ પાસે અલીત થયો (અટકી ગયો). તે વડના ઝાડ પાસેથી રથને અનાવૃષ્ણિ ખેંચી કાઢવા માટે અસમર્થ બન્યો, ત્યારે કૃષ્ણ તે વડવૃક્ષને મૂળથી ઉખેડીને દૂર ફેંકી દીધું. તે જોઈને આનંદ પામેલો અનાવૃષ્ણિ તે નાના ભાઈ કૃષ્ણને બાજુમાં બેસાડીને વારંવાર (ફરી ફરીને) ચુંબન કર્યા અને વળી આગળ ચાલવા લાગ્યા, પછી મથુરા ગયા. ત્યાં બાણનો મંડપ જોઈને ઉચ્ચ સ્થાને બેઠા. પછી તે સર્વ રાજાઓ તે બાણને અને બાણ મંડપની નજીક રહેલી સત્યભામાને જોઈને ચિંતવવા (વિચારવા) લાગ્યા. , અહો ! ક્યાં આ બાણનું આરોપણ અને ક્યાં સત્યભામાનું પાણિગ્રહણ (લગ્ન) તોપણ પાણિગ્રહણ કરવાની ઇચ્છાવાળા કલિંગ-બંગ-કાશ્મીર-કર આદિના રાજાઓ ધનુષ્યની નજીકમાં આવીને મોટા કષ્ટ જોઈ શકાય તેવા બાણને જોઈને નમીને પોતપોતાના મંચમાં પાછા આવ્યા. હવે રાજાઓને હસીને (મશ્કરી કરીને) બાણ ગ્રહણ કરવાની ઇચ્છાવાળો અનાવૃષ્ણિ મોટા હાથને For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૩૪ સર્ગ - ૨ ફેલાવવા માત્રથી પડી ગયો. તે જોઈને સત્યભામા હસી પડી (હસી) તથા અન્ય રાજાઓ પણ હસી પડ્યા. લોકો વડે હસાયેલો જોઈને કૃષ્ણ શું કરે છે ? તે કહે છે. ત્યારે તે ધનુષ્ય પર ક્રોધથી બે હાથ મૂકીને કૃષ્ણ તેઓના હાસ્યસ્થાને અદ્ભૂત રસને પીરસ્યો. સત્યભામાં તેને જ્યાં જોઈ રહી છે તેટલામાં (ત્યાં) કંસના સુભટો આ પ્રમાણે નિષ્ફર વાણી બોલ્યા... તે આ પ્રમાણે, પકડો પકડો. હે સુભટો ! આ બાણનું આરોપણ કરનાર લંપટને.... કારણ કે કંસ આમના પર ક્રોધિત થાય છે. તે સાંભળીને સિંહ-બાલની જેમ કૃષ્ણ અનાવૃષ્ણિને આગળ કરીને તે સુભટોને ભેદીને મંડપમાંથી વાદળમાંથી સૂર્યની જેમ બહાર નીકળી ગયા. પછી અનાવૃષ્ણિ કૃષ્ણને ગોકુલમાં બલભદ્રની પાસે મૂકીને પોતે શૌર્યપુર ગયો. તેની પાછળ ગયેલા સુભટોએ પાછા ફરીને કંસને કહ્યું : “હે રાજેન્દ્ર ! આ અમારા જેવાથી સાધ્ય નથી (જીતી શકાય તેમ નથી.) કિન્તુ આ દેવો કે દાનવોથી પકડવા માટે શક્ય નથી.” વળી કંસે મલ્લયુદ્ધના બહાનાથી સર્વે રાજાઓને બોલાવ્યા. તેના ભાવને જાણીને વસુદેવે પણ સમુદ્રવિજય આદિ બધા જ વડીલોને કંસનો ભાવ જણાવ્યો તથા મનમાં રહેલી શિક્ષા રામ (બલભદ્ર)ને આપી. કંસે સર્વ રાજાઓને આવેલા જોઈને ઊંચા મંચ પર બેસાડ્યા. કંસ પણ એક સુંદર ઊંચા મંચ પર વિમાનમાં ઇન્દ્ર બેઠો હોય તેમ બેઠો. વિમાનમાં ઇન્દ્રની જેમ દશદિપાલ જેવા દશાર્ક મંચ પર બેઠા પછી કંસે મલ્લોને બોલાવ્યા. તે મલ્લોના ચાણૂર અને મૌષ્ટિક નામના બે મલ્લ નાયકો છે. તે મલ્લો દરરોજ મલ્લયુદ્ધથી રમતાં વિચરે છે (ફરતા હતા). બીજી બાજુ ગોકુલમાં રહેલા કૃષ્ણ રાજાઓને ગોકુલની આગળ જતાં જોઈને મલ્લયુદ્ધ જોવાની ઇચ્છાથી બલભદ્રને કહ્યું : “હે આર્ય ! આપણે પણ મથુરા જઈ મલ્લયુદ્ધને જોઈએ. તમે મારી ઇચ્છાને નષ્ટ કરશો નહિ અર્થાત્ ના પાડશો નહિ.” ત્યારે બલભદ્ર વિચાર્યું અને હમણાં પિતાની આજ્ઞા કહેવા માટેનો સમય આવ્યો છે. એ પ્રમાણે નિશ્ચય કરીને બલરામે (બલભદ્ર) યશોદાને કહ્યું : “હે યશોદા ! અમને બંનેને જલ્દી સ્નાન કરાવ. કારણ કે અમે મલ્લયુદ્ધ જોવા માટે મથુરા જવા ઇચ્છીએ છીએ.” તેણીએ ઉત્તર આપ્યો. હમણાં મારે સમય નથી, મારે કામ ઘણું છે. ત્યારે આપપૂર્વક ક્રોધથી લાલ આંખવાળા બનેલા બલભદ્રે કહ્યું : “રે દાસી ! ગર્વથી ભરેલી અમને શું તું જાણતી નથી?” એ પ્રમાણે કહીને યશોદાને નિષ્ફર (કઠોર) વચનોથી તરછોડીને કૃષ્ણને હાથમાં લઈને સ્નાનને માટે કાલિન્દી નદીએ બલભદ્ર આવી ગયા. તે નદીની નજીકમાં વાનર વૃક્ષની નીચે રહીને બલભદ્ર કૃષ્ણને કહ્યું : “હે વત્સ ! તું હમણાં વિષાદ મુખવાળો કેમ દેખાય છે ?” For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૨ [૩૫]. પાંડવ ચરિત્રમ્ - કૃષ્ણ કહ્યું : “હે બંધુ ! તમે મારી માતાનો તિરસ્કાર કેમ કર્યો ? તેમજ તમે મારી માતાને દાસી, એ પ્રમાણે કહીને શા માટે તિરસ્કાર કર્યો ? માતાનો તિરસ્કાર કરવાનું કારણ મારા દુઃખનું કારણ છે.” રોહિણી નંદન (બલભદ્ર) કૃષ્ણને હાથથી પકડીને બાજુમાં બેસાડીને આ પ્રમાણે બોલ્યા : “યશોદા તારી માતા નથી, નંદ તારો પિતા નથી. પરંતુ આપણા બંનેના પિતા સૌભાગ્યશાલી વસુદેવ છે. તારી માતા દેવક રાજાની દેવકી નામની રાજપુત્રી છે. તેમજ કુશાવર્ત દેશના રાજા સમુદ્રવિજયાદિ રાજાઓ તારા કાકાઓ છે. બધા યાદવો તારી જ્ઞાતિના છે. તને અને મને જ્ઞાનીઓએ અર્ધભરતના અધિપતિ (વાસુદેવ) અને બલદેવ કહ્યા છે. તારા જેવા પુરુષનો આવા ગોપાલ કુલમાં જન્મ કેમ સંભવે ? (થાય) ? જેમ મરૂભૂમિમાં શું કલ્પવૃક્ષનો સંભવ હોય ? પરંતુ દેવકી અને વસુદેવે કંસના ભયથી આ ગાયથી ભરેલા ગોકુલમાં તને સંતાડ્યો હતો.” ત્યારે કૃષ્ણ કહ્યું : “હે ભાઈ ! આવો ભય શા માટે ? જેથી કરીને આ ગાયથી ભરેલા ગોકુલમાં પિતાએ મને નાંખ્યો (સંતાડ્યો).” પછી બલભદ્ર ભાઈઓનો વધ આદિ સર્વ વૃત્તાંત કૃષ્ણને કહ્યો. કારણ કે જેમ ખેડૂતે સમયે વાવેતુ બોજ ફળે છે. તેમ તેનું (બલભદ્ર)નું વચન ફલવાન થયું. હવે બંધુના વધથી ક્રોધે ભરાયેલ કૃષ્ણ બોલ્યા : “હે સિદ્ધ ગાંધર્વો ! હે દેવ દાનવો ! એક ક્ષણવાર મારા વચનો સાંભળો.” બધા રાજાઓના દેખતાં પાપી એવા કંસને જો હું ના હણું તો ત્યારે મને નક્કી તે ભૂણ હત્યાનું પાપ લાગે.. ઇત્યાદિ વચનો સાંભળીને સંતોષ પામેલા બલભદ્ર કૃષ્ણને કહ્યું : “હે બંધુ ! તે આપણા કુલમાં તિલકની જેમ આચરણ કર્યું છે. જે તે આવા પ્રકારની પ્રતિજ્ઞા કરી છે, તેથી ચાલ (આવો, આપણે હમણાં યમુના નદીના પાણીમાં સ્નાન કરીને મથુરા જઈએ.” એ પ્રમાણે કહીને બલભદ્ર કૃષ્ણને યમુના નદીએ લઈ ગયા. તેના પાણીમાં કાલિય નામનો દષ્ટિવિષ સર્પ હતો. યમુના નદી કાંઠે રહેનારા જાતે ક્રિડા કરતા કૃષ્ણને જોવા માટે દોડી આવ્યા. સામે આવતા સર્પને જોઈને સર્વ લોકોએ હાહાકાર મચાવી દીધો. તે પણ અત્યંત કાળા વર્ણવાળો, ફેલાવેલી વિશાળ ફણાવાળો, ભયંકર તેજીલા વિષથી જ્યાં કેશવ (કૃષ્ણ)ને ડેસે છે. તેટલામાં એણે તે સર્પને કમળની નાળની જેમ ગળાના ભાગથી પકડી લીધો. તે નાગને કમલ નાલથી બાંધીને, તેના પર બેસીને જાતિવાન ઘોડાની જેમ ચલાવ્યો. દુઃખે કરીને વશ કરી શકાય તેવા સર્પનું દમન કરતો જોઈને નભમાં ચાલતા વિદ્યાધરો વિમાનોને રોકીને આશ્ચર્ય પામેલા તે ઉભા રહ્યા. કૃષ્ણ તે સર્પને અહીં તહીં ભમાવીને એવું કર્યું કે જેથી વિષ વગરનો થયો. પછી કૃષ્ણ તેને મૃતપ્રાયઃ જોઈને દૂર ફેંકી દઈને નદીના પાણીમાં સ્નાન કરીને કાંઠે આવ્યો. પછી યમુના કાંઠે રહેનારા વિદ્યા વિનાના થઈ ગયેલા તપસ્વી (સાધુ)ઓએ યોગ્ય શબ્દમાં તેને (કૃષ્ણને) અભિનંદન આપ્યા. For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૩િ૬). સર્ગ - ૨ હવે ગોકુલથી આવેલા ગોપાલ બાલકોથી પરિવરેલા બલભદ્ર અને કૃષ્ણ આશ્ચર્યથી ખૂલી ગયેલા નયનોવાળા નગરજનોથી જોવાતાં જ્યાં મથુરાના દ્વાર પર આવ્યા, ત્યાં જ મદથી ભરેલા મહાતોફાની, મદોન્મત્ત, બીજા હાથીને સહન ન કરનારા ગંધહસ્તિ ત્યાં બાંધેલા હતા. કંસથી આદેશ કરાયેલા મહાવતથી પ્રેરિત થયેલા પદ્યોત્તર અને ચંપક નામના ગંધહસ્તિઓ બલભદ્ર અને કૃષ્ણને હણવા માટે દોડ્યા. પોત્તર નામનો હાથી કૃષ્ણને હણવા માટે દોડ્યો. ચંપક નામનો હાથી બલભદ્રને હણવા. માટે દોડ્યો. હાથીને શિક્ષણ આપવામાં વિચક્ષણ કૃષ્ણ હાથીને રમાડ્યો. પછી તે દુષ્ટ હાથીને નિષ્ફર મુષ્ટિથી ખતમ કરી નાખ્યો. બલભદ્ર પણ ચંપક નામના બીજા હાથીને જોઈને સિંહની જેમ ઉછાળીને કુંભસ્થલને ભેદીને તેણે હણી નાખ્યો. પછી બલભદ્ર અને કૃષ્ણ મથુરામાં જતાં ઉડેલ રેતીથી છવાયેલા પુષ્પોના શણગારથી શોભતા મલ્લ મંડપમાં ગયા. બલભદ્ર સાથે કૃષ્ણ રંગમંડપમાં પ્રવેશ કરે છે. ત્યાં લોકોની દૃષ્ટિ આશ્ચર્યથી વિકસ્વર થઈ. તે બધા લોકો કૃષ્ણને જોઈને પરસ્પર આ પ્રમાણે બોલ્યા. આ તે છે કે જેને કેશી નામના ઘોડાને હણ્યો હતો અને બળદને પણ તે હણનારો છે. ગોપાલતિલક હાથીનો ઘાતક તે આ છે અને સર્પના અભિમાનને હણનારો તે આ નંદનો પુત્ર કૃષ્ણ છે. એ પ્રમાણે પ્રશંસા કરતાં લોકો પરસ્પર એકબીજાને બતાવે છે. તે મંડપમાં કૃષ્ણ જઈને બીજા લોકોને છોડીને એકલો દુ:ખે કરીને ચડી શકાય તેવા ઊંચા મંચ પર ચઢી ગયો. પછી બલભદ્ર કૃષ્ણને કહ્યું : “હે વત્સ ! હે બંધુવત્સલ ! આ બાજુ દૃષ્ટિને ફેરવો. મુગુટ, બાજુબંધ, કુંડલ, હારથી શોભતો (યુક્ત) ઊંચા આસને બેઠેલો તારા ભાઈઓનો ઘાતક આ કંસ છે, એમ તું જાણ (તારે જાણવો). આ બાજુ પણ સ્વબંધુ વર્ગને પ્રેમની દૃષ્ટિથી જો. આ સમુદ્રવિજય તારો મોટો કાકો છે અને આ વિશ્વવિખ્યાત યશવાળા વિદ્યાધરી રાજકુમારીના પ્રાણપ્રિય તારા પિતા વસુદેવ છે. આ અક્રૂર વગેરે શૌર્ય સિન્ધવ તારા બંધુ (ભાઈ) છે. હે બાંધવ ! આ બાજુ જો સમુદ્રવિજય આદિ દશાહ તને સૌમ્યદૃષ્ટિથી જુએ છે.” એ પ્રમાણે બલભદ્ર કહેતાં ક્રોધથી વિહ્વલ બનેલી દષ્ટિ વડે કંસને જોઈને મૂક બની ગયો. ત્યાં બ્રહસ્પતિ મંત્રીને કંસે કહ્યું કે : “હે મંત્રીન્ ! મુનિના વચનો નિષ્ફલ થયા. કારણ કે આ મલ્લયુદ્ધ મંડપમાં મારો કોઈ દુશ્મન જ નથી, તેથી કોઈ આવ્યો નથી.” મંત્રીએ કહ્યું : “સ્વામિન્ ! આવ્યો હશે. પરંતુ તે જણાતો નથી. પછી ચાણૂર અને મૌષ્ટિક પરસ્પર યુદ્ધ કરતાં બધા રાજાઓના જોતાં જમણા હાથને ઊંચો કરીને ચાણૂર કૃષ્ણને કટાક્ષ કરતી વાણીથી બોલ્યો : “હે રાજાઓ ! હે ક્ષત્રિયો ! આ બધાની વચ્ચે જે કોઈપણ પોતાને શૂરવીર, પરાક્રમી, અભિમાની પુરુષ માનતો હોય તે મારી સાથે મલ્લયુદ્ધથી યુદ્ધ કરે ? જો બધી સ્ત્રીઓ હોય તો મૌની બનો (મૂક રહો).” For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૨ ૩૭ પાંડવ ચરિત્રમ્ આ પ્રમાણેના આક્ષેપથી બલભદ્ર યુત કૃષ્ણ ગોપવેષ સહિત મંચથી ઉતરીને ચાણ્રની આગળ થઈને અભિમાનપૂર્વક વાણીથી આમ કહ્યું : “હે શૂર માનિન્ ! કાતર ! આ હું તારા અત્યંત ગર્વ દૂર કરનારો. હું ક્ષત્રિયોમાં શ્રેષ્ઠ, વિપક્ષનો (દુશ્મનનો) ક્ષય કરનારો, તારી સામે ઊભો છું. મારી સાથે યુદ્ધ કર. જેથી તારૂં શૂરપણું દૂર કરૂં.' એ પ્રમાણે કઠોર વાણીથી તિરસ્કૃત થયેલા સિન્દ્ર જેવા લાલ લોચનવાળા ચાણ્રે કૃષ્ણને કહ્યું : “રે બાલગોપાલ ! તારા મુખમાંથી આજ સુધી પણ સ્તન્યની (દૂધની) ગંધ ગઈ નથી ! તેથી તારા આ ગાત્ર પર પડતી મારી મુષ્ટિઓ લજ્જા પામે છે. આથી તારી જગ્યાએ જા. શા માટે ખોટું અભિમાન કરે છે. મારી મુષ્ટિથી હણાયેલો ઘડાના ઠીકરાની જેમ ચૂર્ણ થઈ જઈશ.” તે સાંભળીને હિ૨ (કૃષ્ણ) બોલ્યો : “હે મલ્લ (શ્રેષ્ઠ) શરીરથી શું ! નાનાથી પણ શું ? નાનો પણ સિંહ હાથીને શું મારતો નથી ?” કારણ કે મોટા શરીરવાળો હાથી અંકુશથી વશ થાય છે. હાથી શું અંકુશ જેટલો છે. વજ્ર શું પર્વત જેટલો છે ? પર્વતો પડી જાય છે. વજ્રથી પણ હણાયેલા પર્વતો પડી જાય છે, સળગતા દીપથી અંધકાર નષ્ટ થાય છે. જેટલો દીપ છે. જેનામાં તેજ (બળ) રહ્યું છે, તે જ બલવાન છે. મોટામાં શો વિશ્વાસ ? આથી મોટા નાનાપણાનો વિચાર ન કરવો. આવી જા મારી સામે યુદ્ધ કર... વળી ચાણ્રે કહ્યું : “અરે એ સ્તનન્વય ! તને મારી કાખમાં લેતાં જ ક્ષણમાત્રમાં વિનાશ પામીશ. આથી તું દૂર જતો રહે. આ બાજુ જા મારી દૃષ્ટિથી દૂર જા, મર નહિ. તે સાંભળી કૃષ્ણ બાહુ પર હાથ પછાડી અવાજને ફેલાવતો મલ્લ મંડપને પ્રદક્ષિણા આપે છે. મલ્લનો રાજા ચાણૂર પણ વાદળાની જેમ ગર્જતો જાંઘ ૫૨ હાથ પછાડતો મંડપમાં ફરે છે. તે જોઈને હાહાકાર કરતા લોકો પરસ્પર એકબીજા આ પ્રમાણે બોલ્યા. જેમ કે ખરેખર ક્યાં જુવાન ચાણ્ર ક્યાં આ ગોકુલનું બચ્ચું (બાળક). બળદ અને વાછરડાની જેમ આ બંનેનું યુદ્ધ યુક્ત નથી, એ પ્રમાણે લોકોની વાત સાંભળીને તે બધા લોકોને કંસે કહ્યું : “હે લોકો ! આ ગોવાળના બે બાળકો કોના બોલાવવાથી આવ્યા છે. નાના આ બંને બાળકો જાતે યુદ્ધ કરે છે, આને કોણ નિષેધ કરે, કોણ માન્ય કરે ?'' એ પ્રમાણે કંસનું કહ્યું સાંભળીને સર્વે રાજાઓ અને લોકો મૌન રહ્યા. કૃષ્ણ અને ચાણ્રનું પરસ્પર નાના પ્રકારનું મલ્લયુદ્ધ જોઈને બધા રાજાઓ ચિત્રમાં રહેલાની જેમ એકતાન (સ્થિર) થઈ ગયા. તે બન્નેનું યુદ્ધ જોઈને નવીન વરસાદથી ધરા જેમ નવા અંકુરવાળી બને છે, તેમ સમુદ્રવિજય આદિના શરીર રોમાંચિત થઈ ગયા. એટલે કે હર્ષથી રોમરાજી ખીલી ઉઠી. પછી કૃષ્ણે પોતાના પગ (પછાડવા) દબાવવાથી પૃથ્વીને કંપાવવા સાથે કંસના મનને કંપાવ્યું. તે પછી કંસે આદેશ કરેલો મૌષ્ટિક પણ જ્યાં તે કૃષ્ણને હણવા માટે દોડે છે, ત્યાં રાજા (બલભદ્ર) બોલ્યા : “રે દુરાચાર! મૌષ્ટિક ! તું મારી સાથે યુદ્ધ માટે તૈયાર થા. આ તારી ખાજ હું દૂર કરૂં છું. આવ, મારી સાથે For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૨ પાંડવ ચિરત્રમ્ ૩૮ યુદ્ધ કર!” પછી બંને મલ્લો પણ, બંને પ્રતિમલ્લો કૃષ્ણ અને બલભદ્ર સાથે યુદ્ધ કરવા લાગ્યા. તે મહાન યુદ્ધ થતાં ચાણ્રે છલકપટ કરીને કૃષ્ણના હૃદય પર મુષ્ટિ મારીને ભૂમિ પર પાડ્યો અને મૂર્છિત થયો (કર્યો). કૃષ્ણને મૂર્છામાં પડેલો જોઈને લોક હાહારવ કરવા લાગ્યા અને કંસ આસનથી ઊઠીને કપડું ઉછાળતો હસવા લાગ્યો. તેટલામાં કલ્પાંત કાળના અગ્નિ સમાન બલભદ્ર મુટ્ઠીના પ્રહારથી મૌષ્ટિક મલ્લને હણીને કૃષ્ણની પાસે ગયા. ત્યારબાદ બલભદ્રે કૃષ્ણને પોતાના ખેસથી વાયુને વીંઝવા થકી અને શીતલ ઉપચાર કરવા થકી ચૈતન્યવાળો કર્યો. યાદવના મનોરથો (ઇચ્છાઓ) સાથે ઉઠેલા કૃષ્ણે ચાણ્રને કહ્યું. “હે ચાણ્ર ! આવ, જેથી હું યમનો મહેમાન કરૂં...' તે સાંભળીને ક્રોધે ભરાયેલો ચાણ્ર મુઠ્ઠી ઉગામીને કૃષ્ણ તરફ જવા દોડે છે, ત્યાં કૃષ્ણે વજ્ર સમી મુષ્ટિ ચાણ્રને છાતી પર મારી. તે પણ પ્રહારથી મરીને ભૂમિ પર પડ્યો અને હવે કંસ ચાલૂરને યમનો મહેમાન બનેલો જોઈને વિચારે છે, તે આ મારો દુશ્મન છે. જે પહેલાં મુનિએ કહ્યું હતું તો આને હું હણું, એ પ્રમાણે વિચારીને પોતાના માણસોને આદેશ (આજ્ઞા) કરી. રે, રે, પકડો, પકડો, આ ગોપાલ બાલકને તે સાંભળીને કૃષ્ણે સિંહની જેમ ઉછળીને (છલાંગ મારીને) મંચ પર ચઢીને કંસને કહ્યું : “અરે, ઓ નિર્લજ નિષ્ઠુર હૃદયી! જન્મતા એવા મારા ભાઈઓનું તું સ્મરણ કર, હું તને મોટી શિલા પર અફળાવીશ. હે કંસ ! જો તને તારા બળનો ખૂબ ગર્વ હોય તો પોતાનું રક્ષણ કરવા માટે શસ્ત્રમાં મન આપ, એ પ્રમાણે કહીને પગના પ્રહારથી તેના મોટા મુગટને ભાંગીને કેશિજીતે (કૃષ્ણ) કંસને કેશથી પકડીને મંચ પરથી ભૂમિ પર ફેંક્યો. વળી પણ કૃષ્ણે તે કંસને તે મંડપમાં ઘણી રીતે વિડંબણા (હેરાન) કરીને પગના પ્રહારથી હૃદય ફાડીને કંસને યમનો ગ્રાસ (કોળીયો) બનાવ્યો. અહીંયા રહેલા કંસના સુભટોએ આ કૃષ્ણને મારો, મારો એ પ્રમાણે બોલતા એવા તેઓને બલવાન એવા બલભદ્રે દૂર કર્યા... દૂર ભગાડ્યા. પછી સમુદ્રવિજય આદિ યાદવોએ કંસના સૈન્યનો વિનાશ કર્યો. તે અવસરે બે વસ્તુ બની. એક જીવયશા સાથે કંસનું સૈન્ય પલાયન થઈ ગયું, બીજું કૃષ્ણ, બલભદ્ર અને યાદવ સૈન્ય ખુશ થયું. અહો ! સંસાર એકના ઘરે હર્ષ, બીજાના ઘરે શોક કરાવે છે. ,, કારણ કે– સૂર્યનો ઉદય અને ચંદ્રનો અસ્ત થાય ત્યારે કુમુદ વન ગ્લાન થાય છે. કમલવન ખીલે છે, શોભાવાળું થાય છે. સૂર્યનો ઉદય થાય છે, ત્યારે ઘુવડ નારાજ થાય છે અને ચક્રવાક રાજી થાય છે... આનંદ પામેલો અનાવૃષ્ણિ બલભદ્રની સાથે આદરપૂર્વક કૃષ્ણને રથમાં બેસાડીને વસુદેવ (શૌરિ)ના ઘરે પહોંચ્યા અને ત્યાં સમુદ્રવિજય આદિ યાદવો કૃષ્ણને વારંવાર આંખોથી જોતાં For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૨ ૩૯ પાંડવ ચરિત્રમ્ આનંદ પામ્યા. કૃષ્ણ પણ પિતા અને દરેક કાકાઓના ચરણમાં નમ્યો અને વસુદેવે કૃષ્ણને પોતાની નજીક બેસાડીને દૃષ્ટિના દોષને (નજરને) દૂર કરવા મસ્તક પર ચુંબન કર્યુ. દેવકી પણ કૃષ્ણને પાસે બેસાડીને પુત્રને હાલ કરવામાં તત્પર બનેલી લાંબા સમય સુધી પુત્રના શરીરના સ્પર્શનું સુખ પામી. તેવી રીતે સમુદ્રવિજયે ઉગ્રસેનને મથુરાના રાજ્ય પર બેસાડ્યો, ઉગ્રસેન રાજાએ પણ પોતાની પુત્રી સત્યભામાને ધનુષ્ય ચડાવવાની પ્રતિજ્ઞા પૂરી કરનાર કૃષ્ણને આપી અને કૃષ્ણ તેને પરણ્યો. પછી કંસનો પરિજન ભૂમિ પર મરેલો પડેલો ધૂલિથી ખરડાયેલો કંસને જોઈ વિલાપ કરવા લાગ્યો. ત્યારે શોક્ય પનીઓ સાથે જીવયશા ત્યાં આવી અને આવી દશાવાળા પતિને જોઈને છાતી ફૂટવાપૂર્વક રોવા લાગી. પણ કંસનો સંસ્કાર થવા છતાં પણ મગધ રાજાની પુત્રી જીવયશાએ કંસને જલાંજલિ આપી નહિ, પરંતુ આ પ્રમાણે ઊંચા અવાજે બોલી, બલભદ્ર કૃષ્ણ યાદવો સાથે જલાંજલિ હું પ્રાણેશ (કંસ)ને આપીશ. એ પ્રમાણે કહીને જલાંજલિ આપ્યા વિના ગામ, નગરો ઉલ્લંઘીને પિતાને ઘેર રાજગૃહી સારી રીતે આવી. યાદવેશ્વરો જીવ શાને મગધેશ્વરની પાસે ગયેલી જાણીને બધા યાદવોને યાદવેશ્વરે (સમુદ્રવિજયે) બોલાવ્યા તથા કોષ્ટ્રકિ નૈમિત્તિકને પણ બોલાવીને બધા યાદવને જોતાં સમુદ્રવિજયે નૈમિત્તિકને પૂછ્યું: “હે ત્રિકાલજ્ઞ ! અમારે જરાસંઘ સાથે મોટો વિરોધ થયો છે. હવે શું કરશું, અમે અહીંથી ચાલીને ક્યાં જઈએ ? અમારો ઉદય ક્યાં થશે ? આ બધું પોતાના જ્ઞાનથી જાણીને અમને સત્ય કહો, શું છે ?” નૈમિત્તિક બોલ્યો : “હે રાજ! આપને શી ચિંતા? જેમના કુલમાં અરિહંત (નેમનાથ) બલભદ્ર, કૃષ્ણનો જન્મ થયો છે, તેમજ જેના સાંનિધ્યમાં દેવો રહ્યા છે, તેને શી ચિંતા? તો પણ પ્રાણીઓને ભાગ્યને આધીન દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને આશ્રયીને સંશયરહિત ઘણું ઘણું થાય છે. આથી તમે પરિવાર સાથે આ ક્ષેત્રને છોડીને પશ્ચિમ સમુદ્રના તટે જાઓ અને જયાં આ કૃષ્ણ પતી સત્યભામા બે પુત્રને જન્મ આપે તે સ્થાને તમે મહાનગરી સ્થાપજો. તે નગરીમાં આપનો ઉદય થશે.” એ પ્રમાણે નૈમિત્તિકનું કહેલું સાંભળીને સમુદ્રવિજય આદિ બધા યાદવો નૈમિત્તિકને દ્રવ્યાદિથી સત્કારીને અને તેને રવાના કરીને ચાલવાનો ક્રમ શરૂ કર્યો અર્થાત્ ચાલવા લાગ્યા. સમુદ્રવિજય રાજાને કુશાવર્ત મથુરાના લોકો સાથે પ્રસ્થાન કરતાં શુભ શુકનો થયા. જેવા કે કન્યા, ગાય, પૂર્ણકુંભ, દહીં, મધ, દેદીપ્યમાન બળદ જોડેલા રથ, ઘોડો, કલ્યાણકારી છત્ર, ખોદેલી જમીન, મત્સ્ય યુગલ, રાંધેલો આહાર, મુનિ, વેશ્યા, દારૂ, માંસ, હિતકારી વચન આવા "શુભ શુકન થયા. For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ ૪૦ પાંડવ ચરિત્રમ્ સર્ગ - ૨ નદી, પર્વત, વન આદિનું ઉલ્લંઘન કરી ક્રમે કરીને વિંધ્યા અટવીને પ્રાપ્ત કરી (પહોંચ્યા) ત્યાં કેટલાક દિવસો રહીને જ્યાં આગળ ચાલવાનો ક્રમ શરૂ કર્યો, તેટલામાં જીવ શાની પોકારરૂપ પ્રેરણાથી જરાસંઘે મોકલેલ બલવાન સૈન્યથી પરિવરેલો કાલકુમાર યાદવ સૈન્યની નજીક પહોંચી ગયો અને કૃષ્ણને સહાય કરનારી કુળદેવીએ બંન્નેના સૈન્યની વચ્ચે પર્વત વિદુર્વા (કરીને) અને તેની નજીકમાં ચિતાઓ વિક્ર્વી (કરીને) ચિતાની પાસે રહેલી રોતી ડોશીનું રૂપ કર્યું. મોહિત થયેલ (મુંઝાયેલ) કાલકુમાર વિચાર કર્યા વિના તે ચિતામાં પડીને મૃત્યુ પામ્યો. નાયક વિનાનું સૈન્ય પાછું ફરીને પોતાના સ્થાને ગયું, ત્યારે જરાસંઘે મંત્રીને પૂછ્યું : “હે મંત્રી ! શું થયું ? જે કાંઈ થયું હોય તે તે સત્ય કહે ?” મંત્રીએ કહ્યું : “હે રાજેન્દ્ર ! તમારા પુત્રની બીકથી બધા યાદવો અગ્નિમાં પ્રવેશી ગયા તેઓની પાછળ કરેલી પ્રતિજ્ઞાવાળા કાલકુમાર પણ અગ્નિમાં પ્રવેશી ગયા અને અમે અહીંયા આવી ગયા.” પછી પુત્રના શોકથી દુઃખી જરાસંઘ કેટલાક દિવસો પછી શોક (દુઃખ) રહિત બન્યો. આ બાજુ તે બલભદ્ર અને કૃષ્ણ અને બીજા પણ યાદવો ત્યાંથી ચાલ્યા. ક્રમે કરીને ગામ, આકર (ખાણ), નગર, ખેડા, નાના નાના ગામડા આદિ ઓળંગીને ક્ષેમકુશળ પશ્ચિમ સમુદ્રના કિનારા પર ક્રોકિએ બતાવેલા સ્થાને સૈન્યને રાખ્યું. તે સ્થાનમાં સત્યભામાએ પણ ભાવુક અને ભામર નામના શુદ્ધ સુવર્ણની કાન્તિવાળા બે પુત્રોને જન્મ આપ્યો. પછી નૈમિત્તિકના કહેવા પ્રમાણે કૃષ્ણ લવણસમુદ્રના અધિષ્ઠાયક સુસ્થિતને પ્રત્યક્ષ કરવા માટે અઠ્ઠમ તપ કર્યો. તે તપથી બોલાવેલા સુસ્થિત રતથી ભરેલો થાળ આદિ ભેટયું લઈને હૃદયના અત્યંત આનંદ સહિત આવીને કૃષ્ણને આ પ્રમાણે કહ્યું: “હે કૃષ્ણ ! તું કહે, શું કરું?” * - કૃષ્ણ કહ્યું: “પહેલાના વાસુદેવની નગરીનું સ્થાપના સ્થાન આપ. સુસ્થિતે પાણીને ઉલેચીને નગરી માટેની ભૂમિને તૈયાર કરીને આપી. પછી કૃષ્ણને પાંચજન્ય શંખ અને કૌસ્તુભ રત અને બલભદ્રને સુઘોષ શંખ આપીને અને પછી એના સ્વરૂપને ઇન્દ્રને જણાવીને સ્વસ્થાને ગયો.” ઇન્દ્ર પણ અવધિજ્ઞાનથી કૃષ્ણના અભિપ્રાયને જાણીને ધનદ (કુબેર)ને આદેશ કર્યો. ધનદે પણ ત્યાં આવીને તે જ ભૂમિ ઉપર ૧૨ યોજન લાંબી અને ૯ યોજન પહોળી દ્વારકા નામની નગરીને સ્વર્ગપુરી જેવી એક દિવસ (અહો-રાત્રિ)માં બનાવી. હવે અહીં દ્વારકાનું વર્ણન કરતાં કહે છે. તે નગરીને વજમય કિલ્લો અને તેના ઉપર આકાશને સ્પર્શ કરતા કાંગરા અને વાદળને અડતા વિવિધ પ્રકારના મણિઓથી યુક્ત ઘરો. જાતજાતના મણિ-માણેક યુક્ત ચાર રસ્તા, ત્રણ રસ્તા પર પણ દિવ્ય જિનમંદિરો ત્યાં હતા. જેમ વાદળો વર્ષા વરસાવે છે, તેમ ઇન્દ્રની આજ્ઞાથી યક્ષોએ અમૂલ્ય રતોની વૃષ્ટિ કરી અને નંદનવનના ભાઈ જેવા મનોહર બગીચાઓ ઈન્દ્રની આજ્ઞાથી કુબેરે નોકરી પાસે કરાવ્યા. વળી તે નગરી કેવી છે તે જણાવે છે. For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૨ પાંડવ ચિરત્રમ્ ૪૧ પૃથ્વીના તિલકરૂપ સર્વ પ્રકારના સૌંદર્યનો ભંડાર, લક્ષ્મીના જન્મનો આવાસ, સરસ્વતીનો નિવાસ, ઉજ્જવલ દેવકુલોથી શોભિત, પરચક્રના ભયરહિત અખંડ રાજ્ય. અત્યંત ધવલ ઘરોથી શોભતી, કુકવિઓના દૂષણરહિત, સુવર્ણ હાટડીઓ(દુકાનો)ની શ્રેણીઓથી મનોહર, હંમેશાં સુમંત્રીઓથી પાલન કરાતી, ખાઈઓથી વિંટળાયેલી, સુવર્ણના મોટા કિલ્લાઓથી યુક્ત સર્વ પ્રકારના આશ્ચર્યનું ઘર, ચારે બાજુથી વાવડીઓ, કૂવાઓથી શોભતી, ચારે દિશાઓમાં શોભતા સરોવરવાળી, બગીચા વાટિકાથી સુંદરતાવાળી, પુરુષરૂપ રતની ઉત્પત્તિકારક રતની ખાણ, ફુલવધૂરૂપ કલ્પલત્તા માટે મેરૂપર્વત સમી તે દ્વારિકા નગરી છે. વળી તે કેવી છે, તે કહે છે... જે નગરીમાં જડતા (પાણી)પણું સરોવરમાં છે, પણ મનુષ્યના મનમાં (જડતા-જડપણું) નથી, ખલ (ખોળ) તેલીની દુકાનમાં છે, ખલ (લુચ્ચાઈ) મનુષ્યોમાં નથી. પોપટ અને મેનાનું બંધન પાંજરામાં છે. વ્યાકરણમાં ઉપસર્ગો છે. કમળની નાલમાં કાંટા છે, કાવ્યમાં બંધ છે, છત્રીઓમાં દંડો છે, કુટિલતા સ્ત્રીઓના ચોટલામાં છે. સ્ત્રીની નાભિમાં ઊંડાઈ છે. નારીઓની આંખોમાં ચંચલતા છે. શાસ્ત્રોમાં ચિંતા (વિચારણા) છે. ધનમાં વ્યસન છે (આદત), વાદોમાં વાચાળતા છે, પણ તે નગરવાસી લોકમાં નથી. જે નગરી ધન કનકાદિથી સમૃદ્ધ છે, પૃથ્વી પર પ્રસિદ્ધ છે, અત્યંત સુંદર છે, દેવોને પણ ઇચ્છા થાય તેવી છે. આવા પ્રકારની બનાવેલી આ નગરી છે. ધનપતિ (કુબેર)ની બુદ્ધિથી બનેલી આવા પ્રકારની દ્વારિકા નગરીમાં બધા રાજાઓને ધનદે (કુબેરે) યથાસ્થાને બેસાડ્યા (રાખ્યા). પછી કુબેરે કૃષ્ણને પીળા કપડાં, નક્ષત્રની માળા, મુગટ અને મહાન રન કૌસ્તુભ આપ્યું. વળી શાર્ગ, ધનુષ્ય નાશ ન પામે તેવા બાણો, નંદક, તલવાર, કૌમુદિ ગદા, ગરુડની ધ્વજા, ૨થ તે કૃષ્ણને આપ્યો તેવી રીતે રામને વનમાલા નીલવર્ણ, કપડું, તાલના ધ્વજવાળો ૨થ, અક્ષય બાણવાળા ધનુષ્ય, હળ, મુશલ શસ્ત્રો આપ્યા. અરિષ્ટનેમિને ગળાનો હાર, બાહુરક્ષક, ત્રણ લોકના વિજયના ચિહ્નરૂપ હાર, ચંદ્ર, સૂર્ય નામના બે કુંડલ, ગંગાના તરંગ જેવા સફેદ વસ્ત્ર, સર્વ (પ્રકારના) તેજને હરનાર રત ધનદે આનંદ સાથે આપ્યા. એ પ્રમાણે સમુદ્રવિજયાદિ યાદવોને પણ શસ્ત્ર, વસ્ત્ર, આભૂષણ આપીને સાડા ત્રણ દિવસ સુવર્ણ અને રતની વૃષ્ટિ કરીને ધનદે ઘણા દેવો વડે સમુદ્રવિજયાદિ યાદવોને અને બલભદ્ર સંયુક્ત કૃષ્ણનો રાજ્યાભિષેક કર્યો. તે દ્વારિકામાં સમુદ્રવિજયની આજ્ઞાથી બલભદ્રની સાથે કૃષ્ણ રાજ્ય કરે છે, એ પ્રમાણે યાદવો સહિત બલભદ્ર અને કૃષ્ણ તે દ્વારિકા નગરીમાં આનંદ સાથે ઇચ્છાપૂર્વક ફરે છે. For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ [૪૨] સર્ગ - ૨ યથા વનોમાં, વાવડીઓમાં, ક્રીડા પર્વતોમાં સ્વેચ્છાપૂર્વક નેમિકુમારની સાથે બલભદ્ર અને કૃષ્ણ ખેલ ખેલે છે (રમે છે). એ પ્રમાણે સુખમાં ડૂબેલા તે યાદવો ગયેલા કાળને પણ જાણતા નથી. ફરી કોર, કુન્તીને કહ્યું : “હે દેવી ! પહેલા હસ્તિનાપુરથી આવેલા તમારા પુરુષોએ યાદવેશ્વર સમુદ્રવિજયને જન્મ મહોત્સવની વધાઈ આપી હતી. પછી તમારા ભાઈ સમુદ્રવિજયે પુત્રનો જન્મ થયેલો સાંભળીને અત્યંત હર્ષને પામેલા એવા તેમણે ભેટણા સાથે મને મોકલ્યો છે.” પછી તે કુન્તી તેણે આપેલું ભેટયું લઈને તથા જાતે જ ભાઈની વૃદ્ધિ સાંભળીને ખીલી ગયા છે રોમરાજી જેના. એવી તેણે (કુન્તી એ) કોરકને કહ્યું : “હે કોરક ! તું સાધુ છે (સજ્જન છે). કારણ કે તે સારા સમાચાર આપ્યા છે. કારણ કે પુત્ર મહોત્સવ કર્યો છતે ભાઈનો મહોત્સવ થયો કહેવાય.” એ પ્રમાણે કહીને કુન્તીએ હસ્તિનાપુરમાં મોટો મહોત્સવ કર્યો. પછી કુન્તીએ કેટલાક દિવસ પછી કોરકને સુવર્ણ આદિ આપીને સત્કાર કરીને આ પ્રમાણે કહ્યું. હે પ્રિયંવદ ! મારા ભાઈઓ અને ભાઈના પુત્રો તમે ઘણું જીવો, ઘણું જીવો. એવા મારા આ આશિષને તેઓને કહેજે.” એ પ્રમાણે વારંવાર કોરકને કહીને, સત્કારીને દ્વારિકા પ્રતિ તરફ) વિદાય કર્યો. યુધિષ્ઠિર કુમાર પણ મેરૂપર્વતની ભૂમિમાં કલ્પવૃક્ષની જેમ માતૃવાત્સલ્ય રૂપ પીયૂષથી પોષાયેલો (સિંચાતો). વધે છે. (મોટો થાય છે) તે ક્યારેક ઘૂંટણીએ ચાલતો, ક્યારેક દોડતો, ક્યારેક કૂદકા મારતો, ક્યારેક સ્ત્રીઓથી સ્તુતિ કરાતો, ક્યારેક એક ખોળામાંથી બીજા ખોળામાં ફરતો, જતો, રમતો, ક્યારેક સમજી ન શકાય તેવું બોલતો, ક્યારેક હાસ્યને કરતો, હળપળ કામદેવના રૂપ સમાન તે કુમારને જોઈને ગાંગેય આદિ સમસ્ત પરિવારો અત્યંત આનંદ પામ્યા. આ પ્રમાણે શ્રીમત્તપાગચ્છાધિરાજ ભટ્ટારક શ્રી હીરવિજયસૂરિ પટ્ટાલંકાર ભટ્ટારક શ્રી વિજયસેનસૂરિના સામ્રાજ્ય પંડિત દેવવિજય ગણિ રચિત ગદ્યબદ્ધ સુંદર પાંડવ ચરિત્રમાં શ્રી કૃષ્ણ જન્મ વર્ણન, શ્રી નેમિજિન વર્ણન, દ્વારકા સ્થાપન વર્ણન, યુધિષ્ઠિર જન્મ વર્ણન નામનો બીજો સર્ગ પૂર્ણ થયો. For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ (ત્રીજો સર્ગ) હવે ધર્મરૂપ કલ્પવૃક્ષના ફળને ઇચ્છતી કુન્તીએ નાસિક નગરમાં શ્રી ચંદ્રપ્રભ પ્રભુનું મંદિર બંધાવ્યું–કરાવ્યું. જે પ્રાસાદમાં મણિઓની પ્રભાથી અંધકાર નાશ થઈ ગયો છે. દીપકો માત્ર મંગલને માટે જ થયા છે. આચારનિષ્ઠ સુસાધુથી પ્રતિષ્ઠિત તે અરિહંત પરમાત્માના મંદિરમાં કુન્તી હરસાલ જઈને જિનધર્મની પ્રભાવના કરે છે. એ પ્રમાણે ધર્મકાર્યમાં એક વ્યસનવાળી બનેલી પાડુ રાજાની ધર્મપતી કુન્તી ફરીથી ગર્ભવતી થઈ. ધર્મ કરનારને ધર્મ ફલ આપે જ છે... ધર્મ નિષ્ફળ જતો નથી. કહ્યું છે કે – “સર્પહાર લત્તા બની જાય છે. તલવાર ખરેખર પુષ્પમાલાનું આચરણ કરે છે. એટલે કે પુષ્પમાલા બને છે. વિષ પણ રસાયણ (ઔષધ) બની જાય છે. દુશમન પ્રીતિને ધરનારો મિત્ર બની જાય છે, દેવો વશ થાય છે. આથી વધારે શું કહેવું, ધર્મ જે માને છે, તેના પર પણ રતોની વર્ષા કરે છે.” તે પુત્ર ગર્ભમાં આવતાં પાડુ પત્ની કુન્તી સ્વપ્રમાં નંદન બાગમાંથી વાયુ વડે લાવીને કલ્પવૃક્ષને પોતાના ખોળામાં નંખાતું (મુકાતું) જોયું. સ્વમ જોઈને જાગેલી કુન્તીએ જલ્દી જઈને પતિને કહ્યું, પાડુ રાજાએ પણ તે સ્વમ સાંભળીને તેનો અર્થ મનમાં વિચારીને આ પ્રમાણે કહ્યું : “હે દેવી ! તમે સાંભળો, તને ભવિષ્યમાં પુત્ર થશે, કેવા પ્રકારનો તે કહું છું, બલવાનોમાં શ્રેષ્ઠ, વીરોમાં જ્યેષ્ઠ (મોટો) ધર્મવાનોમાં પ્રથમ, અત્યંત વીર્યવાન (જાણી ન શકાય તેવો વીર્યવાળો)' ઇત્યાદિ સાંભળીને કુન્તી હર્ષથી ખીલી ગઈ છે રોમરાજી જેની તેવી થઈ. કુન્તીને તે ગર્ભના પ્રભાવથી આવા પ્રકારની સ્કૂર્તિ પ્રાપ્ત થઈ. યાને દોહદ ઉત્પન્ન થયો કે હું મોટા મેરુ પર્વતને ઉખેડી નાખું–અથવા મેરુને ચૂરી નાખું. For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૩ પાંડવ ચિરત્રમ્ ૪૪ વળી તે કુન્તીએ ક્યારેક વજને અંગુલીના ટેરવાથી કપૂરના કણની જેમ ચૂરી નાખ્યું. તે ગર્ભવતી કુન્તી મદથી ઉદ્ધત થયેલી અત્યંત સાહસ આદિએ કરીને ગર્ભને વહન કરે છે. આ બાજુ ક્રૂર ગર્ભના કારણે ગાંધારીએ ત્રીસ મહિના થવા છતાં બાળકને જન્મ ન આપ્યો, પરંતુ તે ગાંધારીએ કોળાના જેવું મોટું પેટ ધારણ કરતી ક્લેશને પરવશ થયેલ આ પ્રમાણે ચિંતવ્યું. અહો ! મારા પાપની અવિધ પરમ કક્ષાએ પહોંચી ગઈ છે. અર્થાત્ મારા પાપની કોઈ સીમા રહી નથી કારણ કે હું અહીંયા જ નારકના દુઃખને અનુભવુ છું તથા બીજું દુઃખ એ છે કે જે આ કુન્તીએ મારી પહેલાં એક પુત્રને જન્મ આપ્યો છે. વળી પાછી તે કુન્તી આધિ-વ્યાધિ રહિત બીજી વાર પણ પ્રસવની નજીકમાં એટલે કે (જન્મ આપવાની તૈયારીમાં) છે. એ પ્રમાણે ચિંતામાં પડેલી ગાંધારી દુઃખથી વિહ્વલ બનેલી અને જલ્દી પ્રસવને ઇચ્છતી તેણે અત્યંત ઉંદર (પેટ) પર થાપટો મારી. તે ગાંધારીએ વારંવાર તેમ અપરિપૂર્ણ હોવા છતાં પણ ઉદરને થપડાવાથી ગર્ભ બહાર નીકળી ગયો. તે માંસના પિંડ જેવા પુત્રને જોઈને ગાંધારી આંસુઓ ભરેલી આંખે તે બાલને જોતી વિષાદને પામી તથા નસીબને ઉપાલંભ આપવા માંડી. જે આમ— “હે કઠોર ભાગ્ય ! તું મારા મનોરથોને આ પ્રમાણે કેમ ખતમ કરે છે, એ પ્રમાણે દુઃખી થયેલી તે વારંવાર દૈવને ઉપાલંભ આપે છે.” હે દૈવ ! આ અતિ બિભત્સ માંસપિંડને હું શું કરૂં ? એ પ્રમાણે કહીને જ્યાં ઉકરડા પર તે ગાંધારી ત્યજવા માટે તૈયા૨ થઈ ત્યાં જ વૃદ્ધ સ્ત્રીઓએ તેને પાછી વાળી અને આ પ્રમાણે કહીને નિષેધ કર્યો અને તે પછી વૃદ્ધ સ્ત્રીઓએ કહ્યું : હે દેહલે ગાંધારી ! ‘આ તેં શું કર્યું અપૂર્ણ ગર્ભને પાડી દીધો.” ગાંધારીએ કહ્યું : “હે માત ! હું શું કરૂં ? કારણ કે હું પહેલાં રાજાની પત્ની થઇ નહિ, નહીં તો એવા પ્રભાવથી હું રાજમાતા બનતી (બની હોત).” આ પ્રમાણે હું આના વિચાર કરતી હતી ત્યાં કુન્તીએ એક યુધિષ્ઠિર નામના પુત્રને જન્મ આપ્યો. ફરી વળી તે નજીકના દિવસોમાં બાળકને જન્મ આપશે, એવું સાંભળીને વિષાદ (દુઃખ)થી મેં મારી કુક્ષિને મુઠ્ઠીઓ મારી. એટલે પછી મારા ઉદરથી આ ગર્ભ પડી ગયો. ત્યારે વૃદ્ધ સ્ત્રીઓએ કહ્યું : “હે ગાંધારી! મુન્ની ઉપર ઇર્ષ્યાને ન કર. કા૨ણ કે પૂર્વભવમાં કરેલા કર્મોને દેવોથી પણ ઉલ્લંઘવું શક્ય નથી, તો પછી માનવીનું શું ? કારણ કે હજારો ગાયોમાંથી બચ્ચું (વાછરડું) પોતાની માતાને શોધી લે છે. એ પ્રમાણે પૂર્વકૃત કર્મો, કર્મ કરનારની પાછળ દોડે છે. (અથવા કર્મ કરનારને શોધી લે છે.) આથી તું પણ ધર્મને કર.” પછી તે ગાંધારી ધર્મમાં રત બની અને સારી રીતે પુત્રનું પાલન કર્યુ. તે રીત કહેતાં કહે છે... એક રૂની ગોદડીને ઘી રેડી ભીની કરીને તેણે તે બાળકને વીંટાળીને એક સુવર્ણકુંડીમાં મૂકીને એકાંતમાં વ્યવસ્થિત સ્થાપીને ગાંધારી નિધાનની જેમ ધારણ કરે છે (સાચવે છે). એ રીતિએ તે ગર્ભ ગાંધારી માતાના સ્તનપાનથી છ મહિને સંપૂર્ણ સર્વ અંગવાળો થયો. કોની જેમ, વરસાદના પાણીથી નાના છોડવાની જેમ. For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૩ (૪૫ ) પાંડવ ચરિત્રમ્ આ બાજુ જે દિવસે ગાંધારીએ તે પુત્રને જન્મ આપ્યો, તે જ દિવસે ત્રણ પહોર પછી કુન્તીએ પણ પુત્રને જન્મ આપ્યો. પરંતુ એક જ દિવસે બંનેનો જન્મ થયો હોવા છતાં પણ તે બંનેના ભાગ્યમાં મોટું અંતર હતું. કારણ કે પહેલો દુર્લગ્નમાં જન્મ્યો હતો. વળી બીજો સુલગ્નમાં જન્મ્યો હતો, તેમાં પાડુ રાજાના પુત્રને ઉદેશીને આકાશમાં આવા પ્રકારની વાણી થઈ. આ વજ જેવી કાયાવાળો તથા અત્યંત બલવાન થશે. મોટાભાઈનો ભક્ત થશે અને આધાર વિનાના જગતનો બંધુ થશે. ક્રમે કરીને સંપૂર્ણ મોહનો નાશ કરીને ભવિષ્યમાં સિદ્ધિ (મોક્ષ)ને પ્રાપ્ત કરશે. આ જાણીને કુન્તીએ પ્રીતિ ઉત્સવ કર્યો. દેવલોકમાં દેવોએ ઉત્સવ કર્યો. પાડુ રાજાએ તો બંને પુત્રોનો ઉત્સવ કર્યો. ક્રમે કરીને અશુચિકર્મ પૂર્ણ કરીને બારમે દિવસે પિતા ધૃતરાષ્ટ્ર પુત્રનું દુર્યોધન એ પ્રમાણે નામ રાખ્યું.” તેવી રીતે પાડુ રાજાએ પણ પુત્રનું ભીમ, એ પ્રમાણે નામ રાખ્યું તથા વાયુદેવે આપ્યો હોવાથી વાયુપુત્ર એ પ્રમાણે બીજું નામ પ્રસિદ્ધ થયું. દુર્યોધન અને ભીમ પાંચ પાંચ ધાત્રીઓથી લાલન-પાલન કરાતા ક્રમે કરી સિંહ બાળકની જેમ મોટા થયા. ઘૂંટણીએ ચાલતા દુર્યોધનને ઘૂંટણીએથી પાછળથી આવીને પગથી પકડીને ખેંચ્યો. ક્યારેક દુર્યોધનને આપેલું ખાવાનું ભીમે બળજબરીથી છીનવીને પોતે ખાઈ લીધું. ક્યારેક સાથે ખેલતાં, ક્યારેક એકબીજા ઝઘડતા, એ પ્રમાણે દિવસો જવા લાગ્યા. હવે એક વખત વસંતઋતુ આવી. તે વસંતઋતુ કેવી છે તે કહે છે – આંબાના મોરના બહાનાથી વસંતે લાવેલા પુષ્પરૂપી નવા અસ્ત્રો વડે જગતને ઘાસ સમાન ગણતા, જગતને જીતવાની ઇચ્છાવાળા કામદેવના બાણો પ્રમાણમાં જય જય બોલતા હોય તેમ કોયલોના મીઠા સૂર દુંદુભિ જેવા લાગતા હતા. પુષ્પની કેસરાઓ પડવાથી સમસ્ત પૃથ્વીતલ સોનવર્સી બન્યું હતું અને પુષ્પોથી શોભતું એવા ક્રિડાવનમાં પાડુ રાજા ગયા. એવા પ્રકારની વસંતઋતુ આવતા કુન્તી પોતાના છ માસના પુત્ર ભીમને લઈને પતિ સાથે વસંતઋતુની શોભા જોવા માટે વનમાં ગઈ. તે મનોહર ઉદ્યાનમાં કુન્તીએ પતિ સાથે સુખપૂર્વક ક્રિડા કરી. ક્યારેક પ્રિય સાથે હીંડોળા પર બેસીને હીંચવાનું, ક્યારેક પ્રિયા સાથે ક્રિડા કરતાં રાજા ક્રિડા કરવાના પર્વત ઉપર ચઢે છે. તે પર્વત ઉપર યથેચ્છ ક્રિડા કરતી પાડુ રાજા સાથે કુન્તી કંકેલી વૃક્ષની નીચે વિશ્રામ લેવાને બેઠી. પછી તે કુન્તી ભીમને ખોળામાં લઈને આ પ્રમાણે બોલવા લાગીઃ “હે કુરુવંશ મંડન ! હે જગતનેત્ર સુધાકર ! એ પ્રમાણે બોલતી કુન્તી પર્વતના શિખર પર પુષ્પની શૈયામાં સુખપૂર્વક સૂઈ ગઈ.” કારણ કે કુન્તીને અહીં તહીં ભ્રમણ કરવાથી નિદ્રા આવી ગઈ. પાડુ રાજા પણ કુન્તીને સુખે સૂઈ ગયેલી જોઈને એકલા જાતે ક્રિડા પર્વત પર ફરતાં ફરતાં ચંપક પુષ્પોની માલા બનાવીને પ્રિય એવી કુત્તીને જગાડીને તેના કંઠમાં આરોપી For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ (૪૬) સર્ગ - ૩ (પહેરાવી). તેને કંઠમાં રહેલી માલાને જોઈને પ્રેમપૂર્વક પાર્ટુને લોચનોથી જોતી કુન્તી સહસા જલ્દી ઊભી થઈ ગઈ. ત્યારે સૂતેલો ભીમ એકદમ ખોળામાંથી પડી ગયો. શિખર પરથી પડતી શીલાની જેમ બાલકને પડતો જોઈને કુન્તી હાહાકાર કરતી પુત્રના શોકમાં ડૂબેલી (આકુલ) એવી પુત્રને જોવા લાગી. બાળક પણ વજ જેવી કાયાવાળો હોવાથી બધાના દેખતાં એક તળથી બીજા તળે (એક પત્થરથી બીજા પત્થર પર પડતો) ગબડતો ગબડતો માર્ગમાં આવતા પત્થરોને તોડતો તોડતો પર્વતના તળ પર આવી ગયો. બાળકની પાછળ વાંદરાની જેમ કૂદકા મારતું રાજાનું સૈન્ય પણ દોડ્યું. તેની પાછળ પાડુ સહિત કુન્તી પણ રોતી રોતી હે વત્સ! એ પ્રમાણે બોલતી પક્ષીઓને પણ રડાવતી. ધીરે ધીરે પર્વતની નીચે ઉતરી આગળ દોડતી રાણી બોલી : “હે પ્રાણેશ! આ પત્થરો કોણે સૂર્યા.” પાડુએ કહ્યું : “હું માનું છું કે આ ભીમ નામનો દુશ્મન કોઈપણ શસ્ત્ર વડે ફાડી નાખશે. એમ વિચારીને પોતે પોતાના પાપથી ઝીણા ઝીણા ટૂકડા થઈ ગયા.” એ પ્રમાણે પરસ્પર વાતો કરતા રાજા-રાણી અને નોકરો જ્યાં પર્વત પરથી નીચે ઉતરે છે, તેટલામાં રાજાએ દૂરથી આવતા પોતાના સૈનિકોને જોયા. સૈનિકો આવી ગયા અને તેઓએ કહ્યું : “હે રાજન ! પુત્ર કુશલની વધામણી આપીએ છીએ. તમારો પુત્ર ક્ષેમકુશલ છે.” પછી ત્યાંથી ચાલતો રાણી સહિત રાજા ત્વરિત જે ભૂમિ પર પુત્ર આળોટતો હતો, ત્યાં આવ્યો. ત્યાં પત્થરના ચૂર્ણવાળી શૈયામાં અક્ષત-અંગ અને કમલ જેવી આંખવાળા પુત્રને જોઈને માતા-પિતા હર્ષવાળા બન્યા. ખૂબ હર્ષિત થયા.) માતાને મલવામાં ઉત્સુક ઊંચા હાથ કરેલ પુત્રને કુન્તીએ પણ હાથોથી પકડીને છાતી સાથે આલંગીને (ચાંપીને) ઝરતા સ્તનવાળી કુન્તીએ વારંવાર પુત્રને ચૂમ્યો. પાડુ રાજાએ પણ આનંદપૂર્વક તે પુત્રને નહિ છોડતી પત્ની પાસેથી બલાત્કારે છીનવીને જાતે જ આલિંગન કર્યું. તે ચૂર્ણ થયેલી શીલાની ભૂમિ જોઈને રાણીએ રાજાને પૂછ્યું : “હે સ્વામિન્ ! આ શીલા કોણે ચૂરી ?” રાજાએ કહ્યું : “હે પ્રિયે ! દેવતાએ કહેલ વજકાયવાળા આ તારા પુત્રે તે ગિરિના શિખર પરથી શિલા પર પડતા આને (ભીમે) આ શિલાઓ ચૂરી છે. તે સાંભળીને આશ્ચર્ય ચકિત થયેલી કુન્તી ભીમને લઈને વારંવાર આલિંગન દેવા લાગી. પાડુ રાજાએ પણ ભીમના પડવાથી તે ભૂમિને જોઈને શિલાચૂર એ પ્રમાણે ત્રીજું નામ આપ્યું. રાણી અને પુત્રની સાથે પાડુ રાજા ઉડતી ધજાઓ અને કપડાના તોરણોથી અલંકૃત કરેલી પોતાની રાજધાનીમાં આવ્યા. પછી ભીમ પર્વતની કંદરા (ગુફા)માં રહેલા ચંપક વૃક્ષની જેમ (મોટો વધવા લાગ્યો) અને આ બાજુ એક વખત પાડુ પત્ની કુન્તીએ રાત્રિ અલ્પ બાકી રહી ત્યારે (પૂરી થવા આવી ત્યારે) સ્વમમાં ઐરાવણ હાથી પર બેઠેલા ઈન્દ્રને જોયો. પછી ખુશ થયેલી તે કુન્તીએ પ્રાતઃ કાળે પતિને તે સ્વપ્ર કહ્યું. રાજાએ પણ કુન્તીને ઇન્દ્ર જેવો પ્રભાવશાળી ભાવિમાં પુત્ર થશે, તેમ કહ્યું. તેથી અત્યંત પ્રીતિને પામેલી એવી તેણીએ ઉત્તમ ગર્ભને ધારણ For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૩ [૪૭] પાંડવ ચરિત્રમ્ કર્યો. તે ગર્ભના પ્રભાવથી તેણીને આવા પ્રકારના ભાવો (દોહદો) ઉત્પન્ન થયા, જેવા કે વાળેલા ધનુષ્યથી સાગર સુધીની પૃથ્વીને જાતે હું ઉપદ્રવ રહિત બનાવું તથા સમય આવે છતે પ્રજાનું સંહરણ કરતાં યમનો પણ નિગ્રહ કરું એ પ્રમાણે સંપૂર્ણ પૃથ્વીને વશ કરું (કજામાં લઉં). આ પ્રમાણે ગર્ભના પ્રભાવથી ધીર ઉદાર મનોરથવાળી કુન્તીએ શુભમુહૂર્ત પુત્રને જન્મ આપ્યો. તે જ વખતે આકાશમાં દેવી વાણી ચારે બાજુ સંભળાઈ. વડીલો (મોટાભાઈ)ની ભક્તિ કરનાર આ જગતમાં એક અજોડ ધનુર્ધારી છે, જે દુઃખે કરી જીતી શકાય (અજિત) તેવો અત્યંત સૌમ્યમુખ, પરાક્રમી, ન્યાયપ્રિય, ક્રમે કરીને કર્મરહિત થઈ મુક્તિપ્રિય થશે. તે પુત્રનો જન્મ થતાં આકાશમાં રંભા-ઉર્વશી આદિ અપ્સરાઓ સંગીત અને નૃત્ય કરવા લાગી તથા કિન્નરેશ્વરીઓ મનોહારી મૂર્છાના સંયુક્ત ગાન ગાવા લાગી. ઈન્ડે આપેલ તે પુત્રના જન્મના આનંદમાં પાડુ રાજાએ મહામહોત્સવ કર્યો. તેવી જ રીતે બારમો દિવસ પ્રાપ્ત થયો. સુવર્ણ વર્ણ હોવાથી અર્જુન એ પ્રમાણે પહેલું નામ રાજાએ પાડ્યું. (આપ્યું.) સ્વમમાં ઈન્દ્રના દર્શનથી જન્મ્યો. આથી ઇન્દ્રપુત્ર એમ બીજું પણ નામ આપ્યું. આ ત્રણેય (યુધિષ્ઠિર-ભીમ અને અર્જુન) કુન્તીના પુત્રો જાણવા. હવે મદ્ર પુત્રી માદ્રી પણ પાડુ પત્નીએ શુભ સ્વમ સૂચિત શોભાના સમૂહરૂપ યુગલરૂપે બે પુત્રોને જન્મ આપ્યો. ત્યારે પણ તેઓ ભવિષ્યમાં જે થવાના છે, તેવી વાણી આકાશમાં થઈ. સત્ત્વશાલી, શૂરવીર, ગુરુવત્સલ અને સિદ્ધિને મેળવનારા થશે. ક્રમે કરી બાર દિવસના થતા પાડુ રાજાએ આપેલા નામથી યુધિષ્ઠિર-ભીમ-અર્જુન-નકુલસહદેવ, એ પ્રમાણે પાંચેય કુમારો કલ્પવૃક્ષની જેમ પ્રસિદ્ધિને પામ્યા. હવે ધૃતરાષ્ટ્રને ગાંધારી આદિ આઠ પત્નીઓ હતી. તેઓને દુર્યોધન પછી નવ્વાણું પુત્રો થયા. તેમના નામ આ પ્રમાણે છે. (૧) દુઃશાસન, (૨) દુઃસહ, (૩) દુશલ, (૪) રણપ્રાન્ત, (૫) રામાત્ય, (૬) વિન્દ, (૭) સર્વસ, (૮) અનુવિન્દ, (૯) સુભીમ, (૧૦), સુબાહુ, (૧૧) દુષ્મઘર્ષણ, (૧૨) દુર્મર્ષણ, (૧૩) સુગાત્ર, (૧૪) દુષ્કર્ણ, (૧૫) દુઃશ્રવા, (૧૬) વરવંશ, (૧૭) વિકીર્ણ, (૧૮) દીર્ઘદર્શી, (૧૯) સુલોચન, (૨૦) ઉપચિત્ર, (૨૧) વિચિત્ર, (૨૨) ચારુચિત્ર (૨૩) શિરાસન, (૨૪) દુર્મદ, (૨૫) દુપ્રગાહ, (૨૬) યુયુત્સુ, (૨૭) વિકટ, (૨૮) ઉર્ણનાભ, (૨૯) સુનાભ, (૩૦) નંદ, (૩૧) ઉપનંદક, (૨) ચિત્રબાણ, (૩૩) ચિત્રવર્મા, (૩૪) સુવર્મા, (૩૫) દુર્વિમોચન, (૩૬) અયોબાહુ, (૩૭) મહાબાહુ, (૩૮) શ્રુતવાન, (૩૯) પદ્મલોચન, (૪૦) ભીમબાહુ, (૪૧) ભીમબલ, (૪૨) સુષેણ, (૪૩) પંડિત, (૪૪) શ્રુતાયુધ, (૪૫) સુવીર્ય, (૪૬) દણ્ડધાર, (૪૭) મહોદર, (૪૮) ચિત્રાયુધ, (૪૯) નિષંગી, (૫૦) પાસ, (૫૧) વૃન્દારક, For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ४८ સર્ગ - ૩ (પર) શત્રુંજય, (૫૩) શક્રસહ, (૫૪) સત્યસબ્ધ, (૫૫) સુદુઃસહ, (૫૬) સુદર્શન, (૫૭) ચિત્રસેન, (૫૮) સેનાની, (૫૯) દુષ્પરાજય, (૬૦) પરાજિત, (૬૧) કુન્ડશાયી, (૬૨) વિશાલાક્ષ, (૬૩) જય, (૬૪) દઢહસ્ત, (૬૫) સુહસ્ત, (૬૬) વાતવેગ, (૬૭) સુવર્ચા, (૬૮) આદિત્ય, (૬૯) કેતુ, (૭૦) બલ્હાશી, (૭૧) નિર્બન્ધ, (૭૨) પ્રયાયિ, (૭૩) કવચી, (૭૪) રણશૌષ્ઠ, (૭૫) કુંડધાર, (૭૬) ધનુર્ધર, (૭૭) ઉગ્રરથ, (૭૮) ભીમરથ, (૭૯) શૂરબાહુ, (૮૦) અલોલુપ, (૮૧) અભય, (૮૨) રૌદ્રકર્મા, (૮૩) દઢરથ, (૮૪) અનાધૃત, (૮૫) કુંડમેદી, (૮૬) વિરાજી, (૮૭) દીર્ઘલોચન, (૮૮) પ્રથમ, (૮૯) પ્રમાથી, (૯૦) દીર્વાલાપ, (૯૧) વીર્યવાન, (૯૨) દીર્ઘબાહુ, (૯૩) મહાવક્ષા, (૯૪) દઢવક્ષા, (૯૫) સુલક્ષણ, (૯૬) કનક, (૯૩) કાંચન, (૯૮) સુધ્વજ, (૯૯) સુભજ અને (૧૦૦) વિરાજ. એ પ્રમાણે નામ જાણવા. આ બધા યુદ્ધ કરવાની રીતમાં વિશારદ હતા. યુદ્ધ શૂરવીર હતા. આ સર્વેય બાહુબલથી ગર્વધારી હતા. બધાય અહંના પર્વત જેવા હતા. બધાય સર્વ પ્રકારના અસ્ત્રમાં પ્રવીણ હતા. એ પ્રમાણે એકસો પાંચ ભાઈઓ ગંગાનદીના કિનારે સ્વેચ્છાપૂર્વક ક્રિડા કરતા હતા. એક દિવસ ધૃતરાષ્ટ્ર ભીખાદિ આસન પર બેઠા હતા ત્યારે મુહૂર્ત આપનારાઓને બોલાવીને સ્વચ્છ મનથી પૂછ્યું : “હે નૈમિત્તિકો ! આકાશવાણી થઈ હતી કે યુધિષ્ઠિર જગત પ્રશંસનીય રાજા થશે, એમાં કોઈપણ પ્રકારની શંકા નથી.” પછી બીજી વાત પૂછી. મારો પુત્ર દુર્યોધન રાજા થશે કે નહિ? એ સ્વજ્ઞાનથી નક્કી કરીને અમને કહો, એ પ્રમાણે ધૃતરાષ્ટ્ર જ્યાં પૂછ્યું તેટલામાં શું થયું? દિશાઓ ધૂળથી ઢંકાઈ ગઈ. પૃથ્વી કંપવા લાગી, ધરા ઘાત વિના ઉછળી, અમંગલકારી શિયાળીયાઓ રડવા લાગ્યા તથા સૂર્યમંડલનો પરિવેશ ભયંકર થયો. આવા પ્રકારના ખરાબ નિમિત્તો જોઈને અને પુત્રના લક્ષણો જોઈને જ્ઞાનવાન નૈમિત્તિકોએ સર્વે જાણનાર વિદૂરને ધીરે ધીરે કહ્યું, વિદૂર ! આ દુર્યોધન સકલ રાજાઓને જીતનારો મહારાજા થશે, પરંતુ સર્વજનોનો અને સ્વકુલનો ક્ષય-નાશ કરનારો થશે, એ પ્રમાણે નૈમિત્તિકે કહેલું અનિષ્ટ સાંભળીને વિદૂરે ધૃતરાષ્ટ્રના પૂછવાથી તથૈવ નૈમિત્તિકે કહેલું સર્વ સભા સમક્ષ કહ્યું. કાનને માટે વિષ સમાન તેના વચનો સાંભળી ધૃતરાષ્ટ્ર પોતાના કુળનું કુશળ ઇચ્છતો ફરી બોલ્યો : “હે નૈમિત્તિકો ! અમારા કુળનું કુશળ કેવી રીતે થશે ?” તેટલામાં વિદૂર બોલ્યો : “હે બાંધવ ! જો કુળનું કુશળ ઇચ્છે છે, તો આ દુષ્ટ પુત્ર તજી દેવો યોગ્ય છે.” કહ્યું છે કે – જે કુળનો નાશ કરનાર છે, તેવા પુત્ર વડે કરીને શું? હે આર્ય! કાનને કાપી નાખનારા તેવા સોનાથી પણ શું કામ? નવ્વાણું સુપુત્રોથી પણ સરો. કારણ કે કુળનો નાશ કરનારા દુપુત્રથી શું? For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ | (૪૯) સર્ગ - ૩ પાંડવ ચરિત્રમ્ કુલને માટે એકને છોડી દો. ગામને માટે કુળને છોડો. જનપદને માટે ગામ અને આત્મા માટે પૃથ્વીને છોડો. આથી આને કુળને માટે છોડી દો, આવું સાંભળીને ધૃતરાષ્ટ્ર જ્યાં કંઈ જ ઉત્તર આપ્યો નહિ, ત્યાં પાડુએ અત્યંત પ્રેમપૂર્વક વિદૂરને કહ્યું: “હે બાંધવ વિદૂર ! આવા પ્રકારના પુત્રો પુણ્ય વિના ક્યાં મળે છે. આ દુર્યોધન મને ઘણી માનતા, બાધાઓ કર્યા પછી પ્રાપ્ત થયો છે, તો પછી આ પુત્રને કેમ કરીને ત્યજવો. તેમજ જો પુત્રથી કુલક્ષય થાય તો કુલવૃદ્ધિ કેવી રીતે થાય ? જો આકાશમાં સૂર્યથી અંધકાર થાય તો પ્રકાશ શેનાથી થાય ?” આથી તે યુધિષ્ઠિર પછી રાજા થાઓ. કારણ કે આવા પુત્રથી ગોત્રનો ઉત્કર્ષ થશે... જેવી રીતે યુધિષ્ઠિર છે, તેવી રીતે દુર્યોધન પણ છે. આ બેમાં મારે કોઈ અંતર નથી. તે સાંભળીને વિદ્રાદિ મૌન થઈ ગયા. પાડુ રાજાએ રજા આપેલા વિદ્રાદિ સર્વે પોતપોતાના સ્થાનમાં ગયા. નૈમિત્તિકો પણ દાન અને માનથી સંતોષ પામેલા પોતાના સ્થાનમાં ગયા. આ બાજુ દુર્યોધનની દુશલ્યા નામની ભગિની હતી, તે ક્રમે કરીને મોટી થતાં યૌવનવયને પ્રાપ્ત થયેલી સિવુ દેશના રાજા જયદ્રથ સાથે પરણાવી. તે રાજાની સાથે વૈષયિક સુખને ભોગવે છે. - હવે તે ધૃતરાષ્ટ્રના બળવાન પુત્રો ત્રણ ભુવનને તોલવામાં સમર્થ હતા. તેવી રીતે પાડુ રાજાના પાંચેય પુત્રો તે બધા હસ્તિનાપુરની નજીકમાં ઈચ્છાપૂર્વક રમતા હતા, તે બધાય દરરોજ પ્રભાતે આવીને ભીષ્મને, ધૃતરાષ્ટ્રને, પાડુ રાજાને અને વિદૂરને ભક્તિપૂર્વક નમતા હતા. તેવી રીતે સત્યવતીને, અંબિકાને, અંબાલિકાને, અંબાને, ગાંધારી અને કુન્તીને પ્રણમતા હતા, તે ભીષ્માદિ ગુરુઓ, સત્યવતી આદિ માતાઓ, તેના બધા પુત્રો ઉપર એકસરખી વાત્સલ્યવાળી હતી. કારણ કે વડીલો બધા ઉપર એક સરખા મનવાળા હોય છે. (બધાપર એકસરખી દૃષ્ટિ હોય છે.) હવે તે બધા કુમારોની અંદર રહેલા પાંચેય પાંડવો બચપણથી જ પરમાતો (પરમેશ્વર-પરમાત્માના ભક્ત) હતા, જેનો જેવો પરલોક હોય તેવા પ્રકારની તેની ચેષ્ટા હોય છે. તેવી રીતે દિવસ અને રાત તેઓ પાંચેય જણ મનમાંથી પરમેષ્ઠિને મૂકતા નથી. એટલે કે (પાંચેય પરમેષ્ઠિને હૃદયમાં રાખે છે.) એ પ્રમાણે ધર્મમાં રત પાંચેય પાંડવો સુખપૂર્વક કાલને પસાર કરે છે. હવે તે એકસોને પાંચ કુમારો વેગ (દોડવાની ક્રિયા)ની પરીક્ષા માટે ગંગાનદીની રેતીમાં પરસ્પર એકબીજાને હાથતાળી આપીને દોડે છે. તેવી રીતે ગંગાનદીના કાંઠે રેતીના કોમલ કણોમાં બધા કુમારો રેતીની રમત રમે છે. તેઓ ક્યારેક પાણીની રમતમાં રત, તેઓ ઊંચા કિનારે ચડીને યમુના નદીમાં ઝંપલાવે છે. ગુખ ઘરોમાં, રજ ઘરોમાં, જલ ઘરોમાં ક્રિડાને કરતાં બલવાન ઉદાર For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ (૫૦) સર્ગ - ૩ ભીમ બધા ભાઈઓને પકડી લે છે તથા ધર્માત્મા ધર્મનંદન (યુધિષ્ઠિર) શમભાવી આત્મા સર્વ બંધુઓ ઉપર સ્નેહને રાખે છે. વિશેષ પ્રકારે તો સુયોધન પર સ્નેહ રાખે છે. કુદરતી રીતે ચંચલ એવા ભીમે દુર્યોધન ભાઈઓને દુઃશાસન આદિઓને ક્રિડા કરતાં સુખાસન (આરામથી બેસવાના સાધનો) આદિને ઉછાળતો ક્યારેક બગલમાં લેતો, ક્યારેક હાથોથી હલાવીને પીડા કરતો, શ્વાસનો અવરોધ કરતો, મરેલા જેવા કર્યા. વળી ભીમે ક્યારેક બે નાળિયેરોને અફળાવવાની જેમ તેઓના પરસ્પર શીર ટકરાવ્યા. ક્યારેક પગ પકડી ખેંચીને કોશમાત્ર દૂર લઈ જતો હતો. ક્યારેક તેઓને બાહુપાશમાં પકડીને પાણીમાં ઊંડે સુધી ડૂબાડીને ક્રિયા પ્રિય ભીમ મરેલા જેવા કરીને એટલે કે અધમૂઆ કરીને છોડી દેતો. સર્વે ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવો ક્યારેક ક્રિડા કરવાને માટે એક મોટા કોઠાના ઝાડ પર ચઢી ગયા. તેટલામાં ત્યાં આવેલા ભીમે તેઓને વૃક્ષ પર ચઢેલા જોઈને પગના પ્રહારથી વૃક્ષને હલાવ્યું અને બધા કૌરવોને ફળોની સાથે જમીન ઉપર પાડ્યા. ભીમથી ખેદ પામેલા હોવા છતાં પણ તે કૌરવો ભીમ પર ગુસ્સો કરતા ન હતા, કારણ કે તેઓ જાણતા હતા કે આ અમને ક્રીડા કરાવે છે પણ દ્રોહથી (ઈર્ષાથી કે ગુસ્સાથી) પીડા કરતો નથી પરંતુ દુષ્ટબુદ્ધિના કારણે દુર્યોધન બધી ક્રિડા વગેરેને ઇર્ષ્યાથી જ જૂએ છે. એક દિવસ પોતાના ભાઈઓને કદના કરતાં જોઈને ભીમને કહ્યું “હે બધુ! આ નાના બાળક જેવા મારા ભાઈઓને રાજા વિનાની પ્રજાની જેમ શા માટે કદર્થના (દુઃખી) કરે છે. જો તને તારા હાથના બળનું અભિમાન હોય તો મારી પાસે આવ. જેથી કરીને તારા હાથની ખરજ (ખણજ)ને દૂર કરૂં.” ત્યારે ભીમે કહ્યું, “હે બંધુ દુર્યોધન ! હું તારા ભાઈઓને વિષે દુષ્ટ મનવાળો નથી પરંતુ આતો મારા સ્નેહનું ચાપલ્ય છે.” દુર્યોધને કહ્યું, “હે ભીમ! વનોમાં દાંતથી હાથીઓની રમત પણ વૃક્ષોને ભાંગનારી (ઉખેડી નાખનારી) થાય છે. આથી તું મારી સાથે યુદ્ધ કર.” ભીમે કહ્યું, “જેવી રીતે એરંડાનું ઝાડ હાથીની ખણ દૂર કરવા માટે સમર્થ નથી તેવી રીતે તું પણ મારા હાથની ખણજને સહન કરવા સમર્થ નહીં થાય.” એ પ્રમાણે આક્ષેપ કરાયેલો દુર્યોધન ભીમ સાથે બાથંબાથનું યુદ્ધ કરવા લાગ્યો ત્યારે બીજા કુમારો યુદ્ધના કૌતુકમાં રત તેઓને જોતાં ચારે બાજુ ઊભા રહ્યા તે બેઉજણા પણ જય અને પરાજયમાં તત્પર રહેલા અજય રહેલા વનમાં હાથીની જેમ શોભે છે. એ પ્રમાણે બન્ને યુદ્ધ કરતાં વૃકોદર (ભીમ) જેવા વજઅંગી ભીમે દુર્યોધનના અંગને જર્જરીત (ઢીલા) કરીને દૂર ત્યાગી દીધો તેથી સાવધાન થઈને દુર્યોધન લજ્જાવાળા મુખે ધીરે ધીરે પોતાના ભાઈઓ પાસે આવ્યો. રજથી ઢંકાયેલો ભીમ પણ યુધિષ્ઠિર પાસે આવ્યો, યુધિષ્ઠિર પણ ધૂળથી For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૩ ૫૧. પાંડવ ચરિત્રમ્ રંગાયેલા ભીમને જોઈને પ્રેમપૂર્વક પોતાના કપડાથી તેને સાફ કર્યો. અર્જુન પણ ભીમને યુદ્ધથી થાકેલો જોઈ કોમલ હાથ વડે વારંવાર શરીરને દબાવવા લાગ્યો. નજીકમાં રહેલા નકુલ અને સહદેવે પોતાના કપડાના છેડાઓથી ઘણા સમય સુધી પવન નાખ્યો. દુર્યોધને ગુપ્ત સ્થાને રહીને મૂર્ખને ઉચિત આવા પ્રકારના વિચારો કર્યા. આ પ્રમાણે - જે કોઈ પણ અર્ધરાજ્યને લેનારો મહાપરાક્રમી હોય તો તે પણ વધને યોગ્ય છે. તો પછી જે આખા રાજ્યને લઈ લેનારો છે. તેનું તો વળી શું કહેવું. આથી ઉગતા વ્યાધિ જેવો મારો વિરોધી મહાશત્રુ એવો આ યુધિષ્ઠિર છેદનીય છે, પરંતુ પરાક્રમી અને ન્યાયસંપન્ન રાજાની જેમ ભીમ વગેરેથી પરિવરેલો તે દુઃખે કરીને હણાય એવો છે, તેથી પહેલાં ભીમ અને અર્જુનને ખત્મ કરી દઉં. પછી યુધિષ્ઠિરને ખત્મ કરીશ, એ પ્રમાણે વિચારીને તે કપટી (ખોટો) નાહકનો નટ જેવો બનેલો તે પાપરૂપ મંડપમાં નૃત્ય કરતો હતો. પહેલાં તો દુષ્ટ આત્મા એવો દુર્યોધન ભીમના છીદ્રો (ભૂલો)ને જોવા લાગ્યો. એક દિવસ બધા એકસોને પાંચ કુમાર ગંગા નદીને કાંઠે ક્રિડા (રમત)ને કરતા હતા, ત્યારે પાડુ રાજા બધા કુમારોને ગંગા કાંઠે ક્રિડા કરતા જાણીને પુત્રના પ્રેમવાળા એવા તેણે (પાડુ રાજાએ) સુંદર એવા લાડવાઓ કરાવીને પુત્રને માટે મોકલ્યા. તે બધાએ પણ ત્યાંજ બેસીને ભોજન કર્યું (ખાધા). પરંતુ ભોજન આદિએ કરીને ભીમ હંમેશા આગળ રહેતો હતો. એક વખત ગંગાના કાંઠે રમતથી થાકેલો ભીમ ધૂળની શયામાં સુખપૂર્વક સૂઈ ગયો. કારણ કે સ્નિગ્ધ, મધુર, સુંદર, શાક યુક્ત આહાર ખાનારાઓ લાંબી નિદ્રાને જીતનારા એટલે કે લાંબા વખત સુધી સુખપૂર્વક નિદ્રા લે છે. આ છિદ્ર (મોકો) પામીને દુષ્ટ બુદ્ધિવાળા સુયોધને ભીમને લત્તા પાશથી (વેલડીથી) બાંધીને જમીન પરથી પાણીમાં ફેંક્યો. તેથી જાગેલા ભીમે પોતાને પાણીમાં પડેલો જોયો અને તે જ પાણીમાં કોમળ કમળની દાંડીની જેમ લત્તાના પાશને (બંધનને) છેદીને અને ગંગામાં સ્નાન કરીને હાથીની જેમ બહાર નીકળ્યો. વળી પણ એક વખત ભીમને નિદ્રા લેતો જોઈને શરીરના અંગોમાં દુર્યોધને દન્દશુક સાપ વડે દંશ દેવરાવ્યો. પરંતુ ભયંકર ફેણવાળા તે સર્પો ઉગ્ર ઝેરવાળા તીક્ષ્ણ ડંખોથી ભીમની ચામડીને ભેદી ન શક્યા. અર્થાત્ તે ભીમને ઝેરની અસર ન થઈ. ક્રમે કરીને એટલે કે થોડા સમય પછી જાગેલા ભીમે નાના બચ્ચાંની જેમ તે નાગોને દૂર ફેંકી દીધા. તેવી જ રીતે બીજા કોઈ દિવસે દુષ્ટ બુદ્ધિવાળા સુયોધને ભીમના આહારમાં ભયંકર ઝેર નાંખી દીધું. પરંતુ તે ઝેરથી પુણ્યના કારણે અર્થાત્ પુણ્યવાન હોવાથી તેને કંઈ પણ ન થયું. કહ્યું છે કે – સર્પ હાર બની જાય છે, તલવાર પુષ્પમાલા બની જાય છે, વિષ પણ For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ પિ૨] સર્ગ - ૩ રસાયણ (ઔષધ) બની જાય છે, શત્રુ પ્રીતિને ધારણ કરે છે, દેવો વશ થાય છે. અથવા વધારે શું કહેવું, જે ધર્મને માને છે, તેના પર દેવો સતત રત્નોને વરસાવે છે. એ પ્રમાણે ભીમ સાથે વિરોધ કરતાં દુર્યોધનના દિવસો પસાર થાય છે. પરંતુ ભીખ તે બધા ધૃતરાષ્ટ્રના પુત્રો પર ક્રોધથી મલિન અલ્પ પણ મનને થવા દેતો નથી, પરંતુ દુર્યોધનાદિએ કરેલું બધું માત્ર ક્રિડા (રમત) રૂ૫ માને છે. એ પ્રમાણે સર્વ કુમારો ક્રિડામાં તત્પર (મગ્ન) સુખપૂર્વક કાળને પસાર કરે છે, તો પણ નિષ્ફળ પુરુષાર્થ કરનારા ધૃતરાષ્ટ્રના પુત્રો દુર્યોધન આદિ પાડુ રાજાના પુત્રોના તેજથી જલે છે. હવે વિદૂરે તે ઉદ્ધત કુમારોનો કલહ જાણીને ભીષ્ઠાદિના સ્વજનોની આગળ આ પ્રમાણે કહ્યું: “આ બધા કુમારો કવચ ધરનારા, અતિ બુદ્ધિશાળી હોવાથી કલાઓ શીખવવાની ઉપેક્ષા ન કરવી, પરંતુ કલાચાર્ય પાસે ભણાવવા જોઈએ, તો તેઓને કલાઓ શીખવાડનાર કોણ ઉપાધ્યાય (ગુરુ) થશે.” એ પ્રમાણે વિચારોના વમળમાં પડેલા તે કૌરવોને વિદૂરે કહ્યું: “આજ નગરમાં કૃપ નામના કલાચાર્ય સર્વ વિદ્યાના સાગરને પાર કરનારા રહે છે. તે કૃપ તમારા કહેવાથી આ કુમારોને ભણાવશે.” તેવા વિદૂરના વચન સાંભળીને ગાંગેય આદિએ કૃપાચાર્યને બોલાવીને બહુમાનપૂર્વક વિનંતી કરી. હે કૃપ ! આ અમારા કુમારોને અભ્યાસ કરાવો. પછી સુવર્ણ રતાદિથી પૂજાયેલો કૃપ તે એકસોને પાંચ કુરુપુત્રોને લઈને પોતાના ઘરે આવ્યો. કૃપાચાર્ય શુભમુહૂર્ત ગુરુપુષ્ય સુદ પાંચમને દિવસે તે બધા કુમારોને પંક્તિમાં બેસાડીને પહેલાં સરસ્વતી મંત્ર શીખવાડીને પછી શબ્દશાસ્ત્ર ભણાવવા માટે શરૂઆત કરી. તેઓ એ પ્રમાણે સાહિત્ય, છંદ, અલંકારાદિ સકલ શાસ્ત્રને ભણ્યા. પછી સકલ શાસ્ત્રને પાર પામેલાં તે કુમારોએ કંટાળ્યા વિના ધનુર્વેદને ભણવા માટે આરંભ (શરૂઆત) કર્યો. આ બાજુ ત્યાં રહેનારો વિશ્વકર્માના ભાઈ જેવો સુથાર અતિરથિ નામનો હતો. તેને રાધા નામની પતી હતી. તેઓને સત્ત્વની એક ભૂમિ જેવો ક્લાનો એક ભંડાર એવો ર્ણ નામનો પુત્ર હતો. જે ર્ષમાં ઔદાર્ય અને વળી શૌર્ય એ બે ગુણ સીમા વિનાના હતા તથા તે કાદવની ઉપમા જેવા કુલમાં શ્રેષ્ઠ વૃદ્ધિને પામેલા કમળની જેમ તે કર્ણને ઉત્તમ પુરુષો સાથે જ સોબત (સંગ) હતી. પ્રવીણ એવો તે કર્ણકુમાર ગુરુની પાસે (નિશ્રામાં) શસ્ત્ર શાસ્ત્રની શિક્ષાને ઇચ્છતો કૃપાચાર્યને નમસ્કાર કરીને વિનયપૂર્વક કુમારોની સાથે નિરંતર શસ્ત્ર શાસ્ત્રને શીખવા માટેનો શ્રમ-પુરુષાર્થ શરૂ કર્યો હવે તે કુમારોની વચ્ચે કૃપાચાર્યનો ઉપદેશ ચારે બાજુ સ્વાતિ નક્ષત્રના વરસાદની જેમ વરસે છે. કર્ણ અને અર્જુન મોતીની છીપ જેવા બની ગયા છે. કૃપાચાર્યની પાસેથી બધી વિદ્યા પ્રાપ્ત કર્યા પછી પણ અર્જુન અને કર્ણની બુદ્ધિ જરા પણ સંતોષને પામતી નથી. એક વખત For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ ૫૩ સર્ગ - ૩ પાંડવ ચરિત્રમ્ પુરીના આંગણમાં ક્રીડાને કરતાં (રમતાં-રમતાં) કુમારોનો દડો તેઓના ફટકાના ભયથી ડર્યો હોય તેમ કૂવાની અંદર પડ્યો. તે કુમારોએ દડાને પાછો લેવાને માટે વિવિધ ઉપાયો કર્યા. પરંતુ પુરુષાર્થ ફોગટ જવાથી તે કુમારો અતિ ખેદને પામ્યા. તે દડાને માટે ખેદ કરતા તે કુમારો પાસે એક વૃદ્ધ બ્રાહ્મણ, એક યુવાન બ્રાહ્મણ સાથે કૂવાના કાંઠે આવી ચડ્યો. તે વૃદ્ધ બ્રાહ્મણે તે કુમારોને આ પ્રમાણે કહ્યું : “હે પુત્રો ! આ દડાને માટે શા કારણે દુઃખી થાઓ છો ? કારણ કે આ તમારી મનોહર કાયા તથા આ તમારી કીશાવલીમાં બતાવેલી બાણની ચાતુરીને જાણનારા તમે, તો પછી આવા અલ્પકાર્યમાં આવા પ્રકારનો પ્રયાસ શા માટે કરો છો ? કારણ કે હાથથી પ્રાપ્ત થતાં ફળ માટે વૃક્ષ પર કોણ ચડે ?” વળી વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું : “આ હું હમણાં તમારું ઇચ્છિત કરીશ. એટલે હું હમણાં તમારી ઇચ્છાને પૂરી કરીશ. એ પ્રમાણે કહીને હાથમાં રહેલ મંત્રિત કરેલ સળી બતાવીને કહ્યું, મેં મંત્રેલી આ સળી કૂવામાં રહેલો દડો લઈ આવશે.” એમ કહીને તે બ્રાહ્મણે દડાની સામે એક સળી ફેંકી. તે સળીએ પલમાત્રમાં દડાને બાણની જેમ વીંધ્યો, કુશળ માણસના હાથે મૂકાયેલું તણખલું પણ બાણનું કામ કરે છે અને તેના ઉપર છોડેલી બીજી સળી તે સળીના છેડે તેવી રીતે લાગી ગઈ કે પોતાના હાથે મૂકાયેલી સળીઓએ (ઇષિકાઓએ) બાણની જેમ કામ કર્યું. એક પછી એક લાગી ગયેલી તે ઇષિકાઓએ (સળીઓએ) દડાને ખેંચી કાઢ્યો. લોકમાં અભૂત આ કાર્યથી આશ્ચર્ય પામેલા તે કુમારોએ તે વૃદ્ધ બ્રાહ્મણને નમસ્કાર કરીને અંજલિબદ્ધ આ પ્રમાણે વિનંતી કરી : “હે આર્ય! અમે બાણાચાર્ય હજારો જોયા, પરંતુ આ માનવલોકમાં કોઈને પણ આવા પ્રકારના જાણકાર અમે જોયા નથી.” (આથી તમે અમારા ગુરુ છો.) આજથી તમે અમારા ગુરુ છો, પિતા છો. અમે તમારા સેવક છીએ. કહો, અમે શું કરીએ? આ પ્રમાણે ફરી ફરી કહેવાથી વૃદ્ધ બ્રાહ્મણ આ પ્રમાણે બોલ્યો : “હે કુરુવંશ ભૂષણ ! હે સન્માર્ગના માર્ગે જનારા ! જેમ કતકના ચૂર્ણથી ડહોળું પાણી સ્વચ્છ થાય તેમ, તમારા વિનયથી અત્યંત માર્ગના શ્રમથી થાકેલું મારું મન અત્યંત પ્રસન્નતાને પામ્યું છે.” હે કુમારો ! મને તમારો ઉપાધ્યાય બતાવો. હું આજે તમારો અતિથિ છું. તમારા ઉપાધ્યાય કૃપ મારા સગા છે. (જેની પાસે આ કલાઓ અમે શીખ્યા છીએ.) હમણાં તેના શિષ્યો એવા તમને જોઈને ખુશ થયો છું. આ પ્રમાણે કહ્યું, ત્યારે કુમારો ચારે બાજુ વીંટળાઈ વળ્યા. અર્જુને આપેલા હાથનું આલંબન લઈને તે બ્રાહ્મણે નગરમાં પ્રવેશ કર્યો. ઘરની સામે આવતા ગુણના ઘર રૂપ તે બ્રાહ્મણને જોઈને રોમાંચ ખીલી ગયા છે તેવી કાયાવાળો કૃપ સામે ગયો. વળી તે દ્રોણાચાર્યને જોઈને ભીની આંખો થઈ છે જેની તેવા તેણે પંચાંગ પ્રણામપૂર્વક નમસ્કાર કર્યા. દ્રોણાચાર્ય For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ (૫૪) સર્ગ - ૩ પણ કૃપને જોઈને બે બાહુ પ્રસારીને આલિંગન એવી રીતે કર્યું કે જાણે દ્રોણ અને કૃપનું શરીર એકરૂપ થઈ ગયું ન હોય ! પછી કૃપે દ્રોણાચાર્યને ઊંચા સિંહાસન પર ભક્તિપૂર્વક બેસાડીને કહ્યું : “હું ધન્ય છું, પુણ્યવાન છું, મારૂં પૂર્વકર્મ ફળ્યું છે. આપના ચરણની રજથી મારું ઘર પવિત્ર થયું છે. મારા મનોરથો ફળ્યા છે. કારણ કે મારે ઘેર તમે અતિથિરૂપે પધાર્યા છો.” કહ્યું છે કે :- બધા વર્ષોમાં શુભ ઉત્તમ દિવસ આ દિવસ છે કે જ્યાં સરસ્વતીના અવતારરૂપ તમારા જેવા અતિથિરૂપે પધાર્યા હોય. દ્રોણાચંયના પુત્ર અશ્વત્થામાએ કૃપાચાર્યને આદરપૂર્વક નમસ્કાર કર્યો. કૃપાચાર્ય પણ આશીર્વાદ સાથે તે અશ્વત્થામાને અભિનંદન આપ્યા. એ પ્રમાણે બંનેને પરસ્પર પ્રીતિવાળા જોઈને કુમારોએ કૃપાચાર્યને પૂછ્યું, આ પુત્ર સાથેના મહાત્મા કોણ છે ! જેની તમે આ પ્રમાણે ઉપાસના કરો છો. એ પ્રમાણે રાજકુમારોએ પૂછ્યું ત્યારે કૃપાચાર્યે કહ્યું : “હે વત્સો ! તે આ દ્રોણાચાર્ય છે, જે કલાનું કુલમંદિર (ઘર) છે. આ અશ્વત્થામા નામનો દ્રોણાચાર્યનો પુત્ર છે, તે ધનુર્વિદ્યાના રહસ્યને જાણનાર છે. બંને મહાબુદ્ધિશાળી, બંને મહારથિ, બંને વેદ-વેદાંતને પાર પામેલા મોટા જાણકાર છે. બંને કલાના કૌશલથી શોભે છે. બંને જગતને માન્ય છે. આથી અમે એમની સેવા કરીએ છીએ.” સાંભળીને બધા કુમારો પણ ખુશ થયા અને રજા મળતાં સ્વગૃહે પહોંચ્યા. પછી કૃપે પુત્ર સાથે દ્રોણને વિવિધ પ્રકારે મહેમાન ગતિ કરી સન્માન્યા. એક વખત દ્રોણને પ્રસન્ન કરીને કૃપાચાર્યે કહ્યું : હે દ્રોણ ! પ્રેમપૂર્વક કંઈક માંગુ છું, તે માંગણી નિષ્ફળ કરવી તમારા માટે યોગ્ય નથી.” દ્રોણે કહ્યું : “કહો શું ?” કૃપાચાર્યે કહ્યું : “સાંભળો, જેવી રીતે આ સંસારમાં તમારા સરીખો કોઈપણ કલાચાર્ય નથી તથા આ કુમારોથી ચડિયાતો બુદ્ધિશાળી બીજો કોઈ નથી. આથી આ કુમારોને તમારી ધનુર્વિદ્યા શીખવાડો.” જેમ કે શાલિબીજ (ડાંગર) અને વિદ્યા વાવવા અને આપવાની ઇચ્છાવાળા બુદ્ધિમાનને સારૂં ક્ષેત્ર અને ઉત્તમ પાત્ર પુણ્ય વિના મળતું નથી. આટલા દિવસ સુધી જેમ ચિત્ર બનાવનારાઓ ભીંતને પહેલા સાફ કરે છે. એટલે કે ચિત્રને યોગ્ય દિવાલ બનાવે છે, તેમ મેં આ કુમારોને તમારા ઉપદેશને યોગ્ય બનાવ્યા છે, તેવા કૃપાચાર્યના વચનનો દ્રોણાચાર્યે સ્વીકાર કર્યો. પછી કૃપાચાર્ય ભીખની પાસે ગયા. ત્યાં જઈને પહેલેથી લઈને છેલ્લે સુધીની દ્રોણાચાર્યની વાત કરી. ગાંગેયે પણ દ્રોણાચાર્યને બોલાવીને ઘણું સોનું આપી સત્કાર કરીને પોતાના પુત્રોને કલા પ્રાપ્ત કરવા માટે સોંપ્યા. ત્યારે ઉત્તમ જાતિના તે કુમારોમાં ગુરુના સંસ્કાર માણેકમાં મણિયારની કળાની જેમ દીપી ઉઠયા. For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૩ પિપ ] પાંડવ ચરિત્રમ્ બાહ્ય અને અત્યંતર પાંચ કારણોથી વિદ્યા વધે છે. બાહાકારણ - આચાર્ય (ભણાવનાર) પુસ્તક, નિવાસ, સહાયક અને વલ્લભા... અત્યંતર કારણઃ- આરોગ્ય, બુદ્ધિ, વિનય, ઉદ્યમ અને શાસ્ત્રરાગ... આ અભ્યાસની સિદ્ધિ કરનારા છે અર્થાત્ વિદ્યાને વધારનાર છે. દ્રોણાચાર્ય તે બધા કુમારોને મેવવૃષ્ટિની જેમ એકસરખી રીતે ભણાવે છે, પરંતુ તે મારોમાં બુદ્ધિની તારતમ્ય (મંદ તીવ્રતાના કારણે, વિદ્યા જુદા જુદા પરિણામરૂપ પરિણમી. પરંતુ તેમાં અર્જુન ગુરુએ બતાવેલ સર્વ પ્રકારની ધનુર્વિદ્યાનો જાણકાર થયો અને ગુરુની સેવા-સુશ્રુષા દ્વારા ન ભણાવેલી બાબતો પણ શીખી ગયો. ગુરુની સેવા કરવામાં લાગેલા અર્જુનનો થાક શાસ્ત્ર અભ્યાસમાં પરિશ્રમ કરવાથી દૂર થઈ જતો. તે અતિ વિનયવાન હતો. તેથી ગુરુના મનને જીતી લીધું. કહ્યું છે કે – વિનયથી વિદ્યા ગ્રહણ કરવી અથવા ઘણું ધન આપીને અથવા વિદ્યાથી વિદ્યા પ્રાપ્ત કરવી. વિદ્યા પ્રાપ્તિ માટે ચોથો ઉપાય નથી. એ પ્રમાણે અર્જુને ગુરુનો વિનય કરતાં દ્રોણાચાર્યનું મન જીતી લીધું. તેવી રીતે કર્ણ પણ ગુરુનો વિનય કરતાં દ્રોણાચાર્ય પાસેથી બધી કલાઓ શીખી લીધી, પરંતુ તે ગુણવાન હોવા છતાં પણ અર્જુન પર ઇર્ષા કરે છે. અર્જુનના વિનયથી ખેંચાયેલા દ્રોણાચાર્ય અર્જુનને કહ્યું : “હે અર્જુન ! હું તને જગતમાં એક અજોડ ધનુર્ધર (બાણાવળી) કરીશ.” (તે સાંભળીને હર્ષિત થયેલો અર્જુન વિશેષ પ્રકારે ગુરુનો વિનય કરતો ફરે છે.) અર્જુનનું એક બાણચાતુર્ય અને બીજું તેને મળતી ગુરુની કૃપા, આ બે કારણો સુયોધનને ખૂબ ખૂંચ્યાં. તે સુયોધન સદ્ગુણથી યુક્ત પાંડવોની સાથે ઇર્ષાભાવને ધરે છે. તથા કર્ણ અને દુર્યોધન પરસ્પર મૈત્રીભાવને રાખે છે. એક વખત છૂટ્ટીને દિવસે ચામડાનો પટો હાથે પહેરી ધનુર્ધર અર્જુન પુષ્પકરંડ નામના વનમાં ક્રિીડા કરવાને માટે ગયો. ત્યાં અર્જુને એક કૂતરાને બાણોથી ભરાયેલા મુખવાળો જોયો. તે કૂતરાને જોઈને મનમાં ચિંતવ્યું કે અહીંયા કોઈપણ જગ્યાએ ધનુષ્યવાનોમાં કોઈ શ્રેષ્ઠ ધનુષ્યધારી છે. એ પ્રમાણે ચિંતવીને જ્યાં આગળ જાય છે, તેટલામાં લક્ષ ભેદવામાં પ્રવીણ એવા એક પુરુષને જોયો. તેની ધનુષ્યકલાની ઝડપ જોઈને આશ્ચર્ય પામેલા અર્જુને તેને પૂછ્યું : “તું કોણ છે ? તારો ગુરુ કોણ છે ?' તેણે કહ્યું : “હે મહાત્મન્ ! સાવધાન થઈને મારી કથા સાંભળો. આ પ્રદેશમાં આ બાજુ નજીકમાં રૂદ્રપલ્લી નામની પલ્લી છે. તેમાં હિરણ્યધનુ નામનો પલ્લીનાયક છે, તેનો હું પુત્ર છું. એકલવ્ય મારું નામ છે. તમે મને પુલિન્દ કુલમાં ઉત્પન્ન થયેલો જાણો. મારા ગુરુ દ્રોણ છે. જેનો શિષ્ય ધનંજય (અર્જુન) સંભળાય છે.” પછી વદન (મુખ) પડી ગયું છે, તેવો અર્જુન પાછા ફરતા માર્ગમાં અત્યંત ક્રોધે ભરાયો. તેણે મનમાં આ પ્રમાણે ચિંતવ્યું. આ ભિલ્લ જો ચંદ્ર જેવા સફેદ સ્વગુણોથી મને પરાજીત કરે For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૫૬. સર્ગ - ૩ તો ખરેખર એના ગુરુએ વિદ્યાને આપવામાં મારાથી અધિક એના પર પ્રસાદ-કૃપા કરી છે, એ પ્રમાણે ચિંતાગ્રસ્ત અને કાજળના લેપથી શ્યામમુખ થયેલ અર્જુન રડતી આંખે પોતાના શ્રમને વ્યર્થ થયેલો માનતો જલ્દી દ્રોણાચાર્ય પાસે આવ્યો. આવીને ગુરુને નમીને જ્યાં આગળ બેઠો તેટલામાં શ્યામમુખવાળા અને ચિંતાથી કરમાઈ ગયેલા મુખવાળા અર્જુનને જોઈને ગુરુએ કહ્યું : “હે વત્સ ! દિવસે ચંદ્રના બિંબની જેમ કરમાયેલું સુખ શા માટે રાખ્યું છે ? શું તારી આજ્ઞા કોઈએ ઉલ્લંઘી છે, અથવા કોઈએ તિરસ્કાર કર્યો છે અથવા કોઈએ તારી વિરૂદ્ધ આચર્યું છે ? અહો ! જેણે તારો તિરસ્કાર કર્યો છે અને જે કોઈએ તારા પ્રત્યે કાંઈપણ વિરૂદ્ધ આચરણ કર્યું છે, તેના પર યમરાજ ક્રોધિત થયો છે. તેના માથા પર અગ્નિ મૂકાયો છે અથવા તેને તક્ષક નાગ મળ્યો છે.” એ પ્રમાણે સાંભળીને ગુરુ દ્રોણને અર્જુને કહ્યું : “હે પ્રભો ! મારો કોણ તિરસ્કાર કરે ? સિંહના બાળને શું કોઈ છેડી શકે ?” ગુરુએ કહ્યું : “તો પછી તું શ્યામ મુખવાળો કેમ દેખાય છે ?” અર્જુને કહ્યું : “હે પ્રભો ! તમે મને પહેલાં કહ્યું હતું કે, હું એવું કરીશ કે જેથી આ જગતમાં તારા સરીખો કોઈપણ ધનુર્ધારી ન થઈ શકે. તે તમારા વચનો ખોટા થયા છે. તેથી મારું મન વલોવાય છે.” દ્રોણે પૂછ્યું : “તે કેવી રીતે ?” અર્જુને કહ્યું : “આજે હું બાણથી ભાથું ભરીને વનમાં ગયો હતો, ત્યાં મેં સકલ કલાના પાર પામેલા એક ભીલને જોયો. જેની આગળ હું સોળમી કલાને પામ્યો નથી.” દ્રોણે કહ્યું: “હે વત્સ ! તારા સમો મારો કોઈપણ શિષ્ય નથી. તો પછી તારાથી અધિક જાણનારો ક્યાંથી હોય ?” અર્જુને કહ્યું: “હે સ્વામિન્ ! મારી સાથે ચાલો. જેથી હું તમને તમારો શિષ્ય બતાવું.” એ પ્રમાણે કહીને દ્રોણને તેની પાસે લઈ ગયો. ઝાડની પાછળ છૂપાઈને દ્રોણાચાર્ય તે વખતે તેવા પ્રકારનું તેનું બાણનું લાઘવપણું જોઈને સામે ગયા. એકલવ્ય પણ દ્રોણને આવતા જોઈને ત્યાં આવીને દૂરથી પંચાંગ પ્રણિપાત કરવા પૂર્વક ચરણોમાં પડ્યો. દ્રોણે તેને દોરીથી કઠોર પોંચી જોઈને શાંત બ્રહ્મચારી, ગુરુસેવામાં તત્પર, ભીની આંખો જોતાં તેણે બતાવેલી બાણકલાથી રંજિત (રાજી થયેલા) દ્રોણ ગુરુ બોલ્યા. હે વત્સ ! એકલવ્ય ! તે આવી આ બાણની શિક્ષા ક્યાંથી પ્રાપ્ત કરી ?” તેણે કહ્યું : જગદ્ગુરુ દ્રોણાચાર્ય પાસેથી.” હે વત્સ ! આ વિદ્યાનો ઉપદેશ મારાથી પ્રાપ્ત થયો નથી, તો પછી તું ખોટું શા માટે બોલે છે, એ પ્રમાણે ગુરુએ કહ્યું, ત્યારે વિનીત આત્મા એવા પલ્લીપતિ પુત્રે એકલવ્ય) પોતાના કલાચાર્ય દ્રોણાચાર્ય અને અર્જુનને પદ્માસને બેઠેલા ચંપાના ફૂલથી શણગારેલ વિશાલવેદી (સિંહાસન) પર રાખેલી માટીની મૂર્તિ દ્રોણને બતાવી. એ પ્રમાણે પ્રતિમાપ ગુરુની મૂર્તિને એકલવ્યને વારંવાર વંદન કરતાં જોઈને અર્જુને એકલવ્યને પૂછ્યું : For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૩ ૫૭. પાંડવ ચરિત્રમ્ “હે એકલવ્ય ! તે દ્રોણાચાર્યને ક્યારે જોયા ?” ભીલ પુત્રે કહ્યું : “એક દિવસ મેં દ્રોણાચાર્યને જોયા અને વિદ્યાભ્યાસ માટે પૂછ્યું. ગુરુએ હું હીનજાતિનો હોવાથી મને કાઢી મૂક્યો ના કહી). ત્યારે મેં આ દ્રોણની મૂર્તિ બનાવી. તે પછી પુષ્પાદિથી પૂજીને આગળ ચાબુક મૂકીને ગુરુને નમસ્કાર કરીને બાણનો અભ્યાસ કરતાં અલનાને પામું ત્યારે હું મારા હાથે જ ચાબુકને મારા શરીર પર મારું છું. આ રીતિએ આ વિદ્યા મને આવડી છે. આથી વિદ્યાનું દાન કરવાથી આ માટીના દ્રોણ મારા ગુરુ છે.” જેને જોવાથી અને જેની કૃપાથી મારા જેવા મલિન આત્માએ પણ બાણની વિદ્યાપ્રાપ્ત કરી, તે ગુરુને નમસ્કાર હો. એ પ્રમાણે કહીને ભીલકુમાર તે મૂર્તિને વારંવાર નમસ્કાર કરે છે. ત્યારે દ્રોણ બોલ્યા : “હે પલ્લીન્દ પુત્ર ! જો તે મને ગુરુ તરીકે અંગીકાર કર્યા હોય તો તે ગુરુ એવા મને દક્ષિણા આપ.” આ સાંભળી જેનું મુખકમલ ખીલી ગયું છે, એવા ભીલે કહ્યું: “હે સ્વામિનું! તમે જ કહો, શું આપું ? વૈભવ કે શીર. જે તમને ગમે તે માગો. તે સાંભળીને નિર્દયતાથી વિચારીને ગુરુએ વાણી ઉચ્ચારી. તારો જમણો અંગૂઠો કાપીને મને આપ.” ગુરુના તે વચનો સાંભળીને પ્રસન્ન મુખવાળા તે ભીલે પોતાની જાતને કૃતકૃત માનતો તલવારની ધારથી જમણો અંગૂઠો કાપીને આપ્યો. તેની ગુરુભક્તિ જોઈને ખુશ થયેલા દેવોએ તેના ઉપર પુષ્પવૃષ્ટિ કરી. અદ્વિતીય ભક્તિ અને સત્ત્વથી દેવતાઓ કેમ ન ખુશ થાય ? દ્રોણે પણ આશ્ચર્ય સાથે શરમથી ઝૂકી ગયેલા પ્રીતિવાળા મનથી (પ્રીતિપૂર્વક) તેને ભેટીને આ પ્રમાણે કહ્યું : “હે વત્સ ! તે દુષ્કર કાર્ય કર્યું છે. આથી આજથી તારા હાથની અંગુલીઓથી ખેંચેલું ધનુષ્ય લક્ષ્ય સાધનારૂં બનશે. એ પ્રમાણે પ્રેમપૂર્વક આશ્વાસન આપીને અર્જુનની સાથે પાછા ફરેલા દ્રોણ અર્જુનની સાથે પોતાના સ્થાનમાં આવ્યા (ગયા).” એક દિવસે અર્જુને દ્રોણને કહ્યું : “હે પ્રભો ! આવા ગુણવાન ભીલ્લને તમે કલામંદિરમાં કેમ ન રાખ્યો.” ગુરુએ કહ્યું : “સાંભળ, અર્જુનની બરાબરી કરનારો કોઈપણ ન થાય, એ પ્રમાણેની બુદ્ધિથી તારા પરના સ્નેહથી મેં એને બાણકલા શીખવી નહિ.” એ પ્રમાણે જેવું હતું તેવું ગુરુએ કહેલું સાંભળીને અર્જુને ગુરુના ઉપકારનો બદલો આપવા માટે પોતાના પ્રાણોને આપવા માટેની પ્રતિજ્ઞા કરી. પછી અર્જુન વિદ્યા ભણવામાં વિશેષ પ્રયત કરે છે. કહ્યું છે કે – જોકે વસ્ત્ર, અલંકાર, વેષથી રહિત વિરૂપ લાગતો માણસ પણ સજ્જનોની સભામાં પ્રવેશેલો અધિક વિદ્યાવાળો પુરુષ શોભે છે. આહાર, નિદ્રા, ભય અને મૈથુન સંજ્ઞાવાળા મનુષ્યોની તુલના પશુ સાથે થાય છે. ખરેખર મનુષ્યોમાં જ્ઞાન એક વિશેષ છે. જ્ઞાનરહિત માનવો પશુ તુલ્ય છે. તેવી રીતે તે બધાય કુમારો ગુરુના For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૫૮ સર્ગ - ૩ સાંનિધ્યમાં વિદ્યાભ્યાસ કરવા લાગ્યા. દ્રોણે પણ કુમારોને વિદ્યાભ્યાસ કરાવ્યો અને ભીમ અને દુર્યોધન ગદા યુદ્ધમાં વિચક્ષણ થયા. એ પ્રમાણે ક્રમથી સમસ્ત કુમારો સમસ્ત કલાના પારને પામ્યા. તેવી રીતે કોઈ એક દિવસ દ્રોણાચાર્યે રાધાવેધની શિક્ષા માટે બધા કુમારોની પરીક્ષા કરી. જેમ એક તાડવૃક્ષની ટોચે મયૂરપીછ બાંધીને દ્રોણે કહ્યું : “હે કુમારો ! તાડની ટોચે શું દેખાય છે?” ત્યારે કુમારોએ કહ્યું : “તમને, વૃક્ષને અને બંધુઓને અમે જોઈએ છીએ.” પછી અર્જુનને બોલાવીને ગુરુએ તે પ્રમાણે જ પૂછ્યું : “હે પાર્થ ! આ તાડવૃક્ષની ટોચે તું શું જુએ છે ? તેણે (અર્જુને) કહ્યું, મોરપીંછની વચ્ચે રહેલ ચંદ્રકને જોઉં છું.” તેવી અર્જુનની વાણી સાંભળી ખુશ થયેલા ગુરુ વિચારે છે. આ અર્જુન રાધાવેધના ઉપદેશને માટે યોગ્ય જણાય છે. એ પ્રમાણે નિશ્ચય કરીને દ્રોણ અર્જુનને બહુ માનવા લાગ્યા. એક વખત દ્રોણ સ્નાન કરવા માટે ગંગા નદીએ ગયા. તે પાણીમાં કોઈ જલચર પ્રાણી મગરે (ગ્રાહે) દ્રોણને જંઘાથી પકડ્યા, ત્યારે તે સ્વયં તેમાંથી છૂટવા માટે સમર્થ હોવા છતાં પણ તે કુમારોને આદેશ આપ્યો. ગ્રાહને હણવા માટે અસમર્થ તે કુમારો અગાધ જલમાં ડૂબેલ ગુરુને જાણીને ઉદાસીન થયેલા તે સર્વે કુમારો મૌન થઈ ગયા. તેઓને સ્તબ્ધ થયેલા જાણીને દ્રોણ ગુરુએ અર્જુનના મુખને જોયું. પછી ધનુર્ધર અર્જુને બાણની હારમાળા છોડીને પ્રાણીને પકડ્યું. તેથી ખુશ થયેલા ગુરુ દ્રોણે અર્જુનને ઇનામમાં રાધાવેધનો ઉપદેશ આપ્યો. એટલે કે રાધાવેધ શીખવાડ્યો. ગુરુના ઉપદેશથી સાધેલા (શીખેલા) રાધાવેધથી અર્જુન સારી રીતે પ્રખ્યાત થયો. હવે સર્વ વિદ્યાના પારગામી સર્વ કુમારોને જાણીને તે કુમારોથી પરીવરેલા દ્રોણાચાર્ય ભીખાદિની સાથે પાડુ રાજાની સભામાં ગયા. સભામાં જઈને આશીર્વાદ આપ્યા, તમારું કલ્યાણ થાઓ, કુશલપણું થાઓ. લાંબુ આયુષ્ય (ચિરાયુ) થાઓ. ગાય, હાથી, ઘોડા, ધન-ધાન્યાદિ, સમૃદ્ધિમત થાઓ. ઐશ્વર્યવાન થાઓ. વિજયને પામો. તમારા શત્રુનો નાશ થાઓ. તમારું કલ્યાણ થાઓ અને તમારામાં જિનભક્તિનો વાસ થાઓ. ઇત્યાદિ સ્તુતિઓથી ખુશ થયેલા પાડુ રાજાએ દ્રોણનો સત્કાર કરીને આસન પર બેસાડ્યા. પછી દ્રોણાચાર્ય જાણે દાંતની ચમક જેવા નિર્મળ પાણીથી સભાને સ્નાન કરાવતા ન હોય તેવી વાણી ઉચ્ચારી : “હે મહારાજ ! તમારા કુમાર શસ્ત્ર-શાસ્ત્રમાં વિચક્ષણ થયા છે (હવે) તેઓની પરીક્ષા કરો.” તેથી અત્યંત આનંદ પામેલા રાજાએ પ્રીતિપૂર્વક ગુરુ દ્રોણને અભિનંદીને (અભિનંદન આપીને) વિદૂર ગાંગેય આદિએ ગુરુ આજ્ઞાથી સૌધર્મ સભા સરીખો તેજવાળો મણિમય સ્તંભથી શોભતો, સ્થાને સ્થાને પાંચાલીથી વિંઝાતા ચામરવાળો, પાંચાલીના હાથથી બનાવેલું, કડછીથી અપાતા આચમનવાળો, સ્વર્ગથી ઉતરેલા દેવવિમાન જેવો નગરના પરીસરમાં For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૩ ૫૯ પાંડવ ચરિત્રમ્ રંગમંડપ કરાવ્યો. બધા નગરજનોએ રંગમંડપને જોયો. તે રંગમંડપમાં વિદૂરે રાજાને માટે ઝરૂખો બનાવ્યો. તેવી રીતે અંતઃપુરની વધૂઓને માટે ઊંચા પ્રકારની બેઠક બનાવી તથા બીજા દેશના રાજાઓને યોગ્ય ઊંચા મંચો કરાવ્યા. એ પ્રમાણે શુભ દિવસે શુભમુહૂર્ત દૂત મારફત બોલાવાયેલા રાજાઓએ આવીને ઊંચા મંચોને અલંકૃત કર્યા, પછી ધૃતરાષ્ટ્ર સહિત ગાંગેયની સાથે પાડુ રાજા ઝરૂખામાં આવ્યા. પુત્રની શિક્ષા (કલા)ને જોવાને માટે કુન્તી, ગાંધારી અને સત્યવતી આદિ સહિત ત્યાં આવીને યોગ્ય સ્થાને બેઠા. એ પ્રમાણે કુમારોની પરીક્ષાને જોવાની ઉત્સુકતાવાળા તે સર્વે રાજાઓ અને યુવરાજ આદિ મંચ ઉપર ચઢી ગયા... વિવિધ શસ્ત્રોને ધરનારા દ્રોણાચાર્ય અને કૃપાચા કુમારોની સાથે રંગમંડપમાં પ્રવેશ કર્યો. યુધિષ્ઠિરને, ભીમને, કર્ણને, દુર્યોધનને અને અર્જુનને છોડીને બીજા કુમારોના શ્રમ (કાર્યો જોવાને માટે દ્રોણ ગુરુએ અનુજ્ઞા આપી. કેટલાક કુમારો ગજશિક્ષામાં વિચક્ષણ ગજશિક્ષાને બતાવે છે. એ પ્રમાણે અશ્વશિક્ષાને, રથશિક્ષાને, બાણના કૌશલને, ગદાના શ્રમને, તલવારના શ્રમને અને ૩૬ પ્રકારના શસ્ત્રના અભ્યાસને બધા કુમારોએ જુદા જુદા પ્રદર્શિત કર્યા બતાવ્યા). એ પ્રમાણે બધા રાજપુત્રો લક્ષ્ય સિદ્ધ થયે સારૂં, સારૂં એ પ્રમાણે લોકોની પ્રશંસાને પામ્યા. કેટલાક ગુરુની પ્રશંસા કરે છે. કેટલાક માતા અને પિતાની પ્રશંસા કરે છે. એ પ્રમાણે પુત્રાદિની પ્રશંસાને સાંભળતા માતા-પિતા ખૂબ ખુશ થયા, આનંદને પામ્યા. એ પ્રમાણે બધા રાજકુમારોનો શાસ્ત્ર અભ્યાસ જોઈને આશ્ચર્ય ચકિત થયેલા સભામાં આવેલા સર્વ લોકોએ દ્રોણની પ્રશંસા કરી. પણ દ્રોણે યુધિષ્ઠિરને ઉઠાડીને આ પ્રમાણે કહ્યું : “હે યુધિષ્ઠિર! તું પણ બધા રાજવીઓને તારી કલાને બતાવ. જેથી આ લોકો તને વખાણશે.” યુધિષ્ઠિર પણ રંગમંડપમાં આવી ગયા અને તેમના પર બધા રાજાઓની દૃષ્ટિ પડી. આ અચિંત્ય પ્રભાવશાળી, જગતમાં પ્રખ્યાત, સર્વ પ્રકારે શૂરવીર, ન્યાયમાર્ગને પ્રવર્તાવનારા, સત્યવાણી બોલનારા, આ પાડુ પુત્ર ધન્યવાદને પાત્ર છે. આ પ્રમાણે લોકોએ કરેલી પ્રશંસાને સાંભળીને પ્રસન્ન ચિત્તવાળા થયેલા પાડુ રાજાની કમલની ઉપમા સમાન દૃષ્ટિ યુધિષ્ઠિર પર ગઈ (પડી). હવે રથમાં બેઠેલા યુધિષ્ઠિરે સર્વ પ્રકારનું સંપૂર્ણ) શસ્ત્ર ચાતુર્ય બતાવ્યું. દુર્યોધન અને વૃકોદર બખ્તર પહેરી તૈયાર થઇને ગદાયુદ્ધને માટે રંગમંડપમાં આવી ગયા ને સૂર્ય-ચંદ્રની જેમ તે મંડપમાં પ્રદક્ષિણા દેતા ફરે છે. કેટલાક દુર્યોધનની પ્રશંસા કરે છે. કેટલાક વૃકોદર (ભીમ)ની પ્રશંસા કરે છે. તે સમયે સભા બે વિભાગમાં વહેંચાઈ ગઈ. અહો ! ભીમનું પૈર્ય, અહો ! દુર્યોધનનું શૌર્ય એવી લોક પ્રશંસાને સાંભળીને દુર્યોધન અને ભીમ હર્ષ પામ્યા. તે બેમાં દુષ્ટાત્મા દુર્યોધને પોતાને નાશ કરનાર ભીમને માનીને ઇર્ષ્યાથી ઘેરાયેલો પોતાના આંખમાંથી For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ GO પાંડવ ચરિત્રમ્ સર્ગ - ૩ ક્રોધરૂપ જ્વાલાની જેમ ખમીર પ્રગટ કર્યું. તેવી રીતે ભીમ પણ પરસેવાથી રેબઝેબ અને ઇર્ષાથી ઉદ્ધત દુર્યોધનના ભાવને જાણીને ક્રોધરૂપી અગ્નિની જ્વાળામાંથી નીકળતા ધુમાડાના ગોટા જેવા પોતાના માથામાં રહેલા વાળને ઊંચા કરતો ક્રોધના આવેશમાં આવી હોઠરૂપી પલ્લવને ચાવતો સામે આવ્યો. ત્યારબાદ દ્રોણે પરસ્પર ઇર્ષ્યાથી ઘેરાયેલા, સંહારરૂપ પવનથી પ્રેરાયેલા વિદ્યાચલ અને હિમાચલની જેમ તે બંનેને જોઈને પોતાના પુત્ર અશ્વત્થામા થકી દૂર કરાયા. પછી દ્રોણે વાજિંત્રના અવાજને બંધ કરાવીને અને લોકોના કોલાહલને શાંત પાડીને આવા પ્રકારની વાણી ઉચ્ચારી છે લોકો ! તમે સાંભળો : “જે મને પુત્રથી પ્યારો છે, પ્રાણથી પણ પ્રિય છે, સર્વ અસ્ત્ર સાગરને પાર પામેલો છે. તે આ અર્જુનને જુઓ. પછી ગુરુના આદેશથી અર્જુન રંગમંડપે આવ્યો અને તે અર્જુન કેવો છે ? તે કહે છે.” બંને ખભા પર બાણના ભાથા છે. જેના હાથમાં બાણ રહ્યું છે. જેણે અંગુલીઓમાં અંગુલી રક્ષક સાધન પહેર્યા છે. જેણે શરીર પર કવચ (બખ્તર) પહેર્યું છે. એવા અર્જુનને જોઈને ધૃતરાષ્ટ્ર અને પાડુ રાજી થયા હોય તેવો ડોળ કરીને અર્થાત્ ખુશ થયાના બહાનાથી સ્નેહના અંકુરા ઉગ્યા હોય તેવા થયા તથા શમીવૃક્ષની નીચે રહેલો સુયોધન ક્રોધ અગ્નિથી સળગવા લાગ્યો. અર્જુનને બાણથી યુક્ત સાક્ષાત ધનુર્વેદ જેવો અંગવાળો બધાએ જોયો. તે અર્જુને બધા રાજાઓના દેખતાં પોતાનું શસ્ત્ર ચાતુર્ય બતાવ્યું. સ્થિરલક્ષ, અસ્થિર (ચલ) લક્ષ, સ્થૂલ (મોટું) લક્ષ, લઘીયસ (નાનું) લક્ષ ઉપર અર્જુને બાણ છોડ્યા. તેને જોતાં કોણ આશ્ચર્યન પામે?તે જીતવાની ઇચ્છાવાળા અર્જુને લક્ષને વધેલા જોઈને શત્રુઓના મન ભેદાયા. આશ્ચર્ય પામ્યા, પછી ગુરુની આજ્ઞાથી રાધાવેધ સિવાય સર્વ દુષ્કર ત્યારે સાધ્યું (એટલે કે બાણની બધી કલા બતાવી.) જેને જોઈને દેવો પણ આશ્ચર્યને પામ્યા. તે સમયે અર્જુન સભાજનોને આવા પ્રકારનો દેખાયો. ક્ષણમાં મોટો, ક્ષણમાં નાનો, ક્ષણવારમાં ભૂમિ પર, ક્ષણવારમાં આકાશ પર, ક્ષણવારમાં રમતો, ક્ષણવારમાં મેદાનમાં. આવો અર્જુન દેખાયો. ત્યારપછી અર્જુને આગ્નેય, વારુણ વગેરે દિવ્ય શસ્ત્રોને, કુરુરાજ પાડુને બતાવ્યા. તેથી પૂર્ણ સભાસદો આશ્ચર્યને પામ્યા અને અર્જુનની પ્રશંસા કરી. અર્જુનની તે પ્રશંસાને સહન નહિ કરી શકનાર કર્ણ ભૂજા પર હાથ પછાડી અવાજ દ્વારા પુષ્કરાવર્તના વાદળની જેમ ગર્જના કરતો ઊભો રહ્યો. બધા લોકોને દુઃખે કરીને જીતી શકાય તેવો લાગ્યો, ત્યારે કર્ણની ભૂજાના સ્ફોટથી નીકળેલો શબ્દ (અવાજ) સાંભળીને અહો ! આ શબ્દથી શું પર્વતો પડી જશે અથવા શું પૃથ્વી ફાટી જશે અથવા સાગર શું ખળભળી જશે અથવા શું આકાશમાંથી વીજળી પડશે. એ પ્રમાણે વિતર્ક કરતાં સર્વ લોકો મનથી સાવધાન થયા. અર્થાત્ સાવધાન મનવાળા થયા. For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૩ ૬૧ પાંડવ ચરિત્રમ્ તે પછી પાંચે પાંડવો મહાઋદ્ધિ વડે પરમાત્માની જેમ દ્રોણને ઘેરી વર્યા. અશ્વત્થામા સાથે સો ભાઈઓ ચંદ્રને તારલાઓની જેમ દુર્યોધનને ઘેરી વર્યા. ભૂજાના સ્ફોટ પછી કર્ણ મેરૂપર્વત રૂ૫ રવૈયાથી મુભિત થયેલા સમુદ્રમાંથી નીકળેલા અવાજ જેવો વિશ્વને કાયર (નબળો) બનાવનારો ભયંકર સિંહનાદ કર્યો. તે સિંહનાદને સાંભળવાથી આશ્ચર્ય પામેલા મનવાળા સર્વ લોકોથી જોવાતો ભયંકર આકૃતિવાળો, સોનાના બખ્તરવાળો, પહોળા કરેલા હાથવાળો, લાલ મુખવાળો, ચણોઠી જેવી લાલ આંખોવાળો, શૂરવીરતાનો સમુદ્ર એવા તે કર્ણને રંગમંડપમાં બેઠેલો જોયો. પછી નીતિને જાણનાર કર્ણ કૃપાચાર્ય એવા દ્રોણને નમસ્કાર કરીને સર્વજનોને પોતાની વિદ્યા બતાવી. જેવી રીતે પહેલા અર્જુને વિદ્યા બતાવી હતી, તેવી જ રીતે રાધાવેધ સિવાય કર્ષે પણ પ્રભાવશાળી વિદ્યા બતાવી. તે કલાને જોઈને દુર્યોધન કર્ણને પ્રેમપૂર્ણ ગાઢ આલિંગન કરીને બોલ્યો : “હે કર્ણ ! આ સંસારમાં વિશ્વના ભૂષણરૂપ તું જ વીર છે. તું જ ધનુર્વિદ્યાનો પારગામી છે. તું જ દુશ્મનના મહાગર્વનો સંહારક છે. તે જ સર્વ ધનુર્ધારીઓમાં શ્રેષ્ઠ છે.” આથી હે કર્ણ, હું કહું છું, તું મારું એક વચન સાંભળ. . આ રાજ્ય, આ પ્રાણો, આ કુરૂકુલની લક્ષ્મી બધું જ તારૂં છે. કહે હવે તારે શું બાકી છે.. શું જોઈએ ? કર્ષે પણ કહ્યું : “હે દુર્યોધન ! તું મિત્ર છે એટલે બધું જ છે. તો પણ માત્ર સૌહાર્દ (મૈત્રી) સ્થિર રહે તે માટે પ્રાર્થના કરું છું.” દુર્યોધને કહ્યું: “મારું તમારા વિષે સૌહાર્દ (મિત્રતા) સ્થિર જ છે. એ માટે કોઈપણ વિકલ્પ ન કરવો.” ત્યારથી તે બેઉ દૂધ અને પાણીની જેમ એક બીજા બંને સાથે શોભે છે, મળીને રહે છે. હવે કર્ણ દુર્યોધનને કહ્યું કે : “હે દુર્યોધન ! અર્જુન પોતાના હાથની ખાજરૂપી તાવને દૂર કરવા માટે મારી સાથે દ્વન્દ્ર યુદ્ધ કરીને મારા બાહુરૂપી ઔષધને ઇચ્છે છે.” એ પ્રમાણે કર્ણની વાણી સાંભળીને અગ્નિમાં આહૂતિની જેમ ક્રોધરૂપી અગ્નિથી બળતો અર્જુન આ પ્રમાણે બોલ્યો : “રે કર્ણ ! નિર્નામ ! મારા બાણરૂપી સાગરમાં શા માટે ડૂબે છે.” તે સાંભળીને ક્રોધરૂપી લાલ નયનવાળા કર્ણ સાગરના જેવા અવાજથી અર્જુનને કહ્યું: “હે અર્જુન ! શરદ ઋતુના વાદળની જેમ ફોગટ ગર્જવાથી શું ? જો તારામાં શસ્ત્ર ચાતુર્ય છે, તો શસ્ત્ર ઉપાડ....” લે જેથી હમણાં જ તારો ગર્વ દૂર કરું છું. પછી દ્રોણની આજ્ઞાથી અર્જુન બાણ સાથે ધનુષ્ય લઈને યુદ્ધને માટે તૈયાર થઈને કર્ણને ઉઠાડ્યો તે કર્ણ અને અર્જુનના યુદ્ધનું દશ્ય જોવાને માટે આવેલા દેવોના For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ સર્ગ - ૩ વિમાનોથી આકાશ પુખમય લાગ્યું તથા તેઓનું યુદ્ધ જોવાને માટે કુતૂહલી સૂર્ય પણ રથને સ્થિર કરીને ક્ષણવાર ઊભો રહ્યો. તે બંનેને પ્રજાએ વિદ્યાચલના વનમાં ઉન્મત્ત હાથી જેવા જોયા. કેટલાક વિદ્યાધરો કર્ણની પ્રશંસા કરે છે. કેટલાક અર્જુનની પ્રશંસા કરે છે. પુત્રના સ્નેહથી વિઠ્ઠલ બનેલી કુન્તીનો તે બેમાંથી કોનો જય અથવા કોનો પરાજય થશે, એવા ડરથી મૂર્છાને પામી અને વિદૂરે આશ્વાસન આપી કુન્તીને જગાડી (ભાનમાં લાવ્યો). પછી સ્વસ્થ ચિત્તવાળી થયેલી કુન્તી તેઓના યુદ્ધનું દૃશ્ય જોતી ઉભી રહી. આ બાજુ કૃપાચાર્યે કર્ણને કહ્યું : “હે કર્ણ! શા કારણે વિરોધ છે અર્જુન સાથે તારો ? જે કુરુવંશના ભૂષણરૂપ કુન્તી અને પાર્ટુના પુત્રો જગતમાં વિખ્યાત છે, તેની સાથે તારૂં યુદ્ધ કેવું? તું પણ તારા કુલાદિકને કહે. જેથી તારું પણ કુલાદિક આ લોકો સાંભળે.” આ કૃપાર્ણ (ખંજર) સરીખી કૃપાચાર્યની વાણી સાંભળીને ઝડપથી ઉઠીને દુર્યોધન બોલ્યો : “હે કૃપાચાર્ય, કુલથી શું કરશો ? વિદ્યા જ શ્રેષ્ઠ છે.” કહ્યું છે કે – “વિદ્યારહિત મનુષ્યનું વિશાલ કુલથી શું? કુલવાન ન હોવા છતાં પણ વિદ્યાવાન સર્વત્ર (બધે જ) પૂજાય છે.” આથી બધી જગ્યાએ યુદ્ધમાં શૂરવીરતા જોવી જોઈએ કુલ નહિ, કુલને શું કરવું? જો આવી શૂરવીરતા ન હોય તો પછી ખાડામાં પડેલા ડુક્કરની જેમ બીજાથી પરાભવ સહન કરે તેને શૂરવીર કેમ કહેવાય ? હવે જો કર્ણ રાજા નથી માટે કર્ણ સાથે અર્જુન યુદ્ધ ન કરે તેમ તમે કહેતા હો તો આ કર્ણને હમણાં જ હું અંગદેશના રાજ્ય પર અભિષેક કરું છું. એ પ્રમાણે ધૃતરાષ્ટ્રના પુત્રે કૃપાચાર્ય આદિને કહીને કર્ણના રાજ્યાભિષેકની તૈયારી કરી. વળી પુરોહિતને બોલાવીને કર્ણને સુવર્ણના સિંહાસને બેસાડીને સુવર્ણના કુંભમાં લાવેલા તીર્થના પાણી વડે દુર્યોધને અંગ દેશના રાજ્ય પર અભિષેક કર્યો. એટલે કે અંગ દેશના રાજ્ય પર બેસાડ્યો અને રાજ્ય આપીને દુર્યોધને કર્ણના મસ્તક પર કલંક રહિત ચંદ્ર મંડલ જેવું પોતાના બાહુબલથી મેળવેલું, પોતાના યશની રાશિ જેવું છત્ર ધર્યું. કર્ણને વારાંગનાઓ ચામર વીંઝે છે અને ચિરંજય ચિરનંદ એ પ્રમાણે ચારણો વડે સ્તવાતો ચંપાપુરીનું રાજ્ય પ્રાપ્ત કરનાર કર્ણ દુર્યોધનને કહ્યું : “તમારા ઉપકારનો બદલો શી રીતે વાળું ? હે રાજેન્દ્ર ! હે દુર્યોધન ! તે કહો.” તે દુર્યોધને કહ્યું : “આજીવન મૈત્રી ઈચ્છું છું (માંગુ છું) કર્ણ કહ્યું : “હે સ્વામિન્ ! મૈત્રી માત્ર શું? મારા પ્રાણો પણ તમારા જ છે.” એ પ્રમાણે કહેતા રાધેય (કર્ણ)ને સુયોધન હર્ષ સાથે ભેટી પડ્યો. પછી અંગ દેશના રાજ્યને પ્રાપ્ત કરીને કર્ણ ધનુષ્યને હાથમાં લઈને યુદ્ધની શરૂઆત કરવા For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૩ [૬૩] પાંડવ ચરિત્રમ્ માટે અર્જુનને દૂરથી બોલાવ્યો; આ બાજુ અંગ દેશનું સામ્રાજ્ય મળ્યાનું સાંભળીને કર્ણનો પિતા અતિરથિ સારથી ત્યાં આવ્યો. પછી પિતાને આવતા જોઈને કર્ણ બાણ (ધનુષ)ને દૂર ફેંકીને તેના ચરણોમાં પડ્યો. તે અતિરથિ સારથિએ પણ આનંદરૂપી અશ્રુના પાણીથી પુત્રના શિરને રાજ્યાભિષેકની જેમ વારંવાર સીંચ્યો. પગમાં પડેલા પુત્રને ઊભો કરીને તે સારથિ સર્વ અંગથી ભેટ્યો. (આલિંગન કર્યું). વિકસિત નયનવાળા સારથિએ પુત્ર કર્ણને દૃષ્ટિ (નજર)ના દોષને દૂર કરવા માટે મસ્તકને વારંવાર ચૂમ્યું. હવે વિદ્વાનોમાં તિલક સમાન ભીમે કર્ણને સારથિનો પુત્ર જાણીને નજીકમાં આવીને આ પ્રમાણે કહ્યું : “હે રથિકતનય ! તું અર્જુનની સાથે શા માટે યુદ્ધ કરવા ઇચ્છે છે. તું તારા કુલને ઉચિત આચરણ કર અને રથની આગળ બેસીને ચાબુકને હાથમાં લે અથવા સુથારના ઉપકરણો હાથમાં લે, ધનુષ્યને છોડી દે, મારી સેવાને કર, નિજકુલ ઉચિત કરીને આત્માનું રક્ષણ કર, અકાલે મર નહિ. શું તું જીવનથી ઉદ્વિગ્ન (કંટાળી) થઈ ગયો છે. જેથી અર્જુનની સાથે યુદ્ધ કરવા માટે તૈયાર થયો છે. દેવોથી પણ જીતી ન શકાય તેવો અર્જુન છે. આથી તારે અર્જુનની સાથે યુદ્ધ કરવું યોગ્ય નથી.” હે કર્ણ ! તારે રાજ્યથી શું ? તું ચંપા નગરીના રાજ્યને શું યોગ્ય છે ? સિંહના સ્થાન પર હરણ... સજ્જનો થકી પ્રશંસાને પામે ? એ પ્રમાણે ભીમ ઇચ્છા પ્રમાણે બોલતો હતો, ત્યારે ભાઈઓની વચ્ચેથી દુર્યોધને ત્યાં શીધ્ર આવીને ઊંચા સ્વરે કર્કશ વાણીથી ભીમને કહ્યું : “હે ભીમ ! તું પુરુષના લક્ષણોને જાણતો નથી. કારણ કે કર્ણ જેવો પુરુષ આવા રાજકુલમાં કેવી રીતે ઉત્પન્ન થાય? પરંતુ અહીંયા કંઈ કારણ દેખાય છે.” ત્યારે નજીકમાં બેઠેલા અતિથિ સારથિ બોલ્યા : “સારું, સારું હે રાજેન્દ્ર ! આ કંઈ મારો પુત્ર નથી, પરંતુ આ મારો ધર્મપુત્ર છે.” ત્યારે દુર્યોધને કહ્યું: “કેવી રીતે તારો ધર્મપુત્ર છે ? સત્ય કહે ?” અતિથિ સારથિએ કહ્યું : “હે રાજેન્દ્ર ! સાવધાન થઈને સાંભળો. જ્યારે એક દિવસ હું પ્રાત:કાળે સ્નાન કરવા માટે ગંગાના કાંઠે ગયો હતો, ત્યાં મેં ગંગાના પ્રવાહમાં વહેતી પોતાની પુણ્ય લક્ષ્મીની જેમ એક રત્નજડીત પેટી જોઈ. તે પેટીને ઘરે લઈ જઈ પતી આગળ મૂકીને દ્વાર ખોલીને જ્યાં જોવા જાઉં છું, ત્યાં જ અવર્ણનીય શોભાવાળો દેદીપ્યમાન કુંડલયુક્ત રાજપુત્રના જેવી કાન્તિથી ચારે દિશાઓને પ્રકાશિત કરતા મુખવાળો કાનની નીચે હાથ રાખેલા મેં એક બાલકને જોયો.” તે બાલકને જોઈને પ્રિય એવી રાધાને કહ્યું : “હે પ્રિયે ! પુત્ર વિનાની તારો આ પુત્ર થાઓ. આ પુત્રથી તું પુત્રવાળી બને.” રાધાએ પણ અત્યંત પ્રેમપૂર્વક મને કહ્યું : “હે પ્રાણેશ ! આજ સવારે મેં એક સ્વપ્ર જોયું છે, તે આ પ્રમાણે છે.” સૂર્ય આવીને કૃપાપૂર્વક મને કહ્યું : “હે દીકરી ! તને આજે શૂરવીરોમાં તિલક સમાન પુત્ર પ્રાપ્ત થશે.” તે (સ્વપ્રને) જોઈને હર્ષને ધારણ કરતી હું જાગી. ત્યારે જ તમારા વડે આ પુત્રની વધામણી અપાઈ. For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૩ પાંડવ ચરિત્રમ્ ૬૪ આ પ્રમાણેનું શુભ સ્વપ્ર કહ્યું, ત્યારે હર્ષથી મેં જલ્દી પેટીમાંથી બાલકને લઈને ખોળામાં મૂક્યો. કાનની નીચે હાથ હોવાથી બાલકને જોઈને મેં કર્ણ એ પ્રમાણે નામ આપ્યું, તો આ કર્ણ સૂર્યે આપેલો હોવાથી સૂર્યપુત્ર, એ પ્રમાણે બીજું નામ આપ્યું. આ પુત્રમાં બાળપણથી જ અમારા કુલથી અતીત ગુણો રહ્યા છે. જેવી રીતે કાદવમાં ઉગેલા કમળની વૃદ્ધિ કાદવમાં થાય છે, પરંતુ સુગંધ તો આપમેળે જ થાય છે. આથી આ કોઈપણ રાજકુલમાં જન્મેલો છે, એના દર્શનથી મેં અનુમાન કર્યું છે. કોઈપણ કારણથી આ બાલકને પિતાએ ગંગાના પ્રવાહમાં વહેતો મૂક્યો છે. પછી તે મને મળ્યો છે. તેથીય કર્ણ મારો ધર્મપુત્ર છે. પરંતુ આ મારો પુત્ર નથી, એ પ્રમાણે અતિરથિના મુખથી કર્ણની કથા સાંભળીને બધાંય સભાસદોએ આશ્ચર્ય ચકિતવાળું મન ધારણ કર્યું અર્થાત્ આશ્ચર્ય ચક્તિ થઈ ગયા. કર્ણને જોઈને કુન્તી વિચાર કરે છે. ખરેખર તેજયુક્ત આ મણિથી શોભતા બે કુંડળવાળો તે જ આ મારો પુત્ર છે. અહો ! મારૂં ભાગ્ય. કારણ કે લાંબા કાળે મેં આને જીવતો જોયો. આ સંસારમાં હું એક જ ધન્ય છું, જે મારે આ કર્ણ અને અર્જુન એવા બે પુત્રો છે. કારણ કે અર્જુન સાથે ભાઈ વિના બીજો કોણ સ્પર્ધા કરે ? જેવી રીતે અમૃત સાથે ચંદ્ર સ્પર્ધા કરે છે, તેવી રીતે કર્ણ અને અર્જુન પણ પરસ્પર સ્પર્ધા કરે છે. વળી આગળ કુન્તી વિચારે છે. કર્ણનો સંબંધ યુધિષ્ઠિરાદિ બધા ભાઈઓને સમય આવે જણાવીશ. એ પ્રમાણે ચિંતવીને કુન્તી મૌન રહી, ત્યારે બધા સભાજનોના જોતાં હાથ ઊંચા કરીને દુર્યોધન બોલ્યો : “આ કર્ણ જેવો છે, તેવો ભલે હો. એને મેં અંગ દેશના અધિપતિપણે અભિષેક કરીને રાજારૂપે સ્થાપ્યો છે. જેને પસંદ ન હોય તે ધનુષ્ય લઈને તૈયાર થાવ.” આવા દુર્યોધનના વચન સાંભળીને અંતરાત્મામાં જલતા પાણ્ડ પુત્રો પર ભયથી ડરેલા લોકોનો મહાકોલાહલ થયો. : તેઓને દ્વિધાવાળા જોઈને પાણ્ડુ રાજાએ દ્રોણને કહ્યું : “હે દ્રોણ ! પુત્ર અને ભાઈઓને અકાલે આ કેવો કલહ ઉત્પન્ન થયો. અમે પુત્રની પરીક્ષાને માટે આ સર્વે સામાજિકોને બોલાવ્યા છે. યુદ્ધને માટે નહિ ? આથી આ કુમારોનો વિરોધ દૂર કરો. કારણ કે તમે બધા કુમારોના કલાચાર્ય છો.” આ પ્રમાણેની પાડુ રાજાની વાણી સાંભળી દ્રોણાચાર્યે જાતે જમણો હાથ ઊંચો કરીને પાંડવો અને કૌરવોને સિંહના બચ્ચાની જેમ યુદ્ધ કરતાં રોક્યા. તે વખતે ભાઈઓનો પરસ્પર વિરોધ જોવા માટે અસમર્થ હોય તેમ સૂર્ય ચાલ્યો ગયો (અસ્ત થઈ ગયો). ત્યારે કુમારોની કલા અને કલહ જોઈને પાણ્ડ રાજાને આનંદ અને ખેદ બંને થયા. ધૃતરાષ્ટ્ર, કૃપાચાર્ય, દ્રોણાચાર્ય, ગાંગેય આદિથી પરીવરેલા પાણ્ડુ રાજા સંધ્યા સમયે પોતાના સ્થાને (ઘરે) પહોંચ્યા. કોઈક કર્ણને સ્તવના (પ્રશંસા) કરતાં, કોઈક અર્જુનને સ્તવના કરતા, કોઈક દુર્યોધનને, કોઈક ભીમને, કોઈક દ્રોણ ગુરુને પ્રશંસતા બધા લોકો પોતપોતાના ઘરે ગયા. For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૩ ૬૫. પાંડવ ચરિત્રમ્ એ પ્રમાણે તે પાંડવો અને કૌરવો પરસ્પર છિદ્રોને જોવાની ટેવવાળા, બહારથી વિનયવાળા અને અંદરથી ઈર્ષાવાળા છતાં ભેગા મળીને ક્રિડાને કરતા રહ્યા છે સાથે રમે છે). આ પ્રમાણે શ્રીમત્તપાગચ્છ ભટ્ટારક શ્રી હીરસૂરિ પટ્ટાલંકાર વિજયસેનસૂરિ રાજ્ય પંડિત શ્રી દેવવિજય ગણિ વિરચિત ગદ્યબધ મનોહર શ્રી પાડવ ચરિત્રે ભીમ, દુર્યોધનાદિ જન્મ, કુમાર કલારોપણ, કલાદર્શન, કર્ણ રાજ્યાભિષેક વર્ણન નામનો ત્રીજો સર્ગ પૂર્ણ થયો. For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ (ચોથો સર્ગ) હવે એક વખત શ્રીમાન્ પાડુ રાજાએ સભાને અલંકૃત કરી અને તે સભામાં મેરૂપર્વતની ઉપર સૂર્યની જેમ સુવર્ણમય ઊંચા સિંહાસન પર બેઠેલો પૂર્વ દિશાના ઉગતા સૂર્યની જેમ શોભતો હતો. પાડુ રાજાનું વર્ણન આ પ્રમાણે – સુવર્ણ કડાઓથી શોભતા બાáાળો, મોતીના હારથી શોભતી છાતીવાળો, માથા પર મુગટ પહેરેલો, કુંડલોથી શોભિત ગાલવાળો, કુંકુમ (કંકુ), બરાસ, કસ્તુરી આદિથી બનેલ સુગંધી યક્ષકદમ લેપથી લિપ્ત સર્વ અંગવાળો, દેવદુષ્ય વસ્ત્ર પહેરેલા શરીરવાળો, વારાંગનાએ ધરેલા છત્રવાળો, વારાંગનાથી વિંઝાતા ચામરવાળો, રાજા પાડું સુંદર સિંહાસન પર બેઠેલો સમસ્ત રાજમંડલથી સેવાતા ચરણોવાળો ઇન્દ્રની જેમ શોભે છે. તે વેળાએ ગાંગેય, ધૃતરાષ્ટ્ર આદિ વડીલ ગુરુવર્ગ પણ આનંદથી ફૂલાઈ ગયેલા એવા તેઓએ તે સ્થાનને શોભાવ્યું. ત્યારે તે સભામાં રાજાની સ્તુતિ કરતા કવિઓ, મધુર સ્વરે કિન્નરોની જેમ ગીતગાન કરતા ગાયકો, નૃત્યમાં નિપુણ એવા નૃત્ય કરતાં નૃત્યકારો, બંદીવર્ગમાં બિરૂદાવલિ બોલતા બંદીઓ અને પાપને નાશ કરનારી ભરતાદિની કથા કરતાં ભાટો હતા, ત્યારે કોઈક દ્વારપાલે મસ્તક પર હાથ જોડી નમીને બદ્ધ અંજલિ દ્વારા રાજાને આ પ્રમાણે વિનંતી કરી, “હે દેવ ! દ્રુપદ રાજાનો દૂત તમારા દ્વારે આવ્યો છે.” તે દૂતના આવવાની વાત સાંભળીને ગાંગેય આદિના ચિત્તના અભિપ્રાયને જાણીને રાજા પાડુએ ભમ્મરની સંજ્ઞાથી (ઇશારાથી) તે દૂતને સભામાં પ્રવેશ કરાવ્યો. દ્વારપાલે બોલાવેલ તે દૂત પણ તે જ પ્રતિહારને આગળ કરીને રાજાની સભામાં ઉપસ્થિત થયો. ત્યાં આવીને વિધિપૂર્વક રાજાને મસ્તક પર હાથ જોડીને નમસ્કાર કરી, આ પ્રમાણે વિનંતી કરી. હે દેવ ! દ્રુપદ રાજાએ પોતાની પુત્રી દ્રૌપદીનો સ્વયંવર મંડપ કરાવ્યો છે. ત્યાં બધા રાજાઓને બોલાવ્યા છે અને અત્યંત પ્રેમવાળા દ્રુપદે મને તમારી પાસે મોકલ્યો છે. તે દ્રુપદ રાજા બધા રાજાઓના જોતાં આ પ્રમાણે કહે છે : “હે લોકો ! મારૂં કહેલું સાંભળો. આ મારી પુત્રી કોઈને પણ આપવા માટે મારું મન ઉત્સાહિત થતું નથી, પરંતુ જે કોઈપણ રાધાવેધને For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૪ પાંડવ ચરિત્રમ્ સાધશે, તેને આ પુત્રીને હું પારિતોષિકરૂપે (ઇનામમાં) આપીશ.” એ પ્રમાણે પ્રતિજ્ઞા કરનારા મારા સ્વામીએ આપને આ જણાવ્યું છે. કે તમારા સર્વેને આનંદ આપનારા એકસોને પાંચ પુત્રો સંભળાય છે. બધા ધનુર્વિદ્યામાં ચતુર, સર્વ સકલ શાસ્ત્રનાં પારગામી બધાય બાંધવ જયને પામેલા છે. આથી તે તમારા પુત્રોમાંથી કોઈ પણ રાધાવેધ સાધીને મારી ઇચ્છાને પૂર્ણ કરો. આથી હે સ્વામીનાથ! જગતમાં એક ધનુર્ધર તમારા પુત્રો સાથે આવીને અમારા સ્વયંવર મંડપને અલંકૃત કરવા માટે તમે યોગ્ય છો એ પ્રમાણેની દૂતના મુખથી દ્રુપદરાજાએ કહેવડાવેલી વાણી સાંભળીને ગાંગેય પાંડવાદિ કુરુવંશી બધા રાજાઓએ રતથી યુક્ત કેયુર, બાજુબંધ, કુંડલ, કંકણ આદિથી તે દુતનો સત્કાર કરી એ પ્રમાણે કહીને વિદાય આપી. પછી પાડુ ગાંગેય આદિ કુલવૃદ્ધ યુધિષ્ઠિર, દુર્યોધન આદિ પુત્ર સુબુદ્ધિ આદિ મુખ્ય મંત્રીઓ અને અન્ય સૈનિકોથી પરિવરેલા રાજાએ કામ્પિભૂપુર તરફ પ્રયાણ કર્યું. યુધિષ્ઠિર આદિ પાંચ, દુર્યોધનાદિ સો એ પ્રમાણે વિવિધ પ્રકારનાં વાહનોમાં બેઠેલા સંગ્રામમાં શૂરવીર એવા તે બધા કુમારો પાડુ સાથે પરિવર્યા. તેઓથી પરિવરેલા પાડુરાજા અવાજનાં પડઘાવડે ગિરિકંદરો (ગુફાઓ)ને ફોડતાં, તેના અવાજથી વિશ્વને પૂરતાં માર્ગમાં ચાલવા માંડ્યા આગળ ચાલતાં તે રાજાની અનુકુલ પવનથી ઉડતી સ્વયંવર જોવાની ઇચ્છાથી જાણે આગળ જવા માટે ઇચ્છતિ વૈજયત્તિ ધજા શોભે છે પાછળ આવતાં સામન્તોથી પરિવરેલા પાડુ રાજાને દેવોવડે પરિવરેલા ઈન્દ્રની જેમ લોકોએ જોયો. જાણે ઇન્દ્ર ન હોય તેમ જોયો અને તેવી રીતે વાહનમાં બેઠેલા કુત્તિ અને માદ્રી સહિત પાડુ રાજા ગંગા અને પાર્વતીની સાથે શંકરની જેમ શોભી રહ્યા છે. એ પ્રમાણે ધૃતરાષ્ટ્ર પણ સ્વપત્નિ સાથે ચાલ્યો. માર્ગમાં ગામના લોક ગાયનું ઘી લાવીને તેઓની આગળ મૂકીને નમસ્કાર કરે છે. તેવી જ રીતે સામન્ત રાજાઓ પણ ગાય-ઘોડા ભેટ આપીને નમસ્કાર કરે છે. પાડુ રાજા પણ સામા આવેલા તે સર્વ લોકો અને રાજાઓને ધન અને માનપૂર્વક બહુમાન કરે છે. એ પ્રમાણે તે કૌરવી સેના એક ગામથી બીજે ગામ આગળ વધતી કુરૂદેશથી દૂર નીકળી ગઈ અને તે તેના થોડા દિવસમાં જ કાંડિલ્યપુરની સીમાએ પહોંચી ગઈ. પોતાના સેવકોએ આપેલા સમાચારથી પાડુના આવવાની વાતથી હર્ષભર્યા હૃદયવાળો દ્રુપદ રાજા સામો આવ્યો, ત્યારે બંને સૈન્યના વાજિંત્રના અવાજોના પડઘાઓથી દિશાઓ વ્યાપ્ત થઈ ગઈ. તેવી રીતે બંનેના સૈન્યના ઘોડાઓની ખુરથી ઉડતી રજથી આચ્છાદિત થયેલા નભતલમાં બંને સૈન્યના પરસ્પર શબ્દના પડઘા દ્વારા એકબીજાના શબ્દોનું ક્ષીરનીરની જેમ ઐક્ય થયું. પાડુ રાજાને જોતાં દ્રુપદ જયકુંજર હાથીથી ઉતરીને પગે ચાલીને સામે ગયો. પાડુ રાજા પણ દ્રુપદના સૈન્યને જોઈને હાથથી નીચે ઉતર્યા... પછી બંને ભૂજાને ફેલાવીને પ્રેમમાં આસક્ત પરસ્પર ભેટ્યા. For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૬૮ સર્ગ - ૪ તે અવસરે કાંડિલ્ય નગરનો કાશ્યપીનાથ નામનો સારથિ કામ્બોજ નગરના ઘોડાથી જોડાયેલા રથને દ્રુપદ રાજાની પાસે લઈ ગયો. તે રથમાં દ્રુપદે આપેલા હાથનું આલંબન લઈને એટલે કે દ્રુપદે લંબાવેલા હાથને પકડીને પાડુ રાજા તે રથમાં ચડી ગયો અને તે પોતે કુરૂદેશના સ્વામી એવા પાડુ રાજાનો દ્રુપદ રાજા સારથિ બન્યો. પછી રથમાં બેઠેલા બંને પોતપોતાના સૈન્યથી પરિવરેલા માથા પર છત્ર ધરેલા, ચામરોથી વીંઝાતા અને બોલતા એવા ચારણો, સ્તુતિ કરતા ભટ્ટ, હાથથી દાન અપાવતા નગરીના પરિસરમાં રહેલા ઉદ્યાનમાં આવ્યા. ત્યાં કાંપિલ્યપુરના પરિસરમાં પાડુ રાજાએ ગંગા નદીને જોઈ. તે ગંગામાં ક્રીડા કરીને આ ઉદ્યાનોમાં દ્રુપદના કહેવાથી રાજા પાડુએ આવાસોને ગ્રહણ કર્યા. પછી દ્રુપદ રાજાએ પાડુ રાજાની રજા લઈને કાંપિલ્યપુરમાં પ્રવેશ કર્યો. (નગરના અંદરના ભાગમાં જઈને પાર્ટુના સૈનિકોનો એવી રીતે સત્કાર કર્યો કે તે સૈનિકો પોતાના નગરના પણ સુખને યાદ કરતા નથી.) દ્રુપદ રાજાએ શુભમુહૂર્ત બ્રહ્મા વિધાતા) જેવા શિલ્પીઓથી દેવસભા સરીખો સ્વયંવર મંડપ કરાવડાવ્યો. જે મંડપ નીચે નીલમણિ જેવી પૃથ્વી (શોભતી) હતી. તે મંડપમાં હજારો સોનાના સ્તંભો શોભતા હતા, તે સોનાના સ્તંભોમાં શિલ્પીઓએ બનાવેલ પૂતળીઓને લોકો દેવાંગનાની જેમ જતાં હતા. જે મંડપમાં સ્થાને સ્થાને લટકતા મોતીઓના ઝુમખાઓમાં પુષ્પગુચ્છ હોય એમ માનીને ભમરાઓનો સમૂહ ત્યાં આવતો હતો. જે મણિમય થાંભલાવાળા સ્વયંવર મંડપમાં નિર્માણના પુણ્યકાર્યને જોતાં બ્રહ્મા (વિધાતા) પણ આશ્ચર્યથી (દિમૂઢ) જડ જેવો થઈ ગયો. તે મંડપમાં દ્રુપદે બધી દિશાઓમાં ઊંચા માંચડાઓ બનાવરાવ્યા હતા.' જાતજાતના મણિવાળા તોરણોથી અલંકૃત શોભતા) દેવવિમાન જેવા તે સ્વયંવર મંડપને જોઈને લોકો પૂર્ણ પાણીથી ભરેલા સાગરને નાનો માનવા લાગ્યા. તેવી રીતે સ્વયંવર મંડપના મધ્યમાં નિશ્ચલ એક સુવર્ણનો મેરૂપર્વત સમાન સ્તંભ રોપ્યો-કરાવ્યો. તે સુવર્ણસ્તંભના મધ્યપ્રદેશમાં ચાર ચક્રો ડાબી બાજુ ભમતાં, તેવી જ રીતે ચાર ચક્રો જમણી બાજુ ભમતાં શોભે છે. તે સુવર્ણના સ્તંભની ઉપર એક નીચી મુખવાળી રનની પૂતળી જાણે સ્વયંવર મંડપની શોભાને જોવા માટે નિશ્ચલ થઈને રહી છે, તેવી રીતે સ્તંભના નીચેના ભાગ પર રાજાએ દેવતાથી અધિષ્ઠિત ક્રમથી આવેલું વજનું બનાવેલું વજાવર્ત નામનું ધનુષ્ય મૂક્યું. પછી જ્યોતિષીએ આપેલા શુભ દિવસે શુભ લગ્ને દ્રુપદ રાજાએ અર્જુનને સવારે આવવા માટે સાંજે દૂતને મોકલ્યો. તે સમયે સૂર્ય દ્રૌપદીને અલંકૃત કરવા માટે જાણે સમુદ્રમાંથી સારભૂત રતોને લેવા માટે સમુદ્રમાં પ્રવેશ કર્યો. ત્યારે દ્રૌપદીના અંગના સંગમના આનંદને ઇચ્છતા રાજાઓના રાજકુમારોની તે રાત્રિ જાણે સો પ્રહર જેટલી લાંબી થઈ. પરંતુ પાડુ રાજા તો પોતાના કુમારોના કલાકૌશલ્યને અંતરમાં ચિંતવીને, ચિંતાના સંતાપને દૂર કરીને નિર્ભય બની સુખપૂર્વક સૂઈ ગયા. For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૪ પાંડવ ચિરત્રમ્ ૬૯ ત્યારે દ્રુપદ રાજા તે કુમારોની કોમળતા નિહાળીને પોતે કરેલી પ્રતિજ્ઞાની વારંવાર નિંદા કરે છે. અહો ! મેં અવિચારી પ્રતિજ્ઞા કરી છે. સ્વયંવર મંડપમાં આવેલા આ કુમારો મારી પુત્રીને કેવી રીતે પરણશે ? એ પ્રમાણે ચિંતામાં પડેલા રાજાને નિદ્રા આવતી નથી અને વિવિધ પ્રકારના વિકલ્પને કરતાં અલ્પ નિદ્રાને લેતાં દ્રુપદ અને બીજા રાજાઓની રાત્રી પસાર થઈ ગઈ. પ્રાતઃકાલે રાજકલાના કૌશલ્યને જાણે જોવાને માટે અથવા દ્રૌપદીના લગ્નના ઉત્સવને જોવાને માટે સૂર્ય ઉદય દિશાને શોભાવી, મનોહર મંગલ વાજિંત્રોથી તથા ચારણ લોકોના અવાજથી તે રાજાઓના નેત્રો વિકસિત થયા. એટલે કે સવાર થતા રાજાઓ ઉઠ્યા. તે સર્વે રાજાઓએ વિધિપૂર્વક સર્વ પ્રાતઃકાર્ય કરીને સામન્ત અમાત્ય મંડલને ભેગું કરીને પોતપોતાના કુમારોને અલંકાર આદિથી કામદેવ જેવા રૂપવાળા કરીને અર્થાત્ સાક્ષાત્ કામદેવ જેવા રૂપવાળા બનાવીને સ્વયંવર મંડપ પહોંચ્યા. પાણ્ડુ રાજા પણ પોતાના પુત્રોને આગળ કરીને સ્વયંવર મંડપમાં આવ્યા. તે તે મંડપમાં કાંપિલ્યના રાજા દ્રુપદે બતાવેલા ઉંચા સિંહાસન પર બેઠા. એ પ્રમાણે બધા રાજાઓ દ્રુપદે બતાવેલા યથાયોગ્ય આસન (સ્થાન) ઉપર બેઠા. તે સર્વ રાજા અને કુમારોની વચ્ચે સાક્ષાત્ ધનુર્વેદની જેમ તે દુ:ખે કરીને જીતી શકાય એવો અને વી૨૨સની જેમ દુઃખે કરીને જોઈ શકાય તેવા કામરૂપ જેવા અર્જુનને જોઈને મોહિત થયેલા બધા રાજાઓ પોતાની જાતને પણ ભૂલી ગયા. હવે દ્રૌપદીને સ્વયંવર મંડપમાં લાવવાને માટે (લઈ જવાને માટે) શણગાર સજાવનારીએ પ્રીતિપૂર્વક શણગારી. તે કેવી રીતે તે કહે છેઃ જીતાયેલા કમળોએ પોતાની કાન્તિ ભેટ આપી હોય તેવા તેના પગ મૂકાયેલા અળતાના રસથી લાલ થયેલા શોભે છે. એમ હું શંકા કરૂં છું અને તેનું શરીર ચંદનના લેપથી શોભે છે. તેનું ઓષ્ટબિંબ અળતાનાં રસના બહાનાથી કામરાગના સંપૂર્ણ ભંડાર જેવા શોભે છે. તેના બંને ગાલો કસ્તૂરીની કાઢેલી પાનની વેલડીથી શોભે છે. તેની કાજલયુક્ત મનોહર આંખો શોભે છે. કસ્તૂરી લગાવેલ તેનું ભાલ લાવણ્ય ઝરતા કામદેવને રમવા માટેના ઝરૂખાની જેમ શોભી રહ્યું છે. તેની શણગારનારીએ બનાવેલ માલતી ફૂલની લગાવેલી માળાવાળો ચોટલો માથા પર શોભે છે. રેશમી કપડાથી ઢંકાયેલું તેનું શરીર શોભે છે. તેનો માણિક્યથી મંડિત મુગુટ કિરણોના સમૂહથી પ્રકાશે છે. તેના કાન પરના બે કુંડલો ગાલની શોભા વધારે છે. જગતને જીતવાની ઇચ્છાવાળા તપસ્યા કરતા કામદેવની અક્ષમાલાની જેમ તેની છાતી પર એકાવલી હાર શોભી રહ્યો છે. તેના બે બાહુ ઉપર રત્નના કિરણોથી આવૃત (ઢંકાયેલા) બાજુબંધ શોભે છે. (શોભતા હતા) તેના બે હાથ મોતીઓથી જડેલા કંકણથી શોભી રહ્યા છે. કામદેવના સૈનિકના નિવાસને જાણે ગ્રહણ કરતો હોય For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૪ પાંડવ ચિરત્રમ્ ૭૦ તેમ કટિપ્રદેશ પર કંદોરામાં લાગેલી ધૂંધ૨ીઓ શોભી રહી છે. તેના પગમાં ઝણકા૨ને ક૨તા મણિથી યુક્ત બે ઝાંઝરો શોભી રહ્યા છે. એ પ્રમાણે રાજાની પુત્રી દ્રૌપદી જાણે વિમાનમાં બેઠેલી સ્વર્ગથી ઉતરેલી દેવીની જેમ મનુષ્યથી ચલાવાતા રતના વાહનમાં બેસીને સ્વયંવર મંડપમાં આવી. તે કન્યા એવી દ્રૌપદીને જોઈને કોઈક વિલાસી હસ્તકમલમાં કમલ લઈને તેના મુખકમલ સાથેની તુલના કરે છે. કોઈક દાંતો વડે નાગરવેલના પાનને ચાવવાના બહાનાથી ક્રોધિત થયેલા કામદેવની આગળ (સામે) જાણે મુખમાં આંગળી નાખતા ન હોય એમ કોઈક કામી તેને દુષ્પ્રાપ્ય જાણીને પગના અંગૂઠાથી પોતાનું મનવાંછિત નષ્ટ થયેલું જોવાને માટે જાણે પૃથ્વીને ખોદતો ન હોય ઇત્યાદિ ઉત્પન્ન થયેલા ભાવવાળા સર્વ રાજાઓ ઉપર રાજાની કન્યા દ્રૌપદીએ સ્વાભાવિક સરળ એવી પોતાની દૃષ્ટિ નાંખી તે બધામાં તે પાંચેય પાણ્ડુ રાજાના પુત્રોને સુંદર આકૃતિવાળા જોઈ વિચારીને ધૈર્યને ધર્યું. વળી તેના ચક્ષુએ શરત (પ્રતિજ્ઞા) જોઈને અધૈર્યને ધર્યું. દ્રૌપદી દેવવિમાનમાંથી રંભાની જેમ તે વાહનમાંથી પૃથ્વીતલ પર ઉતરી અથવા રાધાવેધના સ્તંભની નજીકમાં મંડપની અધિષ્ઠાયિકા દેવીની જેમ ઉતરી. તે દેવવિમાનની ઉપમા જેવા તે સ્વયંવર મંડપમાં ઉર્ધ્વ (ઉ૫૨), નીચે, તીર્હી જગા પર સંક્રાંત થયેલ પ્રતિબિંબરૂપે દ્રૌપદીએ એક હોવા છતાં ઘણા રૂપને ધારણ કર્યા ત્યારે દ્રુપદ પુત્ર ધૃષ્ટદ્યુમ્ને હાથ ઊંચા કરીને લોકસમૂહના અવાજને રોકીને આ પ્રમાણે વાણી ઉચ્ચારી. હે રાજાઓ ! હે કુમારો ! બધા સાવધાન થઈને મારી વાત સાંભળો. ‘આ અમારા કુલનું શ્રેષ્ઠ અને સો દેવતાથી સેવાયેલા બાણને ચડાવીને જે કોઈપણ રાધાવેધને સાધશે. તે પરાક્રમીને જગતમાં અદ્ભુત અને સૌભાગ્યશાલીની મારી બહેન આ દ્રૌપદીને પરણશે.’’ તેવા ધૃષ્ટદ્યુમ્ન કુમારના વચન સાંભળીને બાણના આરોપણ માટે તૈયાર થયેલા રાજાઓને દ્વારપાલિકાએ દ્રૌપદીને બતાવ્યા. હે દેવી ! આ બાજુ જુઓ, આ હસ્તિશિર્ષ નગરનો રાજા દમદંત ધનુષ્ય ઉપર બાણને ચઢાવવા માટે ઉભો થયો. ત્યાં સામે છીંક આવતાં તે અટકી ગયો અને પોતાના તેજની હાનિ પામેલો તે પાછો બેસી ગયો. તેવી રીતે ધર નામનો રાજા મથુરાધીશ તે બાણને આરોપવા માટે તેવી જ રીતે ઉભો થયો. તે રાજાને સામે આવેલો જોઈને સર્વ સભાજનો અવજ્ઞાપૂર્વક હાસ્યને કરે છે, હસે છે. તેના હાસ્યને જોઈને મથુરાનો રાજા પૃથ્વી પર આવીને ફરી મંચ પર ચડી ગયો. ફરી દ્વારપાલિકા બોલી : “હે સ્વામિની ! આ બાજુ જુઓ. તમારા મિલનને ઇચ્છુક વિરાટ દેશનો રાજા કેટલીક ભૂમિ સુધી આવીને ધનુષ્યને જોઈને જાણે સ્થંભિત થઈ ગયા ન હોય તેવા દેખાય છે.’ For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૪ (૭૧) પાંડવ ચરિત્રમ્ હે સુમધ્યમે ! આ નદિપુરનો શલ્ય નામનો રાજા ધનુષ્ય જોઈને દૂર જતો રહ્યો. હે દેવી ! આ સહદેવ, વાસુદેવ એવા જરાસંઘ રાજાનો પુત્ર દેવ સરખી આકૃતિવાળો ધનુષ્યની નજીક જઈને ઝડપથી પાછો ફર્યો. હે કૃશાંગી! આ ચેદી દેશના શિશુપાલ રાજા બંધુઓએ રોકવા છતાં રાધાવેધ માટે દોડે છે. હે દેવી ! આ કર્ણ દુર્યોધનનો મિત્ર તેનાથી જ પ્રેરાયેલો દુર્યોધનની નજીકથી ઉઠીને ધીરે ધીરે ધનુષ્યની નજીક જાય છે. તે સાંભળીને શ્યામ થયેલા મુખકમળવાળી દ્રૌપદી આ પ્રમાણે વિચારે છે. આ સારથિ પુત્ર કર્ણ જગતમાં અજોડ ધનુર્ધારી છે. રાધાવેધ સાધીને શું મને પરણશે ? તો શું બ્રહ્માએ એના (કર્ણને) માટે મને બનાવી છે ? એ પ્રમાણે વારંવાર પોતાને નિંદતી કુલદેવતાને યાદ કરે છે. હે કુલદેવતા ! પાડુપુત્ર અર્જુન સિવાય બીજો કોઈ મારો ભરથાર ન બનો. એવી ચિંતાને કરતી દ્રોપદીને જોઈને ફરી કર્ણપ્રિય વચન દ્વારપાલિકા બોલી : “હે હલે ! રાધાતનય (કર્ણ) રાધાવેધ સાધનારો નથી. વજ જેવું મજબૂત કવાલાથી વ્યાપ્ત ધનુષ્ય જોઈને પાછો ફર્યો છે. હે દેવી ! તમારી કુલદેવીના પ્રભાવથી આ સ્વયંવર મંડપમાં કોઈની પણ પ્રભાવિકતા નથી. એના માટે તમે ચિંતા કરો નહિ.” વળી કહે છે : “હે સખી ! આ બાજુ જો, આ સુયોધન, ધૃતરાષ્ટ્રનો પુત્ર ઊંચા સિંહાસનથી એક લાખ સૈનિકયુક્ત, એક લાખ રક્ષકવાળો, પરાક્રમી, ખીલેલા રોમાંચયુક્ત, માતા ગાંધારીની સાથે ઉઠીને ધનુષ્યને નમસ્કાર કરીને ઊભો રહ્યો. તેવી જ રીતે બીજા પણ ધૃતરાષ્ટ્રના પુત્રો દુઃશાસનાદિ ૯૯ પુત્રો અત્યંત પરાક્રમના ગર્વરૂપી પર્વત જેવા રાધાવેધ સાધવામાં ખેડવાળા થઈને બેસી ગયા. હે સખી ! આ ભગદત્ત, અશ્વત્થામા, ભૂરિશ્રવ, શલ્ય, જયદ્રથ, મહાસેન, ચારૂદત્ત આદિ તારા પાણિગ્રહણની ઇચ્છાથી તને તથા સ્તંભ પર રહેલી રાધાને જોતાં બેઠા છે.” એ પ્રમાણે દ્રૌપદીના રાજવંશીયનું વર્ણન કરીને દ્વારપાલિકા પાંડવોનું વર્ણન કરે છે. હે સખી ! આ કુરુવંશના અલંકારભૂત વીર અને શાંતરસમય યુદ્ધમાં સ્થિર એવા યુધિષ્ઠિર છે તથા હે સખી ! યુધિષ્ઠિરનો નાનો ભાઈ આ ભીમ સિંહ જેવો પરાક્રમી યુદ્ધ ભૂમિમાં દડાની જેમ હાથીઓ સાથે દરરોજ ખેલે છે તથા આ પરાક્રમી ભીમનો નાનો ભાઈ અર્જુન છે. તેના મૂકેલા (છોડેલા) બાણો કોના હૃદયમાં પ્રવેશ કરતા નથી ? જેના બાણો યુદ્ધમાં શત્રુના બાણોને હણનારા છે. શત્રુના સૈન્ય સમૂહને ડહોળી નાખે છે. ધનુર્ધારી આ અર્જુને ગુરુ દ્રોણને એવી રીતે સંતોષ આપ્યો કે જેથી ગુરુ દ્રોણે રાધાવેધનો અધિકારી બનાવ્યો. હવે આ તૈયાર થઈને For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૭૨ સર્ગ - ૪ રાધાવેધ માટે ઊભો થયો છે. ખરેખર, આ રાધાવેધને સાધશે ઇત્યાદિ સાંભળીને દ્રૌપદી જ્યાં ખૂબ ખુશ થાય છે. તેટલામાં અર્જુન પરિકરની સાથે તુરત બાણ પાસે આવી ગયો. ત્યારે તેના પર સભાજનો આવા પ્રકારની દૃષ્ટિથી તેને જુએ છે. કોઈની આશ્ચર્યવાળી દૃષ્ટિ, કોઈકની મશ્કરીથી પાપિષ્ઠ થયેલી કોઈકની ક્રોધથી લાલ આંખ અર્જુન પર પડી. અર્જુન ક્ષણમાં બાણને પ્રદક્ષિણા આપીને અને નમસ્કાર કરીને મોટા ભાઈ (યુધિષ્ઠિર)ના આદેશાનુસાર ધનુષ્ય હાથમાં લીધું. પછી સગર્વ ભીમે આ પ્રમાણે કહ્યું : “હે લોકો ! અર્જુન રાધાવેધ સાધે ત્યારે જે કોઈપણ પરાક્રમીને પોતાના મસ્તકમાં શૂળ ઉપડશે, તેને આ મારી ગદા દવારૂપ બનશે. એ પ્રમાણે કહીને ગદા હાથમાં લઈને અર્જુનની ચારે બાજુ અને ચારે દિશાઓમાં રક્ષણને માટે ભયંકર રૂપવાળો ભીમ ફરવા લાગ્યો.” કુન્તી અર્જુનને જોઈને ઉલ્લસિત હૃદયે, સ્થિર નયને, પુત્રને સૌમ્યદૃષ્ટિથી લાંબા કાળ સુધી જોતી રહી. ગાંધારી પણ અર્જુનને જોવાથી જાતે જ અપ્રીતિવાળી બની, ત્યારે યુધિષ્ઠિર આદિના ભાઈઓની દૃષ્ટિ આનંદથી નિર્મળ બની. દુર્યોધનાદિ ગાંધારીના પુત્રોની દૃષ્ટિ દ્વેષથી ક્રોધવાળી બની. કારણ કે – સૂર્યનો ઉદય અને ચંદ્રનો અસ્ત થાય છે, ત્યારે કુમુદવન કરમાય છે. કમળખંડ ખીલે છે. ઘુવડ આનંદને ત્યજે છે અને ચક્રવાક પ્રીતિને ધરે છે (પામે છે). ત્યારે આંખને આનંદિત કરનારા અર્જુનને જોઈને હર્ષભર્યા હૃદયવાળી તેના રૂપમાં મોહિત થયેલી દ્રૌપદી કુલદેવીનું સ્મરણ કરતી આ પ્રમાણે બોલી : “હે કુલદેવીઓ ! તમે અર્જુન પર પ્રસન્ન થાઓ.” જે રીતે આ અર્જુન રાધાવેધ સાધીને મારી સાથે લગ્ન કરે, તે સમયે પાડું, ધૃતરાષ્ટ્ર, ભીમ પ્રતિ અર્જુનના ગુરુ દ્રોણ બોલ્યા : “હે કુરુવંશના રાજાઓ, અર્જુનના હાથથી મેળવેલી જીત આ બાજુથી તમે જુઓ, જુઓ !” તે સાંભળીને કૌતુકથી તાલી વગાડતા રાજાઓ આસનથી ઉઠીને અર્જુનને જુએ છે. કુતૂહલથી મળતી સિદ્ધિ ગંધર્વની સ્ત્રીઓની લાખોની સંખ્યાથી આકાશ પુષ્પોથી છવાયું ન હોય તેમ શોભે છે. રાધાવેધના સ્તંભની નીચે રહેલા તેલના કુંડામાં પ્રતિબિંબ થયેલ રાધારૂપની ડાબી આંખને જોવામાં લીન બનેલા અર્જુનને ઊંચા હાથ અને નીચે મુખવાળો બધા સભાજનોએ જોયો, ત્યારે અર્જુને ધનુષ્ય ખેંચ્યું. કુન્તીના પરસેવાના વહેવા સાથે, દ્રૌપદીના આંખના કટાક્ષો સાથે અને પિતાના આનંદના અશ્રુઓ સાથે અર્જુને ધનુષ્યને જોરથી ખેંચ્યું. For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ સર્ગ - ૪ ૭૩ તે અર્જુન બાણના ટંકારરૂપ શબ્દથી, પર્વતના તટને ભેદતો, શબ્દથી અદ્વૈત આ જગતને કરતો, પૃથ્વીને ધ્રુજાવતો, વિશ્વને બહેરો કરતો, દિશારૂપ હાથીઓને ત્રાસ પમાડતો એક જ બાણ વડે સામા પક્ષના રાજાના હૃદય સરીખી રાધાની ડાબી આંખ ભેદી દીધી (નાખી). તેથી સંતુષ્ટ થયેલા દેવોએ અર્જુન પર પુષ્પવૃષ્ટિ કરી. તે અવસરે કુન્તીનું અને પાણ્ડનું સકલ જગત આનંદમય બની ગયું અને તેવી રીતે યશમય બની ગયું. દ્રૌપદી પાણ્ડ પુત્રોને દૃષ્ટિના કોણ થકી આંતરિક ઇચ્છા સાથે જોતી રાજાઓની જેમ પાંચેય પાંડવોને વરવાની ઇચ્છા હોવા છતાં લોકોના અપવાદની શંકાવાળી એવી તેણીએ અર્જુનના કંઠમાં સ્વહાથોથી વરમાળાને નાખી. તે વરમાળા બધાના જોતાં દિવ્ય પ્રભાવથી એક હોવા છતાં પ્રત્યેકને (સર્વને) તે પાંચે પાંડવના કંઠમાં દેખાઈ. ત્યારે આ પ્રમાણે આકાશવાણી થઈ. સારૂં સારૂં રાજકન્યા વરી તેમાં શંકા ન કરો. એ પ્રમાણે આકાશમાં ઊંચા સ્વરે દૈવીવાણી થઈ. તે સાંભળીને દ્રુપદ રાજા વિચાર કરે છે. પાંચેય પાણ્ડુ રાજાના પુત્રોને એક પુત્રી આપતાં સર્વ સજ્જનોને હું હાસ્યરૂપ બનીશ, તો હું શું કરૂં ? એ પ્રમાણે જ્યાં ચિંતાને દ્રુપદ રાજા કરતો હતો, તેટલામાં આકાશ માર્ગથી વધતા એવા શ્રેષ્ઠ, અનુપમ વ્યાસ, સમતા, દમન, વિમલ દેહની કાન્તિથી દિશાઓને પ્રકાશમાન કરતા ચારણ શ્રમણ મુનિને આવતા જોઈને તે બધાય રાજાઓએ તે મુનિપુંગવોને ઊંચા આસને બેસાડીને જમીનને મસ્તક અડાડીને નમસ્કાર કર્યા. યાને દંડવત્ પ્રણામ કર્યા. મુનિશ્વરે પણ બધા રાજાઓને દેશના આપી. : તે આ રીતે સર્કુલમાં જન્મ, અનેક પ્રકારનો વૈભવ, પ્રિયનો સમાગમ, સુખની પરંપરા, રાજકુલમાં મોટાઈપણું, વિમલયશ આ પુણ્યરૂપી વૃક્ષનું ફેલ છે. જો રાજા ધાર્મિક ન હોય તો રાજ્ય નરકનું કારણ બને છે. પરંતુ જો ધાર્મિક હોય તો અહીંયા અને પરલોકમાં સુખને પામે છે. મણિરચિત સિંહાસન પર બેઠેલા મુનિએ બધા સભાજનોને એ પ્રમાણેની દેશના આપીને જ્યાં અટક્યા, તેટલામાં કૃષ્ણે કહ્યું : “હે મુને ! દ્રૌપદીને આ પાંચ ભરથાર (પતિ) કેવી રીતે થયા ?' મુનિએ કહ્યું : “હે રાજન્ ! પૂર્વે કરેલા નિદાનથી આ પાંચ પતિ થયા છે. આ દ્રૌપદી પાંચ પતિવાળી થશે. માટે કોઈપણ જાતની ચિંતા ન કરવી.’ કારણ કેઃ- નારિયેળ ફલના પાણીની જેમ જે થવાનું હોય તે થાય જ છે. હાથીએ ખાધેલા કોઠાની જેમ જે જવાનું છે, તે જાય જ છે. For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૭૪ સર્ગ - ૪ આથી જે થવાનું છે, તે થાય જ છે. આ દ્રૌપદીએ પૂર્વજન્મમાં નિયાણું કરેલું છે. કરેલા નિયાણાવાળી આ પાંચ પતિવાળી થશે. આમ કહીને મુનિ દ્રૌપદીના પૂર્વભવને કહે છે. દ્રૌપદીનો પૂર્વભવ : ચંપાનગરીમાં ત્રણ બ્રાહ્મણો રહેતા હતા. તેમના સોમદેવ, સોમભૂતિ અને સોમદત્ત નામ હતા. તે ત્રણેની ત્રણ સ્ત્રીઓ હતી. અનુક્રમથી તેઓના નાગશ્રી, ભૂતશ્રી અને યક્ષશ્રી એવા નામો છે. હવે એક વખત ભોજન કરાવવા માટેનો વારાનો દિવસ આવતાં નાગશ્રીએ અનેક પ્રકારના રસવાળી રસવતી (ભોજન) બનાવી. તે રસોઈમાં શાક બનાવતાં તેણે એક કડવા તુંબડાને ઘણા દ્રવ્યથી સંસ્કારીત કરીને તેના એક અંશને હથેળીમાં લઈને કંઈક સ્વાદ લઈને તે કડવું ન ખાવા જેવું અસુંદર જાણીને વિચાર્યું. હા ! હા ! મેં અજ્ઞાનતાના કારણે આ શાકમાં તેલનો ઘણો વ્યય કર્યો છે. તેથી હમણાં તો એકબાજુ રાખીને કોઈક ભિક્ષુકને આપીશ. આ પ્રમાણે વિચારીને તે નાગશ્રીએ એકબાજુ મૂકીને બીજું મીઠું તુંબડું વઘારીને પીરસ્યું અને સંતોષ પામેલા તે બ્રાહ્મણો પોતપોતાના સ્થાને ગયા. સુભૂમિ-ભાગ નામના બગીચામાં ચાર જ્ઞાનના માલિક ધર્મઘોષ નામના સૂરિ પધાર્યા. તેના ધર્મરૂચિ નામના શિષ્ય માસક્ષમણના પારણે ભીલડી એવી નાગશ્રીના ઘરે કલ્પવૃક્ષની જેમ આવ્યા. તે પાપીણી નાગશ્રીએ તે કડવું તુંબડું સાર દ્રવ્યથી સંસ્કારીત (વઘારેલું) તે મુનિને બધું છોરાવી દીધું. મુનિએ નિર્દોષ આહાર માનીને તેના ઉપર ઉપકારની ઇચ્છાથી બધું લઈને ઉપાશ્રયમાં આવી ગુરુને બતાવ્યું. ગુરુએ પણ તેની ગંધને સૂંઘીને ધર્મ સ્નેહથી આ પ્રમાણે કહ્યું : “હે વત્સ ! જો તું આ ઝેરી તુંબડું આરોગીશ, તો જલ્દી મૃત્યુને પામીશ. એમાં કોઈપણ જાતનો સંદેહ નથી. આથી તું વિશુદ્ધ સ્થંડિલ ભૂમિ પર જઈને પરઠવી દે.” આમ ગુરુનો આદેશ થતાં મુનિ નગરની બહાર નીકળી ગયા. ત્યાં શુદ્ધ ભૂમિમાં કંઈક પાત્રામાંથી એક બિંદુ પડ્યું ત્યારે તેમાં આસક્ત કીડીઓ મરતી જોઈને મુનિએ ચિંતવ્યું. અહો! એક બિંદુ માત્રથી આટલી બધી કીડીઓ મરી ગઈ, તો પછી બધું પરઠવતાં કેટલા બધા જીવો મરશે ! તેથી તો શ્રેષ્ઠ છે કે મારા એકનું મૃત્યુ થશે, પરંતુ ક્રોડો જીવોનું મૃત્યુ નહિ થાય. એ પ્રમાણે વિચારીને તે ધર્મરુચિ મુનિ તે ઝેરી તુંબડું બધું વાપરી (ખાઈ) ગયા. આહાર વાપરીને અનશન કર્યું અને નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરીને બધા જીવોને ખમાવીને (ક્ષમાવીને). સમાધિપૂર્વક તે મુનિ પ્રાણોને છોડી સર્વાથ સિદ્ધ વિમાનમાં ગયા. પછી ધર્મઘોષ ગુરુએ ઘણો સમય થઈ ગયો જાણી તે ધર્મરુચિ મુનિને જોવાને માટે બીજા મુનિઓને મોકલ્યા. તે પણ મુનિઓ જોતાં જોતાં ત્યાં ગયા, જે જગ્યાએ મુનિ પડ્યા હતા તે મરેલા પડેલા જોઈને તે સાધુઓ દુઃખથી આક્રાંત તેના રજોહરણાદિ ધર્મ ઉપકરણ લઈને ગુરુ ચરણોમાં આવીને બધુ નિવેદન કર્યું (કહ્યું). For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૪ (૭૫) પાંડવ ચરિત્રમ્ - તે ચાર જ્ઞાનના ધરનારા ગુરુએ અવધિજ્ઞાન વડે નાગશ્રીએ કરેલું બધું જાણીને પોતાના બધા મુનિઓને બોલાવીને આ પ્રમાણે કહ્યું : “હે સાધુઓ, તમે નગરમાં જઈને ત્રણ રસ્તા, ચાર રસ્તા ભેગા થતા હોય ત્યાં મોટા અવાજે આ પ્રમાણે ઘોષણા કરો.” તેથી તેઓ તે નગરમાં જઈને ગુરુએ કહેલું કહેવા માંડ્યું (લાગ્યા). હે લોકો ! આ નાગશ્રી સોમદેવની પતી છે. જેણે ઝેરી તુંબડાથી સાધુને માર્યા છે. આથી એ પાપીણિને ધિક્કાર હો.” તે સાંભળીને સોમદેવ આદિ બ્રાહ્મણોએ નાગશ્રીને ઘરની બહાર કાઢી મૂકી. લોકોએ પણ તિરસ્કાર કર્યો અને માટી, લાકડીઓથી તાડન કરાયેલી બધે જ્યાં ત્યાં ભમે છે. ખાંસી, દમ, તાવ, કંપવા, કોઢાદિ સોળ રોગોથી ઘેરાયેલા શરીરવાળી તે અહીંયા જ નરકના દુઃખને પામી, ભૂખ-તરસથી પીડાતી, ડગલે ડગલે લોકમાં નિંદાતી, દુઃખને પામતી તે મરીને છઠ્ઠી નરકમાં ગઈ. નરકથી બહાર નીકળીને માછલા (મસ્ય)માં ઉત્પન્ન થઈ, ત્યાંથી સાતમી નરકમાં ગઈ. ફરી પાછી માછલી થઈ, એ પ્રમાણે બબ્બે વખત બધી નરકોમાં ભમી. પછી પૃથ્વીકાયાદિ પાંચમાં વારંવાર ઉત્પન્ન થઈ. વિશેષ તો વનસ્પતિઓમાં કડવા વૃક્ષમાં, વિષવૃક્ષમાં, કંટકવાળા વૃક્ષમાં, નિંઘવૃક્ષમાં વારંવાર મરીને ત્યાં જ ઉત્પન્ન થઈ. એ પ્રમાણે અનંતકાયોમાં બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિયોમાં પણ ઉત્પન્ન થઇ, મસ્યાદિ જળચરોમાં, વાઘ, સિંહ, ચિત્તાદિ દુષ્ટ ક્રૂર ચતુષ્પદો (પશુઓમાં), ગીધ, ઘુવડાદિ દુષ્ટ પક્ષીઓની જાતિઓમાં, ગરોળી, કાચંડાદિ ભૂજપરિસર્પોમાં, બધાય ઉરપરિસર્પોમાં વારંવાર ઉત્પન્ન થઈ, એ પ્રમાણે અનંતકાળ સંસારમાં ભમીને કોઈપણ રીતે કર્મનું લઘુપણું થવાથી ચંપાનગરીમાં સાગરદત્તના ગૃહે સુભદ્રા નામની પતીની કુક્ષિમાં સુકુમાલિકા નામની પુત્રી રૂપે ઉત્પન્ન થઈ. ક્રમે કરીને મોટી થઈ, સંપૂર્ણ લક્ષણવાળી કન્યા થઈ. તે કેવી છે, તેનું વર્ણન કરે છે. ગૌર રંગવાળી, યૌવનને ભજનારી, મધુરવાણી યુક્તા, સૌભાગ્યશાલિની, ભાગ્યના ઉદયવાળી, કાનના અંત સુધીના ચક્ષુવાળી અત્યંત ચાતુર્યથી ભરેલી, મોટાઈના ગર્વથી યુક્ત, રમણીય, લાલ હંસ જેવી ધીમી ગતિવાળી, હાથીના કુંભસ્થલ જેવા સ્તનવાળી, પરવાળાના રંગ જેવા હોઠવાળી, પૂર્ણિમાના પૂર્ણ ચંદ્ર જેવા મુખવાળી, ભ્રમરોની શ્રેણીથી શોભતી એવી તે સુકુમાલિકા શોભી રહી છે. આ બાજુ તે જ નગરમાં જિનદત્ત નામનો શેઠ રહેતો હતો. તેને ભદ્રા નામની પતી છે. તેઓનો પુત્ર સાગર નામનો છે. તે પણ યૌવન વયને પ્રાપ્ત થયેલો અને બત્રીશ ગુણોથી યુક્ત છે. જેવા કે સત્યવાન, વશીકર્તા, બલવાન, સતત જય, પ્રીતિમાન, સત્યરંગ, સાવયવ, પ્રિયંવદ, કીર્તિમાન, દાન-વ્યસની, વિવેકી, શૃંગારવાન, અભિમાની, ફ્લાવ્ય, સમુક્વલ ગુણ, સકલ For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૭૬ સર્ગ - ૪ કલાકુશલ, સત્યવાન, સર્વજન પ્રિય, સર્વદાતા, સુગંધી પ્રિય, સંવૃતમંત્ર, ક્લેશ સહ, અનુગત પ્રિય, વાક્યપંડિત, ઉત્તમ સત્વ, ધર્મિષ્ઠ, મહોત્સાહી, ગુણગ્રાહી, સુપાત્ર સંગ્રહી, ક્ષમી અને પ્રભાવક આવા ગુણોથી યુક્ત તે જિનદત્તનો પુત્ર સાગર છે. એક દિવસ સાગરના પિતા જિનદત્ત સુકુમાલિકાના ઘરની નજીકથી જતાં સુવર્ણના દડાઓથી ઘરમાં રમતી સુકુમાલિકાને જોઈ. તેના રૂપમાં મોહિત થયેલા જિનદત્ત મનમાં વિચારે છે. આ કન્યા મારા પુત્રને યોગ્ય છે. આ બન્નેનો મણિ સુવર્ણ મુદ્રિકા (વીંટી)ની જેમ જો સંયોગ થાય તો વિશ્વને બનાવનાર વિધાતાનો પ્રયાસ પ્રશંસનીય બને, ફોગટ ન થાય. કારણ કે – મણિ અને તાંબાના તારથી બંધાયેલા સોનાના આભરણનો સંગ્રહ ઉચિત છે. કારણ કે તે અવાજ નથી કરતું. બહુ ચળકતું નથી, એ બેનો સંબંધ કરનાર પ્રશંસનીય થાય છે. આથી આ બંનેનો સંયોગ કરાવું, એ પ્રમાણે વિચારીને જિનદત્ત સ્વજનથી પરિવરેલો સાગરદત્તના ગૃહે જઈને તેની પુત્રી સુકુમાલિકાને પુત્ર સાગરને માટે માગી. ત્યારે સાગરદત્તે પણ કહ્યું : “હે જિનદત્ત ! તારો પુત્ર સાગર જો મારો ઘરજમાઈ થાય તો આ મારી પુત્રી સુકુમાલિકા આપું, નહિ તો નહિ આપું.” કારણ કે આ મારી પુત્રી અને પ્રાણથી પણ પ્રિય છે. એનો વિરહ ક્ષણવાર પણ સહન કરવા હું શક્તિશાળી નથી, તે સાંભળી જિનદત્ત શ્રેષ્ઠિ ઘરે આવ્યો અને પુત્રને કહ્યું : “હે સાગર ! તું સાગરદત્તનો ઘરજમાઈ બનીશ.” તે પણ સુકુમાલિકાના રૂપમાં મોહિત થયેલો મૌન ધારી બેઠો. નિષેધ ન કરાયો, તેથી તેણે માની લીધું છે, એ ન્યાયથી તેનો અભિપ્રાય જાણીને સાગરદત્તને કહ્યું: “મારો પુત્ર સાગર ઘરજમાઈ થશે, તો તમે તમારી પુત્રી સુકુમાલિકાને મારા પુત્ર સાગરને આપો.” સાગરદતે સ્વીકાર કર્યો. પછી તે સાગર અને સુકુમાલિકાનો આશ્ચર્યજનક લગ્નમહોત્સવ કર્યો. લગ્નના સમયે તેના હાથનો સ્પર્શ સાગરને અંગારા જેવો લાગ્યો તથા લગ્ન કરેલા તે દંપત્તિ રાત્રિએ શયનખંડમાં પલંગમાં સૂતા ત્યારે પણ સાગરને તેના અંગનો સ્પર્શ જલતા અંગારા જેવો લાગ્યો. કારણ કે બાકી રહેલા કર્મના કારણે તેના અંગનો સ્પર્શ અંગાર જેવો થયો. અહો ! કર્મનું વિચિત્રપણું આશ્ચર્યકારી છે. કહ્યું છે કે – સુખ-દુઃખનો કોઈ આપનાર નથી, પરંતુ આ આપે છે એ કુબુદ્ધિ છે. હે શરીર ! પૂર્વે કરેલા કર્મ તારે જ ભોગવવાના છે. જે કંઈ તે કર્યું છે, તેનાથી પાર ઉતર. તે પલંગમાં મહાકષ્ટ કરીને ક્ષણવાર રહીને શયનમાં રહેલીને છોડી તે તુરંત નાસીને પોતાના ગૃહે આવ્યો. નિદ્રા પૂરી થતાં તેણી જાગી અને પતિને ન જોતાં ખૂબ રોઈ. પ્રભાત થયે તેની માતા સુભદ્રાએ દાંત સાફ કરવા માટે દાતણ અને પાણી ભરેલું ભાજન દાસીના હાથે મોકલ્યું. તે દાસીએ For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ ૭૭. સર્ગ - ૪ પાંડવ ચરિત્રમ્ સુકુમાલિકાને રડતી જોઈને પૂછ્યું: “હે સ્વામિની ! શા માટે રડો છો?” તેણીએ કહ્યું : “સાગર ચાલ્યો ગયો છે. તેથી રડું છું.” ત્યારે દાસીએ ઝટ જઈને સુભદ્રાને કહ્યું: “સુભદ્રાએ પણ પોતાના પતિ સાગરદત્તને જણાવ્યું (વાત કરી). તેથી સાગરદન જિનદત્તના ઘેર તે વાત જણાવવા માટે ગયા. ત્યાં જઈને જમાઈને ઉપાલંભ આપ્યો. તે ઉપાલંભ સાંભળીને જિનદત્ત ઉપરના માળે પુત્ર પાસે ગયા. ત્યાં જઈને પુત્રને કહ્યું : “હે વત્સ ! તે સારું કર્યું નહિ. તે મારા વચનથી વિરૂદ્ધ કર્યુ છે. ઘરજમાઈ પણું માનીને જલ્દી જ આજે જ પાછો કેમ આવ્યો? તો હમણાં જ જલ્દી પાછો જા.” મારા વચનને માન. તેણે કહ્યું : “હે તાત ! તેના અંગનો સ્પર્શ (સંગ) સળગતા અંગારની જેમ સહન કરી શકાય તેમ નથી. આથી ત્યાં નહિ જાઉ આવા પ્રકારની અધમ સ્થિતિ સાગરદત્તે સાંભળીને ખેડવાળા મનથી પોતાના ગૃહે ગયો. પછી પોતાના ખોળામાં સુકુમાલિકા પુત્રીને લઈને કોમળ વાણીથી સાગરદત્તે આ પ્રમાણે કહ્યું : “હે વત્સ ! કોઈપણ કારણે તારો પતિ સાગરદત્ત તારા વિષે વિરક્ત થયો છે. હવે તું કોઈપણ જાતની ચિંતાને કરીશ નહિ–ન કર.” હું તારો બીજો કોઈપણ પ્રેમમાં આસક્ત ભરથાર કરીશ. - હવે એક વખત ઝરૂખામાં બેઠેલા સાગરદત્તે લંગોટી પહેરેલો અને હાથમાં ચપ્પનીયું લઈને માખીથી ઘેરાયેલા દ્રમક નામના એક ભિક્ષુકને જોયો. સાગરદત્ત જલ્દી ભિક્ષુકને બોલાવીને સુગંધિ પાણીથી નવરાવીને, સુગંધી ચંદનનો લેપ કરીને, દિવ્ય કપડાં પહેરાવીને સુકુમાલિકાની પાસે લઈ જઈને આ પ્રમાણે કહ્યું. “આ મારી પુત્રી સુકુમાલિકા હું તને આપું છું, એની સાથે મારી લક્ષ્મીને ભોગવતાં સુખપૂર્વક રહે.” તે સાંભળીને તે ભિક્ષુક તેની સાથે શયનખંડમાં આવ્યો. જ્યાં તેની સાથે પલંગમાં બેઠો અને તેના અંગનો સ્પર્શ કરે છે, તેટલામાં તેનું શરીર સળગતા અંગારા જેવું લાગ્યું, તે પણ તેવી જ રીતે એકદમ ઉઠીને પોતાના ઘરનું ઠીકરું (ચપ્પણીયું) આદિ ભિક્ષુક વેશને લઈને નાસી ગયો. પુત્રીની નિદ્રા ચાલી જતાં દ્રમુકને ગયેલો જાણીને રોતી એવી તેને જોઈ. પિતા બોલ્યો : “હે પુત્રી ! તું રડ નહિ, તારા આ પૂર્વનાં કર્મો ઉદયમાં આવ્યા છે. તું તારા કરેલા કર્મને ભોગવ..” જેવી રીતે ભૂમિમાં પડેલું બીજ અંકુરાથી અનુમાન કરાય છે, મનુષ્ય પોતાના જ કર્મથી નીચે કે ઉપર જાય છે (ચડે છે). જેમ કૂપ ખોદનારો નીચે નીચે જાય છે અને પ્રાસાદનો કરનારો ઉપર જાય છે (ચડે છે), તેવી રીતે સુખ અને દુઃખથી પૂર્વના ધર્મ અને અધર્મનો નિશ્ચય કરાય છે. એ પ્રમાણે કર્મવિપાકના દુઃખને જાણીને શાંત થયેલી સુકુમાલિકા ધર્મમાં રત બનીને દાનને આપતી પિતાના ઘરે રહી છે. હવે એક દિવસ તેના ઘરે ગોપાલિકા નામની સાધ્વીઓ ભ્રમણ For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૪ પાંડવ ચરિત્રમ્ ७८ કરતી ભિક્ષા માટે આવી. તે સુકુમાલિકાને શુદ્ધ અન્ન-પાણી વ્હોરીને ગોપાલિકા સાધ્વીઓએ લાભ આપ્યો. પછી તેઓની પાસેથી ધર્મને સાંભળીને વૈરાગ્ય પામેલી તેણે દીક્ષા લીધી. દીક્ષા લીધેલી એવી તેણી છઠ્ઠ, અક્રમ આદિ તપ કરવા પૂર્વક સાધ્વીઓ સાથે વિહાર કરે છે. એ પ્રમાણે દિવસો પસાર થાય છે. એક દિવસ તે સુકુમાલિકાએ ગોપાલિકાઓને કહ્યું : “આપની આજ્ઞાથી હું સુભૂમિભાગ ઉદ્યાનમાં જઈને ઉભી રહીને સૂર્યની સામે દૃષ્ટિ રાખી આતાપનાને લહું ?’ ત્યારે ગોપાલિકા સાધ્વીએ સુકુમાલિકાને કહ્યું : “હે વત્સ ! હે વિનિતા ! આગમમાં ક્યાંય પણ સાધ્વીઓને આતાપના વસતિ (ઉપાશ્રય)થી બહાર કહી નથી. આથી તું પણ ઉપાશ્રયની અંદર રહીને આતાપનાને ક૨ (લે).” એમ કહ્યું છતાં પણ તેણે ગોપાલિકાના તે વચનોને અવગણીને તે ઉદ્યાનમાં ગઈ. ત્યાં જઈને જ્યાં સૂર્યની સામે આતાપના કરે છે. તેટલામાં તે ઉદ્યાનમાં એક દેવદત્તા નામની ગણિકા દિવ્ય સ્વરૂપવાળી દિવ્ય વસ્ત્રો પહેરેલી, દિવ્ય શણગારવાળી, ગણિકાના ૬૪ (ચોસઠ) કલારૂપ ગુણોવાળી, એક પુરુષે પોતાના ખોળામાં રાખેલી, બીજા પુરુષના ખોળામાં પોતાના પગ રાખેલી, ત્રીજા પુરુષે માથા પર ધરેલા છત્રવાળી, બે પુરુષોથી વિંઝાતા ચામ૨વાળી, એ પ્રમાણે પાંચ પુરુષોથી સેવાતી એવી તેણે તેઓ સાથે દેવીની જેમ સુખનો અનુભવ કરતી જોઈ. અપૂર્ણ ભોગની ઇચ્છાવાળી સુકુમાલિકાએ આ પ્રમાણે નિયાણું કર્યું કે જો મારા આ તપનું ફલ હોય તો ભવાંતરમાં હું પાંચ પતિવાળી બનું ! એ પ્રમાણેનું નિયાણું કરીને પોતાના આશ્રયસ્થાને (ઉપાશ્રયે) આવી. ત્યાં શરીરમાં વાયુનો પ્રક્ષેપ થયો. હાથ, પગ, મુખ, બગલ, શરીર, સ્તનો, છાતી અને જાંઘને વારંવા૨ સાફ (ધોતી) કરતી એવી તેને સાધ્વીઓએ અટકાવી (વારી) તો પણ તે પાછી ન ફરી (અટકી નહિ). માત્ર સાધ્વીઓ ઉપર દ્વેષ કરતી આ પ્રમાણે ચિંતવતી હતી. પૂર્વે હું ઘરમાં હતી ત્યારે આ સાધ્વીઓની માનીતી હતી, અત્યારે તેઓ સાધ્વી થયેલી એવો મારો તિરસ્કાર કરે છે. આ પ્રમાણે વિચારીને બીજી વસતિ (સ્થાન)માં રહી. સ્વચ્છંદપણે વર્તનારી તે સુકુમાલિકાએ લાંબા સમય સુધી વ્રતનું પાલન કર્યું. અંતે આઠ માસની સંલેખના કરીને અંતે સમાધિપૂર્વક મરીને કરેલા નિયાણાની આલોચના કર્યા વિના સૌધર્મ દેવલોકમાં નવ પલ્યોપમના આયુષ્યવાળી સાધારણ દેવી પણે ઉત્પન્ન થઈ. ત્યાંથી ચ્યવીને તે આ દ્રૌપદી રૂપે ઉત્પન્ન થઈ. પૂર્વે નિયાણું કરવાના કારણે જ એના આ પાંચ પતિ થયા છે, તે જાણવા. આમાં કાંઈ આશ્ચર્ય નથી. કારણ કે સિદ્ધાંતમાં (આગમમાં) નવ પ્રકારના પાપના નિયાણા કહ્યા છે, તે આ પ્રમાણે છે... રાજા, શેઠ, સ્ત્રી, પુરુષ, પરપ્રવિચાર, સ્વપ્રવિચાર, અલ્પરત દેવ, દરિદ્ર અને શ્રાવક... આ નવ નિયાણા છે. For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૪ ૭૯ પાંડવ ચરિત્રમ્ એની વ્યાખ્યા :- ક્યારેક કોઈ સાધુ વગેરે નિદાનને કરે.. દેવોને સાક્ષાત્ કોણે જોયા છે.આ રાજાઓ જ દેવો છે. તેથી જો તપાદિ અનુષ્ઠાનનું ફલ હોય તો હું રાજા બનું. તે સ્વર્ગે ગયો. અવીને રાજ્યને પામે છે, પરંતુ સમ્યક્તાદિ ધર્મને પામતા નથી. એ પ્રમાણે દુર્લભબોધિ થાય. / ૧// એ પ્રમાણે – શેઠ બહુ ચિંતાવાળા, બહુ વ્યાપારવાળા હોય છે. તેથી શ્રેષ્ઠાદિ કુળે મારો જન્મ થાય. / ૨ll યુદ્ધ આદિ :- દુષ્કરકારી વ્યાપારવાળો પુરુષ સ્ત્રીપણું પામે છે. all એ પ્રમાણે :- સ્ત્રી નિત્ય પસરાધીન અને પરાભવને પામનારી સ્ત્રી પુરુષપણું ઇચ્છે છે... /૪ પરમવિચાર – પછી અશુભ મનુષ્યના ભોગો, પછી જે દેવો અન્ય દેવ-દેવીને અથવા પોતાને દેવ-દેવી રૂપને વિદુર્વા ભોગ ભોગવે છે, તેવો હું પણ થાઉં. / પી. સ્વપ્રવિચાર –પોતાને જ દવે-દેવી રૂપે વિક્ર્વને ભોગ ભોગવે છે. ૬ll અલ્પત દેવ :- કાપભોગથી નિવૃત્ત થયા છે, જ્યાં કોઈપણ જાતની વિચારણા નથી, ત્યાં ઉત્પન્ન થાઉં. તે ત્યાંથી અવીને સમ્યગ્દર્શન પામે છે. પરંતુ દેશવિરતિ આદિ નથી પામતા... /૭l દરિદ્ર – પછી મારો આત્મા નિસ્તાર પામી. એ પ્રમાણે દરિદ્ર થાઉં, તે સ્વર્ગથી આવેલો દરિદ્ર થઈ પ્રવ્રયા પણ લે, પરંતુ સિદ્ધગતિ પામતો નથી... I૮ - શ્રાવકપણું – એ પ્રમાણે શ્રાવક થાઉં. એ પ્રમાણે વિચારીને શ્રાવક થાય. તે સર્વવિરતિને પામતો નથી.. III, એ પ્રમાણ નવનિયાણા અને દ્રૌપદીના ભવોને કહીને કરેલ નિયાણાથી આ દ્રૌપદી પાંચ પતિવાળી થશે, એ પ્રમાણે કહીને મુનિપુંગવ જે રીતે આવ્યા હતા, તે રીતિએ આકાશમાર્ગે ચાલ્યા ગયા. કારણ કે સાધુઓ એક સ્થાને રહેતા નથી. ત્યારે પાડુ રાજાના સ્વજન રાજાઓ સૂર્યના ઉદયે કમળવનની જેમ વહુને પામવાથી (જોઈને) વિકાસ (આનંદ)ને પામ્યા. હવે પાંચાલ રાજાએ પુત્રી દ્રૌપદીના વિવાહનું કાર્ય શરૂ કર્યું. તે આ પ્રમાણે– પ્રથમ તેણીએ સ્નાન મંડપમાં જઈને સ્નાન કરીને મંગલકાર્ય કર્યું. પછી શુદ્ધ વસ્ત્રો પહેરીને સ્નાનાગારની બહાર નીકળી. જ્યાં જિનમંદિર હતું. ત્યાં પ્રવેશ કરીને જિનેશ્વરને નમસ્કાર કર્યા, પછી હાથમાં મોરપિંછી લઈને ધૂપને ઉવેખ્યો (કર્યો). ધૂપને ઉવેખીને ડાબો પગ ઊભો કરીને જમણો પગ ભૂતલ પર For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૪ પાંડવ ચરિત્રમ્ ८० રાખીને શક્રસ્તવ (નમુત્યુણ) ને બોલી, તદંતર જિનમંદિરથી નીકળીને અંતઃપુરમાં આવી. શણગાર કરવાવાળી વડે શણગારાઈ. તે આ પ્રમાણે... ફરી સ્નાનને કરાવીને, શરીર પૂંછીને સુંદર ચંદનાદિથી લેપ કરીને, સુવર્ણથી ભરેલા દિવ્યવસ્ત્ર પહેરાવવાપૂર્વક તેણીને સ્વર્ણ મણિ અને રતના આભૂષણથી ભૂષિત કરી. પાણ્ડુ રાજાએ પણ તેવી જ રીતે પોતના પુત્રોનો સુંદર મહામહોત્સવ શરૂ કર્યો... તે આ પ્રમાણે :- તે પાણ્ડ પુત્રોએ પહેલાં સ્વજનો વડે મંગલ સ્નાનપૂર્વક વસ્ત્ર, આભૂષણાદિથી અલંકૃત કરાયેલા, ઐરાવણ હાથી ઉપર બેઠેલા, છત્ર ચામરો વડે શોભતા, સકલ રાજમંડલીથી રિવરેલા નગરના લોકોથી સારી રીતે જોવાતા, દ્રૌપદીને પરણવા માટે મંગલ વાજિંત્રો સાથે દ્રુપદ રાજાના મહેલ તરફ પ્રયાણ કર્યું. ત્યારે કુન્તી, માદ્રી, ગાંધારી વગેરે સ્ત્રીઓ ધવલ મંગલ ગીતો ગાતી હતી. એ પ્રમાણે સકલ સામગ્રી સાથે પાંડવો ક્રમથી દાનને આપતા દ્રૌપદીના મંડપના દ્વાર પર આવ્યા. ત્યાં તેઓ હાથી પરથી નીચે ઉતરીને મંડપની અંદર ગયા. ત્યાં બેસીને જ્યોતિષીએ બતાવેલા સમયે પોતાના જમણા હાથ વડે દ્રૌપદીનો જમણો હાથ પકડ્યો. દ્રૌપદી પણ લજ્જાથી નીચે જોતી, લાજ કાઢી છે તેવી તેણીએ વૃદ્ધાના વચનથી પાંડવો સાથે અગ્નિને પ્રદક્ષિણા આપી. દ્રુપદ રાજા પણ પાણ્ડ પુત્રોને દ્રૌપદીના કરમોચન કર્મ (દહેજ) વખતે સ્ત્રીઓ સિવાય પોતાના ઘરની બધી ઉત્તમ વસ્તુઓ આપી. પાંડવો દ્રૌપદીને પાણિગ્રહણ (લગ્ન) પછી રથમાં બેસાડીને પોતાના મહેલ પાસે આવ્યા. બીજે દિવસે પાણ્ડુ રાજાએ કૃષ્ણ આદિ રાજાઓથી પરિવરેલા વધૂ (દ્રૌપદી) સાથે લશ્કર વાહન સહિત દ્રુપદની સાથે પોતાના નગર પ્રતિ પ્રયાણ કર્યું. દ્રુપદ રાજા પણ કેટલીક ભૂમિને અતિક્રમીને (પસાર કરીને) પાણ્ડુ રાજાએ રજા આપ્યા પછી પોતાના નગરમાં પ્રવેશ કર્યો. પાડુ રાજા પોતાના નગરમાં આવીને કૃષ્ણ વિના સંપૂર્ણ રાજાઓના સમૂહને (રાજચક્રને) હાથી, ઘોડા આદિથી સત્કાર કરીને વિદાય કર્યા. તે પાંડવો ક્રીડા પર્વત આદિમાં બાગ-બગીચા આદિમાં અને વાવડી, સરોવર આદિમાં દ્રૌપદીની સાથે ક્રીડાને કરતાં પ્રહરની જેમ વર્ષો ચાલી ગયા. એ પ્રમાણે સુખને અનુભવતાં તેઓનો સમય પસાર થાય છે. એક દિવસ જ્યાં દેહની કાન્તિથી દિશાઓ પ્રકાશમાન થઈ છે. જેની આંખમાંથી અમૃતની વર્ષા થઈ રહી છે. એવા નારદ નામના દેવમુનિ આકાશમાં જતાં પાંડવના ગૃહે ઉતર્યા. તે અવસરે કોઈપણ કારણથી કૃષ્ણ પણ ત્યાં આવ્યા. પછી કૃષ્ણ દ્રૌપદી અને પાંડવને જોઈને મનમાં કંઈક વિચારીને નારદને કહ્યું : “હે નારદ ! આ દ્રૌપદી અને પાંડવોની કોઇ પ્રકારની વ્યવસ્થા થાય For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૪ ૮૧ પાંડવ ચિરત્રમ્ તો તે શ્રેષ્ઠ છે, પછી નારદ પાંડવોને બોલાવીને વ્યવસ્થા કરે છે. હે પાંડવો ! હે વત્સો ! કાનને માટે અમૃત સમાન તમારો અમૃત વિવાહ સાંભળીને વ્યવસ્થા કરવાને માટે હું આવ્યો છું. આથી અનેક બાંધવને એકલી દ્રૌપદી પરિભોગ્ય બાંધવોના ચિત્તને દ્વિધા કરનારી ન થાવ...” કારણ કે :- ભવનું બીજ, નરક દ્વારના માર્ગની દીવડી, શોકનું કંદ, ક્લેશનું મૂળ, દુઃખની ખાણ સ્ત્રી છે. હે વત્સ ! કુટુંબના સંહારનું કારણ સ્ત્રી છે. પૂર્વે જે થયું છે તે કથા આ પ્રમાણે સાંભળ. આ પ્રમાણે :— તે રત્નપુર નગરમાં શ્રીષેણ નામનો ન્યાયવાન, સમ્યક્ત્વધારક, જનવત્સલ, ગુણાલંકારધારક એવા મહારાજા થયા હતા. તેને કામદેવની સ્ત્રી જેવી અભિનંદિતા અને શિખિનંદિતા નામની બે રાત્રિઓ હતી. તેમાંથી પહેલી અભિનંદિતાએ જગત્ઉદ્યોત કરનારા બે પુત્રોને જન્મ આપ્યો. તેમાં પહેલાનું નામ ઇન્દુષણ અને બીજાનું નામ બિંદુષણ રાખ્યું હતું. ક્રમે કરીને તે મોટા થતા શસ્ત્ર અને શાસ્ત્રમાં વિચક્ષણ થયેલા તેઓ યૌવનવયને પ્રાપ્ત થયા. તેઓના પિતાએ ઘણી રાજપુત્રીઓ પરણાવી, એ પ્રમાણે સુખપૂર્વક સુખનો.અનુભવ કરતાં દિવસો પસાર કરે છે. હવે તે નગરમાં સર્વ કલાને પાર પામેલી (જાણનારી) અનંગસેના નામની ગણિકા રહેતી હતી. તેના લાવણ્યરસ નીતરતા રૂપમાં મોહિત થયેલા બંને રાજપુત્રો વનમાં જઈને પરસ્પર એક હાથણી પાછળ બે હાથી લડે તેમ લડવા લાગ્યા. ત્યાં તે બંને પુત્રોને રાજાએ વાળ્યા, તો પણ અત્યંત કામ—ક્રોધથી અટક્યા નહિ. ત્યારે રાજાએ ચિંતવ્યું કે કામચેષ્ટાને ધિક્કાર હો. કારણ કે સારા વંશમાં ઉત્પન્ન થયેલા મારા પુત્રો વેશ્યાને માટે પરસ્પર યુદ્ધ કરે છે. ધિક્કાર હો, વેશ્યાના વિલાસને. કારણ કે :– મનમાં બીજું, વચનમાં જૂદું, ક્રિયામાં પણ બીજું જ, એવી સાધારણ સ્ત્રીમાં સુખનો હેતુ કેવી રીતે સંભવે ? પછી તેઓના પિતા રાજા શ્રીષેણ પુત્રના વિલાસના કારણે ઝહરીલું વિષ ખાઈને પરલોક ગયો. પતિના વિયોગથી તેની બંને પત્નીઓએ અભિનંદિતા અને શિખિનંદિતાએ તેવી જ રીતે ઝહરીલું વિષ ખાધું. ક્રોધથી ઉદ્ધત બનેલા તે બે ઈન્દુષણ અને બિંદુષણ વેશ્યાને માટે યુદ્ધ કરીને મૃત્યુ પામ્યા. હે પાંડવો ! સ્ત્રી નિમિત્ત આ પ્રમાણે કુટુંબનો સંહાર પહેલા થયો હતો. હમણાં પણ એક સ્ત્રીને ભોગવવાની ઇચ્છાવાળા તમારું નિશ્ચિત કુશળ હું જોતો નથી. આથી જ હું મર્યાદા કરવાને માટે આવ્યો છું. તેથી બધાએ બંધુ સાથે અહર્નિશ (હંમેશા) આ મર્યાદાથી વર્તવું જોઈએ. For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૪ ૮૨ પાંડવ ચિરત્રમ્ તે આ પ્રમાણે જ્યારે દ્રૌપદીના ઘરમાં તમારામાંથી એક હોય ત્યારે કામ હોય તો - પણ બીજાએ ક્યારે પણ ત્યાં ન જવું. તમારામાંથી કોઈપણ જો આ મર્યાદાનો ભંગ કરે તો તેને ૧૨ વર્ષ વનવાસ જવું. એ પ્રમાણે ક્ષેમ કરનારી નારદની વાણી સાંભળીને આનંદ પામેલા કુન્તીના પુત્રોએ મુનિ (નારદ)નું કહેલું બધું માની (સ્વીકારી) લીધું. આવા પ્રકારની મર્યાદા કરીને નારદઋષિ સ્વેચ્છાએ આકાશમાં ઊડી ગયા. ઋષિકેશ પણ પાણ્ડ પુત્રોને અનેક ઉપચારો કહીને સ્વનગરી એવી દ્વારિકા ગયા. એ પ્રમાણે મર્યાદાયુક્ત કામના પ્રકારો સેવનારા પ્રણયમાં પ્રવીણ બુદ્ધિવાળા પાણ્ડ પુત્રો પરસ્પર સાથે મળીને નક્કી કરેલી રમ્યક્રીડાને કરતાં દિવસો પસાર કરે છે. આ પ્રમાણે શ્રીમત્તપાગચ્છાધિરાજ ભટ્ટારક શ્રી હીરસૂરિપટ્ટાલંકાર વિજયસેનસૂરિ રાજ્યે પંડિત શ્રી દેવવિજય ગણિ વિરચિત ગદ્યબધ મનોહર શ્રી પાંડવ ચરિત્રે દ્રૌપદી સ્વયંવર, પૂર્વભવ વર્ણન નામનો ચોથો સર્ગ પૂર્ણ. .. For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ પાંચમો સર્ગ હવે મુનિએ કહેલી મર્યાદાને હંમેશા સેવતા તે પાણ્ડ પુત્રોની પરસ્પર અખંડ પ્રીતિ થઈ. દ્રૌપદી વારંવાર વારાના દિવસે પાંડવોની સાથે વિલાસ કરતી તે પાંડવોથી અલગ અલગ પુત્રોને પામી. તે પુત્રો પાંચ પાંચ ધાત્રીઓ થકી મોટા થયા. ત્રણે જગતને પ્રિય લોકપાલની ઉપમા સમાન ભિન્ન ભિન્ન નામવાળા પાંચેય પાંચાલ એવા બીજા નામરૂપે પૃથ્વી પર પ્રસિદ્ધ થયા. પાણ્ડ પુત્રોનું સૌભાગ્ય અને દ્રૌપદીનું સતીવ્રત જોવાની ઇચ્છાવાળી શરદઋતુનું જાણે આગમન થયું. પછી તે પાણ્ડ પુત્રો દ્રૌપદી આદિ સાથે ઉદ્યાનમાં ક્રીડા કરે છે. એક દિવસ ધનુર્વિદ્યામાં નિપુણ અર્જુને વિદ્યાગુરુ (દ્રોણ)ની આગળ નગરની ગાયો ચોરો ચોરી ગયા છે, તેવું સાંભળીને આ પ્રમાણે પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી (તે ગાયો) પાછી ન લાવું ત્યાં સુધી અન્ન-પાણી આદિ નહિ લઉં. એ પ્રમાણેની પ્રતિજ્ઞાપૂર્વક દિવસો જાય છે એક દિવસ તે નગરની બધી ગાયોને તસ્કરો ચોરી ગયા. પછી તે ગોવાળોએ તેની સાથે કંઈક યુદ્ધ કરીને ચોરોથી તિરસ્કાર પામેલા નગર દ્વારે આવીને ગાયો ચોરાઈ ગઈ છે, એ પ્રમાણે બોલીને જોરથી પોકાર કરવા લાગ્યા. તે સાંભળીને લોકો દોડી આવ્યા. શૂરવીરોમાં મુગટ સમાન અર્જુન પણ ગાયોનું હરણ થયું છે, સાંભળીને ક્રોધરૂપ અગ્નિથી અંતરમાં બળવા લાગ્યો. ત્યારે પ્રજાને માટે પોતાના પ્રાણોને છોડવાની ઇચ્છાવાળા અર્જુને નારદે કરાવેલી મર્યાદાનું ઉલ્લંઘન કર્યું. કારણ કે યુધિષ્ઠિર હોવા છતાં દ્રૌપદીના ક્રીડાસ્થાનમાં ગાંડીવ ધનુષ્ય અને અક્ષયભાથું લેવાને માટે અર્જુન પ્રવેશ્યો હતો. પછી વીરોમાં પ્રધાન અર્જુન બાણ અને ભાથા સાથે ૨થમાં બેસીને તે ગાયો માટે તે ચોરોની પાછળ દોડ્યો. ક્ષણવારમાં ચોરોને જીતીને તેની પાસેથી ગાયો લઈને, તે ગાયો આગળ કરીને નગરજનોથી અભિવાદન કરાતો નગરમાં લઈ ગયો. તે ગાયોને જોઈને આનંદિત થયેલા નગરજનોથી પ્રશંસા પામતો અર્જુન ગોવાળિયાઓથી પિરવરેલો નારાયણની For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ૮૪ પાંડવ ચરિત્રમ્ સર્ગ - ૫ ઉપમા જેવો નગરના દ્વાર પર આવ્યો. પોતાના બચ્ચામાં ઉત્સુક એવી તે ગાયો અર્જુનના નિર્મળ) યશની જેમ ઉજ્જવલ દૂધને ઝરાવતી પોતપોતાના સ્થાનમાં આવી ગઈ. હવે નગરના દરવાજે રહેલ અર્જુને નારદ ઋષિએ કરાવેલ પોતાની પ્રતિજ્ઞાના ભંગને જાણીને કુન્તી, પાડુ, યુધિષ્ઠિરને પૂછવા માટે અને કુટુંબને પૂછવાને માટે કેટલાક પુરુષને મોકલ્યા. તે પુરુષ માતા-પિતાની પાસે જઈને બેકર જોડીને આ પ્રમાણે બોલ્યા. આજ મેં પ્રજાને માટે મુનિની મર્યાદાનો ભંગ કર્યો છે. કુરુવંશવાળાઓ તે પ્રતિજ્ઞા માટે કાંઈ પણ ઢીલા થતા નથી. તેથી વનમાં બાર વર્ષ સુધી તીર્થયાત્રા કરીશ. મહાન મુનિની તે વાણી આજે પ્રામાણિક થશે. તેથી તીર્થ, પર્વત, વનમાં વિહાર (જવા) માટે મારા પર પ્રસન્ન થાઓ અને મારા હૃદયમાં રહેલા તમારા ચરણકમળ મારા વિઘને દૂર કરશે. એ પ્રમાણે અર્જુને કહેલું સેવક મુખથી સાંભળીને માતા-પિતા પરિવાર સાથે અર્જુનની પાસે આવીને હાથમાં લઈને (પકડીને) આ પ્રમાણે બોલ્યા : “હે વત્સ ! બાલ્યવયમાં તીર્થયાત્રા અને વનમાં જવાનો આ કેવા પ્રકારનો તારો મનોરથ ? કારણ કે કુરુરાજાઓ પુત્રને રાજ્યનો ભાર આપીને વનવાસી બને છે. આથી તું પણ તારો પુત્ર ભાર વહન કરવામાં સમર્થ થાય ત્યારે, તીર્થયાત્રા વનવાસના મનોરથને કર. કારણ કે બળદને યોગ્ય ભાર શું વાછરડા પર નંખાય ? તું પણ બચ્ચા જેવો જ પ્રાયઃ રાજ્યની લીલાને ભોગવતો ઘરમાં જ રહે.” વળી માતાએ કહ્યું : “હે પુત્ર ! તારા વિના મારા દિવસો વર્ષ જેવડા થઈ જશે તથા દહીં, દૂધથી પોષણ કરાયેલું આ તારું શરીર વનફલના આહારથી શી રીતિએ વૃદ્ધિને પામશે, તેવી રીતે પૂર્વે છત્ર વડે અટકાવાયેલો તાપવાળો સૂર્ય મત્સરભાવ વાળાની જેમ માર્ગમાં તેને પોતાના કિરણોથી દુઃખી કરશે તથા તારામાં આસક્ત આ પતિભક્તા ચંદ્રમુખીને તારા વિરહથી અશ્રુભીના નયનવાળી પુત્રવધૂ દ્રૌપદીને છોડવા માટે કેમ ઇચ્છે છે.” એ પ્રમાણે જનની (માતા) બોલી રહી ત્યારે મોટાભાઈ યુધિષ્ઠિરે નાનાભાઈ અર્જુનને આ પ્રમાણે કહ્યું : “હે બંધુ ! માતા-પિતાને ઓળંગીને જે કાર્ય કરાય છે, તે સફલ થતું નથી. તારાથી પણ મુનિના વચનનો ભંગ શું થયો ? એમાં તારો કાંઈ દોષ નથી, તે તો પરોપકારને માટે આ કર્યું છે. બીજાને માટે કરેલું કાર્ય દૂષણરૂપ થતું નથી, આથી વિદેશ જવાનું કરીશ નહિ.” હવે ભીમે અર્જુનને કહ્યું : “હે બંધુ અર્જુન ! તારા વિયોગથી જાણે કાયર એવું મારું મન ફાટી જાય છે. વળી બીજું, તારા વનમાં ગયા બાદ અમને વિવિધ ક્રીડાઓથી કોણ ક્રીડા (રમત) કરાવશે.” ત્યારે ધર્યને ધરીને પોતાના પ્રતિજ્ઞાના પાલન માટે અર્જુને પોતાના ભાઈઓને કહ્યું : હે બંધુઓ ! તમને આ સ્નેહથી ઢીલાપણું (કાયરપણું) કેવું?” કારણ કે મારી પ્રતિજ્ઞાનું પાલન For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચિરત્રમ્ સર્ગ - ૫ ૮૫ કરવા માટે વિદેશ જવાની મારી ઇચ્છામાં નિષેધ કરવાનું તમારામાં કાયરપણું ક્યાંથી ? આથી તમે મને વિદેશ જવા માટે રજા આપો. જેથી કરીને મારી અંગીકાર કરેલી પ્રતિજ્ઞાનું પાલન થાય. તેવી રીતે મુનિનું વચન પણ સત્ય થાય. એ પ્રમાણે યુક્તિપૂર્વક યુધિષ્ઠિરની આજ્ઞાથી માતા-પિતાની રજા લઈને અને ભીમાદિ ભાઈઓને જણાવીને જવાની તૈયારી કરી. પછી અમંગલની ભીતિથી આંસુઓને રોકતી દ્રૌપદીએ પ્રસ્થાન કરતાં અર્જુનને આ પ્રમાણે કહ્યું : “તમારો માર્ગ કલ્યાણકારી બનો. વળી ફરી આપનો સમાગમ જલ્દી થાઓ. તમારૂં ઇચ્છિત સાધો (પાર પામો પાર પામો...) અવસર આવે અમને યાદ કરજો.’’ દ્રૌપદીએ ફરી અર્જુનને કહ્યું : “હે પ્રાણેશ ! દેશાંતર જઈને કંઈ નવી વિદ્યા અને કંઈક લક્ષ્મી પ્રાપ્ત કરીને શીઘ્ર પાછા આવજો.” એ પ્રમાણે બોલતી, પ્રેમમાં રત, અત્યંત કોમલ બની છે હૃદયની ભાવનાઓ એવી પ્રાણપ્રિયા, એને પાછળ આવતી દ્રૌપદીને આલિંગન કરીને પ્રિય શબ્દો થકી સમજાવીને ત્યાં રાખીને બાણ અને ભાથા સાથે એકલો નગરમાંથી નીકળીને આગળ ચાલ્યો. અર્જુનને માર્ગમાં જતાં જોઈને દ્રૌપદી પ્રેમથી આંખ વડે જોતી રહી. અર્જુન પણ વારંવાર ડોકને વાળીને દ્રૌપદીને જોતો માર્ગમાં ચાલ્યો જાય છે. એ પ્રમાણે માર્ગમાં જતા અર્જુને એક મોટું સરોવર જોયું. તે સરોવરમાં જલક્રીડા કરીને વન્ય ફલો વડે અર્જુન દેહને આધારભૂત આહારને લે છે. તે જ સરોવરના કાંઠે આહારને લઈને અર્જુન જાતે બનાવેલી વન પુષ્પોની શૈય્યામાં મધ્યાહ્ન કાળ વીતી ગયો ત્યાં સુધી સુખપૂર્વક સૂઈ ગયો. પછી ચાલતા એવા અર્જુને કૌતુકથી ભરેલી પૃથ્વીને ઓળંગતા એક બિહામણિ, ફરતાં એવા પ્રચૂર ચોરોથી વ્યાપ્ત, રૌદ્ર, ઘોર, ભયંકર, મનુષ્ય વિનાની અનેક પ્રકારના વન પશુઓથી સહિત શિયાળીયાના ઘોર અવાજવાળી, સિંહ, વાઘ, ડુક્કર, વાનર, ચિત્તા, વેતાલથી વ્યાપ્ત, પર્વત, નદી, ઝરણાં, વેલડીના સમૂહરૂપ વનરાજીથી શોભિત એવા પ્રકારની અટવી (વન)માં પ્રવેશ કર્યો. વનમાં સિંહની જેમ ફરતાં અર્જુને પૃથ્વીના શિ૨૨ત સમાન ગિ૨િ૨ત શિખરને જોયું. તે ગિરિ શિખરને જોઈ તે પ૨ ૨હેલા વૃક્ષમાંથી નીકળતા રસમાં લુબ્ધ બનેલો અર્જુન કૌતુકવશાત્ તે ગિરિ ઉપર ચડી ગયો. તે ગિરિના શિખર પર એક જિન ચૈત્યને જોયું. ચૈત્યનું વર્ણન કરતાં કહે છે કે : ચંદ્રકાન્ત મણિમય (યુક્ત) પ્રભાત કાલના કિરણોથી ઉદ્યોતવાળા ઇન્દ્રમણિથી જડેલ જેનું દ્વાર છે. લાલ વર્ણવાળા પગથિયાની શ્રેણિથી શોભિત, સુવર્ણના સ્તંભ પર કુંભોથી શોભિત પૃથ્વી પર આવેલા દેવવિમાન જેવું જિનમંદિર જોઈને અર્જુન ખુશ થયો. તે અર્જુન તે ઉદ્યાનના વાવડીના પાણીમાં સ્નાન કરીને અત્યંત આનંદથી સ્ફૂર્તિવાળા બનેલા તેણે સરોવ૨માંથી કમળનો જથ્થો લઈને જિનમંદિરમાં પ્રવેશ કર્યો. પછી ત્યાં પ્રદક્ષિણા આપીને શ્રી યુગાદીશ્વર જિનેશ્વરને નમીને પૂજા કરીને ચૈત્યવંદન કરવા લાગ્યો. For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૫ પાંડવ ચિરત્રમ્ ૮૬ સ્તુતિ કરતા બોલ્યો :– “હે દેવ ! જય હો નાભિકુલરૂપ સમુદ્રને માટે ચંદ્ર ! સંપૂર્ણ જગતના દુઃખરૂપ તાપને હરનાર વાદળ ! સંસારરૂપ વનના અંત સુધી ઘટાદાર વૃક્ષ ! તમારા ચરણો મારા ભવરૂપ ખેદને દૂર કરનારા બનો.' ઇત્યાદિ સ્તુતિ કરીને અર્જુન જ્યાં જિનાલયનું નિરીક્ષણ કરતો બહાર નીકળ્યો ત્યારે ગિરિના શિખર પર કોઈ પુરુષને આત્મહત્યા કરતો તથા હે પ્રાણેશ ! આત્મહત્યા ન કરો, એ પ્રમાણે બોલતી પતિના ચરણકમલમાં મસ્તકને નમાવતી, પોતાના મુખરૂપી કમલમાં અંગુલીને નાખતી અને પતિના ઉત્તરીય (ખેસ) વસ્ત્રને ખેંચતી વારંવાર (ક્ષણ ક્ષણ) વિલાપ કરતી, તેને અટકાવતી કોઈક સ્ત્રીને અર્જુને જોઈ, તે દૃશ્યને જોઈને ત્યાં જલ્દી જઈને આદરપૂર્વક તેને કહ્યું : “હે મહાભાગ ! હે ગુણજ્ઞ ! નિર્ગુણીને ઉચિત તું આ આત્મહત્યા શા માટે કરી રહ્યો છે ? જો કાંઈપણ છુપાવવા જેવું ન હોય તો સત્ય વસ્તુ મને કહે. જેથી તારા દુઃખનો હું અંત કરી શકું?” તેણે પણ હાથ જોડીને અર્જુનને કહ્યું : “હે પરોપકાર શિરોમણિ ! તારી આગળ છુપાવવા જેવું હોય તો કોની આગળ કહીએ.” ત્યારે અર્જુને કહ્યું : “હે પુરુષ શિરોમણિ ! વિશ્વના રક્ષણની પ્રતિજ્ઞા કરવાવાળા એવા મને જાણીને તું મને સર્વ સત્ય કહે. જેથી તારા દુઃખને હું દૂર કરૂં.” તે સાંભળીને હર્ષિત થયેલો વિદ્યાધર આ પ્રમાણે બોલ્યો : “વૈતાઢ્ય પર્વતની દક્ષિણ શ્રેણીમાં રતપુર નામનું નગર છે. ત્યાં ચંદ્રાવતંશક નામનો રાજા છે.” તેની કનકસુંદરી નામની પટ્ટરાણી છે. તેમનો હું મણિચૂડ નામનો પુત્ર છું. તેઓની પુત્રી પ્રભાવતી નામની મારી બહેન છે અને મણિચૂડ નામનો એવો હું રમત માત્રમાં બાલવય ઓળંગી ગયો ત્યારે પિતાએ ગુરુ પાસે બધી કલાઓ મને શીખવાડી. અનુક્રમે યૌવન વયમાં આવેલા એવા મને પિતાએ ચંદ્રાપીડ રાજાની પુત્રી ચંદ્રાનના સાથે પરણાવ્યો. મારી બહેન પ્રભાવતી હિરણ્યપુરના રાજા હેમાંગદને આપી તથા કુલપરંપરાથી આવતી વિદ્યા પણ પિતાએ મને આપી. જ્યારે હું પિતાએ આપેલી વિદ્યાને સાધુ છું, ત્યાં મારા પિતા મૃત્યુ પામીને પરલોકમાં ગયા. અહો વિધિનો આ વિલાસ, અહો સકલ ભયને જીતવાવાળાને મરણનો ભય છે. પરંતુ તેને કોઈપણ ઉલ્લંઘવા માટે શક્તિશાળી નથી, એ પ્રમાણે વિચારતો હતો, ત્યારે સકલ સામંત મંત્રીઓએ મને રાજ્ય પર બેસાડ્યો. પછી કેટલાક દિવસો પછી મારો જ સંબંધી વિદ્યુàગ નામનો વિદ્યાધર વિદ્યાધરોની સેનાથી પિરવરેલો મારી સાથે યુદ્ધ કરીને મને નગરથી બહાર કાઢી મૂક્યો. તે સંબંધીથી હરાયેલા સામ્રાજ્યવાળો, દુઃખરૂપ ભારથી દુઃખી થયેલો હું એકલો જ્યાં અહીં સુધી જ આવ્યો, ત્યારે આ મારી પ્રિયા ચંદ્રાનના પણ પિતાના ઘરથી અહીં આવી. આ યુક્ત છે કુલવાન સ્ત્રીનું વ્રત, આ જ તે હું મણિચૂડ, આ મારી પ્રેમ પરાયણા પતી ચંદ્રાનના રાજ્યથી ભ્રષ્ટ થવાથી પ્રાણના ત્યાગ માટે જતા મને રોકે છે. For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૫ [ ૮૭. પાંડવ ચરિત્રમ્ હવે ગાંડીવ (અર્જુન) મણિચૂડને કહે છે : “હે મણિચૂડ, હું તારો બાંધવ હોવા છતાં પણ તું મરણનો આગ્રહ કેમ રાખે છે ? તું ચિંતા ન કર, હું તારા શત્રુને હણીને ફરી તારી રાજ્યલક્ષ્મીને અપાવીશ.” તે વચન સાંભળીને મણિચૂડે કહ્યું: “હે ભ્રાતઃ ! હું જાણું છું કે તું બધું ધાર્યું કરી શકે છે. પરંતુ તે વિદ્યાધરો વિદ્યાથી બળવાન છે. બીજા વિદ્યાથી રહિત પુરુષો વડે જીતી ન શકાય તેવા છે. આથી તું પણ મારા કુલના ક્રમથી આવેલી વિદ્યાધરને યોગ્ય વિદ્યા સાધ. પછી વિદ્યાવાન થયેલો તું પણ બીજા શત્રુઓથી અજેય થઈશ.” અર્જુન બોલ્યો : તો મને વિદ્યાને આપો. પછી પોતાની પત્ની ચંદ્રાનનાને પિતાને ઘેર મોકલીને મણિચૂડે વિદ્યા આપી. અર્જુને તે વિદ્યા સાધી, સિદ્ધ કરી યોગમાં મગ્ન યોગીન્દ્રની જેમ પદ્માસન યુક્ત નાસિકાના અગ્રભાગ પર બંને દૃષ્ટિ અપલક રાખી જાપ શરૂ કર્યો. ત્યારથી છ મહિના સુધી ધર્યથી યુક્ત અર્જુને મંત્ર જપ્યો. (મંત્રનો જાપ કર્યો). તે પદ્માસન યુક્ત ધ્યાનમાં મગ્ન અર્જુનને રાક્ષસ આદિ દેવોએ ચલિત કરવા માટે શરૂઆત કરી. તે આ રીતે, કોઈક કાતર વડે શબના પેટને કાપી કાપીને, માંસના ટુકડા કરી નાખે છે. કેટલાક મનુષ્યના મસ્તકની (ખોપરી)ની માળા વડે કરીને હારને પહેરાવે છે. કેટલાક હાથીનું રૂપ ધારણ કરીને ક્રોધથી અંધ મનવાળા દેવોએ અર્જુનને તીક્ષ્ણ દાંતરૂપ મૂશલથી માર માર્યો, કેટલાક સિંહરૂપ કરીને ડરાવવા લાગ્યા. કેટલાક સર્પથી ભરેલા દેહવાળા શિરની ઉપર ચડીને શરીરથી શરીર વીંટી દીધું અને કોઈકે કુન્તીનું રૂપ વિક્ર્વીન હે અર્જુન ! મારી રક્ષા કર, રક્ષા કર, એ પ્રમાણે બોલતી દીન મુખવાળી બતાવી, કેટલાકે શ્યામ મુખવાળી દ્રૌપદીને દુષ્ટ પુરુષોથી બાલથી પકડી ખેંચાતી અને રોતી બતાવી, તો પણ અર્જુન ધ્યાનથી અલ્પ પણ ચલિત ન થયો. આ પ્રમાણે છ માસ સુધી ઉત્તર સાધક મણિચૂડ વિદ્યાધરની સહાયથી પ્રજ્ઞપ્તિ આદિ આઠ મહાવિદ્યા સાધી સિદ્ધ કરી. તે વિદ્યાધિષ્ઠાયિની આઠ દેવીઓ અર્જુનની પાસે આવીને વિનંતી કરવા લાગી. હે અર્જુન ! તને જે પ્રિય હોય તે કહે (માંગ). તે અમે કરીએ. અર્જુને કહ્યું : “તમે સ્મરણમાત્ર કરવાથી અવસરે આવજો. હમણાં આ મણિચૂડ મારો ભાઈ અને વિદ્યાગુરુ પર અનુગ્રહ કરો. તે દેવીઓ હસીને બોલી, આ મણિચૂડનું કાર્ય કરીશું, પરંતુ અમારો આ ક્રમ છે, જે અમારી આરાધના કરે છે, તેની જ અમે ઇચ્છા પૂરી કરીએ છીએ, બીજાની ઇચ્છા ક્યારે પણ પૂર્ણ કરતા નથી.” કિંતુ તારૂં તેના પર ઉપકાર કર્યાની બુદ્ધિવાળું ચિત્ત છે, તો એની આરાધનાને કારણે એક વખત સંતોષ આપીશું, એ પ્રમાણે કહીને જયજયકાર કરતાં પોતાના સ્થાનમાં ગઈ અને અર્જુનને પણ વિદ્યાસિદ્ધ થઈ. હવે મણિચૂડ પિતાએ આપેલી પોતાની વિદ્યાને અર્જુનની આજ્ઞાથી અર્જુન ઉત્તર સાધક થયે છતે અલ્પ દિવસોમાં સાધી લીધી. વિદ્યા સાધનારા મણિચૂડ અને અર્જુન ચંદ્રને સૂર્યની જેમ ગિરિના For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ८८ પાંડવ ચરિત્રમ્ સર્ગ - ૫ શિખર ઉપર શોભતા જ્યાં બેઠા તેટલામાં તેમણે આકાશમાં દિશાઓને નાની ઘૂઘરીના ઝણકારથી મધુર અવાજમય બનાવતાં સો-સો ધજાઓથી સુશોભિત વીજળીના ચમકારા જેવા કિરણો રૂપી કવચવાળા એટલે કે કિરણોને છોડતા આકાશમાંથી ઉતરતા બે વિમાન જોયા. પછી તે વિમાનમાંથી ઉતરીને વ્યોમચારી વિદ્યાધરોએ મણિચૂડને અને અર્જુનને નમસ્કાર કર્યા. તે પછી બંનેને સુંદર નાનપીઠ પર બેસાડીને સ્નાન કરાવ્યું. પછી તેઓને કંઈક ગરમ સુગંધી પાણીથી સ્નાન કરાવીને સુગંધી વસ્ત્ર વડે સાફ કરીને અને પછી શરીર પર ચંદન લગાવીને દેવદૂષ્ય કપડાં પહેરાવીને અલંકારોથી ભૂષિત કર્યા. કેટલાક વિદ્યાધરોએ તે બંને ઉપર ચંદ્રમંડલ જેવી પ્રભાવાળા શ્વેત છત્રોને ધર્યા. તે બેની પાસે કેટલાક વિદ્યાધરવર, ચામરો વીંઝતા હતા તથા તે બેની આગળ કેટલીક વિદ્યાધરીઓ બંસરી, વીણા આદિ વાજિંત્રો વડે સુંદર સંગીતને છેડતી હતી. તે બેની આગળ કેટલાક કોમળ વાણી વડે મંગલ પાઠકો તેઓના યશને ગાતા હતા. એ પ્રમાણે થતા મહા- મહોત્સવ વિશે તેઓ ચિંતવતા હતા કે આ શું દેખાય છે ? એ પ્રમાણે તેઓ વિચારતા હતા. ત્યાં એકાએક વિમાનમાંથી નીકળીને મણિચૂડ વિદ્યાધરની પત્ની ચંદ્રાનના આગળ આવી ઉભી. તેને યથોચિત્ત કહેતાં તેના આશિષ વડે અભિનંદિત થતાં ચંદ્રાનના સહિત વિમાનમાં બેસીને ભેરી ભૂગલ આડંબર વડે દશે દિશાને બહેરી કરતાં તે બંને જણાએ શીધ્ર વિજયને માટે વૈતાઢ્ય પર્વત તરફ પ્રસ્થાન કર્યું. એ પ્રમાણે ક્રમપૂર્વક માર્ગમાં જતા નાના વિમાનો વડે પરિવરેલા વૈતાઢ્ય ગિરિના શિખર પર રતપુર નગરના દ્વાર પાસે આવ્યા. ત્યાં રોકાઈને અર્જુને વિદ્યુતવેગને માટે દૂતને મોકલ્યો. તે દૂતે વિદ્યુતવેગની પાસે આવીને ઉત્સાહપૂર્વક આ પ્રમાણે કહ્યું : હે વિદ્યુતવેગ ! મહાબાહુ મધ્યમ પાંડવ અર્જુને મારી સાથે તમને આ પ્રમાણે કહેવડાવ્યું છે. મારા મિત્ર મણિચૂડનું રાજ્ય તે બલાત્કારથી ગ્રહણ કર્યું છે, તે પાછું આપ. જો જીવવાની ઇચ્છા હોય તો શીધ્ર રાજ્યને છોડીને તું તારા સ્થાનમાં પાછો જા. જો જીવિતવ્યથી કંટાળી ગયો હોય તો યુદ્ધ કરવા તૈયાર થા, નહિ તો આ મારા બાણો પ્રથમ તારું મસ્તક છેદશે (ગ્રહણ કરશે).” ત્યારે વિદ્યુતવેગે અર્જુને કહેલું બધું સાંભળ્યું, પછી વિદ્યુતવેગ બોલ્યો : “હે દૂત ! ભૂમિનો કીડો મરવાની ઇચ્છાવાળો અર્જુન કોણ છે, જે સૂતેલા સિંહ જેવા મને પગના પ્રહારથી જગાડે છે.” હે દૂતપશન ! તારો સ્વામિ અર્જુન મારા હાથની તાકાત રૂ૫ અગ્નિમાં પહેલું ઈંધણ (લાકડું) બનશે, ત્યાર પછી મણિચૂડને બાળી નાંખીશ. ત્યાંથી પાછો ફરેલો દૂત અર્જુન પાસે ગયો. વિદ્યુતવેગે કહેલી બધી વાત કરી. તેથી ક્રોધિત થયેલો અર્જુન મણિચૂડના સૈન્યથી પરિવરેલો યુદ્ધ માટે તૈયાર થયો. વિદ્યુતવેગ પણ નગરથી નીકળીને સેનાની સાથે હાથમાં ધનુષ્યવાળો વિદ્યાના બલથી અભિમાનવાળો સામે આવ્યો. પછી બંને જણે સામસામા યુદ્ધ કર્યું. તે મહાયુદ્ધ For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૫ (૮૯). પાંડવ ચરિત્રમ્ થતાં મણિચૂડ વિદ્યાધરના સુભટો વડે વિદ્યુતવેગના ત્રાસ પામેલા સુભટો બધી દિશાઓમાં ભાગી ગયા અને પછી અર્જુનના બાણથી વિંધાયેલા વિદ્યુતવેગ કાયરપણાના કારણે શરમિંદો થયેલ પ્રાણના રક્ષણ માટે પલાયન થઈ ગયો, ત્યારબાદ વિદ્યુતવેગના સુભટોએ ભેગા મળીને તે અર્જુનને નમસ્કાર કર્યા અને તેઓને તેણે (અર્જુને) માન આપ્યું (સન્માન કર્યું, પછી વિમાનમાં બેઠેલા અર્જુને મણિચૂડને આગળ કરીને વિજય સાથે રતપુર નગરમાં પ્રવેશ કર્યો. મહામહોત્સવ વડે નગરમાં પ્રવેશ કરેલા અર્જુને સકલ નગરજનો વડે અભિનંદન કરાતો મણિચૂડ વિદ્યાધરનો પિતાના પદ પર અભિષેક કર્યો. પછી મણિચૂડે પણ પિતાના રાજ્યનું પાલન કર્યું. ત્યાં રહેલ ધનંજયે (અર્જુને) કેટલાક દિવસો પસાર કર્યા. વળી પણ કેટલાક દિવસો પછી તીર્થને જોવાની ઇચ્છાથી મણિચૂડને પૂછ્યું અને પછી મણિચૂડની રજા પામેલ અર્જુન વિમાનમાં બેસીને અષ્ટાપદ ગિરિ પર ગયો ત્યાં જઈને વિદ્યાધર પરિવાર સાથે અર્જુને વાવડીના પાણીમાં સ્નાન કર્યું, કરેલા સ્નાનવાળા, વિદ્યાધરથી પરિવરેલા અર્જુને જિનમંદિરમાં પ્રવેશ કર્યો અને તેણે ત્યાં પ્રથમ પ્રદક્ષિણા આપીને પૂજાની સામગ્રી આગળ મૂકીને અષ્ટ પડવાળને મુખકોશ બાંધીને. અષ્ટ પ્રકારે જિનને પૂજ્યા. શ્રેષ્ઠ પુષ્પ, ધૂપ, અક્ષત, દીપક, ફળ, જળ (પાણી), કળશ વડે અને નૈવેદ્ય વિધાન વડે આઠ પ્રકારે જિનપૂજા કહી છે. જે કોઈ દોષ વિનાના જિનેન્દ્ર રાજને ત્રિકાલ પૂજે છે, તે ત્રીજે ભવે મોક્ષ પામે છે અથવા સાત, આઠ ભવમાં મોક્ષ પામે છે. પૂજા કરનારાઓને સૌભાગ્ય, જનપ્રિયતા, ઐશ્વર્ય, ૫, આરોગ્ય, સ્વર્ગ અને મોક્ષસુખ રૂપ ફલ પ્રાપ્ત થાય છે. એ પ્રકારની મોક્ષસુખને આપનારી પૂજાને કરીને વિદ્યાધરોએ ઇચ્છા પ્રમાણે વાજિંત્રો વગાડ્યા. હવે અર્જુન ચોવીસ જિનોની મધ્ય પ્રથમ (પહેલા) પ્રથમ જિનેશ્વરની સ્તુતિ કરે છે. હે ત્રણ ભુવનના નાથ ! જય હો, ત્રણે જગતને સનાથ કરનારા ! ઇચ્છિત આપનારા કલ્પવૃક્ષનો જય હો, જગતના આધારનો જય હો, ત્રણે જગતની સ્થિતિ વ્યવહાર બતાવનારનો કરનારનો જય હો, અશરણને શરણનો જય હો. યુગની શરૂઆતના નાથનો જય હો.... એ પ્રમાણેની સ્તુતિ કરીને સ્વસ્વ સંસ્થાન, માન, વર્ણ સાથે ત્રેવીશ જિનોને નમસ્કાર કર્યા. તે પછી મંદિરમાંથી નીકળીને ચારે દિશાઓમાં પ્રાસાદની સુંદરતાનું અવલોકન કરતાં ભરતની યશોરાશિની જેમ પ્રાસાદની પ્રશંસા કરતાં જ્યાં ઉભા રહ્યા તેટલામાં ત્યાં એક ચારણ શ્રમણને જોયા. તેના દર્શનથી રોમાંચ ખીલી ગયા. મૂર્તિમાન ધર્મની જેમ જોઈને, તેને નમીને, તેની બાજુમાં બેસીને ભવસમુદ્રમાં નાવ સમાન તેમના મુખથી ધર્મદેશના સાંભળી. તે આ પ્રમાણે. For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ co સર્ગ - ૫ “શરીર અનિત્ય છે, વૈભવ શાશ્વત નથી, મૃત્યુ નજીક આવી રહ્યું છે માટે સદા ધર્મનો સંચય કરવો જોઈએ.” કાળ જઈ રહ્યો છે. આયુષ્ય ઓછું થઈ રહ્યું છે અને મનોરથો (ઇચ્છાઓ) પૂર્ણ થતા નથી. પુણ્ય કાંઈપણ કર્યું નહિ, તે સજ્જનોને યાદ કરવા યોગ્ય છે સર્વ સુખોનું મુખ્ય કારણ હોવાથી જગતનો સાર ધર્મ છે. તેની ઉત્પત્તિ મનુષ્યથી છે, તેથી જ મનુષ્યપણું સારરૂપ છે. હે ભવ્યો ! એ પ્રમાણે દુઃખે કરીને પામી શકાય તેવા મનુષ્યભવમાં ધર્મમાં પ્રયત કરવો જોઈએ ઇત્યાદિ કર્ણને માટે અમૃતમય વરસતી મુનિની દેશના (વાણી) સાંભળીને આનંદરૂપ સમુદ્રમાં નિમગ્ન (ડૂબેલો) અર્જુન તે મુનિને નમીને વિમાનમાં બેસી ગગન માર્ગેથી સમેતશિખર, શત્રુંજયાદિ તીર્થમાં રહેલ જિનપ્રતિમાને નમીને, સ્તુતિ કરીને, પૂજા કરીને, તીર્થસેવા કરીને, બાર વર્ષ વીતાવીને સ્વજનોના મેળાપ માટે ઉત્સુક થયેલ જ્યાં હસ્તિનાપુર તરફ ચાલ્યો ત્યાં જ માર્ગમાં શોકાર્ત લોકોનું સંકુલ (ટોબા)વાળું એક વન જોયું. તેના સ્વરૂપને જોવા માટે કેસર નામવાળા ખેચરને મોકલ્યો. તેણે ત્યાં જઈને તેના સ્વરૂપને જાણીને અર્જુન પ્રતિ કહ્યું : “હે રાજન્ ! સાંભળો, હિરણ્યપુર નામનું નગર છે. તે નગરમાં ઇન્દ્રની ઉપમા સમાન હેમાંગદ નામનો રાજા છે. તેની રાણી પ્રભાવતી નામની પટરાણી છે. આજ અલ્પ રાત્રિ બાકી રહી ત્યારે ચંદ્રશાલામાં (અગાશીમાં) સુખપૂર્વક (સુખેથી) સૂતેલી તેણીનું કોઈએ અચાનક બાજથી ચકલીનું જેમ હરણ કરાય છે તેમ. અપહરણ કરાતી એવી તે મારી રક્ષા કરો, રક્ષા કરો.” એ પ્રમાણે બોલતી તેણીએ રાજાને જગાડ્યો. જાગેલા ભયંકર ભ્રકુટી ચડાવેલ રાજા કૃપાણ ખેંચીને રે ચોર! ઉભો રહે! ઉભો રહે! એ પ્રમાણે બોલતો દોડ્યો. કેટલીક ભૂમિ દૂર જઈને તેની પતીને ન જોવાથી છલાંગ ચૂકી ગયેલા દિપડાની જેમ પાછો ફર્યો, પછી શત્રુને દૂર કરવા માટે અને પતીને પાછી મેળવવા માટે સૈન્યને તૈયાર કર્યું. ભૂમિ પર પડેલી તેની વેણીમાંથી પડેલા પુષ્પની શ્રેણીને પદની શ્રેણીની જેમ જોઈને તે પુષ્યની નિશાની દ્વારા બતાવેલા માર્ગે હેમાંગદ રાજા ત્યાં સુધી આવ્યો. કે જ્યાં સુધી પુષ્પ દેખાતા હતાં. પછી તે પડેલી પુષ્પશ્રેણીને ન જોતાં સૈન્યની સાથે રાજા અહીં તહીં ભમે છે. એ પ્રમાણે કેસર વિદ્યાધરની દુઃખથી સાંભળી શકાય તેવી વાણી સાંભળીને અર્જુને આ પ્રમાણે બોલ્યો : “હે કેસર ! આ હેમાંગદની પતી પ્રભાવતી છે. આ મણિચૂડની બહેન છે. મારી પણ આ બહેન છે, તો એને હું છોડાવું છું.” એ પ્રમાણે કહીને કેસરને રાજાની પાસે મોકલ્યો. ત્યાં જઈને હેમાંગદ રાજાને કહ્યું: “હે હેમાંગદ ! પાંચ પાંડવોની મધ્યના પાંડવ એવા અર્જુને મારી સાથે સંદેશો મોકલાવ્યો છે. હે હેમાંગદ ! તું સ્વસ્થ ચિત્તવાળો થા, હું અખંડ For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૫ | (૯૧). પાંડવ ચરિત્રમ્ શીલવાળી તારી પ્રિયા પ્રભાવતીને લઈ આવીશ. પછી તે કેસર વિદ્યાધર હેમાંગદને એ પ્રમાણે અર્જુને કહેલું કહીને પાછો આવ્યો અને પછી અર્જુન અવલોકિની (જોવાની) વિદ્યાથી પ્રભાવતીના ચોરને જાણીને ક્રોધથી લાલ આંખવાળો અર્જુન આકાશમાર્ગે દોડ્યો. રાજા પણ અહીં તહીં ભટકતો જ્યાં બેસે છે, ત્યાં કોઈ આવીને હેમાંગદને વધામણી આપે છે.” હે દેવ ! વધામણી આપું છું. પ્રભાવતી દેવી પુષ્પો એકઠા કરી રહી છે. તે સાંભળીને દોડતો રાજા પ્રભાવતીની પાસે આવીને જ્યાં આનંદ રસમાં ડૂબે છે, ત્યાં પ્રભાવતી અચાનક દંડશુક્ર સર્પ વડે ડંસાયેલી પોકાર કરતી મૂર્શિત થયેલી ભૂમિ પર પડી ગઈ, તે જોઈને રાજાનો શોક સો ગુણો વધી ગયો. જેમ દીપક બૂઝાઈ જવાથી અંધકાર વધારે લાગે છે, તેવી જ રીતે આ રાજાની પ્રાણપ્રિયા પ્રભાવતી મળવા છતાં પણ ન મળવા જેવું થયું, જે દુઃખને માટે થયું તે આ પ્રમાણે. વાળ જેના વિખરાઈ ગયા છે, કપડાં ફેંકાઈ ગયા છે, હાથ જેના ઢીલા થઈ ગયા છે, આંખો જેની મિંચાઈ ગઈ છે, એવો મૂચ્છિત થયેલો રાજા પૃથ્વી ઉપર પડ્યો. તેવા પ્રકારના રાજાને વિરહથી દુઃખી થયેલો, ભૂમિ પર આળોટતો જોઈને લોકોના આકંદના અવાજો ઉઠ્યા. એટલે કે લોકો મોટેથી આક્રંદ કરવા લાગ્યા, ત્યારે કેળાના પાનના વાયુથી વીંઝાતો તથા ચંદનાદિના શીતલ ઉપચારો વડે કરીને, ઉપચાર કરાયેલો રાજા ચેતનાને પામ્યો. પછી ચેતનાને પામેલો તે રાજા હેમાંગદ પ્રિયા પ્રભાવતીને ખોળામાં સુવાડીને જંગલના પ્રાણીઓને રોવડાવતો આ પ્રમાણે વિલાપ કરે છે. હે વિધે ! તું હેમાંગદ પર જો કોપિત થઈ હો તો પ્રથમ હેમાંગદના પ્રાણોને કેમ કરતી નથી ? મારી પ્રિયાના પ્રાણોને કેમ હર્યા. અહો ! તે ઉલટું આચરણ કર્યું છે. કારણ કે સ્ત્રી હણવાનું અધમ પાપાચરણ કર્યું છે. હે દેવી ! જાગ, મૌન ધારણ કરીને સુખપૂર્વક સૂતેલાની જેમ શા માટે રહી છો, તું મને વિલાપ કરતો જોઈને લાને કેમ નથી પામતી ? હું તારા વિરહમાં મારા પ્રાણોને તારી આગળ છોડીશ. તારા વિયોગથી મલિન એવા મારે પ્રાણ વડે કરીને શું? એ પ્રમાણે વિલાપ કરીને જ્યાં મરણ માટે ઉદ્યુત થાય છે, તેટલામાં નગરજનો, અમાત્યાદિ પાદપીઠ (ચરણ) પાસે નમેલા મસ્તકવાળા રાજાને અશ્રુવાળી આંખોથી મૃત્યુના સાહસથી વારંવાર પાછો વાર્યો (વારે છે). તે લોકો વડે વાળવા છતાં પણ રાજાએ પ્રિયાની વિરહવ્યથાને જીવનના અંતને કરનારી જાણીને ચિતાને તૈયાર કરાવી. પછી પૂરી રાજલોક પણ રાજાની પાછળ જવાની ઇચ્છાવાળો દેહત્યાગને ઉચિત ઘણી ચિતાઓ બનાવી. - હવે રાજા હાહાકાર કરતાં લોક હોવા છતાં પ્રિયાને ખોળામાં લઈને જ્યાં ચિતામાં પ્રવેશે છે, તેવી જ રીતે પૂરો રાજલોક પણ પોતપોતાની ચિતામાં પ્રવેશવા તૈયાર થયો તથા રાજા આદિ લોકોએ પોતપોતાની ચિતાને અગ્નિની જ્વાળા વડે જ્યાં સળગાવી તેટલામાં આકાશમાર્ગેથી For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૯૨. પાંડવ ચરિત્રમ્ સર્ગ - ૫ પ્રભાવતી સાથે અર્જુન આવી પહોંચ્યો. ત્યાં આવેલા અર્જુને ધૂમ્રથી અત્યંત વ્યાપ્ત આકાશને હજારો ચિતા વડે સંકુલને અને દુઃખે કરી સાંભળી શકાય તેવા લોકોના આક્રંદથી આક્રાન્ત વનખંડને જોઈને શોકાકુલ બધા લોકોને પૂછ્યું : “ લોકગણ ! આ ચિતા શા માટે તૈયાર કરી છે ? તમે તેમાં પ્રવેશવાની ઇચ્છાવાળાની જેમ દેખાવ છો ? રાજા પણ મરણ માટે તૈયાર થયેલો તેવી જ રીતે દેખાય છે ? આ બધું શું છે?” ત્યારે લોકોએ કહ્યું : “સ્વામિન્ ! રાણી પ્રભાવતી પુષ્પો ભેગા કરતી રાજાને મળી. તે પછી સર્પના કરડવાથી મૃત્યુ પામી. રાજા પણ તેને મૃત્યુ પામેલી જાણીને જાતે મરવા તૈયાર થયો. રાજાની પાછળ અગ્નિમાં પ્રવેશવાની ઇચ્છાવાળો ઋણ વિનાનો થવા ઇચ્છતો આ આખોય રાજલોક ચિતામાં અગ્નિ પ્રગટાવીને જ્યાં પ્રવેશ કરે છે, તેટલામાં તમે પરોપકાર કરવામાં કર્મઠ વાદળ સમાન યોગ્ય સમયે જગતના જીવનની જેમ આવી ગયા.” તે સાંભળીને આશ્ચર્ય પામેલા અર્જુને પ્રભાવતી રાજાને આપીને, રાજાને પાછો વાળ્યો (બોધ પમાડ્યો) તથા બધા લોકોને શોક વિનાના કરીને પોતાની વાણીરૂપ અમૃત વડે સિંચતા પાછા વાળ્યા. તે ચિતાઓ પાણી વડે બૂઝવી નાખી. અર્જુન રાજાની ચિતા નજીક (પાસે) કૃત્રિમ પ્રભાવતીને જોવાને માટે જ્યાં જાય છે, ત્યાં ચિતાની વચ્ચેથી ઉઠીને ફૂત્કાર (ફૂફૂ) કરતી બધાને જોતાં કૃત્રિમ પ્રભાવતી અદૃશ્ય થઈ ગઈ અર્થાત્ પલાયન થઈ ગઈ. પછી રાજા સ્વસ્થ થયો. પ્રભાવતીના સંગથી (મળવાથી) પોતાને અમૃતનો કુંડ મળ્યો તેમ માનવા લાગ્યો. તે પછી કેસર વિદ્યાધરે હેમાંગદની આગળ આવીને આ પ્રમાણે વિનંતી કરી જણાવ્યું). હે રાજન્ ! આ પાડુ પુત્ર અર્જુન તે વિદ્યાધરે હરણ કરેલી તારી પ્રિયાને લાવ્યો છે. તે સાંભળીને એકદમ ઉઠીને હેમાંગદ અર્જુનને બંધુની પ્રીતિથી ભેટી પડ્યો. પછી રાજાએ અર્જુનને ઉચ્ચ સિંહાસન પર બેસાડીને પ્રિયાના અપહરણનો વૃત્તાંત પૂક્યો. પછી અર્જુનના આદેશથી કેસર વિદ્યારે સર્વ વિદ્યાથી પ્રભાવતીના વૃત્તાંતને જાણીને તે હેમાંગદને કહ્યો. તે આ પ્રમાણે : હે રાજન્ ! તારી નજીકમાં રમતી તારી પ્રિયાને વૈર્યપુરનો રાજા મેઘનાદ હરીને હેમકુટ પર્વત પર લઈ ગયો. ત્યાં ઇન્દ્ર નામના ઉદ્યાનમાં જઈને તારી પ્રિયાને મેઘનાદે આ પ્રમાણે કહ્યું : “હે સુષુમનુષ્યમાં કીડારૂપ હેમાંગદની સાથે તું શું કરીશ? તને શું સુખ મળશે ? મને પતિ બનાવીને વૈડુર્યપુરની સ્વામિની થા. જેથી ત્યાં રહેલા વિદ્યાધર અને વિદ્યાધરીઓ તારી સેવા કરશે. એથી આપણે બંને ઇન્દ્ર, ઇન્દ્રાણીની જેમ હંમેશને માટે સુખનો અનુભવ કરીશું તથા હું તને ગગનગામિની આદિ ઘણી વિદ્યાઓ શીખવાડીશ. તે વિદ્યાથી તું વિદ્યાધરી થઈને વિમાનમાં બેસી વ્યોમગામિની થઈ અનેક દ્વીપ પર્વતોને જોતી દેવીની જેમ ઇચ્છા પ્રમાણે સુખ ભોગવ.” ઇત્યાદિ અનેક વચનો વડે જ્યાં પ્રભાવતીને લોભાવતો રહ્યો, For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૫ પાંડવ ચરિત્ર તેટલામાં પ્રભાવતીએ મેઘનાદને કહ્યું : “હે પાપી ! તારૂં ચાપલ્ય (હોંશિયારી) મૂક. શા માટે જીવિતને હણે છે ? કારણ કે મારા પતિની આગળ તું કોણ માત્ર ? બીજા વિદ્યાધર આદિ કોણ ? ઇન્દ્ર પણ મારા પતિ આગળ સંગ્રામમાં કાયર છે.” આગળ તેણે કહ્યું : “હે વિદ્યાધરેશ ! મારા પ્રાણપ્રિય પતિના તલવારરૂપ દીવામાં પતંગિયા જેવો ના બન.” એ પ્રમાણે વારંવાર તરછોડતી જ્યાં રહી છે, તેટલામાં અવલોકિની વિદ્યા વડે જાણી વિમાનમાં બેઠેલો અર્જુન મારો, મારો એ પ્રમાણે બોલતો ત્યાં આવ્યો. અર્જુને તે વિદ્યાધરને કહ્યું : “હે અધમ વિદ્યાધર ! આ હેમાંગદની પતી, મણિચૂડ વિદ્યાધરની બહેન, અર્જુનની પણ ધર્મની બહેન. મહાસતી એવી આ પ્રભાવતીને હાથ વડે સ્પર્શ નહિ. જો તું બલાત્કારથી સ્પર્શ કરીશ તો વિદ્યારહિત થઈશ અને પરસ્ત્રીના સંગથી ભસ્મસાત્ થઈશ. આથી તું દૂર થા.” એ પ્રમાણે બોલતા અર્જુનને મણિચૂડનો મિત્ર જાણીને પ્રસન્ન મુખવાળી પ્રભાવતી આ પ્રમાણે બોલી : “હું ધન્ય છું, કારણ કે મારી પાછળ મારો ભાઈ અર્જુન સામે આવ્યો છે.” વળી તેણે કહ્યું : “હે કુલદેવતા ! મારા શીલનો પ્રભાવ હોય, તો બધી કુલદેવીઓ અર્જુનના શરીરમાં અધિષ્ઠિત થાઓ. જેથી અર્જુન યુદ્ધમાં વિજયી બને, એવું પતિવ્રતા વ્રત સાંભળવાથી ખુશ થયેલ અર્જુને વિદ્યાધરને કર્કશ વાણીથી તિરસ્કાર્યો. તે અધમ વિદ્યાધર ! તૈયાર થા. કૃપાણ હાથમાં લે, મારી પણ આ તલવાર બીજાની સ્ત્રીના સંગને કરનાર દુષ્ટ એવા તને શિક્ષા આપશે. એ પ્રમાણે કહીને અર્જુન વિદ્યાધરને હણવા માટે દોડ્યો. વિદ્યાધર પણ અર્જુનને ધિક્કારતો યુદ્ધ માટે તૈયાર થયો. એ પ્રમાણે તે બંનેય જણે પહેલા વિદ્યા વડે યુદ્ધ કરીને પછી તલવાર તલવારથી યુદ્ધ કર્યું. એ પ્રમાણે યુદ્ધ કરતાં જયને પામેલા અર્જુનથી મેઘનાદ ખભા પર તલવારથી એવી રીતે હણાયો, જેથી મૂચ્છ વડે ભૂમિતલ પર પડ્યો. અને પછી દયાથી ભીંજાયેલા અંતરાત્માવાળા એવા અર્જુને મૂચ્છ પામેલા વિદ્યાધરને વસ્ત્રના છેડા વડે સારી રીતે પવન નાખીને ચેતના લાવીને આ પ્રમાણે કહ્યું : “અરે ઓ વિદ્યાધરાધીશ! તૈયાર થા, ઊભો થા, પૌરુષપણાને કલંક ન લગાવ. આવ મારી સાથે યુદ્ધ કર.” એ પ્રમાણે અર્જુનની વાણી સાંભળીને ભયભીત થયેલો મેઘનાદ વિદ્યાધર અર્જુનને પાડુપુત્ર જાણીને ઉત્સાહ સાથે કહ્યું : “હે અર્જુન, પૃથ્વી, પાતાળ અને સ્વર્ગ, એમ ત્રણેય લોકમાં પોતાનું રક્ષણ કરવામાં બહાદુર પાંડવો જ છે. તમારાથી હું જીતાયો છું અર્થાત્ હું પરાજય પામ્યો છું. તેવી રીતે વળી તમારા વડે હું પરસ્ત્રીના સંગથી છોડાવાયો છું અને તમે મને નરકથી બહાર કાઢ્યો છે. અહો અર્જુન! આજથી લઈ હું પરસ્ત્રીનો સંગ નહિ કરું.” કારણ કે - “મનુષ્યને શીલ કુલની ઉત્પત્તિ કરનારું છે. શીલ શ્રેષ્ઠ આભૂષણ છે. શીલ જ સ્થાયી અમૂલ્ય ધન છે. શીલ સદ્ગતિમાં લઈ જનારું છે. શીલ દુર્ગતિ વિનાશક For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૯િ૪) સર્ગ - ૫ છે. શીલ અત્યંત પવિત્ર યશનું કારણ છે. શીલ જ નિવૃત્તિ (મોક્ષ)નું કારણ છે. શ્રેષ્ઠ શીલા ખરેખર કલ્પવૃક્ષ સમાન છે”. એવા પ્રકારનું શીલ મેં અંગીકાર કર્યું છે. હવે આ પ્રભાવતીને ગ્રહણ કરો. એ પ્રમાણે કહીને પ્રભાવતી અર્જુનને આપી. વળી વિદ્યાધરે કહ્યું: “હે અર્જુન ! તમે હેમાંગદ રાજા પાસે જલ્દી જાઓ. કારણ કે મેં ત્યાં ઠગવાની વિદ્યા મોકલી છે. તે વિદ્યાથી પ્રભાવતીનું રૂપ કરીને રાજા મોહિત કરાયો છે. તે વિદ્યાથી મોહિત થયેલો રાજા જ્યાં સુધી ચિતામાં ન પ્રવેશે ત્યાં સુધીમાં તમે આ મૂળ સાચી પ્રભાવતીને લઈને જલ્દી જાઓ.” તે વિદ્યાધરે કહેલું સાંભળીને અર્જુન પ્રભાવતીને વિમાનમાં બેસાડીને જાતે વિમાનમાં ચડીને ત્વરિત તમારી પાસે આવ્યો છે. પોતાનું મુખ બતાવવા માટે અસમર્થ મેઘનાદ વિદ્યાધર પણ અર્જુનને પૂછી સ્વસ્થાને ગયો. એ પ્રમાણે પ્રભાવતીની પૂર્વમાં થયેલી ઘટનાને કેસર વિદ્યાધરના મુખથી સાંભળીને હર્ષ પામેલો હેમાંગદ રાજાએ પતી, સૈન્ય અને અર્જુન સાથે હિરણ્યપુર નગરે મોટા મહોત્સવ પૂર્વક પ્રવેશ કર્યો (આવ્યા). ત્યાં આવીને અર્જુનને ઊંચા સિંહાસન પર બેસાડીને આ પ્રમાણે કહ્યું : “હે અર્જુન! મને પ્રાણ આપનારા એવા તારા ઉપકારનો બદલો શી રીતે વાળું ? છતાં હું માંગુ છું, આ રાજ્યને ગ્રહણ કરો. તમે મારા નાયક બનો. હું તમારો સેવક છું.” કારણ કે – પ્રીતિથી ખરીદાયેલા આ પ્રાણોને, ભૂજાથી પ્રાપ્ત થયેલી આ લક્ષ્મીને અને ગુણથી પ્રાપ્ત થયેલા આ રાજ્યને જે રીતે ગમે તે રીતે કૃતાર્થ કરો, યાને પવિત્ર કરો... ભોગવો... તે સાંભળીને અર્જુને કહ્યું : “ હેમાંગદ ! જો તમારું રાજ્ય સ્વર્ગ તુલ્ય છે. તો પણ તમારા રાજ્યનું મારે કંઈ કામ નથી. સ્વસ્થ ચિત્તે તમે તમારા રાજ્યનું સારી રીતે પાલન કરો.” એ પ્રમાણે અર્જુન હેમાંગદને જ્યાં કહે છે, તેટલામાં બહેનના હરણની વાતને સાંભળીને મણિચૂડ વિદ્યાધર સૈન્ય સહિત અર્જુનની પાસે આવી ગયો. ત્યાં આવેલા મણિચૂડ અર્જુનને લઈને પ્રભાવતીની પાસે ગયા. પ્રભાવતીને કુશલ ક્ષેમ પૂછીને અને વળી હેમાંગદને પૂછીને અર્જુનની પાસે બેઠા. ત્યાં હેમાંગદના રાજ્યમાં મણિચૂડ સાથે અર્જુનની બહેનના પતિ (હેમાંગર)ના આગ્રહથી કેટલાક દિવસ રહ્યો. એક વખત હસ્તિનાપુરથી હર્ષથી વિકસિત નયનવાળા કોઈ એક પુરુષે આવીને અર્જુનને જણાવ્યું, હે કુમાર ! ગુપ્તચરના સમુહ વડે તમે અહીં આવેલા સાંભળીને તમને બોલાવવાને માટે મને મોકલ્યો છે. કારણ કે, રાજા પાડુ વૃદ્ધને યોગ્ય ક્રિયા કરવા માટે ધર્મપુત્ર (યુધિષ્ઠિર)ને રાજ્ય પર અભિષેક કરવાના મનવાળા તમને બોલાવે છે તથા તમારા વિરહમાં કુન્તી માતા નિરંતર For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૫ ૯૫ પાંડવ ચિરત્રમ્ સતત અશ્રુ સારે છે. તેમજ તમારા ભાઈઓ યુધિષ્ઠિર આદિ મળવા માટે ઉતાવળા થયા છે. આથી તમે જલ્દી ચાલો, ત્યારે અર્જુને તેને કહ્યું : “હે મહાપુરુષ ! તું આગળ જા. મારા આગમનને આવવાના સમાચાર માતા-પિતાને કહે. આ હું શત્રુંજય તીર્થે જિનને નમીને ત્વરિત જ આવું છું.’’ એમ કહીને દૂતને વિદાય આપીને જાતે જ વિમાનમાં ચઢીને મણિચૂડ સહિત આકાશમાર્ગે શત્રુંજય તરફ ચાલ્યા. શત્રુંજયે જઈને ભક્તિપૂર્વક આદિ જિનને નમીને કૃષ્ણના દર્શનની ઉત્કંઠાવાળા અર્જુન દ્વારકા આવ્યા અને સામે આવેલા કૃષ્ણ અર્જુનને ભેટ્યા. બે શરીરયુક્ત બંને એકતાને પામ્યા અર્થાત્ બંને એક શ૨ી૨રૂપ લાગ્યા. કૃષ્ણે અર્જુનનું સ્વાગત કરીને પોતાની બહેન સુભદ્રા આપી. શુભમુહૂર્તે તે બંનેના લગ્ન કરાવ્યા તથા કૃષ્ણે તેઓના કરમોચન (દહેજ) વખતે બહુ સુવર્ણ, રત્ન, મણિ, માણિક, હાથી, ઘોડા આદિ આપીને અર્જુનનું બહુમાન કર્યું. પિતાના મિલનની ઉત્કંઠા હોવા છતાં કૃષ્ણના આગ્રહથી ત્યાં રહીને આનંદપૂર્વક કેટલાક દિવસો પસાર કર્યા... એક વખત અર્જુને કૃષ્ણને પૂછીને પત્ની સુભદ્રાની સાથે વિમાનમાં બેસીને ગગનમાર્ગે હસ્તિનાપુર તરફ પ્રયાણ કર્યુ. પછી વિદ્યાધર (ખેચર) એવા સૈનિકોથી પરિવરેલા મણિચૂડ હેમાંગદ આદિ સહિત અર્જુન નગર, ગામ, સરોવરાદિથી શોભિત પૃથ્વીને જોતાં વિદ્યાધર રાજાઓ સાથે વાર્તાને કરતાં વાજિંત્રો વડે દિશાઓને ધિર કરતાં ભટ્ટારકોના જયજય રવ વડે વિશ્વને એકનાદવાળું કરતા હસ્તિનાપુરના આંગણમાં આવ્યા. ભાઈ અને પિતાને આવેલા જોઈને વિમાનમાંથી ઉતરીને પૃથ્વીતલને સ્પર્શ કરતો પિતાના ચરણકમલને મસ્તકથી સ્પર્શ કર્યો. પાણ્ડ રાજાએ પણ ચરણકમલમાં નમતાં અર્જુનને બાહુ વડે પકડીને છાતી સાથે આલિંગન કર્યુ તથા મસ્તકને ચૂમ્યું. ઘણા દિવસે આવેલા પુત્રને જોઈને હર્ષના અશ્રુની ધારા વડે અર્જુનના મસ્તકને રાજ્યાભિષેક કરતાં હોય તેમ જાણે અશ્રુધારા વડે સિંચ્યો તથા ગંગાના પુત્રાદિ સકલગુરુ વર્ગે યથાયોગ્ય ઔચિત્ય આચાર અર્જુને કર્યો. માતાના વર્ગમાં પણ તેવી જ રીતે ભક્તિ કરી. એ પ્રમાણે યુધિષ્ઠિર આદિ બાંધવોએ પણ નમસ્કાર કરતાં અર્જુનને ગાઢ આલિંગન કર્યુ. પછી અર્જુન બધા સ્વજનોને વિમાનમાં બેસાડીને ઇન્દ્રની જેમ દેવ સમૂહોથી પિરવરેલો, નગરજનોથી સ્તવાતો ધ્વજાઓના સમૂહથી શોભિત હસ્તિનાપુરમાં પ્રવેશ્યો. નગરમાં પ્રવેશ કરતાં અર્જુનને જોઈને સર્વ નાગરિકો આશ્ચર્યથી વિકસિત મુખવાળા બન્યા કેટલાકે અર્જુનની પ્રકૃષ્ટ પ્રશંસા કરી. કેટલાકે કુલની પ્રશંસા કરી. કેટલાકે માતાપિતાના પુણ્યની પ્રશંસા કરી. એ પ્રમાણે જનતાથી કરાતી પ્રશંસા સાંભળતો ધનંજય (અર્જુન) દાનને આપતો માર્ગમાં નાચતી એવી નર્તકીને જોતાં પોતાના ઘરે આવી ગયો. ત્યાં અતિ સ્નેહથી કુન્તીના ઘરમાં પ્રવેશ કર્યો તે મંગલને ગ્રહણ કરીને પહેરગિરો વડે પ્રજા દૂર કરાઇ. મહેલની અંદર અર્જુને પ્રવેશ કર્યો, રાજા પાણ્ડના આદેશથી For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૫ પાંડવ ચરિત્રમ્ ૯૬ બધા લોકો પોતપોતાના સ્થાને ગયા. હવે ઘરમાં પ્રવેશ કરેલા અર્જુનને પહેલાં દ્રૌપદી આદિએ નમસ્કાર કર્યા. પછી કુશલક્ષેમ પૂછ્યા. તે પછી અર્જુને પોતાનો બધો જ વૃત્તાંત કહ્યો. પછી દ્રૌપદીના ઘરમાં અર્જુન સ્નાન કરીને જિનપૂજા કરીને જમી કરીને સુખશય્યામાં પ્રિયા સાથે વિષયક્રીડાદિ થકી લાંબાકાળના વિરહના દુઃખનો અંત કર્યો તથા તેની સાથે અર્જુન પ્રેમવાર્તાને કરતાં તે રાત્રિ સંપૂર્ણ ક્ષણમાત્રની જેમ પસાર કરી. મણિચૂડ, વિદ્યાધર, હેમાંગદ અને બીજા પણ વિદ્યાધરો અર્જુનની પ્રીતિ થકી લાંબોકાળ ત્યાં રહ્યા. એક દિવસ પાણ્ડુ રાજાએ પોતાના કાન સુધી આવેલા સફેદ વાળ બતાવ્યા. હે પુત્રો! આ ઘડપણ મને ધર્મકાર્યમાં બલાત્કારથી પ્રવર્તાવે છે. જરાથી પ્રસાયેલા મારે વિષયસુખથી શું ? કારણ કે :– “શરીર ઢીલું થઈ ગયું છે. ગતિમાં વિકલતા આવી છે અને દાંતો પડી ગયા છે. દૃષ્ટિ ઝાંખી થઈ ગઈ છે. રૂપનો હ્રાસ થયો છે અને મુખમાંથી લાળ પડે છે. બોલવામાં ઉચ્ચાર બરાબર થતા નથી. બંધુજન વચન સ્વીકારતા નથી અને પત્ની સેવા કરતી નથી. હા ! જરાથી જકડાયેલા (હારેલા) પુરુષને કષ્ટ કેટલું ? પુત્ર પણ અવજ્ઞા કરવામાં આગળ હોય છે (તત્પર હોય છે.).” મસ્તક પર આવેલા સફેદ વાળરૂપ દૂત સર્વ લોકોને મોટેથી કહે છે :– જરા અને મરણ પરાભવનું કારણ છે. તેથી પાપથી અટકો અને ધર્મને કરો. સામગ્રી હોવા છતાં પણ તે કંઈપણ સુકૃત કર્યું નહિ. એ પ્રમાણે જાણે કોપાયમાન થયેલા યમરાજે દાંતોને પાડી નાખ્યા છે. મરેલી ભાર્યાવાળા વૃદ્ધને અને પુત્રને આધીન ધનવાળાને પુત્રવધૂના વચનથી બળેલાને જીવવા કરતાં મરણ સારૂં છે. હે પુત્રો ! શ્યામ વાળ હોય ત્યાં સુધી વિષયો ભોગવવા પણ સફેદ વાળ થતાં ધર્મકાર્યો કરવા. આથી ગુણમાં મોખરે જ્યેષ્ઠ પુત્ર યુધિષ્ઠિર પર પૃથ્વીના ભારને નાખીને મારૂં મન ધર્મ કરવા માટે ઇચ્છે છે. પાણ્ડુ રાજાના આ વચન સાંભળીને ગાંગેય, ધૃતરાષ્ટ્ર, વિદૂર વગેરેએ અને સકલ સ્વજન વર્ગે તેનું કહેલું બધું સ્વીકાર કર્યુ... હે રાજન્ ! યુધિષ્ઠિરને રાજ્યભાર સોંપતા પૃથ્વી સ્વામીવાળી (રાજા) થશે. તે સાંભળીને ભીમ સાથે રહેલ અર્જુને કહ્યું : “હે તાત ! તમે સત્ય કહ્યું છે.” ઋધર્મયુક્ત ધર્મપુત્રને રાજ્ય પર બેસાડતાં તે સકલ જનને સુખ આપનાર થશે. જે આ પિતાના વચનને માનશે નહિ તો તેનું આ મારા બાણો તેના મસ્તકને છેદશે. For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૫ પાંડવ ચરિત્રમ્ તે સાંભળીને પાડુ રાજાએ ધર્મપુત્રના અભિષેકને માટે પુત્રોને બોલાવીને સર્વ સામગ્રી એકઠી કરવા માટે તૈયારી કરી (શરૂઆત કરી) તથા હસ્તિનાપુરની ચારે દિશાઓમાં રાજાઓને રહેવાને યોગ્ય આવાસો બનાવ્યા. જાણે ચંદ્રની આગળ તારલાની જેમ શોભી રહ્યા ન હોય તથા કૃષ્ણાદિ રાજાઓને બોલાવવાને માટે જુદા જુદા દૂતોને મોકલ્યા. પાડુ રાજાએ પોતાના ઘરમાં સર્વ વાજિંત્રો દ્વારા ધવલ-મંગલ ગીતો ગવડાવ્યા અને તે નગરમાં લોકોએ પોતપોતાના ઘરના દ્વારે તોરણો બાંધ્યા. લોકોએ દરેક ઘરને કેળના સ્તંભની કાન્તિ વડે શોભતું તે નગરને બનાવ્યું. વિવિધ ગામથી આવેલા વિવિધ વેશભૂષા વડે નગરજનોના નેત્રને કૌતુક પૂરું પાડ્યું. આવેલા સર્વ રાજાઓના હાથી, ઘોડાદિ વડે ઉડેલી ધૂળ અભિષેક રૂપ જલમાં તણાઈ જવાની ભીતિથી આકાશમંડલમાં જાણે ચાલી ગઈ. કુન્તી માદ્રીઆદિ માતૃ વર્ગ વડે યુધિષ્ઠિરનું માંગલ્યકારી સ્નાન શરૂ કર્યુ. ગાંગેય વગેરે સ્વજન વર્ગોએ તપસ્વી પુત્ર યુધિષ્ઠિરના અભિષેકને માટે માણિક્યમય અદ્ભૂત વિમાનની જેમ મનોહર સૌધર્મ સભાનું અનુકરણ કરનારા શિલ્પીઓ વડે એક અભિષેક મંડપ કરાવ્યો. તે મંડપમાં રાજા માટે એક ભદ્રપીઠને મૂકીને તેના પર યુધિષ્ઠિરને બેસાડીને બ્રાહ્મણો વડે વિધિ કરાવી. પછી પુરોહિતને આગળ કરીને બધા રાજાઓએ સુવર્ણ કળશમાં ભરેલા તીર્થના પાણી થકી યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક કર્યો. પાડુ રાજાએ પણ તેવી રીતે જ યુધિષ્ઠિરને મંત્રથી પવિત્ર કરેલા પાણીથી અભિષેક કર્યો. એ પ્રમાણે ગાંગેય, વિદૂર, દુર્યોધન, ભીમ, અર્જુનાદિ સ્વજનોએ અભિષેક કર્યો. પછી દાન અને માન વડે કરીને સંતોષ પામેલા યાચકોએ સ્તુતિ કરી. ધર્મનંદન (યુધિષ્ઠિર)ને માટે કરાયેલી પ્રશંસાને સાંભળનારાઓએ યાચકોને દાન આપ્યું. કહ્યું છે કે – પાત્રમાં આપેલું દાન ધર્મનું કારણ બને છે. તેનાથી ઈતર એટલે કે બીજી જગ્યાએ આપેલું દયાનું કારણ બને છે. તે વિખ્યાત છે. મિત્રવર્ગમાં આપેલું દાન પ્રીતિને વધારનારું છે. શત્રુજનમાં વૈરને દૂર કરવામાં સમર્થ બને છે. નોકરમાં ભક્તિને વધારનારું છે. રાજાઓમાં માન-પૂજાદિને આપનારું છે અને ભટ્ટાદિમાં યશને કરનારું છે. જેથી આપેલું દાન કોઈપણ સ્થાને નિષ્ફળ જતું નથી. મોક્ષરૂપ ફલને આપનાર દાનને વિષે પાત્ર-અપાત્રની વિચારણા કરવી પણ સર્વજ્ઞોએ દયાદાન (અનુકંપા) આપવા માટે કોઈપણ સ્થાને નિષેધ કર્યો નથી. - ઇત્યાદિ વિચારીને નવા વાદળની જેમ સુવર્ણ, રત, મણિ-માણિક્ય આદિ વડે યુધિષ્ઠિરે યાચકો પર વર્ષા કરી. યુધિષ્ઠિરના આદેશથી સામંતોએ દેશો દેશમાં, નગર નગરમાં અમારિ પટહ વગડાવ્યો. (ધર્મપુત્ર) યુધિષ્ઠિરના આદેશથી જિનેશ્વરના મંદિરમાં પૂજા આદિ મહામહિમાને For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૯૮ પાંડવ ચરિત્રમ્ સર્ગ - ૫ કરનારા અનેક મહોત્સવો લોકોએ કર્યા. ત્યારે યુધિષ્ઠિરના ઘરના દરવાજામાં રાજાઓની અનેક ભેટોએ પ્રવેશ કર્યો. પછી અભિષેકના અંતે યુધિષ્ઠિરને સિંહાસન ઉપર બેસાડીને શણગારનારાઓએ વિવિધ શણગારો વડે શણગાર્યા. યથા- તેના મસ્તક ઉપર ભ્રમરના સમૂહ જેવા કાળા વાળને માલતીની માળા યુક્ત કરીને મુગટ મૂક્યો અને પછી તે રાજાના ચંદ્રમંડલ સરીખા નિર્મલ કુંડલો કાન ઉપર પહેરાવીને હૃદય ઉપર હારને પહેરાવ્યો. એ પ્રમાણે અર્ધહાર, એક સરવાળો હાર, કનકાવલી, બાહુ ઉપર કડા, વીંટી, કંદોરો વગેરે પહેરાવીને દિવ્ય દેવદુષ્ય વસ્ત્રયુગલ પહેરાવીને દિવ્ય ચંદનનો લેપ કર્યો. આ પ્રમાણે શણગારનારાઓ વડે યુધિષ્ઠિર સકલ રાજ મંડલીથી સેવાતા ચરણવાળા સભામાં આવવાના અવસરને જાણીને અર્જુનના આદેશથી મણિચૂડ વિદ્યાધરે તેજ વેળાએ નિર્મિત સ્ફટિક રતથી બનાવેલી, મણિરતોથી જડેલી, નીલ માણેકના તેજથી શોભિત ભૂતલવાળી વિવિધ પ્રકારના રતના સ્તંભની શ્રેણી ઉપર અનેક પ્રકારની શોભાવાળી, પૂતળીવાળી અને સુવર્ણના શિખરવાળી મણિરતયુક્ત સભામાં બેઠો. જેમાં સ્તંભમાં મૂકેલી પૂતળીઓ જોઈને નવા નવા આવતા લોકો નવી નવી વિલાસવાળી ગણિકાની તુલના કરતા હતા. તે નવા રાજા યુધિષ્ઠિર તે સભામાં છત્ર-ચામરયુત ઊંચા સિંહાસન પર બેઠેલા સૌધર્મ સભામાં ઇન્દ્રના જેવા શોભતા હતા અને નગરના લોકો અને પ્રધાન સામંત તે રાજાની પાસે ભેટો લઈને આવી ઉભા રહ્યા. તે યુધિષ્ઠિરે ભાઈની પ્રીતિથી તથા ગુરુના કહેવાથી દુર્યોધનનો ઇન્દ્રપ્રસ્થના રાજ્ય પર તે જ વખતે અભિષેક કર્યો અને અન્ય બંધુઓને અને ધૃતરાષ્ટ્રના પુત્રોને રાજા યુધિષ્ઠિરે યથાયોગ્ય જુદા જુદા દેશોને આપ્યા. એ પ્રમાણે યુધિષ્ઠિર રાજ્યાભિષેક મહોત્સવ કરીને કૃષ્ણ આદિ સર્વ રાજાઓ, હાથી, ઘોડા, રથાદિ થકી સત્કાર કરાયેલા પોતાના સ્થાને ગયા. આ પ્રમાણે શ્રીમત્તપાગચ્છ ભટ્ટારક શ્રી હીરસૂરિ પટ્ટાલંકાર ભટ્ટારક શ્રી વિજયસેનસૂરિ રાજ્ય પંડિત શ્રી દેવવિજય ગણિએ રચેલ ગદ્યબધ સુંદર શ્રી પાણ્ડવ ચરિત્ર પાર્થ (અર્જુન) તીર્થયાત્રા યુધિષ્ઠિર રાજ્યાભિષેક વર્ણન નામનો પાંચમો સર્ગ પૂર્ણ. For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ (છઠ્ઠો સર્ગ) પાડુ રાજા મોટા પુત્ર (યુધિષ્ઠિર)ને રાજ્યલક્ષ્મીઆપીને મુક્તિ માટે ઉત્કંઠિત દીક્ષા લેવાની ઇચ્છાવાળા તે પાડુ રાજા પુત્રના આગ્રહથી તે રાજ્યમાં રહ્યા. ભક્ત અને ગર્વિ એવો સુયોધન (દુર્યોધન) માત-પિતાને ઇન્દ્રપ્રસ્થપુર પોતાની સાથે લઈ ગયો. યુધિષ્ઠિરના ગુણસમૂહ પર મોહિત થયેલા ગાંગેય, વિદૂર, દ્રોણ વગેરે કુલના વૃદ્ધોએ અને કુલવૃદ્ધ સ્ત્રીઓએ પણ યુધિષ્ઠિરનો આશ્રય લીધો. એ પ્રમાણે યુધિષ્ઠિર રાજ્ય કરતાં હતા ત્યારે એક દિવસ જાતે જ દિગ્વિજય કરવા જવાની ઇચ્છાવાળા ભીમાદિ ચાર ભાઈઓએ યુધિષ્ઠિરને આ પ્રમાણે કહ્યું : “હે ભાઈ ! તમારી આજ્ઞાથી અમે ચારેય જણા ચારે દિશાઓના દેશોને સાધીને (જીતીને) જલ્દી પાછા આવીશું.” યુધિષ્ઠિરે કહ્યું: એ પ્રમાણે થાઓ.” પછી સકલ સામગ્રી સાથે શુભમુહૂર્ત અત્યંત પરાક્રમી ભીમ પૂર્વ દિશાને સાધવાને માટે ગયો. એ પ્રમાણે અર્જુન દક્ષિણ દિશાના દેશોને સાધવા માટે ગયો. એવં નકુલ પણ સકલ કુલ સાથે કુલવૃદ્ધાએ કરેલા મંગલ સાથે પશ્ચિમ દિશામાં ચાલ્યો. એ પ્રમાણે નરદેવ સેવિત સહદેવ સેનાથી પરિવરેલો સર્વ પ્રકારના પ્રાપ્ત કરેલા જયવાળી ઉત્તર દિશામાં ગયો. એ પ્રમાણે ચારે જણે ચાર સરખા સૈન્ય સાથે એક સરખા ભારથી ફણિધર શેષનાગની જેમ પૃથ્વીને સુખેથી ધારણ કરી હવે ભીમ પૂર્વ દિશાના મુખના શોભા જેવા અંગ, બંગ, કલિંગ, પંચાલ, ડાહલ આદિ દેશોને સાધીને (જીતીને) તે દેશોના રાજાઓને રાજ્ય ચિહ્નો વિનાના કરીને ગંગા અને સમુદ્રના સંગમ સ્થાને જય સ્તંભોને લગાવીને અત્યંત પરાક્રમી પ્રાપ્ત કરેલા જયવાળો ભીમ પાછો ફર્યો. એ પ્રમાણે અર્જુન દક્ષિણ દિશામાં પ્રવેશ કરીને દ્રમિલ, મહારાષ્ટ્ર, કર્ણાટક, લાટ, તિલંગ વગેરે દેશોને જીતતો તે તે દેશોના રાજાઓને વશ કરતો કરલી દેશોનો લોપ કરતો દક્ષિણ સમુદ્રના કિનારા પર સૈન્ય સાથે આવ્યો. ત્યાં જઈને તામ્રપર્ણી નદીના કિનારે કીર્તિસ્તંભોને રોપીને સકલ For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચિરત્રમ્ ૧૦૦ સૈન્યથી પરિવરેલો જયને વરેલો પાછો ફર્યો. હવે સમસ્ત કુલ જેના ચરણકમલમાં નમેલ છે, તેવો નકુલ પશ્ચિમ દિશામાં ફરતો સૌરાષ્ટ્ર દેશમાં ગયો. તે સૌરાષ્ટ્રમાં સકલ ગ્રામ, આકર, પુર, નગરોને સાધતો મહાસાગર સમ સરસ્વતી નદીની સમીપ, પ્રિયમેલક પ્રભાસ પાટણ આવ્યો અને ત્યાં સ્નાન કર્યું. પછી શ્રી ચંદ્રપ્રભ જિનવરને અષ્ટ પ્રકાર વડે અને સત્તર ભેદ વડે સારી રીતે પૂજીને મહોત્સવ સાથે જયસ્તંભોને રોપીને સર્વ પ્રકારના પ્રાપ્ત કરેલા જયવાળો નકુલ પાછો ફર્યો. સર્ગ - દેવેન્દ્ર તુલ્ય પરાક્રમી સહદેવ પણ કુબેર વિચરે છે તે ઉત્તર દિશા તરફ ગયો. તે દિશામાં કામ્બોજ, નેપાલ વગેરે દેશોને સાધ્યા (જીત્યા). પછી હિમાલય પર ચડીને પર્વત પર રાજ્ય કરનારા રાજાઓને જીતીને જયસ્થંભ રોપતો અને સાથે પૂર્વ રાજાઓએ રોપેલા સ્તંભોને ઉખાડતો સ્વનગરે પાછો ફર્યો. એ પ્રમાણે સુવર્ણ, રત્ન, મણિ, માણિક્ય, ઘોડા, હાથી આદિ અનેક ઋદ્ધિસંપન્ન બનેલા ચારેય પાંડવો એકસાથે પાછા આવ્યા. હવે યુધિષ્ઠિર પણ તેના ચાર ભાઈઓની સામે આવવાથી અને એકબીજા ભેટવા થકી બહુ આનંદ પામ્યા. એમ તે પાંચે ભાઈઓ પૃથ્વીને વિશે મેરુની જેમ શોભી રહ્યા. તે ભીમાદિ ચારે ભાઈઓ પણ યુધિષ્ઠિરને હંમેશા પ્રીતિપૂર્વક નમસ્કાર કરે છે. યુધિષ્ઠિર પણ તે ભાઈઓને આસનાદિ આપવા થકી સન્માન કરીને સિંહાસન પર બેસાડે છે. એ પ્રમાણે પાંચેય ભાઈઓ રાજક્રીડા કરતાં હાથી, ઘોડા, આરામ ખુરશીમાં બેસીને ઈચ્છા પ્રમાણે જાતે જ ઉદ્યાનાદિમાં ફરી રહ્યા છે... - ૬ એક દિવસ સુભદ્રા નામની અર્જુનની પત્નીએ નવ માસ અને સાડા સાત દિવસ પૂરા થતાં શુભમુહૂર્તો અને શુભલગ્ને પુત્રરતને જન્મ આપ્યો. તે પુત્રના જન્મ સમયે ધનના અર્થને ધન વડે કૃતાર્થ કરીને જન્મ સમયની અશુચિકર્મની વિધિ પૂર્ણ થતાં બારમો દિવસ પ્રાપ્ત થતાં કાશ્યપ પતિ યુધિષ્ઠિરે અભિમન્યુ એવું નામ રાખ્યું. અભિમન્યુના જન્મ થયે છતે રાજાએ દાન આપ્યું. સાતક્ષેત્રોમાં ધનરૂપી બીજને વાવ્યું. કહ્યું છે કે = વ્યાજથી ધન બે ગણુ, વ્યાપારમાં ચાર ગણું, ખેતરમાં સો ગણું અને પાત્રમાં અનંતગણું થાય છે. આ મહોત્સવમાં યુધિષ્ઠિરે સુવર્ણથી શોભિત, મણિમાણિક્યની પ્રતિમાથી અલંકૃત શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર બંધાવ્યું. પ્રાસાદનું વર્ણન આ પ્રમાણે છે. સુવર્ણથી યુક્ત મણિનું શિખર, સ્ફટિકના પગથિયાની શ્રેણી, ઇન્દ્રનીલ પત્થરનું તળિયું અને તોરણોથી શોભિત વળી મોતીઓની જાળીઓથી શોભિત વધારે કહેવાથી શું ? પૃથ્વીરૂપી વધૂના કાનના કુંડલની જેમ શોભે છે. તેની ઉપમા સ્વર્ગમાં, પૃથ્વી પર અને પાતાળમાં પણ નથી. જેથી ઉપમા આપી શકાય. વિશ્વમાં અદ્ભૂત શોભાવાળા તે પ્રાસાદના ધ્વજારોપણના મહોત્સવમાં (અવસરમાં) યુધિષ્ઠિરે For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૬ ૧૦૧ પાંડવ ચરિત્રમ્ બધા રાજાઓના સમૂહને દૂતો થકી બોલાવ્યા. દ્વારિકા પ્રતિ કૃષ્ણને નિમંત્રણ આપવા માટે યુધિષ્ઠિરે નકુલને મોકલ્યો તથા બંધુ વાત્સલ્યવાળા યુધિષ્ઠિરે બાંધવ સાથે દુર્યોધનને નિમંત્રણ દેવા માટે સહદેવને મોકલ્યો. એવું બીજા પણ રાજાઓને દૂત દ્વારા બોલાવ્યા. એ પ્રમાણે દૂતો વડે બોલાવાયેલા રાજાઓ ભેંટણાઓ લઈને આવ્યા. પૂર્વદિશાના રાજા યુધિષ્ઠિરને ઐરાવણ હાથીઓ ભેટ કરીને સેવા કરે છે. દક્ષિણ દેશના રાજાઓ વજ વૈડૂર્યમણિ માણિક્યથી ભરેલા સોનાના થાળને આગળ મૂકીને સેવા કરે છે. પશ્ચિમ દિશાના રાજાઓ દિવ્ય કૌશય વસ્ત્ર અને હિરણ્યમય આભૂષણો ભેટ કરીને સેવા કરે છે. એ પ્રમાણે ઉત્તર દિશાના રાજા યુધિષ્ઠિરને તે તે દેશોમાં બનેલી વિશિષ્ટ વસ્તુઓ આગળ મૂકીને સેવા કરે છે. એમ બધાય રાજા યુધિષ્ઠિરના મહેલમાં ભેગા મળે છતે જે જે કર્યું તે તે કહું છું. કેટલાક રાજાઓ શ્રી શાંતિનાથની પ્રતિષ્ઠા માટે પવિત્ર તીર્થજળ લાવે છે. કેટલાક કવચ પહેરેલા અને શસ્ત્રવાળા રાજાઓ શ્રી શાંતિનાથ પ્રાસાદની બહાર ચારે દિશાઓમાં રક્ષા કરવા માટે ફરે છે. કેટલાક રાજાઓ સ્નાત્ર માટે ઔષધ-જળ આદિ લાવવા માટે જાતિવાન ઘોડા પર બેઠેલા આમ તેમ દોડી રહ્યા છે તથા ૬૪ રાજાઓએ સુવર્ણમય ધ્વજદંડને અઢારવાર જાતે સ્નાન કરાવ્યું. એટલે કે ધ્વજદંડ પર અઢાર અભિષેક કર્યા. કેટલાક રાજાઓ કુમકુમના છાંટણાઓ કરી તિલક કરે છે. કેટલાક રાજાઓ આઠ પડનો મુખકોશ બાંધીને ધૂપના ધૂપિયાને હાથમાં રાખીને જળથી ભરેલ સુવર્ણના કળશને હાથમાં રાખી સ્નાત્ર ભણાવે છે. કેટલાક રાજાઓ સુવર્ણ કલમ વડે યક્ષ કર્દમ ઔષધિથી મણિમય પાટલા પર નંદાવર્ત આલેખે છે. કેટલાક રાજાઓ શ્રી શાંતિનાથની પાસે ચામરો વીંઝે છે. કેટલાક રાજાઓ જિનવરની આગળ દર્પણ ધરે છે. કેટલાક રાજાઓ ઘી, દહીં આદિનું ભાજન હાથમાં લઈ ઊભા રહ્યા છે. કેટલાક રાજાઓ જિનવરની આગળ ફળાદિ મૂકે છે. કેટલાક રાજાઓએ સુગંધી દ્રવ્ય સંમિશ્રિત સંપુટ (કોડિયા) હાથમાં લઈને ઋદ્ધિ, વૃદ્ધિ આદિ ઔષધિઓ ધારણ કરી છે, એ પ્રમાણે જે કાંઈ જિન પ્રતિષ્ઠા અંગેનું કાર્ય બાકી હતું, તે તે બધું રાજાઓ કરે છે. આ પ્રતિષ્ઠા મહોત્સવને કેટલાક અન્ય તીર્થિકો (જૈનેતરો) રાજસૂય યજ્ઞ કહે છે. આ યજ્ઞ નથી, પરંતુ જિન પ્રતિષ્ઠાનું કાર્ય છે. આ બધા ગૃહસ્થના કાર્ય પછી બુદ્ધિસાગરાચાર્ય અંજનશલાકા અને વાસક્ષેપ કરીને આઠ સ્તુતિ વડે દેવવંદન દ્વારા જિનેશ્વરને નમસ્કાર કર્યા પછી શાંતિ જિનમંદિર પર કળશ, ધ્વજારોપણપૂર્વક પ્રતિષ્ઠા કર્યા પછી રાજાઓએ શાંતિપાઠ કર્યો છે. એ પ્રમાણે ત્યાં યુધિષ્ઠિરે દશાંહ્નિકા મહોત્સવ કર્યો. લહરાતી પતાકા (ધ્વજા)વાળા જિનમંદિરને જોઈને બધા રાજાઓએ યુધિષ્ઠિર રાજાની પ્રશંસા કરી. પછી તે તે બધા રાજાઓ સુવર્ણ, મણિ, માણિક્ય, હાથી, ઘોડા વગેરેથી સન્માન પામેલા For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦) પાંડવ ચરિત્રમ્ સર્ગ - ૬ અને યુધિષ્ઠિરથી વિદાય પામેલા પોતપોતાના દેશમાં ગયા. તે પછી યુધિષ્ઠિરે સમુદ્રવિજય આદિ યાદવોનો સત્કાર કરીને વિદાય આપી તથા દુર્યોધન વિના બધા પોતાના ગૃહે ગયા. પરંતુ બંધુ પરની પ્રીતિથી દુર્યોધનને યુધિષ્ઠિર રાજાએ ત્યાં રાખ્યો ત્યાં રહેલ દુર્યોધન પાંડવોના પ્રત્યક્ષ દર્શનથી ઉત્પન્ન થયેલ ઈર્ષાવાળો મામાની સાથે અંતરમાં કોપ રાખીને લાંબાકાળ સુધી આવી રીતે રહ્યો. રમવા માટે પત્થરના ઢગલા પર વાવડી, કેલિઘર અને ઉદ્યાનાદિઓમાં શુભ મનવાળા પાંડવોની સાથે તે અશુભમનવાળો ક્રીડા કરી રહ્યો છે. એક વખત મણિચૂડ વિદ્યાધરે બનાવેલ મણિરત તળિયાવાળી દિવ્ય સભા (મંડપ)ને જોવા માટે થોડા પરિવારવાળા દુર્યોધને પાંડવો સાથે તે સભા (મંડ૫)માં પ્રવેશ કર્યો. તે સભામાં મણિ (સ્ફટિક)નું તળિયું છે. એવું જાણી ન શકવાથી તેને જળથી ભરેલી જમીન છે, એમ જાણીને અધો વસ્ત્ર ઊંચુ કરતાં બધા સેવકો અને પાંડવો હસ્યા. કારણ કે – સ્ફટીક જેવા નીલરત્નના તળીયામાં પાણીની શંકાથી વસ્ત્રને ઊંચા લેતા કૃત્રિમ આકાશ સમી સ્ફટીક મણિની ભીંત પર આકાશની બુદ્ધિ (ભ્રાંતિ)થી કુદકો મારતાં તે ભીંત પર અથડાયો ત્યારે ભ્રાન્તિવાળા તે દુર્યોધનની બધા મશ્કરી કરતાં હસ્યા.. તે જોઈને દુર્યોધન મનમાં ખેદને પામતો સભાને જોઈને શીધ્ર બહાર આવ્યો. દુર્યોધનનું વિલનું મુખ જોઈને પાંડવોએ પૂછ્યું : “હે બાંધવ ! શા માટે નિષ્કારણ વિલખું મુખ દેખાય છે.” દુર્યોધન બોલ્યો : “તમારા હાસ્ય (મશ્કરી) કરવાથી.” યુધિષ્ઠિરે કહ્યું : “ભાઈના હસવાથી શું? તું સ્વસ્થ થા, ખેદને છોડી દે. પ્રેમનો પ્રકર્ષ મનમાં ધર.” એમ ઘણું કહેવા છતાં પણ દુર્યોધન પેદને છોડતો નથી. અહો, દુર્જનનો આવો સ્વભાવ છે. હાસ્ય માત્રમાં પણ દુર્જનમાં ઈર્ષ્યા ઘણી ઉત્પન્ન થાય છે. પાડુ પુત્ર યુધિષ્ઠિરે હાથી, ઘોડા, રથ આદિ વડે સન્માન કરવા છતાંયે દુર્યોધને પાડુ પુત્રો પર ઈર્ષ્યા ધરતા ઇન્દ્રપ્રસ્થ નગર પ્રતિ પ્રયાણ કર્યું. રસ્તામાં મામાએ દુર્યોધનને પૂછ્યું : “હે ભાણેજ ! તારા ચિત્તમાં શું દુઃખ રહ્યું છે. કારણ કે તું શૂન્ય મનસ્કવાળાની જેમ વારંવાર શ્વાસ છોડતો પૂછવા છતાં કંઈ પણ પ્રત્યુત્તર આપતો નથી.” એ પ્રમાણે બળાત્કારે મામાએ વારંવાર પૂછવા છતાં જવાબ આપતો નથી. એટલે મામાએ દુર્યોધન પાસે જઈને રસ્તામાં વહાણમાં બેસીને જતા હતા ત્યારે હાથ પકડીને કહ્યું: “હે ભાણજા ! તારા દુઃખનું શું કારણ છે? જો કંઈપણ છૂપાવવા જેવું ન હોય તો મને તે સત્ય કહે.” દુર્યોધને કહ્યું : “હે મામા ! સાવધાન થઈને સાંભળો. આ પાંડવો મારા શત્રુ છે. ઇન્દ્ર સભા સરીખી સભા બનાવીને સુખે ક્રીડા કરે છે તથા યુધિષ્ઠિરે બધા રાજાઓને વશ કર્યા છે. તેઓ નોકરોની જેમ પ્રતિષ્ઠાના મહોત્સવમાં ગૃહકાર્યો કરતા હતા તથા જેણે સકલ રાજાઓને For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ સર્ગ - ૬ પાંડવ ચિરત્રમ્ ધન, માન વડે ખુશ કર્યા છે, તે રાજાઓ સેવકની જેમ સેવાને કરે છે. આ બધું યુધિષ્ઠિરને વિશે જોતાં મારો અંતરાત્મા અત્યંત અગ્નિમાં નાખેલાની જેમ બળે છે. પરંતુ હું શું કરૂં ? તેઓ પુણ્યશાળી છે. એઓની સાથે બળથી કંઈ પણ થશે નહિ, તે જ હું વિચારું છું. હે મામા ! ચિંતાથી હું દુર્બલ બન્યો છું તથા આ શત્રુ એવા પાંડવોનો ઉચ્છેદ કરવા માટે કોઈક અદ્ભૂત સહાયકને વિચારું છું કે જે સહાયક તેઓનો ઉચ્છેદ કરીને મને સંતોષ આપશે. જો એમ ન થાય તો અહીંયા જ આત્માને ઉપર બાંધીને શંકારહિત હું મરણને સ્વીકારીશ. હે મામા ! તમે જાઓ. મારા પિતાની આગળ મારી વાતને કહો.” આ દુર્યોધનનું કહેલું સાંભળીને શકુનિ મામાએ કહ્યું : “હે દુર્યોધન ! તારે આવું બોલવું યોગ્ય નથી. કારણ કે આ તારા બંધુઓ તારી જ શોભા વધારે છે. આ વશીભૂત કરેલા રાજાઓ તારા આનંદને માટે કેમ ન થયા, જેથી તું જ ખુલ્લું કહે છે કે હું અસહાયક શું કરૂં ? આ તારા બંધુઓ ચારે દિશાઓમાં ફેલાયેલા છે. આવેલી ભરતીવાળા સમુદ્રની જેમ પૃથ્વીને ભીંજવવામાં તારી જ શોભા કરનારા છે. આથી તું ખેદને છોડી દે. એક પ્રભુને ભજ. હાથીની જેમ પોતાના આશ્રયને ભાંગ નહિ.'' જેમ થાકેલો હાથી છાયાની ઇચ્છાવાળો વૃક્ષનો આશ્રય લે છે, વિશ્રામ કરીને તે ઝાડને હણે છે. તેવી રીતે નીચ પુરુષ પોતાના આશ્રયને તોડી નાખે છે. તું પણ એ પ્રમાણે કર નહિ. એ પ્રમાણે કહી યુક્તિ વડે વાળવા છતાં પણ સુયોધન દુષ્ટ કદાગ્રહથી જ્યાં સુધી પાછો ફરતો નથી, ત્યાં સુધી મામા ફરી ફરી સમજાવે છે. હે ભાણજા ! આ તારા દુઃશાસન આદિ ૯૯ ભાઈઓ યુદ્ધમાં ઇન્દ્ર વડે પણ દુઃસાધ્ય (દુઃખે ક૨ીને જીતી શકાય તેવા) છે, તો પણ આ એક કર્ણ સર્વ શત્રુનો નાશ કરનારો તારો સહાયક બનશે. ભાઈઓ સાથે હું પણ તારા યુદ્ધમાં એક ધૂરંધર છું. હવે આ સહાયક થકી પરિવરેલો તું પણ સમસ્ત પૃથ્વીને સાધ અને પાંડવોને પણ વશ (તાબામાં) લાવ. દુર્યોધને મામાને આ પ્રમાણે કહ્યું : “હે મામા ! પાંડવોએ જીતી લીધેલી પૃથ્વીને ફરી કેવી રીતે પ્રાપ્ત કરાય ?’' વળી મામાએ કહ્યું : ‘“તો પછી પાંડવોને જીતીને તેઓની જીતેલી પૃથ્વીને તાબામાં કર (વશમાં ક૨).” દુર્યોધને કહ્યું : “આ પાંડવો યુદ્ધમાં દેવો વડે કરીને જીતી શકાય તેવા નથી, તો પછી માનવો વડે કરીને શું જીતી શકાય ? હે મામા ! જુગારાદિ બીજા કોઈ ઉપાય થકી યુધિષ્ઠિરને વશ કરીશ.'' એ પ્રમાણે કહીને બંનેય જણા માર્ગમાં આવતા ઇન્દ્રપ્રસ્થ નગરમાં પહોંચ્યા. પિતા ધૃતરાષ્ટ્રે દુર્યોધનનો નગર પ્રવેશનો મહોત્સવ કર્યો. દુર્યોધન પણ મામાની સાથે માતા પિતાને પંચાંગ નમસ્કાર કરીને આગળ બેઠો. પોતાની પાસે બેઠેલા મુખવાયુથી For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચિરત્રમ્ ૧૦૪ નિઃશ્વાસ કાઢતા પુત્ર દુર્યોધનને જોઈને ધૃતરાષ્ટ્ર રાજા બોલ્યો : “હે પુત્ર દુર્યોધન ! તું ઉષ્ણ લાંબા શ્વાસને વારંવાર કેમ છોડે છે, તારો કોનાથી પરાભવ થયો છે ? અથવા કોઈએ પણ તારી આજ્ઞા ઉલ્લંઘી છે ? અથવા તારા વિશે કોઈથી પણ કંઈ વિરૂદ્ધ આચરણ કરાયું છે ? જેથી તું નિઃશ્વાસોને છોડતો દુઃખી મનવાળો દેખાય છે. આ તારા ભાઈઓ દુઃશાસન વગેરે તારી આજ્ઞાને ઉલ્લંઘતા નથી તથા આ પગમાં પડતા મુગટવાળા એવા રાજાઓ તારા સેવકો સેવા કરે છે તથા ધનદપુરને જીતનાર તારું ઇન્દ્રપ્રસ્થ નગર છે તથા અપ્સરાના રૂપને હરાવે–ઝાંખુ પાડી દે તેવું તારૂં અંતઃપુર છે. દિશાઓ રૂપી હાથીઓનું અનુકરણ કરનારા તારી પાસે હાથીઓનો સમૂહ છે. કુબેરના ભંડારનું અનુકરણ કરનાર રત સુવર્ણની રાશિથી ભરેલા તા૨ે ભંડારો છે. દેવવિમાનનું અનુકરણ કરનારા તારે મહેલો છે. સુરેન્દ્રના રૂપને હરનારૂં તારૂં રૂપ છે. એ પ્રકારનું તારી પાસે સકલ સુખના કારણભૂત ભંડારો છે. તો પછી ચિંતાનું શું કારણ છે ?. જો કંઈપણ કહેવા યોગ્ય હોય તો કહી દે.'' હે તાત ! તમે જે કંઈ કહ્યું તે સર્વ સત્ય જ છે. એ બધું મારી પાસે છે. પરંતુ તપઃપુત્ર (યુધિષ્ઠિરની) આગળ આ મારી ઋદ્ધિ શું ? નદી ત્યાં સુધી ખુશ થાય છે, જ્યાં સુધી સાગરને જોતી (જોયો) નથી. પ્રકાશને કરનારો દીપક ત્યાં સુધી છે કે જ્યાં સુધી સૂર્યનો ઉદય થયો નથી. એ પ્રકારે ઘણા દૃષ્ટાંતો આપીને દુર્યોધન આગળ બોલ્યો : ‘હે તાત ! બધા રાજાઓ યુધિષ્ઠિરની આજ્ઞાને જ ધ્યાવે છે. જેમ યોગીઓ પરમાત્માને ધ્યાવે છે, તેમ જેના આંગણમાં મંડલીબંધ શોભતા રાજાઓ યુધિષ્ઠિરના ગુણને વારંવાર ગાય છે. જેનું ગૃહાંગણ હાથીઓના મદઝરતા પાણીથી કાદવવાળું થયેલું દેખાય છે. સૂર્યના ઘોડાઓનું અનુકરણ કરનારા જેના ઘોડાઓ હણહણે છે. જેના ગૃહાંગણમાં રોહણ પર્વતોનું અનુકરણ કરનારા રતના ઢગલાઓ રહ્યા છે. એ પ્રમાણે સર્વસંપત્તિ જોઈને ઇર્ષ્યા વડે મારૂં હૃદય દ્વિધા અનુભવે છે. સર્ગ - ૬ . સાંભળીને પિતાએ કહ્યું : ‘હે વત્સ ! ખરેખર તારા ઇર્ષ્યાભાવને ધિક્કાર છે. તને તેના ઉપર ઇર્ષ્યાભાવને કરતાં કેમ શરમ નથી આવતી ? જેમણે તને રાજ્ય આપ્યું છે, જેમણે તને લક્ષ્મી આપી છે અને સર્વત્ર તને પ્રસિદ્ધ કર્યો છે, તેની સાથે તારો વિરોધ તને સુખને માટે નહિ થાય.” ત્યારે દુર્યોધન બોલ્યો : “હે પિતા ! આ પાંડવો મારા શત્રુ છે. જેઓ સભા જોવાના સમયે (હું જોતો હતો તે સમયે) મારી પર હસ્યા હતા. (મારી મશ્કરી કરી હતી) જેવી રીતે તે પાંડવો હસ્યા હતા, તે જ વાત મારા મામા તમારી આગળ જેવું બન્યું હતું, તેવું સત્ય કહેશે. હે મામા ! સર્વ સત્ય કહો.” મામાએ પણ જેવું બન્યુ હતું તેવું બધું કહ્યું ફરી પણ દુર્યોધન કહે છે, હે પિતા ! જો દ્રૌપદીની સાથે તેની રાજ્યલક્ષ્મીને ન લઉં તો હું અગ્નિમાં પ્રવેશ કરીશ. કારણ કે :- સિંહથી મૃત્યુ પામવું શ્રેષ્ઠ છે. પરંતુ હાથીથી પરાભવ પામવો સારો નહિ. એ પ્રમાણે ઇર્ષ્યાથી મલિન થયેલા ચિત્તવાળો તે દુર્યોધન ક્રોધથી બોલ્યો અને મોટાને ઉચિત એવી વાણી ફરીથી ધૃતરાષ્ટ્રે કહી. For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૬ ૧૦૫) પાંડવ ચરિત્રમ્ હે પુત્ર ! તારો પાંડવો સાથેનો વિરોધ (ઇમ્પ્રભાવ) સારાને (કુશલ) માટે નહિ થાય, પરંતુ માત્ર ભાઈઓ સાથે યુદ્ધ કરતાં તારું સારું નહિ થાય. પાંડવો પણ લાખ તીરનો નાશ કરનારા લક્ષયોધિ (એક લાખ સાથે લડનારા) છે. આથી જે કાંઈ કરે તે વિચારીને કરજે. કહ્યું છે કે :- અવિચારી કરવું નહિ. જે કરવું તે વિચારીને કરવું, નહિ તો પાછળથી બ્રાહ્મણની અને નોળિયાની જેમ પસ્તાવાનું થાય. એ પ્રમાણે ધૃતરાષ્ટ્ર કહેલું સાંભળીને મામા શકુનિ બોલ્યા : “હું પાંડવોની લક્ષ્મીને લેવાનો એક ઉપાય જાણું છું. જે ઉપાયથી કોઈના પણ શરીરમાં બાણ વાગશે નહિ અને અપકીર્તિ પણ જગતમાં નહિ થાય.” દુર્યોધને કહ્યું : “ક્યા ઉપાયથી?” શકુનિ બોલ્યા : “જુગાર ખેલવાથી. તેને હું જાણું છું. વળી તેને યુધિષ્ઠિર જાણતા નથી. તે જુગાર વડે તેની લક્ષ્મી લૂંટી લઈશું.” દુર્યોધને ધૃતરાષ્ટ્રને કહ્યું : “હે તાત ! તમે મારા મામાનું કહ્યું માનો. યુધિષ્ઠિરના રાજ્યને લેવા માટે આ સહેલો ઉપાય છે. એ પ્રમાણે કરતાં લોકોમાં લોકાપવાદ નહિ થાય.” ધૃતરાષ્ટ્ર કહ્યું: “જો આ પ્રમાણે હોય તો વિદૂરને પૂછીએ.” દુર્યોધને કહ્યું : “પુણ્યવાન વિદૂર આવી સલાહ નહિ આપે. જ્યારે સલાહ નહિ આપે તો મારું મૃત્યુ નિશ્ચિત થશે. મારું મૃત્યુ થતાં તમારું રાજ્ય જતું રહેશે. રાજ્ય જતાં તમે એકલા શું કરશો ? આથી તમે ઘુતક્રીડાને માન્ય કરો.” ત્યારે દુર્યોધને કહેલું બધુ ધૃતરાષ્ટ્ર સ્વીકારી લીધું. વળી કહ્યું : “હે વત્સ ! તું શા માટે ખેદ પામે છે ? યુધિષ્ઠિરથી તારી પાસે શું ઓછું છે ?' દુર્યોધને કહ્યું : “મારી પાસે તેવા પ્રકારની સભા નથી, જેવી યુધિષ્ઠિરની છે.” ધૃતરાષ્ટ્ર કહ્યું : હે પુત્ર ! તું શાંત થા. હું તારા માટે સૌધર્મની સભા સરીખી સભાને કરાવું છું.” એ પ્રમાણે કહીને સભા બનાવવા માટે સુથારોને આદેશ કર્યો. “હે સુથારો ! એક દિવ્ય સભાને બનાવો.” થોડા જ દિવસોમાં તેઓએ સભાને બનાવી. આ પ્રમાણે – તેઓએ એક હજાર મણિના સ્તંભવાળી અને સો દ્વારવાળી યુધિષ્ઠિરની સભા જેવી સુંદર સભા બનાવી. એવી સભા બનાવીને પછી પુત્રો સાથે ધૃતરાષ્ટ્ર હસ્તિનાપુરથી આ વડીલ પુરુષો વડે વિદૂરને બોલાવ્યો. આવેલા વિદૂરનો ભોજનાદિ વડે સત્કાર કર્યો. પછી વિદૂરે ધૃતરાષ્ટ્રને કહ્યું : હે બાંધવ ! મને શા માટે બોલાવ્યો છે ?” ધૃતરાષ્ટ્ર પુત્રની બધી વાત કરી. તે સાંભળીને વિદૂર તીવ્ર ખેદ (વિષાદ)ને પામ્યો. અહો કુલાંગાર, દુર્યોધને કુલનો ક્ષય કરનારો જુગાર રમવાનો શા માટે વિચાર કર્યો. કારણ કે ભવિતવ્યતા ક્યારેય ખોટી પડતી નથી. આ સુયોધન (દુર્યોધન) કુલરૂપ ઉદ્યાનમાં એક દાવાગ્નિરૂપ ઉભો થયો છે. કંઈ સમજાતું નથી. આ સુયોધન કલહ કરીને For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ (૧૦૬). | સર્ગ - ૬ શું કરવા માંગે છે? હે બાંધવ ધૃતરાષ્ટ્ર! તારા પુત્ર સુયોધનને જુગારથી નિવાર. ધૃતરાષ્ટ્ર કહ્યું : “આ દુરાત્મા મારૂં કહ્યું માનતો નથી. હું શું કરું?” તેથી વિદૂરે દુર્યોધનને બોલાવીને આ પ્રમાણે કહ્યું: “હે સુયોધન ! ચૂતને છોડી દે.” કહ્યું છે કે – જુગાર સર્વ આપદાનું ઘર છે, દુબુદ્ધિવાળા જુગાર ખેલે છે. જુગારથી કુલમલિનતાને પામે છે. જુગારને અધમ પુરુષો જ પ્રશંસે છે. વિદૂરે કહ્યું: “હે બાંધવ ! હે દુર્યોધન ! તેં સાંભળ્યું છે કે નહિ ! પૂર્વે ઘુતથી નલ રાજા રાજ્યના વિનાશને પામ્યો છે. તે શું તું ભૂલી ગયો છે ? જો ભૂલી ગયો હોય તો હવે સાવધાન થઈને સાંભળ. નલકુબરનું કથાનક હું કહું છું.” નળ કુબેરનું કથાનક :ભરત રાજાની પરંપરામાં ભૂષણરૂપ આ જ ભરતક્ષેત્રમાં અવસર્પિણી કાળમાં નિષધ રાજાનો પુત્ર નળ નામનો રાજા થયો હતો. કોશલ દેશમાં અયોધ્યા નામની નગરી હતી. તે નગરીમાં શ્રી ધર્મનાથ અને શ્રી શાંતિનાથ જિનના અંતરાલમાં ઉત્પન્ન થયેલો નિષધ નામનો રાજા હતો. તે રાજાનું બીજું નામ વીરસેન હતું. તેની રાણીનું નામ રૂપવતી હતું. તેઓને નળ અને કૂબર નામના બે પુત્રો હતા. એક દિવસ નળ અને કૂબર સાથે સભામાં આવેલો વીરસેન રાજા દેવેન્દ્રની જેમ શોભતો જ્યાં બેસવા જાય છે, તેટલામાં જલ્દી આવીને દ્વારપાલે વિનંતી કરી, હે રાજેન્દ્ર ! તમારા રાજસભાના દરવાજા પર કોઈક દૂત આવ્યો છે, તે તમને મળવા માટે ઇચ્છી રહ્યો છે. જો આપની આજ્ઞા હોય તો તે સભામાં આવે. રાજાએ કહ્યું : “જલ્દી તેને પ્રવેશ આપો. પછી સભામાં પ્રવેશ પામેલા તે દૂતે રાજાને નમીને વિનયપૂર્વક અંજલિ જોડી આ પ્રમાણે કહ્યું: “હે સ્વામિન્ ! દક્ષિણ દિશામાં વિદર્ભ નામનો દેશ છે. તે દેશમાં કુંડિનપુર નામનું નગર છે. તે નગરમાં અસીમ પરાક્રમી ભીમ રાજા રાજ્ય કરે છે. તે કેવો છે તે કહે છે કે, તેની પાસે ૩૬ (છત્રીસ) ક્રોડ તલવારનો મોટો દરિયો છે. દક્ષિણના ૭૦ (સિત્તેર) લાખ ગામનો માલિક છે.” મહાદેવને જેમ ગૌરી, નારાયણને જેમ લક્ષ્મી અને ઇન્દ્રને જેમ ઇન્દ્રાણી તેમ તે ભીમ રાજાને પ્રિયંગુમંજરી નામની પટ્ટરાણી છે. ભામિની, કામિની, દાનામાનિની, દાનિની શુભા, શુદ્ધા, સ્નિગ્ધા, વિદગ્ધા, મુગ્ધા અને મૃગલોચના. I/૧/l. દાક્ષિણ્ય, પુણ્યશાલિની, લાવણ્ય વગેરે ગુણોથી શોભતી, તેવા પ્રકારની તે રાજાની તે સધર્મચારિણી (પત્ની) શોભે છે. / રા For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૬ [૧૦]. પાંડવ ચરિત્રમ્ તે પત્ની સાથે વૈષયિક સુખ ભોગવતા તે રાજાનો કેટલોક કાળ પસાર થયો. એક દિવસ તેની સાથે વનસ્થલી (પ્રદેશ)માં ગયો, ત્યાં રાજા સાથે ક્રીડા કરતી પટ્ટરાણી પ્રિયંગુમંજરી બચ્યા સાથે બે મૃગને લાંબાકાળ સુધી જોઈને આ પ્રમાણે ચિંતવે છે. આની મૃગપત્ની ધન્ય છે. પોતાના બાળકને સ્વેચ્છાપૂર્વક પાલતી વનમાં ફરે છે. હું બાળક વિનાની અધન્ય છું. આ રાજ્યથી શું? આ સુખથી શું? એ પ્રમાણે ખેદ પામેલી રાણીને જોઈને તેની ચિંતાથી રાજા પણ દુઃખી થયો. પછી તે દંપત્તિએ સંતાનને માટે જાતે જ લાંબાકાળ સુધી ચક્રેશ્વરી દેવીની ઘણી ઉપાસના કરી. તેઓએ ઉપાસના કરેલી ચક્રેશ્વરી દેવી શંખ, ચક્ર, ગદા, શાંગ (ધનુષ્ય) જેના હાથમાં છે તેવા ચાર હાથવાળી અને સિંહ પર બેઠેલી એક પખવાડીયા બાદ પ્રગટ થઈ. તેથી તે બે જણાએ દેવીને જોઈને પ્રણામ કર્યા અને આ પ્રમાણે સ્તુતિ કરી. સેવા માટે આવેલા સુર, અસુર (દાનવ), નર વડે સ્તુતિ કરાયેલી, શત્રુના સૈન્યના સમૂહને ત્રાસ પમાડનારી હે દેવી ચક્રેશ્વરી, તને નમસ્કાર થાઓ. આ સ્તુતિ સાંભળીને કલ્પવેલડી સદશ જગતની માતા ચક્રેશ્વરીએ તેઓને કહ્યું : “હે વત્સો! હું તમને ચાહું છું. હું શું સહાય કરું ?” તેઓએ કહ્યું : અમારો સંતાન ન થવાના દોષને દૂર કર.” દેવીએ કહ્યું : “સવારે દમનક નામના ચારણ ઋષિ મારી પ્રેરણાથી આવશે. તેમને ભક્તિપૂર્વક નમસ્કાર કરશો તો તમારા પર પોતાની શક્તિ દ્વારા ઉપકાર કરશે.” એ પ્રમાણે કહીને દેવી અદશ્ય થઈ ગઈ. પછી તે બંને જણા સૂઈ ગયા અને તે રાત્રિને પસાર કરી પ્રભાતે ઉઠી પ્રાતઃ કાર્ય કરીને જ્યાં સુખાસન પર બેઠા હતા, ત્યાં કમલની કેસરાના દલ જેવા ગૌર વર્ણવાળા દમનક નામના મુનિ આકાશમાંથી ઉતર્યા. આકાશમાંથી ઉતરતા તે મહામુનિને જોઈ હર્ષિત થયેલા તે બંને ઊભા થયા. પછી તેમને સુવર્ણના સિંહાસન પર બેસાડીને નમસ્કાર કરી બે હાથ જોડી વિનયપૂર્વક નમ્ર દેહવાળા આ પ્રમાણે બોલ્યા. આજે હાથમાં ચિંતામણિ આવ્યું છે અને આજે આંગણામાં કલ્પવૃક્ષ ઉગ્યું છે. જે કાંઈ આ મને મોકલ્યું છે, તે તમારા આવવાથી મળ્યું છે. એ પ્રમાણે સ્તુતિ કરીને તેઓ બોલ્યા : “હે મુનિ! મારે સંતાન ક્યારે પ્રાપ્ત થશે ?” તે સાંભળીને દમનક મુનિએ કહ્યું : “હે રાજન્ ! સંગથી મુક્ત હોવા છતાં પણ મુનિઓ શ્રાવક બાંધવની ભક્તિ જોઈને ખુશ થાય છે. આથી હું કહું છું. હે રાજન્ ! હે પ્રિયંગુમંજરી મારા ધર્મલાભના આશિષથી તમને ત્રણ જગતને માન્ય એવી કન્યારૂપે સંતાન પ્રાપ્ત થશે. વળી તે પછી ત્રણ પુત્રો થશે.” એ પ્રમાણે સાંભળીને હર્ષિત થયેલા રાજાએ મુનિને કહ્યું : “હે મુનિ ! જે અમે સંતતિનો પ્રશ્ન કર્યો, તે ક્ષમા કરો. અમારું આ દુષ્કૃત્ય (પાપ) નાશ પામો. તમે પણ તમારું ઇચ્છિત સાધો, તમારો માર્ગ કલ્યાણકારી બનો.” For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ પાંડવ ચરિત્રમ્ સર્ગ - ૬ એ પ્રમાણે રજા પામેલા મુનિ આકાશમાર્ગે ચાલી ગયા અને આ બાજુ તે પ્રિયંગુમંજરી દેવીએ ગર્ભ ધારણ કર્યો. તે ગર્ભના પ્રભાવથી સર્વ અંગોથી પુષ્ટ થયેલી લીલી વેલડીની જેમ વધે છે. ત્રીજા મહિનાના અંતે તે રાણીને ગંગાજલથી મિશ્ર ક્ષીરસાગરના પાણીથી સ્નાન કરવાનો દોહદ (મનોરથ) ઉત્પન્ન થયો, પછી પૂર્ણ થયેલા દોહદવાળી રાણી પ્રિયંગુમંજરીએ ક્રમે કરીને સંપૂર્ણ મહિને શુભ દિવસે પુત્રીને જન્મ આપ્યો. તેના ભાલપ્રદેશ પર ઉગતા એવા સૂર્ય જેવું સ્વાભાવિક તિલક લોકોએ જોયું તથા તે સમયે આકાશમાં આવા પ્રકારની વાણી થઈ. આ ત્રણ ખંડ ભારતના રાજાની પત્ની થશે. ક્રમે કરીને મોટી થતી એવી તેનું સ્વજનોએ નામ પાડ્યું સર્વ સ્ત્રીઓના ગર્વને દમન કરનારી હોવાથી તેણીનું નામ દમયંતી, એ પ્રમાણે સ્વજનોએ રાખ્યું. બીજું નામ તેના જન્મદિવસે દવથી પીડાતો હાથી નગરમાં આવ્યો. તેથી તેના પિતાએ તેનું દવદન્તિ એ પ્રમાણે નામ રાખ્યું. તે ક્રમે કરીને આઠ વર્ષની થઈ, પછી કલાચાર્ય પાસે પિતાએ ભણવા માટે મોકલી. વેદાંત, પુરાણ, વ્યાકરણ, છેદ, જ્યોતિષ, સંગીત, સાહિત્ય, તકદિ અનેક શાસ્ત્રમાં નિપુણ કરીને ગીત, નૃત્યાદિ અનેક કલામાં કુશલ જાણીને અધ્યાપકે ભીમ રાજા પાસે લાવીને તેની કલાની ચતુરાઈ બતાવી. પુત્રીની તે કલાને જોઈને હર્ષિત થયેલા રાજાએ. એને (કલાચાર્યને) દાન આપ્યું. તે આ પ્રમાણે પોતાની પુત્રીના કલાચાર્યને રાજાએ લાખ સહસ દીનારો વડે સત્કાર કરીને વિદાય આપી. ક્રમ કરીને યૌવન દશામાં આવેલી તેને જોઈને ભીમ રાજાએ વિચાર્યું, આનો અનુરૂપ વર કોણ થશે ? એવી ચિંતાથી સ્વયંવર મંડપ શરૂ કર્યો. તે સ્વયંવર મંડપમાં સર્વ રાજાઓ અને રાજપુત્રોને બોલાવવા માટે ગૌડ, ચૌડ, કર્ણાટક, લાટ, દ્રવિડ વગેરે દેશોમાં અલગ અલગ દૂતોને મોકલ્યા. ત્યાં જઈને મને આપની પાસે ભીમ રાજાએ સ્વયંવર મહોત્સવ ઉપર તમને બોલાવવા માટે મોકલ્યો છે. હે દેવ ! શીધ્ર ચાર પ્રકારની સેનાથી પરિવરેલા દક્ષિણ દિશા તરફ યાત્રા કરવા માટે હાલ વિલંબ કરશો નહિ. કારણ કે વૈશાખ પૂર્ણિમાના દિવસે દમયંતીનો સ્વયંવર મહોત્સવ થવાનો છે. માટે હાલ વિલંબ કરવાનો અવસર નથી. તે સાંભળીને હર્ષિત થયેલ નિષધ રાજાએ તેને હજાર અશ્વ સાથે કોટિ સુવર્ણ ઇનામમાં આપ્યું. બહુમાનપૂર્વક રજા પામેલો તે દૂત પોતાના નગરમાં આવીને નિષધે કહેલું અને નિષધે આપેલું સર્વ ભીમ રાજાને જણાવ્યું. ભીમે રજા આપેલો દૂત પોતાના ઘર તરફ જતાં ફરી દમયંતી પાસે આવ્યો અને તે દૂતે નળના રૂપનું વર્ણન કર્યું. તે સાંભળીને દમયંતીએ તેને ઇનામમાં સુવર્ણનું આભૂષણ આપ્યું. સંતોષ પામેલો તે પોતાના ગૃહે ગયો. For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૬ ૧૦૯) પાંડવ ચરિત્રમ્ આ બાજુ નિષધ રાજા નળ અને કૂબર સહિત ચતુરંગી સેનાથી પરિવરેલો વાજિંત્રોના અવાજથી દિશાઓને ગજાવતો દક્ષિણ દિશા તરફ ચાલ્યો. તે સૈન્યને ચાલતાં શું બન્યું? તે કહે છે માર્ગમાં પર્વતોનો સમૂહ હાથી, ઘોડા અને રથના પોદઘાતથી ચૂર્ણ થઈ ગયા, માર્ગમાં જતા સૈન્યના ચાલવાથી અને પાણી પી જવાથી બધી નદીઓ કાદવવાળી થઈ ગઈ. વળી માર્ગમાં આગળ જતાં સૈન્યથી બધા સરોવરો પ્રાયઃ ઉખર ભૂમિ જેવા થઈ ગયા. માર્ગમાં જતાં તે સૈન્યના ઉતારા માટે જગ્યા કરતાં મહાવનો ઘરના આંગણા જેવા થઈ ગયા. એ પ્રમાણે માર્ગમાં આગળ જતાં કુમ્હનપુર નગરે પહોંચ્યા. એ પ્રમાણે બીજા પણ રાજાઓ વાહનમાં બેઠેલા અને સૈન્યથી પરિવરેલા સર્વ સાથે સાથે આવી પહોંચ્યા. આવેલા બધા રાજાઓને જોઈને ભીમ રાજાએ પોતાના નગરના લોકોને બોલાવીને આ પ્રમાણે આદેશ આપ્યો. હે નગરજનો ! સંપૂર્ણ નગરમાં પુષ્પોને બિછાવો, મણિના તોરણો બાંધો. જલ્દી ધજાઓ ફરકાવો. માર્ગો ચારે બાજુ ચંદન-કેસરના છાંટાઓ વડે સિંચીને મોટા આવૃત્તવાળા (પહોળા) કરો. કારણ કે ખરેખર આજે જ સાક્ષાત્ કામદેવ સ્વરૂપ નિષધ રાજા સ્વયં અહીંયા આવ્યા છે. ઇત્યાદિ નગર શોભાને કરીને ભીમ રાજા નિષધ રાજાની સામે ગયા. માર્ગમાં સૂર્ય, ચંદ્રની શોભાને ગ્રહણ કરતાં બંને રાજા મળ્યા. પરસ્પર જોઈને બંને જણા આનંદ સાથે ઘોડા પરથી ઉતરીને આલિંગન કરવાની ઇચ્છાવાળા આલિંગન (ભેટી) આપીને સિંહાસન પર બેસીને ક્ષેમકુશળ વાર્તાને કરતાં થોડા સમય પછી અશ્વ પર બેઠા. રસ્તે આગળ જતાં છ ખંડની શોભારૂપ કુંડિનપુર નગરમાં આવ્યા. પછી ભીમ રાજાના કહેવાથી નિષધ રાજાની સેનાએ કેલિવનમાં રહેલાં નિવાસોને ગ્રહણ કર્યાં. નગરમાં રહેલા રાજમહેલમાં નિષધ રાજાને ઉતારો આપ્યો અને એ પ્રમાણે સર્વ રાજાઓ ચારે દિશાઓમાં અલગ અલગ પૂર્વ દિશા વગેરેના ઉદ્યાનમાં ઉતર્યા. પછી ભીમ રાજાએ કુંડિનપુર નગરની બહારથી પૂર્વ દિશામાં એક મણિના સ્તંભથી શોભિત નીલમણિના તોરણોથી મનોહર સુવર્ણના શિખરવાળો સ્વયંવર મંડપ કરાવ્યો, તે મંડપમાં વૈશાખી પૂર્ણિમાના દિવસે મળેલા સર્વે રાજાઓ ઊંચા મંચ પર બેઠેલા શોભી રહ્યા છે. હવે સ્નાન કરેલી, ચંદનાદિથી લેપ કરાયેલી છાતીવાળી, પહેરેલા દેવદુષ્ય કપડાવાળી સુવર્ણ રત્નના અલંકારોથી શોભતા શરીરવાળી, નર વિમાન (પાલખી)માં બેઠેલી સખી પરિવારથી પરિવરેલી સાક્ષાત્ લક્ષ્મીદેવી જેવી દમયંતીએ સ્વયંવર મંડપમાં પ્રવેશ કર્યો. હાથમાં પુષ્પમાલાને ધરેલી સકલ અલંકારોથી શોભિત રતિના જેવા સ્વરૂપવાળી એવી દમયંતીને જોઈને બધા રાજાઓ વિચારે છે. આ બાલિકાને ધન્ય છે, જે આવા પ્રકારની દેખાય છે, તે પુરુષ ધન્ય છે, જે આ કન્યાને પરણશે, એમ સર્વ લોકો વડે સર્વ વિકલ્પોથી જોવાતી સ્વયંવર મંડપમાં પરિભ્રમણ કરે છે. For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૬ પાંડવ ચિરત્રમ્ ૧૧૦ તેની આગળ બધા રાજાના વંશને જાણનારી એક પ્રતિહારિણી બધા રાજાઓનું વર્ણન કરતી આગળ ચાલે છે અને તે આ પ્રમાણે બતાવે છે. હે દમયંતી ! આ મગધ દેશનો રાજા શરીરના લાવણ્યરૂપ કલ્લોલ (તરંગ) થકી કામદેવને જીતનારો છે. શ્રૃંગાર રહિત શોભતો આ કલિંગ દેશનો રાજા, તમારી સામે વારંવાર જુએ છે. આ ભાગી ગયેલા શત્રુના સમૂહવાળા કોંકણ દેશનો રાજા છે. આ લાટ દેશનો રાજા છે. આ કર્ણાટક દેશનો રાજા છે. આ સૌરાષ્ટ્રનો રાજા છે. હે સુંદરી ! આ કોશલ દેશનો રાજા નિષધ છે. તેમના આ નળ અને કૂબર નામના બે દીકરાઓ છે. જેઓ સકલ શાસ્ત્રમાં પારંગત, સકલ શાસ્ત્રમાં પ્રવીણ છે. તેમાં પણ આ નળ સોળ વર્ષના નૂતન કામદેવ જેવા રૂપવાળા છે. જો તારી ઇચ્છા હોય તો આને પતિ કર. યાચકના ગણને માટે કલ્પવૃક્ષ સમાન નળ તારો ભરથાર થાવ. તે વચન સાંભળીને કુમારી દમયંતીએ નળના કંઠમાં વરમાળા પહેરાવી. તે જોઈને હર્ષિત થયેલા ભીમ રાજાએ પ્રિયંગુ રાણીને કહ્યું : “હે પ્રિયે ! દમયંતી એ નળને વરીને મારા વંશને શોભિત કર્યો છે. પછી ભીમ રાજા નળને વાહનમાં બેસાડીને સ્વપુરે લઈ ગયો. ત્યારબાદ અંતઃપુરની સ્ત્રીઓ વડે બંને જણને સ્નાન કરાવી અલંકારાદિ વડે શોભાવીને સુવર્ણના સિંહાસને બેસાડીને નળ અને દમયંતીનો વિવાહ મહોત્સવ શરૂ કર્યો. બંનેને મીંઢળ બાંધ્યા. એકબીજાના વસ્ત્રના અંચલ (છેડા)થી બંધાયેલા બંને જણાએ અગ્નિને પ્રદક્ષિણા આપી. પછી હોમ કરીને અને વર અને વધૂનું પાણિગ્રહણ કરીને બ્રાહ્મણે વેદના ઉચ્ચાર વડે અગ્નિમાં આહૂતિ નાંખી. એ પ્રમાણે તેઓનો વિવાહ થઈ જતાં ભીમ રાજાએ નળને કરમોચન વખતે આ પ્રમાણે ધન આપ્યું. નળના વિવાહ મહોત્સવ સમયે પોતાના વૈભવને ઉચિત હાથી, ઘોડા વગે૨ે હસ્તમોચન સમયે ભીમ રાજાએ આપ્યું. એ પ્રમાણે નળ અને દમયંતીનું લગ્ન કરીને કરમોચન સમયે ભીમ રાજાએ દાન આપીને નિષધ રાજા અને નળની સ્વર્ણાદિથી મોટી પૂજા કરી. (સત્કાર કર્યો.) પછી ભીમ રાજાએ તેવી રીતે યાચકોને પણ સ્વર્ણાદિના દાન વડે દેવામાંથી મુક્ત કર્યા. નિષધ રાજાએ અને નળે પણ યાચકોને મનવાંછિત દાન આપીને વિદાય આપી. પછી નળ સાથે નિષધ રાજા ભીમ રાજાના આગ્રહથી પ્રતિદિન મહોત્સવ કરતા ત્યાં એક માસ રહીને નિષધ રાજા પોતાના દેશ તરફ જવા માટે તૈયાર થયા. પછી ભીમ રાજાએ ભીની આંખે રોતી એવી દમયંતીને કહ્યું : “હે વત્સે ! દુઃખમાં પણ પતિના માર્ગને અનુસરનારી થજે. સ્ત્રીને પતિ જ પરમ દેવ છે.’’ ભીમ રાજાની આ શિક્ષાને ગ્રહણ કરીને નળના રથમાં બેસીને દમયંતીએ શ્વસુરના નગર તરફ પ્રયાણ કર્યું. ભીમ રાજા પણ પુત્રી પરના પ્રેમથી બંધાયેલા પ્રયાણ સમયે ત્રણ મુકામ સાથે જઈને. તે પછી નિષધ રાજાના કહેવાથી પોતાના દેશ તરફ જવા માટે પ્રયાણ કર્યું. For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૬ ૧૧૧ પાંડવ ચિરત્રમ્ હવે નળના રથમાં બેઠેલી દમયંતી રસ્તામાં આગળ વધી રહી છે. ત્યાં સૈન્યની સાથે જતાં સંધ્યા આવી ગઈ. રથમાં બેઠેલી નૂતન સ્નેહવાળી નવોઢા દમયંતીની સાથે નળ ક્રીડા કરતો આગળ રસ્તો કાપતો જાય છે અને નિષધ રાજા સંધ્યા સમય થવા છતાં પણ પોતાના નગર તરફ વિશ્રામ લીધા વિના ચાલે જાય છે કારણ કે સાથે રહેલા લોકોની પોતાના નગર તરફ જવાની ઉત્કંઠા ઘણી હતી. રસ્તે ચાલતાં નળ દમયંતીએ કાનને અમૃત તુલ્ય ભ્રમરના સમૂહનો અવાજ સાંભળ્યો, ત્યારે દમયંતી બોલી : “હે નાથ ! અહીંયા કોઈપણ પ્રકારના વૃક્ષો નથી, તોપણ ભ્રમરોનો અવાજ કેમ આવે છે ?'' નળે કહ્યું : “હે રમ્ભોરુ ! અહીંયા ગાઢ અંધકારને કારણે કોઈ કારણ જાણી શકાતું નથી. તે સાંભળીને દમયંતીએ અંધકારને દૂર કરવા માટે પોતાના ભાલને (હાથ વડે) મસળ્યું. (ઘસ્યું) તેણીએ ભાલને મસળવાથી સૂર્યના કિરણો જેવા ત્યારે જ ત્યાંથી કિરણો પ્રગટ થયા.” ભાલમાંથી નીકળેલા કિરણોથી તે અંધકાર નાશ પામ્યો. તે જ વખતે ઉદ્યોત-પ્રકાશ ચારે બાજુ પથરાયો. નળે કહ્યું : “હે દમયંતી! આ તેજ ક્યાંથી પ્રગટ્યું.’” દમયંતીએ કહ્યું : “હે સ્વામિન્! આ તિલક મારા જન્મતાની સાથે જ છે. તેના પ્રભાવથી રાત્રિમાં ઉત્પન્ન થયેલા અંધકારનો નાશ થયો છે.’’ આગળ ચાલતાં તે દમયંતીએ ભ્રમરના સમૂહથી વીંટળાયેલા કાયોત્સર્ગમાં રહેલા એક મહામુનિને જોયા. તે મુનિને જોઈને રાજા કહે છે : ‘હે પ્રિયે ! ખરેખર આ સાધુને કોઈક વન હાથીએ વૃક્ષના થડની ભ્રાંતિથી ગંડસ્થલની ખણજને દૂર કરવા માટે ઘસ્યા છે, તે હાથીના ગંડસ્થલમાંથી ઝરતા મદની ગંધના લોલુપી ભ્રમરના સમૂહો આ મહામુનિને વીંટળાઈને રહ્યા દેખાય છે.’’ તેઓએ આમ વિચારીને તે જ ક્ષણે તે મહામુનિને ઉપદ્રવ રહિત કરવા ભ્રમરોને દૂર કર્યા. આ બાજુ પ્રભાતનો સમય થયો. ધારેલી પ્રતિમાને પૂર્ણ કરીને તે જ્ઞાની મહામુનિએ તે નળ-દમયંતીની આગળ કલ્યાણકારી વાણી (દેશના) સંભળાવતા કહ્યું : “સર્વ સુખોનું કારણ ધર્મ હોવાથી જગતમાં ધર્મ સારભૂત છે. તેની ઉત્પત્તિ (પ્રાપ્તિ) મુખ્ય મનુષ્યપણામાં છે. તેથી જ મનુષ્યપણું સારરૂપ છે.” હે ભવિઓ ! આવા પ્રકારના મનુષ્યપણાને પ્રાપ્ત કરીને ધર્મમાં પ્રયત્ન કરવો જોઈએ. વિશેષ પ્રકારે તો જિનેશ્વરની પૂજા (ભક્તિ)માં પ્રયત્ન કરવો. હે નળરાજા ! આ તારી પત્ની દમયંતીએ પૂર્વભવમાં ચોવીશ જિન તપ કરીને તેની ઉજવણીમાં ચોવીશે જિનના ભાલમાં સુવર્ણમય તિલકો લગાવ્યા હતા. તેથી આ જન્મમાં એના ભાલસ્થલને શોભાવનારું, સૂર્યને ઝાંખો પાડનારૂં તિલક થયું છે. For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ (૧૧૨) સર્ગ - ૬ હે કુમાર ! તમે પણ ધર્મવૃક્ષને એવી રીતે સિંચેલું છે, જેથી તેના ફળો તમને પહેલાં પ્રાપ્ત થયા છે. તેવી રીતે ફરી વર્તમાનકાળે પણ ફળશે, એ સાંભળીને ફરી તેઓએ સર્વજ્ઞ ભગવંતોએ કહેલો ધર્મ અંગીકાર કર્યો, પછી તે બંને જણા અત્યંત આનંદથી ફૂલેલા ફરી પાછા રથમાં બેસી આગળ ચાલ્યા. ક્રમ કરીને આગળ ચાલતાં નિષધ રાજા નળ સહિત નગરના પાદરે આવ્યા. પોતાની નગરીને જોઈને નળે પ્રેયસીને આ પ્રમાણે કહ્યું : “આ નિષધ રાજાની નિષધા નગરી તારા સસરાના પુત્રની રાજધાની છે. જેણે પોતાની શોભા વડે દેવોની રાજધાનીને જીતી લીધી છે.” હે પ્રિયે ! આ ક્રીડા કરવાનું સરોવર જો, આ બાજુ કેલિવનોને જો, આ બાજુ આનંદ કરવાની વાવડીઓ જો ઇત્યાદિ બતાવતો નળ દમયંતીને કૌતુકથી રમાડતો (હરખાવતો) નગર તરફ જાય છે. નિષધ રાજા પણ વરવધૂ (દમયંતી)ને આગળ કરીને જાતજાતના ઉત્સવપૂર્વક કોશલ (અયોધ્યા) નગરીમાં પ્રવેશ્યા. દમયંતી નળની સાથે ક્રીડાને કરતી પોતે ધર્મ, અર્થ અને કામરૂપ ત્રણ પુરુષાર્થને માને છે. નળ તેની પત્ની દમયંતી સાથે ક્રીડા કરતાં દિવસો પ્રહરની જેમ અને રાત્રિઓ ક્ષણની જેમ પસાર થાય છે. ક્યારેક ક્રિડા પર્વતોમાં ક્રીડા કરતાં, ક્યારેક ઉદ્યાનોમાં વિચરતા, ક્યારેક હિંચકા પર હિંચકા લેતા, ક્યારેક જલક્રીડા કરતા, ક્યારેક પુષ્પને એકઠાં કરતા, ક્યારેક પુષ્પમાલાને ગૂંથતા, ક્યારેક પુષ્પના મુગટની રચના કરતા, એ પ્રમાણે તે દમ્પતી દિવસો નિર્ગમન કરે છે. એમ કરતાં રાજ્યભાર વહન કરવામાં ધૂરંધર (એક્કો) સર્વ રાજ્યની ધૂરાને ધારણ કરવામાં સમર્થ સોળ વર્ષના નળને જાણીને રાજા નિષધે બીજા નામે વીરસેન રાજાએ નળને રાજ્ય પર બેસાડીને અને કૂબરને યુવરાજ પદે બેસાડી જાતે અનેક પુરુષો સાથે દીક્ષા લીધી. વીરસેન રાજા દક્ષા લઈને કઠીન તપ તપીને (કરીને) એક મહિનાનું અનશન કરીને પાંચમા (બ્રહ્મ) દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. હવે નળરાજા રાજ્યનું પાલન કરે છે. નળ કેવો છે, તેનું વર્ણન કરે છે. તે આ પ્રમાણે : સર્વ ગુણથી સંપૂર્ણ, સર્વ અવયવથી સુંદર, સર્વ પુરુષાર્થને જાણનારો, સમસ્ત આગમન પારને પામેલા, ધનુષ્યને ધારણ કરવાના ગુણમાં ઉત્તમ, રાજર્ષિના કુલમાં દીપક, પૃથ્વીરૂપ લક્ષ્મીના શણગારરૂપ તિલક, દુર્જનના સમૂહ માટે દાવાનળ ગુણરૂપ રત્નોનો સમુદ્ર, સૂકાયેલા કૂવા માટે વરસાદ, શત્રુરૂપ વૃક્ષને માટે પવન, શસ્ત્રની જ્યોતિ માટે પતંગ (તિતલી, પતંગિયુ) સૈભાગ્યમાં કામદેવ, શાસન ચલાવવામાં ઇન્દ્ર, સૌમ્યતામાં ચંદ્ર, તેજમાં સૂર્ય, પર્વતોમાં સુમેરૂગિરિ, પત્થરોમાં ચિંતામણિ, વૃક્ષમાં કલ્પવૃક્ષ, રાજાઓમાં પ્રધાન, સૂર્યપાક રસોઈમાં પ્રવીણ. જેનો અશ્વ હૃદય મંત્ર આજે પણ પ્રસિદ્ધ છે. વીરસેન (નિષધ) રાજાનો પુત્ર નળરાજા ચોથા આરામાં શ્રી ધર્મનાથ For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ સર્ગ - ૬ પાંડવ ચરિત્રમ્ અને શ્રી શાંતિનાથના વચ્ચેના (આંતરામાં) કાળમાં રાજ્યનું પાલન કરતાં હતાં. વિશ્વાસુ એવો સોળ વર્ષને ધારણ કરતો શરીરથી ઋષભના સ્કંધ જેવો તે પ્રજાને પ્રિય થયો. એવા પ્રકારના નળરાજા રાજ્યનું પાલન કરતા હતા, ત્યારે પ્રજા ઇચ્છાથી પણ અધિક સુખને પામી એ પ્રમાણે નળરાજા રાજ્ય કરતાં આર્યાવર્તના સર્વ દેશોમાં સુખથી, સ્વાસ્થ્યથી, મંગલથી અને સમૃદ્ધિથી ઉત્કૃષ્ટ, શ્રેષ્ઠતાને પામ્યા. નળરાજાના શાસનમાં તે નગરમાં રહેનારા લોકો વાવડીઓમાં, કૂવાઓમાં, સરોવરોમાં, મઠ, પ્રાસાદ આદિઓમાં ખેલતા હોવા છતાં પણ ધર્મ, અર્થ અને કામ વડે જ દિવસો પસાર કરે છે અને તેવી રીતે નળરાજા રાજ્ય કરતે છતે વાદળો પાણીની ધારાઓ થકી સમય પ્રમાણે વર્તે છે તથા સ્વરાજ્ય કે ૫૨૨ાજ્યથી આવેલો ભય સ્વપ્નમાં પણ દેખાતો નથી તથા પૃથ્વી ક્ષેત્રોમાં ધાન્ય ઉત્પન્ન કરે છે. ખાણો રત્નને આપે છે. વળી ખાણો ઉત્તમ ધાતુઓ આપે છે. વનમાં હાથીઓના બચ્ચાઓ ફરતા હતા. દેવો નજીકના કાળમાં શીઘ્ર, પ્રત્યક્ષ થાય છે. તપસ્વીઓ પ્રભાવવાળા હતા. રાજાના રાજ્યમાં પ્રાયઃ ગૃહસ્થો દાનવાળા, ગાયો દૂધવાળી, વૃક્ષો હંમેશા ફળ આપનારા અને ખૂટે નહિ તેવી પાણીથી ભરેલી નદીઓ, સ્ત્રીઓ જીવિત પુત્રોવાળા તથા નળરાજાના રાજ્યના શાસનમાં તળાવ, કૂવા, વાવડી આદિને બંધ હતા. બીજા લોકોને બંધ ન હતા (બંધન ન હતા), કેડમાં (કમ્મરમાં) બંધ હતો, પણ લોકોમાં ન હતો. સુવર્ણ, રજત (ચાંદી) આદિ ધાતુઓને ફૂટતા હતા, પણ મનુષ્યને નહિ. છત્રીમાં દંડ હતો, પણ મનુષ્યને નહિ, વાળને બાંધતા હતા, પણ મનુષ્યને નહિ. સ્તનોમાં કાઠીન્યતા હતી, પણ મનુષ્યોમાં ન હતી. લોકો તાલી મારતા હતા, પણ લોકોને નહિ અને સ્ત્રીઓના નેત્રોમાં ચંચલપણું હતું, પણ બીજા લોકોમાં ન હતું. વળી નળરાજા રાજ્ય કરતા હતા ત્યારે આવા પ્રકારના લોકો ન હતા. તે કહે છે :– ક્લેશ, માયા, કુટિલ, કુંઠ, ક્રોધી, દુષ્ટબુદ્ધિવાળા, અપકાર કરનારા, કંજુસાઈ કઠોરતા વગેરે કંઈપણ હતું નહિ. જે નળને જોઈને પંડિતો તે દાનશૂર હોવાથી તેનું આ પ્રમાણે વર્ણન કરે છે. જે નળરાજા દાન દેવામાં કલ્પવૃક્ષથી અધિક, કામધેનુથી અધિક, આથી લોકોમાં આ પ્રમાણે પ્રશંસાને પામે છે. તે નળરાજાએ નાની વય હોવા છતાં પણ દિગ્વિજય કરીને રાજ્યભંડારને અક્ષય બનાવ્યો. ક્રીડા કરવા માટે ક્યારેક ગણિકાઓથી પરિવરેલો, લાંબાકાળ સુધી ઉદ્યાનોમાં નળરાજા ક્રીડાને કરે છે. ક્યારેક પુષ્પોને એકઠા કરે છે. આ પ્રમાણે વીરવૃત્તિથી વિચરતો વિચરતો તેના સામ્રાજ્યને ભોગવતાં કેટલોક કાળ પસાર થઈ ગયો. તે રાજ્ય કરતો હતો, ત્યારે તેણે સર્વ પ્રજાને ઉત્તમ લક્ષ્મીવાળી બનાવી. વળી જેનો પ્રભાવ વિશ્વમાં ફેલાયેલો છે, તે વીરસેન પુત્ર નળરાજા સકલ સૈન્યથી પરિવરેલો ભરત ક્ષેત્રની અડધી પૃથ્વીને થોડા જ વર્ષમાં જેમ સૂર્ય આકાશના મધ્યભાગમાં આવે છે, તેવી રીતે જીતી લીધી. For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ (૧૧૪) સર્ગ - ૬ ત્રણ ખંડને જીતેલા જાણીને સકલ સૈન્યથી પરિવરેલા બધા રાજાઓએ ભેગા થઈને નળનો કૃષ્ણની જેમ રાજ્યાભિષેક કર્યો. નળ આ પ્રમાણે રાજ્ય કરે છે. હવે સિંહના છિદ્રને શિયાળ જુએ છે, તેમ નળરાજાનો નાનો ભાઈ કૂબર ક્રૂર ચિત્તવાળો, નળના રાજ્યનો ઇચ્છુક તેના છિદ્રોને તે જોવા લાગ્યો. જુઓ, લોકો કારણ વિના વૈરવાળા થાય છે. કહ્યું છે કે : “હરણ, માછલું, સજ્જન પુરુષો, ઘાસ, પાણી એ સંતોષવૃત્તિવાળા હોય છે. છતાં જગતમાં કારણ વિના શિકારી, માછીમાર, ઈર્ષાળુઓ તેમના વૈરી થાય છે.” કૂબરની દુર્જનતા જુઓ. એ પાપાત્મા ફૂબર એક હાથે તાળી વગાડવાની ઇચ્છાવાળાની જેમ (જીતાઈ ન શકાય તેવા) જે નળના રાજ્યને લઈ લેવા ઇચ્છે છે. હવે નળ કેવો છે તે કહે છે, તે સદાચાર અને સુકુલથી યુક્ત, પુણ્યશ્લોક (પ્રશંસનીય ભાગ્યવાળો) પ્રજાપતિ, વિનય વિનાના ઉપર શાસન કરનારો વિનયીનું રક્ષણ કરનારો, દેવોને હંમેશા પૂજનારો, ગુરુઓને હંમેશા પૂજનારો, જેનું સંપત્તિયુક્ત રાજ્ય છે, જેનું મન હંમેશા પ્રસન્ન છે. હાથી, ઘોડા, રથથી સાંકડુ રાજાના કુળનું સંકુલ છે. મહેનત કર્યા વિના પણ સુખી છે. તેના સભાના દ્વાર પર છત્રવાળી ચોકી છે. તે નળરાજા નિર્વિકારી છે. તે નળ રાજાએ શત્રુ વિનાનું, નિરોગી અને ઉપદ્રવ રહિત રાજ્ય બનાવ્યું છે. વિશેષ કરીને તે નળરાજાના રાજ્યમાં દાન, શીલ, તપ અને ભાવથી દમયંતી શોભી રહી છે. શંકર અને પાર્વતીની જેમ તે નળ અને દમયંતીનો પ્રેમ વધી રહ્યો છે. તે દમયંતી દરરોજ નળરાજાની સાથે પુષ્પોને ભેગા કરવામાં, સંગીત સાંભળવામાં, ઝૂલા પર ઝૂલવા આદિની રમત રમી રહી છે. નળરાજા દમયંતીને માટે હંમેશા સૂર્યપાક રસોઈને બનાવે છે. એ પ્રમાણે તે નળદમયંતીના સુખરૂપ સાગરમાં સ્નાન કરતાં દિવસો પસાર થાય છે. હવે એક દિવસ કર્મથી પ્રેરાયેલો નળ વિચારે છે, હું બધું કૂલરની સાથે જુગાર ખેલું (રમું), એ પ્રમાણે વિચાર કરતાં નળનો જમણો હાથ ટૂરિત થયો. તેના પ્રભાવથી નળરાજા જુગારની વાતમાં, જુગાર રમવામાં, રમતા જુગારીઓના દર્શનથી સુખ અનુભવે છે. ક્યારેય બીજે મુહૂર્ત માત્ર પણ રતિ (આનંદ)ને પ્રાપ્ત કરતો નથી. એક વખત કૂબર નામના નાના ભાઈને સ્નેહથી સરલ આશયવાળા નળે જુગાર રમવા માટે આમંત્રણ આપ્યું. હવે તેઓ સંશયના ઝૂલામાં બેઠેલા જય અને પરાજય રૂપ જુગાર ખેલવા (રમવા) લાગ્યા. તે નળ કૂબરના હાથમાં રહેલા અવાજ કરતાં પાસાઓ નાચે (ગુંજે) છે. એ પ્રમાણે જુગારમાં બંદી કરાયેલા નળ દાન, ધ્યાન, સ્નાન, જ્ઞાન, જપ, તપ વગેરે પુણ્ય કાર્ય કંઈ પણ કરવા માટે શક્તિશાળી રહ્યો નથી; અહો ! વ્યસન બધે દુઃખ આપનારૂં છે. For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૬ (૧૧૫) પાંડવ ચરિત્રમ્ કારણ કે :– જુગાર, માંસ, દારૂ, શિકાર, ચોરી, વેશ્યા અને પરદારા સેવન, આ સાત વ્યસન લોકમાં ભયંકરમાં ભયંકર નરકમાં લઈ જાય છે. ધૂત (જુગાર)થી પાંડવો અને નળરાજા રાજ્યના વિનાશને પામ્યા. દારૂથી કૃષ્ણ રાજા રાજ્યના વિનાશને પામ્યા. શિકારથી દૂષિત દશરથ રાજા થયા. માંસથી શ્રેણિક રાજા નરકમાં ગયા. ચોરીથી કોણ વિનાશ નથી પામ્યું? વેશ્યાથી કૃતપુણ્ય ધન વિનાનો થયો, પરદારાથી રાવણ દુઃખી થયો. એ પ્રમાણે જુગાર રમવાના ધ્યાનમાં નળરાજાના બધાય રાજકાર્યો સિદાય છે. અહો રાત-દિવસ નળને રમતો જોઈને મહામંત્રીઓ સારા ઉપાયો થકી વાળે છે. છતાં પણ નળરાજા પ્રસાયેલા ગ્રહની જેમ જુગારથી વિરામ પામ્યો નહિ, એટલે કે નળરાજાએ જુગાર રમવાનું છોડ્યું નહિ. ગીત, ગાન, નૃત્ય, તાન, વાજિંત્ર, નાટક, કૌતુક, કથા, પ્રબંધ, શ્લોક, ગ્રંથ શ્રવણમાં અને નિદ્રા, મુદ્રા, રાજકાર્ય, સ્વશરીરના સુખ વગેરેમાં તેનું મન લાગતું નથી. પરંતુ જુગારમાં જ મન રમતું રહે છે. એ પ્રમાણે જુગાર, રૂપ, પિશાચથી ગ્રસ્ત નળરાજા કોઈપણ સ્થાને આનંદને પામતો નથી. ત્યારે મંત્રીઓએ મોકલેલી, નિરાશ થયેલા મુખવાળી, દમયંતી નળની પાસે આવીને નળને કહેવા લાગી. હે સ્વામિ ! તમારી કીર્તિથી ચરાચર આ વિશ્વ ઉજ્વલ બન્યું છે, તે જ વિશ્વને જુગારના વ્યસનથી મલિન ન કરો. સજ્જનોથી નિંદિત થયેલી એવી આ જુગાર રમવાની રમતને છોડી દો. કારણ કે :- બધાય મનુષ્યોને (પ્રાણીઓને) અયશકારી છે. વિશેષથી તમારા જેવા રાજાઓના શિરના મુગટ સરીખાને માટે આ ક્રીડા અપયશકારી છે. હે પ્રાણેશ ! જુગાર રમનારા તે વખતે ભોજનનો સ્વાદ, નિદ્રાનું સુખ, દેવની પૂજા, સુખેથી સ્નાન અને દાનાદિ કાર્યોનો અનુભવ કરતા નથી. તે જુગારથી ભયંકર રોગો ઉત્પન્ન થાય છે. દેવો જલ્દી ક્રોધિત થાય છે. સર્વ કાર્યો નાશ પામે છે. સ્વજનો દૂર ચાલ્યા જાય છે. કોઈપણ વિશ્વાસ કરતા નથી. લક્ષ્મી (વૈભવ)નો જલ્દી નાશ થાય છે. જુગાર રમવાના વ્યસનવાળાઓને વિષે આ કહેવાયું છે. વિષ ખાવું સારું, પૃપાપાત કરવો સારો, અગ્નિમાં પ્રવેશ કરવો સારો, પરંતુ જુગારનું સેવન (વ્યસન) સારૂં નહિ, ઈત્યાદિ દમયંતીના મુખથી સાંભળીને નળ ચિંતવે છે. હા, હા ! મોટું કષ્ટ દેખાય છે, મારા કારણે આ મારી પ્રિયા ઘણી દુભાય છે; મારા જુગાર રમવાથી આ દમયંતી દુઃખી થાય છે. આથી જુગાર છોડી દઉં, એ પ્રમાણે વિચારીને નળે જુગાર છોડી દઈને રાત્રિ દમયંતીની સાથે ક્રીડા કરતા રાત્રિને પસાર કરી. For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૧૧૬ સર્ગ - ૬ હવે પ્રભાત સમયે ઉઠાડનારાથી જાગેલો નળરાજા પૂર્વની જેમ પ્રાત:કાર્ય નિપટાવીને સકલ રાજલોકોની સાથે સભામાં આવ્યો. મળેલા જ્ઞાની આદિ મહામંત્રીઓ હર્ષ પામેલ તેઓ દમયંતીની પ્રશંસા કરે છે. ધન્ય આ નળ પ્રિયા જેણે રાજાને માર્ગમાં લાવ્યો. હવે કેટલાક દિવસો ગયે છતે ફરી જુગારના વ્યસનથી ખેંચાયેલ નળરાજા દમયંતીએ કહેલું સર્વ ભૂલી ગયો. શરમ છોડીને નળરાજાએ સભામાં કૂબરને બોલાવીને જુગાર રમવાનું શરૂ કર્યું. જે જે હોડમાં મૂકે છે, તે તે બધું હારી જાય છે. કહ્યું છે કે, પુણ્ય જતાં બધું ચાલ્યું જાય છે. હાથી, ઘોડા, રથ, ગણિકા, ગ્રામ, આકર, પૂલ વગેરે જે જે નળે હોડ (દાવ)માં મૂક્યું, તે તે બધું હારી ગયો. લક્ષ્મી નિત્ય ઓછી થવા લાગી. સેવકો પણ છોડી ગયા. બધા લોકો જીત પામતાં કૂબરની પાછળ પડ્યા. પદ્મને છોડીને સંધ્યા સમયે ભ્રમરાનો સમૂહ કુમુદ તરફ જાય છે. તેવી લક્ષ્મીની ચંચળતાને ધિક્કાર છે. તે ધનમાં આસક્ત થયેલાને ધિક્કાર છે." જુગારમાં આસક્ત બનેલો નળ કંઈ પણ કાર્ય-અનાર્યને જાણતો નથી, તે નળને લોકો દ્વાર બંધ કરીને જુગારથી વાળે છે. ભોજનનો ત્યાગ કરીને પાછો વાળે છે. દુકાનો બંધ રાખીને શ્રેષ્ઠ વેપારીઓ તેને અટકાવે છે. સ્વજનો ઉપવાસ કરીને તેને રોકે છે, તો પણ જુગારરૂપી ગ્રહથી જકડાયેલા નળે જુગાર છોડ્યો નહિ. દમયંતી નળને જુગારથી વાળવા માટે સામંત, મંત્રીઓના સમૂહથી ભરેલી સભામાં જાતે જ આવી ત્યારે તે સભાજનો દમયંતીને જોઈને દૂર ખસી ગયા. દુઃખથી ઘેરાયેલી તેણી કંચુકી (નપુંસક) પુરુષથી લઈ જવાયેલી નળ કૂલરની પાસે જાતે જ આવીને આ પ્રમાણે બોલી. “હે દેવર ફૂબર ! જુગાર છોડ, સ્વધર્મમાં બુદ્ધિને લગાવ. કુલને ઉચિત આચારને સેવ, જો મહારાજા (નળરાજા) સાંભળતા ન હોય તો તું શું બુદ્ધિથી ભ્રષ્ટ થયો છે.” દેવરે કહ્યું: “હું શું કરું? ભાઈ નળ, મને બળાત્કારથી રમાડે છે.” દમયંતી બોલી : “હે દેવર ! જો તું અધિક રાજ્ય માટે ધૂત ખેલે છે, તો મારા પૈતૃક (પિતા)ના માલવ દેશ અને મહારાષ્ટ્રને ગ્રહણ કર. મણિ, માણેક, રત્નો અને સુવર્ણ, મુક્તાફલ (મોતીઓ)નો સ્વીકાર કર, જે તારા ઘરમાં રહ્યું છે.” એ પ્રમાણે જ્યારે દમયંતી બોલી, ત્યારે તેની પાછળ શ્રુતશીલાદિ નામના મંત્રીઓ પણ હા, તે વાત ખરી છે. તેવી રીતે બોલ્યા. નળરાજાએ કહ્યું : “હે કૂબર ! મારૂં હોડમાં મૂકેલું રાજ્ય વગેરે સર્વ તને આપીશ. તું મારી સાથે વધુ લાંબો વખત રમ. આ મારી દમયંતીને પણ દાવમાં મૂકીને રમીશ અને હારીશ તો તને આપીશ.” For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૬ (૧૧ પાંડવ ચરિત્રમ્ દમયંતી બોલી : “હે પ્રાણેશ ! આમ ન બોલો.” વળી નળ બોલ્યો : “હે મંત્રીઓ ! તમે બધાય તમારા સ્થાનમાં જાઓ. હે દેવી ! તું પણ ઘરમાં જા. હું તારા દેખતાં જ કૂબરે જીતેલી સંપૂર્ણ પૃથ્વીને મારી કરીશ. તું કોઈપણ જાતની ચિંતા કર નહિ. એ પ્રમાણે કહીને વિદાય કરેલી દમયંતી ઘરની અંદર ગઈ. ખેદ પામેલ સેવકો પણ બધા પોતાના આશ્રયસ્થાને ગયા.” નળની કટુષ્ટિ થવાથી મંત્રીઓને ત્યાં રહેવાથી શું ફાયદો ? આથી તે બધા પાછા ફરીને પોતાના ઘેર ગયા; અહો ! નળની દશા કેવી થઈ ? કહ્યું છે કે – બધા દિવસો એક સરખા હોતા નથી. આ જગત એક રૂપવાળું નથી. વિવિધ પરિણામો થકી પ્રાણીઓની સ્થિતિ થાય છે. નળને જોઈને સર્વ લોકો, મંત્રીઓ, મહાત્માઓ પરસ્પર મંત્રણા (વિચાર વિમર્શ) કરે છે. ખરેખર આ નળ ભૂતથી, પિશાચથી, ગ્રહથી તેમજ કુટેવથી જકડાયેલો છે અથવા તેનાથી અધિષ્ઠિત થયેલો લાગે છે. નહીં તો આવું કેમ બને? સત્યને, વિનયને કલ્પાંતકાલ આવી જાય તો પણ નળરાજા શું સત્યનું ઉલ્લંઘન કરે? વિનયને શું દૂર કરી દે ? અને પ્રીતિને શું તજી દે, તાત્પર્યાર્થ આવું ન જ કરે. તેથી ખરેખર ગ્રહથી જકડાયેલો દેખાય છે. એ પ્રમાણે સર્વ સામેતાદિ વિચારે છે, હવે શું કરવું ? ત્યારે કોઈક મંત્રીએ કહ્યું : “વિકૃત થયેલો નળ સર્વ રાજ્ય હારી જશે તો પટ્ટરાણી દમયંતીને પિતાના ઘરે (પિયર) મોકલી દઈએ.” ત્યારે દમયંતી બોલી : “મારા સ્વામિની સેવા કરતાં જે થવાનું હોય તે થાવ, હું તો પ્રાણપ્રિય નળની સેવાને નહિ છોડું.” ત્યારે બાહુક સેનાની બોલ્યો : “ધિક્કાર છે મારા શસ્ત્રભારને વહન કરવાનું, ધિક્કાર છે મારી બુદ્ધિને, ધિક્કાર છે મારા બલને, જે મારા જેવા સેવકના દેખતાં સ્વામિના રાજ્યને છોડાવે છે, જેવી રીતે કૂબર જીતી જાય છે, તેવી રીતે નળરાજા કેમ નથી જીતતા, ખરેખર દુરાત્મા દેવનું જ આ માયા-પ્રપંચ છે.” બાહુક સેનાની પોતાની જાતને નીદે છે અને દમયંતીને કહે છે : “હે માતા દમયંતી ! હવે હું તીર્થયાત્રાએ જઉં . હાલ મારૂં મંગલ પ્રયાણ સુખને માટે થાઓ. કારણ કે, મારા જેવો શક્તિશાળી હોવા છતાં જુગારમાં હારી ગયેલા રાજ્યવાળા નળની કમળ જેવી આંખોને જોવા માટે હું શક્તિમાન નથી.” એ પ્રમાણે બોલતો દમયંતિથી આશ્વાસન પામેલો તે સૈનિક તીર્થયાત્રા કરવાને માટે સંપૂર્ણ ભૂમિમાં ફરે છે. તીર્થયાત્રા કરતો બાહુક સેનાની અચલપુરે શક્રાવતાર તીર્થના પ્રભાવને સાંભળીને તે જોવા માટે ત્યાં ગયો. ત્યાં તીર્થયાત્રા કરીને જ્યાં સુખપૂર્વક ઊભો રહે છે, તેટલામાં બંદિશૃંદથી તેને તેવા પ્રકારની જાણીને તે નગરના ઋતુપર્ણ રાજાએ નળના પ્રેમથી તે સેનાનીને પોતાની પાસે રાખ્યો. એ પ્રમાણે ઘણા સુભટો, નળના ભક્તો, મહાત્માઓ રાજ્ય છોડીને નગરની બહાર નીકળી ગયા. For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ (૧૧૮) સર્ગ - ૬ હવે નિર્લજ્જ ચૂતમાં એકતાન એવો તે નળ કૂલરની સાથે દિન-રાત લાંબાકાળ સુધી ચૂતને ખેલે છે. પરંતુ જુગારમાં ક્યારેક જય અને ઘણીવાર પરાજયને પામે છે. એક દિવસો પસાર થતાં જાય છે. માંત્રિક અને વૈદ્યોએ છોડી દીધેલ અસાધ્ય ગ્રહથી પ્રસાયેલા રોગીની જેમ સકલ સેવકોએ છોડી દીધેલો નળ સુખપૂર્વક રમે છે. દમયંતી પણ તેવા પ્રકારના નળને જાણીને ભવિતવ્યતાને વિચારીને મનમાં કંઈ પણ વ્યથાને ધારતી (પામતી) નથી. આવા વિકટ સમયે દમયંતી છ છ પ્રકારના જુદા જુદા બાહ્ય અને અત્યંતર તમને કરે છે. તેવી રીતે તેણી સાતક્ષેત્રમાં સત્ દ્રવ્ય વાવે છે. જેથી તે આગળ ઉપર હજારગણું થશે. અતિ ચતુર તે દમયંતીએ સાતક્ષેત્રમાં દ્રવ્ય વાવવા વડે કરીને ભંડાર એવી રીતે તેણે ખાલી કર્યો કે જેથી કૂબરથી રાજ્ય જીતવા છતાં પણ પોતાના મનમાં કોઈપણ પ્રકારની ચિંતા ન થાય. નળ પણ જુગાર નામના દુશ્મન રાજાથી સંપૂર્ણ રાજ્ય ગ્રહણ કરાયેલો માત્ર કિલ્લાવાળો રહ્યો (થયો). ત્યારે આ કમલિની, કલ્લોલિની, કરલી અને કલિકા, આ ચાર દાસી દેવકન્યા સમી કુલ શીલવતી કેશિની સખી સાથે રત્ન, મોતી, માણેક, સુવર્ણ વગેરે બધું ભંડારમાંથી લઈને દમયંતીએ ભીમ રાજા પાસે મોકલી આપ્યું. અહો ! નીતિને જાણનારી, નિપુણ દમયંતીને ધન્ય છે. જેણે પોતાનું બધું બચાવી લીધું. એ પ્રમાણે બધાય લોકો પરસ્પર વાતો કરે છે. તે મહેલ (ઘર)માં કેટલાક પરિવાર સાથે માત્ર દમયંતી જ રહી છે. એક દિવસ પ્રભાત સમયથી લઈને સંધ્યા સમય સુધી તેઓ ક્રીડાને કરતાં નળરાજા ગ્રામ, નગર, આકર, પુરાદિ બધું હારી ગયો. ત્યારે તે નગરમાં હાહાકાર મચી ગયો. એક વખત ક્યારેક એકાએક તે સભામંડપમાં અહો ! સમસ્ત રાજ્યને જીત્યું જીત્યું, એ પ્રમાણે સ્પષ્ટ મહાનિષ્ફર, ક્રૂર કૂલરના સેવકોએ કરેલો બુખારવ ક્યાંક થયો. જેથી કરીને તુરંત જ નગર ક્ષોભને પામ્યું અને દમયંતી ડરી ગઈ. કૂબર જીત્યો, એ પ્રમાણે બોલનારા સેવકોને રાજકોષ પર, હાથીશાલા પર, અશ્વશાલા પર, નગરોમાં, ગામોમાં, આકરોમાં, મંડપોમાં સર્વ સ્થાને કૂબરે મોકલેલા રાજ્યના અધિકારી વડે નિયુક્ત થયેલા નળ રાજાના અધિકારીઓને બધા રાજ્યમાંથી કાઢી મૂકાયેલા તેઓ દૂર દેશ ચાલી ગયા. શરમથી નળ રાજા પૃથ્વીમાં પ્રવેશવાની ઇચ્છાવાળાની જેમ નીચું મુખ રાખીને ઊભો રહ્યો. તેવા પ્રકારના નળને જોઈને ફરી કૂબર બોલ્યો : “હે નરેન્દ્ર ! ખેદને કર નહિ. તૈયાર થા. ફરીથી કાંઈ ઘૂતને ખેલ, ધૂત ખેલ્યા વિના હારેલું રાજ્ય પાછું મળતું નથી.” For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૬ (૧૧છે. પાંડવ ચરિત્રમ્ નળે કહ્યું : “હું શું રમું? મારી પાસે કંઈ પણ નથી.” કૂબરે કહ્યું : “દમયંતીને દાવમાં મૂક” ત્યારે ચાલી ગયેલી શરમવાળા નળે દમયંતીને દાવમાં મૂકી. “જો હું હારી જાઉં તો દમયંતી જાય અથવા હું જીતી જાઉં તો મારૂં ગયેલું સર્વ રાજ્ય પાછું આવી (મલી) જાય.” આ વચન કૂબરે પણ સ્વીકારી લીધું. લોકોએ વાળવા છતાં નળ, કૂબર બંને ધૂત રમવા લાગ્યા. હવે નળ, દમયંતીને આગળ કરીને હાહાકાર કરતાં બધા રાજાઓની સમક્ષ કૂબરની સાથે જુગાર રમતાં રાણી દમયંતીને નળ હારી ગયો. આ પ્રમાણે સર્વસ્વ હારી ગયેલો નળ રાજા અલ્પમાત્ર પણ મનથી દુઃખ પામ્યો નહિ. હવે કૂબરનો શંખનાદપૂર્વક સર્વ સામંતો વડે તે જ ક્ષણે નળ રાજાના દેખતાં જ રાજ્યાભિષેક કરાયો. તેથી કૂબરની આજ્ઞા પ્રવર્તવા લાગી. નળ તેજ હીન બન્યો. નહિ થવાનું થાય છે. સારી રીતે થયેલું જર્જરિત થાય છે. વિધિ તે જ બનાવે (કરે) છે, જે મનુષ્ય ચિંતવતો નથી. રાજ્યથી ભ્રષ્ટ મહાત્માનું મન પણ નિર્મલ હોય છે. આવા પ્રકારનો હોવા છતાં પણ નળને કૂબરે પોતાના દેશમાંથી બહાર કાઢી મૂક્યો; કઠોરભાષી હાથમાં શસ્ત્રવાળા કૂબરના સેવકોએ નળને જતો જોઈને તેની પાછળ જતાં લોકોને અટકાવ્યા. નળની પાછળ જતી દમયંતીને દુરાત્મા ફૂબરે કહ્યું : “હે દમયંતી ! તને મેં જીતી લીધી છે. જુગારી નળની સાથે જ નહિ. મારા ઘરમાં સુખે રહે. મેં તને જુગાર રમતાં પ્રાપ્ત કરી છે અર્થાત્ જીતી લીધી છે. આથી નળને છોડી મારી સેવા કર.” આ પ્રમાણે સાંભળીને દમયંતી બોલી : “હે દેવર ! જે અગ્નિમાં પ્રવેશ ઇચ્છે છે, જે સિંહણને દોવાને ઇચ્છે છે, જેને મરણની ઇચ્છા છે, તે નળની પાછળ જતી એવી મને રોકો નહીં. હે કૂબર! કુલને ઉચિત આચરણ કર. પતિની પાછળ જતી એવી મને રજા આપ. તું નિષ્કલંક રહે અને રાજ્યને ભોગવ.” પોતાની પૃથ્વીનું પાલન કર. કારણ કે તું પણ મારા પતિનો નાનો ભાઈ છે. આથી તું રાજ્યને યોગ્ય છે, પરંતુ પતિની પાછળ જતી એવી મને નિષેધ કરવો યોગ્ય નથી. કારણ કે મારા પતિ મારું શરીર હારી ગયા છે. પરંતુ પ્રેમ હોડમાં નથી મૂક્યો, એ પ્રમાણેના તેણીના વચન સાંભળીને ડરી ગયેલો કૂબર બોલે છે : “હે આયેં ! ક્રોધને છોડીને તું હૃદયને પ્રસન્ન કર.” તું નળની પાછળ જા, પણ હું નળને મારા દેશમાં જગ્યા નહિ આપું. કારણ કે એક વનમાં ક્યારે પણ બે સિંહ સાથે રહેતા નથી. આથી હું આ મારા ભાઈને રાજ્યથી બહાર For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૧૨૦) સર્ગ - ૬ કાઢીશ. ધન વગરનો, સહાય વિનાનો, જેની સર્વ લક્ષ્મી મેં લઈ લીધી છે, એક દેશથી બીજા દેશમાં જતાં તે ક્યાં જશે, ક્યાં ભમશે, તે જણાતું નથી. તું પણ તેની સાથે જતાં દુઃખને જ પામીશ. આથી જ મેં તને રોકી છે. પતિ સાથે જતી તને અટકાવી છે, નિષેધ કર્યો છે. બીજું કંઈ પણ કારણ મનમાં લાવીશ નહિ. તું મારી ગુણવતી માતાથી પણ અધિક છે. આથી તું અહીંયા જ રહે, હું તારો સેનાની (રક્ષક) છું. તું રાજા વીરસેનની જેમ રાજ્યને કર. આ સાંભળીને દમયંતી બોલી : “હે દેવર ! કૂબર ! તે જે કહ્યું તે બધું સત્ય છે. સારા કુલવાળા આવા જ પ્રકારના હોય છે. પરંતુ તારા રાજ્યથી મારે શું? કારણ કે જ્યાં મનની પ્રીતિ નથી, જ્યાં પ્રિયનું દર્શન નથી, જ્યાં પરતંત્રપણું છે, તે રાજ્ય નરક જાણવું.” હે કૂબર ! જો મને રાજ્યથી કામ હશે તો મારા પિતાનું રાજ્ય મારું જ છે. આથી તારો કોઈપણ દોષ નથી. તું ભક્તિવાળો છે, પરંતુ આ તારું વાક્ય મને રુચતું જ નથી. આથી મૌનને રાખ; આ હું નળની સાથે જાઉં છું. તું ચિંતા વિના વિપ્ન રહિત રાજ્યને કર. એ પ્રમાણે કહીને પતિની સાથે નીકળેલી દમયંતી રસ્તે ચાલવા લાગી. બધા નગરના લોકો પણ નળ પાછળ જતાં હતા, ત્યારે કૂબરના નોકર વર્ગે તેઓને દૂર કર્યા. અહો ! વિધિનો વિલાસ. હા ! હજો હન્ત ! હન્ત દેવ ! તારું દુષ્ટ કાર્ય કેવું ? રાજાઓ પણ આ દશાઓને પામે છે, ધિક્કાર છે, ધિક્કાર છે. પૃથ્વી પર રાજ્ય લોભ નિંદનીય છે. જે માટે મનુષ્ય પણ વડીલો પર ભક્તિ વિનાના થઈ જાય છે. અહો ! આ સત્ય વ્રતવાળા નળને ધન્ય છે. જેને કપટી એવા કૂબરને રાજ્ય આપી દીધું. નગરજનોના એવા વચનો સાંભળતા નગરના પાદરે (સીમે) આવ્યો, ત્યાં તે નગરના પાદરે સરોવરના તટ પર રહેલ સો હાથ વિસ્તારવાળો સમચતુસ્ત્ર અને છ કોષ ઊંચો એવો એક મોટો સ્થંભ જોઈને નળ વિચારે છે. અહો ! આ વિધિની વિચિત્રતા; જ્યાં હું હજારો લોકોની સાથે પરિવરેલો, મસ્તક પર ધરેલ છત્રવાળો, ચામરોથી વીંઝાતો, ભીમ કન્યા (દમયંતી)ની સાથે કરેલા વિવાહના મંગલવાળો, હાથી પર બેસીને રાજમાર્ગમાં આવતો. વર્તમાનમાં દમયંતીની સાથે એકલો પગે ચાલતો રાજમાર્ગમાં જતાં એવા મને લોકો જુએ છે. વિધિને ધિક્કાર છે, મારી સર્વ લક્ષ્મી ચાલી ગઈ છે. હવે બળની પરીક્ષા કરૂં. એમ વિચારીને આ સ્થંભને હમણાં જ બધા લોકોના દેખતાં જ બળની પરીક્ષા માટે ઉખેડીને ફરીથી રોપું. યથા : ચારે બાજુથી સરખો, છ કોષ ઊંચો, સો હાથ પહોળા એવા સ્તંભને ઉખેડીને શિધ્ર આકાશમાં સાડાત્રણ હાથ ઉંચો કરીને વજ જેવા હાથવાળા એવા તેણે તેવી રીતે તે સ્તંભને ફરી જમીનમાં રોપી (મૂકી) દીધો. For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૬ (૧૨૧ પાંડવ ચરિત્રમ્ હવે પ્રજા તે નળના બળને સારી રીતે જોઈને આશ્ચર્યપૂર્વક આ પ્રમાણે પરસ્પર કહેવા લાગી, ખરેખર આ નળ સ્થંભને ઉખેડીને ફરી રોપતો હોવાથી લાગે છે કે ફરી ત્રણ ખંડનો માલિક થશે. કારણ કે સ્થંભમાં પ્રશસ્તિ લખી છે કે જે કોઈ આ સ્થંભને ઉખેડીને ફરીથી રોપશે, તે ત્રણ ખંડ ભરતના અધિપતિ બનશે. તેથી આ નળ ફરી અર્ધ ભરતનો ભોક્તા ભોગવનારો રાજા) થશે. એ પ્રમાણે વિચારીને દુઃખના ભારથી ભરેલા આક્રાન્ત થયેલા સર્વ લોકો પોતપોતાને સ્થાને ગયા. લક્ષ્મીથી લજાયેલો નળ રાજા દમયંતીની સાથે નગરથી બહાર નીકળીને વેતસ વૃક્ષની નીચે રહ્યો તે વૃક્ષ તલે બેઠેલો નળ રાજા લાંબા ઉષ્ણ શ્વાસ લેતો પોતાને મનમાં અપરાધી (ગુનેગાર) માને છે. દુઃખથી પીડાતો નળ દમયંતીની સાથે હોવા છતાં પણ શું કરવું ? શું ન કરવું ? એવા વિચારોમાં ડૂબેલો, સર્વ ઉપાયોથી રહિત કંઈ પણ બોલતો નથી. કારણ કે – શય્યા, આસન વિનાનો, પાણી-આહાર રહિત, ઘર વિનાનો તે નળ રાજા વનમાં યતિની જેમ રહ્યો છે. નળ શું કરે ? ક્યાં જાય? કોઈ પણ સ્થાન મળતું નથી. જેથી ત્યાંથી પણ આગળ ચાલ્યો. નળને જોવા માટે જાણે સૂર્ય માથા પર આવી ગયો. ત્યારે પોતાના કિરણોથી સૂર્ય પણ નળને ક્લેશ કરાવ્યો. આગળ રસ્તે જતાં નળે ગંગાનો કિનારો જોતાં દમયંતીને કહ્યું : હે પ્રિયે ! દેવોથી અધિષ્ઠિત આ ગંગા નદી ખુશ થતાં ચક્રવર્તીઓને નવ નિધાન આપે છે. એમ કહીને એક વૃક્ષની નીચે બેસી ફળો વડે પેટની ભૂખ ભાંગીને ગંગા નદીનું પાણી પીને થાકને દૂર કરવા માટે સ્નાન કરીને વડ વૃક્ષની નીચે વિશ્રામ લીધો. ત્યાં ધૂળની શય્યા કરીને નળ-દમયંતીની સાથે સુખપૂર્વક સૂઈ ગયો. એ રીતે ત્યાં ત્રણ દિવસ પસાર કર્યા.” કૂબરની આજ્ઞાથી મંત્રીઓએ વસ્ત્ર, શસ્ત્ર, ધનથી યુક્ત, સ્વાદયુક્ત, ખાવા યોગ્ય આહાર વગેરેથી ભરેલ ઘોડાથી ચાલતો એક સુવર્ણમય રથને નળને માટે મોકલ્યો. પછી દમયંતીની સાથે રથમાં બેઠેલો નળ કોઈક દિશા નિશ્ચિત કરીને જાતે જ સારથિ બનીને માર્ગમાં પ્રયાણ કર્યું. ત્યાંથી નળ રાજા રાજ્યની ભૂમિ પસાર કરીને ભીલ્લપલ્લીથી ગ્રસ્ત વન અને પર્વતવાળા દેશ પ્રતિ ચાલ્યો જાય છે. નળના રથનો અવાજ સાંભળી ત્યાં વાસ કરી રહેલા ભીલ્લો એકદમ રોકવા માટે દોડ્યા. ભીલ્લાના માણસો (ભટ્ટ) રથમાં બેઠેલી નળની પાસે રહેલી દમયંતીને જોઈને મોહ પામેલા નળને હણવા માટે તૈયાર થયા ત્યારે નળે બાણને એવી રીતે છોડ્યા કે જેથી સૂર્ય ઢંકાઈ ગયો. હત હત એ પ્રમાણે બોલતો ભીલ સેનાની સાથે યુદ્ધ કરવા લાગ્યો. ભીલ્લ રાજા પણ નળને એકલો જાણીને દમયંતી પરના મોહથી ખૂંખાર બની લડવા લાગ્યો. ત્યારે નાલે પહેલા સાધેલ સંમોહન For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૧૨૨). સર્ગ - ૬ નામનું મુખ્ય અસ્ત્ર, દિવ્ય અસ્ત્રો, નળના શરીરને છોડીને પોતપોતાના સ્થાનમાં ચાલી ગયા. (એટલે કે નળની પાસે ન રહ્યા) ભય પામેલા નળે દમયંતીને રથમાંથી ઉતારીને પીઠ પર ઊંચકી લીધી અને જ્યાં તે ક્ષણવાર ઉભો રહ્યો, તેટલામાં કેટલાક ભીલ્લો શસ્ત્ર, રત્નાદિથી ભરેલા રથને લઈને ચાલી ગયા. તે ભીલ્લો દમયંતીના ભાગ્યથી નળને પ્રિયા સાથે નહિ જોતાં, પોતાના સ્થાનમાં ચાલી ગયા. હવે નળ પગથી ચાલતાં દમયંતીની સાથે આગળ વધતાં જંગલી પશુઓથી ઘેરાયેલા એક વનમાં આવ્યો અને વનને ઓળંગતા અત્યંત સાહસિક નળે માર્ગમાં સુવર્ણ છાંટવાળા વિદ્યુમ રંગના બે પગવાળા, ઇન્દ્રનીલ પાંખવાળા, મરકત રત્નના રંગ જેવી ચાંચવાળા એવા દિવ્ય રૂપવાળા અનેક પક્ષીઓ જોઈને પ્રિયા એવી દમયંતીને કહ્યું: “હે પ્રિયે ! એક પક્ષીરાજને લઈશ. કારણ કે આ પક્ષીઓ ઘણા મૂલ્યવાળા હોય છે.” દમયંતીએ કહ્યું: “હે પ્રાણેશ ! આ દેવોની માયા છેતરવા માટેની છે. અવિશ્વાસુ છે. પક્ષીના રૂપો કરીને સ્વેચ્છાપૂર્વક ક્રીડા કરે છે. આ પક્ષીઓને લેવા નહિ. આપણને એની સાથે શું પ્રયોજન છે ? જો કર્મના કારણે તમારા પિતાએ આપેલું સ્થાવર અને જંગમ દ્રવ્ય હાથમાં રહેલું બધું જતું રહ્યું છે, તો આ પક્ષીથી શું કરશો ?” દમયંતીએ આ પ્રમાણે કહેવા છતાં લોભના આવેગના વશથી એક પક્ષીરાજને નળે પોતાના વસ્ત્રમાં લઈ લીધું અને તે પછી બીજા પક્ષીઓ તે વસ્ત્રને લઈને આકાશમાર્ગે ઉડીને જતા રહ્યાં. રાજા વિચારે છે, અહો ! વિધિનો આ વિલાસ જુઓ અર્થાત્ નસીબની વાત જુઓ. “પ્રાપ્ત થયેલું તે વસ્ત્ર દુષ્ટ ચોરની જેમ લઈને પક્ષીઓ આકાશમાં ઉડી ગયા, તે જોઈને વિલખા થયેલા નળ રાજા વિધિની વિચિત્રતા વિચારવા લાગ્યા.” નળ કહે છે : “હે દેવો ! હે દાનવો ! મારા ભાગ્યની હીનતા જુઓ. આ પક્ષીઓ પણ ચોરની જેમ મારું વસ્ત્ર લઈને આકાશમાં ઉડી ગયા. હું શું કરું? હું કોને કહું ? ધિક્કાર હો આ કર્મના વિલાસ (રમત)ને.” આ પ્રમાણે ચિંતામાં પડેલા નળને જોતાં આકાશમાં રહેલા તે જ પક્ષીઓ આમ બોલ્યા : “હે રાજન્ ! આપના જેવા જે મૂઢ લોકો ધૂતક્રીડાથી ધનની આકાંક્ષા કરે છે, તે નિપુણ્યની તમારા જેવી સ્થિતિ થાય છે.” જો તારી પાસે હાથ, પગ વગેરે બધું છે, તો તું હવે લાભને માટે બીજો ઉપાય કર. “હે મૂર્ણ? સાંભળ, રેતીમાંથી જો તેલ નીકળે, પાણીમાંથી પણ જ્યારે અગ્નિ નીકળે, ત્યારે જુગારથી લોકોને ધન મળે. એ પ્રમાણે કહીને ક્રિીડા કરતાં પક્ષીઓ બીજે સ્થાને ચાલ્યા ગયા.” For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૬ ૧૨૩ પાંડવ ચિરત્રમ્ હવે એક વસ્ત્રથી ઢંકાયેલ નળ દમયંતીની સાથે માર્ગમાં આગળ ચાલતાં તીવ્ર તરસની પીડાથી સૂકાઈ ગયેલા તાલુ અને હોઠોવાળા નિરાશ વદનવાળા નળે દેવીને કહ્યું : “હે દેવી ! વજ્રથી પણ કઠીન એવો હું માર્ગમાં પગ વડે ચાલતાં ગરમીની પીડાથી દુઃખી થયેલો, સૂકાયેલા કંઠવાળો એક ડગ પણ આગળ જવા (ચાલવા) માટે શક્તિશાળી નથી, તો શિરીષના પુષ્પ જેવી સુકોમલ એવી તું રસ્તામાં મારી સાથે કેવી રીતે ચાલીશ ?'' દમયંતી બોલી : ‘‘હે પ્રાણેશ ! પ્રિયતમાના સંગના સુખમાં સારી રીતે રહેનારી એવી મને દુઃખ શાનું હોય ? આપની સાથે મને કંઈપણ દુઃખ નથી.' એ પ્રમાણેના તેના વચનો સાંભળીને હર્ષ પામેલો નળ પોતાના વસ્ત્રનો છેડો ફાડીને દમયંતીના પગે તે કપડું બાંધ્યુ. અહો ! કેવું મોટું આશ્ચર્ય. પહેલાં દમયંતીના મસ્તક પર વસ્ત્ર હતું, (એટલે કે દમયંતી પાસે ઘણા વસ્ત્રો હતા) ત્યારે હવે પોતાનું કપડું ફાડી ફાડીને પગમાં બાંધ્યું. એ પ્રમાણે તે બંનેય જણા વાર્તાને કરતા માર્ગમાં ચાલે છે. ત્યાં આગળ એક મોટું સરોવર જોયું. ત્યાં બંને જણા સ્નાન કરી શીતલ જલ પીને એક વૃક્ષની નીચે રસ્તાના શ્રમથી સૂઈ ગયા. ત્યાં સુખપૂર્વક સૂતેલી દમયંતીએ નળને કહ્યું : “હે આર્યપુત્ર ! જ્યાં સુધી તમારું ગ્રહબલ અનુકૂળ નથી, ત્યાં સુધી આ દુઃખ છે, ત્યાં સુધી સસરાના ઘરને શોભાવો. એટલે કે મારા પિતાના ઘરે રહો. જો મને પ્રસન્ન કરવા ઇચ્છતા હો તો ભીમ રાજાના (મારા પિતાના) ઘર તરફ ચાલો.' એ પ્રમાણે કોઈપણ રીતે દમયંતીએ ક્રીડાના સમયે પ્રાર્થના કરતાં વિમલકુલમાં ઉત્પન્ન થયેલો રાજાઓમાં તિલક સમાન નળ એકદમ લજ્જાને પામ્યો. પછી તે નળ દમયંતી સાથે રાત્રિની શરૂઆતમાં ઘાસ અને પાનની શય્યામાં સૂઈ ગયો. પછી પશ્ચિમ દિશામાં અડધો સૂર્ય બહાર રહ્યો છે. ત્યારે અંધકારના સમૂહથી છવાઈ રહેલા સકલ વિશ્વમાં પક્ષીઓનો સમૂહ વૃક્ષ પર આવીને બેસી ગયો. ત્યારે ચાર ઇન્દ્રિયવાળા (ચક્ષુરહિત)ની જેમ લોકો પ્રકાશથી વંચિત થયા. તે વખતે દમયંતીની સાથે સૂતેલો નળ વિચારે છે. હું હાલ ક્યાં જાઉં ? મારે દિવસો કેવી રીતે પસાર કરવા. ધન વિનાના લોકોને નિશ્ચિત કાંઈ સાધ્ય નથી અને સાધન કાંઈ પણ હોતું નથી. કહ્યું છે કે :– “ધન વિનાના માણસને દુર્જનો હસે (મશ્કરી કરે) છે. વૈરીઓ વૈર લે છે અને સહાયકો (સ્વજન, મિત્ર વગેરે) છોડી દે છે.’ આથી હવે મારે જીવવાથી શું ? વર્તમાનકાળમાં કપટને જાણનારાઓ મારા શત્રુઓ એકલા એવા મને હણીને દમયંતીને લઈને પોતાના સ્થાને જશે ત્યારે મારી લોકમાં નિંદા થશે. અહો ! શત્રુઓ નળને હણીને દમયંતીને લાવ્યા છે, એ પ્રમાણે લોકોમાં મશ્કરી થશે. આથી દમયંતીને ક્યાંય પણ મૂકીને હું અન્ય દેશમાં ચાલ્યો જાઉં અથવા શત્રુના સમૂહ વિના પણ દમયંતી રસ્તામાં For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૧૨૪] સર્ગ - ૬ મને દુઃસહ્ય બનશે. એના સુકોમળ અંગના દુઃખને જોવા માટે હું સમર્થ નહિ થાઉં. કારણ કે આ માર્ગમાં જતાં થાકેલી હોવા છતાં પણ મારી સેવાને છોડતી નથી. વળી તે મને છોડીને પિતાના ઘરે મોકલવા છતાં પણ જતી નથી. વળી એને પિતાના ઘેર જવાની ઝંખના પણ નથી. પહેલાં ચતુરગિણિ સેના સાથે દમયંતીને પરણવા માટે હું ગયો હતો. હવે મારી આવા પ્રકારની અવસ્થાને હાલ સાસરામાં કેવી રીતે બતાવું ? કહ્યું છે કે – “કંજૂસ અને સસરાના ઘરમાં રહેલા મનુષ્યોનું પિતાના નામ સાથે પોતાનું માન (મોટાઈપણું) જતું રહે છે. પોતાના નામે ઓળખાય તે ઉત્તમ, બાપના નામે ઓળખાય તે મધ્યમ, સસરાના નામે ઓળખાય તે અધમ અને ઘરજમાઈ તરીકે ઓળખાય તે અધમાધમ.” દમયંતી કદાચ પિતાના ઘરે જાય તો મને કોઈપણ પ્રકારની ચિંતા ન થાય, તો હવે આને કોઈપણ સ્થાને મૂકીને પછી ચિંતા વગરનો સ્વસ્થ ચિત્તવાળો હું ગમે ત્યાં કોઈના સાંનિધ્યમાં ગમે તે રીતે કાળને પસાર કરીશ. જો આ પોતાના સ્થાને (પિતાના ઘરે) રહે ત્યારે મારો કોઈપણ શત્રુથી પરાભવ નહિ થાય તો આને કોઈપણ જાતના ઉપાય વડે કરીને વનમાં છોડી દઉં. જેથી કરીને આ એકલી પિતાના ઘરે ચાલી જશે. આનો સર્વથા મારાથી નિર્વાહ કરી શકાય તેમ નથી. ફાયરના હાથમાં તલવારની જેમ મારી પાસે રહે તે સારું નહિ. તેને કપટથી ઠગીને છોડી દઉં, તે જ ઉચિત છે. હવે નજીકમાં સૂતેલી દમયંતી ચંચળ ચિત્તવાળા તે નળને જોઈને વિરહથી ડરેલી ઇંગિત આકારોને જાણનારી, એ ઇંગિત આકારથી જાણીને ચિંતવે છે. નિશ્ચિત આ નળ મને છોડીને ચાલ્યા જશે. મારું જમણું નેત્ર વારંવાર ફરકે છે. તેથી હું જાણું છું કે મને સર્વથા પતિનો વિરહ થશે. હા ! હા ! હું હણાઈ છું. પતિ વિના હું શું કરીશ ? એ પ્રમાણે ચંચળ ચિત્તવાળી તે પણ શયનમાં સૂઈ ગઈ. પત્નીની આવી વ્યાકુળતાને જોઈને નળ બોલ્યો : “હે પ્રિયે ! હું નળ તને સુખપૂર્વક સૂતેલી મૂકીને ક્યાંય પણ નહિ જાઉં, તું વિશ્વાસ રાખ. શોકને છોડી દે, નિદ્રાને લે, જાગતો એવો હું તારી રક્ષા કરું છું કરીશ)” ઇત્યાદિ વચનો સાંભળીને નળે પહેરેલ કપડાંને નીચે પાથરીને સૂતાની સાથે જ તે સૂઈ ગઈ. નળ પણ તેની નજીકમાં સુખપૂર્વક સૂઈ ગયો. ત્યાં સૂઈ રહેલા બંને જણા આ પ્રમાણે શોભી રહ્યા છે. “એક છીપમાં ઉત્પન્ન થયેલા બે મોતીઓની જેમ એક વસ્ત્રમાં સૂઈ રહેલું તે યુગલ (નળ અને દમયંતી) શોભી રહ્યું છે.” For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૬ ૧૨૫ પાંડવ ચિરત્રમ્ સુખપૂર્વક સૂતેલી દમયંતીના ભાલ સ્થલમાંથી નીકળતા તેજના કિરણોએ અંધકારને ભેદી નાંખ્યો છે. વળી નળ ચિંતવે છે, દમયંતીને છોડી દઉં. અરે ! હું કેવી રીતે (શા માટે) છોડું ? આ ચાલવાથી થાકી ગયેલી સુખપૂર્વક સૂતેલી, દીન મુખવાળી, વિશ્વાસ રાખનારી, સુકુલમાં જન્મેલી, ચંદ્રમુખી એવી આ દમયંતીને તજી દેવાથી લોકમાં મારી નિંદા થશે. વળી પાછું ચિંતવે છે. લોકનિંદાની બીક શા માટે ? જુગારના વ્યસનના કારણથી જેવી રીતે રાજ્ય ગયું, લક્ષ્મી ચાલી ગઈ, ૨થ પણ ગયો, તેવી રીતે દમયંતી પણ ગઈ. એ પ્રમાણે નિશ્ચય કરીને કમરમાંથી છૂરી ખેંચીને નીચે રહેલા વસ્ત્રને પ્રેમના બંધનની સાથે કાપીને દમયંતીના વસ્ત્રના છેડે પોતાના રક્તથી આ પ્રમાણે અક્ષરો લખ્યા. વડની ડાબી બાજુ વિદર્ભ દેશ તરફનો રસ્તો છે. વળી જમણી બાજુ ખીલેલા કેસૂડાના પુષ્પોવાળો માર્ગ અયોધ્યાનો છે. હે દેવી ! તને જે ઠીક લાગે તે માર્ગમાં જ જે હું ક્યાંય પણ મુખ બતાવવા માટે યોગ્ય રહ્યો નથી.’’ એ પ્રમાણે અક્ષરો (વાક્યો) લખીને સૂતેલી દમયંતીને જોતો મંદમંદ (ધીરું ધીરું) રોતો પાછળ જોતો જોતો ચાલ્યો. દૂર જઈને વળી પાછો ફરેલો નળ સુખપૂર્વક સૂતેલી દમયંતીને જોઈને બોલ્યો : ‘‘હે દેવ ! તારા વડે જ વિશ્વમાં અતિશયવાળી એવી આ દમયંતીનું સર્જન કરાયું છે, તો તારા વડે જ તેની આવી અવસ્થા કેમ કરાઈ ?’’ બીજા લોકો પણ જાતે રોપેલી બોરડીને પણ કાપતા નથી, તો વાંછિતને પૂરનારી કલ્પવેલડીને કોણ વિદ્વાન ઉખેડી ફેંકે ? આ તો ખરેખર કલ્પવેલડી જેવી છે. આવા પ્રકારના સુખને આપીને વળી આવી અવસ્થાને કેમ આપી. હે બ્રહ્મા ! હું માનું છું કે કમળમાં નિવાસ કરવાથી તું જડ થઈ ગયો છે. તેથી ચન્દ્રને બનાવીને તેની પણ રાહુ વડે કદર્થના કરાય છે. હે વનદેવો ! તમે મારી પ્રાર્થના સાંભળો. મૂઢ ભાગ્યની જેમ તમે આના ઉપર નિર્દય ન થશો. તમે તે પ્રમાણે કરજો કે જેથી તેને કોઈ ઉપદ્રવ ન થાય અને માર્ગને જાણીને તે પોતાના સ્વજનોના ઘરે જાય. એ પ્રમાણે કહીને નળ ત્યાં સુધી જાય છે કે જ્યાં સુધી દમયંતી દેખાતી બંધ ન થઈ. ન અહો ! મેં આ શું કર્યું ? વિશ્વાસ મૂકનારીને વનમાં મૂકી દીધી. આ સૂતેલી એવી દમયંતીને જંગલી પશુઓથી થતો કોઈપણ જાતનો ઉપદ્રવ ન થાઓ; એ પ્રમાણે વિચારીને પાછો ફરેલો વૃક્ષની વેલડીની વચ્ચે ઉભો રહીને સુખે સૂતેલી પ્રિયાની ચોકી કરે છે. વળી ભૂમિ પર સૂતેલી એવી તેણીને જોઈને નળ વિચારે છે, તે આ પ્રમાણે “હા ! હે દુરાત્મન્ ! નળ ! તું જલ્દી ભસ્મસાત્ કેમ થતો નથી ? ઇત્યાદિ એના વિશે વિચાર કરતાં રાત્રિ પૂર્ણ થઈ ગઈ.’ For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૬ પાંડવ ચિરત્રમ્ ૧૨૬ શોભતી એવી રાત્રિનો અંધકાર દિશાઓને વિશે છીછરાપણાને પામ્યો. એટલે કે પ્રભાત થવા આવ્યું, હવે તે નળ શું કરે છે ? તે જોઈએ. જ્યાં સુધી સૂર્ય ઉગ્યો નથી, જ્યાં સુધી પ્રિયા જાગી નથી, ત્યાં સુધીમાં અશ્રુ સારતો નળ તે પ્રદેશને ઉલ્લંઘી ગયો. આગળ જતાં માર્ગમાં ધૂમાડાના ગોટાવાળો વનમાં અગ્નિ જોયો. તે અગ્નિમાં બળતા એવા અનેક જંતુઓના આક્રંદને સાંભળતાં પાસે જતાં નળે મનુષ્યની ભાષા સાંભળી. “હે ઐશ્ર્વાક ! હે નળ ભૂપાલ ! જગતમાં પીડિતના એક બાંધવ ! હે મહાત્મન્ ! દાવાગ્નિમાં બળતા મારા અંગનું રક્ષણ કર, રક્ષણ કર.” મનુષ્ય જેવી વાણી સાંભળીને તેને અનુસાર (તે બાજુ) આમ તેમ જોતાં નળે વનની વેલડીઓની વચ્ચે રહેલ જ્વાળાથી બળતા સર્પને જોયો. નળ રાજાએ તે સર્વેન્દ્રને કહ્યું : “હે ભુજંગેન્દ્ર ! તું મનુષ્યની ભાષામાં આ પ્રમાણે કેવી રીતે બોલે છે ? સર્પે કહ્યું : “હું પૂર્વભવમાં મનુષ્ય હતો, તે ભવના સંસ્કારોથી આ ભવમાં પણ મારી વાણી મનુષ્યની છે તથા મને અવધિજ્ઞાન પણ છે.” હે ભૂપતે ! તે જ્ઞાનથી ચરાચર વિશ્વને હાથમાં રહેલા(આંબળા)ની જેમ જોઉં છું. તેથી હે મહારાજ ! મારું રક્ષણ કરો, મને બચાવો. મહાઅગ્નિથી હું વિંટળાયો છું (ઘેરાયો છું). આ વનમાં તમારા વિના બીજો કોઈક પણ મારો રક્ષક નથી અથવા મને બચાવનાર નથી, આથી તમે મને બચાવો, બચાવો; હું પણ તમારા ઉપર કંઈ પણ ઉપકાર કરીશ. ત્યારે કરૂણાના સાગર નળે પોતાનું વસ્ત્ર તે વેલડીની કુંજમાં નાખ્યું. તે સર્પ વસ્ત્રને શ૨ી૨ વડે વીંટળાઈને રહ્યો (શરીર પર વીંટાળી દીધું.) નળે સર્પ ૫૨ વીંટળાયેલા તે વસ્ત્રને (સર્પ સાથે) ખેંચી કાઢ્યું. પછી તે સસ્પેન્દ્રને લઈને કોઈક વનમાં ઉપદ્રવ રહિત સ્થાનમાં જ્યાં મૂકવા જાય છે. તેટલામાં તે સર્વેન્દ્ર નળના હાથમાં દંશ દીધો. નળે પણ તે સર્પને હાથને ઝાટકો મારીને ભૂતલ ૫૨ ફેંક્યો અને પછી કહ્યું : “હે ભૂજંગેન્દ્ર ! તેં કહ્યું હતું કે હું પણ ઉપકારને કરીશ, તમે મોટો ઉપકાર કર્યો છે. જેથી હું હાથ પર ડંસાયો છું. જે કોઈ તમારી જાતિઓને દૂધ પીવડાવે છે, તેઓને તમે જ કરડો છો. આ તમારો ઉપકાર ?' ઇત્યાદિ કહેતાં તે સર્પના વિષના કારણે રાજા નળ કૂબડો થયો. તે કૂબડાપણાના કારણે વાંકા વળી જવાથી દુઃખિત થયેલો નળ વૈરાગ્ય વાસિત થયો. જીવનથી જ્યાં કંટાળી જાય છે, તેટલામાં તે સર્પ દિવ્ય દેવરૂપ કરીને આ પ્રમાણે બોલ્યો : ‘હે ભૂપાલ ! વિષાદને કર નહિ, હું તારો વીરસેન નામનો પિતા છું. સાધુ બનીને અતિ ઉગ્ર તપ તપીને અંતે એક માસનું અનશન કરવા પૂર્વક મરીને પાંચમા (બ્રહ્મ) દેવલોકમાં હું મહર્ધિક દેવ થયો છું. અવધિજ્ઞાનથી તારૂં આ દુ:ખ જાણીને અહીંયા આવ્યો છું. આ બધી મારી માયાજાળ For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ સર્ગ - ૬ પાંડવ ચિરત્રમ્ છે. તારૂં આ વિરૂપ કર્યું છે તે તારા રક્ષણ માટે કર્યું છે. કારણ કે તારા શત્રુઓ અનેક રહ્યા છે. આ નળ રૂપથી તને જાણીને ઉપદ્રવ ક૨શે, એ બીકથી મેં તારૂં દિવ્ય પ્રભાવથી કદરૂપું રૂપ બનાવ્યું છે. તું ચિંતા કર નહિ, હમણાં તું મરવા માટે કે દીક્ષા લેવા માટે તૈયાર ન થા.” હે વત્સ ! જ્યારે તારો દીક્ષાનો અવસર આવશે, ત્યારે હું તને નિમિત્તજ્ઞની જેમ જણાવીશ. આથી તું સ્વસ્થ થા અને આ કરંડીયાને અને શ્રીફળ (દિવ્ય)ને આપું છું તે લે, આ બેનું તું પ્રયત્નપૂર્વક રક્ષણ કરજે. જ્યારે તને તારૂં મૂળ સ્વરૂપ પ્રગટ કરવાની ઇચ્છા થાય ત્યારે દિવ્ય ફળને તોડીને દિવ્ય વસ્ત્ર ખેંચી કાઢજે. તેવી રીતે આ કરંડીયામાંથી પૂર્ણહાર, અર્ધહાર આદિ આભૂષણોને લઈને પહેરી લેજે. તારૂં તે જ ક્ષણે દિવ્ય નળરૂપ થઈ જશે. એમ કહીને દેવ તે બે વસ્તુ આપીને ફરી બોલ્યા : “તું વનમાં આમતેમ શા માટે ભમે છે. જ્યાં તારી ઇચ્છા હોય ત્યાં કહે, તો એક ક્ષણવારમાં તને મૂકી દઉં.'' નળે કહ્યું : “હે તાત ! તો તમે સુસુમારપુરે લઈ જાઓ.’” દેવે કહ્યું : ‘‘હું તને રાજ્યાદિ આપું.” પરંતુ હું શું કરૂં ? તારૂં પૂર્વે કરેલું કર્મ કોઈપણ ઉલ્લંઘવા (તોડવા) સમર્થ નથી. એમ કહીને દેવે ત્યાંથી ઉપાડીને નળને સુસુમારપુરના દ્વાર પર લાવી મૂક્યો અને દેવ જાતે સ્વર્ગમાં ચાલી ગયો. પછી નળે જ્યાં નગરમાં પ્રવેશ કર્યો, તેટલામાં તે નગરીમાં મોટો કોલાહલ મચ્યો. ભાગી જાઓ, ભાગી જાઓ, એ પ્રમાણે પ્રાસાદના શિખરના ઝરૂખામાં રહેલા બધા લોકો જોરજોરથી પોકાર કરે છે. નળ વિચારે છે, આ લોકો શા માટે બૂમો પાડે છે. એ પ્રમાણે જ્યાં વિચારે છે, તેટલામાં એક હાથી બીજા હાથીની ભ્રાન્તિ (કલ્પના)થી પોતાના પડછાયા ઉપર પ્રહારને કરતો, આકાશમાં ઉડતાં પક્ષીઓના સમૂહને સૂંઢ વડે પકડતો, મઠ અઢાલશાલા, અટ્ટ મંદિર વગેરેને તોડતો, બગીચાના વૃક્ષોને પાડતો, કિલ્લાના કાંગરા આદિ ઉપર રહેલા પુરુષો વડે જોવાતો, યમના જવો ચિકત થયેલી મોટી આંખો (ગભરાટ) વડે લોકોથી જોવાતો વૃક્ષ પરથી કૂદેલા મહાવતોને મારતો, બાલ, સ્ત્રી, વૃદ્ધ આદિઓને ત્રાસ પમાડતો, સૂ... સ્... અવાજ કરતા પવનની જેમ ફૂત્કારા અને સીસકારા કરતો, સિંદૂરથી ભરેલા મસ્તકને કમ્પાવવા વડે દિશાઓને લાલ રંગવાળી કરતો, સાત હાથ ઊંચા એવા હાથીને જોઈને નળે ચિંતવ્યુ, સાચે જ આ હાથીના ભયથી બધા લોકો અહીં તહીં નાસી રહ્યા છે. હાથીની પાછળ તે નગરનો રાજા દધિપર્ણ ઘોડા પર બેઠેલો સૈન્યથી પિરવરેલો મોટા અવાજે આ પ્રમાણે વાણી બોલ્યો : ‘‘હે લોકો ! કોઈપણ આ હાથીને વશમાં લાવશે, પકડશે, તેને હું મનને ગમતાં પાંચસો ગામ આપીશ.” એ પ્રમાણે વારંવાર પોકારતા એવા રાજાને જોઈને હાથીને પકડવા માટે મરણના ભયથી હાથીની સામે કોઈપણ જતું નથી. For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૧ ૨૮ સર્ગ - ૬ કહ્યું છે કે - “મરણ જેવો કોઈ ભય નથી. દરિદ્રતા જેવો કોઈ પરાભવ દુઃખ) નથી, મુસાફરી જેવું કોઈ ઘડપણ નથી, ભૂખ જેવી કોઈ વેદના નથી.” એ પ્રમાણે રાજા બોલતો હોવા છતાં કોઈપણ હાથીની સામે જતું નથી. તેટલામાં મહાપરાક્રમી નળ પગ વડે ભૂમિને સ્પર્શ નહિ કરનારની જેમ (ભૂમિને નહિ સ્પર્શતાની જેમ) હાથીની સામે વેગપૂર્વક દોડ્યો. ત્યાં તો લોકો બોલ્યા : “હે કુન્જ ! હાથીની સામે ન જા, આ હાથી તારો અંત કરશે.” એ પ્રમાણે ઘણીવાર નિષેધ કરવા છતાં પણ નળ સિંહની જેમ હાથીની સામે ગયો. ત્યાં હાથીની સામે જઈને હાથીનો તિરસ્કાર કરતા કહે છે. રે રે માતંગ ! ચંડાલની જેમ બાલ, વૃદ્ધ, ગ્લાન, તપસ્વી, દુર્બલની હિંસા શું કરે છે. ? જો તારામાં પરાક્રમ હોય તો તે બધા લોકોને છોડીને મારી સામે આવ. તે સાંભળીને નળની તરફ હાથી દોડ્યો. નળે પણ માટી, પત્થર, લાકડી આદિ થકી મારવાથી હાથી અત્યંત ક્રોધિત થયો. એ ક્રોધથી લાલ આંખવાળો સાક્ષાત્ વિંદ્યાચલ પર્વત જેવો મહાકાયવાળો વંટોળીયાની જેમ ઉદ્ધત થયેલો હાથી દોડતો દોડતો સામે જઈને નળની સાથે યુદ્ધ કરવા લાગ્યો. નળ પણ ક્યારેક સામે જાય છે, ક્યારેક તેની ચારે બાજુ ભમે છે, ક્યારેક પત્થર વડે મારે છે, ક્યારે ભૂમિ પર આળોટે છે, ક્યારેક સૂઈ જાય છે, ક્યારેક કઠોર વચન થકી તર્જન કરે છે, ક્યારેક હાથ વડે પૂંછડીને પકડીને ચક્રની જેમ ભમે છે. એ પ્રમાણે નળે હાથીને થકવીને લોકોનો કોલાહલ હોવા છતાં પણ દઢ મનવાળા તેણે પોતાના વસ્ત્રને ગોળ વીંટીને હાથીની આગળ ફેંક્યું. ત્યારે હાથીએ પુરુષની ભ્રાન્તિથી દાંતો વડે પ્રહાર કરવા માટે મસ્તકને જ્યાં નમાવ્યું, તેટલામાં કુલ્ક તેના બે દાંત પર પગ મૂકીને ગંડસ્થલ પર ચડી ગયો. પછી નળ હાથીના ગળામાં રહેલા દોરડામાં પગોને નાંખીને હાથો વડે હાથીનાં કુંભસ્થલમાં ઘા કર્યો અને તે હાથીને સાંત્વના આપી. હાથીના રક્ષણ કરનારા મહાવત વડે ફેંકાયેલું અંકુશ લઈને હાથીને આલાનāભે લઈ આવ્યો. ત્યાં આલાનથંભે હાથીને બાંધતા નળે બધાય નગરલોકોને સ્વસ્થ ચિત્તવાળા કર્યા. તે કુન્નરૂપવાળા નળને જોઈને બધાય નગરના લોકો આશ્ચર્યથી ચકિત પ્રસન્ન મુખવાળા થયેલા ચિંતવે છે. તે આ પ્રમાણે : માયાથી કોઈ કુબ્ધદેવ શું આ ભૂમિ પર આવ્યો છે. કારણ કે મલ્લ એવા હાથીને આ પ્રતિમલે વશમાં કર્યો છે. રાજાએ પણ આ કુન્જનું ચરિત્ર જોઈને મોહથી પોતાના કંઠમાંથી મહામૂલ્યવાન રત્નોથી ભરેલો હાર કાઢીને કુલ્કના કંઠમાં જાતે (પહેરાવ્યો) નાંખ્યો. કુન્જનું આવું પરાક્રમ જોઈને લોકો વારંવાર પ્રશંસા કરે છે. રાજા દધિપણે બોલાવેલો કુલ્ક રાજાની પાસે મિત્રની જેમ બેઠો, તેથી ખુશ થયેલા રાજાએ તેને અલંકારો અને વસ્ત્ર આપ્યા. પછી મોટા ગૌરવ અને સન્માન સાથે પોતાની પાસે રાખ્યો. For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૬ કહ્યું છે કે : “ગુણવાન બધે પૂજાય છે.’ “હે ભ્રાત ! પૂર્ણ લક્ષ્મી હોવા છતાં પણ ગુણીજનો પર અનાદર ન કર. સંપૂર્ણ ભરેલો ઘડો પણ કૂવામાં દોરીના છેદવાથી નીચે પડે છે. અર્થાત્ નીચે પડી જાય છે.” ૧૨૯ પાંડવ ચિરત્રમ્ ગુણ ઉપ૨ અનાદર ન કર, આડંબર વડે કરીને શું પ્રયોજન ? દૂધ વિનાની ગાય ઘંટડી વડે અર્થાત્ ઘંટડી લગાડવાથી વેંચાતી નથી. માટે ગુણોનો આદર કર. સરલ (સીધી) સોય સાંધે છે. વાંકી કાતર છેદને માટે થાય છે. આથી વક્રપણું છોડીને ગુણોનો જ આશ્રય કર. હવે રાજા દધિપર્ણ ગુણવાન, ગુણને જાણનાર, કુબ્તને જાણીને પોતાની સાથે મહેલમાં લઈ ગયો. તેને સ્નાન કરાવીને સાથે બેસી ભોજન કરાવીને પછી રાજા બધું પૂછે છે. “હે કુબ્જ ! તારા અંગ વિકલ હોવા છતાં પણ મહાપુરુષની જેમ ગજશિક્ષા, કલાકૌશલ્ય તારી પાસે ક્યાંથી આવ્યું, તું કોણ છો ? ક્યાંના રહેવાસી છો. તારામાં બીજી પણ કેટલીક કલાઓ જણાય છે.’ કુબ્જે કહ્યું : “હું નળ રાજાનો હુંડિક નામનો રસોઈયો છું. મારી જન્મભૂમિ કોશલા છે. મારો સ્વજનવર્ગ પણ બધો ત્યાં જ છે. નળનો હું પ્રેમપાત્ર આત્મતુલ્ય મિત્ર છું. તે કારણથી રાજા નળે આ ગશિક્ષા મને શીખવાડી છે તથા બીજી પણ બધી કલાઓ મને આપી છે.' વળી રાજા બોલ્યો : “નળ સૂર્યપાક રસોઈ જાણે છે, તું પણ તેવી રસોઈ બનાવવાનું જાણે છે ?’’ એણે (નળે) કહ્યું : ‘‘સૂર્યપાક રસોઈ હું પણ તેના પ્રભાવથી જાણું છું.' દધિપર્ણ રાજા બોલ્યો : ‘“તે નળ ક્યાં છે ?”’ તેણે કહ્યું : “નળ અને કૂબર બધાયે વાળવા છતાં પણ જુગારને રમ્યા. તેથી પૃથ્વી આદિ જીતીને કૂબરે કાઢી મૂકેલ નળ દમયંતીની સાથે નીકળીને વનમાં ગયો છે. પછી તે મરી ગયો છે કે જીવે છે, તેની મને ખબર નથી. હું પણ નળનો પ્રેમપાત્ર મિત્ર છું. આથી હું માયાવી કૂબરને છોડીને તમારી કીર્તિ સાંભળીને અહીંયા આવ્યો છું.” દધિપર્ણ રાજાએ તે નળની વાત સાંભળીને અત્યંત રૂદન કરતાં તેના મરણકાર્યને કર્યું, ત્યાં ત્રણ દિવસ ગીત, ગાન, નૃત્ય, વાદ્યાદિનો નિષેધ કરીને ફરી પણ રાજા તેવી જ રીતે નળ મિત્ર કુબ્જની સાથે સુખને ભોગવે છે. એક વખત દધિપર્ણ રાજાએ સૂર્યપાક રસવતી બનાવવા માટે કૌતુકથી હૂંડિક નામના રસોયાને ચોખા વગેરે ભોજનને યોગ્ય સર્વ સામગ્રી આપી. કુબ્જે પણ તે ભોજ્ય સામગ્રીને એક થાળીમાં મૂકીને તડકામાં રાખીને સૂર્યમંત્રને યાદ કર્યો. ભણ્યો તેના પ્રભાવથી સંપૂર્ણ ૨સ સામગ્રી For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૬ પાંડવ ચરિત્રમ્ ૧૩૦ દિવ્ય રસવતી (રસોઈ) કુબ્જે તે વખતે જ બનાવી દીધી. તે રસવતીનું કુબ્જે પરિવાર સાથે રાજાને ભોજન કરાવ્યું. તેથી ખુશ થયેલા રાજાએ હૂંડિકને (નળને) વસ્ત્રાભૂષણ આદિ પારિતોષિકરૂપે આપીને તેના ઉપર એક લાખ સુવર્ણ અને પાંચસો ગામો પણ આપ્યા. હૂંડિકે ગામો સિવાય સુવર્ણ વગેરે બધું લીધું, ફરી પણ રાજાએ કહ્યું : “હે કુબ્જ ! જે તું ઇચ્છે, તે બધું તને આપું.’ કુબ્જે કહ્યું : “હે રાજેન્દ્ર ! જેટલી ભૂમિ પર તમારૂં રાજ્ય છે, તેટલી ભૂમિમાં જુગાર, માંસ, દારૂ અને શિકારનો નિષેધ કરાવો. આ એક જ હું પ્રાર્થના કરૂં છું.'' કુબ્જે જે માંગણી કરી તે બધી રાજાએ પોતાના દેશમાં ફરમાવી, પ્રવર્તાવી. એ પ્રમાણે ત્યાં કુબ્જના દિવસો પસાર થાય છે. એક વખત કુબ્જ (નળ) સરોવરના કિનારે વૃક્ષની છાયામાં બેઠેલો હતો, ત્યારે ત્યાં એક બ્રાહ્મણ આવીને બેઠો અને આ પ્રમાણે બોલ્યો : “કૃપા વિનાના, લજ્જા વિનાના, સત્ત્વ વિનાના, દુરાત્માઓમાં નળનું જ ધૂરીણપણુ છે કે જેણે સૂતેલી એવી પોતાની પ્રિયાનો ત્યાગ કર્યો. એકાકી સૂતેલી, કોમળ, સતી અને વિશ્વાસ પમાડાયેલી પોતાની પત્નીનો ત્યાગ કરીને જતાં તે વનમાં ભસ્મસાત્ કેમ ન થયો ?' એ પ્રમાણે તેની વાણી સાંભળીને અશ્રુ વહાવતા કુબ્જે કહ્યું : “હે ઉત્તમદ્વિજ ! તું સારા કંઠવાળો છે. કહે તું કોણ છે ? ક્યાંથી આવેલો છે ? દુર્બુદ્ધિવાળા નળનો વૃત્તાંત તે ક્યાંથી સાંભળ્યો ?’’ તેણે કહ્યું : “મારૂં નામ કુશલ છે, હું કુંડિનપુરથી આવ્યો છું. ત્યાં મેં નળરાજાની કથા સાંભળી હતી.’” કુબ્જે કહ્યું : “દમયંતીના ત્યાગની કથા પુરાણી સાંભળી, ત્યાર પછી વિરહાતુર દમયંતીનું શું થયું, તે કહે.'' હવે દમયંતીની કથા કહે છે, તે આ પ્રમાણે : દમયંતીની કથા. આ બાજુ જે રાત્રિએ નળે દમયંતીને ત્યાગી દીધી. ત્યાં રહેલી દમયંતીને પ્રભાત થવા છતાં પણ સખીની જેમ નિદ્રા છોડતી નથી. ત્યારે શેષ રાત્રિ બાકી રહેતાં દમયંતીએ સ્વપ્નને જોયું. જે હું પાનવાળા આમ્રના ઝાડ પર જેમાં મંજરીઓ આવી ગઈ છે, ભમરાઓ જ્યાં ગૂંજી રહ્યા છે, ફળો જેમાં લચી રહ્યા છે, તેવા આધ્રના ઝાડ પર ચડી ગઈ. તેના ફળોને જ્યાં લેવા જાય છે, તેટલામાં ત્યાં એક હાથી આવ્યો. તે હાથીએ આંબાના ઝાડને મૂળથી ઉખેડી નાંખ્યુ. હું ત્યારે તેના પરથી જમીન પર પડી ગઈ. આ પ્રકારનું સ્વપ્ન જોઈને દમયંતી ઉઠી ગઈ. પોતાના પ્રિય એવા નળને ન જોતાં વિચારે છે. મારા પ્રાણપ્રિય ક્યાં જતા રહ્યા છે, નક્કી મારા માટે પાણી લેવા માટે કોઈક સરોવર પર ગયા હશે અથવા શરીરની શૌચક્રિયા માટે વનમાં ગયા હશે. એ For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૬ ૧િ૩૧ પાંડવ ચરિત્રમ્ પ્રમાણે ઘણી રાહ જોવા છતાં પણ નળ જ્યારે આવ્યા નહિ ત્યારે દમયંતી ફરી ચિંતવે છે. નક્કી આ નળના રૂપથી આકર્ષિત થયેલી ચિત્તવાળી કોઈપણ વિદ્યાધરીએ હરણ કર્યું છે અથવા કોઈ દેવીએ હરણ કર્યું છે. કોઈક વિદ્યાધરીએ અથવા કોઈપણ વનદેવતાએ તેની સાથે ક્રીડા કરવા માટે તેનું હરણ કર્યું છે. જે બીજી કોઈ રીતે તે મને છોડીને જાય નહિ. અથવા મશ્કરી કરવા રૂપે ક્યાંય પણ વેલડીઓમાં સંતાઈ ગયા હશે તો અહીંથી ઉઠીને જાઉં. મારી પાસેથી ક્યાં જશે ? એમ વિચારીને ઉભી થઈ ગયેલી દમયંતી અહીં તહીં જોતી પ્રેમમાં ડૂબેલી માર્ગમાં આવતા વૃક્ષોને પૂછે છે : “હે પૃથ્વીને શોભાવનારા વૃક્ષો ? મારા પ્રાણપ્રિય નળને તમે ક્યાંય પણ જોયા છે ?” ઈત્યાદિ વારંવાર વૃક્ષોને પૂછતી વનમાં ભમે છે. પછી એક મહાવૃક્ષ પર ચઢીને મોટા અવાજે પોકાર કરે છે. હે પ્રાણેશ ! આવો તમારા વિરહથી મારા હૃદયના બે ભાગ થઈ જશે, ઘણી મશ્કરી ક્યાંય પણ સુખને આપનારી બનતી નથી. એમ ઘણીવાર બોલતી અહીં તહીં ભમીને પાછી જ્યાં પહેલાં સૂતી હતી, ત્યાં આવી. ત્યાં રહીને સ્વપ્નાનો અર્થ વિચારે છે. જે આંબાનું ઝાડ તે મારો પ્રિય પતિ, આ પુષ્પ-ફલાદિ તે રાજ્ય, ફલનો આસ્વાદ તે તેનો ભોગવટો, ભમરાઓ તે પરિવાર, જે આંબાના વૃક્ષને ઉખેડી નાખનાર હાથી તે મારા પ્રિયને રાજ્યથી બહાર કાઢી મૂકનાર તે કૂબર અને જે હું આંબાના ઝાડ પરથી નીચે પડી તે પ્રિય પતિ સાથેનો મારો વિરહ, આ સ્વપ્નથી નક્કી પ્રિયનો મેળાપ હાલ દુર્લભ છે. આ પ્રમાણે વિચારીને દુઃખના ભારથી વિહલ બનેલી નળ પ્રિયા મૂર્છાને પામી, ક્ષણવાર રહીને વનના પવનથી ચેતનાને પામેલી તે દમયંતી અત્યંત રડી. હે નાથ ! શું હું તમને ભારરૂપ બની ? કારણ કે પોતાના શિંગડા મોટા હોવા છતાં પણ બળદને શું ભારરૂપ થાય છે ? હે નાથ ! નિષધ કુલોત્તમ ! સાત્વિક અને વિવેકી એવા આને (નળને) કોઈએ ક્યાંય પણ જોયો છે ? કારણ કે આવા વનમાં લગ્ન કરેલી પ્રિયાને છોડી દીધી છે અથવા આ મારા કરેલા કર્મોનો જ ઉદય છે. જેથી કરીને ઊંચા કુળમાં જન્મેલા એવા તમે આવા ભયંકર વનમાં દીન, અનાથ, એવી મને એકલી અટૂલી મૂકીને ચાલી ગયા છો અથવા હા મેં જાણ્યું, જુગારથી જકડાયેલા, સાહસિકજનોમાં મુગટ સમાન, આપની બુદ્ધિનો વિપર્યાસ થયો છે ? આ પ્રમાણે વારંવાર પોકાર કરતી દમયંતી વનમાં વૃક્ષોને, જંગલી પશુઓને વગેરેને પણ રડાવે છે. વિરહની વ્યથાવાળી દમયંતી કહે છે. રાજ્યથી ભ્રષ્ટ થવાનું એટલું દુઃખ નથી. પ્રવાસ પણ એટલો દુઃખકારી નથી, ખરેખર આ પ્રિયના વિયોગે હૃદયના બે ભાગ કરી નાંખ્યા છે. સાંજે હું પ્રિયની સાથે હતી, પ્રભાતે હું પ્રિયના વિયોગવાળી થઈ ગઈ. અહો ! વર્તમાન કાલે કોઈપણ દુષ્ટ કર્મનો આ વિપાક છે.” For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૬ પાંડવ ચરિત્રમ્ ૧૩૨ એ પ્રમાણે વિલાપ કરતી દમયંતી સાડીના છેડાથી જ્યાં પોતાના આંસુઓને લૂછે છે, તેટલામાં સાડીના છેડા પર રક્તથી નળ રાજાએ લખેલા શબ્દો જોયા. તે જોઈને દમયંતી વિચારે છે, નિશ્ચિત નળ મને મૂકીને કોઈપણ બીજા દેશમાં ચાલી ગયા છે. તો હું પણ નળની શિક્ષાથી વડના માર્ગે પિતાના ઘરે જાઉં. કારણ કે નારીઓને પતિ વિના પિતા જ શરણભૂત છે. આથી પિતાના ઘરે જાઉં. પ્રિયના આદેશનો સ્વીકાર કરતી તેણી (દમયંતી) પણ વડ વૃક્ષના માર્ગે કુંડિનપુર તરફ ચાલી. દુ:ખથી ઘેરાયેલા હૃદયવાળી પતિના વિરહના કારણે જીવવાની આશા વિનાની શંકા રાખ્યા વિના માર્ગમાં ચાલવા લાગી. રસ્તે ચાલતી એવી તેણીની સામે એકાએક કેશરી સિંહ આવ્યો, ત્યારે તેના ભાલ પ્રદેશમાં રહેલા તિલકમાંથી નીકળતા વીજળી જેવા તેજના કિરણોથી અંજાઈ ગયેલો તે સિંહ નિષ્ફળતાને પામ્યો. તે દમયંતીના પ્રભાવથી રસ્તામાં કોઈપણ દુષ્ટ જંગલી પશુ પીડા કરવાને માટે શક્તિમાન ન થયા. સર્પે તેને જાંગુલી મંત્રની જેમ જાણીને, વનના હાથીઓ તેને સિંહણ માનીને, વાઘો તેને અગ્નિની જ્વાલાની જેમ માનીને દુઃખે કરીને જોઈ શકાય તેવી રીતે જોઈને સ્વયં ઉપદ્રવિત થયા. એટલે કે દમયંતીને જોઈને તેઓ જ ઉપદ્રવવાળા થયા. રસ્તે ચાલતા વિચારે છે, અહો ! મારા પતિના આદેશને ધારણ કરતી જીવનને ધારી રાખ્યું છે અથવા આશાના પાશથી બંધાયેલી મારી છાતીના બે ભાગ થતા નથી, એ પ્રમાણે રસ્તે જતાં તેનો આખો દિવસ પસાર થઈ ગયો. સાંજે પુષ્પ-ફૂલનો આહાર કરીને રાત્રિએ એક પર્વતની ગુફામાં નિદ્રાને લીધી (સૂઈ ગઈ). હવે તે સૂતેલી એવી તેણીના તે દુઃખને સહન નહિ કરી શકતો સૂર્ય અસ્તને પામ્યો. ફરી જાણે દમયંતીના રસ્તાને બતાવવાની ઇચ્છાવાળો સૂર્ય મેરૂપર્વતના શિખર પર ચડ્યો. તેથી જાગેલી એવી તેણે દેવો અને ગુરુઓને નમસ્કાર કરીને ફરી કુંડિનપુર તરફ ચાલવા માંડ્યું. એ પ્રમાણે રસ્તે ચાલતી દમયંતી ફરી કોઈ પર્વતની ગુફામાં રાત્રિએ સૂઈ ગઈ. એક વખત રાત્રિએ સુખપૂર્વક સૂતેલી દમયંતીને અજગરે પકડવાથી જાગેલી અત્યંત આકુલવ્યાકુલ હોવા છતાં પણ અજગરના મુખમાં નાભિ સુધી ગયેલી વિચારે છે. વિધિને ધિક્કાર હો, હે વિધે ! રાજ્ય લઈને અને રાજ્ય પર રહેલા નળને હરીને સંતોષ થયો નહિ ? હવે રાંકડી, દીન એવી મને હરી લેવા ઇચ્છે છે ? ત્યારે તેના મુખરૂપ ગુફામાંથી તે કોમળ અંગી કાદવમાંથી હાથિણીની જેમ બહાર નીકળી ન શકી. નરક ઉપમા સમાન તેવા જઠરમાં પડેલી માત્ર મુખ બાકી રહી ગયું. તેથી કંઠ સુધી આવી ગયેલા પ્રાણવાળીએ મૃત્યુને આવેલું જાણીને ધર્મનું શરણ સ્વીકારીને ઊંચા સ્વરે આક્રંદ કરવા લાગી. For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ પાંડવ ચરિત્રમ્ આકંઠ સુધી આવી ગયેલા પ્રાણોનું આક્રંદ સાંભળીને અત્યંત કરૂણાથી ભીંજાયેલ હૃદયવાળો કોઈ ભીલ્લપતિ શીઘ્ર આવીને પ્રાપ્ત થયેલા રાહુના શરીરની અવસ્થાની જેમ માત્ર બાકી રહેલા મુખવાળી એવી તેને જોઈને તેણીને જ બચાવવા માટે ૫૨શુ વડે તે અજગરનું પૂંછડું કાપી નાંખ્યુ. કારણ કે કોમળ એવા પૂંછમાં જ અજગરનું બળ હોય છે. પૂંછ કાપવાથી બળ ચાલ્યું જાય છે. પછી ભીલ્લે અજગરના મુખમાંથી ખેંચી કાઢેલી સંપૂર્ણ અંગવાળી એવી તેને સરોવર પાસે લઈ જઈને સ્નાન કરાવી, તેના શરીરને સ્વચ્છ કર્યું. એ પ્રમાણે સ્વસ્થ કરીને ખજૂર, નાળિયેર, બીજોરા, સુંદર ફળો ખવરાવ્યા. પછી પાણી પીતી તેને જાણીને કમલની ઉપમા જેવા કોમલ પગોને હાથ વડે દબાવવા લાગ્યો. પછી તેના શરીરને સારૂં જોઈને ભીલ્લપતિ પોતાના કુલને ઉચિત વાણી બોલ્યો : “હે સુભૂ! તું આ જંગલમાં કોનું શરણ કરીશ ?” આથી તારો ઉપકારી એવા મને ગ્રહણ કર. સર્ગ . - દુ આ વનપ્રદેશ નિર્જન છે (મનુષ્યરહિત છે, એકાંત છે.) શૈયા પદ્મ પુષ્પ જેવી કોમલ છે. કાલ ફોગટ જવા ન દે. યાને સમયનો વિલંબ નક૨, લજ્જા શું કામ રાખે છે. તેના તેવા વચન સાંભળીને દેવી દમયંતી તે કુટીલ પર ક્રોધિત ન થઇ અને પ્રત્યુત્તર પણ ન આપ્યો. મૌન રહી પર તું હૃદયમાં આ પ્રમાણે ચિંતવે છે. અહહ! હું નલપતિ, વીરસેનરાજાની પુત્રવધુ ભાઇ દમનની બહેન અને ભીમરાજાની પુત્રી છું. આવા પ્રકારના પાત્રો (મનુષ્યો) જગતમાં જન્મે છે અને જય પામે છે. તેથી અહીંયા કાલની અને કર્મની ક્રુરતા છે. બીજું મારા વિષેશું? અહો ! કર્મની આ વિચિત્રતા. કારણ કે આ ભીલ્લે મારા માટે કરીને અજગરને હણી નાંખ્યો. તેના મુખમાંથી હું કામની ઇચ્છાથી ખેંચી કઢાઈ. તેથી આ લંપટ ભીલ્લ કોઈપણ રીતે સારો નથી, તેણીને મૌન ધારીને રહેલી જોઈને કામદેવના બાણની વ્યથાથી પીડિત ભીલ્લ બોલ્યો : “હે મુગ્ધ ! તું મૌન ધારીને રહેલી શું નિશ્વાસ થકી જ ઉત્તર આપે છે. અહીંયા જ આ વનમાં તું મારી સાથે નિઃશંક ૨મ યાને ક્રીડા કર. મારી સાથે ક્રીડા કરતાં તને કંઈ પણ દુઃખ સહવું નહિ પડે.’ દમયંતી બોલી : ‘‘અહો ! મહાભાગ, આ મહારૌદ્ર ભયંકરથી પણ ભયંકર વનમાં ભીલ્લોમાં પણ તું જ દયાળુ છે. જેથી કરીને તેં મને જીવન આપ્યું છે. જીવનથી પણ અધિક શું છે ? જે હું તને આપું ? હે પરોપકારેક શિરોમણિ ? હું તારા પર શું પ્રત્યુપકાર કરૂં ? બીજું હું શું કહું ?'' પિતા, કાકા, ભાઈ, પિતરાઈ ભાઈ આદિ હું એક જીભ વડે તને કરીને શું કહું ? હે મહાભાગ ! ‘ધન્યથી પણ તેઓ ધન્ય છે, જેઓ તારી જેમ જે પરસ્ત્રીથી દૂર રહેતા ધર્મબંધુઓ સ્વાર્થ વિના જ તારી જેમ પરોપકારને કરે છે, પરંતુ જેઓ પરસ્ત્રીની અભિલાષા રાખે છે, તેઓને ધિક્કાર છે.'' For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ (૧૩૪] સર્ગ - ૬ કારણ કે – તે નિંદાનું મૂળ, ધૃણાનું કારણ, મૃત્યુનું દ્વાર, લજ્જાનું ઘર છે તોપણ મૂઢ લોકોને પરસ્ત્રી ઉપર પ્રીતિ થાય છે. આથી હે મહાનુ! પરસ્ત્રી રક્ત હો અથવા વિરક્ત હો. બંને રીતે મહાપુરુષો વડે તે સર્વ રીતે ત્યાજ્ય છે. કારણ કે રક્ત(રાગી,સ્ત્રી બધું હરી લે છે. વિરાગી ન હોય તોપણ તે વિષની વેલડી છે. હે મહાભાગ ! તે કારણે પરસ્ત્રી સર્વ રીતે છોડવા યોગ્ય છે ઇત્યાદિ દમયંતીના વચનો સાંભળીને ભીલે નફફટ થઈને એટલે કે લાજ મૂકીને દમયંતીને કહ્યું: “હે સુ! પાપી પુરુષને આ ધર્મોપદેશ શું કામનો ? વૃક્ષના મૂળમાં સિંચેલુ પાણી કેટલો સમય સ્થિર રહે, તેવી જ રીતે આ તારો અલ્પ ધર્મોપદેશ મારા હૃદયમાં કેટલો સમય રહેશે. મારા હૃદયમાં નરકથી પણ વધુ દુઃખ છે. કારણ કે તારા જેવું સ્ત્રીરત્ન મારા વડે ક્યારે પણ ભોગવાયું નહિ.” અર્થાત્ તારા જેવી સ્ત્રીરત્નને મેં ભોગવી નહિ. હે બાલે ! તું શું મારા જેવા પાપીને નરકાદિની બીક બતાવે છે. અહીંયા તારા ઉપર બળાત્કાર કરતાં મને રોકવા કોણ સમર્થ છે ? એ પ્રમાણે કામાતુર થયેલો ભીલ નાયક તેના વિચારોથી અટક્યો એટલું જ નહિ, પરંતુ તે દમયંતીના હાથને ક્રીડા માટે બળાત્કારથી પોતાના હાથ વડે જ્યાં પકડે છે, તેટલામાં દમયંતીના યાદ કરવા માત્રથી આવેલા પૂર્વ આરાધિત હરિદેવે વીજળી પાડી ભસ્મ કરેલો ભીલ્લપતિ નરકનો અતિથિ થઈ ગયો. તે દેવ લિપતિને શિક્ષા આપીને પોતાના સ્થાનમાં ચાલી ગયો. હવે દમયંતી વિચારે છે, અહો ! કર્મની વિચિત્રતા જે કોઈપણ હાલમાં મારા ઉપર ઉપકાર કરે છે, તે બિચારો પણ દેવતાથી હણાય છે, એ પ્રમાણે શોકને કરતી દમયંતી ફરી પણ માર્ગમાં આગળ ચાલવા લાગી. માર્ગમાં ચાલતી એવી તે માર્ગનો થાક લાગવા છતાં પણ રાત્રિએ નિદ્રા લેતી નથી. કારણ કે નિદ્રાથી મારા પતિનો વિયોગ થયો છે. તેવી રીતે નિદ્રા લેતાં અજગરથી પણ ગળાઈ હતી, તે કારણથી રાત્રિએ પર્વતની ગુફામાં રહેલી પંચપરમેષ્ઠિ મંત્રનું હૃદયમાં વારંવાર સ્મરણ કરે છે. નમસ્કાર મંત્રના પ્રભાવથી અને શીલના પ્રભાવથી તેનું કોઈ કંઈ પણ અનિચ્છનીય કરવા માટે શક્તિશાળી નથી. તેના હૃદયમાં એક મોટું દુઃખ રહ્યું છે કે, મારા માટે જીલ્લ બિચારો મરી ગયો. એ પ્રમાણે રસ્તે ચાલતાં જતાં કેટલાય કાળ પછી ધનવાન વણિક સાર્થવાહનો સંગમ થયો. દમયંતી તે સાર્થવાહની સાથે માર્ગમાં આગળ વધતાં રાત્રિમાં દુઃખથી ચડી શકાય તેવી વિકટ ટેકરી ઉપર રહ્યા અને તે રાત્રિને વિશે સાર્થના સર્વ લોકો સૂઈ ગયા, ત્યારે લોકોની For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૬ ૧૩૫ પાંડવ ચરિત્રમ્ ગંધથી ક્રોધથી અંધ થયેલો વનણાથી હાથીના ટોળા સાથે આવી ચડ્યો. તે હાથીએ વસ્તુ ભરવાના વાસણો, ભોજન કરવાના વાસણોને ભાંગી નાંખ્યા. કેટલાય પુરુષો ત્રાસને પામ્યા. કેટલાક મનુષ્યો મરણ પામ્યા અને બળદો સર્વ દિશામાં નાસી ગયા. ફરી તેવી જ રીતે દમયંતીએ એકાકી વનદેવતાની જેમ અહીં તહીં ભમીને એક વૃક્ષની નીચે વિશ્રામ લીધો. ખેદ પામેલી દમયંતી ચિતવે છે, અહો ! ભાગ્યની આ વિકૃતિ કેવી ? જેની સાથે રસ્તામાં ચાલું છું, તેનું પણ કુશલ થતું નથી. એ પ્રમાણે વિચારતી દમયંતી ઉઠીને થાકી ગયેલી હોવા છતાં પણ પરાક્રમનું આલંબન લઈને ધીરે ધીરે શિકારવાળા ગિરિના માર્ગ ઉપર ચાલવા લાગી. માર્ગથી થાકેલી, નિરાશ થયેલી, વ્યગ્ર બનેલી, કર્મને વશ થયેલી, ડરી ગયેલી, ત્રાસને પામેલા દેહવાળી એવી તે સુંદરી (દમયંતી) પણ સુખને પામતી નથી. આગળ જતાં રસ્તામાં દમયંતીએ અશોક વૃક્ષની નીચે ચારણ શ્રમણ મુનિના સમુદાયને જોયો. તે કોમળ અને ઝીણા વસ્ત્ર પહેરેલા મુનિની નજીકમાં ગયેલી (જઈને) દમયંતીએ પૂછ્યું : હે ભગવન્! મને વંદન માટે રજા આપો.” એ પ્રમાણે કહીને તેણીએ તેઓની વચ્ચે રહેલા ધીર, પ્રતાપી, ધર્મઘોષ નામના મહામુનિને વંદન કર્યું. મુનિએ કહ્યું : “હે ભદ્રે ! તને ધર્મનો લાભ થાઓ. હે કલ્યાણી ! આ બાજુ જો આ ચારણ-શ્રમણ સાધુઓ વૈતાઢ્ય પર્વતથી તીર્થયાત્રાએ આવ્યા છે. દેવ, અસુરો વડે નમસ્કાર કરાયેલું આ તીર્થ ભાવિમાં સોળમા શ્રી શાંતિનાથ ભગવાનનું મુક્તિધાર નામનું મહાતીર્થ થશે.” તું એકલી આ વનમાં કેવી રીતે આવી ? આ તીર્થ પ્રાયઃ મનુષ્યોને માટે અજાણ્યું છે. નહિ જાણનાર કોઈપણ અહીંયા આવવા માટે સમર્થ-શક્તિશાળી નથી. મુનિએ કહ્યું : “હે સુકુમારગી ! હે મુગ્ધ ! અવિધવા એવી તને એકલી જોઈને મને મોટું આશ્ચર્ય થાય છે. તું દેવકન્યા નથી, સાવિત્રી નથી, ઇન્દ્રાણી નથી, પાર્વતી નથી. કારણ કે ઉઘાડ બંધ તારા ચક્ષુઓ થાય છે. તું કોણ છે ? કોની પત્ની છે ? કયા કારણે દીન મુખવાળી, એકલી વનમાં વિચરે છે ! આ બધું મને જેવું છે તેવું કહે.” હે ભગવન્! હું દુર્દશામાં આવી પડેલી હોવા છતાં પણ ભાગ્યવાન છું. કારણ કે આ ભીષણ વનમાં મને આપના દર્શન થયા છે, તો પણ મારી કથની સાંભળો. અયોધ્યા નગરીમાં વીરસેન નામનો રાજા છે. તેના પુત્ર શત્રુ માટે કાળઝાળ અગ્નિ સમાન નળ નામનો રાજા ભાઈ કૂબરની સાથે જુગાર રમતાં સર્વસ્વ હારી ગયો. તેથી કૂબરે કાઢી મૂકેલો દમયંતી નામની પત્ની સાથે દેશાંતર ચાલી ગયો. એક અટવામાં મને સૂતેલી મૂકીને કઠોર હૃદયથી ક્યાં ગયો, તે જણાતું નથી. અનાથ એવી મને છોડીને તેવી રીતે ગયા કે જેવી રીતે ફરીથી For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચિરત્રમ્ ૧૩૬ દેખાયા નહિ. તેથી હું નળનો માર્ગ જોતી કોઈ ગિરિની ગુફામાં સૂઈ ગઈ. ત્યાં પણ અજગરે મને ગળી. ત્યાં એક ભીલ્લે મને છોડાવી, બચાવી. પછી હું સાથેની સાથે ભળી ગઈ. તે પણ સાર્થ વનહાથીથી પીડા પામ્યો. પછી હું ત્યાંથી નીકળીને દક્ષિણ દેશના અધિપતિ એવા મારા પિતાના ઘરે જાઉં છું. અહીંયા શ્રી શાંતિનાથ પ્રભુના મંદિરે આવેલા એવા તમે મને મળ્યા. મેં તમને વંદન કર્યું, આ મારી કથની છે. સર્ગ - મુનિએ કહ્યું : “હે ધર્મશીલે ! તારા શીલના પ્રભાવથી બધા ઉપદ્રવો દૂર થશે, એ પ્રમાણે કહીને તે મુનિ તે ચારણ મુનિઓની સાથે તપની લબ્ધિથી આકાશ માર્ગે સ્વસ્થાને ગયા.” -દુ હવે દમયંતી રસ્તે આગળ ચાલતી જ્યાં કેટલીક આગળ ગઈ, તેટલામાં ફરી પણ કોઈ સાર્થ મળ્યો. ત્યાં સાર્થની સાથે સંતુષ્ટ થયેલી જ્યાં થોડી આગળ ગઈ, તેટલામાં તે સાર્થને ભીલ્લ સેનાએ રોક્યો. તેથી સાર્થાધિપતિના સુભટો અને ભીલ્લ સેના સાથે ભીષણ યુદ્ધ થયું. એ પ્રમાણે એકબીજાનું યુદ્ધ જોઈને દમયંતીએ સાર્થપતિના સેવકોને ભાંગી પડેલા (નિરાશ) જોઈને આગળ થઈને (આવીને) સિંહણની જેમ હુંકારો કર્યો. તેના શીલના પ્રભાવથી અને મુનિના વચનથી તે ભીલ્લ નાયકો સર્વે ભાગી જઈને પોતાના સ્થાનમાં ચાલી ગયા. દમયંતીનું આવું પરાક્રમ જોઈને સાર્થપતિએ દમયંતીને પૂછ્યું : “હે કલ્યાણી ! પૃથ્વી પર મહિમાવાળી તું કોણ છે ?’ આ નિર્જન વનમાં એકલી તું આમતેમ કેમ ભમે છે ? તે દમયંતીએ સાર્થપતિની આગળ જેવું બન્યું હતું, તેવું કહ્યું. તું હું કુંડિનપુર ગામ તરફ જાઉં છું. ત્યાં અત્યંત પરાક્રમી ભીમ રાજા નામના મારા પિતા રહે છે. તેની હું પુત્રી છું. આથી હું ત્યાં જાઉં છું. રસ્તામાં મને તમે મળ્યા. મારા શીલના પ્રભાવથી હુંકાર માત્રથી તારા સાર્થનું રક્ષણ થયું. સાર્થવાહે કહ્યું : “હું વસંત નામે સાર્થવાહ છું. તારા પતિ નળ રાજાનો હું સેવક છું. આથી હું તારી રક્ષા કરીશ.' કારણ કે સાર્થનું રક્ષણ કરનારી હોવાથી તું મારી ઉપકારણી છો અને નળ પત્ની હોવાથી તું મારે માટે પૂજ્ય અને સન્માન્ય છો. એમ કહીને વસંત સાર્થવાહ દમયંતીને પોતાની છાવણી (તંબુ)માં લઈ ગયો. ત્યાં સાર્થવાહ દમયંતીની ભક્તિ કરે છે, તે આ પ્રમાણે. સ્નાન, ભોજનાદિ વડે થાક ચાલી ગયો છે જેનો એવી તેની તે તે ઉપચારો વડે દેવતાની જેમ આરાધના-સેવા કરે છે. વળી ત્યાં કેટલાક દિવસો રહી ત્યારે સ્થાને સ્થાને લોકોને મયૂરના નૃત્યને બતાવતી વર્ષાૠતુ આવી ગઈ. ત્રણ રાત્રિ સુધી પુષ્કરાવર્તના મેઘની ઉપમા જેવો અટક્યા વિના મૂશળધાર વરસાદ વરસવા લાગ્યો. ત્રણ દિવસ પછી તે વરસાદ અટક્યા બાદ માર્ગ ભાંગી જવાના ભયથી થોડો સમય રોકાઈને દમયંતી કોઈ જાણે નહિ તેવી રીતે વરસાદ રોકાઈ For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૬ ૧૩૭ પાંડવ ચરિત્રમ્ જતાં આગળ રસ્તે જવા નીકળી. રસ્તામાં જતાં નળ પ્રિયા દમયંતીએ અંજનગિરિ સમા મહાશ્યામ, મનુષ્યના અસ્થિ ભૂષણવાળો, વિકરાલ દાંતવાળો, હાથમાં કાતરવાળો એવા એક રાક્ષસને જોયો. તે રાક્ષસે ભયથી ચંચળ આંખોવાળી (ભયવાળી) એવી દમયંતીને કહ્યું : “હે બાલિકે ? તું ક્યાં જાય છે, ઉભી રહે, ઉભી રહે. સાત દિવસના ભૂખ્યા એવા મને તું મળી છે, હું તને ખાઈશ.” તે સાંભળી ડરેલી દમયંતીએ સત્ત્વધારીને રાક્ષસને કહ્યું : “હે ભદ્ર ! તું મને સ્પર્શ કર નહિ, તું મને સ્પર્શ કરતાં જ ભસ્મસાત્ થઈશ. સતીના શ્રાપથી નાશ પામીશ. જો કલ્યાણને ઇચ્છતો હોય તો આ બાજુ જા, અહીંથી દૂર જા.” તેને સતી જોઈને ડરેલા રાક્ષસે દમયંતીને કહ્યું : “હે ભદ્રે ! તારા શીલ અને સત્ત્વથી હું તુષ્ટ (ખુશ) થયો છું. તને જે રૂચે (ગમે) તે માંગ.” ત્યારે દમયંતીએ કહ્યું : “હે ભદ્ર ! હે રાક્ષસ ! હે વ્યંતરેશ્વર ! જો તું ખુશ થયો છે, તો કહે કે ભવિષ્યમાં મારા પતિનો સમાગમ ક્યારે થશે ?” રાક્ષસે શીઘતાએ અવધિજ્ઞાન વડે જોઈને તેને કહ્યું : “તારો ત્યાગ કર્યો તે દિવસથી લઈને બાર વર્ષે મેળાપ થશે.” તે પણ તારા પિતાના ગૃહે પતિ સાથે સમાગમ થશે, જો તું આદેશ કરે તો ક્ષણમાત્રમાં ત્યાં હું તને લઈ જાઉં. દેવી દમયંતી બોલી : “હે દેવરાજ ! આ જગતમાં તારે શું અસાધ્ય છે? પરંતુ હું પરપુરુષની સાથે ક્યારે પણ નહિ જ જાઉં, દમયંતીના તે વચન સાંભળીને દેવે દિવ્યરૂપ કરીને દમયંતી ઉપર પુષ્પવૃષ્ટિ કરીને દમયંતીની સ્તુતિ કરી અને નમસ્કાર કરીને પોતાના સ્થાને ચાલી ગયો.” બાર વર્ષના અંતે પતિનો સંગમ જાણીને સતી વ્રતમાં મુગટ સમાન એવી દમયંતીએ આવા પ્રકારના અભિગ્રહો ગ્રહણ કર્યા. તે આ પ્રમાણે : લાલ કપડાં, તાંબૂલ, પુષ્પ, આભૂષણ અને વિગઈ, પ્રિય પતિના દર્શન પહેલાં ગ્રહણ નહિ કરું. પછી ત્યાંથી ચાલતી દમયંતી એકલી પુણ્યના સહારે, કોઈ ગિરિની આજુબાજુ સુખને આપનારી કંદરા (ગુફા) પ્રાપ્ત થઈ (જોઈ), તે ગુફામાં વર્ષાકાળને પસાર કરવા માટે દમયંતી ત્યાં રોકાઈ ગઈ. ત્યાં રહેલી દમયંતી પુણ્યોદયથી સ્મૃતિમાં આવતાં માટીની એક ભવિષ્યમાં થનારા સોળમા શ્રી શાંતિનાથ પ્રભુની પ્રતિમા બનાવીને ત્રણ નવકાર ગણીને ગુફાના એક ખૂણે સ્થાપીને રહી, પછી તે દમયંતી દરરોજ શ્રેષ્ઠ પુષ્પો થકી તે જિન પ્રતિમાને જાતે જ પૂજે છે. For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ પાંડવ ચરિત્રમ્ સર્ગ - ૬ એ પ્રમાણે ધર્મધ્યાનમાં રત તે ગુફામાં દિવસો પસાર કરે છે. જ્યાં સુધી હું મારી દૃષ્ટિ વડે નળને ન જોઉં, ત્યાં સુધી હું એક આંતરા ઉપવાસરૂપ ચોત્પત્તિ વિના પારણું નહિ કરું, એવો અભિગ્રહ કરીને ચોથભન્ન-છઠ્ઠ-અક્રમાદિ અનેક તપ કરતી ગળેલા, પડેલા પુષ્પ, ફલના આહાર વડે પારણું કરતી એકાકીની, ભય રહિત પરમષ્ઠિ મહામંત્રના સ્મરણમાં ડૂબેલી દમયંતીએ ઘણો કાળ પસાર કર્યો. હવે વસંત સાર્થપતિએ દમયંતીને ત્યાં નહિ જોતાં અહીં તહીં સાર્થની અંદર બધે તપાસ કરતાં તેના પગલાના અનુસાર તે કંદરા (ગુફા) મળી, તે કંદરાની અંદર જોતાં જોતાં શ્રી શાંતિનાથ પ્રભુની મૂર્તિની પૂજા કરતી નળપત્નીને જોઈ. નળપત્નીએ પણ સાર્થપતિને પુષ્પાદિ આપીને શ્રી શાંતિનાથ પ્રભુની પૂજાને કરાવી. પછી સુખશાતા પૃચ્છાપૂર્વક સાર્થપતિની સાથે વાત કરવા લાગી. વસંત (સાર્થપતિએ) કહ્યું : “હે દમયંતી ! કયા દેવની આ મૂર્તિ છે, જેને તું પૂજે છે ? તેણીએ પણ ભવિષ્યમાં થનારા સોળમાં શ્રી શાંતિનાથ પ્રભુની છે.” એ પ્રમાણે કહ્યું. તેઓની વાણી સાંભળીને તે પર્વતની સમીપે રહેલા તાપસી ત્યાં આવ્યા, પછી તે દમયંતીએ તે તાપસીને અને વસંત સાર્થપતિને આશ્ચર્યકારી અરિહંત પરમાત્માનો ધર્મ બતાવ્યો. તે આ પ્રમાણે : પ્રતિદિન ત્રિકાલ જિનવંદન (પૂજા), સંઘનું બહુમાન સ્વાધ્યાય અને વિધિપૂર્વક ગુરુવંદન, દાન તથા આવશ્યક ક્રિયા અને શક્તિ પ્રમાણે વ્રતનું પાલન, શ્રેષ્ઠ તપ, જ્ઞાનનો પાઠ, આ જિનાગમોમાં શ્રાવક પુંગવનો ધર્મ કહ્યો છે. પ્રાણીઓનું રક્ષણ, ભક્તિપૂર્વક જિનેશ્વર પ્રભુનો મહોત્સવ, આગમનું શ્રવણ, સાધુઓને નમનવંદન અભિમાનનો વિલય, સદ્ગુરુનું બહુમાન, માયાનો નાશ, ક્રોધનું શમન, લોભરૂપ વૃક્ષનું ઉમૂલન, ચિત્તની શુદ્ધિ અને ઇન્દ્રિયરૂપ અશ્વનું દમન, આ મોક્ષનો ઉપાય છે. અરિહંત એ દેવ, સદ્ગુરુ તે સાધુ, જિનેશ્વરે કહેલો તે ધર્મ, સર્વ જીવોની દયા તે ધર્મનું સનાતન મૂલ છે. સર્વ સુખોનું પ્રધાન કારણ હોવાથી જગતનો સાર ધર્મ છે. તેની ઉત્પત્તિ મનુષ્યથી છે. તેથી જ મનુષ્યપણું સારભૂત છે. હે ભવ્યજનો ! આ પ્રકારનું સારભૂત મનુષ્યપણું પામીને ધર્મમાં પ્રયત્ન, પુરુષાર્થ કરવો. આ ધર્મ સાંભળી સાર્થપતિ અને બધા તાપસી હર્ષ પામ્યા; દમયંતીએ કહેલા તે જૈન ધર્મને વારંવાર For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ સર્ગ - ૬ પાંડવ ચિરત્રમ્ જ્યાં તેઓ પ્રશંસે છે તેટલામાં આકાશમાં મૂશળધારા વડે મેઘે વર્ષા શરૂ કરી વીજળીના ચમકારા અને ગડગડાટથી દિશાઓને ગજાવનારા મેઘે તે તાપસોને વર્ષાની ધારા વડે સિંચતા ભીંજવી દીધા. તેથી તે તાપસો મેઘધારાથી ભાગતા અહીં તહીં પલાયન થઈ ગયા. તેઓને નાસી ગયેલા જાણીને હાથમાં દાંડો (લાકડી) લઈને દમયંતીએ તેઓની ચારે બાજુ લાકડી વડે કરીને કુંડાળુ કર્યું. કુંડાળુ કરીને આ પ્રમાણે કહ્યું : “જો હું અરિહંત ભગવાનની ભક્તા અને શીલવતી હોઉં તો આ દંડથી કરેલા કુંડાળામાં વર્ષા વરસો નહિ.” તે પ્રમાણે થયેલું જોઈ આશ્ચર્ય પામેલા તે તાપસોએ દમયંતીએ કહેલો જૈન ધર્મ સ્વીકાર્યો. વસંત સાર્થવાહ પણ શ્રાવક બન્યો. તે સાર્થવાહે ત્યાં ભાવિ જિન શ્રી શાંતિનાથ પ્રભુનું મંદિર (ચૈત્ય) કરાવ્યું. તે ચૈત્યમાં બધા સાર્થ લોકો પૂજા કરે છે. તે પાંચસો તાપસો દમયંતીના વચનથી પ્રતિબોધ પામેલા તે વનમાં રહે છે અને ત્યાં સાર્થવાહે નગર વસાવ્યું. હવે આ નગરમાં તાપસો પ્રતિબોધ પામ્યા. તેથી તે નગર તાપસપુર નામથી જગતમાં પ્રસિદ્ધ થયું. સર્વ સાર્થ લોકો પણ ત્યાં ઘરો બનાવીને સ્વજનો સાથે સુખથી રહ્યા. એ પ્રમાણે ઊંચનીચ, સર્વ પ્રજા ગૃહો કરીને સુખથી રહ્યા છે અને તે નગરમાં રહેનારા લોકો પ્રાયઃ અરિહંત પરમાત્માના ધર્મમાં રત થયા. એ પ્રમાણે કાળ જતાં સતી દમયંતીએ એક રાત્રિએ બીજા પહોરે તે જ પર્વતના શિખર ઉપર સૂર્યમંડળના તેજને જીતનારો એવો પ્રકાશ દમયંતીએ જોયો. તે પછી ત્યાં જ પર્વત ઉ૫૨ દેવ, અસુર અને વિદ્યાધરો આકાશ માર્ગે આવી ગયેલા, આશ્ચર્યથી ખીલી ગયેલા મુખવાળા દમયંતીએ જોયા. આવતા એવા દેવ–દેવીના અવાજના કોલાહલથી જાગી ગયેલી પ્રજા આશ્ચર્યપૂર્વક શિખર પર ચડી અને બધા તાપસો પણ તે ગિરિ પર ચડ્યા. સિંહકેસરી સાધુને થયેલા કેવળજ્ઞાનનો ત્યારે જ દેવોએ મહોત્સવ કરતાં દેવોએ કરેલો પ્રકાશ બધાએ જોયો. દેવોએ રચેલા સુવર્ણ કમલ પર બેઠેલા કેવલી ભગવંતે સર્વજનોને અરિહંત પરમાત્માના ધર્મને બતાવ્યો. તેથી તે દમયંતી, તાપસો, સાર્થવાહ આદિ લોકો ત્યાં જઈને આ પ્રમાણે ધર્મને સાંભળે છે. શ્રી વીતરાગ પરમાત્મા ૫૨ ભક્તિ, સર્વ પ્રાણી વર્ગ ઉ૫૨ કરૂણા, દીનાદિને દાન, શ્રદ્ધાપૂર્વક આગમોનું હરહંમેશ શ્રવણ, પાપને દૂર કરવાની ઇચ્છા, ભવનો ભય, મુક્તિમાર્ગ પર અનુપમ અનુરાગ, સાધુ પુરુષોનો સંગ, મનથી પણ વિષયથી દૂર ગૃહસ્થનો આ ધર્મ છે. સમ્યક્ત્વ મૂલ બાર વ્રતરૂપ શ્રાદ્ધધર્મ અને પાંચ મહાવ્રતાદિરૂપ સાધુધર્મ, એ પ્રમાણે બંને પ્રકારનો ધર્મ કેવલી ભગવંતે કહ્યો છે. For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૧૪)ો. સર્ગ - ૬ સિંહકેસરી કેવલીના શ્રી યશોભદ્રસૂરિ ગુરુ છદ્મસ્થ હોવા છતાં પણ કેવલી પાસે રહેલા વિનયપૂર્વક નમ્ર બની તેઓ પણ ધર્મને સાંભળતા હતા. દેશના પૂર્ણ થયે કેવલી ભગવંતે કહ્યું : “જે દમયંતીએ આ અનુત્તર તત્ત્વવાળો ધર્મ કહ્યો છે, તેવી જ રીતે છે. અર્થાત્ તે સત્ય જ છે, બરાબર છે. તે ધર્મમાં અલ્પ માત્ર પણ સંશય ન કરવો.” આ પરમાત્માની ભક્તિ કરનારી, આ ધર્મને પાળનારી, આ પવિત્ર વાણીવાળી એના શીલના પ્રભાવથી ચોરો નાસી ગયા. મેઘવર્ષા રોકાઈ ગઈ, રાક્ષસ વશમાં આવી ગયો. આ બધા બનાવ તમે પ્રત્યક્ષ જોયા છે. તેથી આ મહાસતી બધાયને માનવા-પૂજવા જેવી છે. વાઘ ભીલ્લ, ચિત્તાદિથી સંકીર્ણ એવા આ મહાન વનમાં તે એકલી ગુફામાં રહે છે ઈત્યાદિ કેવલીના વચનો સાંભળીને દમયંતીના વચનમાં ઉત્પન્ન થયેલા વિશ્વાસવાળો કુલપતિ એવા વિમલમતિએ કેવલીને નમન કરીને દીક્ષાને માંગી. કેવલીએ કહ્યું: “આ મહાબુદ્ધિશાળી યશોભદ્રસૂરિ તને દીક્ષા આપશે. કારણ કે તે મારા પણ ગુરુ છે.” કુલપતિ એવા વિમલમતિએ કેવલીને કહ્યું : “હે પ્રભો ! તમે બાળવયમાં કેમ દીક્ષા લીધી?” સકેવલી ભગવંતે કહ્યું: “સાંભળો, કોશલ દેશમાં નળ નામે રાજા હતો, તેને ધર્મ આપનારી એની આ સ્ત્રી દમયંતી છે. તે નળ રાજાનો નાનો ભાઈ કૂબર નામનો છે. જે હમણાં નળ પાસેથી ધૂત રમતાં જીતેલું રાજ્ય કરે છે, તેનો હું સિંહકેસરી નામનો પુત્ર છું. તે હું સંગીતપુરના રાજા કેસરીની પુત્રી બંધુમતિની સાથે વિવાહ કરીને કરેલા વિવાહનું મંગલવાળો હું પોતાની નગરી અયોધ્યા તરફ પાછો ફર્યો.” આ વનમાં હું જ્યાં આવ્યો તેટલામાં મારા ભાગ્યથી આ યશોભદ્રસૂરિને મેં આ વનમાં જોયા અને વંદન કર્યું, આ ગુરુએ સંસારની અનિત્યતા સમજાવતી દેશના આપી. દેશના પૂર્ણ થતાં મેં ગુરુને પૂછ્યું : “ભગવન્! મારું આયુષ્ય કેટલું છે ?” જ્ઞાનવાન એવા તે યશોભદ્રસૂરિ ગુરુએ કહ્યું: “તારૂં આયુષ્ય પાંચ દિવસનું છે.” એ પ્રમાણેનું સાંભળીને મરણના ભયથી હું ડરી ગયો, તેથી ગુરુએ કહ્યું : “હે વત્સ ! ડર નહિ. હમણાં જ સંયમ વ્રતને તું ગ્રહણ કર. એક દિવસનું પણ સંય મોક્ષ આપે છે. જો મોક્ષ ન પામે તો વૈમાનિક દેવપણું અવશ્ય પામે છે. તે કથન ખોટું નથી. કહ્યું છે કે – એક દિવસનું પણ જીવ અનન્ય મનથી દીક્ષાને સ્વીકારે છે, તો જો કદાચ મોક્ષ ન પામે તો અવશ્ય વૈમાનિક દેવ થાય છે. તેવા ગુરુના વચન સાંભળીને સપરિવાર બંધુમતિને ત્યાગીને એ જ યશોભદ્રસૂરિ ગુરુની પાસે મેં પ્રવ્રજ્યા ગ્રહણ કરી, એમના આદેશથી હું આ ગિરિના શિખર પર ચઢ્યો. આજે જ પાંચમો દિવસ છે. ઘાતિકર્મો ખત્મ થવાથી આજે જ મને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે. એ પ્રમાણે વાતો For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૬ ૧૪૧ પાંડવ ચરિત્રમ્ કરતાં જ ચૌદમા (૧૪)માં ગુણઠાણા પર આરોહણ કરતાં મોક્ષ પ્રાપ્ત કર્યું. દેવોએ તે મારી કાયાનો પુણ્યક્ષેત્રમાં અગ્નિસંસ્કાર કર્યો. હવે કુલપતિ એવા વિમલમતિએ પાંચસો તાપસોથી પરિવરેલા યશોભદ્રસૂરિ ગુરુ પાસે દીક્ષા લીધી. દમયંતીએ દીક્ષા માંગતા ગુરુએ કહ્યું : “હાલમાં તારે દીક્ષાનો યોગ નથી. કારણ કે તારે હજુ પણ ભોગફળ બાકી છે. તું હજુ પણ નળની સાથે ભોગને ભોગવીશ.” દમયંતીએ પૂછ્યું : “હે ભગવન્! મેં પૂર્વભવમાં એવું શું અકાર્ય કર્યું છે ? જેથી મને બાર વર્ષ સુધી પતિનો વિયોગ થયો.” હવે નળ અને દમયંતીના પૂર્વભવોને કહે છે : પૂર્વભવમાં નળ રાજા મમ્મણ નામનો રાજા થયો હતો. હે દમયંતી ! તું વીરમતિ નામની તેની પત્ની થઈ હતી. તમે બેઉ શિકાર માટે ક્રીડાવનમાં જતાં તમે સાર્થની સાથે એક મુનિને જોયા. રાજાએ વિચાર્યું, મુનિ સામે મળ્યા તેથી અપશુકન થયું છે. મારો શિકાર નિષ્ફળ જશે. એવી બીકથી તે મુનિને સૈનિક વડે પકડીને પછી પોતાના ઘર તરફ પાછો ફર્યો. ક્યારેક (એક વખત) તે કોપને ભૂલી જઈને તે મુનિને બોલાવીને કહ્યું: “હે મુને ! તમે ક્યાંથી આવ્યા છો? ક્યાં જાઓ છો ?” મુનિએ કહ્યું : “હું ચંપાનગરીથી આવ્યો છું. તીર્થયાત્રા કરવા હું સમેતશિખરજી જાઉં છું.” તેમ સાંભળી તે બંનેને ખૂબ દુ:ખ થયું. અહો ! અમે સાર્થની સાથે જતાં મુનિને અટકાવ્યા. પછી મુક્ત કર્યા. તે મુનિએ તે બંનેને શ્રાવક ધર્મ આપ્યો. ફરી તે સાધુને મમ્મણ રાજાએ સાર્થની સાથે ભેગા કર્યા. પહેલાં સાધુને બાર ઘડી જે તમોએ રોક્યા, તેથી તમારા બંનેનો પરસ્પર) બાર વર્ષ સુધીનો વિરહ (થયો) જાણવો. હે દમયંતી ! બાર વર્ષ પછી નળ સાથે સમાગમ થશે, ફરી તું તેવા જ પ્રકારના સુખોને ભોગવીશ, એ પ્રમાણે યશોભદ્રસૂરિ ગુરુની વાણી સાંભળી હર્ષ પામેલી દમયંતીએ તે પર્વતની ગુફામાં જિનની સેવા કરવામાં ડૂબેલી (મગ્ન) ત્યાં રહીને દિવસો પસાર કરે છે. હવે યશોભદ્ર નામના ગુરુએ તે ગિરિના શિખર પરથી ઉતરીને તે તાપસપુરને અલંકૃત કર્યું. ત્યાં શ્રી શાંતિનાથ પ્રભુના મંદિરની પ્રતિષ્ઠા કરીને નગરના કરોડો જનોને દેશનારૂપ જલ વડે સારી રીતે સિંચીને ખેડૂતની જેમ સમ્યક્ત વ્રતરૂપ બીજનું રોપણ કર્યું. દમયંતીએ પણ તે ગુફામાં સાત વર્ષ પસાર કર્યા. એક વખત કોઈક પુરુષે ગુફાના દ્વાર પાસે આવીને દમયંતીને કહ્યું : “હે દમયંતી ! તારા પતિને બહુ દૂર નહિ એવા દેશમાં મેં જોયો છે. મારો સાથે રાહ જોતો હશે, આથી હું સાથે સાથે જવા માટે ઇચ્છું છું. તું જલ્દી આવ, હું જાઉં છું.” એ પ્રમાણે કહીને જ્યાં તે દૂર નીકળી ગયો, તેટલામાં તે ગુફામાંથી બહાર નીકળેલી દમયંતી બોલી : “હે ભદ્ર ! For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચિરત્રમ્ ૧૪૨ સર્ગ - ૬ ઉભો રહે, ઉભો રહે, એ પ્રમાણે બોલતી તે મુસાફરની પાછળ દોડતી વળી પાછી ભયંકર વનમાં આવી પડી.'' અહો ! વિધિ ચિંતવેલાથી બીજું કરે છે. કહ્યું છે કે :– ઉનાળાની ઋતુની ગરમીથી સારી રીતે દુ:ખી થયેલો (તપેલો) અત્યંત તૃષાથી પીડિત મનવાળા, ભરેલા સરોવ૨ને જોઈને હાથી દોડી (જલ્દી) ત્યાં આવે છે. ત્યાં કાદવમાં ફસાયેલો તે હાથી કિનારો નજીક હોવા છતાં પણ જેવી રીતે પાણીથી અને કિનારાથી એમ બંનેથી વિધિના વશથી ભ્રષ્ટ થાય છે. હવે દમયંતી પણ નિર્જન વનમાં નળને શોધતી ફરી તાપસપુર તરફ જ્યાં ચાલવા જાય છે, તેટલામાં માર્ગથી ભ્રષ્ટ થયેલી મહાવનમાં પડેલી ચિંતવે છે. અહો ! રૂઠેલો દેવ આજે પણ મારો પીછો છોડતો નથી. કંઈ સમજાતું નથી કે હવે શું કરૂં ? એમ દુઃખથી ભરેલા મનવાળી દમયંતી આંસુના પૂર વડે ભીના નેત્રવાળી આગળ રસ્તે ચાલે જાય છે. અહીં-તહીં વનમાં ભમતી વારંવાર પડતી, ભૂમિ પર આળોટતી, નસીબને ઓલંભા દેતી દમયંતીએ માર્ગમાં એક રાક્ષસીને જોઈ; પછી તે રાક્ષસીએ દમયંતીને કહ્યું : “હે બાલે ! હું ભૂખથી પીડાઉં છું. તેથી હું તને હવે ખાઈ જઈશ.'' તે રાક્ષસીને જોઈને ભયથી આકુલવ્યાકુલ બનેલી દમયંતીએ કહ્યું : જો મારે મન અરિહંત એ જ દેવ, સુસાધુ એજ ગુરુ અને જો જૈન ધર્મમાં જ મને રિત (રસ) હોય તો હે રાક્ષસી ! તું હતાશાને પામ. અર્થાત્ તારી આશા (ઇચ્છા) નષ્ટ થાઓ. એ પ્રમાણેના તેના વચનો સાંભળીને તે દમયંતીને નમીને પોતાના સ્થાનમાં ચાલી ગઈ. એ પ્રમાણે રસ્તે ચાલતાં તૃષાથી અકળાયેલી (પીડાતી) દમયંતીએ એક સૂકી ગિરિ નદીને જોઈને તૃષાથી દુ:ખી થયેલી તેણીએ આ પ્રમાણે કહ્યું : “જો હું જૈન ધર્મ પાળનારી શીલથી શોભતી હોઉં તો આ નદીમાં ઠંડુ, સ્વાદવાળું અમૃતની ઉપમા સમાન પાણી પ્રાપ્ત થાઓ.’' એ પ્રમાણે કહીને દમયંતીએ પગની પાનીથી ભૂતલને ફોસ્યું, તેથી તે નદીમાં શીતલ-સ્વાદુ જલ આવવા લાગ્યું. દમયંતીએ ત્યાં સ્નાન કરી, પાણી પીને શ્રમને દૂર કર્યો, એ પ્રમાણે નગરમાં જતી માર્ગથી થાકેલી દમયંતી એક વડના ઝાડ નીચે બેઠી. બેઠેલી એવી તેણીને એક મુસાફરે જોઈ અને પૂછ્યું : “હે ભદ્રે ! તું કોણ છે ? કયા કારણથી એકલી આ વડની નીચે બેઠી છે. વડવૃક્ષમાં રહેનારી તું શું દેવી છે ? અથવા શું માનુષી (નારી) છે ?'' તેણીએ કહ્યું : “હું દેવ નથી, પરંતુ મનુષ્ય નારી એવી વ્યાપારીની પુત્રી છું. પતિની સાથે પિતાના ઘરે જતી કોઈપણ કારણથી સૂતેલી એવી મને તેઓ વનમાં તજીને દેશાંતર ચાલી ગયા For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૬ ૧૪૩ પાંડવ ચરિત્રમ્ છે, તેથી અહીં-તહીં ભમતી માર્ગ ભૂલેલી અહીં આ વડવૃક્ષ પાસે આવી. હવે તું મારો ધર્મબંધુ છે, હમણાં મને તાપસપુરનો રસ્તો બતાવ.” તે મુસાફરે કહ્યું: “હે બાલે ! જ્યાં સૂર્યાસ્ત થાય ત્યાં તું જા. તે તાપસપુરનો માર્ગ છે, એ માર્ગથી જા. તું તાપસપુરને પ્રાપ્ત કરીશ (પહોંચીશ).” મારે જવાની ઉતાવળ છે, માટે તેને માર્ગ બતાવવા આગળ આવવા સમર્થ નથી. દમયંતીએ કહ્યું : “તું ક્યાંથી આવે છે ?” તે પુરુષે કહ્યું : “હું જલ માટે સાર્થથી આવ્યો છું. જો તું અમારી સાથે સાથે આવતી હોય તો તેને કોઈપણ રહેવાના સ્થાને લઈ જઈશ. હવે તે દમયંતી તેની સાથે સાર્થમાં પહોંચી. તે મુસાફરે સાર્થપતિને તેનો બધો પૂર્વે કહેલો વૃત્તાંત જણાવ્યો. તે વૃત્તાંત સાંભળીને સાર્થવાહે તેને પુત્રીની જેમ સન્માન આપીને સ્નાનાદિ વડે સત્કારીને રાત્રિએ ત્યાં રહીને પ્રાતઃસમયે વાહનમાં બેસાડીને રસ્તે ચાલતાં અચલપુરને પ્રાપ્ત કર્યું. ત્યાં અચલપુરના દરવાજે વાહનમાંથી ઉતારીને એને છોડી દીધી.” હવે દમયંતી માર્ગથી થાકેલી તૃષાથી વ્યાકુલ નગર(પુર)ના દ્વાર પર રહેલી વાવડીના પાણીમાં સ્નાન કરવા અને પાણી પીવા માટે તેમાં પ્રવેશીને જ્યાં સ્નાન કરે છે, તેટલામાં તેના ડાબા પગને અંગૂઠો ઘોએ પકડ્યો. તેથી તેનો કરૂણ ધ્વનિ સાંભળીને પણિહારીઓએ તે ગોઘા (ઘા)ને હાંકી કાઢી. પછી સ્વસ્થ મનવાળી દમયંતી સ્નાન કરી જલને પીને સ્વેચ્છાએ વાવડીથી બહાર આવી. આ બાજુ તે નગરમાં ઋતુપર્ણ રાજા વસતો હતો. તેને ચંદ્રની ઉપમા જેવી યશવાળી ચંદ્રયશા નામની પટ્ટરાણી હતી, તે દમયંતીની માસી થતી હતી. તેની દાસીઓ જલને માટે આવી હતી, તેણીનું (દમયંતીનું) રૂપ જોઈને મોહિત થયેલી તેઓએ પોતાની સ્વામિની ચંદ્રયશાને કહ્યું. તે ચંદ્રયશા રાણીએ તે દાસીને દમયંતીને બોલાવવા મોકલી. દાસીએ જઈને કહ્યું : “હે શુભે ! ચાલ, અમારી સ્વામિની ચંદ્રયશા પુત્રી ઉપરના પ્રેમની જેમ તને બોલાવે છે.” વારંવાર કહે છે, જલ્દી આવ, જલ્દી આવ. એમ કહીને તેનો હાથ હાથમાં લઈને (પકડીને) સૌમ્ય વચનોથી આશ્વાસન આપ્યું. પછી તેઓથી પરિવરેલી દમયંતી રાજમહેલ તરફ ચાલી. દમયંતી માર્ગમાં ચાલતાં ચિંતવે છે. આ ચંદ્રયશા મારી માસી છે. પરંતુ આ મને બાલ્યવયમાં જોયેલી હોવા છતાં પણ મને ઓળખશે નહીં, જાણશે નહીં. તેવું વિચારતી દાસીઓ સાથે ત્યાં ગઈ. દમયંતીને સામે આવતી જોઈ સિંહાસનથી ઉઠીને સામે જઈને પુત્રીના પ્રેમથી ભેટી પડી. દમયંતીએ પણ માતાના સ્નેહની જેમ તેના ચરણકમળમાં શિર ઝુકાવીને પ્રણામ કર્યા. હે વત્સ ! જેવી રીતે મારી પુત્રી ચંદ્રવતી છે, તેવી રીતે તું પણ મારી ધર્મપુત્રી છો. આજથી લઈને મારા ઘરમાં બંને લક્ષ્મી અને સરસ્વતીની જેમ સુખપૂર્વક ક્રીડા કરો (ખેલો, રમો). વળી ચંદ્રયશાએ કહ્યું : હે પુત્રી ! તું તારી વાત કહે.” તેણે કહ્યું: “હું વણિકની પુત્રી પતિ સાથે For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૬ પાંડવ ચિરત્રમ્ ૧૪૪ પિતાના ઘરે જતી એવી મને માર્ગમાં મારો પતિ એકલી સૂતેલી મૂકીને બીજા દેશમાં ચાલી ગયા છે. તેથી હું એક ગામથી બીજે ગામ ભટકતી અહીં આવી છું. તમારી દાસી અહીંયા મને લાવી છે.’’ હવે ચંદ્રયશા રાણી નગરની બહાર પુણ્યના કારણભૂત દાનશાલામાં દાન આપે છે, તે જાણી દમયંતીએ કહ્યું : “હે માત ! તમારી આજ્ઞા હોય તો હું દાનશાલામાંદાનને આપું ?” ત્યારે ચંદ્રયશાના આદેશથી દમયંતી દાનશાલામાં ગરીબ માણસો આદિને દાન આપે છે. એક વખત દમયંતીએ ઢોલ વગાડતા વગાડતા લઈ જવાતા વિકટ બંધનથી બંધાયેલા એક મહાચોરને જોયો. ચોર પણ દમયંતીને જોઈને, હે દેવી ! મારૂં રક્ષણ કરો, એમ કહીને દાનશાલાની પાસે નીચે પડ્યો. દમયંતીએ કહ્યું : “હે રક્ષક ! આ ચોરને છોડ, છોડ.' કોટવાળે કહ્યું ઃ આને ચંદ્રવતીનો રત્નનો દાબડો ચોર્યો છે. તેથી આને રાજાની આજ્ઞાથી કર્કશ ઢોલ વગાડવાપૂર્વક વધની ભૂમિએ લઈ જઈએ છીએ. ત્યારે તેણીએ કહ્યું : “હે રક્ષક ! એને છોડ, છોડ, હું રાજાને ઉત્તર આપીશ.'' એ પ્રમાણે કહેવા છતાં પણ જ્યાં તે છોડતો નથી, તેટલામાં તેણીએ સતીપણું સંભળાવવાપૂર્વક ત્રણ વાર પાણીની અંજલિ ભરીને પાણી છાંટ્યું. તેના સતીપણાના પ્રભાવથી તેના બંધનો શીઘ્ર તૂટી ગયા. તેથી બધા લોકોનો મોટો હર્ષ-કોલાહલ વ્યાપ્યો. તે કોલાહલને સાંભળીને રાજા ત્યાં આવ્યો. તે દમયંતીનું કૌતુક (ચમત્કાર) જોઈને હર્ષિત થયેલો રાજા આ પ્રમાણે બોલ્યો : “હે વત્સે ! સજ્જનોનું પાલન અને દુર્જનોનો નિગ્રહ રાજાનો આ ધર્મ છે. આ ચોર દુષ્ટ-દુર્જન છે. આ નિગ્રહને યોગ્ય છે. આથી મેં તેને પકડાવ્યો છે. રાજા પકડવા યોગ્યને પકડે છે, આથી નિગ્રહ કરતાં મને રોક નહિ.' હે તાત ! જો મારા જોતાં પણ આ ચોર મરાય તો અરિહંત ધર્મને જાણનારી (ઉપાસિકા) એવી મારામાં દયાપણું કેવું ? કેવી રીતે કહેવાય ? તેનો આગ્રહ જાણીને રાજાએ તે ચોરને છોડી દીધો.’’ મહાસતીઓ રાજાને પણ માનનીય હોય છે (તેમનું કહ્યું માને છે). ચોર બોલ્યો : ‘‘હે દમયંતી ! જીવિત દાન અપાવવાથી તું મારી માતા સમાન છે. કારણ કે તેં મને વધથી બચાવ્યો છે.’’ દમયંતીએ પૂછ્યું : “તું કોણ છે.” તેણે કહ્યું : “વસંત સાર્થવાહનો હું પિંગલ નામનો દાસ છું. મેં કર્મને વશ થવાથી તેના જ ઘરે ખાતર પાડીને ધનને ચોર્યું. ધનને હરીને નાસી ગયો, રસ્તે ચાલતાં ચોરોએ સર્વ લૂંટી લીધું. સર્વસ્વ લૂંટાઈ ગયેલો હું અહીંયા આવ્યો. અહીંયા રાજસેવા કરતાં વારંવાર રાજગૃહમાં પ્રવેશ કરતાં એક દિવસ રોક્યા વગરનો એવો હું રાજમહેલમાં રાજપુત્રી ચંદ્રવતીનો આભૂષણનો દાબડો જોઈને ચારે બાજુ કોઈ જોતું ન હોવાથી મેં તે લઈ લીધો. તે દાબડાને કાખમાં નાંખતા કોઈપણ રીતે રાજા જોઈ ગયો. તેથી મને સેવકોએ For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૬ (૧૪૫ પાંડવ ચરિત્રમ્ પકડી લીધો. તે દાબડાને લઈને મારા વધનો આદેશ આપ્યો. તે પુરુષોથી લઈ જવાતો હું સ્વામિની એવી તમારા વડે હું છોડાવાયો. આથી તે સ્વામિની ! હું કેવી રીતે દેવા વિનાનો બનું? જે પ્રમાણે આ જગતના લોકો કાદંબનીના ઋણ વિનાના બન્યા.” હે દેવી ! જ્યારે તું તાપસપુરથી બહાર નીકળી ત્યારે વસંત સાર્થવાહે તને અહીં-તહીં જોઈ નહીં તેથી ત્રણ દિવસ દુઃખથી ભોજન ત્યાગી દીધું. પછી યશોભદ્ર ગુરુથી બોધ પામેલ અને અન્ય લોકોથી બોધ પામેલા એવા તેણે ભોજન કર્યું. પછી તે વસંત ભટણું લઈને કોશલ દેશના રાજા કૂબરની સેવા કરી ઘણા મણિ, માણેકરૂપ ભટણા વડે ખુશ થયેલા છત્ર, ચામર આદિ આપી અને મસ્તક પર તિલક કરીને છત્ર, ચામર વડે શોભતા તે નગરના લોકોએ ઇચ્છિત વસંતશ્રીશેખર એ પ્રમાણે નામ કરીને વાજિંત્રોના અવાજથી દિશાઓને પૂરી, બંદીજનો થકી સ્તુતિ કરાતો તેઓને દાન આપતો પોતાના નગરે આવ્યો. તે વસંતશ્રીશેખર તે નગર(પુર)નું પાલન કરતાં રાજ્ય કરે છે. વળી તે ચોરને દમયંતીએ કહ્યું : “હે ધર્મપુત્ર ! હમણાં તું દીક્ષાને અંગીકાર કર અને આત્માનું હિત સાધ ! જો તું નસીબ યોગે જીવતો છોડાયો છે-છૂટ્યો છે. આથી ધર્મને કર.” કહ્યું છે કે :- રાજ્ય, સારી સંપત્તિ, ભોગો, સુકુલમાં જન્મ, સુંદર રૂપ, પંડિતપણું, આયુષ્ય, આરોગ્ય આ ધર્મનું ફલ જાણવું. વૃક્ષની બહારની શોભાનું કારણ ભૂમિની અંદર રહેલું તે વૃક્ષનું મૂળ છે. તેમ સંપદાવિભવનુ કરણ પૂર્વકૃત ધર્મરૂપ મૂળનું કારણ છે. આરોગ્ય, સૌભાગ્ય, ધનાઢ્યપણું, નાયકપણું, આનંદ, હંમેશા જય મળવો, વાંછિતની પ્રાપ્તિ થવી આ પૂર્વે કરેલા ધર્મનું જ ફલ છે. ઇત્યાદિ દમયંતીના મુખથી ધર્મના મહિમાને સાંભળીને પિંગલ ચોરે મુનિની પાસે જિનેશ્વર પ્રભુએ જણાવેલ દીક્ષા આપવા માટે પ્રાર્થના કરી. મુનિએ પણ તેને યોગ્ય જાણીને જિનમંદિરે લઈ જઈને દીક્ષા આપી. પછી બધાય સાધુ વિહાર કરી ગયા. દમયંતી તેજ દાનશાળામાં ચંદ્રયશા રાણીની આજ્ઞાથી દાન આપી રહી છે. કહ્યું છે કે – “સંપત્તિમાં નિયમ, શક્તિમાં સહનશીલતા, યૌવનમાં વ્રત, દરિદ્રપણામાં દાન, થોડું પણ મોટા લાભને માટે થાય છે.” જેના ઘરથી નિરાશ થઈને પાછો ફરેલો અતિથિ તેમને પાપ આપીને પુણ્ય લઈને જાય એ પ્રમાણે જાણતી દમયંતી બધાયને દાન આપે છે. આ બાજુ એક દિવસ ભીમ રાજાએ કોઈની પણ પાસે સાંભળ્યું કે, નળ અને કૂબર બંને જુગાર રમ્યા. તે જુગારમાં કૂબર જીતી For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ [૧૪૬ સર્ગ - ૬ ગયો. નળ સંપૂર્ણ રાજ્ય વગેરે હારી ગયો. તેથી કૂબરે નળને પોતાના દેશમાંથી કાઢી મૂક્યો. નળ દમયંતીને સાથે લઈને નીકળેલો હોવા છતાં પણ વનમાં દમયંતીને સૂતેલી એકલી મૂકીને ક્યાંય પણ જતો રહ્યો છે. આ બધું ભીમ રાજાએ સાંભળ્યું. ભીમ રાજાએ પોતાના ઘરમાં રહેલા દેવની પૂજા કરનારા નામે હરિમિત્રને તે નળ અને દમયંતીને શોધવા માટે મોકલ્યો. તે અહીં-તહીં ફરતો ફરતો અચલપુરે આવ્યો, ત્યાં રાજા ઋતુપર્ણને નમીને રાણી ચંદ્રયશાની પાસે ગયો. ત્યાં તેમને) આશીર્વાદ આપીને જ્યાં સામે બેસવા જાય છે ત્યાં ચંદ્રયશા રાણીએ પૂછ્યું : “મારી બહેન પુષ્પદંતિ ક્ષેમકુશળ છે ને ?” હરિમિત્રે કહ્યું : “રાજા અને રાણીની સનાતની લક્ષ્મી ક્ષેમકુશળ છે. પરંતુ રાજા અને રાણીને નળની અને દમયંતીની ચિંતા થાય છે.” ચંદ્રયશા રાણીએ કહ્યું : “નળ અને દમયંતીની ચિંતા શી છે?” હરિમિત્રે કહ્યું : “સાંભળો, નળ કુબેરની સાથે જુગાર રમ્યો અને રાજ્ય હારી ગયો. દમયંતીને આગળ કરીને (લઈને) નગરથી બહાર જતો રહ્યો. દમયંતીને રસ્તામાં એકલી મૂકીને ક્યાંય પણ જતો રહ્યો છે. તે ક્યાં છે, તેની ખબર મળતી નથી. તેઓની ક્યાંય પણ કોઈ પણ વાતને કરતું નથી તેઓની વાત સાંભળીને રાજા અને રાણી મૂર્છાને પામ્યા. અમારા રાજા અને રાણીને આ દુઃખ છે.” આ પ્રમાણે જાણીને ચંદ્રયશા પણ તે વાત સાંભળીને અત્યંત રડી પડી. પૂજારી હરિમિત્રે કહ્યું: “હું પણ તેઓને શોધવા માટે ભીમ રાજાની આજ્ઞાથી દેશદેશમાં ભ્રમણ કરતો, દરેક વન, દરેક ગામ ફરતો અહીંયા આવ્યો છું. પરંતુ તેઓનું નામમાત્ર પણ સાંભળવામાં આવ્યું નથી. તેથી મને અહીં-તહીં ભ્રમણ કરતાં કેવળ ક્લેશના ફલરૂપ જ થયું છે.” હરિમિત્રના મુખથી આ નળ અને દમયંતીની ફ્લેશ (દુઃખ) ઉપજાવનારી વાત સાંભળીને ચંદ્રયશા દુઃખના ભારથી ભરેલી દુઃખી થયેલી અત્યંત રૂદન કરવા લાગી. અહો ! નળે આ શું કર્યું ? જે સૂતેલી, દીન, એhી દમયંતીને વનમાં મૂકીને ક્યાં ચાલ્યો ગયો ઇત્યાદિ નળની નિંદા કરતી ચંદ્રયશા રાણીને સાંભળીને તેના સેવકો પણ તેવી જ રીતે રૂદન કરવા લાગ્યા. તે રાજ્યના બધા લોકોને રડતા જોઈને ભૂખ્યા બ્રાહ્મણે ચંદ્રયશા રાણીને કહ્યું : “અહો ! તમે બધાય નળના દુઃખથી દુઃખી થયેલા રડો છો, પરંતુ હું તો ભૂખ્યો છું.” ચંદ્રયશા રાણીએ કહ્યું : “હે વિપ્ર ! તું દાનશાળાએ જા, તને તે દાનશાળામાં ભોજન મળશે. તેથી ભૂખથી અંદર જતી રહી છે કુક્ષિ જેની એવી તે બ્રાહ્મણ રાજાના મહેલથી નીકળીને ભોજનની ઇચ્છાથી તે દાનશાળાએ ગયો.” તે દાનશાળામાં દાન આપવામાં લાગેલી તે દમયંતીને જોઈને હર્ષથી ખુલી ગયેલા નેત્રવાળા હરિમિત્ર બ્રાહ્મણે કહ્યું “હે દમયંતી ! તારા માટે હું ઘણાં ગામ, આકર, પુર, નગરો ભમી ભમીને For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૬ (૧૪૭). પાંડવ ચરિત્રમ્ ઘણા દિવસો પછી હું અહીંયા આવ્યો છું.” એમ કહીને દમયંતીના ચરણ કમલમાં નમ્યો. આજથી લઈને સર્વ તારો સ્વજન વર્ગ તારા દર્શનથી અને તારા સમાચાર સાંભળવાથી જીવિતને પ્રાપ્ત કરશે. પછી તે બ્રાહ્મણે ચંદ્રયશાની પાસે આવીને ચંદ્રયશાને વધામણી આપી. “હે દેવી ! ચંદ્રયશા રાણી, દમયંતીના દર્શન થવાથી હું તમને વધામણી આપું છું.” તેણીએ કહ્યું : “હે વિપ્ર ” દમયંતી ક્યાં છે !” તેણે કહ્યું : “જે તમારી દાનશાલામાં દાન આપે છે, તે જ દમયંતી છે. તે સાંભળીને ચંદ્રયશા તે જ ક્ષણે જ્યાં દમયંતી છે ત્યાં દોડી ગઈ.” દમયંતીને પ્રેમપૂર્વક આલિંગન આપીને (ભેટીને) અશ્રુથી ભીંજાયેલા વદનવાળી ચંદ્રયશા બોલી : “હે પુત્રી ! તે આટલા સમય સુધી જાતને કેમ છૂપાવી રાખી ? મારી આગળ તેં મને કેમ કહ્યું નહિ ? હું શું તારૂં કથન (વચન) સાંભળવા માટે યોગ્ય નથી ? તે જાતને કેમ છૂપાવી છે ?” તારો દોષ શું? મારો જ દોષ છે. કારણ કે, મારા ઘરમાં આવેલી હોવા છતાં પણ મેં તને ન ઓળખી અર્થાત્ હું તને ઓળખી ન શકી. હા ! હા ! ધિક્કાર હો મને ! પહેલાં જોઈ હોવા છતાં પણ ઓળખાઈ નહિ. હે વત્સ! તે આટલા કાળ સુધી મને કેમ ઠગી ? માસી પણ માતા સમાન જ છે, હે પુત્રી ! નળે તને કેમ તજી દીધી ? અથવા તે નળને કેમ ત્યાગી દીધો ! સૂર્યથી પણ અધિક પ્રકાશ આપતું તારા લલાટમાં રહેલું તિલક ક્યાં ? દમયંતીએ પણ ઘૂંકને હાથમાં લઈ પોતાના લલાટે ઘસ્યું. તેથી તે સૂર્યના તેજને હરનારૂં લલાટમાં તિલક પ્રકાશમાં આવ્યું. પછી ચંદ્રયશા રાણી તેનો હાથ પકડીને મહેલમાં લઈ જઈને સુગંધી પાણી વડે તેને સ્નાન કરાવીને બે સફેદ વસ્ત્ર પહેરાવીને તે તે પ્રકારના પ્રેમ ઉપચાર વડે તે દમયંતીને આનંદ કરાવે છે. તે દમયંતીનો હાથ પકડીને રાજાની પાસે લઈ આવી. રાજાએ પણ તે દમયંતીને રાજ્યથી ભ્રષ્ટ આદિ વૃત્તાંતને પૂક્યો. દમયંતીએ પણ પૂર્વે અનુભવ કરેલી પોતાની ચૂતક્રીડા આદિ સર્વે વાત કહી સંભળાવી. તેથી શોકથી વ્યાકુલ બનેલી, રોતી દમયંતીને તેના જ ઉત્તરવસ્ત્રથી આંખમાં આવેલા અશ્રુઓ લૂંછતા કહ્યું “હે વત્સ ! ખેદ ન કર. કર્મથી બલવાન કોણ છે ?” એ પ્રમાણે તે બધા ચંદ્રયશા રાણી દમયંતીથી લઈને સ્વજનોની વાતો કરતાં સૂર્યાસ્ત થઈ ગયો. પરંતુ દમયંતીના તિલકના પ્રભાવથી દમયંતી જ્યાં રહી છે, તે સ્થાનમાં પ્રકાશ પથરાઈ ગયો અને હાથ વડે તિલક ઢાંકતા અંધકાર છવાઈ ગયો. વળી હાથ દૂર કરતાં તિલકના ઉદ્યોત વડે પ્રકાશ પથરાઈ ગયો. તે જોઈને રાજા આશ્ચર્ય પામ્યો. તે રાત્રિને વિશે તેજથી ચમકતો કોઈકે દેવ દમયંતીને નમસ્કાર કરીને આગળ બેસીને તેને આ પ્રમાણે કહ્યું : “હે દેવી ! દમયંતી પિંગલ નામનો જે ચોર હતો તે હું છું.” જે તે પહેલાં મને છોડાવ્યો હતો અને મરણ (વધ)થી બચાવ્યો હતો અને વળી દીક્ષા અપાવી હતી, તે વિહાર કરતો ફરી તાપસપુર પહોંચ્યો અને રાત્રિને વિષે સ્મશાનમાં કાઉસ્સગ્નમાં રહ્યો હતો, ત્યાં દાવાનળે ઘેરી લીધો. સમ્યમ્ આરાધના કરીને તે અગ્નિથી શરીર બળી ગયું અને ત્યાંથી સૌધર્મ For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ (૧૪૮) સર્ગ - ૬ દેવલોકમાં વિમાનાધિપતિ મોટી ઋદ્ધિવાળો દેવ થયો છું, તે હું પિંગલ નામનો દેવ છું. જો તે ત્યારે મને દીક્ષા ન અપાવી હોત તો ચોરીના પાપથી નરકે ગયેલા એવા મારી કઈ ગતિ (દશા) થાત અને આ દેવ સંપત્તિ ક્યાં મળત? હે માત ! આ બધું તારી કૃપાનું ફળ છે. જેથી કરીને હું આવા પ્રકારની દેવલક્ષ્મીને પ્રાપ્ત કરનારો દેવ થયો છું. હવે કહે, હું તારા ઉપર શું ઉપકાર કરૂં ? તેણે કહ્યું : “જો મારા હૃદયમાં જિનેશ્વરે કહેલો ધર્મ છે, તો મારી પાસે બધું છે. તું પણ જિનધર્મનું સારી રીતે પાલન કર. જેથી તારી પાસે ફરી ઉત્તરોત્તર ઋદ્ધિ વૃદ્ધિ પામે.” એ પ્રમાણે કહીને દમયંતી મૌન રહી. દેવ બોલ્યો : “દેવનું દર્શન નિષ્ફલ ન હોય, એમ કહીને સાત ક્રોડ સોનું વરસાવીને તે દેવ સ્વસ્થાને ગયો.” તે ધર્મનું ફલ જાણીને રાજા ઋતુપર્ણ સમ્યક્ત મૂલ બારવ્રત રૂપ જિનધર્મને સેવે છે. હવે એક દિવસ અવસર પામીને હરિમિત્રે કહ્યું : “હે રાજન્ ! દમયંતી અહીંયા ઘણા વખતથી રહી છે, તમારી આજ્ઞા હોય તો પિતાના ઘરે જાય ? એની માતા પુષ્પદંતી છે. પિતા ભીમ રાજા છે, એના પ્રવાસના સમાચાર સાંભળવા મળ્યા ત્યારથી દુઃખે કરીને તેઓ રહ્યા છે.” પછી રાજા ઋતુપર્ણ ચંદ્રયશા સાથે દમયંતીને સારી રીતે ત્યાં વાહનમાં બેસાડીને મોટી સેના સાથે કુંડિનપુર તરફ મોકલી. ભીમ રાજા પુત્રી દમયંતીને આવતી સાંભળીને હર્ષના અશ્રુથી ભીના નેત્રવાળો, સૈન્યથી પરિવરેલો, પુષ્પદંતિ અને પુત્રાદિ સહિત કેટલીક ભૂમિ સુધી સામે ગયો. દમયંતી પણ પિતાને સામે આવતા જાણીને દૂરથી વાહનને છોડી દીધું. દમયંતી એકદમ દોડીને પિતાના પગમાં પડી. પછીથી માતા પુષ્પદંતીને કંઠે લાગીને દમયંતી જોરજોરથી રડવા લાગી. દમયંતીને મળ્યા પછી ભીમ રાજાએ પુત્રીને આગળ કરીને મહોત્સવ સહિત કુંડિનપુરમાં પ્રવેશ કર્યો (કરાવ્યો). પુત્રીના આગમનથી હર્ષિત થયેલા ભીમરાજાએ જિનચૈત્યમાં અષ્ટાહ્નિકા મહોત્સવ કરાવ્યો. હવે એક દિવસ ભીમરાજાએ દમયંતીને પૂછ્યું : “શું શું બન્યું ? નળે શું શું કર્યું ? પછી દમયંતીએ જુગારથી લઈને જ્યાં સુધી વનમાં તજી દીધી. પછી તાપસપુરે સાત વર્ષ રહી પછી અચલપુરે રહી. ત્યાં માસી ચંદ્રયશા મળી. ત્યાં હરિમિત્ર નામનો બ્રાહ્મણ મળ્યો. તે મને અહીંયા લઈ આવ્યો. એ પ્રમાણે વૃત્તાંત કહ્યો.” હવે ભીમરાજા બોલ્યો : “હે પુત્રી ! હવે તું મારા મહેલમાં રહીને ધર્મની સાધના કર. ધર્મના પ્રભાવથી અહીંયા જ તારા પતિ નળ સાથે તારું મિલન થશે. હું પણ આજથી કંઈક ઉપાય કરીશ કે જેથી ક્યાંયથી પણ આવીને તારો પતિ તને મળશે, એ પ્રમાણે કહીને તે દમયંતીને પુષ્પદંતીની પાસે રાખી.” For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૬ (૧૪૯) પાંડવ ચરિત્રમ્ દમયંતીના આગમનની વધામણીથી ખુશ થયેલા ભીમરાજાએ હરિમિત્ર બ્રાહ્મણને પાંચસો ગામો ભેટ આપ્યા. વળી ખુશ થયેલા તેણે કહ્યું: “નળ આવી જશે ત્યારે તને અર્થે રાજ્ય આપીશ, એમ કહીને સંતોષ પમાડ્યો.” ત્યાંથી તે પણ પોતાના સ્થાને ગયો, એ પ્રમાણે દિવસો પસાર થાય છે. એક દિવસ નળના દુ:ખથી પીડિત દમયંતીને જોઈને ભીમરાજાએ કહ્યું: “હે પુત્રી ! હવે તને શી ચિંતા ? તું રાજ્યની સ્વામિની છો.” ત્યારે દમયંતીએ કહ્યું : “હે રાજેન્દ્ર ! હે તાત ! તમારા જમાઈ વિના મારા જીવવાથી શું? વીરસેન પુત્ર વિના મારે રાજ્યથી શું ? તેના વિના બધું શૂન્ય જેવું છે.” કેટલાય દિવસો ગયા તો પણ તે નળના ક્યાંય પણ સમાચાર સાંભળવામાં આવ્યા નથી. આજ પણ તે જીવે છે કે મરેલો છે, એ પ્રમાણે મનમાં ચિંતા થાય છે. હવે હું નળની ચિંતા કરીશ, તું સ્વસ્થ થા. એમ કહીને ભીમરાજાએ પોતાના સેવકોને બોલાવીને આ પ્રમાણે કહ્યું : હે સેવકો ! જે નળનો વૃત્તાંત જાણીને લાવશે, તેને હું એક હજાર ગાયો આપીશ.” એમ કહીને પોતાના બધા સેવકોને બધી દિશામાં મોકલ્યા. ત્યારે દમયંતીએ નળના સંકેત સંબંધી ચિત્ત ક્ષોભિત કરનારા એવા બે શ્લોકો તે સેવકોને શીખવાડ્યા. તે આ પ્રમાણે :વસ્ત્ર ફાડીને વનમાં સૂતેલી મને તજીને તમે વનમાં નાસી ગયા છો. મારા હૃદયમાંથી તમે જાઓ, તો તમારું પરાક્રમ સાચું માનું. હે પ્રિય ! સ્ત્રી પરથી અને મિત્ર પરથી તમારી મમતા જતી રહી છે. હે દેવ ! જુગાર ખેલવાથી તમે યોગીની જેમ નિર્લોભી રહ્યા છો. એ પ્રમાણે બે શ્લોક વડે સંકેતો (નિશાની)ને ધારીને ભીમરાજાના સેવકો ચારે દિશામાં નળને શોધવા માટે પ્રવૃત્ત થયા. પછી તે ભીમ સેવકો ગામ, આકર, પુર વગેરેમાં બધેય ભમીને જોયું. પરંતુ ક્યાંય નળનું નામ માત્ર પણ સાંભળવામાં ન આવ્યું. ત્યારે પાછા આવેલા તે સેવકોએ ભીમરાજાને કહ્યું : “તે વખતે ત્યાં દમયંતીએ પણ તે સાંભળ્યું.” તે આ પ્રમાણે : “હે રાજન્ ! અમે તમારી આજ્ઞાથી બધી દિશાઓમાં નળને શોધ્યા, પરંતુ ક્યાંય પણ નળના અંશમાત્ર પણ સમાચાર મળ્યા નથી. તે સાંભળીને દમયંતી ચિંતવે છે, તો નળે રૂપ પરિવર્તન કર્યું લાગે છે. તે આ પ્રમાણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અથવા શુદ્ર જાતિમાં મૂળ રૂપને છોડીને નવું રૂપ ધારણ કર્યું હશે.” એ પ્રમાણે કાળ જાય છે. એક દિવસ સુસુમારપુરથી સ્નેહને માટે દધિપર્ણ રાજાએ ભીમરાજા પાસે દૂત મોકલ્યો, તે દૂતે વાત કરતાં ભીમરાજાને આ પ્રમાણે કહ્યું: “અમારા સ્વામિની પાસે For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૬ પાંડવ ચરિત્રમ્ ૧૫૦ એક નળ નામનો રસોયો છે, તે હાથીને શિક્ષા આપવામાં હોંશિયાર છે, ચતુર છે. તે સર્વ કલાઓમાં પ્રવીણ છે. તે સૂર્યપાક રસોઈનો જાણકાર છે, પરંતુ કુબ્જ આકૃતિવાળો છે.” તેણે તેને કહ્યું : મને શિખડાવનાર ગુરુ નળ જ છે. પછી ખુશ થયેલા નળ પાસેથી આ બધી કલાઓ શીખ્યો છું. દધિપર્ણ રાજાએ નળ (રસોયો)ને કહ્યું : “તો તું નળના ભાઈ કૂબરની શા માટે સેવા નથી કરતો ?'' તેણે તેને કહ્યું : “કૂબર અત્યંત દુષ્ટ દુર્જન છે, સ્વામિનો દ્રોહ કરનારો છે. જેણે નીતિમાં હોંશિયાર રાજા નળને રાજ્યથી બહાર કાઢી મૂક્યો છે, તેની સેવા કેમ કરૂં ?’’ આથી હું પણ નળની પાછળ દેશોદેશ ભમતાં અહીંયા આવ્યો છું. તમારી સેવા કરીશ, એ પ્રમાણે કહીને તે કુબ્જ મારા સ્વામિની સેવા કરે છે. દધિપર્ણ રાજા પણ તે નળ રસોયાની સાથે જમે છે, એ પ્રમાણે જલપાન, ભોજન, હાથી પર ચડવું, નાટક જોવા વગેરે સાથે જ કરે છે. વધારે શું કહેવું ? બંને જણા એક જ હોય તેમ રહે છે. આ પ્રમાણેના વચન સાંભળીને દમયંતીએ ભીમરાજાને વિનંતી કરી, હે તાત ! આ ભરતક્ષેત્રમાં મારા પતિ વિના બીજો કોઈપણ સૂર્યપાક રસોઈને જાણતો નથી. એમ પહેલાં મુનિએ કહેલું અને મુનિએ કહેલું તે સત્ય જ છે ખોટું નથી, તો તેને જોવા માટે કોઈક પુરુષને મોકલો તે કુબ્જ કેવો છે ? તેનું અંગ કેવું છે ? તેનું રૂપ કેવું છે ? પોતાની જાતને છૂપાવનારો નિશ્ચિત મારો પતિ જ છે. બીજો કોઈપણ તેના જેવો નથી. આથી હે તાત ! તો ત્યાં કોઈકને મોકલો. ત્યારે દમયંતીના કહેવાથી ભીમરાજાએ તે જ હરિમિત્ર બ્રાહ્મણને નળને જોવા માટે મોકલ્યો. નળના આક્ષેપવાળા બે શ્લોકો શીખવાડીને વિદાય કરેલો હરિમિત્ર ક્રમે કરીને જ્યાં તે નળ કુબ્જ રહ્યો છે, ત્યાં પહોંચ્યો. ત્યાં તે દમયંતીએ વર્ણવેલા તેવા તે નળને જોઈને રિમિત્ર ચિંતવે છે, વિચારે છે, તે આ પ્રમાણે : દિવ્ય રૂપવાળો નળ ક્યાં ? અને આ રસોયો કુબ્જ ક્યાં ? ક્યાં સરસવનો દાણો અને ક્યાં મેરુ પર્વત ? ક્યાં આગીયો અને ક્યાં સૂર્ય ? તો પણ નળની પરીક્ષા કરવા માટે ગોખેલા બે શ્લોકો બોલ્યો. તે સાંભળીને કંઈક ભીની આંખવાળા કુબ્જને જોઈને ફરી નળની નિંદાવાળા બે શ્લોકો બોલ્યો ઃ તે આ પ્રમાણે : : દયા વિનાનો, લજ્જા વિનાનો, સત્ત્વ વિનાનો, દુર્જનોમાં અગ્રેસર છે. જેણે સૂતેલી પ્રિયાને તજી દીધી છે એવો નળ. સ્નેહવાળી, વિશ્વાસવાળી, સતી સ્ત્રીને આશ્રય વિનાના નિર્જન વનમાં સૂતેલી એકલી મૂકી જતાં તે બળી ભસ્મસાત્ કેમ ન થયો ? ન આ પ્રમાણેના બે શ્લોકો સાંભળીને અશ્રુવાળી આંખે કુબ્જ હરિમિત્ર વિપ્રને કહ્યું : “અહો વિપ્ર ! તેં બે શ્લોકો સુંદર કંઠથી ગાયા, આથી તું કોણ છે ? ક્યાં રહે છે ? તે જેવું હોય તેવું For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૬ ૧૫૧ પાંડવ ચિરત્રમ્ બધું મને સત્ય કહે.” તે બ્રાહ્મણે પણ કહ્યું કે : “હું હરિમિત્ર નામનો બ્રાહ્મણ છું, કુંડિનપુરમાં રહું છું, કુંડિનપુરથી આવ્યો છું, નળને જોવા માટે ભીમરાજાએ મોકલ્યો છે, પરંતુ નળની ક્યાંયથી પણ કોઈપણ જાતની ભાળ મળતી નથી. (સમાચાર મળતા નથી.) તેથી હું પાછો સ્વદેશ જાઉં છું.” કુબ્જે કહ્યું : “હે વિપ્ર ! દમયંતીનું કંઈક (થોડું ઘણું) સ્વરૂપ જાણે છે ?” વિષે કહ્યું : “કંઈક જાણું છું.” ત્યારે કુબ્જે કહ્યું : “તો મને કહે, પછી હરિમિત્રે સૂતેલી દમયંતીને નળના વિયોગથી લઈને ભીમરાજાના ઘ૨આંગણે આવ્યા, ત્યાં સુધીનો સંપૂર્ણ વૃત્તાંત કહ્યો.” તે વૃત્તાંતને સાંભળીને કુબ્જ બહુમાનપૂર્વક સંબંધી એવા બ્રાહ્મણને જાણીને અને પાત્રને જાણીને ભોજન માટે પોતાના મહેલમાં લઈ ગયો અને પછી એને સૂર્યપાક રસોઈ જમાડી. તેને જમાડીને દધિપણે આપેલી લાખ સુવર્ણ મહોર અને અંગ પર પહેરેલા આભૂષણ વગેરે બધું તે બ્રાહ્મણને દક્ષિણામાં આપીને વિદાય આપી. વિદાય આપેલો તે બ્રાહ્મણ કુંડિનપુર આવ્યો. તે બ્રાહ્મણે કુંડિનપુર આવીને ભીમરાજાને અને દમયંતીને પણ સર્વ હકીકત જણાવી. પછી દમયંતીએ ભીમરાજાને કહ્યું : “તે જ નળ છે, જે સકલ કલાને જાણનારો, હાથીને શિક્ષા આપવામાં પ્રવીણ સૂર્યપાક રસોઈ બનાવનારો, એવા પ્રકારના તમારા જમાઈ છે.’” તેના વિના બીજો કોઈપણ આ ભરતક્ષેત્રમાં નથી, એ પ્રમાણે મુનિએ કહ્યું હતું, તે જ આ મારો પ્રાણપ્રિય છે, એ પ્રમાણે દમયંતીએ પિતાની આગળ વારંવાર કહ્યું. પછી પુષ્પદંતિ રોતી રોતી બોલતી, અશ્રુ ભરેલા લોચનવાળી માતાએ ઇષ્ટ (સારા) વચનો વડે આશ્વાસન આપવાનું શરૂ કર્યું. હે વત્સે ! તારા પરના વાત્સલ્યથી મેં તારા પિતાની સાથે આ પ્રમાણે મંત્રણા કરી. આ સૂર્યપાક રસોઈને જાણનાર કુબ્જ નળ જો હોય તો આ શ્લોક સાંભળવાથી સામો આવશે જ. તે માટે એક યુક્તિ વિચારી છે કે, તારા માટે સ્વયંવરની યોજના કરાવી, આવું જાણશે તો નળ જરૂર વિચારશે કે, આ શું ? પ્રભાતે ફરી દમયંતીનો સ્વયંવર મંડપ રચાશે ? પિતાના કહેવાથી નળના શોકથી મુક્ત કરવા દમયંતીનો પ્રભાતે ફરીવાર સુંદર સ્વયંવર મંડપ બનાવવામાં આવશે. એ પ્રમાણે સાંભળીને તે કુખ્ત હોવા છતાં પણ જો નળ હશે તો આકાશમાંથી કબૂતરો કબૂતરી માટે આવે છે, તેમ પ્રિયાને માટે દોડતો આવશે જ. તેથી અશ્વહૃદય મંત્રને જાણીને દૂર દેશાંતરથી અત્યંત વેગથી અહીંયા જો કોઈ આવશે તે નિશ્ચિત નળ જ હશે. દમયંતીએ માતાના મુખથી આ વાત (વિચારણા) સાંભળીને ખુશ થયેલા હૃદયવાળી દુઃખ વિનાની થઈ. હવે ભીમરાજાએ સુસુમારપુરે દધિપર્ણ રાજાના નિયંત્રણ માટે લેખ (પત્ર) લખ્યો. For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૧૫૨ સર્ગ - ૬ ચૈત્ર સુદ પાંચમની સવારે ફરી દમયંતીનો સ્વયંવર મંડપ રચાશે. જો તમારે લગ્નની ઇચ્છા હોય તો શીઘ અહીં આવવું. એ પ્રમાણે પત્ર લખીને દધિપર્ણને આપવા માટે દૂતને મોકલ્યો. દૂત પણ ત્યાં જઈને લેખ (પત્ર)ને આપીને રાજા ભીમે કહેલું બધું દધિપર્ણને કહ્યું. તે બધું નજીકમાં રહેલા કુલ્થ (નળે) સાંભળ્યું. દૂતે કહેલું સાંભળીને કુલ્ક (નળ) વિચારે છે. અહો ! શું સંભળાય છે, મોટું આશ્ચર્ય ? કારણ કે દમયંતી ફરી લગ્ન કરે છે તો જે દુર્જય કામદેવ બલવાન લોકોને આ પ્રમાણે હેરાન કરે છે. ઘણા એવા તપથી જેના ભ્રમર અને માથાના વાળો સૂકાઈ (લૂખા થઈ) ગયા છે, રાખોડીથી જેનું શરીર લેપાયેલું છે, જેને લંગોટી પહેરેલી છે, કરચલી પડી જવાથી શરીરની શોભા જેની જતી રહી છે, પગની પાની સુધી જેને જટા આવી છે, એવા વૃદ્ધપણાથી જેનું અંગ વળી ગયું છે, પાપી એવો દુરાત્મા કામદેવ ભૃગુઋષી જેવાને બાલિકામાં આસક્ત બનાવી નચાવે છે, તેવા કામરૂપ નટને ધિક્કાર હો. ધિક્કાર હો કામને ! જે આ પ્રકારના વૃદ્ધોને નચાવે છે, તો બીજાનું તો શું કહેવાય? તો પણ મારા જીવતા મારી પ્રિયા દમયંતી ફરી સ્વયંવર મંડપમાં કેવી રીતે જાય ? એ પ્રમાણે નળ વિચારે છે, તેટલામાં દલિપર્ણ રાજા કુન્જને કહે છે : “હે કુજ ! હવે શું કરીશું?” કુષે કહ્યું : “હે સ્વામિન્ ! શું કહો છો ?” દધિપણે કહ્યું : “સાંભળો, ભીમરાજાએ નળ મર્યે છતે દમયંતીનો ફરી સ્વયંવર મહોત્સવ શરૂ કર્યો છે. તે મહોત્સવ ચૈત્ર મહિનાની સુદ પાંચમે થશે.” તે પંચમી આવતીકાલ જ સવારે છે. ત્યાં સુધી છ પ્રહર બાકી છે. જો છ પ્રહરના અંત સુધીમાં અઢીસો યોજનનું અંતર ગમે તે રીતે કાપવું જોઈએ, ત્યારે દમયંતીની પ્રાપ્તિ થાય. અન્યથા બીજી રીતે દમયંતી મળવી દુર્લભ છે, એવી મારા મનમાં મોટી ચિંતા છે અર્થાત્ એવી મોટી ચિંતા મને સતાવી રહી છે. હે રાજેન્દ્ર ! સર્વ કાર્ય કરવામાં સમર્થ મારા જેવો સેવક હોવા છતાં આવી ચિંતાને કરો નહિ. મને એક રથ આપો અને બે જાતિ ઘોડાઓ આપો. જેથી હું સવારે તમને કુંડિનપુરની ભૂમિ પર પહોંચાડી દઉં. રાજાએ કહ્યું : “હે હુંડિક ! આ એક હજાર રથો છે, તેમાંથી તને જે પસંદ હોય તે રથને લઈ લે તથા શ્રેષ્ઠ એક લાખ ઘોડાઓમાં પહેલા બે ઘોડાઓ બધા લક્ષણથી યુક્ત અને શ્રેષ્ઠ છે, તે લઈને મારી ઇચ્છાને પૂર્ણ કર.” પછી તે હુંડિક રસોયાએ એક શ્રેષ્ઠ રથ લીધો તથા બે મનને ગમતા બે જાતિ ઘોડાઓ લીધા. પછી તે બંનેના કાનમાં હુંડિકે દેવતાએ આપેલો અશ્વકર્ણ મંત્ર કહ્યો. જે મંત્ર આ ભરતક્ષેત્રમાં કોઈપણ બીજાની પાસે નથી. પછી તેનાથી મંત્રિત બે ઘોડા દિવ્ય ઘોડા થઈ ગયા. તે રથમાં છ પુરુષો બેઠા. For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૬ તે આ પ્રમાણે અને (૬) કુબ્જ, એ પ્રમાણે તે શ્રેષ્ઠ રથમાં છ પુરુષ બેઠા. ૧૫૩ પાંડવ ચિરત્રમ્ = (૧) રાજા દધિપર્ણ (૨) પહેરેગિર (૩) છત્રધરનાર (૪-૫) બે ચામરધારી પછી તે કુબ્જ નિષધ દેવે આપેલા બે બિલ્વ કરંડિયાને કંઠમાં બાંધીને ચાબુકના ઇશારાથી ઘોડાને ચાલવાની પ્રેરણા કરી તે વાયુવેગી બે ઘોડાઓને કુબ્બે પ્રેરેલા જોઈને આશ્ચર્ય પામેલો દધિપર્ણ રાજા વિચારે છે, અહો ! આ કુબ્જથી પ્રેરિત આ ઘોડાઓને પૃથ્વી કરતલ જેટલી હોય તેટલી લાગે છે, તો કુંડિનપુર કેટલું ? કુંડિનપુર તો એક પ્રહરમાં પહોંચી જશે (આવી જશે), કુબ્જ ૨થને ચલાવતાં જોઈને દધિપર્ણ રાજા આશ્ચર્યપૂર્વક ફરી વિચારે છે. યથા :– જમીન ૫૨ નહિ, પાણી પર નહિ, ઊંચી-નીચી જમીન પર નહિ, પરંતુ વાયુથી પ્રેરાયેલા વાદળો દોડે તેવી રીતે તે રથ ત્વરિત ગતિએ આગળ વધી રહ્યો છે. જાણે ભમતી પૃથ્વીરૂપ ચક્રની સામે દિશાઓ આવતી ન હોય, જાણે વિસ્તરતા આકાશમાં પર્વતો સાંકડા થઈ જતા ન હોય, તેવા લાગે છે. સ્થલ પર ચાલનારૂં કોઈ વાહન નથી, બાણોની ગતિ કોઈ હિસાબમાં નથી. વાયુની ગતિ (મંદ લાગે છે) નથી. સૂર્ય અને મનની પણ ગતિ નથી, તેવો રથ આકાશમાં ઉડતો જઈ રહ્યો છે. અહો ! આ રથના જેવી અપૂર્વ ગતિ કોઈની પણ જોઈ નથી અને સાંભળી પણ નથી. આ સંસારમાં આવા પ્રકારનો સારથિ પણ કોઈ જ નથી, એમ વિચારતો રાજાનો તીવ્ર વેગવાળો રથ જ્યાં રસ્તે આગળ વધે છે, તેટલામાં તે દધિપર્ણ રાજાનું ઉત્તરીય (ઉપરનું) વસ્ત્ર (ખેસ) એકાએક ભૂમિ પર પડી ગયું. રાજાએ કહ્યું : “હે કુબ્જ ! ક્ષણવાર રથને ઉભો રાખ. કારણ કે મારો ખેસ પડી ગયો છે, તે લેવો છે.” કુબ્જે કહ્યું : “હે રાજેન્દ્ર ! તમારૂં ઉત્તરીય વસ્ત્ર (ખેસ) રથની પાછળ પચ્ચીશ યોજન દૂર પડ્યું છે.’ રાજાએ જ્યાં કહ્યું તેટલામાં ૨થ પચ્ચીશ યોજન આગળ આવી ગયો. કારણ કે આ બે ઘોડા તો મધ્યમ કક્ષાના છે. જો મારા મનને ગમતા (ઇચ્છિત) લીધા હોત તો ગુણા ચાલ્યા ગયા હોત. આથી તમે તે ઉત્તરીય વસ્ત્રની વાત છોડી દો અને ચાલતા માર્ગમાં આગળ ચાલો. તે સાંભળીને આશ્ચર્ય પામેલા રાજા દધિપણે કુબ્જને કહ્યું : “હે કુબ્જ ! પાછો વળ, પાછળ વળેલો હું કંઈક ગણિત કૌતુક (આશ્ચર્ય) બતાવીશ. હું લીલા માત્ર (ક્ષણવા૨)માં સર્વ પદાર્થોની સંખ્યા જાણું છું. હમણાં તે કૌતુકનો અવસર નથી. કારણ કે રસ્તે જતા વળી (કાલક્ષેપ) (મોઢું) થાય.” વિદ્યાથી નળ તેના વચન સાંભળીને કાલક્ષેપ (મોડા થવાનો) ભય છોડીને તેની પરીક્ષા કરવા માટે તત્પર થયો. કુબ્જે કહ્યું : “હે રાજેન્દ્ર ! ગણિતનું જાદુ બતાવો. મોડા થવાનો તમે ભય રાખો નહિ, કારણ કે હું સવારે તમારો રથ ત્યાં લઈ જઈશ.’’ એ પ્રમાણે For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૧૫૪ સર્ગ - ૬ તેઓ બંને વાતને કરતાં રસ્તામાં બિભીતક (બીજોરાના) વૃક્ષના ફલો જોઈને કુષે કહ્યું : “હે રાજેન્દ્ર ! આ વૃક્ષમાં કેટલા ફળ છે, તે કહો.” રાજાએ વિચારીને કહ્યું: “આ બિભીતક વૃક્ષમાં અઢાર હજાર ફલો છે, વધારે કે ઓછા પણ નહિ.” પછી કુષે રથથી ઉતરીને પગના પ્રહારથી વૃક્ષને લાત લગાવતાં તેમાં રહેલા બધાય ફળો નીચે પડી ગયા. હવે કુલ્ક રૂપવાળા નળે પોતાના હાથે પડેલા (બિભીતક) બીજોરાના ફળો દધિપર્ણ રાજાએ કહેલી સંખ્યા પ્રમાણે પ્રાપ્ત થયા. આશ્ચર્ય પામેલા નળે દધિપર્ણ રાજા પાસેથી તે ગણિત વિદ્યા માંગી. દધિપણે પણ નળ પાસેથી અશ્વહૃદય મંત્ર માંગ્યો. નળે દધિપર્ણ રાજાને અશ્વહૃદય મંત્ર આપ્યો અને દધિપર્ણ રાજા પાસેથી ગણિત મંત્ર ગ્રહણ કર્યો (લીધો). એ પ્રમાણે એક રથમાં બેઠેલા તે બંને રાજાઓ ક્રમે કરીને પ્રભાત સમયે (કાળે) કુંડિનપુરની સીમામાં આવ્યા, પરંતુ તે નગરના પરિસરમાં બીજા કોઈપણ રાજા કે યુવરાજ (રાજકુમાર)ને જોયા નહિ. સ્વયંવર મંડપનું પણ કોઈપણ લક્ષણ જોયું નહિ, તેથી દધિપર્ણ રાજા આશ્ચર્ય પામ્યો. દમયંતી ફરી લગ્ન કરે નહિ એ પ્રમાણે પોતે વિચારેલું બન્યું. તેથી નળ નિશ્ચિત થયો. નગરના રિસરમાં રાજાઓના રહેવા માટેના સ્થાન (મકાન) નથી. નગર પણ મૃદંગાદિના અવાજ વિનાનું છે. આ નગરમાં કંઈપણ નવીનતા નથી, બધું સ્વાભાવિક રહેલું દેખાય છે. ખરેખર કોઈપણ કારણે (બહાનાથી) અમારી મશ્કરી કરી છે. હવે નગરની અંદર આવેલા અમે ભીમરાજાને શું ઉત્તર આપીશું? એ પ્રમાણે વિચારતાં તે નળ રાજા અને દધિપર્ણ રાજા નગરની નજીકમાં રહેલા ઉદ્યાન પાસે પહોંચ્યા. કુન્જ સાથે દધિપર્ણરાજા આવેલા સાંભળીને ભીમરાજાએ પણ મહામહોત્સવપૂર્વક નગર પ્રવેશ કરાવ્યો અને રહેવા માટે મકાન આપ્યું. કુજ સાથે દધિપર્ણ રાજાને આવેલા જાણીને હર્ષિત થયેલી દમયંતીએ ભીમરાજાને અને માતાને કહ્યું : “હે માત-પિતા ! વીરસેન પુત્ર નળ વિના આ ભરતક્ષેત્રમાં અશ્વહૃદય મંત્રનું જ્ઞાન બીજા કોઈને પણ ખબર નથી.” ત્યારે પિતાએ કહ્યું : “આ લક્ષણો થકી આ જ મારો જમાઈ જણાય છે-લાગે છે, તો પણ નિર્ણય વિના નક્કી ન થાય.” ફરી દમયંતીએ ભીમને કહ્યું : “હે તાત ! આજે મેં અલ્પ રાત્રિ રહે છતે યાને પ્રભાત સમયે એક સ્વપ્ન જોયું છે. તે આ પ્રમાણે મને નિવૃત્તિ દેવે કોશલા વનને લાવીને બતાવ્યું. તેની આજ્ઞાથી હું એક આંબાના ઝાડ પર ચડી, તે દેવે મને હાથમાં એક સો પાંખડીવાળું કમળ મને આપ્યું તથા તે વૃક્ષ પરથી પહેલા બેઠેલું કોઈક પક્ષી એકાએક જ ભૂમિ પર પડ્યું.” ભીમરાજાએ કહ્યું : “હે પુત્રી ! કોશલા ઉદ્યાન સમાન તને રાજ્ય પ્રાપ્તિ, સહકાર વૃક્ષ સમાન તને પ્રિયનો મેળાપ, આમ્રવૃક્ષથી કોઈક પૂર્વે બેઠેલું પક્ષી પડ્યું. તે ક્રૂર કર્મ કરવાવાળો કૂબર For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૬ (૧૫પો પાંડવ ચરિત્રમ્ રાજ્યથી ભ્રષ્ટ થશે. શેષ બાકી રહેલી રાત્રિએ સ્વપ્ન જોવાથી નળનો સંગમ આજે થશે.” રાજા ભીમે અને દમયંતીએ નળની પરીક્ષાને માટે દધિપર્ણને કહ્યું : “હે દધિપર્ણ ! તમારો આ રસોયો સૂર્યપાક રસોઈ જાણે છે, તેવું સાંભળ્યું છે, તે તમારા કહેવાથી આ સૂર્યપાક રસોઈ બનાવે તે જોવાની અમને ઇચ્છા (ઉત્કંઠા) થઈ છે.” ત્યારે રાજા દધિપણે કહ્યું : “હે હુંડક ! સૂર્યપાક રસોઈ ભીમરાજા અને નળ પત્ની દમયંતીને જમાડે.” દધિપર્ણના કહેવાથી કુષે દાળ, ચોખા, ઓસામણ વગેરે બધું તડકામાં મૂકીને સૂર્યમંત્ર જપીને સૂર્યપાક રસોઈ બનાવીને ભીમ, દધિપર્ણ આદિને પરિવાર સાથે જમાડી. દમયંતી પણ સુવર્ણ થાળમાં તે રસોઈ જમી. તે રસોઈ જમીને ખુશ થયેલી દમયંતીએ ભીમને એકાંતમાં લઈ જઈને કહ્યું કે આ જ તમારો જમાઈ નળ નામનો વીરસેનનો પુત્ર છે, જેની સાથે મેં લગ્ન કરેલા છે. કોઈપણ કારણે આ કુન્જ થયો છે. જ્ઞાનીએ પણ કહ્યું છે, સૂર્યપાક રસોઈ નળ વિના બીજો કોઈપણ જાણતું નથી. દેવે કહ્યું છે કે તારો પતિ બાર વર્ષના અંતે મળશે. તે આ જ બાર વર્ષનો અંતિમ દિવસ છે. ત્રીજી પરીક્ષા પણ છે, જે એના સ્પર્શમાત્રથી મારું શરીર રોમરાજીથી ખીલેલું થશે. ત્યારે દમયંતીએ નળકુન્જને ભોજન માટે બોલાવીને અંગુલી વડે સ્પર્શ કર્યો. તે જ વખતે ખીલેલા રોમયુક્ત શરીરવાળી થઈ અર્થાત્ તેજ વખતે તેના શરીરની રોમરાજી ખીલી ઉઠી. તે જ ક્ષણે દમયંતીએ ભીમની સામે જ નળનો કપડાનો છેડો પકડ્યો અને કહ્યું કે : “તમે નળ છો. મેં અંગુલીના સ્પર્શમાત્રથી જાણ્યું છે.” કુષે કહ્યું : “કામદેવ જેવો નળ ક્યાં ? આંખને વિષના અંજન જેવો હું ક્યાં ?” એ પ્રમાણે કહેવા છતાં પણ દમયંતી નળને ભીમ આદિના જોતાં ઘરના અંદરના ભાગમાં લઈ ગઈ અને દમયંતીના પ્રેમભર્યા વચનોથી પીગળેલા મનવાળા નળને સ્નાન કરાવીને બિલ્બ (બીજોરા) અને દાબડામાંથી વસ્ત્ર અને આભૂષણો કાઢીને પહેરાવ્યા. તેથી પોતાનું મૂળરૂપ પ્રગટ થયું. દમયંતીએ નળને ઓળખી લીધો અને નળ દમયંતીને ભેટી પડ્યો. એ પ્રમાણે બાર વરસને અંતે તે બેઉનું મિલન થયું. ફરી એકબીજા પ્રીતિવાળા બન્યા. દમયંતીને મળીને ફરી નળ દરવાજા પર આવ્યો. ભીમરાજાએ નળને પ્રદક્ષિણા આપી, નમસ્કાર કરી, પોતાના સિંહાસને બેસાડીને હાથ જોડીને કહ્યું : હે ભૂપતે ! આ લક્ષ્મી આ પ્રાણો તમારા જ છે, કંઈ આદેશ આપો, એમ કહીને ભીમ છડીદારની જેમ ઊભા રહ્યા. દધિપર્ણ રાજાએ પણ આશ્ચર્યથી નમસ્કાર કરીને નળને કહ્યું : “હે દેવ ! અજ્ઞાનતાથી પૂર્વે થયેલા મારા અપરાધને ક્ષમા આપો.” કુબ્સ પણાનું વિરૂપ છોડીને નળ પોતાના મૂળરૂપમાં આવી ગયો. બંધનમાંથી મુક્ત થયેલા સર્પની જેમ પ્રકાશવા લાગ્યા. For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ પાંડવ ચરિત્રમ્ સર્ગ - ૬ આ બાજુ ધનદેવ સાર્થવાહ કે જેણે દમયંતીને શિબિકામાં બેસાડીને અચલપુરના દ્વાર પર મૂકી હતી. ભીમરાજાને જોવાની ઇચ્છાવાળો તે સાર્થવાહ જ્યાં ત્યાં આવ્યો, ત્યારે દમયંતીએ તે ધનદેવનો ભાઈની જેમ સત્કાર કર્યો. પછી દમયંતીએ દૂત દ્વારા ઋતુપર્ણ રાજાને, ચંદ્રયશ રાજાને અને ચંદ્રવતી સાથે વસંતશ્રી શેખરને પણ દૂત દ્વારા બોલાવ્યા. આ બધાએ વિવિધ પ્રકારે પ્રીતને કરતાં ઘડીની જેમ મહિનો પસાર કર્યો. એક વખત કોઈક દેવ નળ અને દમયંતીની પાસે આવ્યો. દમયંતીને નમીને બોલ્યો : “હું તે તાપસીનો સ્વામિ છું.” જેણે તેં પ્રતિબોધિને દીક્ષા અપાવી હતી, તે હું સારી રીતે સંયમ પાળીને, ઉગ્ર તપ તપીને, સૌધર્મ દેવલોકમાં કેસરી નામના વિમાનમાં શ્રીકેસર નામનો દેવ થયો છું. તે મારા પર મોટો ઉપકાર કર્યો છે. મિથ્યાત્વના કારણે ઘોરાતિઘોર નરકમાં પડતા એવા મને તેં સમ્યક્તનું દાન આપી બચાવ્યો છે. આથી હું તારું ઇચ્છિત શું કરું? અથવા તને ગમતું શું કરું? દમયંતીએ કહ્યું : “જે તારા હૃદયમાં દઢ સમ્યત્ત્વ રહ્યું છે, તો બધું જ છે. ફરી તું ધર્મમાં દૃઢ બન, એમ કહીને દમયંતી મૌન રહી. પછી કૃતજ્ઞમાં મુગટ સમાન શ્રીકેસર નામનો દેવ દમયંતીના ઘરમાં સાતક્રોડ સુવર્ણ મહોરને વસાવી પોતાના સ્થાને ગયો.” હવે નળે પોતાનું સ્વરૂપે પ્રગટ કર્યું છે, તે જાણીને બધા રાજાઓ સેવા કરવા આવ્યા. પછી ભીમ રાજા આદિ સર્વ રાજસમૂહે ભેગા થઈને નળનો રાજ્યાભિષેક . નળ રાજાએ દૂત દ્વારા બોલાવેલા સર્વ રાજાઓ પોતાના સૈન્યથી પરિવરેલા આવી ગયા. હવે નળ રાજા જ્યોતિષીએ આપેલા મુહૂર્ત તે રાજાઓથી પરિવરેલા સૈન્ય સમૂહ સાથે પૃથ્વીને ધ્રુજાવતો પોતાની રાજ્ય લક્ષ્મીને લેવાની ઇચ્છાથી કોશલા નગરી તરફ પ્રયાણ કર્યું. રસ્તે જતાં દુઃખે કરીને જીતી શકાય તેવા રાજાઓને જીતતો અને જીતેલા રાજાઓને સાથે લઈ જતો વાજિંત્રોના અવાજથી બધી દિશાઓને પૂરતો, ગૂંજવતો બધિર કરતો) અયોધ્યાના રતિવલ્લભ નામના વન (ઉદ્યાન)માં આવી રહ્યો. તે નળને આવતો સાંભળી કૂબરના મનમાં રતિભાર પણ ક્ષોભ થયો નહિ. કારણ કે નીતિને જાણવાના મનવાળો નળ બળાત્કારથી રાજ્યને લેશે નહિ. જુગારમાં જીતેલું રાજ્ય જુગારથી જ લેશે. આથી ચિંતા શી ? એ પ્રમાણે વિચારીને કૂબર નિશ્ચિત થઈને રહ્યો; નીતિવાન નળે ભાઈ એવા કૂલરની પાસે વાચાળ એવા દૂતને મોકલ્યો. તે દૂતે કુબેરની પાસે જઈને કહ્યું : , “હે રાજન ! જય અને વિજય વડે તમે વધી રહ્યા છો. દશે દિશાઓમાં વિજય પ્રાપ્ત કરીને તારો ભાઈ આવ્યો છે.” For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૬ (૧૫૭) પાંડવ ચરિત્રમ્ બધા રાજાઓ નળની આજ્ઞાને શિરસાવંદ્ય કરે છે (પાળે છે) મોટા હોવાથી તારો પૂજ્ય છે, પરંતુ રાજા તો વિશેષ પ્રકારે પૂજ્ય છે.” જીતવાની ઇચ્છાવાળા મોટા ભાઈ નળ અહીં આવ્યા છે, તો તું સ્વાગત ન કરવાના વિચાર વગરનો મૂઢ થઈને કેમ બેઠો છે ?” તું ભાઈની સામે જા. પહેલાં લીધેલું રાજ્ય વગેરે બધું પાછું આપી દે. તેમની કૃપાથી તને કંઈપણ ઓછું નહિ થાય (આવે). હે ફૂબર ! તેમનું સામ્રાજ્ય તારું જ છે, એમ જાણ (માન). કારણ કે તમારા બંનેમાં કંઈપણ જુદાપણું નથી. કૂબરે કહ્યું: “હે વિદ્વાન્ તે સારું કહ્યું, કુલભૂષણ નળ મારો મોટો ભાઈ છે, તેની ભક્તિ કરતાં મારી શોભા જ છે. પરંતુ બંને પરસ્પર વિરોધી હોવાથી મિલન ભયનું કારણ થશે (ભયરૂપ બનશે), અવિશ્વાસ કરનારું થાય.” આથી મારૂં એક વાક્ય સાંભળ. પિતાએ મને રાજ્ય આપ્યું નથી, તાકાતથી તે મેં મેળવ્યું નથી, નસીબના જ જોરે જુગાર દ્વારા પ્રાપ્ત થયું છે, મેળવ્યું છે. જુગાર દ્વારા તે મારા હાથમાંથી પોતાના રાજ્યને ગ્રહણ કરે. જેવી રીતે આપ્યું છે, તેવી રીતે ગ્રહણ કરવું તે મહાપુરુષની નીતિ છે. એ રીતિએ ન્યાયવાદી એવા મને હણીને જો રાજા નળ રાજ્યને ગ્રહણ કરશે, ત્યારે મને શું નથી મળ્યું ? તું પણ જલ્દી જઈને મારા કહેવા પ્રમાણે ભાઈની આગળ બધું કહે. પછી રાજા જાતે જ જે ઠીક લાગે તે કરે, એમ કહીને તેને સન્માન આપીને સુવર્ણાદિથી સારી રીતે સત્કારીને, પૂજીને મહાબુદ્ધિશાલી કુબેરે નળના દૂતને રજા આપી. દૂતે પણ નળની પાસે જઈને કૂબરે કહેલું બધું જ કહ્યું. તેના વચનને અંગીકાર કરીને રાજા નળ પણ કૂબર સાથે ફરી જુગાર રમવા લાગ્યો. નળની જેમ કૂબરા રાજ્યાદિ સર્વ હારી ગયો. જેવી રીતે પહેલાં કૂબરે નળને જીત્યો હતો, તેવી રીતે મળે પણ કૂબરને જીત્યો. કહ્યું છે કે – “કોના વડે સ્વીકૃત કરેલું (મેળવેલું) દ્રવ્ય કોનું થાય, દૂત કોને આધિન છે, વેશ્યા કોનામાં આસક્ત હોય છે, લક્ષ્મી કોને છોડતી નથી.” જેમાં પુત્ર અને સ્ત્રી, નાક અને કાન હારી જવાય છે, અન્ય દુઃખ સાથે તુલના કરતાં તે જુગારના જેવું બીજું કોઈ અત્યંત દુઃખ નથી. કૂબર હારી ગયો, નળ જીતી ગયો, પછી સત્ય પ્રતિજ્ઞ નળ રાજાએ સર્વ રાજાઓ સાથે ઊંચા તોરણ, થંભવાળી પોતાની રાજધાની અયોધ્યા નગરીમાં પ્રવેશ કર્યો. તે દિવસથી લઈને લજ્જા For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ (૧૫૮) સર્ગ - ૬ પામેલો કૂબર ઘરની બહાર નીકળ્યો નહિ. તેથી નળરાજા કૂબરના ઘરે જઈને કૂબરને ઘણું કહીને બાહુ વડે પકડીને ભેટવાપૂર્વક આ પ્રમાણે કહ્યું : “હે બંધો ! તું ખેદ ન કર, આપણે બે ભાઈઓ વીરસેનના પુત્રો છીએ, તું દેવી દમયંતીનો દેવર અને મારો નાનો ભાઈ છે. આથી હું તને ભાઈ હોવાના કારણે અડધું રાજ્ય આપું છું.” એમ કહીને પિતાએ આપેલા રાજ્યનો અડધો હિસ્સો એટલે કે અડધું રાજ્ય આપીને ભાઈ કૂબરને રાજી કરીને નળ રાજા સ્વગૃહે પાછો આવ્યો, તે બધાય લોકોએ અત્યંત પ્રશંસાનું ઘર એવા નળની પ્રશંસા કરી ક્રૂર કર્મ કરનારા કૂબરની વારંવાર નિંદા કરે છે. એ પ્રમાણે અર્ધ ભારતના રાજા નળને રાજ્ય કરતાં મણિ, માણિક્ય, હાથી, ઘોડા, રથ વગેરે મંગલ ભેટશું આવ્યું. (પ્રાપ્ત થયું, મલ્યું) હવે નળ રાજા, દમયંતી રાણી અને તેનો પુત્ર પુષ્કર યુવરાજ, એ ત્રણે જણાએ રાજ્યલક્ષ્મીથી શોભતા ઉત્સવપૂર્વક કોશલા નગરીમાં રહેલા ચૈત્યોના દર્શન કર્યા. એ પ્રમાણે અધ ભરતના રાજાઓથી સેવાતા (સેવાયેલા) ચરણ કમળવાળો મહારાજા નળ સર્વ પ્રકારના સુખને ભોગવનારો થયો. દમયંતીની સાથે સાંસારિક સુખનો અનુભવ કરતાં તેના ઘણા હજારો વર્ષ પસાર થયા, તોપણ કામદેવ સંબંધિ અલ્પ પણ વિકાર ન શમ્યો. આથી તેઓમાં કામદેવની રતિ નિત્ય નવી નવી વર્તે છે, તેઓ દેવ-દેવીની જેમ સુખનો અનુભવ કરતાં દિવસો પસાર કરે છે. એક વખત સભામાં બેઠેલા નળ રાજાને આવેલ પહેરેગીરે આ પ્રમાણે વિનંતી કરી કહ્યું : “સ્વામિન્ ! કોઈક કુશિલવાચાર્ય નામનો નાટ્યકાર આવ્યો છે, તે કહે છે કે હું દેવ (રાજા)ની આગળ નૃત્ય કરું ?” નળે કહ્યું: “સભામાં બોલાવ.” બોલાવેલા નૃત્યકારે રાજાને કહ્યું : “હે રાજન્ ! તમે જગતમાં નૃત્ય કરનારાઓ ઘણા જોયા. મારું પણ એક નૃત્ય જુઓ.” એમ કહીને તેણે એક ભૂંડ પડદા પાછળ લાવી મૂક્યું. તેનું વર્ણન કરતાં કહે છે કે તે ઝાંઝરના ધીર અવાજવાળો, હાર અને બાજુબંધથી શોભતો, મસ્તક ઉપર મુગટ પહેરેલો, ઝુલતા સુવર્ણના કુંડલવાળો, વિવિધ વસ્તુઓથી યુક્ત, મનોહર હાર વડે શોભતા અંગવાળો એવા તેને નૃત્ય કરતાં જોઈને પૂરી સભા ચકિત થઈ. તે શૂકર (ભૂંડ)ને તે નળની સભ માં નૃત્ય કરતાં બધાએ જોયો. સભા આશ્ચર્ય પામી. નળ અને દમયંતી પણ આશ્ચર્ય પામ્યા. ભૂંડને શીખવાડનાર રંગાચાર્યની પ્રશંસા કરતાં નળે એક લાખ સુવર્ણથી પૂજા કરી ભેટ For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૬ (૧૫૯) પાંડવ ચરિત્રમ્ આપ્યું). તે નૃત્ય બંધ થતાં લોકો પોતાને સ્થાને ગયા. રંગાચાર્ય પણ પોતાના ગૃહે ગયો. ચંદન, અગરથી વિલેપન કરાયેલો હોવા છતાં પણ છોડી મૂકાયેલો તે ભૂંડ રાજાના દેખતાં જ સ્નાન કરાયેલા પાણી ભરાયેલા ખાબોચિયાના કાદવમાં જઈ પડ્યો. તે જોઈને રાજા નળ વિચારે છે, અહો કષ્ટ ! અહો કષ્ટ ! આવા પ્રકારનો કલાધારક હોવા છતાં આવા કાદવમાં મજા માને છે. ફરી તે ભૂંડને સ્નાન, વિલેપનથી પવિત્ર (સુંદર) કર્યો. ફરી તેને તેવી જ રીતે છૂટો મૂક્યો. તે જ ક્ષણે જઈને ફરી તે જ કાદવમાં રમવા લાગ્યો, આળોટવા લાગ્યો. એ પ્રમાણે બે-ત્રણ વાર કરતાં ભૂંડને જોઈને રાજા નળે મુખને વિકૃત કરતાં તે ગામડાના ભૂંડની નિંદા કરી. તે વખતે જ તેના ઉપાધ્યાયે આક્ષેપ પૂર્વક રાજાને કહ્યું : “હે રાજન્ ! આ પરદોષ દર્શન જગતનો સ્વભાવ છે, તમે પણ કામરૂપી કાદવમાં મગ્ન છો, ડૂબેલા છો. ગુરુએ ઉપદેશ દ્વારા વારંવાર વાળવા છતાં પણ કામદેવરૂપ કાદવમાં ડૂબો છો.” એમ કહીને નાટકની સાથે નૃત્યકાર અદશ્ય થઈ ગયો. પછી આકાશવાણી થઈ. . હે નળ : “હું તારો પિતા વીરસેન છું. તમને બોધ આપવા માટે આવ્યો છું. હે વત્સ ! મહામોહને છોડ. મોક્ષમાર્ગને અપનાવ (સેવ). તે સાંભળીને નળ રાજા ઊંઘમાંથી ઉઠેલાની જેમ એકદમ આશ્ચર્ય પામ્યો, પ્રમાદિ એવા પોતાની નિંદા કરવા લાગ્યો.” સંધ્યા, દિવસ, રાત્રિરૂપ ઘડાયુક્ત, સૂર્ય અને ચંદ્રરૂપ બે બલિષ્ટ બળદો દ્વારા કાળરૂપ રેંટ મનુષ્યના આયુષ્યરૂપ પાણીને શોષવા માટે ફરે છે. યૌવન જલતરંગ જેવું ચંચળ છે, જીવન વાદળાની ઘટા જેવું, સ્નેહીજનોનો સંગમ બનાવટી નાટકની ઉપમા જેવો છે. ભવરૂપ સમુદ્રને પાર કરવો, બહુ દુઃખે કરીને તરવા જેવો છે. ઇત્યાદિ ચિંતવતો નળ જ્યાં વૈરાગ્ય વાસિત બને છે, તેટલામાં માળીએ આવીને કહ્યું: “નંદન ઉદ્યાનમાં જિનસેન નામના આચાર્ય આવ્યા છે.” તે સાંભળીને ખુશ થયેલો રાજા માળીને સવા લાખ સુવર્ણ આપીને પરિવાર સાથે રસ્તામાં દાનને આપતો દમયંતી સાથે ગુરુને વંદન કરવા માટે ઉદ્યાનમાં આવ્યો. દમયંતીની સાથે નળે ગુરુને ત્રણ પ્રદક્ષિણા કરી, વંદીને આગળ બેસી દેશનાને તે આ પ્રમાણે સાંભળે છે. હે રાજન્ ! બાહ્ય, અત્યંતર શત્રુઓને જીતવાની ઇચ્છાવાળો તું તે જીતીને વિશ્વમાં એક તું વીરોના માર્ગમાં પ્રસ્થાન કરનારો છો. ઇત્યાદિ દેશનાને સાંભળીને રાજ્યને છોડવાની ઇચ્છાવાળા નળ રાજાએ દમયંતીના પુત્ર પુષ્કલનો રાજ્યાભિષેક તે નિષધ દેશના રાજા નળે કર્યો. જેવી રીતે લગ્ન પ્રસંગે ઉત્સવ કર્યો હતો, તેવી રીતે સંયમ ગ્રહણ વખતે પણ ઉત્સવ કર્યો. તે કહેતાં કહે છે કે – For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ (૧૬) સર્ગ - ૬ અરિહંત પ્રભુના મંદિરમાં અષ્ટાહ્નિકા મહોત્સવ કર્યો. સર્વ યાચકોને સન્માનપૂર્વક દાન આપ્યું. મહામંગલપૂર્વક દમયંતીની સાથે શિબિકામાં બેઠેલા, વાજિંત્રોના અવાજ થકી દિશાઓને ગજાવતા નંદન ઉદ્યાનમાં જિનસેન આચાર્યની પાસે આવ્યા. શ્રુતશીલ મંત્રી, બાહુક સેનાની, મહાબલ મંત્રી, કેશિની સખી, ઋતુપર્ણ રાજા અને બીજા પણ રાજાઓ અને રાણીઓથી પરિવરેલો નળ રાજા એ દમયંતીની સાથે જિનસેનાચાર્ય પાસે દીક્ષાને અંગીકાર કરી. હવે નળ રાજર્ષિએ ચોથભત્ત, છઠ્ઠ, અઠ્ઠમ, દશ, બાર, પંદર, માસક્ષમણાદિ કરી આત્માને શોધ્યો. જેનો ઉગ્ર તપ જોઈને બહુ શું કહેવું? પોતાના રાજ્યના હરણનો શંકાશીલ ઇન્દ્ર પણ હૃદયમાં ક્ષોભ પામ્યો. આ પ્રમાણેનો તપ કરવા છતાં પણ નળના મનમાં ક્યારેક કામદેવના વિકારો ઉત્પન્ન થતા હતા. ત્યારે મુનિ તેમને વાળતા, ત્યારે તે અધ્યવસાયથી ક્યારેક અટકી જતા. વિવિધ પ્રકારના આહારના ત્યાગ વડે કરમાઈ ગયેલા અંગવાળા સ્વાધ્યાય, સંયમ અને સમાધિમાં રત રહેલા, નાશ કરી નાંખ્યો છે કર્મમલ જેણે એવા નળ રાજર્ષિ પણ ભાગ્ય વડે સર્વ મહામુનિઓના ઉપરી બન્યા. નૃપઋષિ ગયા પછી શિશિર ઋતુમાં અને સમ્યક સમાધિના પરિણામમાં મગ્ન સાધ્વીઓમાં મુખ્ય પ્રધાન, અસંખ્ય ગુણની એક માત્ર ભૂમિ સમાન દમયંતી પણ દેવપણાને પામી. તે નળ મહામુનિ અનશન વડે મરણ પામી ઇશાનેન્દ્રના કુબેર (ધનદ) થયા. દમયંતી પણ તેની પ્રિયાદેવી થઈ, ત્યાંથી અવીને એકાવતારીપણા થકી બીજા ભવે મોક્ષને પામશે. ઇતિ જુગારના વિષયમાં નળ ચરિત્ર પૂર્ણ. શ્રી વિદુરે કહ્યું : “હે બંધુ ! ધૃતરાષ્ટ્ર ! મેં આ નળચરિત્ર તમારી આગળ કહ્યું. તમારે સારી રીતે વિચારવું જોઈએ. જુગારના વ્યસનથી નળ રાજાએ રાજ્ય ગુમાવ્યું. કૂબરથી કષ્ટને પામ્યા, દમયંતીને હારી ગયા, દરિદ્રની જેમ રખડ્યા, ફરી પણ મહાકષ્ટથી રાજ્યાદિ મળ્યું. આ બલવાનને લજ્જા કરનારું થયું. આથી તમો પુત્ર દુર્યોધનને જુગારથી પાછો વાળો, ફરી વિદુરે કહ્યું: “હું જુગારથી મહાઅનર્થ જોઉં છું. જીતેલી અથવા હારેલી જો આ પૃથ્વીને પાંડવો આપે નહિ તો એવો કોણ બલવાન છે કે એ પાંડવો પાસેથી પૃથ્વીને ગ્રહણ કરી શકે ? કદાચ જીતેલી પણ પૃથ્વી સત્યવચની યુધિષ્ઠિર પાછી આપે, પરંતુ ભીમ અર્જુન કેવી રીતે આપશે ? જીતેલું હોવા છતાં પણ દુર્યોધન જો યુધિષ્ઠિર પાસેથી રાજ્ય ગ્રહણ કરી લે ત્યારે દુર્યોધનની કૂલરની જેમ નિંદા થશે. વળી મને શંકા છે. તેની રાજ્ય લેવાની ઇચ્છા હાથમાં રહેલું ઇન્દ્રપ્રસ્થ પણ ચાલ્યું જશે. પરંતુ નળ જેવા કોઈ જ નથી. જેણે (નળે) જીતેલું - ગ્રહણ કરેલું રાજ્ય ક્રૂર હોવા છતાં પણ For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૬ (૧૬૧] પાંડવ ચરિત્રમ્ કૂબને પાછું આપ્યું. આ જીતેલ પાંડવો તમારા પુત્રનો દેશ ત્યાગ કરાવશે અર્થાત્ દેશનિકાલ કરશે. જીતેલું રાજય નળની જેમ આપે નહિ. તેથી આ દુર્યોધનને આ દુષ્ટ ઘૂતના (જુગારના) કદાગ્રહથી પાછો વાળો. જુગાર કોઈને માટે પણ સુંદર દેખાતો નથી. એવા વિદુરના વચનથી ભાવિત થયેલા ધૃતરાષ્ટ્ર વારંવાર પાછો વાર્યો, તો પણ દુર્યોધન જુગારના કદાગ્રહથી પાછો ફર્યો નહિ. તેથી તે દુર્યોધનની ઉપેક્ષા કરીને વિદુર પોતાના સ્થાને ચાલી ગયો. હવે દુર્યોધને સભાને જોવાના બહાનાથી ધર્મપુત્ર (યુધિષ્ઠિર)ને બોલાવવા માટે તૈયારી કરી, ત્યારે ધૃતરાષ્ટ્ર પણ નિષેધ કરવા છતાં દુર્યોધને ભૂતથી ઘેરાયેલાની જેમ હુંહુંકાર કરતાં જયદ્રથને બોલાવ્યો. દુર્યોધન બોલ્યો : “હે જયદ્રથ ! આ બાજુ તું હસ્તિનાપુર જા, જઈને મારૂં કહેલું પાંડવોને કહેજે, દુર્યોધને એક દિવ્ય સભા કરાવી છે. તે તમારા આવવાથી કૃતાર્થ થશે. સર્વ બાંધવામાં તમે જયેષ્ઠ છો, મોટા છો, આથી તમે તે સભાને જોવા માટે યોગ્ય છો. કારણ કે, તમારા આવવાથી હું કૃતાર્થ થઈશ, ઇત્યાદિ બહુ યુક્તિઓથી નિમંત્રણ આપવું. તેણે પણ ત્યાં જઈને ઘણી માયા કરીને યુધિષ્ઠિરને બોલાવ્યો. કુટિલ આશયથી એ પ્રમાણે વિનંતી કરી સરળ આશયથી યુધિષ્ઠિરે બધું સત્ય માની લીધું. પછી સત્ય માનતા ચાર ભાઈઓ અને દ્રૌપદી સાથે અને સકલ સૈન્ય સાથે પરિવરેલો રાજા યુધિષ્ઠિર જયદ્રથ યુક્ત ઇન્દ્રપ્રસ્થ માર્ગ તરફ ચાલ્યા. પહેલા આવેલા જયદ્રથે દુર્યોધનને યુધિષ્ઠિર આવવાના સમાચાર આપ્યા, યુધિષ્ઠિરનું આગમન સાંભળી દુર્યોધન પરિવાર સાથે સામે ગયો. રસ્તામાં યુધિષ્ઠિર અને દુર્યોધન બંને મળ્યા. ધર્મશીલ ધર્મપુત્ર (યુધિષ્ઠિર) બધું સરળ (બરાબર) જુએ છે. કહ્યું છે કે – સરલ ગતિ, સરલ મતિ, સરલ આત્મા, સરલ શીલયુક્ત, સરલ મનુષ્ય સરલ (સહજ)ભાવથી બધું જુએ છે.” યુધિષ્ઠિર આવતાં દુર્યોધને તે નગર ઇન્દ્રપ્રસ્થને તોરણ અને પતાકાથી ઉત્સવયુક્ત બનાવ્યું. ભીષ્મ દ્રોણાચાર્યાદિ વૃદ્ધો સ્નેહથી બંધાયેલા યુધિષ્ઠિરની સાથે આવ્યા. તેઓની સાથે યુધિષ્ઠિરે ઇન્દ્રપ્રસ્થ નગરમાં પ્રવેશ કર્યો. દુર્જનાત્મા ક્રમતિ મુખે મીઠાં દુર્યોધને યુધિષ્ઠિરનો દાન, સન્માનપૂર્વક ભોજનાદિ સર્વ પ્રકારે સત્કાર કર્યો, એટલે કે આગતા-સ્વાગતા કરી. ગાંધારી તનય દુર્યોધને યુધિષ્ઠિર આદિ આવેલા ભાઈઓનું સ્વાગત કરીને પોતાની સભાને બતાવી, સુવર્ણથી ચમકતી દિવાલવાળી, મણિના કળશની શ્રેણીથી શોભતી, હજારો સ્થંભોથી મનોહર, હજારો કાંગરાઓથી યુક્ત, થંભે થંભે પૂતળીઓવાળી, સૌધર્મ સભાથી અધિક અને સ્થાને સ્થાને સુંદર દાનશાળાઓથી શોભતી, કવિઓની શ્રેણીઓથી સ્તવાયેલી, કુકવિઓથી અદુષિત, ક્યારેક નાટકોથી ખચાખચ ભરેલી, ક્યારેક જુગારીઓની મંડળીથી મંડિત, ક્યારેક પોપટ, સારિકાદિના અવાજથી મધુર, નિલમણિયુક્ત તળીયાવાળી, સ્ફટિક મણિથી રચિત દિવાલોથી યુક્ત, પંચવર્ણી, પુષ્પોથી For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૧૬૨) સર્ગ - ૬ યુક્ત તે સભાને જોતાં ભાઈઓથી પરિવરેલો યુધિષ્ઠિર અને દુર્યોધન અહીં તહીં ભમીને તે સભામાં બધે જોતાં પરસ્પર વાતોને કરતાં ક્રીડા કરે છે. દુષ્ટ કપટી, દુષ્ટ હૃદયી, મુખે મીઠો, એવા દુર્યોધને યુધિષ્ઠિરને કહ્યું : “હે બાંધવ ! આપણે જુગાર ખેલીએ, જેવી રીતે આ લોકો ખેલે છે, તેવી રીતે આપણે ક્ષણ (થોડી) વાર ખેલીએ.” ઓ, (સારું, બરાબર, ઠીક) એમ કહીને સરલ ચિત્તવાળા યુધિષ્ઠિર દુર્યોધનની સાથે પરસ્પર રમવા માટે તૈયાર થયા. કુટિલ દુર્યોધન કુટિલો વડે ઘેરાયો. કહ્યું છે કે – કુટિલ ચાલ, કુટિલ બુદ્ધિ, દંભી આત્મા, કુટિલ શીલયુક્ત, (અસદાચારી) કુટિલ ભાવથકી કુટિલ, બધાને કુટિલ જુએ છે. જેવી રીતે વિષવૃક્ષ કંટકવાળા વૃક્ષથી વિંટળાયેલું હોય છે, તેવી રીતે દુષ્ટોથી ઘેરાયેલ દુષ્ટ દુર્યોધન પાડુ પુત્ર યુધિષ્ઠિરની સાથે જુગારની રમત થકી રમે છે. પછી તેઓ પરસ્પર પાસા ફેંકવા પૂર્વક જુગાર રમવા લાગ્યા. પહેલાં (શરૂઆતની) રમત વસ્તુ મૂક્યા વિના રમ્યા, પછી દાવ મૂકવાપૂર્વક સાચુ રમ્યા, પછી પાન-સોપારી આદિથી, પછી વીંટી આદિથી, આમ જુગારમાં વૃદ્ધિ થઈ. તે આ પ્રમાણે- જ્યારે જેનો જય થાય, ત્યારે તેના સાગરીતો (પાસે ઊભેલા) ખુશ થાય છે. “જ્યાં સૂરજ હોય ત્યાં જ કમળ ખીલે છે.” તેઓ પરસ્પર જુગાર રમવામાં લીન હોવાના કારણે દિવસે તાંબૂલ (મુખવાસ) રાત્રિએ ભોજન અને પાનાદિ (ખાણી-પાણી) આ બધું જુગારના આનંદમાં ભૂલી ગયા. એ પ્રમાણે તેઓ બંને જુગાર રમતાં જય અને પરાજય પામતા રહ્યા. પછી દુર્યોધને અભિમંત્રિત પાસા વડે કપટી જુગાર રમવાનું શરૂ કર્યું. તેઓ આ પ્રમાણે રમતાં ધર્મપુત્ર યુધિષ્ઠિર અંધની જેમ, નજરબંધિની જેમ, ભૂતથી ગ્રસ્તની જેમ, હારતો હોવા છતાં પણ પોતાની મિલકતને જોતો નથી. ગાંધારના સ્વામી શકુનિ મામાથી શીખેલી હાથની લાઘવ કલાવાળા તે દુર્યોધને ફરીવાર વારંવાર જીતેલાની જેમ પાસા પાડ્યા. એટલે કે તે વારંવાર પાસા ફેંકતો રહ્યો અને જીતતો રહ્યો, તે કારણે યુધિષ્ઠિર અંગ પર પહેરેલા બધા અલંકારો હારી ગયા. ત્યારે કર્ણ આદિ બંધુઓની પ્રીતિ ઉછળવા લાગી. કારણ કે ઘુવડો જ સૂર્યને દુઃખવાળો (સૂર્યાસ્ત) જોઈ આનંદ પામે છે, તો પણ રમવાના રસમાં ડૂબેલા યુધિષ્ઠિર ક્રમે કરીને રાજભંડાર હારી ગયા. પછી ગાંગેયે રાજકોષ હારેલો જોઈને યુધિષ્ઠિરને જુગારથી અટકાવતા કહ્યું : “હે યુધિષ્ઠિર ! જો તમારા જેવા મહાત્માઓ વ્યસન સમુદ્રમાં પડે છે, તો બીજા હીન સત્યવાળાઓને શું કહેવું ? જો સૂર્યથી અંધકાર વ્યાપી જાય તો પ્રકાશને કોણ કરશે ? જો ચંદ્ર જ્વાલા (અગ્નિ) ફેંકતો હોય તો સૂર્યથી પીડાતા મનુષ્યોને કોણ ઠંડક આપશે ? વ્યસનો સાથે રહેલા સંસારમાં કોણ ગુણીજનો કહેવાશે ?” For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૬ ૧૬૩ પાંડવ ચરિત્રમ્ હે યુધિષ્ઠિર ! તમે કંઈપણ જોયું અથવા સાંભળ્યું છે ? અમૃત અને વિષ એક પાત્રમાં હોય ? તેવી રીતે ધર્મપુત્રપણામાં જુગારપણું યોગ્ય નથી અર્થાત્ ન હોય ઇત્યાદિ વચનો વડે ગાંગેય (ભીષ્મ) આદિ વૃદ્ધો વડે વાળવા છતાં પણ યુધિષ્ઠિર જુગારના અવ્યવસાયથી અટક્યા નહિ. અહો ! વિધિ રૂઠે ત્યારે સજ્જનોની પણ બુદ્ધિ વિપરીત થઈ જાય છે. નહીં તો ધર્મપુત્ર (યુધિષ્ઠિર)નું મન વ્યસનમુક્ત બને ખરું ? યુધિષ્ઠિરને વ્યસનવાળો જાણીને બીજા સહાયકો ગાંગેય (ભીષ્મ) આદિ યુધિષ્ઠિરને તિરસ્કારતા હસ્તિનાપુર જવાની ઇચ્છાવાળા થયા. કારણ કે રાજહંસો જેમ વાદળોથી શ્યામ (મલીન) થયેલા આકાશને જોઈને દૂર છોડી દે છે (તેમ તેઓ યુધિષ્ઠિરને જોઈને છોડી જવાની ઇચ્છાવાળા થયા). હાથી, ઘોડા, રથાદિ હારી જતાં તેજહીન મુખવાળા યુધિષ્ઠિરને કર્ણ સાથે દુર્યોધન હર્ષ પામ્યો. ઘુવડો સૂર્યાસ્ત થતાં અંધકારને જોઈને હર્ષ પામે, તેમ તેઓ હર્ષ પામ્યા. વળી હવે આકર, પુર, ગામ, નગર આાદ હારી જતાં યુધિષ્ઠિરને કણે કહ્યું: હે યુધિષ્ઠિર ! હે દુર્યોધન ! તમે બંને જણા પોતાના સામ્રાજ્ય (રાજ્ય)ને દાવમાં મૂકો. જુગાર રમવાનું કાળનું પ્રમાણ કરીને દાવ રમો.” ત્યારે બંનેએ કહ્યું : “બાર વર્ષ સુધીમાં જુગાર રમતા રાજ્ય જીતે તો રાજ્ય જીત્યું અને હારી જવાય તો રાજ્ય હાર્યું (ખોયું), એ પ્રમાણે કર્ણના વચન બંને જણાએ સ્વીકારીને બધાય લોકો સમક્ષ એવી પ્રતિજ્ઞા કરીને બેઉ રમવા લાગ્યા. યુધિષ્ઠિર પાસામાં માયા કરવા છતાં પણ રાજ્ય હારી ગયા. બાર વર્ષે રાજ્ય હારી જતાં શ્યામ મુખવાળા યુધિષ્ઠિરે ચારે ભાઈઓને દાવમાં મૂક્યા. વિધિ વિપરીત થતાં તે પણ હારી ગયા. જુગારમાં હારેલા ભીમાદિ ચારે ભાઈઓએ દુર્યોધનના ઘરે દાસ્યકામ કરવું. પાસા નાંખવામાં માયા કરવા છતાં, ક્ષણવારમાં રાજ્ય હારી ગયા, તો પણ યુધિષ્ઠિરે ચારે ભાઈઓને દાવમાં મૂક્યા. યુધિષ્ઠિર ભાઈઓને હારી જતાં સર્વ જનોએ હાહાકાર મચાવ્યો. આ જુગારની રમતને જોઈને કેટલાક લોકો યુધિષ્ઠિરને, કેટલાક દુર્યોધનને, કેટલાક ધૃતરાષ્ટ્રને નિંદવા લાગ્યા. એ પ્રમાણે સકલ લોકમાં નિંદા થતાં યુધિષ્ઠિર ચિંતવે છે. અહો ! મેં ઉછું આચરણ કર્યું. કારણ કે જુગારના વ્યસનવાળા એવા મેં ભીષ્માદિના વચન ન માન્યા. પૂર્ણ રાજ્ય વગેરે ગુમાવી દીધું અને ભાઈઓ પણ હારી ગયો. હવે કોઈપણ ઉપાયથી ગયેલું ફરી પાછું મેળવવું, એવી બુદ્ધિથી પોતાને દાવમાં મૂક્યો. વિધિના વિપરીતપણાથી અને પાસા ઉલ્ટા પડવાથી યુધિષ્ઠિર પોતાનો દેહ પણ હારી ગયા. ફરી પણ પોતાને છોડાવવા માટે યુધિષ્ઠિરે દ્રૌપદીને દાવમાં મૂકી. વિધિના વિપરીતપણાથી અને દુર્યોધનની For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૬ પાંડવ ચિરત્રમ્ ૧૬૪ કૂટનીતિથી તે પણ હારી ગયા. યુધિષ્ઠિરને હારેલા જાણીને દુર્યોધનને જીતેલા જોઈને મામા શકુનિએ ઉંચા સ્વરે ક્ષણ માત્રમાં ભુજાના સ્ફોટથી જાહેર કર્યું. જીત્યા, જીત્યા એ પ્રમાણે ઊંચે સ્વરે શકુનિ વાણી બોલ્યા. ત્યારે સ્પંભિત થયેલાની જેમ, મૂર્છા પામેલાની જેમ, ચિત્રમાં કંડારેલાની જેમ, મૃત્યુ પામેલાની જેમ, ગ્રહથી ગ્રસ્ત થયેલાની જેમ, સભાજનો સ્તંભિત થઈ ગયા. અન્યાયથી પ્રાપ્ત થયેલી લક્ષ્મીથી જેમ ચોરો આનંદ પામે છે. તેમ પાણ્ડપુત્રના શત્રુઓ દુર્યોધનાદિ તે અવસરે આનંદને પામ્યા. ગ્લાની પામેલા પાંડવો મૌન રહ્યા. હવે મદોન્મત્ત દુર્યોધનના ભાઈઓ દુઃશાસન વગેરે પાણ્ડપુત્રોના વસ્ત્રોને ખેંચવાની ચેષ્ટા કરવા લાગ્યા. તેટલામાં નીતિને ધરનારા પાંડવો જાતે જ વસ્ત્રોને છોડીને કંઈક પહેરેલા સભામાં નીચા મુખવાળા થઈ ઊભા રહ્યા. દુર્યોધને દુઃશાસનને કહ્યું : “હે બંધુ ! પાંચ ભર્તારવાળી તે દ્રૌપદીને પણ આ સભામાં લાવો.’’ ખીલેલા કમળ જેવા મુખવાળો તે પાપાત્મા દુઃશાસને પણ દ્રૌપદી પાસે જઈને આ પ્રમાણે કહ્યું : ‘‘હે દ્રૌપદી ! દુષ્ટ બુદ્ધિવાળા યુધિષ્ઠિર જુગાર રમતાં તને હારી ગયા છે. સબુદ્ધિવાળો મારો ભાઈ દુર્યોધન તને જીતી ગયો છે. તારા પૂર્વના સત્કર્મો આવી ગયા છે અર્થાત્ તારો સત્કર્મનો ઉદય થયો છે. સારી રીતે આચરેલો તારો ધર્મ તને ફળ્યો છે. હવે દુર્યોધનની સાથે નિશ્ચિંત થઈને પ્રીતિપૂર્વક સુખનો અનુભવ કર. કારણ કે વિધિએ પહેલાં વિપરીત કર્યું હતું. જેણે તને એકલીને પાંચ પાંડવોને આપી દીધી હતી, પછી વિચારીને વિધિએ આ રીતે તને દુર્યોધનને આપી. તેથી હવે તું દુર્યોધનની સાથે પ્રીતિક્રીડા કર.'' જો તું મારૂં કહ્યું કરીશ નહિ તો તને બળથી પણ કરાવીશ. દ્રોપદીએ કહ્યું : “હે દેવર ! દુઃશાસન ! તારા કુળને ઉચિત બોલ, કુળથી વિરૂદ્ધ કેમ બોલે છે?’’ દુઃશાસને કહ્યું : “તને તો યુધિષ્ઠિર હારી ગયા છે. દુર્યોધન તને જીતી ગયો છે. આથી હવે દુર્યોધનની જ સેવા કર.'' સભામાં રહેલો દુર્યોધન તને બોલાવે છે. ચાલ, મારી સાથે ચાલ. જો નહીં આવે તો બળાત્કારથી હું તને ત્યાં લઈ જઈશ. તે સાંભળીને દ્રૌપદી કંઈક પ્રત્યુત્તર આપવા જાય છે, ત્યાં તે દુરાત્મા દુઃશાસને દ્રૌપદીને વાળ પકડીને ખેંચી. દ્રોપદીએ કહ્યું : “હે પાપી ! કુરુરાજાના ગોત્રમાં કિંપાક વૃક્ષસમાન આ સભામાં તારી માની જેવી મને શા માટે હેરાન કરે છે ?’ જે વસ્ત્રથી ઢાંકેલું એવું મારૂં સુખ કોઈએ પણ જોયું નથી. હા ! વસ્ત્ર વિનાની એવી મને આજે બધા વડીલો જોશે, એ પ્રમાણે પોકાર કરતી (ચિલ્લાતી) હોવા છતાં પણ દુઃશાસને વાળથી પકડીને સિંહ જેમ મૃગલીને ખેંચે, તેમ તેને ખેંચી. એક વસ્ત્રવાળી અશ્રુયુક્ત આંખવાળી લજ્જાથી નીચે વળી ગયેલી ડોકવાળી, ભયભીત આંખવાળી દ્રૌપદીને દુઃશાસન તે સભામાં લઈ આવ્યો. પાંડવો તેને તેવા પ્રકારની જોઈને લજ્જાથી For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૬ ૧૬૫ પાંડવ ચરિત્રમ્ કલુષિત મનવાળા પાંચે પાંડવો પૃથ્વીમાં પેસવાની ઇચ્છાવાળાની જેમ ભૂમિને જોવા લાગ્યા. ભીષ્માદિ કુલના વૃદ્ધ પુરુષોએ પણ એ પ્રમાણે પરેશાન કરાતી દ્રૌપદીને જોઈને લજ્જાથી પોતાના વસ્ત્રથી પોતાના મુખને ઢાંકી દીધું. હવે દુર્યોધન તેને નજીક આવેલી જાણીને જોઈને) આ પ્રમાણે બોલ્યો : “હે કૃશોદરી ! મારો અનુરાગ તારા પર લાંબાકાળથી છે. આટલા દિવસો પાંડવો સાથે લગ્ન કરવાના કારણે આપણી વચ્ચે અંતરાય થયો હતો. હવે તને જુગારના બહાનાથી વિધિએ મને આપી છે. આથી તું મારી પાસે આવીને મારી ડાબી સાથળ અલંકૃત કર.” એમ કરીને દુર્યોધને પોતાની ડાબી સાથળ બતાવી. આવા વચન સાંભળીને કોપથી હોઠોને કંપાવતી દ્રૌપદી બોલી : “હે પાપાત્મા ! આવી ઇચ્છાથી તું ભસ્મીભૂત કેમ થતો નથી ! તું સતી એવી મને તારી સાથળ બતાવે છે. તેથી તું અહીંયા જ ઘાત વડે મૃત્યુને પામીશ.” હવે કર્ણ બોલ્યો : “યુધિષ્ઠિર રાજ્યાદિ, બધું હારી ગયા છે. સાથે આ દ્રૌપદીને પણ હારી ગયા છે. આથી આ દુર્યોધનની પત્ની થાઓ.” તેવી કણે કહેલી વાણી સાંભળીને ક્રોધથી ધમધમતી હોવા છતાં પ્રજા દુર્યોધનની બીકથી મૌનનું આલંબન કરીને રહી અને ક્રોધથી ફફડતા બંને હોઠવાળા દુર્યોધને પોતાના નાના ભાઈ દુઃશાસને કહ્યું : “આ દ્રૌપદીને મેં જીતી છે,” તેને આ સભાજનોને જોતાં એના વસ્ત્રને ખેંચીને જર્જરિત અને ખંડિત કપડા પહેરાવીને દાસીઓમાં મૂકો, તે સાંભળીને દુષ્ટાત્મા દુઃશાસન મોટા ભાઈની આજ્ઞાથી દ્રૌપદીના નિતંબથી વસ્ત્ર ખેંચ્યું, ત્યારે દ્રૌપદી વગેરેનું તે સમયે જે થયું તે કહે છે. તે આ પ્રમાણે. નહિ ! નહિ ! તે એ પ્રમાણે વચનો બોલતી, મુખમાં અંગુલિને નાંખતી તેના હાથોને રોકતી, સભાજનોના મુખને ચારે બાજુથી જોતી, તે દુષ્ટાત્માએ વસ્ત્ર ખેંચતા તેને (દ્રૌપદીને) લોકોએ જોઈ. દેવના પ્રભાવથી એવું જ બીજું વસ્ત્ર આવી ગયું. આ મક્કમપૂર્વક ચાલ્યું. ત્યારે દ્રૌપદી બોલી : “હે શાસન અધિષ્ઠાયક દેવદેવીઓ ! જો હું જૈન ધર્મ પાળનારી જૈની અને શીલવતી હોઉં તો મારું અંગ ઉઘાડું ન થાઓ.” જ્યાં એ પ્રમાણે કહ્યું, તેટલામાં જ શાસન અધિષ્ઠાયક દેવોએ સાંનિધ્ય આપ્યું અને તેને તેના જેવું બીજું વસ્ત્ર આપ્યું. એ પ્રમાણે ૧૦૮ વાર ખેંચવા છતાં પણ વળી તેવી જ રીતે બીજા વસ્ત્રો દેખાયા. એ પ્રમાણે વારંવાર ખેંચવા છતાં પણ કપડાનો ઢગલો થઈ ગયો, પરંતુ તેનું અંગ કોઈને પણ દેખાયું નહિ. હવે ક્રોધથી લાલ આંખોવાળો વૃકોદર (ભીમ) પોતાની પત્નીને દુઃશાસન પીડા કરતો જોઈને ગદાને ઉપાડીને જ્યાં દુર્યોધનને હણવા માટે જાય છે, ત્યાં જ તે અધ્યવસાયથી યુધિષ્ઠિરે તેને અટકાવ્યો. પછી વળી કોપથી ભીમસેને વડીલોને જોતાં આવા પ્રકારની પ્રતિજ્ઞા કરી. For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૧૬૬ સર્ગ - ૬ જે દુરાત્માએ મારી પત્નીના કેશ પકડીને ચીર ખેંચવા થકી પરેશાન કરી, તેનો હાથ જો મૂળથી ઉખેડું નહિ, તેના કંઈક ગરમ રક્ત થકી જો ભૂમિને હું ન સી, તથા જેણે મારી પત્નીને સાથળ બતાવી, તે સાથળ આ ગદા વડે જો હું ન ચૂરૂં તો પાણ્ડપુત્ર નહિ, પરંતુ બીજાનો પુત્ર છું, એ પ્રમાણે ભીમ રાજાએ મહાપરાક્રમ થકી ક્રોધથી લાલ નેત્રવાળા થઈ ગર્જના કરતા તે સભા ક્ષોભને પામી. એ પ્રમાણે વીજળી સાથે વાદળાની જેમ ગાજતા ભીમને સાંભળીને કેટલાક રાજાઓ શરમથી નીચે જોવા લાગ્યા, કેટલાક ભયથી પીડાવાળા થયા, કેટલાક દુઃખી થયા, રોષથી ગરમ થઈ ગયેલા અને દુઃખી થયેલા ભીખે રાજાને કહ્યું: “રે અંધપુત્ર ! સતી સ્ત્રીને પરેશાન કરવાનું આ તેં શું માંડ્યું છે ? હે કુલાંગાર ! આ પતિવ્રતા સતી દ્રૌપદીને છોડ. આ તારા બાપ તો બહારથી આંધળો હતો, તું તો અંદર અને બહારથી આંધળો છે.” ઇત્યાદિ ભીષ્મના વચન સાંભળીને સભાની વચમાં ઉઠીને શોકના ભારથી ભરાયેલા હૃદયવાળા વિદ્વાન વિદુરે ધૃતરાષ્ટ્રને કહ્યું : “હે બાંધવ ! દુરાત્મા આ દુર્યોધન કુરુવંશમાં કલ્પાંતકાલની ઉપમા જેવો છે. જન્મતાંની સાથે જ આ પહેલા પણ મેં કહ્યું હતું, એને છોડ. મેં તેને ન છોડ્યો, હવે આ દુષ્ટ એવા તારા પુત્ર દુર્યોધનને જો એણે એવું કર્મ કર્યું છે કે જે ચાંડાલ પણ ન કરે. ચાંડાલ કુળમાં પણ શું આવું કર્મ કરાય છે ? કારણ કે પોતાનો ભાઈ પણ માયા વડે કરીને જીતાય છે. દમયંતીને વાળ વડે પકડીને ગુરુની આગળ લાવીને તેના નિતંબ પરથી કપડાને નિઃશંક ખેંચે છે. તે ભીમ સ્વસ્ત્રીનો પરાભવ કેમ સહન કરે? પોતાની પ્રિયાનો પરાભવ તિર્યંચ પણ સહન નથી કરતા તો માનવનું તો શું કહેવું? આ ભીમ આ પૃથ્વીને દુઃશાસન વિનાની, દ્રોણ વિનાની, કર્ણ વિનાની, દુર્યોધન વિનાની અને ભીષ્મ વિનાની કરશે. દુર્યોધનનાં નિમિત્તથી આ કુરુસેના ભીમ અને અર્જુનથી નાશ પામશે. એ પ્રમાણે મને બુદ્ધિ સ્ફરે છે. તે બાંધવ! હે ધૃતરાષ્ટ્ર ! આ કુળમાં અંગારા સમાન ! દુષ્ટ દુર્યોધનની કેમ ઉપેક્ષા કરે છે? પરંતુ ક્રૂરકર્મી આ એક સુયોધન (દુર્યોધન)ને માર. જો એ પ્રમાણે નહિ કરે તો આ પાપથી આ દુર્યોધનને પાછો વાળ. આ પાંડવો દ્રૌપદી સાથે તમારી આજ્ઞાથી વનમાં જાય. ફરી અવધિના અંતે આવેલા પોતાની ભૂમિ ભોગવો. જો કુરૂઓનું કુશલ ઇચ્છતા હો, તો મારું કહેલું બધું જ તમે અંગીકાર કરો. એમ વિદુરે કહેલું સાંભળીને ધૃતરાષ્ટ્ર દુર્યોધનને અત્યંત આક્રોશપૂર્વક આ પ્રમાણે કહ્યું: “હે પાપી ! હે કર્મચંડાલ ! હે નિર્લજ્જ ! તું પણ દુષ્કર્મથી કેમ અટકતો નથી? તું ભાઈઓને સ્ત્રી સાથે વનવાસમાં જવા દે.” જો મારું કહ્યું કરીશ નહિ, તો મારી આ કૃપાણ (તલવાર) તારું મસ્તક સહન નહિ કરી શકે. એ પ્રમાણેની પિતાની વાણી સાંભળીને મનથી મલિન દુર્યોધન સર્વ ભીષ્માદિ કુલવૃદ્ધોને For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ પાંડવ ચરિત્રમ્ જોતાં આ પ્રમાણે બોલ્યો : ‘“હે સભાજનો ! હે સભાજનો ! બધા મારું એક વાક્ય સાંભળો. આ પાંડવો બંધુ હોવા છતાં પણ મારા શત્રુઓ છે, જુગારમાં હારી જવાથી બાર વર્ષ સ્વેચ્છાપૂર્વક વનમાં વિચરો અને પોતાના શરીરથી પણ હારી જવાથી મારી આજ્ઞાથી તેરમું વર્ષ પાંડવો ગુપ્ત રીતે વનવાસ પસાર કરે.’’ સર્ગ - - ૬ જો કોઈપણ રીતે તે પાંડવોનું ક્યાંય પણ વન, ખીણ, પુરાદિમાં ગુપ્ત રીતે રહેનારા તેઓની જાણ મને થશે તો બીજા બાર વર્ષનો વનવાસ આપીશ. વડીલોની આજ્ઞાથી પાંડવોએ તે પણ સ્વીકાર્યું. તેથી કૌરવોમાં મુખ્ય દુર્યોધન, ધૃતરાષ્ટ્ર, દ્રોણ, ગાંગેયના નિર્દેશથી (કહેવાથી) પાણ્ડ પુત્રોના શસ્ત્ર, વસ્ત્ર, આભૂષણો જે પહેલા લીધા હતા, તે પાછા આપ્યા. સત્ય પ્રતિજ્ઞાધારી તે પાંચેય પાંડવો દુર્યોધનના કરેલા અપરાધોને સહન કરે છે. કારણ કે મહાપુરુષો પોતે કરેલી પ્રતિજ્ઞાને સારી રીતે પાળે જ છે. કહ્યું છે કે ઃ– રાજ્ય ચાલ્યું જાય, લક્ષ્મી ચાલી જાય, વિનશ્વર પ્રાણો ચાલી જાય, જે મેં જાતે જ ઉચ્ચારેલી વાણી છે, (પ્રતિજ્ઞા) તે ન જાઓ અર્થાત્ શાશ્વત રહો. પ્રલય આવે છતે પણ મહાપુરુષો લીધેલી (પ્રતિજ્ઞા)ને ફોગટ કરતા નથી. અર્થાત્ છોડતા નથી, દીનપણાને પામતા નથી. કોઈની યાચનાનો ભંગ કરતા નથી. તમે એટલું જ માત્ર બોલો કે જેનો નિર્વાહ થઈ શકે. તમે એટલો જ ભાર ઉપાડો કે જેને અડધે રસ્તે છોડવો ન પડે. એ કારણથી સમર્થ એવા પ્રતિજ્ઞાવાળા પાંડવો પણ પોતાની પ્રતિજ્ઞાને છોડતા નથી. દુર્યોધનની આજ્ઞાથી નિત્ય યૌવના દ્રૌપદી સાથે વનવાસ સ્વીકારી લીધો. પછી તે પાંચેય પાણ્ડપુત્રોએ દ્રૌપદીને આગળ કરીને સંપૂર્ણ સૈન્ય સાથે ઇન્દ્રપ્રસ્થથી હસ્તિનાપુર તરફ પ્રયાણ કર્યું. ગાંગેય (ભીષ્મ) વગેરે વૃદ્ધો પગે ચાલીને તેઓની પાછળ જતાં યુધિષ્ઠિરના આગ્રહથી વાહનમાં બેસીને સાથે આગળ ચાલ્યા. દુઃખથી ઘેરાયેલા ભીષ્માદિ પરસ્પર કહે છે. અહો ! યુધિષ્ઠિર જેવા ધર્મપુત્રે પણ તેવું કર્યું. જેથી કરીને બધું ય હારી ગયા, જુગારને ધિક્કાર હો. કારણ કે દ્યૂતથી આવા પણ મહાત્માઓ મૂંઝાય છે, ફસાય છે. “ચમકતા એવા અખંડ તેજવાળા સમસ્ત રાજસંપદા હારી ગયા ! વળી માતા-પિતાને જોવા માટે હસ્તિનાપુર આવ્યા.” આ પ્રમાણે શ્રીમત્તપાગચ્છ ભટ્ટારક શ્રી હીરસૂરિ પટ્ટાલંકાર ભટ્ટારક શ્રી વિજયસેનસૂરિ રાજ્યે પંડિત શ્રી દેવવિજય ગણિએ રચેલ ગદ્યબદ્ધ સુંદર શ્રી પાણ્ડવ ચરિત્રે દ્યુત ત્યાગના ઉપદેશમાં નલ ચરિત્ર વર્ણન નામનો છઠ્ઠો સર્ગ પૂર્ણ. For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ (સાતમો સર્ગ) હવે જવાની ઇચ્છાવાળા પ્રતિજ્ઞા પાલક યુધિષ્ઠિરે ભીમાદિ ભાઈઓની સાથે હસ્તિનાપુરથી વનવાસ માટે પ્રયાણ કર્યું. ભીમાદિ બધાએ સાથે ચાલવા માટે પોતપોતાની શસ્ત્રાદિ બધી સામગ્રી ભેગી કરી. પાડુ, ધૃતરાષ્ટ્ર, ભીષ્માદિ કુળના વૃદ્ધો સ્નેહથી મોહિત થયેલા સાથે ચાલ્યા. તેવી જ રીતે અશ્રુથી ભીના લોચનવાળા, શોકથી દુઃખી, વડીલ માતા વગેરે બધા સાથે ચાલવા લાગ્યા. પછી ક્રીડાવાળી, સરોવરાદિ, વનશ્રેણીને જોતી, પાંજરામાં રહેલા હંસ, કલહંસ, સારિકા, શુકાદિ પક્ષીસમૂહોને પૂછતી અને બધા સાથે દાસી, સખી આદિ સમૂહોની સાથે વારંવાર માર્ગમાં વાત કરતી પરિવાર સહિત, કુન્તીની પાછળ રહેલી દ્રૌપદી માર્ગ પર ચાલી. તે નગરમાં રહેનારા બધા લોકો પણ યુધિષ્ઠિરના ગુણને ગાતા પાછળ ચાલ્યા. તે શોકવાળા નગરના લોકો સાથે યુધિષ્ઠિર હસ્તિનાપુરથી બહાર નીકળ્યા. યુધિષ્ઠિરના નગરમાંથી બહાર નીકળવાના સમયે નગરના લોકો એક બીજા માર્ગમાં આ પ્રમાણે વાતોને કરતા ચાલતા હતા. જેવી રીતે પૂર્વે નળ રાજા રાજ્યને જુગાર રમતા દાવમાં મૂકીને હારી ગયા. હા ! હા! યુધિષ્ઠિરે પણ તેવી જ રીતે કર્યું. જુગારમાં રત એવા દુર્યોધનને ધિક્કાર હો, ધિક્કાર. જેણે મહાત્મા યુધિષ્ઠિરની પાસેથી કપટ કરીને રાજ્યસંપત્તિ પડાવી લીધી. તેવી રીતે દુર્યોધનને પ્રાપ્ત થયેલું રાજ્ય હોવા છતાં પણ રાજ્ય રહેશે નહિ. જ્યાં સુધી વિજયી ભીમ અને અર્જુન રહ્યા છે. કારણ કે આ દુર્યોધને દ્રૌપદીના વસ્ત્રનું ખેંચવાનું કાર્ય કરાવ્યું છે. તેને પાપનું ફલ મળશે. એ પ્રમાણે લોકોનું કહેલું સાંભળતાં યુધિષ્ઠિર માર્ગમાં ચાલ્યા. હવે માર્ગમાં ચાલતાં સપરિવાર તે યુધિષ્ઠિર અને માર્ગમાં ચાલતી દ્રૌપદીને અચાનક આકાશમાંથી આવીને ક્રૂર કિર્મિર નામનો ભયંકર રાક્ષસ ડરાવવા લાગ્યો. કેવા પ્રકારનો રાક્ષસ છે? મસી જેવા શ્યામ અંગવાળો, વિખરાયેલા પીળા વાળવાળો, લાંબા શરીરવાળો, લાલ આંખવાળો, લાલ મુખવાળો, For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૭ (૧૯) પાંડવ ચરિત્રમ્ સર્ષની જેમ તરલ જીભવાળો, દાંતો વડે દાંતોને ઘસતો, આવા પ્રકારના રાક્ષસે દ્રૌપદીની નજીક આવીને મોટા અવાજે અટ્ટહાસ કર્યો. તેના તેવા પ્રકારના અવાજથી ડરેલી દમયંતીએ પૃથ્વી ફાટી જાય તેવા મોટા અવાજથી ભીમને સાદ કર્યો. તે અવાજ સાંભળીને પરાક્રમી ભીમે નજીક આવીને તર્જના કરતાં વાદળની જેમ ગાજતા કહ્યું: “રે મહાપાપી રાક્ષસ ! આ તારું પાપનું ચાપલ્ય કેવું? કારણ કે તું લાંબી માર્ગના પ્રવાસના કારણે ખેદ પામેલી એવી મારી પ્રિયા દ્રૌપદીને કેમ ડરાવે છે?” તો તેનું તું ફળ ભોગવ. એ પ્રમાણે કહીને ગદાના પ્રહારથી તે રાક્ષસને મસ્તકમાં ઘા કર્યો (માર્યો). તે પ્રહારથી તાડન કરાયેલો રાક્ષસ ભૂમિ પર પડ્યો. જે ભીમનો ક્રોધ દુર્યોધન પર થયો. તેવો તે રાક્ષસ પર થયો. તે દુર્યોધનનો વલ્લભ એવો કિર્તીર ભીમની ગદાના પ્રહારથી હણાયો અને મરીને નરકે ગયો. ભીમે હણેલો, ક્રૂર કિર્તીર રાક્ષસ મહાભારતના આરંભે પ્રથમ ઓંકાર જેવો હતો, જેવી રીતે મંગલના આરંભે પ્રથમ ઓંકાર હોય છે, તેવી જ રીતે આ રાક્ષસને ભીમે પહેલાં માર્યો, આથી ઑકારની ઉપમા પામ્યો. ત્યાંથી ચાલતાં પરિવાર સહિત પાંડવો લતાઓથી સુંદર કામ્યક નામના વનમાં આવ્યા. સુંદર પ્રદેશમાં મનોહર વૃક્ષોથી ભરેલા તે વનમાં જ્યાં આવ્યા, તેટલામાં ભીમે યુધિષ્ઠિરને કહ્યું: “હે બંધો! માતા, પિતા વગેરે લોકો પગપાળા રસ્તામાં ચાલતાં અત્યંત થાકી ગયેલા જણાય છે. આથી પાંચ રાત્રિ આ જ વનમાં સ્થિરતા કરીએ.” એમ રાજા યુધિષ્ઠિરને વારંવાર ભીમસેને વિનંતી કરી. કેટલાય દિવસો તે જ વનમાં રહ્યા. રસ્તાથી થાકેલા લોકો સુખપૂર્વક દરેક વૃક્ષ નીચે સૂઈ ગયા, સુખપૂર્વક સૂતેલા લોકોને ભૂખથી આક્રાન્ત જોઈને યુધિષ્ઠિરે અર્જુનને કહ્યું : “આ બધા લોકોને સુંદર રસોઈ જમાડ.” યુધિષ્ઠિરની આજ્ઞાથી અર્જુને મનોહર આહારને લઈ આવનારી વિદ્યા શીવ્ર યાદ કરી. તે વિદ્યા વડે લવાતી સુંદર રસવતી જોઈને યુધિષ્ઠિર આશ્ચર્ય પામ્યા અર્જુનની રજાથી દ્રોપદીએ પણ તે રસોઈ તે લોકોને જમાડી. એ પ્રમાણે દરરોજ વિદ્યા વડે લવાયેલી રસોઈનું ભોજન કરતાં લોકો કેટલાક દિવસો સુધી પાંડવો સાથે ત્યાં જ રહ્યા. એક દિવસ પિતાના આદેશથી મહાયોદ્ધા દ્રુપદ પુત્ર ધૃષ્ટદ્યુમ્ન પાંડવોને બોલાવવા માટે તે વનમાં આવ્યા. પાંડવોએ સ્નાન, ભોજન વગેરે ભક્તિ કરીને પૂછ્યું, હે ધૃષ્ટદ્યુમ્ર ! તું શા માટે અહીંયા આવ્યો છે. ધૃષ્ટદ્યુમ્ર પણ યુધિષ્ઠિર વગેરે પાંડવોને નમન કરીને આવવાનું કારણ તે આ પ્રમાણે જણાવે છે. હસ્તિનાપુરમાં રહેલ ગુપ્તચરોથી છૂપા સમાચાર દ્વારા પ્રવાસના સમાચાર જાણીને પિતાએ મને અહીંયા મોકલ્યો છે. આથી હું તમને બોલાવવા માટે આવ્યો છું. તમે મારા ઉપર કૃપા કરીને મારા ઘરને પવિત્ર કરો. પાંડવોએ કહ્યું : અમે બાર વર્ષ વનમાં જઈએ છીએ. તેથી સસરાના ઘરે રહીશું નહિ.” ફરીવાર ધૃષ્ટદ્યુમ્ર બહેન દ્રૌપદીને કહ્યું : “હે બહેન ! તું મારી સાથે પિતાના ઘરે ચાલ.” દ્રૌપદીએ કહ્યું : For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૧૭૦). સર્ગ - ૭ પાંડવોના ચરણોથી જે વનો પણ પાવન થાય છે, તે મને પસંદ છે. પિતાના ઘરથી સર્વ અર્થાત્ પિતાનું ઘર નહિ. કેવળ સરલ, બાળક જેવા એવા તારા આ પાંચેય પાંચાલ (ભાણીયાઓ)ને લઈને જા અને વિજયી થા. તે પ્રમાણે કહીને યુધિષ્ઠિરની આજ્ઞા લઈને ધૃષ્ટદ્યુમ્ર પાંચેય પાંચાલોને લઈને આંસુઓ સાથે પોતાના ઘર તરફ ચાલ્યો. ક્રમે કરીને પોતાના ઘરે આવેલા ધૃષ્ટદ્યુઝે દ્રુપદ રાજાને દોહીત્રાઓને સોંપ્યા. પછી તેણે પાંડવોની બધી વાત કરી. તે જ વનમાં રહેલા પાંડવોને એક દિવસ યુધિષ્ઠિરની. પ્રીતિથી દ્વારકાથી સકલ સૈન્યથી પરિવરેલા મિલન માટે ઉત્સુક કૃષ્ણ આવ્યા. કૃષ્ણને આવતાં જાણીને પાંચેય પાંડવો સામે જઈને ગાઢ આલિંગીને ભેટીને) નમસ્કાર કર્યા. તેણે પણ જલ્દી આવીને ઉત્સાહપૂર્વક કુન્તીના ચરણકમળને વંદ્યા (ચરણમાં નમ્યા). અને યથાસ્થાને આસન પર બેઠેલા કૃષ્ણ આગળ બેઠેલા યુધિષ્ઠિરને આ પ્રમાણે કહ્યું : “હે યુધિષ્ઠિર ! દુષ્ટ દુયોધને ઉત્તર સાધક શકુનિ અને કણે કપટ કરીને ખોટા પાસાઓ વડે તને જીતીને તારું રાજ્ય ગ્રહણ કર્યું છે,” એવું દૂત મુખથી મેં સાંભળ્યું છે. જો, હું બાજુમાં હોઉં ત્યારે જુગાર ખેલાય તો જુગારની પ્રવીણતા જણાય. યુધિષ્ઠિરે કહ્યું : “સ્વામિન્ ! બુધ નજીક હોય ત્યારે ચંદ્રને રાહુ કેવી રીતે પ્રસ્ત કરી શકે ? તમે નજીક હોત તો આ દુર્યોધન મને કેવી રીતે જીતીને રાજ્ય ગ્રહણ કરી શકત ? પરંતુ તે રાજન ભાવિને કોણ ઉલ્લંઘી શકે છે ?” કારણ કે – તેવા તેવા પ્રકારની બુદ્ધિ, તેવી મતિ અને તેવી ભાવના અને તેવા સહાયકો જેવી ભવિતવ્યતા હોય તેવા પ્રાપ્ત થાય છે, તેમ જાણવું. જેવું ભાવિમાં થવાનું હોય તેવું જ મહાપુરુષોને પણ થાય છે. શંકરને નમ્રપણું અને વિષ્ણુને મોટા સર્પનું શયન ભવિતવ્યતાના કારણે મળ્યું છે. હે હર ! તમે ક્રોધિત થયે છતે (થતાં) ઇન્દ્ર પણ પરાક્રમી (કંઈ કરી શકતો નથી) થતો નથી, તો વળી આ મનુષ્ય રૂપે ક્રીડારૂપ દુર્યોધન આદિ કોણ માત્ર ? દ્રૌપદીના વસ્ત્રને ખેંચવાના સમયે મારી આજ્ઞાને વશ રહેનારા ભીમ અને અર્જુનને દુર્યોધનના વધનો મેં નિષેધ કર્યો હતો. તે હરે! તમે પણ આવા દુર્યોધનના વધરૂપ આવા વિચારથી હમણાં વિરમો, એ પ્રમાણે નીતિમાં પ્રવીણ યુધિષ્ઠિર વડે કૃષ્ણમાં શાંતતા આવે છતે તે ભાઈઓની સાથે, ભીષ્મની પાસે ગયા. ભીષ્મને નમીને યુધિષ્ઠિરે કહ્યું: “હે બૃહત્તાત ! તમે ગુરુના પણ ગુરુ છો, આથી પૂછું છું કે સ્વામિન્ ! પરદેશ જવાની ઇચ્છાવાળા અમને સ્વકુળને ઉચિત બોધને આપો.” ભીખે કહ્યું: “હું પણ તમને સહાયક For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ (૧૭૧) સર્ગ - ૭ પાંડવ ચરિત્રમ્ થઈશ.” પછી વિનયથી નમેલા યુધિષ્ઠિરે સાથે આવવા માટે નિષેધેલા ભીષ્મ આવા પ્રકારની શિક્ષાને આપે છે. કામ, ક્રોધ, લોભ, માન, મદ, હર્ષ, આ છ વર્ગો છોડવા જોઈએ. અજ્ઞાન, જૂઠ, લાંચ, સર્વ પ્રકારના (સાત) વ્યસન. આ રાજ્યને હરી જનારા સોળ ચોરો છે. હે વત્સ ! તું નિરીક્ષણ કર. એક જ જુગારના વ્યસનથી કેટલા અનર્થ થયા. આથી વ્યસનને છોડવું જોઈએ. હે વત્સ ! આ ધર્મથી, પરાક્રમથી, નીતિથી અને વિનયથી તમે આ ભુવનના દૃષ્ટાંતરૂપ થશો. એ પ્રમાણેની ભીષ્મની વાણી સાંભળીને યુધિષ્ઠિર ખુશી થયા. પાડુ, વિદુર, દ્રોણ, કૃપાચાર્ય વગેરે વૃદ્ધો આ બધા પણ યુધિષ્ઠિરને જણાવીને પોતાના ઘર તરફ પાછા વળેલા એવા તેઓએ પ્રયાણ કર્યું. હવે યુધિષ્ઠિર ફરી પણ ધૃતરાષ્ટ્રને નમીને બોલ્યા: “હે વૃદ્ધ તાત ! તમે મારા ભાઈ દુર્યોધનને આ પ્રમાણે કહેજો. હે કુરુકુલના મુગટ! આ પ્રજાને તેવી રીતે પાલવી, જેવી રીતે પૂર્વજોએ ઉપાર્જન કરેલ કીર્તિ આ સંસારમાં સર્વત્ર આપનો આશ્રય કરીને રહેલી સ્કુરાયમાન થાઓ.” (જગતમાં ફેલાઓ) એ પ્રમાણે યુધિષ્ઠિરના વિનયપૂર્વકના વચન સાંભળીને પોતાના પુત્રની દુનીતિ જોઈને લજ્જા પામેલો ધૃતરાષ્ટ્ર મૌન રહીને પાછા ફરી તે પણ પોતાના નગરે આવી ગયા. મોટા વડીલ માતાપિતા, સત્યવતી આદિ માતાઓએ નમસ્કાર કરતાં યુધિષ્ઠિરને આશીર્વાદ આપી અભિનંદીને અતિ શોકથી ઘેરાયેલા મૂચ્છિત જેવા તેઓ ગમે તેમ કરીને પાછા ફર્યા. હવે યુધિષ્ઠિરે સાથે ચાલતા સર્વ નગરના લોકોને બોલાવીને આ બાજુ તમે પાછા ફરો, એ પ્રમાણે આદેશ આપ્યો. એ પ્રમાણે સાથે આવેલા ભીષ્માદિ કુલવૃદ્ધો સત્યવતી આદિ માતાઓ, બુદ્ધિસાગર વગેરે મુખ્ય મંત્રીઓ તે નગરમાં રહેનારા સાથે ચાલનારા લોકો પણ કામ્યક વનથી પાછા ફરેલા પોતાના સ્થાનમાં ગયા. હવે વિનયથી નમી ગયેલા મસ્તકવાળા યુધિષ્ઠિરે વિદુરને કહ્યું : “હે આર્ય ! તમે જ અમારા પર પિતા સંબંધી પ્રીતિને રાખનારા છો. પાડુરાજા તો ફક્ત જન્મદાતા જ છે. આથી અમે તમને પૂછીએ છીએ.” વિરહથી દુઃખી મારા માતાપિતાને સાથે જ લઈ જઈએ ? અથવા અહીંયા જ રાજ્ય ઉપર મૂકીને જઈએ ? આ વાતમાં તમે જ પ્રમાણરૂપ છો. જે તમારી આજ્ઞા થશે, તે અમે કરીશું. જે સારું લાગે (સારું જણાય) તે કહો. વિદુરે કહ્યું : “હે વત્સ ! દુર્યોધન તારા પર ઈમ્પ્રભાવ રાખે છે. તેથી પૂર્ણ કુટુંબની સાથે (જવું) યોગ્ય નથી. તે કારણથી તટસ્થ એવા દેવ પાડુએ અહીંયા જ રહેવું. દેવી કુન્તી તમારા વિરહને સહી શકનારી ન હોવાથી તે નહીં જ રહે. આથી પાર્ટુને અહીંયા જ મૂકીને કુન્તીમાતા અને દ્રૌપદીની સાથે મહાતેજસ્વી તમે પાંચેય ભાઈઓ વનવાસ માટે જાઓ.” યુધિષ્ઠિરે તે સાંભળીને ભીની આંખે આંસુ સારતા પિતાને વિદુરની પાસે રાખ્યા. તે વખતે કુન્તી પતિના વિયોગથી દુઃખ અને પુત્રોના સંયોગથી સુખ પામી. ત્યારે કુન્તી એકી સાથે હર્ષ For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ (૧૭ સર્ગ - ૭ અને દુઃખ અસીમ પામી. ફરી વિદુરે કહ્યું : “હે યુધિષ્ઠિર ! રસ્તે આવતાં તું સાવધાન રહેજે. ક્યારે પણ પ્રમાદ કરીશ નહિ.” વિશેષથી રસ્તામાં ચાલતાં આ પ્રકારની શિક્ષાને આપી, આંસુવાળી આંખે વિદુરે પાર્ટુને સાથે લઈને હસ્તિનાપુર તરફ પ્રયાણ કર્યું. તે સમયે પાડુરાજાએ વિદ્યાધરે આપેલી દેવતાથી અધિષ્ઠિત સર્વ કાર્ય કરવામાં સમર્થ પોતાના હાથમાં રહેલી મણિમુદ્રિકા (વીંટી)ને ખેંચીને મોટા પુત્રના હાથની અંગુલિમાં પહેરાવી પછી પુત્ર અને પત્નીને શિક્ષા આપીને તે પાડુરાજા અને વિદુર હસ્તિનાપુર તરફ જવા માટે તૈયાર થયા, ત્યારે યુધિષ્ઠિરે માદ્રીને કહ્યું : “હે માતા ! રાત્રિ દિવસ તારે મારા પિતાની શુશ્રુષા કરવામાં પ્રમાદ ન કરવો. વિશેષ પ્રકારે પુરુષાર્થ કરવો. કારણ કે હું દૂર દેશમાં જાઉં છું, મારી પાછળ આવનારી કુન્તી પણ સાથે આવે છે. આથી શુશ્રુષા વિશેષ પ્રકારથી કરવી, માદ્રી માતાએ તે વાતનો સ્વીકાર કર્યો. એ પ્રમાણે કરીને તે પણ પાડુરાજાની સાથે ચાલી. એ પ્રમાણે સર્વ સ્વજન વર્ગ પાછો ફર્યો. પછી ત્યાંથી ચાલેલા કુન્તી દ્રૌપદી સાથે પાંડવો કૃષ્ણના આગ્રહથી વાહનમાં બેઠેલા કૃષ્ણની સાથે ચાલ્યા. જ્યાં નાસિકનગરે આવ્યા. ત્યાં પૂર્વ કુન્તીએ બનાવેલું શ્રી ચંદ્રપ્રભ જિનનું ચૈત્ય જોયું. તે ચૈત્યમાં પાંડવોએ કુન્તી સહિત પૂજાને કરી. વિધિપૂર્વક પ્રભુને પૂજીને વિવિધ સ્તોત્રો વડે સ્તુતિ કરીને કુન્તી અને દેવકીના પુત્રો (પાંડવ અને કૃષ્ણ) પોતપોતાના ઘરમાં રહેલા સ્વજનો સાથે પોતાના કુળને ઉચિત સુખ ભોગવે છે. એ પ્રમાણે તે કૃષ્ણ અને યુધિષ્ઠિરે સુખમાં મગ્ન થઈને કેટલાય દિવસો ત્યાં પસાર કર્યા. એક દિવસ કૃષ્ણની સાથે બેઠેલા યુધિષ્ઠિરની પાસે દુર્યોધનનો પુરોહિત પુરોચન આવીને આ પ્રમાણે બોલ્યો. હે રાજેન્દ્ર ! તમારા ભાઈ દુર્યોધને આદરપૂર્વક હમણાં મારા મુખે આ પ્રમાણે જણાવ્યું છે, કહેવડાવ્યું છે. હે આર્ય ! તું આર્યજનોમાં પ્રથમ છે. હું અનાર્યજનોમાં છું. તું ગુણવાનોમાં અગ્રણીય છે જ, હું નિર્ગુણીઓમાં છું. તું સ્વજનોમાં મુગટ છે, હું દુર્જનોમાં છું. સદ્ગદ્ધિવાળાઓમાં તું અગ્રેસર છે, હું દુર્બુદ્ધિવાળાઓમાં છું. તું કૃતજ્ઞજનોમાં શેખર છે, હું કૃતઘ્નોમાં છું. તું ઉત્તમજનોમાં માણિક્ય છે, વળી હું અધમજનોમાં મહાન ઇચ્છાઓમાં તું પ્રથમ છે, તુચ્છ ઇચ્છાઓમાં હું છું. જ્ઞાનીઓમાં તું આદ્ય છે, અજ્ઞાનીઓમાં હું છું. For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૭ ૧૭૩ પાંડવ ચરિત્રમ્ વિવેકરહિત એવા મેં તારા વિશે વિપરીત આચરણ કર્યું છે, તો તું મારા અપરાધને માફ કર કારણ કે તું મોટો છે, મોટા જનો નાનાઓના અપરાધને સહે છે. મેં સરળ આશયવાળા તમારો અપરાધ કર્યો છે. કારણ કે કપટથી ઘૂત રમીને રાજ્ય લઈ લીધું છે. પછી તે રાજ્યથી તને બહાર કાઢી મૂક્યો છે. હું પણ મારા અપરાધને સહી લે. હવે મારા પર કૃપા કરીને ફરી તમે રાજ્યને શોભાવો. આજથી તમારી આજ્ઞા મારા મસ્તકરૂપ પત્યેકમાં ખેલ કરનારી થાઓ (અર્થાત્ તમારી આજ્ઞા મારા શિર પર રહો.) તેથી પ્રસન્ન થઈ હસ્તિનાપુરનું રાજ્ય ગ્રહણ કરો. જો હસ્તિનાપુર આવતાં સત્યવ્રતની વિપરીતતાથી લજ્જા આવતી હોય તો મનને સ્થિર કરીને વારસાવત નગરે મારા આગ્રહથી સુખપૂર્વક રહો. હે રાજેન્દ્ર ! તમારા ભાઈ દુર્યોધને મારી પાસે તમને આ પ્રમાણે કહેવડાવ્યું છે (જણાવ્યું છે) એવા પુરોચન પુરોહિતના વચન સાંભળીને યુધિષ્ઠિર આદિ પાંડવો અને કૃષ્ણ વગેરે પણ ખુશ (હર્ષિત) થયા. કારણ કે પ્રેમથી સ્નેહના વચન સાંભળી કોણ ખુશ થતું નથી ? ત્યાંથી વાહનમાં બેઠેલા આગળ ચાલતા પાંડવો કૃષ્ણ મિત્રની સાથે પુરોચને બતાવેલા માર્ગે ચાલતા ક્રમ કરીને વારણાવતી નગરે આવ્યા. તે નગરમાં રહેનારા સઘળાય નાગરિક લોકો મંગલ ભટણાઓ લઈને તેઓની સામે આવ્યા. પછી કૃષ્ણની સાથે તે પાંડવોએ હર્ષ સાથે દેવલોકમાં ઈન્દ્રની જેમ તે નગરમાં પ્રવેશ કર્યો. પાંડવો તે નગરમાં આવીને ચિત્રશાલાઓમાં, ઘરના આંગણામાં, મકાનોમાં, વાવડી, કૂવા, સરોવરાદિમાં સુખપૂર્વક આનંદ (ક્રીડા) કરતા વિચરે છે. દુર્યોધનના પુરોહિત પુરોચને તે પાંડવોની ચતુરાઈપૂર્વક સેંકડો પ્રકારે સેવા, શુશ્રુષા કરીને આત્માને ખુશ કર્યા. તેવી રીતે હસ્તિનાપુરથી દુર્યોધન તે પાંડવોને અતિ સુંદર વસ્તુઓ દરરોજ સેવકો દ્વારા ભટણા રૂપે આપે (મોકલે) છે. તેવી રીતે તે નગરનો રાજા પણ નગરજનોથી પરિવરેલો યુધિષ્ઠિરની સેવા કરે છે. એ પ્રમાણે સુખમાં રહેલા પાંડવો પોતાના નગરમાં રહેલાની જેમ ક્યારે પણ પોતાના ઘરને યાદ કરતા નથી. દાનમાં જ રસવાળી, પાંડવોની માતા કુન્તી ગરીબોનો ઉદ્ધાર કરવામાં પોતાના હાથે પ્રયત્ન કરે છે. કહ્યું છે કે – દીનનો ઉદ્ધાર કર્યો નહિ. સાધર્મિક વાત્સલ્ય કર્યું નહિ. હૃદયમાં પરમાત્માને ધાર્યા નહિ. તે જન્મ હારી ગયો છે. એ પ્રમાણે તે બધાય પાંડવો માતા અને પત્ની સહિત, દાનને આપતાં તે નગરમાં સુખપૂર્વક વિચરે છે. હવે કૃષ્ણ તે પાંડવોનું સુખ અને કુટુંબનું સુખ જોઈને દુર્યોધનની વાણી, પુરોચન પુરોહિતના મુખથી સાંભળીને આનંદ પામેલા ભ્રાતૃવાત્સલ્ય પાંડવોએ વિદાય આપેલા (કૃષ્ણ) For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ (૧૭૪ો સર્ગ - ૭ દ્વારિકા નગરી તરફ ગયા. અર્જુન પત્ની સુભદ્રા માતાના મિલનની ઇચ્છાવાળી અભિમન્યુ પુત્રની સાથે પાંડવની આજ્ઞાથી કૃષ્ણની સાથે દ્વારિકા નગરમાં આવી. હવે એક દિવસ વિદુરે મોકલેલા પ્રિયંવદ નામનો દૂત યુધિષ્ઠિરાદિ બંધુની પાસે આવીને વિદુરે કહેલું કહેવા લાગ્યો. તે આ પ્રમાણે. એક દિવસ ધૃતરાષ્ટ્રની પાસે રહેલા એવા મેં ગુપ્ત રીતે કર્ણ, દુઃશાસનાદિ વિચારણા કરતા લજ્જા વિનાના દુર્યોધનને પુરોચન પુરોહિતને આ પ્રમાણે બોલતાં જાતે સાંભળ્યું છે. હે ભદ્ર ! તું પણ જાણે છે કે પાંડવો મારા શત્રુ છે. તેઓના જીવતાં મારું રાજ્ય આકાશમાં રહેલા વાદળાઓથી બનેલ હાથી-ઘોડાદિ જેવું છે. એટલે કે ક્યારે રાજ્ય તેઓના હાથમાં જતું રહેશે, તેની ખબર નથી. શણસર્જરસાદિ દ્રવ્યો વડે ઉદીપન થયેલ અગ્નિ વડે લાખનું બનાવેલું મકાન સળગાવી આ બે શ્લોકો સાંભળીને પાડુપુત્રે વિચાર્યું– અહો ! આ પુરોચને અમને મારવા માટે આવી માયા કરી છે. અમે રાજ્ય આપીને આવી ગયા. અમને સ્વામિની બુદ્ધિથી રાખ્યા છે. પરંતુ તેઓએ કપટ કરીને અમને મારવા માટેની આ યોજના કરી છે, તો ખરેખર આ દુષ્ટ પુરોચન અમને આ લાખના ઘરમાં બાળી નાંખશે. હવે ભક્ત વિદુરનો દૂત કહે છે :- “હે રાજન્ ! બે શ્લોકમાં કહેલી વાત દુષ્ટ દુર્યોધને પુરોચનની આગળ કહી. ત્યારે ગુપ્ત રીતે વિદુરે તે સાંભળી છે અને તે વાત મારા દ્વારા આપને જણાવી છે. આથી સારી રીતે વિચારીને તમને યોગ્ય લાગે તેમ કરો.” પુરોચનમાં વિશ્વાસ કરવા જેવો નથી. તે જીભે મીઠો, હૃદયમાં અત્યંત દુષ્ટ છે, તેમ જાણો. દુર્યોધનના કહેવાથી આ પુરોચન આપનાથી શોભતું આ મકાન કૃષ્ણ એટલે વદ ચૌદશના ભસ્મસાત્ કરશે. પરંતુ તે ચૌદશ કઈ, તે વિદુરે જાણી નથી. આથી બધી કૃષ્ણ ચૌદશે સાવધાન થઈને રહેવું, પ્રમાદ નહિ કરવો. એ પ્રમાણે વિદુરે કહેલું દૂત દ્વારા સાંભળીને ક્રોધથી લાલ થઈ ગયેલી આંખવાળા પાંડવોએ તેના રહેવાના મહેલને (ઘરને) લાખથી બનાવેલો છે કે બીજા કોઈ દ્રવ્યથી તેની પરીક્ષા કરી અર્થાત્ ખાતરી કરી. પરીક્ષાથી લાખનું ઘર જાણીને માતા-ભાઈ-પત્ની વગેરે દરેકને તે વાત જણાવી. ભીમે કહ્યું – “હે આર્ય ! શત્રુનું હૃદય ફાડીને જણાય છે. પુરોચનને શિક્ષા આપી આગળ જવું.” અર્જુને પણ યુધિષ્ઠિરને આ પ્રમાણે કહ્યું : “તમારી આજ્ઞા હોય તો એને શિક્ષા આપીને જઈએ. એ પણ જાણે કે પાંડવોની સાથે જેવું કર્યું તેવું મળ્યું.” એઓના આ વચન સાંભળીને યુધિષ્ઠિરે કહ્યું: “હે વત્સો ! તમારામાં જો શૌર્ય (તાકાત) હોય તો દુર્યોધનને હણવાનું કાર્ય For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ સર્ગ - ૭ પાંડવ ચરિત્રમ્ કરવું.’’ રસ્તે ચાલતાં આવા પ્રકારના દુર્જનો ઘણા મળશે. જેને તેને પગલે પગલે હણતાં અમે લજ્જા પામીએ. અહો ! આ પાંડવો મહાતેજસ્વી છે. જેણે દિશાઓને વશ કરી છે. આવા પ્રકારના સામાન્ય લોકોને હણતાં અમારો લોકોમાં અપવાદ (નીંદા) થશે. તેથી સામાન્ય માણસોને હણવા નહિ અને તેવી રીતે આજથી આરંભીને તેર વર્ષ સુધીની લીધેલી આ પ્રતિજ્ઞા પૂર્ણ હો... (થાઓ) જેમકે વિદ્યાના બળનો બીજે જવા માટે ઉપયોગ ન કરવો. કોઇ પણ જાતનું ભોજનાદિ કરવા માટે ઉપયોગ ન કરવો પરંતુ બાહુબળથી સર્વ કાર્ય કરવું. એ પ્રમાણે કર્મોની પણ ખબર પડે. જેથી આપણા સત્ત્વની પણ પરીક્ષા થાય. આથી જ આ ગૃહે રાત્રિએ ક્યાંય પણ એક સ્થાને રહીએ. જ્યારે દુર્યોધનના નિર્દેશથી આ પુરોચન આ મહેલને કૃષ્ણ ચૌદશ રાત્રિએ આગ લગાડશે. ત્યારે આ સુરંગના રસ્તેથી આ મહેલમાંથી નીકળી જવું. એ પ્રમાણેનો વિચાર કર્યો છતે ફરી રાજા બોલ્યો : ‘એક ગુપ્ત સુરંગ ખોદાવવાનું. તે સુરંગનું પૂર્વ દિશામાં રહેલા અદ્વૈત વનના માર્ગમાં આ દ્વાર બનાવવાનું. પરંતુ તેવા પ્રકારનો કોઈ સુરંગ ખોદવાવાળો જુઓ ?’' યુધિષ્ઠિરે આ પ્રમાણે કહેતા ફરી પ્રિયંવદ બોલ્યો : “હે સ્વામિન્ ! વિદુરે સુનક નામનો ખોદનાર મોકલ્યો છે. તે વિદુરનું જ આ બહારનું મન છે અને વિશ્વાસની ભૂમિ છે. એ વિદુરનું જ જાણે આ બીજું શરીર ન હોય ! તેણે પણ જમીન ૫૨ મસ્તક નાખી, રાજાને નમીને આજ્ઞાને માંગી.’ યુધિષ્ઠિરે પણ તેને યોગ્ય જાણીને એક જનરહિત ભૂપ્રદેશ બતાવ્યો. તે પણ સુનક નામનો સુરંગ ખોદવાવાળો ગામની બહાર ક્યારેક ઘરની અંદર રહીને દિવસે બીજા કામ કરતો રાત્રિએ ધીરે ધીરે સુરંગને ખોદે છે. 0:0 ભીમના શયનની નીચે સુરંગમાં જવાનું દ્વાર બનાવી યુધિષ્ઠિરને જણાવ્યું. ત્યાં રહેલા પુરોચન ૫૨ વિશ્વાસ વિનાના પાંડવો વિશ્વાસ બતાવે છે. આનંદ વગરના તેઓ લોકોને આનંદવાળા બતાવે છે તથા હરરોજ સવારે ઉઠીને જાતિવાન ઘોડા પર બેસીને ચારે દિશાઓમાં માર્ગનું અવલોકન કરે છે. ક્યારેક તે ભીમ કુન્તીને અને દ્રૌપદીને નકુલ અને સહદેવને અભ્યાસ માટે સુરંગનું અંતર બતાવે છે. અગાસીમાં બેઠેલા પાંચેય પાંડવો નક્ષત્રો વડે આ અદ્વૈત વનમાર્ગનો નિશ્ચય કરે છે, ત્યારે કુન્તી પણ પુત્રોના મંગલ માટે મનોહર આહારના દાન વડે દીન, અનાથોને ખુશ કરે છે. શ્રી શાંતિનાથની પ્રતિમા પાપોની શાંતિ માટે પૂજે છે તથા જેના પાપ ખતમ થઈ ગયા છે, તેવા શ્રી નમસ્કાર મહામંત્રનો જાપ કરે છે. એ પ્રમાણે તે પાંડવોને માતા અને પત્ની સાથે સ્વેચ્છાપૂર્વક ક્રીડા કરતા જોઈને પુરોચન વિચાર કરે છે. ખરેખર આ વિશ્વાસવાળાઓને આજે કૃષ્ણ ચતુર્દશીએ મારવા (મારીએ) અને આ બાજુ તે જ ચતુર્દશી કોઈક વૃદ્ધાને પાંચ દીકરા અને એક સ્ત્રી સાથે અહીંતહીં ફરતી જોઈને કુન્નીએ તેને પોતાના જેવી જાણીને બહેનની જેમ માનતી મધુર આહાર ખવડાવીને પોતાની નજીક રહેલ સદનમાં રાખી. For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૧૭૬) સર્ગ - ૭ હવે ભીમ દુર્નિમિત્તો વડે તે રાત્રિને ભયંકર જાણીને સ્વકુટુંબને તે સુરંગમાં રાખ્યા અને જાતે સુરંગના દરવાજા પર રહીને જ્યાં અવલોકન કરે છે, તેટલામાં તે પાપી પુરોચને કૃષ્ણ ચતુર્દશીની રાત્રિના બીજા પહોરે તે મહેલના દ્વારના પ્રદેશ પર અગ્નિ લગાડ્યો. કલ્પાંતકાલના અગ્નિ જેવા તે અગ્નિને જોઈને ક્રોધે ભરાયેલો ભીમ સુરંગના માર્ગથી પોતાના કુટુંબને તે ઘરમાંથી બહાર લઈ આવ્યો. પછી જાતે જ સુરંગના દ્વાર પર ઉભા રહેલા પુરોચનના ચરિત્રને આંખો થકી જોયું. સ્વામિનું કાર્ય કરીને હર્ષિત થયેલો પુરોચન કાર્ય સિદ્ધ થતાં જ્યાં નાચ કરે છે, તેટલામાં પરાક્રમી ભીમે તેને હાથમાં લઈને(પકડીને)સિંહ વડે જેમ મૃગલુ હણાય તેમ મુઠ્ઠી વડે તે પુરોચનને હણીને અગ્નિમાં નાખ્યો. પછી પુરોચન મરીને નરકે ગયો. પોતે કરેલું કર્મ ફલવાળું બન્યું અર્થાત્ પોતે કરેલા કર્મનું ફળ પોતે પામ્યો. કહ્યું છે કે – સ્વામિ (માલિકીનું પાપ સહજભાવથી નોકરને લાગે છે. લવણ સમુદ્રના કાંઠાની જમીનને સહજ ખારાશ લાગે છે. પુરોચને જેવા પ્રકારના માણસોની સેવા કરી તેવા પ્રકારના ફળની પ્રાપ્તિ થઈ. હવે ભીમ પુરોચનને હણીને સુરંગના માર્ગથી કુટુંબની સાથે તે માર્ગે ચાલ્યો. કેટલીક ભૂમિ સુધી ગયેલા તે પાંડવોને જોવા માટે જાણે મેરુ પર્વતના શિખર પર રહેલો સૂર્ય ઉદયને પામ્યો. હવે નગરજનો તે લાખના મહેલને ભસ્મસાત્ થયેલો જોઈને તે સાતે ય મનુષ્યોને મરી ગયેલા જોઈને (જાણીને) હાહાકાર કરતાં દેવને ઉપાલંભ આપવા લાગ્યા. તે હુતાશ ! હે વિધે ! તેં આ પાંચેય પાંડવો જે કલ્પવૃક્ષ સમાન હતા, દીન અનાથોના ઉદ્ધારક હતા, તેને કેમ મારી નાંખ્યા ? એ પ્રમાણે વારંવાર ગુણોને યાદ કરતા લોકો જોરજોરથી રડવા લાગ્યા, ત્યારે પાંડવો સૂર્યનો ઉદય થયે છતે પગે ચાલતા થાકેલા દુઃખને અનુભવે છે. પ્રથમ મુસાફર રાજા યુધિષ્ઠિરના પગો અલનાને પામ્યા. નકુલ, સહદેવ પણ માર્ગમાં થાકેલા હોવા છતાં પણ મોટા ભાઈઓને ખેદ (દુઃખ) ન થાય તે બીકથી મૌનપણે આગળ ચાલે છે. યુધિષ્ઠિર માતાને અને પત્નીને પગે ચાલતા જોઈને હૃદયમાં આ પ્રમાણે ચિંતવે છે. જેણે પિતાના અને ભરથારના ઘરમાં કષ્ટને જોયા નથી. એવી આ મારી માતા મારા કારણે ક્લેશને અનુભવે છે. અહો ! મહાતેજસ્વી પાંડવોની પત્ની દરિદ્રની સ્ત્રીની જેમ વનની ભૂમિ પર ચાલે છે. પાછુપુત્રોના જોતા છતાં કુશ (ઘાસ)ના અંકુરો વડે પત્નીના ચરણ કમલિનીની જેમ ભેદાય છે. હા ! હા ! દુઃખની વાત છે. For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચિરત્રમ્ સર્ગ - ૭ ૧૭૭ એક પતિવાળી હોવા છતાં પત્ની દુઃખને જાણતી (પામતી) નથી, પરંતુ પાંચ પતિ હોવા છતાં પણ એક દ્રૌપદી દુઃખને પામે છે. એ પ્રમાણે માર્ગમાં થાકથી કંટાળેલા યુધિષ્ઠિર અને પરિજન ખિન્ન હોવા છતાં તૃષાથી પીડાતા કુન્તી અને દ્રૌપદી ભૂમિ પર પડી ગયા તેથી યુધિષ્ઠિરે દૂરથી પાણી લાવીને તેઓને પીવડાવ્યું, પીવડાવીને યુધિષ્ઠિર રાજા વિચારે છે, વિધિ બલવાન છે કે જેણે પહેલા રાજ્યથી ભ્રષ્ટ કર્યા પછી શત્રુઓનો ભય ઊભો કર્યો. પછી (પાછલી) રાત્રે નસાડ્યા. રુઠેલા નસીબે બધા પાંડવોને જ વિડંબના કરી. વિધિને ધિક્કાર હો, જે આવા પ્રકારે લોકોને વિડંબના કરે છે, એ પ્રમાણે વિચાર કરતાં યુધિષ્ઠિર માર્ગમાં ચાલે છે. અહો ! મારો આ પરિવાર માર્ગથી થાકેલો, ગરમીમાં છત્ર વિનાનો, ઠંડીમાં વસ્ત્ર વિનાનો, પથ્ય આહાર વિનાનો, શિરીષ પુષ્પ જેવા સુકોમળ અંગવાળો, ડગલે ડગલે પડતો અથડાતો (લથડીયા ખાતો) પર્વતોવાળા (ભયંકર) વનને પાર કેવી રીતે કરશે ? યુધિષ્ઠિરને ચિંતાથી કરમાયેલા મુખવાળા જોઈ અત્યંત પરાક્રમી ભીમ રાજા બોલ્યા : હે ભાઈ ! બલવાન સૈનિક પાસે હોવા છતાં તમે દુ:ખી ન થાઓ.’” એ પ્રમાણે કહીને માતાને જમણા ખભે બેસાડી અને વળી પ્રિયતમા (દ્રૌપદી)ને ડાબે ખભે બેસાડી બંને નાના ભાઈઓને (સહદેવ અને નકુલને) પણ પીઠ પર બાંધીને વળી યુધિષ્ઠિર અને અર્જુનને પણ ભુજા પર રાખીને અમર્યાદિત પરાક્રમી ભીમ માર્ગમાં વૃક્ષોને પાદના પ્રહારથી પાડતો જલ્દી ચાલે છે. દયાવંત પુરુષની જેમ રાત્રિની ઠંડી હવાએ ભીમના થાકને દૂર કર્યો. માર્ગમાં પવનથી શાંત થયેલા સ્વસ્થ ચિત્તવાળા ભીમે માર્ગથી થાકેલા યુધિષ્ઠિર અને અર્જુનને પણ પીઠ પર લઈ લીધા. રાત્રિને વિશે તે ભીમ તે અટવીરૂપ સમુદ્રમાં પોતાના ભાઈઓને લઈને ચાલતાં (ભીમ) વાહન જેવા દેખાવા લાગ્યા. એ પ્રમાણે જતાં ભીમથી જાણે ડરેલી ન હોય તેમ તે રાત્રિ ક્ષણ માત્રમાં ચાલી ગઈ. હવે ભીમના મુખ કમળને જોવાને માટે ઉત્પન્ન થયેલ કુતૂહલ (ઇચ્છા)વાળો સૂર્ય, જાણે ઉદયગિરિના શિખર પર ચઢી ગયો. ભીમના પરાક્રમને બતાવવા પક્ષીઓ પોતાની જાતિને બોલાવવા માટે જાણે કુંજી (બોલી) રહ્યા છે. એ પ્રમાણે તેઓની સાથે પરિવરેલ ભીમે બે પહોર વ્યતિત થયે છતે સૂર્ય માથા પર આવી જતાં એટલે કે મધ્યાહ્ન થતાં કોઈક ઝાડની નીચે જળની નજીકમાં વિશ્રામ લીધો. For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૧૭૮) સર્ગ - ૭ યુધિષ્ઠિરના કહેવાથી અર્જુને વિદ્યાને યાદ ન કરી, પરંતુ વિદ્યા વિના જ બધા કાર્યો કરે છે. રસ્તામાં થાકને દૂર કરવા માટે ભીમ સૂઈ ગયો. યુધિષ્ઠિરની આજ્ઞાથી અર્જુને વનમાં જઈને વનમાં ઉગેલા કંદમૂળ અને ફળો લાવીને દ્રૌપદીને આપ્યા. નકુલ અને સહદેવે કાષ્ટ આપ્યા. પછી દ્રૌપદીએ વન ફળોને અગ્નિ વડે પકાવીને સાસુ સહિત પાડુપુત્રોને જમાડીને દેવ-ગુરુનું સ્મરણ કરીને પછી પોતે ભોજન કર્યું. જમ્યા પછી પરિવાર સાથે પાંડવો માર્ગમાં આગળ ચાલ્યા. માર્ગમાં તૃષાથી આક્રાંત બધાયને ભીમસેને પાણી આપ્યું. થાકેલાઓને પોતાના ખભા પર બેસાડીને માર્ગમાં આગળ ચાલવા માંડ્યુ. ફરી રાત્રિએ અશોકવૃક્ષની નીચે ભીમે પાથરેલા વૃક્ષના પાંદડાઓ પર તેઓ સુખપૂર્વક સૂઈ ગયા, ત્યારે અંધકારનું સામ્રાજ્ય પથરાયું. કારણ કે ક્રોધિત થયેલી વિધિ મનુષ્યોને પગલે પગલે આપત્તિને આપે છે. તે જ અંધારી રાત્રિની શરૂઆતમાં કુન્તી અને દ્રોપદી તૃષાથી વિઠ્ઠલ થયા અને તેઓએ પાણી માંગ્યું. યુધિષ્ઠિરની આજ્ઞાથી મધ્યમ પાંડવ પરાક્રમી ભીમે જલપાત્ર લઈને એક ગાઉ માત્ર રસ્તો કાપીને પ્રાણીઓના સ્વરથી નિશ્ચય કરી સરોવરને પ્રાપ્ત કર્યું. ત્યાં ભીમે કમળના પત્તાના પડીયામાં પાણી પીને તે જ સરોવરમાં હાથીના બચ્ચાની જેમ સ્નાન કરીને જલપાત્ર ભરીને ત્યાં આવ્યો. જ્યાં તે પાર્ટુપુત્રો કુન્તી અને દ્રૌપદી રહેલા છે, આવેલ ભીમ દુઃખી અવસ્થામાં રહેલા તેઓને પાંદડાના બિસ્તરમાં સૂતેલા જુએ છે. પોતાના કુટુંબને દુઃખે કરીને સૂતેલું જોઈ, (નિદ્રામાં જોઈ) ભીમસેન વિચારે છે, અહો ! મારા આ ભાઈ યુધિષ્ઠિર જે પલંગમાં કોમળ રૂવાળી અને ઉપર સુંદર કપડાથી આચ્છાદિત સરસ સુગંધી ધૂપથી વાસિત પુષ્પ સુવાસથી યુક્ત સુગંધિ દ્રવ્યોથી સંસ્કારિત પથારીમાં સુખપૂર્વક નિદ્રાને લેતાં વારાંગનાઓના સમૂહ થકી ચામરો વડે વીંઝાતા તે આજે ધૂળના ઢગલાની ઉપર માર્ગથી થાકેલા ઘુવડ, ભૈરવ, કેરવના અવાજોને સાંભળતા વૃક્ષના પાંદડામાં સૂઈ ગયા છે, એ પ્રમાણે બોલતો ભીમ અત્યંત રૂદન કરતો ચારે બાજુ ફરતો આ પ્રમાણે કહે છે. જે આ પહેલાના સમયમાં વિમાનમાં બેસી આકાશમાં ઘૂમતો હતો, તે અર્જુન આ ભયંકર વનમાં ગરીબની જેમ ઊંધે છે. આ અમારા નાના ભાઈ નકુલ અને સહદેવ પણ અમારા ખોળામાં અનેક પ્રકારની રમતથી લાલન પાલન કરાયેલા દરિદ્રની જેમ ભૂમિ પર સૂઈ ગયા છે. આ પાંડવોની માતા પાડુરાજાની પત્ની ચાલવાથી થાકી ગયેલા પગવાળી કુન્તી અરેરે ! ભૂમિ પર સૂઈ ગઈ છે. આ દ્રૌપદી જે અર્જુનને રાધાવેધથી મળેલી છે. જે પાંચ પાંડવોને સુખપૂર્વક (સ્વેચ્છાએ) પરણી છે, તે આ દ્રૌપદી રાંકની પત્નીની જેમ રખડે છે. મારા જીવિત અને પરાક્રમને ધિક્કાર હો. એ પ્રમાણે વારંવાર બોલતો સીમા વિનાનો પરાક્રમી ભીમ બધાની ચારે બાજુ ફરતો અત્યંત રુવે છે, એ પ્રમાણે મોટેથી વિલાપ કરતાં ભીમે ભયંકર આકૃતિવાળી પીળી આંખવાળી એક યુવતીને સામે આવતી જોઈ. તે યુવતી જેમ જેમ ભીમની નજીક આવતી જાય છે, તેમ તેમ For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૭ (૧૭૯) પાંડવ ચરિત્રમ્ મનોહર રૂપને પ્રકાશિત કરે છે. તેને સામે આવતી જાણીને કોમલ, મધુર વાણી વડે ભીમે કહ્યું : “હે સુલોચને ! તું કોણ છે ? તે પહેલા રૌદ્ર પછી સૌમ્ય રૂ૫ શા માટે કર્યું ? એનું સ્વરૂપ તું મારી આગળ જેવું છે તેવું સત્ય કહે.” તેણીએ કહ્યું : “હે મહાપુરુષ ! મારું ચરિત્ર સાવધાન થઈને સાંભળો. આ વનમાં હિડંબ નામનો રાક્ષસ છે. તેના નામથી આ હિડંબ વન કહેવાય છે. અહીં કોઈ માણસ મુસાફર તરીકે ફરતો નથી. કોઈક વખત દુર્ભાગ્યથી કોઈ માણસ આવી જાય તો ગમે તેવો શૂરવીર હોય તો પણ આ રાક્ષસ તેનું ભક્ષણ કરે છે. તે મારો ભાઈ વિદ્યાધર છે. તેની હું હિડંબા નામની બહેન છું. નહિ પરણેલી એવી હું ભાઈના ઘરે રહું છું. મારા ભાઈની મારી પાસે પણ ક્રમથી આવેલી રાક્ષસી નામની વિદ્યા છે.” મહેલમાં રહેલા તે મારા ભાઈએ મને આ પ્રમાણે કહ્યું: “હે ભગિની! હમણાં મનુષ્યની ગંધ મને ભૂખ ઉઘાડે છે. તેથી તું જા, મનુષ્યોને જોઈને ક્યાંયથી પણ લઈ આવ. કારણ કે હું ભૂખ્યો થયો છું.” એથી ભાઈએ મોકલેલી હું રતિ (સુંદર) રૂપવાળી હોવા છતાં પણ રાક્ષસી રૂપને કરીને અગ્નિની જવાલા જેવા ભયંકર લોચન કરીને જ્યાં અહીંયા આવી, તેટલામાં તારું સુંદર રૂપ જોઈને ભાઈની આજ્ઞાને ભૂલી જઈને કામદેવને વશ એવી હું તમને જોઉં છું, યાદ કરું છું. આજથી હું તમારી પાછળ ચાલનારી છું. તમે મારા પ્રાણપ્રિય છો. મારા ઉપર ઉપકાર કરીને મારી સાથે લગ્ન કરો. હે મહાનૂ! લજ્જાને છોડીને રાત્રિચરી એવી મને સહચરી (સંગિની) બનાવો. આજે મારી બધી કુળદેવીઓ પ્રસન્ન થઈ છે. કારણ કે તમારા જેવા પ્રાણપ્રિય મળ્યા છે. હે પ્રાણેશ ! મારા જેવી સહચારિણી હોવાથી રાક્ષસો દૂર રહેશે. બલવાન વનચારિણીઓ પણ પ્રભાવવાળા (શક્તિવાળા) રહેતા નથી. (ઉભા રહેતા નથી) બીજું પણ જે કાંઈ અજુગતું થવાનું હશે, તે મારા જેવી સહચારિણી હોતે છતે બધું દૂર થઈ જશે. હવે ભીમે કહ્યું : “હે ભદ્ર ! જો મહાન પુણ્યોદય હોય ત્યારે તારા જેવી પ્રેમ પરાયણ, સ્વયંવરી નારી પ્રાપ્ત થાય છે અર્થાત્ મળે છે. હે સુગાત્રિ ! પરંતુ એના માટેનું કારણ સાંભળ ! આ સૂતેલા ચારે મારા ભાઈઓ છે. આ જે વૃદ્ધા નિરાંતે સૂતી છે, તે અમારી જનેતા (માતા) છે. આ સૂતેલી શિરીષ પુષ્પ જેવી કોમલાંગી જે સુખપૂર્વક સૂતેલી છે, તે પાંચેય ભાઈની પત્ની છે. આ એક પત્ની હોવા છતાં અમે બધા ભાઈઓ કૃતાર્થ (સંતોષી) છીએ. સર્વ પુરુષાર્થમાં એક થઈ રહીએ છીએ. આવી કલ્યાણકારી હોવા છતાં બીજી પ્રેયસીને અમે સ્વીકારતા નથી. એક માત્ર કલ્પલત્તાને પામીને કેરના વનમાં કોણ હાથ નાંખે ?' એ પ્રમાણે ભીમે વારંવાર નિષેધ કરવા છતાં પણ હિડંબા બોલી : “હે પ્રાણેશ ! જોકે તમે મારા પર પ્રેમભાવ નહિ કરશો તો પણ આ ભવમાં તમે જ મારા જીવન આધાર છો. તેથી જ્યારે તમને ગમે ત્યારે તે સ્વામિન્ ! મારો સ્વીકાર કરજો, પરંતુ આ મારી પાસે ચાક્ષુષી વિદ્યા છે, તે ગ્રહણ કરો. જેથી For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૧૮૦ સર્ગ - ૭ ચાક્ષુષી હોતે છતે રાત્રિને વિશે પ્રકાશ થાય, તે હિડબાએ પઠતા (બોલતા) જ સિદ્ધ થાય એવી તામસી વિદ્યા આપી. ભીમ તે વિદ્યાને સાધીને સિદ્ધ થયો.” હવે અહીંયા અટ્ટહાસ્ય કરવા થકી ત્રાસને આપતો હિડંબ નામનો રાક્ષસ આવ્યો. પરસેવાથી ભીંજાઈ ગયેલી, રોમાંચવાળી, કામને પરવશ બની ગયેલી, ભીમ પર નાખેલી દષ્ટિવાળી, વાસનાથી યુક્ત બનેલી, ડરેલી, પોતાની બહેનને જોઈને ભ્રકુટી ચડાવેલ મુખવાળો હિડંબે બોલ્યો : “રે પાપિણી! હે પ્રૌઢ કંદર્પ ! હે કુલકલંકિની ! ભૂખ્યા એવા મારી ઉપેક્ષા કરીને અહીંયા તું વાસનાની ભૂખી બની. આંથી પહેલા તેને જઠરરૂપ અગ્નિનું ઇંધણ બનાવીને એટલે કે પહેલાં તને ખાઈને પછી આ માનવીની મારી જઠરરૂપ અગ્નિમાં આહુતિ આપીશ. એટલે કે પછી માનવને ખાઈશ. એ પ્રમાણે કોપ વડે આક્ષેપ કરીને રાતી આંખવાળો રાક્ષસ હિડબ બહેનને ચપેટમાં લેવા માટે સામે ધસ્યો. તેને દોડતો જોઈને મહાપરાક્રમી ભીમે રાક્ષસને કહ્યું : “હે દુરાચારી ! હે દુરાત્મન્ ! હે નકતચર ! નિરપરાધી પોતાની બહેનને હણતાં કેમ લજ્જા નથી પામતો ? તારા રાક્ષસ વંશને અનુરૂપ જો બહેનને હણાય છે, પરંતુ હું સાક્ષાત્ સ્ત્રી હત્યાની ઉપેક્ષા નહિ કરું.” તેથી તું ઉભો થા અને શસ્ત્રને ગ્રહણ કર. શસ્ત્ર વિનાના ઉપર હું પ્રહાર કરીશ નહિં. પછી ક્રોધથી ધમધમતા રાક્ષસે તેણીને (હિડંબાને) છોડી દીધી અને એક વૃક્ષ ઉપાડીને ભીમ તરફ દોડ્યો અને ભીમ ગદાને ઉગામીને-ઊંચી કરીને દોડ્યો. એ પ્રમાણે પરસ્પર બંનેનું યુદ્ધ થયું. તે યુદ્ધમાં ગદા વડે ભીમથી હણાયેલો રાક્ષસ પીડાને પામ્યો. વૃક્ષથી રાક્ષસ વડે હણાયેલો ભીમ મૂચ્છ પામીને ભૂમિ પર પડી ગયો. ક્ષણવાર વૃક્ષની પીડાનો અનુભવ કરીને ચેતના પામેલો ભીમ ફરી ગદાને ઉંચી કરીને સિંહનાદને કરતો રાક્ષસની સામે આવ્યો. તે સિંહનાદથી પાડુપુત્રો જાગી ગયા. કુન્તી અને દ્રૌપદી પણ જાગી ગયા. કુન્તીએ પોતાની સામે દિવ્ય રૂપવાળી એક બાલિકાને જોઈ. તે બાલિકાને જોઈને કુન્તીએ પૂછ્યું: “હે પુત્રી ! તું કોણ છે? અહીંયા શા માટે આવી છે? જે હોય તે મને સત્ય કહે.” તેણે પણ પહેલેથી લઈને બધો પોતાનો વૃત્તાંત કુન્તીને કહ્યો. હે માત ! તમારો પુત્ર રાક્ષસની સાથે યુદ્ધ કરે છે. તે રાક્ષસથી વૃક્ષરૂપ અસ્ત્ર વડે હણાયેલો મૂર્છાને પામેલો ભૂમિ પર પડી ગયો. ફરી પ્રાપ્ત કરેલી ચેતનાવાળા તમારા પુત્રે સિંહનાદ કર્યો. તે અવાજથી તમે જાગી ગયા છો. તે સાંભળીને માતાની પ્રેરણાથી યુધિષ્ઠિરાદિ ભાઈઓ ભીમની પાસે આવ્યા. ત્યારે ભીમને રાક્ષસે ફરી પ્રહાર કર્યો. તેથી મૂર્છાને પામતા તે ભૂમિ પર પડી ગયો. મૂર્છાને પામેલો જોઈ માતા બોલી : “હે પ્રૌઢ વિક્રમી ! માર્ગથી થાકેલા અમને તું વહન કરનારો છે. હે વત્સ ! દુષ્ટ રાક્ષસે આવી દશાને કેમ કરી? For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૭ ૧૮૧ પાંડવ ચરિત્રમ્ આલંબન વિનાના કુટુંબના આલંબનરૂપ તારા વિના દૂરથી પાણી લાવીને તૃષાને કોણ શાન્ત કરશે ? વનના પુષ્પો લાવીને અંબોડામાં સુંદર (નવા) પુષ્પોની વેણીના બંધનથી વહુને કોણ અલંકૃત કરશે (શોભાવશે). ઈત્યાદિ વિલાપ કરતી કુન્તીને જોઈને માતાના દુઃખથી દુઃખી થયેલા અર્જુને પોતાના વસ્ત્રના છેડા વડે પવન નાંખીને ભીમને ચેતનવંત બનાવ્યો. પછી ઉઠેલો ભીમ ગદાને ઉછાળતો રાક્ષસને હણવા જાય છે. ત્યાં અર્જુન બોલ્યો : “હે ભાઈ ! ધીરજ ધર, આને હું જ શિક્ષા આપીશ. તું એના ઘાતના પ્રહારથી નબળો પડેલો છે.” તું દૂર જા ! મારું શસ્ત્ર કૌશલ્ય (ચતુરાઈ) જો. ભીમે કહ્યું : “હે અર્જુન તારી દૃષ્ટિના અમૃતની વૃષ્ટિથી સિંચાયેલું મારું શરીર તાજું થઈ ગયું છે.” એટલે કે તારી આંખમાંથી વરસતી અમૃતની ધારાના સિંચનથી મારું શરીર નિરોગી થઈ ગયું છે. આથી હું એ રાક્ષસને હણીશ, એમ કહીને ભૂજાના આસ્ફાલનપૂર્વક ગદાને ઉંચી કરીને ફરી દોડ્યો. ત્યારે તે બંનેનું યુદ્ધ થતાં જયરૂપ લક્ષ્મી વિચારમાં પડી ગઈ. તે જ હિડંબ અને ભીમ પાંડવને પરસ્પર લડતા પ્રહાર કરતાં યુધિષ્ઠિરે જોયા ત્યારે યુધિષ્ઠિરે અર્જુનને કહ્યું : “હે અર્જુન ! આ રાક્ષસે આ તારા મોટા ભાઈને પીડા આપી છે.” એ પ્રમાણે યુધિષ્ઠિરે કહેતા ભીમે તે રાક્ષસને હાથ વડે ગરદનને પકડીને ઢોરની જેમ માર મારી હણી નાંખ્યો. રાક્ષસને મરેલો અને ભીમને જીતેલો જોઈને પુત્રનું આનંદપૂર્વક તે જ ક્ષણે લૂણ ઉતાર્યું. યુધિષ્ઠિરે ધૂળથી લેપાયેલા ભીમને પોતાના વસ્ત્રના છેડાથી સ્વચ્છ કર્યો. અર્જુન આદિ નાના ભાઈઓએ યુદ્ધના થાકથી થયેલા પસીનાને વસ્ત્રના છેડા થકી દૂર કર્યો. અર્થાત્ પસીનો દૂર કર્યો. દ્રૌપદી એકાંત પામીને ક્ષણવાર પ્રાણપ્રિય ભીમને ભેટી પડી. કામદેવથી પીડિત હિડંબા ભાઈના શોકને ભૂલી જઈને તે યુધિષ્ઠિર વગેરેની સેવા કરવા લાગી. તે હિડંબાએ કુન્તી દ્રૌપદીની એવી રીતે સેવા કરી, જેથી કરીને તેઓનું મન જીતી લીધું. હવે પાછળની રાત્રિ થોડી બાકી રહેતાં તે બધાય માર્ગમાં ચાલવા લાગ્યા. કારણ કે મોટો વિરોધ હોતે છતે વિદ્યાવાળો કોણ પ્રમાદ કરે ? આગળ યુધિષ્ઠિર તેની પછી તેના નાના ભાઈઓ પછી કુન્તી અને તેની પછી દ્રોપદી, એ પ્રમાણે માર્ગમાં પગ વડે આગળ ચાલે છે અને આકાશમાં હિડંબા ચાલે છે. એ પ્રમાણે રસ્તે ચાલતાં બે પ્રહર પસાર થતાં ભયંકર ગરમીથી થાકી ગયેલ કુન્તી તૃષાથી વિદ્વલ બનેલી મૂર્છાને પામી. ત્યારે એક દિશામાં અર્જુન ગયો. બીજી દિશામાં ભીમ, એ પ્રમાણે ચારે દિશામાં ચારે ભાઈઓ પાણી લેવાને માટે ગયા. મૂચ્છમાં પડેલી માતાને જોઈને શોકમાં ડૂબેલા યુધિષ્ઠિર દેવ (નસીબ)ને ઉપાલંભ આપે છે. For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૭ પાંડવ ચરિત્રમ્ ૧૮૨ રે દૈવ ! હમેશા શું એક પક્ષે અમને એકલાને જ જોયા છે. કારણ કે અમને આ પ્રમાણે દુઃખી કરે છે. રે વિધે ! તું રાજ્ય લઈને કેમ સંતોષ પામતો નથી ! હવે નેત્રોથી અમૃત વરસાવીને અમારૂં સિંચન કરનારી અને અમારા પાપને હણનારી જે અમારી માતા છે, તે પણ આવી દશાને પામી. અહો ! જેટલો પ્રિયાનો પરાભવ, રાજ્યનો ભ્રંશ અને માર્ગનો શ્રમ મને નથી પીડતો. તેથી અધિક માતાનો પરાભવ પીડે છે. દુઃખથી વ્યથિત યુધિષ્ઠિર હોતે છતે તે બધા ય ભાઈઓ સર્વત્ર ભમી ભમીને પાણી વિના દુઃખથી વિહ્વળ પાછા આવ્યા. બધી દિશાઓમાં બધે પાણી શોધ્યું, પરંતુ કોઈપણ જગ્યાએ મળ્યું નહિ. આવા મહાબલવાન્ તેજસ્વી ભીમ અને અર્જુન ઉષ્ણ આંસુઓ વડે માતાને સિંચે છે. નિરાશ મનવાળા તે પાંડવોને દિશાઓમાં નજર કરતાં હિડંબા પડીયામાં પાણી લાવીને સામે આવી. તે પાણી કુન્તીના શરીર પર નાંખ્યુ અને પાયું. તેથી તેનું શરીર નવપલ્લવતાને પામ્યું. એટલે કે ચેતનાવાળું બન્યું. તેને કંઈક સૂકા ધાનને સ્વાતિ પાણી વડે સિંચાયેલાની જેમ બધા પાંડવોએ જોયું. માતાને જીવિત દાન કરવાથી (આપવાથી) અમારા કુટુંબમાં આ હિડંબા બધાથી અધિક માનનીય બની અને બધા પાંડવોના મનમાં હિડંબા વસી ગઈ. ત્યાંથી હિડંબા સહિત ચાલેલા બધાયે સુખપૂર્વક માર્ગને અતિક્રમ્યો. એક વખતે વનની રમણીયતાને જોતી એકલી દ્રૌપદી એક હાથીને જોઈ જંગલમાં નાસી ગઈ. હાથી પણ કમલ જેવી આંખવાળી તે દ્રૌપદીની પાછળ ગયો. ભયથી ત્રસ્ત થયેલી તે દ્રૌપદી સ્તનના ભારથી એક પણ ડગલું આગળ જવા માટે અસમર્થ બની... તે સિંહ પાસે આવ્યો. દ્રૌપદીએ તેને નજીક આવેલો જાણીને પોતાની અને તેની વચ્ચે રેખાને દોરી. તે આ પ્રમાણે બોલી : “કે જો મારા પતિએ સત્યરેખા ન ઓળંગી હોય તો, હે સિંહ ! તું પણ આ રેખાને ઓળંગીશ નહિ. તે સિંહ તે સાંભળીને ત્યાં જ ઊભો રહ્યો. સતીના શીલના પ્રભાવથી સિંહ કાંઈપણ ખરાબ કરવા માટે સમર્થ ન બન્યો. અહો ! મહાનુભાવોના પ્રભાવને જાણી શકાતો નથી. એ પ્રમાણે પાંડવોથી છૂટી પડી ગયેલી તેમના જવાના માર્ગને જરા પણ નહિ જાણતી યુથથી છૂટી પડેલી હાથણીની જેમ વનમાં ભમતી તે દ્રૌપદીએ માર્ગમાં એક સર્પને સામે આવતો જોઈને તેવી રીતે રેખા કરી અને બોલી કે મન, વચન, કાયાથી જો મેં મારા પાંચ પતિને ઠગ્યા ન હોય તો હે સર્પ, તું દૂર જા. એ પ્રમાણે રેખાના પ્રભાવથી તે પણ દૂર જતો રહ્યો. એ પ્રમાણે કરાયેલી રેખાથી For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૭ ૧૮૩) પાંડવ ચરિત્રમ્ બધા ય ઉપદ્રવો તેને કંઈપણ દુઃખ આપવા સમર્થ ન થયા. અહો ! સતીનો મહિમા બૃહસ્પતિ (પંડિતો) પણ ગાવા શક્તિમાનું નથી. એમ તે વનમાં આમ તેમ ફરવાથી સૂર્ય અસ્તતાને પામ્યો, ત્યારે તે ચિંતવે છે. પ્રિયથી છૂટી પડી ગયેલી મારી આ રાત કેવી રીતે જશે? એ પ્રમાણે ચિંતાથી યુક્ત દ્રૌપદી જ્યાં થઈ, તેટલામાં આકાશમાર્ગે હિડંબાને સામે આવતી જોઈ તેણી પણ દ્રૌપદીને જોઇને હર્ષને પામેલી તેણીએ કહ્યું : “હે સુંદરી ! તારા વિરહથી પાંડવો શોકાતુર બન્યા છે. બધી ય જગ્યાએ પાંડવોએ તને શોધી. પરંતુ ક્યાંય પણ તું મળી નહિ. પછી ધૂળથી ખરડાયેલા અંગોવાળા પાંચેય પાંડવોએ સંધ્યા સમયે એક ઝાડની નીચે રહેલા તારા માર્ગને જોયો. તને જ શોધી રહ્યા છે. જંગલી પશુઓ નિશ્ચિત રાત્રિએ ઉપદ્રવો કરશે. દ્રૌપદી વિના અમારે જીવવાથી પણ શું? એ પ્રમાણે નિશ્ચય કરીને તે પાંડવો મરવાની ઇચ્છાવાળા જીવનથી નિસ્પૃહી જાણીને કુન્તી પણ પુત્રને અનુસરનારી જણાય છે. તેનો વૃત્તાંત જાણીને હું એ પ્રમાણે તેઓનો અનર્થ જાણીને આકુલ–વ્યાકુલ મનવાળી વનને ખુંદતી ખુંદતી તમારી પાસે આવી છું.” તે હિડંબાએ આ પ્રમાણે વૃત્તાંત જણાવીને તેને ઉપાડીને નભ માર્ગે દ્રૌપદીને પાંડવોની પાસે લાવી મૂકી. હવે રાત્રિમાં સ્વસ્થ મનવાળા તે બધા ભેગા થઈને પ્રભાત થતાં હિડંબાના પ્રભાવથી સુખપૂર્વક નદી, જંગલો, બહુ પર્વતોને લીલા માત્રમાં ઉલ્લંધ્યા. એ પ્રમાણે માર્ગમાં જતાં પાંડવો પોતાની માતા અને પત્ની સાથે હિડંબાએ કરેલી સહાયથી સુખપૂર્વક ચાલવા માંડ્યું. એક દિવસ કુન્તીએ હિડંબાને કહ્યું: “હે ભદ્રે ! તે રસ્તે જતા આવી અવસ્થામાં અમારા ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે, તો અમે આવી અવસ્થામાં તારા ઉપર શું ઉપકાર કરીએ ? તો પણ તે કલ્યાણી ! તારી કંઈક ઇચ્છિત વસ્તુ કહે?” તે સાંભળીને હિડંબાએ પણ હાથ જોડી કુન્તીને આવા પ્રકારની વાણી ઉચ્ચારી કહ્યું : “હે માતા ! હિડંબની બહેન હિડંબા એવી હું ક્યાં ? અને વિશ્વ પ્રસિદ્ધ પાંડવોની માતા તમે ક્યાં ? મેં શું તમારા ઉપર ઉપકાર કર્યો ? તમે જગતની માતા છો, જેના આવા યુધિષ્ઠિરાદિ પુત્રો છે, તો પણ હું કંઈક માંગુ છું.” કુન્તીએ કહ્યું: “જે તને પસંદ હોય તે કહે.” તેણીએ કહ્યું: “જો મારું માગેલું ઇષ્ટ આપતા હોય તો તમારો પુત્ર ભીમ તમારી આજ્ઞાથી મારો પતિ બનો.” અર્થાતુ તમારા પુત્રને મારો પતિ બનાવો. એ પ્રમાણે તેની સાથે સંબંધ બંધાવીને મને દાસી, ચરણસેવિકા બનાવો. એના વચન સાંભળીને કુન્તીએ વહુ (દ્રૌપદી)નું મુખ જોયું. દ્રૌપદી બોલી : “હે માતા ! આ હિડંબાનું પ્રાણી વડે કરીને પણ એનું પ્રિય કરવા માટે હું ઈચ્છું છું.” તો ભોગોનો ભાગ કરવામાં શું વિચારવું ? ત્યારે કુન્તીએ જાતે જ ઉઠીને સહદેવે કહેલા સમયે ભીમ અને હિડંબા બંનેનું પાણિગ્રહણ (લગ્ન) કરાવ્યું. હવે તે હિડંબા સર્વ ઋતુવાળા રમણીય ઉદ્યાનો બનાવી અને કૃત્રિમ મહેલ બનાવીને ભીમની સાથે સુખને ભોગવે છે. ક્યારેક નદીઓના કિનારા પર, ક્યારેક પર્વતોના શિખર પર, ક્યારેક For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ (૧૮૪). સર્ગ - ૭ ઉદ્યાનોમાં, ક્યારેક વનોમાં ભીમને લઈ જઈને સુખને ભોગવે છે. અર્થાત્ સુખપૂર્વક ખેલે છે. એ પ્રમાણે ભીમની સાથે સ્વેચ્છાપૂર્વક ક્રીડાને કરતી હિડંબા વિદ્યાધરી ગર્ભવતી થઈ. રસ્તે ચાલતા રસ્તો પસાર કરીને યુધિષ્ઠિર આદિ ક્રમે કરીને એકચકા નગરીમાં આવ્યા. તે નગરીના ઉદ્યાનમાં સ્થિરતા કરીને પાંડવો સુખપૂર્વક રહ્યા છે, તે ઉદ્યાનમાં સુવર્ણ કમળ પર બેઠેલા કેવલી એવા ધર્મઘોષ નામના મહામુનિને જોયા. મુનિના દર્શન માત્રથી જ અમૃતમાં સ્નાન કરેલાની જેમ શ્રદ્ધાળુ એવા તેઓનો માર્ગનો થાક દૂર થયો અને પોતાના અંતર્મલને દૂર કરવા માટે ઉત્કંઠિત થયેલા મનવાળા તેઓ મુનિને વંદન કરવા માટે આવ્યા. તે પાંડવોએ તે મુનિને નમસ્કાર કર્યા. મુનિએ પણ ધર્મલાભરૂપ આશીર્વાદ વડે અભિનંદિત કર્યા અને આગળ બેઠા. મુનિ તે યુધિષ્ઠિરના અતિશય રૂપને આદરપૂર્વક જુએ છે. ત્યારે મુનિએ તેઓને આશ્રયીને વિશેષ રીતે દેશના આપી કે, સર્વ પુરુષાર્થમાં મુગટ સમાન એક જ ધર્મ પુરુષાર્થ, તેમાં પણ સર્વ પ્રાણી પર દયા તિલક સમાન છે. ઉન્નતિ રૂપ મોતીની છીપ સમાન મોક્ષ અને સંયમની દૂતિકા સમાન દયા એક જ નિશ્ચિત સર્વ કલ્યાણનું કારણ છે. એવી કેવલીના મુખથી દેશનાને સાંભળીને જીવરક્ષાનું વ્રત હિડંબાએ લીધું. દેશના પૂરી થતાં કુન્તીએ ઉઠીને કેવલીને પૂછ્યું : “હે પ્રભો ! આ મારા પુત્રો પરાભવના હજારો સ્થાનની આપદથી ક્યારે મૂકાશે. હાથમાં રહેલા આંબળાની જેમ ત્રણે લોકને જોતાં મુનિવરે કેવળજ્ઞાન વડે તેના સ્વરૂપને જાણીને મનોહર એવી વાણીને ઉચ્ચારી.” હે મહાભાગે ! આ તારા પુત્રો ફરી રાજ્યલક્ષ્મીને ભોગવીને મુક્તિના ભાગી બનશે. આ પાંચેય ક્રમથી સંયમની આરાધના કરી કર્મોને મૂળથી ઉખેડી વિશ્વનું રક્ષણ કરનારા પાંચમી ગતિ (મોક્ષ)ને પામશે. આવી સાધુની અમૃત જેવી મીઠી વાણી સાંભળીને બધા પરમ આનંદને પામ્યા. મહામુનિ ત્યાં થોડીવાર દેશના આપી અન્યત્ર વિહાર કરી ગયા. તે જ દિવસે પાડુપુત્ર યુધિષ્ઠિરે હિડંબાને આ પ્રમાણે કહ્યું : “હે શુભે ! તારી સહાયથી જંગલ, નદી આદિ કઠીન માર્ગને ઉલ્લંધ્યા છે. હવે અમે આ નગરીમાં કેટલાક દિવસો રહીશું, તો હે ભદ્ર ! તું જા, તારા પોતાના ભાઈની સંપત્તિની સ્વામિની બન. મારા ભાઈના ગર્ભનું સારા સ્થાને રહીને વૃદ્ધિ કર (મોટો કર) હે વત્સ ! યાદ કરવા માત્રથી જલ્દી આવી જજે.” તેના વચનને અંગીકાર કરીને બધાને નમીને હિડંબા આકાશ માર્ગેથી હિડબ વનમાં આવી પહોંચી. તે વનમાં વિદ્યાના બળથી નૂતન જિનચૈત્ય બનાવીને જિનસેવા-ભક્તિમાં રત બની દિવસો પસાર કરે છે. પાંચેય બ્રાહ્મણનું રૂપ-વેષ કરીને એકચક્રા નગરીમાં આવ્યા. તે નગરીમાં પ્રવેશ થતાં નગરીના માર્ગમાં પ્રવેશતાં દેવશર્મા બ્રાહ્મણે તેમને જોઈ. ઉત્તમ બ્રાહ્મણ જાણીને For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૭ (૧૮૫) પાંડવ ચરિત્રમ્ પોતાના ઘરમાં લઈ જઈને અત્યંત પૂજા કરી. (સત્કાર કર્યો.) પછી તેઓની પોતાના વૈભવને યોગ્ય ભોજનાદિ સેવાદિ કરીને બે હાથ જોડી અંજલિબદ્ધ મોટા બ્રાહ્મણ (યુધિષ્ઠિરને) પાંડવને આ પ્રમાણે કહ્યું: “હે વિપ્ર ! હું યાચું છું તે તું લઇચ્છા) પૂર્ણ કર.” આ ઘર, સૌભાગ્યશાલિની આ મારી પત્ની, આ પુત્ર, આ પુત્રી સર્વ તમારું છે, તેમ સમજો. અહીંયા આ ઘરમાં સુખપૂર્વક રહેતા આ નગરીને પાવન કરો. વિર્તમાનકાળમાં પૃથ્વી રત્નવાળી છે, એ પ્રમાણે લોકો જાણો. તેની વારંવાર પ્રાર્થના સાંભળીને સારૂં, એ પ્રમાણે યુધિષ્ઠિરે સર્વ કુટુંબની સંમતિથી અંગીકાર કરી, એ પ્રમાણે તે ઘરમાં બાહ્ય રીતે બ્રાહ્મણના આચારને સેવતા, અંતરથી પરમહંત પાંડવો જિનધર્મને સેવનારા દિવસો પસાર કરે છે. દ્રૌપદી આનંદપૂર્વક સાસુની સેવામાં અને પાંડવો માતાની ભક્તિમાં રત એકચક્રી નગરીમાં રહેતા કુટુંબના અનુકુલપણાના કારણે વિધિની પ્રતિકુળતાને જાણી નહિ. તે દેવશર્માની પત્ની સાવિત્રી નામની હતી. તેના વિનયથી કુન્તીનું મન પરવશ (પ્રસન્ન) થયું. કુન્તી તેને દ્રૌપદીની જેમ સાવિત્રીને માનવા લાગી. સાવિત્રીના ગંગાધર અને દામોદર નામના પુત્રોને કુન્તી પૌત્રોની જેમ માનવા લાગી. તે કુન્તી તે સાવિત્રીના સહવાસથી પોતાના આવાસને ભૂલી લીલામાત્રમાં અનેક મહિનાઓને એક દિવસની જેમ પસાર કર્યો. એક દિવસ તે નગરીમાં તે દેવશર્માના ઘરમાં કુન્તીએ મોટેથી રડવાનો અવાજ સાંભળ્યો. તે રડવાનો સ્વર સાંભળીને કુન્તીને ભાલાથી ભેદાયેલાની જેમ હૃદયમાં દુઃખ થયું. તે દુઃખથી દુઃખિત કુન્તીએ દેવશર્માને ગદ્ગદ્ કંઠે કહ્યું – હે વત્સ ! અત્યંત દુઃખને ઉત્પન્ન કરનાર આ દુઃખ ક્યાંથી આવ્યું. દેવશર્મા કુન્તીની આગળ સાંભળી ન શકાય તેવી રુદનની કથાને કહેવા લાગ્યો. હે માત ! આ નગરીમાં પહેલા એક અનિષ્ટ અતિ કષ્ટ ઉભું થયું હતું. કારણ કે કોઈ વિદ્યાધરે જેટલા પ્રમાણની નગરી છે તેટલા પ્રમાણવાળી શીલાને વિદુર્વી તેથી નગરી ઉપર અકાળે એક મોટી શીલા દેખાઈ. કલ્પાંતકાળના આવર્ત જેવી તેનાથી યુગાંતકાળના અગ્નિમાંથી નીકળેલા ધૂમ્રના અંધકાર સમાન ભયંકર અંધકાર વ્યાપ્ત થયો. તે વખતે વૃક્ષોને મૂળમાંથી ઉખેડતો પવન વાવા લાગ્યો. કોઈ અદષ્ટ પરચક્રનો ભય ઉત્પન્ન થયો હોય તેમ એકચક્ર નગરી અત્યંત ભયથી વ્યાકુળ બની ગઈ. આ ઉપદ્રવ શાંત કરવા માટે નગરના સ્ત્રી-પુરુષો પોતપોતાના કુળદેવતાને યાદ કરવા લાગ્યા. નિમિત્તિયાઓ નિમિત્ત જોવા લાગ્યા. શકુન શાસ્ત્રીઓ શકુન જોવા લાગ્યા. રાજા તેમજ નગરના મુખ્ય માણસો અંજલિ જોડીને ધૂપ ઉવેખીને ઊંચે જોઈને કહેવા લાગ્યા કે યક્ષ હોય કે રાક્ષસ હોય કે કોઈપણ આ નગરી પ્રત્યે ક્રોધિત થયા હોય તે અમારા ઉપર પ્રસન્ન થાઓ અને For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૧૮૬ સર્ગ - ૭ અમને આજ્ઞા આપો. તે વખતે મસી જેવો કાળો, પીળી આંખો તેમજ પીળા વાળવાળો એક ભયંકર વ્યક્તિ આકાશમાં દેખાયો. ડરેલા અને ધ્રૂજતા શરીરવાળા તેઓએ કહ્યું : “હે મહાભાગ ! તમે કોણ છો, દેવ અથવા દાનવ તમે જે હો તે, પણ આ સંહાર તમે કેમ આદર્યો છે? મહાત્માઓ બીજાને સુખી કરવા માટે પોતે દુઃખ સહન કરે છે. સૂર્ય આકાશમાં પરિભ્રમણ કરે છે. તેમાં બીજું શું કારણ? વૃક્ષો પોતે તડકો વગેરે સહન કરીને બીજાને સુખ આપે છે, તો તે મહાભાગ ! તમે દુઃખ કેમ આપો છો ?” પછી તે બોલ્યો : “હે લોકો ! મને બક નામનો વિદ્યાધરનો રાજા જાણો. એક દિવસ મેં રત્નશૈલ નામના પર્વત પર રાક્ષસી વિદ્યા સાધી છે. તેથી મારી સાધેલી વિદ્યાના પ્રભાવને જોવાના કુતૂહલથી આ શીલા કરીને (વિકુર્વિને) અહીંયા હું આવ્યો છું. અને તે લોકો ! તમે તમારા ઇષ્ટદેવનું સ્મરણ કરો. આજે હું આ શીલાથી બધા નગર લોકોનું ચૂર્ણ કરીશ.” લોકોએ કહ્યું : “હે વિદ્યાધરાધીશ ! આટલા કાર્ય માટે વિદ્યા પરીક્ષા કરવા માત્ર આટલા લોકોને શું ચૂરીશ ? એક ખીલીને માટે પ્રાસાદ તોડવાનું કોણ ઇચ્છે ? કહ્યું છે કે ભસ્મને માટે કોણ ચંદનને બાળે ? તેવી જ રીતે અહીંયા વિદ્યા પરીક્ષા માટે નગરીનો સંહાર કોણ કરે ? આથી હિંસાને છોડ, ત્રણ લોકની રક્ષાને માટે વિદ્યાનો ઉપયોગ કર.” એ પ્રમાણે લોકોએ કહ્યું: ત્યારે માંસ લોલુપી બક રાક્ષસ બોલ્યો : “હે લોકો ! જો તમારે જીવવું હોય તો દરરોજ બલિપૂજા રૂપ ઉપહારયુક્ત એક મનુષ્ય મને આપો. જેથી તે પુરૂષ વડે હું રાક્ષસી વિદ્યાને અને આત્માને સંતોષ. નહિ તો બધા નગર લોકોને હણીશ તથા નગરની નજીકમાં ભૈરવ નામના વનમાં શીધ્રાતિશીઘ મારો પ્રાસાદ કરો. જો એ પ્રમાણે નહિ કરો તો ફરી બધા નગરલોકોને હણીશ. એ પ્રમાણે અનિષ્ટ હોવા છતાં પણ તેની વાતને સાંભળીને સ્વીકારી.” અહો ! પરતંત્ર માણસ શું શું નથી સ્વીકારતો ? પછી તે પાપી વિદ્યાધરે તે શીલાને વિદ્યા વડે બનાવેલી સંહરી લીધી. હવે રાજા, મંત્રી અને લોકોએ ભેગા થઈને આ પ્રમાણે વિચારણા કરી. બધા નગરના લોકોના નામો લખીને ગોળામાં નાંખીને કુમારિકા વડે ખેંચાયેલા નામવાળી ચિઠ્ઠીમાં જેનું નામ નીકળે તે મનુષ્યને નગરની બહાર રાખવો. તે રાક્ષસ તેને લઈ જશે, તેનું ભક્ષ બનાવશે. બીજા તે નગરવાસી લોકો સ્વસ્થ મનથી રહેશે. એ પ્રમાણે વિચારીને લોકોએ ભૈરવ વનમાં બકના નામનો પ્રાસાદ બનાવ્યો. ત્યાં એક બકની મૂર્તિ કરાવી મૂકી. ત્યાં દરરોજ પૂજા થવા લાગી તથા એક મનુષ્ય કુમારિકાએ ખેંચાયેલી ચિઠ્ઠીના નામવાળાને નગરની બહાર મોકલે છે, તેનું રાક્ષસ ભક્ષણ કરીને સ્વસ્થ મનથી રહે છે. For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૭ (૧૮). પાંડવ ચરિત્રમ્ એ નગરમાં એ પ્રમાણે કાલ પસાર થાય છે, મારી આજે ચિઠ્ઠી નીકળી છે. મારું મૃત્યું આવ્યું છે. આજે હું દ્રોણ પ્રમાણ શાલિ-ઓદનની બલિ લઈને તે વનમાં બકના પ્રાસાદે જઈશ. તે બક બલિ સહિત મારું ભક્ષણ કરી તૃપ્ત થશે. પછી સ્વસ્થાનમાં જશે, પછી બધાય કામ માટે લોકો નગરની બહાર જશે. હે માત ! કુન્તી ! તેથી નિરાશ, આલંબન વિનાનું આ મારૂં કુટુંબ રડે છે. જેમ આશ્રમના વૃક્ષનો નાશ થતાં પક્ષીઓ પણ આક્રંદનને કરે છે. તે માત ! વળી બીજું મને જે આ બ્રાહ્મણીએ કહ્યું છે, તે પણ સાંભળો. તે આ પ્રમાણે, હે નાથ ! તમારા વિના મારા જીવવાથી શું ? તમારા વિના સંતાન પણ પરાભવને પામશે. આથી હું જ બક રાક્ષસની પાસે બલિ લઈને જઈશ. તમે અહીંયા જ ઘરમાં રહો. તમારા સંતાનનું પાલન કરો. મારા મનમાં એક મોટી ચિંતા એ પણ રહે છે કે, તે રાક્ષસ સ્ત્રીનું ભક્ષણ કરતો નથી. હવે પાંચ વર્ષનો કંઠ પર રાખેલા હાથવાળો દેવશર્માનો પુત્ર બોલ્યો : “હે માતા ! હે પિતા! તમે ઘરમાં રહો. હું એકલો પણ આ સોટી વડે જલ્દી જઈને રાક્ષસને હણીશ.” એ પ્રમાણે બ્રાહ્મણાદિની વાણી સાંભળીને અશ્રુથી ભરેલી આંખવાળી કુન્તીએ હૃદયના ભાવપૂર્વક બ્રાહ્મણને કહ્યું : “હે વિપ્ર ! આ વીરતાથી ભરેલા પાંચેય મારા પુત્રો મહાપરાક્રમી છે. તેમાંથી એક તમારા બદલામાં જઈને તે રાક્ષસને પાપની સાથે હણીને ક્ષણવારમાં જ અહીંયા આવશે. તમે સ્વસ્થ થાઓ. ચિંતા ન કરો. તમારી આ ચિંતા મારી જ થાઓ.” એ પ્રમાણે કુન્તીનું કહેલું સાંભળીને હસતો હસતો બ્રાહ્મણ બોલ્યો : “હે અંબ ! જગતને જીતનારા તમે બકનું પરાક્રમ જાણતા નથી. જેમ સૂર્યમંડલ પાસે દીપક, તારા વગેરેનું તેજ નષ્ટ થઈ જાય છે, તેમ તેના બળ પાસૈ બધા પરાક્રમીઓનું બળ નષ્ટ થઈ જાય છે. તે માત ! કુન્તી હું જ બકને યમનો દાસ કરીશ. તમારા વિશ્વવાત્સલ્ય ધરનારા આ પાંચેય પુત્રો ચિરકાળ જીવો.” | વિએ કહેલા આ વચનો સાંભળીને માતાની બાજુમાં રહેલો ભીમ બોલ્યો : “હે માત ! તમારી આજ્ઞાથી હું આ દુરાચારી રાક્ષસને ક્ષણવારમાં યમનો મહેમાન કરીશ. હે માતા ! તમે ચિંતા ન કરો. હે વિપ્ર ! તું સ્વસ્થ મનવાળો થઈ સ્વગૃહની રક્ષા કર. તારા સ્થાનમાં બલિ લઈને બકને શિક્ષા આપવા માટે હું જ જઈશ.” ભીમે કહેલું સાંભળીને દેવશર્માએ કહ્યું: “હે મહાભાગ ! તમારું મૃત્યુ સ્વીકારી હું આત્માના રક્ષણ માટે ઉત્સાહિત નથી. એટલે કે મારું મન તે માટે ઇચ્છતું નથી.” કહ્યું છે કે – નીલમ (પાનું) તોડીને કાચનું કોણ રક્ષણ કરે છે.? મારા જેવા બ્રાહ્મણને માટે તમારા જેવા નરરત્નને રાક્ષસને ભેટણારૂપે આપવો, તે કોણ માન્ય કરે.? તમારા જેવા તો કોઈ વિરલ હોય, પણ મારા જેવા તો લાખો છે, લોકમાં કલ્પવૃક્ષ તો થોડા હોય છે, પરંતુ વૃક્ષો ઘણા હોય છે. For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ , (૧૮૮ો. સર્ગ - ૭ વળી બ્રાહ્મણ બોલ્યો : “હે મહાભાગ ! મારા મરી જવાથી મારા જેવા બીજા ઘણા થશે. તમારા વિના આ સંપૂર્ણ પૃથ્વી સીદાસે, દુઃખી થશે. આ તમારી ભૂજા જોઈને બક વિના બધા ય શત્રુઓ ત્રાસ પામે છે. મહારાણસ બકને હણવા માટે પાણ્ડપુત્ર ભીમ વિના બીજો કોઈ શક્તિશાળી (શક્યો નથી.” કારણ કે આ નગરીમાં પહેલાં કેવલી ભગવંત આવ્યા હતા, ત્યારે બધા વંદન કરનારા માનવસમૂહો સુવર્ણ કમલ પર બેઠેલા કેવલીને નમીને સભામાં બેઠા. કેવલીએ પણ ધર્મલાભરૂપ આશીર્વાદ આપીને તેઓની આગળ ધર્મદેશના આપી. તે ધર્મદેશનાને સાંભળીને લોકોએ કેવલીને પૂછ્યું: “હે સ્વામિન્ ! આ નગરમાં રાક્ષસનો ઉપદ્રવ ક્યારે શાંત થશે ?” મુનિનાથે પણ કહ્યું: “હે ભદ્ર ! જુગારમાં જીતાયેલા પાણ્ડપુત્રો વનમાં ફરતા ક્રમે કરીને અહીંયા આવશે, ત્યારે આ નગરી ઉપદ્રવ રહિત બનશે. કારણ કે મહાત્માઓનો મહિમા વાણીથી કહી શકાતો નથી, એ પ્રમાણે કહીને તે મુનિ બીજે વિહાર કરી ગયા.” તે દિનથી લઈને નગરીના બધા ય લોકો પરસ્પર આ પ્રમાણે કહે છે. અહો ! તે પાંડવો કેવા પ્રકારના હશે ? કે જે આ બક રાક્ષસને મારશે. એ પ્રમાણે ચિંતવન કરતા નગરજનો કુળદેવીઓની માનતા માને છે. દરરોજ હસ્તિનાપુરના માર્ગથી સંપૂર્ણ કાર્યોના અર્થી તે નગરના લોક વિવિધ ભેટાને હાથમાં લઈને સામે જવા માટે ઉત્કંઠિત થયા છે. એક વખત તે માર્ગથી કોઈક પથિક આવ્યો. તે મુસાફરને તે લોકોએ પૂછ્યું : “હે પાંથ ! આ માર્ગે પાંડવોના કંઈ આવવાના સમાચાર તેં સાંભળ્યા છે ?” પથિકે કહ્યું: “હે લોકો ! અયોધ્યાથી અનુક્રમે કરીને હું વારણાવત નગરમાં આવ્યો. તે નગરમાં રહેનારા રડતા એવા લોકો તરફથી પગલે પગલે મારા કાને વિષની ઉપમા જેવું આવું સાંભળ્યું કે, દુર્યોધનના વચનથી વારણાવત નગરે લાખના ઘરમાં પુરોહિત પુરોચને પાંચેય પાંડવોને પત્ની અને માતા સાથે બાળી નાંખ્યા છે. તે મુસાફરી આ વાતને કહીને આગળ ચાલ્યો.” તે મુસાફરનું વચન સાંભળીને એકચક્રી નગરીમાં નગરજનો પાંડવના દુઃખથી દુઃખી થઈ રડવા લાગ્યા. માતાના પિતાના અને સ્વામિના (માલિકના) મૃત્યુના સમાચારથી જેવો શોક થાય તેના કરતાં પણ અધિક શોક નગરજનોને પાંડવોના મૃત્યુના સમાચારથી થયો. તે દિવસથી લઈને આનંદ વગરના લોકો રાક્ષસનું ઇચ્છિત વિશેષરૂપથી પૂર્ણ કરે છે. ભીતિથી ડરેલા લોકો દરરોજ જો એક માણસને ન આપે તો તે રાક્ષસ નગરના સર્વ લોકોને તે જ ક્ષણે જ હણી નાંખે. દેવશર્મા બ્રાહ્મણે કહેલું બક રાક્ષસનું આ ચરિત્ર સાંભળીને ભીમ મૌન રહ્યો. વળી કુન્તીની આગળ ફરી બ્રાહ્મણે કહ્યું: “હે માત ! તારી આજ્ઞાથી હું બક રાક્ષસની પાસે જાઉં છું. એ પ્રમાણે કહીને ગૃહદેવને પૂજી, કુળદેવીને નમસ્કાર કરીને કુન્તીને પ્રણમીને પાંડવોને For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ (૧૮૯] . સર્ગ - ૭ પાંડવ ચરિત્રમ્ આશિષ આપીને સ્વજનોના ચરણમાં નમીને ઘેર્યમાં અગ્રેસર બલિના ગાડાંને ગૃહાંગણમાં મૂકીને દેવગુરુને નમસ્કાર કરવા માટે નગરની અંદર ગયો. હવે બ્રાહ્મણને મરણને માટે બકની પાસે જતાં જોઈને કુન્તીએ ભીમને કહ્યું: “હે વત્સ ! તારા જેવો પુત્ર હોવા છતાં પણ હું એક બ્રાહ્મણને અભય આપી શકતી નથી. તે પુરુષો ધન્ય છે, જેઓ સામર્થ્ય હોતે છતે પૃથ્વી પર સર્વ પ્રાણીની રક્ષા માટે અભયપડહ વગડાવે છે.” હે પુત્ર ! ભીમ ! દેવશર્મા બ્રાહ્મણ પાસેથી બલિ લઈને તે રાક્ષસના નિવાસે જઈને કેવલીએ કહેલું સત્ય કર. તે રાક્ષસને શિક્ષા આપવા થકી સકલ નગરજનોનું ચિત્ત સ્થિર કર. એ પ્રમાણે માતાએ કહેલું સ્વીકારીને દેવશર્મા બ્રાહ્મણે તૈયાર કરેલા બલિને લઈને માતાના પગમાં નમીને ભીમ બક ઉદ્યાનમાં આવ્યો. ખીલેલા મુખકમળવાળો ભીમ વનની સુંદરતાને જોતો વનના દ્વારે જ્યાં આવે છે, તેટલામાં ત્યાં કોઈક પુરુષને જોઈને ભીમે કહ્યું : “હે ભદ્ર ! આ તારી નજીકમાં રહેલો પ્રાસાદ કોનો છે? તું કોણ છે ? તથા રાક્ષસનો ભક્ષ્ય નર ક્યાં રહ્યો છે ?” તેણે કહ્યું: “હું પૂજારી છું અને નગરજનોના નિર્દેશ અનુસાર આ પ્રાસાદની રક્ષા કરું છું. તે રાક્ષસ હું પૂજારી હોવાથી મને કાંઈ પણ કરતો નથી. જે કોઈ રાક્ષસનો વધ્ય હોય તો આ શિલા પર સૂએ છે અને આ સ્થાનમાં બીજા રાક્ષસોને બલિ અપાય છે.” એ પ્રમાણે કહીને તે વનપાલકે એક મોટી શિલા બતાવી. બલિને આગળ મૂકીને ભીમ તે શિલા પર બેઠો. વનપાલકે કહ્યું: “આ શિલા પર રાક્ષસના ભક્ષ્યરૂપ ઘણા પુરુષો આવ્યા. પરંતુ તારા જેવો મહાન કોઈ આવ્યો નથી. તું કોણ છે?” તેણે (ભીમે) કહ્યું: “હું બ્રાહ્મણ છું. પરંતુ નિશ્ચિત હોવાથી અને ભરેલા પેટવાળો હું જાડો છું.” એ પ્રમાણે જ્યાં વનપાલક સાથે ભીમ વાત કરે છે, તેટલામાં રાક્ષસે કરેલો કોલાહલ થયો. ઉદ્યાનપાલકે કહ્યું : “બક રાક્ષસ આવ્યો છે. તને હણશે, તું સાવધાન થઈ જા. હું દૂરે જઈ કોઈપણ ઠેકાણે વનની ઝાડીમાં જઈને રહીશ.” એ પ્રમાણે કહીને વનપાલક નાસી ગયો. ભીમ તે શિલાને પલંગની જેમ માનીને ગદાને નજીકમાં રાખી વસ્ત્રને પાથરીને સુખપૂર્વક સૂઈ ગયો. હવે સારી રીતે સૂતેલા મહાકાયવાળા ભીમને જોઈને બક રાક્ષસ ચિંતવે છે. અહો ! આજ કોઈ પુષ્ટ મહાઉદરવાળો વિશાલ એવી શિલા પર પણ સમાતો નથી. આ જાડા શરીરવાળો બધા રાક્ષસોનું પેટ ભરશે. આથી સંતોષ (ખુશ) પામેલો બક જે કરે છે, તે કહેવાય છે. એ પ્રમાણે અંતરમાં ખુશ થયેલા તે રાક્ષસે પોતાના દારૂણ દાંતોને ભીમના માંસલ દેહમાં નાંખ્યા. ભીમની વજ જેવી કાયામાં નાંખવા છતાં પણ તેના દાંતો પત્થરમાં નંખાતા ભાલાની જેમ કુંઠિત થઈ ગયા. For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૧૯૦ સર્ગ - ૭ સુધાથી પીડાયેલો બક રાક્ષસ ભીમની મોટી છાતીને નખરૂપ કોદાળી વડે ખોદવા લાગ્યો. પરંતુ અભવ્યને ધર્મોપદેશની જેમ વજ જેવી કાયાના કારણે તેના શરીર પર કોઈપણ ઉપક્રમ લાગતો નથી. બકના નખો અત્યંત કર્કશ, હોવા છતાં પણ વજકાયવાળા ભીમના શરીરમાં મૃણાલકંદ (કમળની નાલ) જેવા બની ગયા. તેથી બક રાક્ષસ આશ્ચર્યવાળો, વિલખો, લજ્જત થઈને દૂર જઈને પોતાના રાક્ષસના સમૂહને પોતાની પાસે બોલાવ્યો. તેઓ ભીમ પાસે આવ્યા. ફરીને બધાય રાક્ષસોએ દાંતો વડે ઘા કરવા છતાં પણ તેવી જ રીતે વજ જેવી કાયા હોવાથી તેના શરીરના અવયવોને તોડી શક્યા નહિ. એટલે કે કંઈ જ કરી શક્યા નહિ. તેથી બધા રાક્ષસોની આગળ બક રાક્ષસ બોલ્યોઃ “હે રાક્ષસો ! હું દરરોજ એક એક માણસને ખાઉં છું. પરંતુ આવા પ્રકારનો પુરુષ, પુરુષનું ચિત્ર, સ્થિર, મોટું શરીર ક્યારેય કોઈનું પણ જોયું નથી. જેવો આ મહાકાય દેખાય છે. તેથી કઠિન ચામડીવાળા આ મહાકાયને મારા સ્થાનમાં લઈ જઈને તીક્ષ્ણ તલવારથી ટુકડા કરી કરીને તમને બધાને ખવડાવીશ. એ પ્રમાણે કહીને બધા રાક્ષસોએ ભેગા થઈને ભીમને ઉપાડ્યો.” ભીમના ભારથી આક્રાન્ત (દબાઈ) ગયેલા, મુખમાંથી લોહીને વહાવતા તે રાત્રિએ ફરનારા પિશાચો (રાક્ષસો) પૃથ્વી પર પડી ગયા. ફરી તે બધા ભેગા થઈને બક રાક્ષસ ભીમને કોઈપણ રીતે ઉપાડીને પોતાની જગ્યાએ લઈ ગયો. દેવશર્મા બ્રાહ્મણ નગરમાં રહેલા બધા દેવોને નમસ્કાર કરીને કુટુંબ સાથે જ્યાં પોતાના ઘરે આવ્યો, તેટલામાં તે બલિનું ગાડું ન જોવાથી શીધ્ર બ્રાહ્મણ દોડતો ગાડાંના રસ્તે વનમાં ગયો. તે વનમાં તે શિલા પર ગદાને મનુષ્ય રાક્ષસોના પગથી મરડાયેલી અને શિલાની પાસે જોઈને બ્રાહ્મણે પૂજારીને પૂછ્યું: “હે બક પૂજક ! અહીંયા આજે કોઈ આવ્યું છે?” પૂજારીએ કહ્યું: “આજે એક જાડા શરીરવાળો માણસ બકની મૂર્તિની આગળ બલિને મૂકીને આ શિલા પર ગાદીની જેમ માનીને જ્યાં સુખે સૂઈ ગયો, તેટલામાં બક રાક્ષસ આવીને તે મહાકાયવાળા પુરુષને પોતાની જગ્યામાં લઈ ગયો છે. આટલીવારમાં તે રાક્ષસો તે મહાકાયવાળા પુરુષને તીક્ષ્ણ તલવાર વડે ટુકડા-ટુકડા કરીને ખાઈ ગયો હશે. તું વધ્ય વેષ પહેરીને શા માટે આવ્યો છે? તું તારા સ્થાને જા. તારા જ સ્થાને (તારા બદલામાં) તે બધા રાક્ષસોએ તેનું ભક્ષણ કરી લીધું છે, એમ હું માનું છું. કોઈક પુણ્યવાને તારા માટે પોતાના પ્રાણોને આપી દીધા છે.” તે સાંભળીને દેવશર્મા બ્રાહ્મણ અત્યંત રોવા લાગ્યો. હે મહાત્મન્ ! મારા માટે તમે સારું કર્યું નથી. For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ સર્ગ - ૭. (૧૯૧). પાંડવ ચરિત્રમ્ કારણ કે પત્થર માટે ચિંતામણી ગુમાવ્યો છે. મારા માટે તમે પોતાનું બલિદાન આપ્યું છે, તે બ્રાહ્મણ એ પ્રમાણે વિલાપ કરતો પાછો ફરીને કુન્તીની આગળ ગયો. ભીમ સંબંધી પૂરી વાત કરી. ભીમને વિષે તે વાત સાંભળીને પુત્રવધૂ અને દેવશર્મા સાથે કુન્તી રોતી રોતી તે બકવનમાં આવી. પરંતુ તે વનમાં ભીમ વિના ક્યાંય પણ આનંદ પામતી નથી. ત્યારે દેવશર્મા બ્રાહ્મણે તેને કહ્યું : “જ્યારે હું કુળદેવીને નમસ્કાર કરવા માટે ગયો, ત્યારે જ મને દુઃખ થતું હતું. કારણ કે, અહીં આગળ તે મહાત્મા મારા માટે રાક્ષસ પાસે જઈને તેના મુખના કવળ (આહાર) બનશે.” એ પ્રમાણે દેવશર્માને વારંવાર દુઃખના આવેશમાં આવેલો જાણી યુધિષ્ઠિરે કહ્યું : “હે મહાત્મન્ ! તું દુઃખ ન પામ. મારો ભાઈ ભીમ ક્યારે પણ રાક્ષસોથી પરાજિત નહિ થાય. અંધકારના સમૂહથી શું સૂર્ય પરાભવ પામે ?” મારા ભાઈની ભુજાથી પીડિત યમ પણ મરણને પામે છે, તે પ્રમાણે તેની પાસે બક રાક્ષસ બગલાની જેમ નિશ્ચિત મરણને પામશે. એ પ્રમાણે યુધિષ્ઠિર બોલતાં ગંડપર્વતની ઉપમા જેવા ભયંકર ફૂંફાડાને કરતાં આકાશમાંથી ભીષણ ભીમનું મસ્તક આગળ પડ્યું. તે આગળ પડેલા ચિહ્ન વડે નિશ્ચિત ભીમનું મસ્તક જોઈને માતા સહિત બધા ય ભાઈઓ રડવા લાગ્યા. હે ભાઈ ! તારી આવી સ્થિતિ કેવી રીતે થઈ ? હે હિડંબ વિડંબક ! હે માતૃ ભ્રાતૃ વત્સલ ! તારૂં શૌર્ય ક્યાં ગયું ? તું કયા દુષ્ટ માનવથી, દાનવથી, દેવથી અથવા રાક્ષસથી આવી દશાને પામ્યો છે ઇત્યાદિ કહીને માતા વગેરે અત્યંત જોરજોરથી રડવા લાગ્યા. યુધિષ્ઠિરે કહ્યું: “માર્ગમાં થાકી ગયેલા સુખપૂર્વક નિદ્રા લેતા અમારો તારા વિના કોણ રક્ષક થશે ? હે સૌમ્ય ! અમને હમણાં છોડી દીધા છે. તેથી ચંદ્રને જેમ રાહુ તેમ દુર્યોધનરૂપી રાહુ ક્રૂર રીતે અમને પરેશાન કરશે.” એ પ્રમાણે વિલાપ કરતાં યુધિષ્ઠિરે કેટલામાં આગળ જોયું, તેટલામાં કુન્તીને મૂર્શિત થયેલા જોયા. તે સમયે યુધિષ્ઠિર ભાઈ ભીમના વિયોગથી ગાઢ મૂર્છાને પામ્યા. શીત ઉપચારો વડે ચૈતન્યને પામેલ યુધિષ્ઠિર બધાની આગળ કહેવા લાગ્યા. રે બંધુ ! તને મુનિએ વજે જેવી કાયાવાળો કહ્યો હતો તો તારૂં શિર બક રાક્ષસે કમલનાલને છેદવાની જેમ કેવી રીતે છેવું? એ પ્રમાણે અર્જુન વગેરે પણ ભીમબંધુના ગુણોને વારંવાર યાદ કરતાં બધાય અત્યંત રોવા લાગ્યા. એ પ્રમાણે પોતાના કુટુંબને વિહ્વળ જાણીને તે ભીમના મસ્તકને જોઈને દ્રૌપદી સમીપ રહેલા વૃક્ષના અંતરાલમાં જઈને અને ખોળામાં મૂકીને આ પ્રમાણે વિલાપ કરવા લાગી. હે નાથ ! હે શત્રુને મંથનારા ! મને છોડીને ક્યાં ચાલ્યા ગયા છો ? હે પ્રાણેશ ! તમારા વાળો કાંસકાથી ઓળ્યા હતા, તે ભૂમિ પર ધૂળમાં રગદોળાય છે. જે વિદ્રુમ જેવા તમારા For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ (૧૯૨) સર્ગ - ૭. હોઠો અમૃતની ઉપમા જેવા પહેલા હતા, તે હમણાં કરમાઈ ગયેલા કમળ જેવા નિસ્તેજ લાગે છે. જે તમારું મસ્તક પહેલા મારા ખોળામાં રહેતું હતું, તે મસ્તક હમણાં પૃથ્વી પર રગડાય છે. એમ બહુવાર વિલાપ કરી દ્રૌપદીએ ચિતાને બનાવી, તેવી રીતે યુધિષ્ઠિર વગેરે પણ રાજ્યથી રહિતપણું અને પ્રવાસ ભીમ વિના દુઃસહ્ય છે, એમ વિચારીને મરણ માટે તૈયાર થયા. દેવશર્મા બ્રાહ્મણ પણ આનું કારણ હું જ છું, એ પ્રમાણે વિચારીને મૃત્યુ માટે તૈયાર થયો. એ પ્રમાણે તે બધા શોકથી વ્યાકુળ જ્યાં થયા, તેટલામાં તે બ્રહ્માંડમાં ફેલાઈ જતો ગુફામાં રાક્ષસે કરેલો કિલકિલારવ સાંભળ્યો. તે કિલકિલારવ સાંભળીને યુધિષ્ઠિર વિચારવા લાગ્યા. ખરેખર તે રાક્ષસ ભીમને હણીને અમને હણવાને માટે ઉભા થયેલા મનવાળો સામે આવે છે. આ રાક્ષસ અમારો વૈરી, ભાઈને હણનારો છે. આથી અમે તેને મારીને અમારું ઇચ્છિત વૈરનું વિસર્જન કરીશું. એ પ્રમાણે વિચારીને યુધિષ્ઠિરે અર્જુનને કહ્યું: “હે અર્જુન ! ભીમને હણનારો રાક્ષસ સામો આવે છે, એનું જીવિત લઈને ભીમને જલ્દી જીવતો કર.” ભાઈના આવા વચન સાંભળીને કોપથી શરીર કંપી રહ્યું છે, તેવો અર્જુન પણછ ચડાવેલું બાણ લઈને આવતા રાક્ષસની દિશા તરફ ઉભો રહ્યો. ડરેલી શ્યામમુખી દ્રૌપદી વિચારે છે – ખરેખર તે આ રાક્ષસ ભીમને હણીને આ મારા પતિઓને હણવા માટે આવે છે. જ્યાં રાક્ષસની તાકાત પાસે ભીમની તાકાત ઓસરી (ડૂબી) ગઈ, ત્યાં અર્જુનની તાકાત શું ? આ રાક્ષસ પર અર્જુન શું તાકાત બતાવશે, તેથી અહો ! કર્મનું વિચિત્રપણું કેવું છે ? કારણ કે દુષ્ટ બુદ્ધિવાળું નસીબ પતિનો વધ મારી સામે દેખાડશે. મારી આંખો આ પતિના વધને જોવા માટે સમર્થ નથી. એમ વિચારીને દ્રૌપદી ચિતાની નજીકમાં પોતાની આંખોને બંધ કરીને દુઃખ ધારણ કરતી ઉભી રહી. દેવશર્મા બ્રાહ્મણ પણ તેણીને તેવી અવસ્થામાં જોઈને જ્યાં મરણ માટે તૈયાર થાય છે, તેટલામાં તે જ ક્ષણે જ કિલકિલારવ કરતો ભીમ તે બધા લોકોના જોતાં નજર સમક્ષ આવ્યો. ભીમને આવેલો જાણીને યુધિષ્ઠિર બધાની આગળ બોલ્યો : “હે લોકો ! અમર્યાદ પરાક્રમી મારો ભાઈ ભીમ રાક્ષસોથી શું પરાભવ પામે ? મુનિએ કહેલું શું અસત્ય થાય ? અથવા દિવ્યવાણી શું અસત્ય થાય ?' આ પાંચેય જણા આ જગતથી પણ ભવિષ્યમાં અજય થનારા છે. એઓના જન્મતાં જ અમને સંભળાયેલી વાણી શું અસત્ય થાય? ક્રમ કરીને આ પાંચેય જણ પંચમી ગતિ (મોક્ષ)ને પામનારા છે, એ પ્રમાણે મુનિન્દ્ર કહેલી વાણી શું તે અસત્ય થાય ? For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૭ ૧૯૩) પાંડવ ચરિત્રમ્ એ પ્રમાણે યુધિષ્ઠિર બોલે છતે જ (બોલતાં જ) ભીમે આદરપૂર્વક કુન્તીને તથા મોટા ભાઈ (યુધિષ્ઠિર)ને નમસ્કાર કર્યા. પ્રણામ કરતાં નાના ભાઈઓને પ્રેમપૂર્વક આલિંગન આપી (ભેટી)ને ક્ષોભનું કારણ પૂછ્યું : “હે બાંધવો! તમે ક્ષોભ પામેલાની જેમ કેમ ઊભા છો ?” તે સાંભળીને અર્જુને ભીમને જે વૃત્તાંત (વાત) હતો તે બધો કહ્યો. પછી ભીમ તે બધા સ્વજનોને વાણી વડે સંતોષીને દ્રૌપદીની પાસે ગયો. ચિતાની પાસે ઉભેલી દ્રૌપદીને જોઈને ભીમે રમત-ગમત કરતાં હાથ વડે તેની આંખો ઢાંકી દીધી. તેથી દ્રૌપદીએ તેને રાક્ષસ માનીને ભયથી કંપતી આ પ્રમાણે વાણી બોલી : “હે રાત્રિચર ! હે પાપિષ્ઠ ! દુષ્ટ ! ભીમને હણીને પાપરૂપી કાદવથી ખરડાયેલા હાથ વડે મને અડ નહિ. મારી આંખો દબાવ નહિ, મારાથી દૂર જા. જો દૂર નહિ જાય તો તને શ્રાપ આપી ભસ્મસાત્ કરીશ. રે પારિષ્ઠ ! આર્યપુત્ર ભીમનો વધ કરીને તું અહીંયા આવ્યો છે. આથી જ તું જોવા લાયક નથી, એ પ્રમાણે તિરસ્કાર કર્યો.” જે તારા બે હાથો મારા પ્રિયના વધ માટે ઉપયોગ કરાયા છે, તે જ તારા ઉગ્ર દંડને ઉચિત મહાદુષ્ટ એવા બે હાથો દૂર કર. કારણ કે જીવતા એવા મારા પ્રાણપ્રિય પતિને મા છતે (મારતા) પહેલા હું જ તારાથી હણાઈ જ છું. વળી પણ તારે હમણાં મરેલાને મારવાનું ઉચિત નથી. એ પ્રમાણે ખેદ કરતી પ્રિયા (દ્રૌપદી)ને જોઈ ભીમ બોલ્યો. - હે પ્રિયે ! દ્રૌપદી ! ડર નહિ. આકુળ-વ્યાકુલ થયા વિના જો, તારી આગળ આ રાક્ષસ નથી. પરંતુ રાક્ષસનો ઘાત કરનાર તારો પ્રિય છે..તારો ભરથાર છે. પછી દ્રૌપદી કમળની જેમ વિકસ્વર થયેલા નયનો થકી ઉત્સાહપૂર્વક ભીમને સારી રીતે જુએ છે. તે ભીમને જોઈને હર્ષિત મનવાળી થઈ, ત્યારે તેણી ભીમ સાથે એવી રીતે ભેટી કે જાણે તે બંનેનું શરીર એક જ હોય તેવું લાગવા લાગ્યું. ભાઈ અને માતાના મિલનથી અને સાથે પ્રેમના અતિરેકવાળી પ્રિયાના ભેટવા થકી ભીમનો બધોય યુદ્ધનો શ્રમ દૂર થઈ ગયો. ત્યારે વાજિંત્રના મોટા અવાજ વડે ભીમને આવેલી જાણીને એકચક્રી નગરીનો મુખ્ય નાયક (રાજા) પરિવાર સાથે અને નગરજનોથી પરિવરેલો ભેટયું લઈને યુધિષ્ઠિરની પાસે આવ્યો. પછી યુધિષ્ઠિરનો નાનો ભાઈ ભીમ આવીને નજીકમાં બેઠો. ત્યારબાદ રાજા અને બધાય નગરજનો ભેટણું આગળ મૂકીને બક રાક્ષસનો ઘાત થયેલો જાણીને બાંધવ સાથે યુધિષ્ઠિરને પ્રણામ કરે છે અને તેથી બધાય લોકોએ ભીમની આગળ ગીત, ગાન અને વાજિંત્રની સાથે નૃત્ય કર્યું તથા નગરની નારીઓએ ધવલ મંગલ કર્યા. કેટલાક લોકો મંગલ આશીર્વાદ થકી અભિનંદે છે. For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૭ પાંડવ ચિરત્રમ્ ૧૯૪ અમારા કુટુંબને જીવાડનાર તું અમારા આયુષ્ય વડે જીવ. એ પ્રમાણે નગરની વૃદ્ધ સ્ત્રીઓએ આશીર્વાદથી પોતાની સાડીના છેડા વડે ઓવારણું લીધું. તે નગરીમાં હર્ષથી પ્રફુલ્લિત થયેલા નયનવાળી કેટલીક સ્ત્રીઓ નૃત્ય કરવા લાગી. કેટલીક નગરની સ્ત્રીઓ રાસ લેતા ગીતોમાં કુન્તીના ગુણો ગાવા લાગી. તે સમયે શોક વગરના થયેલા તે નગરીના લોકો પુનર્જન્મ પ્રાપ્ત થયો છે, એ પ્રમાણે માનતા વારંવાર અંજલિ જોડી પ્રશંસા કરતાં ભીમને ખુશ કર્યો હવે તે નગરનો રાજા અંજલિ જોડી ભીમને કહે છે : “હે ભીમ ! એકચક્રા નગરીની પ્રજાને પ્રાણ આપનાર ! તારૂં કલ્યાણ થાઓ. આજથી લઈને આ પ્રજા પુત્રની ઇચ્છાવાળી થાઓ અને કુળદેવીઓ પુત્ર માટેની માનતા કરાયેલાની ઈચ્છા પૂર્ણ કરો તથા અનુપમ સ્નેહવાળી થયેલી માતાઓ પોતાની સંતતિનું પાલન કરો.” હવે યુધિષ્ઠિરે સર્વ રાજા વગેરે અને નગરજનોનાં જોતાં ભીમની પ્રશંસા કરી. તે આ પ્રમાણે, તે આ ભીમ છે. જેણે બક રાક્ષસને બગલાની જેમ હણી નાંખ્યો છે. પછી નગરના બધા લોકોએ ભીમને પૂછ્યું : “હે મહાભાગ ! હે સ્વચ્છ મતે ! તેં બક રાક્ષસને કેવી રીતે હણ્યો ?” તેવું લોકોનું કહેવું સાંભળીને ભીમ વિચારે છે. મારી કથા મારા મુખે કેવી રીતે બોલું ? એ પ્રમાણે ભીમ મૌન રહેતાં કોઈક બે વિદ્યાધરો આકાશમાંથી ઉતરીને પાંડવોની પાસે આવ્યા. તે બેમાં એક નાનો અને બીજો મોટો હતો. મોટો બોલ્યો : ‘‘બધા સભાજનો મારા વચનને સાંભળો... હું બક રાક્ષસનો દુર્બુદ્ધિ નામનો મંત્રી છું. આ મહાબલ નામનો બકનો પુત્ર છે. આ કોઈ કામ માટે પોતાની પરંપરાગત પુરી લંકામાં ગયો હતો. કાર્ય કરીને જ્યાં પાછો ફરી ઘરે આવ્યો, તેટલામાં પિતાને મૃત જોઈને સ્વજનોને પૂછ્યું, મારા પિતાને કોણે આ પ્રમાણે હણ્યા છે ?” ત્યારે મેં કહ્યું : “આજે કોઈક મહાકાયવાળા, બલવાન પુરુષોને રાક્ષસો ઉપાડીને અહીંયા લાવ્યા હતા. તે મહાકાય પુરુષને જોઈને બધા રાક્ષસો ખુશ થયા. આજે બધા રાક્ષસોને તૃપ્તિ થશે. આ પ્રમાણે સર્વ રાક્ષસો વિસ્મય પામ્યા. ત્યારે બક રાક્ષસ સૂર્યહાસ તલવારને ખેંચીને જ્યાં પ્રહાર કરે છે, તેટલામાં તે મહાકાયવાળા પુરુષે પૃથ્વીતલથી ઉપાડીને અમારા સ્વામી બકને આ પ્રમાણે કહ્યું : રે રે નિર્લજ્જ ! નિર્દય ! દુરાચર ! નિશાચર ! નિર્દોષ પ્રાણીવધના પાપરૂપ કાદવથી ભારે બનેલા. આ કથા હમણાં પૂર્ણ થશે, એમાં સંશય નથી. પહેલા તું પ્રહાર કર. હું પહેલાં પ્રહાર કરવાનું શીખ્યો નથી. એ પ્રમાણે ઉત્તેજિત કરાયેલા તારા પિતાએ સૂર્યહાસ તલવાર વડે ઘા કર્યો. તેની વજકાયમાં તે જીતવાવાળી હોવા છતાં પણ તેના શરીર પર ઘા કરતાં સો ટુકડા થઈ ગયા. પછી તે મુઠ્ઠી For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૭ ૧૯૫ પાંડવ ચરિત્રમ્ વડે કૃષ્ણ ચાણૂરની જેમ હણવા માટે દોડ્યો. ત્યારે તે મહાપુરુષની વજ જેવી કઠિન મુઠ્ઠીથી વજ વડે પર્વતની જેમ હણાયેલો તારો પિતા મૂચ્છિત થઈ જમીન ઉપર પડ્યો. ભૂમિ પર પડેલા બક રાક્ષસને જોઈને બધાય રાક્ષસો ભયથી ગભરાયેલા બધી દિશામાં નાસી ગયા. કારણ કે સૈન્યનો નાથ હણાઈ ગયો. તેથી નાસી ગયા. પછી મેં ચિંતવ્યું. આનાથી મારો સ્વામિ મુઠ્ઠી વડે હણાયો. તેથી હું એના કુટુંબને કપટ થકી હણું. એ પ્રમાણે વિચારીને સુમાય નામના રાક્ષસને મોકલ્યો. તે રાક્ષસ મારી પાસેથી શિક્ષાને લઈને પોતાના કાર્યની સિદ્ધિ માટે ગયો. પછી મારા શીતોપચાર વડે કરીને મારા સ્વામિને સ્વસ્થતા પ્રાપ્ત થતાં ફરી પણ યુદ્ધ માટે તૈયાર થયા. પછી ક્રોધરૂપ અગ્નિથી સળગતા લાલચોળ થયેલા તે પુરુષને હણવા માટે દોડ્યા. પછી બંનેય જણા પરસ્પર મલ્લ યુદ્ધ કરવા લાગ્યા. એ પ્રમાણે ભયંકર યુદ્ધ કરીને તે મહાપુરુષે તારા પિતા બકને કમલની નાલની જેમ ગરદનને મચડીને પૃથ્વી પર પાડીને મસ્તકને મુઠ્ઠી વડે ભેદીને હણી નાંખ્યા, મરણને શરણ કર્યા. હવે તે સુમાય રાક્ષસે કૃત્રિમ ભીમ મસ્તકને વિદુર્વેલું જોઈને મોહિત થયેલા તેઓ મરણ માટે તૈયાર થયા. તેટલામાં વિજયી બનેલો ભીમ પોતાના કુટુંબ પાસે આવ્યો. પછી સુમાય વિદ્યા વડે બકને મૃત્યુ પામેલો જાણી પાછો વળી અહીંયા આવ્યો. આવો પિતાનો વૃત્તાંત સાંભળી બકપુત્ર મહાબલ પણ પિતાના વૈરને લેવા માટે યુદ્ધ કરવા તૈયાર થયો. તે વખતે મેં નિષેધ કર્યો. હે મહાબલ ! ક્રોધને છોડ. પિતાના વૈરને મૂકી દે. તું એ મહાપુરુષની સેવા કર. જો તું નહિ માને તો કુલ વિદ્યાદેવીને સારી રીતે પૂછીને તે જે કહે તે કર. પછી સારી રીતે આરાધેલી તે દેવીએ પણ મારા કહ્યા પ્રમાણેનું કહ્યું મારા વડે પહેલા પણ તારા પિતાને કહેવાયેલું કે તું ક્યારેય પણ પાંડવોની સાથે દુશ્મનાવટ ન કરીશ. ભક્તિપૂર્વક અનુકૂળ કરાયેલા તેઓ ઇચ્છિત આપનાર કલ્પવૃક્ષ સમાન છે અને પ્રતિકૂલ કરાયેલા વિષમ વિષવૃક્ષ જેવા છે. તારા પિતાએ જો મનુષ્યના માંસનો નિષેધ સ્વીકાર્યો હોત તો ચોક્કસ ભીમ તેને મારી નહિ. તેથી તું પણ ત્યાં જઈને વિનયી થઈને તેઓ પ્રત્યે પુત્ર જેવું આચરણ કર. (તેઓને પિતા સમાન માન) તેઓ પણ તને પુત્ર સમાન ગણશે. સજજનો ખરેખર નમનારાઓ પ્રત્યે વાત્સલ્યવાળા હોય છે. તે પછી શાંત થયેલા ક્રોધવાળો તે આ બકપુત્ર મારી સાથે અહીંયા આવ્યો છે. મંત્રીએ કહ્યું: “તે આ મહાબલ નામનો બકપુત્ર છે. હું દુર્બુદ્ધિ નામનો બકમંત્રી છું. અમે બંનેય તમારી સેવા માટે આવ્યા છીએ. અમે તમારી સેવામાં રહીશું. આથી તમે અમને રાખો, અમે રાખવા યોગ્ય છીએ. કારણ કે મહાપુરુષો નમનારા પર વાત્સલ્યવાળા હોય છે. આ પ્રમાણે પ્રસંગ આવતાં બકમંત્રીએ કહેલો બકવધાદિક સંપૂર્ણ ભીમવૃત્તાંત બધા લોકોએ સાંભળ્યો. For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૧૯૬ તેથી આશ્ચર્ય પામેલા બધાય લોકો વારંવાર ભીમની પ્રશંસા કરે છે. હવે ભીમ બધાના જોતાં બકપુત્ર મહાબલને કહે છે, હે મહાબલ ! જો જીવવાની ઇચ્છા હોય તો મનુષ્યના વધથી પાછો હટ. જો જીવહિંસા કરીશ, તો તું પણ બકની જેમ મૃત્યુને પામીશ. તેવા ભીમના વચન સાંભળીને ડરેલા મહાબલે પરંપરાથી આવતા વધધર્મને છોડી દીધો. સર્ગ - પછી યુધિષ્ઠિરે મહાબલને તેના પિતાના રાજ્ય પર બેસાડ્યો (અભિષેક કર્યો). તે દિવસથી લઈને તે પાંડવો તે નગરમાં પ્રસિદ્ધિને પામેલા સર્વ લોકોમાં વિખ્યાત થયા. સર્વ લોકોએ તેમની સ્તુતિ કરી, વાંદ્યા અને પૂજ્યા. એકચક્રા નગરીના રાજાએ નગરીમાં પ્રવેશ માટે પાંચેય પાંડવોને આમંત્રણ આપ્યું. તેથી મહાબલે લાવેલા દિવ્ય વિમાનમાં બેસીને પાંચેય પાંડવોએ માતા અને પત્ની સાથે નગરીમાં પ્રવેશ કર્યો. તોરણોની સાથે સ્વસ્તિકચક્રથી અંકિત એકચક્રા નગરીમાં પ્રવેશેલા તેઓની બંદીજનો (ચારણો) થકી આ પ્રમાણે ભીમની સ્તુતિ કરાઈ. - ૭ આ નગરીનો જીવનદાતા આ બકરાક્ષસને મારનારો છે. એ પ્રમાણે તેની આગળ બંદીજનો બિરૂદાવલી ગાતા હતા. ત્યારે વિનયથી નમેલ એકચક્રા નગરીનો રાજા પોતાના મહેલમાં પાંડવોને લઈ ગયો. તે નગરમાં પાંચ દિવસ પછી યુધિષ્ઠિરે પિતાનું રાજ્ય આપી સત્કાર કરી બકપુત્ર મહાબલને વિદાય કર્યો. ઇચ્છા પ્રમાણે સતત સેવાના અવસરમાં લાગેલા નગરના જનગણથી સેવાયેલા ચરણકમલવાળા વિપુલ ધૃતિને ધરનારા યુધિષ્ઠિરે ત્યાં અનેક મહિનાઓને એક દિવસની જેમ ભાઈઓ સાથે પસાર કર્યા. આ પ્રમાણે શ્રીમત્તપાગચ્છાધિરાજ ભટ્ટારક શ્રી હીરવિજયસૂરિ પટ્ટાલંકાર ભટ્ટારક શ્રી વિજયસેનસૂરિના સામ્રાજ્યે પંડિત દેવવિજય ગણિ રચિત ગદ્યબદ્ધ સુંદર પાણ્ડવ ચરિત્રમાં પાંડવોના વિનાશ માટે લાખનું ઘર અને હિડંબક બકવધ વર્ણન નામનો સાતમો સર્ગ પૂર્ણ થયો. For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ આઠમો સર્ગ એક દિવસ યુધિષ્ઠિરે ભાઈઓની સાથે એકાંતમાં વિચારણા કરી. હે ભાઈઓ ! ભીમે કરેલા બક રાક્ષસના વધથી પ્રાપ્ત થયેલી કીર્તિના કારણે કોલાહલ થવાથી આપણે આ ભૂમિ ૫૨ વિખ્યાત થયા છીએ. આ પ્રસિદ્ધિ સંનિપાતથી પીડાતા લોકોને ઘી જેમ પીડાકારક બને છે, તેમ હાલમાં આપણને બધી રીતે અહિતકા૨ક જ છે. કદાચ દુર્યોધન આપણને બધાને જીવતા જાણશે, ત્યારે નિશ્ચિંત રાજ્યલક્ષ્મીથી અભિમાની થયેલો તે ક્યારેક હેરાન કરશે. આથી આપણે રાત્રિએ કોઈ પણ ન જાણે એ રીતે બીજા દેશમાં ચાલ્યા જઈએ. પછી બધાય કુન્તી અને દ્રૌપદીની સાથે રાત્રિએ જ માર્ગમાં આગળ ચાલ્યા. તે પાણ્ડપુત્રોને માર્ગમાં રાત્રિએ જતાં એક ભીમસેન જ ડગલે ડગલે લાકડીના ટેકારૂપે હતો. માર્ગમાં ભીમે માતાને કહ્યું : “હે માતા ! રસ્તે ચાલતા થાકી ગયેલાં તમે મારા ખભા પર બેસી જાઓ, એ પ્રમાણે વારંવાર મુખમાં આંગળી નાંખીને માતાને પ્રાર્થના કરી.’’ પરંતુ પુત્રને કષ્ટ થવાના ભયથી કુન્તી પ્રાર્થના કરવા છતાં પુત્રના ખભા ઉપર ન બેઠી. તેથી ખભા પર બેસવાની પ્રાર્થનાના ભંગ થવાના ભયથી દ્રૌપદી માર્ગમાં ખેદથી દુ:ખી હોવા છતાં પણ બધાની આગળ ઘણા પ્રયત્નથી ઉતાવળથી ચાલી. ક્યારેક અત્યંત આગ્રહથી ભીમે રસ્તામાં થાકી ગયેલી માતાને જમણા ખભા પર બેસાડી અને તેવી રીતે ડાબા ખભા પર પ્રિયાને કે બેસાડી. કારણ કે મહાપુરુષો ક્રમને જાણનારા હોય છે. એ પ્રમાણે માર્ગમાં ભીમ ક્યારેક રથરૂપ, ક્યારેક ભીમસખી રૂપ ક્યારેક ભીમ દાસરૂપ, ક્યારેક ભીમ રસોઈયારૂપ બન્યો. એ પ્રમાણે ક્રમપૂર્વક જતાં તેઓએ ઘણો લાંબો માર્ગ કાપી નાંખ્યો. રસ્તામાં પરસેવારૂપ જલથી ભીંજાયેલા, રસ્તાની ધૂળથી ખરડાયેલા અંગવાળા યુધિષ્ઠિર વગેરે તે બધાયે કાળા મસ કપડાવાળા ક્રમપૂર્વક દ્વૈતવન નામના વનને પ્રાપ્ત કર્યું. હવે વનનું વર્ણન કરે છે. તે આ પ્રમાણે : For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ (૧૯૮) સર્ગ - ૮ કોઈક સ્થાને મોર અને કોયલોના અવાજથી મધુર, કોઈક સ્થાન વરૂ, સિંહ, શિયાળ અને સર્ષોથી ઘેરાયેલું.. ક્યાંક ચંપાવૃક્ષ, પુનાગ, નાગકેસર વૃક્ષથી શોભતું, ક્યાંક જર્જરિત તરૂવર ક્રીડા કરતા ઘૂવડના અવાજથી ભયંકર. એક બાજુ સ્વાધ્યાયના અવાજથી વાચાળ બનેલો તાપસીનો આશ્રમ હતો અને વળી બીજી બાજુ હાથી અને દિપડાના વધ માટે ક્રોધી (તત્પર) થયેલ શિકારીઓ હતા. વળી બીજી રીતે વનનું વર્ણન કરતાં કહે છે. અનેક મોટા વૃક્ષોથી ઘેરાયેલું, વિવિધ સર્પ, વાઘોથી ભયંકર, કાલ, કંકાલ, વેતાલ, ક્ષેત્રપાલયુક્ત, શાકિની, ડાકિની, યોગિની, યક્ષ, રાક્ષસોથી સેવાતું, ગંધર્વ, વિદ્યાધર, ખેચર, ભૂત, પ્રેત, પિશાચના શબ્દથી ભરેલું, સ્મશાન, ભિલ્લ, શબર, ચોરાદિથી યુક્ત, કાસર, વાઘ, સિંહ, શિયાળ, વરૂ, ડુક્કરાદિ જંગલી પશુ, ભયંકર આકારવાળા ઘુવડ, શિયાળોના અવાજથી ભયંકર, એવા પ્રકારના દૈતવનને તે પાંડવોએ પ્રાપ્ત કર્યું. કંદમૂળ, ફૂલો અતિ સુલભ જાણીને પાંડવોએ તે વનમાં વાસ કર્યો. જોકે તે પાંડવો તે વનમાં ભિલ્લનો વેષ ધારણ કરે છે. તો પણ તેઓ પોતાના શરીરની શ્રેષ્ઠ શોભાને છોડતા નથી. કારણ કે તાંબાથી ઢંકાયેલા મણિઓ શું પોતાની શ્રેષ્ઠ શોભા છોડી દે છે ? તેવી જ રીતે પાંડવો પોતાના શરીરની શોભાને છોડતા નથી અને તે વનમાં તે પાંડવોમાં રહેલો ભીમ વનના સુંદર ફલરૂપ આહાર વડે તે બધાને સતત ખુશ કરે છે. નવા લાવેલા કોમલ છાલના વસ્ત્ર વડે સહદેવ ભાઈઓને અને પોતાના કુટુંબને શોભાવે છે. નકુલ રૂકુલને ઉચિત પલાશના પાન, ઘાસ અને વાંસથી સુંદર ઝૂંપડી બનાવે છે. અર્જુન બધા સ્વજનોના સર્વ ઉપદ્રવોની રક્ષા માટે હંમેશા જાગ્રત રહ્યો છે. કુન્તી જિનચરણોને સ્મરતી (ભજતી) પુત્રોની શાંતિ માટે ધર્મકર્મ (કાર્ય) કરે છે. દ્રૌપદી બધા ઘર કાર્યમાં તેઓની સાથે જોડાઈ મદદરૂપ બને છે. તેઓ સાથે જોડાયેલી સંતોષી દ્રૌપદી ઘરના સર્વ કાર્યો કરે છે. એ પ્રમાણે બધાય સુકૃતોને કરતાં તે વનમાં સ્વેચ્છાએ ક્યારેક કોઈકને દાન આપતા સુખપૂર્વક રહ્યા છે. પાંચેય પાંડવોએ વનમાં ઉગેલા પુષ્પો વડે અલંકાર બનાવીને દ્રૌપદીને શણગારી પછી તે દ્રૌપદી વનમાં હોવા છતાં પણ પતિએ પાવન કરેલી રાજ્યલીલાને માનતી સર્વ ઋતુના સંભવિત સુંદર પુષ્પો થકી શણગારાયેલી દ્રૌપદી ઋતુના દેવતાની જેમ શોભે છે. ક્યારેક ભીમ હાથીના ગંડસ્થલમાંથી નીકળતાં મોતીઓ વડે સુંદર હાર કરીને પ્રેયસીને પહેરાવે છે. તે વૈતવનમાં માતા, પત્ની સાથે સ્વસ્થ ચિત્તવાળા પાંડવો રાજ્યલક્ષ્મીથી અધિક સુખ ભોગવે છે. For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૮ (૧૯૯૯) પાંડવ ચરિત્રમ્ યુધિષ્ઠિરની હરહંમેશ સેવાના અવસરને પામીને નાના ચારે ભાઈઓ પોતાના જન્મને કૃતાર્થ માને છે. એ પ્રમાણે તે પાંડવો વનવાસી હોવા છતાં પણ સ્વેચ્છાપૂર્વક સુખપૂર્વક ખેલતાં દૈતવનમાં હસ્તિનાપુરમાં હતા, તેના જેવો વસવાટ માને છે. (હસ્તિનાપુરમાં રહેતા હોય તેવું માને છે.) એ પ્રમાણે તે પાંડવો રહે છતે વૈતવનમાં એક વખત પ્રાતઃકાલે ઉચ્ચ સિંહાસન પર બેઠેલા યુધિષ્ઠિરને ભીમ પોતાના હાથો વડે ભક્તિપૂર્વક પગ દબાવતા હતા તથા નજીકમાં કુન્તીના મુખમાંથી નીકળતા વચન તરંગમાં દીધેલા કાનવાળી, નજીકમાં બેઠેલી દ્રૌપદી હતી. સહદેવે વિનયપૂર્વક પોતાના ઉત્તરીય વસ્ત્રને છત્રની જેમ ધારણ કર્યું હતું. નકુલ ચામરની ઉપમા સમાન વસ્ત્રનો છેડો વીંઝતો હતો. છડીના દંડની ઉપમા જેવા બાણને અર્જુને ધારણ કર્યો છતે, તે વખતે જ અર્જુને દૂરથી એક પથિક આવી રહ્યો છે, તેમ બધાને કહ્યું. પછી પથિકને દૂરથી આવતો જોઈ યુધિષ્ઠિરે કમલની શોભાવાળી દૃષ્ટિ નાંખતાં તેને બધા ભાઈઓને આ પ્રમાણે કહ્યું : “હે ભાઈઓ ! તે આ પ્રિયંવદ છે, જે આપણો પ્રિય સેવક છે અને આપણા ગૃહનો રક્ષક પણ છે. પછી બધાએ તેને જોઈને ઓળખી લીધો.” અર્જુને હર્ષપૂર્વક સામે જઈને પ્રિયંવદને બોલાવ્યો. પ્રિયંવદ પણ અર્જુનને નમીને ભેટ્યો. ત્યારબાદ બંનેય જણ યુધિષ્ઠિરની પાસે આવ્યા અને પ્રિયંવદ યુધિષ્ઠિરને નમીને સાથે બેઠો. ત્યારે યુધિષ્ઠિરે કહ્યું : “હે ભદ્ર ! પિતા વગેરે વડીલવર્ગ કુશલ છે ને ? તથા મારા નાના પિતા (કાકા) વિદુર પણ કુશળ છે ને ? જે અમારું કુશળ ચાહે છે તથા તે ભદ્ર ! અમારા પિતામહ (દાદા) ગાંગેય કુશળ છે ને ? તેવી રીતે અમારા ગુરુ દ્રોણ અશ્વત્થામા સહિત કુશળ છે ? તથા અમારા ગુરુ અમારા પર કૃપા વરસાવે છે ? તથા અમારા કાકા ધૃતરાષ્ટ્ર રાષ્ટ્ર (રાજ્ય) સહિત કુશળ છે ? જે અમારું કલ્યાણ વાંછે છે તથા અમારો ભાઈ દુર્યોધન સો ભાઈઓથી પરિવરેલો પૂર્ણ થયેલી ઇચ્છાવાળો છે ને? એ પ્રમાણે સત્યવતી આદિ વૃદ્ધ માતાઓ કુશળ છે ને ?” એ રીતે યુધિષ્ઠિરે કહેલું સાંભળીને તેને પ્રિયંવદે) કહ્યું : હે દેવ ! ચિત્તમાં દુઃખી હોવા છતાં પણ શરીરથી બધા ક્ષેમકુશળ છે. ફરી પણ યુધિષ્ઠિરે કહ્યું : “હે પ્રિયંવદ ! ત્યાં લાખનું ગૃહ સળગવાથી શું શું થયું? તથા તે અમે અહીંયા છીએ, તે કેવી રીતે જાણું? એ બધું જે રીતે તે જાણ્યું છે, તે બધું સત્ય કહે.” ત્યારે પ્રિયંવદે કહ્યું : “તે આકાશને અડતી ભયંકર જ્વાલાઓવાળો અરિ સળગતો જોઈને લોકોએ મોટા સ્વરે આ પ્રમાણે પોકાર કર્યો. હા ! હા ! આ જ્વાલાઓમાં પાંડવો બળી રહ્યા છે, એ પ્રમાણે જાણીને શોકથી ઘેરાયેલા લોકોએ અત્યંત પાણીના ધોધ વડે કરીને અગ્નિને બુઝાવી નાંખ્યો. તે વાળા શાંત થતાં અર્ધા બળેલા કોઈક પાંચ પુરુષો અને બે સ્ત્રીઓ ખેંચી અને જોઈ For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૮ પાંડવ ચરિત્રમ્ તમો છો. એવી ભ્રાંતિથી બધા લોકો રડવા લાગ્યા, વધારે શું કહેવું? તે સમયે વૃક્ષો પણ રોવા લાગ્યા, તે જ અવસરે હું ભવનના માર્ગને જોતો ત્યાં આવ્યો. પછી ત્યાં મેં મૃત પુરુષો અને સ્ત્રીઓ જોઈ અને પાસે એક સુરંગ જોઈને મેં વિચાર્યું, નક્કી આ સુરંગના રસ્તાથી તે પાંડવો જાતે જ ક્યાંય પણ જતા રહ્યા છે.” આ ભોળા લોકો પાંડવો છે, એમ માનીને ફોગટનો જ વિલાપ કરે છે. ફરી કુતૂહલથી મેં મૃત્યુ પામેલા તે પાંચેયને જોયા, બે સ્ત્રીઓ પણ જોઈ. અત્યંત તમારા જેવા હોવાથી ખરેખર આ પાંડવો સુરંગદ્વાર નહિ મળતાં શૂર હોવા છતાં પણ મૂંઝાઈ ગયેલા અહીંયા જ અગ્નિમાં ભસ્મસાત્ થયા. પછી હું આપના મૃત્યુના સમાચારથી અને દર્શનથી અત્યંત દુઃખી થયેલો ખૂબ જ રડ્યો. ત્યાંથી પાછા વળીને હું ફરી હસ્તિનાપુર ગયો, ત્યાં જઈને જેવું જોયું હતું તેવું કહ્યું. તે સાંભળીને ગાંગેય, પાડુ, વિદુર વગેરે અને તમારી કુલવૃદ્ધ સ્ત્રીઓ પણ શોકથી દુઃખી સર્વ સ્વજનવર્ગ અને નગરજનો શોકાગ્રસ્ત થયા, પરંતુ એક દુર્યોધન વિના બધાય મૂર્શિત થયા. ફરી ચૈતન્ય પામેલા પાડુરાજા વગેરે આ પ્રમાણે વિલાપ કરવા લાગ્યા. હે વત્સ ! શુદ્ધ હૃદયવાળા તમને પાપિષ્ઠ એવા અગ્નિએ કેમ બાળ્યા ? વિદુરે કહ્યું: “હે વત્સો ! પ્રતિકૂલ વિધિ (નસીબ) વખતે મારી શિક્ષા પણ ભૂલી ગયા. મેં પહેલાં વનવાસના અવસરે કહ્યું હતું કે તમારે કોઈનો પણ વિશ્વાસ ન કરવો, પરંતુ તમે બધા ય વિશ્વાસથી મૃત્યુને પામ્યા. એ પ્રમાણે અનેક પ્રકારે વિલાપ કરતા વિદુરે અત્યંત રૂદન કરતા તમારા પિતાને પણ નિવાર્યા” (રોક્યા) તો પણ પાડુરાજાએ રડતા રડતા આ પ્રમાણે કહ્યું : “હે પુત્રો ! લુચ્ચાઓના મનોરથો સંપૂર્ણ પૂર્ણ થયા.” એમ પાડુરાજાને વિલાપ કરતાં જોઈ દુઃખથી ભરેલા વિદુરે કહ્યું: “હે આર્ય ! શોક (દુઃખ)ને ભૂલી જાઓ. મનને ઘેર્યતામાં જોડો.” કારણ કે થોડા જ દિવસમાં સત્ય અથવા અસત્ય બધું પ્રગટ થઈ જશે. પાંડવો જીવે છે યા મર્યા છે, એ અલ્પ દિવસોમાં બધી જ સત્ય વાતની ખબર પડી જશે. તમને દુઃખી જોઈને સત્યવતી આદિ માતાઓ પણ દુઃખથી ગ્રસ્ત થઈ છે. કારણ કે :– સત્યવતી આદિ માતાઓ આ શોકના સમાચારથી મૃતપ્રાય: થઈ ગઈ છે. માલતી વેલડીઓ દાવાનળની જ્વાલાને સહન કરી શકતી નથી. અને હે દેવ ! મહાઆપત્તિના સમાચારથી વિદુરના આશ્વાસનના વચનથી પાડુરાજા આટલો વખત (આજ પણ) મરેલાની જેમ જીવે છે. એ પ્રમાણે દિવસો પસાર કરે છે, ત્યાં એક દિવસ એકચક્રી નગરીથી આવેલા કોઈક પુરુષે હસ્તિનાપુર નગરમાં સકલ નગરજનોની આગળ બકરાક્ષસ વધ આદિ ભીમનો ભયંકર વૃત્તાંત For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૮ ૨૦૧ પાંડવ ચરિત્રમ્ કહ્યો. તે ભીમનો વૃત્તાંત સાંભળીને ભીમની કીર્તિથી ભાવિત થયેલા લોકો અને મિત્રો અત્યંત આનંદને પામ્યા અને શત્રુઓ શોકને પામ્યા. એ પ્રમાણે ભીમ (પરાક્રમી)નો વૃત્તાંત સાંભળી પાડુરાજાએ શોકરૂપ કાદવને દૂર કર્યો. પાડુરાજાએ તજેલા તે શોકે અભિમાની દુર્યોધનનો આશ્રય લીધો. શોકાગ્રસ્ત દુર્યોધન પ્રિયાના ખોળામાં, પલંગમાં, વનમાં, મહેલમાં કે સ્થલમાં, જલમાં ક્યાંય પણ સુખ (આનંદ)ને પામતો નથી. તેને તેવા પ્રકારે અસ્વસ્થ જોઈને મામા શકુનિએ કહ્યું: “તને કયો આધિ કે વ્યાધિ હેરાન કરે છે, જેથી તું હમણાં આવા પ્રકારનો દેખાય છે ?” તેણે કહ્યું : હે મામા ! તમે સાંભળો વારણાવત નગરમાં અગ્નિથી ગ્રસ્ત થયેલા પાંડવો આજે પણ જીવે જ છે, જીવિત છે.” એકચક્ર નગરથી આવેલા પુરુષે કહ્યું : “ભીમપાંડવે બક રાક્ષસને હણી નાંખ્યો છે, તે સાંભળીને મને ચિંતા ઉત્પન્ન થઈ, કેમ કે જે મારો પાંડવોનો વધ કરવાનો પ્રયત્ન વિપુલ થયો. હવે હું શું કરું? હવે હું શું કરું ? આ પાંડવોની કીર્તિ સર્વત્ર ફેલાયેલી છે.” કારણ કે – હિડંબ, બક અને કિર્તીરના વધના અભિમાનના પટથી તેઓની કીર્તિ પૃથ્વી, પાતાળ અને સ્વર્ગ એ ત્રણે લોકમાં નાચી રહી છે (ફેલાઈ રહી છે). હવે તે પાંડવોનું ફરી પણ કંઈક વિરૂપ (ખરાબ) કરીએ. જેથી કરીને તે પાંડવો યમના મહેમાન થાય. તેવા દુર્યોધનના વચન સાંભળીને શકુનિ બોલ્યો : “હે ભાણેજ ! દુર્યોધન ! સંપૂર્ણ ભૂમિની શોભાવાળા ઇન્દ્ર જેવા આપ ક્યાં ? દેશમાંથી બહાર કાઢી મૂકેલા રંકની જેમ રખડી પડેલા પાંડવો ક્યાં? કહ્યું છે કે સૂરજ અને આગિયાની સમાનતા હોતી નથી. તેમ તેઓનું અને આપનું સામ્યપણું કેવી રીતે થાય ? તું પાંડવોના વધની ચિંતાને કર નહિ. એ પ્રમાણે પાંડવો દૈવથી હણાયેલા છે. કારણ કે વિધિએ દેશથી દૂર કાઢેલા હવે વિધિ વિશે તેઓની શું ચિંતા ?” કારણ કે, તું હંમેશા બધેય જયને પામનારો છે. તારા હાથે પ્રાપ્ત કરેલી રાજ્યલક્ષ્મી છે તથા આજ્ઞાને ધારણ કરનારા સેવાની લાલસાવાળા બધા રાજાઓ પહેરગીરની જેમ તારા દ્વારે ઉભા છે. સૈન્ય સહિત તું સંપૂર્ણ પૃથ્વીને પાળે છે. તે કાઢી મૂકેલા તેઓ વનચરો (ભીલ્લ)ની જેમ અહીં તહીં ભટકે છે. દુર્યોધને કહ્યું: “વર્તમાનકાળે તે પાંડવો દ્વતવનમાં છે, એવું સંભળાય છે.” ત્યારે શકુનિએ કહ્યું : “તો તું ગોકુલ જોવાના બહાને ત્યાં જા. સેના સાથે સૈન્ય વગરના તેઓને (તારી) પોતાની શોભાને બતાવ. તેઓ પણ તારી અદ્ભુત શોભા જોઈને શરમ પામશે. ત્યારે તને જોતાં તે અભિમાનીઓને મૃત્યુથી પણ અધિક દુઃખ થશે. જે તને સહન નહિ કરનારા ઈર્ષાળુ ભીમ અને અર્જુન હાથમાં શસ્ત્ર ધારણ કરે ત્યારે તું શિક્ષા આપજે (યુદ્ધ કરજે). તેઓનું મૃત્યુ થતાં તું પૃથ્વીમંડલને પાંડવ રહિત જાણજે. તારા મહાસમુદ્ર જેવા સૈન્યની આગળ આ પાંડવો કોણ માત્ર ? શનિ અને દુર્યોધને કરેલી For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ (૨૦૨) સર્ગ - ૮ આ મંત્રણા વિચારણા) જાણીને દૂર રહેલા તમારા નાના પિતા વિદુરે તમારી ક્ષેમકુશળતાને માટે તમારી પાસે મને મોકલ્યો છે. ત્યારે તમારી પાસે આવતાં મેં પૂછ્યું: “પાંડવો ક્યાં છે?” ત્યારે વિરે કહ્યું “આજ પ્રાતઃકાળે રાજસભામાં એકચક્રા નગરીમાંથી આવેલા દૂતે કહેલું પાંડવો એકચક્કામાં છે. વળી દૂતે કહ્યું તેઓનું મહાભ્ય (પ્રભાવ) જાણો-સાંભળો.” તે આ પ્રમાણે છે – અહો ! એઓનો પ્રભાવ જે નગરમાં રહે છે, ત્યાં ન મારી-મરકી આદિ રોગ, ન અનીતિ, ન વ્યાધિ અને કોઈપણ જાતના તોફાન થતા નથી. મહામારી, દુષ્કાળ અને પરસમૂહથી બીક ઉત્પન્ન થતી નથી. કેવળ સુખ-સંપત્તિથી પ્રજા સાથે પ્રજા આનંદ ભોગવે છે. ક્યારેક તેઓ ગુપ્ત રીતે પણ વનમાં ફરે છે, ત્યાં પણ વૃક્ષો નિત્ય પુષ્પ, ફલની ઋદ્ધિવાળા હોય છે. એ શાશ્વત શત્રુઓ પરસ્પર ક્લેશ કરતા નથી. રસથી ભરપૂર ભરેલા સૌંદર્યને ધારણ કરતાં બીજા વન્યફલો પણ ત્યાં થાય છે. ઇત્યાદિ પાંડવના મહિમાને સાંભળીને દુર્યોધન કાળી મણીથી સ્નાન કરાયેલાની જેમ, ગળીથી લેપ રંગાયેલાની જેમ, યાને ખેડવાળા મનવાળો એવો દુર્યોધન સભાનું વિસર્જન કરીને મામા શકુનિની સાથે એકાંતમાં ફરી વિચારણા કરવા લાગ્યો. ત્યારે મેં વિચાર્યું, વર્તમાનમાં એકચક્રા નગરી આવા પ્રકારની સંભળાય છે. આથી તે પાંડવો ત્યાં જ છે. હે પ્રિયંવદ ! તું ત્યાં જા, પછી હું ક્રમે કરીને એકચક્રી નગરીમાં પહોંચ્યો. ત્યાં બધે ભમી ભમીને મેં નગરીને જોઈ. પરંતુ ક્યાંય પણ દરિદ્ર પુરુષને ધનની જેમ તમારા સમાચાર ન મળ્યા. તેથી મેં એકચક્રા નગરીમાં રહેનારા લોકોને પૂછ્યું: “પાંડવો ક્યાં છે ?” લોકોએ કહ્યું : “જ્યાં હંમેશા પુષ્પો અને ફળથી યુક્ત વૃક્ષો છે, ત્યાં પાંડવો છે.” જે ધર્મપુત્ર યુધિષ્ઠિરના વિનિત ભાઈઓ માત્ર સેવા કરે છે, એટલું નહિ, પરંતુ વનના પશુઓ બીજા કાર્યો દૂરે તજીને રાત-દિવસ સેવા કરે છે. યુધિષ્ઠિરની નિશ્રામાં રહેલા આગ્રાદિ વૃક્ષો પોતાની છાયાને ફેરવતા નથી, તેવું લોકોનું કહેવું સાંભળીને તમારા ડગલે ડગલે અહીંયા આ વૈતવનમાં આપની સેવા માટે વિદુરે મોકલેલ એવો હું અહીંયા આવ્યો છું. આ મારા આવવાનું કારણ છે. હવે તમે સાવધાન થઈને રહો. રાજા યુધિષ્ઠિરે કહ્યું : “હે પ્રિયંવદ ! દુર્યોધન રાજા હાલમાં પૃથ્વી પર નીતિથી કે અનીતિથી કેવી રીતે શાસન કરે છે (ચલાવે છે) તથા ભીષ્મ, દ્રોણ વગેરે અમારી ઉપર કેવા વિચાર ધરે છે ?” પ્રિયંવદે કહ્યું : “હે રાજન્ ! સાંભળો, દુર્યોધન પિતા ઉપર વાત્સલ્ય કરે છે. પ્રજાના અભ્યદયમાં તત્પર છે. પિતાની જેમ પ્રજાનું પાલન કરી રહ્યો છે તથા તે દુર્યોધન વારણાવત નગરે તમારું મૃત્યુ સાંભળીને નિરાશ થયેલા મનવાળા, ગાંગેય, For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૮ (૨૦૩ પાંડવ ચરિત્રમ્ દ્રોણાદિ બધાય તમારા કુળના વૃદ્ધ પુરુષોને દાન અને માન આપવા વડે કરીને ખુશ કરાયેલા તેઓ દુર્યોધનની જ સેવા કરે છે. કહ્યું છે કે દાન અને વિનય વડે કોણ કોણ વશ થતું નથી?” તે દાન અને માન થકી વશ કરેલા વર્તમાનકાલે પ્રાણી વડે કરીને પણ તેઓ તેનું ઇચ્છિત પૂર્ણ કરવા માટે ઇચ્છે છે. જોકે પોતાનું ષખંડ પૃથ્વીનું અધિપતિપણું માને છે, તો પણ આપનાથી ભયભીત (ડર રાખે) છે. જે દુર્યોધન અર્જુનરૂપ વૃક્ષનું નામ સાંભળવાથી અર્જુનની યાદ આવવાથી સ્મરણથી ભીતિને પામે છે. તેથી લાંબા શ્વાસોને છોડતો વિચરે છે. વનમાં વૃકોદર પશુને જોઈને વૃકોદર (ભીમ) સ્મૃતિમાં આવે છે. ભીમને યાદ કરી કરીને મૃત્યુના ભયથી ભોજનના અવસરે હાથમાં રહેલો કવલ વાસણમાં પડી જાય છે. મુખમાં રહેલો કવલ મુખમાં રહે છે. સ્વપ્નમાં ભીમ અને અર્જુનને જોઈને ભયથી જાગેલો દુર્યોધન પ્રિયા ભાનુમતિને કહે છે : “હે પ્રિયે ! આ ભીમ અને અર્જુન મને મારે છે.” પ્રિયાએ કહ્યું: “હે પ્રાણપ્રિય ! ભીમ અને અર્જુન ક્યાં છે ? તમે મૌન ધરીને સુખપૂર્વક સૂઈ જાઓ.” એ પ્રમાણે સુખપૂર્વક સૂતેલો કે જાગતો આપની બીકથી એમ કરતો રહ્યો છે. ઇત્યાદિ પ્રિયંવદની વાત સાંભળીને યુધિષ્ઠિરે કહ્યું: “હે ભદ્ર ! મારા તરફથી તારે તે પિતા પાડુ અને કાકા વિદુરને કહેવું કે યુધિષ્ઠિર વગેરે પાંડવો આપની આજ્ઞાને મુગટની જેમ મસ્તક પર ધરે છે. પિતાએ જે કહ્યું કે અમે સર્વ આનંદપૂર્વક સાંભળ્યું અને સ્વીકાર્યું. હવે અમે આપની આજ્ઞાથી વિચરીશું. આપની કૃપાથી કોઈપણ શત્રુ અમારો પરાભવ કરી નહિ શકે તથા અમે અહીં રહેલા હરરોજ પિતાના ચરણોને નમીએ છીએ. તે પણ વડીલોએ જાણવું.” એ પ્રમાણે યુધિષ્ઠિરે ઉત્તર આપીને પ્રિયંવદને દાન અને સન્માન વડે સત્કાર કરીને વિદુર પાસે મોકલ્યો. તે કાનથી દુઃખે કરીને સાંભળી શકાય એવું દુર્યોધનનું વાક્ય (વચન) સાંભળીને દ્રૌપદી બોલી : “અહો ! અમારા દુશ્મન દુર્યોધને યુધિષ્ઠિર પાસેથી છેતરીને પૃથ્વી જીતી, સભાની વચ્ચે મારા વાળ ખેંચી અને અમને વનવાસ આપીને હજુ પણ સંતોષ પામ્યો નથી. અહો ! ઈર્ષાળુ લોકોમાં મર્યાદા હોતી નથી કેમ કે) વનમાં ફરનારા અમને આવીને મર્યાદા વગરનો મારવાની ઇચ્છા રાખે છે.” ફરી દ્રૌપદી બોલી : “હે માત ! કુન્તી ! તમે વાંઝણી સ્ત્રીના જેવા દેખાઓ છો. અહો ! સારી તાકાતવાળા પાડુના પુત્રો લોકોમાં નવી તાકાતવાળા (પ્રભાવવાળા) કહેવાય છે. પરંતુ તમારૂં બલવાનપણું ક્યાં ગયું? જેમના જોતાં પ્રિયાના વાળને ખેંચ્યા હતા, આથી જણાય છે, મારા પ્રાણ પ્રિયનું ધર્મપુત્રપણું સત્ય જ છે. જે ધર્મપુત્ર છે, તે પાપવાન કેવી રીતે હોય? આથી ક્ષમાવાનપણું યુક્ત જ છે, નહીં તો શત્રુનો પરાભવ કેવી રીતે સહન કરે?” અહો ! મારો પરાભવ મને દુઃખ નથી આપતો, તો શું માતા, ભાઈ આદિનો પરાભવ ભૂલી જવાય ? જે માતા સુખમાં રહેતી હતી, દાસી–દાસથી પરિવરેલી, ક્રીડાવનમાં, વાવડી આદિઓમાં For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ (૨૦૪) સર્ગ - ૮ સ્વેચ્છાપૂર્વક ખેલતી હતી, તે હાલ કાંકરાથી છવાયેલા કાંટાથી ભરેલા વનમાં ભૂખ અને તરસથી પીડાતા પગે ચાલીને ફરે છે. આ પોતાના ભાઈઓ પૂર્વે હાથી પર બેસીને રમત રમતા, દેવદુષ્ય વસ્ત્રોને પહેરનારા સુવર્ણના આભૂષણોથી શોભતા હતા, તે આ પાણ્ડપુત્રો પગે ચાલનારા, ઝાડની છાલના વસ્ત્ર પહેરનારા, આભૂષણ વગરના, રંકની જેમ ફરતા, પુષ્પ અને ફળોનું ભોજન કરનારા થયા છે. વળી દ્રૌપદીએ યુધિષ્ઠિરને કહ્યું : “આ દુઃખી સ્વજનોને જોતાં હે પ્રાણેશ ! હે યુધિષ્ઠિર ! તમે કેમ લજ્જાને પામતા નથી ? જો તમે પ્રતિજ્ઞાના ભંગની બીકથી તે સભામાં શાંત રહ્યા તો પછી આ વનમાં આપની સહનશીલતા કેવી ? જો તમે પ્રતિજ્ઞાના ભંગની બીકથી ઉત્સાહિત થતા નથી, તો તેના વધ માટે ભીમ અને અર્જુનને આદેશ કરો.” ત્યારે મનને રૂચિકર દ્રિૌપદીની વાણી સાંભળીને ભીમ બોલ્યો : “હે રાજેન્દ્ર ! તમારો આદેશ પહેલાં શિરસાવંદ્ય કરતાં મેં દુર્યોધનાદિ શત્રુઓને હણ્યા ન હતા. હાલ મારવાની ઇચ્છાવાળા અહીં આવતા દુર્યોધનને અમે સહન નહિ કરીએ. દુર્યોધનને હણવામાં તમે મને નિષેધ ન કરો. જો નિષેધ કરશો તો હું તમારી આજ્ઞાને સ્વીકારીશ નહિ. આ દુર્યોધનને હું મૂળથી જ ઉખેડી નાંખીશ. મહાવાયુ જેમ વૃક્ષને ઉખેડી નાંખે છે તેમ.” હસ્તિનાપુરના સામ્રાજ્યના ગર્વરૂપ પર્વતના મસ્તક પરથી લીલામાત્રમાં જ પરાજિત કરીને શત્રુને નીચે પાડીશ. એ પ્રમાણે બધા ય ભાઈઓ મોટા અવાજે પોકાર કરે છે. તેઓના ક્રોધયુક્ત વચનો સાંભળીને યુધિષ્ઠિરે કહ્યું: “હે ભાઈઓ! તમોએ ક્ષત્રીયકુલને યોગ્ય વાણી ઉચ્ચારી છે. પરંતુ મારા કહેવાથી, કેટલાક વર્ષો સુધી શાંત રહી સહન કર્યું છે. વનવાસની અવધિ પૂર્ણ થતાં મારું સત્યવ્રત પૂર્ણ થતાં, તમને કોણ અટકાવશે? સમુદ્રની જેમ હે બાંધવો ! તમારા તેર વર્ષ પૂર્ણ થતાં દુઃશાસન, દુર્યોધનાદિ ભાઈઓને દ્રૌપદીના કેશને ખેંચવા વગેરેની શિક્ષા કરજો.” યુધિષ્ઠિરના તે વચનનો બધા ભાઈઓએ સ્વીકાર કર્યો. ફરી યુધિષ્ઠિરે કહ્યું: “હે બંધુઓ! આપણે હમણાં ગંધમાદન ભૂમિએ જઈએ. કારણ કે અહીં વનમાં પોતાની લક્ષ્મીથી ગર્વિત થયેલો દુર્યોધન આવશે ત્યારે તે આપણે આ વિરૂપ કરશે (ખરાબ કરશે).” ત્યારે યુધિષ્ઠિરના વચનને ભીમાદિ ભાઈઓએ સ્વીકારી લીધું. પછી યુધિષ્ઠિરે ભાઈઓ, માતા, પ્રિયા સહિત ગંધમાદનભૂમિ પ્રતિ યુથાધિપતિની જેમ પ્રયાણ કર્યું. માર્ગમાં તીર્થોને નમતાં, ચારણ મુનિને નમસ્કાર કરતા તેઓ પાસેથી ધર્મલાભરૂપ આશિષને ગ્રહણ કરતાં રસ્તામાં વિવિધ પ્રકારના આશ્ચર્યોને જોતાં ઇશાન દિશા તરફ ચાલ્યા તે અમૃત સરીખા મધુર સ્વાદયુક્ત ફળોવાળા, સંપૂર્ણ પંચવર્ણવાળા સુગંધી પુષ્પોથી મનોહર, કિન્નર-કિન્નરીનાં ગીતો મધુર અવાજથી ગૂંજતા ગંધમાદન વનમાં નાના ભાઈઓ સાથે યુધિષ્ઠિરે સુખપૂર્વક પ્રવેશ કર્યો. For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૮ ૨૦૫) પાંડવ ચરિત્રમ્ નદી, પર્વતોથી કઠિન ભૂમિને ક્રમે કરીને ઓળંગીને યુધિષ્ઠિર ભાઈઓની સાથે તે ગંધમાદન વનમાં પહોંચ્યા. ત્યાં એક મનોહર સ્થાને પાણ્ડપુત્રો ઘાસની ઝૂંપડીઓ બનાવીને પોતાના ઘરની જેમ સુખે રહ્યા. કુટુંબ સહિત રાજા યુધિષ્ઠિરથી તે વન શોભવા લાગ્યું. તે આ પ્રમાણે ચંદ્રથી રાત્રિ, સૂર્યથી આકાશ, દેવથી પ્રાસાદ, પૂજાથી દેવ, ભાવથી પૂજા, ભ્રમરથી પુષ્પ, યૌવનથી યુવતિ, પુષ્પથી વેલડી, સુગંધથી પુષ્પ, કાજળથી નેત્ર, નેત્રથી મુખ, શીલથી કુલવધૂ, ગીતથી નાટક, વાજિંત્રથી ગીત, ટહુકાથી મયૂર, છત્રથી રાજા, કિલ્લાથી નગર, વિનયથી શિષ્ય, ધ્યાનથી યોગી, દાનથી શ્રીમંત, નિસ્પૃહતાથી સાધુ, પરાક્રમથી શૂરવીર, મદથી હાથી, ઝડપથી ઘોડો (અશ્વ), રાજહંસથી સરોવર, મુગટથી મસ્તક, તિલકથી ભાલ, વાળથી મસ્તક, કુંડલથી કાન, કલાના સમૂહથી મનુષ્ય, તળાવ પાણીથી, રત્નથી સુવર્ણ, દીપકથી મંદિર, સારા રાજાથી રાજ્ય, કૂવાથી મરૂધર (મારવાડ), સુપુત્રથી કુલ, મંત્રથી ગારૂડી (મદારી), તંત્રથી મંત્રી, યંત્રથી કિલ્લો, પાંદડાથી વૃક્ષવૃક્ષથી વન, પાંખોથી પક્ષી, નિષ્કપટથી ધર્મ, નાદથી વીણા, દાંતોથી મુખ, વીજળીથી મેઘ (વાદળ), તોરણથી મંડપ, હારથી હૃદય, ધર્મથી મનુષ્ય, તેવી રીતે પરિવાર સહિત યુધિષ્ઠિરથી તે ગંધમાદન વન શોભે છે. તે પાંડવો તે વનમાં સર્વ ઋતુના સુંદર વનફલોના સુખને અનુભવતા શત્રુનો પરાભવ ભૂલી ગયા. ત્યાં કુન્તી ધર્મક્રિયામાં લગાવેલા મનથી હસ્તિનાપુરના રાજ્યને યાદ કરતી નથી. ત્યાં નજીકમાં રહેલા ઈન્દ્રકલ નામના ઉત્તમ પર્વતને અર્જુને આશ્ચર્યથી યુધિષ્ઠિરને બતાવ્યો. હે દેવ ! આ વનમાં આ પર્વત ઉપર સૌધર્મેન્દ્ર ઇન્દ્રાણી સાથે ક્રીડાને માટે અવસરે અવસરે આવે છે. તેથી ઈન્દ્રનીલ એ પ્રમાણે નામ પ્રસિદ્ધ થયું છે. હે ભાઈ ! આપની આજ્ઞાથી આ ઇન્દ્રકલ પર્વત પર થઈને વિદ્યાધરે આપેલી રોહિણી આદિ વિદ્યાનું હું પુનરાવર્ત કરું. યુધિષ્ઠિરે કહ્યું : “જા, તારી ભાવના (ઇચ્છા) પૂર્ણ કર. વિદ્યાને ફરી યાદ કર.” પછી અર્જુન બંધુની આજ્ઞા લઈને કુન્તીને નમસ્કાર કરીને અને દ્રૌપદીને કહીને ઇન્દ્રકલ પર્વત પર જાય છે. જતી વખતે વિદ્યાધરે આપેલી જે પાડુરાજાએ યુધિષ્ઠિરને આપેલી તે મુદ્રિકા (વીંટી)ને અર્જુનની આંગળીમાં બલાત્કારે યુધિષ્ઠિરે પહેરાવી દીધી. પછી અર્જુન તે ઇન્દ્રકીલ પર્વત પર ગયો. તેના ઉપર એક મણિમય જિનપ્રાસાદ (મંદિર) જોયો. તે પ્રાસાદને જોઈને અર્જુન વિચારે છે કે, આ પ્રાસાદ, શું પર્વત ઉપર પર્વત છે ? જે એવા પ્રકારનો મહાન દેખાય છે. અર્જુને તે પ્રાસાદની ડાબી બાજુ ખીલેલા કમલવાળી મણિના પગથિયાથી શોભતી તરંગોવાળી એક વાવડીને જોઈ તેના પાણી વડે સ્નાન કરીને ખીલેલા કમળોને લઈને દસત્રિકને સાચવીને વિધિપૂર્વક શ્રી આદિનાથ પ્રભુને નમસ્કાર કરીને, પૂજા કરીને, ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ માટે અઠ્ઠમ તપ કર્યો. For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૨િ૦૬) સર્ગ - ૮ હવે પ્રાસાદની એક બાજુ કોઈક પવિત્ર ભૂમિ જોઈને ત્યાં આસન મૂકી(પાથરી)ને પહેલા પ્રાપ્ત કરેલી પોતાની વિદ્યા ઉપનિષદ્ અર્જુન ફરી યાદ કરવા લાગ્યો. તે અર્જુનની આગળ સ્મરણ કરવા માત્રથી જ તે જ વખતે વિદ્યા પ્રગટ થઈ. હવે અમે શું કરીએ ? એ પ્રમાણે વિદ્યા બોલીઃ “અહો ! ભક્તિથી કોણ વશ થતું નથી ?” હવે અર્જુન બોલ્યો : “હે દેવતા! યાદ કરતાં જ તારે બધા મારા કાર્યો કરવા. એ પ્રમાણે કહેવાયેલી અને અર્જુને વિસર્જન કરેલી તે બધી દેવીઓ શીધ્ર સ્વસ્થાને ચાલી ગઈ. તે ગયે છતે વચલના આહાર વડે પારણું કરીને પર્વતની શોભાને જોવાની ઇચ્છાથી વને વન વિચરવા લાગ્યો. તે અવસરે બાણથી ભેદાયેલ યમના પાડા જેવી મોટી કાયાવાળો કોઈ ડુક્કર અર્જુનની સામે આવીને પડ્યો. સામે આવી પડેલો તેને જોઈને (જાણીને) અર્જુન વિચારે છે, નિશ્ચિત આ ડુક્કર મને ખાવાની ઇચ્છાથી આવી રહ્યો છે. એમ જાણીને અર્જુન ધનુષ્યનો ટંકારવ કરતો દોડ્યો. તે અર્જુને ડુક્કરના પ્રાણને લેનારૂં બાણ છોડ્યું. તે બાણ વડે હણાયેલો ડુક્કર મૃત્યુ પામ્યો. પછી અર્જુન બાણ લેવાને માટે શુકર પાસે ગયો. તે સમયે ત્યાં કોઈ ભીલ્લ પણ આવ્યો. સુવર્ણના પિંછાથી અત્યંત સુંદર પોતાના બાણને લેતો જોઈને ભીલે કહ્યું : “હે સૌમ્ય ! તારો આચાર અને આકારમાં ફરક દેખાય છે.... કારણ કે, તારા જેવી પુણ્યમૂર્તિ ક્યાં ? અને ચોરીનું કામ ક્યાં ? વિમલ બુદ્ધિવાળા ઘાસના તણખલાની જેમ પ્રાણોને તજી દે છે, તે સારું છે. વળી ફરી આ મલિન આચારનું આચરણ તેઓને યુક્ત નથી. સદાચાર પ્રેમી પુરુષો ભ્રમરવૃત્તિનું આચરણ કરે છે. વળી ચોરી કરેલી લક્ષ્મીને લેતા નથી. અહો ! તમારા જેવા મહાન પુરુષને મારા જેવાનું વિષ લગાવેલા અને વનના પશુના લોહીને પામેલા મારા બાણને લેવાને માટે તું યોગ્ય નથી. મેં આ કુરુચંદ્રના ડુક્કરને તારો દ્રોહ કરનારો જાણી તારી રક્ષા માટે બાણથી વિંધ્યો છે. તું મારા બાણરૂપી રત્નને લેવાને માટે ઉત્સાહિત છે. તે હવે મેં જાણ્યું. હું આ ડુક્કરને હણું અને આ પુરુષનું રક્ષણ કરું. કારણ કે આને રક્ષવાથી મારો મિત્ર થશે. એવી મારી આશા દૂર થઈ ગઈ છે. પરંતુ તું મારો શત્રુ થયો. હે મહાન્ ! જો તમારા જેવા અનીતિના માર્ગમાં ચાલશો, તો ન્યાયના માર્ગે કોણ પ્રવૃત્તિ કરશે. જો તમારે બાણની જરૂર હોય તો મારી પાસે માંગો. હું તારી પ્રાર્થનાનો ભંગ નહિ કરું. કારણ કે હું પ્રાર્થનાનો ભંગ કરવાનું શીખ્યો નથી. તમારા જેવા અર્થી તો પ્રબળ પુણ્યના યોગે પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે કહીને ભીલ અટક્યો. પછી અર્જુને કહ્યું: “હે પલિપતિ ! મારા પોતાના બાણને લેવામાં તમારી આ ઠપકાની પરંપરા કેવી ? આવો દુર્જનનો સ્વભાવ છે. કારણ કે તે પોતાની For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૮ ૨િ૦૭ પાંડવ ચરિત્રમ્ મર્યાદાને ઉલ્લંઘે છે. દુર્જન કાલકૂટ વિષ જેવો જાણવો. કારણ કે દુર્જન અને કાલકૂટ એ બેઉ સરખા ભાઈઓ છે. પહેલા જન્મેલો હોય કે પછી તેમાં કોઈ ફરક જણાતો નથી.” હે ક્રૂર ચેત ! તું મને ચોરી કરનાર એ પ્રમાણે આક્રોશ કરતાં કેમ લજ્જા પામતો નથી ? તેં મને ક્યારે ચોર તરીકે પકડ્યો ? તેવી રીતે તું મારો મિત્ર ક્યારે હતો ? તેવી રીતે બુદ્ધિવાળાઓનો પામરોની સાથે સંબંધ કેવો ? કહ્યું છે કે: “અંધકારની સાથે સૂર્યને દોસ્તી કેવી, મિત્રતા કેવી ?” હે પલ્લિપતિ ! તારા દુર્વાક્યથી હું કાલુષ્ય રસને નહિ પામું. શિયાળીયાના અવાજથી શું ક્યારે પણ સિંહ ક્ષોભ પામે ? અહો ! હું તારા જોતા મારા આ સ્વર્ણના પીંછાવાળા બાણને ગ્રહણ કરું છું. જેના બાહુમાં બલ હોય તે મને અટકાવે. રે તું કોણ છે ? નથી રાજા, નથી દેવેન્દ્ર ! નથી વિદ્યાધરેજ, પરંતુ ભીલ્લ માત્ર છે. આથી તેને જોઈને મારૂં ધનુષ્ય લજ્જા પામે છે. ભીલે કહ્યું : હે સૌમ્ય ! તું આટલું ખોટું કેમ કહે છે ? કહ્યું છે કે, ગરૂડની આગળ સર્પની ફેણનો આડંબર શું કામનો ? એ પ્રમાણે બોલતાં અત્યંત ઓજસવાળા ભીલ્લપતિએ બાણને ચડાવ્યું. પછી તે ભીલપતિ અને અર્જુનનું પરસ્પર યુદ્ધ શરૂ થયું. પછી અહંકારપૂર્વક બાણનો ભયંકર ટંકારવ થયો. પરસ્પર એકબીજાને દુઃખકારી મહાન યુદ્ધ શરૂ થયું. તે સમયે તે ભીલ્લનું સૈન્ય આવી ગયું. તે સૈન્ય સાથે પરિવરેલા ભીલે અર્જુન સાથે ભીષણ યુદ્ધ કર્યું. અર્જુનના બાણથી અંકિત (બાણ વાગવાથી) ભીલ સૈનિકો જ્યારે પાછા ફરે છે, ત્યારે ભીલ્લપતિએ પોતાની શસ્ત્રકુશળતા જાતે બતાવી. તે વખતે જોવાની ઇચ્છાવાળા વિદ્યાધરોના વિમાનો થકી આકાશ મોટું હોવા છતાં પણ કમલો થકી સરોવરની જેમ નાનું થયું. તેઓના બાણના સમૂહો પરસ્પર ટકરાવાથી અડધે રસ્તે ખંડિત થઈ જતા હતાં. ભીલપતિના મનોરથની જેમ પછી અર્જુને તેને અજય (જીતી ન શકાય તેવો) જાણીને તેના વધની ઇચ્છાથી આગ્નેય નામના અસ્ત્રને યાદ કર્યું. તે અસ્ત્રના પ્રભાવથી બધાય પર્વતો દાવાનળમય બની ગયા. તે પર્વતોને બધી બાજુથી અગ્નિથી ઘેરાયેલો જાણીને કિરાત શેઠે તેના નિવારણ માટે વરુણ અસ્ત્રને યાદ કર્યું. તે વરુણ અસ્ત્ર વડે વરસાદની જેમ તે પર્વતને બુઝવ્યો. એ પ્રમાણે અનેક શસ્ત્રો વડે તેને નિવારવા માટે દુઃશક્ય જાણીને અર્જુને અસ્ત્રો છોડી હાથો વડે યુદ્ધ શરૂ કર્યું. કલાનિધિ ભીલ્લ પણ ત્યાગી દીધેલા અસ્ત્રોવાળા અર્જુનને જોઈને બાણ છોડીને હાથો વડે લડવા માટે તૈયાર થયો. એ પ્રમાણે તે પલિપતિ અને અર્જુનનું અત્યંત બળવાન મલ્લના જેવું હન્દુ યુદ્ધ થયું. પરંતુ કોઈથી પણ જય કે પરાજય પ્રાપ્ત થતો નથી, તો પણ યુદ્ધ કરતાં અર્જુને અવસર પામીને ભીલ્લપતિને પગથી પકડી માથાને ચારે બાજુ ફેરવીને જ્યાં પથ્થર For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૮ ૨૦૮ પાંડવ ચરિત્રમ્ પર પછાડે છે, તેટલામાં ભીલ્લ વેષને છોડીને તે જ વખતે દિવ્યરૂપવાળો થયો. અર્જુન વિચારે છે, અહો ! હું શું જોઉં છું ? કોઈ મને ઇન્દ્રજાલ બતાવે છે ? આ મારો શું જાતિનો વિમોહ છે ? એ પ્રમાણે અર્જુન જ્યાં વિચારે છે, તેટલામાં બોલ્યો તે આ પ્રમાણે– તારી શૂરવીરતાની પરીક્ષા કરવા માટે મેં આ માયા કરી હતી, તારા આ પરાક્રમથી હું ખુશ થયો છું. વરદાન માંગ. અર્જુને કહ્યું : “તું કોણ છે ?’’ તેણે કહ્યું : “વિશાલાક્ષ વિદ્યાધરનો હું પુત્ર છું અને પ્રજ્ઞપ્તિ વગેરે વિદ્યાને પાર પામેલા મારૂં નામ ચંદ્રશેખર છે. મિત્રના કામ માટે તારી પાસે આવ્યો છું.” અર્જુને કહ્યું : “તો તારૂં આ વરદાન દૂર રાખ. અવસરે હું માંગી લઈશ. તારે જે કાંઈ કામ હોય તે કહે.” વિદ્યાધરે કહ્યું : “સાંભળ, વૈતાઢ્ય પર્વત પર રથનુપુર નામનું નગર છે. તે નગરનો નાયક વિદ્યુત્પ્રભ નામનો રાજા છે. તેને ઇન્દ્રાણી નામની પટ્ટરાણી છે. તેઓને તીવ્ર તેજસ્વી, સર્વ કલાઓના પારને પામેલા પહેલો ઇન્દ્ર અને બીજો વિદ્યુન્નાલી એમ બે પુત્રો છે. એક દિવસ વિદ્યુત્પ્રભ રાજા ગુરુની પાસે ધર્મ સાંભળીને વૈરાગ્ય પામવાથી પોતાના રાજ્ય પર ઇન્દ્રને બેસાડીને નાના વિદ્યુન્નાલીને યુવરાજ પદે સ્થાપીને જાતે જ દીક્ષાને લીધી. વિદ્યુત્પ્રભ રાજર્ષિ તપ કરીને મોક્ષે ગયા.'' હવે ઇન્દ્ર રાજાએ પોતાના રાજ્યમાં કૃત્રિમ લોકપાલોને સ્થાપ્યા. તે એક શ્વેત હાથીને ઐરાવણ માને છે. તેણે સાત પ્રકારની સેના બનાવી. આઠ વિદ્યાધરી એવી પોતાની પત્નીઓને પટ્ટરાણી પદે સ્થાપી. એ પ્રમાણે બીજા પણ તેણે પોતાની બુદ્ધિથી બધા ઇન્દ્ર ચિન્હ બનાવ્યા. આ બાજુ ઇન્દ્રનો નાનો ભાઈ વિદ્યુન્નાલી વૈભવથી ગર્વિત થયેલો અભિમાનથી ઉદ્ધત થયેલો, કામમોહિત (વાસનાવાળો) થયેલો ઇચ્છા પ્રમાણે નગરની સ્ત્રીઓને લઈને તેઓ સાથે એકાંત જગ્યાએ જઈને જાતે ક્રીડા કરે છે તથા નગરના લોકોના રત્નો ગ્રહણ કરે છે. એ પ્રમાણે તે દુષ્ટબુદ્ધિથી સમસ્ત નગરીના બધાય લોકોને ઘણી રીતે હેરાન કરે છે. તેથી લોકોએ ઇન્દ્રને વિનંતી કરી, હે સ્વામિન્! તમારા ભાઈથી પીડાતા અમે બીજે જઈશું. અમને રહેવા માટેનું સ્થાન આપો. તેથી ક્રોધયુક્ત તે રાજાએ નગરલોકોનું સન્માન કરી તે લોકોને વિદાય કરીને વિદ્યુન્નાલીને બોલાવ્યો. એકાંત જગ્યાએ નાના ભાઈને લઈને રાજા ઇન્દ્રે શિખામણ આપી. હે બંધો ! અન્યાયને કરવો નહિ, પોતાની પ્રજાને પીડા આપવી નહિ પિતાના કુળને ઉચિત આચરણ કરવું. ઇત્યાદિ ઘણું શીખવાડવા છતાં પણ તે દુષ્ટ પાપથી વિરામ પામ્યો નહિ. તેથી ઇન્દ્રે પોતાના રાજ્યથી કાઢી મૂકેલો અત્યંત વૈર રાખતો વિચરી ર! છે, તે વિદ્યુન્માલી ઇન્દ્રને રાજ્યથી (ભ્રષ્ટ કરવા) ઉખેડી નાખવા માટે સુવર્ણપુરના નિવાસી નિવાતકવચ નામના વિદ્યાધરોની પાસે ગયો. કારણ કે તેઓ For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૮ ૨૦૯ પાંડવ ચરિત્રમ્ ખરદૂષણ વંશમાં ઉત્પન્ન થયેલા રાક્ષસો આ વિદ્યુમ્માલીના મિત્રો છે, તે ઘણા રાક્ષસો વિદ્યાના બલથી ગર્વવાળા, અભિમાનરૂપ પર્વત જેવા લોકો વડે તે કાલકેતુરૂપે કહેવાય છે (ગવાય છે). કહ્યું છે કે : તેઓ ઘણા બલવાન હોવાથી યમથી પણ ડરતા નથી. તેથી સર્વ લોકો વડે કાલકેતુ તરીકે ગવાય છે. તેવી રીતે તે તેલતાલવ પણ કહેવાય છે. એ પ્રમાણે તે બલવાનની સમીપે ગયેલો વિદ્યુમ્માલી દરરોજ સૈન્યથી યુક્ત રથનુપુરમાં ઇન્દ્રને ઉપદ્રવ કરે છે. તેથી ઈન્દ્ર ઉપદ્રવવાળી પોતાની નગરીને જોઈને બુધ નામના ઉત્તમ નૈમિત્તિકને પૂછ્યું: “હે નૈમિત્તિક શિરોમણે ! આ દુર્વાર-મહાબલવાન શત્રુને હું કેવી રીતે જીતું ?” જ્ઞાનવડે જોઈને કહો. નૈમિત્તિકે કહ્યું: “હે રાજેન્દ્ર ! આ તારા શત્રુઓ ઘણા બલવાન છે. અર્જુન વિના કોઈનાથી પણ જીતવાને માટે શક્ય નથી.” ઇન્ટે કહ્યું : “આ અર્જુન કોણ છે ?” નૈમિત્તિકે કહ્યું: “ઇશ્વાકુકુલના વંશવાળો, મધ્યમ પાંડવ, દ્રોણનો શિષ્ય, જગતમાં એકવીર, તેના જેવો આ લોકમાં બીજો કોઈ ધનુધારા નથી. તે હાલ ઈન્દ્રનીલ પર્વત પર છે.” એમ કહીને તે અટક્યો, ત્યારે મને નજીકમાં ઉભો રહેલો જાણીને વિદ્યાધરેન્દ્ર એવા ઇન્ટે મને કહ્યું: “હે ચંદ્રશેખર ! અર્જુનને જલ્દી અહીંયા લાવ. કારણ કે તે પુરુષરૂપ હાથી વડે શત્રુરૂપ વૃક્ષો ઉખેડી નંખાશે. કારણ કે, તેની સાથે તારું પિતા સંબંધી સૌહાર્દ વર્તે છે. પહેલાં પાડુરાજાએ ખીલે બંધાયેલા તારા પિતા વિશાલાક્ષને છોડાવ્યા હતા. આથી તું ત્યાં જઈને તેને પાછા લઈ આવ. એ હેતુથી હે અર્જુન ! તે હું તમને બોલાવવા માટે આવ્યો છું. તારું માહાસ્ય જોવા માટે આ ડુકર અને ભિલ્લરૂપ માયા મેં કરી છે. મેં તારું પરાક્રમ જોયું. તને મારા સ્વામી ઈન્દ્ર બોલાવ્યો છે. આથી જલ્દી ચાલ, મારા સ્વામી અને પિતાનું રાજ્ય અપાવ. જેવી રીતે પાડુરાજાએ મારા પિતા વિશાલાક્ષને જીવિત અને રાજ્ય આપ્યું, તેવી રીતે તું પણ ઈન્દ્રને રાજ્ય અપાવ. તે સાંભળીને અર્જુન ખુશ થયો. ફરી ચંદ્રશેખર બોલ્યો : “હે અર્જુન ! તારી આંગળીઓમાં જે મુદ્રિકા (વીંટી) છે, તે વિશાલાક્ષ અને પાડુની પ્રતિ પ્રીતિસૂચક છે. તેથી એના પ્રક્ષાલના પાણીથી અને દિવ્ય ઔષધથી પોતાના અંગ પર રહેલા ઘાને રૂઝવવાનું કર.” હવે હે પાડુપુત્ર ! પાડુની જેમ તું પણ ઉપકારને કર, ઈન્દ્ર વિદ્યાધરને તું ચરણોને પાડવાથી (પગલા પાડવાથી) સનાથ કર ઇત્યાદિ પ્રેમ બતાવનારા વચનને સાંભળીને ચંદ્રશેખર વિદ્યાધરને મોટા ભાઈની જેમ અર્જુન માને છે. અર્જુને કહ્યું : “હે ચંદ્રશેખર ! વિશાલાક્ષ તારા પિતાએ આ મુદ્રિકા (વીંટી) પાડુરાજાને આપી. પાડુએ યુધિષ્ઠિરને આપી. ભાઈ યુધિષ્ઠિરે મને આપી.” એ પ્રમાણે મારી પાસે આ મુદ્રિકા આવી છે. ૧. તાળવાનો એક ભાગ વિંધાય તે જ વખતે હાથનું તળીયું વિંધાય ત્યારે જ મરી જાય છે, તેથી તે તલતાલવ કહેવાય છે. For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ પાંડવ ચરિત્રમ્ સર્ગ - ૮ ચંદ્રશેખરે કહ્યું: “જેવો વિશાલાક્ષનો અને પાડુનો પરસ્પર સ્નેહ છે, તેવો આપણા બંનેનો થાઓ.” અર્જુને કહ્યું એ પ્રમાણે તે દિવસથી લઈને તેઓ બંનેની પ્રીતિ થઈ. તેથી ચંદ્રશેખરે અર્જુનને વિમાનમાં બેસાડીને પશ્ચિમ દિશા તરફ જતાં અનેક આશ્ચર્ય બતાવ્યા. તે અર્જુન ! આ સીમાંતક પર્વત અને ગંગા નદી, આ સિંધુ મહાનદી, જેના કાંઠે કિન્નર-કિન્નરી વડે અને વિદ્યાધરી વડે તારો યશ ગવાય છે. આ ઉજ્વલ તારી યશોરાશિ સમાન વૈતાઢ્ય નામનો પર્વત આગળ રહ્યો છે. પહોળાઈમાં પચાસ યોજન, તેનાથી અડધો પચીસ યોજન ઉંચો છે. દક્ષિણ અને ઉત્તર શ્રેણીથી શોભે છે. પચાસ અને સાંઈઠ નગરથી બે બાજુ વિદ્યાધરોની શ્રેણીઓથી શોભતો એવો શાશ્વત જિનમંદિરોથી શોભી રહ્યો છે. હે અર્જુન ! આ માર્ગ રથનુપુર તરફ જાય છે. જ્યાં તારા દર્શન માટે ઉત્સુક ઇન્દ્ર નામનો વિદ્યાધરાધીશ રહે છે. વળી આ દક્ષિણ દિશાનો માર્ગ તેના શત્રુઓ પ્રતિ જાય છે. જ્યાં તલતાલવ નામના રાક્ષસો રહે છે. હવે તારી જ્યાં ઇચ્છા હોય ત્યાં જા. અર્જુને કહ્યું : “પહેલાં ત્યાં જઈએ, જ્યાં વિદ્યુમ્નાલી કાલકેતુ, તલતાલ આદિ ઇન્દ્રના શત્રુઓ છે, ત્યાં જવા માટે મારું મન ઉત્સુક છે. તેઓનો પ્રભાવ જોઈને પછી ઇન્દ્ર વિદ્યાધરને જોઈશ (મળીશ). તેથી હે ચંદ્રશેખર ! તું મને ત્યાં લઈ જા, જ્યાં તે ઇન્દ્રના શત્રુઓ છે, તેઓને હું જોઉં.” ચંદ્રશેખરે કહ્યું : “હે અર્જુન, એકલા તારા ત્યાં જવાથી શું થશે? તેઓ તો લાખોની સંખ્યામાં છે. તું તો એકલો બાહુબલવાળો ત્યાં જઈને શું કરીશ. ત્યાં ગયેલો શત્રુ સૈન્યની આગળ તું કોણ ? સમુદ્રમાં લોટની મુઠ્ઠી જેવો તું થઈશ, ત્યારે મારા મનોરથો જંગલમાં રૂદન જેવા થશે. આથી એકવાર ઈન્દ્રની પાસે જા. પછી સૈન્યવાળા ઇન્દ્રની સાથે તું સકલ સૈન્યની આગળ થઈને શત્રુના ઉચ્છેદ માટે આવ.” અર્જુન પણ ફરી બોલ્યો : “હે ચંદ્રશેખર ! આ શત્રુના લશ્કર વડે કરીને શું? જેમકે સિંહ હાથીના કુંભસ્થલને ભેદે છે, તેને શું કાંઈ પરિગ્રહ જોઈએ છે?” તે સાંભળીને ચંદ્રશેખરે ગગન માર્ગથી અર્જુનના રથને ચલાવ્યો. ક્રમે કરીને કાલકેતુપુરીની નજીક રથ પહોંચ્યો. ત્યારે તે વિદ્યુમ્માલી, કાલકેતુ વગેરે ઇન્દ્ર અર્જુનને બોલાવેલો છે, એમ સાંભળીને પરસ્પર હાસ્ય કરે છે. અહો ! અર્જુન આપણને જીતીને ઇન્દ્રને રાજ્ય આપશે. એ પ્રમાણે જ્યાં તેઓ વિચારે છે, તેટલામાં અર્જુન ચંદ્રશેખર સારથિની સાથે સુવર્ણપુરની નજીક ગયો. જ્યાં તે નિવાતકવચ નામના વિદ્યાધરો કાલકેતુ વગેરે રહે છે. અર્જુનને આવતો જાણીને બખ્તર આદિથી સજ્જ થઈને નિવાતકવચ વગેરે વિદ્યાધરો અર્જુનની સામે સંગ્રામ માટે ગયા. ત્યારે તેઓના સૈનિકોમાં ચારે બાજુથી યમના પ્રવેશના પટની જેમ રણના વાજિંત્રો વાગે છે. For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ પાંડવ ચિરત્રમ્ ઉપેન્દ્રની પાસે લક્ષ્મીને લઈ જવા માટે ઉત્સુક અર્જુને રથરૂપ મેરૂપર્વત વડે જાણે યુદ્ધના મેદાનરૂપ સમુદ્રને મંથી નાંખ્યો ન હોય. સર્ગ - - ૮ તે અર્જુનને યુદ્ધની ભૂમિમાં આગળ વધતો જોઈને ચંદ્રશેખર વિદ્યાધર અત્યંત ખુશ થયો. આ અર્જુન ધન્ય છે, જેવું નૈમિત્તિક જ્ઞાનીએ કહેલું તેવો જ આ મહાન એક હોવા છતાં અનેક પ્રકારે દેખાય છે. પ્રત્યેક બાણોને છેદતો અર્જુન એકલો હોવા છતાં પણ તેઓને તે અર્જુન યુદ્ધભૂમિમાં જ્યાં ત્યાં ઘણારૂપે દેખાયો. જેમ તેમ છોડાયેલા બાણો તેના પ્રાણને હરનારા ન થયા, પણ અર્જુને છોડેલા બાણોએ શત્રુના બાણોને તોડી નાંખ્યા. એકત્ર થયેલા શત્રુઓને જોઈ વારંવા૨ હણતા અર્જુને ઉત્સુકતાપૂર્વક ચંદ્રશેખરને કંઈક કહ્યું : “હે ચંદ્રશેખર ! ચતુર બુદ્ધિવાળા અને યુદ્ધ કરવા માટે પરાક્રમી બાહુવાળા આ શત્રુઓ દુર્જય છે, તેથી તું ૨થ પાછો વાળ.’” તેવા અર્જુનના વચન સાંભળીને વીર શિરોમણિ ચંદ્રશેખરે કહ્યું : “હે અર્જુન ! રથને પાછો વાળ, એવા વચન તને ઉચિત નથી. તું તો અજય છે. તારી આગળ આ વશકો (કાયરો) જેવા કાગડાની જેમ દૂર નાસી જશે.” વળી અર્જુને કહ્યું : “તેં અમને જે વરદાન આપ્યું છે, તેથી તે વરદાન થકી હું તમને પ્રાર્થના કરૂં છું. મારો ૨થ પાછો વાળો, તેથી નાખુશ થયેલા ચંદ્રશેખરે તે જ ક્ષણે રથ પાછો વાળ્યો.” ત્યારે અર્જુનના રથને પાછો વળેલો જોઈને કાલકેતુ વગે૨ે શત્રુઓ જયરૂપ લક્ષ્મીમાં લપટાયેલા બધા ય એક થઈને ઘણા મુખ ૫૨ હાથ દઈને સિંહનાદને કરતા અર્જુનની પાછળ દોડ્યા. જયરૂપ લક્ષ્મીને પ્રિય માનતા મુખની આગળ મૂકેલા હાથવાળા તેઓએ યમને આહ્વાન કરનારાની જેમ એક સાથે અવાજો કર્યા. ત્યારે મોઢા પર હાથ મૂકીને શત્રુઓનું વધ્યપણું જાણીને શીઘ્ર પાછા ફરેલા અર્જુને દ્રોણે કહેલો મંત્ર સ્મરીને એકમાંથી અનેક બાણને આપનારૂં બાણ છોડ્યું. અર્જુનના તે બાણો શત્રુઓના મુખ પર લાગેલા, હાથના પંજા સાથે તાળવાને ભેદીને પ્રાણોની સાથે નીકળ્યા. એ પ્રમાણે તે શત્રુઓ અર્જુને ફેંકેલા દિવ્ય અસ્ત્ર થકી ભેદાયા, કર્કશ અધ્યવસાયથી બધાય મૃત્યુ પામીને કુગતિને પામ્યા. ત્યારે આકાશમાંથી અર્જુનના મસ્તક પર દેવોએ પુષ્પવૃષ્ટિ કરી. તે અર્જુનનું અદ્ભુત પરાક્રમ જોઈને.' ખીલેલા કમળ જેવી આંખવાળો (આશ્ચર્ય પામેલ) ચંદ્રશેખર વિચારે છે. અહો ! અર્જુનનું માહાત્મ્ય જે એકલો હોવા છતાં ગર્વથી ઉદ્ધત થયેલા બધાય તલતાલુ વગેરે મૃત્યુને પામ્યા. પછી... ખીલેલી રોમરાજીવાળા ચંદ્રશેખરે ભાઈની પ્રીતિથી For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૨૧ ૨. સર્ગ - ૮ અર્જુનના વારંવાર સર્વ અંગને ભેટીને આ પ્રમાણે કહ્યું: “અહો ! જ્ઞાની નૈમિત્તિકે કહેલું સત્ય થયું. મારા સ્વામી ઈન્દ્ર વિદ્યાધર તારાથી શત્રવર્ગ ઉખેડી નખાતા સ્વસ્થ ચિત્તવાળા થયા.” આ પ્રમાણે જ્યાં કહે છે, તેટલામાં પરિવાર સાથે વિમાનમાં બેસીને સૈન્ય સહિત ઈન્દ્ર વિદ્યાધર આકાશમાર્ગે જ્યાં અર્જુન છે, ત્યાં આવ્યો. રથમાં બેઠેલો અર્જુન ઇન્દ્રના સન્મુખ આવ્યો. પછી તે બેય પ્રીતિપૂર્વક મળેલા ઇન્દ્રને ઉપેન્દ્રની શોભાને પામતાં હતા. હવે ઇન્દ્ર વિમાનમાં પોતાના સિંહાસનના અર્ધભાગમાં અર્જુનને બેસાડી પ્રીતિપૂર્વક બોલ્યો : “હે પરોપકાર કર્મઠ ! હે પરોપકારક શિરોમણિ ! તેં મને રાજ્ય આપ્યું, હવે હું તારા ઉપર શું પ્રત્યુપકાર કરું. આ રાજ્ય અને આ પ્રાણોને ઇચ્છાપૂર્વક વાપરો (ઉપયોગ કરો.)” હવે રથનૂપુરના લોકોના ચક્ષુના આનંદને માટે વિમાનમાં બેસીને તું ત્યાં આવ. એ પ્રમાણે ઇન્દ્ર કહ્યું, ત્યારે અર્જુન બોલ્યો: “પહેલા તાલતાલવના ગામ સુવર્ણપુર જવું. ત્યાં પ્રસિદ્ધ સિદ્ધકૂટને જોવા માટેનું કુતૂહલ (ઇચ્છા) છે, તે નગરને જોઈને પછી રથનૂપુર નગરે આવીશ.” વિદ્યાધર ઇન્દ્ર અર્જુનની સાથે સર્વ સૈન્યથી પરિવરેલા નિવાતકવચ આદિને મૃત જોઈને જ્યાં અર્જુનના બાણથી હણાયેલો વિદ્યુમ્માલી મૃત હતો, ત્યાં ઇન્દ્ર જઈને વિદ્યુમ્ભાલીને મૃત પડેલો જોઈને પોકાર કરતો રડવા લાગ્યો. હે બંધો ! તારી આ કેવી દુર્દશા? જે આ તારું શરીર મારા ઉત્સંગ (ખોળા)માં લાલન-પાલન કરાયેલું તે આજ શિયાળીયાઓ ખાય છે (ભેટે છે). મુખથી મુખ ચંમે છે, તીક્ષ્ણ નખોથી હૃદયને વિદારે છે, ચંદનની જેમ ધૂળનો લેપ થાય છે, તે શરીર આજ લોહીથી ખરડાયેલું કંકુ જેવું લાગે છે. હા ! હા ! સરલ સ્વભાવી આ મારો નાનો ભાઈ કુસંસર્ગથી મૃત્યુ પામ્યો. આ મારા ભાઈ વિદ્યુમ્ભાલીના મૃત્યુથી મને ઘણું દુઃખ થાય છે. વળી યુદ્ધમાં મરેલા નિવાતકવચ આદિ શત્રુઓની સ્ત્રીઓ રૂવે છે. તે આ પ્રમાણે હતાશા દર્શાવે છે. કેટલીક વારંવાર વાળોને તોડે છે અને ખેંચે છે, કેટલીક પ્રતિક્ષણ છાતી કૂટે છે, કેટલીક રોતી હારને દૂર ફેંકે છે અને કેટલીક વસ્ત્રોને રફેદફે કરે છે. એ પ્રમાણે શત્રુઓની નારીઓના વિલાપ સાંભળીને ઇન્દ્ર વિમાનમાં બેઠેલા અર્જુન સાથે સુવર્ણપુરની નજીકમાં રહેલા સિદ્ધકૂટમાં ચાલ્યો. ત્યાં જઈને વિમાનમાંથી ઉતરીને વાવડીમાં સ્નાન કરીને તેમાં રહેલા કમળો લઈને સિદ્ધફૂટે રહેલાં શાશ્વત જિન એવા ઋષભદેવ, ચંદ્રાનન, વારિણ, વર્ધમાન નામના જિનોને નમીને પુષ્પાદિ વડે અષ્ટપ્રકારે પૂજીને ઇન્દ્ર સાથે અર્જુન જિનેશ્વરને સ્તવવા માટે તૈયાર થઈ સ્તુતિ કરે છે. અપાર રાજમાનથી શોભતા હે ઋષભ પ્રભો ! ત્રણે જગતના આધારભૂત ! હે ક્ષમાધર ! વિજયને પામો ! જય હો ચંદ્ર જેવા મુખવાળા ! સાધુના ગુણથી શોભતા ! મોતીયુક્ત છીપના For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૮ ૨૧૩ પાંડવ ચિરત્રમ્ સમુદ્ર! નાશ પામેલા દોષવાળા ! ગુણસમુદ્ર ! જ્ઞાનરૂપ વારિને વરસાવનારા ! સત્યવીર ! નમન કરતા સુર-અસુરના નેતા ! ઇન્દ્રને નિયંત્રિત કરનારા ! મહાતેજ ભંડાર ! કમળ જેવી આંખવાળા! સમસ્ત લોકના ઉદ્ધારક ! નમેલા દેવેન્દ્રના મુગટવાળા વર્ધમાન ! ઇન્દ્રિયોને જીતવામાં પ્રધાન! વિદ્વાનોની શ્રેણીમાં શિરોમણિ ! હે પરમાત્મા, તમે જય પામો ! યશધારક! પુણ્ય ભંડાર ! કર્મને દૂર કરનારા ! વૃદ્ધત્વને જીતનારા ! સ્વકર્મ શત્રુને અલ્પ કરનારા ! મોક્ષનો આદર કરનારા ! પાંચે રોષને પોકાર કરાવવામાં પ્રવીણ ! કામદેવને હણનારા ! ક્રોધને જીતનારા ! રાજપ્રણત ગોહિર ! પ્રાહુણો માટે અમૃતાહારા ! ચરિત્રથી ખુશ કરનાર હે દેવ ! મોહાદિ શત્રુથી રહિત ! તત્ત્વદાન કરનારા ! શાશ્વત કાલ સુધી કામદેવને નમાવનારા ! તેજથી દિશાને ભરનારા ! સાગર સમ ગંભીર ! ઇત્યાદિ શાશ્વત જિનની સ્તુતિ કરીને પછી વિમાનમાં બેસીને ઇન્દ્રની સાથે સકલ સામંતાદિથી પરિવરેલો અર્જુન ઉંચા તોરણોવાળી અને ચારે બાજુ સુંદર પતાકાઓથી શોભતી દિવ્ય રાજધાનીમાં આવ્યો. પછી ઇન્દ્રની સાથે અર્જુન મંગલ આચારપૂર્વક પોતાના મહેલના દ્વાર ૫૨ આવ્યો. પછી ઇન્દ્રની પ્રિયાએ ઘણા મંગલ ગીત ગાતાં ગાતાં અર્જુનને ગૃહપ્રવેશ કરાવ્યો. ઇન્દ્ર પણ અર્જુનને સિંહાસન પર બેસાડીને તેની સામે સંગીત વગેરે મંગલ કરાવ્યું. પછી પોતાના અંગ (શરી૨) પરના આભૂષણો, દિવ્ય અસ્ત્રો, દિવ્ય વસ્ત્રો પહેરાવીને હર્ષિત થયેલા ઇન્દ્રે સભા સમક્ષ મોટા અવાજથી આ પ્રમાણે કહ્યું : “હે લોકો, આજથી લઈને આ અર્જુન મારો મોટો પુત્ર છે. બધા પુત્રોમાં શ્રેષ્ઠ અને મારા રાજ્યને ચલાવનાર છે. જેના પ્રભાવથી આ હું નિર્વિઘ્ર રાજ્ય કરૂ છું.’ અર્જુન પણ તેના વચનને સ્વીકારીને તેના પુત્ર જેવા નાના ભાઈઓ સાથે આનંદપૂર્વક તેના નગરમાં ઇચ્છા મુજબ વિચરે છે. અર્જુનના રૂપથી મોહિત થયેલી કામદેવથી પીડાતી નગરીની નારીઓ અત્યંત કામવિવશ બનતી હતી, પરંતુ અર્જુને સ્વદારા સંતુષ્ઠ વ્રતને ધારણ કરેલું હોવાથી તેઓના વચનોને અલ્પપણે પણ ન સ્વીકાર્યા. વળી વિદ્યાધર કુમારિકાઓ આવી આવીને સ્વયં વરે છે, પરંતુ તે અર્જુને પોતાના ભાઈઓના વન ક્લેશ (દુઃખ)ને યાદ કરતાં તેનો પણ સ્વીકાર ન કર્યો. તે નગરમાં ચિત્રાંગદ, વિચિત્રાંગદ, ચિત્રસેન વગેરે સેંકડો શૃંગારને ધરનારા શાસ્ત્રના પારને પામેલા ઇંદ્ર પુત્રોએ કેટલાક બીજા પણ વિદ્યાધર પુત્રોએ અર્જુનને ધનુર્વેદ આદિ વિદ્યાઓ લેવા માટે શિક્ષાગુરૂ કર્યા. અર્જુને પણ તે કુમારોને શિક્ષા આપવામાં વિચક્ષણ એવા દ્રોણ ગુરુને લજ્જા ન પામાડી. આથી જ દ્રોણની જેમ બધા કુમારોને વિદ્યા શીખવાડે છે, તે સેંકડો વિદ્યાધર કુમારો થોડા જ કાળમાં વિદ્યાના પારને પામ્યા. હવે તે બધા ગુરુ દક્ષિણા માટે પોતાનું બધું ય આપે For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૮ ૨૧૪ પાંડવ ચરિત્રમ્ છે. પરંતુ અર્જુને તેમાંથી કંઈ પણ સ્વીકાર્યુ નહિ. તેથી તે કૃતજ્ઞ રાજપુત્રોએ પોતાના પ્રાણોને ગુરુ દક્ષિણા માટે કલ્પના કરી વિદ્યાવાળા હોવા છતાં પણ બધાય વિદ્યાધર કુમારો છાયાની જેમ અર્જુનને વિંટળાઈને રહ્યા. ત્યાં વિદ્યાધરેન્દ્રના ઘરમાં ઘણા કાલને લીલામાત્રમાં એક દિવસની જેમ પસાર કર્યો. એક દિવસ ભાઈને મળવા માટેની ઇચ્છાવાળા અર્જુને ઇન્દ્રને કહ્યું : હે સ્વામીન્! હે ઇન્દ્ર નરેન્દ્ર ! તમારી આજ્ઞાથી ભાઈને મળવા માટે હું જ્યાં મારા ભાઈઓ રહ્યા છે, તે વનમાં જાઉં છું. ત્યારે ઇન્દ્રે એક દિવ્ય વિમાન, દિવ્ય રથ અને ચંદ્રચૂડને સારથિરૂપે આપીને વિદાય કર્યો. અર્જુન તે વિમાનમાં બેઠેલા ચિત્રાંગદ આદિ વિદ્યાધરોથી પરિવરેલ ઇન્દ્ર પણ કેટલી ભૂમિ સુધી પાછળ ગયો. જયમંગલ અને ચીરંજીવ એવા આશીર્વાદ સાથે પ્રયાણ કર્યું. પછી કેટલોક માર્ગ કાપ્યા પછી પ્રગટિત અત્યંત સ્નેહવાળા અને આંખમાંથી નીકળતા અશ્રુવાળા એવા ઇન્દ્રને અર્જુને પાછા વાળ્યા. પછી ચિત્રાંગદ અને અર્જુન રસ્તે વાતો કરતાં ચંદ્રચૂડ સારથિની સાથે વિમાનમાં બેઠેલા આકાશમાર્ગે ઉડ્યા (ગયા). પહેલા અર્જુન, વિદ્યાધરોથી પરિવરેલો અષ્ટાપદ, શત્રુંજય, સમેતશિખરાદિ તીર્થોને નમીને અને પછી ચારણ શ્રમણ સાધુઓને નમીને તેઓ પાસેથી ધર્મલાભ રૂપ આશિષ લઈને ગંધમાદન આવ્યો. આગળ આવેલા વિદ્યાધરના કહેવાથી પોતાના પુત્રની લક્ષ્મીને આકાશમાં જોઈને રોમાંચ ખડા કરવા દ્વારા કુન્તીએ હર્ષને પ્રગટ કર્યો. યુધિષ્ઠિરે પણ અમૃત સમાન ભાઈની લક્ષ્મીને જોતાં નાના ભાઈઓ સહિત અનિમેષતાને પ્રાપ્ત કરી તે જ વખતે વિકસ્વર નેત્રવાળી દ્રૌપદી પણ પતિના સંગ માટે ઉત્કંઠિત મનવાળી ત્યાં આવી. એ પ્રમાણે તેઓ ઉંચા મુખ કરીને રહેતે છતે અર્જુન વિદ્યાધર સહિત તેઓની સમીપ આવ્યો અને તેઓની સામે અર્જુન વેગથી આવીને માતાના પગમાં પડ્યો. માતાએ પણ અમૃતથી શીતળ હાથ વડે વારંવાર શરીરને સ્પર્શ કરતી આનંદના અશ્રુ વડે પુત્રને સિંચ્યો. પછી બે હાથ વડે નીચે નમેલા પુત્રને ઊંચો કરીને અર્જુનના મસ્તકને ચૂમ્યું અને જ્યેષ્ઠ ભાઈઓને પણ યથાયોગ્ય નમીને નાના ભાઈઓના નમસ્કાર ગ્રહણ કરીને અને દ્રૌપદીને બોલાવી ક્ષેમકુશલ પૂછી યુધિષ્ઠિરની પાસે આવ્યો. પછી યુધિષ્ઠિરે અર્જુનને વૃત્તાંત પૂછ્યો. અર્જુનના કહેવાથી (સંજ્ઞાથી) ચંદ્રશેખરે મૂળ (પહેલે)થી લઈને અંત સુધી (સંપૂર્ણ) વૃત્તાંત સારી રીતે કહ્યો. તે અર્જુનનો વૃત્તાંત સાંભળીને આશ્ચર્ય પામેલા સઘળાય ભાઈઓ તે અર્જુનની પ્રશંસા કરવા લાગ્યા. અર્જુને બધા વિદ્યાધરોને કહ્યું : “હે વિદ્યાધરાધીશો ! તમે યોગ્ય સમયે ફરી હાજર થજો. હમણાં પોતપોતાના સ્થાને જાઓ.'' એમ કહીને અર્જુને બધાય વિદ્યાધરોને વિદાય કર્યા અને તેઓ વિમાનમાં બેસીને પોતાના સ્થાને ગયા. તે ગંધમાદનમાં તે પાંડવોના દિવસો સુખપૂર્વક For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૮ ૨૧૫). પાંડવ ચરિત્રમ્ જાય છે. એ પ્રમાણે ઘણા કાળે પાંડવોની સાથે ક્રીડા કરવાની ઇચ્છાવાળી દ્રૌપદીના ખોળામાં સોનેરી રંગના પવનથી લવાયેલું કમળ એકાએક આવી પડ્યું. તે સોનેરી રંગના સુવર્ણ વર્ણ કમળને વારંવાર જોતી હતી અને તે કમળને વિશે પ્રીતવાળી દ્રૌપદીએ ભીમને કહ્યું: “હે પ્રાણેશ! આવું કમળ ક્યાંયથી પણ લાવીને મને આપો.” પછી મોટા ભાઈને જણાવીને કમળને લેવા માટે પવન દ્વારા સામે આવતી સુગંધને અનુસાર દૂર ગયો અને તે સરોવરને પ્રાપ્ત કર્યું. આ બાજુ અહીં યુધિષ્ઠિર આદિ ચારે ભાઈઓને આપત્તને બતાવતા અનેક દુર્નિમિત્તો ઉભા થઈ આવી પડ્યા છે. હવે તે દુર્નિમિત્તો કયા છે તે કહે છે. અકાલે વાદળોનો ગડગડાટ, દિવસે શિયાળીયાનો અવાજ, ગંધર્વાદિ દાહાદિદિ ઇત્યાદિ ઘણા પ્રકારના દુર્નિમિત્તોને જોઈને ચિંતામાં પડેલા યુધિષ્ઠિરે ભાઈઓને કહ્યું : “હે ભાઈઓ ! આ દુર્નિમિત્તોથી આપણને હાલમાં કોઈ આપત્તિ સ્વાભાવિક (સુરત) આવી પડશે તેવું દેખાય છે.” જ્યાં એ પ્રમાણે કહે છે, ત્યાં તેમની આગળ દ્રૌપદીએ કહ્યું : “હે પ્રાણનાથ ! તમારો ભાઈ કમળ લેવાને ગયો છે, પરંતુ હજુ સુધી આવ્યો નથી, તેનું શું કારણ.” યુધિષ્ઠિરે કહ્યું : “હે બંધુઓ, જ્યાં ભીમ છે ત્યાં આપણે પણ જવું જોઈએ. કારણ કે ત્યાં આવેલી આપત્તિ કઠિન ન થાય.” તે માટે તેઓ બધાય માર્ગમાં આગળ ચાલ્યા. ગિરિઓથી ભરેલો વિષમ માર્ગ કોઈપણ રીતે પાર કર્યો. માર્ગમાં એક મહાનદીના કિનારે વડના ઝાડ નીચે પરિવાર સહિત બેઠેલા યુધિષ્ઠિર ચિંતવે (વિચાર કરે) છે. ભીમ સિવાય કોણ અમને આ નદી પાર કરાવશે ? અને કોણ ભીમ સાથે અમારો મેળાપ કરાવશે ? અર્જુને કહ્યું: “હે ભાઈ ! વિદ્યાના બલથી હું તમારી આજ્ઞા થતાં તમારું ઇચ્છિત બધું કરીશ.” કારણ કે મને વિદ્યાવશ થયેલ છે, ત્યારે યુધિષ્ઠિરે કહ્યું : “આવા નાના કાર્યમાં વિદ્યાનું શું કામ ? હમણાં હિડંબાનું સ્મરણ કરીએ. કારણ કે તેને આ પ્રમાણે કહ્યું છે. કાર્ય આવી પડે મને યાદ કરવી.” એ પ્રમાણે કહીને યુધિષ્ઠિરે હિડંબાને યાદ કરી.” તેણી પણ યાદ કરવામાત્રથી પુત્રીની સાથે જ સામે આવી ઉભી રહી. તેણીએ તે યુધિષ્ઠિર વગેરે બધાનેય ઉપાડીને ભીમની પાસે મૂક્યા. તેણીએ પણ પોતાની શક્તિને બતાવી. હવે યુધિષ્ઠિરે બાલકુમાર સાથે હિડંબાને કહ્યું કે વડીલોના આદેશને સ્વીકારમાં કુશલ, તું કુશલ છે ને ? નાના ભીમની જેવા આ મહાન નાનો બાલક કોણ છે, ત્યારે રાજાએ કહેલું વચન સાંભળીને હિડંબાએ કહ્યું. “હે દેવ ! પૂર્વનું તમને યાદ છે કે એકચક્રાવનથી, જ્યારે તમે મને વિદાય આપી હતી, ત્યારે હું ગર્ભવતી હતી. પિતાના ગૃહે ગયેલી મેં આ પુત્રને જન્મ આપ્યો છે. વિદ્યા વડે પાત્રના લાભ એવા પુત્રના જન્મને વિશે ખુશ થઈ છું.” For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૨િ૧૬ો. સર્ગ - ૮ પછી શુભ મુહૂર્ત સકલ જ્ઞાતિના સમૂહ સાથે ઘટોત્કચ એ પ્રમાણે નામ પાડ્યું. તે આ ઘટોત્કચ તમારા ભાઈનો આ પુત્ર છે. તે જાણીને તે સ્નેહરૂપી લહેરના તરંગોવાળા બધાય પાર્ટુપુત્રોએ બાળકને પોતાના ખોળામાં લઈ અને આલિંગન આપીને વારંવાર ચુંબન કર્યા. એ પ્રમાણે તેઓ પ્રેમવાળા થયા અને યુધિષ્ઠિરે હિડંબાને પોતાના સ્થાને મોકલી. પછી ખીલતા કમળવાળા સરોવરને જોઈને જાતે તે સરોવરના કાંઠે પુલ ઉપર બેઠેલા પોતાના ભાઈઓને ભીમે સરોવરની શોભા બતાવી. દ્રૌપદીના મુખરૂપ કમળથી જાણે હારી ગયેલા કમળો લજ્જાથી સરોવરની અંદર જાણે ડૂબી ગયા છે. આ ભીમની વાણી સાંભળીને દ્રૌપદીએ કહ્યું : “કે પોતાની જમણી આંખ ફરકી રહી છે, ત્યારે બધાય પાડુઓએ વિચાર્યું, શું કોઈપણ જાતનો ઉપદ્રવ ફરી થશે ? આવશે ?” ત્યારે યુધિષ્ઠિરે તે સરોવરના પુલ ઉપર પુન્નાગ વૃક્ષની નીચે માતાના બેઉ પગને પોતાના ખોળામાં લઈને દબાવવા લાગ્યો. બીજા પાંડવો સુંદર એવી વનરાજીઓમાં દ્રૌપદી સાથે ઇચ્છા મુજબ વિચરે છે (ખેલે છે). વળી તે પાંડવો વૃક્ષો ઉપર ચડીને પુષ્પો અને ફૂલો લાવીને પ્રિયા (દ્રૌપદી)ને આપ્યા. તે પુષ્પ અને ફળો લઈને સાસુ પાસે આવીને ત્યાં પુષ્પો મૂકીને ફરી સ્વયં પુષ્પોને એકઠા કરતાં દ્રૌપદીને ખભા પર બેસાડીને મનોરથ પૂર્ણ કર્યા. તે પાંડવો પુષ્પોના આભૂષણ (હાર, વેણી વગેરે) કરીને, પ્રેમપૂર્વક પ્રિયા (દ્રૌપદી)ને પહેરાવીને આનંદ પામ્યા. તે ક્રિીડાના અવસરે દ્રૌપદીએ કેતકી ફુલના જેવા લાંબા આંખના ઇશારે (ટાક્ષે) કમળપુષ્પ લાવવા માટે ભીમને કહ્યું. ભીમે સરોવરના કાંઠે ગદા મૂકીને સમુદ્રમાં મેરૂપર્વતની જેમ કમળ લેવાને માટે સરોવરમાં પ્રવેશ કર્યો. ભીમે તરવાની ચતુરાઈ પોતાના ભાઈઓને બતાવી, એ પ્રમાણે ઘણા પ્રકારની જલક્રીડા કરીને તેણે નાલ સાથે કમળો ઉખેડી ફેંક્યા. સરોવરના કાંઠે રહેલી દ્રૌપદીએ તે પુષ્પો (કમળ)ને ગ્રહણ કર્યા. એ પ્રમાણે વારંવાર કરતાં સરોવરના મધ્ય ભાગે જઈને ભીમ પાણીની નીચે ચાલ્યો ગયો અને ક્ષણવારમાં અદૃશ્ય થઈ ગયો. ત્યાં જ દ્રૌપદીએ જોરથી બૂમ પાડી. અરે, આ શું થયું? પતિને કોઈ દુષ્ટ જંતુએ પકડેલ છે, તે સાંભળીને કુન્તીએ મોટા અવાજે પોકાર કર્યો. હે અર્જુન! અર્જુન જલ્દી દોડ. મારા પુત્ર ભીમને ખેંચ, કોઈ દુષ્ટ આશયવાળા જંતુએ મારા પુત્રને નિશ્ચિત પકડ્યો છે. એવી કુન્તીની વાણી સાંભળીને શત્રુનો નિગ્રહ કરવામાં સમર્થ અર્જુને દીપમાં પતંગિયાની જેમ જલ્દી જઈને પાણીની અંદર કૂદકો માર્યો. અર્જુને પણ તેવી જ રીતે પાણીમાં જઈને ડૂબકી મારી. ત્યારે નકુલે ચિંતવ્યું કે મારા ભાઈની શોધને માટે હું જાઉં, એમ વિચારીને નકુલે પણ તેવી જ રીતે જઈને પાણીમાં ડૂબકી મારી. એ જ કારણે સહસા સહદેવ પણ તે જ પાણીમાં પડ્યો. હા, હા, વિધિએ આ શું કરવા માંડ્યું છે. એ પ્રમાણે ચિંતવતા યુધિષ્ઠિરે કુન્તી પાસે જઈને કહ્યું: “હે માત ! મારા ભાઈને અચાનક આ શું આવી પડ્યું. કારણ કે મારા ભાઈઓ બાહુ વડે સાગરને તરવા માટે સમર્થ છે.” For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૮ ૨૧૭ પાંડવ ચિરત્રમ્ તેઓ પણ આ સરોવરમાં ડૂબી ગયા તો નિશ્ચિત કોઈ પ્રાણીએ પકડ્યા છે અથવા દુષ્ટ દેવે અથવા દાનવે પાશ વડે બાંધ્યા છે. હે માત ! તમારી આજ્ઞાથી હું પણ ત્યાં જઈને તેની સાથે યુદ્ધ કરીને મારા ભાઈઓને છોડાવું છું. યુધિષ્ઠિરને કુન્તીએ કહ્યું, ‘‘હે વત્સ ! તું પણ જા. ત્યાં જઈને તારા ભાઈઓને છોડાવ. હે માત ! ત્યાં મારા ગયા પછી તારી પાસે કોણ રહેશે ?” માતાએ કહ્યું : “મારી પાસે પંચપરમેષ્ઠિ રહ્યા છે. તું સ્વસ્થ મનથી ત્યાં જઈને ચાર છે, તેમાં પાંચમો થા.” યુધિષ્ઠિરે પણ ત્યાં જઈને તેવી જ રીતે સરોવરમાં ઝંપાપાત કર્યો અથવા પડ્યો. તે પણ તે સરોવરમાં અદૃશ્ય થઈ ગયો. એમ કરતાં એક એક કરીને પાંચેય પાંડવો સરોવરમાં ડૂબ્યા. તેઓને જોઈને દુઃખી થયેલો સૂર્ય સમુદ્રના પશ્ચિમ ભાગમાં જાણે પડતો હોય તેમ ચાલવા લાગ્યો. પશ્ચિમ સમુદ્રે જઈને પાંડવોના દુઃખથી દુ:ખી થયેલો સૂર્ય મહાસમુદ્રમાં પડ્યો, ત્યારે અંધકાર છવાયો. ઘૂવડો બોલવા લાગ્યા. આગિયાઓ પ્રકાશ ફેંકવા લાગ્યા. એવા પ્રકારની રાત્રિ થયે છતે કુન્તી અને દ્રૌપદીને વચન (શબ્દ)થી કહી ન શકાય તેવું કષ્ટ (દુ:ખ) થયું. તે કષ્ટ વડે મૂર્છા પામેલા તે બંને ભૂમિ પર પડ્યા. વનના પવનથી ફરી ચેતના પામેલા વિલાપ કરવા લાગ્યા. હે વત્સો ! સ્વચ્છ મનવાળા એવા તમને આવી દુઃખકારી અવસ્થા કેવી રીતે પ્રાપ્ત થઈ ? દ્રૌપદી આ પ્રમાણે વિલાપ કરે છે. હે પ્રાણનાથ ! તમારા વિના મારી રાત્રિ કેવી રીતે પસાર થશે, એ પ્રમાણે વિલાપ કરતી પુત્રવધૂને જોઈને કુન્તી નિવારે છે. હે વત્સ ! અત્યંત શોકથી દુ:ખી થયેલી રડવાનું છોડી દે. કારણ કે મુનિવરે પહેલાં કહેલું છે, આ પાંડવો લાંબા કાળ સુધી રાજ્ય કરશે. જીવ્યા વગર રાજ્ય હોતું નથી. આ કારણથી દુઃખનો અંત કરીને ફરી રાજ્ય પામીને રાજ્યને કરશે ઇત્યાદિ કહીને રોતી એવી દ્રૌપદીને કુન્તીએ પાછી વાળી અને દ્રૌપદીએ કહ્યું : “હે માત ! કમળ લાવવા આદિ આ બધા અનર્થ મેં કર્યા છે.’’ ત્યારે કુન્તીએ દ્રૌપદીને કહ્યું : “હે વત્સ ! તારો કોઈપણ દોષ નથી. કારણ કે ભાવીમાં જે થવાનું હોય તે કોઈથી પણ અટકાવી શકાતું નથી.” ફરી કુન્તી પોતાનો હાથ ઉંચો કરીને બોલી : ‘મારા અરિહંત એ જ દેવ, સુસાધુ એ જ મારા ગુરુ છે, તો હે સમ્યગ્દષ્ટિ દેવો ! મારા પુત્રોના વિજ્ઞોને હણી નાખો અર્થાત્ દૂર કરો.” એ પ્રમાણે કહીને અને પાંચે પરમેષ્ઠિનું : સ્મરણ કરીને હાથ લાંબા કરીને કાયોત્સર્ગ કરવા લાગી. દ્રૌપદી બોલી : “સુર કિન્નરો સંપૂર્ણ વ્યાપાર ક્રિયા છોડીને મારૂં એક વાક્ય સાંભળો. જો ચંદ્ર જેવું ઉજ્જ્વલ (નિર્મલ) મારૂં શીલ હોય તો મારા પ્રાણનાથોનું રક્ષણ (સાંનિધ્ય) કરો.” એમ કહીને તેણી જિનેશ્વરોનું ધ્યાન કરતી ડોકને ઉંચી કરેલી પૂતળીની જેમ દ્રૌપદી કાયોત્સર્ગમાં ઉભી રહી. તેના પ્રભાવથી વાઘ, સિંહ વગેરે જાતિ વૈરવાળા પશુઓ વૈર ભૂલી જઈને બધા ચારે બાજુ મંડળ કરીને (ઘેરીને) રહ્યા. For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૨૧૮ સર્ગ - ૮ એ પ્રમાણે રાક્ષસ આદિ દુષ્ટ દેવતાઓ પણ તેઓની સેવા કરે છે. એમ કરતાં રાત્રિ ચાલી ગઈ. તેઓનો પ્રભાવ જોવા માટે સૂર્ય ઉદયાચલ પર ઉદય પામ્યો. સૂર્યોદયથી એક પ્રહર (ત્રણ કલાક) થતાં સરોવરના મધ્યમાંથી મોટી જ્યોતિ પ્રગટ થઈ. તે જ્યોતિના મધ્યભાગમાંથી એક ઘૂઘરીના અવાજથી મધુર સુવર્ણ યુક્ત સ્થંભથી શોભિત વિવિધ પ્રકારના રત્નથી જડેલું સુવર્ણ શિખરથી રમણીય દેવવિમાન બહાર આવ્યું. તે વિમાનને જોવા માટે સરોવરે પણ કમળના બહાનાથી જાણે કોટીશ નેત્રો વિકસ્વર કર્યા ન હોય તેવું લાગતું હતું. સરોવરના કાંઠે વિમાનથી ઉતરીને પાંચ પાંડવોએ આપત્તિના સમુદ્રને પાર પામ્યા હોય તેવી રીતે કુન્તીના ચરણકમલમાં નમસ્કાર કર્યા, તેઓની સાથે આવેલા કોઈક દિવ્યમૂર્તિ સમાન પુરુષે કુન્તીને હાથ જોડીને આ પ્રમાણે કહ્યું : “હે કુન્તી ! તમને જૈન ધર્મ ફળ્યો છે. આ વિનયવાળા તારા પાંચેય પુત્રો નમસ્કાર કરે છે, તે સાંભળીને ધ્યાનથી ખૂલી ગયેલા નેત્રોવાળી કુન્તીએ કાઉસગ્ગ પારીને કોમળ હાથો વડે પોતાના પુત્રોને વારંવાર સ્પર્શ કર્યો. તે કુન્તીએ દ્રૌપદીને હાથમાં લઈને કાઉસ્સગ્ગ છોડાવ્યો.” તેથી બંનેને સુખી જોઈને જંગલી પશુઓ પણ પાણી પીને સ્વયં ત્યાંથી ચાલ્યા ગયા. પછી પરિવાર સહિત કુન્તી કોઈ એક કેસરવૃક્ષની નીચે વિકસ્વર મુખવાળી થઈને બેઠી. પછી તે કુન્તીએ તે દેવને પૂછ્યું: “હે દેવેશ ! તમે કોણ છો ? શું કારણ બન્યું છે, જેથી અહીં તમે આવ્યા છો?” તેણે કહ્યું: “તમને સહાયક બનવા માટે ઇન્દ્ર મને મોકલ્યો છે, હું હરિણીગમૈષી દેવ છું.” ફરી કુન્તીએ કહ્યું : “તો આ પુત્રોને આટલા સમય સુધી કોને રોક્યા ? શા માટે રોક્યા? તે કહો.” દેવે પણ કુન્તીને કહ્યું: “હે કુન્તી ! કોઈ મુનિને કેવલજ્ઞાન ઉત્પન્ન થવાથી ઇન્દ્રનું સિંહાસન ચલાયમાન થયું. તેથી ઈન્દ્ર વિમાનમાં બેસીને આ માર્ગથી જતા હતા. આ પ્રદેશમાં તમારા ઉપરથી જતા તે સૌધર્મનું વિમાન અલનાને પામ્યું. તેથી ક્રોધિત થયેલા ઇન્દ્ર મોટા અવાજે રોક્યું અને કહ્યું કે મરવાની ઇચ્છાવાળા એવા કોણે મારા વિમાનને રોક્યું છે ? જે હોય તે મારા સમક્ષ હાજર થાય, તેનો ગર્વ હું આ વજ વડે હણી નાખીશ.” એ પ્રમાણે કહેતા ઇન્દ્ર મહારાજે વજને ઉછાળતા સર્વ દિશામાં દષ્ટિ નાખવા માંડી. તેટલામાં તમને બેઉને કાઉસ્સગ્નમાં રહેલા જોઈને ઇન્દ્ર સમીપ રહેલા મને કહ્યું : હે હરિણીગમૈષી ! આ પાંડવોની માતા કુન્તી છે. આવી વિપત્તિમાં પણ તેમનું સમ્યક્ત અત્યંત દઢ અને નિર્મળ રહ્યું છે અને તેમનું મન પાપરૂપી અંધકારને દૂર કરનાર તીર્થ સમાન છે. આ પાંડવોની પત્ની દ્રૌપદી છે. જેના પતિવ્રતા વ્રતનો અભૂત મહિમા છે. તે બેઉ વિયોગથી દુઃખી છે. માટે તું ત્યાં જઈને પાંડવોનો વિપત્તિથી ઉદ્ધાર કર. જેથી તે બંનેના મનોરથ પૂર્ણ થાય. For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૮ ૨૧૯ પાંડવ ચરિત્રમ્ જેથી મારું વિમાન માર્ગમાં ચાલે. આ કુન્તી મારા સાધર્મિક બેન છે. પાંડવોની પત્ની પણ શીલ પ્રભાવથી અતિશય મહિમાવાળી બની છે, એઓને આપત્તિથી બચાવ જ, એઓને જે ઇચ્છા હોય તે પૂરી કર.” (મનોરથ) આ નાગરાજનું સરોવર છે. આ નાગરાજ સરોવરને ડહોળવા માટે કોઈ જ સમર્થ નથી અને તે નાગરાજ બીજાઓએ ડહોળેલું સહન કરી શકતો નથી. કમળોને માટે દ્રૌપદીની પ્રાર્થનાથી કૌતુકથી પ્રવેશેલા ભીમને નાગલોકોએ ખેંચ્યો. પછી ક્રમે કરીને ચારે ભાઈઓએ તે તે સરોવરમાં પ્રવેશ કર્યો. દુષ્ટ આશયથી તે નાગ લોકોએ નાગપાસથી તેઓને બાંધીને નાગપતિની આગળ લઈ ગયા. એ પ્રમાણે મને ઇન્દ્ર કહ્યું છે અને અવધિજ્ઞાનથી પણ મેં જાણ્યું છે. તે કુન્તી ! જેવું જાણ્યું છે, તેવું મેં તમારી આગળ કહ્યું છે. ઇન્દ્ર મને કહ્યું કે : “હે હરિણીગમૈષીનું ! તું નાગરાજ પાસે ત્યાં જઈને તેઓને છોડાવ. તે પણ પાડુપુત્રો છે, એમ જાણીને છોડશે.” તેથી હું ઇન્દ્રના આદેશથી નાગરાજની પાસે ગયો. ત્યાં દઢ બંધનથી બંધાયેલા લજ્જાથી નીચા મુખવાળા શોકથી દુઃખી, અશ્રુથી ભરાયેલી આંખવાળા તારા પુત્રોને મેં જોયા. પછી તેવા પ્રકારના તારા પુત્રોને નાગરાજે પણ જોયા. નાગ લોકોએ નાગરાજને વિનંતી કરી, હે નાગેન્દ્ર ! આ પુરુષોએ કમળના બહાનાથી નલિનીના શિર (ટોચ)ને છેદ્યા છે. તેવી રીતે તેઓએ સરોવરના પાણીને ગંદુ કર્યું છે ઇત્યાદિ ઘણા અપરાધ કર્યા છે. આથી તેઓ વધને યોગ્ય છે, એવા નાગલોકોના વચન સાંભળીને નાગરાજ મૌન રહ્યા. તેટલામાં હરિણીગમૈષી એવો હું ત્યાં પહોંચ્યો. મેં કહ્યું કે: “હે નાગરાજ! આ પાંડવો છે, જેનું નામ ત્રણ જગતમાં વિખ્યાત, પ્રસિદ્ધ છે. આ તેઓનો ભૂલથી કરેલો અપરાધ છે. આથી કંઈ પણ ક્રોધ ન કરશો. મને પણ તેઓને છોડાવવા માટે સૌધર્મેન્દ્ર મોકલ્યો છે, માટે હું તારી પાસે આવ્યો છું. હવે તેઓને છોડી દે. જલમાં રહેલા જલજંતુઓ જેમ પકડે તેમ તારા આ સેવકોએ કપટથી શસ્ત્ર વિનાના એવા તેઓને પકડ્યા છે. એવી મારી વાણી સાંભળીને નાગરાજે જાતે ઉઠીને નાગપાશથી બંધાયેલા તમારા તે પુત્રોને છોડી દીધા.” પછી પોતાના આસન સમાન આસને બેસાડીને તમારા પુત્રોને બહુમાન આપ્યું અને નાગરાજે તે નાગોના દ્વારપાલને અત્યંત ક્રોધપૂર્વક ચોકીદારી કરવાની ના પાડી. પછી સંતોષ પામેલા તે નાગરાજે સ્થાવર કે જંગમ પ્રાણીના વિષયને હરનારી એક મણિની માળા આપી તથા દ્રૌપદીના કાનના આભૂષણ માટે લીલું કમળ આપ્યું અને આ પ્રમાણે કહ્યું. પાંચે ભરથારોનું આ રક્ષણ કરનારું થશે, જ્યાં સુધી ખીલેલું હશે ત્યાં સુધી ક્ષેમંકર બનશે અને જ્યારે મુરઝાઈ જશે, ત્યારે ક્ષેમકર નહિ બને. પછી નાગરાજે કહ્યું : “તમે કેટલાક (થોડા) દિવસો For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ (૨૨૦ સિર્ગ - ૮ અહીંયા જ પાતાળલોકે રહો. પાતાળને પવિત્ર કરવા માટે તમે યોગ્ય છો.” હરિણીગમૈષિણી એવા તેને કહ્યું: “આ પાંડવોને ત્યાં (તે વનમાં) કોઈપણ જાતનું દુઃખ નથી. ત્યાં પણ આ પાંડવો સુખી છે. હવે તમે એવું કરો, જેથી કરીને અતિ દુઃખી રહેલા મા અને પત્ની સુખને પામે.” નાગરાજે આભૂષણ, વસ્ત્ર અને અલંકારો વડે સત્કાર કરીને કેટલેક સુધી સાથે આવીને તારા પુત્રોને વિદાય આપી. પાછા વળતા નાગરાજે આ પ્રમાણે કહ્યું: “હે યુધિષ્ઠિર ! કંઈક માંગ.” યુધિષ્ઠિરે કહ્યું : “જો તું ઇચ્છિત આપવા ઇચ્છે છે તો સરોવરના રક્ષક નાગોને રક્ષણ માટે પાછા રાખી લો.” ત્યારે નાગરાજે કહ્યું : જ્યારે કર્ણ સાથે યુદ્ધમાં શંખચૂડ વગેરે રાજાઓ અર્જુનને અનુકૂળતા કરશે ત્યાર પછી તેઓને મારી સેવામાં લઇશ. એ પ્રમાણે આપેલા ઉત્તરવાળા નાગરાજને નમસ્કાર કરીને યુધિષ્ઠિર પાછા ફર્યા. પછી તે કુન્તી, આ વિમાન અટકાવવાનો વૃત્તાંત કહ્યો. સુરેન્દ્રના આદેશથી તારા પાંચેય પુત્રોને લાવીને તમને સોંપ્યા છે. આ સર્વે ઇન્દ્રની આજ્ઞા પ્રમાણે મેં કર્યું (આચર્યું છે). આથી હું ભક્તિના વેગથી તમારે મન ગમતું (ઇચ્છિતો શું કરું ? કુન્તીએ કહ્યું: “હે સૌમ્ય ! તમારું માહાત્મ કેવી રીતે કહી શકાય ? અર્થાત્ તમારો પ્રભાવ શું કહી શકાય ? એવું કાર્ય શું છે જે તમારાથી ન થાય. નથી હું તમને પ્રાર્થના કરું છું કે તું અમને ફરીથી વૈતવનમાં લઈ જા. હરિણીગમૈષિ દેવે તે બધાય પાંડવોને અને માતા સહિત પત્નીને વિમાનમાં દૈતવનમાં મૂક્યા અને પોતે સૌધર્મેન્દ્રની પાસે ગયો. સૌધર્મેન્દ્ર પણ કેવલીના મહિમાને કરીને દેવલોકમાં ગયો. એ પ્રમાણે જુદી જુદી ભૂમિમાં વિચરતા પાંચ વર્ષ પસાર થઈ ગયા. ફરી વૈતવનમાં આવી ગયા. પાંડવો સ્વૈર (ઇચ્છા પ્રમાણે) ક્રીડા કરે છે. તે વનમાં નાગરાજે આપેલી મણિમાલા યુધિષ્ઠિરે પહેરી. વળી નાગરાજે આપેલા કમળને દ્રૌપદીએ કાનમાં લગાવ્યું. એ પ્રમાણે બીજા પણ અનેક આભૂષણ અને વસ્ત્રો દેવે આપેલા પાંડવોએ માતા અને પત્ની (દ્રૌપદી)ને પહેરાવ્યા અને ઇચ્છા પ્રમાણે સ્વેચ્છાપૂર્વક) તે વનમાં રહે છે. ક્યારેક જિનેશ્વરના નવા બનાવેલા સ્તવનો બોલવા થકી ક્યારેક માર્ગમાં રહેલા આવતા જતાં શ્રમણ ચરણોની વિધિપૂર્વક સેવા કરે છે. ક્યારેક પોતે વિચારેલા પોતાના સિદ્ધાંતનો વિચાર વિનિમય કરે છે અને પોતાના દિવસો કોઈપણ ગુણવાનના ચરિત્રનો વિચાર કરી પસાર કરે છે, સફળ કરે છે. આ પ્રમાણે શ્રીમત્તપાગચ્છાધિરાજ ભટ્ટારક શ્રી હીરવિજયસૂરિ પટ્ટાલંકાર ભટ્ટારક શ્રી વિજયસેનસૂરિના સામ્રાજ્ય પંડિત દેવવિજય ગણિ રચિત ગદ્યબદ્ધ સુંદર પાડવ ચરિત્રમાં દ્વૈત વનમાં અને ગંધમાદન વનમાં પાંડવોનું વિચરણ, ઇન્દ્રનિલ પર્વત પર અનનું વિદ્યા સાધવા માટેનું ગમન અને પાંડવોનું નાગલોકમાં ગમનાદિના વર્ણન નામનો આઠમો સર્ગ પૂર્ણ થયો. For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ નવમો સર્ગ) તે તવનમાં તે પાડુપુત્રો સુકૃત (પુણ્યકાર્ય) કરતાં હતાં, ત્યારે એક વખત દુર્યોધનની ભાર્યા ભાનુમતિ પાંડવોની પાસે આવી, તે ભાનુમતિને આવતી જાણીને દ્રૌપદી સામે જઈને યથાયોગ્ય વિનય કરીને કુન્તીની પાસે લઈ આવી, તે પણ કુન્તીને અને યુધિષ્ઠિરને નમીને આગળ બેઠી. ભીમ આદિએ ઔચિત્યાદિ કર્યું અને દ્રૌપદીએ આપેલા આસન પર બેઠી. પડી ગયેલા (શ્યામ) મુખવાળી તેણી (ભાનુમતિ)એ પોતાના વસ્ત્રના છેડાથી મુખ પર આવરણ કરીને રોતી અને રૂંધાઈ ગયેલા કંઠવાળી તે કંઈ પણ બોલવા માટે સમર્થ ન બની. યુધિષ્ઠિરે કહ્યું : “શું થયું છે ? મારા ભાઈ દુર્યોધનને સારું છે ને ?” એ પ્રમાણે યુધિષ્ઠિરે પૂછતાં તે જોરથી રડવા લાગી. તેથી કુન્તીએ અને દ્રૌપદીએ વસ્ત્રના છેડાથી તેના આંસુ પોંછીને કુન્તએ પૂછ્યું: “હે વત્સ ! તું કયા કારણે રડે છે ?” યુધિષ્ઠિરે પણ પૂછ્યું : વારંવાર કેમ રડે છે ?” પછી ભાનુમતિએ તેઓની આગળ ખોળો પાથરીને કહ્યું: “હે રાજેન્દ્ર ! હું તમારી પાસે પતિની ભીક્ષા માંગું છું.” યુધિષ્ઠિરે કહ્યું: “હે સુન્દરી ! મારા ભાઈ દુર્યોધનને શું કોઈપણ જાતનું દુઃખ આવ્યું છે ? જેથી કરીને તે પતિની ભીક્ષા માંગે છે ?” તેણીએ કહ્યું : “તમારા ભાઈ દુર્યોધન ગોકુલ જોવાને માટે વૈતવનની ભૂમિ પર આવતા હતા, ત્યારે વૈતવનની નજીકમાં એક દિવ્યવનને જોયું.” તે દિવ્યવનમાં પ્રવેશ કરતા અગ્રસૈન્યને (સૈનિકોને) વનપાલકે રોક્યા છે. હે સૈનિકો, તમે આ વનમાં પ્રવેશ કરશો નહિ. આ વન ચિત્રાંગદ વિદ્યાધરનું છે. આ વનમાં જો પ્રવેશ કરશો તો અવશ્ય મૃત્યુને પામશો. એમ કહીને ઉદ્યાનપાલકથી હાંકી કઢાયેલા દુર્યોધનના સૈનિકો રાજાની પાસે ગયા. રાજા એવા દુર્યોધનને વિનંતી કરી જણાવ્યું). હે રાજેન્દ્રી આ વનમાં સ્વર્ગના લોકોને પણ દુષ્ટપ્રાયઃ એવો એક દેવવિમાનથી પણ અત્યંત સુંદર મહેલ છે, પરંતુ ત્યાં પણ રક્ષકો પ્રવેશ કરવા દેતા નથી. For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૨૨ ૨. સર્ગ - ૯ તેથી ત્યાં (તે વનમાં) ક્રીડા તો દૂર રહી ઇત્યાદિ વચનો સાંભળીને ક્રોધિત થયેલા તમારા ભાઈએ સૈનિકોને આ પ્રમાણે કહ્યું: “હે સૈનિકો ! તે વનમાં જાઓ, તે વનમાં પ્રવેશ કરતા જે કોઈ તમને રોકે તેને તમારે હણી નાખવો.” તેનું વચન સાંભળીને દુર્યોધનના સૈનિકોએ તે વનપાલકોને પાછા પાડીને સમગ્ર સૈન્ય વનમાં પ્રવેશ કર્યો. પછી તમારા ભાઈ તૈયાર થઈને પ્રવેશ કરીને મહેલમાં રહ્યા. તે મહેલની નજીક ચારે દિશાઓમાં કર્ણ, દુઃશાસન વગેરે આવાસો કરીને ચંદ્રની નજીકમાં ગ્રહોની જેમ સુખપૂર્વક રહ્યા છે. પછી તમારા ભાઈ મારી સાથે તે નંદનવનની ઉપમા સમાન તે વનમાં ઇન્દ્ર-ઇન્દ્રાણીની જેમ સુખપૂર્વક ક્રીડા કરે છે અને ઉશ્રુંખલ એવા તે સૈનિકોએ તે વનને જેમ મત્ત હાથી નલિની વનને ઉખેડી નાખે છે, તેમ મૂળ, ફલ, પુષ્પ, પત્ર ગ્રહણ કરવા થકી અત્યંત વેરાન (રમણભમણ) કરી નાખ્યું. આ બાજુ અસંખ્ય સુંદર વિદ્યાધરના વિમાનો વડે અને ક્રોડો વિદ્યાધર સુભટ વડે વ્યાપ્ત (સંકીર્ણ) આકાશને દુર્યોધનાદિ બધા સૈનિકોએ જોયું. તેથી ડરી ગયેલા વેપારીઓએ પોતાની દુકાનો બંધ કરી અને તંબૂઓ છોડીને માલસામાન વાહનમાં ચડાવી દીધો. ગરીબ સ્ત્રીઓ બાળકોને લઈને સામાન બાંધીને નાસવા માટે તૈયાર થઈ. કોટિ સુભટો (સૈનિકો) યુદ્ધ માટે તૈયાર થયા. રાજાઓના મહેલોમાં રહેલા હાથી, ઘોડા, રથો, સજ્જ (તૈયાર) કરાયા. પાયદળ તૈયાર થયું અને તમારા ભાઈએ બધા સૈનિકોને હાંકી કાઢ્યા. સોમદત્ત, ભગદત્ત કલિંગ દેશનો રાજા જયદ્રથ વિશલ્ય, ભૂરિશ્રવ, ચિત્રસેન, બૃહદ્બલ, સુશર્મ, કૃત, વર્માદિ રાજાઓ વિદ્યાધર સેના સાથે સંગ્રામ માટે આવ્યા અને તે પરસ્પર બાણોની શ્રેણી વડે લડવા લાગ્યા અને તેવી રીતે છત્રીશ પ્રકારના દંડ શસ્ત્રો વડે યુદ્ધ કરવા લાગ્યા. તે શસ્ત્રોના નામ આ પ્રમાણે છે. ચક્રધનુષ, વજ, ખગ, યુરિકા (છરી), તોમર, કુન્ત (ભાલો), શૂલ, શક્તિપાશ, ત્રિશુલ, મુગર, મક્ષિકા, ભલ્લ, ભિન્દમાલ, મુષ્ટિ, યષ્ટિ (લાકડી), ગદા, શંકુ, પરશુ (કુહાડી), અરિષ્ટ, કણય, કંપન, હલ, મુશલ, ગોલિકા, કર્તરી (કાતર), કરપત્ર (કરવત) તરવારિ (તલવાર) કુંદાલ, દુઃસ્ફોટ, ગોફિણ (ગોફણ), દારૂ, બાવક, બસ એ પ્રમાણે આ છત્રીસ પ્રકારનો દંડાયુદ્ધો છે. એની સાથે તેઓ પરસ્પર પ્રહાર કરે છે. પરંતુ બેમાંથી એક પણ જય કે પરાજય પામતા નથી. ત્યારે તમારા ભાઈ બોલ્યા : “તમે ખોટું અયોગ્ય યુદ્ધ કરો છો. કારણ કે, તમે વિમાનમાં બેસી આકાશમાં રહી યુદ્ધ કરો છો. અમે તો ભૂમિ પર રહી વાહનમાં બેસીને લડીએ છીએ, તે સાંભળીને વિદ્યાધરો વિમાનો ત્યાગીને ઈર્ષ્યા સહિત ભૂમિ પર રહી પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા.” તમારા ભાઈએ સંમોહન અસ્ત્ર મોકલ્યું. વિદ્યાધરોએ પણ સંમોહનાસ્ત્ર ફેંક્યું. એ પ્રમાણે For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૯ ૨િ૨૩). પાંડવ ચરિત્રમ્ વિદ્યાસથી પણ તે ચિત્રાંગદ બલવાન હોવાથી કર્ણ વિદ્યાધરની સાથે યુદ્ધ કરવા માટે દોડ્યો. બંને જણા નાના હાથવાળા, બંનેય સમાન વયવાળા, બંનેય વિદ્યાના બલથી ગર્વવાળા વનના બે હાથીની જેમ લડવા લાગ્યા. ત્યારે કૃષ્ણ કહ્યું : “હે વિદ્યાધરના રાજા, આજે તારૂં બાહુબલ અને વિદ્યાબલને બતાવ.” તે વિદ્યાધર પણ બોલ્યો : “હે કર્ણ ! જો તું પરાક્રમ વડે અર્જુનની સાથે સ્પર્ધા કરે છે, તે તારું પરાક્રમ આજે જણાશે.” એ પ્રમાણે કહીને તે બેઉ પરસ્પર બાણો નાંખવા લાગ્યા. તે બેઉનું સુભટોને ગમતું મહાયુદ્ધ થયું. વિદ્યાધરેન્દ્ર મર્મભાગમાં કર્ણને મારતા તેનું સૈન્ય કર્ણ સહિત નાસી ગયું. કર્ણના સૈન્યને નાસતું (છૂટું પડી ગયેલું) જોઈને તમારા ભાઈ વિદ્યાધર પર ક્રોધિત થઈ સમસ્ત બંધુઓ સાથે પોતાને વીર માનતા યુદ્ધ માટે સજ્જ થયા, ત્યારે તમારા ભાઈને અખર્વ ગવરૂપ પર્વત જાણીને વિદ્યારે કહ્યું : “હે સુયોધન ! તારો આ બલનો મદ કેવો ? અથવા શું લક્ષ્મીનો મદ છે ? કારણ કે અમારા ઉદ્યાનને વિલુપ્ત કરે છે (ઉજ્જડ કરે છે). વળી અમારા દિવ્ય ભવનમાં સ્વેચ્છાપૂર્વક ક્રીડા કરે છે.” એ પ્રમાણે બોલતા વિદ્યાધરે તીક્ષ્ણ બાણો વડે તમારા ભાઈને હણ્યા છે, તે બાણોના ઘાત વડે જ જર્જરિત થયેલા તમારા ભાઈને સો ભાઈઓ સાથે વિદ્યાધરો બાંધીને પોતાના આવાસમાં લઈ ગયા છે. બધાયને પગમાં બેડી નાંખીને પછી બધાયને સાંકળ વડે બાંધીને તડકામાં રાખેલા અત્યંત દુઃખકારી વ્યથાને સહે છે. પતિ અને દેવરોના દુઃખને જોઈને તેવી દશા (સ્થિતિ)ને સહન નહીં કરી શકવાથી આ પ્રમાણે આક્રંદ કરતી જોરથી રડતી રણક્ષેત્રમાં આવી છું. પછી મેં જયદ્રથને કહ્યું : “હે જયદ્રથ ! તારૂં શૌર્ય ક્યાં ગયું, હે બૃહત્ બલ ! ક્યાં તારૂં બલ? હે કલિંગેશ, તમને જરા પણ લજ્જા નથી આવતી ?” કારણ કે તમારી આગળ આ મારા સ્વામિને બેડી વડે બાંધીને તડકે મૂકીને દુઃખ આપે છે. તે બધાય આ મારું વાક્ય સાંભળીને લજ્જા વગરના અને કંઠ સુધી આવી ગયેલા પ્રાણોવાળા બધી દિશામાં નાસી જઈને દુઃખકારી માર્ગને પકડ્યો. પછી તે વિદ્યાધરો તમારા ભાઈને બેડીઓ નાંખીને ભાઈઓ સાથે વિમાનમાં બેસાડીને આમતેમ અહીં તહીં ભમીને ફરી પોતાના સૈન્ય સાથે પાછા આવ્યા. તમારા ભાઈઓ જાતે લજ્જાથી અધોમુખ થયેલા વિલખા થઈ પૃથ્વી પર રહ્યા છે. બાણીના ઘા વડે જર્જરિત થયેલા તેવા પ્રકારના તમારા ભાઈ કર્ણ પોતાની જાતને જીવતો છતાં મરેલો માને છે. દૂત મુખથી આ પ્રમાણેનો વૃત્તાંત સાંભળીને ભીષ્મ, દ્રોણ અને કૃપાચાર્ય, ધૃતરાષ્ટ્રને શીધ્ર રાજ્ય સોંપીને જાતે જ અહીંયા આવ્યા છે. મને રોતી જોઈને મોટા પિતા (બાપા) ભીખે ગદ્ગદ્ કંઠે કહ્યું : “હે વત્સ ! તું રડ નહિ. આવા પ્રકારની ભવિતવ્યતા કે જેથી મેં ના કહેવા છતાં પણ અહીંયા આવીને આવા પ્રકારના સંકટમાં પડ્યા, ભાવિને કોણ ટાળી શકે છે. હે વત્સ ! તારા For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ ૨૨૪. સર્ગ - ૯ પતિને યુધિષ્ઠિર વિના બીજો કોઈ છોડાવી નહિ શકે. આથી તું એક યુધિષ્ઠિરનું શરણ ગ્રહણ કર. ધર્મવાન તે યુધિષ્ઠિર તારા પતિએ કરેલા અપકાર યાદ નહિ કરે. તું ત્યાં જલ્દી જા, કારણ કે પોતાની નગરીમાં લઈ જવાની ઇચ્છાવાળા એ વિદ્યાધર તારા પતિને સાથે લઈને જશે તો તેમાં સારૂં નહિ થાય.” એ પ્રમાણે કહીને ભીખે મને મોકલી છે. હે દેવ ! હે બુદ્ધિનિધાન, હવે જે યોગ્ય લાગે તે કરો. હે ગુરુકુલશ્રેષ્ઠ ! આમાં હાનિ કે શોભા તમારી જ થશે, એવા ભાનુમતિના વચનો સાંભળીને જ્યાં દ્રૌપદી કંઈક બોલવાને માટે તૈયાર થઈ, ત્યાં ભીમે બોલતા રોકેલી તે મૌન રહી. ભીમ બોલ્યો : “હે પ્રિયે ! તારા વાળને ખેંચવા થકી જે પાપ લાગ્યું હતું તે પાપ દુર્યોધનને આજે જ ઉદયમાં આવ્યું છે. તારા જોતાં જ દેવે વૈર વાળ્યું છે.” એ પ્રમાણે કહીને ભીમ મૌન રહેતાં રાજા બોલ્યો : “હે ભાનુમતિ ! મારા ભાઈ દુર્યોધનને આ કેવું દુઃખ આવી પડ્યું છે ? હવે તું ચિંતાને કર નહિ. મારા ભાઈને હું છોડાવીશ.” એવા વચન વડે વહુ ભાનુમતિને આશ્વાસન આપીને યુધિષ્ઠિરે એકાંતમાં જઈને ભીમને અને દ્રૌપદીની સામે જ અર્જુનને કહ્યું : પાપી એવા કોઈપણ વિદ્યાધરે દુર્યોધનને બાંધીને પકડ્યો છે. હે વત્સ ! જલ્દી જા અને ભાઈ દુર્યોધનને છોડાવ. ભીમે કહ્યું : “ઝેર આપનાર, પાણીમાં ડૂબાડનાર, જુગાર રમનાર, વાળ ખેંચનાર આદિ શત્રુના અપકારો કેમ ભૂલી જાઓ છો !” રાજા યુધિષ્ઠિરે કહ્યું: “હે વત્સ ! મારા નાના ભાઈનો પરાભવ તે મારો જ પરાભવ છે.” તેઓ સો છે, આપણે પાંચ છીએ. જ્યાં સુધી પરસ્પર વૈર છે, ત્યાં સુધી, પરંતુ બીજા વડે પરેશાની થતાં આપણે એકસો પાંચ (૧૦૫) છીએ. તો હે વત્સ અર્જુન ! તું જા, બંધનથી આપણા ભાઈને છોડાવ, ભાઈ પર ઉપકાર કરવાનો આવો અવસર ક્યારે ફરી પ્રાપ્ત થશે? મોટા ભાઈ યુધિષ્ઠિરની આજ્ઞા મેળવીને અર્જુને વિદ્યા દ્વારા વિદ્યાની અધિષ્ઠાયિકા દેવી વડે ઈન્દ્રની પાસે સેનાની યાચના કરી, તે જ ક્ષણે ઇન્દ્ર કોટિ સુભટોના સંકુલવાળા સ્વસૈન્યને મોકલ્યું અને તેનાથી પરિવરેલો તે ચંદ્રશેખર ત્યાં આવી ગયો અને પછી ઇન્દ્રના વિમાનમાં વિદ્યાધરના સૈન્યથી પરિવરેલા ચંદ્રશેખરની સાથે અર્જુન બેસી આકાશ માર્ગે માર્ગમાં ચાલ્યો, ત્યારે રસ્તામાં અર્જુનના સૈનિકોએ બાંધેલા બખ્તરવાળા સુભટોથી શોભતા સામે આવતા પોતાની આગળ વિદ્યાધરના સૈન્યને જોયું. તેની વચ્ચે પોતાના નાના ભાઈઓ સાથે દુર્યોધનને સૈન્યથી ઘેરાયેલો જોઈને અર્જુન તે સૈન્યની સામે દોડ્યો. અર્જુનના સૈન્ય (સૈનિકોએ) કહ્યું : “હે વિદ્યાધરો ! અર્જુનના ભાઈ દુર્યોધનને પકડીને તમે ક્યાં જાઓ છો ? તમારી પાછળ આ અર્જુન આવ્યો. તે અધમ વિદ્યાધરો, તમે ક્યાં જાઓ For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૯ ૨૨૫) પાંડવ ચરિત્રમ્ છો.?” એ પ્રમાણે કહીને તીક્ષ્ણ બાણો વડે તે બંને પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. એ પ્રમાણે આગળનું સૈન્ય પરસ્પર યુદ્ધ કરતે છતે શસ્ત્ર ઉઠાવેલા એવા અર્જુનને જોઈને દુર્યોધન ચિંતવવા લાગ્યો. ખરેખર આ આવેલો અર્જુન મને છોડાવશે, પરંતુ આ મને મોટું દુઃખ કરનારૂં થશે. કારણ કે - બંદી (કેદીખાનામાંથી અર્જુને મને છોડાવ્યો છે, મૃત્યુથી પણ અધિક હૃદયના મર્મને નિત્ય દુઃખ કરનારૂં થશે. એવી ચિંતામાં પડેલા દુર્યોધન પાસે ક્ષણવારમાં જ અર્જુન સામે આવ્યો. તેટલામાં દુર્યોધનના બંદિકારક (પકડનાર) વિદ્યાધર રાજા ચિત્રાંગદ અર્જુનને જોઈ બાણો ત્યાગીને ભૂમિને સ્પર્શવા વડે જ્યાં ચરણોમાં પડ્યો, તેટલામાં અર્જુને બે હાથ વડે પકડીને ચિત્રાંગદને સ્નેહથી ભેટી પડ્યો. પછી ચિત્રાંગદ અર્જુનને સિંહાસન પર બેસાડીને પોતે ભૂમિ પર બેઠો. હવે અર્જુન પૂછે છે : “હે ચિત્રાંગદ ! તું શા માટે અહીંયા આવ્યો છે, તારે દુર્યોધન સાથે વિરોધનું શું કારણ છે?” ચિત્રાંગદે કહ્યું : “વિદ્યાને શીખવાડીને તારાથી વિદાય અપાયેલો એવો હું મારી નગરી પ્રતિ ચાલવા માંડ્યો. રસ્તામાં મને નારદ મળ્યા, હું તેના ચરણે પડ્યો.” આશીર્વાદ આપીને તેમણે કહ્યું : “હે ચિત્રાંગદ ! તું ઘણા લાંબા કાળે કેમ દેખાયો ? મારું મન તમને મળવા માટે અત્યંત ઉત્સુક થયું હતું.” હે મુનિન્દ્ર ! હું ઇન્દ્રકલ પર્વત પર આદિદેવને નમન કરવા ગયો હતો. ત્યાં ભલ્લ અને અર્જુનનું યુદ્ધ સાંભળીને તેને જોવા માટે હું રથનૂપુર ગયો હતો. તે અર્જુનને જોતાં હું મારા ભાઈઓને ભૂલી ગયો. તેની પાસે મેં શસ્ત્ર અભ્યાસ કર્યો. એ પ્રમાણે બીજા પણ સો જેટલા ઇન્દ્રપુત્રાદિ વિદ્યાધરો તે અર્જુનના શિષ્યો બન્યા. અર્થાત્ તેઓએ અર્જુનનું શિષ્યત્વ સ્વીકાર્યું. તે અર્જુનના સર્વ શિષ્યોમાં હું જ પ્રિય છું. તે અર્જુનને થોડા જ દિવસોમાં તે સર્વે શિષ્યોને શસ્ત્ર શાસ્ત્રના પારગામી બનાવ્યા. પછી અર્જુન ઈન્દ્રને જણાવીને પોતાના ભાઈઓને મળવા માટે ગયો. હું પણ તેનાથી રજા પામેલો ઘણા લાંબા કાળે મારી નગરીમાં જાઉં છું. હે અર્જુન ! એ પ્રમાણે મેં નારદને કહ્યું, ફરી નારદે મને કહ્યું : “હે ચિત્રાંગદ ! તારા ગુરુને હણવા માટે ભાઈઓની સાથે સૈન્ય લઈને દુર્યોધન આવ્યો છે, તેને પાછળથી ગુરુનો શોક ન થાય તે માટે વર્તમાન કાળે (હમણાં જ) તેઓનો પ્રતિકાર ચિંતવ.” એ પ્રમાણે હું નારદ સાથે વાર્તાલાપ કરતો હતો. તેટલામાં મારા ઉદ્યાનપાલક (માળી) એવા વિદ્યાધરે આવીને ક્રોધરૂપ અગ્નિમાં લાકડા હોમવા જેવી વાત કહી. હે દેવ ! તે દ્વૈતવનની નજીકમાં ક્રીડા વન છે, ત્યાં વિરોધી (શત્રુ)ની જેમ દુર્યોધને ઉપદ્રવ કર્યો છે, તમારી રાણીઓએ પણ જે વૃક્ષના કોમળ પાન તોડ્યા નથી, તે વૃક્ષોના સમૂહને ટુકડા ટુકડા કરી ફેંકી દીધા છે; જે વનને તમે સિંચી સિંચીને (પાણી પાઈ પાઈને) પુત્રની જેમ લાડ લડાવતા પાલન કર્યું છે, તે વનને આ દુર્યોધને કેળના વૃક્ષની જેમ તોડી તોડીને ટુકડા કરી વેરાન કરી નાંખ્યું છે. વળી તે વનમાં મરકત મણીના સ્થંભવાળો સ્ફટિક પત્થરથી નિર્માણ કરાયેલો જે તમારો મહેલ છે, તેના પણ રક્ષકોને હણીને તે દુર્યોધન ત્યાં રહ્યો છે (કલ્પે કર્યો છે). દેવોને For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ (૨૨૬) સર્ગ - ૯ પણ દુર્લભ જે તમારો મહેલ છે, તેને પણ તેણે ભોગવીને ધૂળથી ભરી દીધો છે, એવા વનરક્ષકના અને નારદના વચન સાંભળીને ક્રોધથી લાલ આંખવાળો એવો હું પરિવાર સહિત દુર્યોધનને હણવા માટે ઉત્સુક થયેલો હું દોડ્યો તે પહેલાં આ દુર્યોધન યુધિષ્ઠિર પર મલિન મનવાળો થયો. એક આ અપરાધ તેવી રીતે એ જ દુર્યોધને મારા ક્રીડાવનનો નાશ કર્યો, એ બીજો અપરાધ, આથી હું યોદ્ધો (બહાદુર) છું. એ પ્રમાણે માનતા ભાઈઓ સાથે બેડીથી જકડાયેલા ગળામાં સાંકળ નાંખેલા એવા દુર્યોધનને હું નહિ છોડું.” આ બધું નજીકમાં રહેલા દુર્યોધને પોતાનું બધું ચરિત્ર કાન વડે સાંભળ્યું. ડરી ગયેલો દુર્યોધન વિચારે છે, નિશ્ચિત આ ચિત્રાંગદ વિદ્યાધર ભાઈઓ સહિત મને હણશે. તેટલામાં અર્જુને ચિત્રાંગદને કહ્યું: “હે ચિત્રાંગદ ! દુર્યોધનને છોડી દે. કારણ કે મારા ભાઈ યુધિષ્ઠિરે દુર્યોધનને છોડાવવા માટે મને મોકલ્યો છે. આથી તેને છોડી દે. કારણ કે મહાપુરુષો શરણે આવનાર પર વાત્સલ્યવાળા હોય છે. એની પત્ની ભાનુમતિએ મારા ભાઈ પાસેથી પતિની ભીક્ષા માંગી છે, તેથી તું એને છોડી દે.” પછી આ વાણી સાંભળીને દુર્યોધને ચિંતવ્યું. હા ! વિધાતા (નસીબ)ને ધિક્કાર હો. ફરી ફરી જે ઘા પર મીઠું ભભરાવે છે. કારણ કે અર્જુન વારંવાર આ પ્રમાણે કહે છે : આ વિદ્યાધર જો મને હણી નાંખે તો શ્રેષ્ઠ, પરંતુ યુધિષ્ઠિર દ્વારા મારો છૂટકારો એ મને ઘણો લાવંત કરાવશે, શરમિંદો બનાવશે. પછી ચિત્રાંગદે કહ્યું: “હે અર્જુન ! યુધિષ્ઠિરે કહેલું હું કરીશ. કારણ કે તે મારા પૂજ્ય વડીલ છે. તેમના વચન શિર પર રહેલી પુષ્પમાળાની જેમ સુંદર છે.” એ પ્રમાણે કહીને ચિત્રાંગદે ભાઈઓની સાથે દુર્યોધનને બંધનથી મુક્ત કર્યો (છોડ્યો). તે પછી અર્જુન ચિત્રાંગદ, દુર્યોધનાદિ બધાય એક વિમાનમાં બેસીને પરસ્પર ક્રીડા કરતાં બધાય વિદ્યાધરો દ્વતવનમાં યુધિષ્ઠિરની પાસે આવી ગયા; તેથી તે યુધિષ્ઠિરાદિ બંધુઓ વિકસ્વર મુખવાળા વિદ્યાધરના વિમાનથી આવરાયેલા જય પ્રાપ્ત કરેલા અર્જુનને જોઈને બધાય આનંદને પામ્યા. ભાનુમતિ પણ પ્રિય (પતિ) એવા દુર્યોધનને જોઈને અત્યંત હર્ષને પામી. હવે તે બધાયે વિમાનથી ઉતરીને યુધિષ્ઠિરને નમસ્કાર કર્યા. પરંતુ પડી ગયેલી ખરાબ શિલાની જેમ અભિમાનના કારણે દુર્યોધન તેવી જ રીતે ઉભો રહ્યો અર્થાત્ ગર્વના કારણે તેવી જ રીતે ઉભો રહેલો હજાર ભારવાળો વાસુકી નાગ ક્યારે પણ ગર્જના (ફૂંફાડા) કરતો નથી. વિંછીમાં તૃણમાત્ર ઝેર હોવા છતાં પણ કંટકને ઉંચો કરે છે, ડંખ આપે છે. દરિદ્રના ત્યાગ વડે શું? પાપી એવા કુલીન વડે શું? કંજુસના સંતોષ વડે શું? અભિમાનથી અંધ પંડિત વડે શું? તે વિદ્યા છે જે મદને હણે છે, તે લક્ષ્મી સાર્થક છે, જે વાચકોને અપાય છે. તે બુદ્ધિ છે, જે ધર્મને અનુસરનારી છે. For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચિરત્રમ્ ૨૨૭ એ પ્રમાણે પર્વત જેવા ગર્વવાળા દુર્યોધનને ખેચરો (વિદ્યાધર) ઉપાડીને યુધિષ્ઠિર પાસે લઈ ગયા, ત્યારે વેગથી કુન્તીએ આવીને અખંડ ચોખા વડે દુર્યોધનને વધાવ્યો. ઇર્ષ્યાભાવથી દુર્યોધન ન નમવા છતાં પણ વેગપૂર્વક યુધિષ્ઠિર રાજા બે હાથ વડે પકડીને ભેટી પડ્યા. સર્ગ - - ૯ આ સજ્જનનો સ્વભાવ છે. કહ્યું છે કે બીજાના હિતમાં મગ્ન સજ્જન પુરુષ વિનાશ કાળે પણ વિકૃતિને પામતા નથી. છેદવા છતાં ચંદન વૃક્ષ કુહાડાના અગ્રભાગને સુગંધવાળું (સુગંધિત) કરે છે. દુર્જનના વચનરૂપ અંગારાથી દાઝયો હોવા છતાં આર્ય (સજ્જન) પુરુષ કટુવચન બોલતો નથી. અગરૂ (ધૂપ) બાળવા છતાં પણ સ્વાભાવિક ગુણ સુગંધ આપવાનો છે, તે છોડતો નથી. મહાન પુરુષ સંતાપવા છતાં પણ હિતને કરનાર થાય છે. અહિત કરતા નથી. જુઓ, ગરમ કરેલું દૂધ રોગને દૂર કરનારૂં થાય છે. ઇત્યાદિ દુર્યોધન દુષ્ટ હોવા છતાં પણ સ્વભાવથી સજ્જન હોવાથી રાજા યુધિષ્ઠિરે બોલાવ્યો. સજ્જન પુરુષો આવા જ હોય છે. પોતાનો સજ્જનતાનો સ્વભાવ છોડતા નથી. દુર્યોધનને મૌન જોઈ યુધિષ્ઠિરે કહ્યું : “હે વત્સ ! તું ઉદ્વિગ્નની જેમ કેમ દેખાય છે? તેજસ્વીઓને પણ શું દુર્દશા નથી આવતી ? જેમ રાહુ ગ્રહે છતે સૂર્ય અને ચંદ્રમા શું વિલખા થતાં નથી ? હે વત્સ ! દુર્યોધન ! તું નિજસ્થાનમાં જા. અનાથ થયેલી પ્રજા હમણાં ઘણી સિદાય (દુઃખી) છે” એ પ્રમાણે ઘણી રીતે બોલી, સમજાવીને પુષ્પ, ફલ વગેરેથી અત્યંત સત્કાર કરી દુર્યોધનને વિદાય આપી, જેનું મુખ પડી ગયું છે, એવો તે પણ લજ્જાથી નીચું મુખ કરી પૃથ્વીને જોવાની ઇચ્છાવાળાની જેમ નીચું મુખ કરીને ઉભો રહ્યો. હવે તે ચિત્રાંગદ ચંદ્રશેખર આદિ વિદ્યાધરો યુધિષ્ઠિરની આજ્ઞાથી અર્જુનની પ્રશંસા કરતા પોતપોતાને સ્થાને ગયા અને યુધિષ્ઠિરે વિદાય કરેલ સ્વસૈન્યથી પરિવરેલો દુર્યોધન પણ પોતાના સ્થાનમાં ગયો. હવે તે દુર્યોધનના સૈનિકો દુર્યોધનના પરાક્રમને નીંદતા અને અર્જુનના પરાક્રમની પ્રશંસા કરતાં હસ્તિનાપુર ગયા. એક દિવસ તે દ્વૈતવનમાં સુખપૂર્વક રહેલા પાંડવોની દૃષ્ટિમાં યુધિષ્ઠિરના મસ્તક ઉપર પ્રસરેલી (આકાશમાં ઉડતી ધૂળ) જોવામાં આવી. પછી તે પાંડવોએ શસ્ત્ર સહિત પાયદળવાળું સંકુલ, હાથીઓ સાથે ઘોડાઓના સમૂહથી ચારે બાજુ શોભતું એક સૈન્ય સામે આવતું જોયું. તે સૈન્યમાંથી કુન્તીના જમાઈ જયદ્રથ, દુઃશલ્યાના પતિએ સામે આવીને કુન્તીને નમસ્કાર કર્યા, કુન્તીના આશીર્વાદ અને સત્કારપૂર્વક કેટલોક કાળ પાંડવોએ આનંદપૂર્વક ત્યાં રાખ્યો. માતાની આજ્ઞાથી અર્જુન જયદ્રથને નિત્ય દિવ્ય રસોઈ જમાડે છે. For Personal & Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૨૨૮ સર્ગ - ૯ એક દિવસ અર્જુને જયદ્રથને પૂછ્યું: “તું અહીંયા શા માટે આવ્યો છે?” તેણે કહ્યું: “હું લગ્ન કરવા માટે ગયો હતો, પાછા વળતાં આ વનમાં તમે છો, એમ જાણીને મળવા માટે સામે આવ્યો છું. તે સાંભળીને હર્ષ પામેલા અર્જુને તેનો ઘણો સત્કાર કર્યો.” તેની સાથે એકમેક થઈને ક્રિીડાવનમાં ફરે છે. એ પ્રમાણે ઘણા દિવસો પસાર કરીને એક દિવસ પાંડવો વનમાં ગયે છતે સીતાને જેમ રાવણ લઈ ગયો હતો, તેમ જયદ્રથ દ્રૌપદીને રથમાં બેસાડીને જલ્દી અપહરણ કરી ગયો. અહો ! પાપીઓને પાપની સંખ્યા હોતી નથી, મેઘની ધારાની સંખ્યા હોતી નથી, આકાશમાં તારાની સંખ્યા હોતી નથી, સમુદ્રમાં માછલાની સંખ્યા હોતી નથી, મેરૂપર્વતમાં સુવર્ણની સંખ્યા હોતી નથી, માતામાં સ્નેહની સંખ્યા હોતી નથી, સર્વજ્ઞમાં ગુણની સંખ્યા હોતી નથી, આકાશમાં પ્રદેશની સંખ્યા હોતી નથી, જીવની ભૂતકાળના ભવની સંખ્યા હોતી નથી, સત્પાત્રના દાનમાં પુણ્યની સંખ્યા હોતી નથી, તેવી રીતે દુર્જનમાં દોષની સંખ્યા હોતી નથી. સારી રીતે પોષેલો પણ દંડક સાપ સજ્જનને પણ સે છે. જયદ્રથ વડે હરણ કરાઈ લઈ જવાતી (ઉપાડી જવાતી) તે દ્રૌપદી પાંચેય પતિના નામ બોલતી ઉંચા સ્વરે રડે (આક્રંદ કરે) છે. તેથી તે પાંડવોએ દુઃખે કરીને સાંભળી શકાય તેવું રૂદન સાંભળ્યું. ત્યારે નજીકમાં રહેલા ભીમ અને અર્જુન ક્રોધથી લાલ થયેલા તેની સામે દોડ્યા. તે ભીમ અને અર્જુનને દોડતા જોઈને કુન્તીએ કહ્યું: “હે વત્સ ! જયદ્રથના જીવનનું રક્ષણ કરજો.” અર્થાત્ જયદ્રથને હણશો નહિ. તમારી બહેન દુઃશલ્યા વિધવા ન થાઓ. અર્થાત્ દુઃશલ્યા વિધવા ન થાય તેમ કરજો. સિંહથી સસલા જેમ તર્જિત થાય છે તેમ. ભીમ અને અર્જુન વડે ભાગતો જયદ્રથ તાડન કરાયોતિરસ્કાર કરાયો. હે દુરાત્મા ! તું ક્યાં જાય છે ? જો તારામાં પુરુષત્વ (તાકાત) હોય તો તૈયાર થા. જો પુરુષત્વ ન હોય તો દ્રૌપદીને છોડીને તારા સ્થાનમાં જા. એ પ્રમાણે ભીમ અને અર્જુન વડે પડકારાયેલો જયદ્રથ લશ્કરથી પરિવરેલો ભયંકર યુદ્ધ માટે અત્યંત સામે આવ્યો. પરાક્રમી ભીમે પોતાનું બાહુબળ બતાવ્યું. તે આ પ્રમાણે : ગદારૂપ સ્તંભને વજની જેમ ઉછાળતા ભીમે પર્વત જેવા હાથીઓને ચારે બાજુ નીચે પાડી નાખ્યા. એ પ્રમાણે ભીમ અને અર્જુને સૈન્યને મથી નાખતાં (વેરવિખેર કરી નાખતાં) અર્જુને પોતાના ખેસ વડે ચોરની જેમ બાંધ્યો અને પછી ભીમના ભાથામાંથી અર્જુને બાણને લઈને જયદ્રથના મસ્તકને પાંચ શિખાવાળું (પાંચ ચોટલી બને તેવું) કર્યું. દ્રૌપદીને હાથો વડે પકડીને આગળ કરીને આ પ્રમાણે કહ્યું: “તારું અપહરણ કરનાર જયદ્રથ ચોરને માતાના વચનથી (આદેશથી) મેં જીવતો મૂક્યો છે.” એ પ્રમાણે વિલંબિત થયેલા જયદ્રથને For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૯ (૨૨૯. પાંડવ ચરિત્રમ્ ભીમ માતાની આગળ લઈ ગયો. ત્યારે ક્રોધથી લાલ આંખોવાળા જયદ્રથે પણ ભીમને કહ્યું : “હે વૃકોદર ! હે પીનોદર ! પરાક્રમના ગર્વરૂપ પર્વત ! હે વિવેકહીન મારું એક વચન સાંભળ !” બાંધેલી આ પાંચેય ધૂમકેતુ જેવી શિખા (ચોટલી) નિશ્ચિત તમારા પાંચેયના મૃત્યુનું કારણ બનશે. તેનું આવું વચન સાંભળ્યા વિના નિર્ભયપણે આવીને ભીમ અને અર્જુન મોટા ભાઈ યુધિષ્ઠિરને મળ્યા. જયદ્રથને છોડી દીધા પછી તે પાંડવો જયદ્રથનું ચરિત્ર જોઈને પરસ્પર એકબીજા હાસ્યને કરતા સુખપૂર્વક દિવસો પસાર કરતા વિચરે છે. એક વખત તે વનમાં પાંડવ પાસે નારદ ઋષિ આવ્યા તે પાંડવોએ નારદ મુનિને સન્માનપૂર્વક આસન આપવાપૂર્વક વિનંતિ કરી. હે મુને ! તમે કયા કારણે આ વનમાં આવ્યા છો ? પાંડવોએ પૂછતાં ખુશ થયેલા નારદ મુનિએ કહ્યું : “હે પાંડવો ! તમોએ છોડી મૂકેલો દુષ્ટ દુર્યોધન અડધે રસ્તે પહોંચ્યો. સાંકળ (બંધન)થી પોતાના ભાઈઓના ઘસાયેલા પગ જોઈને કર્ણ, દુઃશાસનાદિ બંધુઓને બોલાવીને તેણે આ પ્રમાણે કહ્યું, આ પાંડવો મારા શત્રુઓ છે. તેને કઈ યુક્તિ વડે હણાય ?' ત્યારે કર્ણે કહ્યું: “હે રાજેન્દ્ર ! ચિત્રાંગદ વિદ્યાધર પાસેથી આ પાંડવોના કહેવાથી તું મુક્ત થયો છે. આથી હવે આપણી પાસે કોઇ પણ ચીજની ખામી ઓછાશ નથી. તેથી કરીને આ પાંડવો સાથે વિરોધને કર નહિ.” ધૃતરાષ્ટ્ર પણ આમ બોલ્યા : “હે પુત્ર દુર્યોધન ! આ યુધિષ્ઠિરે વિરોધી હોવા છતાં પણ અર્જુન થકી ચિત્રાંગદ પાસેથી તને છોડાવ્યો છે. આજ મોટું સુકૃત (પુણ્ય)નું કાર્ય છે. પ્રાયઃ કરીને સજ્જનો આવા પ્રકારના હોય છે. તું દુર્જન બન નહિ. વિરોધને છોડ અને સ્નેહને ધાર, ચાલ હસ્તિનાપુર જઈએ.” હવે કર્ણે કહ્યું: “હે દેવ ! હૃદયમાં ઉગ ન કરો. યુદ્ધમાં ઘણા શૂરવીરો જીવે છે અને બીજાથી પરાભવ પામે છે, તેવી રીતે તમારો ભાઈઓથી થયેલો છૂટકારો યાદ ન કરવો. કારણ કે આપત્તિને યાદ કરતાં તે પગલે પગલે દુઃખને કરે છે, આપે છે. એ પ્રમાણે કર્ણ કહે છતે ત્યાં છાવણીના બધા રાજાઓ ભેગા થઈને દુર્યોધનને સમજાવીને (બોધ આપીને) હસ્તિનાપુર લઈ ગયા. તે નગરમાં જવા છતાં લજ્જાથી પણ ક્રીડા ઉદ્યાનમાં પર્વતાદિઓમાં ક્રીડા કરતો નથી, પરંતુ લજ્જાળુ થઈને સૂઈને ઘણા દિવસો પસાર કર્યા.” એક દિવસ પ્રધાનમંત્રીએ ઉત્સાહિત કરેલા તેણે હસ્તિનાપુરની શેરી, મહોલ્લામાં આ પ્રમાણે પડહ વગડાવ્યો. યથા જે કોઈ શક્તિશાળી અસ્ત્રો અને શસ્ત્રો વડે, મંત્ર અને તંત્ર વડે સાત રાત્રિમાં એટલે કે સાત દિવસોમાં પાંડવોને હણશે. તેમને ખુશ થયેલો દુર્યોધન તેમને સુંદર હાથીઓ સાથે અર્ધ રાજ્ય આપશે. એ પ્રમાણે તેણે ઘોષણા કરાવી. For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ પાંડવ ચરિત્રમ્ સર્ગ - ૯ આ ઘોષણા સાંભળીને પુરોહિતના ભાઈ સુરોચન નામના ક્રૂર આત્માએ લાખના ઘરમાં બળી ગયેલા ભાઈના વેરને યાદ કરતા પહને અટકાવ્યો. પછી પટહ વગાડનાર સુરોચનને દુર્યોધન પાસે લઈ ગયા. ત્યાં ઉદ્ધત થયેલા એવા તેણે પોતાની શક્તિને ખુલ્લી કરતાં કહ્યું કે : “હે રાજેન્દ્ર ! મેં પહેલા કૃત્યા રાક્ષસીને આરાધી છે. તેણી મારા કહેવાથી છ ખંડરૂપ પૃથ્વીમંડલને ખાઈ જાય છે. તેની આગળ બિચારા આ પાંડવો કેવા ? હે દુર્યોધન ! આજથી સાતમે દિવસે તારું ઇચ્છિત બધું કરશે. કારણ કે, આ પાંડવો પુરોચનના વધના કારણે મારા પર વૈરી છે. આ પ્રમાણેના સુરોચનના વચનો સાંભળીને દુર્યોધન આનંદને પામ્યો. તેને પોતાનો કૃપાપાત્ર બનાવ્યો. હવે તે સુરોચન રાજાની કૃપા પામીને ઘરે જઈને તે તે ઉપચાર થકી અને જપ, હોમાદિ કરવા વડે કૃત્યા રાક્ષસીને આરાધી. હું આ સ્વરૂપ તમને અને ભીમને કહેવા માટે આવ્યો છું.” અતિક્રૂર મનવાળો, દુષ્ટવિદ્યા સિદ્ધિ કરનારો, સુરોચન નામનો બ્રાહ્મણ ક્ષુદ્ર કાર્યમાં કૃત્યાને પ્રવર્તાવનારો પ્રાણના સંદેહ કરનારો થશે. એ પ્રમાણે કહીને નારદ મુનિ પોતાના સ્થાને ગયે છતે ભીમે કહ્યું : “હે બંધુઓ ! આ હું ગદા લઈને કૃત્યારાક્ષસીની સામે જઈને આ ગદા વડે તે ક્ષુદ્ર કૃત્યા રાયસીને ચૂરી નાંખીશ. વળી તેના ઝીણા ઝીણા ટુકડા કરીને દશે દિશારૂપી વધૂઓને બલી આપીશ.” યુધિષ્ઠિરે ભીમને કહ્યું : “હે બંધુ ! તારામાં બધું જ છે, પરંતુ રાક્ષસ જાતિ અતિ શુદ્ર, વિવિધ પ્રકારે કપટ કરનારા, અદશ્ય રહી વૈરને લેનારા, બલવાનથી પણ જીતવા માટે અશક્ય છે, તે કૃત્યાને ધર્મથી જીતવી, બીજી કોઈ રીતથી નહિ જીતાય.” વળી યુધિષ્ઠિરે કહ્યું : “હે બંધુઓ ! બધાએ પણ ધર્મમાં યત્ન કરવો, એવી યુધિષ્ઠિરની આજ્ઞાને હૃદયમાં ધારીને ચાર પ્રકારના આહારનું પચ્ચખાણ કરીને સાત દિવસ સુધી પંચપરમેષ્ઠિના સ્મરણ કરતાં ધ્યાનમાં પોતાની ઝૂંપડીના આંગણમાં ઉભા રહ્યા (કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહ્યા).” ક્યારેક ગોદોહિકા આસને રહ્યા, ક્યારેક ઉભડક આસને, ક્યારેક વિરાસને બ્રહ્મચર્યના પાલન કરતાં ઇન્દ્રિયો પર કાબૂવાળા લઈને રહ્યા. એ પ્રમાણે પાંચ પાંડવોએ કમે કરીને છ દિવસો પસાર કર્યા. અર્જુને એક પગે ઉભા રહીને એક ચિત્તે નમસ્કાર મંત્રના ધ્યાન વડે છ દિવસ પસાર કર્યા. કુન્તી અને દ્રૌપદીએ પણ છ દિવસ અરિહંતના ધ્યાન વડે પસાર કર્યા. ત્યાના ઉપસર્ગની રાહ જોતાં પાંચ પાંડવો શસ્ત્રો તૈયાર કરીને સાતમે દિવસે પરમેષ્ઠિના સ્મરણમાં તત્પર બનેલા ધર્મધ્યાનમાં રહ્યા. હવે ધર્મધ્યાનમાં રહેલા પાણ્ડપુત્રો (પાંવો) ઉiટડીના કંઠના રોમરાજીના રંગ જેવું રેતીના કણનું પૂર જોયું. તે ધૂળના કણોથી વ્યાપ્ત સમાપ્ત આકાશ થઈ ગયું. પછી વાદળો સમૂહની જેમ હાથીનું સૈન્ય સામે આવ્યું ને પછી તેઓએ આકાશમાં છલાંગ મારતું ઘોડાઓનું સૈન્ય જોયું. હાથમાં વાંસની લાકડીઓવાળા દ્વારપાલો જેવા કેટલાક મનુષ્યો પાંડવોની નજીકમાં આવીને For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૯ ૨૩૧ પાંડવ ચરિત્રમ્ બોલ્યાઃ “હે વનેચરો ! તમે પાંચેય ભેગા થઈને ઉભા રહીને શું ચિંતવો છો ? આ સ્થાનને છોડી દો, જલ્દી અહીંથી જતા રહો. અહીંયા ધર્મવતંસક રાજાનો નિવાસ (મહેલ) બનશે.” તે સૈનિકોના વચનથી ક્રોધિત થયેલો ભીમ ઉપશમભાવને છોડીને અત્યંત કોપથી કંપતો જમણા હાથમાં ગદા લઈને બોલ્યો : “રે દુષ્ટો ! કોણ એવો છે કે જે મૃત્યુ વડે જોવાયો છે. સર્વના મસ્તક ઉપર રહેલા મણિને બલાત્કારે લેવાને કોણ ઇચ્છે ? સિંહના બચ્ચાના સ્કંધ પર રહેલી કેશરાને કોણ ખેંચે છે ? સુખપૂર્વક રહેલા અહીંયા અમને કોણ દૂર કરશે ?” એમ કહીને ભીમે તે દંડને ધરનારા અગ્ર સૈનિકોને ક્રોધપૂર્વક ગળે પકડી તિરસ્કારપૂર્વક દડાની જેમ કોશ દૂર ભૂમિ પર ફેંકી દીધા. પછી ઉત્કંઠ લોકોએ જલ્દી જઈને બખ્તર પહેરેલા સૈનિકોને લાવીને અડધી પલકમાં બધા પાંડવોને ઘેરી લીધા. તે પાંડવોએ તે સૈનિકોને જોઈને ધ્યાન છોડીને સાવધાન મનવાળા થઈને પોતાના શસ્ત્રને ગ્રહણ કર્યા, પછી તે પાંચેય પાંડવો શસ્ત્રો ગ્રહણ કરીને પ્રસૂતિવાળી સિંહણથી મૃગસમૂહ નાસી જાય છે, તેમ તે લશ્કર નાસી ગયું. સેનાની પાછળ જતાં પાંડવો સેનાને હાંકતા જ્યાં દૂર જતા રહ્યા, તેટલામાં એક સુંદર આકૃતિવાળા કોઈ પુરુષે રાજલક્ષ્મીથી સંયુક્ત કુન્તી અને દ્રૌપદીના આશ્રયભૂત કુટિરમાં પ્રવેશ કર્યો, ત્યારે કુન્તી અને - દ્રૌપદીએ છ દિવસના ઉપવાસરૂપ ધર્મમાં તત્પર રહેલ તે પરપુરુષને જોઈને ક્ષોભ પામ્યા. પાંડવો દૂર ગયે છતે કુન્તી અને દ્રૌપદી એમ બંને ભયંકર વનમાં આંખો બંધ કરીને માત્ર હૃદયમાં જિનેશ્વરને યાદ કરવા લાગ્યા. તે પરપુરુષે દ્રૌપદીને બળથી હાથમાં પકડીને ઘોડા પર બેસાડીને પોતે બીજા ઘોડા પર બેસીને મોટા અવાજે પોકાર કરતી દ્રૌપદીને ઉઠાવીને અપહરણ કર્યું. હવે આ બાજુ સૈન્યને હરાવવાથી જય પ્રાપ્ત કરીને પાછા ફરતા પાંડવોએ રસ્તામાં દ્રૌપદીનું આદ (રડવાનો અવાજ પોકાર) સાંભળ્યો. તેથી ક્રોધિત થયેલા પાંચે પાંડવો પત્નીનું અપહરણ કરનારા પરપુરુષની સામે ગયા. અપહરણ કરનાર પણ સૈન્યની વચમાં આવ્યો. ફરી તે પાંડવો તે સૈન્યની સાથે યુદ્ધ કરવા લાગ્યા. અહો ! આશ્ચર્યકારી પાંડવોનું પરાક્રમ ! એક તરફ રાજાનું સૈન્ય અને બીજી તરફ પાંચ પાંડવો. તો પણ તે બલવાન એવા પાંચ પાંડવોને લવલેશ પણ ક્ષોભ ન થયો. તેની પાછળ દોડતો અર્જુન બોલ્યો કે : “હે દુરાત્મન્ ! મારી પત્નીને હરી (ઉપાડીને) ક્યાં જાય છે?” એમ કહીને તેની પાછળ બાણો છોડ્યા. સમુદ્ર જેવી તે સેનાને રવૈયાની જેમ મથી (વેર-વિખેર કરનાર) નાંખનાર અર્જુન શોભવા લાગ્યો. ત્યારે તે રાજાએ પોતાની સેનાને અર્જુન વડે હણાતી જોઈને ક્રોધથી લાલ આંખોવાળો થઈને તેને દ્રૌપદીને કેશ (વાળ) વડે પકડીને For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૨૩૨ સર્ગ - ૯ ચાબૂકના ચાબખા વડે પ્રહાર કરવા લાગ્યો. તે સમયે માથા પર રહેલા સૂર્યના સખત તાપથી ૬ ઉપવાસના તપથી અને યુદ્ધ કરવાના કારણે તે પાંડવોના તાળવાને સૂકાવી દેતી ભયંકર તૃષા ઉત્પન્ન થઈ. એટલે કે મોટું સૂકાવી દેતી પાંડવોને તૃષા લાગી. ઉત્કૃષ્ટ તૃષાથી અત્યંત પીડાતા યુધિષ્ઠિરે ભીમાદિ ભાઈઓને કહ્યું : “હે બંધુઓ ! મને તૃષા અત્યંત દુઃખ આપે છે. તેનાથી પીડાતો હું એક ડગલું પણ ચાલવા સમર્થ નથી, હે બંધુઓ ! અહીંથી બહુ દૂર નહિ, લીલા પાંદડાથી શોભતું વડ વૃક્ષ દેખાય છે. તેની ચારે બાજુ, ચારે દિશામાં હારિત, કપિન્જલ, હંસ, બક (બગલા) આદિ પક્ષીઓનો સમૂહ પરિભ્રમણ કરે છે. તેથી નિશ્ચિત ત્યાં પાણીનો સંભવ છે. તમે ત્યાં જઈને પાણી લાવો. આ પણ દ્રૌપદીનો ચોર આપણને જોઈને જ્યાં સુધી વિલંબ કરતો છે, ત્યાં સુધી પાણી પીવાય, પાણી પીને ત્યાર પછી આ દ્રૌપદીના ચોરને યમનો દાસ બનાવીશું.” એ પ્રમાણે કહીને યુધિષ્ઠિરે પાણી લાવવા માટે નકુલ અને સહદેવને મોકલ્યા. તે બેઉએ તે સરોવર પર જઈને ઇચ્છા મુજબ પાણી પીધું. પછી યુધિષ્ઠિરાદિ ભાઈઓ માટે કમળના પડીયામાં પાણી ભરીને જ્યાં પાંચ-છ ડગલા ચાલ્યા, તેટલામાં અત્યંત મૂર્છાથી ઘેરાયેલા જમીન ઉપર પડી ગયા. અહો ! વિધિનું આશ્ચર્ય ! જીવો કર્મો થકી આ પ્રમાણે દુઃખી થાય છે. પાણીને આવવામાં વિલંબ જોઈને અથવા વિલંબ થવાથી યુધિષ્ઠિરે અર્જુનને કહ્યું: “હે વત્સ ! પાણી માટે ગયેલા નકુલ અને સહદેવ ફરી પાછા આવ્યા નથી. તેનું શું કારણ છે ? જલ્દી તું જા. ત્યાં જઈને તેઓનું શું થયું છે, તે સમાચર લઈ આવ. જલ્દી પાણી લાવીને મારી તૃષાને દૂર કર.” પછી ત્વરિત ત્યાં ગયેલા અર્જુને પોતાના બે સ્કંધ જેવા નાના ભાઈઓને પડેલા જોયા. તે બંનેને તેવી રીતે પડેલા જોઈને અર્જુન મોટા સ્વરે પોકાર કરે છે કે : “હા વત્સો ! તમે કોના થકી આવી સ્થિતિને પામ્યા. અર્થાત્ તમારી આવી સ્થિતિ કોને કરી ? હે વત્સો ! તમે જલ્દી ઉઠો. મોટા ભાઈ આર્ય એવા યુધિષ્ઠિર અત્યંત દુઃખી થાય છે.” એ પ્રમાણે વારંવાર બોલતો અર્જુન સરોવર પર જઈ પોતે પાણી પીને પછી કમળના પાનમાં ભાઈને માટે પાણી લઈને જ્યાં ચાલે છે, ત્યાં અર્જુન પણ તેવી જ રીતે ભૂમિ પર પડી ગયો. ફરી યુધિષ્ઠિરે ભીમને કહ્યું : “હે બંધુ ! ભાઈને જોવા માટે મોકલેલો અર્જુન ઘણો વખત થઈ ગયો છે, છતાં પણ હજુ કેમ નથી આવ્યો ? ભાઈઓના સમાચાર લઈ આવ અને મારા માટે પાણી પણ લઈ આવ.” એ પ્રમાણે યુધિષ્ઠિરના કહેવાથી ભીમસેન સરોવરના કાંઠે પહોંચ્યો. ત્યાં પોતાના ભાઈઓને મૃત્યુ જેવી દશા પામેલા જોઈને અત્યંત વિલાપ કરવા લાગ્યો : “હે વત્સ! તમારી આવી દુઃખકારી સ્થિતિ ક્યારે આવી પડી ? હે વત્સ ! કયા શત્રુ વડે આપણી દ્રૌપદીનું અપહરણ For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૯ ૨૩૩ પાંડવ ચરિત્રમ્ થયું છે ? આપણી માતા એકલી એકલી દુઃખી થઈને રહી છે. તમે કેમ સુખપૂર્વક સૂઈ રહેલાની જેમ સુખે રહ્યા છો ?” બંધુઓ ! આર્ય યુધિષ્ઠિરની તૃષાને દૂર કરીને પછી હું તમારી સુશ્રુષા કરીશ. એમ કહીને પાણી પીને કમળના પાંદડામાં જલને લઈને ભીમ પણ તેવી રીતે પાંચ-છ પગલા જઈને ભૂમિ પર પડી ગયો. ભીમને પણ ઘણો સમય થયેલો જાણી યુધિષ્ઠિરે વિચાર્યું કે હવે હું જઈને ચારેય મારા ભાઈઓને શોધું. એમ મનમાં વિચારીને યુધિષ્ઠિર સરોવર પાસે ગયા. ત્યાં પોતાના ભાઈઓને પડેલા જોઈને યુધિષ્ઠિરે કહ્યું : “હે વત્સ ! ભીમ ! મને છોડીને આ નિદ્રામાં કેમ સૂઈ ગયો છે? દુઃખી એવા મારી હમણાં હમણાં કેમ ઉપેક્ષા કરે છે? દુર્યોધનની સાથળનો ભંગ તે ગદા વડે કર્યો નથી અને દુઃશાસનની છાતી ચીરી નથી, તો પણ મને કેમ તજી દીધો? જેના વડે હે મહાબાહુ! હિડંબ, બકુ, કિર્ગીરાને તે યમના અતિથિ બનાવ્યા છે. તે તારું બળ ક્યાં ગયું? હે વત્સ ! અર્જુન ! તું મારા પ્રાણથી પણ કંઈ જુદો નથી. યુધિષ્ઠિર જીવિત હોવા છતાં પણ તારી આવી દશા કેવી રીતે થઈ ? આજ સુધી પણ દ્રૌપદીનો પરાભવ સહન કર્યો નથી. તું આમ કેમ સૂતો છે. શત્રુનું પરાક્રમ ભૂલી ગયો છે?” ઇત્યાદિ દીન વચનને ઉચ્ચારતાં વારંવાર મૂર્છાને પામે છે. ફરી સરોવરના શીતલ પવન વડે ચેતનાને પ્રાપ્ત કરેલ યુધિષ્ઠિર આ પ્રમાણે વિલાપ કરે છે : હે બંધુ ! વૃકોદર ! કોઈપણ પાપી વડે ઉપાડી જવાતી દ્રૌપદીને તારે જ છોડાવવાની છે તો શા માટે તું નિશ્ચિત બની સૂતો છે ? હે ભીમાર્જુન ! બાર વર્ષ પૂર્ણ થવા આવ્યા છે, તમે સમુદ્રને ઉતરીને ગાયના પગ જેટલા નાના ખાબોચિયામાં કેમ ડૂબેલા છો ? હે બંધુ અર્જુન ! તમે કર્ણની માનતાથી આવી સ્થિતિને શું પ્રાપ્ત કરી ? હે વત્સ ! નકુલ... સહદેવ ! હું સાજો સારો ઘરે જઈને માતા માદ્રીની આગળ શું કહું (કહીશ) ? એ પ્રમાણે વિલાપ કરતાં યુધિષ્ઠિરને જોઈને કોઈક ભીલ બોલ્યો : “હે કાયર પુરુષ ! તમારી પત્નીને કોઈપણ પુરુષ લઈ ગયો છે. તેના ઉપવસ્ત્ર (સાડલા)ને દૂર કરીને અત્યંત ચાબૂક વડે મારે છે. તેણી પણ તમારું નામ લેતી હે આર્યપુત્ર ! આર્યપુત્ર ! એ પ્રમાણે કહી કરૂણાયુક્ત રડે છે, યાને રૂદન કરે છે. For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૨૩૪ | સર્ગ - ૯ આ તમારા ભાઈઓ શીત સરોવરના પતનથી ફરી ચૈતન્યતાને પામશે. તમે ત્યાં જઈને ત્યાં સુધી સ્વપત્નીનું રક્ષણ કરો. કારણ કે મહાપુરુષને પત્નીનું રક્ષણ ન કરવાથી કલંક લાગે છે. તે ભીલ્લના આવા વચન સાંભળીને ક્રોધથી બળતો યુધિષ્ઠિર પાણી પીને વેગથી દોડતા ભાઈની સમીપે તે પણ પડી ગયા. ત્યારે તે પાંચ પાંડવોને તેવી મૂર્છા આવી હતી. જેથી તેઓને વિદ્યાધરોએ મૃત્યુ પામ્યા છે, એવો નિર્ણય કર્યો. તે મૂર્છાના સમયે તે પાંડવોના દુઃખથી પશુઓએ પણ ઘાસ વગેરે ખાવાનું છોડી દીધું. પછી ક્ષણાંતરે તે પાંડવોએ સમસ્ત પ્રાણીઓના આનંદ સાથે નયનોને ખોલ્યા. પછી કમળપાત્રમાં પાણી લઈને રત્નમાલા વડે પવિત્ર કરેલ પાણી વડે ચારે બાજુ સિંચતી અને પોતાના કપડાના પાલવના છેડાથી પોતાના પતિને વિંઝતી (પવન નાખતી) બધાય પાંડવોએ પોતાની આગળ પોતાની પત્ની દ્રૌપદીને જોઈ અને તેવી રીતે અશ્રુથી ભરાયેલી આંખવાળી માતાને પણ જોઈ. પછી તે પાંચેય પાંડવો માતા અને પત્નીની સાથે તે સરોવરના કાંઠે એક વૃક્ષની નીચે બેઠા અને પરસ્પર વાતો કરવા લાગ્યા. યુધિષ્ઠિરે પ્રિયા દ્રૌપદીને કહ્યું : “હે પ્રિયે ! તારું અપહરણ કરનાર તેવા તે પાપીઝે તને શું કર્યું? તે ક્યાં ગયો? તે કહે.” દ્રૌપદીએ તે બધાની આગળ આ પ્રમાણે કહ્યું: “હે પ્રાણનાથ ! તમો પાણી પીવા માટે ગયા, ત્યારે તે પાપીષ્ઠ મને મૂકીને ક્યાં ગયો તે હું જાણતી નથી ? તે સેના પણ ક્યાં ક્યાં ગઈ? તે પણ જોઈ નથી, પરંતુ એકલી અટુલી હું તે વનમાં અહીં તહીં ભટકતી જંગલી પશુઓના ભયંકર અવાજોને સાંભળતી ભયથી વિદ્વલ બની.” ત્યાં કોઈ ભીલે શીઘ આવીને મને કહ્યું: “હે ભદ્ર ! મારી સાથે ચાલ. જેથી હું તારા પતિ એવા પાંચેય પાંડવોને બતાવું.” તું એકાકી આ નિર્જન વનમાં કેમ ફરે છે ? એમ કહીને તે ભીલે મને અહીં લાવીને મૂકી. વળી પુણ્યવાળો એવો તે ભીલ કુન્તીને પણ અહીંયા લાવ્યો. પછી તે બીજે જતો રહ્યો અને સાસુ સાથે મેં તમને મૃતપ્રાયઃ જોયા. તેથી ઘણી દુઃખી થયેલી હું કોઈ દેવને યાદ કરું છું. ત્યાં એકાએક મેં બ્રહ્માંડ ફાટી ગયા જેવો કિલકિલારવ સાંભળ્યો. તે સાંભળીને મેં વિચાર્યું, નિશ્ચિત આ રાક્ષસી સામે આવી રહી છે. એ પ્રમાણે જ્યાં હું વિચારું છું, ત્યાં એક રાક્ષસી દશ્યમાન થતી દેખાઈ. તે કેવા પ્રકારની તે કહે છે. શ્યામ આકૃતિવાળી, પહોળા મુખવાળી, બહાર નીકળેલા દાંતના અંકૂરથી ભયંકર લાગતી, પીળા વાળવાળી, પીળી આંખોવાળી, ગવલ મસી અને વાદળના વર્ણ જેવી, હાથમાં કાતરવાળી, ચારે બાજુ ફૂંફાડા મારતી, અસ્થિના આભૂષણથી શણગારાયેલી, આકાશમાંથી ઉતરેલી, શીધ્ર સામે આવતી જોઈને મેં વિચાર્યું, આ કૃત્યા રાક્ષસી છે, એમ મેં નિશ્ચય કર્યો. હવે પાપમાં લીન એવી For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૯ ૨૩૫ પાંડવ ચરિત્રમ્ આ શું કરશે ? એ પ્રમાણે જ્યાં ચિંતવ્યું ત્યાં જ પિતાના જેવો સ્નેહથી ભીંજાયેલા મનવાળો તે જ ભીલ્લા નાવની અંદર તૈયાર થઈને બેઠો. રાક્ષસીઓથી પરિવરેલી તે રાક્ષસી પણ આવી. તમને મૃત્યુ પામેલા જોઈ વિલખી થઈને જતી રહી. પછી કૃત્યા રાક્ષસીએ બીજી રાક્ષસીને કહ્યું: દુરાત્મા એવા બ્રાહ્મણે મોકલેલી એવી હું મરેલા પાંડવોને કેવી રીતે હણું ?” એવા કૃત્યના વચન સાંભળીને ભીલ્લ બોલ્યો : હે પિંગલે ! તારા જેવીને મૃતકનો સ્પર્શ અમંગલ કરનાર થશે. આ સરોવરનું વિષ જેવું પાણી પીને મૃત્યુ જ પામેલા છે, તેમાં જરાય સંશય નથી. હે ચંડી ! હે કૃત્યે ! જો એઓમાં થોડું પણ જીવિતપણું હશે તો તેઓ નિશ્ચિત શત્રુનો ક્ષય કરનારા થશે, પરંતુ મૃતકોનું ભક્ષણ કરનારા શિયાળ, કૂતરાદિ હોય છે. આથી તને છેતરનારા, ઠગનારા બ્રાહ્મણ સુરોચનનો નાશ કર. જેથી કરીને ફરી આ પ્રમાણે ઠગનારો ન બને. એ પ્રમાણે ભીલનું કહેલું સાંભળીને ક્રૂરકર્મ કરનારી રાક્ષસી આકાશમાર્ગે ચાલી ગઈ. તમારી પાસે આર્યા કુન્તી આવી છે. તમને મૃત્યુ પામેલા જોઈને અત્યંત રડી રહી છે. હું પણ રુદન કરું છું. તેટલામાં નાગરાજે આપેલું કાનમાં રહેલું કમળ જોઈને નાગરાજે કહેલું વચન સ્મરીને યાદ કરીને) મેં આર્યા કુન્તીને કહ્યું : “હે માતા ! મારા કાનમાં રહેલુ કમળ વિકસ્વર દેખાય છે. તેથી નિશ્ચય થાય છે કે મારા પાંચેય પતિ જીવિત જ છે. કોઈપણ કારણે મૂર્છા આવી ગઈ છે.” આથી હે માતા ! તમારા પુત્રોના શત્રુઓ માટે કંઈક પ્રતિકાર વિચારીએ આ પ્રમાણે બોલતી એવી મને કૃપાળુ ભીલે ક્યાંયથી આવીને કહ્યું : “રાજાના કંઠને વળગી રહેનારી હે ભદ્રે ! ચિંતા કર નહિ.” સરોવરના પાણીમાં રાજાના કંઠમાં રહેલી રત્નમાલાને નાખીને પતિઓ પર છાંટી, તેના વચનને મનમાં ગ્રહણ કરીને તમને પાણી વડે સિંચ્યા અને તમારા જીવવાપણાના કારણે મારા મનોરથો ફળ્યા છે. યુધિષ્ઠિરે કહ્યું: “હે પ્રિયે ! જેણે આપણા પર ઉપકાર કર્યો છે તે ભીલ્લ ક્યાં છે?” એ પ્રમાણે પ્રિયાને વારંવાર કહીને યુધિષ્ઠિરે બધી જ દિશાઓમાં નજર નાખી, પરંતુ ક્યાંય ભીલ્લા દેખાતો નથી, સરોવર નથી. તે વટવૃક્ષ નથી અને ભીલ પણ નથી. માત્ર પોતાની ઝૂંપડીની પાસે પરિવાર સાથે યુધિષ્ઠિરે પોતાને જોયા. તેથી ચિંતવે છે, શું આ ઈન્દ્રજાલ છે ? અથવા દેવ નિમિત્ત મારો પ્રતિભ્રમ છે ? અથવા શું મારો મતિમોહ છે ? ઇત્યાદિ યુધિષ્ઠિર જ્યાં ચિંતવે છે, તેટલામાં દિવ્ય વસ્ત્ર ધરનારો કોઈક દેવ યુધિષ્ઠિરની સામે પ્રત્યક્ષ થયો) આવી ઊભો રહ્યો. આશ્ચર્યથી વિકસ્વર મુખવાળા યુધિષ્ઠિરને તે દેવે કહ્યું : “હે વિશ્વભરાધીશ ! તમે જે એકચિત્તથી જૈન ધર્મ આરાધ્યો છે, તેનું આ માત્ર ફૂલ (પાંખડી) છે. મારાથી તમને સુખ પ્રાપ્ત For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૯ પાંડવ ચરિત્રમ્ ૨૩૬ થયું છે. કારણ કે હું સૌધર્મ દેવલોકમાં રહેનારો વાસવવલ્લભ નામનો દેવ છું. ધર્મ પાલનમાં આગળ, તપ–નિયમમાં દત્તચિત્ત એવા તમારા ઉપર કરેલા કૃત્યા રાક્ષસીના ઉપસર્ગને અવધિજ્ઞાનથી જાણીને તેને દૂર કરવા માટે હું ત્વરિત તમારી પાસે આવ્યો હતો. પછી મેં કૃત્રિમ સેના વિકુનિ તમારી પ્રિયાનું હરણ કરીને ચાબૂકના પ્રહારના વ્હાનાથી મંદાર=કલ્પવૃક્ષના ફૂલની માળાથી તેને પૂજી હતી. આ સરોવર પણ મેં બનાવેલું હતું. બીજા લોકોને અમૃત જેવો આનંદદાયક તમારા વિશે વિષતુલ્ય પાણી પણ મેં કર્યું હતું. પછી હું ભીલ્લ પણ થયો હતો. તમોએ પણ ઘણું દુષ્કર્મ ભોગવ્યું છે, હવે થોડું જ બાકી છે. તમારા તપના પ્રભાવથી આ બધી સહાય મેં કરી હતી. કારણ કે નિકાચિત કર્મને ખપાવવા માટે તપ જ પ્રભાવશાળી છે. હવે મને સ્વર્ગમાં જવા માટે અનુજ્ઞા આપો.’’ યુધિષ્ઠિરે કહ્યું : ‘‘હે દેવેશ ! તમે સુખપૂર્વક સ્વેચ્છાએ સ્વસ્થાનમાં જાઓ. ફરી પણ અવસર આવ્યે છતે અમને સહાય કરજો.” દેવે પણ કહ્યું : ‘અવસરે આવીશ, એમ કહીને પોતાના સ્થાનમાં ગયો. સૂર્ય પણ અસ્તતાને પામ્યો.' હવે પાંડવોએ દુર્યોધનની ઇર્ષ્યાને વિચારતા સુરોચન બ્રાહ્મણનું દુશ્ચરિત્ર અને કૃત્યાએ કરેલું કષ્ટ વિચારતા અને દેવનું સૌજન્ય ચિંતવતા તે રાત્રિ અર્ધ ક્ષણની જેમ પસાર કરી દીધી. હવે સાત દિવસના ઉપવાસવાળા તે પાંડવોને જોવા માટે સૂર્ય પૂર્વ સમુદ્રમાંથી શીઘ્ર બહાર નીકળ્યો. તે જાણે તેઓને પારણા માટે પ્રાર્થના કરતો હોય તેમ પોતાના કિરણરૂપી હાથ વડે વારંવાર સ્પર્શ કરતો લાગતો હતો. હવે વન સંબંધી ધાન્ય, ફલ અને શાક વડે દ્રૌપદીના હાથથી બનાવેલી રસોઈ વડે કુન્તીએ પોતાના પુત્રોને પારણાને માટે નિમંત્રણ આપ્યું. પછી સાત દિવસના ઉપવાસવાળા તે પાંડવો સુપાત્રદાનને આપવાની ઇચ્છાથી આ પ્રમાણે વિચારે છે. મનુષ્ય જન્મમાં તેનો જન્મ ધન્ય છે કે જેઓને પારણાના અવસર પર સાધુનો સંયોગ પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે પાંડવો વિચારતા હતા, તે સમયે નજીકમાં ઉતરેલા સાર્થમાંથી સાક્ષાત્ ધર્મની મૂર્તિ જેવા ચરણ મૂકવા થકી પૃથ્વીને પાવન કરતાં સુચરિતસૂરિના શિષ્ય ધર્મઘોષ નામના મુનિ માસક્ષમણના પારણે તેઓની પાસે આવ્યા. તે તપોધનને જોઈને હર્ષ ભરાયેલા, ખીલેલા રોમાંચથી અંકિત થયેલા શરીરવાળા તે પાંચેય પાંડવોએ અસન, પાન આદિ આહારનો સમૂહ મુનિની આગળ મૂકીને આ પ્રમાણે ચિંતવ્યું. અહો ! અમારૂં ભાગ્ય આજે ફળ્યું. કારણ કે આવા પારણાના આવેલા અવસર દિને આવા જંગલમાં આ સાધુનો સમાગમ થયો છે. અર્થાત્ સાધુ આવી ગયા. ઇત્યાદિ ભાવના ભાવીને નિર્દોષ યોગ્ય (કલ્પનીય) આહારના ભાજનોને લાવીને બધાય સામે ઉભા રહ્યા. For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૯ ૨૩૭ પાંડવ ચરિત્રમ્ હે પ્રભો ! અમારા ઉપર અનુગ્રહ કરીને આ નિર્દોષ યોગ્ય (કલ્પનીય) આહારને ગ્રહણ કરો. કારણ કે મહાપુણ્ય થકી નિર્ધનને પણ નસીબ યોગે નિધિ પ્રાપ્ત થાય છે. મુનિએ પણ દ્રવ્યાદિ વડે શુદ્ધ આહાર જાણી નિસ્પૃહી હોવા છતાં પણ તેની પાસેથી અશન, પાન, આહારને લીધો. તે સમયે ત્યાં દેવે પંચ દિવ્ય કર્યા. આ પ્રમાણે : આકાશમાં દેવોએ દુંદુભિ વગાડી, પછી દેવોએ વસ્ત્રની વૃષ્ટિ કરી, પછી સુવર્ણની વૃષ્ટિ કરી, પછી સુગંધિ જલની વૃષ્ટિ કરી, પછી પુષ્પવૃષ્ટિ દેવોએ કરી. એમ પાંચ દિવ્યો પ્રગટ કર્યા. અશનાદિક આહાર ગ્રહણ કરી મુનિ પોતાના સ્થાને ગયા. હવે આકાશમાં રહેલા કેટલાક દેવો બોલ્યા : “હે પાંડવો ! તમારા પાપો નાશ પામ્યા છે અને બાર વર્ષ પૂરા થયા છે. હવે તેમા વર્ષે વેશ પરિવર્તન કરી વિરાટ નગરે રહેવું. ત્યાં તમને સંપદાની પ્રાપ્તિ થશે.” એમ કહીને સમ્યગ્દષ્ટિ દેવતા પોતાના સ્થાનમાં ગયા. પાડુપુત્રોએ સાધુ ભગવંતને દાનરૂપ પુણ્યમય પહેલું પારણું કર્યું. પછી દેહને આધાર નિમિત્ત અન્નવાળું શરીરની સ્થિતિને કરનારું પારણું કર્યું. પારણા કરનારા પાંચેય પાંડવોએ કેટલાક દિવસ ત્યાંજ રહીને દેવ-ગુરુ-ધર્મની સેવામાં રત વિરાટનગર તરફ જવાનો વિચાર કર્યો. આ પ્રમાણે શ્રીમત્તપાગચ્છાધિરાજ ભટ્ટારક શ્રી હીરવિજયસૂરિ પટ્ટાલંકાર ભટ્ટારક શ્રી વિજયસેનસૂરિના સામ્રાજ્ય પંડિત દેવવિજય ગણિ રચિત ગદ્યબદ્ધ સુંદર પાંડવ ચરિત્રમાં દુર્યોધનને છોડાવવાનો અને કૃત્યારાક્ષસીના ઉપસર્ગને પાછો વાળવાના નામનો નવમો સર્ગ For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ (દશમો સર્ગ) હવે દેવની વાણી સાંભળીને પાડુપુત્રોએ ગુપ્ત રીતે દૈતવનથી નીકળીને વિરાટનગર તરફ પ્રયાણ કર્યું. તેઓ માતાને આગળ કરી તેની પાછળ જતાં પર્વત, ઉદ્યાન, નગર, ગામ, ખીણ વગેરેથી શોભતી એવી પૃથ્વીને ઓળંગતા વિરાટનગરીની સીમમાં આવ્યા. તે નગરને જોઈને મોહિત થયેલા મનવાળા તેઓ (તે પાંડવો) ત્યાં રહેલા સરોવરમાં સ્નાન કરીને નિર્મલ પાણી પીને માર્ગમાં ચાલતાં લાગેલા શ્રમને દૂર કર્યો. સરોવર પર રહેલા એક આંબાના વૃક્ષની નીચે છાયામાં બેસી પરસ્પર એકબીજા વાતો કરવા લાગ્યા. યુધિષ્ઠિરે કહ્યું: “હે બંધુઓ ! સામ્રાજ્યની સુરભિને ભોગવનારા ભાગ્યશાળી એવા તમને કુબુદ્ધિવાળા મેં આવી દુર્દશાને પ્રાપ્ત કરાવી. તે આ પ્રમાણે તમોએ બાર વર્ષ સુધી મારી આજ્ઞાનું પાલન કર્યું. હવે તેવી રીતે મારી આજ્ઞાથી એક વર્ષ વેશનું પરાવર્તન કરીને વિરાટનગરના રાજા મસ્ય રાજાના આવાસમાં ગુપ્ત રીતે સેવામાં રહેવાનું છે.” યુધિષ્ઠિરે કહેલું સર્વ બંધુઓએ સ્વીકાર કર્યુંતે કહેતાં કહે છે. પહેલાં નામ પરાવર્તન કરીએ તે આ પ્રમાણે, જય, જયંત, વિજય, જયસેન અને જયદલ આ પ્રમાણે નામ રાખ્યા. હે બંધુઓ ! કપરા સંયોગમાં ક્યારેક કામ આવી જાય તો તમારા ઉપર કહ્યા પ્રમાણે નામ રાખ્યા છે. મોટા ભાઈનો શિષ્ટાચાર સાચવતાં તેઓએ તે નામનો સ્વીકાર કર્યો. તે બંધુઓ ! તમારા શસ્ત્રો જોઈને લોકો આપણને આ પાંડવો છે, એવી કલ્પના કરશે. આથી તમારા શસ્ત્રો કોઈપણ સ્થાનમાં સંતાડવા યોગ્ય છે. શસ્ત્રો છૂપાવવાના કારણે તમોને કોઈપણ જાણી નહિ શકે. વિજયે કહ્યું: “હે બંધુઓ ! આ ભયંકર વનમાં એક જીર્ણ સમીવૃક્ષની નીચે ફૂંફાડા મારતો સર્પ બીલ (રાફડા)માં રહે છે. તેની નીચે છૂપાવેલા શસ્ત્રોને કોઈપણ જોશે નહિ, એમ કહીને For Personal & Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૦ ૨૩૯) પાંડવ ચરિત્રમ્ બધા શસ્ત્રો તે પર્વતની ગુફામાં સર્પબીલ નજીક સમીવૃક્ષની પાસે અર્જુને રાખ્યા.” પછી તે પાંડવોએ જુદા જુદા વેષોને ધારણ કર્યા. યુધિષ્ઠિરે જાતે મહાબ્રાહ્મણનો વેશ પહેરીને બધા પહેલાં આગળ થઈને વિરાટનગરમાં પ્રવેશ કર્યો. પછી તે પાંચ પાંડવો નગરને જોતાં વિરાટ દેશના રાજા મલ્યરાજાની સભામાં આવ્યા. તે પાંચેયની અંદર રહેલો, બાર અંગોમાં તિલકોને કરેલો (ધરતો) પવિત્ર દાભવાળો, યજ્ઞોપવિતવાળો, શ્વેત કપડાં પહેરેલો દ્વાર પર આવેલો જયવિપ્રને જાણીને દ્વારપાલે અંદર સભામાં જઈને મત્સ્યરાજાની આગળ વિનંતી કરી. હે રાજેન્દ્ર ! તમારા દ્વાર પર કોઈ પાંચ પુરુષો આવ્યા છે. તમારી આજ્ઞા હોય તો સભામાં આવશે. રાજાએ કહ્યું : “બોલાવી લાવો.” પછી દ્વારપાલે બોલાવેલા પાંચેય જણા રાજસભામાં આવી ગયા. મત્સ્યરાજા તે પાંચેયના રૂપને જોઈને કૌતુકથી ઉત્સુક મનવાળો વિચારે છે. અહો ! જાણે શું ધર્મ જાતે જ બ્રાહ્મણ રૂપે પૃથ્વીતલ પર ઉતર્યો ન હોય ? અથવા તો સુરગુરુ (બૃહસ્પતિ) મને પવિત્ર કરવા માટે સ્વર્ગથી અહીં આવ્યા છે. કારણ કે બ્રાહ્મણની આવા પ્રકારની આકૃતિ મેં ક્યારે પણ જોઈ નથી. મસ્યરાજાએ નમસ્કાર કરેલો, આશીર્વાદ આપેલો રાજાએ બતાવેલ જયવિપ્ર આસન પર બેઠો. મત્સ્ય રાજાએ પૂછ્યું : હે વિપ્ર ! તું ક્યાંથી આવ્યો છે? - જયવિએ કહ્યું: “હે રાજેન્દ્ર ! હું કંક નામનો બ્રાહ્મણ છું. તમે મને યુધિષ્ઠિરનો પ્રિય મિત્ર નામનો પુરોહિત જાણો. દરરોજ રાજાનો જુગારી હું સર્વત્ર જયને મેળવનારો છું.” એ સાંભળીને મસ્યરાજાએ જયવિપ્રને પૂછ્યું : “હે વિપ્ર ! આ રીતે તું નજીક હોવા છતાં યુધિષ્ઠિર કેવી રીતે હારી ગયા. દુર્યોધન કેવી રીતે જીતી ગયો.” જયવિએ કહ્યું : “ત્યારે હું બીજે ગામ ગયો હતો. મારા પરગામ જવાથી કપટી એવા દુર્યોધને માયા કરીને પોતાના નગરમાં લાવીને સમસ્ત પૃથ્વી હરાવી દીધી.” યાને યુધિષ્ઠિર દુર્યોધનની માયા કપટથી સમસ્ત પૃથ્વી હારી ગયા. તે દિવસથી લઈને બાર વર્ષ સુધી વનવાસી થયા. તે પાંડવો ક્યાં છે, એના કોઈપણ સમાચાર સાંભળવામાં આવ્યા નથી. આથી માયાવી દુર્યોધનને છોડીને ગુણવાન એવા આપને જાણીને સેવા માટે આવ્યો છું. મસ્યરાજાએ કહ્યું : “હે વિપ્ર ! તું યુધિષ્ઠિરની જેમ મારી પાસે નિઃશંક સુખપૂર્વક રહે. રાજા યુધિષ્ઠિરને ધન્ય છે, જેને તમારા જેવો સારો મિત્ર છે. કારણ કે નીતિશાસ્ત્રમાં કહ્યું છે કેઃ રાજ્યલક્ષ્મી સુલભ છે. પરંતુ તમારા જેવો મિત્ર ક્યાંય પણ મળે નહિ.” એ પ્રમાણે કહીને સુવર્ણ, મુક્તાફલ આદિના આભૂષણોને આપી પુરોહિતપણે સ્થાપીને રાજાએ પોતાની પાસે રાખ્યો અને તે કંક પણ રાજાની સાથે ક્રીડા કરતાં સુખપૂર્વક રહ્યો છે. For Personal & Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ (૨૪૦) સર્ગ - ૧૦ પછી મસ્યરાજાએ ભરાવદાર, મહાત્રિત, પાડા જેવા સ્કંધવાળો સાક્ષાત્ પર્વતના શિખર જેમ આગળ બેઠેલા ભીમને જોઈને પૂછ્યું: “હે મહાત્મન્ ! તમે કોણ છો?” તેણે કહ્યું: “હું યુધિષ્ઠિર રાજાનો વલ્લવ નામનો રસોઈયો છું. હું રસોઈ અને મલ્લયુદ્ધ જાણું છું. યુધિષ્ઠિર મને દરરોજ મલ્લની સાથે ક્રીડા કરાવતા, વિચરતા એક દિવસ દુર્યોધન સાથે રાજ્ય હારી જતાં વનવાસ ચાલ્યા ગયા. હું આપને વિશેષ પ્રકારે કલાને જાણનારા જાણી આપની સેવા માટે આવ્યો છું.” વિરાટ રાજાએ તે વલ્લવને પણ સોનાના ઢગલા વડે સન્માન કરીને શ્રેષ્ઠ રસોઈયા રૂપે સ્થાપિત કર્યો. પછી મોટા નટનું અનુકરણ કરનારા (નૃત્ય કરનારા) વસ્ત્ર પહેરેલા અંબોડામાં વેણી નાખેલી, ખભાને અડતા કાને કુંડલવાળી, આંખોમાં અંજન આંજેલી, અદ્ભત રૂપવતી નારીને જોઈને વિરાટ રાજાએ પૂછ્યું : “હે સુભ્ર ! તું કોણ છે ?” તેણીએ કહ્યું : “હું નારી નથી, હું પુરુષ પણ નથી. હે રાજેન્દ્ર, હું મોટો નટ છું, નપુંસક છું. હે રાજન્ ! કર્મની પ્રકૃતિ મોટી છે (કર્મની ગતિ ન્યારી છે). બધી કલામાં પાર પામેલો હોવા છતાં પણ સંસારમાં કિંમત વગરનો છું. કારણ કે મારાથી કંઈ સિદ્ધ થતું નથી.” પુરુષ કાર્ય કે સ્ત્રીનું કાર્ય સ્ત્રીવેશને ધારણ કરીને પૃથ્વી પર વિચરું છું. યુધિષ્ઠિરનો નાટ્યાચાર્ય રાજ્યનું ભૂષણ થયો. અર્થાત્ યુધિષ્ઠિરના રાજ્યનો ભૂષણરૂપ હું નાટ્યાચાર્ય હતો. તે બૃહત્ નટને સુવર્ણ રાશિ વડે સંતોષીને અંતઃપુરમાં લઈ ગયા અને પોતાની કુમારી ઉત્તરાને ભણાવવા (નૃત્ય શીખવાડવા) માટે તેને સોંપી. એક દિવસ હાથમાં ચાબૂક અંગ પર પરિકરથી બંધાયેલો હાથ અને પગ પર વાળ વિનાના માર્ગમાં કોઈક પુરુષને જોઈ રાજાએ કહ્યું : “હે મહાપુરુષ ! તમે કોણ છો ?” તેણે કહ્યું: “હું યુધિષ્ઠિર રાજાના ઘોડાનો શિક્ષક છું. મારું નામ તંત્રપાલ છે.” અશ્વોના લક્ષણ હું જાણું છું. બધા પ્રકારની ચિકિત્સા જાણું છું, ઉંમર જાણું છું, ઘોડાને ચલાવવાનું જાણું છું. રાજાએ કહ્યું છે તંત્રપાલ! તારી આકૃતિ જ જણાય છે કે તું વિદ્યવાન છે. કહ્યું છે કેઃ ઘડો પરિપૂર્ણ ભરેલો છે. તે તેની ભીનાશ કહે છે. એમ કહીને પરીક્ષા કરીને રાજાએ પોતાના ઘોડાનો નેતા (શીખવાડનાર) બનાવ્યો. તેવી જ રીતે એક દિવસ હાથમાં વાંસની લાકડીવાળો વૃષભના સ્કંધવાળો, મહાબાહુ ધરનારો, વિશાલ છાતીવાળો, ગોવાળીયાના વેશને ધરનારો, માથા પર ફેંટો બાંધેલો એવા પ્રકારના એક પુરુષને મત્સ્યરાજાએ જોયો. ૧. વલ્લવ = (ભીમ) રસોઇયો. For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૦ રિ૪૧) પાંડવ ચરિત્રમ્ વિરાટ દેશના રાજા મત્સરાજાએ તે પુરુષને બોલાવીને પૂછ્યું : “હે મહાત્મા ! તમે કોણ છો?” તેણે કહ્યું: “હું પાંડવોનો ગોકુલના અધિપતિ વલ્લવ નામનો બધાય ગોવાળીયાનો નાયક છું. ગાયના ગર્ભાધાનને જાણું છું. તેના શરીરના લક્ષણ, રોગની ચિકિત્સા ઇત્યાદિ બધું જ હું જાણું છું.” એ પ્રમાણે વલ્લવનું કહેલું સાંભળીને આનંદિત થયેલા હૃદયવાળા એવા તેને ગોકુલનો અધિપતિ બનાવ્યો. વળી એક દિવસ વિદેશી વેશ પહેરેલી, આશ્ચર્યકારી, રૂપ લાવણ્યથી લક્ષ્મીસમ શોભતી, કામદેવની પત્ની રતિના રૂપને અનુસરનારી એટલે (રતિના રૂપ જેવી) દાસીને અનુસરનારી (દાસી જેવી) સુષ્માએ (રાજા-રાણીના) ઘરની નજદીકમાં જતી (ફરતી) જોઈ, કુતૂહલવાળી બનેલી રાજપત્ની સુદેષણાએ તેને બોલાવી, તેણી પણ આવી. રાજપત્નીને નમસ્કાર કરીને તેની પાસે બેઠી રાજપત્નીએ તાંબૂલ આપવા પૂર્વક કહ્યું : “હે સુભાગી ! તારી આકૃતિ રાજપત્ની જેવી દેખાય છે, તો તું પગે ચાલવાપૂર્વક વિદેશમાં કેમ ભમે છે ? તું કોણ છે ? કોની પત્ની છે ?” તેણીએ કહ્યું : “પાડુ રાજાની પુત્રવધૂની માલિની નામની હું દાસી છું. દ્રૌપદીનું સ્નાન, શરીરની માલિશ, લેપન, વાળની અંબોડા રૂપે ગૂંથણી આદિ કાર્ય કરતાં આટલા દિવસ સુખપૂર્વક પસાર કર્યા છે. દુર્યોધનની સાથે જુગાર રમતાં પત્ની સાથે રાજ્ય હારી ગયેલા તે પાંડવો વનમાં વાસ કરતાં ફરે છે (રહ્યા છે). દુરાત્મા દુર્યોધનને છોડીને કૃતનિશ્ચયી તેઓ દ્રૌપદીની સાથે વનવાસ માટે નીકળી ગયા. તેણી પણ પતિની સાથે વનમાં ગઈ. ત્યાંથી વિખૂટી પડેલી હું તમારી પાસે આવી છું.” પછી સુષ્માએ કહ્યું: “હે સુન્દરી ! મારી પાસે સુખપૂર્વક તું અહીંયા જ રહે. તને અહીંયા સુખ પ્રાપ્ત થશે. પરંતુ જો તને મત્સ્યરાજા જશે તો મને ત્યજીને તારી સાથે રહેશે.” દ્રૌપદી ફરી બોલી : “હે સુન્દરી ! તમારે આ ચિંતા છોડી દેવી. કારણ કે આ નગરમાં નાટ્યકાર એવા મારા પાંચ પતિઓ છે, તે વિદ્યાથી આત્માને અદશ્ય રાખનારા અને ગર્વરૂપ પર્વતવાળા તેઓ મને સહાય કરશે. તેઓના પ્રભાવથી મને કોઈપણ કંઈ કહેવાને માટે સમર્થ નથી.” તે સાંભળીને ખુશ થયેલી સુષ્મા તે માલિની નામની દાસીને સુંદર વસ્ત્ર પહેરાવીને સુવર્ણના આભૂષણથી શોભિત કરીને પોતાની પાસે રાખી. સુદેષ્ણાની દાસી બનેલી એવી તે પણ સુદેણાના શરીરની સેવા કરે છે. મુખવાસરૂપ પાનના બીડાને ચાવતી, અંબોડો કરવાના સમયે પુષ્પો વડે બનાવેલી સુંદર માળાને તેમાં ગૂંથતી. અને તે તે પ્રકારના સુગંધી પદાર્થો વડે અંગ પર વિલેપન કરતી રાજપત્નીની દાસી અખંડ આનંદ પામે છે, આપે છે. ૧. વલ્લવ = ગોકુલનો અધિપતિ. For Personal & Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ (૨૪૨ સર્ગ - ૧૦ એ પ્રમાણે રાણીની સેવા=શુશ્રષાને કરતી સુખપૂર્વક રહી છે. તે પાંડવો પણ પોતપોતાના કાર્ય કરતા વિરાટરાજાની પ્રીતિને પ્રાપ્ત કરી આનંદમાં રહે છે. તેવી રીતે બધાય પાંડવો રાત્રિને વિશે કોઈક ઘરમાં રાખેલી માતાના ચરણોમાં નમતા હતા. એ પ્રમાણે ત્યાં રહેલા તે પાંડવોના દિવસો સુખપૂર્વક પસાર થાય છે. તેરમા વર્ષમાં ૧૧ મહિના (અગ્યાર) પસાર કર્યા. ત્યારે તે સમયે સુદૃષ્ણાનો ભાઈ કીચક દાસી એવી માલિનીને જોઈને કામમોહિત થયેલો વિચારે છે. અહો ! આ શું લક્ષ્મી છે ? કે શું સરસ્વતી છે ? કામદેવની પત્ની રતિનું અનુકરણ કરનારી એટલે કે રતિ જેવી સૃષ્ટિમાં પહેલી આવી વિધાતાએ બનાવી છે. તેને જોઈને મોહિત થયેલા એવા તેણે કોઈક દૂતીને તેની પાસે મોકલી. તે દૂતિકાએ પણ માલિની પાસે આવીને આ પ્રમાણે કહ્યું : “હે સખી ! દાસી માલિની, તું ધન્ય છે. કારણ કે સુદેણાનો ભાઈ કીચક રૂપમાં કામદેવની ઉપમા જેવો તને મળવા માટે ઇચ્છે છે. તેને અંગમાં કામદેવરૂપી તાવ હેરાન કરે છે, તે તારા શરીરના સંગમથી જ શમશે.” હે કલ્યાણી ! અમૃતરસની કુંભ જેવી તારા સંગથી તેને ખુશ કર. તારા જેવી જ મનુષ્ય પર કૃપા કરનારી હોય છે. તે સાંભળીને ક્રોધિત થયેલી દાસી માલિનીએ તે દૂતિને કહ્યું : “રે તિ! નિશ્ચિત આ કીચક મૃત્યુ પામશે. મારા શ્રાપથી ભસ્મીભૂત થશે.” જો આ તારું સ્વરૂપ અર્થાત્ તારી આ વાત મારા પતિઓ જાણશે તો તારું જીવવાપણું નહિ રહે. કદાચ તે પણ જીવિત નહિ રહે. એ પ્રમાણે માલિનીથી અત્યંત ક્રોધિત થયેલી દૂતિકા પોતાને ઘેર આવી ગઈ. પછી કરમાઈ ગયેલા મુખવાળી દૂતિએ તિરસ્કારાદિ બધું કીચકની પાસે જઈને કહ્યું કે : “આ માલિનીએ તમે કહેલું કહ્યા પછી મને ગળાથી પકડીને કાઢી મૂકી. તેથી હું રૂદન કરતી તમારી પાસે આવી છું. તે સાંભળીને કંઈક આપીને તેણીને (દૂતિને) પોતાના સ્થાને મોકલી દીધી. ફરી કીચકે દ્રૌપદી માટે ઘણા ઉપાયો કર્યા, પરંતુ માલિનીએ તેનું કહેલું કંઈ પણ માન્યું નહિ. તેથી અત્યંત કામથી વિહ્વલ બનેલા તે કીચકે કમલિનીને જેમ હાથી સૂંઢમાં લે તેમ જતી એવી માલિનીને એકાંતમાં હાથથી પકડી. કીચકે પકડેલી તે માલિની તે કીચકનો કઠોર વચનથી અત્યંત તિરસ્કાર કરે છે. જે દુરાત્મ! શા માટે મરણની ઇચ્છા કરે છે. ખરેખર મારા પતિના હાથના પ્રહારથી તું મરણને પામીશ. એવી માલિનીની વાણી સાંભળીને ક્રોધિત થયેલો હાથ છોડીને જતી એવી તેણીની પીઠ પર લાત વડે પ્રહાર કર્યો. કીચકના મારથી તેણી રાજાની સભામાં આવીને જોરથી રડે (પોકાર કરે) છે. હે રાજેન્દ્ર ! તમારા જેવાનું રાજ્ય (શાસન) હોવા છતાં દુરાત્મા કીચક મને લાત વડે મારે છે. જેના શરણે રહ્યા હોય તેનાથી ભય હોય તો રક્ષક કોણ થશે ? For Personal & Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૦ [૨૪૩ પાંડવ ચરિત્રમ્ જો તમારા જેવા આ પ્રમાણે અન્યાય કરે તો ન્યાય કરનારા કોણ થશે? હે રાજેન્દ્ર ! તેને પાછો વાળો. કીચકે કરેલો અપરાધ મારા પતિઓ સહન નહિ કરે. હું એકલી અટુલી નથી. મારે પાંચ પતિઓ છે. જો મારા પતિઓ કીચકે કરેલો અપરાધ જાણશે તો તેને મૂળથી ઉખેડી નાખશે. આ પાપી કીચક સ્વામિ રહિત અનાથ જેમ મને, મારી પીઠ પર લાત મારે છે. કંક પણ બોલ્યોઃ “હે સુંદરી ! જો આવા જ પતિઓ છે, તો આવા પ્રકારના કીચકના અપરાધને કેમ સહન કરે છે ? હે જુદા બોલી ? ક્યાં છે તારા પતિઓ? અહીંથી ખસ, દૂર જા. રમતા રાજાને વિધ્ર કર નહિ?” એ પ્રમાણે તિરસ્કાર કરાયેલી દાસી માલિની અંતઃપુરમાં પાછી આવી. તે જ રાત્રિએ કોઈ ન જાણે તે રીતે ધીમે પગલે રસોઈ ઘરમાં ગઈ. ત્યાં જઈને દ્રૌપદીએ ભીમના અંગૂઠાને નમાવીને (અડીને) સુખપૂર્વક સૂતેલા ભીમને જગાડ્યો. રોતી એવી દ્રૌપદીને જોઈને ભીમે પૂછ્યું : “હે પ્રિયે ! તું કેમ રુવે છે ?” તેણીએ કહ્યું: “હે પ્રાણેશ ! મારા અંગના સ્પર્શનો અભિલાષી કીચક મને અત્યંત હેરાન કરે છે.” તમારૂં પુરુષત્વ ક્યાં ગયું? જેથી એ પ્રમાણે વિડંબના કરે છે. ભીમે કહ્યું: “હે સુભ્ર ! જો હું એને કાલે યમનો દાસ ન બનાવું તો તું મને ક્યારેય પણ પુરુષમાં ગણીશ નહિ.” મારું એક વચન સાંભળ : એ તને ફરી કામ (વિષયભોગ)ને માટે પ્રાર્થના કરશે. આ કામથી અંધ બનેલા કામીનું લક્ષણ છે. તે મનસ્વિની ! તે કામુકની વાત કપટ (માયા) કરીને પણ માની લેવી. પછી અર્જુનની નાટ્યશાલામાં રાત્રિએ આવવાનો સંકેત કરવો. તારું રૂપ લઈને હું ત્યાં જઈને ગાઢ આલિંગનના બહાનાથી તેનું જીવવાપણું હરી લઈશ. એટલે કે તેને યમસદને પહોંચાડી દઈશ. દ્રૌપદીની સાથે આ પ્રમાણે વિમર્શ કરીને ભીમે દ્રૌપદીને વિદાય કરી. પ્રાતઃવેળાએ રાજમહેલમાં પ્રવેશ કરતી માલિનીને ફરી કીચકે જોઈ અને હાથ પકડીને કહ્યું: “હે સુંદરી ! મને ભજ, મારી સેવા કર. ત્યારે માલિની(દ્રૌપદી)એ પણ સ્નિગ્ધ, મધુર વચને કહ્યું: વારંવાર શું બોલો છો ? જો તમારે મારી સાથે જ કામ હોય તો ઉત્તરા કુમારીની નાટ્યશાલામાં રાત્રિને વિશે પહેલો પહોર વીત્યા પછી આવવું. ત્યાં હું તમારી ઇચ્છાને પૂર્ણ કરીશ.” આ પ્રમાણે સંકેત કરીને બંનેય જણા પોતપોતાના સ્થાનમાં ગયા. મરણની ઇચ્છાવાળા પાપીઓની જેમ સૂર્ય અસ્તને પામ્યો. જાણે પાપરૂપ પંક (કાદવ)ના કારણે અત્યંત અંધકાર છવાઈ ગયો. ત્યારે રાત્રિનો પહેલો પહોર ચાલી ગયા પછી માલિનીના વેશને ધારણ કરેલા ભીમે નાટ્યશાળામાં પ્રવેશ કર્યો. તે શાળાના ખૂણે રહેલા ભીમને સ્નાન કરેલા, પુષ્પ અલંકારથી શોભતા માલિનીના અંગના સંગનો ઇચ્છુક રાત્રિનો પહેલો પ્રહર વીત્યા બાદ કીચકે કહ્યું: “હે માલિની સેરેન્દ્રિ! આવ, મને આલિંગન આપ. કામદેવથી બળતા મારા અંગને તારા અંગના સ્પર્શરૂપ For Personal & Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૨૪૪ સર્ગ - ૧૦ અમૃત વડે શાંત કર. એમ કહીને જ્યાં માલિનીની નજીક આવે છે, ત્યાં જ માલિની રૂપે આવેલા ભીમે કીચકને એવી રીતે આલિંગન આપ્યું કે જેથી કરીને તે જ ક્ષણે કીચક મૃત્યુ પામ્યો. તે મરણ પામેલા કચકને લઈને પગ વડે મસળીને માંસનો પીંડ બનાવીને નાટ્યશાળાના ઝરૂખેથી (બારીએથી) બહાર ફેંકી દીધો. કીચકને યમસદન પહોંચાડીને ભીમ રસોઈ ઘરમાં આવીને વેરને લઈને સુખપૂર્વક સૂઈ ગયો. પ્રભાતે શોકથી ભરાયેલા કીચકના સો ભાઈઓ કીચકનું મૃત્યુ થયેલું જાણીને શોકાતુર બનેલા બધા ઊંચા સ્વરે પોકાર કરતા રડવા લાગ્યા. બધાય કીચકના ભાઈઓ ભેગા થઈને પરસ્પર આલોચના (વિચાર) કરે છે. અહો ! કીચકને કોણે માર્યો ? એક ભાઈ બોલ્યો : “આ કીચક માલિનીમાં રાગવાળો થયો હતો. તેથી નક્કી માલિનીના પતિએ માર્યો છે. માલિનીના કારણે જ આપણો ભાઈ મૃત્યુ પામ્યો છે. તેથી કરીને આ માલિનીને કીચકની સાથે ચિત્તાની અગ્નિમાં નાખીને ક્રોધને શાંત કરીએ. એ પ્રમાણે વિચારીને કીચકના ભાઈથી ખેંચાતી માલિની ખૂબ ઊંચા અવાજે આ પ્રમાણે પોકાર કરવા લાગી. જય જયંત, વિજય, જયસેન, જયદ્રબલ, જે તમે ક્યાંય પણ હો તો મારી રક્ષા કરો, રક્ષા કરો. આ દુરાત્મા એવા કીચકના ભાઈઓ દીન, અનાથ એવી મને અગ્નિમાં હોમવાને ઇચ્છે છે. આ પ્રમાણેની માલિનીની દીનવાણી સાંભળીને રસોઈ ઘરમાંથી બહાર આવી વલ્લવ નામનો રસોઈયો દોડ્યો. વલ્લવ બોલ્યો : “હે મહાપુરુષો કીચકના ભાઈઓ એવા તમે મહાન છો. શા માટે નિરઅપરાધી આ અબલા (માલિની)ને મારો છો ? તમે સ્ત્રી હત્યાના પાપથી ડરતા કેમ નથી ? મત્સ્ય રાજાથી પણ કેમ ડરતા નથી ? કયા કારણે આ અબલાને મારો છો ?” તેઓએ કહ્યું કે આ દાસીના કારણે કોઈ પુરુષે મારા ભાઈ એવા કીચકને હણ્યો છે. આથી એને (માલિનીને) ભાઈની સાથે જલાવીશું. ફરી વલ્લવ બોલ્યો : “આ દીનને છોડી દો. એને મારનારો જે કોઈપણ હશે, તે પણ તમારી સાથે વૈરને કરશે.” તેઓએ કહ્યું : “આ માલિનીના દુઃખથી જેનું માથું દુઃખતું હશે તથા જેનામાં શક્તિ હશે, તે આ માલિનીને ચિતાની અગ્નિમાં નાખનારાઓને અટકાવશે. તે સાંભળીને ક્રોધિત થયેલા ભીમે નજીકમાં રહેલા એક વૃક્ષને ઉખેડીને ક્ષણમાત્રમાં અન્યાય કરનારા કીચકના સર્વ ભાઈઓને હણી નાખ્યા. ત્યારે લોકો આ પ્રમાણે બોલવા લાગ્યાઃ “સુદેણાના ભાઈઓને અને દુષ્ટઆચારવાળા કીચકના ભાઈઓને વલ્લવે હણેલા તેઓ મૃત્યુ પામ્યા. વલ્લવ પણ માલિનીને પોતાના સ્થાનમાં મોકલીને પોતે રસોઈ ઘરમાં આવી ગયો.” પછી ભાઈના વધને સાંભળી સુદૃષ્ણા રાજપટરાણી પોકાર For Personal & Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૦ ૨૪૫) પાંડવ ચરિત્રમ્ કરતી અશ્રુથી ભરેલી આંખવાળી તેણીએ રાજાને આ પ્રમાણે કહ્યું : “હે રાજેન્દ્ર ! તમારી આવી અમીદ્રષ્ટિ હોવા છતાં મને દુઃખ કરનાર થઈ. કારણ કે તમારા નોકરો વડે મારા ભાઈઓ મરાયા છે. પ્રથમ એકલા કીચકે શત્રુ જાણ્યો નહિ. તેથી એ વલ્લવ એકલો હોવા છતાં પણ તેણે (વલ્લવે) મારા બધાય ભાઈઓને હણી નાંખ્યા, તોપણ તમે વલ્લવને કંઈ પણ કહ્યું નહિ. તેથી હું ફાંસો આપીને જીવિતને ત્યાગી દઈશ.” તે સાંભળીને રાજાએ કોમલ વચનો વડે રાણીને સાંત્વન આપતાં આ પ્રમાણે કહ્યું : “હે મૃગાક્ષી ! બીજું જે કાંઈ હોય તે કહે, તે બધું કરીશ, પરંતુ આ વલ્લવ મહા બલવાન છે. કોઈથી પણ જીતવા માટે શક્ય નથી, છંછેડેલો (છંછેડાયેલો) એકલો હોવા છતાં પણ વલ્લવ પૂર્ણ સૈન્યને હણી દેશે. આથી એને બીજા કોઈપણ ઉપાય વડે હણીને શીઘ તારા ભાઈનું વૈર દૂર કરીશ. હમણાં તું મૌન થા.” “પરાક્રમ થકી જે શક્ય નથી તે ઉપાય વડે (કળ વડે કરવું) સોનાના દોરા (હાર)થી કાગડીએ કાળા સર્પને હણી નાખ્યો. હે સુંદરી ! મારું એક વચન સાંભળ :- આ નગરમાં હસ્તિનાપુરથી દુર્યોધન રાજાનો વૃષકર્પર નામનો મહામલ્લ આવ્યો છે. તેની સાથે આ વલ્લવને મલ્લયુદ્ધમાં જોડવો, મલ્લયુદ્ધ કરાવવું. તે મલ્લ ક્ષણમાત્રમાં જ આ વલ્લવને હણી નાખશે. ત્યારે તારું વૈર દૂર (શાંત) થશે. આથી હમણાં તું મૌન રહે. એ પ્રમાણે કહીને તે રાજાએ રાણીને મૌન કરી. એક દિવસે મલ્લનો તિરસ્કાર કરતા અભિમાનનો પર્વત એવો વૃષકર્પર રાજ્યસભામાં આવ્યો અને રાજાને આ પ્રમાણે કહ્યું : “હે રાજેન્દ્ર ! તમારી જ સભામાં જો કોઈપણ પ્રતિમલ્લ (સામે યુદ્ધ કરનાર) હોય તો તે મારી સાથે મલ્લયુદ્ધ કરે.” તે સાંભળીને વિરાટ રાજાએ બોલાવેલા અનેક રાજાઓ સભામાં બેઠા હતા. પરંતુ એક પણ મલ્લ તેની સાથે યુદ્ધ કરવા માટે તૈયાર થતો નથી. તે જીતી શકાય તેવો છે, તે જાણીને રાજા મત્સ્ય રસોડામાંથી વલ્લવ નામના રસોઈયાને બોલાવ્યો અને કહ્યું : “હે વલ્લવ ! તે પહેલાં કહ્યું હતું, હું મલ્લની સાથે યુદ્ધ કરું છું. તારામાં મલ્લયુદ્ધની ચતુરાઈ રહી છે.” વલ્લવે કહ્યું : આ વૃષકર્પરની સાથે યુદ્ધમાં મને યોદ્ધો જાહેર કરો !” રાજા બોલ્યો : “તો તૈયાર થા.” બંને જણા તૈયાર થયા. બંનેયને સ્નાન કરેલા ચંદન, અગરુ, કસ્તુરીની સુગંધથી મહેકતા શરીરવાળા, પર્વતના જેવા ખડતલ, બળદ જેવા મહાત્કંધવાળા, વયથી સરીખા, સરખા સામર્થ્યવાળા તે બંનેને જોઈને લોકોએ કહ્યું : “આની સાથે વલ્લવને યુદ્ધ માટે જોડવો યુક્તિયુક્ત નથી. એટલે કે વલ્લવને આની સાથે યુદ્ધ કરાવવું ઠીક નથી.” કારણ કે – આ મલ્લશ્રમ (વ્યાયામ) કરીને મલ્લ થયો છે. વલ્લવ તો વિના શ્રમે (વ્યાયામ કર્યા વિના) મલ્લ થયો છે. એટલે કે એ કૃત્રિમ છે. બીજો (વલ્લવ) કુદરતી For Personal & Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૨૪૬ સર્ગ - ૧૦ મલ્લ છે. રાજા આ બંનેને યુદ્ધમાં જોડે છે, તે યોગ્ય નથી. પરંતુ ગમે તેમ કરીને સાળાના શત્રુને હણવો જોઈએ. તેમ વિચારીને રાજાએ યુદ્ધમાં તેઓને જોડ્યા છે, તેમ ત્યારે બધા લોકો રાજાની નિંદા કરતા હતા. પછી મલ્લના વેશને ધારણ કરેલા તે બંને બાજુ ઉપર હાથ વડે સ્ફોટ (અવાજ)ને કરતાં સભા મંડપમાં ફરે છે. અર્થાત્ સભા મંડપને પ્રદક્ષિણા આપતા બંને જણા પગ વડે ભૂમિને કંપાવતાં બંનેય જણા હાથ વડે તાળીઓ પાડતાં. વળી બંને મુઠ્ઠીવાળીને દોડતા હતા. વૃષકર્પરને હણવા માટે વલ્લવ સમર્થ હોવા છતાં લોકોના નેત્રને આનંદ આપવા માટે થોડો કાળ વિલંબ કર્યો. એ પ્રમાણે તે બંને સો વાર સુધી જય-પરાજયની રમત કરતાં વિંધ્યાચલમાં ઉન્મત્ત બે હાથીની જેમ પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. અવસર પ્રાપ્ત થતાં બલવાન વલ્લવે વૃષકર્પરને બાંધ્યો. વલ્લવનો જય થતાં લોકો હર્ષ પામ્યા. વૃષકર્પરનો પરાજય થતાં મત્સ્ય રાજા કરમાઈ ગયેલા મુખવાળો થયો. અર્થાત્ દુઃખી થયો. એ પ્રમાણે અવસર પામીને વલ્લવના લાતના પ્રહારથી હણાયેલો વૃષકર્પર મૃત્યુ પામ્યો. વલ્લવનો જય જોઈને રાણી સુદૃષ્ણાએ રાજાને કહ્યું : “હે ભૂમીશ ! આ વલ્લવ મર્યો નથી. પરંતુ વૃષકર્પર કર્યો છે.” રાજાએ રાણીને કહ્યું : “હે દેવી! તું ખેદ ન કર. ફરી પણ કોઈપણ પ્રકારનો ઉપાય કરીને વલ્લવને હણીશ. એ પ્રમાણે કહીને રાણીને આશ્વાસન આપી પોતાના (તેના) સ્થાનમાં મોકલી આપી. વિરાટ રાજાના રસોઈયાએ વૃષકર્પરને હણ્યો. એ બધું દૂતને મુખથી સાંભળીને દુર્યોધને કર્ણ, દુઃશાસન, દ્રોણ, ગાંગેયાદિને એક સ્થાને ભેગા કરીને મંત્રણા (વિચારણા) કરી. હવે મારે શું કરવું ? પહેલાં સુરોચન બ્રાહ્મણે કૃત્યો રાક્ષસીને મોકલી હતી. તે કૃત્યાથી પાંડવો હણાયા નહિ.” પરંતુ તે સુરોચન જ હણાયો. પછી મેં તેરમું વર્ષ જાણવા માટે વૃષકર્પરને મોકલ્યો. આ સંપૂર્ણ ભૂમિ પર સો ક્રોડ કઠોર અંગવાળા એને વૃષકર્પરને જીતવા માટે ભીમ વિના બીજો કોઈ સમર્થ નથી. એ પ્રમાણે મેં વિચારીને વજ જેવા કઠોર શરીરવાળા વૃષકર્પર મહામલ્લને મોકલ્યો. તે પણ ભમી ભમીને વિરાટનગરે પહોંચ્યો. ત્યાં મત્સ્ય રાજાના રસોઈયાથી હણાયો અને મૃત્યુને પામ્યો. તેથી નક્કી તે વૃકોદર જ છે. જ્યાં વૃકોદર છે, ત્યાં બધા પાંડવો રહ્યા છે, તેમ માનવું. કારણ કે રાજ રોગ ખાંસી, શ્વાસ, કફ વગેરે વિના થતો નથી. આથી મારે બધા ભેગા થઈને વિરાટનગરે જઈને ઉત્તર-દક્ષિણ દિશામાં ગાયોને પકડવી. દયાયુક્ત મનવાળા તે પાંડવો જોઇને સહન નહિ કરે, સહન નહિ કરવાવાળો તે પ્રગટ થશે (સામો આવશે). તેથી ફરી પણ તેઓને બાર વર્ષનો વનવાસ અપાશે. એ પ્રમાણે વિચારીને સકલ સૈન્યની સાથે દુર્યોધને વિરાટપુર જવા For Personal & Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૦ [૨૪૭ પાંડવ ચરિત્રમ્ માટે પ્રયાણ કર્યું. તેના ઘોડાની ખુરથી ઉડતી રજથી સૂર્ય અદશ્ય થઈ ગયો. જાણે તેના અન્યાયને નહિ જોવા માટે અદશ્ય થઈ ગયો ન હોય. વળી કુરુકુલ દીપક એવા તે દુર્યોધનને નિષેધ કરવા માટે જાણે પવન સામે આવ્યો. વિરાટ દેશની સામે જતાં તે સૂર્યાસ્ત થતાં શિયાળીયા અવાજ કરવા લાગ્યા. એ પ્રમાણે અપશુકનોએ પાછો વારવા છતાં પણ દુર્યોધન અટક્યા વગર આગળ વધતાં વિરાટ દેશના પાદરે આવી ગયો. હવે વિરાટ દેશના ગુપ્તચરોએ આવીને મત્સ્ય રાજાને જણાવ્યું. સૈન્ય સાથે દુર્યોધન આવે છે, એ પ્રમાણે જ્યાં ગુપ્તચરોએ જણાવ્યું, ત્યાં દક્ષિણ દિશાથી આવતા ગોવાળીયાના બાળકો રાજાની સભામાં આવીને ઊંચા અવાજે પોકાર કરવા લાગ્યા : “હે હે ક્ષત્રિયગણો ! દક્ષિણ દિશામાં રહેલી ગાયો સુશર્મ રાજા હરી લે છે. જો તમારામાં બળ હોય તો ક્ષત્રિય ધર્મને આગળ કરીને તમે દોડો દોડો (સામે જાવ), એવી ગોવાળીયાની વાણી સાંભળીને બધાય ક્ષત્રિયો યુદ્ધ માટે તૈયાર થયા. કહ્યું છે કે – સજ્જન પુરુષો, ગાય, મુનિ, બ્રાહ્મણ, ભૂણ (ગર્ભહત્યા), સ્ત્રી આદિના રક્ષણ માટે પ્રાણોને પણ ઘાસના-તણખલાની જેમ ગણે છે. તેઓને ખરેખર યશ જ પ્રિય છે. હવે શુરવીર સુભટોથી પરિવરેલા મસ્યરાજાએ દક્ષિણ દિશા તરફ પ્રયાણ કર્યું. યુદ્ધ માટે કુતૂહલી સ્ત્રી વેશને છોડી દીધેલ અર્જુન જ્યાં તૈયાર થયો તેટલામાં જ યુધિષ્ઠિરે પાછો વાળેલો અર્જુન તેવી જ રીતે સ્ત્રી વેશમાં જ રહ્યો. બીજા ચારેય પાંડવોએ વિરાટ રાજાની સાથે પ્રયાણ કર્યું. કેવી રીતે ? તે કહે છે. ત્યારે શમીવૃક્ષના શસ્ત્રો લાવીને સહદેવે પોતાના બધાય મોટા ભાઈઓને આપ્યા. તે લઈને પ્રયાણ કર્યું. વિરાટ દેશના રાજાએ મોકલેલા ઉત્તમ વૈતાલિકોએ ગોકુલ લઈને ભાગતા સુશર્મા પાસે જઈને નમીને સંગ્રામ(યુદ્ધ)ને માટે ઉભો રાખ્યો. હે સુશર્મન્ ! ગાયોને ગ્રહણ કરીને શત્રુઓને પીઠ આપીશ નહિ. એટલે કે પાછો પડીશ નહિ. તને મળવા માટે મસ્યરાજા આવ્યો છે, મળીને જજે. એ પ્રમાણે વૈતાલિકના વારંવાર કહેવાથી લજિજત થયેલો સુશર્મા પાછો વળ્યો. પછી બંનેયના ટોચના સૈનિકો સુર અને અસુરની જેમ યુદ્ધ કરવા લાગ્યા. . બંનેના બાણો વડે કપાતા અવયવોની શ્રેણી જેમાં છે, તેવા દુર્ધર, રુધિર નીકળતા ઘા વાળુ યુદ્ધ થવા લાગ્યું. For Personal & Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૦ પાંડવ ચરિત્રમ્ ૨૪૮ જેમાં કાચબાના માથા જેવાં માથાઓ છે. વળી તેમાં હાથ-પગરૂપ માછલાંઓ તરી રહ્યા છે. સાથે વળી પંજારૂપ કમળ ડોલી રહ્યાં છે, તેવી લોહીની નદી વહી રહી છે, એવું યુદ્ધ જામ્યું. સમુદ્રોના તરંગો વડે નદી પાછી ફરે તેમ વિરાટની સેનાથી સુશર્માના સૈનિકો પીછેહઠ કરવા લાગ્યા અને વળી સુશર્માના કેટલાંક બળવાન સુભટો તૈયાર થઈ વિરાટના સુભટો સાથે જોરદાર યુદ્ધે ચડ્યા. સુશર્માના સુભટો વડે ત્રાસ પામેલા મત્સ્યરાજા કંપાયમાન (ધ્રુજવા લાગ્યા) બન્યા. પછી સુભટોથી પરિવરેલ સુશર્માએ વિરાટને ઘેરી લીધો. ફરી વળી વિરાટ રાજાએ સુશર્મા સાથે યુદ્ધ કર્યું. બંનેનું યુદ્ધ ચાલતાં મર્મભાગમાં બાણથી વિંધાયેલો વિરાટ ભૂમિ પર પડી ગયો. તેથી સુશર્મા વિરાટ રાજાને બાંધીને રથમાં નાખીને જ્યાં પોતાના સૈનિકો જાય છે, ત્યાં કંક પુરોહિતે વલ્લવને કહ્યું : “હે વત્સ ! એની સહાયથી અમે એક વર્ષ પસાર કર્યું છે, તો તું આ રાજાની કેમ ઉપેક્ષા કરે છે ?’’ આ ક્રૂર કર્મ કરનારા સુશર્માને હણીને વિરાટ દેશના રાજાને છોડાવ. તેવી યુધિષ્ઠિરની વાણી સાંભળીને સુશર્માને હણવા માટે ભાઈઓની સાથે ભીમ દોડ્યો. ભયંકર મુખાકૃતિવાળા ભીમને સામે આવતો જાણી સુશર્માના સૈનિકો બધી દિશાઓમાં પલાયન થઈ ગયા. પછી ભાઈઓથી પરિવરેલા ભીમે દોડતા જતા ગદાના પ્રહાર વડે સુશર્માના રથને ભેદી નાંખ્યો. મુખમાં આંગળીઓ નાંખતા શરણાગત બનેલા સુશર્માને છોડી દીધો. વિરાટ રાજાને બંધનથી મુક્ત કરીને સુશર્માને બાંધીને પોતાના રથમાં બેસાડીને સંપૂર્ણ ગાયોને પાછી વાળીને જય પ્રાપ્ત કરેલો તે મત્સ્યરાજા વિરાટ દેશ તરફ પાછો વળ્યો. વલ્લવનું આ લોકોત્તર ચરિત્ર જોઈને રાજા વિરાટ ચિંતવે છે: કૌતુકથી શું દેવો પૃથ્વી પર આવ્યા છે ? કારણ કે આમના જેવું પરાક્રમ વર્તમાનમાં કોઈની પાસે નથી. હે વલ્લવ ! આ લક્ષ્મી, આ રાજ્ય તેમજ આ મારું જીવન આજે મારું છે, તે બધું તારૂં જ છે. કારણ કે તું મારો પ્રાણ આપનારો છે. રાજાએ કહેલા આવા વચન સાંભળીને વલ્લવે કહ્યું : “હે રાજેન્દ્ર ! આ તમારો જ પ્રભાવ છે કે જેથી અમે તો તમારા શત્રુને જીતનારા થયા છીએ.” એ પ્રમાણે પરસ્પર પ્રશંસા કરતાં વિરાટ દેશ તરફ જવા લાગ્યા. કંક આદિ બધા લોકોને બહાર બેસાડીને રાજાએ જાતે જ રાજમહેલમાં પ્રવેશ કર્યો. ત્યાં સુદેષ્ણા રાણીને કંઈક શ્યામ મુખવાળી જોઈને પૂછ્યું : “હે પ્રિયે ! જય પ્રાપ્ત કરીને હું તારી પાસે આવ્યો છું, તું કરમાઈ ગયેલા (વિલખા) મુખવાળી કેમ દેખાય છે ?”’ તેણીએ કહ્યું : “હે સ્વામિન્! સાંભળો દેવ ! તમારી દક્ષિણ દિશાની ગાયના ગ્રહણ કરવાના કારણે પાછળ દોડ્યે છતે મધ્ય દિન આવતાં કોઈક ગોપાલ મોટા અવાજે પોકાર કરવા લાગ્યો.’ ઉત્તર દિશામાં દ્રોણ, ભીષ્મ, કર્ણાદિની સાથે દુર્યોધને જાતે જ આવીને ગાયોનું હરણ કર્યું. For Personal & Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૦ ૨૪૯ પાંડવ ચરિત્રમ્ તેથી બધા ગોપાલોએ દુર્યોધન સાથે યુદ્ધ કરીને કેટલાક મૃત્યુને પામ્યા. કેટલાક નાસીને અહીંયા આવ્યા છે અને હું તમારી પાસે આવ્યો છું. તમારા પુત્રને આટલું જ્યાં મેં કહ્યું કે – હે કુમાર ! અતિ બાહુબલી ! યથાયોગ્ય આચરણ કર. એ પ્રમાણે ગોપાલનું સાંભળીને તમારો પુત્ર ઈર્ષાપૂર્વક બળના અતિરેકથી ઉભી થયેલી રોમરાજીવાળો અત્યંત ખેદપૂર્વક આ પ્રમાણે બોલ્યો : “અહીંતહીં ભ્રમણ કરતો તારો પુત્ર ઉત્તરકુમાર આ પ્રમાણે બોલવા લાગ્યો : હે માતા ! મારી આગળ આ દુર્યોધનાદિ કોણ છે? જો કોઈક સુંદર સારથિ થાય તો હું એકલો હોવા છતાં પણ અનેકને જીતનારો છું. જેવી રીતે વિશ્વને સળગાવવા માટે સમર્થ હોવા છતાં અગ્નિ પવન વિના જલતો (સળગતો) નથી.” તે સાંભળીને માલિનીએ કહ્યું : “હે કુમાર! કામદેવ! જે આ ઉત્તરાકુમારીને ભણાવનાર છે, તે વાજિંત્રોનો આચાર્ય બૃહત્રટ છે. બધા સારથિઓનો શિરોમણિ તું તેને જાણ. ઘોડા સાથે રથને ચલાવતો ક્રોડવાર મેં જોયો છે. આ સંસારમાં એનાથી વધીને બીજો કોઈ શ્રેષ્ઠ સારથિ નથી. પછી તે ઉત્તરકુમારે બીજા સારા સારથિના અભાવમાં તે નપુંસક હોવા છતાં તેને સારથિપણે રાખીને રથમાં બેસીને સૈન્યથી પરિવરેલો ગોકુલને વાળવા યુદ્ધ માટે ઉત્તર દિશા તરફ ચાલ્યો. રાણીની તેવી વાત સાંભળીને પુત્ર પ્રેમવાળો મલ્યરાજા વારંવાર વિચાર કરતો આ પ્રમાણે બોલ્યો. “હા ! હા ! આ બાહુ સહાયવાળો ક્ષીરકંઠ મારો પુત્ર ક્યાં ? અને શત્રુરૂપ સરોવરને પીનારી આ કુવાહિની ક્યાં ? તેથી નક્કી મારો આ પુત્ર કુરુવીરવાહિની રૂપ અગ્નિમાં પ્રથમ આહુતિરૂપ બનશે.” એ પ્રમાણે વારંવાર વિચાર કરતાં જાણીને માલિની બોલીઃ “હે રાજન ! બૃહન્નટની સહાય હોવાથી તમારા પુત્રને કોઈ પણ જાતનો ડર નથી. જે રીતિએ ગરુડ નજીકમાં હોવાથી સર્પોની ભીતિ હોતી નથી, જેવી રીતે હાથમાં દીપક હોવાથી અંધકારની ભીતિ હોતી નથી, તે પ્રમાણે આ નજીકમાં બૃહન્નટ રહેલો હોવાથી ઉત્તરકુમારને ભીતિ નથી. આ પ્રમાણે માલિનીની વાણી સાંભળીને જ્યાં મસ્યરાજા કંઈક કહેવા જાય છે, તેટલામાં કોઈએ આવીને ઉત્તરકુમારના આગમનના સમાચાર આપ્યા અને તેથી મસ્યરાજા આનંદ પામ્યો. મત્સ્યરાજા જ્યાં પુત્રની સામે જવા ઇચ્છે છે, તેટલામાં પુત્ર આવીને પિતાના ચરણમાં નમ્યો. પછી રાજાએ બાહુ વડે પકડીને સામે બેસાડી ગાઢ રીતે ભેટીને રણમેદાનના જયના સમાચાર પૂછ્યા. સર્વ સભાજનો યથાયોગ્ય આસને બેસી જતાં મુગટમાં માણેકની જેમ કૃતજ્ઞ એવા કુમારે યુદ્ધની વિગત કહી. જ્યાં કપટપૂર્વક સ્ત્રીના વેશ દ્વારા સ્ત્રીના રૂપને ધારણ કરનાર આ બૃહન્નટ છે, ત્યાં તે યુદ્ધમાં શું જય દુર્લભ હોઈ શકે? એ પ્રકારની ઉત્તરકુમારની વાણી સાંભળીને સર્વ સભાજનોએ પૂછ્યું, વિશેષ પ્રકારે તે વૃત્તાંતને રાજાએ મૂલ (શરૂઆતથી) પૂછ્યું. પછી ઉત્તરકુમારે કહ્યું : “હે રાજન્ ! બીજો સારથિ ન For Personal & Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ (૨૫૦) સર્ગ - ૧૦ મળવાથી નપુસંકને સારથિરૂપે લઈને હું સમરાંગણે ગયો. ત્યાં નગરના અન્તર્માગમાં આ સારથિએ અહીંતહીં રથને ફેરવવા વડે લોકોને હસાવતાં, રમૂજ કરતાં નગરની બહાર ગયા અને ત્યાં કુરુસેનાને જોઈને મનમાં હું ક્ષોભ પામ્યો અને આ (સારથિ) મને રથમાં મૂકીને સ્વયં ક્યાંક જઈને શસ્ત્રો લઈને જલ્દી પાછો આવી ગયો.” પછી મને કહ્યું : “હે શ્રેષ્ઠ કુમાર! તું મનમાં ચિંતાને કર નહિ, તું આ કુરુસેનાને ક્ષણવારમાં જ જીતીને તારી શોભાને વધારીશ. તું નિશ્ચિત થા, એમ કહીને આ બૃહAટે મને સંપૂર્ણ કુરુસેના બતાવી. આ ગાંગેય, આ દ્રોણ, આ કર્ણ, આ સૌબલ અને આ તે દુર્યોધન. આ પ્રમાણે વિશેષતા જાણ. એવા પ્રકારની કસેના જોઈને ડરી ગયો. ત્યારે નાસતા એવા મારો હાથ પકડીને ઉત્સાહપૂર્વક મને કહ્યું : “હે કુમાર ! બીજાના સૈન્યને જોવા માત્ર તારી પલાયન વૃત્તિ સારી નથી અથવા યોગ્ય નથી. કારણ કે તું વિરાટ દેશના રાજાનો પુત્ર છો અને કુલીન છો. કુલિનોને યુદ્ધમાં મરણની શી ચિંતા ?” કહ્યું છે કે :- રણયુદ્ધમાં જીત મળવાથી લક્ષ્મી મળે છે અને મરણ પામવાથી દેવાંગના (દેવી) મળે છે. આથી ક્ષણમાં નાશ પામનારી કાયાની રણમાં મરણ આવે છતે શી ચિંતા? આથી તું જરાપણ ચિંતાને કર નહિ. તારા દેખતાં જ હું આ કુરુસેનાને જીતીને તને જય અપાવીશ. લોકો કહેશે કે ઉત્તરકુમારની પાસે કુરુસેના નાશ પામી. એ પ્રમાણેની કીર્તિના પ્રસરવાથી તારા પિતા પણ હર્ષિત થશે. આથી તું મારી પાસે બેસ. કાયરની જેમ ભાગી જઈશ નહિ. મારી પાસે રહેલા તને કોઈનો પણ ભય નહિ રહે. એમ કહીને મને સારથિરૂપે રાખીને જાતે હાથમાં ધનુષ્ય લઈને દોરીનો નાદ (ટંકાર કરતા) ફેલાવતાં અશ્વના કાનમાં અશ્વમંત્ર સંભળાવીને હે કુમારેન્દ્ર ! મારી ભૂજાનું બળ જો. એમ કહીને ધનુષ્યનો ટંકાર કરતાં દેવાધિષ્ઠિત જાણે ન હોય, એમ રથ ઘુમાવ્યો. બૃહન્નટને રથમાં બેઠેલો જોઈને મેં ચિંતવ્યું. શું સાક્ષાત્ ધનુર્વેદ (ધનુર્વિદ્યા ગ્રંથ) પ્રત્યક્ષ છે? કે શું મૂર્તિમંત વીરસ્ય છે? અથવા શું સંપૂર્ણ બળને એકઠું કરીને તેનો શું આ પિંડ બનાવ્યો છે? આ કોઈ ખેચર, વિદ્યાચર કે ક્રીડારહિત શરીરવાળો શું આ કોઈ દેવ છે ? જે એકલો હોવા છતાં અનેક પ્રકારે દેખાય છે..બૃહન્નટ એકલો હોવા છતાં તે કુરુસેનાને પાછળ પાડી. પછી તે કુરુવીરો, ગાંગેય, કર્ણ, દુર્યોધન, દ્રોણાદિ રથમાં બેઠેલા બૃહત્રટને કુરુસેનાનો તિરસ્કાર કરતો જોઈને પરસ્પર વાતો કરે છે. For Personal & Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ 2 અર્જન છે. આ જ રે સર્ગ - ૧૦ ૨૫૧] પાંડવ ચરિત્રમ્ એકબીજા પરસ્પર કહે છે. કૌતુકને જાઓ, આ તે અર્જુન છે, આ તે અર્જુન છે, જે બાણો વરસાવે છે. એક બાજુ જેને બે હાથ જ સહાયક છે, બીજી બાજુ કોટિશઃ શત્રુઓ છે, પરંતુ સૂર્ય પાસે તારલા જેવા તેઓ નિસ્તેજ બની ગયા છે અથવા શક્તિહીન થઈ ગયા છે. જેટલા દુશ્મનોના સૈન્યમાં સુભટો છે, દરેક તેઓ પોતાની સાથે જીતવાની ઇચ્છાથી યુદ્ધ કરતા હોય તેમ વિચારે છે. તે મોટા સંગ્રામના મંડપમાં બૃહન્નટની કીર્તિરૂપ નર્તકી સ્વેચ્છાપૂર્વક નાચ કરવા લાગી. અર્જુનના બાણોથી ઘવાયેલા પોતાની સેનાને જોઈને કર્ણ અર્જુનની સાથે યુદ્ધ કરવા લાગ્યો. આ બંનેનું એકસરખું પરાક્રમ દેખીને દ્રોણ અને ગાંગેય રણથી નીકળી ગયા. દુર્યોધન ગાયોને આગળ કરીને લૂંટારાની જેમ શંકા સહિત પોતાના પૂર(નગર) તરફ પ્રયાણ કરી ગયો. કર્ણ અને અર્જુનનું પરસ્પર યુદ્ધ થતાં જયરૂપ લક્ષ્મી હીંચકાની જેમ વિચારવા લાગી કે કોના પક્ષમાં જવું. તેઓની યુદ્ધકલાને જોવા માટે આકાશમાં દેવો ઉભા રહ્યા અર્થાત્ આકાશમાં ઉભા રહી દેવો તેઓની યુદ્ધકલા જોવા લાગ્યા. બન્ને વીરોએ છોડેલા બાણો પરસ્પર એવી રીતે ગોઠવાઈ ગયા કે ઘાયલ થયેલા સૈનિકો ઉપર સૂર્યના કિરણો ન પડે તે રીતે સ્તંભ વિનાનો મંડપ બની ગયો. તેથી અર્જુન કર્ણ સાથેના યુદ્ધમાં સરખાપણું જોઈને અત્યંત ક્રોધવાળો બન્યો. તેથી મેં બૃહત્રટને કહ્યું : “હે વીરોમાં મુગટ સમાન બૃહન્નટ ! દુર્યોધન ગાયો લઈને દૂર નીકળી ગયો છે, તો પછી તમે શા માટે આત્માને ખોટો ખેદ પમાડો છો. તમારી આજ્ઞા મળવાથી હું અહીંથી રથ પાછો વાળીશ (વાળું છું).” આ વચન સાંભળીને બૃહન્નટે કહ્યું : “હે ઉત્તરકુમાર! તું કાયરની જેમ વચન કેમ બોલે છે? તું સાવધાન થઈને મારું બાહુબલ જો. કુરુસેનાને એવી રીતે ડહોળી (વિખેરી) નાખીશ, જેવી રીતે હરિએ રવૈયા વડે સમુદ્રને મથી (ડહોળી) નાખ્યો હતો.” એમ કહીને દ્રોણે કહેલી બાણવિદ્યાનું સ્મરણ કરીને બાણીના ઘા વડે કર્ણનું શરીર જીર્ણ કરીને ક્રોધથી લાલ આંખવાળો થયેલો બૃહન્નટ દુર્યોધન તરફ દોડ્યો. બૃહન્નટના આકારને ધારણ કરનાર અર્જુનને જાણીને ઝંઝાવાતી પવનથી પ્રેરાયેલા ઘાસના તણખલાની જેમ દુર્યોધનનું સૈન્ય કંઈ દૂર નથી ગયું. સુભટોમાં એક ધુરંધર દુર્યોધન ગાયોને આગળ કરી દોડે છે. તે દુર્યોધનને ગાયોને આગળ કરી જતાં જોઈને તેની પાછળ બૃહન્નટને રણમંડપમાં નટની જેમ નાચ કરતાં બાણોને વરસાવતો બધાએ જોયો. શું આ અર્જુનના બાણો ખરેખર પૃથ્વીને ભીંજવી નાખશે ? For Personal & Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૦ પાંડવ ચિરત્રમ્ ૨૫૨ તે દુર્યોધન ભાઈ છે, એમ વિચારીને દયાળુ અર્જુને અસ્ત્રોને અને અર્ધચંદ્ર બાણોને નાખી (છોડી) ધ્વજ પતાકાદિ છેદી નાખ્યા. એક અર્ધચંદ્ર બાણથી ધ્વજાના દંડને છેદ્યો. બીજા એકથી ધનુષ્ય તોડી પાડ્યું. એમ યથાક્રમ શરીરનું બખ્તર, મુગટ, અડધી દાઢી, કેટલાકના અડધા માથાના વાળોને ઉખેડી નાખ્યા. એ પ્રમાણે હેરાન-પરેશાન કરતો, દયાથી ભીંજાયેલા હૃદયવાળા અર્જુને તે કુરુસેના ૫૨ અને દુર્યોધન પર અલ્પ સ્હેજ વિદ્યાનું ફરી સ્મરણ કરી નિદ્રાના અસ્ત્રને છોડ્યું. તેના પ્રભાવથી તે ક્ષણે જ તે સૈન્યમાં અંધકાર ગાઢ રીતે છવાઈ ગયો. તે સમયે બધાય સેનાના લોકોની આંખો નિદ્રા આવવાથી મિંચાઈ ગઈ. કુરુરાજા દુર્યોધનના હાથમાંથી અને સૈનિકોના પણ હાથમાંથી બધા શસ્ત્રો ભૂમિ પર પડી ગયા. ત્યારે બૃહન્નટે મને કહ્યું : “હે ઉત્તરકુમાર ! આ દુર્યોધન એના આ વસ્ત્રો અને શસ્ત્રો ગ્રહણ કરી લે (લઈ લે), આ કર્ણ એના શસ્ત્રો ગ્રહણ કરે. આ દુર્યોધનનો ભાઈ દુઃશાસન એના પણ વસ્ત્રો અને શસ્ત્રો ગ્રહણ કર, ઉઠાવી લે.” એ પ્રમાણે કેટલાક શસ્ત્રો લઈને ધણી વગરની સેનાની જેમ લૂંટીને ફરી પણ એને સ્વેચ્છાપૂર્વક નિદ્રાનું અસ્ત્ર શસ્ત્ર પાછુ ખેંચી લીધું અને તે પછી બધા સૈનિકો પલાયન થવા (નાસી જવા) તૈયાર થયા. કેટલાક ધનુષ્યનો ટેકો લઈને ઉભા રહ્યા. કેટલાક રથનો આશ્રય લઈને રહ્યા. કેટલાક સારથિનું આલંબન લઈને ઉભા રહ્યા. પરંતુ આ દયાથી ભીંજાયેલા બૃહન્નટે કોઈપણ સૈનિકના પગ, હાથ, કાન,નાક આદિ એકપણ અંગ છેદ્યું નહિ. ઉત્તમપુરુષનો આ સ્વભાવ છે. કારણ કે કહ્યું છે કેઃ“મરેલાને મારવો એ સજ્જનોને ઉચિત નથી, એમ વિચારીને નાસતા એવા બધા સૈનિકોને છોડી દીધા.” ધૂળના ઢગલાથી ઢંકાયેલા શરીરવાળો ધૃતરાષ્ટ્રનો પુત્ર પણ પૃથ્વીતલ પ૨થી ગમે તેમ કરી ઉઠીને રથમાં બેસીને શીઘ્ર નાસી ગયો. પછી દરેક વાછરડાને ઉત્સુકતાપૂર્વક દૂધ આપતી ગાયોને લાવીને આ બૃહન્નટ પાછો વળ્યો. આ બૃહન્નટ નગરની નજીકમાં આવીને શસ્ત્રોને ફરી તે યથાસ્થાને મૂકીને મને રથમાં બેસાડીને જાતે જ લગામ લઈને સારથિપણું કરતો નગરની મધ્યમાં આવીને તે મને વળાવીને જાતે નાટ્યશાળામાં ગયો. આપ વડીલોના શપથ આપી તેને મને વાર્યો છે. આ વાત વડીલોને કહેવી નહિ શું કહેવાનું નહિ ? આ બૃહન્નટે યુદ્ધ કર્યુ છે, તેમ નહિ કહેવાનું. સંપૂર્ણ તારે આ પ્રમાણે જ કહેવાનું કે કુરુસેનાને જીતીને હું જ ગાયો લાવ્યો છું. મેં બૃહન્નટને કહ્યું : “હે બૃહન્નટ ! પોતાની શક્તિથી અધિક બોલતાં શું મશ્કરીને પાત્ર ન બનીએ ?” એક વખત હરણ અને સિંહનું પરસ્પર ક્યારેય યુદ્ધ થતાં સિંહને કરૂણા ઉત્પન્ન For Personal & Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૦ રિપ૩) પાંડવ ચરિત્રમ્ થઈ. આને હણવાથી શું ? પછી તેને હરણને છોડી દીધું. પછી તે હરણે વનમાં જઈને બધાય પશુઓને સંબોધન કરતાં તેઓની આગળ બોલ્યો : “હે વનેચરો ! મેં સિંહને હણ્યો છે, એ રીતે હરણથી સિંહનો પરાભવ થવાનો વિશ્વાસ કોણ કરે ? અને વળી કુડવ (નાની) થાળીમાં મોટી થાળી રાખવાનું કોણ માન્ય કરે ? તેવી રીતે મેં કુરુસેનાનો પરાભવ કર્યો છે, તેવું મારું કહેલું તે કોણ માન્ય કરે ? હે દેવ ! તે મને દેવના ચરણમાં મોકલીને પોતે નાટ્યશાળામાં ચાલી ગયો.” એવી ઉત્તરકુમારની વાણી સાંભળીને કંક અને વિરાટ રાજાએ ઉત્તરકુમારે કહેલ બૃહન્નટનું પરાક્રમ સાંભળીને આનંદથી ડૂબેલી સભા બંનેની પ્રશંસા કરવા લાગી. વિરાટ રાજાએ નાટ્યશાળામાં દૂતને મોકલીને અર્જુનને બોલાવ્યો. અર્જુનને આવતો જોઈને ખીલેલી રોમરાજીવાળો અને આનંદના અશ્રુઓ સાથે વિરાટ રાજા સામે ગયો. તે વિરાટ રાજાએ અર્જુનને બાહુમાં પકડીને હૃદય સાથે ગાઢ આલિંગન આપીને સ્ત્રીવેશને દૂર કરીને પુરુષ વસ્ત્રો પહેરાવીને રત્નના અલંકારો વડે શોભાવીને મોટા સિંહાસન પર બેસાડ્યો. વિરાટ રાજા બોલ્યો : “બધા દિવસોમાં આ દિવસ ધન્ય છે. જેમાં તમારું દર્શન મને મળ્યું છે. બધાય મુહૂર્તોમાં આ મુહૂર્ત ધન્ય-શ્રેષ્ઠ છે, જે મુહૂર્તામાં તને અર્જુનરૂપે જોઉં છું. આ વિશ્વમાં મેં યશની સંપદા પ્રાપ્ત કરી છે. કારણ કે તું જંગમ કલ્પવૃક્ષરૂપે મારા ઘરે આવ્યો છે. બધા રાષ્ટ્રમાં આ મહારાષ્ટ્ર છે. કારણ કે જે ભૂમિ તારા પગની રજથી સૃષ્ટ-સ્પર્શિત થઈ છે. હે ધનુષ્ય ધરવામાં પ્રથમ! ઉત્તમકુમારને જીવિત (જીવવારૂપ) દાનથી મને પણ તે જીવિત દાન આપ્યું છે. કંક, વલ્લવ, તંત્રપાલ, ગ્રંથિકો થકી પણ સુશર્માથી છોડાવીને મને પણ જીવિત દાન આપ્યું છે. આ ચારેના ઉપકારનો બદલો મારા પ્રાણ આપીને પણ હું ઋણમુક્ત નહિ બનું.” કંઈક હસીને અર્જુને વિરાટ રાજાને કહ્યું: “હે વિરાટ નરેશ ! આ સ્વભાવ અખંડ તેજસ્વી કોઈપણ પાડુ પુત્રોનો જ છે.” હે અર્જુન ! તે શું કહ્યું ? એ પ્રમાણે વિરાટ રાજાએ પૂછ્યું, ત્યારે અર્જુન બોલ્યો : “હે રાજેન્દ્ર ! આ કંક તે યુધિષ્ઠિર રાજા છે. આ વલ્લવ તે ભીમ છે, આ તંત્રપાલ નકુલ છે, આ ગ્રંથિક તે પોતે સહદેવ છે, આ ચારેય મારા ભાઈઓ છે.” અમે પાંચે પાડુરાજાના પુત્રો છીએ. વળી દેવી (રાણી) સુદૃષ્ણાની સેવા કરનારી માલિની નામની દાસી જે છે, તે આ દ્રુપદ રાજાની પુત્રી દ્રૌપદી છે, એ પ્રમાણે અર્જુને કહેલું સાંભળીને હર્ષથી ભરાયેલા અંગવાળા વિરાટ રાજાએ આ પ્રમાણે કહ્યું : “હું ધન્ય છું, કારણ કે તમે મારા ઘરે આવ્યા છો. તમારા દર્શનથી હું અનાથ થયો છું !” એમ કહીને અર્જુન સાથે મસ્ચરાજા મોતીની ઉપમા સમાન આનંદના અશ્રુ વડે જાણે પૂજા કરતા ન હોય, તેમ યુધિષ્ઠિરને નમસ્કાર For Personal & Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૨૫૪ સર્ગ - ૧૦ કર્યા. નમ્યા પછી યુધિષ્ઠિર આદિ પાંચેય ભાઈઓને સ્નાનાદિ કરાવીને સુંદર વસ્ત્રો પહેરાવીને સુવર્ણાલંકારોથી સજાવીને પાંચેય ભાઈઓને સુવર્ણના સિંહાસન પર જુદા જુદા બેસાડીને હર્ષની ઉર્મિથી ગદ્ગદ્ થયેલા વિરાટ રાજાએ યુધિષ્ઠિરને વિનંતી કરી : “હે દેવ ! મેં કાંઈ પણ અજ્ઞાનતાના કારણે ઉલ્ટ આચરણ કર્યું હોય અથવા અનુચિત આચરણ કર્યું હોય તે તમારે મારા પર ઉપકાર કરીને ભૂલી જવું અર્થાત્ ક્ષમા યોગ્ય લેખવું. કારણ કે સજ્જને નમ્ર અને વાત્સલ્યવાળા હોય છે. આ ગાયોના ગ્રહણ કરવા વિશે મેં તમારો પ્રભાવ જોયો છે. તમારા બાહુબળને જોયું છે. તમોએ અહીંયા આવીને નામ અને વેશ પરિવર્તન દ્વારા આત્માને શા માટે છૂપાવ્યો ? જો મારું મોટું ભાગ્ય હોત તો તમારા ચરણ કમલની સેવા કરવાનો આટલો અવસર પામ્યો હોત.” હમણાં પણ હે દેવ ! પોતાના પ્રભાવથી પ્રાપ્ત કરેલી આ લક્ષ્મીને ભાઈ સાથે ભોગવીને સાર્થક કરો. રાજ્ય અને જીવનને તમે જ મને આપ્યું છે, તો હમણાં શું હું તમને ભેટ આપું? હે રાજન્ ! તમારી આજ્ઞાથી અર્જુન મારી પુત્રીને પરણે. યુધિષ્ઠિરે અર્જુનની સામે જોયું, ત્યારે અર્જુન બોલ્યો : “ઉત્તરાને મેં ભણાવી છે. તેથી તે મારી પુત્રી સમાન છે. તે વિરાટ ! જો તું કુરુવંશની સાથે સંબંધ ઇચ્છે છે, તો મારા પુત્ર અભિમન્યુની સાથે તારી પુત્રી ઉત્તરાને પરણાવ.” એ પ્રમાણે અર્જુને કહેલી વાત સાંભળીને પ્રીતિથી ઉલ્લસિત આંખોવાળા વિરાટે સ્વીકાર કર્યો. ત્યારથી તેર વર્ષાન્ત પ્રગટ થયેલા તેમણે યુધિષ્ઠિરે કૃષ્ણ, સુભદ્રા અને અભિમન્યુને બોલાવવા માટે ઉત્સુક થયેલા દ્વારકા કોઈક દૂતને મોકલ્યો. દ્રૌપદીએ પણ પાંચેય પાંડવ પુત્રો સાથે બોલાવ્યા. દૂતે પણ કાંપિલ્યપુર જઈને બધો જ પાંડવનો વૃત્તાંત કહીને દ્રુપદને હર્ષિત કર્યા. તેનો વૃત્તાંત સાંભળીને આનંદિત થયેલા દ્રુપદે પાંડવની પધરામણીની વધામણી આપનાર તેને એક લાખ સોનામહોર આપીને વિદાય કર્યો. પછી જાતે જ દ્રુપદ રાજા સૈન્ય થકી પૃથ્વીને ઢાંકતા પરિવાર સાથે વિરાટપુરની સીમામાં આવ્યા. કૃષ્ણ પણ સુભદ્રા, અભિમન્યુ સહિત ભાઈઓ સાથે પરિવારથી પરિવરેલા સૈન્ય થકી દરિયા સમાન પૃથ્વીને કરતા તે જ વિરાટપુરની નજીકમાં આવ્યા. પછી વિરાટ રાજા સૈનિક સાથે અને બાંધવો સાથે યુધિષ્ઠિર જાતે જ તેમની (કૃષ્ણની) સામે ગયા. તે બેઉ કૃષ્ણ અને દ્રુપદ રાજા સામે આવતાં એવા યુધિષ્ઠિરને જોઈને સ્નેહપૂર્વક ભેટી પડ્યા. ત્યારે પરસ્પર મળેલા તે રાજાઓ શોભવા લાગ્યા. હવે રથમાં બેઠેલા બધાય વિરાટ નગર પ્રવેશ્યા. વિરાટ રાજાના કહેવાથી કૃષ્ણ-દ્રુપદના સૈનિકોએ પુરની નજીકની વાટિકામાં આવાસોને ગ્રહણ કર્યા. કુન્તી પણ આવી, પુત્રવધૂ સુભદ્રાએ For Personal & Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૦ ૨૫૫ પાંડવ ચરિત્રમ્ નમસ્કાર કર્યા. નમન કરતાં અભિમન્યુને કુન્તીએ આશીર્વાદ વડે અભિનંદન આપ્યા. પાંચેય પાંડવ પુત્રોએ માતા દ્રૌપદીને નમસ્કાર કરીને પછી ક્રમસર મોટા પાંડવોને પ્રણામ કર્યા. દ્રૌપદી અને સુભદ્રાનું લાંબા કાળે મળવાથી પરસ્પર અત્યંત સ્નેહ થયો. પૃથ્વીતલને અડતા મુગટવાળા અભિમન્યુએ દ્રૌપદીને નમસ્કાર કરીને પછી ક્રમશઃ બધા પાંડવોને નમસ્કાર કર્યા. કુટુંબ સાથે કૃષ્ણથી પૂજાયેલ યુધિષ્ઠિર આનંદને પામ્યા. પછી બંને સ્નેહપૂર્વક એક જ આવાસમાં રહ્યા. ઘણા સમય પછી મળેલા પાંડવોએ કૃષ્ણના આનંદને વધાર્યો, પુષ્ટ કર્યો. જેવી રીતે કામદેવને વસંતઋતુનો ચંદ્ર અને કોયલને આમ્રમંજરી હર્ષિત કરે છે, તેમ હર્ષથી ઉલ્લસિત થયેલા રોમાંચવાળા પાંડવોએ દ્રુપદ રાજાએ, વિરાટ રાજાએ, કૃષ્ણના સેવકોએ અને બીજા પણ રાજાઓએ ભેગા થઈને ઉત્તરા અને અભિમન્યુના લગ્નનું કાર્ય કર્યું. તે કાર્યને કરતાં યાદવની સ્ત્રીઓએ આનંદકારી ધવલ મંગલ ગીતો ગાયા. હર્ષપૂર્વક વિરાટ રાજાની પણ અંગના (સ્ત્રી)એ તેવી જ રીતે શ્રેષ્ઠ ધવલ-મંગલ ગીતોને ગાયા. યાદવની સ્ત્રીઓ વગેરેએ શણગારેલો મંગલ કરેલો કૃષ્ણ, પાંડવ, દ્રુપદ, યાદવ, કુમારાદિથી પરિવરેલો, મદથી યુક્ત હાથી પર બેઠેલો સુભદ્રાનો પુત્ર મસ્તક પર ધારણ કરેલા છત્રવાળો અને ચામરોથી વીંઝાતો, યાદવોની સ્ત્રીઓથી ગવાતો એવો અભિમન્યુ વિરાટ રાજાના દ્વાર પર આવ્યો. ત્યાં સુષ્માએ યુગ, મુશલ, શરાવ આદિથી પંખ્યો અને પછી વિવાહ મંડપમાં આવ્યો. પછી તે જ શુભ દિવસે શુભ લગ્ને વરવધૂનો વિવાહ ઉત્સવ બ્રાહ્મણોએ કર્યો, તે જાણ્યો. તે વિરાટ રાજાની કન્યા સાથે અભિમન્યુએ જલતી વેદિકાને પ્રદક્ષિણા આપી અને વિરાટેન્દ્ર કુમારને લગ્ન પ્રસંગે કન્યાદાનમાં ઘોડાઓ સુવર્ણ રત્નાદિક બહુ આપ્યું. એકબીજાને પરસ્પર આવન-જાવન કરતાં યાદવો અને વિરાટ રાજાએ લોકોને આનંદિત કર્યા. વિરાટ નગરમાં પાંડવો અને યાદવો, દ્રુપદ અને વિરાટ એ પ્રમાણે બધાય રાજાઓ સુખપૂર્વક દિવસો પસાર કરવા લાગ્યા. એક આનંદમાં જ મગ્ન, અમૃતરસમાં ડૂબેલા, કલ્યાણરૂપ સંપત્તિથી યુક્ત, લક્ષ્મીના ક્રીડા કરવાના સ્થાનરૂપ, મહોત્સવમય, કૌતુહલરૂપ લક્ષ્મીમય, તે નગરમાં રહેલા તેઓના એકબીજાના પ્રેમપૂર્વક પુણ્યકારી દિવસોમાં પુણ્યવાનોના દિવસો પસાર થવા લાગ્યા. આ પ્રમાણે શ્રીમત્તપાગચ્છાધિરાજ ભટ્ટારક શ્રી હીરવિજયસૂરિ પટ્ટાલંકાર ભટ્ટારક શ્રી વિનસેનસૂરિના સામ્રાજ્ય પંડિત દેવવિજય ગણિ રચિત ગદ્યબદ્ધ સુંદર પાડવા ચરિત્રમાં પાંડવોનું ગુપ્ત વેષે વિરાટ દેશમાં રહેવું, ગાયોનું પાછુ લાવવું તે માટેનું યુદ્ધ અને અભિમન્યુના લગ્નાદિના વર્ણન નામનો દશમો સર્ગ પૂર્ણ થયો. For Personal & Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ અગિયારમો સર્ગ) હવે પ્રીતિથી ભરેલા ગૌરવથી મહાન બાંધવ સહિત રાજાઓ સાથે યુધિષ્ઠિરને કૃષ્ણ પોતાની નગરીમાં લઈ ગયા. માર્ગમાં દ્રૌપદી તથા સત્યભામા એકસાથે રથમાં બેઠેલા બંને પરસ્પર વાર્તા (સંવાદ) કરવા લાગ્યા. સત્યભામાએ હસીને દ્રૌપદીને ઉચ્ચ સ્વરે કહ્યું: “હે સખી ! દ્રૌપદી ! મને એક મોટું આશ્ચર્ય થાય છે, તેનો તું જવાબ આપ.” દ્રૌપદીએ કહ્યું : “તારા મનમાં શું આશ્ચર્ય છે ?” ત્યારે તે સત્યભામાએ કહ્યું : “અમારા જેવી હજારો રાણીઓને એક એવા કૃષ્ણની સેવા કઠિન થાય છે તો હે સખી, તું એકલી પાંચ પ્રિયાના (ભરથારના) ચિત્તને કેવી રીતે અનુસરે છે ?” પછી સત્ય માનનારી સત્યભામાને દ્રૌપદીએ કહ્યું: “હે સખી! સત્યભામા પ્રિય (પતિ)ને વશ કરવાનો મંત્ર સાંભળ !” મારા પતિને મન, વચન અને કાયાને જે કાંઈ ગમે છે, તે જ હું કરું છું. પતિના જમ્યા પછી હું જમું છું, પતિ સૂઈ ગયા પછી સૂઈ જાઉં છું, તેઓ ઉઠે તે પહેલાં હું ઉઠી જાઉં છું. દરરોજ એ પ્રમાણે કરતાં મારી પતિની સાથે પ્રીતિ વધે છે તથા તેવી રીતે પાંચેયનો સત્કાર (ઉઠવાદિ વિનય) કરું છું. તેઓની સાથે વાતો કરતાં પાંચેયને વિનયપૂર્વક વાંકી વળી મસ્તકને નમાવી વાત કરું છું. તેઓના અંગની શુશ્રુષા, સેવા કરું છું. તેવી જ રીતે પતિના સગાસ્નેહી, સંબંધીઓને વાત્સલ્ય (માન) આપું છું. પાંચેય ભરથારો પાસે એકસરખું વર્તન કરું છું. અર્થાત્ પાંચેય ભરથારોને એકસરખા અનુસરું છું. તેથી તે પાંચેય ભરથારો મને પ્રાણપ્રિયારૂપ નિત્ય માને છે. એ પ્રમાણે એક જ રથમાં બેઠેલા વાતો કરતાં તે બંને ક્રમે કરીને પૃથ્વીને ઓળંગી ગયા. એટલે કે કેટલોક માર્ગ પસાર કર્યો. For Personal & Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭. સર્ગ - ૧૧ - ૨૫૭) પાંડવ ચરિત્રમ્ એ પ્રમાણે યુધિષ્ઠિર પણ કૃષ્ણની સાથે રસ્તામાં વાર્તાને કરતાં દ્વારકાની નજીકમાં આવી ગયા. કૃષ્ણ પણ ત્યાં જ રહેવાનો આશરો આપ્યો. પાંડવોથી પરિવરેલી કુન્તીને આવેલ જાણીને સમુદ્રવિજયાદિ દશ દશાર્યો સામે આવીને ઉત્કંઠાપૂર્વક મનથી કુન્તીને નમસ્કાર કર્યો. પાંડવોએ પણ અત્યંત સ્નેહથી ભરેલા મામાઓને નમસ્કાર કર્યા. હવે દશાર્યો તે પાંડવોને કહે છે : “પહેલા તીર્થયાત્રાથી આવેલા અને અર્જુનને અમારી સુભદ્રાને આપી. હાલમાં તમે બાકી રહેલા બીજા ચાર ભાઈઓને પણ આ ચારેય લક્ષ્મીવતી, વેગવતી, વિજયા અને રતિ તમારી સ્ત્રીઓ થાઓ. એમ કહીને સાનંદ તેઓએ પોતાની કન્યાઓને મહોત્સવ પૂર્વક પાંડવો સાથે પરણાવી.” હવે નાના ભાઈઓ સાથે યુધિષ્ઠિરને જાતે કૃષ્ણ દ્વારિકાની શોભા બતાવી. પ્રદ્યુમ્રાદિ પાંચે પાંડવ પુત્રો પાંચાલ વગેરે ક્રીડા-ઉપવનોમાં સ્વેચ્છાપૂર્વક ખેલે છે. એ પ્રમાણે ત્યાં રહેલા તે પાંડવોનો કેટલોક કાળ સુખપૂર્વક પસાર થયો. એક દિવસે પાંડવોએ અને દ્રૌપદીએ અત્યંત અશ્રુવાળા નેત્રો વડે દુર્યોધને કરેલા અપરાધો કૃષ્ણને કહ્યા. તે પાંડવોના વચનને સાંભળી ક્રોધથી કૃષ્ણ પણ દ્રુપદ રાજાના ઈન્દ્ર નામના પુરોહિતને દુર્યોધનની પાસે સંદેશો આપવા માટે મોકલ્યો. તે પુરોહિત પણ દૂતને ઉચિત પરિવારથી પરિવરેલો હસ્તિનાપુર આવી ગયો. પછી ગણિકાના સુંદર સ્વરના શબ્દોથી (અવાજથી) કામદેવને જાગૃત કરતાં રાજમહેલમાં આવી ગયો. પછી કૃષ્ણનો દૂત આગળ જતાં રાજકારે આવ્યો. દ્વારપાળે દુર્યોધનની આગળ જઈને કહ્યું : “હે રાજેન્દ્ર ! તમારા દ્વાર પર કૃષ્ણ મોકલેલ કોઈ દૂત આવ્યો છે. તે તમારી આજ્ઞા થતાં સભાની અંદર આવશે.” દ્વારપાળને દુર્યોધને કહ્યું : “તેને મારી પાસે મોકલ.” દ્વારપાલે જઈને કહ્યું: “હે દૂત, અંદર જ. તને દુર્યોધન બોલાવે છે.” તે સાંભળીને કૃષ્ણનો દૂત સભામાં ગયો. તે સભામાં સકલ સામંત રાજાઓથી પરિવરેલા દુર્યોધનને જોઈને આશ્ચર્ય પામી ચિંતવે છે. અહો ! ગંગાનો પુત્ર ગાંગેય દુર્યોધનની જમણી બાજુ સિંહાસન પર બેઠેલો ઉદયાચલ પર સૂર્યની જેમ શોભે છે. આ દ્રોણ અશ્વત્થામા પુત્ર સહિત દુર્યોધનની ડાબી બાજુ સુવર્ણ સિંહાસન પર બેઠેલો બૃહસ્પતિની જેમ ગુરુરૂપે શોભે છે. આ સિંહરા, આ સિંધુરા, આ કૃપાચાર્ય, આ ભગદત્ત, આ કર્ણ, આ સુશર્મા, આ ગાંધારેશ, આ ભૂરિશ્રવા, આ ચેટિરા, આ દુર્યોધનના ભાઈઓ, દુઃશાસનાદિ, તેજપુંજ જેવા શોભે છે. અહો, આ દુર્યોધનના પુત્રો લક્ષ્મણાદિ એનાથી પરિવરેલો દુર્યોધન તારાઓમાં ચંદ્રની જેમ શોભે છે. એ પ્રકારે રક્ત કંઠવાળા ગાંધર્વો વડે ગવાતા ગુણવાળો, ઉત્તમ વૈતાલિકો વડે સુંદર સ્તુતિઓથી For Personal & Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ પાંડવ ચરિત્રમ્ સર્ગ - ૧૧ ગવાતા યશવાળો, ઉભડક પગે બેઠેલા સેવકોથી જોવાતા મુખકમલવાળો, નમેલા મસ્તક વડે આજ્ઞાની રાહ જોનારા વડે ગ્રહણ કરાતી આજ્ઞાવાળો, પંડિતોના સમૂહથી વંચાતા શાસ્ત્રોને સાંભળતો, સુંદર વાણી થકી કથાકારો વડે કહેવાતી કથાઓ સાંભળતો, પૂર્વના રાજાઓના ચરિત્રરૂપ અમૃતને કર્ણપુટ વડે પીતો, સ્મૃતિને જાણનારા પુરુષો વડે કહેવાતી ધર્મ વ્યવસ્થાની સ્થિતિને જાણતો, નીતિને જાણનારા પુરુષો વડે કહેવાતા છ ગુણના રહસ્યરૂપ સુધર્મા સભાની શોભાના વિલાસને કરનારી, મણિચૂડ વિદ્યાધરે બનાવેલી સભામાં બેઠેલો, આભૂષણોથી અંકિત માણેકના કિરણોના સમૂહથી શોભતા શરીરવાળો, પૃથ્વી પર આવેલા સાક્ષાત્ ઈન્દ્રની જેમ (જેવો) ઈન્દ્ર વિખે તે દુર્યોધનને જોયો. તે દૂતે હાથ જોડીને (અંજલિ જોડીને) દુર્યોધનની આગળ બેસીને વાચાળ એવી વાણી ઉચ્ચારીઃ “હે રાજન્ ! રાજા કૃષ્ણ અતિસ્નેહથી કંઈક કહેવાને માટે તમારી પાસે મને મોકલ્યો છે.” એમ કહી તેણે કહ્યું કે : “તમારા ભાઈઓ પાંડવો બાર વર્ષ તમારી આજ્ઞાથી વનમાં રહીને તેરમું વર્ષ વિરાટ રાજાના ઘરે ગુપ્ત રીતે રહ્યા છે. દુષ્કર્મ (હલકા-અનુચિત) કાર્ય કરીને તેઓ તમે કહેલી મર્યાદાને પૂર્ણ કરીને તે પૂર્ણ અવધિને અંતે ગાય અપહરણ વખતે પ્રગટ થયા છે. વિરાટ રાજા તેઓની દિન-રાત સેવકની જેમ સેવા કરે છે તથા દ્રુપદ રાજા સાથે પાંચાલ આદિ તેના પુત્રનું મિલન થયું છે. બીજા પણ ઘણા મિત્રોનો સમૂહ પણ મળ્યો છે. માત્ર તમારા વિરહમાં હંમેશ ઝૂરી રહ્યા છે. તે પાંડવો તમારા આવવાથી ઘણા ખુશ થશે. તેથી હવે તમે શીઘ આવીને દ્વારકામાં રહેલા કૃષ્ણની પાસે તમારા ભાઈઓને મળો. ત્યાં યુધિષ્ઠિર સાથે તમારું મિલન થતાં કૃષ્ણ ખૂબ હર્ષ પામશે. દ્વારકામાં રહેલા ઇચ્છા હોવા છતાં પણ યુધિષ્ઠિર વિચાર કરે છે કે, મારા ત્યાં જવાથી મારો ભાઈ દુર્યોધન કંઈક (અલ્પ) પણ વૈરને લાવે નહિ, એ કારણે અહીંયા આવ્યા નથી. સમય હોવા છતાં પણ તમારા આમંત્રણ વિના હસ્તિનાપુર આવવાને ઇચ્છતા નથી. અભિમાનના કારણે બંને ભાઈઓમાં વિરોધ ન થાય, એમ વિચારીને કૃષ્ણ સાથે યુધિષ્ઠિરે તમને આવવાનું કહેવા માટે મને મોકલ્યો છે, તો હવે તમે ચાલો અને સ્વબંધુને મળો. બંને ભાઈઓમાં વિરોધપણું ન થાઓ. જો તમે કોઈપણ કારણે ત્યાં આવશો નહિ તો તે તમને બળાત્કાર કરી લઈ જશે. કારણ કે તેઓ એક થઈને રહ્યા છે. સ્વેચ્છાપૂર્વક તેઓ અહીંયા આવશે, ત્યારે તેઓ મને કલ્યાણકારી નહિ થાય. તમારો ઉચ્છેદ કરીને સંપૂર્ણ પૃથ્વી લઈ લેશે. ત્યારે તમારે પણ રણાંગણમાં મરવું પડશે. હૃદયમાં સારી રીતે વિચારીને ત્યાં આવવા માટે તમારે વિલંબ કરવા જેવો નથી અથવા વિલંબ ન કરવો.” તે બ્રાહ્મણની તેવી વાણી સાંભળીને હોઠને કંપાવતો દુર્યોધન ક્રોધથી જલતો આ પ્રમાણે બોલે છે : “હે બ્રાહ્મણ ! તારા વચન પહેલાં કોમળ લાગે છે, પરંતુ પછીથી તે વજથી પણ અધિક કઠોર મને પ્રતિભાસે છે. તું પણ વાચાળ બની ગયો છે. કહેવાનું જાણતો નથી, પરંતુ સાંભળ! For Personal & Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૧ [૨૫૯ પાંડવ ચરિત્રમ્ મારા હાથરૂપ સ્તંભને નાખેલી ભૂમિને કોણ ઉખાડનાર છે? જેવી રીતે હાથીના મુખમાં કોળિયો નાખીને હાથ વડે કોણ કાઢે છે, ખેંચે છે ? કૃષ્ણ કોણ છે ? પાંડવો કોણ છે ? તેનાથી મારું શું સિદ્ધ થશે ? અથવા સૂર્યની આગળ ચંદ્રમાં કોણ માત્ર ? વળી તારકગણો કોણ છે ? તેવી રીતે મારી આગળ કૃષ્ણ, દ્રોણ અથવા પાંડવોથી શું ?” દૂત બોલ્યો : “હે દુર્યોધન, સાંભળ ! જે કૃષ્ણના ક્રોધરૂપ અગ્નિમાં અરિષ્ટ, બળદ, કેશિ નામનો ઘોડો, ચાણૂરમલ્લ, પદ્મોત્તર ગજ ઇત્યાદિ પતંગિયાપણાને પામ્યા છે, તે શું તને યાદ નથી ?” યુધિષ્ઠિરના સમતારૂપ સમુદ્રમાંથી ઉઠેલો ક્રોધરૂપ અગ્નિ શત્રુઓની સેંકડો સ્ત્રીઓના આંસુના પુરથી વાળી શકાય તેમ નથી. કિર્તીર, હિડમ્બ, બક, કીચકાદિને વિડંબના કરનાર ભીમને શું તું ભૂલી ગયો છે ? જેને પલક માત્રમાં અભિમાની વૃષકર્પર એવા તમારા મલ્લને હણીને તે વિરાટરાજાની સભામાં પોતાના યશને ફેલાવનાર તમારા મૃત્યુના સૂચક પણ ભૂલી ગયા? જેણે કીચકનો ધ્વંસ કરીને સુદૃષ્ણાના મુખને શોકળું બનાવ્યું હતું. અર્જુનના બાણોને તમે જાણો છો ? કારણ કે રોતી એવી ભાનુમતિના કારણે મોટા ભાઈની આજ્ઞા પામીને અર્જુને તેમને ચિત્રાંગદ વિદ્યાધર પાસેથી છોડાવેલ, તે પણ તમે ભૂલી ગયા ? ઉત્તર ગાયના ગ્રહણ વખતે નિદ્રાના અસ્ત્ર (મંત્ર) વડે નિદ્રામાં લાવીને તમારા વસ્ત્રો અને અસ્ત્રો ગ્રહણ કર્યા હતા અને જીવતાં છોડ્યા હતા. તે પણ વિસરી ગયા છો ? એવા પર્વત સમાન અભિમાનવાળા પાંચે ભાઈઓ (પાંડવો) સંગ્રામ (યુદ્ધ) વિના કેવી રીતે ઊભા રહેશે? આ વચન સાંભળીને ક્રોધથી દુર્યોધન બોલે છે - તું દૂત હોવાથી, તું બ્રાહ્મણ હોવાથી, તું રાજાઓને અવળે નહિ મારવા યોગ્ય) છે, તેથી તે બ્રાહ્મણ ! જેમ ફાવે તેમ તું ન બોલ ? આ પ્રમાણે બીજો બોલ્યો હોત તો તેની જગ્યાએ જીભનો છેદ કરી નાખત. તું બ્રાહ્મણ હોવાથી મારવા યોગ્ય નથી, એમ કહીને ગળું પકડીને સભામાંથી કાઢી મૂક્યો. પછી તે બ્રાહ્મણે દ્વારકા આવીને કૃષ્ણની આગળ પહેલાં કહી હતી તે સંપૂર્ણ બીનાને કહી. હે દેવ ! બાહુબલના અભિમાનથી છકેલો દુર્યોધન સૌમ્ય વચન કહેવા છતાં માનતો જ નથી. ચતુરંગ સેનાના સમૂહથી વિશ્વને ઢાંકી દેનાર આ દુર્યોધન પોતાના બાહુબલથી ગર્વવાળો ઇન્દ્રને પણ તુચ્છ ગણે છે.” આ બ્રાહ્મણની વાત સાંભળીને કૃષ્ણ કહ્યું: “હે સભાજનો ! અમે પહેલાં જે દૂત મોકલ્યો છે, તે લોક અપવાદ (નિંદા)ની બીકથી કારણ કે પહેલાં દૂત મોકલીએ તો લોક અપવાદ (અવર્ણવાદ) થાય નહિ.” ફરી બ્રાહ્મણે (દૂત) કહ્યું: “હે હરે ! દુર્યોધનના સુભટોએ તમારા સુભટોને ઘેર્યા છે.” મારા વડે વિષ્ણુ, મારા વડે જિષ્ણુ, મારા વડે ભીમ, મારા વડે યમો, મારા વડે યુધિષ્ઠિર એ પ્રમાણે ઉચ્ચ પ્રકારે તેના ભટો વડે ભટો આવરણ કરાયા. For Personal & Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૨િ૬૦ સર્ગ - ૧૧ આ વચન સાંભળીને ભીમ અને અર્જુન બોલ્યા: “આ દુર્યોધન (મફતમાં) જમીન નહિ આપે, પરંતુ વિખરાયેલા વાળવાળા મસ્તક સાથે જમીન આપશે. એટલે કે યુદ્ધ વિના નહિ આપે.” અર્જુને કહ્યું: “યુદ્ધ કર્યા વિના તેણે આપેલી પૃથ્વીને ગ્રહણ કરતાં આપણે પણ લજ્જા કેમ નથી પામતા? અર્થાત્ આપણને પણ લજ્જા કેમ આવતી નથી? આ રીતે ભાઈઓએ દ્રૌપદીને વાળ અને વસ્ત્ર ખેંચવા સાથે પૃથ્વી ગ્રહણ કરી છે, તે રીતે આપણે પણ દુર્યોધનના સર્વ ભાઈઓના પ્રાણ સાથે મહી-પૃથ્વીને ગ્રહણ (લઈ લેશું) કરીશું.” પછી ક્રોધપૂર્વક ભીમે કહ્યું : “તેણે પૃથ્વી નહિ આપવાથી ખરેખર અમારું ભાગ્ય જગાડ્યું છે. હમણાં જ દુર્યોધનના ભારને વહન કરવાથી ખેદ પામેલી પૃથ્વીનો ભાર ઓછો કરીશું.” યુધિષ્ઠિરે કહ્યું : “અહો ! વિધિની આ વિચિત્રતા, મારું મન ભાઈઓના વધને માટે દોડે છે (ઇચ્છે છે), આ કાર્ય બંધુના વધ વિના પાર નહિ પડે અથવા સિદ્ધ નહિ થાય. આ કાર્યમાં નસીબ જ એવું જુએ છે તો હું શું કરું ?” હવે કૃષ્ણની આજ્ઞાથી અને યુધિષ્ઠિરની આજ્ઞાથી પ્રયાણ માટે બંને રાજાના સમૂહ થકી સેના તૈયાર કરવા માટે તૈયારી કરી. એક વખત ધૃતરાષ્ટ્રનો સંજય નામનો સારથિ યુધિષ્ઠિર પાસે આવીને પ્રીતિપૂર્વક કહેવા લાગ્યોઃ “હે રાજેન્દ્ર ! ધૃતરાષ્ટ્ર મારી વાણી વડે તમને કહે છે અર્થાત્ ધૃતરાષ્ટ્ર મારી પાસે તમને કહેવડાવ્યું છે. તમે એક જ વિવેકની, ધર્મની, નીતિની અને વિનયની શંખમુક્તાદિના સમુદ્રની જેમ ખાણ છો. આથી બે હાથ વડે અંજલિ જોડીને હે રાજેન્દ્ર ! તમારી આગળ કંઈક કહું છું, પ્રયત્ન પણ અસાધ્ય અત્યંત કઠિન એવા દુર્યોધન પર પત્થર પર ભાલાની અણીની જેમ મારી વાત કુંઠિત થઈ ગઈ છે. તે મારૂં કહેલું કંઈપણ માનતો નથી, આથી હું તમને કંઈક કહું છું. હે રાજન્ ! ભાઈઓ સાથે વિરોધ કરીને આ વિશ્વમાં તમે અપકીર્તિનો પડહ કેમ વગડાવો છો ? કહ્યું છે, કે વનમાં રહેવું શ્રેષ્ઠ છે. ભીખ માગવી શ્રેષ્ઠ છે, પરંતુ ભાઈઓના ઘાતના પાપરૂપ કાદવથી ખરડાયેલી લક્ષ્મી શ્રેષ્ઠ નથી. એટલે કે ભાઈને મારવાના મહાપાપરૂપ કાદવથી ખરડાયેલી લક્ષ્મી સારી નથી. ધનને માટે ભાઈ ઉપર દ્વેષ થાય છે. ભાઈ ઉપર દ્વેષ થવાથી ધનની હાનિ થાય છે. તેથી ભાઈના વિરોધીઓને ધન મળતું નથી અને ભાઈ પણ દૂર થઈ જાય છે. For Personal & Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૧ ૨૬૧ યુદ્ધમાં કોનો જય થશે ? કોનો પરાજય થશે ? એ નિશ્ચય થતો નથી. કહ્યું છે કે :- પુષ્પથી પણ લડવું નહિ. તો પછી શું તીક્ષ્ણ બાણોથી લડાય ? યુદ્ધમાં વિજયનો સંદેહ છે અને પ્રધાન પુરુષનો પણ ક્ષય થાય છે. પાંડવ ચરિત્રમ્ આથી તમારે રાજ્યને માટે પરસ્પર લડવું ન જોઈએ. એ પ્રમાણે સંજયે કહેલું સાંભળીને યુધિષ્ઠિરે હસતા મુખે તેને કહ્યું કે : “હે આર્ય સંજય ! પિતા પાણ્ડએ અને ધૃતરાષ્ટ્રે બંનેને પૃથ્વીનો ભાગ કરીને આપી છે. તે પૃથ્વી હું તેર વર્ષ સુધી જુગા૨ ૨મવાથી દુર્યોધન પાસે હારી ગયો છું. હવે અવધિ પૂર્ણ થતાં અમે વનવાસી અહીં દ્વારિકામાં કૃષ્ણની પાસે આવ્યા છીએ. અમારી પાસેથી લીધેલું રાજ્ય પાછું આપીને દુર્યોધન પોતાના સ્થાનમાં જાય. જો નહિ આપે તો અમારો શું દોષ ? કહ્યું છે કે :– બળવાનનો આ ધર્મ છે. એ કંઈ ગાવા (કહેવાની) વાત નથી. ભાઈઓ પાસેથી બલાત્કારથી પણ લઈને ભૂમિ ભોગવાય છે. મારી પાસેથી લઈ લીધેલું રાજ્ય પાછું આપીને સુખે રહે. કારણ કે, ભાઈના વિરોધના કારણે મારૂં રાજ્ય કેવી રીતે છોડું ? હે સંજય ? યુદ્ધમાં શૂર, પરાક્રમનું ઘર એવા મારા ભીમાદિ ભાઈઓ વિના યુદ્ધે પોતાની પૃથ્વીને છોડતા નથી. હે સંજય ! એ પ્રમાણે વૃદ્ધ પિતા ધૃતરાષ્ટ્રને મારૂં કહેલું બધું કહે. ભીમસેને કહ્યું : “હે સંજય ! પૃથ્વી પાછી આપશે તો પણ તે દુર્યોધન સાથે યુદ્ધ કર્યા વિના અમે સંધિ નહિ કરીએ. હે સંજય ! તમારે રણઉત્સવ આવ્યો છે. આ સંગ્રામ ઉત્સવમાં જોડાનારા સૌ વૈરીનું તાંડવ તું જોઈશ. તેવી રીતે આ યુદ્ધમાં દુર્યોધનની જાંધ તોડીને દુઃશાસનની ભૂજા છેદીને વૈરનું નિવારણ કરીશ. અર્થાત્ વૈરને વાળીશ, વૈર લઈશ ત્યારે યુદ્ધરૂપ સાગરને પાર જઈશ, પામીશ.'' એ પ્રમાણે અર્જુને પણ કહ્યું, એ પ્રમાણે નકુલ અને સહદેવે પણ કહ્યું. પછી પાંડવોએ વિદાય આપેલો સંજય હસ્તિનાપુર આવ્યો. ત્યાં આવીને ધૃતરાષ્ટ્રના પગમાં નમીને સંજયે પાંડવોએ કહેલું કહ્યું. દ્રૌપદીના બાલો (વાળ) ખેંચવાના બદલાની સાથે અને તમારા પુત્રોના પ્રાણો સાથે પાંડવો પૃથ્વી લેશે. હે રાજન્ ! તેજસ્વીઓનો તિરસ્કાર કરવાથી દુર્યોધનાદિ તમારા પુત્રોનું આજ (હમણાં) જીવન જોખમ ભરેલું દેખાય છે. કારણ ક શૂરવાર એવા તેઓ શત્રુઓનો હસ્તક્ષેપ કદીય સહન કરતા નથી. શૂરવી૨ને દુશ્મન બનાવનારા રાજાઓને માત્ર ગુફાઓ શરણ આપે છે. આટલો કાળ જવા છતાં પણ જો તેઓ અડધું રાજ્ય આપે તો બધાનું કલ્યાણ થાય. નહિ તો તે મહાન લોકો મસ્તક સાથે રાજ્ય લઈ લેશે. આવું સંજયનું કહેલું સાંભળીને દુર્યોધન ભ્રમર ચડાવીને બોલ્યો : For Personal & Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ રિ૬૨) સર્ગ - ૧૧ “હે સંજય ! તું પણ વૈરીના ઘરનો થયો. કારણ કે, વૈરીના બલના ઉત્કર્ષના વર્ણનથી અમને ડરાવે છે. તે સંજય ! મારા રક્ષણકારક રક્ષક દેવો પહેલાં જ કવલ(કોળીયા)માં પાંચેય પાંડવોને ખાઈ જશે, પછી કૃષ્ણને (અને) પછી અનેક સૈનિકોનો કવલ (આહાર) કરશે. તે પછી પાંડવ અને કૃષ્ણ સકલ સૈન્યના સંહારથી સંપૂર્ણ પૃથ્વીને શત્રુ રહિત બનાવીને મને આપશે.” બ્રમરના ઇશારા માત્રથી અનેક રાજાઓને નચાવનાર એવો હું ક્યાં? મત્સ્ય, દ્રુપદ, ગોપાલ, બાલાદિ તમારા શત્રુ ક્યાં ? જેઓ અવિચારી કાર્ય કરનારા રહ્યા છે. પાંડવ, કૃષ્ણાદિ રાજાઓ, મારા પ્રતાપરૂપ દાવાનલમાં ખરેખર ભસ્મીભૂત થઈ જશે. હે તાત ! આ સંજય અમારો અર્જુન જ છે. જે અમારો નિંદક છે. ખરેખર આ દુરાત્માની જીભ છેદવી જોઈએ, પરંતુ પિતાની જેમ ઉદારતાથી હું કંઈપણ બોલતો નથી, એ રીતિએ સંજયનો તિરસ્કાર કરીને દુર્યોધન પોતાના ઘરે (ગૃહ) ગયો. સંજય પણ દુર્યોધનના તિરસ્કારને જાણીને મનમાં આમ ચિંતવે છે. આ દુરાત્મા દુર્યોધનથી ફોગટનો હું તિરસ્કાર પામ્યો. ખરેખર આ મરણના ચિહ્નો છે. કારણ કે : સજ્જનનો તિરસ્કાર અને દુર્જનોની મૈત્રી, અયોગ્ય કાર્યનો પ્રારંભ, સ્વજનનો વિરોધ, બલવાન સાથે સ્પર્ધા અને સ્ત્રીજનનો વિશ્વાસ, આ ચાર મૃત્યુના દ્વાર છે. આ પ્રમાણે વિચારતો પોતાના ઘરે ગયો. હવે દુર્યોધનના સૈનિકો દુર્યોધનની આજ્ઞાથી તૈયાર થયા. ત્યાં પહેલાં કુરુક્ષેત્ર તરફ જવા માટે મહા ઓજસ્વી દુર્યોધને સેનાને તૈયાર કરી, તે વખતે હસ્તિનાપુરમાં રહેનારા બધાય લોકો કુરુસેનાના સંહારના શોકની ગંધવાળા થયા. એક દિવસ ધૃતરાષ્ટ્ર રાજાએ એકાંતમાં વિદુરને બોલાવીને કુરુકુલના કુશલનું કારણ પૂછ્યું, ત્યારે વિદુરે બંધુ ધૃતરાષ્ટ્રને કહ્યું : “હે ભાઈ ! મેં જુગાર રમવાના સમય પહેલાં ઘણું કહેવા છતાં પણ દુર્યોધને જુગાર છોડ્યો નહિ, તે જુગારનું આ ફળ છે, જે હમણાં કુરુના સંહારનો સમય આવી ગયો છે. હવે આ સંહાર લોભવૃત્તિના ત્યાગ (સંતોષ)થી નિવારી (અટકાવી) શકાય તેમ છે. . કહ્યું છે કે - લોભના કારણે માણસ ન્યાય નીતિથી ભ્રષ્ટ થાય છે. અન્યાયી ધર્મને છોડી દે છે. ધર્મ વગરનાની લક્ષ્મી જાય છે, લક્ષ્મી વિનાની કીર્તિ હોતી નથી. હે બંધો ! જો ગોત્રનું અને કુળનું કલ્યાણ ઇચ્છતા હો તો પોતાના પુત્ર દુર્યોધનને લોભથી પાછો વાળો. યુધિષ્ઠિરને ગ્રહણ કરેલું રાજ્ય પાછું અપાવો, જેથી કરીને પોતાના કુળનું રક્ષણ થાય, નહિ તો સકલ કુળ યમરાજાનો કોળિયો થશે.” આવું વિદુરે કહેલું વચન સાંભળીને ધૃતરાષ્ટ્ર બોલ્યો : “હે વિદુર ! તારા વિના હિતકારી અને વાસ્તવિક વચન કોણ કહેશે?” હું શું કરું? આ દુરાત્મા દુર્યોધનને મેં હજાર વાર બોધ આપ્યો છતાં પિશાચથી પ્રસાયેલાની જેમ. દુર્દેવથી યાને ખરાબ નસીબથી બોધ પામ્યો નહિ. હે ભાઈ ! વિદુર! For Personal & Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૧ ૨૬૩) પાંડવ ચરિત્રમ્ ચાલ, આપણે બંને તેની પાસે જઈને ફરી તેને બોધ પમાડીએ. કદાચિત્ ક્યારેક આ કદાગ્રહ રૂપ સનિપાતથી પાછો પડશે, એમ વિચારીને તે બંને ભાઈઓ ધૃતરાષ્ટ્ર અને વિદુર દુર્યોધનની પાસે ગયા. ત્યાં આવીને (જઈને) તે બંનેએ દુર્યોધનને આ પ્રમાણે કહ્યું : “હે પુત્ર ! અવધિ પૂર્ણ થતાં પાંડવો આવ્યા છે. હવે પાંડવોને જુગારથી લીધેલું રાજ્ય પાછું આપ ! સત્યવચની થા, વચનથી ભ્રષ્ટ પુરુષનું વ્રત હણાય છે અને વ્રત વગરનો માણસ શ્વાસ લેતો હોવા છતાં મૃત્યુ પામેલા માણસ જેવો છે. આવો માણસ સ્વજનોથી પણ ત્યજાય છે. મારું એક વાક્ય માન, તેઓની ગ્રહણ કરેલી પૃથ્વીને પાછી આપ. જેથી કુટુંબ ક્લેશ ન થાય.” આ પાંડવો સત્યવચની છે. જેઓ સ્વીકારેલું પાલન કરનારા છે. અવધિ પૂર્ણ થતાં તે તારા ભાઈઓ આવ્યા છે. તેની પાસેથી લીધેલું રાજ્ય તેઓને પાછું આપ. બળવાન એવા કર્ણ, ગાંગેય, દ્રોણ, દુઃશાસન આદિ બલવાનોનું બાહુબલ જોઈને તું નિર્ભિક કેમ થઈ ગયો છે ? જો તું જુગાર ખેલી મેળવેલી ભૂમિને અવધિપૂર્ણ થવા છતાં નહિ આપે તો તેઓ બલાત્કારથી ગ્રહણ કરી લેશે. જ્યારે તને ભાઈઓ સાથે ગંધર્વરાજ ચિત્રાંગદ વિદ્યાધરે પકડ્યો હતો અને તેવી રીતે ગાયના અપહરણ વખતે પકડ્યો હતો ત્યારે તારા વીરોનું બલ ક્યાં ગયું હતું ? જો યુધિષ્ઠિરની આજ્ઞાથી અર્જુન ન આવ્યો હોત તો તને ગાંધર્વ ઇન્દ્રરૂપ સિંહથી કોણ છોડાવત ! દયાવાન તે અર્જુને જ તને અવસ્થાપિની નિદ્રાના અસ્ત્ર વડે નિદ્રિત જેવો કરીને તારા વસ્ત્ર, શસ્ત્રોને ગ્રહણ કર્યા હતા. પરંતુ પ્રાણ લેવામાં સમર્થ હોવા છતાં તારા અને સૈનિકોના પણ પ્રાણો લીધા ન હતા, તે પણ તું ભૂલી ગયો. વિદુરે કહ્યું : “હે વત્સ ! ઇર્ષા છોડીને આ ભૂમિ તેને આપી દે, જેથી ધર્મ, જીવિત, આયુષ્ય અને કીર્તિનો ક્ષય થાય તેવો દિવસ ન આવે.” તેઓના આ વચનો સાંભળી ક્રોધથી ખભા ઉંચા થઈ ગયા છે, એવો દુર્યોધન આ પ્રમાણે બોલ્યો : “હે પિતા !, હે કાકા ! તમે ક્ષત્રિયોનો ધર્મ જાણતા નથી. હાથમાં આવેલી ધરાને તેવો કોણ ક્ષત્રિય છે, જે પાછી આપે ? હાથમાં રહેલી ભૂમિને આપતાં કીર્તિ અત્યંત મલિન થશે, આથી હાથમાં રહેલી ભૂમિને હું આપીશ નહિ. મને ભૂમિ આપવા માટે તમારે ફરી કહેવું નહિ.” વળી પિતાએ કહ્યું : “હે પુત્ર ! અન્યાય કર નહિ. અન્યાયથી જય થતો નથી.” દુર્યોધને કહ્યું : “તેજસ્વીઓએ આચરેલો અન્યાય પણ જાય છે. દીવાઓએ સ્વીકારેલી અમાસ પણ મહોત્સવ (દિવાળી) છે. હે તાત ! તમે ડરો નહિ. આ પાંડવો મારી ક્રોધરૂપ દાવાનલની જ્વાલાઓમાં ભસ્મી ન થઈ જશે.” આ દુર્યોધને કહેલું સાંભળીને ખેદથી દુઃખી થયેલા પિતા અને કાકા પોતાના સ્થાનમાં ચાલ્યા ગયા. હવે અહીંયા ગોત્ર સમૂહના નાશની શંકાવાળો વિરક્ત થયેલી બુદ્ધિવાળો, સંસારસુખથી વિમુખ થયેલો, વિદુર ચિંતવે છે. સંપદાને ધિક્કાર છે, મોટાપણાને ધિક્કાર છે, વિષયસુખને ધિક્કાર For Personal & Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૨૬૪ ૨૬૪) સર્ગ - ૧૧ છે, રાજ્યને ધિક્કાર છે. જેના માટે પુત્ર પિતાને હણે છે, પિતા પુત્રને હણે છે, મિત્ર મિત્રને, બંધ બંધુને હણે છે, આવા સંસારસુખને ધિક્કાર હો. આવી ભાવના ભાવતો જ્યાં રહ્યો છે, ત્યાં કોઈએ આવીને વિનંતી કરી. હે રાજન્ ! કુરુકુલ મુગટ ! ધર્મપુષ્ટ ! હે વિદુર ! તમારા ઉદ્યાનમાં વિશ્વકીર્તિ નામના ચાર જ્ઞાનને ધરનારા મુનિ પધાર્યા છે, તે સાંભળીને હર્ષિત થયેલો વિદુર તેને દાનથી સત્કારીને પરિવાર સાથે મુનિને વંદન કરવા માટે ઉદ્યાનમાં આવે છે. હર્ષથી ઉલ્લસિત મનવાળા વિદુરે સાધુઓને વંદન કર્યા. મુનિએ પણ ધર્મલાભરૂપ આશીર્વાદ આપ્યા. પાસે બેઠેલા પરિવાર સાથે વિદુરને જાણીને મુનિએ પણ સંસારની અસારતા બતાવતા દેશના આપતાં કહ્યું કે : “જંતુઓની રક્ષા (દયા) કરવી, જિનેશ્વરની પૂજા કરવી. ભક્તિપૂર્વક આગમને સાંભળવા, સાધુઓને નમવું, અભિમાનને કાઢવું, સુસાધુનો આદર કરવો, માયાને હણી નાખવી અને ક્રોધનું શમન કરવું. લોભરૂપ વૃક્ષને ઉખેડી નાંખવું, ચિત્તની શુદ્ધિ કરવી, ઇન્દ્રિયરૂપ ઘોડાઓનું દમન કરવું, કારણ કે તે મોક્ષનો ઉપાય (ભટણું) છે.” સંસારરૂપ વનને કષાયવિષરૂપ નીક વડે કરેલું સિંચન પ્રાણોને હણનાર છે, તો પણ આશ્ચર્ય છે કે જીવો વિષયરૂપ વૃક્ષોને સેવે છે. આવા પ્રકારની ગુરુદેશના સાંભળીને પછી ઊઠીને અંજલિ જોડીને વિદુરે ગુરુને કહ્યું કે : હે મુનિ ! આપની દેશનાને સાંભળીને મારું મન મુક્તિમાર્ગમાં ભાતા સમાન આપના કરકમલ વડે સંયમની યાચના કરે છે.” પછી મુનિએ કહ્યું : “હે રાજન, આ માટે તે સમય ફોગટ ગુમાવીશ નહિ.” પછી વિદુર તો તે મુનિપતિને નમીને પોતાના નગરમાં આવ્યો. મોટા ભાઈને પૂછીને અને તેવી જ રીતે માતાને પૂછીને વિશ્વકીર્તિ મુનિની પાસે વિદુર દીક્ષા લીધી. હવે એક દિવસ થોડા સામંતો સાથે પરિવરેલો કૃષ્ણ જાતે હસ્તિનાપુર આવ્યો. કૃષ્ણના આવવાના અવસરે દુર્યોધને પતાકાથી મંડિત હસ્તિનાપુર કરીને જાતે સામો આવીને કૃષ્ણનો પ્રવેશ કરાવ્યો. પછી મહેલમાં લાવીને જાતે જ સ્વાગતાદિ ક્રિયાને કરી. સ્વાગત ક્રિયા પછી મણિચૂડ વિદ્યાધરે બનાવેલ મણિઓથી શોભતી સભામાં દુર્યોધનાદિ બધા રાજાઓએ આવીને યથાયોગ્ય સ્થાને કૃષ્ણને બેસાડ્યા. ભીખ, ધૃતરાષ્ટ્ર, દુર્યોધન, કર્ણ, દુઃશાસનાદિ રાજવંદો વડે પરિવરેલા ઉચ્ચ સિંહાસન પર બેઠેલા તે કૃષ્ણને લોકો દેવોથી પરિવરેલા દેવરાજ(ઇન્દ્ર)ના જેવા જુએ છે. હવે બધાના જોતાં ધૃતરાષ્ટ્ર કૃષ્ણને કહ્યું : “હે રાજેન્દ્ર ! તમારા આવવાથી અમે સનાથ બન્યા છીએ, અમે અમને ધન્ય માનીએ છીએ. હાલ તો તમારી વાણી વડે અમારા કાનને પવિત્ર કરવા તમે લાયક છો.” તે સાંભળીને દાંતના કિરણો વડે દિશાઓને પ્રકાશિત કરતા કૃષ્ણ આ For Personal & Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૧ (૨૬૫) પાંડવ ચરિત્રમ્ પ્રમાણે કહ્યું : “પહેલાં તો મેં દ્રુપદ રાજાનો પુરોહિત નામે ઈન્દ્રને મોકલ્યો હતો, તેનું કહ્યું કર્યું નહિ પછી અહીંથી કુળના નાશથી ડરનારો સંજય આવ્યો. યુધિષ્ઠિરે તેને પણ કહ્યું, તે પણ દુર્યોધને ન માન્યું. કુરુરાજાના કુળના નાશથી ભીરૂ એવો હું પાડવોની સાથે વિચાર કર્યા વિના દૂતરૂપે જાતે જ આવ્યો છું, જો તમે મારૂં કહેલું કાંઈક કરો તો હું આપને કાંઈક કહું ?” તે સાંભળીને દુર્યોધને કહ્યું: “હે ગોવિંદ ! તારી ઇચ્છા હોય તે કહે.” ત્યારે કૃષ્ણ કહ્યું : “મારા કહેવાથી એઓનું (પાંડવોનું) પહેલા ગ્રહણ કરેલું રાજ્ય પાછું આપ. જો નહિ આપે તો આ પાંડવો તારા પ્રાણ સાથે સંપૂર્ણ ભૂમિને લઈ લેશે. ભાઈઓની સાથે આ કેવો વિરોધ ? તે જ રાજ્ય શ્રેષ્ઠ છે, જે ભાઈઓ સાથે ભોગવાય છે. યુધિષ્ઠિરાદિ ભાઈઓ વીરોમાં શ્રેષ્ઠ મહાપુણ્યોદયે મળ્યા છે. એની સાથે વિરોધ કેવો ? તેઓ પણ મર્યાદાપૂર્ણ થયા. પછી પોતાની ભૂમિને માંગે છે. હૃદયમાં સારી રીતે ઘણું વિચારીને રાજ્યને આપ. જો રાજ્ય નહિ આપે તો આ પાંચ ગામોને તારે તે પાડુપુત્રોને આપવા જોઈએ.” કુશસ્થલ, વૃકસ્થલ, માકન્દી, વારણાવત એ ચાર અને આ પાંચમું હસ્તિનાપુર. આ પાર્ટુપુત્રોને આપવા દુર્યોધને કહ્યું : “હે કૃષ્ણ ! અતિ તીક્ષ્ણ સોયના અગ્રભાગ વડે જે ભેદાય તેના અધભાગ જેટલી ભૂમિ યુદ્ધ વિના નહિ આપું.” વળી ફરી કૃષ્ણે કહ્યું : “હે દુર્યોધન ! કુલક્ષય જોતાં તે પાંડવો મારા કહેવાથી એટલા ગામો વડે પણ તારી સાથે સંધિ કરશે.” દુર્યોધને કહ્યું: “હે કૃષ્ણ ! તું વારંવાર ફોગટ શા માટે બોલે છે? યુદ્ધ વિના હું ભૂમિ નહિ આપું.” તેથી ક્રોધથી લાલ આંખવાળા કૃષ્ણ કહ્યું : “હે દુર્યોધન! નજીકમાં તારું મરણ આવ્યું છે. તેના ક્રોધથી અને મારા ક્રોધથી તું જીવવાની આશા છોડી દે.” પછી કણે પણ કહ્યું: “હે રાજન્ ! કૃષ્ણના કહેવાથી પાંચ ગ્રામ તેઓને આપો.” દુર્યોધને કહ્યું : “સોયના અગ્રભાગ જેટલી પણ ભૂમિ નહિ આપું. ભાવિમાં જે થવાનું હોય તે થાય.” ફરી કૃષ્ણે કહ્યું : “આ રાજ્ય મસ્તક સાથે આપશે તો પાંડવ-કૌરવોનો સંયોગ યુદ્ધ મેદાનમાં થાઓ.” દુર્યોધને કહ્યું : “તે પાંડવો તે જ કુરુક્ષેત્રમાં ભૂમિ આપશે.” કૃષ્ણ કહ્યું: તું વાણીની કપટથી છેતરાયો છે. તારા પ્રાણ સાથે રાજ્ય ગયું.” એમ કહીને કૃષ્ણ એકદમ અચાનક ઊભા થઈને બહાર નીકળી ગયા. પછી કૃષ્ણના ક્રોધથી આકુળ (દુઃખી) થયેલા ગાંગેય, ધૃતરાષ્ટ્ર વગેરે સભાજનો કૃષ્ણને શાંત પાડવા માટે તેની પાછળ ગયા. ત્યાં જઈને કૃષ્ણને કહ્યું : “હે હરે! ખેદ પામેલા હોવા છતાં પણ મહાત્માઓ સામાન્ય જન ઉપર ક્રોધ કરતા નથી. ચંદ્રમાથી અગ્નિ વરસે ખરી ? અથવા શું અગ્નિવર્ષા થાય ? ત્યાં સુધી પાંડવો દૂર રહો. તમે એકલા હોવા છતાં For Personal & Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ પાંડર્વ ચરિત્રમ્ રિ૬૬). સર્ગ - ૧૧ પણ રણે ચડેલાને આ કૌરવો, દુર્યોધનાદિ કોણ? જેવી રીતે સિંહની આગળ દુર્ધર હાથીઓ પણ શું ઊભા રહે ખરા? અથવા સૂર્યની આગળ અંધકાર કેટલો કાળ ટકી રહે ? તેવી રીતે તમારી આગળ આ કૌરવો કોણ માત્ર ? પાપી એવા કૌરવો જાતે જ નાશ પામશે. કારણ કે ગુરુના આદેશને ઉલ્લંઘનારાઓનું કેટલો કાળ જીવવાનું થાય? હે કૃષ્ણ ! સ્વજન જમાઈ વગેરેને ઘાતરૂપ પાપથી ઉન્મત્ત થયેલી અકીર્તિને ગ્રહણ ન કરો.” તમારા વિના પણ યુદ્ધમાં શૂરવીર, ધર્મી, ન્યાયવાન, કુન્તીના પુત્રો વિજયી થશે, એવી ગાંગેયની વાણી સાંભળીને ઉપશાંત થઈ ગયો છે ક્રોધ જેનો એવા કૃષ્ણ ગાંગેયાદિને કહ્યું : “હે વર્ષમાંસતમે મારૂં કહેલું માન્યું, તમે કહેલું મેં અંગીકાર કર્યું. એટલે કે તમારી વાણી માનવા યોગ્ય છે, તમે કહેલું મેં સ્વીકાર્યું છે.” આ બન્નેના પાંડવ-કૌરવના યુદ્ધમાં હું ધનુષ્ય હાથમાં નહિ લઉં, પરંતુ હું અર્જુનનો સારથિ થઈને સહાયક બનીશ. એટલે હું તમારા વચનોને ઓળંગનાર નહિ થાઉં. તમારા જેવા અત્યંત મહિમાવાળા અમારા માટે માન્ય જ હોય, એમ કહીને દાન-માનપૂર્વક વિદાય આપેલા તે બધા પોતાના સ્થાને ગયા અને કર્ણનો હાથ પકડીને પોતાના રથમાં બેસાડતા કૃષ્ણ પાર્ટુને જોવા માટે જતા પહેલાં વિદુરના ગૃહે ગયા. ત્યાં કેટલોક કાળ રહીને વિદુરના ગુણો ગાઈને આ વિદુર ધન્ય છે, જેને દીક્ષાને લીધી છે. પોતાના કુળનો નાશ થશે, જાણીને આત્માનું શ્રેય સાધ્યું છે. તેની પત્નીની આગળ બધાના જોતાં ઇત્યાદિ પ્રશંસા કરીને કૃષ્ણ પાડુરાજાના ઘરે ગયા. ત્યાં પાડુરાજાને મળીને પાછા ફરેલા કૃષ્ણ માર્ગમાં આગળ વધતાં રથમાં બેઠેલા કર્ણને કહ્યું : “હે કર્ણ ! તે વીરદ્રત ધર્યું છે.” સમુદ્રમાં જેમ રત્નો, આકાશમાં જેમ ગ્રહો રહ્યા છે, તેમ તારામાં ઔદાર્ય (ઉદારતા), ગાંભીર્યપણું, શૂરવીરતા આદિ ગુણો રહ્યા છે. પરંતુ તે ધીર? તારું વીરદ્રત મોટા પર્વતોથી મોટું અને મેરુની ગરિમાથી પર છે. એટલે તેનાથી મોટું છે. પરંતુ લોખંડમાં જડેલા માણેકના આભૂષણની જેમ દુષ્ટ દુર્યોધન સાથે તારો સંગમ મને દુઃખી કરે છે. આવો જ઼ર કર્મ કરનારો વિશ્વાસઘાતિ મિત્ર કોણ કરે ? સાપને ઓશિકે મૂકીને કોણ સૂઈ જાય ? તારો યુધિષ્ઠિર સાથે સંગમ યોગ્ય છે. વળી પાપીષ્ટ દુર્યોધન સાથે મૈત્રી યોગ્ય નથી, પરંતુ તું પણ કુન્તીનો પુત્ર પાંડવ જ છે. કોઈપણ રીતિએ તારી માતા કુન્તીએ મને ઘણું બધું કહ્યું છે, પરંતુ તું રાધાનો સારથિ પુત્ર નથી જ. આ સારથિને તું યમુનાના પ્રવાહમાં જતાં મળ્યો છે. રોહણગિરિની ભૂમિ વિના રત્નની ઉત્પત્તિ થતી નથી, આથી તું પાંડવોનો ભાઈ છો, માટે ભાઈપણું સ્વીકારો. એ પ્રમાણે કૃષ્ણની વાણી વાતો સાંભળીને કણે કહ્યું : “હે કૃષ્ણ ! તે કહેલું બધું જ સત્ય છે, પરંતુ પહેલા મેં દુર્યોધનનો આશ્રય લીધેલો છે. દુર્યોધને સારથિપણાનો વિચાર કર્યા વિના For Personal & Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૧ રિ૬] પાંડવ ચરિત્રમ્ મને ચંપાપુરીના અધિપતિ બનાવ્યો હતો. છત્ર, ચામરો વડે કરીને મને રાજ્ય આપ્યું. મેં પણ તેને આ જન્મ સુધી પ્રાણો આપ્યા છે. દુર્યોધને પણ આ કર્ણ મારો ધર્મનો ભાઈ છે, એ પ્રમાણે માન્યું છે. આથી હું આ દુર્યોધનને કેવી રીતે છોડું ? તે ન્યાયથી મૂત હોવા છતાં પણ હું દુર્યોધનના કાર્યમાં આ પ્રાણોને યુદ્ધ મેદાનમાં ત્યાગીશ.” કહ્યું છે કે - “મિત્રના સ્નેહ વડે લેપાયેલો, યુદ્ધની રજ વડે શોભાયમાન થયેલો, ખગધારા જલ વડે સ્નાન કરાયેલો, ધન્ય બનેલો એવો આત્મા વિશુદ્ધ થાય છે.” કૃષ્ણ ! યુધિષ્ઠિર સાથે મૈત્રીભાવને વિશે આજ સુધી તે મને કંઈપણ જણાવ્યું નથી. કારણ કે મહાત્માઓ બધાયના હૃદયને જાણનારા હોય છે. પરંતુ માતા કુન્તીને મારા વંદન કહેવા પૂર્વક આ પ્રમાણે કહેજો, તમારા ચાર પુત્રોને નહિ મારૂં, પરંતુ અર્જુનને નહિ છોડું. કારણ કે બાલ્યકાળથી કોઈપણ પ્રકારથી એ મારો શત્રુ છે. આથી આ અર્જુનને નહિ છોડું. હે માતા ! આથી તારે પાંચ જ પુત્રો રહેશે. કર્ણ હણાતાં અર્જુન તારો પુત્ર થશે અથવા અર્જુન હણાતાં કર્ણ તારો પુત્ર થશે, એ પ્રમાણે તારે પાંચ જ પુત્રો રહેશે. એ પ્રમાણે હે કૃષ્ણ ! મારી માતાને તારે કહેવું. એ પ્રમાણે કહેતાં કર્ણને પ્રેમપૂર્વક ભેટીને તેને વિદાય આપીને કૃષ્ણ ફરી પાડુરાજાને ઘરે આવ્યા. પાંચ ગામાદિકને માટે થયેલી બધી વાત પાડુરાજાની આગળ કરી. તે સાંભળીને ક્રોધથી લાલ આંખોવાળા પાડુએ કૃષ્ણને કહ્યું : “હે કૃષ્ણ ! કુન્તીના પુત્રો પાંચેય પાંડવોને આ પ્રમાણે કહેજો. જો તમે મારાથી જન્મ લીધો હોય તો કુરુબંધુઓ પર સ્નેહવાળા અને યુદ્ધમાં કાયર થશો નહિ. કહ્યું છે કે, કેશરા વિનાનો જીવતો કેશરી (સિંહ) શું કેશરી કહેવાય છે ? તેવી જ રીતે સંપૂર્ણ રાજ્યને પડાવી લેનારો ભાઈ શું ભાઈ કહેવાય ? તેનો ખરેખર વૈરી જ કહેવાય ? જે વૈરી-દુશ્મન થાય છે, તે છેદ્ય જ છે. વળી હે રાજન્ ! પાંડવં સાથે તમે સહાયક હોવાથી યુદ્ધ જીતવું અત્યંત કઠિન નથી." કૃષ્ણ કહ્યું : “હે રાજન્ ! મારી સાથે તમે પણ આવવા માટે યોગ્ય છો. કારણ કે તમારા પુત્રો તમારા વિયોગથી દુઃખી થઈ રહ્યા છે.” પાડુરાજાએ કહ્યું : “હે કૃષ્ણ! તમારા જેવા સ્વામિ હોવાથી મારા પુત્રોનો વિજય દૂર નથી. હવે મારા પુત્રોને પ્રાપ્ત કરેલા રાજ્યવાળા અને શત્રુઓના સમૂહોનો નાશ જોવાને હું ઇચ્છું છું, બીજું કાંઈ નહિ. હે કૃષ્ણ ! તું જા, જઈને યુદ્ધમાં શત્રુઓને જીતીને પોતાના ભાઈઓને પોતાની રાજ્ય સંપદાને પાછી અપાવ.” પછી પાર્ટુને પૂછીને ક્રોધથી લાલ થયેલી આંખવાળા કૃષ્ણ તે જ ક્ષણે દ્વારિકા આવી ગયા. દ્વારિકામાં આવેલા કૃષ્ણ એકાંતમાં યુધિષ્ઠિર આદિ ભાઈઓને બોલાવીને પહેલાં હસ્તિનાપુરની બનેલી વાર્તાને કહી. પછી કૃષ્ણના આદેશથી પાંડવોએ સેનાને તૈયાર કરવા માટે તૈયારી કરી. For Personal & Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૨૬૮ સર્ગ - ૧૧ દાંતથી લડનારા, સૂંઢથી લડનારા, શરીરથી લડનારા, પ્રાયઃ પર્વત જેવી મોટી કાયાવાળા હાથીઓ તૈયાર કર્યા. તે પછી તેજસ્વી ઘોડાઓ ઉરમ્હા, ગહવરા, તોરા, ખુરાસાણા, ભયાણા, હયાણા, રોહવાલા, રુમાલા, તોરકા, મન્દકોરા, પીલુઆ, ભાદિજા, દક્ષિણ પાન્થા, મર્કરા, હરીતકા, કરહાટકા, ગંગાજલી, સૈન્ધવા, પારકરા, પારસીકા, ભદ્રેશ્વરા, કામ્બોજા, મનુષ્યની બત્રીશ આંગળ પ્રમાણ મુખવાળા, તેર અંગુલ પ્રમાણ લલાટવાળા, આઠ અંગુલ પ્રમાણ મસ્તકવાળા, છે અંગુલ પ્રમાણ કાનવાળા, ચોવીસ અંગુલ પ્રમાણ ઘોડાનું હૃદય અને એંશી અંગુલ પ્રમાણ ઊંચાઈવાળા પરિઘ ત્રણ ગુણી થાય. આ પ્રમાણવાળા જે ઘોડાઓ છે, તે રાજાની રાજ્યવૃદ્ધિને કરે છે અને બીજુ ઘણું બધું ઈચ્છિતને આપે છે. એવા પ્રકારના ઘોડાઓ તૈયાર કર્યા. નેતરના લાકડાની ઘડાયેલી સુથારે લોહ૫ટ્ટા વડે ગૂંથેલી ચારે બાજુથી શણગારેલ બત્રીશ બાણના ભાથાથી ભરેલા છત્રીસ પ્રકારના દંડ વગેરે આયુધો વડે પરિપૂર્ણ રથો તૈયાર કર્યા. તે આયુધના નામ કહે છે - તલવાર, ત્રિશૂલ, નારાચ, કૌશલ, કૃપાણ, ચક્ર, કુન્ત (ભાલો), સેલ્લ, ગાડ઼ીવ, ખુહાપટ્ટી, ભુશુડી, ગદા, મુશલ, લકુટ, મુગર, છૂરિકા, શસ્ત્રી, કસ (ચાબૂક), અર્ધચંદ્ર, કરપત્ર, બાણ, યષ્ટિ (લાકડી), અસિપત્ર, સુરમુખી, અર્ધમુખી, ભિત્રિપાલ, તોમર, ભલ્લી, લાંગલ, પાલ, પરશુ, વિસ્ફોટ વજ-શક્તિ, શૂલ, નાલિ ઈત્યાદિ આયુધો, શસ્ત્રો તેનાથી ભરાયેલા યુદ્ધના રથો સારથિઓ (સુથારો)એ તૈયાર કર્યા. પછી પાયદળનું વર્ણન કરે છે - મહાઉન્નત બળદ જેવા ખભાવાળા, પ્રતિજ્ઞા પૂર્ણ કરનારા, સ્વામિભક્તો, સ્વશક્તિવાળા હાથમાં શસ્ત્રવાળા એવા ક્રોડો પદાતિ (પાયદલીઓએ શસ્ત્રનો અભ્યાસ કર્યો. કેટલાક સૈનિકોએ ભારને વહન કરવામાં સમર્થ ઊંટના સમૂહને પીલુના કોમલ પાન ખવડાવીને પુષ્ટ કર્યા. તેવી રીતે સ્થાને સ્થાને પલાણ ઉપર કવચ આદિ શિલ્પીઓએ તૈયાર કરવા માંડ્યા. કેટલાક વેપારીઓ ઘી, ગોળ, તેલ અને અનાજના સમૂહ વડે ગાડાંઓ ભરીને લઈ ગયા. કેટલીક ગણિકાઓએ સૈન્યની સાથે (માટે) ગમન (જવા) માટે પલંગ અને તંબૂઓ કરાવ્યા. એ પ્રમાણે બધાય રાજલોકો પોતપોતાના કાર્યમાં પ્રયાણ માટે તૈયાર થયા. આ પ્રમાણે શ્રીમત્તપાગચ્છાધિરાજ ભટ્ટારક શ્રી હીરવિજયસૂરિ પટ્ટાલંકાર ભટ્ટારક શ્રી વિજયસેનસૂરિના સામ્રાજ્ય પંડિત દેવવિજય ગણિ રચિત ગદ્યબદ્ધ સુંદર પાડવ ચરિત્રમાં દૂત વર્ણન નામનો અગિયારમો સર્ગ પૂર્ણ થયો. For Personal & Private Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ (બારમો સર્ગ) હવે એક દિવસ સોમક નામનો જરાસંઘનો દૂત દ્વારિકા નગરીમાં આવ્યો. સુવર્ણમય મહેલોવાળી તે દ્વારિકા નગરીને જોઈને બુદ્ધિમાન એવા તેણે ઇન્દ્રપુરીને ઘાસ સમાન માની તે નગરીમાં મણિ, મોતી આદિથી શોભતી દુકાનને જોઈને જરાસંઘના દૂત સોમકને સમુદ્ર તો માત્ર પાણી શેષ રહેલો જણાયો. (સમુદ્રનું પાણી અલ્પમાત્રમાં જોયું.) તે સોમક નામનો દૂત રાજમહેલમાં ગયો. ત્યાં અક્ષોભ્યાદિ ભાઈઓથી પરિવરેલા નેમિ, મહાનેમિ, કૃષ્ણ, બલભદ્રાદિ પુત્ર, ભાઈના પુત્રો વડે પરિવરેલા, રાજકુલથી નમેલા ચરણવાળા, શ્વેત છત્રથી શોભતા મસ્તકવાળા, વેશ્યા (વારાંગના)ના કરકમલથી વિંઝાતી ચામરવાળા, રત્નના સિંહાસન પર બેઠેલા, પૂર્વાચલ (ઉદયાચલ)ના મસ્તક પર સ્થિત, ઉગતા સૂર્યની જેમ શોભતા એવા સમુદ્રવિજય રાજાને જોયા. જરાસંઘ રાજાના પ્રતાપની જેમ સોમક સમુદ્રવિજય રાજાની આગળ હાજર થયો. વાચાળમાં મસ્તકના મણિ જેવા સોમકે સમુદ્રવિજય રાજાને આ પ્રમાણે કહ્યું : “હે સમુદ્રવિજય ! ગાયનું દૂધ પીનારા બલભદ્ર અને કૃષ્ણ નામના આ તમારા બે પુત્રો કંસને હણીને અહીં આવીને દિવ્યતા ભરેલી આ દ્વારિકાને બનાવી સુખપૂર્વક રહ્યા છે. કંસની પત્ની જીવયશાએ જરાસંઘની આગળ આવીને કૃષ્ણથી કંસ હણાયો છે. આ પ્રમાણે ઊંચા સ્વરે પોકાર કર્યો.” તેથી જરાસંઘની આજ્ઞાથી જીવ શાનો ભાઈ કાલકુમાર યાદવોની પાછળ દોડતો માર્ગમાં એક પર્વતની નીચે મનુષ્ય વગરની સૈન્યની છાવણીને સો ચિતાઓથી ઘેરાયેલી જોઈને અને તેની નજીકમાં એક વૃદ્ધને શોકથી દુઃખી જોઈને પૂછ્યું: “હે સ્થવિરે ! તું કોણ છે ? શા માટે રુવે છે ?” તેણીએ કહ્યું “તમારી બીકથી રામકૃષ્ણાદિ બધાય યાદવો નાસી જઈને આ ચિતામાં પ્રવેશી ગયા છે. હું પણ કૃષ્ણની બેન આ કલ્પાંતકાલની ઉપમા જેવા દાવાનલમાં પ્રવેશવાને ઇચ્છું છું. એમ કહીને તે પણ અગ્નિમાં પ્રવેશી. આવા સ્થવિરાના વચન સાંભળીને કાલકુમારે વિચાર્યું કે, For Personal & Private Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૦ પાંડવ ચરિત્રમ્ સર્ગ - ૧૨ મેં પિતાની આગળ કહ્યું હતું, મારભયથી (વાલા) યાદવો ક્યાંય પણ રહો, તેઓને હું પકડી લઈશ. હું આ મારા શત્રુ યાદવોને દાવાનલમાંથી ખેંચું છું. એમ કહીને તે દાવાનલમાં કાલકુમારે છલાંગ મારી પ્રવેશ કર્યો. કેટલાક સૈનિકોએ પણ વિચાર કર્યા વિનો તે પ્રમાણે કર્યું. એટલે કે તેની પાછળ તે સૈનિકો પણ અગ્નિમાં કૂદી પડ્યા. જેઓ તે ચિતામાં પડ્યા, તે બધાય મરણને પામ્યા. પછી તેનું સૈન્ય પાછું રાજમહેલે જરાસંઘની પાસે આવ્યું. યાદવ સૈન્ય અને કુમારાદિના મરણના સમાચાર જાણી હર્ષ અને શોકથી ભરેલા મનવાળો જરાસંઘ સુખપૂર્વક રહ્યો. પછી તે જીવયશા પતિને, ભાઈને અને તમને (સમુદ્રવિજય)ને શ્રદ્ધાંજલિ આપીને વૈરના બદલાથી રાજી થઈ. એ પ્રમાણે કાળ જતાં કેટલાક વર્ષે કોઈક વ્યાપારીએ રત્નકંબલો લઈને જીવયશાને બતાવી. તેનું તેઓએ મૂલ્ય ઘણું કહ્યું, જીવયશાએ ઓછી કિંમતે માગતાં વ્યાપારીઓએ કહ્યું : “આનાથી આઠગુણા મૂલ્યથી દ્વારિકા નગરીના રાજાએ માગી, પરંતુ એ એથી મોંઘી હોવાથી તે અમે આપી નથી.” આ અર્ધચક્રી વાસુદેવનું નગર એવું રાજગૃહ છે. અહીંયા તો મહાકિંમતે રત્નકંબલો આપીશું. તે સાંભળીને જીવયશાએ આશ્ચર્યપૂર્વક પૂછ્યું : “આ દ્વારિકા કેવી છે ?” તેઓએ પણ કહ્યું : “હે દેવી ! સાંભળો, લવણસમુદ્રના કાંઠે દેવોએ બનાવેલી, સોનાના કિલ્લાવાળી, સુવર્ણ મંદિરોથી શોભતી દેવપુરી જેવી દ્વારિકા નામની પુરી છે. જેમાં સમુદ્રવિજમ્ર આદિ યાદવો છે. બલભદ્ર અને કૃષ્ણ નામના તેના બે પુત્રો તેમના કુળમાં સૂર્ય અને ચંદ્રની જેમ શોભી રહ્યા છે.” જેની નૃત્ય કરતી પ્રિયંકર નામની શક્તિએ સર્વે રાજાઓને કંપાવી દીધા છે. વળી જેનું ભયંકર પરાક્રમ કંસના કલ્પાંતકાળ માટે બન્યું છે, જેણે પોતાના સમુદ્રવિજય રાજાને નિશ્ચિત કરવામાં લાંબા કાળ સુધી દેવતાથી અધિષ્ઠિત દ્વારિકાના રાજ્યને બનાવ્યું છે. હે જીવયશા ! તે કૃષ્ણ દ્વારકા નગરીનો રાજા છે. તે શું નથી સાંભળ્યું ? તે રત્નકંબલના વ્યાપારીએ કહેલું સાંભળીને પૂર્વનું વૈરનું શલ્ય યાદ આવતાં મોટા અવાજે આક્રંદ કરતી, વિખરાયેલા વાળવાળી સભામાં રહેલા જરાસંઘની આગળ જઈને પોકાર કરવા લાગી. હે તાત ! યાદવ આદિ શત્રુઓ આજે પણ જીવે છે. હે પુત્રી ! તું ચિંતા કર નહિ. જ્યારે બધા યાદવોનો સંહાર કરું, ત્યારે હું જરાસંઘ સાચો. જો તમે આ યાદવોની ઉપેક્ષા કરશો અને તેને શિક્ષા નહિ આપો તો હું તમારી સામે સળગતા અગ્નિમાં પ્રવેશ કરીશ ! હે પુત્રી ! તારું કહેલું બધું હું કરીશ. તું ચિંતા વગરની થા અર્થાત્ તું ચિંતા કર નહિ, એમ કહીને જીવ શાને પોતાના (તેના) સ્થાને મોકલી દીધી. પછી જરાસંઘે મને બોલાવીને કહ્યું : “હે સોમક ! તું યાદવોની પાસે જા ત્યાં જઈને સમુદ્રવિજયને મારી વાત કહેજે.” For Personal & Private Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૨ ૨૭૧ પાંડવ ચરિત્રમ્ તે આ પ્રમાણે, હે સમુદ્રવિજય ! મને તમારી પાસે જરાસંઘે મોકલ્યો છે અને કહ્યું છે કે : “જો તમારે જીવિત અને રાજ્ય જોઈતું હોય તો આ કુળનો નાશ કરનારા ગોપબાલકોને મોકલો. કારણ કે મોટા કાર્ય માટે નાનું કાર્ય છોડવું, હંસની જેમ મહાનંદ. (મોક્ષ) માટે મહાન આત્મપુરુષો વિષયસુખના આનંદને ઘાસની જેમ છોડી દે છે.” એવું દૂતનું વચન સાંભળીને કંઈક ક્રોધથી ધ્રૂજી રહેલા શરીરવાળા સમુદ્રવિજય બોલ્યા: “હે સોમક ! તારો સ્વામી વિવેક વગરનો છે. જેથી મારા બાળકો માગે છે, બીજા ગુન્હા કરેલા એવા ગુન્હેગારો જો શરણે આવેલા હોય તો તેવાઓને પણ ક્ષત્રિયો આપતા નથી, તો પછી પ્રાણથી પણ પ્રિય પોતાના પુત્ર રામકૃષ્ણને કેવી રીતે સમર્પણ કરે ! ખરેખર તારો સ્વામિ જરાસંઘ જીવનથી કંટાળી ગયેલો જણાય છે.” હે સોમક ! જેથી કરીને દુર (દેડકો) (કૃષ્ણરૂપી) કાળા સર્પ છંછેડે છે ઇત્યાદિ. સમુદ્રવિજયના વાક્યને સાંભળીને ફરીથી સોમક દૂત બોલ્યો : “હે રાજન ! આટલા સમય સુધી તમે જરાસંઘના શાસનને (આજ્ઞાને) માથે ચડાવતા હતા, તો પછી હમણાં આવો અહંકાર શા માટે ! ખરેખર કીડીઓને મરણ સમયે પાંખના નવાંકુર ફૂટે છે. તેવી જ રીતે તને પણ નવી વાતો સૂઝે છે. આ રામકૃષ્ણના બલ વડે શું જરાસંઘ જીતશે ? ઘુવડો અંધકારના બલની પાસે કેટલો ગર્વ કરે ? તારો આ એક અપરાધ છે. જે રામ અને કૃષ્ણને પીઠ આપીને ઊભો છે. તેવી રીતે પાંડવોને પીઠ આપીને ઊભો છે. આ બીજો અપરાધ છે. રામકૃષ્ણના અપરાધથી જરાસંઘ આવશે. પાંડવના રક્ષણથી યુદ્ધ માટે દુર્યોધન, કૌરવો, દશ અક્ષૌહિણીથી પરિવરેલા નજીકમાં હોવાથી તેઓ જલ્દી આવશે. સંખ્યા નામ હસ્તી પદાતિ ૧ . પત્તિ (પાયદળ) ૧ ૨ સેના ૩ ૩ ૯ ૧૫ સેનામુખમ ૪૫ ગુલ્મઃ ૨૭ ૨૭ ૮૧ ૧૩૫ વાહિની ( ૮૧ ૮૧ ૨૪૩ ૪૦૫ પૃતના ૨૪૩ ૨૪૩ ૭૨૯ ૧૨૧૫ ૭૨૯ ૭૨૯ ૨૧૮૭. ૩૬૪૫ ૮ અનીકિની ૨૧૮૭ ૨૧૮૭ ૬૫૬૧ ૧૦૯૩૫ ૯ અક્ષૌહિણી ૨૧૮૭૦ ૨૧૮૭૦ ૬૫૬૧૦ ૧૦૯૩૫૦ ૫. cm o wie ચમ્ For Personal & Private Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૨૭૨ સર્ગ - ૧૨ હે સમુદ્રવિજય ! હજુ પણ તું સમજ, પોતાના હિતને વિચાર. આ રામબલભદ્ર અને કૃષ્ણને બાંધીને મોકલ. જેથી તારા કુળનું કુશલ થાય. આ બેઉને આપીને તમારા કુટુંબનું રક્ષણ કરો. દૂતની આવી વાણી સાંભળીને કૃષ્ણ કહ્યું : “હે સોમક ! તારો સ્વામી ગોપ ગોપ એમ કહેતાં (બોલતાં) કેમ લજ્જા પામતો નથી ? હું બાલઘાતના પાપી કંસને મારનારો છું. હવે તેનો પક્ષપાત કરનાર જરાસંઘને પણ હણીશ. તેણે હણીને જ્યારે પૃથ્વીની રક્ષા કરીશ ત્યારે હું ગોપ, નહીં તો હું કેવી રીતે ગોપ?” ગોપ તારો સ્વામી જે ગાયોને ચરાવે છે. તે જ ગોપ.” એમ કહીને સોમકનો તિરસ્કાર કરીને ફરી કૃષ્ણે કહ્યું : કૌરવો સામે આવો, મારા ક્રોધરૂપ દાવાનલમાં પહેલાં ભસ્મીભૂત થાઓ. પછી જરાસંઘ પણ ભસ્મીભૂત થશે. તું જા, જઈને તારા સ્વામી જરાસંઘને જલ્દી લઈ આવ. રાજગૃહી નગરે દૂત ગયો. ત્યાં જઈને તે દૂતે સમુદ્રવિજયે કહેલું અને કૃષ્ણ કહેલું બધું જ કહ્યું. જરાસંઘનો પ્રકોપ ભભૂકી ઉઠ્યો. કૃષ્ણ પણ સોમક દૂતે કહેલું પાંડવોને જણાવ્યું. તે સાંભળીને પાંડવો ખુશ થયા. વળી શુભ લગ્ન, શુભ મુહૂર્ત મંગલ કરેલા, સૈન્યથી પરિવરેલા દ્વારિકા નગરીથી યુદ્ધને માટે પાંડવોએ પ્રયાણ કર્યું. એ પ્રમાણે બીજા પણ રાજાઓ દ્રુપદ, વિરાટાદિ તેઓની પાછળ ચાલ્યા, પછી દેવકીએ કરેલા મંગળવાળો, રાજાઓ અને સૈનિકોથી પરિવરેલો, ભાઈઓ અને પુત્રોથી પરિવરેલો, બલભદ્ર સાથે કૃષ્ણ સંગ્રામને માટે પ્રયાણ કર્યું. તેની પાછળ સમુદ્રવિજયે ભાઈઓ સાથે નેમિ. મહાનેમિ, સત્યનેમિ, દઢનેમિ આદિ ક્રોડ કુમારોથી પરિવરેલા યુદ્ધને માટે પ્રયાણ કર્યું. એ પ્રમાણે બીજા પણ સૈન્ય સાથે યાદવો, યાદવમિત્રો, વસુદેવ અને દેવની સહાયવાળા વિદ્યાધરો વસુદેવની પાછળ ચાલ્યા. ગંગા અને યમુનાની જેમ યાદવો અને પાંડવોની સેના ભેગી થઈને યુદ્ધ સાગરમાં જવા માટે ચાલ્યા. દ્વારિકા નગરીથી નીકળતી સેનાને કૌતુકથી જોવા માટે લાખો ઝરૂખામાં નીકળેલા નગરની નારીઓના લાખો મુખ જોઈને પંડિતો આ પ્રમાણે કલ્પના કરે છે. જાણે શું આકાશતલમાં લાખો ચંદ્ર નીકળ્યા ન હોય ? કૃષ્ણના પ્રયાણ વખતે જયમંગલ વાજિંત્રોમાંથી નીકળતો અવાજ કૃષ્ણ મંથેલા સાગરના ધ્વનિની યાદ આપતી હતી. તે પછી જગ્યાએ-જગ્યાએ નગરના લોકોના માંગલિકોને સ્વીકારતા યાદવો અને પાંડવોએ પ્રયાણ કર્યું. આગળ જતાં રસ્તામાં ઉતાવળથી ઘોડા પરથી ઉતરતી વિખરાયેલા (અસ્તવ્યસ્ત) કપડાવાળી કોઈ દાસી નીચે પડી. સૈનિકોને હાસ્યને પાત્ર બની. માર્ગમાં આગળ વધતાં યાદવ અને પાંડવોના રહેવાના (છાવણીના) શુદ્ધ મધ્યભાગમાં તંબૂઓ કંચુકીની શ્રેણીએ રોકી લીધા. અર્થાત્ અંતઃપુરના દ્વારોએ કંચુકીઓ પહેરેગીર બની ઊભા રહ્યા. For Personal & Private Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૨ રિ૭૩) પાંડવ ચરિત્રમ્ તેઓની ચારે બાજુ ચારે દિશાઓના રાજાઓના મંડપો હતા. તેના પછી સામંતોના, તેની ચારે બાજુ સૈનિકોના સુંદર શોભાવાળા મંડપો હતા. હવે એક દિવસ ત્રીજા પ્રહરે પલંગમાં સૂતેલા શ્રમ વિનાના થયેલા યુધિષ્ઠિરની પાસે કોઈક પ્રતિહાર- પહેરેગીરે શીઘ આવીને જણાવ્યું કે : “હે રાજન ! માદ્રી માતાના ભાઈ મદ્રદેશના શલ્ય નામના રાજા તમારા આંગણમાં આવ્યા છે.” . યુધિષ્ઠિરે કહ્યું: “જલ્દી આવવા દે. એમ કહીને ભાઈઓ સાથે યુધિષ્ઠિર સામે ગયા. પહેરેગીરે આપેલા હાથને અવલંબી (પકડી)ને રહેલા મદ્રદેશના રાજા એવા તે મામાને યુધિષ્ઠિરે (ભેટી) આલિંગન આપ્યું. તે પછી બધાય રાજાઓએ યથાયોગ્ય ઔચિત્ય દ્વારા આચાર ઔચિત્ય આચર્યું.” પ્રેમથી ભીંજાયેલા આનંદના કંદરૂપ યુધિષ્ઠિરે પોતાના આસન સમાન આસનરૂપ સિંહાસને બેસાડ્યા. પછી તેના કુટુંબના નામ કહેવા પૂર્વક ક્ષેમકુશળ પૂછ્યું મદ્રશે પણ કહ્યું તમારી ક્ષેમદષ્ટિથી બધા ક્ષેમકુશળ છે. હે યુધિષ્ઠિર ! મારે તમારી આગળ કંઈક કહેવું છે. જો તું મારા કહેવાથી દુઃખવાળો ન થાય અથવા મારા કહેવાથી તને કંઈ દુઃખ ન થાય તો કંઈક તને કહું. યુધિષ્ઠિરે કહ્યું : “કહો.” મદ્રી રાજાએ કહ્યું : “હે યુધિષ્ઠિર ! તારો દૂત આવ્યો તે પહેલાં મારી પાસે કુરુ (કૌરવ)નો રાજદૂત આવ્યો હતો. તે દૂતે તે તે ભક્તિરૂપ ક્રિયા કરવા થકી મને વધાવ્યો.” પછી મેં તે દૂતને કહ્યું કે : “હું તારા સ્વામીને સહાય માટે આવીશ. તેમાં તારે સંદેહ ન કરવો.” તે વચન સાંભળીને દુર્યોધન દૂત ચાલ્યો ગયો. પછી તમારો દૂત આવ્યો છે. તેણે પણ તે રીતે કહ્યું: “તમને યુધિષ્ઠિર રાજા બોલાવે છે. તેનું કહ્યું સાંભળીને હું મારી સેનાને ત્યાં જ મૂકીને હું તમારી પાસે આવ્યો છું. આથી તમારું વચન પ્રમાણ-શિરોમાન્ય છે.” યુધિષ્ઠિરે કહ્યું: હે મદ્રશ ! દુર્યોધન તમારો જમાઈ છે. અમે તો તમારા ભાણિયા છીએ. તમે તો મારા મામા છો.” મદ્રશે કહ્યું : “હે ભાણજા ! હું અહીંયા રહું તો મારું વચન જાય છે. શું કરું?” યુધિષ્ઠિરે કહ્યું દુર્યોધન પાસે જાઓ. તમારા વચનનું પાલન કરો, પરંતુ તમારે ઔચિત્ય જાળવવું.” શલ્ય રાજાએ કહ્યું : “યુદ્ધમાં કર્ણનો ઉત્સાહ નષ્ટ કરી નાખીશ. હે મામા ! તમે ત્યાં જવાનું વચન આપ્યું તે યોગ્ય કર્યું નથી. ઉલટું આચર્યું છે. માદ્રી માતા લોકમાં શું કહેશે ?” શલ્ય પણ કહ્યું : “હે ભાણિયા ! તને જે રૂચે (ગમે) તે કહે. પરંતુ હવે હું શું કરું ? જો હું ન જાઉં તો મારું વચન જાય છે, વચન જાય તો બધું ગયું.” કહ્યું છે કે – મહાપુરુષો, સજ્જન પુરુષો બોલેલા (સ્વીકારેલા) વચનને પ્રલયકાળે પણ તોડતા નથી. દીનતાને પામતા નથી, પ્રાર્થનાનો ભંગ કરતા નથી. For Personal & Private Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ રિ૭૪) સર્ગ - ૧૨ આથી હું તમારી આજ્ઞાથી ત્યાં જાઉં છું. યુધિષ્ઠિરે કહ્યું: “જાઓ.” ત્યાંથી માદ્રી માતાના ભાઈ શલ્ય દુર્યોધન પાસે ગયા. પ્રભાતનો સમય થતાં પાંડવની સેનાએ ત્યાંથી કુરુક્ષેત્ર તરફ પ્રયાણ કર્યું. એ પ્રમાણે ક્રમપૂર્વક માર્ગમાં આગળ વધતાં કૃષ્ણની અને પાંડવોની એ બંનેની સેના કુરુક્ષેત્રની નજીકની ભૂમિ સુધી આવી ગઈ. અહપૂર્વક બધા સૈનિકોએ સરસ્વતી નદીના કાંઠે રહેલા શીતળ વૃક્ષોની છાયાનો આશ્રય લીધો. કેટલાક સૈનિકોએ વ્યાપારીઓના ઘોડાના વેગ જેવા વેગ(ઝડપ)થી પટમંડપો (તંબૂઓ) તૈયાર કર્યા. સૈનિકોના હાથીઓ તે નદીમાં ક્રીડા કરતાં પર્વતના જેવી શોભાને ધરતા હતા. ઉતારી દીધેલા ભારવાળા સૈનિકના ઊંટો નદીની રેતીમાં ક્રીડા કરતા હતાં. ઘોડાના સમૂહો તે રેતીમાં ખૂરથી લખતાં હોય તેમ ખેલતા હતા. એ પ્રમાણે બધા સૈનિકો સ્વેચ્છાપૂર્વક ક્રીડા કરતા અહમિન્દ્રોની જેમ શોભતા હતા. રસ્તાના થાકથી થાકી ગયેલી, વૃક્ષની છાયામાં નિદ્રાને લેતી, વિખરાયેલા (અસ્તવ્યસ્ત) કપડાંવાળી રાજાઓની સ્ત્રીઓને પણ લોકોએ સ્વેચ્છા પૂર્વક જોઈ. સૈન્યના બળદો સ્નાન કરી પાણી પીને અહીંતહીં ફરતા સરસ્વતી નદીના કાંઠા પર ચંદ્રથી પણ ઉજ્વલ સમુદ્રની ભરતીમાં ઉછળતા ફેણની જેમ શોભતા હતા. તે બળદો પરસ્પર યુદ્ધ કરતાં હતાં, તે સમયે બળદો કોના મનમાં નથી રમતા ? રસ્તાના થાકને દૂર કરવા માટે સૈનિક લોકો કમળોથી શોભતા નદીના પાણીમાં ન્હાતા હતા. કેટલાક સૈનિકો ઉછળતા પ્રેમવાળા બે રથોને પરસ્પર ક્રીડા કરતા જોઈને થાક ભૂલી જઈને લાંબાકાળ સુધી રેતીમાં ઊભા રહ્યા. તે નદીના કાંઠે હંસયુગલને જોઈને પોતાની પ્રિયા સાથે પ્રેમથી વિંધાયેલા ત્યાંજ ખેલવા લાગ્યા. કેટલીક ભ્રમરીઓને ભ્રમરના સમૂહ સાથે વનરાજીઓમાં ગુંજારવ કરતી સાંભળીને આકર્ષિત થયેલી અંગનાઓ કાનને સ્થિર કરી ઊભી રહી. કેટલીક રૂપજીવિનીઓ રસ્તામાં લાગેલા શ્રમને દૂર કરવા માટે સ્નાન કરીને કેલિઘરોમાં સ્નેહથી વીંધાયેલી તેણીઓ યાદવકુમારો સાથે સ્વેચ્છાપૂર્વક ક્રીડા કરવા લાગી. કેટલાક કામુકો ખજૂર, નારિયેળ, જાંબુ, લીંબુવાળા નંદનવનની ઉપમા સમાન ઉદ્યાનમાં ચંપક, અશોક, સુપારી, કેળા, આંબાના વનમાં સ્ત્રી મિત્રોની સાથે પ્રેમગોષ્ઠી કરતા હતા. એ પ્રમાણે તેઓએ કેટલાક દિવસો તે સરસ્વતી નદીના કાંઠે પસાર કર્યા. એક દિવસ દાંડાને કાખમાં (બગલમાં) નાખીને કોઈ પ્રતિહાર રાજગૃહીથી આવીને અંજલિ જોડી યુધિષ્ઠિરને કહ્યું: “હે યુધિષ્ઠિર ! હે રાજેન્દ્ર ! હું હમણાં રાજગૃહીથી આવું છું. વરશેખર નામનો હું કૃષ્ણના આદેશથી રાજગૃહે જઈને જરાસંઘનું સ્વરૂપ જાણીને તે વૃત્તાંતને કૃષ્ણને કહીને પછી કૃષ્ણની આજ્ઞાથી આપની પાસે આવ્યો છું.” હવે જરાસંઘનો વૃત્તાંત સાંભળો, હે દેવ ! સોમક નામનો જરાસંઘનો દૂત જે પહેલાં રાજગૃહીથી દ્વારિકામાં આવ્યો હતો. તે સમુદ્રવિજયથી તિરસ્કાર કરાયેલો ફરી જરાસંઘની પાસે ગયો. તેણે સમુદ્રવિજયનો વૃત્તાંત કહ્યો. For Personal & Private Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૨ ૨૭૫ પાંડવ ચરિત્રમ્ તે સાંભળીને ક્રોધિત થયેલા જરાસંઘે ફરી સોમકને કહ્યું: “હે સોમક ! ગોપાલ બાલકો રામકૃષ્ણ કેવા છે?” સોમકે કહ્યું : “તેઓ પર્વત જેવા અક્કડ અભિમાનવાળા છે, મદથી ઉન્મત્ત (છકેલા) છે, મહા ઊંચા છે. બળદ જેવા સ્કંધવાળા છે. તેઓ કહે છે કે, ઘરડા બળદ જેવો જરાસંઘ કોણ છે? એનાથી શું સિદ્ધ થશે ?” એકલો હું એવો કૃષ્ણ બધી જરાસંઘની પત્નીઓને વિધવાપણાની દીક્ષા આપનારો છું. એ પ્રમાણે ઊંચા અવાજે સભાની વચ્ચે પોકાર કરે છે. તે કૃષ્ણ મને ગળાથી પકડીને સભાના મધ્યભાગથી સેવકો વડે ખેંચી બહાર કાઢ્યો. દાવાનલની ઉપમા સમાન કૃષ્ણ, પવનની ઉપમા સમાન યુધિષ્ઠિરથી પ્રેરીત જલ્દી અહીંયાં આવશે. યદુ (યાદવ) રાજાઓ અસંખ્યાત સૈન્યના સમૂહ સાથે તથા પાંડવોની સાત અક્ષૌહિણી સાથે અહીંયા આવશે. એ પ્રમાણે અક્ષૌહિણીથી પરિવરેલ કૃષ્ણ અને પાંડવોએ કુરુક્ષેત્રની ભૂમિને વર્તમાનકાળે અલંકૃત કરી. હવે આપનું ભૂજબલ (વૈભવ) જણાશે. એવા સોમનકના વચનને સાંભળીને ક્રોધરૂપ જવાળાવાળો, લાલ આંખવાળો જરાસંઘ બધાય દુર્યોધન આદિ સભાજનોના દેખતાં જ બોલ્યો : “હે રાજવીઓ ! મારી આગળ આ યાદવો કોણ માત્ર ! તથા આ પાંડવો કોણ માત્ર ! તેવી રીતે ગોપાલ બાલકો કોણ છે ? બધાય આ સૈનિકો મારા ક્રોધ થકી મરણને પામશે.” ત્યાં સુધી આગિઓ પ્રકાશ ફેંકે છે. (ગર્જના કરે છે, ત્યાં સુધી ચંદ્રમા અભિમાન કરે છે. સૂર્યનો ઉદય થતાં ન આગિયો ન ચંદ્રમા. અર્થાત્ જ્યાં સુધી સૂર્યનો ઉદય થતો નથી ત્યાં સુધી બન્નેનું જોર ચાલે છે સૂર્ય ઉદય થતાં બંને નષ્ટ થઈ જાય છે. જરાસંઘના આ વચન સાંભળીને સભાની મધ્યમાં દુર્યોધને જરાસંઘને કહ્યું : “હે રાજેન્દ્ર જરાસંઘ ! કૃષ્ણ-પાંડવ પર આ તારો કોપનો આડંબર કેવો ? હે રાજન્ ! શિયાળ ઉપર આ સિંહનો પ્રકોપ કેવો ? તેવી રીતે આ બધા ઉપર તમારા ક્રોધનો આરંભ રહ્યો છે તે શા માટે? હું એકલો પણ તમારો સાથ હોવાથી તમારી પાછળ રહીને કૃષ્ણની પાછળ રહેલા યુધિષ્ઠિરને હણીશ. સૂર્ય પાછળ રહેલા કિરણો (પ્રભાતકાલ-ઉષાકાલે) શું અંધકારને હણતાં નથી? (સૂર્ય ઉદયની પૂર્વે) તેવી રીતે એકલો હું પણ આ બધાને પાંડવો સાથે હણીશ.” બીજાઓએ વાર્યો છતાં પણ જરાસંઘે પ્રશંસા કરેલો દુર્યોધન અપશુકનોએ વારવા છતાં પણ આપના પર (યુદ્ધ માટે) આવી રહ્યો છે. દુર્યોધન આપના પર ચડાઈ કરવા માટે આવતા પ્રયાણ સમયે આવા પ્રકારના અપશુકનો તેને થયા હતા, પરંતુ મરવાની ઇચ્છાવાળો મૂર્ખ, તે અટક્યો નહિ. તે કેવા પ્રકારના અપશુકનો હતા ? તે કહે છે. For Personal & Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ રિ૭૬) સર્ગ - ૧૨ પહેલાં તો દિશાઓ શ્યામમુખવાળી બની ગઈ હતી. સૈન્યની ઊડતી ધૂળથી ઢંકાયેલા સૂર્યવાળા દિવસે લોકોએ તારાનો સમૂહ જોયો. તેવી રીતે તે જ દિવસે બધી દિશાઓમાં દિલ્દાહ જોયો તથા તે જ દિવસે આકાશમાં ભૂત, પ્રેત નાચ કરતા હતા તથા પૃથ્વી કંપાયમાન થઈ હતી. શિયાળીયાઓ રડતા હતા. જમણી બાજુએ ગધેડું ફૂંક્યું. પવન સામો વાતો હતો, તેના પ્રસ્થાન વખતે ઘોડા અને હાથીઓએ મળત્યાગ અને પેશાબ કર્યા. આવા પ્રકારના અપશુકન જોઈને દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, ગાંગેય, દુઃશાસન આદિના સૈન્યો અંદરોઅંદર પરસ્પર આ પ્રમાણે બોલતા હતા. આવા અપશુકનના કારણે અટકાવવા છતાં પણ કર્ણથી ઉત્સાહિત દુર્યોધન અમોએ વાળવા છતાં પણ દુષ્ટ અધ્યવસાયના કારણે યુદ્ધથી અટક્યો નહિ. એક દુષ્ટાત્મા જરાસંઘ એવી રીતે બીજો પાપાત્મા દુર્યોધન પણ એ બેઉ પોતાના અને બીજાના કુળનો ખરેખર સંહાર (નાશ) કરશે. અપશુકનોએ વાળવા છતાં પણ અસંખ્ય બલ સૈન્યથી યુક્ત સૈન્યનો સાગર પૃથ્વીને જાણે ભીંજવતો જતો હોય તેમ ચાલ્યો. તેની આગળ કુરુસેનાપતિ દુર્યોધન, ક્રોડ સૈનિકથી ઘેરાયેલો (પરિવરેલો) રસ્તામાં સેનાપતિની જેમ આગળ ચાલ્યો. દુર્યોધનની સાથે જરાસંઘ સંપૂર્ણ સેના સહિત પ્રભાત સમયે જ નક્કી કુરુક્ષેત્રમાં આવશે, એવી દૂતે કહેલી વાણી સાંભળીને સર્વ યાદવો અને પાંડવો અત્યંત હર્ષને પામ્યા. કારણ કે યુદ્ધ થતાં સુભટો ખુશ થાય છે. સૈનિકો યુદ્ધ ઇચ્છે છે, વૈદ્યો રોગથી પીડાતા લોકને ઇચ્છે છે, બ્રાહ્મણો ઘણા મરણને ઇચ્છે છે અને નિગ્રંથ સાધુઓ સુકાળ, ક્ષેમકુશળ ઇચ્છે છે. કૃષ્ણ તે દૂતને ઇનામરૂપ દાન આપ્યું કારણ કે મહાન પુરુષનો પ્રેમ નિષ્ફળ જતો નથી. દૂતે કહેલું સાંભળીને તૈયાર થયેલા કૃષ્ણ સૈન્ય સાથે સરસ્વતીના કાંઠે છાવણી કરીને સુખપૂર્વક ત્યાં રહ્યા. હવે પાંડવો સૈનિકો સાથે પોતાની સેનાને તૈયાર કરીને કૃષ્ણની સેનાની આગળ આવીને ઉભી રહી, ત્યારે જરાસંઘના સૈનિકોએ અત્યંત ડરી જવાથી પ્રત્યંત પર્વતની નજીકમાં પોતાના માટે આવાસો બનાવ્યા. જરાસંઘનો પણ આવાસ એક પર્વતની ઉપર બનાવ્યો. કર્ણાદિ વીરોના, શલ્યાદિ રાજાઓના, ગાંગેયાદિ મહારથીઓના, સેનાની ટુકડીઓના આવાસો, પોતપોતાની ધજાઓ (ચિહ્નો)થી શોભતા યથાયોગ્ય સ્થાને બનાવ્યા. દુર્યોધનનો આવાસ હાથી, ઘોડા, રથાદિ સૈન્ય સમૂહથી પરિવરેલો, રાજસમૂહથી પરિવરેલો, ગ્રહો વડે પરિવરેલો શ્વેત સૂર્યની જેમ કુરુક્ષેત્રના કિનારે શોભતો હતો, એ પ્રમાણે સંપૂર્ણ રાજસમૂહથી પરિવરેલા જરાસંઘે એક દિવસ ઇન્દ્ર મહારાજાની સરીખી (જેવી) પોતાની સભામાં બેઠેલા મગધ દેશના રાજાએ બધા રાજાઓની આગળ કહ્યું : “હે બહાદુર સૈનિકો ! રામકૃષ્ણ વગેરે યાદવોએ સૈન્યની આગળ પાંડવોને આગળ કર્યા છે. મારા સૈન્યના શ્રેષ્ઠ સુભટોને યુદ્ધમાં કોળિયો કરતાં (હણતાં) પાંડવોથી રક્ષણ કરનારા કોણ થશે ?” For Personal & Private Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૨ પાંડવ ચરિત્રમ્ તે સાંભળીને સભામાંથી ઉઠીને હાથ જોડીને દુર્યોધને કહ્યું : “હે રાજેન્દ્ર ! તમે મારી આ વાત સાંભળવા માટે યોગ્ય છો. કારણ કે તમારા જેવા બલવાનોમાં માણિક્ય જેવા, ઇન્દ્ર જેવા, મારી પાછળ હોવાથી પણ આ ગોપાલ બાલકૃષ્ણ કોણ ? આ બિચારા કાગડા જેવા પાંડવો ? આપની આજ્ઞાથી એકલો પણ હું યાદવ અને પાંડવોને જીતી લઈશ. આથી હે રાજેન્દ્ર ! મારા ઉપર ઉપકાર કરીને પાંડવ અને કૌરવના યુદ્ધમાં મને આજ્ઞા આપો. હું જ પાંડવોની સાથે યુદ્ધ કરીશ. મને આજ્ઞા આપીને તમે સાક્ષી થાઓ. તમારા દેખતાં જ હું આ ભૂમિને પાંડવો વિનાની કરીશ.” જરાસંઘે કહ્યું : “હે મહાવીર ! તારામાં બધું જ છે. મને વિશ્વાસ છે, એ પ્રમાણે કહીને આજ્ઞા આપી.” વિદાય કરેલો દુર્યોધન પોતાના ઉતારાના સ્થાને આવી ગયો. ત્યાં આવીને પોતાના સુભટોને બોલાવીને આ પ્રમાણે કહ્યું : “હે પિતામહ ગાંગેય ! હે દ્રોણગુરુ ! હે કર્ણબંધુ! પ્રભાત સમયે સંગર સાગર જાઉં છું. તે અગાધ યુદ્ધ સાગરને તમારા બાહુબલ રૂપ સેતુ (પુલ) વડે જ ઉતરાશે. જેવી રીતે ચંદ્ર જેવા શીતળ વસંત ઋતુમાં મલયાચલના (ચંદનના) પવન વડે કરાયેલા સહાયવાળો કઠિન હોવા છતાં પણ મુનિઓના ચિત્તને શું ચંચલ નથી બનાવતો ? કામથી શું વિહૂલ નથી કરતો ? તેવી રીતે હું પણ આપની સહાયથી યુદ્ધ સાગરમાં દુશ્મનોને જીતીશ. શ્રદ્ધાવાળા એવા મેં પાપુત્રોના વધ માટે પહેલાં રાજગૃહીમાં અને હાલમાં યુદ્ધ સમયે જરાસંઘને પ્રાર્થના કરી છે. તેમની આજ્ઞા લઈને ધનુર્ધારી આપને તેના સ્વરૂપને બતાવ્યું છે. તે રાજેન્દ્ર! આપણા સૈન્યમાં કેટલા અર્ધરથિ સુભટો છે, કેટલા રથીઓ છે, કેટલા મહારથીઓ છે.? અને કેટલા વીરોત્તમ એવા અતિથિઓ છે. ? આ સાંભળીને ભીખે કહ્યું: “હે રાજનું દુર્યોધન! શું તું ધનુર્ધારીના રહસ્યને જાણતો નથી ? જેથી વારંવાર પૂછે છે. આ રણમેદાનમાં આ કર્ણ પ્રમાદિ અને કૃપાલુ છે. તે કારણે એ મને અર્ધરથિ ભાસે છે.” કહ્યું છે કે – જે હજાર, દશહજાર અને એક લાખને રણયુદ્ધમાં નક્કી હણે છે. તે અનુક્રમે રથિ-મહારથી અને અતિરથી કહેવાય છે. બે કાન વડે આ વચન સાંભળી કર્ણ દુર્યોધનને કહે છે. “હે ગાંગેય ! જ્યાં સુધી આપની આગળ કોઈ અતિરથી પ્રાર્થના કરે નહિ ત્યાં સુધી પાંડવોની સામે યુદ્ધમાં ધનુષ્ય બાણ ધારણ કરીશ નહિ.” એ પ્રમાણે કહીને પોતાની તાકાતથી જગતને ઘાસ સમાન માનતો કર્ણ ક્રોધથી અંધ થયેલો સભામંડપમાંથી ઉઠીને સ્વગૃહે જવા લાગ્યો. ઘરે જતાં કર્ણનો હાથ પકડીને ગાંગેયે કહ્યું : “હે રાજન ! અવસર ન હોવા છતાં પણ આ કેવી તારા મુખપર કાલિમા ? જે તું આ અવસરે ક્રોધથી લાલ આંખવાળો થઈ ગૃહે જાય છે. જો હું શ્રેષ્ઠ ધનુવાળો છું તો પણ તારા વિના શું For Personal & Private Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૨૭૮ સર્ગ - ૧૨ કરું?” ત્યારે દુર્યોધને કહ્યું : “કર્ણ પણ બાણ છોડવામાં હોંશિયાર હોવા છતાં પણ પિતામહ ગાંગેય વિના શું કરશે?” વળી પણ ગાંધારી પુત્રે (દુર્યોધને) ભીખને કહ્યું : “હે તાત ! જો તમે મારા ઉપર ક્રોધ ન કરો તો હું કંઈક વિનંતી કરું ?” ગાંગેયે કહ્યું: “તને જે ગમે તે કહે.” હે તાત ! તમો યુદ્ધના ભારને ગ્રહણ કરવામાં આગળ આવો. પૃથ્વીના અતિભારને વહન કરનારા શેષનાગ વિના બીજો કોણ છે? કૌરવેન્દ્રની વાણી સાંભળીને પિતામહ ગાંગેયે સેનાપતિપણું અંગીકાર કર્યું. પછી દુર્યોધને પિતામહને મહાઉત્સવપૂર્વક સેનાપતિપણે અભિષેક કર્યો (સ્થાપ્યો). આ વૃત્તાંત માગધ જઈને પાંડવોની સમક્ષ કહ્યું: “હે રાજન્ ! કૌરવોના અગ્રણી દુર્યોધન મારા દ્વારા તમને કહેવડાવે છે. હું આપની સાથે યુદ્ધ કરવા ઉત્સુક છું. પહેલા જરાસંઘ પાસે મેં માગ્યું છે. તેથી મેં ઘરે આવીને યુદ્ધ માટે સેનાપતિપણે ગાંગેયની સ્થાપના કરી છે, તે રણ દીક્ષિત ગાંગેય યુદ્ધ પ્રસંગે આપને મળવા માટે અત્યંત ઇચ્છે છે. તમે તમારે તમારા સૈન્યથી પરિવરેલા યુદ્ધ માટે તૈયાર થઈ કુરુક્ષેત્રની ભૂમિ પર સવારે આવી જવું.” તે દૂતનું વચન સાંભળીને હર્ષથી ઉલ્લસિત મનવાળા યુધિષ્ઠિરે તેને કહ્યું : “હે માગધ ! તારા કહેવાથી હું સવારે જ કુરુક્ષેત્રની ભૂમિ પર સૈનિકો અને વાહન સાથે અને ભાઈઓ સાથે આવી જઈશ.” જો હું સવારે રણઆંગણે ન આવું તો સત્યવાદીપણું મારું દૂર થાય. યુધિષ્ઠિરે સોનાની રાશિ આપવાપૂર્વક તેને સત્કારીને વિદાય આપેલો તે કૃષ્ણની પાસે આવ્યો. પછી આ કૌરવોની ચારણોએ કહેલી કથાને કરીને યુધિષ્ઠિરે કૃષ્ણ પાસે પહેલું યુદ્ધ માગ્યું. કૃષ્ણ કહ્યું કે : “હે યુધિષ્ઠિર ! બંનેનું સરખું વિભાજન કરશો નહિ.” યુધિષ્ઠિરે કહ્યું : “હે કૃષ્ણ ! આ યુદ્ધમાં તમારી સૌમ્યદષ્ટિથી અમારો જય જ છે. આ યુદ્ધમાં હું સહાયની અપેક્ષાવાળો નથી.” ફરી કૃષ્ણ કહ્યું : “તો હું અર્જુનના રથનો સારથિ થઈને તમારું યુદ્ધ જોઈશ.” કૃષ્ણની તે વાણી સાંભળીને યુધિષ્ઠિર ગૃહે જઈને પોતાના લશ્કરને યુદ્ધ કરવા માટે આદેશ આપ્યો. તેથી બધા સૈનિકો યુધિષ્ઠિરના કહેવાથી તૈયાર થઈ ગયા. હવે યુધિષ્ઠિર બધા સામંતોની સંમતિથી દ્રુપદરાજાના પુત્ર દુધ્રુમ્નને સેનાપતિ બનાવ્યો. તે વખતે સુભટોના ઘરોમાં અસ્ત્રદેવીની આગળ બલિ પુષ્પ, ઉપહારાદિપૂર્વક મહોત્સવ શરૂ કર્યા. પોતપોતાના ભરથારની ઇચ્છાવાળી સુભટ સ્ત્રીઓ દેવદેવીઓની માનતા કરતી અલગ અલગ વાત સંભળાય છે. પછી પતિના પ્રેમમાં ઉલ્લાસવાળી સુભટોની સ્ત્રીઓ ઇચ્છા પ્રમાણે પતિઓને આલિંગન દેતી હતી, ભેટતી હતી. કેટલીક સ્ત્રીઓ પોતાના પુત્રોને આ પ્રમાણે કહેતી હતી : “હે પુત્ર ! જેવી રીતે હું વીરને જન્મ આપનારી છું, એ પ્રમાણેની જગતમાં પ્રસિદ્ધ For Personal & Private Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૭૯ સર્ગ - ૧૨ પાંડવ ચરિત્રમ્ થઈ છું, તેવી રીતે હાલમાં મને પ્રસિદ્ધ કરજે. કેટલીક સ્ત્રીઓ પોતાના પ્રીતમને પ્રેમપૂર્વક આ પ્રમાણે કહે છે : “હે પ્રાણેશ ! દુશ્મનોના હાથીના કુંભસ્થલમાં ઉત્પન્ન થયેલા મુક્તાફલનો હાર બનાવીને મારા કંઠમાં આરોપણ કરજો. હે નાથ ! તમે યુદ્ધમાં એવું કરો કે જેથી તમને જોતી સૈનિકોની સ્ત્રીઓ તમારી ઝંખનાવાળી બને.” કેટલાક વૃદ્ધ સૈનિકો પોતાના પુત્રોને આ પ્રમાણે કહે છે : “હે પુત્રો ! સ્વામીના કાર્યમાં યુદ્ધમાં મરણની ચિંતા ન કરવી.” કહ્યું છે કે “જીતવાથી લક્ષ્મી મળે છે અને મરણ થયે પણ દેવીઓ મળે છે. કાયા ક્ષણવારમાં નાશ પામનારી છે. યુદ્ધ મેદાનમાં મરણની શી ચિંતા?” કેટલાક સૈનિકો પોતાના નાના ભાઈઓને આ પ્રમાણે કહે છે : “હે બંધુઓ ! સ્વામિના કાર્યમાં ક્યારેય કાયાપણું ન લાવવું. કેટલાક શૂરવીરોએ લોહ બખ્તર પહેર્યા. કેટલાક લોકોએ શિર પર શિરરક્ષણ કવચ (ટોપો-હેલ્મટ) પહેરેલ છે.” કેટલાક હાથમાં તલવાર લઈને નચાવે છે, કેટલાક સુભટો અવાજ કરતી સોનાની શૃંખલા (સાંકળીવાળી ઘંટડીઓના ઘેઘુર અવાજથી મદરૂપ પાણી વડે ભૂતલને કાદવ જેવું કરતાં હાથીઓને ગુડા (ઢીંચણ) વડે ધક્કો મારતા હતા. કેટલાક સુભટો સમુદ્રના તરંગો જેવા ચંચલ સૂર્યના ઘોડાઓનું અનુકરણ કરતા ઘોડાઓને બખ્તરથી યુક્ત કરે છે. કેટલાક સુભટ સારથિઓએ દેવરથનું અનુકરણ કરતા, સુવર્ણ મણિઓથી શોભતા, ૩૬ (છત્રીશ) પ્રકારના દંડાયુધથી ભરેલા, ઘંટનાદ (અવાજ)થી દિશાઓને ગજાવતા રથસમૂહો (રથો)ને તૈયાર કર્યા. પગે ચાલનારા કેટલાક સૈનિકો તલવાર અને ઢાલ ધરેલા સ્વામિના કાર્યમાં યુદ્ધ શૂરવીરો ખૂબ નાચવા લાગ્યા (રાજી થયા). કેટલાક અહીં-તહીં દોડતા પોતાના સ્વામીને પોતપોતાનું પરાક્રમ બતાવવા લાગ્યા. એ પ્રમાણે તે રાત્રિએ બધાય રાજાઓ અને સૈનિક લોકો તૈયાર થઈ રહ્યા. હવે પાંડવો કેવા તે કહેવાય છે – વિવિધ પ્રકારના શસ્ત્રોને ધરનારા પાંચ પાંડવો, તેજીલી ઘણી વીજળીવાળા કલ્પાન્તકાળના વાદળોની જેમ શોભી રહ્યા છે. વળી તેઓ દેવો વડે જેમ ઇન્દ્ર સેવાય છે, તેમ રથમાં બેઠેલા અને ઘોડા પર બેઠેલા ચારે બાજુથી રાજાઓથી સેવાય છે. એ પ્રમાણે સૈન્ય સમૂહથી પરિવરેલા યુધિષ્ઠિર સૂર્યોદય વખતે ઉત્તર દિશામાં જ્યાં જુએ છે, તેટલામાં તે પાંડવોએ આકાશમાં ઘણા દિવ્ય વિમાનો જોયા. તે વિમાનમાંથી ઉતરીને અનેક વિદ્યાધરો યુધિષ્ઠિર પાસે આવ્યા અને તેમને નમસ્કાર કર્યા. તેઓના નામો આ પ્રમાણે છે : મણિચૂડ, સહસ્ત્રાક્ષ, ચંદ્રાપીડ, મહાબલ, ચિત્રાંગદ, જેને પહેલાં દુર્યોધનને બાંધ્યો હતો, એવા For Personal & Private Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦) પાંડવ ચરિત્રમ | સર્ગ - ૧૨ બીજા પણ વિદ્યાધર રાજાઓએ વિદ્યાધરોથી પરિવરેલા યુધિષ્ઠિરાદિ પાંડવોને નમીને આ પ્રમાણે વિનંતી કરી : “હે દેવ યુધિષ્ઠિર! તમે અને તમારા ભાઈઓએ આ વિદ્યાધરો ઉપર ઘણા ઉપકારો કર્યા છે. તેથી તે વિદ્યાધરો તમારા ગુણ ગાતા સેવા માટે આવ્યા છે. આપનું કૌરવો સાથે યુદ્ધ જાણીને તમને સહાય કરવા માટે અમે અહીંયા આવ્યા છીએ, આથી આજ્ઞા કરો, અમે શું કરીએ? અમે આટલા તમારા સુભટો હોવા છતાં જાતે યુદ્ધનો આરંભ કેમ કર્યો ? એમ કહીને ભીમ, અર્જુનાદિ સાથે ક્રીડા કરતા વિચરે છે–ફરે છે. હવે ભીમપુત્ર ઘટોત્કચ વિદ્યાધર હિડિમ્બાપુત્ર વિદ્યાની તાકાતથી યુદ્ધ ઉપસ્થિત થયેલું જાણીને તે પણ આવી ગયો. પહેલાં યુધિષ્ઠિરને નમીને પછી ભીમાદિને નમસ્કાર કર્યા. તે બધાય પાંડવોને ભેટ્યા અને બોલ્યા. હર્ષ પામેલા ઘટોત્કચે પિતાની આજ્ઞાથી બખ્તર ગ્રહણ કર્યું. તે કેવા પ્રકારનો ઘટોત્કચ છે ? ઘોડાઓના હણહણવા(હૈષારવ)થી હર્ષવાળો, હાથીઓની ગર્જનાથી ઉર્જાવાળો, પ્રકૃષ્ટ વીરના સિંહનાદો વડે મદોન્મત્ત થયેલો. રથોના ચિત્કારથી આનંદિત થયેલો, લોકવાયકાઓની શ્રેણીને તોડતો, ગિરિ ગુફાઓને ફાડતો, મહાસમુદ્રોનું મંથન કરતો, પૃથ્વીના તળને કંપાવતો, પૃથ્વીના સંપુટને અદ્વૈત શબ્દમય જાણે કરતો. યુદ્ધ દુંદુભિના મહાનાદને ધારણ કરતો શોભી રહ્યો છે. હવે સકલ સૈન્યની સાથે, વિદ્યાધરોથી પરિવરેલા, શુભ શુકનોથી ઘેરાયેલા યુધિષ્ઠિર શસ્ત્રોથી ભરેલા રથમાં બેસીને ધૃષ્ટદ્યુમ્ન સેનાપતિને આગળ કરીને સૈન્યના પુરથી પૃથ્વીને જાણે ભીંજવતા હોય તેમ રણભૂમિ તરફ પ્રયાણ કર્યું. ચક્રપાણીએ પણ ધનંજયના રથનું સારથિપણું કરતાં આશ્ચર્યથી લોકોએ અરુણ (સૂર્ય) રથમાં અરુણસારથિની જેમ જોયો. તે માર્ગમાં ચાલતાં સૈન્યના સમૂહથી સારી રીતે ચૂર્ણ થયેલી પૃથ્વીની રજ (ધૂળ) અશ્વના ખુરથી ઉડતી આકાશમાં પ્રસરી ગઈ. તે સૈન્યના રથની ધજાઓ અનુકૂળ પવનથી ઉડતી અહીં જય, અહીં લક્ષ્મી, એ પ્રમાણે જાણે કહેતી શોભતી હતી. એવા પ્રકારની યુદ્ધ ભૂમિ પર યુધિષ્ઠિર આવતા કૌરવેન્દ્ર દુર્યોધને યુદ્ધનો શંખ વગાડ્યો. તે શંખ વાગતાં બધા કૌરવો તૈયાર થઈ ગયા. ખરેખર આ યુદ્ધમાં ભાવિ શું થશે ? એ પ્રમાણે કેટલાક વિચારતા તૈયાર થયા, કેટલાક રાજાઓ સ્ત્રીઓની સાથે વારંવાર આલિંગન કરે છે, કેટલાક યુદ્ધને માટે ઉતાવળ કરનારાઓને સ્ત્રીઓએ વારંવાર વાર્યા. સ્ત્રીઓએ વારેલા સુભટો મંદ આદરવાળા (ઢીલા) થયા, ત્યારે રાજ દ્વારપાળોની વારંવાર પ્રેરણાથી પાછા તૈયાર થયા. કેટલાક સુભટો અપશુકનથી અટકેલા વિચારે છે. આ દેવયોગે અમંગલ થતાં અમારું શું થશે? એ પ્રમાણે વિચારતા યુદ્ધ માટે ઢીલા પડેલા બખ્તર પહેરતા નથી. કેટલાક For Personal & Private Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧) સર્ગ - ૧૨ પાંડવ ચરિત્રમ્ નાના બાળકોના લાલન-પાલનમાં તત્પર એવા સુભટો દ્વારપાળોના કહેવાથી ફરી તૈયાર થઈ ફરી બખ્તર પહેર્યા. સુનહરા શ્રેષ્ઠ કવચવાળા મુકુટ પહેરેલા તે રાજાઓ શોભતા હતા. તે સમયે મસ્તકમાં પૂરેલા સિંદુરવાળા શોભતા કેટલાક હાથીઓ સૈનિકોનો કોલાહલ સાંભળીને બાંધેલા ઝાડને ઉખેડીને છાવણીમાં જતા રહ્યા. સેનાના કલબલાટથી ઉદ્વિગ્ન ચિત્તવાળા કેટલાક હાથીઓના ઝરતા મદ તે જ વખતે શોષાઈ ગયા. કેટલાક મદથી ઉન્મત્ત બનેલા બંધનથી મુક્ત બની ગયેલા હાથીઓને મહાવતોએ ફરી તે હાથીઓને કોઈપણ રીતે પોતાને તાબે કર્યા. યુદ્ધ માટે તૈયાર થયેલા શ્રેષ્ઠ હાથીઓ અત્યંત શોભી રહ્યા છે. હવે ઘોડાઓનું વર્ણન આ પ્રમાણે – તેજી, ઉરંડા, ગહવરા, તોરા, ખરસાણા, ભયાણા, હયાણા, રોહવાલા, રુન્ડમાલા, તોરકા, મંદકોરા, પીજૂઆ, ભાદિજા, દક્ષિણપંથા, પાણીપંથ, મરકટા, નીલવર્ણા, કરહાટકા, ગંગાજલા, સિંધૂઆ, પારકરા, પારસીકા, ભદ્રેશ્વરા, કામ્બોજા ઈત્યાદિ ઘોડાના વર્ગો (જાતિ) બખ્તર વડે ચારે બાજુથી શોભતા સુવર્ણની સાંકળથી ચારે બાજુથી શોભતા શરીરવાળા એવા પ્રકારના ઘોડાઓ, રાજાને આશ્રિત ક્રોડ સુભટથી પરિવરેલા ગાંગેય, કર્ણાદિ મહાવીરો દુર્યોધન પાસે ઉપસ્થિત થયા. હવે સૈન્યસમૂહથી પરિવરેલો અપશુકનોએ વાળવા છતાં પણ અહંકારરૂપ પર્વત જેવો કુરુપુત્ર(દુર્યોધન) અત્યંત કષ્ટ જીતી શકાય તેવા મહાબાહુવાળા પાંડવોને જીતવાને માટે રથમાં ચડી ગયો. હવે દુર્યોધનના સુભટો તૈયાર થયેલા પોત પોતાના વાહન ઉપર ચડેલા, બખ્તરથી યુક્ત સાક્ષાત્ જાણે ઉત્સાહવાળા પ્રાણીમાત્ર જાણે ધનુર્ધારી (હોય તેવા) દ્રોણાચાર્ય, કૃપાચાર્ય વગેરે પ્રધાન પુરુષો, બાળ્યા છે અરિરૂપી વનો જેને એવા દુઃશાસન વગેરે નાના ભાઈઓ, શિલ્યરાજા કામરૂ દેશના રાજા, જયદ્રથ રાજા અને આગળ રહેનારા રાજાઓએ તે મૂકાયેલા (નિર્માણ થયેલા) અવસરને સ્વીકાર્યો. જેવી રીતે ચંદ્ર ગ્રહો વડે શોભે છે. યુથપતિ જેવી રીતે યુથથી શોભે છે. પુંડરિક (સફેદ કમળ) જેવી રીતે કમળોથી શોભે છે, તેવી રીતે તે સુભટોથી પરિવરેલો દુર્યોધન શોભે છે. (શોભતો હતો.) ત્યારે ચારે દિશાઓને ભરી દેતો સેવકોએ કરેલા દુંદુભિનો અવાજ કાયરોને ડરાવતો અને શૂરવીરોની રોમરાજીને ઉભો કરતો પ્રગટ થયો. એટલે કે લડવા માટે બળ આપતો હતો. તે અવસરે બાજુમાં જોરથી વાતો પ્રતિકૂળ પવન ધજાઓને ફરકાવતો હતો. પાંડવોના સૈનિકો ભીતિથી નાસતા ન હોય તેવા લાગે છે. તેવી રીતે શસ્ત્રોથી સજ્જ વીરોના શસ્ત્રો સૂર્યના કિરણોના સંપર્કથી ઝરતો અગ્નિ અગ્નિદેવતાની જેમ શોભે છે. એ પ્રકારે કલ્પાંતકાળની સમુદ્રની ભરતીની જેમ દુર્યોધનની સેનાએ સંગ્રામ ભૂમિની સીમાને ઓળંગી દીધી. એટલે કે યુદ્ધ માટે આક્રમણ For Personal & Private Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૨૮૨ - સર્ગ - ૧૨ એક બાજુ વિદ્યાધરના વિમાનો વડે શોભતું પાંડવનું સૈન્ય કુરુક્ષેત્રની ભૂમિ સુધી આવી ગયું. તે આ પ્રમાણે : જેવી રાતે પરસ્પર અવાજના પડઘાઓ વડે અંતર્મગ્ન બનેલા બંનેના સૈન્યોને પણ રણશિંગાના (યુદ્ધ વાજિંત્રોના) અવાજો પ્રેરિત કરતા હતા. પવનરૂપ ઝૂલાથી (વાવાઝોડાથી) ક્રોધિત થઈ પરસ્પર જાણે તિરસ્કાર કરતી ન હોય, એવી બંને સૈન્યોની ધજાઓ શોભતી હતી. બંને પરસ્પર સ્વામિના વૈરથી વૈરને લેતાં આકાશમાં રહેલા વિદ્યાધરો પોતપોતાના વીર્યના ગર્વવાળા થયેલા વચન વડે મળ્યા. (વાતો કરી.) બંને સૈન્યના ભાટચારણો પોતપોતાના સૈનિકોની પ્રશંસા કરે છે. યુદ્ધ માટે ઉત્સાહિત થયેલા સૈનિક વીરો માગધ (ભાટચારણો)ને સુવર્ણ અને રત્નના આભૂષણ આપે છે. બંનેના સૈન્યો પણ પોતપોતાના સ્વામિની આજ્ઞાથી યુદ્ધ ઇચ્છતા હોવા છતાં પણ સુભટોને છડીદારો પકડી રાખે છે. તે ક્ષણે મુખ વડે ચંદ્ર જેવા, આંખો વડે કમળની શ્રેણી જેવા વિવિધ પ્રકારના રત્નોથી ભરેલા વિમાનના સમૂહોથી, સંધ્યા સમયના વાદળની શ્રેણી જેવા કુરુપાંડવના યુદ્ધને જોવાને માટે ઉતાવળા થયેલા ગાંધર્વ દેવ અને વિદ્યાધરો વડે આકાશ અલંકૃત કરાયું છે. અર્થાત્ આકાશ શોભી રહ્યું છે. આ પ્રમાણે શ્રીમત્તપાગચ્છાધિરાજ ભટ્ટારક શ્રી હીરવિજયસૂરિ પટ્ટાલંકાર ભટ્ટારક શ્રી વિજયસેનસૂરિના સામ્રાજ્ય પંડિત દેવવિજય ગણિ રચિત ગદ્યબદ્ધ સુંદર પાણ્ડવ ચરિત્રમાં સોમકદૂત આગમન, શલ્યરાજા આગમન, પાંડવ-કૌરવ પ્રયાણ વર્ણન નામનો બારમો સર્ગ પૂર્ણ થયો. For Personal & Private Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ (તેરમો સર્ગ) તે બંને સૈનિકોએ ભેગા થઈને યુદ્ધનો સિદ્ધાંત નક્કી કર્યો. અસ્થાયી યુદ્ધ વિરામ, શસ્ત્ર વિનાનાઓને અને સ્ત્રીઓને હણવા નહિ. હવે મોટા રથમાં બેઠેલા ભીમ અને અર્જુને, ધુષ્ટદ્યુમ્નને સેનાપતિ બનાવીને સેનાની આગળ આવ્યા. સેનાની આગળ રહેલા અર્જુને કુરુસેનાને જોઈને તેના સ્વરૂપને જાણવાની ઇચ્છાથી કૃષ્ણને પૂછ્યું : “હે કૃષ્ણ ! આ કુરુસેનામાં કોણ કોણ સુભટો છે ? તે કેવી રીતે જાણી શકાય ?' કૃષ્ણ કહ્યું : આ તાલધ્વજવાળો છે, તે દુશ્મનના સમૂહનો નાશ કરવામાં સમર્થ છે. જગતમાં અજોડ વીર મહારથી અને શ્વેત ઘોડા જોડાયેલા રથમાં બેઠેલા ગંગાનો પુત્ર ગાંગેય છે. આ લાલ રંગના ઘોડાવાળા રથમાં બેઠેલા, કલશ ધજાવાળા, યુદ્ધમાં આગળ મહારથી આપના ગુરુ અખંડ કીર્તિવાળી દ્રોણાચાર્ય છે. આ બાણવાળો દુર્યોધન નીલવર્ણવાળા ઘોડાથી જોડાયેલ સુવર્ણ રથમાં શોભતો, સર્પ ધજાવાળો વીરસમૂહથી પરિવરેલો મહારથી આપનો શત્રુ જાણવો. આ દુઃશાસન લાંબી ધજાવાળા તે પીળા ઘોડાવાળા રથમાં બેઠેલો ક્રૂર કર્મ કરવાવાળો દ્રૌપદીના ચીર (વસ્ત્ર) ખેંચવા માટે લાલાયિત દુર્યોધનનો નાનો ભાઈ વિશેષ કરીને તમારે જાણવો. તે આ સૌબલ લાલ અને પીળા ઘોડાથી શોભતા રથવાળો ધવલ ધજાવાળો ભુવનમાં એક વીર અને અભિમાની જાણવો. આ દ્રોણ પુત્ર અશ્વત્થામા લાલ ઘોડાવાળા રથમાં બેઠેલો સિંહપૂછ ધજાવાળો મહારથી, તમારા મુખ તરફ વારંવાર જુએ છે. For Personal & Private Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ (૨૮૪) સર્ગ - ૧૩ આ શલ્ય નામનો આપનો મામો અને માદ્રીનો ભાઈ આપને છોડીને વારવા છતાં પણ ત્યાં ગયો અને તમારો વિરોધી થઈને ફરી સામે આવેલો. બંધુક નામના વૃક્ષ જેવા સુંદર ઘોડાવાળા રથમાં બેઠેલો સીતા ધજાથી મંડિત દુશ્મન માટે શલ્ય જેવો આપનો મામો શલ્ય જાણો. આ લાલ ઘોડાવાળો રથ દુશ્મનના ચૈતન્યને (જીવન) હણનારો અને કોલ ધ્વજવાળા રથમાં બેઠેલા જયદ્રથ નામના રાજાને તમારે જાણવો. આ શાંત પંચકલ્યાણી ઘોડાવાળા રથમાં બેઠેલા યુપધજાવાળા ભૂરિશ્રવા નામના રાજા દેખાય છે. આ સુપ્રતિક ગજ (હાથી) પર બેઠેલા મોટા સ્તંબેરમ ધ્વજા વાળા ગાજતી કીર્તિવાળો ભગદત્ત નામના રાજા છે. એ પ્રમાણે અનેક સુશર્માદિ મહારાજા ઘોડે ચડેલા રથમાં બેઠેલા અને કેટલાક હાથી ઉપર બેઠેલા તમારા આગળ યુદ્ધને માટે ઉપસ્થિત થયા છે. આટલા શૂરવીરો આપની આગળ મૃત્યુને પામશે, વરશે. આવી કૃષ્ણની વાણી સાંભળીને દયા છોડીને અર્જુન રથમાં આગળ બેસીને યુદ્ધ માટે તૈયાર થયો. ફરી દયાના સ્વભાવવાળા અર્જુને વડીલ ભાઈઓ આદિને જોઈને કૃષ્ણને કહ્યું : “આ વડીલ ભાઈઓને મારવા માટે મારું મન રાજી થતું નથી, ઉત્સાહવાળું થતું નથી. તેવા રાજ્યથી શું ! લક્ષ્મીથી સર્યું. આવી મારી તાકાતથી શું? આ વિદ્યાથી શું? જેથી ગુરુ અને ભાઈઓને હણીને પાપથી ખરડાવવાનું જે ગાંગેય પિતામહના ઉત્સંગમાં ક્રીડા કરતાં (ખેલતાં) મારા આટલા દિવસ પસાર થયા છે. તે બ્રહ્મચારી ગાંગેય પર મારા બાણો કેવી રીતે ફેંકુ.” આ દ્રોણ બાણવિદ્યા શીખવાડનાર છે, જેણે ખુશ થઈને મને સર્વ બાણકલા આપી શીખવાડી) છે. તેવા તે બાણકલાના આચાર્યને હું કેમ હણું ? ગુરુના વાત્સલ્યના કારણે બંધુથી પણ અધિક છે, તે મારા ગુરુબંધુ અશ્વત્થામાને યુદ્ધ મેદાનમાં કેવી રીતે હણું? હે કૃષ્ણ ! આ ગુરુબંધુ આદિને હણવા માટે મારા બાણો લજ્જા પામે છે. આવા વચનો સાંભળીને કૃષ્ણ કહ્યું : હે વીર મુગુટ ! હે અર્જુન ! ક્ષત્રિય ધર્મથી ઉલ્ટો તારો આ કૃપાનો અંકુર કેવો ? અર્થાત્ તારી આ દયા કેવી ! કહ્યું છે કે કૃપા-દયાભાવથી ક્ષત્રિય ધર્મ રહેતો નથી. ક્ષત્રિય ધર્મનું આ લક્ષણ છે, તે જાણો. કહ્યું છે કે – ગુરુ, પિતા, પુત્ર, ભાઈઓએ જો શસ્ત્ર હાથમાં લીધા હોય તો શંકારહિત હણવા તે ક્ષત્રિયનો ધર્મ છે. For Personal & Private Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૩ ૨૮૫ પાંડવ ચરિત્રમ્ ભાઈ ભાઈ ત્યાં સુધી છે, જ્યાં સુધી શત્રુભાવ ધરતા નથી, પરાભવ કરતા નથી. જો પરાભવ કરે ત્યારે તો બલવાનોએ તેનું નક્કી શિર છેદવું. અગ્નિ હાથનો સ્પર્શ, સિંહ શિયાળનો અવાજ સહન કરતા નથી, તેવી રીતે ક્ષત્રિયો શત્રુની ડખલ ક્યારેય પણ સહન કરતા નથી. આથી ક્ષત્રિય ધર્મ તે છે જેમાં શત્રુ એવા ભાઈઓને પણ હણતા તારા જેવો વિશ્વમાં અજોડ ધનુર્ધારી હોવા છતાં પણ તારા ભાઈની લક્ષ્મી શત્રુ હરી (લઇ) જાય છે, તે પણ તારી જ મોટી લજ્જા બને છે. તારે જ શરમાવા જેવું છે. આથી જ દયાભાવને છોડી હાથમાં બાણ લઈને તમે શત્રુના સમૂહનો નાશ કરવા માટે યોગ્ય છો. હે અર્જુન ! આ તારા શત્રુઓ પોતાના પાપના કારણે જ ક્ષયને પામશે, તું તો માત્ર તેઓના વધમાં નિમિત્ત માત્ર જ થઈશ. ધનુર્ધારી મારવા આવનારને માટે જ છે. આથી હે અર્જુન ! હાથમાં બાણોને લે અને જલ્દી ધનુષ્ય પર ચડાવ, નહીં તો આ શત્રુઓ તારા ભાઈઓને હણી દેશે. ઇત્યાદિ કૃષ્ણનું કહેલું સાંભળીને યુદ્ધ માટે ઉત્સાહિત (તૈયાર) થયેલો અર્જુન હાથમાં બાણ લેતો યુદ્ધને માટે ઉભો થયો. પાંડવો અને કૌરવોના બંનેના સૈન્યમાં રહેલા ધનુર્ધારી સૈનિકોના ધનુષ્યમાં રહેલા દોરીના ટંકારવથી ભયંકર અવાજો નીકળ્યા. બંને સૈન્યના યોદ્ધાઓએ પોતપોતાના શંખો વગાડ્યા. તેનો શબ્દ સાંભળતા બધાય સૈનિકો તૈયાર થયા. હવે યુધિષ્ઠિરે રથથી ઉતરીને પગે ચાલીને, ભીષ્મને દ્રોણને અને કૃપાચાર્યને નમસ્કાર કર્યા. લજ્જાથી નીચે નમેલા તે ગુરુઓએ પણ તે યુધિષ્ઠિરને આશિષ આપવાપૂર્વક અભિનંદન આપ્યા. પછી કહ્યું : “હે વત્સ ! તમારી અમારા ઉપર ભક્તિ છે. અમારો પણ આપના ઉપર સ્નેહ છે, પરંતુ અમે શું કરીએ ?” હે વીર ! કૌરવોએ ઘણી ભક્તિ કરીને અમને ખુશ કર્યા છે. કૌરવોને છોડવાનું સહન કરી શકીએ તેમ નથી. અમારાથી લોકલાજથી કૌરવોને છોડવાનું શક્ય નથી. આ યુદ્ધમાં તમારો જ જય થશે. એમાં લેશ પણ શંકા નથી. જેના સૈન્યમાં ન્યાયધર્મ રહ્યો છે, તેનો જ જય થાય છે. એ પ્રમાણે ગુરુવાણી ધારીને ફરી આવીને પોતાના રથમાં બેઠા. પછી બંને પક્ષના (સૈન્યના) સૈનિકોએ ધનુષ્ય ઉપર બાણો ચડાવ્યા. ગાંડીવ ધનુષ્ય હોવા છતાં પણ ધનુષ્યના ખેંચવાથી ઉઠેલ ટંકારના શબ્દમાત્રથી શત્રુઓના પ્રાણી જવા જેવા થઈ ગયા. આકાશમાં વિદ્યાધરો અને ભૂમિ પર મનુષ્યો પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. જેમ કે ઘોડાવાળા-ઘોડાવાળા સાથે, બાણોવાળા બાણોવાળા સાથે, બલવાનોના સિંહનાદ વડે ભ્રમથી શોભાયમાન જગત થયું (અને બળવાળાઓના લલકાર સાથે થતા યુદ્ધથી જગત એકાએક આકુળ-વ્યાકુળ થઈ ગયું.) For Personal & Private Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૩ પાંડવ ચરિત્રમ્ ૨૮૬ તીક્ષ્ણ બાણના બહાનાથી યમરાજા હજાર જીભ કરીને બધા સુભટોને ચાટતો ન હોય ! ખેચરની સાથે ખેચરો, ભૂચરની સાથે ભૂચરો, રથવાળા સાથે રથવાળા, તલવારવાળા સાથે તલવારવાળા, હાથીવાળા સાથે હાથીવાળા, પાયદલ સાથે પાયદલ પરસ્પર યુદ્ધ કરે છે. હાથીઓ હાથીઓની સામે દોડતા ભયંકર (વાવાઝોડા) પવને ઉડાડેલા પર્વત જેવા શોભે છે. યુદ્ધશૂરા ઘોડાઓ કવચથી યુક્ત પાંખ વગરના પક્ષી રાજા (ગરુડ)ની જેમ શોભે છે. રથોની પંક્તિઓમાં રહેલી પવનથી ઉડતી ધજાઓ શત્રુના રથોને લડવા માટે બોલાવતી (આહ્વાન કરતી) ન હોય તેમ ફરકે છે. શૌર્યથી ઉપર ઉઠેલા વાળવાળા ક્રોધથી લાલ આંખવાળા યમરાજના નોકરોની જેમ પરસ્પર બંને સૈન્યના સૈનિકો વળગીને લડતા હતા. અત્યંત બળવાળા સુભટોથી યુક્ત એક બાજુ દ્રૌપદીનો ભાઈ ધુષ્ટદ્યુમ્ન છે. બીજી બાજુ ગંગાનો પુત્ર ગાંગેય છે, બંનેય સેનાથી યુક્ત સેનાનાયકો યોદ્ધાઓને લડવા માટે પ્રેરણા કરે છે. શૌર્યશાળી પ્રવાલના અંકુરા જેવા લાલ થયેલા નૂતન ભુજાશાલી એવા વીકુમારો, અભિમન્યુ, ઉત્તરકુમાર, ઘટોત્કચ, દ્રૌપદી, પુત્રાદિએ યુદ્ધભૂમિ પર કુરુસેનાને પકડી લીધી. ૨થ ઉપર રહેલા મદ્રદેશના રાજા શલ્યનું અને હાથી પર બેઠેલા વિરાટ રાજાના પુત્ર ઉત્તરકુમારનું પરસ્પર યુદ્ધ થવા લાગ્યું. ઉત્તરકુમારે દુર્વાર બાણો વરસાવીને શલ્યરાજાનો તિરસ્કાર કર્યો. વાદળ જેમ સૂર્યનો તિરસ્કાર કરે છે તેમ. તેથી અત્યંત ક્રોધિત થયેલો, અનેક યુદ્ધ જીતેલો અને ક્રોધથી લાલ આંખવાળા શલ્કે, વિરાટ પુત્ર કુમારને પોતાની શક્તિ (બલ) વડે નીચે પાડ્યો. ઉત્તરકુમાર હણાયેલો જાણીને પાંડવ સૈન્યમાં અત્યંત હાહાકાર મચી ગયો. પછી ધનુર્ધારી યુધિષ્ઠિરે ભીષ્મ સેનાની સાથે યુદ્ધ કર્યું. ભીષ્મ પરાક્રમી, રથમાં બેઠેલા અત્યંત બળથી યુક્ત, ભીષ્મ પાંડવસેનાની અંદર જાતે જ ઘૂસી ગયા. તે સેનામાં ગયેલા ગાંગેયે કેટલાકના મસ્તક છેદ્યા, કેટલાકના અભિમાન સાથે બાણો તોડી નાખ્યા. કેટલાક ધનુર્ધારીઓની ધનુષ્યની દોરીઓ છેદી નાખી. કેટલાકના બાણો સાથે હાથ-પગ કાપી નાખ્યા. કેટલાકના હાથમાંથી તલવારને, કેટલાક સારથિઓના બખ્તરોને, કેટલાકના મસ્તક રક્ષક ટોપાઓને, કેટલાકના છત્રોને, કેટલાકના ચામરોને, કેટલાકના તેજ વડે ચમકતા શસ્ત્રોને ખતમ કર્યા. કેટલાક રથમાં જોડાયેલા ઘોડાઓ જીવ લઇને ભાગી ગયા. કેટલાકના વસ્ત્રો ફાડ્યા, કેટલાકના પ્રાણો હરી લીધા, એ પ્રમાણે ખેર–વિખેર થયેલા પાંડવ સૈન્યમાં કેટલાક મહાવત વિનાના હાથીઓ અહીંતહીં ફરે છે. એ પ્રમાણે સારથિ સુભટ હણાતાં રથો અહીં-તહીં ફરે છે. એ રીતે ઘોડાના રક્ષકો હણાતાં ઘોડાઓ અહીં—તહીં ચારેબાજુ ફરે છે. એ રીતે ગાંગેયે પાંડવસેનાને અત્યંત બેચેન બનાવી. ગાંગેયની જેમ શત્રુના પરાક્રમને જીતનાર ધુષ્ટદ્યુમ્ને પણ કૌરવની સેનામાં હજારો રાજાઓનો સંહાર કર્યો. For Personal & Private Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૩ (૨૮૭). પાંડવ ચરિત્રમ્ જેવી રીતે યુદ્ધથી થયેલ લોહીની મહાનદી, દાઢી-સેવાળ જેવી, સૈનિકોના માથા લાલ કમળ જેવા, રથો ભાલ જેવા, આંગળીઓ માછલી જેવી સફેદ, છત્રો કુમુદ પુષ્પ જેવા અને ધજાઓ નેતરની સોટી જેવી લાગતી હતી. આવું યુદ્ધ થયું. તે નદીમાં મોટા ઉન્મત્ત હાથીઓ, પર્વતો જેવા લાગતા હતા. તે યુદ્ધના અવસરે કોઈ સ્થાને ઘોડાના અંગવાળી, કોઈ સ્થાને હાથીના શરીરવાળી, કોઈ સ્થાને વીરના શરીરવાળી, ક્યાંક ધજાના દંડવાળી, ક્યાંક ધનુષ્યવાળી, ક્યાંક સેલ્લ, ભીલ્લ, મયી આવા પ્રકારની યુદ્ધભૂમિ બની. પૃથ્વીને રૂધિરથી વહેતી કરીને ઉત્તરકુમારના વધથી પ્રાપ્ત જયવાળા ગાંગેય પોતાના સૈન્ય પાસે આવ્યો. તેવી રીતે ઉત્તરકુમારના વધથી અત્યંત ખેદ પામેલા દુષ્ટદ્યુમ્ન પણ પૃથ્વીને રક્તવાળી કરીને કૌરવની સેનાના અધિપતિ ગાંગેય વીરપુરુષનો વધ કરીને સૂર્યાસ્તવેળાએ પોતાના સૈન્ય સાથે સૈન્યમાં આવ્યો. પહેલો દિવસ પસાર થયો. પુત્રના શોકથી આકુળ બનેલી વિરાટ દેશના રાજાની પત્ની સુદષ્ણાને મીઠા વચન વડે યુધિષ્ઠિરે આ પ્રમાણે સાંત્વન આપ્યું : હે કલ્યાણી ! તું વીરની પત્ની છો. આજથી લઈને તું વીરને જન્મ આપનારી પણ છે. કારણ કે તારો પુત્ર યુદ્ધમાં વીર સુભટોને હણીને મૃત્યુ પામ્યો છે. શલ્યથી તારો પુત્ર હણાયો છે. પરંતુ તારા પુત્રના દુશ્મનોને જો હું કંટકની જેમ કાઠું નહિ તો મારું વચન નિષ્ફળ જાય.” એમ કહીને સંતોષ પમાડેલી એવી તેણીએ મૌનને ધારણ કર્યું. કારણ કે ઉદાર પ્રકૃતિવાળાનો શોક થોડા સમયનો હોય છે. બીજા દિવસે તેવી રીતે ગાંગેયે બાણો વડે અનેક રાજાઓને, અનેક સૈનિકોને મારતાં સાત દિવસ (સુધી) પાંડવસેના માટે કલ્પાંતકાળના અગ્નિની ઉપમા સમાન થયા. તે યુદ્ધના પૂર્ણ સ્વરૂપને સંજય રાત્રિએ સ્ત્રી સાથે રહેલા ધૃતરાષ્ટ્રને હંમેશ નિવેદન કરતો હતો અને ઔદાર્ય બુદ્ધિવાળા યુધિષ્ઠિર તે વિદ્યાધરે આપેલી અંગૂઠીના (વીંટીના) પાણીના પ્રભાવથી પોતાના સૈનિકોના ઉત્પન્ન થયેલ ઘાને દરરોજ રુઝવે છે. એમ ગાંગેય પોતાની સેનાના સૈનિકોના ઘાને મંત્રશક્તિથી હંમેશ દવા લગાડતા હતા. એ પ્રમાણે બંનેના સૈન્યનું પરસ્પર યુદ્ધ થતાં ક્રોડો હાથી, ઘોડા, મનુષ્ય મરણને પામ્યા. એ પ્રમાણે સાત દિવસો પસાર કર્યા. તેવી રીતે આઠમા દિવસે પાંડવસૈન્યના રાજાઓએ પિતામહ ગાંગેયની સાથે યુદ્ધની શરૂઆત કરી. પાંડવસેનાના રાજાઓ સેના સહિત પિતામહની સેના સાથે યુદ્ધ કરતા કોઈક એક જ બાણ વડે કર્ણની ધનુષ્યની દોરી અને હાથની નાની આંગળી કાપી નાખી. કારણ કે, આ ચારેય અપરાધી છે. અપરાધીઓ દંડ (શિક્ષા)ને પામે છે. (૧) આંખથી જોયું, (૨) કાનથી સાંભળ્યું, (૩) હાથની For Personal & Private Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૨૮૮ સર્ગ - ૧૩ અંગુલી વડે (૪) ધનુષ્યની દોરી ખેંચી ટંકાર કર્યો. આથી ચારેય જણા એક બાણથી વિંધાયા. પિતામહે સેનાને બાણથી અલંકૃત કરી. એ પ્રમાણે ધનુર્ધારીમાં બલવાળા અર્જુને ગાંગેયની સેનાને બાણ વડે શ્વાસ વગરની કરી. બાણોથી ભરાયેલા અંગવાળી તે ગાંગેયની સેના હાલતા-ચાલતી બંધૂક વનની જેમ શોભવા લાગી. હજારો રાજાઓને હણવા છતાં, પણ અધિક ગાંગેય હણાયા. તેથી પાડુપુત્રો આનંદિત થયા. હણાયેલા, ત્રાસ પામેલા સૈન્યવાળા અસ્ત્રારૂપી બાણ વડે મુંડિત થયેલા મસ્તકવાળા કૌરવો ગાંગેયની સાથે પોતપોતાની છાવણીઓમાં આઠમે દિવસે આવી ગયા. એ પ્રમાણે જય પામેલા પાંડવો પણ પરિવાર સાથે આઠમા દિવસે પોતાના સ્થાનમાં આવ્યા. નવમે દિવસે ગાંગેયની પાસે દુર્યોધને આવીને વિનયથી નમેલા શરીરે પિતામહની આગળ બેસીને ઉપાલંભ સાથે કહ્યું : તમે પાંડવોની દાક્ષિણ્યતાથી યુદ્ધમાં અર્જુન વડે નિત્ય આપણા સૈનિકો હણાઈ રહ્યા છે, તેની ઉપેક્ષા કરો છો.” “જો આપણા શત્રુ એવા તે પાંડવોને રાજ્ય આપવાની તમારી ઇચ્છા છે તો હે તાત ! જલ્દી પોતાના (તમારા જ) હાથે મને હણી નાખો.” એ પ્રમાણેના દુર્યોધનના વાક્યને સાંભળીને ગાંગેય દુર્યોધન તરફ બોલ્યો : “હે વત્સ ! તું આવા તુચ્છ લોકોને ઉચિત વચન કેમ બોલે છે ? જો આ પાંડવો પર મને વાત્સલ્ય છે અને પ્રાણથી પણ પ્રિય છે તો પણ મેં આ મારું જીવન તને આપ્યું છે. તારી ભક્તિથી ખુશ થઈને મેં તારો જ સ્વીકાર કર્યો છે. આથી પાંડવોની સાથે લડીશ. પરંતુ જ્યાં અર્જુન હાથમાં ધનુષ્ય લે છે, તે યુદ્ધમાં આપણો જય શંકાને ઉત્પન્ન કરનારો થાય છે.” તો પણ આ જીવન બાણકલાના અભ્યાસના કારણે પ્રાતઃ પૃથ્વીને બળ વગરની કરી નાખીશ. એ પ્રમાણે ગાંગેયે દર્શાવેલી પ્રીતિવાળો દુર્યોધન પોતાના આવાસમાં આવ્યો. નવમે દિવસે તૈયાર થયેલા લશ્કરના સમૂહથી પરિવરેલો ગાંગેયે બાણોના વરસાદ વડે પાંડવોની સેનાના સૈનિકોને હલાવી નાખ્યા. ત્યારે કેટલાક પાંડવ સુભટો ગાંગેયની સામે ધનુષ્ય ધારણ કરી શકતા નથી અર્થાત્ શક્તિહીન થઈ ગયા. કેટલાક પાંડવોના સુભટો યુદ્ધમેદાનમાં ઉભા રહેવા માટે શક્તિહીન બની ગયા. કેટલાક પાછા જઈને સેનામાં પ્રવેશે છે. કેટલાક સારથિને આગળ કરીને પોતાનું રક્ષણ કરે છે. કેટલાક અપકીર્તિ સ્વીકારીને ધનુષ્ય અને તેના ભાથાને મૂકીને યુદ્ધભૂમિને છોડીને બીજે ચાલ્યા ગયા. એવી બાણોની વર્ષા ગાંગેયે કરતાં ધનુષ્ય ધરનારી પાંડવ સેના નિર્જીવ ધનુષ્યની સાથે નિર્જીવ બની ગઈ. પિતામહીની તેવી બાણક્રીડા (રમત) જોઈને દિવસના અંતે કમળોની જેમ પાંડવો સંકોચને પામ્યા. સંધ્યાકાળે છડીદારોએ યુદ્ધ અટકાવ્યું ત્યારે બંનેયની સેના પોતપોતાના સ્થાનમાં ચાલી ગઈ. For Personal & Private Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૩ (૨૮૯ો પાંડવ ચરિત્રમ્ રાત્રે પાંચ પાંડવોએ અને કૃષ્ણ પણ પરસ્પર મંત્રણાને કરી. જ્યાં સુધી ગાંગેય યુદ્ધમાં ધનુષ્ય ધારણ કરે છે, ત્યાં સુધી આપણો જય દૂર રહો. પરંતુ જીવવાની આશા પણ દુર્લભ દેખાય છે. આ પ્રમાણેનું પાંડવોનું કહેલું સાંભળીને કૃષ્ણ કહ્યું : “હે યુધિષ્ઠિર ! ગાંગેયને હણવા માટે મારા બાહુ જાતે તલસી રહ્યા છે. પરંતુ તે તે સોગન વડે અર્જુનથી અટકાવેલો હું શું કરું ? અર્થાત્ સોગન આપીને અર્જુને મને અટકાવ્યો છે. તેથી હું શું કરું ? હમણાં જ તમારી આજ્ઞા હોય તો પ્રાતઃ ભૂમિને ગાંગેય વિનાની કરી દઉં.” કૃષ્ણ કહેલું સાંભળીને યુધિષ્ઠિરે કહ્યું : “હે કૃષ્ણ ! તારા હાથમાં બાણ જોઈને ઇન્દ્ર પણ યુદ્ધ કરવા સમર્થ નથી, તો પછી ગંગાપુત્ર ગાંગેયની તો વાત શી ?” પરંતુ તમારા વડે આગળ પ્રેમપૂર્વક ગાંધારીના પુત્રના સમૂહના વધથી ઉદ્ભવેલી કીર્તિ તમે અમને દક્ષિણારૂપે આપો છો. હવે તે કૃષ્ણ કંઈક બીજો ઉપાય બતાવો. જેનાથી વિશ્વમાં અજોડ રથી ગાંગેય જીતી શકાય. તે સાંભળીને કૃષ્ણ યુધિષ્ઠિરને કહ્યું : “હે યુધિષ્ઠિર ! આ લોકમાં સંભળાય છે, તે વિખ્યાત છે.” જેમ કે :- સ્ત્રીઓ પર, પૂર્વ સ્ત્રીઓ પર, ગરીબ પર, ડરેલા પર, નપુંસક પર, શસ્ત્રરહિત પર ભીષ્મના સરો (બાણો) પડતા નથી, એટલે કે તેઓની ઉપર બાણ મારતા નથી. તેથી સવારે દ્રુપદ રાજાના નપુંસક પુત્ર શિખંડીને યુદ્ધ મેદાનમાં આગળ રાખીને ઉભા રહેવું. તેઓ પર ગાંગેય બાણો નહિ છોડે, તેથી અર્જુનના બાણ વડે ગાંગેય મૃત્યુને પામશે. એવા કૃષ્ણના વચન સાંભળીને હર્ષિત થયેલા બધાય પાંડવો ઉઠીને પોતપોતાના સ્થાનમાં ગયા. નવ દિવસ પસાર થયા. હવે દશમે દિવસે અત્યંત શક્તિશાળી શિખંડીને રથમાં બેસાડીને આજુબાજુ ભીમ અને અર્જુનના રથો રહ્યા અને વચ્ચે શિખંડીના રથને કરીને ગાંગેયના વધની ઇચ્છાથી સંગ્રામભૂમિમાં બધાય સેનાપતિઓ આવી ગયા. સૂર્ય અને ચંદ્રની મધ્યે જેમ બુધ તેમ શિખંડી શોભવા લાગ્યો. હવે ગાંગેય અને અર્જુનનું પરસ્પર યુદ્ધનું વર્ણન કરતાં કહે છે. બાણોનો સમૂહ દૃષ્ટિના માર્ગને રોકે છે. એટલે કે એટલા બધા બાણો છવાઈ ગયા છે કે જેથી બાણ પાછળનું દષ્ટિ જોઈ શકતી નથી. સુભટો એટલા બધા આવી ગયા છે કે જેથી માર્ગ રોકાઈ ગયો છે, જડતો નથી. જેમ કે – સુભટોએ ક્રોડો હાથીઓના કુંભસ્થલને ભેદી નાખ્યા છે. તેથી તટ હાથીના શિરથી રચાયેલું શોભે છે. | વિશાળ છાતી, જાંઘવાળા સુહસ્તિના શરીરથી રચાયેલ આ ઘટનાથી ડરી ગયેલાઓએ કરેલા અવાજથી પર્વતની ગુફાઓ ભરાઈ જતી હતી. For Personal & Private Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ (૨૯૦). સર્ગ - ૧૩ મદથી ઉન્મત્ત શત્રુના સમૂહને રાજાઓએ ભેદી નાખ્યા, વિદ્યાધરના જયને નષ્ટ કર્યો. જયની ઇચ્છાવાળા સેંકડો ચતુર યોદ્ધાઓએ હોંશિયાર હજારો ઘોડાઓનો નાશ કર્યો. હાથમાં રહેલા બાણોના સમૂહથી રથોને ભાંગી નાખ્યા. રથોને ભાંગવાથી કોલાહલ વધી ગયો. બલવાન સુભટોએ સિંહનાદ કર્યો. ભયંકર સિંહનાદથી જ્યાં લોહીની નદી વહી રહી છે. એ પ્રમાણે પરસ્પર યુદ્ધ થતાં કોઈક સૈનિકે શત્રુ સૈનિકને લોખંડના ભાલાની અણી પર ઝીલ્યો અને ઊંચો કર્યો. તેથી આ ભાલાની ઉપર રહેલ નર્તકના નાચ જેવો લાગ્યો. ઉન્મત્ત હાથી પર બેઠેલા કોઈક સૈનિકે હાથીને પ્રેરતાં હાથી પર બેઠેલા કે ઘોડા પર બેઠેલા કે રથમાં બેઠેલા કોઈથી પણ અલના ન પામ્યો. કોઈક રથિ વિરોધીની સામે ક્રોધથી દોડતા માર્ગની વચ્ચે રુધિરની નદી અર્ગલા (અટકાયત) રૂપ બની. તે યુદ્ધ થતાં બાણના સમૂહના મારથી ગાંગેય કાંઈક જર્જરિત થયા. કેટલાક યુદ્ધથી પાછા પડ્યા. કેટલાકને છેદતા પિતામહ યુદ્ધ કરે છે, પરંતુ તે ગાંગેયની સામે યુદ્ધમાં પાંડવોનો કોઈ સેનાપતિ સામે આવતો નથી. એ રીતિએ રણભૂમિમાં ભમતા ફરતા રથમાં બેઠેલો શિખંડી ભીષ્મની સામે આવ્યો. તેની પાછળ બીજા બાણવાળા ભીમ, ગાંગેય, અર્જુનાદિ મહારથિઓ રથમાં બેઠેલા દોડ્યા. અત્યંત બલવાન હાથમાં ધનુષ્યવાળા ગાંગેયે શિખંડીને આગળ જોઈને તે જ ક્ષણે પિતામહનો યુદ્ધ આરંભ મંદ થયો. કહ્યું છે કે :- ક્રોડો સુભટોના સમૂહના સંહારથી થાકવાળા થયેલા (થાકી ગયેલા) એ પિતામહે દયાલાવી ધનુષ્યને વિશ્રામ આપ્યો. પછી મંત્રથી સ્થિર થયેલા અગ્નિની જેમ અથવા રત્નસાનુમાન (પર્વત) જેવા સ્થિર અચલ ગાંગેયને બધા પાંડવોના સૈનિકોએ જોયો. તેને સ્થિર જોઈને કૃષ્ણથી પ્રેરાયેલા શિખંડીએ તીક્ષ્ણ બાણો ફેંક્યા. શિખંડીના દર્શનથી મળેલી આંખોવાળા ગાંગેયે શિખંડીના બાણના પ્રહારને મદોન્મત્ત હાથીની જેમ જરાપણ ગણકાર્યા નહિ અથવા ગભરાયા નહિ. તે અવસરે આનંદ પામેલા દુષ્ટદ્યુમ્નાદિ બધાય વીરોએ પોતાની બધી તાકાતથી તે પિતામહને બાણ વડે ઘાયલ કર્યા. તે અતિ ભયંકર પ્રહારોને જોઈને ગાંગેય કોપથી અધરને કંપાવતા ફરી ધનુષ્ય પર બાણ ચડાવ્યું. ત્યારે ગાંગેયના રક્ષક દુર્યોધને અને દુઃશાસને વેગથી બાણોનો વરસાદ વરસાવ્યો. તે બાણો વડે દિશાઓ ઢંકાઈ ગઈ–દેખાતી નથી, એ પ્રમાણે વિદિશાઓ પણ દેખાતી નથી, એ પ્રમાણે આકાશ દેખાતું નથી. એ પ્રમાણે ભૂમિ પણ દેખાતી નથી, પરંતુ કેવલ લોકોને બાણોથી ભરાયેલું જગત દેખાય છે. તેવા પ્રકારનું તે પ્રલયકાળની ઉપમા સમાન યુદ્ધ જોઈને અર્જુનને કૃષ્ણ કહ્યું : “હે અર્જુન ! સૈન્યના ક્ષયની ઉપેક્ષા કેમ કરે છે ? શિખંડીની પાછળ ઉભો રહીને કુરુવંશની લક્ષ્મીરૂપ લત્તાના For Personal & Private Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૩ રિ૯૧) પાંડવ ચરિત્રમ્ મૂળ જેવા ભીષ્મને જાતે જ તારા હાથે બાણ મારવા થકી નાશ કર. ઉખેડી દે.” કૃષ્ણના તે નિર્દેશને કોઈપણ રીતે ઇચ્છા વિના સ્વીકારીને અર્જુન શિખંડીના રથમાં ચડી ગયો. પછી શિખંડીની પીઠ પાછળ ઉભા રહેલા અર્જુને લજ્જા-ભક્તિ અને સ્નેહ સાથે લોખંડનું બાણ છોડ્યું. તે લોખંડના બાણ વડે મર્મભાગમાં હણાયેલા ગાંગેય રથના મળે પડતા આ પ્રમાણે બોલ્યા : “હે સૂત ! આ શિખંડીના બાણો નથી. શિખંડીના બાણથી હું ક્યારે પણ મૃત્યુ નહિ પામું. પરંતુ આ મર્મભેદી ન દેખાતા અર્જુનના બાણો છે. એ પ્રમાણે જ્યાં કહે છે, તેટલામાં ધનુષ્યને છોડીને બાણ વિનાનો, લજાયુક્ત વિનમ્ર બની ગયેલા શરીરવાળો પિતામહ પર વધેલા નેહવાળો અર્જુન પિતામહની સમીપે આવીને ઉભો રહ્યો. એવી રીતે અર્જુન બીજા પણ પાંડવો અને કૌરવો દુર્યોધનાદિ બાણપ્રહારથી જર્જરિત થયેલા પિતામહ ગાંગેયની ચારેબાજુ આવી ઉભા રહ્યા, યાને ઘેરી વળ્યા.” ત્યાં ઉભા રહેલા તેઓ અત્યંત રડવા લાગ્યા. તેથી ગાંગેય બધાની દેખતા આ પ્રમાણે બોલ્યા કે “અહો ! મેં આ શું કર્યું. બાળપણમાં જ બ્રહ્મચર્ય વ્રત ગ્રહણ કરવા છતાં પણ સંયયનો સ્વીકાર કર્યો નહિ. હવે હું શું કરીશ ?” એમ જ્યાં બધાની આગળ વારંવાર બોલે છે, ત્યાં આકાશમાં મિત્ર વિદ્યાધર વાણી ઉચ્ચારી, “હે ગાંગેય ! ગુરુએ કહેલી વાણીને ભૂલી ન જા.” દુર્યોધને પિતામહની પાસે આવીને ભીષ્મને પૂછ્યું : “હે તાત ! આકાશમાં રહેલા વિદ્યાધરો ગુની કઈ વાણી યાદ કરાવે છે ?” ગાંગેય બોલ્યા : “મેં નાનાના ઘરે (મામાના ઘરે) રહેતાં બાળપણમાં જ ચારણમુનિ પાસેથી શ્રાદ્ધ (શ્રાવક) ધર્મરૂપ પહેલું સમ્યક્ત ગ્રહણ કર્યું છે. તે કૃપાળુએ મને એવી રીતે જિનધર્મ સમજાવ્યો કે જેથી બાળ હોવા છતાં પણ મને અર્થ (દ્રવ્ય) અને કામની ઇચ્છા થઈ નહિ. તે દિવસથી લઈને પ્રાણીવર્ગને હું મારા આત્માની જેમ જોઉં છું. સાધુ ભગવંતની જેમ સત્ય અને પવિત્ર વાણી બોલું છું. તેવી રીતે પરધનમાં મારૂં ચિત્ત બધી જ રીતે પરામુખ રહે છે. એટલે કે પરધન પર મારી દૃષ્ટિ જતી નથી. બ્રહ્મચર્ય વ્રત તો આજીવન સુધીનું સ્વીકાર્યું છે. બધી જ સ્ત્રીઓ મારે તૃણવ્રત છે (ઘાસ બરાબર છે). પરિગ્રહનો નિગ્રહ કર્યો છે. સંતોષને પ્રિય કર્યો છે. જૈન ધર્મથી વાસિત ચિત્તવાળા પ્રાણીઓને કંઈ પણ દુષ્કર નથી. હું જૈન ધર્મનું આચરણ કરતો રહ્યો હતો. ત્યાં સુધીમાં બધાના સંગનો બધી રીતે ત્યાગ કરવાની ભાવનાવાળું મન હોવા છતાં પવનવેગ મામા પાસેથી બધી કલાઓનું મેં શિક્ષણ લીધું છે. તો પણ પકર્મમાં મગ્ન મારા દિવસો પસાર થાય છે.” કયા પકર્મને તે કહે છે : દેવપૂજા, ગુરુની ઉપાસના, સ્વાધ્યાયમગ્નતા, સંયમ (ઇન્દ્રિયોનો સંયમ) આહાર ત્યાગરૂપ તપ અને દાન, એ પ્રમાણે પ્રતિદિન ગૃહસ્થોએ કરવાના છ કાર્યો છે. ' એ પ્રમાણે દિવસો પસાર થાય છે. હવે એક વખત (દિવસ) નાનાની સાથે ત્રિકાલજ્ઞાની મુનિચંદ્ર નામના મહામુનિને વંદન કરવા માટે વનમાં હું ગયો. ત્યાં મુનિને વંદન કર્યું. તેઓશ્રીએ For Personal & Private Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૨૯૨ સર્ગ - ૧૩ ધર્મલાભ આપ્યો. પછી તેમને વૈરાગ્યને વધારનારી અમૃત જેવી પુણ્ય કરાવનારી ધર્મદેશના આપી. દેશના પૂર્ણ થયા પછી મેં પૂછ્યું : “હે મુનિ ! મોહરૂપ અંધકારને દૂર કરનાર સૂર્યરૂપ સર્વવિરતિ એટલે કે સંયમ (દીક્ષા) મને ક્યારે મળશે ?” ત્યારે મુનિએ કહ્યું : “હે સરળ સ્વભાવી! સત્યવતી તારી માતા થશે. ત્યારે તે તેના પુત્રના આગ્રહથી લાંબાકાળ સુધી ઘરવાસમાં રહીશ. કહ્યું છે કે :- વિશાળ મનવાળાને પરોપકાર એ જ પોતાનો સ્વાર્થ છે. તું પિતાની પ્રીતિ માટે આજીવન બ્રહ્મચર્ય વ્રત ધારણ કરવા છતાં ગૃહસ્થ ધર્મમાં રહ્યો હોવા છતાં પણ ભીખવ્રત લેવાના કારણે ભીખ એવા નામથી પ્રસિદ્ધ થઈશ. દુઃખી દુર્યોધનના યુદ્ધમાં અર્જુનના બાણના ઘાથી જર્જરિત થયેલો તું મારા અન્તવાસી ભદ્રગુપ્તસૂરિની પાસે અત્યંત શ્રદ્ધાળુતાથી દ્રવ્ય ઘાની વ્યથાને સહન કરતાં એક વર્ષનું માત્ર આયુષ્ય રહેશે, ત્યારે પ્રવજ્યા લઈશ. પછી સંયમી બનેલો સમ્યગુ આરાધના કરીને, સમતામાં ડૂબેલા મનવાળો, ભાવશલ્ય દૂર કરનારો તેજ દિવસથી લઈને વર્ષના અંતે તું અશ્રુત સ્વર્ગલોકમાં જઈશ.” એમ કહીને મુનિ બીજે વિહાર કરી ગયા. આ તારો વૃત્તાંત છે. હે દુર્યોધન ! આકાશવાણી કરી આ મારા ચતુર વિદ્યાધર મિત્ર વિદ્યાધરો દીક્ષાનો સમય સ્મરણ કરાવે છે. યાદ કરાવે છે. હે ગાંગેય ! તમે સાવધાન થાઓ. તમારો દીક્ષાનો સમય આવ્યો છે. બાણના ઘાથી જર્જરિત ગાંગેયની દીક્ષાની તીવ્ર ઇચ્છા જાણીને બધા પાંડવો અને કૌરવો દુઃખથી ઘેરાયેલા જોરથી પોકાર કરવા (૨ડવા) લાગ્યા. તેઓના દુઃખને સહી નહિ શકનારો સૂર્ય બીજા દ્વીપમાં ચાલ્યો ગયો અર્થાત્ અસ્ત થઈ ગયો. દશમો દિવસ પસાર થઈ ગયો. તે દિવસનો થોડો ભાગ રહે છતે પાંડવ અને કૌરવોએ ભેગા થઈને ગાંગેયને ઉપાડીને ઊંચકીને ભદ્રગુણાચાર્યે અલંકૃત કરેલી નજીકમાં રહેલી પર્વતની ગુફામાં વિનયવાન એવા તેઓ લઈ ગયા. આ વૃત્તાંત સંજયના મુખથી સાંભળીને ધૃતરાષ્ટ્ર પણ રડતા રડતા ભીષ્મની પાસે આવ્યા. પાંડવો અને કૌરવોએ ઘણા ઉપચારો કરતાં ગાંગેય બોલ્યા : “હે વત્સ ! મારું આયુષ્ય આટલું જ છે. ઉપચારથી સર્યું. હવે ધર્મ ઉપચારથી (સંભળાવવાનું) કરો. જેથી કરીને પરલોકમાં સદ્ગતિ થાય. હે વત્સો ! આધાર વગરના મારા માથામાં ખૂબ જ વેદના થાય છે. તે સાંભળીને કૌરવ સુખના કારણભૂત રૂનું બનાવેલ માથાનું ઓશિકું પગનું ઓશિકું પડખાના ઓશિકા લઈ આવ્યો. ત્યારે ગાંગેયે માથું હલાવીને તેનો નિષેધ કરીને હસતા મુખથી અર્જુન પર દૃષ્ટિ નાખી. અર્જુન પિતામહની ઇચ્છા જાણીને ત્રણ કંકપત્રને બાણ પર મૂકીને પીઠ પાછળ મૂક્યા. જેથી કરીને મસ્તક સુખપૂર્વક રહે તેમ અર્જુને કર્યું. તેથી ગાંગેય ખુશ થયા.” ફરી યુધિષ્ઠિરે પિતામહને નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું : “હે તાત ! જો તમારી આજ્ઞા હોય તો હું વીંટીના સ્પર્શવાળા પાણીથી આ તમારા છીદ્રવાળા શલ્યોને દૂર કરું અને ઘાને રૂઝવવાનું કરું. હે તાત ! અંગમાં આવા શલ્યો (વા) For Personal & Private Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૩ (૨૯૩). પાંડવ ચરિત્રમ્ જોઈને મારું મન અત્યંત દુઃખી થાય છે. તેથી કૃપા કરો, ખુશ થાઓ. દુઃખી એવા મને શલ્યના ઉપચારની આજ્ઞા આપી ઉપકાર કરો. જેથી શલ્ય ઉપચાર કરી અને છીદ્રને પૂરી પ્રસન્નતા પામું.” હવે યુધિષ્ઠિરને ગાંગેયે કહ્યું : “હે વત્સ ! આ બાણના ઘા અલ્પ પણ મારા શરીરને દુઃખ આપતા નથી. પરંતુ પૂર્વભવમાં ઉપાર્જલા અને આ ભવમાં ઉપાર્જેલા પાપશલ્યો દુઃખે કરીને દૂર થાય તે માટે હમણાં તો તે ભાવશલ્યો આ ભદ્રગુણાચાર્ય ગુરુ ઉદ્ધરશે (દૂર કરશે).” ક્ષણવાર વિલંબ કરીને બધાના જોતાં ભીખે પાંડવ અને કૌરવોને કહ્યું: “હે વત્સ! મને તૃષા અધિક પીડે છે. આથી મારા માટે સુગંધિત શીતળ જળ લઈ આવો. જેથી કરીને મારી તરસ છીપે. આ સાંભળીને પાંડવ-કૌરવો સ્વચ્છ સુગંધિત શીત પાણી લાવ્યા. તે પાણીને સુવર્ણ પાત્રમાં ભરીને તેઓએ તેમની આગળ મૂક્યું.” તે પાણીને દૂર કરીને પિતામહ ફરી બોલ્યા: “તિર્યંચો વડે જે છોડી દેવાયેલું (એંઠુ નહિ કરાયેલું), જેને સૂર્યના કિરણોએ સ્પર્શ કર્યો નથી. તે પાણી પીવા માટે મારું મન ઇચ્છી રહ્યું છે.” તે સાંભળીને તે બધાય વિચારે છે. આવું પાણી મળવું અતિદુષ્કર છે. એ પ્રમાણે કર્તવ્યમૂઢ બનેલા પાંડવ કૌરવોને જાણીને ગાંગેયે અમૃતની વર્ષા કરતી દૃષ્ટિને અર્જુન પર નાખી. ગાંગેયનો અભિપ્રાય જાણીને શસ્ત્ર શાસ્ત્રના જાણકાર અર્જુને ધનુષ્યની મંડલી કરીને વરુણબાણ તૈયાર કર્યું. નીચે દૃષ્ટિ કરીને બાણ છોડ્યું તે જ વખતે તેની કીર્તિની જેમ સ્વચ્છ, નિર્મલ-ઉજ્જવલ પાતાલમાંથી બધાયના જોતાં પાણીની ધારા નીકળી. પછી તે પાણી સુવર્ણવાળા પાત્રમાં ભરીને પિતામહની આગળ તેણે મૂક્યું. ગાંગેયે પણ તે પાણીને નેત્રપડલ વડે પીને (જોઇને) પ્રીતિપૂર્વક અર્જુનને કહ્યું: “હે વત્સ! આ પાણી લાવતા જ તું મારી તૃષાને દૂર કરનારો બન્યો છે. હે વત્સ ! જા સ્વભાઈઓની સાથે સુખપૂર્વક બેસ (ર) તથા તું ભુવનને ઓળંગી જનારા એવા ગુણો વડે વિજયી થા.” હવે ગાંગેય દુર્યોધનને હિતકારી વચન કહે છે : “હે વત્સ ! અર્જુનનું બળ જોયું.” નીચે મુખે દુર્યોધન બધું સાંભળે છે. હે વત્સ ! આ કુરૂક્ષેત્રમાં જન્મ પુણ્યથી મળે છે. પ્રાપ્ત થાય છે. જેમ સમ્યગ્દર્શન વિના અનુત્તરમાં જન્મ મળતો નથી. આ કુળને ઉચિત તારામાં ગુણો રહ્યા છે. આથી હે વત્સ ! હું વાત્સલ્યના કારણે હાલ કાંઈક કહું છું. એક વિનય અને બીજો ન્યાય. આ બે ગુણો આગળ કર. કારણ કે વિનય કરવા યોગ્યનો વિનય શ્રેષ્ઠ કીર્તિ અપાવે છે. રામને વિષે નમ્ર એવા લક્ષ્મણનો આજ પણ યશ જાગતો છે. તેવી રીતે તું પણ યુધિષ્ઠિરનો વિનય કર. ન્યાય શું છે ? અવધિ પૂર્ણ થતાં કપટથી રમેલા જુગાર વડે ગ્રહણ કરેલું રાજ્ય પાછું આપ. For Personal & Private Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૨૯૪) સર્ગ - ૧૩ મોટાભાઈ યુધિષ્ઠિરને રાજ્ય પાછું આપવું તે તારા માટે ન્યાય બરાબર છે અને તારે જાતે જ પહેલાની જેમ ઇન્દ્રપ્રસ્થમાં રહેવું તે યોગ્ય છે. ફરી પણ નજીકમાં રહેલા લોકને તજીને એકાન્તમાં દુર્યોધનને કહ્યું કે : “વત્સ ! અધિક બલવાન સાથે બુદ્ધિધારીઓને યુદ્ધનિષેધ કહ્યું છે. આથી તું પણ યુદ્ધ કર નહિ. પાંડવોની સાથે યુદ્ધમાં તારો જય નહિ થાય. જન્મકાલથી શું તે ભીમ અને અર્જુનની તાકાત જોઈ નથી? તથા ચિત્રાંગદ વિદ્યાધરથી અર્જુને તને છોડાવ્યો હતો તે ભૂલી ગયો ? તેવી રીતે વિરાટનગર ઉત્તર દિશામાં ગાયોને ગ્રહણ કરતા મોહ અસ્ત્ર વડે મોહિત કરીને તારા શસ્ત્ર અને વસ્ત્રોને લઈ લીધા હતા તે પણ ભૂલી ગયો ? વર્તમાનમાં પણ એણે વારુણ સરને છોડીને એક જ બાણ વડે પાતાળમાંથી પાણી લાવ્યો હતો, તે પણ શું નથી જોયું ? આથી હું કહું છું કે હે ભદ્ર ! જો તારે જીવવું હોય અને તેવી રીતે જો રાજ્ય જોઈતું હોય તો યુધિષ્ઠિરની સાથે સંધિ કરી લે.” એ પ્રમાણે વારંવાર વારવા છતાં પણ પાપાત્મા દુર્યોધન તે યુદ્ધના પાપથી પાછો પડ્યો નહિ અર્થાત્ અટક્યો નહિ. તેથી પિતામહ ગાંગેયે તેની ભવિતવ્યતા વિચારીને મૌનનો આશ્રય લીધો. ફરી સ્નેહથી પ્રેરાયેલા ધૃતરાષ્ટ્રાદિ જ્ઞાતિવર્ગને અલગ અલગ કહીને બધાની આગળ કૃષ્ણનું સ્વરૂપ કહેતા કહે છે. આ કૃષ્ણ જરાસંઘને હણીને સંપૂર્ણ પૃથ્વી ગ્રહણ કરી લેશે. ત્રણ ખંડનો અધિપતિ વાસુદેવ થશે. તમારે બધાયને પણ એની આજ્ઞાને પાળવી પડશે. ઇત્યાદિ શિક્ષાને આપીને સંસારથી વિરામ પામવા પાપકર્મની આલોચના કરીને સમતારૂપ અમૃતનો સ્વાદ લેતાં શ્રી ભદ્રગુણાચાર્ય પાસે દીક્ષા લીધી. હવે નિર્ભય બનેલા ગાંગેયે મોહરાજાની સાથે યુદ્ધ શરૂ કર્યું. ત્યાં પહેલા જ્ઞાનરૂપ ચક્ર વડે મિથ્યાત્વની સેનાનો અને અન્યનો નાશ કરતાં સમતારૂપ શક્તિ વડે રાગદ્વેષ રૂપ ઉન્મત્ત એવા હાથીને ભેદતા, ધ્યાનરૂપી ભાલા વડે દાબી શકાય તેવા ઇન્દ્રિયરૂપ ઘોડાઓને ઉપદ્રવ વિનાના કરતા ક્ષમાદિ બાણો વડે ક્રોધાદિ યોદ્ધાના સમૂહને મારતા શ્રદ્ધારૂપ કવચ પહેરેલા અંગવાળા, મોહમલ્લને જીતેલા, સ્નેહશલ્યને કાઢી નાંખનારી પિતામહે ભદ્રગુપ્તાચાર્ય પાસે આરાધના કરી. તે આરાધનાનું વર્ણન પંદરમા સર્ગમાં કહીશ–કહેવાશે. હમણાં જે ચાલે છે તે જ કહું છું. ફરી સંગ્રામનું વર્ણન કરીએ છીએ. પછી તત્ત્વમાં એક મનવાળા એક એક મુનિને વંદન કરીને અસ્ત્રો સાથે સર્વ પાંડવ કૌરવો પોતાના આવાસે ગયા. હવે પ્રભાત થતાં ગાંગેયના વધથી પડી ગયેલા મુખવાળા દુર્યોધનને જોઈને દ્રોણાચાર્યે દુર્યોધનને કહ્યું : “હે રાજન્ ! સત્ત્વશાળી હોવા છતાં વિષાદીની જેમ કેમ દેખાય છે ? જગતમાં એક અજોડ વીર, વીરવ્રતમાં રહેલા શાન્તનું પુત્ર ગાંગેયનું શું વિચારવું ! જેણે બાહ્ય અને અંતરંગ For Personal & Private Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૩ ૨૯૫) પાંડવ ચરિત્રમ્ શત્રુઓ જીતી લીધા છે, તેનો શોક કરવો યોગ્ય નથી. જો તારી આજ્ઞાથી યુદ્ધમાં અર્જુન સહિત યુધિષ્ઠિરને બાંધીને તને આપું તો હું દ્રોણ” એમ કહીને દુર્યોધનને ખુશ કર્યો. હવે સામે પડેલા કાર્યમાં ફરી તૈયાર થા. એ પ્રમાણે ગુરુ દ્રોણાચાર્ય ઉત્સાહિત કરેલો ફરી યુદ્ધ માટે તૈયાર થયેલા દુર્યોધને તે દ્રોણાચાર્યને ત્યારે જ સેનાપતિ બનાવ્યા. કહ્યું છે કે, હાથીના વેપારમાં હાથીનો વેપારી સમર્થ થાય છે. પ્રભાતે વ્યુહરચનાના રંગથી રંગાયેલા દ્રોણ યુદ્ધને માટે કુરુક્ષેત્રની ભૂમિ પર જાતે જ આવ્યા. ગાંગેયની દુર્દશાથી દુભાયેલા મનવાળા અને જયની આશાથી આનંદિત પાંડવો પણ સેનાની સાથે દ્રોણ ગુરુની સામે યુદ્ધભૂમિમાં આવી ઊભા રહ્યા. પછી બંને સૈન્યોનું પરસ્પર યુદ્ધ ચાલુ થયું. પરસ્પર બંને સૈન્યના બાણો વડે ક્ષણમાત્રમાં માથાઓ કપાયા, તો પણ તેવી જ રીતે ક્રોધિત ધડો પણ પરસ્પર લડવા લાગ્યા. બાણો બાણોની સાથેના પ્રહારથી ઉછળતા હતા. ક્યારેક હાથી હાથીની સાથે લડતા તેઓના માથાઓ આકાશમાં ઉછળતા હતા. કેટલાક વીર સુભટો દુશ્મનોની તલવાર વડે માથાઓ કપાતા છતાં યુદ્ધથી વિરામ ન પામ્યા. એ પ્રમાણે પરસ્પર મોટું યુદ્ધ થતાં દ્રોણાચાર્યે અર્જુનને બાણકલામાં પોતાનાથી અધિક હોંશિયાર જાણી આચાર્ય પોતાના આપેલા સંસ્કાર માનવા લાગ્યા. બંનેય સૈન્ય શસ્ત્રઘાતથી જર્જરિત લાલ લોહીમાં વિકસેલા કકેલિ ફૂલના વનની જેમ શોભતા હતા. બંનેય સેના પરસ્પર લડીને એક સરીખા પરાક્રમી જય અને અજય વિના સંધ્યા સમયે પોતપોતાની છાવણીમાં ગયા. અગિયાર દિવસ ચાલી ગયા. યુધિષ્ઠિરની રક્ષા કરનાર અર્જુનની પાસે રાત્રિએ દુર્યોધનની આજ્ઞાથી અહંકારના પર્વત જેવા સંસતક નામના ત્રિગર્ત દેશના રાજાએ આવીને આ પ્રમાણે કહ્યું : “હે અર્જુન ! તું સામાન્ય વરની જેમ સૈન્યની પાછળ ઉભેલો ઉદાસીનની જેમ શું યુદ્ધ કરે છે ? તું જગતમાં એક અજોડ વીર છે. તારો બાહુ વૈભવ (બલ) વિશ્વમાં અજોડ સંભળાય છે. તેથી સૈન્યથી વિખૂટા થઈને કુરુક્ષેત્ર યુદ્ધભૂમિ પર પ્રભાતે અમારા સૈન્ય સાથે યુદ્ધ કર ! જો તું યુધિષ્ઠિરનો ભાઈ અર્જુન હોય તો (યુદ્ધ કર.)” હવે અર્જુને સંસપ્તક રાજાના આ વચન સાંભળીને ઉત્તર આપ્યો કે, હે સંસતકો ! તમારી વાણી કેળાના સ્થંભ જેવી હમણાં ન થાય. કારણ કે મારા બાણો સૈનિકના પ્રાણોના સ્વાદ માટે તરસ્યા છે. તેઓ તમારા રક્તરૂપ દારૂ પીને કંઈક સંતોષ પામશે. આથી હું એકલો કુરુક્ષેત્રની ભૂમિ પર આવીશ. તમારે બધાએ ભેગા થઈને અત્યંત બલવાન સેનાની સાથે પ્રાતઃકાલે જલ્દી આવી જવું. એ પ્રમાણેના અર્જુનના વચન સાંભળીને આનંદથી ભરાયેલા શરીરવાળા સંસતક For Personal & Private Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૨૯૬ સર્ગ - ૧૩ રાજા પાછો વળીને પોતાના સ્થાનમાં ગયો. યુધિષ્ઠિરને બાંધીને હું લાવું છું, એવી પ્રતિજ્ઞા કરાયેલા દ્રોણને સાંભળીને (જાણીને), યુધિષ્ઠિરની રક્ષા માટે ધૃષ્ટદ્યુમ્ન, ભીમ અને નકુલાદિને મૂકીને યુધિષ્ઠિરની આજ્ઞાથી સૈન્યસમૂહથી પરિવરેલો સસંતકોને જીતવાને માટે બારમા દિવસે કુરુક્ષેત્રની ભૂમિ પર અર્જુન આવ્યો. ત્યારે જ કૌરવોની પણ સેના તેવી જ રીતે ત્યાં આવી. શંખના અવાજથી ઉત્સાહિત થયેલા પરસ્પર સર્વે અહંકારપૂર્વક યુદ્ધ કરવા લાગ્યા. તે મોટું યુદ્ધ થતાં જયલક્ષ્મી દ્વિધામાં પડી ગઈ. ધૃષ્ટદ્યુમ્ન સૈન્ય સાથે હાથી ઉપર બેઠેલા સૈનિકોથી પરિવરેલો કુરુસેનામાં પ્રવેશી ગયો અને સમુદ્રમાં રવૈયાની જેમ તે કુરુસેનાને મથી નાખી, વલોવી નાખી. પોતાની સેનાને વલોવી નાખેલી જાણીને દ્રોણે પાંડવોની સેનામાં જાતે જ પ્રવેશ કર્યો. પોતાની તાકાતથી તૃણસમાન માનતો તીક્ષ્ય બાણોને વરસાવ તો તે સેનાને વલોવી નાખી. પાંડવોની સેનાના બાણઘાતથી જર્જરિત કરતા તે સેનામાં પ્રસરી ગયા. સુપ્રતિક ગજ પર બેઠેલો ભગદત્ત રાજા પણ દ્રોણની પાછળ પાંડવ સૈનિકોની સાથે યુદ્ધ કરે છે. સુપ્રતિક હાથીએ પણ પાંડવોની સેનામાં પ્રવેશીને તે સેનાને ગભરાવી નાખી. આકુળ-વ્યાકુળ કરી નાખી. જેમ કે કેટલાક સામે આવેલા સુભટોને તેણે સૂંઢથી આકાશ તરફ ઉછાળ્યા. તે જાણે જીવંત અપ્સરાઓને આપવા માટે જાણે ન (ઉછાળ્યા) હોય ! યમના જેવા સુપ્રતિક હાથી યુદ્ધના રણમાં ચાલતા માર્ગમાં સામે કોઈપણ થયો નહિ, સામે આવ્યો નહિ. કારણ કે આ ગંધહસ્તિ હાથીઓને ત્રાસ પમાડતો, ઘોડાઓને સૂંઢથી ઉછાળતો, રથોના સમૂહને સૂકા પાંદડાના સમૂહની જેમ ચૂરતો, બહુ બલવાનોને સૂંઢમાં લઈને આકાશમાં ફેંકતો તે રણભૂમિમાં કોઈનાથી પણ વાળી નહિ શકાયેલો ઇચ્છા પ્રમાણે ફરી રહ્યો છે. એ પ્રમાણે હાથીએ વલોવેલી પાંડવ સેનામાં જબ્બર કોલાહલ ઉત્પન્ન થયો. તે અવાજને અર્જુને સાંભળીને, સંસતક રાજાઓને હણાયેલાના જેવા કરીને તેઓને બાજુ પર ત્યજીને સુપ્રતિક હાથી પર બેઠેલો પ્રાગૂ જ્યોતિષશ્વર ભગદત્તની સામે દોડ્યો. હાથી પર બેઠેલા ભગદત્ત પણ યુદ્ધ મેદાનમાં અર્જુનની તરફ થયો. પછી ભગદત્ત સાથળ વડે હાથીને પ્રેરતા પોતાની મહાવત કલાને બતાવતો અર્જુન તરફ દોડ્યો-દોડે છે. પછી બંનેય બાણના પ્રહાર વડે પરસ્પર યુદ્ધ કરે છે. ત્યારે ભગદત્તના બાણો અર્જુનની તરફ નિષ્ફળ ગયા. બાસો નિષ્ફળ જવાથી ભગદત્ત વિલખો થઈ ગયો. ધનુષ્યનો ટંકારવ કરતા અર્જુને બાણોની શ્રેણી વડે હાથી સાથે પ્રાજ્યોતિધ્વર ભગદત્તને હણી નાખ્યો. ત્યારે આકાશમાં દેવોએ અર્જુન પર પુષ્પવૃષ્ટિ (વર્ષા) કરી. તે રાજ હાથી સાથે ભગદત્ત હણાતાં તેનું સૈન્ય નિરાશ (વિલખું) બન્યું. ત્યારે દ્રોણનું દુઃખ સહવા અસમર્થ સૂર્ય પણ અસ્ત થયો. For Personal & Private Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૩ . રિશે. પાંડવ ચરિત્રમ્ દ્રોણ, ભગદત્ત વગેરે અનેક સુભટોના સમૂહોને યુદ્ધ મેદાનમાં છોડીને સંધ્યા સમયે પહેરગીરોથી યુદ્ધના આરંભનો પ્રતિષેધ થતાં પોતાની છાવણીમાં આવી ગયા. એ પ્રમાણે અર્જુન પણ ધૃષ્ટદ્યુમ્નાદિ સહિત સૈન્ય સાથે સંધ્યા સમયે ભગદત્તના વધથી જય પામેલો સાગરમાં નદીનો પ્રવાહ જેમ જાય તેમ પોતાના સૈન્યની છાવણીમાં આવ્યો. બારમો દિવસ પસાર થયો. . આ બાજુ પાંડવોના ગુપ્તચરોએ રાત્રે આવીને કૌરવ સેનાની વાર્તા આ પ્રમાણે કહી : “હે રાજેન્દ્ર! ભગદત્તના વધથી ક્રોધિત થયેલો ભારદ્વાજ આપના ગુરુ (વડીલ) યુધિષ્ઠિરને લઈ જવા માટે પ્રભાતે ચક્રવૂહની રચના કરશે.” એ રીતે ગુપ્તચરે કહેલું સાંભળીને ચક્રવ્યુહને ભેદવાની વિધિ વિશે બધા પાંડવોએ અર્જુન સાથે વિચાર-વિમર્શ કર્યો. તે બધા પાંડવોના જોતાં અભિમન્યુ બોલ્યો : “હે તાત ! તમારા પ્રવાસ વખતે દ્વારિકામાં રહેલા મેં એક દિવસ કૃષ્ણની સભામાં કોઈથી પણ કહેવાતા ચક્રવ્યુહના પ્રવેશને સાંભળ્યો. પરંતુ બહાર નીકળવાનો નથી સાંભળ્યો. આથી હું ચક્રવ્યુહમાં પ્રવેશને જાણું છું.” તે સાંભળીને ભીમે કહ્યું : “અમે ચારેય ભાઈઓ સુભટોને ભેદીને ગમે તેમ કરીને ચક્રવ્યુહ ભેદીને બહાર આવીશું. તમો ચક્રવ્યુહની ચિંતાથી દૂર રહો. અર્થાત્ ચિંતા કરશો નહિ.” અભિમન્યુની સાથે ચક્રવ્યુહ ભેદીને જય પ્રાપ્ત કરીશું. ભીમે કહેલું તે સાંભળીને આનંદ પામેલા બધાય રાજાઓ રાત્રિએ પોતપોતાના સ્થાને ગયા. સવારે યુધિષ્ઠિર અને અભિમન્યુની રક્ષા માટે અર્જુન–ભીમાદિ ભાઈઓને રાખીને–નિયોજીને જાતે જ સંસતકના જયને માટે ગયો. આ બાજુ સર્વ સૈન્યથી પરિવરેલા દ્રોણાચાર્ય કુરુક્ષેત્રની ભૂમિ પર આવી ગયા. ત્યાં આવીને યુધિષ્ઠિરને પકડવાની ઇચ્છાથી દુઃખે કરી પાર પમાય તેવો સંસારચક્ર સમાન ચક્રવ્યુહ રચ્યો. પાંડવો પણ અભિમન્યુને આગળ કરીને રણભૂમિ પર આવી ગયા. પછી બંને સૈન્યનું મહાન યુદ્ધ થયું. અભિમન્યુને આગળ કરીને સુભટોથી પરિવરેલા ચારેય પાંડવોએ બાણવર્ષા કરી ચક્રવ્યુહને ભેદી નાખ્યો. - જેમ યમ જેવા તે પાંચેયે (પાંડવોએ) દ્રોણને કર્મની જેમ જીતીને સંસારચક્રની જેમ દુર્ભેદ ચક્રવૂહ ભેદી નાખ્યો. અભિમન્યુ સહિત યુદ્ધ કરતા ચારેય પાંડવોને જયદ્રથે અટકાવ્યા. તેને (જયદ્રથને) જીતીને અભિમન્યુ ચક્રવ્યુહની મધ્યમાં પ્રવેશી ગયો. અભિમન્યુ એકલો હોવા છતાં પણ અનેક સુભટોને યુદ્ધમાં હણે છે. જેમ તોફાને ચડેલો મહાસમુદ્ર બધાય પર્વતોને ભીંજવી નાખે છે, તેમ તે અભિમન્યુ એકલો હોવા છતાં પણ યુદ્ધ મેદાનમાં કોડો સૈનિકોને હણે છે. For Personal & Private Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૨૯૮ સર્ગ - ૧૩ જેમ કમોસમના વાદળનું પાણી ધાન્યને બગાડે છે, તેમ તે ધનુર્ધારીના બાણોએ અનેક રાજાઓને દુઃખી બનાવ્યા. શલ્ય, કર્ણ, કૃપ (કૃપાચાર્ય), દ્રોણ, અશ્વત્થામાદિથી પરિવરેલા લડવા તૈયાર થયેલા દુર્યોધને બાણો વડે શત્રુના લાખો સૈનિકો પર બાણવૃષ્ટિને કરતા તેવા તે અભિમન્યુને જીતવો દુર્જય જાણીને વાઘ જેમ શિયાળને અટકાવે તેમ તેણે (દુર્યોધને) જાતે અટકાવ્યો. પાંડવો સંસતકો સાથે લડે છે. શલ્યરૂપ કર્ણાદિ ભાઈઓ સાથે, દુર્યોધન અભિમન્યુ સામે લડે છે. એ પ્રમાણે યુદ્ધ કરતાં કર્ષે અર્ધ ચંદ્રબાણ વડે અભિમન્યુના બાણને તોડી નાખ્યું. કૃપાચાર્યે સારથિને અને કૃતવર્માએ રથને ભાંગી નાખ્યો. અશ્વત્થામાએ મંડલનો અગ્રભાગ તોડી નાખ્યો. પછી ક્રોધિત થયેલા અભિમન્યુએ ગદાના ઘાત વડે દુઃશાસનનો રથ પીસી નાખ્યો. તેથી દુઃશાસનના પુત્ર મહારથિ આદિ બધા ભેગા થઈને અભિમન્યુને બાણના પ્રહાર વડે જર્જરિત કરી નાખ્યો. ચક્રવ્યુહની વચ્ચે જવા છતાં પણ માર્ગ નહિ મળવાથી ઘા પડવાથી જર્જરિત તે જમીન પર પડી ગયો. ત્યાં દુરાત્મા જયદ્રથે પોતાની કીર્તિ સાથે અભિમન્યુનું શિર છેદી નાખ્યું. ત્યારે બંનેના સૈન્યમાં હાહાકાર મચી ગયો. અહો ! અકાર્ય થયું. કસમયે નહિ થવાનું થઈ ગયું. બાળ હોવા છતાં પ્રૌઢ પરાક્રમી, પ્રહારથી જર્જરિત તે પાપી જયદ્રથે શિરચ્છેદ કરી નીચે પાડ્યો. તે લોકની વાત સાંભળી બધાય સૈનિકો પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. તે દુઃખને સહન નહિ કરી શકતો સૂર્ય અસ્તને પામ્યો. બંને પક્ષના સૈનિકો પહેરેગીરના કહેવાથી પોતપોતાની છાવણીમાં ચાલી ગયા. અર્જુન ત્રિગર્લેશ્વરના રાજા સંસતક રાજાઓને હણીને જય પ્રાપ્ત કરી અભિમન્યુને મળવાની ઇચ્છાવાળો સૂર્યાસ્ત સમયે આવી ગયો. ત્યાં આજંદપૂર્વક પોકાર કરતાં સૈન્યને શોકસાગરે ડૂબેલાની જેમ જોયા. કોઈક પુરુષે અર્જુનના પુત્રના વધના સમાચાર કહ્યા. તે સાંભળીને દુઃખથી ઘેરાયેલા મનવાળો રાજાઓના આવાસે આવીને યુધિષ્ઠિરને નમીને સંસમક રાજાના વધને કહીને અભિમન્યુના સમાચાર પૂછ્યા. યુધિષ્ઠિરે પણ ચક્રવ્યુહના વૃત્તાંતને અને જયદ્રથથી પુત્રના વધના સ્વરૂપને સંપૂર્ણ કહ્યું. તે સાંભળીને શોકથી આકુળ-વ્યાકુળ થયેલા મનવાળો અર્જુન અન્તઃપુરમાં પ્રવેશીને (જઈને) રડતી સુભદ્રાને તે તે વચનો વડે આશ્વાસન આપીને કહ્યું - હે સુન્દરી ! તારી પુત્રવધૂ ગર્ભવતી છે. તેનો પુત્ર આપણા બંનેની આંખોને આનંદ આપનારો થશે. તું ચિંતાને કર નહિ તથા પ્રભાતે તારા પુત્રને મારનારને જો હણું નહિ તો નિશ્ચિત અગ્નિમાં પ્રવેશીશ.” સૂર્યાસ્ત સમયે પુત્રના ઉર્ધ્વ દેહ સંબંધી કાર્ય પૂર્ણ કરીને સમેટીને થાક વગરના બનેલા અને For Personal & Private Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૩ ૨૯૯) પાંડવ ચરિત્રમ્ પ્રિયાને કહ્યું : “વીરપુરુષોના યુદ્ધમાં મરણની શી ચિંતા ! જીત થતાં રાજ્ય મળે છે. મરણ થતાં દેવાંગના મળે છે ઇત્યાદિ કહીને પ્રિયાને ખુશ કરી, સંતોષી.” તેરમો દિવસ પસાર થઈ ગયો. ચૌદમા દિવસે દ્રોણાચાર્ય અર્જુનની જયદ્રથને હણવાની પ્રતિજ્ઞા સાંભળીને તૂટી ગયેલા હૃદયવાળા તેઓ શીઘ રણમેદાનમાં આવી ગયા. જયદ્રથના પ્રાણના રક્ષણ માટે અનેક રાજાઓથી રક્ષાયેલો હાથી શકટયૂહમાં પ્રવેશી ગયો. પાંડવો પણ ધનુષ્યના ટંકારવથી શત્રુના સમૂહને ક્ષોભિત કરતાં રણભૂમિમાં આવી ગયા. એકબીજા અલના પામવાથી બંનેય સેનાઓ જોરથી લડે છે. હવે દ્રોણ અને અર્જુન એકબીજાને જીતવાની ઇચ્છાવાળા હોવા છતાં પણ સ્નેહથી હાથમાં બાણ લીધા નહિ. ત્યારે અર્જુન ગુરુ (વડીલ) હોવાથી અને ગુરુવારના સ્નેહથી દ્રોણને પ્રદક્ષિણા આપીને પછી શકટયૂહમાં અર્જુને જંગલનો હાથી જેમ જંગલમાં પ્રવેશ કરે છે તેમ પ્રવેશ કર્યો. તે ભૂહને અર્જુને વેરવિખેર કરી નાખ્યો. બધા રાજાઓ તેના બાણના વરસાદના વેગને સહી ન શક્યા. વાવાઝોડાને જેમ વૃક્ષો સહી શકતા નથી, તેમ પુત્રના શોકરૂપી અગ્નિથી તપી ગયેલા અર્જુનનો ક્રોધરૂપી અગ્નિ શત્રુઓના શોણિતથી સિંચવા છતાં પણ શમ્યો નહિ, શાંત થયો નહિ. એ પ્રમાણે અર્જુને ડહોળી નાંખેલી પોતાની સેનાને જોઈને મહાયોદ્ધો દુર્યોધન અર્જુન સાથે ભયંકર યુદ્ધ ચડ્યો. અર્જુન તેની સાથેનો વિલંબ જાણીને દુર્યોધનને છોડીને નદીના પ્રવાહના વેગની જેમ યુદ્ધ મેદાન પ્રતિ ઇચ્છા પ્રમાણે જાતે ચાલ્યો. ક્રોધથી પ્રદિપ્ત આંખથી જોતો અર્જુન ક્રોડો સૈનિકોને હતો તે રણમાં પ્રસરી ગયો. ત્યારે કંસારી (કૃષ્ણ) નામના સારથિએ દૂરથી જયદ્રથને સુભટો વડે અત્યંત ઘેરાયેલો સેવા કરાતો જોતાં જ બીજે ચાલી ગયો. રથમાં બેઠેલો અર્જુન મહારથિને મારતો જયદ્રથને જોવાની ઇચ્છાથી દૂર ચાલ્યો ગયો. તે દૂર જતાં નજીકમાં રહેલા દ્રોણાચાર્યના બંધનના ભયથી શંકાવાળા યુધિષ્ઠિરે સાત્યકીને સત્યવિક્રમની પાસે રાખ્યા. સાત્યકીએ દ્રોણની દૃષ્ટિ ચૂકવીને તે બૃહમાં પ્રવેશ કર્યો. અહીં-તહીં ભ્રમણ કરતા સાયકીએ ભૂરિશ્રવા રાજાને જોયો. પછી સાત્યકી અને ભૂરિશ્રવા રાજાના અત્યંત ભયંકર યુદ્ધનો આરંભ થયો. તે બેઉના પરસ્પર રથ ધ્વંસ થયા. સારથિને હેરાન-પરેશાન કર્યા. બંનેના સંપૂર્ણ શસ્ત્રો ભાંગી ગયા. માત્ર તલવાર અને ઢાલધારી તે બેઉ પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. દ્રોણાચાર્યે પણ યુધિષ્ઠિરને પકડવા માટે બૂહથી બહાર નીકળીને લાખો મનુષ્યોને માર્યા. ત્યારે દ્રોણ વડે ક્રોધથી મથી નંખાતા સૈનિકોના કોલાહલથી રણ ભયંકર થયું. આ બાજુ દુર્યોધનના સુભટ ભૂરિશ્રવા યુધિષ્ઠિરના સેવક સાયકીને વાળથી પકડીને જ્યાં શિરચ્છેદ કરવા માટે તૈયાર થયો, તેટલામાં કૃષ્ણ અર્જુનને કહ્યું : “હે અર્જુન ! તારા જોતાં આ તારો સેવક For Personal & Private Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૩િ૦૦) સર્ગ - ૧૩ સાયકી ભૂરિશ્રવાથી હણાય છે. આથી અર્ધચંદ્ર બાણથી ભૂરિઝવાનો હાથ છેદી નાખ.” આપણા આત્મીય સાત્યકીનું રક્ષણ કરવું જ જોઈએ. તેવા કૃષ્ણના વચન સાંભળીને અર્જુને સાત્યકીના રક્ષણ માટે બાણો વડે ભૂરિશ્રવાનો તલવાર સાથે હાથ છેદ્યો-કાપી નાખ્યો. પછી સાત્યકીએ ભૂરિશ્રવાને હણી નાખ્યો. ભૂરિઝવાને મૃત્યુ પામેલો જાણીને અંગ દેશના રાજા કર્ણ (અંગેશ) કુંડલી કરેલા ધનુષ્યનો ધનુષ્યટંકાર કરતો પાંડવ સેનામાં પ્રવેશી ગયો. તેટલામાં (અત્યંત) પરાક્રમી ભીમ હાથ વડે રથને ઉછાળતો. ગદાના ઘાતથી હાથીઓને હણતો, ઘોડાઓને પગના પ્રહારથી દૂર ધકેલતો, સુભટોને મુઠી વડે મશકની જેમ ચૂરતો કર્ણની સામે દોડ્યો. જેમ કે સહ્યાદ્રી અને વિંધ્યાચલની જેમ ઊંચા કર્ણ અને ભીમ ઈષ્યને ધરતાં અને યુદ્ધને કરતા શોભતા હતા. પુરુષના પૌરુષ (તાકાત)ને નસીબના અવળાપણાએ દુષ્ટ બુદ્ધિવાળા કર્ણની સેનાને ભીમે ગદાથી અસ્ત-વ્યસ્ત કરી નાખી. ત્યારે જ કર્ણ બીજા રથમાં બેસીને ભીમની ધજાને તોડી નાખી. પછી બાણોની શ્રેણીથી ભીમને મથીને (વલોવીને) કર્ણ ચિંતવે છે. અહો ! મેં પ્રતિજ્ઞા કરેલી છે કે કુન્તીના પુત્રોમાં અર્જુન વિના બીજાઓને નહિ મારું, એ પ્રમાણે પૂર્વે પોતે કરેલી પ્રતિજ્ઞાને યાદ કરીને ભીમને માર્યો નહિ. કહ્યું છે કે મહાત્માની પ્રતિજ્ઞા ક્યારેય પણ તૂટતી નથી. આ બાજુ અર્જુન દિવસના અંતે જયદ્રથને જુએ છે. તે જયદ્રથને જોઈને અર્જુનનું શરીર ક્રોધથી કાંટાવાળું થયું. સિંધુ દેશનો રાજા જયદ્રથ પણ અર્જુનને જોઈને ક્રોધથી લાલ થયો. પછી વીરોમાં અતિશ્રેષ્ઠ તે બંનેનું ક્ષણમાત્ર સામસામા બાણો દ્વારા યુદ્ધ થયું. દુર્યોધનાદિથી રક્ષણ કરાતો હોવા છતાં પણ જયદ્રથનું મસ્તક અર્જુને અર્ધચંદ્ર બાણ વડે છેદી નાખ્યું. તેનું છેદાયેલું મસ્તક લાલ અડતાવાળા રાહુની મૂર્તિની જેમ ભૂમિ પર પડ્યું. એ પ્રમાણે રુડુ મુવાળી પૃથ્વીને કરતો અર્જુન જયને પ્રાપ્ત કરી દિવસના અંતે પોતાની સેનામાં પહોંચી ગયો. એ પ્રમાણે બંનેય સેના પહેરેગીરે વાળતાં પોતપોતાની છાવણીમાં આવી ગઈ. જેમ કે ચૌદ દિવસ સુધી એ પ્રમાણે ઉત્કટ યુદ્ધ કરતાં પાંડવોએ કૌરવોની સાત અક્ષૌહિણી ખત્મ કરી. ચૌદમા દિવસે સિંધુરાજા જયદ્રથ મરતાં લજ્જાથી નીચે નમી ગયેલા ખભાવાળા દ્રોણાચાર્ય રાત્રિએ યુદ્ધ માટે સેનાને આદેશ આપ્યો. તેથી સજ્જ થયેલી કુરુસેના અચાનક ભીલની ધાડની જેમ પાંડવ સેના પર તૂટી પડી. પછી બંનેય સૈન્યના વીરસુભટોનું ભયંકર યુદ્ધ થયું. હાથીઓનાં દંતશૂળ પર પડતા તલવારોના ઘાના ખટાખટ અવાજ સાંભળીને મહાવતથી પ્રેરિત હાથીઓની For Personal & Private Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૩ ૩૦૧ પાંડવ ચરિત્રમ્ આગળ આવતા સુભટો દેખાયા. અને તેવી રીતે પોતપોતાના સ્વામિની કીર્તિ વડે પરમ આત્મીયપણાને બતાવે છે. કુરુસેનાને મંથેલી પાંડવ સેનામાં ભીમપુત્ર ઘટોત્કચ ઊભો થયો અને અનેક પ્રકારે માયાયુદ્ધને કરતો આ પ્રમાણે આગળ વધ્યો. જેમ કે પત્થરો વડે રથોને ચૂરતો, વૃક્ષો વડે હાથીઓને હણતો કલ્પાંતકાલના વાવાઝોડા જેવા વેગ સાથે ક્રોડો સુભટો મારતો આગળ વધ્યો. ત્યારે વરસાદના વાદળ જેમ ગ્રહની શ્રેણીને અદશ્ય કરી દે છે. તેમ એકલાએ જ સંપૂર્ણ કુરુસેનાનો નાશ કર્યો. ઘટોત્કચ યુદ્ધ માટે તૈયાર થતાં પાંડવો ખુશ થયા. ડહોળી નાખેલી કુરુસેનામાં શત્રુઓનું જીવન સંશયરૂપ થયું. યુદ્ધ જોનારાઓને કૌતુકરૂપ બન્યું. કલ્પાંતકાળ જેવા તે ઘટોત્કચને અંગરાજા કર્ણ (અંગેશે) અટકાવ્યો. પછી કર્ણ અને ઘટોત્કચ પરસ્પર લડવા લાગ્યા. ઘટોત્કચના બાણોએ કર્ણના બાણોને વચ્ચે છેદી નાખ્યા. કર્ણ કાલપૃષ્ઠ નામના ધનુષ્ય દ્વારા જેટલા બાણો મૂક્યા તેનાથી હજારગણા ધનુષ્ય વડે ઘટોત્કચે તે બાણોને પાડી દીધા. તે વખતે ઘટોત્કચના બાણો શરીરમાં, રથ ઉપર, રથના ધજાદંડ ઉપર, ઘોડાઓ પર, સારથિ ઉપર, સૈન્ય ઉપર સરખી રીતે પડ્યા. તે ઘટોત્કચના બાણોની વૃષ્ટિ જોઈને ક્રોધથી લાલચોળ બનેલો અંગેશ્વર કર્ણ ઘટોત્કચના વધ માટે દેવે આપેલી અર્જુનના વધ માટે રહેલી શક્તિને ફેંકી. જેમ કે સ્કુરાયમાન અગ્નિના કણિયાની (જેમ) અત્યંત તે ક્રોધથી અર્જુનના હર્ષની સાથે તેણે ઘટોત્કચને હણ્યો. ત્યારે હણાયેલા ઘટોત્કચને જાણીને પાંડવોના સૈન્યમાં જરાક ખેદ થયો અને ત્યારે કૌરવોની સેના ફરીથી જીવંત બની હોય તેવી થઈ. સુભટો ઉપર સુભટો, ઘોડાઓ ઉપર ઘોડાઓ, હાથીઓ ઉપર હાથીઓ, રથ ઉપર રથો પડે છે. એ પ્રમાણે રાત્રિએ ચારે પહોર બંને સૈન્યોનું પરસ્પર યુદ્ધ થયું, તો પણ મદથી ઉન્મત્ત થયેલા સુભટો, શાંતિને ન પામ્યા. આ બાજુ સૂર્યોદય થતાં તૈયાર થયેલા દ્રોણ યુદ્ધ મેદાનમાં બાણવૃષ્ટિ કરતા યુદ્ધભૂમિમાં ફરી વળ્યા, ફેલાઈ ગયા. તે વખતે વિશ્વમાં ઉપકાર કરનારા, સજ્જનોને પ્રિય, વિશ્વને આનંદિત કરનારા વિરાટ અને દ્રુપદ યુદ્ધભૂમિ પર આવ્યા અને દ્રોણ પર તેઓએ બાણો છોડ્યા. તે બેને દ્રોણે ક્ષણમાત્રમાં હણી નાખ્યા. દિવસ-રાત્રિ કરી આઠ પહોર સુધી યુદ્ધ થતાં ચૌદમો દિવસ થયો. હવે પંદરમા દિવસની શરૂઆતમાં પૂર્વદિશામાં સૂર્યોદય થયો. તે પછી બંનેય સૈન્યો તૈયાર થઈ કુરુક્ષેત્રની ભૂમિ પર આવ્યા ત્યારે તે બંને સેનાના પરસ્પર બાણો એવી રીતે છૂટ્યા કે For Personal & Private Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૩િ૦૨ સર્ગ - ૧૩ જાણે આકાશમાં સૂર્યના કિરણો ફેલાઈ ગયા. બંનેય આકાશના આંગણમાં વ્યાપી ગયા. કેટલાક વીરોએ બાણો વડે આકાશમાં મંડપ બનાવી દીધો. કેટલાક સુભટો એ મંડપની નીચે લાંબી નિદ્રા લેતાં અત્યંત શોભે છે. કેટલાક શ્વેત ઢાલમાં પડેલી તલવારરૂપ લાકડીઓ ચંદ્રબિંબમાં પડેલી જાણે રાહુને જીત્યા જેમ શોભે છે. દ્રોણની મોટી સેનામ સમુદ્રની મધ્યમાં રહેલા અર્જુને વડવાનલની જેમ તેની સેનારૂપ પાણીને ક્ષણમાં જ સૂકવી નાખ્યું. તેમાં વાદળની જેમ નૂતન સેના બાણોનો વરસાદ વર્ષાવે છે. હંસો વડે સર્વ રીતે નાની નીકો છોડી દેવાય છે, તેમ બાણો છોડે છે. કોદંડ ધનુષ્યને ધરનારા સેનાનો સંહાર કરનારા દ્રોણાચાર્યને યુદ્ધમાં રાજાઓ બ્રાહ્મણરૂપે યમ માને છે. જેમ કે પાંડવોના સૈનિકો કલ્પાંતકાળની સમુદ્રની ભરતીની જેમ સમસ્ત વિશ્વતલને પોતાના બાણો વડે ભીંજવતા તે તે બાણોની શ્રેણીરૂપ પુલ થકી આકાશને ચુંબન કરવા થકી ધૃષ્ટદ્યુમ્ન દ્રોણાચાર્યને અલના પહોંચાડી. તે બંને પરસ્પર સરખા જાણે ન હોય તેમ દ્રોણ-ધૃષ્ટદ્યુમ્નનું યુદ્ધ લાંબો કાળ ચાલ્યું. તેઓનું આ પ્રમાણે યુદ્ધ થતાં જ્યેષ્ઠ-અષાઢના સૂર્યના કિરણોની જેમ દ્રોણાચાર્ય બાણો વડે અધિક ત્રાસ આપનારા થયા. દ્રોણના બાણો સૈનિકોને દુઃખે કરી સહન કરનારા થયા. ત્યારે તે યુદ્ધમાં કાળ જેવો સેનાનો સંહાર કરનારો માલવ રાજાનો હાથી કોઈક વીરોમાં શ્રેષ્ઠ વીરથી હણાયો અને મર્યો. તે જોઈને સેનાના લોકોએ મોટા અવાજે પોકાર કર્યો કે અશ્વત્થામા (હાથી) હણાયો છે અને મૃત્યુ પામ્યો છે. તે વાણી દ્રોણના કાનના મૂળ સુધી જતાં (દ્રોણના કાને પડતાં) દ્રોણે પોતાના હૃદયમાં અશ્વત્થામા નામનો પોતાનો પુત્ર મર્યાની શંકા કરી. ભીમ અર્જુનાદિ બાંધવો અને કૃષ્ણ પણ તેવી જ રીતે બોલ્યા. તે પણ વાણી દ્રોણગુરુએ સાંભળી. યુધિષ્ઠિર પણ ધીમા અવાજે કંઈક તેવી રીતે બોલ્યાઃ “હા હા ! અશ્વત્થામા હણાયો છે.” એ પ્રમાણે યુધિષ્ઠિરનું બોલેલું સાંભળીને મારો પુત્ર અશ્વત્થામા હણાયો છે, એ પ્રમાણે નિશ્ચિત જાણીને યુધિષ્ઠિરના વચનથી આ વાણી અસત્ય નથી. કારણ કે યુધિષ્ઠિર બોલ્યા હોવાથી સત્ય છે. પછી દ્રોણ શું કરે? પુત્ર વગરનું જીવન કેવું? અર્થાત્ પુત્ર વિના જીવવું શું ? જીવવાની આશા નીકળી ગયા પછી શસ્ત્રોથી પણ શું? એ પ્રમાણે ચિંતવીને દ્રોણાચાર્ય સર્વ શસ્ત્રો તે જ વખતે તજી દીધા. શસ્ત્ર ત્યજી દીધેલા દ્રોણને કૃષ્ણ જોયા. તેથી કૃષ્ણ ધૃષ્ટદ્યુમ્નનને કહ્યું: “હે ધૃષ્ટદ્યુમ્ન ! શું જુએ છે ? તારા પિતાના ઘાતક યમ જેવા બ્રાહ્મણ (દ્રોણ)ને માર.” તે જ વખતે તીક્ષ્ણ બાણો વડે હણાયેલ દ્રોણ ભૂમિ પર પડી ગયા. તેને પડી ગયેલા જોઈને યુધિષ્ઠિરે ફરી વાણી ઉચ્ચારી : “હે દ્રોણ ! માલવ દેશના રાજાનો અશ્વત્થામા નામનો હાથી હણાયો છે. પરંતુ તમારો પુત્ર નહિ. તમે શા માટે શસ્ત્રો ત્યજી દીધા છે.” તે સાંભળીને ક્રોધિત થયેલા દ્રોણગુરુ આ પ્રમાણે બોલ્યા : For Personal & Private Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૩ ૩િ૦૩) પાંડવ ચરિત્રમ્ જેમ કે હે રાજન્ ! તે આ જન્મ સુધી આ સત્યવ્રત ધાર્યું છે. સત્ય બોલવાની પ્રતિજ્ઞા કરી છે. આ સત્યવ્રત વૃદ્ધ ગુરુ બ્રાહ્મણના મૃત્યુ માટે જ માત્ર થયું. એ પ્રમાણે ભારદ્વાજ એવા દ્રોણ ક્રોધથી બીજું પણ બોલવા જતાં તે જ વખતે આકાશમાં અદશ્ય (દેવ)વાણી થઈ. હે બ્રાહ્મણ ! ક્રોધને છોડ. સમતારૂપ અમૃત વડે આત્માને સિંચ. અનાદિકાલના રૌદ્રધ્યાનને છોડી દદયમાં ધર્મધ્યાનમાં સ્થિર થા. તે બુદ્ધિમાન ! તારા આયુષ્યનો ક્ષય આવી ગયો છે. એટલે તારું આયુષ્ય અલ્પ રહ્યું છે. સાવધાન થા. કારણ કે તું સમ્યક્તધારી છો. હરહંમેશ નમસ્કાર મહામંત્રનો જાપ કરે છે. તે પુણ્યથી બ્રાહ્મલોકની સુખરૂપ લક્ષ્મી તારી રાહ જુએ છે. એવી આકાશવાણીથી જાગેલા દ્રોણાચાર્ય ભગવનની ભયંકરતાનો વિચાર કરતાં કષાયોનો તિરસ્કાર કરતાં અઢાર પાપસ્થાનોનો વિચાર કરતાં બાહ્ય અને આંતરશત્રુઓને દૂર કરતાં પંચપરમેષ્ઠિ મહા નવકારમંત્રનું પરાવર્તન (સ્મરણ) કરતાં અરિહંતાદિઓને નમસ્કાર કરતા તે જ દિવસે અનશન કરી દ્રોણગુરુ મૃત્યુ પામી પાંચમાં બ્રહ્મ-દેવલોકમાં ગયા. તેને મૃત્યુ પામેલા જાણીને પિતાના વૈરથી અશ્વત્થામાએ કેશ(વાળ)ને ખેંચીને ધાન્યના પૂળાની જેમ ધૃષ્ટદ્યુમ્નનું મસ્તક કૃપાણથી છેદી નાખ્યું. એ હણાતાં કૌરવસેનામાં લોકના આક્રંદથી ડરેલાની જેમ બધીય બાણવિદ્યા અદશ્ય થઈ ગઈ. ત્યારે કૌરવ સેનામાં બીજી બાજુએ દ્રોણના શોકરૂપ અંધકાર છવાઈ જતાં મધ્યાહ્ન હોવા છતાં રાત્રિ જેમ લાગવા લાગ્યું. જેવી રીતે સૂર્ય-ચંદ્રથી રહિત આકાશ શોભતું નથી. જેવી રીતે લોચન (આંખ) વિનાનું મુખ શોભતું નથી, તેવી રીતે ભીષ્મ અને દ્રોણાચાર્ય રહિત કૌરવની સેના શોભતી નથી. સાડા ચૌદ દિવસના અંતે દ્રોણગુરુ મૃત્યુ પામ્યા. સાડા ચૌદ દિવસ પસાર થઈ ગયા. દિવસના મધ્યભાગે દ્રોણનું મૃત્યુ થતાં કાંટાની જેમ દ્રોણ નહિ રહેવાથી (મૃત્યુ પામવાથી) પાંડવો અત્યંત હર્ષ પામ્યા. ત્યારે કૌરવ સેનામાં શોક સમુદ્ર જેવો થયો. તે કૌરવસેનાને શોકમાં ડૂબેલી જાણીને અને પિતાના વધને જોઈને ક્રોધિત થયેલો દ્રોણપુત્ર અશ્વત્થામા મહાક્રોધથી આકાશને જાણે જોતો, દેવોનો તિરસ્કાર કરતો (બ્રશ કરતો) પૃથ્વીને ખોદતો, પર્વતોને જાણે ચલાવતો, સમુદ્રને શોષી લેતો, સૂર્યને મલિન કરતો, ચંદ્રને મથી નાખતો. ગ્રહોનો નિગ્રહ કરતો, પાતાલમાંથી શેષનાગને ખેંચી કાઢતો જાણે ન હોય, તેવી રીતે પાંડવની સેનામાં પેસી ગયો. બાણની વર્ષા કરતો દ્રોણપુત્ર (અશ્વત્થામા) પાંડવના સૈનિકોનો તિરસ્કાર કરતો સૈન્યમાં ફરી વળ્યો. તે સંગ્રામમાં દ્રોણપુત્ર ફરી વળતાં શત્રુઓએ પ્રહારોથી ત્રાસી ગયેલાની જેમ પ્રાણને છોડી દીધા. કહ્યું છે કે : અશ્વત્થામાના બાણોની રાશિને સહન કરવા કોણ સમર્થ છે ? તેના ધનુષ્યથી છોડાયેલા બાણો શત્રુ રાજાઓની સાત્ત્વિકતા જોવાને માટે જાણે તેઓના હૃદયમાં પ્રવેશે છે, તે આ પ્રમાણે – ઉનાળાના સૂર્યની જેમ સૈનિક રૂપ પાણીનું શોષણ કરતા એવા For Personal & Private Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૩૦૪ આ સર્ગ - ૧૩ તેને વાદળની જેમ અર્જુને રોક્યા. તેઓનું યુદ્ધ થતાં અર્જુને ધ્વજ સારથિને ઉછાળી દીધો. ઘોડાઓ વિહળ થઈ ગયા. એવા પ્રકારની બાણવર્ષા કરી. એ પ્રમાણે અર્જુનના બાણથી ઘવાયેલા મનવાળા ક્રોધથી લાલચોળ બનેલા અશ્વત્થામા મંત્રશક્તિથી નારાયણીય અસ્ત્ર કલ્પાંતકાળના અગ્નિ જેવા વિશ્વને બાળી નાખવામાં સમર્થ પાંડવ સૈનિકોનું દહન કરવા માટે છોડ્યું. અગ્નિની જ્વાલારૂપ (જેવું) નારાયણી અસ્ત્ર જોઈને સૈનિક લોકોએ વિચાર્યું કે શું પાતાળમાંથી અગ્નિ નીકળ્યો છે (ઉઠ્યો છે) અથવા ઈશ્વરની આંખમાંથી અગ્નિ ઉત્પન્ન થયેલો છે (અગ્નિ ઉઠ્યો છે) અથવા સમુદ્રની મધ્યમાંથી વિશ્વને પ્રસવા માટે વડવાનલ ઉઠ્યો છે ! અથવા સૂર્યના કિરણોએ જ્વાલાપણું પ્રાપ્ત કર્યું છે ? સૈનિકોએ આ રીતે અનેક વિકલ્પો કર્યા. તે અસ્ત્ર જોઈને રથમાં બેઠેલા કૃષ્ણ ઊંચો હાથ કરી કહ્યું કે : “હે લોકો ! શસ્ત્રો છોડો છોડો, રથોને મૂકો મૂકો તથા ભક્તિથી નમ્ર થઈને આ બ્રાહ્મણોને નમો. જેથી વિશ્વને બાળનારૂં કામદેવનું અસ્ત્ર ક્ષણમાં શાંત બની જાય-ઠરી જાય. આ પ્રમાણે કૃષ્ણના કહેવાથી સૈનિક લોકોએ રથથી બધા આયુધો અને અસ્ત્રો તજી દીધા. ભીમે આયુધોને નહિ મૂકતાં કૃષ્ણ, અર્જુન બેઉએ બલાત્કારે બહુ પકડીને મૂકાવ્યા. પછી તે અસ્ત્ર શાંત થયું. તે જોઈ આશ્ચર્ય પામેલા દ્રોણ પુત્રે કાર્શનવ નામનું બીજું શસ્ત્ર યાદ કર્યું. તે અસ્ત્રની અગ્નિવાલાથી લેવાયેલા હાથીઓ દાવાનલથી વ્યાપ્ત પર્વતોની જેમ શોભે છે. સળગતી જવાલાવાળા બધા રથો, ઘોડાઓ, સુભટો, સેવકો, અગ્નિથી વ્યાપ્ત સોનાથી બનાવેલાની જેમ જોયા. તે નારાયણીય અસ્ત્રને વિશ્વનું દહન કરવામાં સમર્થ જાણીને તેના નિવારણ માટે વારુણ અસ્ત્રને અર્જુને છોડ્યું. પુષ્કરાવર્ત મેઘના જેવા તે અસ્ત્ર તે જ ક્ષણે બધું જ મુનિ ધ્યાન વડે જેમ કર્મને નાશ કરે છે, તેમ શાંત પાડી દીધું. તે નારાયણીય અસ્ત્ર ઠંડુ થયેલું જાણીને અશ્વત્થામા ગ્રહથી પ્રસાયાની જેમ, ચોરો વડે લૂંટાવાની જેમ અથવા ખેદ (દુઃખોથી ભરાયેલા મનવાળો લાંબાકાળ સુધી ઊભો રહ્યો. ફરી દ્રોણપુત્ર અશ્વત્થામાં કૃષ્ણને અને અર્જુનને જોઈને અધિકથી અધિક ક્રોધથી લાલ થયેલો દુઃખી થાય છે, ગારૂડીને જોઈને જેમ સર્પ તપે છે તેમ તે પછી ક્રોધથી બળતા મનવાળો અશ્વત્થામાં જ્યાં ચિંતા કરે છે, ત્યાં આકાશમાં દેવવાણી થઈ. જેમ કે ક્રોધથી અંધ હે ઉત્તમ બ્રાહ્મણ ! આવો ખેદ શા માટે કરે છે ! દેવો પણ આ કૃષ્ણ અને અર્જુનને જીતવા માટે સમર્થ નથી. પૂર્વજન્મમાં એઓએ કંઈપણ તપ કર્યો છે, જેથી કરીને લોકમાં જીતી ન શકાય એવા બાહુબલવાળા બંને થયા છે. તે દેવવાણીથી અશ્વત્થામા છલાંગ મારતા પડી ગયેલા દીપડાની For Personal & Private Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૩ ૩૦૫ પાંડવ ચરિત્રમ્ જેમ વિલખો પડી ગયો. દેવ પણ આમ કહીને ખેદ પૂર્વક અદશ્ય થઈ ગયો. બે પ્રહર સુધી દ્રોણપુત્રે (અશ્વત્થામાએ) યુદ્ધ કર્યું. એ પ્રમાણે બાર પ્રહરના અંતે યુદ્ધ બંધ થતાં બંનેય સેનાપતિઓએ કરેલા શ્રમથી પોતપોતાની છાવણીમાં આવી ગયા. પંદરમો દિવસ પસાર થઈ ગયો. હવે સોળમા દિવસે દુર્યોધને દ્રોણ હણાતાં કર્ણનો સેનાપતિના પદ પર અભિષેક કર્યો. પછી તે વીર હાથી જેવા કર્થે યુદ્ધ માટે જતા યથારુચિ યાચકોને દાન આપવા માંડ્યું. તે નવા વાદળની જેમ અત્યંત વરસતા યાચકરૂપી સરોવરો કમળ લક્ષ્મીથી વ્યાપ્ત થયા. એ પ્રમાણે દાન આપીને કર્ણરાજા યુદ્ધ મેદાનમાં ગયો. પાંડવો પણ દ્રુપદ પુત્ર ધૃષ્ટદ્યુમ્ન સેનાપતિને આગળ કરીને લશ્કર સાથે આવી ગયા. એ પ્રમાણે બંનેય સેનાપતિઓ સંગ્રામ ભૂમિએ આવતાં રણશિંગુ ફૂંકાયું. પછી બંનેય સામસામા પવનથી પ્રેરિત સમુદ્રના તરંગોની જેમ પરસ્પર સુભટો સ્વેચ્છાપૂર્વક મળે છે. કેટલાક સુભટોની તલવારો અળતાથી રંગાયેલા જયરૂપ લક્ષ્મીના ચરણની જેમ શત્રુના રૂધિરથી ખરડાયેલી શોભે છે. કેટલાક સુભટો પર અપ્સરાઓએ વરસાવેલ પુષ્પો પવનના કારણે બીજે પડ્યા. બાણોના સમૂહથી ઘણા વીરોનો સંહાર કરતા કર્ણ સાક્ષાત્ જાણે ધનુર્વેદ ન હોય તેમ યુદ્ધ આર્યું. સમસ્ત વિશ્વનો સંહાર કરવા માટે પ્રલયકાળની ઉપમા જેવો દુઃશાસન ધનુષ્યનો ટંકાર કરતો પાંડવ સૈન્યમાં પ્રસરી ગયો (ફરી વર્યો). તે સૈન્યમાં ફરી વળતાં પ્રસરી જતાં) માનસરોવરમાં ઐરાવણ હાથીની જેમ પાંડવોના સૈન્યમાં અવગાહી ગયો. એ પ્રમાણે પાંડવ સૈન્યમાં ઘૂસી ગયેલા દુઃશાસનને પરાક્રમી ભીમે જોયો. પછી તે બંને જણે ધનુષ્યનો ટંકારવ કરતાં યુદ્ધ કરવા લાગ્યા. તેઓના બાણો અહીં-તહીં પડ્યા. ભીમના બાણો દુઃશાસનને અને દુઃશાસનના બાણો ભીમને વ્યથિત કરવા લાગ્યા. એ પ્રમાણે દુઃશાસન સાથે યુદ્ધ કરતાં ભીમને દ્રૌપદીના કેશ અને વસ્ત્રનું ખેંચવાપણું યાદ આવ્યું. તેથી ક્રોધરૂપ મહાસમુદ્રના તરંગોથી પ્રેરિત ભીમ, સારથિને હણીને મનોરથ (ઇચ્છા) સાથે ગદાના પ્રહારથી રથને ભાંગીને દુઃશાસનને ભૂજા વડે પકડીને ભૂમિ પર લાવ્યો. પછી કહ્યું કે : “હે કર્મ ચંડાલ ! હે કુરુગોત્રરૂપ વિષવૃક્ષ ! રે દુરાત્મન્ ! રે ક્ષત્રિય કુલને કલંકિત કરનારા ! રે અકીર્તિરૂપ કદલી મૂલકંદ ! હે દુર્નયનો નિધિ ! દ્રૌપદીના વાળને અને વસ્ત્રને ખેંચનાર તારો હાથ બતાવ. હું અન્યાય કરનારને શિક્ષા આપું. એ પ્રમાણે કહીને ભૂમિ પર પાડીને છાતી પર પગ મૂકીને બે હાથો વડે દુઃશાસનના હાથને મૂલથી કાપી ઉખેડી નાખ્યા. For Personal & Private Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૩૦૬ સર્ગ - ૧૩ એ પ્રમાણે યુદ્ધમાં દુઃશાસનનો વધ કરીને જયને મેળવી તે સંધ્યા સમયે ભીમ પોતાના સ્થાનમાં ગયો. ત્યારે જ સૂર્ય દુઃશાસનના વધને જાણીને દુઃખથી પીડાતાની જેમ અસ્ત પામ્યો. પછી પહેરેગીરનો નિષેધ થતાં બંને સેના પોતપોતાની છાવણીમાં પહોંચી ગઈ. હવે સૈન્યમાં આવેલા ભીમ હર્ષ સાથે દ્રૌપદીને ભેટીને દુઃશાસનના વધના બધા સમાચાર કહ્યા. કર્ણ રાજા પણ પોતાના સૈન્યમાં આવ્યો. દુઃશાસનના વધનો સર્વ વૃત્તાંત કહ્યો. ફરી કોર્ટે કહ્યું કે, હે રાજન્ ! પાંડવોની સેનામાં અર્જુન મહાવીર છે, તે હણાઈ જતાં તેનું જ સૈન્ય હણાયું જાણવું, તે જીવતા બીજા હણાતાં તેનું કંઈપણ ગયું નથી. તે હણાતાં તેનું સૈન્ય શબ જેવું થઈ જશે. તે મારા બાણરૂપ અગ્નિમાં પહેલી જ આહુતિ બનશે. પરંતુ સારથિના બલ વડે જય પામશે. વળી તેના જેવો મારો કોઈ સારથિ નથી. તેથી મને માતલિ સરખો શલ્ય સારથિ આપ. જેથી અર્જુનને હણીને તારો બધો શોક મૂલથી ઉખેડી નાખું. પછી મદ્ર દેશના રાજા એવા શલ્યને બોલાવીને ગૌરવપૂર્વક કૌરવરાજા દુર્યોધને હાથ જોડીને કર્ણના સારથિપણે રહેવા માટે પ્રાર્થના કરી. ત્યારે શલ્ય કહ્યું : “હે રાજન્ ! તમે અયોગ્ય કેમ બોલો છો ? ક્યાં હું રાજકુલનો ? અને ક્યાં આ હીનકુલમાં જન્મેલો પુત્ર ? એનું હું સારથિપણું કેવી રીતે સ્વીકારું?” કહ્યું છે કે એનો હું સારથિ બનીને શું હું શરમિંદો ન બનું? ઘુવડ અને કાગડાઓનું કલહંસનું દાસત્વ શું હાસ્યને માટે ન થાય? તે વચન સાંભળીને દુર્યોધને કહ્યું : “હે મદ્રરાજા ! એમ ન બોલ. સંકટમાં મિત્રની વાણી ઔચિત્ય વિનાની છે, એમ ન વિચારવું. કારણ કે ઘણું વિચારવાથી મિત્ર માટે અનર્થ પણ થાય. આથી તું પણ મારા કાર્યમાં કર્ણનું સારથિપણું સ્વીકારી લે.” શલ્ય કહ્યું : “આ આપનું વચન હું સ્વીકારીશ. પરંતુ યુદ્ધમાં મારું ઇચ્છા મુજબનું બોલવું કણે સહન કરવું.” કણે કહ્યું: “તમે કહેલું હું બધું સહીશ.” ફરી કર્યે કહ્યું: “હે રાજેન્દ્ર ! દુર્યોધન ! હું પ્રભાત સમયે પૃથ્વીને અર્જુન વિનાની ન કરું તો હું આપની આગળ અગ્નિમાં પ્રવેશ કરીશ.” એવી પ્રતિજ્ઞા કરીને પોતાના ઉતરવાના સ્થાને ગયો. સોળમો દિવસ પસાર થયો. ગમે તેમ કરીને રાત્રિ પણ પસાર કરીને કણે શૈલ્યને સારથિ બનાવીને સેનાપતિપદ અંગીકાર કર્યું. સૂર્યોદય થતાં બંનેની સેનાઓ કુરુક્ષેત્રની ભૂમિ પર યુદ્ધને માટે આવી ગઈ. પછી ફરી તેઓનું પરસ્પર ભયંકર યુદ્ધ શરૂ થયું. જેમ કે વીરના પ્રહારથી મૂચ્છ પામેલા ચિત્તવાળો પડ્યો છતાં પણ બીજાની ખુલ્લી પડેલી તરવારો હુંકાર કરતી અસ્પષ્ટ શબ્દ કરી કહેતી હતી. “હે અર્જુન ! ક્યાં છે ? અર્જુન ક્યાં છે? એ પ્રમાણે મોટેથી બોલતા હૈર્યપૂર્વક મદ્રદેશના રાજાએ કર્ણને કહ્યું.” For Personal & Private Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૩ ૩િ૦] પાંડવ ચરિત્રમ્ શૈલ્ય કહ્યું : “હે કર્ણ ! તારા માથા ઉપર કાન નથી, તારા હૃદયમાં વિવેકપણું નથી, તારા આત્મામાં ચૈતન્ય નથી, એટલે કે તું જડ જેવો છે. એ પ્રમાણે મારી બુદ્ધિ કહે છે. કારણ કે તે આવા પ્રકારની પ્રતિજ્ઞા કરી છે. જો હું આજે જ અર્જુનને હણું નહિ તો હું અગ્નિમાં પ્રવેશ કરીશ. હે કર્ણ ! વિશ્વમાં એવો કોણ છે કે જેનાથી અર્જુન જીતી શકાય? ઉત્તર ગોગ્રાહ વખતે તેં અર્જુનનું પરાક્રમ જોયું નથી શું? તે પણ તું ભૂલી ગયો છે. એ પ્રમાણે જાણવા છતાં પણ તે અર્જુનના વધની પ્રતિજ્ઞા કેમ કરી ?” ગાંધર્વેન્દ્ર, ચિત્રાંગદ વિદ્યાધરે તને બાણો વડે હણીને બાંધેલા (પકડેલા) દુર્યોધનને અર્જુને છોડાવ્યો હતો, તે પણ તું વિસરી ગયો ? એ પ્રમાણે ઘણા ઉદાહરણો કહ્યા. તેથી ક્રોધિત થયેલ કર્ણ શલ્યને આમ કહ્યું : “શ્લેચ્છવૃત્તિવાળા મદ્રશનું આ વચન અનુરૂપ છે.” કારણ કે તે કહેલું છે એમ કહીને કર્ણ મદ્રદેશના લોકોનું ચિંતવે છે. અહો ! કર્મનું વૈચિત્ર્યપણું કારણ કે રથમાં બેઠેલો સારથિ પણ આ શું બોલે છે. તે શૈલ્ય ! જો મારું કુંડલિકૃત ધનુષ્ય યુદ્ધમાં પડતાં અર્જુનની આગળ આવી રહેશે, ત્યારે તાકાત જણાશે. વધુ કહેવાથી શું ? એમ બોલતાં કર્ણ બાણવૃષ્ટિ કરતો અર્જુન તરફ દોડ્યો. નદીનો પ્રવાહ જેમ વૃક્ષોને ખેંચી જાય તેમ માર્ગમાં હજારો સુભટોનો સંહાર કરે છે. તેટલામાં શૈલ્ય કર્ણને કહ્યું: “જેવી રીતે કપિધ્વજવાળો, કૃષ્ણ સારથિવાળો રથમાં બેઠેલો આ અર્જુન ધ્યાનરૂપી અગ્નિમાં પાપના નાશની જેમ સૈન્યને હણતો આવી રહ્યો છે.” એવા શૈલ્યના વચન સાંભળીને કર્ણ ક્રોધથી સળગતો જલ્દી અર્જુનની સામે દોડ્યો. રસ્તામાં તેઓની વચ્ચે યુધિષ્ઠિર આવી પડ્યા પછી કર્ણ યુધિષ્ઠિરની સાથે ઉત્સાહપૂર્વક લડવા લાગ્યો. પછી તેઓ બંનેનું બાણોની વર્ષાથી દિશાઓ પૂરી દેતું યુદ્ધ શરૂ થયું. એ પ્રમાણે કર્ણ અને યુધિષ્ઠિરનું યુદ્ધ શરૂ થતાં અનેક સૈનિકો મરણ પામ્યા. કલ્પાંતકાલની ઉપમા સમાન કર્થે તીક્ષ્ણ બાણોની વર્ષા થકી યુધિષ્ઠિરને અત્યંત પરેશાન કર્યા અને તે યુધિષ્ઠિર ભાથામાંથી કાઢેલું બાણ ધનુષ્ય પર ચડાવીને છોડવા સમર્થ ન બન્યા. ક મૂકેલા બાણના ઘામાંથી નીકળતા લોહીથી યુધિષ્ઠિર ખીલેલા કિંસુકના પુષ્પ જેવા રક્તરંગવાળા થયા. તે યુધિષ્ઠિરને આ પ્રમાણે વિડંબના કરતો જોઈને કૃષ્ણ વાણી થકી તિરસ્કાર કરતાં અર્જુનને કહ્યું : જેમ કે તારા કોદંડ ધનુષ્યને ધિક્કાર હો અને બાહુબલની પ્રચંડ તાકાતને ધિક્કાર હો ! તારા પરાક્રમના અભિમાનને ધિક્કાર હો. વળી તારા પૌરુષત્વને ધિક્કાર હો. અખંડિત બાહુબલવાળાના જોતાં જેના શત્રુઓ વડે મોટા ભાઈ (યુધિષ્ઠિર) આ પ્રમાણે શું પ્રાણના સંશયને પ્રાપ્ત કરે ? For Personal & Private Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૩ પાંડવ ચરિત્રમ્ ૩૦૮ હે અર્જુન ! પોતાના આત્માથી પણ અધિક દ્રોણ ગુરુએ ધનુર્વિદ્યા પહેલાં તને આપી છે. ઇન્દ્રલોકમાં ગયેલા દ્રોણ જાણશે તો નક્કી ગુરુ લજ્જાને પામશે. ઇત્યાદિ વચનો વડે કૃષ્ણથી તિરસ્કૃત થયેલા અર્જુન ઇર્ષ્યાથી ભરેલા મૂર્તિમંત માનવીની જેમ કર્ણ તરફ દોડ્યો. હવે કર્ણ યુધિષ્ઠિરને છોડીને અર્જુનની સામે ગયો. કર્ણને આવતો જોઈને કૃષ્ણે અર્જુનને કહ્યું : “હે અર્જુન આ કર્ણ છે. હે અર્જુન ! શ્વેત ઘોડાવાળો અને શલ્ય સારથિવાળો આ નિશ્ચિંત કર્ણ આવી રહ્યો છે.’ નાગકક્ષ ધ્વજવાળો, સાક્ષાત્ જાણે વી૨૨સથી ભરેલો જણાય છે. તમારા બંનેનું આજન્મ બાણના અભ્યાસનું તારતમ્યપણું હવે તમારા બેઉની ઉત્પન્ન થયેલી ચતુરાઈમાં દેખાશે. હે અર્જુન! રાહુથી ગ્રસાયેલા સૂર્યના તેજની જેમ કર્ણથી રોકાયેલું તારું તેજ ના હણાઓ. એમ કહીને અર્જુનની આજ્ઞાથી કૃષ્ણે કર્ણ તરફ રથ ચલાવ્યો. રથમાં બેઠેલા મહાબાણાવલી ક્રોધથી લાલ, દિવસ ઉગતાં પહેલાં કર્ણ અને અર્જુન બંનેય ચંદ્ર અને સૂર્યની જેમ શોભે છે. ક્રોધથી લાલ આંખવાળા કર્ણે અર્જુનને કહ્યું : “હે અર્જુન! આટલા કાળ સુધી આપણા બંનેનો શસ્ત્ર અભ્યાસ શીખવા માત્ર જ રહ્યો છે, તેનું ફલ તો આજે મળશે. આથી હે અર્જુન! બોલ કહેવાય છે કે દ્રોણ ગુરુએ(તને) આપેલી બાણવિદ્યાને ભૂલ નહીં. તે ગુરુને લજ્જા પમાડીશ નહીં. યુગાંતકાલના સૂર્ય જેવા મારા હાથ તારા મહિમારૂપ સમુદ્રને પી જઈને આજે જ પાણ્ડકુળનો નાશ કરવા ઇચ્છે છે.’ અર્જુને કહ્યું : “હે કર્ણ ! સજ્જન પુરુષો પોતાના ગુણો પોતે જ કહે તે લઘુતાનું કારણ બને છે. પરાક્રમીઓનું પરાક્રમ એના બાહુમાં રહે છે, વાણીમાં નહિ. મોટા અવાજ વડે કહેવાથી શું થાય?’ હવે બંનેનું પરસ્પર બલાબલ જણાશે, એમ કહીને બંને જણા ધનુષ્ય પર બાણ ચડાવે છે. સમુદ્રમાંથી ઉઠતા તરંગોની જેમ સૂર્યના બિંબમાંથી નીકળતા કિરણોની જેમ કર્ણના બાણમાંથી છૂટતા બાણો શત્રુઓ ૫૨ આક્રમણ કરે છે. બધાય કુરુરાજાઓના જીવિત સાથે અર્જુને પણ ધનુષ્યની દોરી ખેંચી. પછી તેને મૂકેલા બાણો પ્રાણને હરનારા વિશ્વમાં વ્યાપી ગયા. તેવી રીતે કર્ણના બાણો વડે વિશ્વ વ્યાપ્ત થયું. તે આ પ્રમાણે. બાણવર્ષાથી માર્ગ, રથ, સારથી અને ધજા પણ દેખાતી નથી. એટલું જ નહિ, અર્જુનનું શરીર પણ પ્રસરી ગયેલી બાણવર્ષાથી ઢંકાઈ જઈ અદૃશ્ય થયેલું દેખાતું નથી. કર્ણની અંધકારની જેમ પ્રસરી ગયેલી શ્રેણીને સૂર્યના કિરણો જેમ અંધકારને ભેદી નાંખે છે, તેમ અર્જુનના બાણોએ તે બાણશ્રેણીને ભેદી નાખી. તે બાણની શ્રેણીથી અંધ જેવો થયેલો કર્ણ For Personal & Private Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૩ ૩િ૦૯) પાંડવ ચરિત્રમ્ કેટલોક કાળ જ્યાં પસાર થયો ત્યાં કર્ણ અર્જુનના વધ માટે આહેય અસ્ત્ર હાથમાં લીધું. તે અસ્ત્ર વડે સર્પસમૂહો આવવા લાગ્યા. દિવ્ય પ્રભાવથી મૂકેલા બાણો પણ સર્પભાવને પામ્યા (સર્પ બની ગયા). તે મહાકાય સર્પોને જોઈને કૃષ્ણ અર્જુનના પકડાઈ જવાની શંકાના આતંકથી આકુલ થયા બન્યા). હવે અર્જુને આખેય અસ્ત્રનો સંહાર કરવા માટે ગરૂડ દેવતાઈ ધનુષ્યબાણ છોડ્યું. તેથી વિશ્વ ગરૂડમય બની ગયું. ગરૂડના દર્શનથી પુણ્યથી જેમ પાપ નાસી જાય તેમ મહાકાય સર્પો નાસી ગયા. ઉત્કૃષ્ટ બલવાળા અર્જુનને જોઈને કર્ણ વિચારે છે. અહો ! મેં શું કર્યું? અર્જુનના વધને માટે શક્તિશાળી શક્તિપ્રહરણે ઘટોત્કચના વધ માટે મૂક્યું હતું. આ અર્જુનને જીતવો મુશ્કેલ છે. કોઈથી પણ જીતાય તેવો નથી. નિશ્ચિત આનાથી (અર્જુનથી) હું મરીશ. જેમ કે અર્જુનથી પોતાની કાયનો વધ થશે, એમ કણે નિશ્ચય કર્યો. કૌરવોનું ભાગ્ય પરવાર્યું છે અને પાંડવોનું જાગ્યું છે. તેથી મારું મૃત્યુ નિશ્ચિત છે એમ વિચારી (સ્વીકારીને સર્વ બલ ભેગું કરીને બણોને છોડ્યા વિના જ યુદ્ધ કરવા લાગ્યો. કર્ણ અને અર્જુનનું પરસ્પરનું યુદ્ધ આકાશમાં દેવો જુએ છે. પૃથ્વી પર માનવો જુએ છે. તેઓના સિંહનાદથી ડરેલા હાથીઓ દૂર ભાગી ગયા. ઘોડાઓના છંદ નાસી ગયા, નાસી જતા ઘોડાઓના વૃન્દથી સારથિઓના મનોરથો સાથે રથો ભાંગી ગયા. કર્ણ અને અર્જુનના રથોને શલ્ય અને કૃષ્ણ સારથિની કલાથી બલાત્કારે સારી રીતે પકડી રાખ્યા. બંનેના બધાય સૈનિકો નાસી જતાં તે વીર હાથીઓ (કર્ણ અને અર્જુન) યુદ્ધમાં રત મહાઅટીના મદોન્મત્ત વનના બે હાથીઓની જેમ શોભી રહ્યા છે. એ પ્રમાણે કર્ણ અને અર્જુનનું યુદ્ધ થતાં પુણ્યનો ક્ષય થવાથી કર્ણનો અત્યંત કાદવથી વ્યાપ્ત પૃથ્વીમાં રથ જ્યાં અડધો ખૂંપી ગયો, તેથી શલ્ય સારથિએ પ્રેરિત કર્યા છતાં પણ ઘોડાઓ તેને બહાર કાઢવા માટે દુષ્ટ બુદ્ધિવાળાના વિવેકની જેમ સમર્થ ન બન્યા. પછી કર્ણ તે રથથી ઉતરી ગયો. ત્યારે અર્જુન ફરી ઉત્સાહમાં આવી ગયો. પછી કણે બાણની શ્રેણીને વરસાવતા અર્જુનને કંઈક દીનતાભરી વાણીમાં કહ્યું : હે અર્જુન ! ક્ષત્રિએ શસ્ત્ર વિનાના ઉપર નાખેલા શસ્ત્ર જેવું ન કર. સત્વશાલિઓના પ્રહારો યુદ્ધ ન કરનાર પર પ્રહાર કરતા નથી. હે વીર ! આ ક્ષત્રિય ધર્મને જો તું પણ લોપીશ (ઉલ્લંઘીશ) તો રક્ષણ વગરનો આ ક્ષત્રિય ધર્મ ક્યાં ઉભો રહેશે.” For Personal & Private Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૩ પાંડવ ચિરત્રમ્ ૩૧૦ હે સુભટ શિરોમણિ ! ત્યાં સુધી મુહૂર્તમાત્ર ઉભો રહે. બાણોને છોડ નહિ. જ્યાં સુધી ભૂમિમાંથી ખૂંપી ગયેલો રથ હું બહાર કાઢું નહિ ત્યાં સુધી તું બાણોને છોડ નહિ. થોડીવાર ઉભો રહે. એ પ્રમાણે કર્ણે કહેલું સાંભળીને શલ્યે કર્ણને કહ્યું : “હે કર્ણ ! તમે સારથિકુલને કલંકિત ન કરો. કારણ કે ક્ષત્રિયો મોટા પ્રાણનો સંદેહ આવી પડે તો પણ તારી જેમ શત્રુઓની આગળ દીન વચન બોલતા નથી. અહો ! દુષ્ટબુદ્ધિવાળા દુર્યોધને શું કર્યું ? તારા જેવા ડરપોક શિરોમણિ શિયાળીયાને સિંહ જેવો માન્યો. આ અર્જુન તારો મિત્ર નથી. જેની આગળ આવા પ્રકારની દીન વાણી બોલે છે. શું આ શત્રુ જેવો અર્જુન દીનતાભરી તારી વાણીથી તને છોડશે ? મરણને આવવા દે, દીન વાક્યને છોડ. કાય૨૫ણાથી પણ મરવું છે. બહાદુરપણાથી પણ મરવાનું. આથી તું બહાદુર (શૂરવીર) બન.’ એવી શલ્યની વાણી સાંભળી કર્ણ જ્યાં તૈયાર થાય છે, તેટલામાં કૃષ્ણે કર્ણને કહ્યું : ‘‘હે કર્ણ ! સંપૂર્ણ ધર્મ તારા વિના બીજો કોણ જાણે છે ? પરંતુ અભિમન્યુનો વધ થતાં તારા તે બધાં નીતિશાસ્ત્રોને તું શું ભૂલી ગયો છે ?'' જે તમોએ બધા ભેગા થઈને બાણથી ખંડિત કરેલા નાના બાળકને હણ્યો. ત્યારે તારી ધર્મનીતિ ક્યાં ગઈ હતી ? એ પ્રમાણે કર્ણને ઉપાલંભ આપીને કૃષ્ણે અર્જુનને કહ્યું : “હે અર્જુન ! શું વિચારે છે ? પ્રાણને લેનારા બાણોને છોડ.” તારા પુત્રને હણનારાને હણ. વિલંબ કર નહિ. ફરી આ પાછો તૈયાર થયેલો રથમાં બેસેલો અત્યંત દુર્જેય થશે (જીતવો મુશ્કેલ થશે.) કહ્યું છે કે : ગુફામાં ફરતો કેસરીને કોણ જીતી શકે છે ? આ અવસરે લેશ પણ તારો ક્ષત્રિય ધર્મ જતો નથી. અહીંયાં કાંઈક ધર્મનો લોપ થતો નથી. પરંતુ જયની ઇચ્છાવાળાએ બલવાન એવા વિરોધીને છિદ્ર મળે છતે શીઘ્ર હણવો જોઈએ. એવા કૃષ્ણના વચન સાંભળી ક્રોધથી લાલ આંખવાળા થયેલા અર્જુને ગાંડીવ ધનુષ્યને લઈને શીઘ્રાતીશીઘ્ર તીક્ષ્ણ બાણ વડે કર્ણનો શિરચ્છેદ કર્યો. મેં મિત્ર દુર્યોધનને માટે નાથું આપ્યું. એ પ્રમાણે હર્ષથી જાણે ત્યારે કર્ણનું ધડ પ્રીતિથી નાચવા લાગ્યું. ત્યારે પાંડવસેનામાં આનંદનો ચંદ્રા ઉદય પામ્યો. તે વખતે કૌરવરૂપ કમલનું વન મુરઝાઈ ગયું. તે ચંપાધિપતિ કર્ણનું છેદાયેલું શિર આકાશમાં ઉડતું જોઈને રાહુના ભયથી દુ:ખી થયેલો સૂર્ય અસ્તાચલના વનમાં જતો રહ્યો. કર્ણના કાનના બે કુંડલો ભૂમિ પર પડતાં પૃથ્વીની અંદર જતાં ચંદ્ર-સૂર્યના બિંબની જેમ ભીમે ગ્રહĒ કર્યા. પછી કૌરવો કર્ણને યુદ્ધભૂમિ પર મૂકીને સૂર્યાસ્ત સમયે ધીરે પગે પોતાની છાવણીમાં પહોંચી ગયા. તે કર્ણના કુંડલને લઈને પાંડવો ફરી હર્ષ પામેલા પોતાની છાવણીમાં ગયા. બે કુંડલો વડે માતાના બે પગને પૂજીને કર્ણના વધથી ખુશ થયેલા પાંડવોએ માતાને નમસ્કાર કર્યા. પછી For Personal & Private Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૩ ૩િ૧૧] પાંડવ ચરિત્રમ્ કુન્તીએ પોતાના બે કુંડલો ઓળખીને અકસ્માત કુન્તી અશ્રુ વડે કરીને વારંવાર વરસવા લાગી. તે માતાને રોતી જોઈને યુધિષ્ઠિર બોલ્યા : “હે માતા ! તમારા આનંદના પર્વમાં અકાલમાં પણ શોક આકુલતા કેવી ! આજે મોટા યુદ્ધમાં કર્ણને હણીને અને જય પામીને આવેલો અર્જુન તમોને આનંદ આપનાર શું ન થયો ?” તે સાંભળીને કુન્તીએ કહ્યું : “હે પુત્રો ! તમારો જય મને આનંદ આપનારો છે તો પણ હું મંદ ભાગ્યવાળી તમારી આગળ કંઈક કહું છું.” તે આ પ્રમાણે : કર્ણ પાડુરાજાનો તેજનો પહેલો અંકુરો છે. તમારો સગો ભાઈ છે. તેજરૂ૫ પાણીનો દરિયો છે. પરંતુ કોઈપણ કારણથી જન્મતાં જ તેને મેં આ બે કુંડલો સાથે સનાથ કરીને છોડી દીધો હતો. હે માત ! આ મારો ભાઈ કર્ણને તે કયા કારણે કંડલની સાથે ત્યજી દીધો ! એ પ્રમાણે આશ્ચર્યકારી ચિત્તવાળા પાડુ પુત્રે કુન્તીને પૂછ્યું : સ્ત્રી સ્વભાવથી લજ્જાથી નમ્ર બનેલી જ્યાં કંઈપણ પ્રત્યુત્તર ન આપ્યો, ત્યાં પૂર્વ વૃત્તાન્તને જાણનારા કૃષ્ણ સમસ્ત કર્ણનો વૃત્તાન્ત પાંડવોને કહ્યો.” પાંડવોએ કહ્યું : હે કૃષ્ણ ! જો આ કર્ણ અમારો ભાઈ છે, તો તે આટલા કાળ સુધી કેમ ન જણાવ્યું ? તથા તે આ ભ્રાતૃહત્યા અમારી પાસે કેમ કરાવી ! અમારી આ ભ્રાતૃહત્યાના પાપની વિશુદ્ધિ કેવી રીતે થશે ? એ પ્રમાણે દુઃખી હૃદયવાળા પાણ્ડપુત્રોને બંધુહત્યાથી મલિન થયેલા દુઃખી થયેલા જાણીને સ્પષ્ટ શબ્દોમાં કૃષ્ણ કહ્યું: “હે પાંડવો ? આ ભ્રાતૃવધના પાપને વિશે દુઃખી ન થાવ. કારણ કે શૂરવીરનો આ ધર્મ છે. મારવાની ઇચ્છાવાળા પુરુષને મારવો જોઈએ. આ વિશે કંઈપણ વિચારણા ન કરવી. આ કર્ણ તારો દુશ્મન નિશ્ચિત હણવા યોગ્ય જ છે.” કારણ કે ત્યારે દૂતરૂપે કુન્તીના કહેવાથી દૂતકાર્ય માટે હસ્તિનાપુર જતાં કર્ણની આગળ કર્ણની ઉત્પત્તિનું વૃત્તાંત કહેવા છતાં પણ તેને અલ્પ પણ સંતોષ ન થયો. તેથી મેં ફરી કહ્યું : “હે કર્ણ! તારે ભાઈની સંગતી કરવી ઉચિત છે. તેનો વિરોધ ન કરવો.” કૌરવોની સેવા કરવા માટે તું યોગ્ય નથી. કણે કહ્યું: “હે કૃષ્ણ ! તેં કહ્યું કે પાર્ટુપુત્રો (પાંડવો) તારા ભાઈઓ છે, તે બધું સાચું. પરંતુ કર્ણ... કર્ણ એ પ્રમાણેની ખ્યાતિ જેનાથી મેં પ્રાપ્ત કરી છે, અને ચંપા રાજ્ય ઉપર મારી સ્થાપના કરી છે. તે દુર્યોધનને હું કેવી રીતે છોડું. કારણ કે જે આપત્તિકાલે મિત્રને છોડે છે, તેને સજ્જનની પંક્તિમાં ગણાય (મૂકાય) ખરો ? અર્થાત્ ન મૂકાય. આથી એને હું નહિ છોડું.” મેં દુર્યોધન આગળ આ પ્રતિજ્ઞા કરી છે. જે આપના કાર્યમાં નિશ્ચિત મારા પ્રાણોને છોડીશ, એથી વળી વધુ શું ? અર્જુનને છોડી બીજા ભાઈઓને હણીશ For Personal & Private Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ (૩૧ ૨ સર્ગ - ૧૩ નહિ. હે પાંડવો ! એ રીતે વૈરભાવને ધારણ કરતા કર્ણને નિશ્ચય કરી મેં ભાઈ સંબંધી વૃત્તાન્ત તમને કહ્યો નહિ. બંધુ સ્નેહ જાણતાં અર્જુન કર્ણને ન હણે. કર્ણ હણાયા વિના દુર્યોધન પાસેથી રાજ્ય લેવાનું શક્ય નથી. આથી ભાઈનો સંબંધ કહ્યો નથી. કૃષ્ણની આ પ્રમાણેની વાણી સાંભળીને રડતા રડતા પાંડવોએ કર્ણની સર્વ ઔધવ દેહ સંબંધિ સર્વ ક્રિયા કરી. ત્યાં દિવ્યરૂપને ધરનારા પંચાંગ નમસ્કાર કરવામાં તત્પર કેટલાક દેવોએ બે હાથે અંજલિ જોડી યુધિષ્ઠિરને વિનંતી કરી, હે દેવ ! પહેલા તે દિવ્ય સરોવરે જેણે તમારું બૂરું કર્યું હતું, તે અમે નાગલોકના દેવો છીએ. ત્યારે સંતુષ્ટ થયેલા અમારા સ્વામીએ વરદાન આપ્યું હતું. હે યુધિષ્ઠિર! જે તમને ગમે તે માંગો. ત્યારે તમે માતાની સાથે કહ્યું હતું કે કર્ણ અને અર્જુનના યુદ્ધમાં અર્જુનને સહાય કરવી તે આજ તમારા બેનું યુદ્ધ થતાં નાગેન્દ્રની આજ્ઞાથી અમે અર્જુનને સહાય કરી. કારણ કે કર્ણના રથના બે પૈડા નાભિ (અડધા) જેટલા ભૂમિમાં ખૂંચાડી દીધા. પછી તમે સવારે પરિવાર સહિત દુર્યોધનને હણીને સંગ્રામરૂપ સમુદ્રનો પાર પામનારા થશો. એવી દેવવાણી સાંભળીને હર્ષ પામેલા પાંડવોએ તે દેવોનો સત્કાર-સન્માન કરીને જલ્દી વિસર્જન (વિદાય) કર્યા. આ બાજુ કૌરવેન્દ્ર દુર્યોધન રણસમુદ્રનો મુખ્ય આધાર કર્ણને હણાયો જાણીને શોકને ધરતાં પોતાની શિબિરમાં આવીને પલંગમાં ઉલટા સૂઈ ગયા (પડ્યા). જેમ કે હવે શોકથી મૂચ્છિત થયેલ અર્ધ શ્વાસ લેતા બેભાન જેવા બનેલા અર્ધમિચિ આંખવાળા, છાતી પર હાથ પછાડતાં અને ખુલ્લા મુખે જોરથી રડ્યા. નામ લેવાપૂર્વક હા કર્ણ ! હા કર્ણ ! એ પ્રમાણે વિલાપ કરતા ક્ષણવાર મૌન ધરી દુર્યોધન ત્યારે શોક કરતો ઉભો રહ્યો. એ પ્રમાણે દુર્યોધનને શોકરૂપ સમુદ્રમાં ડૂબેલો જાણીને દ્રોણપુત્ર અશ્વત્થામાં આ પ્રમાણે બોલ્યા: હે મહારાજ ! તમારા જેવા પણ મહાત્માઓનો શોક પિશાચથી ગ્રહણ કરાય છે, તો અમારા જેવા હીન સત્ત્વશાલિનું શું કહેવું ? આથી ધીરજ ધરો. કારણ કે આજ પણ તમે સંગ્રામની સીમમાં ઉભા રહે છતે બિચારા કાગડા જેવા પાંડવો કોણ ? તે નાસી જશે. પાંડવો કંઈ જીતી ન શકાય તેવા નથી. આથી વૈરીને કાંટા સમાન મદ્રદેશાધિપ શલ્ય રાજાને સેનાપતિપણે સ્થાપવો. ઇત્યાદિ અશ્વત્થામાદિના વચનથી શોકને થોડો ઓછો કરીને કાપેલું ઘાસ ફરી ઉગે તેમ તૈયાર થયો. તે રાત્રિ ગમે તેમ કરીને પસાર કરી. સત્તરમો દિવસ પસાર થઈ ગયો. સૂર્યોદય વખતે મદ્રદેશના રાજા શલ્યને સેનાધિપતિપણે સ્થાપીને કૃતવર્મ કૃપાચાર્ય અશ્વત્થામાદિથી પરિવરેલો દુર્યોધન યુદ્ધભૂમિમાં આવ્યો તથા પ્રભાત For Personal & Private Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૩ ૩િ૧૩) પાંડવ ચરિત્રમ્ થતાં શલ્ય (કાંટાની) જેમ શલ્યને મૂળથી દૂર કરવા માટે ભીમાદિ ભાઈઓ સાથે પરિવાર સહિત યુધિષ્ઠિર યુદ્ધની ભૂમિ પર આવી ગયા. પછી બંનેય સૈન્ય પરસ્પર પોતાના સ્વામી થકી ઉત્સાહિત થયેલા યુદ્ધ કરવા લાગ્યા. જેમ કે ત્રુટતા સુભટના કંઠના હાડકાનો ઘટકાર અને છાતીમાંથી નીકળતા ધ્વનિ, ધડના તીવ્ર તાંડવવાળો ભયંકર યુદ્ધ ઉત્સવ થયો. પછી તે બંને સૈન્યોના બાણો સૈનિકોના રૂધિર રૂપી આસવ પીને પુષ્ટ થયેલાની જેમ પૃથ્વી પર આળોટે છે. પછી દુશ્મનોના કુલનો નાશ કરતા નકુલ-કૌરવોની સેનામાં પ્રસરી ગયો. તે નકુલના તીણ બાણના સમૂહો પડવાથી આકુલ-વ્યાકુલ થયેલી પોતાની સેનાને જોઈને મદ્રદેશના રાજા શલ્ય ક્રોધના આવેશથી નકુલ પ્રતિ દોડ્યા. શલ્યના અત્યંત ઉન્મત્ત બનેલા બાણોથી પરેશાન થયેલી પાંડવોની સેના સમુદ્રના તરંગો વડે નદીની જેમ પીછેહઠ કરનારી થઈ. પછી શલ્ય વડે વધ કરાતી પાંડવસેનાને જોઈને યુધિષ્ઠિરને કૃષ્ણ કહ્યું : “હે યુધિષ્ઠિર, દુશ્મન એવા શલ્ય વડે હણાતી સ્વસેનાને જોઈને યોગીન્દ્રની જેમ ઉપેક્ષા કેમ કરે છે ?' પહેલાં શલ્યરાજાએ શક્તિ નામના અસ્ત્ર વડે વિરાટના પુત્રને હણ્યો હતો. ત્યારે તે ઉત્તરકુમારની માતા સુદેષ્ણાને કહ્યું હતું કે, હે સુદેણે ! રોઈશ નહિ. તારા પુત્રને થોડા જ દિવસોના અંતે શલ્યના પેટમાંથી ખેંચી કાઢીશ. તે વાણીને પણ સત્ય કેવી રીતે કરીશ. કારણ કે તું નજીક હોવા છતાં પણ શલ્ય પર બાણશ્રેણીને છોડતો નથી ? તો તૈયાર થા, ધનુષ્યનો ટંકાર કરતો આ શલ્યને યમનો દાસ બનાવ. એવી કૃષ્ણની વાણી સાંભળીને યુધિષ્ઠિર રાજાએ મદ્રરાજા શલ્યના વધ માટે મધ્યાહ્ન સમયે પ્રતિજ્ઞા કરી. પછી તે બંનેય શલ્ય અને યુધિષ્ઠિરનું યુદ્ધ શરૂ થયું. પ્રલયકાળના દાવાનલની ઉપમા સમાન યુધિષ્ઠિરને શલ્ય તરફ દોડતો જોઈને શલ્યના રક્ષણ માટે બીજા રાજાઓ દોડ્યા. અને સૈનિકોની વચમાં પ્રવેશી ગયેલા તે રાજાઓને અર્જુને વીંખી નાખ્યા. મધ્યદિન આવતાં તે શલ્ય અને યુધિષ્ઠિરનું યુદ્ધ થતાં તેઓની બાણની શ્રેણીને જોવા માટે સૂર્ય જાતે રથને ધીરે ધીરે આકાશમાર્ગે ચલાવે છે. યુદ્ધ કરતાં તે શલ્યને બાણ વડે જીતી ન શકાય તેવો જાણીને યુધિષ્ઠિરે શક્તિ નામના શસ્ત્ર વડે નીચે પાડ્યો. ત્યારે અત્યંત પરાક્રમી ભીમ તે યુદ્ધમાં અનેક કૌરવોને મારે છે. તે વખતે તે ભૂમિ રક્ત સરિતાવાળી બનેલી ઉતરવા માટે કઠીન બની. તેવી રીતે કોઈક સ્થાને કપાયેલા હાથથી ઢંકાયેલી બની, કોઈક સ્થાન પગો વડે એ પ્રમાણે કંઈક અંગો વડે તે પૃથ્વી વિધિના યોગે કારખાના (ફેક્ટરી) જેવી બની ગઈ. શલ્યને હણાયેલો જાણીને ક્રોધથી લાલ આંખવાળો બનેલો દુર્યોધન બધા રાજાઓ સાથે પાંડવસેનાની સાથે યુદ્ધ કરવા લાગ્યો. For Personal & Private Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૩૧૪ સર્ગ - ૧૩ ત્યારે પાંડવ સેના દુર્યોધનનું પરાક્રમ સહન કરી શકતી નથી. તેથી તે કૌરવ અને પાંડવોનું પરસ્પર યુદ્ધ દેવોને પણ સહન કરવું દુષ્કર બન્યું. હવે દુર્યોધનને કુટબુદ્ધિ આપનાર શકુનિએ મોટો હાથી નાના બચ્ચાને જેમ રગદોળે તેમ સહદેવને રગદોળી નાખ્યો. સહદેવ પણ દુર્યોધનાદિ સૈનિક સુભટો પર ભયંકર તીક્ષ્ણ બાણોને વરસાવવા લાગ્યો. તે રાજાઓએ પણ બાણશ્રેણિ વડે સહદેવને વ્યગ્ર (આકુળ-વ્યાકુળ) કરી દીધો. દુર્યોધનાદિ સૈનિક સુભટો ઉપર ભયંકર તીક્ષ્ણ બાણોને છોડતો યુદ્ધમાં દુર્ઘષ બન્યો. શકુનિ અને સહદેવ પ્રાણોની પ્રતિજ્ઞા કરેલા યુદ્ધના જુગારમાં રમતા શોભી રહ્યા છે. પછી સહદેવે યુદ્ધરૂપ જુગારમાં બાણરૂપ સોગઠા વડે કરીને શકુનિને જીતી લધો. બાણો વડે શકુનિને હણાયેલો જાણીને દુર્યોધન શ્વાસ લેતો હોવા છતાં ધમણની જેમ જડ જેવો થયો. પછી કોઈપણ રીતે ફરી ચૈતન્ય (ચેતના) પામેલો, બળ વગરનો બનેલો દુર્યોધન આકુળતાને પામ્યો. પછી સૈન્યના રથથી ઉડેલી અંધકાર પટને કરનારી રેતીના પુરથી ઢંકાઈ ગયેલા (અદેશ્ય થયેલા) શરીરવાળો તે દુર્યોધન જાતે દૂર જતો રહ્યો. તેની સેનામાંથી દુર્યોધન નાસી જતાં તે સેના નાયક વિનાની બની ગઈ. પછી કૃપ, કૃતવર્મા, અશ્વત્થામા, આ ત્રણેય દુર્યોધનને નહિ જોતાં ખેદથી આશ્ચર્ય પામેલા તેઓ દુર્યોધનને શોધવા લાગ્યા. અહીં-તહીં ભમતા તે રાજાઓએ દુર્યોધનની પદની શ્રેણીને ત્યાં નજીકમાં રહેલા સરોવર પર જોઈ. પછી તે રાજાઓએ દુર્યોધનના પગલાને અનુસરતી પાંડવ સેનાને જોઈને “દુર્યોધનને જાણતા નથી” એ પ્રમાણે દુર્યોધનના સૈનિકો ત્યાં નજીકમાં રહેલી પર્વતની ગુફામાં ક્યાંય પણ પ્રવેશી સંતાઈ ગયા. તે વખતે કોઈક વનેચરે આવીને પાંડવોની આગળ કહ્યું : “હે પાંડવો ! તમારો શત્રુ દુર્યોધન નાસી ને તમારા ડરથી આ સરોવરમાં પ્રવેશેલો છે. તે દુર્યોધનને ભીતીના કારણે તે સરોવરમાં છૂપાયેલો જાણીને ક્રોધથી લાલ આંખવાળા બનેલા પોતાની બાકી રહેલી એક અક્ષૌહિણી સેનાના સમૂહથી શોભતા પાંડવો તે સરોવરની ચારેબાજુ વીંટળાઈને ઉભા રહ્યા.” તે સરોવરના કાંઠે રહીને યુધિષ્ઠિરે દુર્યોધનને કહ્યું : “હે દુર્યોધન ! તું તારી જાતને ફોગટનો વીર માને છે. શિયાળ ક્યારે પણ સિંહ બને ખરો ? તારા જેવા શિયાળીયાએ સૈન્યના બલથી સિંહની જેમ આચરણ કર્યું. પણ ફરી શિયાળ બની ગયો. કારણ કે તે ભાગી ગયો. તારા પલાયનપણાથી નિષ્કલંકિત પિતા ધૃતરાષ્ટ્રનું કુળ કલંકિત થયું.” જેમ કે એ પ્રમાણે મિત્ર, સંબંધિ અને ભાઈઓને સારી રીતે હણીને જો તું હમણાં પોતાના પ્રાણની રક્ષા માટે પાણીમાં ડૂબે છે. પરંતુ પાણીમાં ડૂબવા છતાં પણ તારૂં જીવવાપણું ક્યારેય નથી અર્થાત્ તારું જીવન ખતમ થઈ ગયું છે. અમે સરોવરને શોષાવીશું ત્યારે તું એક મુહૂર્ત પણ પસાર નહિ કરી શકે ? For Personal & Private Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૩ ૩૧૫) પાંડવ ચરિત્રમ્ ફરીથી યુધિષ્ઠિરે કહ્યું કે અહીંયા કંઈ રહેવા માટે શક્ય છે. જો અર્જુન રોષાયમાન થાય તો તે વિદ્યા-અસ્ત્ર વડે પણ સમુદ્રને શોષવા માટે સમર્થ છે. ત્રણ જગતને તૃણ (તણખલા)ની જેમ ગણનાર તારૂં તે બાહુનું અભિમાન આજ ક્યાં ગયું છે ! જેથી કરીને અમારો તિરસ્કાર કરી (અમને અવગણીને) તું સંપૂર્ણ પૃથ્વીને ભોગવવા માટે ઇચ્છે છે ? હે આત્માને નહિ જાણનારા ! હે મૃત્યુભીરુ ! જો તું મરણથી ડરે છે તો ગોત્ર વૃદ્ધોએ કહ્યું છતાં સંધિ કેમ ન કરી? કૃષ્ણ માગવા છતાં પાંચ ગ્રામો તે કેમ ન આપ્યા ? ગુરુવચનનું ઉલ્લંઘન કરનાર તારૂં હમણાં મરણ આવ્યું છે. જીવિત રહ્યું નથી તથા તે પહેલાં દ્રૌપદીના કેશ-વસ્ત્ર ખેંચવા દ્વારા અનુચિત જે કાંઈ કાર્ય કર્યું છે, તેનું પણ પ્રાણ હરવા દ્વારા તારું પ્રાયશ્ચિત્ત ભીમ ગદા વડે આપશે. તેથી પાણીમાંથી બહાર આવીને અમારી સાથે યુદ્ધ કર. જેથી સ્વકુળનું અને બાહુબલને લજ્જા ન આવે તેવી રીતે સરોવરથી નહિ નીકળે તો અર્જુન આગ્નેય બાણ વડે કરીને સંપૂર્ણ સરોવરને શોષી લેશે. ત્યારે તું ક્યાં જઈશ ? આથી તું અમારી સાથે યુદ્ધને કર. બધા ભાઈઓને અંગીકાર કર, સ્વીકાર. જેની સાથે યુદ્ધની ઇચ્છા હોય તેને શોધી લે. તે જીતાતાં અમે બધાય જીતાઈ ગયા છીએ. પછી તે સંપૂર્ણ પૃથ્વીને ભોગવ. એ પ્રમાણે કર્ણ (કાન)રૂપી ગુફામાં વિષવૃષ્ટિની બહેન જેવી યુધિષ્ઠિરની વાણી સાંભળીને ભીમની સાથે ગદાયુદ્ધ સ્વીકાર્યું. ભીમે પણ તે સ્વીકાર્યું. પછી વાદળમાંથી સૂર્યની જેમ દુર્યોધન સરોવરમાંથી બહાર નીકળ્યો. પછી હાથીઓ ઉન્મત્ત હાથીને લઈ જાય તેમ પાંડવો ભેગા થઈને તે દુર્યોધનને રણક્ષેત્રમાં લઈ ગયા. પછી તે કચ્છબદ્ધ શ્રેષ્ઠ હાથીની જેમ મદોન્મત્ત ભીમ અને દુર્યોધન ગદારૂપ શસ્ત્રને હાથમાં ધરેલા યમના નોકરો જેવા દુઃખે કરી જીતી શકાય તેવા પોતપોતાની સેનાના લોકો વડે કુતૂહલથી જોવાતા બલભદ્રાદિ યાદવો વડે નિરીક્ષણ કરાતા યુદ્ધ મેદાનમાં લોકો વડે ચારે બાજુથી ઘેરાયેલા હતા. તે જોઈને કૌરવ પક્ષના સૈનિકો કૌરવની પ્રશંસા કરે છે. પાંડવ પક્ષના સૈનિકો મહાકાય ભીમની પ્રશંસા કરે છે. એ પ્રમાણે પોતપોતાના ભાઈઓથી પ્રશંસા પામેલા દેવો વિદ્યાધરોથી વિમાનમાંથી બેઠા બેઠા જોવાતા પરસ્પર યુદ્ધ કરે છે. પછી તેઓ ઊંચા હાથ વડે ગદાઓ લઈ સિંહનાદને કરતા ચક્રવાતની જેમ બંને ઘૂમે છે. ક્યારેક ગદાના પ્રહારથી પ્રહારને ઝીલતા, ક્યારેક બંનેય ભેગા થઈને પાછળ ફરતા. ક્યારેક યુદ્ધ કરીને ચાલતા, ક્યારેક ભૂતથી આવૃતની જેમ શિરને કંપાવીને કૂકડાની જેમ ઊંચા થઈને ગદાના પ્રહાર કરે છે. ક્યારેક ગદાથી જે ગદાની રક્ષા કરે છે. તેઓને આ પ્રમાણેનું યુદ્ધ કરતાં જોઈને હાથમાં વરમાળ લઈને ઉભેલી હિંડોળાની જેમ શું કરું, શું ન કરું, એવી મનવાળી જયરૂપ લક્ષ્મી તે એકસરખા પરાક્રમવાળાઓને જોઈને કોને માળા પહેરાવું? એવી ચિંતારૂપ સાગરે જ્યાં ડૂબી ત્યાં કૌરવેન્દ્ર દુર્યોધને ગમે તેમ કરીને ભીમની દૃષ્ટિને છેતરીને મસ્તક પર પ્રહાર કર્યો. For Personal & Private Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૩૧૬ સર્ગ - ૧૩ દુર્યોધનની ગદાના પ્રહારથી તાડન કરાયેલો પાપુત્ર ભીમે ચક્રવા લેતી ભૂમિને જોઈ. થોડીવાર પછી સ્વસ્થ ચિત્તવાળો ક્રોધથી લાલ આંખવાળા તે ભીમે ગદાને ઉપાડીને કૌરવની દૃષ્ટિને છેતરીને ગદાના પ્રહારથી દુર્યોધનને હૃદયમાં ઘા કર્યો. તે પ્રહારથી ઘવાયેલો દુર્યોધન ક્ષણવાર મૂચ્છ પામીને ફરી ચૈતન્ય પ્રાપ્ત કરીને ગદાને ઉપાડીને ઉભો થયો. પછી ક્રોધથી લાલ આંખવાળા થયેલા દુર્યોધને ભીમને ફરી માથામાં ગદાના પ્રહારથી ઘા કર્યા. તે ઘાથી પીડાતો જાણે બંને આંખોથી અંધ થઈશ, એવું વિચારતો ભીમ પીડાને પામ્યો. તેને પીડાને પામેલો જોઈને વિષાદ પામેલા મુખવાળા અર્જુને કૃષ્ણને કહ્યું : “હે હન્ત! હે કૃષ્ણ! હે કૃષ્ણ ! અમારે આ શું ઉપસ્થિતિ ! આ શું આવી પડ્યું ! સમુદ્ર ઉતરીને નાથનું આ ખાબોચિયામાં ડૂબવાનું, ભીષ્મને જીત્યા, દ્રોણને જીત્યા. વળી સારથિપુત્ર જીતાયા. શલ્ય નિર્મૂળ થયો અને સિંધુ રાજા હણાયા. આપણા જોતાં જ બધાનું જીવિત ગયું હોવા છતાં પણ ધીઠા દુર્યોધનથી ભીમ હણાય છે.” એ પ્રમાણે અર્જુનનું કહેલું સાંભળીને કૃષ્ણ કહ્યું: “હે અર્જુન ! ભીમથી દુર્યોધન જીતાવો મુશ્કેલ જ છે. કારણ કે આ અખાડામાં દરરોજ ગદા વડે શ્રમ કરતા લોખંડી એવા આ ભીમને પહેલા ભસ્મસાત્ કર્યો હતો. આથી આ દુર્યોધન ભીમની ગદાના પ્રહારથી પણ દુર્જય દેખાય છે. પરંતુ કોઈપણ રીતે ભીમ આ દુર્યોધનને ગદાના પ્રહારથી સાથળના ભાગ પર પ્રહાર કરે તો જય થાય, નહિ તો નહિ થાય. એ પ્રમાણેનો નિષ્કર્ષ છે.” અર્જુને વનમાલી (કૃષ્ણ)ની કહેલી વાણીને સાંભળીને દુર્યોધનની સાથળ પર પ્રહાર કરવા માટેનો ભીમને સંકેત કર્યો. કૌરવગણ દુર્યોધન પણ તે સંકેતને જાણી ગયો. તથા ભીમ અને દુર્યોધન એ બંને ગોળગોળ ભમતા પરસ્પર એકબીજાના પ્રહારને ચૂકવવા દુર્યોધનની ગદાના પ્રહારથી ડરતો દેડકાની જેમ ભૂમિ પર ઉછળતા ભીમે ગદાના પ્રહારથી દુર્યોધનની બંનેય જાંઘને માટીના વાસણની જેમ ભાંગી. પછી ભાંગેલી જાંઘવાળા ક્રોધથી આકુળવ્યાકુળ (ધુંધવાતો) દુર્યોધન પર્વતના કૂટની જેમ ભૂમિ પર પડ્યો. તેવી રીતે અસ્વસ્થ હોવા છતાં પણ ફરી ક્રોધથી બળતા દુર્યોધને ભીમ ઉપર ગદાના પ્રહારો કર્યા. ભીમ પણ તે દુર્યોધન ઉપર અત્યંત પ્રહાર કરીને સ્વસ્થ ચિત્તવાળો થયો. તે અવસ્થામાં ત્યારે દુર્યોધન ઉપર અને જયને પ્રાપ્ત કરેલા ભીમ પર પ્રીતવાળા દેવોએ પુષ્પવૃષ્ટિ કરી. ગાઢ પ્રહારથી પીડાતા બંધ આંખવાળા (મૂચ્છિત) દુર્યોધન કેમે કરીને નિઃસહાય બન્યો (મૃત્યુ પામ્યો). ત્યારે ભીમ દુર્યોધનની પાસે આવીને મસ્તકને જ્યાં પગ વડે રગદોળે છે, તેટલામાં બલભદ્ર મસ્તકનું પ્રિખણ કરતો જોઈને ક્રોધથી લાલ આંખવાળા થયેલા તેણે ભીમને કહ્યું : “હે ભીમ ! તારા પૌરુષત્વને ધિક્કાર હો. મરેલાને મારવો તેમાં શું પુરુષત્વ ! જે મ્લેચ્છ જાતિમાં પણ થતું નથી તે તે કર્યું. હું કોઈનો પણ અન્યાય ક્યારે પણ સહન નહિ કરું. બધાયના અનાચારના For Personal & Private Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૩ ૩િ૧છે. પાંડવ ચરિત્રમ્ દોષને માટે હું વૈદ્ય છું. મારા આ હલ અને મુશલ પાંચેય પાર્ટુપુત્ર ફલ બતાવશે ઇત્યાદિ કહીને ક્રોધ કરતો બલભદ્ર પોતાના આવાસમાં જલ્દી ચાલી ગયો.” બલભદ્રની પાછળ સૂર્ય પણ ક્રોધથી લાલ થયેલાની જેમ લાલ થઈને બીજા દ્વીપમાં ચાલ્યો ગયો. પડેલા દુર્યોધનની વેદનાથી પીડાતા પાંડવો છાવણીની રક્ષા માટે ધૃષ્ટદ્યુમ્ન અને શિખંડીને યોજીને કૃષ્ણની સાથે બલભદ્રને વશમાં લેવા માટે ત્યાં આવ્યા. ધૃષ્ટદ્યુમ્ન અને શિખંડી તે સેનાને લઈને સૈન્યમાં આવ્યા. હવે દુર્યોધનના સૈનિકો દુર્યોધનને ઉપાડીને પોતાની સેનામાં લઈ ગયા. પછી કૌરવ સૈનિકો રાત્રિએ ઘાતથી જર્જર અને કંઠ સુધી આવેલા પ્રાણવાળા દુર્યોધનને વીંટળાઈ ઊભા રહ્યા. તે દુઃખથી પીડાતાને દીનમુખવાળા જોઈને કૃતવર્મા, કૃપાચાર્ય અને અશ્વત્થામા તે કુરુપુંગવ એવા દુર્યોધનને કહે છે: “હે રાજેન્દ્ર ! તમે માનીઓમાં શ્રેષ્ઠ છો કે આવી સ્થિતિમાં પણ તમે દીનતા ધારણ ન કરી. અમે તો કર્મચંડાલ કૃતધ્રોમાં એક ધુરંધર છીએ કે જેઓના દેખતા છતાં શત્રુઓ વડે તમારી આવી દશા કરાઈ છે. હવે અમે આપની આજ્ઞાથી સુખપૂર્વક રહેલા યુદ્ધને જીતેલા પાણ્ડપુત્રોને જીતીને પાર્ટુપુત્રોના મસ્તકો તમને બતાવીને અઢણી બનીશું.” એ પ્રમાણેના અમૃતરસની વર્ષા જેવા તેઓના આવા વચનોથી વેદનાનો આવેગ ભૂલી જઈને દુર્યોધન તેઓને ખેંચીને ભેટી પડ્યો. પછી સંતુષ્ટ ખુશ થયેલા દુર્યોધને અશ્વત્થામાદિની આગળ કહ્યું કે : “હે શૂરવીરો ! તમે જે કહ્યું તે શત્રુઓના મસ્તક છેદીને અમે તમને બતાવીશું. તે બધું તમારાથી થશે જ. કારણ કે એવું શું છે કે જે તમારાથી ન થાય ? જેની પાસે ચિંતામણિ રત્ન છે, તેને શું દૂર છે. અર્થાત્ તેને શું સાધ્ય નથી ?” ઈત્યાદિ કહીને તે શ્રેષ્ઠ શૂરવીરોને ખુશ કર્યા અને કહ્યું કે તમે જલ્દી જાઓ. શત્રુ એવા પાંડવોના શિર છેદીને મને જલ્દી બતાવો. કારણ કે મારા પ્રાણી જલ્દી નીકળી જવા ઈચ્છે છે. તે શત્રુઓના મસ્તક જોઈને સુખપૂર્વક જાઉં અર્થાત્ સુખ પામું. કારણ કે તું દ્રોણના લોહીનો પુત્ર છે. હું તો માનસ પુત્ર છું. આથી તું મારો ભાઈ છે, બંધુ હોવાથી વારંવાર વિનવું છું કે મારા પ્રાણો ટકવા માટે સમર્થ નથી. આથી તે જલ્દી જઈને આ કાર્યને પૂર્ણ કર. મારા ઉપર ઉપકાર કરીને યુધિષ્ઠિરાદિ પાંચેય ભાઈઓના મસ્તક છેદીને લઈ આવ. જેથી પરલોક પ્રતિ પ્રયાણ કરતાં મારા માટે ભાતું-ખોરાક થાય. આ પ્રમાણે કરતાં મારા પ્રાણો સુખપૂર્વક પરલોકમાં ગમન કરશે. કારણ કે તું અજેય છે. તને એકલાને પણ સેંકડો શત્રુઓ જીતી શકે તેમ નથી. તેમાં વળી કૃપાચાર્ય, કૃતવર્માદિ સાથે છે, તે પછી પૂછવું જ શું ? ઇત્યાદિ વચનો દ્રોણપુત્ર અશ્વત્થામાને કહીને પાંડવોના વધ માટે તેને રાત્રિએ જ મોકલ્યો. તે ત્રણેય કેટલાય સેંકડો સુભટોથી પરિવરેલા યુદ્ધને માટે પાંડવોની છાવણીમાં આવી ગયા. રાત્રે જ સેનાની વચ્ચે આવીને આ પ્રમાણે પાંડવોના સુભટોનો તિરસ્કાર કર્યો. For Personal & Private Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ (૩૧૮) સર્ગ - ૧૩ હે પાંડવોના લશ્કરના સૈનિકો ! જલ્દી શસ્ત્ર તૈયાર કરો ! હમણાં તમારી ઉપર યમની જેમ ક્રોધે ભરાયેલા અશ્વત્થામાથી છૂટીને તમે ક્યાં જશો? આ વચન સાંભળીને શિબિરમાં રહેલા સર્વ સૈનિકો એકાએક ઉઠી ગયા અને ઘોંઘાટ સાથે ગભરાઈ ગયા. પછી પાંડવોની સેનામાંથી કોદંડ ધનુષ્ય પર બાણ ચડાવતા, મહાભૂજાવાળા ધૃષ્ટદ્યુમ્ન અને શિખંડી બંનેય દોડ્યા. પછી તે બે દુષ્ટ ગ્રહોની જેમ કૃપાદિને બાણવૃષ્ટિ દ્વારા અવરોધ કર્યો. પછી શૂરવીર દુર્યોધનથી પ્રેરાયેલા અશ્વત્થામાદિએ સતત બાણોની શ્રેણી થકી તેઓના ચિત્તને વ્યગ્ર કરીને અર્ધચંદ્ર બાણ વડે બંનેના મસ્તક છેદી નાખ્યા. તેઓને હણીને દ્રોણ અને ભીષ્મની વૈરવાળવાની ઇચ્છા પૂર્ણ કરી. એ પ્રમાણે રાગ અને દ્વેષની જેમ તેઓ હણાઈ જતા કર્મની જેમ તેનું સંપૂર્ણ સૈન્ય નાસી ગયું. હવે પાંચ પાંડવોની બીજી મૂર્તિ (આકૃતિ) હોય તેવા દ્રૌપદીની કુક્ષિરૂપ સરોવરમાં પુંડરિક કમળ સમાન તે દ્રૌપદીના પાંચ પુત્રો કામદેવના બાણોની જેમ દુર્જેય પાંચેય પુત્રો અશ્વત્થામાને હણવા માટે દોડ્યા. પછી ક્રોધથી લાલ થયેલા અશ્વત્થામાદિ પાંડવોની ભ્રાન્તિથી પાંડવપુત્રોની સાથે ભયંકર યુદ્ધ ચડ્યા. પછી તે બંનેનું પરસ્પર એકબીજાના પ્રાણનાશની તૈયારી રૂપ યુદ્ધ થવા લાગ્યું. તે રાત્રિને વિશે તેઓનું અત્યંત ભયંકરમાં ભયંકર યુદ્ધ થતાં પાંડવ પુત્રોએ ગાઢ પ્રહારપૂર્વક અશ્વત્થામાદિ કૌરવ વીરોનો તિરસ્કાર કર્યો. પછી તિરસ્કૃત થયેલા અશ્વત્થામાદિ શૂરવીરો દ્રૌપદીના પુત્રોને સર્વબલથી હણવા માટે તૈયાર થયા. (પુરુષાર્થશીલ બન્યા.) એ પ્રમાણે તેઓનું યુદ્ધ થતાં અશ્વત્થામાએ બાણની શ્રેણી વડે અને મંત્રથી અભિષેક કરાયેલ શસ્ત્ર વડે હણીને દ્રૌપદીની કુક્ષિથી ઉત્પન્ન થયેલા પાંચેયને મૃત્યુ પ્રાપ્ત કરાવ્યું. પાંડવ પુત્રોની બુદ્ધિથી તેઓના મસ્તક છેદીને પ્રીતિપૂર્વક અશ્વત્થામાદિ દુર્યોધનની પાસે લઈ ગયા. ત્યારે શ્વાસમાત્ર બાકી રહેલા અતિ વેદનાના કારણે મૂર્છાથી આકુલ આંખોવાળા તે દુર્યોધને તેઓને જોયા. તે અશ્વત્થામાદિએ શ્વાસ માત્ર રહેલા દુર્યોધન સુખને પામે તે માટે દ્રૌપદીના પુત્રના મસ્તકો આનંદપૂર્વક તેની આગળ મૂક્યા અને અરણિના લાકડા વડે અગ્નિ પ્રગટાવ્યો. પછી આ પ્રમાણે કહ્યું: “હે દુર્યોધન રાજેન્દ્ર ! આંખો ખુલ્લી કરીને પાંડવોના મસ્તકો જોઈને સંતોષ પામો.” તે સાંભળીને કંઈક અલ્પ આંખો ખોલીને તે મસ્તકોને જોઈને વિલખા મુખવાળો, લાંબા શ્વાસવાળો તે દુર્યોધન એકાએક પૃથ્વી પર ફરીથી પણ તેવી જ રીતે પડ્યો. હે મૂર્ખાઓ ! તમે લોકોએ અજ્ઞાનવશ ખોટું આચરણ કર્યું છે. કારણ કે ખરેખર તમે દૂધ પીતા એવા પાંડવપુત્રોને માર્યા છે. એમાં તમારું પરાક્રમ શું? દુષ્ટ પાંડવો તો હજુ જીવતા જ છે. મારું એવું ભાગ્ય નથી કે જેને મારી આંખો હણાયેલા જુએ. એમ ધીરે ધીરે બોલતો જતો અત્યંત મૂર્છાથી દુઃખી થતો ક્રૂર અધ્યવસાયવાળો દુર્યોધન મૃત્યુ પામીને સાતમી નરકે ગયો. કૌરવેન્દ્ર દુર્યોધનને મરેલો જાણીને અશ્વત્થામા વગેરે મહાવીરો શું For Personal & Private Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૩ ૩૧૯ પાંડવ ચરિત્રમ્ કરવું એવા વિચારમાં ડૂબેલા લજ્જાવાળા અને ડરેલા તેઓ કૌરવ પુંગવ દુર્યોધનને તે જ સ્થિતિમાં મૂકીને વિષાદ મનવાળા જુદાજુદા ક્યાંય ચાલી ગયા. આવો દુર્યોધનનો મરણ વૃત્તાંત જાણીને પત્ની સાથે રહેલા ધૃતરાષ્ટ્રની પાસે આવીને સંજય કહ્યો. માતાપિતાએ કાનરૂપ ગુફામાં વજ પડવાની ઉપમા જેવો દુઃખદાયક તે વૃત્તાંત સાંભળીને ધૃતરાષ્ટ્ર અને ગાંધારી એકાએક મૂર્છાભાવને પામ્યા. પછી મૂર્છાથી મીચાયેલી આંખોવાળા તેઓ કંઈક રાત્રિના ઠંડા પવનથી ચેતનાને પામીને રડતી આંખે આમ વિલાપ કરવા લાગ્યા. હા ! બેટા ! ધીરોમાં પ્રધાન ! હા માનનું ઘર ! હા ! ગુણરૂપ પૃથ્વીને વિશે બગીચા સમાન! હા ! દુઃખે કરી આક્રમણ કરી શકાય તેવા પરાક્રમી ! હા ! તલવારરૂપ દૂધથી ભીંજવેલા શત્રુમંડન. હા ! નમેલા સમસ્ત રાજાના મસ્તકની માળાથી પૂજાયેલા જેના ચરણ ! કૌરવકુલ મુગુટ ! વડીલોનો ભક્ત ! હા ! અત્યંત સૌજન્યવાળો, યશનો ક્ષીરસમુદ્ર ! હા ! દુર્યોધન ! તું અમને છોડીને ક્યાં ગયો છે ? હે દુર્યોધન ! તારું બળ ક્યાં ગયું? જેની આગળ ઇન્દ્ર પણ સંગ્રામમાં ઉભા રહેવા માટે સમર્થ નથી, તેવા તારી આ કેવી દશા થઈ ? અહો ! વિધિએ શું કર્યું? આંધળા એવા અમારા હાથમાંથી લાકડી છીનવી લીધી અર્થાત્ આંધળાની લાકડી જેવા તેને છીનવી લીધો. હે વત્સ ! તારા વિના અમારું આજે આ સમસ્ત જગત પણ શૂન્ય થઈ ગયું છે. અહો ! વિધિએ તારી પહેલાં અમને કેમ ન લઈ લીધા. પરંતુ આજે એમ જણાય છે કે વિધિની પણ આંધળાના ઘર ઉપર કરૂણા વરસતી નથી. એમ વારંવાર વિલાપ કરતા દુર્યોધનના માતા-પિતા મૂર્છાને પામ્યા. ફરી ચેતના પામેલા તેઓ પૃથ્વીતલે આળોટવા લાગ્યા. ત્યારે ગાંધારી અને ધૃતરાષ્ટ્રને પુત્રના શોકથી આ જગત હલાહલય, અગ્નિમય, મરણમય લાગ્યું. આ બાજુ પાંડવો ક્રોધે ભરાયેલા બલભદ્રને પ્રસન્ન કરીને પોતાની સેના તરફ ચાલ્યા. તેટલામાં અર્થે માર્ગે સામે આવીને સત્યકીએ પાંડવાદિ ધૃષ્ટદ્યુમ્ન શિખંડીના વધના સમાચાર મૂળથી લઈને આપ્યા. તે વૃત્તાંત સારી રીતે સાંભળીને વજપાતની ઉપમા સમાન વચન સાંભળીને શોક કરતા પાંડવોને કૃષ્ણ કહ્યું : “હે પાંડવો ! સંસાર તત્ત્વને જાણનારા તમે પણ જો શોકના સ્થાનરૂપ થશો તો પછી બીજાનું શું કહેવું ? તમારા જેવા બેઠે છતે પુત્રો અતિદુર્લભ સંભવતા નથી. તે શોકને છોડીને આપણે સેના તરફ જઈએ. જેથી કરીને ભાઈ અને પુત્રના વધથી દુઃખી થયેલી દ્રૌપદીને સાંત્વના આપીએ.” એવી નારાયણની વાણી સાંભળીને પાંડવો શોકને ઢીલો કરીને પોતાની છાવણીમાં આવી ગયા. ત્યાં જગ્યાએ જગ્યાએ મહાઆક્રન્દ સાંભળતાં પાંડવો પોતાના મહેલમાં દ્રૌપદીની પાસે આવી ગયા. દ્રૌપદી રડતાં રડતાં ભાઈ અને પુત્રોને યાદ કરીને આ પ્રમાણે બોલી : “હા વત્સા ! હા મહાવીરો ! હા ! માને હૃદયમાં રાખનારા મંદ ભાગ્યવાળી મને છોડીને તમે ખરેખર ક્યાં જઈને રહ્યા છો.” For Personal & Private Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૩િ૨૦ સર્ગ - ૧૩ તેવી અવસ્થામાં રોતી દ્રૌપદીને જોઈને કૃષ્ણ કહ્યું કે “હે કલ્યાણી ! વીર પત્નીની આ રીત નથી” અર્થાત્ વીરની પત્નીને આમ કરવું ઉચિત નથી. યુદ્ધ તો આ પ્રકારે જ થાય. તારા તે બે ભાઈઓ ધન્ય છે. તારા પુત્રો પણ ધન્ય છે. જેઓએ યુદ્ધમાં બધા દુશ્મનોને હણીને પિતાને જય અપાવ્યો છે. જેથી પોતાની કીર્તિ લોકાલોકને જોવા જેવી કરી છે. પાંડવો વિદ્યમાન હોવાથી તેને ઘણા પુત્રો થશે જ. કહ્યું છે કે બાંધવો પણ હણાઈ જાય, પુત્રો પણ મરી જાય તો પણ પતિવ્રતા સ્ત્રીઓ પતિઓના કુશલપણામાં આનંદ પામે છે. હે વીર પુત્રી ! હે વીર ભગિની ! હે વીરવધૂ! હે વીર માતા ! તું ઘેર્યને ધરનારી બન! રડ નહિ. કારણ કે લોકો કહે છે કે, જીત થતાં લક્ષ્મી મળે છે અને મરે છતે પણ દેવાંગનાઓ મળે છે. ક્ષણવારમાં નાશ પામનારા શરીર વિશે યુદ્ધમાં મરણની શી ચિંતા ? ઇત્યાદિ કૃષ્ણના કહેવાથી સંતોષ પામેલી તે પણ દ્રૌપદીએ ધીરેધીરે શોકની કાલિમાને છોડી દીધી અને અઢારમો દિવસ થયો. અઢારમા દિવસે મહાભારત સમાપ્ત થયું. મહાભારતનો અર્થ કહે છે... બધા શાસ્ત્રોમાં શોભે છે. સર્વ પ્રાણીઓ માટે આનંદકારી છે. સર્વ પ્રાણીઓ માટે જહાજ છે, તેથી ભારત કહેવાય છે.(ભા=ભાતિ (શોભે છે) ર૩રતિ આનંદકારી, ત=ારણ જહાજ.) હવે પ્રભાત સમયે પાંડવ સહિત કૃષ્ણ પત્નીયુક્ત એવા ધૃતરાષ્ટ્રની પાસે શોક દૂર કરવા માટે આવ્યા. ત્યાં પાંડવો પણ આવ્યા. તે દુર્યોધનના માતાપિતાને શોકસાગરે ડૂબેલા જોઈને મહાઆઝંદ કરતાં પાંડવોએ નમસ્કાર કર્યા. ભક્તિમાં તત્પર, નમસ્કાર કરવામાં તત્પર હોવા છતાં પણ તે પાંડવો અને તેઓનો શોક પ્રબળ થયો. વધી ગયો ત્યારે તેઓના પાદતલે નમેલા મસ્તકવાળા તે પાંડવો અને તેઓનો (ધૃતરાષ્ટ્ર વિ.નો) શોક પ્રબળ થયો. વધી ગયો ત્યારે તેઓના પાદતલે નમેલા મસ્તકવાળા તે પાંડવોમાં યુધિષ્ઠિરે આ પ્રમાણે કહ્યું કે : “હે ધૃતરાષ્ટ્ર રાજન્ ! હે ગાંધારી ! આ પાડુપુત્રો શું તમારા પુત્રો નથી? આ પાંડવો પણ તમારા પુત્રો છે. યુદ્ધમાં દુર્યોધનનું જે અમંગલ થયું, તેમાં હું માનું છું કે આ દુરાત્મા વિધિ જ બલવાન છે. જે વિધાતાએ પરસ્પર વિરોધ કરાવીને આ પ્રમાણે કર્યું. એમાં બીજા કોઈનો પણ દોષ નથી. ત્યારે સંધિને ઇચ્છતા એવા મેં દુર્યોધન પાસે પાંચ ગામો માગ્યા હતા. પરંતુ દુર્યોધને એકપણ ગામ આપ્યું નહિ. ત્યાં પણ વિધિ જ બલવાન. તેવી રીતે તે તમારા પુત્રે તમારા જેવાની પણ વાતને સ્વીકારી નહિ. આવી જ ભવિતવ્યતા હશે. યુદ્ધમાં કૌરવ દુર્યોધન આવતાં જે પાંડવો ભૂમિને છોડીને ચાલ્યા તે પણ તમારી જ લજ્જાના કારણે થયું.” તેના મનને પ્રસન્ન કરીને અને ક્રોધને કંઈક ભૂલીને તમે બંનેએ ખુશ થઈને તેઓની પીઠ પર હાથ ફેરવ્યો. તે આનંદમાં થયું. ઇત્યાદિ કૃષ્ણની વાણીથી શાંત થયેલા આ ધૃતરાષ્ટ્ર ગાંધારીએ For Personal & Private Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ (૩૨૧ સર્ગ - ૧૩ પાંડવ ચરિત્રમ્ પાંડવોની પીઠે દુઃખી હૃદયે હાથ ફેરવ્યો. હે પુત્રો ! આ તમારો અપરાધ નથી. અમારા પુત્ર (દુર્યોધન)નો પણ નથી. આ નસીબનો જ અપરાધ છે. જે નસીબે આવા પ્રકારની દુર્બુદ્ધિ આપીને ગાંગેય દુર્યોધનાદિ આ બધા મહાવીરોનો નાશ કર્યો. એમ કહીને તે દુર્યોધનના માતાપિતા ઘણા દિવસે મળેલા પાંડવોને ભેટી પડ્યા. પછી ગાંધારીએ તે પાંડવોને કહ્યું: “હે વત્સ ! જો તમે પુત્રો છો તો મને હમણાં સંગ્રામભૂમિની સીમા પર જલ્દી લઈ જાઓ. જેથી કરીને હું પ્રાણ વિનાના પુત્રનું છેલ્લું મુખદર્શન કરૂં.” પછી તે પાંડવો ધૃતરાષ્ટ્રને કોઈપણ રીતે સમજાવીને ત્યાં જ રાખીને રડતી આંખવાળી ગાંધારીને ભક્તિપૂર્વક હાથથી પકડીને યુદ્ધભૂમિ સુધી લઈ ગયા. દેવાંગનાઓ સાથે અને રાજાઓની રાણીઓ સાથે દુર્યોધનની પત્ની ભાનુમતિ રાણી ગાંધારીની પાછળ ચાલી. તે સ્ત્રીઓ ક્રમે કરીને રસ્તામાં જતાં મરેલા એક વીરથી અલંકૃત થયેલી ભૂમિને જોઈને હૃદયમાં અત્યંત દુઃખને પામી. પછી શોકથી વિહલ બનેલી તે સ્ત્રીઓ મરેલા પોતપોતાના પતિઓને જોઈને છેલ્લા આલિંગનને આપતી હતી. ગાંધારી પુત્ર દુર્યોધનને ગદાના પ્રહારથી ચૂર્ણ થયેલી બે જાંઘવાળો જોઈને પુત્ર, પુત્ર એ પ્રમાણે કરીને રડવા લાગી. ભાનુમતિ પતિને તેવી જ રીતે રહેલો જોઈને કંઠમાં લગાવીને રડવા લાગી. " કેટલીક મોહના આવેગથી પરવશ બનેલી સ્ત્રીઓ પતિને ભેટે છે અને કેટલીક ભોળી સ્ત્રીઓ બીજે પડેલા મસ્તક અને બીજા પડેલાના ધડને પ્રાણપ્રિયનું એક કરીને પ્રેમપૂર્વક આલિંગન કરે છે, ભેટે છે. કેટલીક સ્ત્રીઓ અન્ય ધડ પર અન્યનું મસ્તક જોડતી એવી કેટલીક સ્ત્રીઓ સાથે પરસ્પર વિવાદ (ઝઘડો) થયો. કેટલીક સ્ત્રીઓ પ્રાપ્ત થયેલા પતિના મસ્તકને હાથમાં લઈને પતિના દેહને શોધતી શોકના આવેશથી છૂટા થયેલા વાળવાળી અહીંતહીં ભમતી કાલિકા દેવીની જેમ શોભતી હતી. કેટલીક સ્ત્રીઓ સર્વ અંગથી ખરડાયેલા રુધિરવાળા નહિ ઓળખી શકાય તેવાને પ્રાણપ્રિયની ભ્રમણાથી અન્ય પુરુષને ફરી ફરી આલિંગન કરતી હતી. કેટલીક રક્તથી ખરડાયેલા પતિના મુખને પોતાની સાડીના છેડાથી લૂછીને ચૂંખતી હતી. કેટલીક સ્ત્રીઓ પતિના અંગની સેવા કરતી શોક્ય સાથે ઝઘડતી હતી. કેટલીક મૃત પતિને ચૂંબતી હતી. કેટલીક ભેટતી હતી. એ પ્રમાણે મૃત્યુ પામેલા તે વીરપુરુષોને વિશે તેઓની પત્નીઓ મોહની રમત ખેલતી રહેલી શોભતી (દેખાતી) હતી. પછી ગાંધારીએ દુર્યોધન નામના સ્વપુત્રને પ્રેમપૂર્વક ભેટીને ખોળામાં લઈને મોટા અવાજે આ પ્રમાણે પોકાર કર્યો. જેમ કે હા ! વત્સ ! મહાઉત્સાહવાળા ! હા, બળવાનમાં મુગટ સમાન ! હા ! વીરરસ સરોવરવાળા ! હા ! કુલનામ સૂર્ય ! હે પુત્ર દુર્યોધન ! તું મારા પર પ્રેમ રાખનારો હોવા For Personal & Private Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૩૨૨ સર્ગ - ૧૩ છતાં પણ આજ પ્રેમથી વિમુખ થયેલા મુખવાળો જ કેમ દેખાય છે. કારણ કે તું મારી સાથે કંઈપણ બોલતો નથી. શું તું ક્રોધે ભરાયેલો છે કે તું મુનિન્દ્રની જેમ મૌન ધારીને રહેલો છે અથવા તને શું ઊંઘ આવી ગઈ છે ? હે પુત્ર ! મેં તને આવી નિદ્રામાં ક્યારે પણ જોયો નથી. આજ આવી લાંબી નિદ્રામાં કેમ સૂઈ રહ્યો છે ? સાવધાન (ચેતન) થઈને મને કંઈપણ ઉત્તર આપ. જેથી હું સ્વસ્થ ચિત્તવાળી થઈ સ્વગૃહે જાઉં. હે વત્સ ! તું મારા ઉપર નારાજ થયો છે; કેમ કે તું પ્રત્યુત્તર નથી આપતો ? હે વત્સ ! માતા ઉપર પ્રેમવાળા એવા તારો કોપ કેવો ? જેથી ઊંચેથી રડવા છતાં પણ મને જવાબ નથી આપતો? હે વત્સ ! માતા પર સ્નેહ રાખનારો એવો તારો ક્રોધ કેવો? જે આટલો ઊંચેથી આજંદ (રડવા) કરવા છતાં પણ મને ઉત્તર નથી આપતો? એ પ્રમાણે માતાએ જાતે વિલાપ કર્યા પછી દુર્યોધનની પત્ની ભાનુમતિ પોતાના પતિના ચરણને મસ્તક પર મૂકીને વારંવાર રડતી આ પ્રમાણે બોલી... જેમ કે – હે નાથ !હે શત્રુમથનારા ! હે માનનો એક મહેલ ! હે સૌભાગ્યરૂપ અમૃતના સમુદ્ર ! હે રૂપ વડે કામદેવને જીતનાર ! હે કલ્પવૃક્ષ જેવા ઉદાર ! હે અમૃતમય વાણીયુક્ત ! હે વિશ્વકમલ માટે સૂર્ય ! હે ચંદ્ર જેવી નિર્મળ આંખવાળા ! હે નાથ ! તમે રુખ થયેલાની જેમ મારી સાથે બોલતા કેમ નથી ? અથવા તમે મારા વિશે કંઈક જુદુ (ખરાબ) સાંભળ્યું છે ? અથવા જોયું છે ? તે જે હોય તે ખુલ્લું કહો. જેથી હું દિવ્યાદિ વડે તે પણ સાબિત કરી બતાવું. વિશ્વાસ કરાવું. હે નાથ ! મને છોડીને તમે ક્યાંય પણ ક્રીડાવનમાં ગયા નથી. તો આજ મને મૂકીને દેવલોક તરફ પ્રયાણ કેમ કર્યું ! હે પ્રાણેશ ! એ પ્રમાણે અનાથ, દીન, તમારામાં અનુરક્તા, ભક્તા એવી મને છોડીને જવું તમને મુક્ત - યોગ્ય નથી. હે પ્રાણપ્રિય ! તમારાથી છૂટી પડેલી મને આ સૂર્ય અંધકારનો પીંડ દેખાય છે. તેવી રીતે હે સ્વામી ! આ પ્રભાતકાલનો પવન પણ તમારા વિરહથી અગ્નિ જેવો થયો છે. જેમ કે હે નાથ! તમે દેવલોક જતાં તમારા સેવકો જગતના વૃક્ષનો ધ્વંસ થતાં પક્ષીઓની જેમ ક્યા પુરુષનો આશ્રય લેશે ? હવે ગાંધારી, ધૃતરાષ્ટ્રની પુત્રી અને દુર્યોધનની બહેન દુઃશલ્યાએ રડતાં રડતાં આમ કહ્યું: “હે અભિરામ ગુણમણિ, રોહણાચલ ! હે વાચા અવિચલ ! હે વીર ! વીર શિરોમણે ! તમો દેવલોકમાં જતાં પિતા અને સસરાનું કુળ સૂર્ય-ચંદ્રમંડલ અસ્ત પામતાની જેમ અમાવાસ્યા જેવું થયું છે.” For Personal & Private Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૩ ૩૨૩ પાંડવ ચરિત્રમ્ હે વીર ! મંદબુદ્ધિવાળી વિધાતાએ તને લઈ જતા તારી પ્રિયાનો શૃંગાર, હાસ્ય, વિલાસ અને આનંદ લૂંટી (હરી) લીધો છે. એ પ્રમાણે દુર્યોધનની બહેન દુઃશલ્યાએ વિલાપ કર્યો. એ પ્રમાણે બીજી પણ પોતપોતાના પ્રાણનાથને પામીને અત્યંત વિલાપ કરતી સ્ત્રીઓ ઊંચા સ્વરે આક્રંદ કરે છે. તેથી તે નારીઓને યુધિષ્ઠિરે સંસારનો અનિત્યભાવ ધર્મવચનોથી બતાવીને સંતોષ પમાડ્યો. કહ્યું છે કે : તીર્થકરો, ગણધરો, ઈન્દ્રો, ચક્રવર્તિઓ, વાસુદેવો, બલભદ્રોને દુષ્ટવિધિએ હરી લીધા છે, તો પછી બીજા જીવોની શી વાત ? (શું ગજું?) વજસંઘયણ શરીરવાળા અરિહંતોની જો અનિત્યતા છે, તો કેળાના ગર્ભ જેવા કોમલ બીજા જંતુઓની શી વાત કરવી ? ઇત્યાદિ ધર્મોપદેશ વડે તે વીર પત્નીઓના મનને યુધિષ્ઠિરે શાંત પાડ્યું. પછી યુધિષ્ઠિરની આજ્ઞાથી અર્જુને આગ્નેય શસ્ત્રથી બધાય રાજાનો અગ્નિસંસ્કાર કર્યો અને તે ધૃતરાષ્ટ્રના બીજા પુત્રોનું સરસ્વતી નદીને કાંઠે મૃતકાર્ય કર્યું. પછી ત્યાંથી છાવણીમાં આવીને ભાઈઓની ઔદ્ઘ દૈહિક કાર્ય ધૃતરાષ્ટ્ર સાથે જ પાંડવોએ કર્યું. હવે પાંડવોએ તે બંધુઓની ક્રિયા કરવા થતી અંત પુરીઓનો શોક દૂર કરીને અંતઃપુરીને સંતોષ પમાડ્યો. પછી યુધિષ્ઠિરે મદદ માટે સત્યકીને આપીને ધૃતરાષ્ટ્રને સર્વ પત્નીઓની સાથે હસ્તિનાપુર મોકલ્યો અને કહ્યું કે : “હે સત્યકી ! પાડુની આગળ જઈને પ્રણામ કરવાપૂર્વક કુશલક્ષેમ પૂછીને જયની વાત કરવી, પછી કહેવું કે જ્યાં સુધી કૃષ્ણના કહેવા પ્રમાણે જરાસંઘનો વધ કરીને હું આવું નહિ. ત્યાં સુધી તમારે પોતાની પ્રજાનું પ્રયતપૂર્વક રક્ષણ કરવું. આ પ્રમાણે ક્રોધના આવેશને વશ થયેલા પાંડવો, દુર્યોધનાદિ ભાઈઓનો દ્રોણ ગુરુ વગેરે મહાવીરોનો ગાંગેયાદિ મહાપુરુષોનો જયદ્રથાદિ મહારાજાઓનો વધ કરીને પશ્ચાત્તાપ કરતાં કૃષ્ણ સાથે ક્રીડામાં તત્પર રહી વિચરે છે. ઈતિ પાંડવ ચરિત્રમાં પાંડવ અને કૌરવોના યુદ્ધનું વર્ણન નામનો ૧૩મો સર્ગ પૂર્ણ.” આ પ્રમાણે શ્રીમત્તપાગચ્છાધિરાજ ભટ્ટારક શ્રી હીરવિજયસૂરિ પટ્ટાલંકાર ભટ્ટારક શ્રી વિજયસેનસૂરિના સામ્રાજ્ય પંડિત દેવવિજય ગણિ રચિત ગદ્યબદ્ધ સુંદર પાણ્ડવ ચરિત્રમાં પાંડવ-કૌરવ ઘોર યુદ્ધ વર્ણન નામનો તેરમો સર્ગ પૂર્ણ થયો. For Personal & Private Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ (ચોદમો સર્ગ) દુર્યોધનના વધથી ક્રોધિત થયેલા મગધ દેશના રાજા જરાસંઘના કહેવાથી સુંદર વાણીવાળા દૂતે આવીને કૃષ્ણને કહ્યું, “હે કૃષ્ણ ! તું કૌરવોને પૂરા કરીને મદોન્મત્ત ન થા. હજુ પણ ત્રણ ખંડનો રાજા જરાસંઘ વિજયી થઈને બેઠો છે. આ ઉત્સુક થયેલો જરાસંઘ જમાઈ કંસને અને મિત્ર દુર્યોધન એ બંનેને પોતાના હાથે જ તારા પેટમાંથી બહાર ખેંચી લાવવા માટે ઇચ્છી રહ્યો છે.” પરંતુ જરાસંઘ તને આ પ્રમાણે કહેવડાવે છે (કહે છે) આ કુરુક્ષેત્રની ભૂમિને છોડીને સનપલ્લી નામના ગામમાં આપણા બેનું યુદ્ધ થશે. ત્યાં પણ આપણા બંનેના યુદ્ધની સાક્ષિણી આ જ સરસ્વતી છે. એ પ્રમાણે કહી દૂત અટક્યો. પછી દૂતને અવજ્ઞાપૂર્વક કૃષ્ણ કહ્યું : “અમારા જેવા ભૂખ્યાઓને આવા પ્રકારનું આમંત્રણ તારા સ્વામિએ આપ્યું છે. કૌતુકથી મારા હાથે કંસનો વધ કરાયો છે તો પણ મારા બાહુ આજ પણ સંપૂર્ણ તુષ્ટ થયા નથી. તારા સ્વામિ જરાસંઘનો વધ કરીને સંતોષ પામશે. હે દૂત ! તું જા, તારા સ્વામિને કહેજે. તત્ર (રણભૂમિએ) અમે આવીએ છીએ. તે પણ જલ્દી આવે. જેથી આપણો સંગમ (મેળાપ) સનપલ્લીમાં જ થાય.” એ પ્રમાણે કહીને વિદાય કરેલા દૂતે પૃથ્વીપતિ જરાસંઘ પાસે આવીને તેને વિજ્ઞપ્તિ કરી. “હે દેવ ! તમે કહેલું મેં સંપૂર્ણ કૃષ્ણને કહ્યું છે.” ફરી જરાસંઘ રાજાએ દૂતને પૂછ્યું : બોલ તે કૃષ્ણ કેવા રૂપવાળો છે? કેટલી ઉંમરવાળો છે? શું તે ન્યાયવાળો છે? કેટલા બળવાળો છે? દૂતે કહ્યું: “હે રાજેન્દ્ર ! રૂપથી કામદેવ જેવો છે. ઉંમરથી મધ્યવય (યુવાન)વાળો છે. નયથી સર્વ રીતે શ્રેષ્ઠ છે. બલથી ઇન્દ્ર સરીખા પરાક્રમવાળો છે. હવે ફરી બલનું વર્ણન કરે છે. તે આ પ્રમાણે : જે કૃષ્ણનો નાનો ભાઈ સમુદ્રવિજયનો પુત્ર અરિષ્ટનેમિ નામનો છે, તે એકલો પણ અનેક વૈરી વર્ગને ચૂરવા માટે સમર્થ છે.” For Personal & Private Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૪ ૩િરપો પાંડવ ચરિત્રમ્ વળી આગળ તેનું પરાક્રમ હું શું કહું? જે પોતાના બાહુબલથી આ પૃથ્વીને છત્રરૂપ કરવા માટે સમર્થ છે. તે કૃષ્ણનો મોટો ભાઈ બલભદ્ર નામનો છે. તે સેંકડો અક્ષૌહિણી થકી પણ જીતાય તેવો નથી. જે યુદ્ધમાં નાસી ગયેલા શત્રુઓને માટે શરણરૂપ છે. કૃષ્ણ, નેમિ અને બલભદ્ર એ પ્રમાણે આ ત્રણેય મહાબલવાન છે. તેઓના ક્રોડો પુત્ર મહારથી છે. તેવી રીતે કૃતજ્ઞ, યુદ્ધમાં અત્યંત તેજસ્વી, પાંચેય પાંડુપુત્રો (પોતાના પ્રાણો વડે પણ) કૃષ્ણનું ઇચ્છિત કરવા માટે ઇચ્છે છે. જેમ કે તારાઓ જેવા આપણા સૈન્ય વડે તેજસ્વી સૂર્ય, ચંદ્ર જેવા ભીમ અને અર્જુનને યુદ્ધમાં શી રીતે સહન કરશે ? એ પ્રમાણે મારા મનને મોટી ચિંતા થઈ રહી છે. આપણા સૈન્યમાં તમે એક જ બહાદુર છો. વળી આપણા સૈન્યમાં રહેલા સુભટો તેનાં સૈન્યનો મેળાપ થતાં તે પણ પોતાના લોભમાં લંપટો લાભને જોઈને તેઓની સાથે ભળી જશે અર્થાત્ ત્યાં જતા રહેશે. આથી તમારા સૈન્યમાં હું અલ્પ પણ બળને જોતો નથી. ફરી સોમક દૂતે કહ્યું : “હે રાજન્ ! આ મહાનીતિને જાણનાર કૃષ્ણ જે તમારા જમાઈ કંસને હણીને તમને પરાક્રમી જાણીને અને પોતાને બળ વગરનો જાણીને ભાગી ગયો હતો. (પલાયન થઈ ગયો હતો.) તે કૃષ્ણ પશ્ચિમ સમુદ્રના કાંઠે જઈને લવણસમુદ્રના અધિપતિ સુસ્થિતને સારી રીતે આરાધીને ઇન્દ્રની આજ્ઞાથી ધનદે બનાવેલી સુવર્ણ મહેલથી શોભતી જિનચૈત્યોથી ભૂષિત સુવર્ણ કિલ્લાઓથી રક્ષાયેલી એવી દ્વારિકા નગરીમાં વાસ કર્યો છે. તે પણ હમણાં ક્રોડો પોતાના પુત્રો અને ભાઈઓને લઈને જમાઈની જેમ આપનું આગમન સાંભળીને હમણાં રણમેદાનમાં સામે આવી રહેશે (આવશે). તેથી તે સ્વામિન્ ! બંને સાથે જલ્દી મળી વિચાર કરી યુદ્ધથી અટકી જાઓ.” એવા સોમક દૂતના વચન સાંભળીને ક્રોધથી ધમધમતો લાલ આંખોવાળો મગધ દેશનો રાજા જરાસંઘ આ પ્રમાણે બોલ્યો : “ઓ સોમક ! તું પણ આવું વિચાર્યા વગરનું બોલે છે. ક્યાં હું ભારતનો અધિપતિ ? અને ક્યાં તે કૂવાનો દેડકો ગોવાળિયો ? તને મારી આગળ તેના ગુણ ગાવામાં લજ્જા નથી આવતી ? હે સોમક, તો હું એવો જરાસંઘ બધા રાજાના દેખતાં આ કૃષ્ણને મૂળથી ઉખેડીને એક છત્રવાળી પૃથ્વીને કરીશ. એવો આક્ષેપ કરીને અર્થાત્ એમ કહીને પ્રયાણ માટે બધા રાજાઓને જરાસંઘે આદેશ આપ્યો, તે પછી સનપલ્લી ગામ જવા માટે જતું જરાસંઘનું સૈન્ય જોઈને કૃષ્ણના જાસુસોએ શીઘ કૃષ્ણની પાસે આવીને બધો વૃત્તાંત કહી સંભળાવ્યો.” હે કૃષ્ણ ! હે રાજેન્દ્ર ! તમારો શત્રુ જરાસંઘ સનપલ્લીની નજીક રહેલી સરસ્વતીના કાંઠે સૈન્યથી પરિવરેલો આવીને રહ્યો છે. આથી તમે પણ સૈન્યની સાથે સામા જઈને બાણને પકડો. જેથી તે તમારા બાણો વડે પ્રાણ પ્રયાણ કરતાં જમાઈ કંસની પાસે પહોંચી જાય. તેવા વચન દૂતના મુખેથી સાંભળીને કુન્દપુષ્પ જેવા ખીલેલા ઉજ્જવલ મુખવાળા કૃષ્ણ ચાલવાનું શરૂ કર્યું. અમારે પણ કૃષ્ણના વૈરી જરાસંઘ For Personal & Private Use Only Page #359 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૪ ૩૨૬ પાંડવ ચરિત્રમ્ સાથે યુદ્ધ કરવું જોઈએ. એ પ્રમાણે પ્રસરતા ઉત્સાહવાળા પાંડવો પણ ચાલ્યા. એ પ્રમાણે ઉત્સાહિત કરાયેલા કૌતુકથી હર્ષઘેલા મનવાળા યાદવ કુમારો પણ આગળ ચાલ્યા. એ પ્રમાણે સંગ્રામની ઇચ્છાવાળું કૃષ્ણનું સૈન્ય સનપલ્લીના વનમાં આવી પહોંચ્યું. જરાસંઘે કૃષ્ણને આવેલા જાણીને ચક્રવ્યૂહની રચના કરવા પૂર્વક પોતાના સૈન્યને ગોઠવી દીધું. કૃષ્ણે પણ ગરુડ વ્યૂહ રચીને ગરુડ આકારે પોતાના સૈન્યને સ્થાપ્યું. પહેલાં વૈતાઢ્ય પર્વતમાં વિચરણ કરતાં વસુદેવે ઉપકાર કરવાથી મિત્રરૂપે બનેલા જે વિદ્યાધર રાજાઓ હતા, તે તેઓને તે વખતે સહાય કરવા માટે કૃષ્ણના સૈન્યમાં આવી ગયા. પછી તે વિદ્યાધરોએ સમુદ્રવિજયની આગળ કહ્યું : “હે રાજન્ ! જરાસંઘના પણ ઘણા વિદ્યાધરો વૈતાઢ્યથી આવશે. તેઓ આવી જતાં જરાસંઘ બળવાન બનશે. આથી તેઓને રોકવા માટે શ્રેષ્ઠ કોટિ સુભટોથી પરિવરેલા વસુદેવને ત્યાં મોકલો. આ વચન સાંભળીને યુદ્ધનો અવસર જાણીને સમુદ્રવિજય રાજા પ્રદ્યુમ્ન અને શામ્બની સાથે વસુદેવને વૈતાઢ્ય પ્રતિ વિદ્યાધર સૈન્યના જય માટે મોકલ્યા.’ વિદ્યાધરોના જય માટે વસુદેવને પ્રયાણ કરતાં જાણીને શ્રી નેમિનાથે શત્રુના શસ્ત્રોનો નાશ કરનારી, દેહની રક્ષા કરનારી ઔષધિ પહેલા જન્મોત્સવ સમયે દેવેન્દ્ર બાહુ પર બાંધી હતી. તે ઔષધિ વસુદેવની રક્ષા કરવા માટે વસુદેવના હાથ ઉપર નેમિનાથે પોતાના હાથે બાંધી. તે પછી વસુદેવે પ્રયાણ કર્યું. ત્યારે સૌધર્મેન્દ્ર નેમનાથને માટે એક વજ્ર જેવું બખ્તર અને દિવ્ય શસ્ત્રોથી ભરેલો ૨થ માલિ સારથિની સાથે મોકલ્યો. તેને આવીને સ્વામિ નેમિને વિનંતી કરી કે, હે સ્વામિન્ ! આ વજ્ર જેવું મજબૂત બખ્તર, આ શસ્ત્રોથી ભરેલો રથ તમારા માટે સૌધર્મેન્દ્રે મોકલ્યો છે. બખ્તરને પહેરો. શસ્ત્રથી ભરેલા દિવ્ય રથમાં આપ બેસો. તમારો હું સારથિ, તમારી આજ્ઞાને ધરનારો હું સેવક છું. તમે જે આદેશ કરશો તે હું કરીશ. સ્વામિ નેમિ તેનું કહેવું સાંભળીને તે વજ્ર બખ્તરને પહેરીને, તે રથમાં ચડીને સજ્જ (તૈયાર) થયા. બંને સૈન્યોના સુભટો ભુજાનું આસ્ફાલન કરતાં અને ચતુરંગી સેના સાથે પોતપોતાના સ્વામિના જયની ઇચ્છાવાળા એવા સકલ સામન્તોથી પરિવરેલા રાજાઓ પરસ્પર યુદ્ધે ચડ્યા. પછી માતેલ ઘોડાઓના અવાજ (હેષારવ)થી ઉત્સાહિત થયેલા અને હાથીઓની ગર્જનાઓના અવાજ વડે ચારે દિશાઓને ગજવતા, યુદ્ધ વાજિંત્રોના શબ્દથી ત્રિગુણા ક્રોધવાળા થયેલા, દેવ-દાનવના સૈન્યની જેમ યુદ્ધ કરવા લાગ્યા. ત્યારે કૃષ્ણે પંચજન્ય શંખ વગાડ્યો. અર્જુને પણ દેવે આપેલો શંખ વગાડ્યો. પછી તે બંનેનાય વ્યૂહના ફેલાયેલા બાણો વડે વિશ્વ એકછત્ર જેવું બની ગયું. જેમ ઉન્મત્ત બનેલા પરાક્રમી હાથીઓ વડે સામા હાથીઓ ભગાડી મૂકાય, તેમ જરાસંઘના પરાક્રમી સૈનિકો For Personal & Private Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૪ (૩૨૭. પાંડવ ચરિત્રમ્ વડે કૃષ્ણના અગ્ર સૈનિકો ભગાડી મૂકાયા. નાસી ગયેલા તેઓએ કૃષ્ણનું શરણ સ્વીકાર્યું. કૃષ્ણ પણ ત્રણ પતાકાની નિશાનીવાળા હાથ વડે તેઓને આશ્વાસન આપ્યું. ત્યારે બલભદ્ર કૃષ્ણને કહ્યું, હે ભાઈ ! આ ચક્રવૂહ બીજા સુભટ સમૂહોના બાણો વડે અભેદ્ય છે. તેથી જમણી બાજુ મહાનેમિ, ડાબી બાજુ અર્જુન, સામે અનાવૃષ્ણિ અને પાછળ બીજા સૈનિકો પ્રવેશ કરે, એ પ્રમાણે કર્યો છતે ચક્રવ્યુહનો ભેદ થશે. નહીં તો બીજા ઘણા સુભટો વડે પણ આ ચક્રવ્યુહ લાંબાકાળે પણ ભેદી શકાય તેવો નથી. કૃષ્ણ પણ સબલવાહનવાળા તે ત્રણેને પણ તેવી જ રીતે નિયુક્ત કર્યા (જોડ્યા). ત્યારે મહાનેમિએ જરાસંઘ રાજાનું સર્વ જીતી (જરાસંઘના મનોરથો સાથે) ચક્રવ્યુહના બે ભાગ કર્યા. એ પ્રમાણે એ ત્રણેય ચક્રવ્યુહમાં પ્રવેશી ગયા અને તે જરાસંઘની સેનાને હાથીઓ સરોવરને જેમ ડહોળી નાખે છે, તેમ ડહોળી નાખી. પછી નેમિજિન સાથે હાથીની સાથે કૂતરાની જેમ રુકમીને લડવા માટે મોકલ્યો, ત્યારે મહાનેમિની નજીકમાં રહેલા શ્રી નેમિએ ધનુષ્યનો ટંકાર કર્યો. તે અવાજથી ડરી ગયેમો કમી પલાયન થઈ ગયો એ પ્રમાણે બીજા પણ રાજાઓ નેમિના ધનુષ્યના ટંકારના અવાજથી કાયર બનેલા પલાયન થઈ ગયા. વળી દયાના ભંડાર દેવ શ્રી નેમિ કરૂણા કરવામાં તત્પર બીજા રાજાઓના સૈનિકોના પલાયન માટે પોતાના સૈન્યની બલવૃદ્ધિને માટે દિવ્ય શંખને વગાડ્યો. તે શંખનો અવાજ કાનમાં પ્રવેશવાથી શત્રુઓના હાથમાંથી સમસ્ત શસ્ત્રો ભૂમિ પર પડી ગયા. તે શસ્ત્રો છોડીને યુદ્ધ કરવાની પ્રવૃત્તિ છોડીને પ્રભુની સામે જોતાં, તેમના રૂપને જોતાં જાણે ચિત્રમાં ચિતરેલા હોય તેવા લોકોની નજરે જોવાયા. હાથીને હણવા માટે સિંહ જેમ છલાંગ મારે તેમ અનાવૃષ્ણિ હિરણ્યનાભાદિ રાજાઓને હણવા માટે દોડ્યો. અનાવૃષ્ણિથી હણાયેલા અનેક જરાસંઘના સૈનિકો તેની સેનામાંથી પલાયન થઈ ગયા. અનાવૃષ્ણિના શરીર પર પણ ત્યારે ક્રોધના બહાનાથી ઘણો પરસેવો બહાર આવ્યો. તે ક્રોધથી ડહોળી નાખેલી જરાસંઘની સેના પાછી ફરી ગઈ. ત્યારે વાળેલા ધનુષ્યવાળા અને યાદવ સૈન્યથી ઘેરાયેલા અને ઉત્તર દિશા તરફથી ચક્રવ્યુહમાં પ્રવેશ કર્યો. ચક્રવ્યુહમાં પ્રવેશેલા તે અને કૌરવની સેનાને રમત માત્ર ગણી વળી જરાસંઘ સાથેના યુદ્ધને કંઈક અર્જુને પોતાના બાહુનું બળ બતાવ્યું. જેમ કે જોડવું, ખેંચવું અને વિચ્છેદ કરવાનું તેનું લાઘવપણું જોઈને આકાશમાં રહેલા દેવતાઓ ખરેખર આનંદિત મનવાળા થયા. એ પ્રમાણે એકલો હોવા છતાં અનેકથી પણ અજય (જીતી ન શકાય) તેવો અર્જુન ત્યારે ત્યાં હતો. તો પછી બંધુથી યુક્તનું તો શું કહેવું ? તેટલામાં અત્યંત પરાક્રમી ભીમ હાથ વડે For Personal & Private Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૩૨૮ સર્ગ - ૧૪ ગદાને ઉછળતો વજથી જેમ પર્વતો ચૂરાય તેમ શત્રુરાજાઓને ગદા વડે ચૂરી નાખ્યા. એવી રીતે નકુલ અને સહદેવ પણ યુધિષ્ઠિરની આજ્ઞાથી જરાસંઘ સેનામાં ફેલાઈ જઈને (પેસીને) તે સેનાને પ્રાણને હણનારા બાણો વડે કેટલાક શૂરવીરોને ત્રાસ પમાડ્યા. કેટલાકને યમના દાસ બનાવ્યા. કેટલાક વીરો પ્રાણનો સંશય માની હિરણ્યનાભ સેનાપતિને શરણે ગયા (થયા). હવે હિરણ્યનાભ નામના જરાસંઘના સેનાપતિએ યુદ્ધરૂપ સમુદ્રમાં યાદવરૂપી પાણીને હલાવી (મર્દી) નાખ્યું. હિરણ્યનાભ યુદ્ધભૂમિમાં ફેલાઈ જતાં સિંહના પરાક્રમને જેમ હાથી સહી શકતો નથી, તેમ યાદવો તેના પરાક્રમને સહી ન શક્યા. હિરણ્યનાભથી ડરેલા કેટલાક યાદવો નેમિ, મહાનેમિને શરણે ગયા. કેટલાક અનાવૃષ્ણિને શરણે ગયા. એ પ્રમાણે હિરણ્યનાભથી યાદવ સેનાને વેર-વિખેર કરાતી જોઈને અત્યંત પરાક્રમી ભીમ આ પ્રમાણે બોલ્યો : જેમ કે હે જરાસંઘ સેનાપતિ ! બલને શા માટે ફોગટ ગુમાવે છે. મારી પાસે આવ, તારા બલની ખાજને દૂર કરૂં. એ પ્રમાણે ભીમે બોલાવેલો હિરણ્યનાભ સેનાપતિ યુદ્ધરૂપ સાગરમાં પ્રવેશ્યો. પછી તેઓએ પરસ્પર બાણવાળું લાંબુ યુદ્ધ પ્રવર્તાવ્યું. ત્યારે શસ્ત્રો પૂર્ણ (ખાલી) થઈ ગયા પછી તેઓનું બે મલ્લની જેમ મુઠ્ઠીયુદ્ધ થયું. તે યુદ્ધમાં ભીમે અવસર પામીને વજ જેવી કર્કશ (કઠીન) મુષ્ટિના પ્રહાર વડે હણાયેલા હિરણ્યનાભે પ્રાણોને ત્યાગી દીધા. કૃષ્ણ અને બળદેવથી જેમ ચાણૂર અને મુષ્ટિક હણાયા હતા, તેવી રીતે ભીમ વડે તે હણાયો. જરાસંઘનો સેનાપતિ હિરણ્યનાભ હણાતાં તેનું સૈનિકરૂપ વન તેજ ક્ષણે યાદવરૂપી અગ્નિ વડે બળવા લાગ્યું. ત્યારે પ્રાપ્ત થયેલા જયેવાળા ભીમ ઉપર બધા યાદવોની દૃષ્ટિ પડી. ત્યારે સૂર્ય ચિંતવ્યું, ભીમ જેવો પરાક્રમી બીજો કોઈ છે ? એમ વિચારીને સૂર્ય બીજા શૂરવીરને જોવા માટે જાણે બીજા દ્વિપમાં ચાલ્યો ગયો ન હોય ? સંધ્યા સમય થતાં રાજાઓ પોતપોતાના સ્વામિની આજ્ઞા પામીને પોતપોતાની છાવણીમાં આવી ગયા. જરાસંઘ અને કૃષ્ણના યુદ્ધનો પહેલો દિવસ પૂર્ણ થયો. તે રાત્રિએ કૃષ્ણના સૈન્યમાં ખુશી પ્રવર્તી. મગધ દેશના રાજા જરાસંઘના સૈન્યમાં શોક વ્યાપી ગયો. અહો ! વિધિનો આ વિલાસ કેવો ? કહ્યું છે કે – કુમુદવન શોભા વિનાનું થાય છે. કમળવન વિકસિત (શોભાયમાન) થાય છે. ઘુવડ આનંદ તજી દે છે. ચક્રવાક પ્રીતિ (આનંદ) ધરે છે. જ્યારે સૂર્યનો ઉદય અને ચંદ્રનો અસ્ત થાય છે. ત્યારે વિધિના આ વિલાસનો જ આશ્ચર્યકારી વિપાક છે. અનાવૃષ્ણિએ પાંડવોની તાકાતનું વર્ણન કરતાં બધાય યાદવોએ પ્રીતિપૂર્વક ભેટીને પાંડવોની પ્રશંસા કરી. હવે હિરણ્યનાભ હણાઈ જતાં ધર્ય વૈભવ ખૂટી ગયો છે, તેવો મગધ દેશનો રાજા For Personal & Private Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩િ૨૯ સર્ગ - ૧૪ પાંડવ ચરિત્રમ્ જરાસંઘ અત્યંત શોકમાં ડૂળ્યો. કારણ તેના જેવો સહાયક ચાલી જતાં કોણ શોક ન કરે ? તે વખતે ત્યાં આવેલા શિશુપાલના આશ્વાસનથી ઘેર્યને ધરનારો જરાસંઘ ફરી તેવી જ રીતે યુદ્ધ માટે તૈયાર થયો. પછી શિશુપાલ રાજાનો સેનાપતિપણે અભિષેક કર્યો. પોતે પણ બખ્તર પહેરીને યુદ્ધના શસ્ત્રથી ભરેલા રથ પર બેસીને યાદવ સૈન્યને જીતવાને માટે પ્રાત:કાળે પ્રયાણ કર્યું. ત્યારે તેના પ્રયાણ વખતે ખરાબ શુકનોએ વારવા છતાં તે યુદ્ધના પરિણામથી અટક્યો નહિ. જેમ કે – પોતાના પગ અને વાહનનું અલન, વસ્ત્રનું ફાટવું અને ક્યારેક હાથી વગેરે વાહનનું નાસી જવું, દ્વાર સાથે ભટકાવવું, ધ્વજા અને વસ્ત્રનું પડી જવું વગેરે જનારાને માટે પ્રયાણ સમયે વિઘો (અપશુકન) કહ્યા છે. ઇત્યાદિ અપશુકનોએ વાળવા છતાં પણ જાણે યમના ગૃહની સામે જતો હોય તેમ યુદ્ધના સ્થાને ચાલવા લાગ્યો. કૃષ્ણ ક્યાં છે ? કૃષ્ણ ક્યાં છે ? ઇત્યાદિ મુખથી બોલતો ઉદ્ધત થયેલો જરાસંઘ વેગપૂર્વક યુદ્ધને માટે યાદવ સૈન્ય પાસે આવી ગયો. ફરી જરાસંઘે ચક્રવૂહને રચ્યો. ફરી તેવી જ રીતે કૃષ્ણના સેનાપતિ અનાવૃષ્ણિએ ચક્રવૂહમાં પ્રવેશ કર્યો. તે અનાવૃષ્ણિએ હાથીઓને સિંહ જેમ અટકાવે તેમ તે જરાસંઘના સૈનિકોને અટકાવ્યા. તેટલામાં ઉન્મત્ત થયેલો શિશુપાલ મરણની ઇચ્છાવાળાની જેમ કૃષ્ણની પાસે આવી ઊભો. કૃષ્ણને કહ્યું: “હે કૃષ્ણ, જો તું યુદ્ધમાં નિપુણ હોય તો શસ્ત્ર લઈને સાવધાન થા !” હસતાં હસતાં કૃષ્ણ કહ્યું : “હે શિશુપાલ ! તારી માતા માદ્રીની આગળ મેં કહેલું છે કે સો અપરાધ કરવા છતાં પણ હું તારા પુત્ર પર ક્રોધ નહિ કરું, એવી તારી માતાની આગળ મેં પ્રતિજ્ઞા કરી છે. તે પ્રતિજ્ઞા પૂર્ણ કરીને પછી હું તને શિક્ષા કરીશ. પિતાની બહેન (ફોઈ)નો પુત્ર હોવાથી તારા સો અપરાધ સહન કરીશ.” એ પ્રમાણે કૃષ્ણ કહેતાં જ લજ્જા મૂકીને ચેદિ રાજા શિશુપાલે હિસાબ વિનાના બાણો વડે તે જ વખતે પ્રત્યુત્તર આપ્યો. એટલે કે કૃષ્ણ ઉપર બાણો છોડ્યા. કૃષ્ણ તેની બાણોની શ્રેણીને છેદ્યા પછી બાણ વડે ધનુષ્યની દોરીને છેદી (તોડી) નાંખી. ત્યારે ચેદિ રાજા શિશુપાલ શીવ્ર બીજું ધનુષ્ય ચડાવ્યું. ફરી પણ તેણે કૃષ્ણ પ્રતિ બાણોને છોડ્યા. ફરી પણ કૃષ્ણ બાણ વડે બાણોને છેદી નાખ્યા. પછી રાજલક્ષ્મીના સ્થાનરૂપ ધજાને છેદી નાખી. ત્યારબાદ એક બાણથી સારથિને, એક બાણથી તલવારને, એકથી ઢાલને, એ પ્રમાણે લીલામાત્ર (રમત કરવા) થકી અનેકવાર બોધ પમાડવા છતાં પણ જેનું મરણ નજીક છે, તેવો તે બોધ ન પામ્યો. ત્યારે એક બાણ વડે ચેદિ રાજા શિશુપાલનું મુગટ સહિત અને કુંડલ સહિત શિર છેદી નાખ્યું. તે સમયે આકાશમાં આ પ્રમાણે વાણી થઈ, આ કૃષ્ણને ધન્ય છે, જેણે પિતાની બહેનના (ફોઈ)ના કહેવાથી સો અપરાધ સહીને પછી અર્ધ ચંદ્રબાણ વડે શિશુપાલનું શિર છેવું. દમઘોષના પુત્ર શિશુપાલને હણીને યદુસૈન્યથી પરિવરેલો કૃષ્ણ જરાસંઘના સૈન્ય સાથે યુદ્ધ શરૂ કર્યું. For Personal & Private Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૩િ૩૦) સર્ગ - ૧૪ તેને પ્રલયકાળની ઉપમા જેવો જોઈને જરાસંઘે સોમક દૂતને પૂછ્યું : “હે સોમક ! મારી આજ્ઞાથી દૂતરૂપે ગયેલા જે જે રાજાઓને તેં જાણ્યા–ઓળખ્યા છે, તે અમને નિશાની સાથે કહે.” તે સાંભળીને સોમકે કહ્યું: “હે સ્વામિન્ ! આ સેનારૂપ સમુદ્રની મધ્યમાં ઉભેલો મેરૂની જેમ નિશ્ચલ, સ્વર્ણરથમાં બેઠેલો, નીલધ્વજવાળો, સુવર્ણવર્ણ અજવાળો સમુદ્રવિજય દેખાય છે. એની જ બાજુમાં ડાબી બાજુ પોપટના રંગ જેવો નીલવર્ણ અશ્વયુક્ત રથવાળો વૃષધ્વજી માતલિ સારથિ સહિત સમુદ્રવિજયનો પુત્ર મહાબલવાન નેમિ જિનવર સકલ સૈન્યની રક્ષા કરનાર રહ્યા છે. આ શ્વેત અશ્વયુક્ત રથવાળો, ગરૂડ ધ્વજાવાળો, પાડાના વર્ણ જેવા વાદળ સમાન શ્યામશરીરી સેનાની આગળ રહેલો તમારો શત્રુ કૃષ્ણ ઇન્દ્રની જેમ શોભી રહ્યો છે. એની જ જમણી બાજુ અરીઠાના વર્ણ જેવા ઘોડાઓ વડે શોભતા રથવાળા મહાબલવાન અતિથિ છે. હાલતો ચાલતો હિમાલય જેવો યુદ્ધમાં નિશ્ચલ ચાંદીની ક્રાન્તિ જેવો શ્વેત કૃષ્ણનો મોટોભાઈ શત્રુ પર જય મેળવનાર અપર (બીજા) નામે બલભદ્ર છે. આ નીલરથિ પાડુપુત્ર મહાબલવાન સૈન્યથી પરિવરેલો યુધિષ્ઠિર છે. શ્વેત ઘોડાયુક્ત રથવાળો, જયરૂપ લક્ષ્મીના સ્થાનરૂપ અર્જુન આપની સામે શોભી રહ્યો છે. નીલકમલના વર્ણવાળા ઘોડાથી યુક્ત રથમાં બેઠેલા મોટી કાયાવાળો પાડાના સ્કંધ જેવો મજબૂત દુર્યોધનનો મારક મહાપરાક્રમી ભીમ નામનો મહાવીર દેખાય છે. આ શત્રુના સમૂહને હણનારો રક્તઘોડાથી યુક્ત રથવાળો નકુલ છે. તેની જ પાસે પીળા ઘોડાથી યુક્ત રથવાળો શ્વેતધ્વજવાળો સહદેવ છે. આ મહાબલવાળા પાંચેય પાંડવો, કૌરવોનો નાશ કરીને આપની સામા રહ્યા છે. આ શ્યામ અશ્વવાળા રથવાળો કૃષ્ણનો ભાઈ, સેનાપતિ પદે રહેલો મહાબલવાન, જગતમાં એક શૂરવીર ગજધ્વજી મેરૂ જેમ અડગ તમારી સામે અનાવૃષ્ણિ દેખાય છે. આ કાબરચિત્ર ઘોડાવાળો અને કદલી ધ્વજી અક્રૂર નામનો યોદ્ધો છે. આ નેમિનો ભાઈ મહાનેમિ એકલો પણ અનેકની સાથે યુદ્ધ કરનારો કુમુદ સરીખા ઘોડાવાળા રથમાં બેઠેલો તમારી સામે વારંવાર જુએ છે. આ ઉગ્રસેન રાજા પોપટની ચાંચના રંગ સરીખા અજવાળા રથમાં બેઠેલા ધનુષ્યનો ટંકાર કરતા શોભે છે. આ તેતરના રંગ જેવા ઘોડાવાળા રથમાં બેઠેલો મૃગધ્વજી મહાવીર જરાકુમાર વિકટ ભૃકુટિથી ભયંકર છે. આ કપિલ રક્તવર્ણી લાલ ઘોડાવાળા રથમાં બેઠેલો શિશુમારના ચિત્રવાળી ધજાવાળો પવનપુત્ર છે. આ કામ્બોજ દેશી ઘોડાવાળો સિંહલેશ્વર છે. આ કમળવર્ણવાળા ઘોડાથી યુક્ત રથવાળો પદ્મ જેવા મુખવાળો તમારી લક્ષ્મીનો અભિલાષી પઘરથ છે. આ કબૂતરના રંગવાળા અશ્વથી યુક્ત રથ સારણ રાજાનો છે. “વિવિધ પ્રકારના ઘોડાયુક્ત રથ અને ધ્વજાવાળા બીજા પણ ઘણા યાદવો છે. પરંતુ તે બધાય વિવરણ સાથે કહેવા માટે શક્ય નથી.” For Personal & Private Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૪ ૩િ૩૧) પાંડવ ચરિત્રમ્ સોમક દૂતના મુખથી યાદવસેનાનું વર્ણન સાંભળીને વધતા ક્રોધરૂપી અગ્નિવાળો જરાસંઘ અગ્નિની જેમ બધા યાદવોને ખાઈ જવા માટે ઇચ્છી રહ્યો છે. પછી યાદવસેનામાં પ્રવેશી ગયેલા અત્યંત બલવાન, કલ્પાન્તકાલના પવનની ઉપમા સમાન જરાસંઘે તેવા પ્રકારની પણ યાદવસેનાને ક્ષણમાત્રમાં પીછેહઠ કરાવી. અરિષ્ટ નેમિએ તે યાદવસેનાને ડહોળી (મથી) નંખાતી જોઈને સારથિને કહ્યું: “હે માતલે ! આ યાદવસેનાને જરાસંઘ રાજા પીડી રહ્યો છે.” માતલિએ કહ્યું : હે દેવ ! આ તમારા ભાઈની સેનાને જરાસંઘ વડે (મથી) ડહોળી નંખાતી જોઈને આપને ઉપેક્ષા કરવી ઉચિત નથી.” કારણ કે – મમતા વિનાના એવા તમારે જો કે પાપકારી થાય તો પણ ઇન્દ્રના રથનો ઉપયોગ કરી સફળ કરો. એ પ્રમાણે માતલિના કહેતાં અનંત બલના પરાક્રમી શ્રી નેમિએ ધનુષ્ય પર બાણને ચડાવ્યું. તેમના ધનુષ્યના રણકારના શબ્દથી બધી દિશાઓ અવાજમય બની ગઈ. પછી ફરી નેમિકુમારે પોતાના મુખની ફૂંકથી (વાયુથી) શંખ વગાડ્યો. તે શંખના અવાજથી શત્રુ (જરાસંઘ) સૈનિકો મૂચ્છિત થયેલા જમીન ઉપર આળોટવા લાગ્યા. કેટલાક નાસી ગયેલા પર્વતની ગુફામાં પેસી ગયા, કેટલાક નાસી જઈને પોતાના સ્થાન (છાવણી)માં જતા રહ્યા. કેટલાકે જરાસંઘનું શરણ સ્વીકાર્યું. એ રીતે મેરૂ જેમ નિશ્ચલ જરાસંઘનું સંપૂર્ણ સૈન્ય નાસી જતાં માતલિએ નેમિને કહ્યું : “હે દેવ ! તમે આ બધીય શત્રુસેનાને જીતી લીધી છે, તો હવે યાદવશત્રુ એવા આ મદાર્ધ જરાસંઘની કેમ ઉપેક્ષા કરો છો ? આ બીજા રાજાઓના સમૂહ વડે પણ છેદાવો દુષ્કર છે. એક ધનુષ્ય બાણ) વડે આપનાથી તે છેદી શકાય તેમ છે.” માતલિએ કહેલા તેના આ વચન દયાપૂર્વક નેમિનિને સાંભળ્યા. પછી સમુદ્રવિજયના પુત્ર નેમિએ મૌન છોડીને કહ્યું : “હે સારથી! આ રાજાઓને રોકવા મારા જેવાને ઉચિત યોગ્ય નથી.” ભાઈના આગ્રહથી હું અહીંયા આવ્યો છું. સંગ્રામ (યુદ્ધ) સાથે મારે શું પ્રયોજન ? વળી આ એક શાશ્વત વસ્તુ (નિયમ) છે કે વાસુદેવ વડે જ પ્રતિવાસુદેવ હણાય છે. તે માતલિ, મારૂં કહેલું તું થોડા જ દિવસમાં જોઈશ. એ પ્રમાણે કહીને સ્વામિ (નેમિ) એ માતલિને મૌન કર્યો. પછી સ્વામિની આજ્ઞાથી માતલિએ રથને સૈન્યની ચારેબાજુ અને ચારે દિશાઓમાં ભમાવીને યાદવ સૈન્યની રક્ષા કરી. વળી ફરી બંને પક્ષ સૈન્ય સજ્જ થતાં યુદ્ધ માટે તૈયાર થયા. અભિમાનપૂર્વક જરાસંઘના ઓગણસિત્તેર (૬૯) પુત્રોએ પિતાની આગળ થઈને કૃષ્ણને રોક્યો. તેવી રીતે જરાસંઘના અઠ્યાવીસ પુત્રોએ બલભદ્રને રોક્યો. પછી કૃષ્ણ અને બલભદ્ર એ બે જણા જરાસંઘના પુત્રો સાથે યુદ્ધ કરવા લાગ્યા. તેઓની સાથે યુદ્ધ કરતાં બલભદ્ર હળ અને For Personal & Private Use Only Page #365 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ (૩૩૨) સર્ગ - ૧૪ મૂશળ વડે જરાસંઘના તે અઠ્યાવીસે પુત્રોને ચૂરી નાખ્યા. તે પુત્રોને ચૂરી નાખેલા જોઈને ક્રોધે ભરાયેલા જરાસંઘે ગદા વડે રામ (બલભદ્ર)ને છાતી પર ઘા કર્યો. તે પ્રહારની વ્યથાથી પીડાતા રામ (બલભદ્ર) અત્યંત આકુળ-વ્યાકુળ થઈને ભૂમિ પર પડી જવાથી મુખમાંથી લોહીની ઉલ્ટી થઈ. ત્યારે યાદવ સેનામાં હાહાકાર મચી ગયો. તે હાહાકાર સાંભળીને ક્રોધથી લાલ આંખવાળા અર્જુને મગધના રાજા (જરાસંઘને) અટકાવ્યો. અર્જુનના તે બાણો વડે પ્રહાર કરાયેલો જરાસંઘ જરાથી ઘેરાયેલાની જેમ જર્જરિત થયો. ત્યારે જરાસંઘે વિચાર્યું કે, અહો ! બલવાન અર્જુન જે કુરુસેનાનો અંત કરીને મારા સન્યનો પણ અંત કરનારો થયો. હવે ગદાના પ્રહારથી વિહલ (દુઃખી) બલભદ્રને જાણીને જરાસંઘના તે ૬૯ પુત્રોને યમ ઘરે પહોંચાડ્યા. પછી જરાસંઘે કૃષ્ણની પાસે આવીને આ પ્રમાણે કહ્યું : “હે ગોપાલ બાલક ! આજે આ યુદ્ધમાં હું તારા પેટમાંથી કંસ, કાલાદિન કુમારને ખેંચી કાઢીશ. આથી તું તૈયાર થા. કવચને પહેરી લે, હાથમાં શસ્ત્ર લે, શસ્ત્રરહિતને ક્યારે પણ હું હણતો નથી. તો હું જરાસંઘ જે આજે તમને હણીને મારી પુત્રી જીવ શાની પ્રતિજ્ઞાને પૂર્ણ કરીશ.” એ પ્રમાણે શત્રુ જરાસંઘને બોલતો સાંભળીને ક્ષોભ વિના કૃષ્ણ કહ્યું : “હે રાજન! તું પણ જમાઈ કંસને મળવા માટે ઉત્સુક લાગે છે. કારણ કે મારી સાથે યુદ્ધ કરવા તૈયાર થયો છે.” * એ પ્રમાણે બંનેય પરસ્પર (સામસામા) વાણી વડે તર્જના કરીને ધનુષ્યના ટંકાર કરતાં બાણવૃષ્ટિને કરવા લાગ્યા. બાણવૃષ્ટિ વડે કરીને યાદવ સૈન્યની તર્જના કરતા શરદઋતુના વાદળની જેમ ગર્જના કરતા જરાસંઘે સૂર્યમંડળને ઢાંકી દીધું. કૃષ્ણ પણ બાણસારો વર્ષાવીને જરાસંઘની સેનાને પીછેહઠ કરાવીને જરાસંઘને વ્યાકુળ બનાવી દીધો. તે બંનેનું યુદ્ધ થતાં રામ અને રાવણનું યુદ્ધ જોનારા દેવોને તેવો જ રસ ઉત્પન્ન થયો. જરાસંઘે કૃષ્ણ પર જે શસ્ત્ર છોડ્યા હતા, તે કૃષ્ણ રસ્તામાં જ તોડી નાખ્યા. તે બંનેનું યુદ્ધ થતાં આકાશમાં દેવોએ કોલાહલ કરવા માંડ્યો. કૃષ્ણ જરાસંઘના બાણોને ખંડિત કરીને તેને વિલખો કરી નાખ્યો. પછી વિલખો પડી ગયેલો જરાસંઘ ભાલા, તલવાર, તોમરાદિ શસ્ત્ર થકી પણ ભેદી ન શકાય તેવા શત્રુઓને જાણીને પૂર્વે સાધેલી પોતે સિદ્ધ કરેલી જરાસુર સુંદરીને સ્મરીને યાદવ સેનાને હણવા માટે રાત્રિએ જ મૂકી. જરાસંઘે મૂકેલી તે જરાસુંદરીદેવી રામ (બલદેવ) કૃષ્ણ અને નેમ વિના સમસ્ત સૈન્યના અંગમાં બીજી કાલરાત્રિની જેમ પ્રસરી ગઈ. તે જરાદેવીનું સ્વેચ્છાપૂર્વક ફેલાઈ જવાથી તે લશ્કરને સંપૂર્ણ રીતે ચેતનાથી ભ્રષ્ટ કર્યું. છતાં કંઈક ચેતના હોવાથી અલ્પ શ્વાસોશ્વાસ માત્ર લેતા હતા. હવે પ્રભાતે ઉઠેલા કૃષ્ણ ત્યારે પોતાના સૈન્યને તેવા પ્રકારનું જોઈને કંઈક પડી ગયેલા મુખવાળા For Personal & Private Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૪ ૩િ૩૩). પાંડવ ચરિત્રમ્ કૃષ્ણ નેમિને કહ્યું: “હે બંધો ! આ શું થયું ? તમારા જતાં મારું આ સૈન્ય મૂચ્છ પામેલું દેખાય છે. સ્વામિ નેમિએ કૃષ્ણ કહેલું વચન સાંભળીને અવધિજ્ઞાનથી વિચાર્યું. તે જ્ઞાન વડે જ જરાસુંદરીની ચેષ્ટા જાણી.” તે જાણીને સ્વામિએ કહ્યું: “હે કૃષ્ણ ! તારું સૈન્ય જરારૂપે જરાદેવીએ પકડ્યું દેખાય છે.” કૃષ્ણ કહ્યું : “હવે શું કરવું?” સ્વામિએ કહ્યું : “પાતાલ લોકમાં ધરણેન્દ્રના જિનમંદિરમાં ભવિષ્યમાં થનારા ત્રેવીસમા જિનશ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા વિદ્યમાન છે. આથી તું ત્રણ ઉપવાસ (અટ્ટમ) કરીને તે ધરણેન્દ્રની આરાધના કરીને તે પ્રતિમાને માંગ. ખરેખર આરાધના કરેલા એવા તારા માંગવાથી શ્રી પાર્શ્વનાથની પ્રતિમા આપશે. તેના ચરણકમલના જલના છંટકાવથી તારૂં આ સૈન્ય ક્રમપૂર્વક મૂર્છા ત્યજીને જાગૃત થઈ ઉઠી જશે.” ફરી શ્રી નેમિને કૃષ્ણ કહ્યું : “હે બંધુ ! ત્રણ દિવસ સુધી જ્યાં ધ્યાનમાં રહું, ત્યાં સુધી આ સેનાનું રક્ષણ કોણ કરશે?” નેમિનિને કહ્યું : “હે કૃષ્ણ ! તેટલો સમય શત્રુના ભયથી તારી સેનાનું હું રક્ષણ કરીશ. તું નિશ્ચિત થા.” તેવા નેમિનિના વચન સાંભળીને હર્ષિત મનવાળા કૃષ્ણ અઠ્ઠમ તપ વડે પૌષધશાળામાં જઈને પૌષધ લઈને ધ્યાનમાં તત્પર બની ધરણેન્દ્રને પ્રસન્ન કર્યો. હવે પ્રભાત સમયે જરાથી ગ્રસ્ત કૃષ્ણના સૈન્યને જાણીને હર્ષથી યુક્ત મનવાળો તે જરાસંઘ ચતુરંગ એનાથી યુક્ત બાણની વર્ષા કરતો યાદવોને જ્યાં હણવા માટે જાય છે, તેટલામાં નેમિના કહેવાથી ઈન્દ્ર મોકલેલા નેમિ રથના સારથી માતલિએ યાદવ સૈન્યની ચારે બાજુ ચારે દિશામાં વંટોળિયા (ચક્રવાત)ની જેમ જાતે જ નેમિના રથને ઘુમાવ્યો. રથમાં બેઠેલા સ્વામિ નેમિએ પણ અસંખ્યાત બાણોને સર્વત્ર ઊંચે છોડ્યા. સ્વામિએ છોડેલી તે બાણશ્રેણીને જોઈને જરાસંઘના સંબંધિ રાજાઓ તે યુદ્ધ મેદાનમાં સાક્ષીરૂપે દૂર જઈ ઊભા રહ્યા. ત્યારે કરૂણા હૃદયવાળા અરિષ્ટનેમિએ મૂકેલા બાણોથી કેટલાકના બખ્તર છેદાયા, કેટલાકના મુગટ, ધ્વજા અને બાણો છેદાયા. પરંતુ દયાળુ હોવાથી પ્રાણોને હર્યા નહિ. આ બાજુ ધ્યાનમાં લીન બનેલા કૃષ્ણ મહારાજાને ત્રીજે દિવસે ધરણેન્દ્રની આજ્ઞાથી પ્રભાપૂંજમાં રહેલી ધરણપ્રિયા પદ્માવતી પ્રગટ થઈ. દેવીઓના સમૂહથી ઘેરાયેલી તે પદ્માવતીને જોઈને ચરણમાં નમસ્કાર કરીને કૃષ્ણ સ્તુતિપૂર્વક આમ બોલ્યા અર્થાત્ કૃષ્ણ આ પ્રમાણે સ્તુતિ કરી. જેવી રીતે હું આજે ધન્ય બન્યો છું, કતાર્થ થયો છું. હે પાવને ! આજ હું પવિત્ર થયો છું. આજ મારી ઇચ્છા સફળ થઈ છે. કારણ કે તમારું દર્શન પામ્યો છું! હે દેવી! તમારા વૈભવનું મારી જીભ વડે હું કેટલું વર્ણન કરું. શક્રાદિ ઇન્દો પણ કહેવા માટે સમર્થ નથી. એ પ્રમાણેના કૃષ્ણના ભક્તિવચનથી પ્રીતિવાળી બનેલી પદ્માવતીએ કૃષ્ણને કહ્યું: “હે કૃષ્ણ જે કાર્ય માટે તમે મારા પતિને યાદ કર્યા છે, તે કાર્ય શું છે તે કહો. જેથી કરીને હું તમારું ઇચ્છિત For Personal & Private Use Only Page #367 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૪ પાંડવ ચિરત્રમ્ ૩૩૪ (મનપસંદ) શીઘ્ર પૂર્ણ કરૂં.' દેવીએ કહેલું સાંભળીને કૃષ્ણે કહ્યું : “હે ભગવતી પદ્મ ! જો તું ખરેખર ખુશ થઈ છે તો તારા ભવનમાં રહેલી શ્રી પાર્શ્વપ્રભુની અદ્ભૂત પ્રતિમા મને આપ. જેથી કરીને તે જરાથી જકડાયેલા મારા સૈન્યને તેના પ્રક્ષાલના જળથી છોડાવું અર્થાત્ જાગૃત કરૂં, તૈયાર કરૂં.'’ કૃષ્ણે કહેલું સાંભળીને ફરી પદ્માવતીએ કહ્યું : ‘હે કૃષ્ણ ! તે પાર્શ્વપ્રતિમા અહીં નહીં આવે, તે પ્રતિમા વિના જ હું તમારા સૈન્યને ચેતનવંતુ કરી આપીશ. વળી જરાસંઘને સૈન્ય સાથે બાંધીને ક્ષણવારમાં જ તમારી આગળ લાવું છું. ઇત્યાદિ જે જે તમે ઇચ્છિત કહેશો તે બધું ક્ષણમાત્રમાં જ પૂર્ણ કરીશ. પરંતુ પાર્શ્વ પ્રતિમાને લાવવા માટે મને ઉત્સાહ થતો નથી.’’ તે સાંભળીને ફરી કૃષ્ણે કહ્યું : “હે દેવી ! આ બધું તું કરીશ, પરંતુ એ પ્રમાણે કરતાં અમારામાં કંઈપણ તાકાત નથી. માત્ર જગ અપવાદ (લોકનિંદા) થશે. કારણ કે દેવતાએ આ બધુ સંહારાદિ કર્યું છે. આથી જો તું પ્રસન્ન થઈ છો, તો મને પાર્શ્વ પ્રતિમા આપ. જેથી કરીને હું તારી કૃપાથી જાતે જ યુદ્ધમાં શત્રુને હણી નાખું.” કૃષ્ણના આ પ્રમાણેના આગ્રહથી અને ભક્તિથી તુષ્ટ થયેલી પદ્માવતીએ પાર્શ્વપ્રભુની પ્રતિમાને લાવી આપીને પોતાના સ્થાનમાં ચાલી ગઈ. હવે શ્રીકૃષ્ણે શ્રી પાર્શ્વપ્રભુની પ્રતિમાની પૂજા કરીને સ્નાત્રજલ (પક્ષાલ) લઈને સમગ્ર સૈન્ય પર છાંટ્યું. તે જલના છંટકાવથી સૈન્ય ફરી નિદ્રામાંથી ઊઠતાં ન હોય, તેમ બેઠું થઈ ગયું. એટલે કે જાગૃત થઈ ગયું. તે ઉઠેલા સૈન્યને તૈયાર થયેલું જોઈને હર્ષથી ઉલ્લસિત મનવાળા કૃષ્ણે બીજાના સૈન્ય બળને ત્રાસ આપનારો પોતાના લશ્કરનું બળ વધારનારો પંચજન્ય શંખ વગાડ્યો. તેથી શત્રુસૈન્ય ત્રાસ પામ્યું અને યાદવ સૈન્ય આનંદિત થયું. પછી પ્રભાતકાલે સંપૂર્ણ સૈન્ય યુદ્ધ માટે તૈયાર થતાં શ્રી નેમિ જિનેશ્વરે પ્રતિવાસુદેવને વાસુદેવ હણે છે, એ પ્રમાણે જગતનો સ્વભાવ જાણીને ભગવાન જાતે જ યુદ્ધથી અટકી ગયા. તેવી જ રીતે યુદ્ધ કરવા તૈયાર થયેલા કૃષ્ણે જરાસંઘને બાણથી હણવા યોગ્ય જાણીને એક બાણથી ધજા છેદી નાખી, એક બાણથી છત્ર, બે બાણથી બે ચામર, એક બાણથી મુગટ, એક બાણથી સારથિનું મસ્તક છેદી નાખ્યું. તેથી અત્યંત ક્રોધિત થયેલા જરાસંઘે સુદર્શન ચક્રને યાદ કર્યું. દેવાધિષ્ઠિત તે ચક્ર પણ સ્મરણ કરવા માત્રથી જરાસંઘના હાથમાં આવી ગયું. તેથી વિકસ્વર થયેલા મુખકમળવાળા જરાસંઘે કૃષ્ણને કહ્યું : “હે ગોપ ! મારા શરણે આવી જા, નહિ તો હું તને આ ચક્ર વડે હણીને કંસને માર્યાનું વૈર દૂર કરીશ.” એ પ્રમાણે જરાસંઘે કહેતાં કૃષ્ણે કહ્યું : “હે જરાસંઘ ! હાથમાં લોખંડનો ટુકડો આવતાં ફોગટનું અભિમાન કેમ કરે છે આ તારૂં જ ચક્ર પુણ્ય જતાં તને જ હણશે. એ પ્રમાણેનું કહેવું સાંભળીને ક્રોધથી લાલ થયેલા જરાસંઘે હાથના આગળના ભાગ પર ચક્ર ફેરવીને કૃષ્ણ ઉપ૨ છોડ્યું. આકાશમાં સૂર્યમંડળની જેમ તેજસ્વી ચક્રને જોઈને યાદવોએ હાહાકાર મચાવી દીધો. વિદ્યાધરો પણ ચક્રને આવતું જોઈને તે માર્ગથી અહીં-તહીં વિખરાઈ ગયા. દેવોના પણ વિમાનો તેના માર્ગથી જ્યાં ત્યાં નાસી ગયા. અર્થાત્ આઘા પાછા થઈ ગયા. For Personal & Private Use Only Page #368 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૪ ૩િ૩૫) પાંડવ ચરિત્રમ્ ચક્રને આવતું જોઈને કૃષ્ણ શસ્ત્રો વડે તાડના કરી. તેવી જ રીતે બલભદ્ર હળ અને મૂશળ વડે ફટકા માર્યા. ક્રોધે ભરાયેલા અનાવૃષ્ણિએ લોખંડના હથોડાથી પ્રહાર કર્યા. સમુદ્રવિજયાદિ યાદવોએ બાણ વગેરે શસ્ત્ર વડે આવતા એવા તેને ઠપકાર્યું. યુધિષ્ઠિરે શક્તિ વડે ચક્રને માર માર્યો. ભીમે ગદા ફટકારી, અર્જુને દૈવી બાણો વડે સુદર્શનને હણ્યું. નકુલે ભાલાથી, સહદેવે બાણો વડે તાડના કરી. એ પ્રમાણે બધાય યાદવો પોતાની શક્તિ વડે તે ચક્રને હણવા લાગ્યા. તો પણ કોઈથી પણ તે અસ્મલિત તૂટ્યા વિના પાછું પડ્યા વિના તેજસ્વી અગ્નિના કણોને વરસાવતું સૂર્યમંડલની જેમ દિગ્વધૂના મુખને ચમકાવતું સામે આવતું જોઈને યાદવોએ આ પ્રમાણે વિચાર્યું કે ખરેખર આજ જગત કૃષ્ણ વિનાનું થઈ (જશે) ગયું. સમુદ્રવિજયાદિ યાદવો વડે એ પ્રમાણે વિચાર કરાતાં તે ચક્ર કૃષ્ણની છાતી પર આવી તે તુંબડું અથડાયું અને કૃષ્ણનો જમણો હાથ અલંકૃત કર્યો. ત્યારે યાદવ સેના આનંદ પામતાં શત્રુસેના નિરાશ પામતાં (થતાં) તે કૃષ્ણના હાથમાં આવેલા તે ચક્રથી વજ વડે ઈન્દ્ર શોભી ઉઠે તેમ અત્યંત શોભવા લાગ્યો.” કમળની જેમ તે ચક્રને હાથમાં લઈને કૃષ્ણ જરાસંઘને કહ્યું : “હે જરાસંઘ ! મરણ આવી ગયું છે. હવે મરણને વિશે પ્રયત્ન કર. પુણ્ય જતાં તારૂં બધું જ ગયું છે. જેવી રીતે શસ્ત્રરહિત શૂરવીર શોભતો નથી, મંત્ર વગરનો મંત્રી, ચક્ર વગરનું ગાડું, કિલ્લા વગરનું નગર, સેના વિનાનો રાજા, દાંત વગરનો હાથી, દંડ વિનાની ધજા, કલારહિત પુરુષ, તપ વિનાનો મુનિ, તેજહીન મણિ, બાણ વિનાનું ધનુષ્ય, ધાર વિનાની કૃપાણ (તલવાર), પ્રતિજ્ઞા વિનાનો સન્દુરુષ, લજ્જા વિનાની કુલવધુ, વૃક્ષ વિનાનું ઉદ્યાન, ફળ વિનાનું વૃક્ષ, દાન વગરનું ધન, રાજા વિનાનો દેશ, પુત્ર વિનાનો વંશ, સુગંધ રહિત પુષ્પ, વચન વિનાનું મુખ, મીઠા વિનાનું ભોજન, સત્ય વિનાની સરસ્વતી, શોભતા નથી. આથી પુણ્યનો સંચય કર અથવા મને નમીને (શરણે આવીને) સ્વપ્રાણની રક્ષા માટે મારી આજ્ઞાને શિરોધાર્ય કરીને સ્વસ્થાને ચાલ્યો જા. વૃદ્ધ હોવાથી તે અનુકંપા કરવા યોગ્ય છે. હજુ પણ તારું કંઈપણ ગયું નથી.” જેમ કે – હે નૃપ! વિચાર કર, હજુ પણ કંઈ ગયું નથી. તે શું સાંભળ્યું નથી? જીવતો નર ભદ્રા પામે. એ પ્રમાણે કૃષ્ણ કહેતાં જરાસંઘ બોલ્યો : “રે રે ગોપાલ બાલક ! (ગોવાળિયા) મારું ચક્ર હાથમાં આવવાથી તું શું અભિમાન કરે છે ? જેવી રીતે કૂતરો હાડકું મળતાં સંતોષ અનુભવે છે. તેમ તું પણ લોખંડનો ટુકડો મળતાં સંતોષ અનુભવે છે (પામે છે). એ રીતે તિરસ્કૃત થયેલા કૃષ્ણ પહેલાં બાણ વડે ગગનને આચ્છાદિત કરીને પછી સિદ્ધાંતમાં કહેલું વિચારીને હાથમાં ચક્રને કુંભારના ચાકડાની જેમ ભમાવીને જરાસંઘને હણવા માટે ફેંક્યું.” For Personal & Private Use Only Page #369 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૩િ૩૬) સર્ગ - ૧૪ જ્વાલાના ઘટાટોપ સાથે આવીને મુગટ અને કુંડલ સાથે કમળના છેદની જેમ તેનું શિર છેદી નાખ્યું. તે ચક્ર વડે જરાસંઘનું મસ્તક છેદીને ફરીથી કૃષ્ણના હાથને શોભાવ્યો. એટલે કે કાર્ય નિષ્પન્ન કરી ફરી પાછું તે ચક્રે આવીને કૃષ્ણનો હાથ શોભાવ્યો. જેવી રીતે સેવક માલિકનું કામ કરીને ફરી સ્વામિ (શેઠ) પાસે આવી જાય છે. તેવી રીતે તે સુદર્શન ચક્ર સ્વામિનું કાર્ય કરીને કૃષ્ણના હાથમાં આવી ગયું. જરાસંઘ કૃષ્ણથી હણાયો છે, એ જાણીને આકાશમાં દેવોએ કૃષ્ણના મસ્તક પર (આનંદથી) પુષ્પવૃષ્ટિ કરી. આ નવમો વાસુદેવ ઉત્પન્ન થયો છે, એ પ્રમાણે દેવોએ ઉદ્ઘોષણા કરી. વળી તે દેવોએ મનુષ્યલોક, પાતાલલોક અને સ્વર્ગલોકમાં કૃષ્ણની જીતની પ્રશંસા કરવા વડે દેવદુંદુભિના અદ્વૈત શબ્દ વડે (અવાજ થકી) જ વિશ્વને ભરી દીધું. જરાસંઘના સેવક રાજાઓ સ્વામિ હણાયા છે. એ જાણીને કેટલાકે નેમિનું શરણું લીધું. કેટલાકે બળદેવનું શરણું લીધું, કેટલાકે કૃષ્ણનું શરણું લીધું. કૃષ્ણ પણ જરાસંઘના તે સર્વે સૈનિકોને અભય આદિ દાન વડે અત્યંત સંતોષ (આપ્યો) પમાડ્યા. કહ્યું છે કે સંસારમાં મરણ સરીખો કોઈ ભય નથી. કુંદપુષ્પ જેવા ઉજ્જવલ નિર્મળ યશવાળા કૃષ્ણ ગુસ્સે થતાં અમારું જીવવાપણું રહેશે નહિ. એ પ્રમાણે વિચારીને જરાસંઘના સેવકોએ કૃષ્ણને નમસ્કાર કર્યા અર્થાત્ તેના પગમાં પડ્યા. નેમિએ શરણે આવેલા રાજાઓને કૃષ્ણની પાસે લઈ જઈને તેઓની પીઠ ઉપર હાથ મૂકાવ્યો. થોડો કાળ ગયે છતે જરાસંઘ મંત્રીઓએ જરાસંઘના પુત્ર સહદેવને કૃષ્ણના ઉત્સગે મૂક્યો. કૃષ્ણ તે સહદેવને માગધ દેશના સ્વામિ જરાસંઘની જગ્યા પર મગધનો રાજા બનાવ્યો. કારણ કે મોટા મનવાળાનો ગુસ્સો નમસ્કાર ન કરે ત્યાં સુધી જ હોય છે. હવે કૃષ્ણની આજ્ઞાથી અનાધૃષ્ણિએ બધા સૈનિકોને લાગેલા ઘાની ચિકિત્સા કરી. પછી મૃત્યુ પામેલા બધાયનો સમુદ્રવિજયની આજ્ઞાથી અનાવૃષ્ણિએ અગ્નિ નામના શસ્ત્રથી અગ્નિસંસ્કાર કર્યો. જરાસંઘના પુત્ર સહદેવે બંધુઓની સાથે જરાસંઘનું મૃત કાર્ય ચંદનાદિ વડે કર્યું. હવે એ રડતા જરાસંઘના પક્ષવાળા બંધુપુત્ર વગેરેને બલભદ્ર, વાસુદેવ આદિએ શોકથી પાછા વાળી કંઈક સુખને હર્ષને પમાડ્યા. અહો ! બધાની આ જ પરિસ્થિતિ છે, જુઓ. જેમ કે તીર્થકરો, ગણધરો, દેવેન્દ્રો, ચક્રવર્તી, વાસુદેવ, બલભદ્ર વગેરેનું દુષ્ટ વિધિએ અપહરણ કર્યું છે તો બીજા જીવોનું તો શું કહેવું? ઇત્યાદિ વચનોથી સંતોષેલા સહદેવ આદિ જરાસંઘના પુત્રો પોત પોતાના કાર્યો કરવા માટે પ્રયત્નશીલ બન્યા. અર્થાત્ કાર્ય માટે તૈયાર થયા. પછી જયને વરેલા શ્રીકૃષ્ણ શ્રી પાર્શ્વપ્રભુની પૂજા માટે પ્રાપ્ત કરેલી જયની ભૂમિ પર શંખેશ્વર નામનું નગર વસાવ્યું. For Personal & Private Use Only Page #370 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ સર્ગ - ૧૪ ૩૩૭ જેવી રીતે કૃષ્ણે અત્યંત ભક્તિવાળા યાદવોથી પ્રેરાઈને શ્રી પાર્શ્વનાથની મૂર્તિ અને પોતાની મૂર્તિ સ્થાપન કરી અને ત્યાં પોતાનું શાસન રચીને પોતાનું નગર વસાવ્યું. પછી સકલ સૈન્યથી પરિવરેલા પોતાની શિબિરમાં આવ્યા. તે પછી બધા યાદવો સમુદ્રવિજય આદિ સાથે અત્યંત ઉત્સાહથી ગર્વિત થયેલા હોવા છતાં બલભદ્ર, કૃષ્ણ, નેમિને સર્વોપરી માને છે. માતલિ સારથિ સર્વ સૈન્યને સ્વસ્થ જાણીને નેમિનાથની અનુજ્ઞા મેળવીને આનંદિત મન સાથે દેવલોકે ગયો. હર્ષથી ખીલી ઉઠેલા રોમને ધારણ કરતાં તેણે તે બધી વાત ઇન્દ્રને કરી. એક વખત સમુદ્રવિજયાદિ યાદવોથી રિવરેલા સભામાં બેઠેલા કૃષ્ણે આકાશમાં વાજિંત્રનો અવાજ સાંભળ્યો. જ્યાં તે બધા યાદવો ઉપર (સામે) મુખ કરી જુએ છે, તેટલામાં વિમાનના સમૂહો વડે આકાશ વ્યાપ્ત થઈ ગયું. તે વિમાનમાંથી શામ્બ, પ્રદ્યુમ્ન સાથે વસુદેવ બહાર આવ્યા. સમુદ્રવિજયાદિ વડીલોને નમીને વસુદેવ, પ્રદ્યુમ્ન, શામ્બ વગેરે યોગ્ય સ્થાને બેઠા. વસુદેવની સાથે આવેલા વિદ્યાધરો સમુદ્રવિજયને નમીને પછી કૃષ્ણ અને બલભદ્રને નમીને યથાસ્થાને બેઠેલા તેઓએ વિદ્યાથી અધિક વસુદેવના બલનું વર્ણન કરતાં કૌસ્તુભ આદિ રત્નોની રાશિઓ વડે કૃષ્ણની પૂજા કરી. હે સ્વામિન્ ! અમે સેવકો નોકરો છીએ. પૂજ્યો અમને કૃપા કરીને જે કોઈ કાર્ય હોય તે ફરમાવે, તેવા વચન સાંભળીને કૃષ્ણે પણ ઉચિત સત્કાર કરીને, સન્માન આપીને ખૂબ જ નજીક રહેલા આસન પર બેસાડ્યા. કૃષ્ણની સેવામાં તત્પર રહેલા તેઓ પણ દેવેન્દ્રની જેમ શોભવા લાગ્યા. વળી સેનાના સમૂહો વડે પરિવરેલા ઇન્દ્રની સમાન અખંડ ત્રિખંડને તાબે (જીતવા) કરવા માટે કૃષ્ણે પ્રયાણ કર્યું. કારણ કે વાસુદેવનો આ આચાર છે. માર્ગમાં જતાં કંઈક ઉઠાવતાં અને કંઈક ઉખડેલાને ફરી રોપતા એ રીતે રસ્તે જતાં અખંડ ત્રિખંડ પૃથ્વીને જીતી લીધી. એ રીતે આગળ જતાં કોટિશિલા પાસે ગયા અને ત્યાં પહોંચ્યા. જેમ કે એક યોજન ઊંચી, એક યોજન પહોળી, એક યોજન લાંબી, એવી તે શિલા વડે વાસુદેવના બાહુની પરીક્ષા કરાઈ છે, એવી તે શિલાને બધા રાજાઓના દેખતાં કૃષ્ણે ક્ષણમાત્રમાં દડાને ઉછાળે તેમ જમીનથી ચાર આંગળ ઉંચી કરી. તેથી જયજયકારના અવાજપૂર્વક આનંદિત થયેલા દેવો અને વિદ્યાધરોએ કૃષ્ણ ઉપર પુષ્પવૃષ્ટિ કરી. અખંડ ઉદયી કૃષ્ણે છ મહિને દિગ્વિજય કરીને શત્રુના લશ્કર અને રાજાઓ સાથે અખંડ ત્રણ ખંડની પૃથ્વીને ભોગવતાં ચારણો વડે સ્તુતિ કરાતાં દેવ વિદ્યાધર યાદવાદિ વડે યશ ગવાતાં, દ્વારે દ્વારે ધવલ મંગલ વાજિંત્રાદિ થકી આરંભિત મંગલ સાથે દ્વારીકાપુરીમાં પ્રવેશ કર્યો. પછી અર્ધ ભરતના રાજાના રાજ્યાભિષેક માટે દેવગણ, માગધ, વરદામ, પ્રભાસ વગેરે તીર્થોના પાણી For Personal & Private Use Only Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ પાંડવ ચરિત્રમ્ સર્ગ - ૧૪ લાવ્યા. સમુદ્રવિજયાદિ યાદવો ઉગ્રસેનાદિ સોળ હજાર રાજાઓ, બલભદ્ર, યુધિષ્ઠિરાદિ ભાઈઓ, અર્ધ ભારતમાં વસતા બીજા પણ વિદ્યાધરો, દેવ વિદ્યાધરો, એ બધાએ ભેગા થઈને શુભ તીર્થોના જલથી ભરેલા મણિ, માણિક્ય, સુવર્ણ, રજત અને માટીવાળા કલ્પવૃક્ષની માળાથી વીંટળાયેલા, નીલકમલથી ઢંકાયેલા કળશો વડે કૃષ્ણનો ઉંચા સિંહાસન પર બેસાડીને રાજ્યાભિષેક કર્યો. કૃષ્ણના રાજ્યાભિષેક વખતે શિવાદેવી, રોહિણી, દેવકી, કુન્તી વગેરે માતાઓએ મંગલ ગીતો ગાયા. કેટલાક રાજાઓએ ઘોડાઓ ભેટ આપ્યા. એ પ્રમાણે કેટલાક રાજાઓએ હાથીઓ, કેટલાકે મણિ, માણિક્યની રાશિ, કેટલાકે કન્યાદિ કૃષ્ણને ભેટણારૂપે આપ્યા. એ પ્રમાણે તે રાજ્યાભિષેક સમયે તે સર્વ રાજાઓએ દાનનું વિતરણ કરતાં કલ્પવૃક્ષની જેમ કૃષ્ણ શોભતા હતા. ત્યારે એ પ્રમાણે બળભદ્રનો પણ બળદેવપણાનો અભિષેક થયો. એટલે કે બળભદ્રને બલદેવ તરીકે અભિષેક કરી સ્થાપન કર્યા. તે પછી રાજ્યાભિષેક થયા પછી બળદેવે અને વાસુદેવે સર્વ રાજાઓને દાન, માન, સન્માન આપવાપૂર્વક સારી રીતે સત્કાર કરીને વિદાય કરેલા તેઓ પોતાના સ્થાને ગયા. એ પ્રમાણે દેવો, વિદ્યાધરો, પૂજા કરાયેલા અને સત્કાર કરાયેલા પોતાના સ્થાનમાં ગયા. કૃષ્ણ રજા આપેલા યુધિષ્ઠિર રાજાએ બાંધવો સાથે કેટલાક રાજાઓથી પરિવરેલા બીજા દિવસે હસ્તિનાપુર તરફ પ્રસ્થાન કર્યું. પાંડવોના આગ્રહથી રામ, કૃષ્ણ, નેમિ, અનાવૃષ્ણિ, પ્રદ્યુમ્ન અને શામ્બકુમારોએ પાંડવોની સાથે પ્રયાણ કર્યું. ત્યારે પ્રીતિથી ભીના હૃદયવાળા થયેલા ચિત્રાંગદાદિ વિદ્યાધરોએ રસ્તામાં વસ્ત્રનું દાન કરતાં મહામહોત્સવ કર્યો. કુન્તીની સાથે શિવાદેવી, દેવકી, રોહિણી વગેરે યાદવ સ્ત્રીઓ સ્નેહયુક્ત ચિત્તવાળી થઈ સાથે જ ચાલી. કુન્તી સાથે માર્ગમાં આગળ ચાલતાં પાંડવ સ્ત્રીઓએ યાદવ સ્ત્રીઓની આગળ પરસ્પર આ પ્રમાણે સુંદર કથા (વાર્તાલાપ) કરવા લાગી. અમે કૃષ્ણની અઋણી કેવી રીતે થઈ શકીએ. જેને અમારા ઉપર બહુ ઉપકાર કર્યો છે. ઇત્યાદિ વાર્તાલાપ કરતી કરતી આગળ ચાલે છે. આ બાજુ આગળ જતા વિદ્યાધરોએ પાડુની આગળ વિનંતી કરી. પાડુ રાજાએ તેઓને ઇનામ આપીને નગરજનો સાથે તેઓ પુત્ર, મિત્ર અને યાદવોની સામે ગયા. તે પાંડવોનો ઉત્સાહ જોઈને પ્રફુલ્લિત કમળ જેવા વદનવાળા એવા તેની રોમરાજી વિકસિત થઈ ગઈ. પાડુપતિ સાથે આવેલા માદ્રીએ પુત્રોને જોઈને હર્ષના આંસુ વરસાવવા વડે નૂતન વરસાદ કર્યો. માતા-પિતાને જોતાં પાંડવો શીઘ વાહનોને છોડીને હસતે ચહેરે માતા-પિતાને નમ્યા. ખીલેલા પ્રેમવાળી માદ્રીએ ગાઢ રીતે ભેટવાપૂર્વક પોતાના હાથોથી કુન્તીના ચરણે સ્પર્શ કર્યો. દ્રૌપદી પાંચેય અંગોને જમીનને અડાડીને પાડુના અને માદ્રીના ચરણોમાં નમસ્કાર કર્યા. પાંચાલી (દ્રૌપદી)એ પાંચેય અંગો વડે પૃથ્વીને ચુંબન કરતાં પાડુ અને માદ્રિના ચરણમાં નમસ્કાર કર્યા બીજી પણ પાંડવ પત્નીઓએ યથાયોગ્ય નમસ્કાર કર્યા. તે બંનેએ પાંડવ-પત્નીઓને આશીર્વાદ આપ્યા. For Personal & Private Use Only Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩િ૩૯) સર્ગ - ૧૪ પાંડવ ચરિત્રમ્ - હસ્તિનાપુરમાં પાંડવના પ્રવેશ દિવસે નગરજનોએ દેવવિમાનથી પણ અધિક સુંદર મોતીઓવાળા ઘણા (મંચો) માંચડા બનાવ્યા. પ્રત્યેક દુકાને, પ્રત્યેક ઘરે લોકોએ તોરણો બાંધ્યા. પોતપોતાના ઘર, દુકાનોમાં કુમકુમના છાંટણા કર્યા. અર્થાત્ કુમકુમ વડે ચિત્રો ચીતર્યા. નગરપ્રવેશ સમયે પાડુરાજાએ પાંડવો માટે સ્થાને-સ્થાને નગરની ગણિકાઓ પાસે નાટક કરાવ્યા. પછી જયકુંજર હાથી પર બેઠેલા યુધિષ્ઠિર રાજા રાવણ હાથી પર બેઠેલા ઇન્દ્રની જેમ શોભતા હતા. ઘોડા પર બેઠેલા આગળ પાડુરાજા શોભતા હતા. વિષ્ણુ (કૃષ્ણ) બલભદ્ર, નેમિ, પ્રદ્યુમ્ન, શાસ્નાદિ હાથી પર બેઠેલા શોભતા હતા. ભીમાદિ ભાઈઓથી લઈ જવાતા, ચારણો વડે પ્રશંસા (સ્તુતિ) કરાતા, વારાંગનાઓ વડે છત્ર ધારણ કરાતા, સુંદર વારાંગનાઓ વડે વીંઝાતી ચામરવાળા, અમૃતભરી દૃષ્ટિ વડે પ્રજા (લોકો) વડે જોવાતા, લોકોના ઓવારણાને લેતાં, હર્ષથી ખૂલેલી આંખો વડે નગરજનોથી ગવાતા ગુણવાળા, લાખો ઝરૂખામાં આવેલી સ્ત્રીઓથી જોવાતા યુધિષ્ઠિરે હસ્તિનાપુરમાં પ્રવેશ કર્યો. પછી પહેલાં જિનમંદિરે જઈને જિનેશ્વરોને નમીને પછી સાધુ પાસે જઈને ત્યાં પણ ધર્મોપદેશ સાંભળીને પછી પોતાના ઘરના દ્વારે મંગળ ઉપચારો વડે પ્રવેશ કરીને સુવર્ણના સિંહાસન પર પૂર્વદિશા સામે રાજા યુધિષ્ઠિરને પાડુરાજા, બલભદ્ર અને કૃષ્ણ રાજ્ય પર બેસાડ્યા. ત્યારે યુધિષ્ઠિર રાજાએ યથાયોગ્ય સર્વરાજ લોકોને દાન આપ્યું. તે વખતે સર્વ રાજસમૂહે યુધિષ્ઠિર રાજાને હાથી, ઘોડા, રથ અને રત્નો ભેટારૂપે આપ્યા. ત્યારે નગરની નારીઓ આવી આવીને મનોહર ગીત, નૃત્ય, વાજિંત્રરૂપ સુંદર સંગીતત્રિક રચવા લાગી. યુધિષ્ઠિર ઉપર અત્યંત રાગવાળી પ્રજાને જોઈને કૃષ્ણ તેવા પ્રકારના પુત્ર જન્મદાત્રી માતા કુત્તીની પ્રશંસા કરી. યુધિષ્ઠિર તે દિવસથી લઈને જેવી કુન્તીની અને પાડુની ભક્તિ કરતા હતા, તેવી જ ભક્તિ ગાંધારી અને ધૃતરાષ્ટ્રની પણ કરતા હતા. હવે યુધિષ્ઠિર પોતાના ભાઈઓને આત્મતુલ્ય માને છે. બંધુઓ સાથે યુધિષ્ઠિર પાંચ બાણોની જેમ શોભે છે. યુધિષ્ઠિરના ઘરે રહીને કેટલાક દિવસ પછી પોતાના સ્થાનમાં જવા માટે કૃષ્ણ ફરી યુધિષ્ઠિરને પૂછ્યું : હે યુધિષ્ઠિર ! આપની આજ્ઞા હોય તો હું દ્વારિકા જાઉં. કૃષ્ણ કહેલું સાંભળીને યુધિષ્ઠિરે વિનયપૂર્વક નમીને સભામાં બધાના દેખતાં અંજલિ જોડીને કહ્યું કે હે કૃષ્ણ ! આ તારો જ પ્રભાવ છે કે જે અમને હસ્તિનાપુરનું સામ્રાજ્ય પ્રાપ્ત થયું છે. તારા પ્રભાવથી અમે યુદ્ધમાં ગાંગેય, દ્રોણ, દુર્યોધન વગેરે મહાયોદ્ધાઓ જીતી શક્યા છીએ. આ રાજલક્ષ્મી તારી જ છે, મારા પ્રાણો તારા જ છે. બીજું જે કંઈપણ છે, તે બધું તારું જ છે. હે કૃષ્ણ ! એવું શું છે કે જેથી અમે તારૂં સારું કરીએ તો પણ નિમિત્ત (કારણ) વિનાના ઉપકારી, વિશાળ હૃદયવાળા માટે તમારે મારા જેવા માણસને પોતાનો સેવક માનવો. એ પ્રમાણે બુદ્ધિમાન એવા યુધિષ્ઠિરે વિનંતી કરીને કૃષ્ણને સુવર્ણ, રત્ન, હાથી, ઘોડા વગેરે બધું ભેટરૂપે આપ્યું. તે બધી વસ્તુ જોઈને વાસુદેવે (કૃષ્ણ) યુધિષ્ઠિરને કહ્યું, હે યુધિષ્ઠિર ! તમારી For Personal & Private Use Only Page #373 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૩૪૦ સર્ગ - ૧૪ બધી વસ્તુ મારી જ છે. કારણ કે તમારા અને મારી વચ્ચે કાંઈ જ (જરા જેટલું પણ) અંતર નથી. તમે આપેલી આ બધી જ વસ્તુ મારી થયેલી છે. તેને તમે જ શોભાવો (રાખો). એમ કહીને કૃષ્ણ તે બધું યુધિષ્ઠિરને આપ્યું. પછી યુધિષ્ઠિર આદિ સર્વની અનુજ્ઞા લઈને દ્વારકા તરફ પ્રયાણ કર્યું. યુધિષ્ઠિર પણ કેટલેક સુધી બંધુ કૃષ્ણની સાથે જઈને પરાણે પાછા વળ્યા. રસ્તામાં કૃષ્ણ, યુધિષ્ઠિરાદિની પ્રશંસા કરતાં સ્વર્ગપુરી સમાન પોતાની નગરી દ્વારિકામાં આવી ગયા. યુધિષ્ઠિરે પોતાના સેવક રાજાદિઓને દાન-સન્માનાદિ વડે સંતોષીને સ્વગૃહે મોકલી આપ્યા. એ પ્રમાણે પાંડવોથી સન્માનિત થયેલા ચિત્રાંગદાદિ વિદ્યાધરો પણ પોતપોતાના સ્થાનમાં ગયા. જુગાર ખેલવાના વ્યસનથી અભિભૂત થયેલા પાંડવોએ પોતાના દેશમાંથી બધા વ્યસનોને દૂર કર્યા. એકનો પણ અપરાધ થતાં જ જ્ઞાતિનો ઉચ્છેદ કરતા હતા. તેવી રીતે પોતાના દેશમાં અમારિ પડહ વગડાવ્યો તથા પોતાના દેશમાં દાનનો મહિમા પ્રવર્તાવ્યો તથા પોતાના દેશમાં વિવિધ ખાદ્ય પદાર્થોની વિવિધ દાનશાળાઓ બનાવી તથા યુધિષ્ઠિરે સમસ્ત જિનમંદિરની યાત્રા યોજી. કારણ કે મહાત્માઓ (મહાન પુરુષો) ઉદાર લક્ષ્મી મેળવીને પુણ્યઅર્જનમાં પ્રયત્ન કરે છે. ત્યાં રહેલ નાસિક નગર શ્રી ચંદ્રપ્રભજિન મંદિરમાં દરરોજ પૂજા, પૂજન, મહામહોત્સવ કરાવ્યો. એ પ્રમાણે પુણ્ય સંચય કરનારા પાંચેય પાંડવો અને તે તે પ્રકારના પુણ્ય વડે દરરોજ સર્વ ભૂવલય ઉપર સમસ્ત રાજાઓ વડે પ્રશંસનીય પુણ્ય અને યશ પ્રાપ્ત કરતા હતા. આ પ્રમાણે શ્રીમત્તપાગચ્છાધિરાજ ભટ્ટારક શ્રી હીરવિજયસૂરિ પટ્ટાલંકાર ભટ્ટારક શ્રી વિજયસેનસૂરિના સામ્રાજ્ય પંડિત દેવવિજય ગણિ રચિત ગદ્યબદ્ધ સુંદર પાડવ ચરિત્રમાં જરાસંઘ વધ વર્ણન નામનો ચૌદમો સર્ગ પૂર્ણ થયો. For Personal & Private Use Only Page #374 -------------------------------------------------------------------------- ________________ પંદરમો સર્ગ ભક્તિયુક્ત રાજાએ દીક્ષિત થયેલા ગાંગેય મુનિને વંદન કરવા જવાની ઈચ્છાથી ભાઈઓને અને નગર જનોને આદેશ આપ્યો. તે નગરના લોકો અને ઘોડા પર બેઠેલા ભીમ વગેરે બધાય ભાઈઓ યુધિષ્ઠિર પાસે આવી દ્વાર પર ઉભા રહ્યા. પછી યુધિષ્ઠિર રાજાએ પંચકલ્યાણી ઘોડા પર બેસીને તેઓની સાથે ગાંગેય મુનિથી પવિત્ર થયેલી કુરુક્ષેત્રની નજીકમાં રહેલી પર્વતની ગુફા તરફ પ્રયાણ કર્યું. ક્રમે કરી માર્ગમાં આગળ ચાલતાં છત્રો વડે સૂરજને ઢાંકતા વંદન કરવાની ઇચ્છાથી આવતા વિમાન વડે આકાશને ઢાંકતા ગાંગેયથી અલંકૃત થયેલા પર્વતને છેડે પોતાના સૈન્યને રાખ્યું. પછી પગે ચાલીને જતાં રાજા યુધિષ્ઠિર પર્વતની ગુફાની મધ્યમાં બાણની શય્યા પર સૂતેલા અને ગીતાર્થ મુનિવરના કમળ જેવા કોમલ હાથ વડે અંગમર્દન કરાતાં આત્મધ્યાનમાં રહેલા દેહથી પણ સ્નેહરહિત (દેહ પર પણ મમત્વ વિનાના) ધર્મધ્યાનમાં એકાગ્ર ચિત્તવાળા, શરીરની જમણી બાજુ રહેલા ભવનો નાશ કરનાર એક મુદ્ર૨ સમાન ૨જોહરણથી શોભતા, મુહપત્તિથી શોભતા મુખવાળા, વિદ્યાધરીઓથી ગવાતા ગુણવાળા, દેવીઓ વડે શરૂ થયેલા, દિવ્ય નૃત્યના આનંદમાં ડૂબેલા, નાસિકાના અગ્ર ભાગ પર નાખેલી દૃષ્ટિવાળા આવા પ્રકારના ગાંગેય મુનિને જોયા. તેવા પ્રકારના દાદા ગાંગેયને જોઈને યુધિષ્ઠિર રાજાની આંખો આનંદ અને શોકથી શીતોષ્ણ આંસુવાળી બની. હવે પાંડવો મુગટ, પાદુકા, છત્ર, તલવાર અને ચામર, આ રાજચિહ્ન છોડીને પાંચ અભિગમ સાથે (૧) સચિત્ત દ્રવ્ય છોડીને, (૨) અચિત્ત દ્રવ્ય લઈને, (૩) ખેસ નાખીને, (૪) અંજલિ (હાથ) જોડીને, (૫) મનને એકાગ્ર કરીને, પંચાંગ પ્રણામ કરેલા પાંચેય પાંડવો ગાંગેય મહામુનિને વારંવાર નમન કરે છે. એ પ્રમાણે બધાય રાજાઓએ, અમાત્યોએ અને પૌર લોકોએ ગાંગેય મુનિને નમસ્કાર કર્યા. વળી ખેસયુક્ત યુધિષ્ઠિર ત્રણ પ્રદક્ષિણા આપીને ગાંગેય મુનિના ચરણોમાં For Personal & Private Use Only Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ પાંડવ ચરિત્રમ્ સર્ગ - ૧૫ પડ્યા. એ પ્રમાણે ચારેય પાંડવો તેમના વાત્સલ્યને યાદ કરે છે. ખોળામાં બેસાડવાનું, હાથમાં લઈને ચુંબન કરવાનું, અડધો ચાવેલો મુખવાસ ખવડાવવાનું યાદ કરતા હતા. ઇત્યાદિ વારંવાર યાદ કરતા પાંડવોએ ગાંગેય મુનિના ચરણોમાં મસ્તક નમાવ્યું. જેમ કે પિતાએ પ્રેમ પૂર્વક અચાનક દૂરથી બોલાવેલા, બે હાથ વડે ભેટીને બાજુમાં બેસાડી જે વાતચીત કરતા અને અડધો ચાલો મુખવાસ પ્રેમ પૂર્વક ખવડાવતા.... હે પાષાણ જેવા હે કૃતઘ હૃદય ! તે યાદ કરીને કેમ ફાટી જતું નથી, એ પ્રમાણે પાંડવો મનમાં વિચારતા હતા. ગાંગેય મુનિના ચરણોમાં પોતપોતાના મસ્તક ઝુકાવીને અશ્રુધારા વડે નિરંતર જાણે સ્નાન કરાવતા ન હોય તેવા ભક્તિ પરાયણ પાંડવો મહામુનિની સેવા કરે છે. કરૂણાસાગર મહામુનિ ગાંગેયે તે પાંડવોને ધીરેથી ધર્મલાભરૂપી આશિષ આપ્યા. તેઓ પણ આવીને હર્ષપૂર્વક મુનિની આગળ બેઠા. મુનિએ પણ નાસિકાના અગ્રભાગ પર રહેલી દૃષ્ટિને ખેંચીને આંખોને તેઓ પર લગાવી તથા મુનિપુંગવ, જીવનથી લઈને બાણના સંપર્કથી કર્કશ બનેલા હાથને તેઓની પીઠ પર વારંવાર ફેરવવા લાગ્યા. ત્યારે ગાંગેય મુનિના દર્શનમાં આસક્ત, મનોતાપ દૂર કરી દીધેલા અર્જુને ગાંગેય મુનિને વિનંતી કરી, હે તાત! તે વખતે મેં રાજ્યના લોભથી મહાહત્યાદિ પાપો કર્યા છે. તે પાપથી મલિન એવા મારી કેવી રીતે શુદ્ધિ થશે ? જો રાજ્યને માટે ભાઈઓનો ધ્વંસ કર્યો છે. હાથી, ઘોડા, સૈન્યના સમૂહોની મેં હત્યા કરી છે. એ પ્રમાણે બીજા પણ મનુષ્યના સમૂહોનો ધ્વંસ કર્યો છે તથા જ્યેષ્ઠ ધૃતરાષ્ટ્રના પુત્રોને વાણીથી વર્ણવી ન શકાય તેવું દુઃખ મેં આપ્યું છે. હે તાત ! તમે સંસારરૂપ સમુદ્રનો પાર પામ્યા છો. મને પણ ધર્મોપદેશરૂપ દાન આપી મારા પર અનુગ્રહ કરો. જેથી કરીને આપના પદને અનુસરીને ભવસમુદ્રનો પાર પામું. તેવી રીતે આ ભાઈ આદિના પાપથી હું છૂટી જાઉં. તમે પહેલાં મને રાજ્યનો ધર્મોપદેશ આપ્યો હતો. પ્રજાનું પાલન, દેવ-ગુરુની ભક્તિ કરવારૂપ, દુઃખીઓના દુઃખને દૂર કરવારૂપ, શરણે આવેલાનું રક્ષણ કરવારૂપ ઇત્યાદિ શીખવાડ્યું હતું. રાજ્યમાં હતા ત્યારે આપે રાજ્યધર્મ શીખવ્યો હતો. તેવી રીતે વર્તમાનકાળે પણ પથ્યની ઉપમા સમાન ધર્મોપદેશ આપો મુનિ ગાંગેયે કહ્યું - ધર્મોપદેશ સાંભળો, દાન, શીલ, તપ અને ભાવ એ પ્રમાણેનો ધર્મ જિનેશ્વરોએ કહ્યો છે જે ધર્મ સેવવાથી ચારે વર્ણોને કલ્યાણકર થાય છે. તેમાં દાનની વાત કરતાં કહે છે કે : યથાયોગ્ય કાળે સુપાત્રમાં દાન, સદ્ગુરુનો સમાગમ અને સંસારરૂપ સમુદ્રમાં બોધિ (સમ્યગ્દર્શન)નો લાભ, આ ભાગ્યથી પ્રાપ્ત થાય છે. For Personal & Private Use Only Page #376 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૫ ૩િ૪૩) પાંડવ ચરિત્રમ્ હવે શીલની વાત કરે છે : અતિ પાપી પામરો પણ દાન આપી શકે છે. પરંતુ શીલનું પાલન શક્ય બનતું નથી (કરી શકતા નથી.) ૧/ હવે તપની વાત કરે છે :બાહ્ય અને અત્યંતર ભેદથી બાર પ્રકારનો છે. તેમાં બાહ્ય કહે છે. તે આ પ્રમાણે... જેવી રીતે - (૧) અનશન, (૨) ઊણોદરી, (૩) વૃત્તિસંક્ષેપ, (૪) રસત્યાગ, (૫) કાયક્લેશ અને (૬) સંલિનતા જે બાહ્યતપ છે. (૧) પ્રાયશ્ચિત્ત, (૨) વિનય, (૩) વૈયાવૃત્ય, (૪) સઝાય, (૫) ધ્યાન તથા (૬) કાઉસ્સગ્ગ જે અત્યંતર તપ છે. આ બાર પ્રકારનો તપ સારી રીતે કરાયેલો મોક્ષ આપનારો થાય છે. આ પૃથ્વી ઉપર પણ તપ ઇષ્ટાર્થની સિદ્ધિને માટે થાય છે. તે ઉપર તમારા પોતાના વડે જોવાયેલ જયદ્રથ રાજાનું દૃષ્ટાંત સાંભળો :- દ્રૌપદીના હરણમાં પરાભવ પામીને તમારા વધની ઇચ્છાથી તે કષ્ટપૂર્વક તપ કરવા લાગ્યો. તે તપ વડે સંતુષ્ટ થયેલ કોઈક દેવતાએ આવીને તેને કહ્યું: “હે વત્સ ! વરદાન માગ.” તેણે કહ્યું : “મને જો આ દુષ્કર તપનું ફળ હોય તો હું પાંડવોના વધને કરનારો થાઉં.” દેવતાએ કહ્યું : “તેઓનો વધ કરવા માટે ઈન્દ્ર પણ સમર્થ નથી. તેઓ ચરમ શરીરી નિરૂપક્રમ આયુષ્યવાળા દીક્ષા ગ્રહણ કરીને નેમિનાથના તીર્થમાં સિદ્ધ થશે. તેથી તેઓના વધ માટેના ફોગટ મનોરથ કર નહિ, પરંતુ આ દુષ્કર તપનું ફળ તને ભવિષ્યમાં મળશે.” એ પ્રમાણે કહીને તે દેવતા અંતર્ધાન થયા. હે કૌન્તય ! આ તપધર્મનું ફળ મેં તને કહ્યું. હવે ભાવને સમજાવતાં કહે છે :- ચુનાના પાસ (લગાવ્યા) વિના પાનમાં જેવી રીતે રંગ આવતો નથી, તેવી રીતે દાન, શીલ, તપ, ભાવનાઓ ભાવ વિના સફળ થતી નથી. ભરત ચક્રવર્તી, બલભદ્ર, મૃગાપુત્ર, શ્રેયાંસકુમાર, ઇલાપુત્ર (ઈલાચીકુમાર), જીર્ણશ્રેષ્ઠી, મૃગાવતી, ગૃહપતિ એવા ભાવદેવ. મરૂદેવા માતા પ્રશંસનીય છે અને અંડરૂદ્રાચાર્યનો નૂતન શિષ્ય ઇત્યાદિ ભાવનાથી શોભતાઓ કોને આશ્ચર્ય કરનારા નથી. દેવ ન કાષ્ઠમાં, ન પથ્થરમાં, ન કાદવમાં, દેવ માત્ર ભાવમાં રહ્યા છે. તેથી ભાવ જ કારણ છે. હે કુન્તીના પુત્રો ! આવા ચાર પ્રકારના ધર્મથી ક્રમે કરીને ચારિત્રની પ્રાપ્તિ થાય છે. પછી For Personal & Private Use Only Page #377 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૫ ૩૪૪ પાંડવ ચિરત્રમ્ કર્મક્ષય થાય, કર્મક્ષયથી કેવલજ્ઞાન પ્રાપ્ત થાય. પછી યથાખ્યાત ચારિત્ર મેળવીને ચૌદમા ગુણસ્થાન પર ચડેલા અંતે મોક્ષને પામે છે. ઇત્યાદિ ગાંગેય મુનિના મુખથી ધર્મદેશના સાંભળીને યુધિષ્ઠિરાદિ પાંડવો વાદળના ગર્જવાથી મયૂરની જેમ આનંદનું તાંડવ કરીને આનંદ પામ્યા. અને આ પ્રમાણે બોલ્યા : “હે પ્રભો ! તમે અમને બોધ આપ્યો. તમારા પ્રભાવે (કારણે) અમે કૃતકૃત્ય થયા છીએ.’’ એ પ્રમાણે જ્યાં કહે છે, ત્યાં તે જ સમયે ભદ્રગુપ્તાચાર્યે મહામુનિ ગાંગેયને કહ્યું કે : “હે મહાભાગ ! તમારો અંત સમય નજીકમાં છે. આથી તમે આરાધનાને કરો. જેથી તમારી આરાધનાથી સ્વર્ગ પ્રાપ્ત થાય.” ત્યારે મહામુનિ ગાંગેયે કહ્યું : “હે પ્રભો ! મને આરાધના કરાવો.''ભદ્રગુપ્તાચાર્ય ગુરુ આ પ્રમાણે આરાધના કરાવે છે. જેમ કે જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ આચારમાં પ્રત્યેકના આઠે પ્રકારમાં જે કાંઈ ઉલ્ટું આચરણ આચર્યું હોય તો તે પાપ દૂર થાઓ. તે જ કહે છે. જેમ કે કાળસમયે, વિનયપૂર્વક, બહુમાનપૂર્વક, ઉપધાનમાં અને વિદ્યાદાતાને છૂપાવનાર, વ્યંજન, અર્થ અને તે બંનેય મળી જ્ઞાનના આઠ આચાર છે. દર્શનાચાર કહે છે : (૧) શંકા રહિત, (૨) કાંક્ષારહિત, (૩) સાધુ-સાધ્વીની દુર્ગંચ્છા રહિત, (૪) મૂઢતા રહિત, (૫) ઉપબૃહણા (પ્રશંસા) કરવી, (૬) સ્થિરીકરણ, (૭) સ્વામિવાત્સલ્ય, (૮) પ્રભાવના આ આઠ દર્શનાચારના પ્રકાર છે. ચારિત્રાચાર કહે છે : પ્રણીધાન યોગથી યુક્ત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ મળીને આઠ એ ચારિત્રાચારના આઠ પ્રકાર જાણવા. એ પ્રકારે બાર પ્રકારના તપના વિષયમાં જે કાંઈ વિરાધના ક્યારેક થઈ હોય, તેની પણ આજ પ્રયત્નપૂર્વક નિંદા કરો એવી રીતે સૂક્ષ્મ, બાદર અને ત્રસ, સ્થાવરની હિંસાના વિષયે આ જન્મથી પણ તમે જે કંઈપણ પાપ આચર્યું હોય તે તમારૂં નાશ પામો. યુદ્ધાદિમાં મનુષ્ય હાથી, ઘોડાદિની હત્યામાં લાગેલું પાપ નાશ પામો; વળી એ પ્રમાણે સર્વથી હાસ્ય, લોભ, ભય, ક્રોધાદિ વડે બીજાને પીડાકારી જે મૃષા બોલ્યા હોય તે પણ પાપ નાશ પામો. અલ્પ કે વધારે જે કાંઈ બીજાનું આ જન્મથી પણ નહિ આપેલું દાન ગ્રહણ કર્યું હોય તે પણ પાપ નાશ પામો. તમે તો બાલ્યકાળથી પણ બ્રહ્મચારી છો, તો પણ તિર્યંચ, મનુષ્ય, દેવ સંબંધી જે કાંઈ ત્રણે પ્રકારનું ત્રણે પ્રકારે મૈથુન આચર્યું હોય તે પણ તમારૂં પાપ દૂર થાઓ. બધા પ્રકારનું વાસ્તુ, For Personal & Private Use Only Page #378 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૫ ૩િ૪૫ પાંડવ ચરિત્રમ્ ધન-ધાન્ય, સ્વર્ણ, રત્ન, મણિ, માણિજ્યાદિ નવ પ્રકારના પરિગ્રહ વિશે જે કાંઈ મૂર્છા કરી હોય તે પણ તમારું પાપ નાશ પામો. આ જન્મથી પણ જે કંઈ ચાર પ્રકારનો આહાર છે, તે રાત્રિએ ખાધો હોય તે પણ તમારું પાપ નાશ પામો.. “ચાર મહાવ્રતો અને સૂત્રથી અને અર્થથી પણ અગિયાર અંગને ફરી યાદ કરી ઉજ્જવલ બનાવો. એટલે કે સ્વાધ્યાય દ્વારા ઘટ્ટ બનાવો.” દેવ, નારક, તિર્યંચ, મનુષ્યભવમાં જે કોઈ જીવોને પીડાવ્યા હોય તે ત્રિવિધે-ત્રિવિધ ખમાવો. હે મહામુને ! આ સંસારમાં આ બધું ચંચળ છે, એ જાણો (સમજો.) જેમ કે લક્ષ્મી, રૂપ, પ્રિયનો યોગ, જીવન, યૌવન, બળ, આ બધુંય ખરેખર પવનથી તોફાની બનેલા સમુદ્રના તરંગની જેમ ચંચળ છે. હે મુને ! આ સંસારમાં શરીરને જે મધુર આહારો વડે પોપ્યું છે, સુંદર વસ્ત્રાદિ વડે શણગાર્યું છે, ખુશ કર્યું છે. આભૂષણોથી શોભાવ્યું છે, તો પણ શરીર રોગાદિથી તત્પણ વિનાશ પામે છે. વિનશ્વર આ શરીર અવશ્ય છોડવા જેવું છે. બહાદુરનું અને કાયરનું મરણ સરખું જ છે. આથી તેવી રીતે મરવું કે જેથી ફરી મરણ ન થાય. હે મહામુને ! તમને અરિહંતાદિ ચાર શરણભૂત થાઓ. જેમ કે પોતાના ગુણથી ઉન્નત સર્વે અરિહંતો, સિદ્ધો, સાધુઓ અને અરિહંત ભગવંતે કહેલો ધર્મ અશરણ એવા તમને શરણ આપનારા બનો. હે મુને ! તમે પાંચેય પરમેષ્ઠીને નમસ્કાર કરો. જેમ કે ભવસમુદ્રમાં સર્જનોને ભૂતકાળમાં, ભવિષ્યકાળમાં પ્રવહણ (જહાજ) સમાન અને શાશ્વત એવા અરિહંત પરમાત્માને મારા નમસ્કાર હો. જેમના ધ્યાનમાત્રથી કર્મરૂપ વન બળી ગયું છે, તેવા સિદ્ધ ભગવંતને મન-વચન-કાયાના એ ત્રણે યોગથી નમસ્કાર હો. અરિહંત પરમાત્માના શાસનમાં સૂર્ય સમાન, પાંચ પ્રકારના આચારના પાલનહારા, ભવ્ય જીવોને બોધિત કરારા આચાર્યોને નમસ્કાર હો. જેની પાસેથી અન્તવાસીઓ દરરોજ સૂત્ર (શાસ્ત્ર) ભણે છે અને જેઓ ઉપાધ્યાય પદે રહેલા છે, તેઓને મારા નમસ્કાર હો. ચારિત્રરૂપ નાવમાં જેઓએ નાવિકપણાને ધારણ કર્યું છે, અસહાય (શરણ વિનાના)ને સહાય કરનારા સાધુભગવંતને મારા નમસ્કાર હો. For Personal & Private Use Only Page #379 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૩િ૪૬) સર્ગ - ૧૫ એ રીતે પાંચેય પરમેષ્ઠીને નમસ્કાર કરીને બાહ્ય અને અત્યંતર ઉપાધિને છોડીને ત્રિવિધે ત્રિવિધ પાપવ્યાપારનો ત્યાગ કરો. પછી ચાર પ્રકારના આહારનું પચ્ચખ્ખાણ કરો (વિરતિ ધરો). છેલ્લા શ્વાસોશ્વાસ રહે છતે સમાધિપૂર્વક શરીર પરની મમતા ત્યાગી તેનો પણ ત્યાગ કરો. એ પ્રમાણે ગુરુના કહેવાથી ફરી વ્રતનું આરોપણ કરીને, આરાધના કરીને અને અનશન (ખાવાપીવાનો ત્યાગ) કરીને સર્વ પાપવ્યાપારનો ત્યાગ કરી છેલ્લા શ્વાસે કાયાને છોડવાની ઇચ્છાવાળા ગાંગેય-મહામુનિએ બધાય સાધુને ખમાવ્યા. તેથી અશ્રુભર્યા લોચનવાળા પાંડવોએ મુનિરાજ ગાંગેયને નમીને આ પ્રમાણે વિનંતિ કરી. તમે નાના છોડવાઓની જેમ અમારું પાલન કર્યું અને ભણાવ્યા. પછી દ્રોણને આપ્યા. દ્રોણે પણ વિદ્યાના પારગામી બનાવ્યા. અમે તમારા અને તેમના પર એવો અપકાર કર્યો કે યુદ્ધ મેદાનમાં બંનેનું જીવન લઈ લીધું. અહો ! આ પ્રતિઉપકારનો બદલો આપ્યો. વધારે શું? નાના બાળકો (પુત્રો)નો અપરાધ બાપ જેમ માફ કરે છે, તેમ અમારો અપરાધ માફ કરો. એ પ્રમાણે ખમાવીને ચારેય પાંડવો જ્યાં મૌન (રહ્યા) થઈ ગયા, ત્યાં એકલો અર્જુન નિષ્કપટ બોલ્યો. “હે તાત ! તમારા અંગમાં લાગેલા મારા નામથી અંકિત બાણો તિરસ્કાર કરવા યોગ્ય મારા દુષ્કર્મનો તિરસ્કાર કરે છે. તે તાત ! યુદ્ધનું સ્મરણ કરતાં હું પગલે પગલે દુઃખ અનુભવું છું. તેથી હાલમાં મૂઢ એવા મારી અવજ્ઞાને માફ કરો.” એ પ્રમાણે વિનંતિ કરાયેલા કરૂણાના એક સાગર મુનિ ગાંગેયે સર્વ પ્રાણીઓને ખમાવ્યા, ક્રોધને છોડી દીધો, ઈર્ષ્યા વિનાના બનેલા શત્રુ અને મિત્ર ઉપર સરીખા સમભાવવાળા તેમણે તે પાંડવોની પીઠ ઉપર કૃપાસૂચક હસ્તપલ્લવ મૂક્યો. પછી શુક્લધ્યાનમાં ચડેલા (લીન બનેલા) મહામુનિ ગાંગેય પોતાને સંસારરૂપ સાગરને પાર પામ્યા હોય તેમ માનવા લાગ્યા. તે ગાંગેય મહામુનિ અર્જુનના બાણના પ્રહાર લાગવાના દિવસથી લઈને એક વર્ષ સુધી સંયમને પાળીને એક મહિનાના અનશન (માસક્ષમણ) કરીને સમાધિપૂર્વક મૃત્યુ પામીને અશ્રુત (બારમા) દેવલોકમાં ઉત્પન્ન થયા. દેવોએ, વિદ્યાધરોએ, પાડુપુત્રો (પાંડવો)એ પણ સઅશ્રુ ગોશીર્ષ ચંદન વડે ગાંગેય મહામુનિના દેહનો સંસ્કાર કર્યો. ગાંગેય મુનિના શોકથી દુઃખી થયેલા પાંડવોને ધર્મોપદેશ વડે પ્રતિબોધિને શ્રી ભદ્રગુપ્તસૂરિ બીજે વિહાર કરી ગયા. તે મહામુનિના ગુણોને ગાતાં વિદ્યાધરો, દેવો, ગાંધર્વો જેવી રીતે આવ્યા હતા, તેવી રીતે પોતાના સ્થાનમાં ગયા. પાંડવો પણ ગાંગેય મુનિના ગુણોને ગાતા હસ્તિનાપુર ગયા. આ પ્રમાણે શ્રીમત્તપાગચ્છાધિરાજ ભટ્ટારક શ્રી હીરવિજયસૂરિ પટ્ટાલંકાર ભટ્ટારક શ્રી વિજયસેનસૂરિના સામ્રાજ્ય પંડિત દેવવિજય ગણિ રચિત ગદ્યબદ્ધ સુંદર પાંડવ ચરિત્રમાં ગાંગેય સ્વર્ગગમન વર્ણન નામનો પંદરમો સર્ગ પૂર્ણ થયો. For Personal & Private Use Only Page #380 -------------------------------------------------------------------------- ________________ સોળમો સર્ગ આ બાજુ એક દિવસ દ્વારકાથી કૃષ્ણનો સેવક કોરક નામનો હસ્તિનાપુરે યુધિષ્ઠિરની પાસે આવ્યો. સભામાં બેઠેલા યુધિષ્ઠિરને પ્રણામ કરીને તેમની નજીકમાં બેઠો. પછી યુધિષ્ઠિર મીઠા વચન વડે તેને બોલાવીને કુશલતા પૂછતાં પૂછે છે કે, “હે કોરક ! મહારાજાધિરાજ બલભદ્ર અને કૃષ્ણ પરિવારસહ કુશલ છે ને ? હે રાજેન્દ્ર ! આપની સૌમ્યદૃષ્ટિથી બધાય યાદવો કુશળ છે. તે આ પ્રમાણે કેટલાક કુમારો ઉદ્યાનમાં રહેલી નાની નાની વાવડીઓમાં વિલાસપૂર્વક ફરી રહ્યા છે. કેટલાક ક્રીડા ઉદ્યાનોમાં, પર્વતો ઉપર નવવધૂઓ સાથે ક્રીડા કરે છે. પરંતુ સકલ ગુણમણિ રોહિલાચલ વિશ્વ વિલક્ષણ શાંત ચિત્તવાળા નેમિકુમાર બીજા કુમારોની જેમ ક્યારેય રમત રમતાં નથી. તેમનું વિષયોથી અલૌકિક પરાભુખ જોઈને સમુદ્રવિજય અને શિવાદેવી માતા-પિતા આ પ્રમાણે કહેવા લાગ્યા. જેમ કે “તે માતાઓ ધન્ય છે જે પુત્રોને વધૂ સાથે ફરતાં જોઈને પોતાની આંખોમાં અમૃતનું અંજન કરે છે. હજુ સુધી જગતમાં હું એકલી જ અધન્ય છું. હા ! ખેદની વાત છે કે જેણે પોતાના પુત્રની વહુનું મુખકમળ જોયું નથી.” હવે શિવાદેવીએ સમુદ્રવિજય રાજાને કહ્યું : “હે સ્વામિન્ ! પુત્ર નેમિકુમારને બોલાવીને પરણવા માટેની વાત કરીને પરણાવી દો. જેથી કરીને મારો મનોરથ પૂર્ણ થાય.' પછી સમુદ્રવિજયે પુત્ર નેમિકુમારને બોલાવીને બાજુમાં બેસાડીને કહ્યું : “હે વત્સ ! તું સ્ત્રીને અંગીકાર કરી માત-પિતાનો મનોરથ (ઇચ્છા) પૂર્ણ કર. જેથી તેની સાથેનું તારું પાણિગ્રહણ થવાથી હું અને તારી માતા વહુનું મુખ જોઈને આનંદ પામીએ.’’ આ વચન સાંભળીને નેમિએ કહ્યું : “હાલ હું વિવાહ કરવા ઉત્સાહિત નથી, એવું નથી. પરંતુ જ્યારે સ્થિર પ્રેમવાળી, મારા પર અનુરક્ત અખંડ સુખને આપનારી મને અનુરૂપ કન્યા મળશે ત્યારે હું તમોને સંતોષ થાય તે માટે તેને વરીશ, પરણીશ.’ For Personal & Private Use Only Page #381 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૩૪૮ | સર્ગ - ૧૬ એ પ્રમાણે પુત્રના વચન સાંભળીને શિવાદેવી બોલ્યા : “હે વત્સ ! તે શું કહ્યું? આ દ્વારિકા નગરીમાં રૂપને જીતનારી ઘણી કન્યાઓ રહી છે. આ નગરીમાં અગ્રસેન (ઉગ્રસેન) રાજાની પુત્રી રાજીમતી નામની કન્યા રૂપથી, વયથી તને અનુરૂપ (તારે યોગ્ય) રહી છે, તો તેને ગ્રહણ કર.” નેમિએ કહ્યું : “હે માતપિતા ! માયામાં ચતુર મનવાળી (માયાવી નારીઓ) મને રૂચતી ગમતી નથી. કારણ કે તેઓ દુઃખની એક ખાણ તુચ્છ, નિર્વિવેકી હોય છે, પરંતુ જેઓ પૂર્ણ સૌહાર્દ ગુણવાળી, મહાઆનંદને આપનારી, અમૃતની નદી (ચંદ્ર) જેવી ઉપમાવાળી હોય તેમાં મારું મન લાગે છે. બીજી સ્ત્રીઓમાં નથી લાગતું, તેથી સમય અવસર પ્રાપ્ત થયે છતે તમારી આજ્ઞા લઈ લગ્ન કરીશ. આથી માત-પિતા ! કેટલોક કાળ તમે પ્રતિક્ષા (રાહ જુઓ) કરો.” એ પ્રમાણે કહીને માતા-પિતાને સંતોષ આપ્યો અને ખુશ કર્યા. એ પ્રમાણે ઘણા વર્ષો વીત્યા પછી એક વખત કૃષ્ણ સભામાં બેઠેલા હતા, ત્યારે આવા પ્રકારનો કોઈક મહાધ્વનિ (અવાજ) ઉત્પન્ન થયો. અવાજ શું કરતો ઉત્પન્ન થયો. બધા અવાજને દબાવતો હતો, મહેલના શિખરની શ્રેણીને ત્રાસ પમાડતો હતો. આકાશ (દેવલોક)ની ભૂમિને ભરી દેતો, ક્રોધથી ઉદ્ધત થયેલા હાથીઓને અહીં તહીં ભમાવતો, ઘોડાઓના બંધનને તોડી ત્રાસ પમાડતો, દ્વારિકાના કિલ્લાને કંપાવતો, સમુદ્રને ખળભળાવતો (ક્ષોભાયમાન કરતો) હતો. ત્યારે ભીતિથી ત્રાસ પામતી નારીઓ પોતાના પતિઓને બાથ ભીડતી હતી. કેટલાક મનુષ્યો વાદળના ગર્જરવથી અધિક, બ્રહ્માંડને ફાડી નાખવા જેવો મહાધ્વનિ (અવાજ) સાંભળી નાસી ગયા. સુરેન્દ્રો ભયથી ડરી ગયેલા અહીં-તહીં ભાગી ગયા. કેટલાક યાદવ રાજાઓ પણ મૂચ્છને પામી ગયા. કૃષ્ણની સભામાં રહેલા કેટલાક સભાજનો ડરીને અહીં-તહીં વિખરાઈ નાસી ગયા. તે ધ્વનિ (અવાજ) સાંભળીને કૃષ્ણ વિચારે છે– આ ધ્વનિ પંચજન્ય શંખનો છે. એને કૃષ્ણ સિવાય કોઈ વગાડી શકે નહિ, તો શું કોઈક મારો શત્રુ ઉત્પન્ન થયો છે, જેનો આ પંચજન્ય શંખનો ધ્વનિ છે? એ પ્રમાણે જ્યાં કૃષ્ણ આકુળવ્યાકુળ મનવાળા થયા તેટલામાં આયુધ (શસ્ત્ર) શાળાના રક્ષકે આવીને કૃષ્ણને જણાવ્યું, હે દેવ ! તમારો ભાઈ નેમિકુમાર કુમારોની સાથે ફરતાં ફરતાં તમારી આયુધ શાળામાં આવી ગયા. ત્યાં સુદર્શન ચક્રને જોઈને આંગળીના ટેરવા (ટોચ)થી ભમાવીને (ફેરવીને) મૂકી દીધું. પછી શાર્ગ ધનુષ્ય લઈને કમલની નાલની જેમ વાળીને મૂક્યું. ત્યારબાદ કૌમોદકી ગદા હાથથી લઈને લાકડીની જેમ અહીં-તહીં (આમ-તેમ) ફેરવીને પોતાના સ્થાને મૂકી. પંચજન્ય શંખને હાથમાં લેતાં તમારા ભાઈ નેમિને મેં અટકાવ્યો. સ્વામિન્ ! આ શંખને કૃષ્ણ વિના બીજો કોઈપણ વગાડવા માટે સમર્થ નથી. એ પ્રમાણે મેં બહુ વાળવા છતાં પણ કરેણની (હાથીની સૂંઢની) જેમ લાંબા હાથ વડે પંચજન્ય શંખને પુંડરિક કમળની જેમ ગ્રહણ કર્યો (લઈ For Personal & Private Use Only Page #382 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૬ ૩૪૯ પાંડવ ચિરત્રમ્ લીધો). પછી તે લાલ કમળના જેવા, બંદૂક ફુલ જેવા, કોમળ લાલ રંગવાળા હોઠ ઉપર નેમિએ શંખ મૂક્યો. ત્યારે લાલ કમળ પર ખેલતા હંસની જેમ અત્યંત શોભતો હતો. પછી ફૂલેલા ગાલવાળા સ્વામિ નેમિએ આ શંખ વગાડ્યો. તેના અવાજથી અમે અને પહેરેગીરે મૂર્છાને પામ્યા. તે પછી ધીરેધીરે ક્રમથી ચૈતન્ય પામેલો હું આપની પાસે આવ્યો. એ પ્રમાણે કહીને તે ગયા, પછી કૃષ્ણે ચિંતવ્યું કે ખરેખર અમારા કુળમાં આ નેમિ નામનો ચક્રવર્તી ઉત્પન્ન થયો છે. કારણ કે આ પંચજન્ય શંખ વગાડવા છતાં મારાથી આવો અવાજ ક્યારે પણ નીકળ્યો નથી. આથી સકલ વંશમાં ઉત્તમ મુગટ સમાન હિરવંશ છે. જે વંશ આવા પ્રકારના નરત્નથી શોભી રહ્યો છે. એ પ્રમાણે પ્રશંસા કરતા કૃષ્ણ નેમિએ અલંકૃત કરેલી આયુધશાળામાં આવી ગયા. ત્યાં નેમિને જોઈ કૃષ્ણે કહ્યું : “હે બંધો ! તમારી તાકાત જોવા મારામાં કુતૂહલ જાગ્યું છે. આથી મુહૂર્તમાત્ર આપણે બંને જ યુદ્ધ કરીએ. નિર્વિકારી (ઇચ્છા વિનાના) હોવા છતાં નેમિએ તે સ્વીકારી લીધું. પછી બંને ભાઈઓ પિરવાર સાથે કસરત શાળામાં આવ્યા. ત્યાં જઈને કૃષ્ણ મલ્લયુદ્ધ માટે તૈયાર થયા.” કૃષ્ણને તૈયાર થયેલા જોઈને ગંભીર વાણીથી નેમિએ કહ્યું : “હે વાસુદેવ (કૃષ્ણ) ! આ પ્રમાણેનું યુદ્ધ નીચજનોને ઉચિત છે. શા માટે ફોગટ પૃથ્વી (જમીન)ની ધૂળથી શરીરને ખરડાવવું ? ભૂજા વાળવા વડે આપણા બલની પરીક્ષા ન થાય?” આથીય બંનેય ભાઈઓ પરસ્પર બાહુને નમાવવાનું યુદ્ધ કરવાનું સ્વીકાર્યું. તેમાં પ્રથમ કૃષ્ણે પોતાની લાંબી ભૂજાને તીર્શી લંબાવી. તે ભૂજાને નેમિએ કમળની નાલની જેમ વાળી દીધી. પછી નેમિએ પોતાની હિમપર્વતની દાઢા સરીખી જમણી ભૂજાને લાંબી કરી, ત્યારે નેમિની ભૂજારૂપ વેલને વાળવા માટે કૃષ્ણ પ્રયત્ન કરવા લાગ્યા. જેમ કે જેના પાછળથી પગ વળી ગયા છે અને સર્વ તાકાતથી નૈમિના હાથરૂપ સ્તંભ પર કૃષ્ણ વૃક્ષ પર બંદર (વાંદરા)ની જેમ લટકી ગયા. નેમિનો ભૂજારૂપ હાથ દોરામાત્ર પણ નમ્યો (ખસ્યો) નહિ. શું પવનથી મેરૂનું શિખર ચલાયમાન થાય છે ? તે નેમિનું બલ જોઈને મોહિત થયેલા મનવાળા કૃષ્ણ વારંવાર ભેટી પડ્યા. આલિંગન આપીને આ પ્રમાણે બોલ્યા : ‘‘જેવી રીતે મારા બાહુબલથી બલભદ્ર ખુશી થયા, તેવી રીતે હે બંધો ! તમારા બાહુબલથી હું આનંદથી પુષ્ટ થાઉં છું.” એ પ્રમાણે પ્રશંસા-ગુણ ગાઈને નેમિને પોતાના સ્થાને મોકલી આપ્યા. અંતરથી ડરેલા કૃષ્ણે બલભદ્રને કહ્યું : “હે બંધો ! તમે આશ્ચર્ય ઉપજાવનારૂં નેમિનું બલ જોયું ને ? અહો ! આવા પ્રકારનું બલ તો ચક્રવર્તીનું પણ નથી હોતું, ઇન્દ્રનું પણ નથી હોતું, તો પછી આ નેમિ છ ખંડ પૃથ્વીને કેમ ન જીતે ?'’ For Personal & Private Use Only Page #383 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૬ પાંડવ ચરિત્રમ્ ૩૫૦ બલભદ્ર બોલ્યા : ‘હે કૃષ્ણ ! જ્યારે નેમિ શિવાદેવીની કુક્ષિમાં આવ્યા ત્યારે તે શિવાદેવીએ આ પ્રકારના ચૌદ સ્વપ્ન જોયા હતા.’’ જેવી રીતે (૧) હાથી, (૨) વૃષભ, (૩) સિંહ, (૪) લક્ષ્મી, (૫) માલા, (૬) ચંદ્ર, (૭) સૂર્ય, (૮) ધ્વજ, (૯) પૂર્ણ કલશ, (૧૦) પદ્મસરોવર, (૧૧) સમુદ્ર, (૧૨) વિમાન ભવન, (૧૩) રત્નરાશિ, (૧૪) નિધૂમઅગ્નિ. આ પ્રકારના ચૌદ સ્વપ્ન જોઈને પ્રભાત થતાં સ્વપ્નપાઠકોને જણાવ્યું. ત્યારે તેઓએ કહ્યું : “અમારા સ્વપ્ન શાસ્ત્રમાં ૭૨ (બહોંતેર) સ્વપ્નો કહ્યા છે. તેમાં ત્રીશ (૩૦) મહાસ્વપ્નો અને ૪૨ (બેંતાલીશ) સ્વપ્નો શુભ કહ્યા છે. તેમાં રહેલા આ ચૌદ સ્વપ્નોને જોઈને તીર્થંકર અને ચક્રવર્તીની માતા જાગે છે. વાસુદેવની માતા સાત, બલદેવની માતા ચાર, મંડલિકની માતા એક સ્વપ્ન જોઈને જાગે છે. આથી આ તીર્થંકર છે અને તમે બલદેવ છો, હું બલભદ્ર છું. એક જ સમયે બે ચક્રવર્તી થતા નથી.'' થોડીવાર પછી દેવે આકાશવાણી કરી કહ્યું : “હે બલભદ્ર અને કૃષ્ણ ! ઘણા વિચાર (વિકલ્પ)થી સર્યું. આજ ભરતક્ષેત્રમાં જ બાવીશમા નેમિ તીર્થંકર જિન થશે. આ નેમિ સમસ્ત સ્ત્રીઓને તૃણ જેમ તુચ્છ ગણે છે. મહાનિસૃહિ રાજ્ય લેશે નહિ.” ત્યારે તે આકાશવાણી સાંભળીને ખુશ થયેલા કૃષ્ણ બલભદ્રને પૂછીને અંતઃપુરમાં આવી ગયા. આવીને કૃષ્ણે અંતઃપુરમાં ફરતાં પોતાની પ્રિયાની આગળ નેમિના ગુણોને કહ્યા. પછી નિર્વિકારી એવા નેમિકુમારને બોલાવીને પ્રિયાની સાથે જલક્રીડા કરે છે. પછી કૃષ્ણના ઇશારાથી નારીઓ સ્વામિની સાથે સ્વેચ્છાએ ક્રીડા કરે છે. જેમ કે લીલાવનોમાં, વાવડીઓમાં, ક્રીડાપર્વતોમાં અને સરોવરોમાં નેમિકુમારની સાથે અંતઃપુર સહિત કૃષ્ણ રમે છે. એ પ્રમાણે દ૨૨ોજ નેમિની સાથે અને પ્રિયાની સાથે ક્રીડા કરતાં કૃષ્ણનો કેટલોક કાળ પસાર થઈ ગયો. એક દિવસ કૃષ્ણે પોતાના અંતઃપુરના રક્ષકની આગળ કહ્યું : “હે દ્વારપાલ ! તારે મારા ભાઈ નેમિકુમારને અંતઃપુર આદિ સર્વત્ર સ્થાને ઇચ્છા મુજબ ફરતાં કોઈપણ સ્થાને નિષેધ કરવો નહિ.” ફરી કૃષ્ણે સર્વ સ્ત્રીઓને બોલાવીને આ પ્રમાણે કહ્યું : હે પ્રિયાઓ ! તમારે નેમિ દેવર સાથે શંકારહિત ખેલવું.” પછી નેમિ એકલા જ કૃષ્ણના અંતઃપુરમાં ગયા. કારણ કે ધૈર્યવાળા વિકાર રહિત વિશેષ કરી અંતઃપુર આદિમાં ફરે છે. હવે કૃષ્ણની બધી સવિકારી નારીઓએ વિકારને બતાવ્યો, તો પણ પ્રભુ નિર્વિકા૨૫ણે તેઓની સાથે ક્રીડા કરવા લાગ્યા. એક દિવસ કૃષ્ણે શિવાદેવીને અને સમુદ્રવિજયને બોલાવીને કહ્યું : “શ્રી નેમિને પરણાવતા કેમ નથી ?’’ For Personal & Private Use Only Page #384 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૬ ૩િપ૧) પાંડવ ચરિત્રમ્ તેઓએ કહ્યું : સંસારથી વિમુખ આ નેમિ પાણિગ્રહણ કરતો નથી.” પછી કૃષ્ણ પ્રિયાઓને કહ્યું : “હે પ્રિયાઓ ! શ્રી નેમિને પાણિગ્રહણ માટે પ્રાર્થના કરવી. જે રીતે નેમિ પાણિગ્રહણ કરે તે રીતે કરવું.” તે સાંભળીને સત્યભામાદિ કૃષ્ણની પ્રિયાઓએ નેમિની સાથે ક્રીડા કરતા પાણિગ્રહણ માટે પ્રાર્થના કરી. સ્વામિએ પણ તેઓને વાણીની યુક્તિથી પ્રત્યુત્તર આપી ખુશ કરી. નેમિના વચનથી વિલખી પડેલી કૃષ્ણની સ્ત્રીઓને સહાય માટે વસંતઋતુ જાણે ઉતરી આવી. પછી નગરજનોથી ઘેરાયેલો જગતવલ્લભ કૃષ્ણ પ્રિયાઓ સહિત નેમિની સાથે રૈવતક (ગિરનાર)ના ઉદ્યાનમાં ગયા. તે વનમાં સારી રીતે દારૂ પીને યાદવો પ્રિયાની સાથે નવા તાજા પુષ્પના આભરણો વડે ઈચ્છા પૂર્વક ક્રીડા કરવા લાગ્યા. કેટલાક યાદવો પ્રેયસીઓને પ્રેમ કરવાની ઇચ્છાવાળા, કેટલાક યાદવો હસ્તપલ્લવમાં વૃક્ષના પાન બતાવીને પ્રેયસીઓને ક્રીડા કરવા માટે બોલાવવા લાગ્યા. કેટલાક પુષ્પના દડા કરીને પ્રિયાં તરફ નાખવા લાગ્યા. કેટલાક પુષ્પના હાર બનાવીને પ્રિયાના કંઠે પોતાના બાથ્થી નાખવા લાગ્યા. એ પ્રમાણે પ્રિયાઓ પણ પ્રેમપાશથી બંધાયેલાની જેમ કંઠમાં પોતાના બાહુપાશ નાખીને અહીં-તહીં વનમાં વિચરવા લાગી. રેવતી, સત્યભામા આદિ બલભદ્ર અને કૃષ્ણની પત્નીઓ નેમિની સાથે રમવા લાગી. જેમ કે કેટલીકે પીઠ પર મૂકેલા સ્તનવાળી પાછળ રહીને નવી વેણીઓ વડે નેમિના અંબોડાને શણગાર્યો. એ પ્રમાણે કેટલીકે નેમિને કંઠમાં પુષ્પનો હાર પહેરાવ્યો. આગળ થઈને ઊંચા હાથ કરી સ્તનને બતાવતી નેમિના માથા પર ફુલનો મુગટ બાંધ્યો. એ પ્રમાણે કેટલીક કામવશ થયેલી કટાક્ષ નાખતી શોભતી હતી. કેટલીક હાસ્યને કરતી અત્યંત શોભતી હતી. એ રીતે નેમિની સાથે કૃષ્ણ દરરોજ ક્રીડામાં લીન થઈ વિચરે છે. પરંતુ વસંતઋતુ નિર્વિકાર એવા નેમિના મનને વિકારવાળું કરવા સમર્થ ન બની. પછી અભિમાનને છોડીને સ્વસ્થાને જતી રહી. વસંતઋતુ ચાલી જતાં ગ્રીષ્મઋતુમાં ભયંકર કિરણવાળો સૂર્ય જનલોકોને અત્યંત તાપ કરનારો થયો. ત્યારે કૃષ્ણ અંતઃપુરની સાથે રૈવતક (ગિરનાર)ના બગીચા, વાવડી, પુષ્કરણી આદિમાં જલક્રીડા કરવા લાગ્યા. ત્યાં જલક્રીડાદિ સમયે ભાભીઓ નેમિને પણ ખેંચીને સાથે લઈ ગઈ. તે સરોવરાદિમાં જલક્રીડા કરતાં કૃષ્ણની નારીઓ નેમિને સુવર્ણ પીચકારી વડે પાણી છાંટીને વારંવાર કહેતી હતી કે લગ્ન કરવાનું સ્વીકારી લો. નહિ તો તમને છોડીશું નહિ. એમ કહીને સત્યભામાએ સુવર્ણની પીચકારી વડે પાણી નેમિના મુખપર છાંટ્યું. એ રીતે રુક્મિણી પણ નેમિના ગાલ ઉપર પીચકારી વડે પાણી છાંટતી હતી. એમ વારંવાર છાંટવાથી કંચૂક (ચોળી)ના બંધન તૂટવા (છૂટવા)થી શરમથી નીચું મુખ કરીને કૃષ્ણની આગળ થઈને બીજી જગ્યાએ ચાલી ગઈ. એ પ્રમાણે નેમિએ પણ તેઓને પાણી વડે સિંચી. For Personal & Private Use Only Page #385 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ સર્ગ - ૧૬ જેમ કે કેટલીકને ગાલ ઉપર, કેટલીકને છાતીના ભાગ ઉપર, સૂકી જમીન પર (બેટ પર) બેઠેલી કેટલીકને નેમિએ જલ છાંટી ભીંજવી. ત્યાં જલક્રીડા વખતે તે નારીઓના કટાક્ષ વડે નેમિનાથ અલ્પ પણ ચલિત ન થયા. કારણ કે મહાવંટોળીયાથી શું મેરૂ પર્વત ચલિત થાય છે ? જામ્બુવતીએ હાથનું આલંબન આપી ધીરે ધીરે નેમિને પુષ્કરણીમાંથી બહાર કાઢ્યા. તેની પાછળ કૃષ્ણને બહાર કાઢ્યા. પછી તેઓને માટે રુક્મિણી ચંદ્રકિરણ વડે બનાવેલું પાણી જેવું ઉજ્જવલ દેવદુષ્ય વસ્ત્ર લાવી કેટલીક કૃષ્ણની નારીઓ નેમિને સિંહાસને બેસાડીને વાળને ઓળીને ધૂપાદિ વડે સુવાસિત કરીને પુષ્પોથી ગૂંથેલી નવી વેણીને બાંધી. કેટલીક સુવર્ણ જેવી સુંદર રૂપવાળી કૃષ્ણની નારીઓ સુવર્ણાદિ અલંકારોથી નેમિને શણગારે છે. કેટલીક મસ્તક ઉપર છત્ર ધરીને ચામરો વડે વીંઝવા લાગી. પછી કૃષ્ણની પટ્ટરાણી સત્યભામા નેમિના પગ દબાવીને આગળ રહીને વિનયથી નમવાપૂર્વક કહેવા લાગી : “હે કુમાર ! આ સંસાર પત્નીથી સારવાન છે.” કહ્યું છે કે : “લક્ષ્મીવાન હોવા છતાં પણ મનુષ્ય પત્ની વિના ધૂળ સમાન અને દરિદ્ર છે. આ સંસારમાં પત્ની વિના કંઈ પણ નથી.” જેમ કે ઇન્દ્રને ઇન્દ્રાણી, બ્રહ્માને સાવિત્રી, કૃષ્ણને લક્ષ્મી, શિવને પાર્વતી, કામદેવને રતિ અને પ્રીતિ, ચંદ્રને રોહિણી અને સૂર્યને તારા છે. એ પ્રમાણે બધા દેવોને પણ દેવીઓ છે. ઋષભદેવ આદિ તીર્થકરો પણ લગ્ન કરીને મોક્ષે ગયા છે. આથી તમે પણ એક સ્ત્રીને પરણો, જેથી અમારા બધા મનોરથો પૂર્ણ થાય. કહ્યું છે કે- તમારું આવું સૌભાગ્ય છે કે આ રૂપ, આ ઉંમર, ઉદાર ગુણવાળી નારી વિના બધું નિષ્ફળ છે. તે તું સમજ. તેવી રીતે ધર્મ, અર્થ અને કામ, એ ત્રણ પુરુષાર્થ વિશે સ્ત્રી વિના કામ અને અર્થ હોતા નથી. સ્ત્રી વિના પુત્ર જન્મ થતો નથી. પુત્ર વિના કુળની પરંપરા કેવી રીતે થશે? ઘણા શબ્દાદ વિષયો પણ સ્ત્રીથી જ હોય છે. મીઠાથી જેમ રસવંતી મીઠી બને છે, તેમ તારા લગ્ન થતાં માતાપિતા, ભાઈઓ વગેરે સર્વ સ્વજન વર્ગો પણ અત્યંત ખુશ થશે. એ પ્રમાણે કૃષ્ણની સર્વ અંતઃપુરની સ્ત્રીઓએ ચરણમાં પડીને વારંવાર કહ્યું તે પછી કૃષ્ણ પણ તેમ કહ્યું. ત્યારે ત્યાં આવેલા શિવાદેવી અને સમુદ્રવિજયે પણ તેવી જ રીતે કહ્યું. હવે નેમિ વિચારે છે : અહો ! મારા જેવાને પણ મોટું સંકટ આવી પડ્યું. હવે શું કરું? એક બાજુ યાદવ સ્ત્રીઓના લગ્ન માટેનો આગ્રહ એક બાજુ કૃષ્ણનો આગ્રહ અને બીજી બાજુ માતાપિતાનો આગ્રહ. હવે કેવલી ભગવંતે જોયેલો ભાવ જ થશે. એટલે કે કેવલી ભગવંતે જોયેલું જ થશે, તો પણ બુદ્ધિશાળીએ માતા ની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરવું જોઈએ. એમ વિચારીને નેમિએ સાનંદ માતાનું વચન સ્વીકાર્યું. For Personal & Private Use Only Page #386 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૬ ૩િપ૩). પાંડવ ચરિત્રમ્ પછી કૃષ્ણ પરિવાર સાથે દ્વારિકા નગરીમાં પ્રવેશ કર્યો. દ્વારકામાં પ્રવેશ કરેલા કૃષ્ણ ચતુર પ્રધાનોને મૂકીને નેમિને યોગ્ય સર્વને સંમત ઉગ્રસેન રાજાની પુત્રી અપ્સરાના રૂપને જીતનારી રાજીમતિની માંગણી કરી. તેણી પણ નેમિના ગુણોને સાંભળીને અને દર્શનથી પણ વિશેષ પ્રકારે અનુરાગી થઈ. તે ઉગ્રસેન રાજા વિશેષપણે હર્ષ પામ્યા અને કૃષ્ણના મંત્રીએ માંગેલી રાગિણી થયેલી રાજીમતિને નેમિકુમારને આપી... હવે કૃષ્ણ લગ્નનું મુહૂર્ત પૂછતાં જ્યોતિષીએ કહ્યું કે : “હે દેવ ! હાલ વર્ષાકાળ ચાલુ છે. વર્ષાકાળમાં બુદ્ધિમાન પુરુષોએ વિવાહ આદિ શુભકાર્યો ન કરવા જોઈએ. તો પછી લગ્ન જેવો મહામહોત્સવ કેવી રીતે થાય ? વર્ષાકાળ વીત્યા પછી લગ્નમહોત્સવ કરવો.” તે સાંભળીને સમુદ્રવિજયે કહ્યું : “હે કૃષ્ણ ! નેમિએ કોઈપણ રીતિએ લગ્ન માટે માનેલું ફોગટ ન બને. એથી લગ્ન જલ્દી જુઓ. ભાવિમાં જે થવાનું હોય તે થાઓ.” તે સાંભળીને જ્યોતિષીએ કહ્યું : “તો પછી ત્રાવણ સુદ-૬ના રોજ લગ્ન આવે છે, તે લગ્નના દિવસ ઉપર સ્વજનને બોલાવવા માટે સ્થાને સ્થાને પોતાના પુરુષોને મોકલ્યા. તે તે પુરુષોએ ત્યાં જઈને તેઓને કહ્યું કે – લગ્ન માટેનો અપાયેલો દિવસ નજીક હોવાથી જલ્દીથી તમને આમંત્રણ આપવા માટે કૃષ્ણ મને તમારી પાસે મોકલ્યો છે.” એમ કહીને કોરકે કસ્તુરી અને કેશરથી લખાયેલા શબ્દવાળી કુમકુમ પત્રિકા યુધિષ્ઠિરને આપી. નેહરૂપ ચૂર્ણ લગાવેલી ન હોય તેમ કપૂર છાંટેલી તે પત્રિકાને યુધિષ્ઠિરે સભામાં વાંચી બતાવી. સ્વસ્તિશ્રી દ્વારકાપુરીથી સ્નેહપૂર્વક કૃષ્ણ ગજપુરે (હસ્તિનાપુર) યુધિષ્ઠિરને ભેટીને કુશલ લેમ પૂછે છે. જેવી રીતે અહીં અમે કુશળ છીએ. આપના તરફથી પણ કુશળ સમાચારથી અમને ખુશી થશે અને અહીંયા મેં અને સમુદ્રવિજયે ભેગા થઈને ઘણા આગ્રહથી જિતેન્દ્રિય નેમિકુમારને અનિચ્છાએ પણ વિવાહ કરવા નક્કી કરાવ્યું છે. તેથી અત્યંત સૌજન્યતાપૂર્વક પરિવાર સહિત અને નાના ભાઈઓ સાથે લગ્નના પ્રસંગ પર શીઘ અહીંયા આવી ઉપસ્થિત થવું. વળી ભત્રીજાના વિવાહ કાર્યમાં અધિકારિણી દેવી કુન્તીને પણ સાથે લાવવી. એવા પ્રકારની પત્રિકા વાંચીને અને કોરકે કહેલું સાંભળીને તેને દાન, માનાદિ વડે સંતોષીને પાંચેય પાંડવો, માતા અને પત્નીઓ સાથે સૈન્યયુક્ત સબલ વાહનો સાથે હસ્તિનાપુરથી પ્રયાણ કર્યું. એવી રીતે બીજા પણ કૃષ્ણ બોલાવેલા રાજાઓ પરિવાર સાથે દ્વારકા તરફ ચાલ્યા. સત્કાર કરાયેલા કોરકે દ્વારકા નગરીમાં આવીને પાંડવોના આગમનની વાત કરી. તે સાંભળીને કૃષ્ણ તોરણ, ધ્વજ પતાકાથી શોભતી, સર્વ મંદિર ધવલ-મંગલોથી અલંકૃત, ઊંચા (મોટા) કદલી (કેળ)ના સ્થંભોથી શોભતી એવા પ્રકારની સુંદર રમણીય દ્વારિકાને રચી (કરી). For Personal & Private Use Only Page #387 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૩િ૫૪) સર્ગ - ૧૬ અનુક્રમે કૃષ્ણ બોલાવેલા પાંડવો તોરણોથી શોભતી દ્વારિકામાં આવ્યા. એ પ્રમાણે બીજા પણ રાજાઓ નેમિકુમારના લગ્ન મહોત્સવમાં દ્વારકામાં આવ્યા. પરિવાર સહિત આમંત્રણ આપેલા બધા પાંડવાદિ રાજાઓની સામે જઈને કૃષ્ણ મહામહોત્સવપૂર્વક નગરીમાં પ્રવેશ કરાવ્યો. પછી આવેલા તે રાજાઓનો લગ્ન સંબંધી ક્રિયાઓના આરંભ સાથે રહેવા માટેનો સુંદર ઉતારો, ખાનપાનાદિ દ્વારા કૃષ્ણ સત્કાર કર્યો. પછી શિવાદેવી સમુદ્રવિજયની સાથે યુધિષ્ઠિરયુક્ત એવા કૃષ્ણના મહેલે જઈને માતા, ભાઈ સાથે યુધિષ્ઠિરને તોરણથી શોભતા પોતાના મહેલમાં લાવ્યા. તે પછી શિવાદેવી કુન્તીના ચરણમાં મસ્તક નમાવીને અવસરોચિત બોલ્યા. જેમ કે હે દેવી! તમારા આશીર્વાદ રૂપ વૃક્ષ, પલ્લવથી આવા પ્રકારની પુત્રોની માતા શબ્દને હું ધારણ કરૂં છું. હે પિતૃસ્વસઃ (ફોઈબા) ! તમારા ભત્રીજાના લગ્નને ઉચિત બધા માંગલિક કાર્ય કરો. નણંદ શિવાદેવીના આવા પ્રકારના વચનોથી પાંડવોની માતા કુન્તી અમૃત વડે સિંચાયેલી વલ્લરી (વેલડી)ની જેમ અત્યંત પ્રફુલ્લિત મનવાળી થઈ. પછી કુન્તી, શિવા, દેવકી, રોહિણી આદિ બધી દેવીઓ ઊંચા, મધુર સ્વરે (રાગે) ધવલ મંગલ ગાવા લાગી. એવી જ રીતે રેવતી, રુક્મિણી, સત્યભામા વગેરે નેમિકુમારની ભાભીઓ ધવલ મંગલ ગાવા લાગી. હવે બધી તે સ્ત્રીઓએ સુવર્ણમય જ્ઞાનપીઠે બાજોઠ ઉપર પૂર્વાભિમુખ (પૂર્વ દિશા તરફ મુખ રાખીને) નેમિકુમારને બેસાડીને ધવલ મંગલપૂર્વક સ્નાન કરાવ્યું (નવડાવ્યા). સ્નાન કરાવ્યા પછી સિંહાસન પર બેસાડ્યા. હાથમાં આપેલું બાણ સાથે ધનુષ્યને ધારણ કરતા નેમિપુત્રને જોતી એવી શિવામાતાના નેત્રો તૃપ્તિને પામ્યા. એટલે કે શિવામાતા સંતોષને પામી. તે પછી વધૂને શણગાર કરવા માટે સ્નેહ કલ્લોલથી પ્રફુલ્લિત મનવાળા થયેલા શિવા-કુન્તી આદિ ઉગ્રસેન રાજાના મહેલ પ્રતિ ચાલ્યા. ત્યાં જઈને રાજીમતિ કન્યાને સ્નાન પીઠ પર બેસાડીને તેવી જ રીતે નવડાવીને વસ્ત્ર નેપથ્ય આદિ અલંકાર પહેરાવીને લક્ષ્મીદેવી જેવી કરીને સિંહાસન પર બેસાડીને હાથમાં તીર આપીને દૃષ્ટિદોષ દૂર કરવા માટે વૃદ્ધ સ્ત્રીઓએ મંગલ કર્યા. વળી પણ શ્વેત, રેશમી વસ્ત્ર પહેરાવીને અંતઃપુરની શણગારનારીઓએ બાજોઠ પર બેસાડીને સોળ શણગારથી સજાવી. જેમ કે (૧) સ્નાન, (૨) સુંદર વસ્ત્ર, (૩) મસ્તકે તિલક, (૪) આંખમાં અંજન, (૫) કાને કુંડળ, (૬) નાકમાં નથણી, (૭) મોતીનો હાર, (૮) પુષ્પહાર, (૯) કડાં, (૧૦) ઝંકાર કરતાં ઝાંઝર, (૧૧) ચંદનનું વિલેપન, (૧૨) વક્ષાભૂષણ (૧૩) કંદોરો, (૧૪) તાંબૂલ, (૧૫) કરકંકણ અને (૧૬) હાથના બાજુબંધ. આ સ્ત્રીઓના સોળ શણગાર છે. For Personal & Private Use Only Page #388 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૬ પાંડવ ચરિત્રમ્ આ પ્રકારના વિવિધ શૃંગારો વડે શણગારાયેલી કન્યા રાજીમતિ શોભતી હતી. અપ્સરાના રૂપને જીતનારી, રંભાથી અધિક અને ઇન્દ્રાણીથી પણ અધિક રૂપવાન તે કન્યાને તે શિવાદેવી આદિ યાદવ સ્ત્રીઓએ વહુ (રાજીમતિ)ને માયરામાં મણિમય સિંહાસન પર સ્થાપીને (બેસાડીને) હર્ષપૂર્વક સમ્યક લક્ષ્મી નિકેતન વરના ઉતારે વરની નેમિકુમારની) પાસે આવી. પછી શિવાદેવી વગેરે તે સ્ત્રીઓએ નેમિકુમારને તૈયાર કર્યા (શણગાર્યા). તે આ પ્રમાણે ચંદનથી વિલેપનવાળા અને મોતીના આભૂષણથી શોભતા નેમિકુમારે નેત્રને સુંદર લાગે એવા પાનેતર કપડા પહેર્યા. મસ્તક ઉપર શ્વેત છત્ર ધરેલા, બાર સ્ત્રીથી વિઝાતા ચામરવાળા શ્રેષ્ઠ રથમાં બેઠેલા તે નેમિકુમારે (વરે) લગ્ન માટે પ્રયાણ કર્યું. કેટલાક ગજ પર બેઠેલા, કેટલાક રથમાં બેઠેલા, કેટલાક ઘોડા પર બેઠેલા, મોટી લક્ષ્મીવાળા કુમારો સાથે ચાલ્યા. હાથી પર બેઠેલા બલભદ્ર અને કૃષ્ણ નેમિની પાછળ શોભે છે. તેની પાછળ હાથી પર બેઠેલા સમુદ્રવિજયાદિ યાદવો શોભે છે. એ પ્રમાણે બીજા પણ રાજાઓ ઘોડા, હાથી, રથ પર બેઠેલા પરસ્પર વાતો કરતા દેવોની જેમ દીપે છે. તેઓની પાછળ વાહનોમાં બેઠેલા અમાત્ય આદિ ચાલે છે. એ પ્રમાણે મોતીઓથી મઢેલી શિબિકામાં બેઠેલા કુન્તી, શિવા વગેરે શોભે છે. વળી વાહનમાં બેઠેલી યાદવ સ્ત્રીઓ વિવાહ યોગ્ય ધવલ-મંગલ ગીતગાન ગાવામાં તત્પર (લીન) બનેલી તેની પાછળ જાય છે. હાથીઓના ગર્જરવ, અશ્વોના હૈષારવ, રથોના ચિત્કાર, સુભટોનો જયજયનાદ, ઘંટોના અવાજ, વાજિંત્રોના નાદ, અલંકારોના ધ્વનિ, પવનથી ઉડતા વસ્ત્રોના ફૂત્કારપૂર્વક, નારીઓના ધવલ-મંગલ ગીતોના અવાજ સાથે ગવૈયા વડે ગવાતા ગુણરાશિયુક્ત અવાજોના અવાજ સાથે રસ્તામાં ચાલતી ઉગ્રસેનના મહેલ તરફ જતી નેમિની લગ્નની જાને નેમિના લગ્નની વિશ્વને આ રીતે જાણ કરી. - શ્રી નેમિને જોવા માટે લાખો ઝરોખામાં નીકળેલા સ્ત્રીઓના મુખથી ત્યારે જાણે લાખો ચંદ્ર આકાશમાં ઉત્પન્ન થયા ન હોય ! કેટલીક નારીઓ મંગલ ગીતોને ગાતી હતી. કેટલીક માતાપિતાને પ્રશંસતી હતી, કેટલીક ઝરૂખામાં રહેલી નારીઓ લાજ સાથે વધાવતી હતી. શ્રી નેમિની આગળ દાન-માન વડે ખુશ કરાયેલા ભાટચારણો મંગલ ગીત ગાતા હતા. એ પ્રમાણે ગવાતા ગુણસમૂહવાળા શ્રી નેમિશ્વર ઉગ્રસેનના મહેલની નજીકની ભૂમિના ભાગ સુધી આવ્યા, ત્યારે તેનો મનોહર કોલાહલ (અવાજ) સાંભળીને રાજીમતિ મેઘના ગર્જરવથી મોરની જેમ આનંદને પામી, પછી તેની સખી ચંદ્રાનના પ્રિયના દર્શન માટે ઝરૂખામાં રહેલી રાજીમતિને બોલાવીને નેમિકુમારને બતાવે છે. તેણી (રાજીમતિ) આઠ ભવથી ભરથાર બનેલા શ્રી નેમિકુમારને પ્રેમપૂર્વક જોઈને આ પ્રમાણે વર્ણન કરે છે. For Personal & Private Use Only Page #389 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૩િપ૬) સર્ગ - ૧૬ જેમ કે શું આ પાતાલકુમાર છે ? શું આ કામદેવ છે? અથવા સુરેન્દ્ર છે. વળી શું આ સાક્ષાત્ મહાદેવ છે કે પુણ્યનો પૂંજ છે ? નેમિને જોઈને રાજીમતિ કેવી થઈ ? તે કહે છે. આશ્ચર્યથી સ્થિર, રોમાંચયુક્ત, પરસેવાયુત કંપતું, નવા નવા ઉલ્લસિત ભાવવાળું તેનું શરીર થઈ ગયું. પોતાના પ્રાણનાથ નેમિનાથને જોતી રાજીમતિ તે જ વખતે શ્યામ મુખવાળી (ઉદાસી) બની. તે રાજીમતિને શ્યામ મુખી જોઈને સખીઓ બોલી, હે સખી ! તું શ્યામ મુખવાળી કેમ દેખાય છે? હર્ષના સ્થાને ખેદનું કારણ શું છે ? રાજીમતિએ કહ્યું : “હે સખી ! મારી જમણી આંખ અને જમણી જાંઘ ફરકે છે. હું નિર્માગિણી છું. તમને શું કહું ?” સખી બોલી : “હા હા સખી! તને આ દુર્નિમિત્ત કેમ ઉભું થયું આવી પડ્યું) આનંદને સ્થાને વિષાદ (ખંદ-દુઃખ) ઉત્પન્ન થયો. ચિંતાને કર નહિ. પુણ્ય પ્રભાવે કુળદેવીઓ સારૂ કરશે.” રાજીમતિ બોલી : “હે સખી ! મારૂં એવું પુણ્ય નથી કે આ નેમિકુમાર મારી સાથે લગ્ન કરે.” એ પ્રમાણે જ્યાં બોલી ત્યાં શું થયું? રથમાં બેઠેલા શ્રી નેમિકુમાર રાજીમતિની દૃષ્ટિમાં આવ્યા ત્યારે ઉગ્રસેન રાજાના મહેલની નજીક રહેલ ઉદ્યાનમાં પકડી રાખેલા પશુઓ નેમિને જોઈને મોટા અવાજે પોકાર કરે છે. તે પશુઓના દર્દભર્યા અવાજ સાંભળીને નેમિએ સારથિને કહ્યું: “હે સારથિ ! શું આ પશુઓનો આર્ત (દર્દ) ભર્યો અવાજ કેમ સંભળાય છે ?” નેમિને સારથિએ કહ્યું : “હે સ્વામિન્ ! આ પશુઓ તમારા લગ્નપ્રસંગે માંસ વડે મહેમાન ગતિ કરવા લાવેલા છે તેઓના માંને પકવીને યાદવો ખાશે.” તે સાંભળી નેમ વિચારે છે : અરેરે ! અપવિત્ર ચિત્તવાળાનું ચરિત્ર સાંભળી શકાય તેમ નથી. જેઓ પોતાના આનંદ માટે બીજા પ્રાણીઓના દુઃખનું કારણ બને છે, તે ઉત્સવ ઉત્સવ નથી.” હે સાથે ! જ્યાં આ પશુઓ પોકાર કરે છે, ત્યાં મને લઈ જા. જેથી એ પશુઓ છોડાવાય. પછી તે સારથિ નેમિનો રથ ત્યાં લઈ ગયો. નેમિકુમારને જોઈને એક હરણે પોતાની ડોક હરણીની ડોક (ગળા) પર મૂકીને મોટા અવાજે આ પ્રમાણે કહ્યું : જેમ કે હણો નહિ, હણો નહિ. આ મારા હૃદયને હરનારી હરિણીને. હે સ્વામિ ! અમને મરણથી પણ પ્રિયતમાનો વિરહ દુઃસહીય છે. આવા વચન સાંભળી હરિણી હરણને કહેવા લાગી : “આ પ્રસન્ન વદનવાળા, ત્રણ ભુવનના સ્વામી, અકારણબંધુ, સર્વ જીવોનું રક્ષણ કરનારા હે વલ્લભ! તેમને વિનંતી કરો હે પ્રભુ! ઝરણાના પાણી પીનારા, વનના ઘાસને ખાનારા, વનમાં રહેનારા, નિરપરાધિ એવા અમારા જીવનનું રક્ષણ કરો, રક્ષણ કરો.” For Personal & Private Use Only Page #390 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૬ ૩િપ૭) પાંડવનચરિત્રમ્ એ પ્રમાણે બધા પશુઓ પોકાર કરે છે. નેમિએ કેટલાકને ગળામાં બંધનવાળા જોયા. એવી રીતે કેટલાકના પગમાં બંધન જોયા. કેટલાકને પાંજરાનું બંધન જોયું. એ રીતે વાડામાં દીનતાભર્યા મુખવાળા બધાને બાંધેલા જોઈને અનુકંપાથી કાંપતા મન વડે કરીને વાડાના રક્ષકને અને સારથિને ઇનામમાં પોતાના અંગ પર લાગેલા આભૂષણાદિ આપીને સર્વ જીવોને બંધન વગરના કર્યા. એટલે કે છોડાવી દીધાં. જેમ કે કરૂણાધારીઓમાં એક અગ્રણી નેમિએ તે જીવોને છોડાવી દીધા અને વૈરાગ્યભાવથી રથને મહેલ તરફ પાછો વાળ્યો. સમુદ્રવિજય, કૃષ્ણ, બલભદ્ર અને અન્ય પણ, વળી શિવાદિ સ્ત્રીઓ વાહનો છોડીને તેની આગળ આવી ઊભી. | શિવાદેવી સહિત સમુદ્રવિજયે કહ્યું : “હે પુત્ર ! કયા કારણે (શા માટે) આ વિવાહ મહોત્સવથી પાછો ફરે છે ?” નેમિએ કહ્યું : “હે માતા-પિતા ! નરકના માર્ગમાં ભાથા સમાન લગ્નથી સરો, એટલે કે નરકના કારણભૂત લગ્ન સરો (દૂર) રહો. આ વિષયોથી વિડંબિત થયેલો હું ચાર ગતિરૂપ સંસારમાં નટ બની નાચ્યો છું. ફરી પણ વિષયમાં આસક્ત બની સંસારમાં શા માટે (કેમ) ભમ્ ?” એ પ્રમાણે વિચાર કરીને વિષયોથી વિરક્ત બન્યો છું. હવે હું આપની આજ્ઞાથી કર્મશત્રુને જીતીશ. જેમ કે પ્રશંસનીય સંમતિરૂપ શ્રેષ્ઠ સંયમરૂપ શ્રેષ્ઠ ઘોડા પર ચડીને તીણ તપરૂપ શસ્ત્ર થકી આ શત્રુઓનો નાશ કરીશ. એવા નેમિના વચનને સાંભળીને માતા-પિતા વજઘાત થયેલાની જેમ મૂર્છાને પામ્યા. તે શિવાદેવી.અને સમુદ્રવિજયને આશ્વાસન આપીને કૃષ્ણ નેમિને કહ્યું: “હે કુમાર ! તારાથી બીજો અધિક દયાળુ આ સંસારમાં કોણ છે ? જે તે બધાય પ્રાણીઓને દુઃખથી છોડાવ્યા છે, તો પછી પોતાના મા-બાપની રક્ષા કેમ કરતો નથી ? કહ્યું છે કે : માતાપિતાનો ઉપકાર (દુષ્પતિકાર)વાળી શકાતો નથી તથા જ્યાં પિતાનો આનંદ ત્યાં અમારો પણ આનંદ હોય. હાલ રાજીમતિનું પાણિગ્રહણ (લગ્ન) કરીને માતા-પિતાને આનંદિત કરીને અમને હર્ષિત કરીને પછી સંયમરૂપ ઉદ્યાનમાં વિચરણ કરજે.” કૃષ્ણ કહેલું સાંભળીને હસતાં હસતાં નેમિએ કહ્યું : “હે કૃષ્ણ ! યમની જીભ જેવા સંસારથી તથા સળગતી જ્વાલાની ઉપમા સમાન સંસારથી પુત્ર નીકળી જતાં પિતાને કેમ આનંદ થતો નથી ? હે માતા-પિતા ! સંસારથી ડરેલો હું તપનો આશ્રય કરૂં .” જ્યાં જન્મનું દુઃખ, જરાનું દુઃખ, રોગ અને મરણનું દુઃખ છે. અહો ! જ્યાં પ્રાણીઓ દુઃખ પામે છે, તે સંસાર દુઃખમય છે. દેવો વિષયમાં ફસાયેલા છે. નારકીઓ વિવિધ દુઃખથી સંતપ્ત છે. તિર્યંચો વિવેક રહિત છે. મનુષ્ય ભવમાં જ એક ધર્મ સામગ્રી પ્રાપ્ત થાય છે. For Personal & Private Use Only Page #391 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૬ પાંડવ ચરિત્રમ્ ૩૫૮ દુ:ખનું એક ઘર એવો સંસાર માનીને હું દીક્ષા લઈશ. લગ્નથી સરો. તે સાંભળીને મોહના આવેશને પરવશ થયેલા શિવામાતાએ અશ્રુભરી આંખે નેમિકુમારને કહ્યું : “હે વત્સ ! છત્ર વિના દીક્ષામાં આ તાપ (અત્યંત તડકો) તારા શરીરને બાધા પહોંચાડશે. વસ્ત્રો વિના હેમંત ૠતુમાં અહા ! ઠંડી બાધા પહોંચાડશે, વનમાં ઘર વિના વરસાદના પાણી તું કેવી રીતે સહન કરીશ ? તથા યાચના, મચ્છરના ડંખ વગેરે દુ:ખે કરી જોવાય તેવી સામે આવતી પરિષહરૂપ મહાસેનાને સહાયક વિના કેવી રીતે સહીશ ? મારા પોતાના હાથો વડે સિંચેલા તેલ વગેરેથી વધેલા ભ્રમર જેવા શ્યામ કેશસમૂહને પોતાના હાથ વડે કેવી રીતે ખેંચી કાઢીશ ?'' પછી નેમિએ માતાને કહ્યું : “હે માત ! તારૂં કહેવું બધું સાચું છે, તો પણ આ જીવ પરાધીનપણે જે જે દુ:ખો સહે છે, તે તે કહેવા માટે શક્ય નથી. ધરવાસથી વિરક્ત સાધુઓને જે સુખ હોય છે, તેવું સુખ લોભમાં લંપટ બનેલા મનુષ્યો અને દેવોને નથી હોતું.” : કહ્યું છે કે : સંતોષયુક્ત ચિત્તવાળા સાધુઓને જે સુખ હોય છે, તેવું સુખ લોભમાં લંપટ ચક્રવર્તિને અને સુરેન્દ્રને હોતું નથી. આથી હે માત ! હું તમારી આજ્ઞાથી (લઈ) સમતાને પ્રિયા બનાવીશ. જે હંમેશા સુખને ઉત્પન્ન કરનારી (દેનારી) સ્થિર પ્રેમવાળી અને એક આનંદમયી છે. આ વચન બધા યાદવોએ સાંભળ્યું. તેથી યાદવોએ જાણ્યું કે નક્કી, આ નેમિકુમાર લગ્ન કરશે નહિ. તેથી શિવાદેવીએ, સમુદ્રવિજય અને યાદવોએ મોકળા કરેલા માર્ગે સારથિથી ચલાવાતો રથ, ચારિત્રરૂપ રાજાના સુભટોથી પરિવરેલા મોહરૂપ સેનાને જીતીને નેમિકુમાર પોતાના મહેલે આવ્યા. પછી લોકાંતિક દેવો સ્વામિ પાસે આવીને તીર્થ પ્રવર્તાવો, એમ કહીને સાંવત્સરિક (વર્ષી)દાનનો અવસ૨ જણાવ્યો. કહ્યું છે કે : (૧) સારસ્વત, (૨) આદિત્ય, (૩) અગ્નિ, (૪) વરુણ, (૫) ગદતોય, (૬) કૃષિત, (૭) અવ્યાબાધ, (૮) આગ્નેય, અને (૯) રિષ્ટ. આ દેવો જિનેશ્વર ભગવંતને જણાવે (બોધ આપે) છે. હે પ્રભો ! ત્રણ જગતના જીવોને હિત કરનારૂં તીર્થ પ્રવર્તાવો. નેમિકુમાર પણ અવધિજ્ઞાન વડે પોતાની દીક્ષાનો સમય વર્ષાકાળના અંતે (પૂર્ણ થયા પછી) જાણીને વર્ષીદાન આપવા લાગ્યા. તે આ પ્રમાણે. જેમ કે ઇન્દ્રની આજ્ઞાથી ધનદ સ્વામિના ઘરમાં દરરોજ ૧ કરોડ અને ૮ લાખ સુવર્ણ મુદ્રિકા મૂકી જાય છે. તે સવારે ૧ પ્રહર સુધી સ્વામિ દાનરૂપે આપે છે. એ પ્રમાણે એક વર્ષમાં સ્વામિએ આપેલું દાન કહે છે. For Personal & Private Use Only Page #392 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૬ ૩િપ૯) પાંડવ ચરિત્રમ્ ત્રણસોને અઠ્યાસી (૩૮૮) ક્રોડ, એંશી (૮૦) લાખ સુવર્ણ મુદ્રિકાનું એક વર્ષમાં દાન આપ્યું. સુર, અસુર, દેવ, દાનવ, રાજા, સ્ત્રીઓ તમે આવો. જે ઇચ્છા હોય તેવું ઘણા પ્રકારનું દાન પ્રભુ આપે છે. એ પ્રમાણે દીક્ષા વખતે ઘોષણા કરાવી. એ પ્રમાણે સ્વામિએ એક વર્ષ સુધી દાન આપ્યું. હવે રાજીમતિ શ્રી નેમિજિનને પશુની વાતથી પાછા વળેલા પાણીને પરશુ (કુહાડી)થી કપાયેલી લત્તાની જેમ ભૂમિ પર પડી ગઈ. સખીઓએ કરેલા શીત ઉપચારથી ચૈતન્ય (ચેતના) પામેલી આ પ્રમાણે વિલાપ કરવા લાગી. નેમિકુમારનો વિયોગ થતાં શસ્ત્રથી હણાયેલી માલતી માલાની જેમ પ્લાન (વિષાદભર્યા) મુખવાળી, કામદેવથી હણાયેલી, રાજુમતિ બાળા વિલાપ કરે છે. અરેરે ! હા ! હા! વિધિએ શું કર્યું. દષ્ટિ (આંખ) આપીને કાઢી નાંખી, મેરૂ પર ચડાવીને પાડી નાખી. મને પહેલાં પણ ખબર હતી કે હું એવી પુણ્યશાળી નથી કે આ નેમિકુમાર લગ્ન કરીને મને કૃતાર્થ કરશે. શું કડવી તુંબડી કલ્પવૃક્ષ પર ચડે છે ? હે સ્વામિન્ ! તમારા વિરહમાં આ મનોહર હાર વડે શું? તમારા વિરહમાં આ બે રત્નમય કુંડલ મને દુઃખ આપે છે. આ કંદોરો મને ખૂંચે છે. તેવી રીતે આ બે રત્નના બાજુબંધ (કડા) ગદા જેવા વજનવાળા લાગે છે. એ પ્રમાણે નેમિકુમારને ઉદેશીને બોલતી રાજીમતિએ બધા આભૂષણો ઉતારી નાખ્યા. વળી વારંવાર નેમિકુમારના ગુણોને યાદ કરતી (ગાતી) ભૂમિ પર આળોટવા લાગી. વિરહથી દુઃખી થયેલી વારંવાર છાતી કુટતી આક્રંદ કરવા લાગી. ત્યારે સખીઓએ કહ્યું - સ્નેહ વિનાના આ વર ઉપર આ તારો સ્નેહ કેવો ? તે સારું થયું, એણે તારી સાથે લગ્ન ન કર્યા. જો લગ્ન કરીને છોડી દીધી હોત તો કૂવામાં ઉતારીને દોરડું કાપવા જેવું થાત. હે સખી ! ચિંતાને કર નહિ. તારા ઉપર પ્રેમવાળો બીજો વર કરીશું. તે સાંભળી ભૃકુટી (ભમ્મર) ઊંચી કરીને રાજીમતિ બોલી : હે સખીઓ ! તમે આ શું વિચાર્યા વગરનું બોલો છો? આ જન્મમાં નેમિનાથ વિના બીજો નાથ પ્રાણ જશે તો પણ નહિ કરું? જો જમણા હાથ પર હાથ નહિ મૂકે તો દીક્ષા સમયે મારા મસ્તક ઉપર હાથ મૂકાવીશ. તે સાંભળીને બધી સખીઓએ રાજીમતિની પ્રશંસા કરી. હે સખી ! તું ધન્ય છો, પુણ્યશાળી છો. તને આ જન્મનું સુંદર ફળ મળ્યું છે (પ્રાપ્ત થયું છે). જે તે સ્વામિના હાથે દીક્ષાને ગ્રહણ કરીશ, એ પ્રમાણે બધી સખીઓ પ્રશંસા કરીને પોતાના સ્થાનમાં ચાલી ગઈ. હવે નેમિકુમાર અદ્ભૂત વાર્ષિક (વર્ષ)દાન આપીને ભવસમુદ્રને તરવા માટે નાવ સમાન ચારિત્ર (સંયમ-દીક્ષા લેવા માટે ઉત્સુક ઉલ્લાસવાળા થયા (તૈયાર થયા). ત્યારે ચોસઠ ઇન્દ્રો For Personal & Private Use Only Page #393 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૩૬o સર્ગ - ૧૬ આવી હાજર થઈ ગયા અને તે આ પ્રમાણે - ૨૦ (વીસ) ભુવનેન્દ્ર, બત્રીસ (૩૨) વ્યંતરેન્દ્રો, સૂર્ય-ચંદ્ર (૧-૧), બાર દેવલોકના દશ (૧૦) એ પ્રમાણે નેમિકુમારના દીક્ષા મહોત્સવમાં ૬૪ (ચોસઠ) ઇન્દ્રો ભેગા થયેલા શું કરે છે ? તે કહે છે. પહેલાં સ્વામિને મણિની પીઠ ઉપર મૂકેલા મણિ સિંહાસન પર પૂર્વદિશા સન્મુખ બેસાડીને ૮૦૬૪ (આઠ હજાર ચોસઠ) કળશો તે આ પ્રમાણે. (૧) સુવર્ણ, (૨) ચાંદી, (૩) રત્ન, (૪) સુવર્ણ-ચાંદી, (૫) સુવર્ણરત્ન, (૬) ચાંદી-રત્ન, (૭) સુવર્ણ-ચાંદી રત્ન, (૮) માટીના આવા આઠ જાતના એકએક ૧૦૦૮૪૮=૮૦૬૪ ક્ષીરસમુદ્રના પાણીથી ભરેલા કળશો વડે સ્વામિને (નેમિકુમારને) નવરાવ્યા. પછી સુગંધિ કપડા વડે શરીરને લૂછીને ચંદનનું વિલેપન કરી આભૂષણો વડે શોભાવ્યા (પહેરાવ્યા). તે પછી દેવદૂષ્ય (એક દૈવી કપડું) પહેરાવી (ઓઢાડી) ઉત્તરકુરૂ શિબિકામાં જિનને બેસાડ્યા. પછી સ્વામિની આગળ સૌધર્મેન્દ્ર અને ઇશાનેન્દ્ર બે બાજુ ચામર વીંઝે છે. સન કુમાર છત્રને, માહેન્દ્ર ખગને, બ્રહ્મન્દ્ર દર્પણને, લાંતકેશ્વર પૂર્ણ કલશને, શક્રેશ સ્વસ્તિકને, સહસાગાર શતાયુધ, આનત અને પ્રાણતાધીશ શ્રીવત્સને, આરણ-અશ્રુત નંદાવર્તને ધારે છે. અમરેન્દ્રાદિ બીજા બાકી રહેલા ઇન્દ્રોએ શસ્ત્રોને ધર્યા છે. ભગવાન શિબિકામાં બેસી જતાં સમુદ્રવિજયાદિ યાદવો ઉગ્રસેન વગેરે રાજાઓ, બલભદ્ર, કૃષ્ણ, પાંડવો વગેરે બંધુઓ, શિવા, કુન્તી, દેવકી, રોહિણી વગેરે રાણીઓ વાહનમાં બેસીને સ્વામિની સાથે ચાલ્યા. કેટલીક મંગલ ગીતો ગાતી, શિવા આદિ રોતી, અશ્રુને સારતી સાથે ચાલીએ કહ્યું છે કે સંસારમાં મોહની આજ્ઞા વર્તી રહી છે. ઉગ્રસેનના મહેલના આંગણામાં આવેલા શ્રી નેમિના દર્શનથી શોકે (દુઃખથી) ભરાયેલી, રૂંધાઈ ગયેલા સ્વરવાળી રાજીમતિ ફરી જોરથી રડવા લાગી. ત્યારે રાજીમતિના દુઃખને જ્ઞાનથી જાણતા હોવા છતાં પણ નેમિ રાગરૂપી શત્રુથી ડગ્યા નહિ. વાગતા વાજિંત્રોના સૂર સાથે, ચારણો વડે સ્તુતિ કરાતા, સજ્જન લોકો વડે અભિનંદન અપાતા, દેવ, મનુષ્યના સમૂહથી પરિવરેલા નેમિ જિનેશ્વર રૈવતક પર્વત ઉપર સહસામ્ર (સહસા) વનમાં આવ્યા. ત્યાં આવીને ઉત્તરકુરૂ શિબિકામાંથી નીચે ઉતર્યા. ત્યાં આમ્રતની નીચે નેમિ જિને પોતાના અંગ પર રહેલા અલંકાર, મુગટ, કુંડલ, હાર, બાજુબંધાદિ બધું ત્યજતાં (ઉતારતાં) સૌધર્મેન્દ્ર લઈને હાથ જોડી રહેલા કૃષ્ણને આપ્યું. ત્રણસો વર્ષ થયે છતે શ્રાવણ માસની શુક્લ છઠ્ઠના સવારે ચિત્રા નક્ષત્રમાં ચંદ્ર આવ્યું છતે છઠ્ઠ તપ કરેલા શિવા પુત્રે (નેમિજિને) મસ્તક પરના બાલોને જાતે જ પાંચ મુષ્ટિ વડે ખેંચી કાઢ્યા (પંચમુષ્ટિ લોન્ચ કર્યો). તે વાળોને ઇન્દ્ર શીધ્ર ક્ષીરસમુદ્રમાં નાખીને આવી ગયો. પછી શક્રેન્દ્ર સ્વામિના ખભે દેવદૂષ્ય મૂક્યું. For Personal & Private Use Only Page #394 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૬ ૩૬૧ પાંડવ ચરિત્રમ્ પછી શુક્રની આજ્ઞાથી વાજિંત્રો બંધ થતાં નેમિનિને ચાર મહાવ્રતરૂપ સામાયિક ચારિત્રનો સ્વીકાર કર્યો. તે આ પ્રમાણે.... કરેમિ સામાઈએ સવ્વ મેં અકરણિર્જ સાવજ્જ તિવિહં તિવિહેણ” ઈત્યાદિ. સંયમ સ્વીકાર કરતાં તે જ વખતે ચોથું મન:પર્યવજ્ઞાન પ્રભુને ઉત્પન્ન થયું. ત્યારે નારકીઓને પણ ક્ષણમાત્ર સુખ પ્રાપ્ત થયું. વળી ત્યારે (સંયમ લેતી વખતે) સ્વામિની સાથે એક હજાર રાજાઓએ સંયમ ગ્રહણ કર્યું. પછી નેમિને નમીને ઇન્દ્ર, કૃષ્ણ, પાંડવો પોતાના સ્થાને ગયા. તે પછી સ્વામિએ પણ વિહાર કરીને છઠ્ઠ (બેલા)નું પારણું લક્ષ્મી ગોકુલ નામના ગોકુલમાં વરદત્તના ઘરે ખીર વડે કર્યું. ત્યાં પંચદિવ્ય ઉત્પન્ન થયા. તે આ પ્રમાણે. જળની અને પુષ્પની વૃષ્ટિ (વર્ષા), સુવર્ણની વર્ષા, વસ્ત્રની વર્ષા, દુંદુભિનો નાદ... દેવોએ કરેલી અહોદાનં-અહોદાને એ પ્રમાણેની ઘોષણા. એ પ્રમાણે દેવોએ કરેલા પાંચ દિવ્યો થયા. - જેમ કે ઉત્કૃષ્ટ સાડાબાર ક્રોડ સુવર્ણની વૃષ્ટિ થાય અને જઘન્ય સાડાબાર લાખ સુવર્ણની વૃષ્ટિ થાય. પારણું કરીને જિનેશ્વર બીજા ગામાદિમાં વિહાર કરી ગયા. શ્રી નેમિનો દીક્ષા મહોત્સવ કરીને કૃષ્ણની સાથે દ્વારિકામાં આવેલા પાંડવોએ ક્રીડા કરતાં આનંદમાંને આનંદમાં વીતી ગયેલો કાળ જાણ્યો નહિ. નેમિનાથ પણ ચોપન (૫૪) દિવસ વિહાર કરીને પાછા તે જ સહસ્રામ વનમાં આવ્યા. ત્યાં અટ્ટમ (ત્રણ ઉપવાસ) તપના તપસ્વી નેમિનાથને વેતસ વૃક્ષની નીચે આસો (ગુજરાતી ભાદરવા) માસની અમાવસ્યા તિથિએ ચિત્રા નક્ષત્ર આવ્યું છતે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં સિંહાસન કંપાયમાન થવાથી શીધ્ર ઇન્દ્રોએ આવીને સમવસરણ રચ્યું. અહીંયા સમવસરણનું વર્ણન કરવું. શાસ્ત્રમાં વર્ણવેલા તે સમવસરણમાં સ્વામિએ પૂર્વદ્રારથી પ્રવેશીને બારગુણા ઊંચા અશોકવૃક્ષને પ્રદક્ષિણા આપીને “નમો તિથ્થસ્સ” એ પ્રમાણે કહેવા પૂર્વક વિધિસહ પૂર્વદિશા તરફ સિંહાસનમાં બેઠા. બીજા ત્રણ સિંહાસન ઉપર વ્યંતરદેવોએ ત્રણે દિશામાં ભગવાનના રૂપ જેવા જ બીજા ત્રણ રૂપ કર્યા. પછી ચાર પ્રકારના દેવ, દેવીઓ, મનુષ્યો, નારીઓ, તિર્યંચાદિ હાથ જોડીને ભગવાનની સામે બેઠા. મુનિઓ, વૈમાનિક દેવીઓ અને સાધ્વીઓ અગ્નિ ખૂણામાં બેઠા. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક દેવો વાયવ્ય ખૂણામાં બેઠા. કલ્પાંતિત દેવો, મનુષ્યો અને નારીઓ ઈશાન ખૂણામાં બેઠા. કહ્યું છે કે : ચાર દેવીઓ અને સાધ્વીઓ ઊભા ઊભા, મનુષ્યો, સ્ત્રીઓ, ચાર દેવો અને સાધુઓ બેઠા બેઠા, આ પાંચ અને સાત (કુલ બાર) પર્ષદા પહેલા ગઢમાં દેશના સાંભળે છે. For Personal & Private Use Only Page #395 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૬ પાંડવ ચરિત્રમ્ ૩૬૨ આ પહેલો મત આવશ્યક ટીકામાં કહ્યો છે. ચૂર્ણિમાં મુનિઓ બેઠા. વૈમાનિક દેવી અને સાધ્વીઓ બે ઊભા અને બાકીના નવ બેઠા દેશના સાંભળે છે. બીજા ગઢમાં ઇશાન ખૂણામાં દેવછંદો, ત્રીજા ગઢમાં પશુઓ, ચોરસ સમવસરણના ચારે ખૂણામાં બે-બે વાવડીઓ હોય છે અને ગોળ સમવસરણમાં ચારે દિશાઓમાં એક એક વાવડી હોય છે. ઇત્યાદિ સિદ્ધાંત (આગમ)માં કહેલું સમવસરણ જોઈને મોહિત થયેલા મનવાળા, રૈવત ઉદ્યાનના પાલકો (માળીઓ)એ સુદર્શન ચક્રવાળા કૃષ્ણને પ્રભુના કેવળજ્ઞાનના મહોત્સવની વાત શીઘ્ર આવીને કહી. ત્યારે કૃષ્ણે માળીઓને પ્રીતિપૂર્વક સાડાબાર ક્રોડ સુવર્ણ આપ્યું અને પછી ભક્તિથી ઉલ્લસિત મનવાળા કૃષ્ણ હાથીની પીઠ પર બેસીને રસ્તામાં યાચકોને દાન આપતા પ્રભુના પ્રતિ ચાલ્યા. જેમ કે હાથી પર બેઠેલા પિતા, કાકા, તેમજ માતા, ભાઈ અને પુત્રો સાથે પાંડવોથી પણ પરિવરેલા સમસ્ત અંતઃપુર અને નગરજનો સાથે કૃષ્ણ પ્રભુના કેવળજ્ઞાનની ભૂમિ (સમવસરણ)માં આવ્યા. (યુગ્મ ૧-૨) તે સમવસરણે પ્રભુની દેશના સાંભળવાની ઇચ્છાવાળી રાજીમતિ પણ માતા-પિતાદિ પરિવાર સાથે ત્યાં આવી. પિતા, કાકા આદિથી પરિવરેલા કૃષ્ણ હાથી પરથી ઉતરીને ભગવાનના દર્શન થતાં તલવાર, છત્ર, પાદત્રાણ, મુગટ, ચામર વગેરે રાજ્યચિહ્નો મૂકીને ઉત્તર દ્વારથી સમવસરણમાં પ્રવેશ કરીને પ્રભુને પ્રદક્ષિણા આપીને સ્તુતિપૂર્વક વંદીને ઇન્દ્રની પાછળ યોગ્ય સ્થાને બેઠા અને ભવરૂપ કૂપમાંથી પ્રાણીઓને બહાર કાઢવાના મનવાળા કૃપાસાગર પ્રભુએ રસ્સીરૂપ(ધર્મરૂપ) દેશના આપવી શરૂ કરી. તે આ પ્રમાણે. કહ્યું છે કે “સર્વસુખોના શ્રેષ્ઠ કારણરૂપ જગતમાં ધર્મ સારભૂત છે. તેની ઉત્પત્તિ મનુષ્યથી છે. તેથી મનુષ્યત્વ સારભૂત છે.” શરીરધારીનું શરીર પ્રાયઃ કરીને દુઃખનું ઘર છે. પુત્ર, મિત્ર, સ્ત્રી વગેરે વિવિધ પ્રકારના દુઃખના કારણ છે. તેથી આ સંસાર સુંદર વસ્તુથી શૂન્ય છે. એટલે કે સાર (માલ) વિનાનો છે. સાર તો સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્ર માત્ર જ છે. પછી સ્વામિએ ચાર મહાવ્રતરૂપ સાધુધર્મ કહ્યો. અને સમ્યક્ત્વ મૂળ બાર વ્રતરૂપ શ્રાવક ધર્મ પણ કહ્યો પછી હેય (છોડવા યોગ્ય) જ્ઞેય (જાણવા યોગ્ય), ઉપાદેય (આદરવા યોગ્ય) પદાર્થો કહ્યા. તે આ પ્રમાણે. જેમ કે છોડવા યોગ્ય સાત વ્યસનો છે, જાણવા યોગ્ય જીવાજીવાદિ નવ તત્ત્વો છે. નિગોદ, અનંતકાયાદિ પણ જાણવા યોગ્ય છે. આચરવા (આરાધવા) યોગ્ય જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ પુણ્ય કાર્યો છે. For Personal & Private Use Only Page #396 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૬ | ૩િ૬૩) પાંડવ ચરિત્રમ્ આવી પાપને દૂર કરનારી જિનમુખથી દેશના સાંભળીને વરદત્ત રાજાએ ઉઠીને વ્રત (દીક્ષા) લેવાની ઇચ્છા બતાવી. તેથી પ્રભુએ તેને દીક્ષા આપી. તેની પાછળ બે હજાર રાજાઓએ દીક્ષાનો સ્વીકાર કર્યો. તેમાંથી વરદત્ત વગેરે અગિયાર (અઢાર પણ છે.) ગણધરો સ્થાપ્યા તેઓએ પણ ભગવાનના મુખથી ઉત્પત્તિ, સ્થિરતા અને વ્યય (વિલિનતા) રૂપ ત્રિપદી સાંભળીને મહાબુદ્ધિશાળી હોવાથી દ્વાદશાંગીની રચના કરી. તેના નામ આ પ્રમાણે છે... (૧) આચારાંગ, (૨) સૂયગડાંગ, (૩) ઠાણાંગ, (૪) સમવાયાંગ, (૫) ભગવતિસૂત્ર, (૬) જ્ઞાતાધર્મકથા, (૭) ઉપાસકદશાંગ, (૮) અંતકૃત, (૯) અનુત્તરોપપાતિક, (૧૦) પ્રશ્નવ્યાકરણ, (૧૧) વિપાકસૂત્ર, (૧૨) દૃષ્ટિવાદ, એ પ્રમાણે બાર અંગોની રચના કરી. પછી સર્વ અવયવોથી સુંદર લાવણ્યમયી ઘણી કન્યાઓની સાથે રાજપુત્રી યદિન્નાને દીક્ષા આપી. પ્રભુએ પ્રવર્તિની પદે સ્થાપી. તે વખતે દીક્ષા લેવાની ઇચ્છાવાળી રાજીમતિને જોઈને કૃષ્ણ પ્રભુને પૂછ્યું: “હે પ્રભુ! રાજીમતિને આપના પર વચનથી અગોચર (વચનાતિત) ગાઢ પ્રીતિ છે. તેનું શું કારણ?” પ્રભુએ કહ્યું : “હે કૃષ્ણ ! એનો મારા પર આઠ ભવથી સ્નેહ રહ્યો છે. તેથી તે મને લાંબાકાળથી જુએ છે.” પછી કૃષ્ણના કહેવાથી તે રાજમતિને દીક્ષા આપીને સ્નેહને નિષ્ક્રિય કર્યો. સમુદ્રવિજયાદિ દસ ભાઈઓએ, ઉગ્રસેનાદિ રાજાઓએ, બલભદ્ર, કૃષ્ણ, પાંડવાદિને અને શામ્બ-પ્રદ્યુમ્નાદિ કુમારોએ નેમિનાથ પ્રભુની પાસે શ્રાવક ધર્મ અંગીકાર (સ્વીકાર) કર્યો. રોહિણી, દેવકી, સત્યભામા, રુક્મિણી આદિ નારીઓએ ભગવાનની પાસે શ્રાવિકાપણું સ્વીકાર્યું. એ પ્રમાણે પ્રભુની પહેલી સભામાં (દેશનામાં) ચતુર્વિધ સંઘ થયો. પછી પ્રભુને નમીને દેવેન્દ્રો દેવલોકમાં ગયા. કૃષ્ણ, પાંડવો અને ભાઈઓ સાથે દ્વારકા નગરીમાં આવ્યા. વર્ષાઋતુ અને શરદઋતુને પસાર કરીને ભગવાન પણ પૃથ્વી પર વિહાર કરી ગયા. કોઈપણ રીતે પ્રીતભર્યા કૃષ્ણને પૂછીને પૌરજનોને આનંદ આપનારી અને સંપૂર્ણ સુંદર ઔષધરૂપ પ્રભુની વાણીની સૌરભને વિચારતા પાંડવો શીધ્રતર પોતાની પુરી હસ્તિનાપુરમાં આવી ગયા. આ પ્રમાણે શ્રીમતપાગચ્છાધિરાજ ભટ્ટારક શ્રી હીરવિજયસૂરિ પટ્ટાલંકાર ભટ્ટારક શ્રી વિજયસેનસૂરિના સામ્રાજ્ય પંડિત દેવવિજય ગણિ રચિત ગદ્યબદ્ધ સુંદર પાંડવ ચરિત્રમાં નેમિવિવાહ, દીક્ષા, કેવળજ્ઞાન અને ચતુર્વિધ સ્થાપનાદિનું વર્ણન કરતો સોળમો સર્ગ પૂર્ણ થયો. For Personal & Private Use Only Page #397 -------------------------------------------------------------------------- ________________ (સત્તરમો સર્ગ) હસ્તિનાપુરના સામ્રાજ્યરૂપ કમળના વનમાં ખેલતાં રાજહંસ સમા પાંડવોએ ઘણા દિવસો પસાર કર્યા. ન્યાયનીતિમાં નિપુણ રાજ્યનું પાલન કરતાં તેઓના દિવસો પસાર થાય છે, તો પણ તે પાંડવોનો ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપ ચારે પ્રકારના ધર્મમાં પુરુષાર્થ કરતાં કાળ જાય છે. ધર્મથી મોક્ષ પણ પ્રાપ્ત થાય છે. તે ધર્મ કેવો છે, તેનું વર્ણન કરે છે. જેમ કે જે દાનને આપે છે, યથાશક્તિ બ્રહ્મચર્યનું પાલન કરે છે. વિધિપૂર્વક તપ કરે છે. ભાવપૂર્વક ભાવનાને ભાવે છે. નિરંતર નવી નવી ધર્મની ઉન્નતિ (પ્રભાવના-પ્રચારાદિ). કરે છે, કરાવે છે. અનુમોદે છે. તે મોક્ષને પ્રાપ્ત કરે છે.' કહ્યું છે કે - તે ધન્ય છે, યશનું ઘર છે. તેઓ થકી જ વસુંધરા (પૃથ્વી) રત્નપ્રસૂતા કહેવાય છે. જે બલથી, વીર્યથી, બુદ્ધિથી, લજ્જાથી અને લક્ષ્મી વડે શ્રી જિનશાસનની ઉન્નતિ કરે છે. (પ્રભાવના કરે છે). પોતાના દેશમાં સર્વત્ર ધર્મ પ્રવર્તાવે છે. જિનમંદિરો અને જિનપ્રતિમાઓથી પૃથ્વીને શોભિત કરે છે. ભગવાનની પ્રતિષ્ઠા અને યાત્રાથી તેઓનો કાળ પસાર થાય છે. કહ્યું છે કે, મહાત્માઓ ધર્મથી ધનને લક્ષ્મીને) મેળવીને ધર્મમાં પ્રયત્ન કરે છે. આથી ધર્મ કરવામાં તત્પર પાંડવો પણ ધર્મને કરે છે. એક દિવસ પૌષધશાળામાં પૌષધ લઈને રહેલા પાંચેય પાંડવો નેમિનાથ ભગવાન આવે એવું ઇચ્છતા મેઘને મોર જેમ સ્મરે તેમ નેમિનાથનું સ્મરણ કરે છે. નેમિનાથ ભગવાન પણ કેવળજ્ઞાનથી તેઓના મનના વિચારો જાણીને પૃથ્વી પર વિચરતાં લોકોને પાવન કરતાં દેવ, મનુષ્યના સમૂહથી પરિવરેલા અષ્ટપ્રાતિહાર્યથી શોભતા નેમિજિન હસ્તિનાપુર આવ્યા. For Personal & Private Use Only Page #398 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૭ ૩િ૬૫ પાંડવ ચરિત્રમ્ અષ્ટપ્રાતિહાર્યના નામ આ પ્રમાણે છે. (૧) અશોકવૃક્ષ, (૨) પુષ્પવૃષ્ટિ, (૩) દિવ્યધ્વનિ, (૪) ચામર, (૫) સિંહાસન, (૬) ભામંડલ, (૭) દેવદુંદુભિ અને, (૮) છત્ર. ઈત્યાદિ અષ્ટપ્રાતિહાર્યથી યુક્ત (શોભતા) નેમિજિન ત્યાં આવ્યા. નેમિજિનથી પવિત્ર થયેલી તે નગરના ઉદ્યાનની ભૂમિને ભાવપૂર્વક વાયુકુમારોએ સંવર્તક વાયુ વડે યોજન સુધી (જેટલી) ભૂમિને શુદ્ધ (સાફ) કરી. તે ભૂમિમાં પુણ્યરૂપ બીજોને વાવવાની જાણે ઇચ્છાવાળા મેઘકુમાર દેવોએ સુગંધિ પાણી વડે તે ભૂમિને સિંચી. આત્માને લાગેલા કર્મોના બંધનને કાપતાં વ્યંતરદેવોએ તે સંપૂર્ણ ભૂમિને રત્નશિલા વડે રત્નમયી બનાવીને તે ભૂમિને ચારે દિશામાં રત્નોની કાંતિથી આકાશને ચમકાવતા ચાર તોરણો, બાજ અને છત્રો વડે અલંકૃત કરી. તે પીઠ ઉપર રત્નશિખાથી પ્રકાશિત અત્યંતર દિશાના મુખને પ્રકાશમાન કરતો રત્નનો કિલ્લો વૈમાનિક દેવોએ કર્યો. મધ્યમ (વચ્ચેનો) કિલ્લો સુવર્ણમય રત્નના કાંગરાથી શોભતો જ્યોતિશ્કેન્દ્રોએ કર્યો. ત્રીજો બહારનો કિલ્લો ચાંદીનો સુવર્ણના કાંગરાવાળો ભુવનપતિએ બનાવ્યો. માણિક્યરત્નના બારશાખથી શોભતા બધા કિલ્લાની ચારે દિશામાં ચાર દરવાજા હતા. પહેલા અને બીજા કિલ્લાની વચ્ચે દેવછંદો બનાવ્યો અને બહારના કિલ્લાના ચારે દ્વાર પર વિકસ્વર કમળોવાળી ચાર વાવડીઓ વ્યંતરદેવોએ બનાવી (વિકુવો. અંદરના રત્નના કિલ્લા વચ્ચે અશોકવૃક્ષની નીચે ચાર દિશામાં દેવોએ બનાવેલા ચાર સિંહાસનો રહ્યા છે. તે દરેકની ઉપર ચાંદીના ત્રણ ત્રણ છત્ર મૂક્યા છે. તે સિંહાસનની આગળ દેવોએ ધર્મચક્ર બનાવ્યું. પછી તે સ્વામિની આગળ માણિક્ય રત્નવાળો ધર્મધ્વજ રાખ્યો. તે પછી દેવોએ દેશના ભૂમિ પર જાનુપ્રમાણ નીચે ડીંટાવાળી પુષ્પવૃષ્ટિ કરી. હવે સ્વામિ નવસુવર્ણ કમળ પર પગ મૂકીને પૂર્વારે પ્રવેશ કરીને અશોકવૃક્ષને પ્રદક્ષિણા આપીને “તીર્થને નમસ્કાર” એમ કહીને પૂર્વાભિમુખ (પૂર્વદિશા તરફ)ના સિંહાસન પર બેઠા. ત્યારે જ સૂર્યમંડળનો તિરસ્કાર કરતું પ્રભુની પાછળ ભામંડલ પ્રગટ થયું. ત્યારે જ ઉદ્યાનપાલકે (માળીએ) સભા મધ્યે આવીને કરકમલને જોડીને રાજા યુધિષ્ઠિરને જણાવ્યું કે, હે રાજેન્દ્ર ! તમારા ઉદ્યાનમાં દેવ અને મનુષ્યના સમૂહથી પરિવરેલા શ્રીમદ્ નેમિજિનેશ્વર સમવસર્યા (પધાર્યા) છે. તે સાંભળીને હર્ષિત થયેલા મનવાળા યુધિષ્ઠિરે માળીને સાડાબાર લાખ સોનામહોર આપ્યા. પછી બધાય ભીમાદિ ભાઈઓ ગજ (હાથી) પર બેઠેલા મસ્તક પર છત્ર ધરેલા, વારવધૂ (ગણિકા)ઓ વડે ચામરોથી વીંઝાતા, પરિવાર સહિત દેવો વડે પરિવરેલા દેવેન્દ્રની જેમ સ્વામિને For Personal & Private Use Only Page #399 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૩૬૬ સર્ગ - ૧૭ (પ્રભુને) વંદન કરવા માટે ગયા. સમવસરણની નજીકમાં આવેલા પાંડવો માતા-પિતા આદિને આગળ કરીને ચામરાદિ રાજ ચિહ્નોને ત્યજીને સમવસરણમાં પ્રવેશ્યા. ત્યાં દેવ, મનુષ્યના સમૂહથી સેવાતા શ્રી નેમિજિનને જોઈને આનંદિત મનવાળા યુધિષ્ઠિરે પરિવાર સહિત જિનેશ્વરને ત્રણ પ્રદક્ષિણા આપીને હર્ષના અશ્રુથી ભીની આંખે હાથ જોડીને આ પ્રમાણે સ્તુતિ બોલવાની શરૂ કરી. (૧) અત્યંતર અંધકારના સમૂહનો નાશ કરનાર હે સૂર્ય ! જય હો, (૨) આપના ચરણકમળની ભક્તિ પ્રાણીઓને કલ્પલત્તા (કલ્પવૃક્ષ) જેવી છે. (૩) ત્રણે જગતની સંપત્તિને પ્રાપ્ત કરવા માટે ભવરૂપી વનમાં ભમવાથી શ્રમિત વિશ્વને વિશ્રામ માટે વૃક્ષમા આપના ચરણકમલ મને કલ્યાણરૂપ ફળને આપનારા થાઓ. (૪) એ પ્રમાણે સ્તુતિ કરીને સાષ્ટાંગ નમીને અશ્રુબિંદુને વેરતાં શ્રીમદ્ નેમિજિનેશ્વરને યુધિષ્ઠિરે નમસ્કાર કર્યા. એ પ્રમાણે યુધિષ્ઠિર પ્રભુની સ્તુતિ કરીને પિતા અને ભાઈઓ સાથે શક્ર (ઇન્દ્ર)ની પાછળ બેઠા. પછી પ્રભુએ તે બધા દેવદેવી, મનુષ્ય, તીર્થંચોની આગળ ધર્મદેશના શરૂ કરી. તે આ પ્રમાણે. જેમ કે અહો ! કોઈપણ રીતે અપાર એવી આ સંસાર નામની અટવીને પ્રાણીઓ અનંતકાલે પણ પાર કરી શકતા નથી. શિથિલ થઈ ગયેલા સાંધાઓથી જર્જરિત, પરિણામે (અંતે) બલહીન આ શરીર નિશ્ચિત નાશ પામનાર છે. તે મૂઢબુદ્ધિ ! ઔષધો વડે શું (કેમ) દુઃખી થાદ્ય છે. નિરામય (નિરોગી) ધર્મરૂપ ઔષધને લે. આરોગ્ય અનિત્ય છે, યૌવન અનિત્ય છે, વૈભવ અને જીવિતપણું પણ અનિત્ય છે. તે અનિત્યપણાથી હણાયેલા પ્રાણીઓને કામ (વાસના)માં આનંદ કેવી રીતે આવે છે. ' હે ભવિ જીવો ! આવા પ્રકારની સંસારની અસારતાને જાણીને ધર્મમાં ઉદ્યમ (પ્રયત) કરવો જોઈએ (કરો). જે ધર્મથી સ્વર્ગ અને મોક્ષના સુખની પ્રાપ્તિ થાય છે ઇત્યાદિ ભગવાનની દેશના સાંભળી મુક્તિની નજીક આવેલા કેટલાક મનુષ્ય ભગવાનની પાસે દીક્ષા લીધી. કેટલાકે બારવ્રત ગ્રહણ કર્યા તથા યુદ્ધમાં જે નારીઓ વિધવા થઈ હતી, તે બધી સ્ત્રીઓએ ભગવાનની પાસે (હાથે) આનંદપૂર્વક સંયમ અંગીકાર કર્યું. ગાંધારી અને ધૃતરાષ્ટ્ર સમ્યક્તપૂર્વક બારવ્રતરૂપ શ્રાવકધર્મ અંગીકાર કર્યો. કેટલાક દેશવિરતિનો, કેટલાકે સર્વવિરતિનો સ્વીકાર કર્યો. પછી શુક્ર (ઇન્દ્ર) વગેરે દેવો પોતાના સ્થાનમાં ગયા. યુધિષ્ઠિરાદિ ભગવાનની દેશના સાંભળીને પ્રભુને નમસ્કાર કરીને દેશના પૂર્ણ થયે ઉઠીને પશ્ચાતાપપૂર્વક બે કરકમલ જોડીને નેમિજિનને જણાવ્યું કે, “હે વિભો ! રાજ્યના લોભથી હારેલા (ઘવાયેલા) એવા અમે યુદ્ધના અવસરે મહાઇત્યાદિ મહાપાપો કર્યા છે, જે આ પ્રમાણે છે : પહેલા જ તમારા પિતામહ ગાંગેયને હણ્યા. ધૃતરાષ્ટ્ર, For Personal & Private Use Only Page #400 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૭ ૩િ૬૭) પાંડવ ચરિત્રમ્ ગાંધારીના પુત્રો દુર્યોધનાદિ ભાઈઓને માર્યા, એ પ્રમાણે અનેક શૂરવીર યુવરાજોને તથા હાથી, ઘોડા, પાયદળ, યુદ્ધમાં હણ્યા. આથી ભવિષ્યમાં અમારી કઈ ગતિ થશે ?” પ્રભુએ કહ્યું: “હે પાંડવો ! યાત્રાપૂર્વક શત્રુંજય તીર્થનો ઉદ્ધાર કરેલા તમે સંઘપતિનું બિરૂદ પ્રાપ્ત કરીને મોક્ષપુરીમાં જશો (મોક્ષ પ્રાપ્ત કરશો). આ તીર્થનો સ્પર્શ કરવાથી સમસ્ત પાપનો ક્ષય થાય છે.” જેમ કે – જિનેશ્વરોમાં જેમ આદિજિનેશ્વર, ચક્રીયોમાં જેમ તેમનો પુત્ર ભરત, ભવોમાં જેમ મનુષ્યભવ, અક્ષરમાં જેમ ૐ ll૧] રાષ્ટ્રોમાં સૌરાષ્ટ્ર, વ્રતોમાં પણ જેમ શીલ શ્રેષ્ઠ (મુખ્ય) છે, તેમ તીર્થોમાં શત્રુંજય તીર્થ મુખ્ય (પ્રધાન) છે. ll૧-૨ા યુગ્મ. જ્યાં ખુલ્લ ખુલ્લા દારિદ્રનો દ્રોહ કરનાર એટલે કે દારિદ્રને હરાવી જયને પ્રાપ્ત કરનાર જ્યાં સિદ્ધાચલ છે, ત્યાં જેનો અંત મુશ્કેલ છે. એવા પાપના પુંજનો આતંક (તોફાન) ક્યાંથી હોય? કેવી રીતે થાય. રા. સમુદ્રની ગંભીરતા (ઊંડાઈ) મેરૂપર્વત જાણે છે, બીજા નહિ. તેમ કલ્યાણકારી પહાડ (સિદ્ધાચલ)નું માહાત્ય જિનેશ્વર ભગવંત જ જાણે છે. જો જોવા માત્રથી (દર્શન કરતાં પણ પ્રાણીઓના પાપના સમૂહનો નાશ કરવામાં સમર્થ ત્રણ ભુવનમાં મુખ્ય આ એક સિદ્ધાચલ તીર્થ છે. 'પા મહામુશ્કેલીથી નાશ થઈ શકે તેવા અંધકાર (પાપ)ના સમૂહનો નાશ કરવા પ્રકાશ (અગ્નિ) સમાન એવા સિદ્ધાચલના શૃંગે (ટોચે-શિખરે) શ્રી આદિનાથ પ્રભુ બિરાજે છે–શોભે છે. III | વિશ્વમાં ઉત્તમ અતિશય ધરનારા સિદ્ધાચલને અને આદિજિનને એ બંનેને જોઈને પ્રાણીઓ હત્યાદિ સર્વ પાપથી છૂટે છે. છા ટંકણખારથી જેમ સોનું, પાણીથી મીઠું જેમ ગળે છે, તેમ શત્રુંજયનું સ્મરણ કરવાથી કર્મરૂપ કાદવ ગળી જાય છે. એટલે કે નાશ પામે છે. ll૮ જેવી રીતે સૂર્ય વડે અંધકાર, પુણ્ય વડે દરિદ્રતા નાશ પામે છે, તેવી રીતે શત્રુંજયના સ્મરણ વડે તે કર્મનો નાશ થાય છે. હા જેમ વજથી પર્વત, સિંહથી હરણ ભેદાય-વિંધાય છે, તેમ શત્રુંજયના સ્મરણથી પૂર્વકમ ભેદાય છે. ll૧૦ના For Personal & Private Use Only Page #401 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ (૩૬૮ સર્ગ - ૧૭. જેમ અગ્નિ વડે સર્વ વસ્તુ, લોખંડ વડે સર્વ ધાતુ પ્રસાય છે, તેમ શત્રુંજયના સ્મરણથી સકલ અંધકાર (પાપ) નષ્ટ થાય છે. I/૧૧/ આ શત્રુંજય સિદ્ધાચલ પર્વત ઉપર જિનેશ્વરના દર્શનથી મોર-સર્પ-સિંહાદિ હિંસક પ્રાણીઓ પણ સિદ્ધ થયા છે. સિદ્ધ થાય છે અને ભવિષ્યમાં સિદ્ધ થશે. (ટૂંકમાં આસન્નભવિપણું પ્રાપ્ત કરે છે.) I/૧૨ા બાલ્યકાળે, યૌવનકાળે, વૃદ્ધત્વમાં અને તિર્યંચ જાતિમાં જે કાંઈ પાપ કર્યા છે, તે પાપ સિદ્ધાચલનો સ્પર્શ કરવાથી પણ વિલય (નાશ)ને પામે છે. ૧૩ તેના ત્રણ પ્રકારના દાન, ચારિત્ર, શીલ અને તપ વળી તેનું ધ્યાન સફળ છે, જેને એક વખત શત્રુંજયની ભક્તિ (સેવના) કરી છે. ૧૪ll અહીં યાત્રા-પૂજા-સંઘરક્ષા યાત્રિકોનો સત્કાર કરનાર ગોત્ર સાથે સ્વર્ગલોકમાં પૂજાય છે. I૧પો. હત્યાદિ પાપો અહીંયા ચારે બાજુ ત્યાં સુધી ગર્જના કરે છે. જ્યાં સુધી અહીં આવીને ગુરુમુખથી શત્રુંજય વ્યાખ્યાન અર્થાત્ તેનો મહિમા સાંભળ્યો નથી. ૧૬ પ્રમાદથી પાપ થઈ ગયેલા હોય તેવા પાપી માણસોએ ગભરાવાની કોઈ જરૂરત નથી, આ સિદ્ધક્ષેત્રની એકવાર કથા સાંભળી લો. I૧૭ll સિદ્ધક્ષેત્રે એક દિવસની જિનની ભક્તિ શ્રેષ્ઠ છે, નહિ કે ક્લેશના ભાજનરૂપ લાખો તીર્થમાં ભ્રમણ કરવું. ll૧૮ , (લાખો તીર્થમાં ભ્રમણ કરવા છતાં જે પાપ નથી ખપતું તે પાપ સિદ્ધક્ષેત્રમાં એક દિવસની ભક્તિથી દૂર થાય છે.) સિદ્ધાચલની યાત્રાએ જતાં ક્રોડભવમાં થયેલા પાપો પણ ડગલે ડગલે નાશ પામે છે. ll૧૯ પુંડરીકગિરિ (સિદ્ધાચલ)ની તરફ એક એક ડગલું ભરતાં કોટિ ભવમાં કરેલા પાપોથી છૂટાય છે. lol શત્રુંજયની સ્પર્શના કરેલા મનુષ્યને ન રોગ, ન શોક, ન સંતાપ, ન દુઃખ, ન વિયોગપણું અને દુર્ગતિમાં જવું પડતું નથી. ર ૧// વિશેષ પ્રકારે આદિ દેવથી શોભતો આ ઉત્તમ પર્વત જેમ તપ દુષ્કર્મોનો નાશ કરે છે. તેમ ગાઢ પાપોનો નાશ કરે છે. રેરા જોકે ભૂતલ પર રહેલા બધાય તીર્થો પુણ્ય બંધાવનાર છે, તોપણ તે સિદ્ધાચલનો વાણી થકી મોટો મહિમા ગાયો છે. કારણ કે તે પાપનો નાશ કરે છે. રિયા For Personal & Private Use Only Page #402 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૭ ૩૬૯ પાંડવ ચરિત્રમ્ જગતના ગુણોને જેણે જોયા છે, તેવા કેવલી ભગવંતો આ તીર્થપતિ (સિદ્ધાચલ)નો મહિમા જાણે છે. તે પણ કહેવા માટે સમર્થ નથી. રજા આ સિદ્ધાચલ તીર્થે, અન્યની નિંદા નહિ, બીજાના દ્રોહનું ચિંતન નહિ, પરસ્ત્રીમાં લોલુપતા નહિ, બીજાના દ્રવ્ય પર બુદ્ધિ નહિ, મિથ્યાત્વીનો સંસર્ગ નહિ કરવો અને તેઓના વચનમાં આદર પણ ન કરવો, તેઓની નિંદા પણ ન કરવી અને તેઓના શાસ્ત્રનો આદર ન કરવો. રપ-૨૬ આ સિદ્ધાચલે જેઓ યાત્રિકોને ભક્તિપૂર્વક વસ્ત્ર અને અન્ન વડે પૂજે છે (ભક્તિ કરે છે) તેઓ વિશાલ ઋદ્ધિ (વૈભવનું) સુખ ભોગવીને અંતે મુક્તિનો ભોક્તા બને છે. , આ તીર્થમાં બુદ્ધિશાળીઓએ પોતાની શક્તિ અનુસાર બીજા પણ પુણ્યકાર્યો કર્યા હોય, તે પાપકાર્યોની ઉર્મિને કુંઠીત કરવા થકી આ ભવ અને પરભવ એમ બે ભવની વિશુદ્ધિ માટે થાય છે. ૨૮ ઇત્યાદિ નેમિનાથના મુખથી શત્રુંજયના મહિમાને સાંભળીને તે પાંચેય પાંડવો પ્રભુને નમીને હાથી, ઘોડા અને રથમાં બેસીને પોતાના હસ્તિનાપુરના સ્થાને ગયા. પ્રભુ પણ દેવસમૂહથી પરિવરેલા બીજા દેશ પ્રતિ વિહાર કરી ગયા. હવે પોતાના જન્મને સાર્થક કરવાની ઇચ્છાવાળા તે પાંડવોએ યાત્રાનો મનોરથ કર્યો, ઈચ્છા કરી. પછી પ્રીતિવાળા તે પાંડવોએ ત્યારે જ બધા રાજાઓને યાત્રા માટે આમંત્રણ આપ્યું. પછી હર્ષ સાથે બહુ પરિવારવાળા, તે રાજાઓ પોતપોતાની ઋદ્ધિ સાથે હસ્તિનાપુર પહોંચ્યા. પાંડવો વડે સત્કાર કરાયેલા તે રાજાઓ અત્યંત આનંદને પામ્યા. શુભ દિવસે, શુભ મુહૂર્ત પાંડવો સ્વર્ણ જિનાલયમાં બિરાજમાન જિનેશ્વરની મણિમય પ્રતિમાને આગળ કરીને સેના અને વાહનો સાથે શ્રી વિમલાચલ તરફ ચાલ્યા. રસ્તામાં સાધર્મિક વાત્સલ્યને કરતાં, ગુરુનું, જ્ઞાનનું અને જિનેશ્વરનું પૂજન કરતાં જિર્ણ થયેલા જિનમંદિરોનો જીર્ણોદ્ધાર કરતાં આગળ માર્ગ કાપતા હતા. એ રીતે રસ્તામાં સંઘ સાથે ચાલતાં સૌરાષ્ટ્રની સીમમાં પાંડવોને આવેલા જાણી કૃષ્ણ પણ યાદવોની સાથે આવીને પાંડવો સાથે ભળી ગયા. પછી તે રાજાઓએ વિધિપૂર્વક તીર્થની પૂજા અને સંઘપૂજા કરીને શત્રુંજય પર્વત પર સાનંદ ચડ્યા. વરદત્ત ગુરુની સાથે પરસ્પર હાથમાં હાથ નાખેલા વાસુદેવ અને યુધિષ્ઠિરે જ્યાં ચૈત્ય (મંદિર) જોયું, ત્યાં દિવાલોમાં તિરાડો જોઈ. અત્યંત તૃણ અંકુરા ફૂટેલાવાળો ભગવાનનો પ્રાસાદ (જિનાલય)ને જોઈને વૃદ્ધત્વથી જર્જરિત (શિથિલ) જોઈને મનમાં દુઃખી થયેલા કૃષ્ણ યુધિષ્ઠિરને કહ્યું : “હે યુધિષ્ઠિર ! આપણે બંને રાજ્ય કરતાં હોવા છતાં કાળના પ્રભાવથી આ તીર્થ સારી રીતે જીર્ણ થયેલું છે, તે જાણો.” ત્યારે અવસરને જાણીને યુધિષ્ઠિરે કૃષ્ણને કહ્યું : “હે કૃષ્ણ For Personal & Private Use Only Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩િ૭૦) પાંડવ ચરિત્રમ્ સર્ગ - ૧૭. તમે પહેલા ગિરનારનો ઉદ્ધાર કર્યો છે. હવે સિદ્ધાચલના ઉદ્ધારનું પુણ્ય મને આપો. કૃષ્ણ કહ્યું : “હે યુધિષ્ઠિર ! એમાં પ્રાર્થના શી? આપણા બેમાં કાંઈપણ અંતર નથી. તમે જ તે પુણ્યને ગ્રહણ કરો. એટલે કે તમે જ ઉદ્ધાર કરાવીને પુણ્ય સંચય કરો.” પછી સાનંદ યુધિષ્ઠિરે શિલ્પીઓ વડે નિત્ય શાશ્વત ચૈત્ય સમાન શ્રી શત્રુંજયના ઉદ્ધારરૂપ મોટું ચિત્ય (મંદિર) કરાવ્યું. પછી દિવ્ય પારિજાત (કલ્પવૃક્ષ) વૃક્ષના લાકડામાંથી શિલ્પીઓ વડે એક ઋષભદેવની પ્રતિમા બનાવી. પછી તેના હૃદય ઉપર એક (તેજથી શોભતું) તેજસ્વી મણિ બેસાડ્યું. તે પછી સુગંધી દ્રવ્ય વડે અને રક્તવર્ણવાળો લેપ કરીને શુભલગ્ને વરદત્ત ગણધરના હાથે તે પ્રાસાદે જિનબિંબની પ્રતિષ્ઠા કરાવીને તે પ્રાસાદમાં તે પ્રતિમાને સ્થાપના કરી. કહ્યું છે કે શું ભક્તિરૂપ રાગથી રંગાયેલી ન હોય, શું પુણ્ય પુજના ઉદયવાળી ન હોય, તેવી ભક્તિરૂપ સ્ત્રીના ભાલ પર રહેલા કંકુ સમાન શોભાને ધારણ કરતી તે ચૈત્ય અને જિન પ્રતિમાની શુભ મુહૂર્તે વરદત્ત ગણધર ભગવાને અને યુધિષ્ઠિરે પ્રતિષ્ઠા કરી. VI૧-૨ા . વિશ્વના અલંકાર રૂપ હોવા છતાં તે જિન પ્રતિમાની યુધિષ્ઠિરે અલંકારોના સમૂહ વડે સુંદર આંગી રચી પછી પૂર્ણ થયેલા મનોરથવાળા યુધિષ્ઠિરે પ્રભુની અષ્ટપ્રકારી પૂજા કરીને જિનમંદિર ઉપર શ્રેષ્ઠ ધર્મના લક્ષણરૂપ મહાધ્વજા ચડાવી. પછી હર્ષપૂર્વક ઇચ્છા મુજબ લોકોને ઇચ્છિત દાન આપ્યું. યાચકોને દાન આપીને યુધિષ્ઠિરે વસ્ત્ર, અલંકાર વગેરે વડે કરીને શ્રીસંઘની પૂજા કરી. પછી ઇન્દ્રોત્સવ કરીને અને જિનેશ્વર પ્રભુના મસ્તક પર છત્ર ધરીને આરતી ઉતારી. જિનેશ્વરની આગળ મંગળદીપ પ્રગટાવીને ચામરો વીંઝી તથા સમસ્ત ધર્મકાર્ય કરીને સર્વ રાજસમૂહ સાથે અનુમોદના કરીને શત્રુંજય પર્વતથી નીચે ઉતર્યા. ત્યાંથી ચાલતા પાંડવો ચંદ્રપ્રભાસ તીર્થમાં પ્રભાસ પાટણમાં) ચંદ્રપ્રભસ્વામીને અને ગિરનાર શ્રી નેમિનિને નમીને અને આબુ પર્વત પર બિરાજીત યુગાદીશ્વરને સ્તવીને એ પ્રમાણે વૈભારગિરિ પર, સમેતશિખરે (૨૪) અરિહંતોને દશત્રિક પૂર્વક પૂજા કરીને પૂજ્યા. એ પ્રમાણે સંઘપતિનું કર્તવ્ય સારી રીતે પૂર્ણ કરીને પવિત્ર હૃદયવાળા પાંડવોએ કૃષ્ણની સાથે દ્વારિકાપુરીને પ્રાપ્ત કરી (દ્વારિકામાં આવ્યા). તે દ્વારિકામાં કૃષ્ણને છોડ્યા. પછી કૃષ્ણ સ્વીકારેલા પાંડવો રાજાઓના સમૂહથી પરિવરેલા, શત્રુંજય તીર્થની યાત્રા કરેલા, તીર્થોદ્ધાર કરેલા પોતાના નગરમાં આવ્યા. પછી યુધિષ્ઠિર બધા રાજાઓને અને લોકોને વિદાય કરીને હસ્તિનાપુરમાં રહેલા બંધુની સાથે પોતાના પુણ્યને અનુસરનાર દાન-માનને આપતાં સાંસારિક સુખનો અનુભવ કરતાં વિચરે છે. એ પ્રમાણે કાળ પસાર થાય છે (થયા કરે છે). For Personal & Private Use Only Page #404 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૭ ૩િ૭૧ પાંડવ ચરિત્રમ્ એક દિવસ જગતને જોવાના કૌતુકવાળા મહામુનિ નારદ આકાશમાર્ગે જતાં એકાએક યુધિષ્ઠિરના ઘરે આવ્યા. તે નારદને જોઈને પાંડવો સાથે બધા ઉડ્યા અને નમસ્કાર કર્યા, પરંતુ તે દ્રૌપદીએ નારદને અસંયમી છે, એમ જાણીને ઉઠવા આદિ વિનય ન કર્યો. તેથી ઇર્ષા, અભિમાનથી રુટ થયેલ નારદ ચિંતવે છે – પાંચ ભરથારથી ગર્વિત થયેલી આ દ્રૌપદી ઊભા થવારૂપ મારો વિનય કરતી નથી, તો તેને ગંભીર દુઃખસાગરમાં ફેંકું. જેથી કરીને તે મારી અવજ્ઞાનું ફળ પામે. એમ ચિંતવીને નારદ દેવમુનિ ગગન ગામિની વિદ્યા વડે આકાશ માર્ગે ઉઠ્યા. એક વખત યુધિષ્ઠિરના ઘરે ઉપરના માળે યુધિષ્ઠિરની સાથે સુખપૂર્વક નિદ્રા લેતી સૂતેલી દ્રૌપદીનું કોઈકે અપહરણ કર્યું. પ્રભાતે દ્રૌપદી વિનાનો ખાલી પલંગ જોઈને ગભરાયેલા યુધિષ્ઠિર ભાઈઓની સાથે અહીં-તહીં વનાદિઓમાં ભમી ભમીને દ્રૌપદીને જુએ છે. પરંતુ ક્યાંય પણ ભાળ મળી નહિ. તેથી તે પાંડવોએ દ્રૌપદીના દુઃખ સમૂહથી ભરેલા કૃષ્ણની પાસે દ્વારિકામાં કુન્તીને મોકલી. ત્યારે હાથી પર બેઠેલી તે કુન્તી ક્રમપૂર્વક જતી દ્વારિકા પહોંચી. કૃષ્ણ સામે જઈને પ્રવેશ કરાવ્યો. પછી દાન-સન્માન, ભોજનાદિ કરીને પૂછ્યું : “હે ભૂઆ(ફોઈ) આવવાનું શું કારણ? કુન્તીએ કહ્યું : “હે કૃષ્ણ ! યુધિષ્ઠિરની પાસેથી રાત્રિએ સુખપૂર્વક સૂતેલી દ્રૌપદીનું કોઈક અપહરણ કરી ગયું છે. તેથી તારા બંધુ પાંડવોએ વન, ઉદ્યાન આદિ સર્વ જગ્યાએ તેણીની શોધ કરી. પરંતુ ક્યાંય તે મળી નહિ. તેણીના સમાચાર લેવા માટે પુત્રોએ મોકલેલી એવી હું આપની પાસે આવી છું.” આ વચન સાંભળીને કૃષ્ણ કહ્યું : “હે ફોઈ ! તમે ચિંતા ન કરો. હું બરાબર તપાસ કરીને દ્રૌપદીને લાવીશ. તમે સ્વસ્થ થાઓ (નિશ્ચિત રહો).” સવારે સભામાં બેઠેલા કૃષ્ણ શું કરવું એવી ચિંતાને કરે છે. તેટલામાં નારદદેવ મુનિ ત્યાં આવ્યા. કૃષ્ણ ઊભા થઈને આસન વગેરે આપવા વડે સંતોષ પમાડેલા નારદે કૃષ્ણને કુશળક્ષેમ પૂછ્યા. પછી કહ્યું : “હે કૃષ્ણ ! તમે આજ કંઈક ઉદાસ મુખવાળા દેખાવ છો, તો શું આપના મનમાં કંઈ ચિંતા છે (આપના મનમાં શું વિચાર ચાલે છે).” કૃષ્ણ કહ્યું: “હે દેવમુને ! હસ્તિનાપુરથી યુધિષ્ઠિરની પાસેથી રાત્રિએ કોઈક દ્રૌપદીનું અપહરણ કરી ગયું છે. તેને કોણ ઉપાડી લઈ ગયું, તે જણાતું નથી. ક્યાં ગઈ ? તેની ચિંતા મનમાં પ્રવર્તિ રહેલી છે.” નારદ મુનિએ કહ્યું: “હે કૃષ્ણ ! તું એકલો જ હજાર રાણીઓનું રક્ષણ કરી શકે છે, તો પછી પાંચે પાંડવો મળીને એક એવી તેણીનું રક્ષણ કેમ ન કર્યું?” આવી નારદની કહેલી વાત સાંભળીને કૃષ્ણ ચિંતવ્યું, એનું જ આ કર્તવ્ય દેખાય છે. એટલે કે તેને જ આવું કામ કર્યું જણાય છે. તેથી એણે (કૃષ્ણ)વિચાર્યું આ મારી આગળ બધું સત્ય કહેશે. પછી કૃષ્ણ નારદને પૂછ્યું : “હે મહામુને ! તમે ક્યાંય પણ તેણીને જોઈ હોય તો જે સત્ય હોય તે કહો. તેણી ક્યાં છે.” For Personal & Private Use Only Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨. પાંડવ ચરિત્રમ્ (૩૭૨) સર્ગ - ૧૭ તે સાંભળીને નારદે કહ્યું: “હે કૃષ્ણ ! એક દિવસ હું આકાશગામિની વિદ્યા વડે પરિભ્રમણ કરતાં ઘાતકીખંડના દ્વીપ ઉપર ગયો. ત્યાં અપરકંકા નામની નગરીમાં પદ્મનાભ નામનો રાજા રાજ્ય કરે છે. તેના મહેલમાં મેં દ્રૌપદી સરીખી કોઈક મૃગલોચના (સ્ત્રી) જોઈ છે.” એમ કહીને આકાશમાર્ગે ઉડીને નારદ બીજે ક્યાંય ચાલી ગયા. કૃષ્ણ વિચાર્યું, નક્કી આ કામ એનું જ છે. આ બધું નારદે કર્યું છે. નારદે કહેલું બધું કૃષ્ણ કુન્તીને કહ્યું. પછી તે કુન્તીએ પાડુ અને પાંડવોને કહ્યું. તેથી તે પાંડવો સૈન્યની સાથે પિતાની આજ્ઞાથી કૃષ્ણ કુન્તીના દ્વારા કહેવડાવ્યું કે પૂર્વ દિશામાં રહેલા સમુદ્રતટે નિવાસના સંકેતવાળા સ્થાન પર તમે જજો પછી તે અનુસાર તેઓ પૂર્વ દિશા તરફ ચાલ્યા. અનુક્રમે આગળ જતાં સિંધુ (સાગર) કિનારે નિવાસ કર્યો. ત્યાં આવેલા કૃષ્ણને મળ્યા. પછી કૃષ્ણ લવણ સમુદ્રના અધિષ્ઠાયક સુસ્થિતને આરાધવા માટે લવણ સમુદ્રના કિનારા પર પૌષધશાળામાં પૌષધ વ્રતનો સ્વીકાર કરી અઠ્ઠમ (ત્રણ ઉપવાસ) તપ કર્યો. તે તપથી ખેંચાયેલા લવણ સમુદ્રના અધિષ્ઠાયકે આવીને કૃષ્ણને કહ્યું : “હે કૃષ્ણ ! એવું શું પ્રયોજન (કારણ) છે. જેથી મને યાદ કર્યો છે.” કૃષ્ણ કહ્યું : “કોઈએ દ્રૌપદીનું અપહરણ કર્યું છે. ઘાતકીખડે રહેલી અપરકંકા નામની નગરીમાં પોત્તર રાજાના મહેલમાં છે, તેમ નારદે કહ્યું છે. આથી પાંડવોની સાથે હું ત્યાં જઈને તેને પાછી લાવવા ઇચ્છું છું.” પાંડવોની સાથે મને લવણ સમુદ્રમાં રસ્તો આપ. જેથી કરીને દ્રોપદીને પાછી લઈ આવું. કૃષ્ણનું કહેવું સાંભળીને લવણસમુદ્રના અધિપતિએ કહ્યું : “હે કૃષ્ણ ! તમે હુકમ કરતાં હોતો સૈન્ય સાથે પદ્મનાભને હણીને દ્રૌપદી તમને સોંપું. આપના સેવક એવા મને આજ્ઞા કરો. આવા નાના કામ માટે તમારે જાતે આવો શું પ્રયત્ન કરવો ?” ત્યારે કૃષ્ણ કહ્યું : “આ બધું કામ તારાથી થઈ શકે તેમ છે, પરંતુ એ પ્રમાણે કરેલું કાર્ય અમારા અપયશનું કારણ બનશે. તેથી અમારા છ રથોને ઘાતકીખંડમાં જવા માટે માર્ગ આપો.” સુસ્થિતે કહ્યું : “ભલે, એમ કરો. તમારા રથની પાછળ પાંડવોના પાંચ રથો લવણસમુદ્રને તરી જાય (પાર ઉતરી જાય).” પછી તે પાંડવો કૃષ્ણના રથને આગળ કરીને લવણસમુદ્રમાં પાંચે રથો સાથે ચાલે છે (તરે છે). દિવ્ય પ્રભાવે ઘાતકીખંડમાં આવેલી અમરકંકા નગરીની નજીકમાં રહેલા ઉદ્યાનમાં બધાય કૃષ્ણ આદિ પાંડવો રથોમાંથી ઉતર્યા. તે ઉદ્યાનમાં સ્થિરતા કરીને કૃષ્ણ દારૂક સારથિને સમજ (શિખામણ) આપી. લેખ આપીને પદ્મનાભની પાસે મોકલ્યો. દારૂકે ત્યાં જઈને પાદપીઠ ઉપર ડાબો પગ મૂકીને ભાલાની અણી પર મૂકી પત્રિકાને ભેટણારૂપે આપી. પછી ભયંકર ભૂફટી ચડાવીને કૃષ્ણનો સારથિ દારૂક બોલ્યો : “હે ઉદ્ધત રાજા ! જંબુદ્વીપના અધ ભરતને ભોગવનારા પાંડવ સાથે છ રથવાળા કૃષ્ણ મારી સાથે આમ કહેવડાવ્યું છે. રે ! For Personal & Private Use Only Page #406 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૭ ૩૭૩ પાંડવ ચરિત્રમ્ તેં મારા ભાઈ પાંડવોની પત્નીનું હરણ કરી પાપ આચર્યું છે (કર્યું છે). જો તારે જીવવું હોય તો દ્રૌપદીને પાછી આપ. અથવા જો તારામાં કંઈ પણ બાહુબલનો મદ-ઉન્માદ હોય તો તૈયાર થઈ મારી સાથે યુદ્ધ કર. હું પાંચ પાંડવો સહિત છ રથો સાથે તારી સાથે યુદ્ધ મેદાનમાં ઉભો છું. આથી તું ઉદ્યાનમાં આવ. મારી સાથે સંગ્રામ (યુદ્ધ)ને કર.” દારૂકની આવી વાણી સાંભળીને લેખ વાંચીને અને લેખને ફાડીને તેની સામે નાખ્યો અને કહ્યું : “જંબુદ્રીપમાં ભયંકર આ કૃષ્ણ મારી આગળ બિચારો (કાય૨) છે અને આ નોકર શું કરશે ?” તું તારા સ્થાને જા. તારી પાછળ હું જ આવું છું. એમ કહીને વિદાય કરેલા દૂતે કૃષ્ણને પદ્મનાભે કહેલું બધું જ કહ્યું. તે પછી તૈયાર થયેલા પદ્મનાભ સેનારૂપી તરંગો વડે દિશાઓને પૂરતો કૃષ્ણની સાથે યુદ્ધની ઇચ્છાવાળો તે નગરની બહાર નીકળ્યો. તે સૈન્યને આવેલું જાણીને કૃષ્ણે પાંડવોને કહ્યું : “હે પાંડવો ? આ વિરોધી (શત્રુ)ની સાથે તમે યુદ્ધ કરો અથવા હું એમની સાથે યુદ્ધ કરૂં. તમે જુઓ.’” ત્યારે પાંડવોએ કહ્યું : “હે સ્વામિન્ ! કાગડા સાથે આવો તમારો કેવો પ્રયત્ન ? આપની આજ્ઞાથી આપની સામે તેઓની સાથે અમે લડીશું. અમે અથવા તે જયને પ્રાપ્ત કરશે.” કૃષ્ણના જોતાં પાંડવો પદ્મનાભના સૈન્ય સાથે યુદ્ધ કરવા લાગ્યા. પછી તેઓનું પૃથ્વીને હચમચાવી નાખે તેવું ભયંકર યુદ્ધ જામ્યું. તે મહાભયંકર યુદ્ધ થતાં પાંડવોથી પદ્મનાભના સૈનિકો ભાગી ગયા. નાસીને પદ્મનાભના શરણે આવી ગયા. તેથી પદ્મનાભ પાંડવો પર બાણ વરસાવતો ઉભો રહ્યો. પદ્મનાભના બાણો વડે તિરસ્કૃત થયેલા પાંડવો હણાયેલા ન હોવા છતાં વચન બલથી નિરાશ થયેલા યુદ્ધભૂમિને છોડીને કૃષ્ણના શરણે ગયા અને કહ્યું : “હે કૃષ્ણ ! અમે એને જીતવા સમર્થ નથી, પરંતુ આ યુદ્ધભૂમિમાં તમે જ ખરેખર શક્તિશાળી છો.’’ પછી હાસ્યપૂર્વક કૃષ્ણે કહ્યું : “હે બંધુઓ ! તમે ત્યારે જ શત્રુથી જીતાઈ ગયા હતા. જ્યારે યુદ્ધ માટે તમે જતાં તે જય પામશે અથવા અમે જય પામીશું, એવી વાણી ઉચ્ચારી હતી.’ હવે મારા યુદ્ધનું કૌશલ્ય (કૌતુક) તમે જુઓ. હું આ પદ્મનાભને જીતીશ. પરંતુ તે મને કોઈપણ રીતિએ જીતવા સમર્થ નહિ થાય. એમ કહીને કૃષ્ણે અનેક રાજાઓને ક્ષોભિત (આકુળવ્યાકુળ) કરતો પંચજન્ય શંખ વગાડ્યો. તે શંખના અવાજથી પદ્મનાભના રાજાનું ત્રીજા ભાગનું સૈન્ય નાસી ગયું. પછી ધનુષ્ય પર બાણને ચડાવીને ક્રોધપૂર્વક વિસ્ફોટ (ટંકાર) કર્યો. તે નાદથી ત્રીજા ભાગનું સૈન્ય નાસી ગયું. તેથી પદ્મનાભ બાકી સૈન્યની સાથે નાસીને પોતાની નગરીમાં પ્રવેશી ગયો. પછી ડરી ગયેલા પદ્મનાભે પુરી(નગર)માં પ્રવેશીને લોખંડના દરવાજા લગાવી દીધા. તે પછી લોખંડની અર્ગલા મારી દીધી (તાળું મારી દીધું). ડરેલો પદ્મનાભ દ્રૌપદીના શરણે ગયો. રથમાં બેઠેલા કૃષ્ણ જ્યાં દ૨વાજા સુધી આવ્યા, પછી તે દરવાજાને આપેલી અર્ગલાને For Personal & Private Use Only Page #407 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૩૭૪ સર્ગ - ૧૭. જોઈને કોપથી લાલ આંખવાળા કૃષ્ણ ભયંકર દાઢાવાળું મુખ બનાવી નર અને સિંહના રૂપવાળું શરીર બનાવ્યું. પગ પછાડવા પૂર્વક પૃથ્વીને કંપાવતા, પર્વતો હલાવતાં, શિખરોની ટોચને પાડતા, મઠ, દેવકુલ, મકાનોને ગબડાવતાં (પાડતાં) તે પાદ પ્રહારના અવાજથી હાથીઓએ બંધનોને તોડી નાખ્યા. કેટલાક શૂરવીરો મૂચ્છ પામ્યા. ડરી ગયેલો પદ્મનાભ દ્રૌપદીના ચરણ કમલમાં પડતો કંપતા શરીરે બોલ્યો : “હે દેવી! મારું રક્ષણ કરો ! મને બચાવો. હું તમારો દાસ છું.” તેણી(દ્રૌપદી)એ કહ્યું : “વહુ (સ્ત્રી)નો વેશ પહેરીને મને આગળ કરીને કૃષ્ણનું શરણું જો સ્વીકારે તો તારૂં જીવિત રહે છે. નહીં તો જીવન રહેશે નહિ.” એ સાંભળીને ભયથી કંપતો નારીરૂપ કરીને કૃષ્ણના પગમાં પડ્યો. ભયથી દુઃખી લોકો શું શું સ્વીકારતા નથી ? નારી રૂપ જોઈને છોડી દીધેલા નરસિંહ રૂપવાળા કૃષ્ણ ડર નહિ, એમ કહીને પદ્મનાભને છોડી મૂક્યો. સ્વસ્થ મનવાળા બંનેય સભાસ્થાનમાં આવી ગયા. પછી કૃષ્ણ દ્રૌપદીના હરણથી ઉત્પન્ન થયેલી પૂર્વની કથનીને પૂછી. પદ્મનાભે કહ્યું : “હે દેવ ! એક દિવસ હું અંતઃપુરમાં જ્યાં પ્રિયાઓ સાથે સ્વેચ્છાએ ક્રીડા કરતો હતો, તેટલામાં એકાએક જ નારદ મુનિ ત્યાં આવ્યા. જ્યાં હું ક્રીડા કરતો હતો. મેં ઊભા થવા વગેરે રૂપ સન્માન કરવાથી તે નારદને પ્રીતિ ઉત્પન્ન થઈ. તેથી મેં પૂછ્યું : હે મુને ! તમે સકલ ભૂમંડલ પર ફરતાં કોઈપણ સ્થાને કોઈનું પણ આવું અંતઃપુર જોયું છે. મારા અંતઃપુર જેવું ? તેથી તેણે કંઈક હસીને મને કહ્યું, હે રાજન્ ! તમે કૂવાના દેડકા જેવું કેમ બોલો છો?” કહ્યું છે કે રે પક્ષી ! તું અહીંયા ક્યાંથી આવ્યું છે. તારું સરોવર કેટલું વિશાળ છે અને શું મારા સ્થાનથી મોટું છે. નહિ નહિ હે મહાપાપી ! ખોટું બોલ નહિ. એ પ્રમાણે કૂવામાં રહેલા દેડકાએ કિનારે આવેલા રાજહંસને કહ્યું. કહેવત છે કે જેને બીજા પ્રદેશ જોયા નથી, એવા પુરુષો અલ્પ મલવા માત્રથી અહંકારી બને છે. હસ્તિનાપુરે પાંડવની પત્ની દ્રૌપદીની આગળ તારી પત્નીઓની શી વિસાત છે? એ પ્રમાણે મારી આગળ કહીને આકાશમાર્ગે નારદ બીજે ચાલ્યા ગયા.” દ્રૌપદીના ગુણથી ખેંચાયેલા મેં પૌષધશાળામાં અઠ્ઠમ તપ વડે પૂર્વભવના મિત્ર ભવનવાસી દેવની આરાધના કરી દ્રૌપદીને લાવવાની વિનંતી કરી. દેવે કહ્યું: “હે મૂઢમતિ ! એ સતીઓમાં શિખર જેવી, મનથી પણ અન્ય પુરુષને ઇચ્છતી નથી. તમારો પ્રયત નિષ્ફળ જશે તો પણ તમારા પરની પ્રીતિથી તેને હું લઈ આવીશ.” એમ કહીને વિદાય થઈ ગયેલા દેવે ઘરમાં યુધિષ્ઠિરની નજીકમાં સૂતેલી દ્રૌપદીને જોઈને તે બેઉને અવસ્થાપિની નિદ્રાને આપીને દ્રૌપદીનું અપહરણ કર્યું. તેને લાવીને મારા પ્રમદ વનમાં (ઉદ્યાનમાં) મૂકીને મને કહીને દેવ પોતાના સ્થાને જતો રહ્યો. પછી જાગેલી તેણે પોતાના મહેલમાં રાજાને સમીપ ન જોતાં વિચારે છે. શું ઇન્દ્રજાળ દેખાય છે અથવા શું મારો મતભ્રમ છે ? એ પ્રમાણે ભયથી ડરેલી જ્યાં વિચારે છે, For Personal & Private Use Only Page #408 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચાર તમ્ ૩૭૫ તેટલામાં હું પૌષધશાળામાંથી બહાર આવીને સ્નાન કરેલો, શ્રૃંગાર કરેલો, પોતાના અંતઃપુરથી પરિવરેલો પ્રમદ ઉદ્યાનમાં દ્રૌપદીની સમીપે આવી ગયો. પછી તેને તેવા પ્રકારની અવસ્થામાં જોઈને મેં કહ્યું : “હે સુંદરી ! દ્રૌપદી ! ક્ષોભને કરીશ નહિ, હું તારો દાસ છું.” સર્ગ - ૧૭ = જેવી રીતે જંબુદ્રીપથી ઘાતકીખંડના આ દ્વીપમાં તને લાવ્યો છું. પદ્મ નામનો હું રાજા છું. તેથી તું મને વલ્લભ (સ્વામિ) માની લે (સ્વીકારી લે). પછી કાંઈક વિચાર કરીને તે બોલી : “જંબુદ્રીપના ભરતક્ષેત્રમાં સુવર્ણ કિલ્લાવાળી દ્વારિકા નગરીમાં કૃષ્ણ નામના વાસુદેવ મારા પતિના મોટાભાઈ ત્રણ ખંડના અધિપતિ વસે છે. તે જો છ મહિનાની અંદર શોધી નહિ શકે તો હું તમારી આજ્ઞાધારી બનીશ.” આ વચનો સાંભળીને સંતોષ પામેલા મનવાળા એવા મેં દ્રૌપદીને અંતઃપુરમાં રાખી. તે પણ તે દિવસથી લઈને છટ્ઠછઠ્ઠના પારણે આયંબિલ વિક્ષેપ વિના એવો તપ કરતી હતી. તેથી હું પણ સ્વસ્થ ચિત્તે અંતઃપુર સાથે મારા મહેલે આવ્યો. મેં વિચાર્યું કે છ મહિનામાં અહીં કોણ આવશે ? મારા ભાગ્યના કારણે તમે અહીંયાં આવ્યા છો. પદ્મનાભના એ વચન સુણીને (સાંભળીને) પોતાના હાથે દ્રૌપદીને લાવીને પાંડવને સોંપીને પદ્મનાભને વિદાય આપીને પાંડવ સહિત કૃષ્ણ લવણસમુદ્ર તરફ ચાલ્યા. ત્યારે તે ચંપાનગરીમાં પૂર્ણભદ્ર બગીચામાં મુનિસુવ્રત જિન પાસે દેશના સુણતાં કપિલ નામના વાસુદેવે યુદ્ધનો આરંભ કરતાં કૃષ્ણના મુખ વડે પૂરાયેલા વાયુથી પંચજન્ય શંખનો અવાજ સાંભળીને આશ્ચર્યપૂર્વક (પામેલા) મનથી મુનિસુવ્રત જિનવરને કપિલે પૂછ્યું : “હે ભગવન્ ! ત્રણ ભુવનને ભરનારો સુસ્વર વિષ્ણુ એવા મારા જેવા પંચજન્ય શંખનો શબ્દ કોનો જણાય છે.” તેથી સ્વામિએ પદ્મનાભ રાજાની કથા સંપૂર્ણ કહી. પછી કપિલે કહ્યું : “હે સ્વામિન્ ! ત્યાં જઈને તે કૃષ્ણનું કંઈક સ્વાગત કરૂં.” સ્વામિએ કહ્યું : “હે કપિલ ! બે જિન, બે ચક્રવર્તિ, બે વાસુદેવ, એ બેઉ ભેગા થઈ વાર્તાલાપ કરે, એવું ક્યારે પણ બન્યું નથી. ક્યારે પણ એમ બનતું નથી અને ભવિષ્યમાં ક્યારે પણ એવું થશે નહિ, તો પણ તું કૃષ્ણની ધ્વજાને જોઈશ.” ,, એવી ભગવાનની વાત સાંભળીને કૃષ્ણની પાછળ દોડ્યો. કપિલ રથમાં બેસી તે જ ક્ષણે જ લવણસમુદ્રના કિનારા પર આવી ગયો. તેટલામાં કૃષ્ણ લવણસમુદ્રના અંતર(વચ્ચે) ભાગમાં આવી ગયા. પછી કપિલે કૃષ્ણના રથની ધજાઓને જોઈ. મેં કરેલા સ્વાગતને તમે સ્વીકારો. એ પ્રમાણે વ્યક્ત કરતાં અક્ષર (શબ્દ)વાળો કપિલે પોતાનો શંખ વગાડ્યો. તે સાંભળીને કૃષ્ણે પણ એ પ્રમાણે શંખ વગાડીને કહ્યું : જેમ કે પ્રેમપૂર્વકનું આ તારૂં સ્વાગત અમને મળ્યું. એ પ્રમાણે સ્પષ્ટ શબ્દવાળો કૃષ્ણે પણ પોતાનો શંખ વગાડ્યો. For Personal & Private Use Only Page #409 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૩૭૬ સર્ગ - ૧૭ બે વાસુદેવના શંખના અવાજનું મિલન એ એક આશ્ચર્ય થયું છે. તે શંખનાદ સાંભળીને કપિલ પાછો વળીને અપરકંકામાં આવી ગયો. પડી ગયેલા મઠ, દેવકુલ, શિખર, પ્રાસાદો વડે વેરવિખેર અપરકંકાને જોઈને પૂછ્યું : “હે પદ્મનાભ ! તારી અપરકંકા નગરી આવી કેમ દેખાય છે ?પદ્મનાભે સાચી વાત કરતાં ગુસ્સે થયેલા કપિલે તેને દેશમાંથી કાઢી મૂકીને તેના સ્થાને તેના પુત્રને બેસાડીને પોતે ચંપાનગરીમાં આવ્યો. સમુદ્રના માર્ગે જતી રથમાં બેઠેલી દ્રૌપદીને યુધિષ્ઠિરે પૂછ્યું : “હે પ્રિયે ! તે દુર્જન રાજાની આગળ પસાર કરેલ છ મહિનાની અવધિ સુધી શું ચિંતવ્યું હતું ?” દ્રૌપદીએ કહ્યું : “હે દેવ, મેં જાણ્યું હતું કે છ માસને અંતે મારો પતિ આવશે જ. ત્યાં સુધી હું છઠ્ઠના પારણે આયંબિલ કરીશ. છ માસ સુધીમાં પતિ નહિ આવે તો અનશન કરીને મરણ સ્વીકારીશ. એ પ્રમાણે મેં ચિંતવ્યું હતું.” પછી એ છએ રથો સમુદ્રનો પાર પામ્યા. ત્યારે કૃષ્ણ પાંડવોને કહ્યું: “હે બંધુઓ ! જ્યાં સુધી હું લવણસમુદ્રના અધિપતિ સુસ્થિતને છોડીને આવું ત્યાં સુધી તમે આગળ જઈને બાસઠ (૬૨) યોજન વિશાલ પ્રવાહવાળી ગંગા નદીને ઉતરી જાવ.” કૃષ્ણની આજ્ઞાને પામીને પાંડવો ગંગા પાસે આવીને કોઈક નાવને મેળવીને ગંગાને ઉતર્યા. પછી તે પાંડવો ચિંતવે છે. જેમ કે આ જન્મથી બળવાન એવા કૃષ્ણનું બાહુબલ જોઈશું, એમ વિચારીને કૃષ્ણને માટે નાવ પાછી મૂકી નહિમોકલી નહિ. તેથી સુસ્થિતને વિદાય કરી, ડાબા હાથમાં રથને મૂકીને બીજા જમણે હાથે ગંગાને તરવા કૃષ્ણ તૈયાર થયા. ગંગાની મધ્યમાં આવીને થાકેલા કૃષ્ણ ચિંતવ્યું. જેના થકી આ ગંગા નદી ઉતર્યા તે પાંડવો પ્રશંસનીય છે. કૃષ્ણનો ભાવ જાણીને ગંગા દેવીએ સ્થળ બનાવ્યું. તે જગ્યાએ થોડીવાર વિશ્રામ લઈને કૃષ્ણ ગંગાનો પાર પામ્યા. ત્યાં ગંગાતીરે જઈને કૃષ્ણ પાંડવોને પૂછ્યું : “તમે લોકો ગંગા કેવી રીતે ઉતર્યા.” તેઓએ કહ્યું : અમે નાવથી ઉતર્યા તો પછી અમને નાવ કેમ ન મોકલી.” કૃષ્ણ આ પ્રમાણે પૂછતાં તેઓએ કહ્યું : “તમારું બાહુબલ જોવા માટે નાવ મોકલી નહિ.” તેથી કોપથી લાલ થયેલા કૃષ્ણ આ પ્રમાણે કહ્યું: “હે પાંડવો ! કંસ, કેશિ, જરાસંઘ આદિના વધ સમયે અને પદ્મનાભને જીતવામાં મારું બળ જોયું નહિ? મારું બળ તો હમણાં જ જુઓ.” એમ કહીને ક્રોધથી કાંપતા કૃષ્ણ લોખંડના દાંડાથી પાંડવોના રથોને લોખંડના ભૂકાની જેમ ચૂરી નાખ્યા. પછી ક્રોધાવેશમાં આવેલા કૃષ્ણ પાંડવોને કહ્યું: “હે પાંડવો ! જો મારી ભૂમિમાં રહેશો તો પુત્ર, બાંધવો અને સૈનિક વિનાના થઈ જશો.” એમ કહીને કૃષ્ણ દ્વારિકામાં આવી ગયા. શ્યામ થયેલા મુખવાળા પાંડવો પણ હસ્તિનાપુર આવ્યા. ઘેર આવેલા પાંડવોએ માતા-પિતાના પૂછવાથી ગંગા ઉતરતા થયેલી વાતને માતા-પિતાને કહી. પાડુરાજાએ કહ્યું : “હે પુત્રો ! કૃષ્ણને કોપ For Personal & Private Use Only Page #410 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૭ ૩િ૭૭] પાંડવ ચરિત્રમ્ કરાવી તમે ખરાબ કર્યું છે. કારણ કે એ ત્રણ ખંડના અધિપતિ અર્થે ભરતનો સ્વામિ છે. તમે ક્યાં જશો ? તમારા માટે કૃષ્ણની ભૂમિ સિવાય બીજે ક્યાંય પણ સ્થાન નથી.” હવે પાડુરાજા કુન્તીની સાથે વિચાર વિમર્શ કરીને કૃષ્ણના ક્રોધને શાંત પાડવા અને પાંડવોને રહેવા માટે કુન્તીને મોકલી, પછી હાથી પર બેઠેલી દ્વારિકાના ઉદ્યાન સુધી જ્યાં આવ્યા, તેટલામાં ત્યાં નેમિ ભગવાનનું સમવસરણ જોઈને પગે ચાલીને સ્વામિ પાસે જઈ નમીને પ્રભુની દેશના સાંભળવા લાગ્યા. ત્યાં આવેલી દેવકી પણ પ્રભુની દેશના સાંભળે છે. એ પ્રમાણે સર્વ પર્ષદા પ્રભુના મુખથી નીકળેલ વચનરૂપ અમૃતને કર્ણ (કાન)રૂપ કટોરાઓ વડે પીને આનંદ પામ્યા. બીજી દેશના પૂર્ણ થયે છતે દેવકીએ જિનને નમીને હાથ જોડીને પૂછ્યું: “હે પ્રભો ! મારા ઘરમાં એકસરખા રૂપવાળા છ સાધુઓ આવ્યા છે. પરંતુ પ્રીતિને ઉત્પન્ન કરનારી કૃષ્ણ સમાન શ્રીવત્સથી શોભિત છાતીનું સ્થલ એકબીજાનું ભ્રમ કરનારું છે. અર્થાત્ ખબર ન પડે તેવું છે, એટલે કે એકસરખા છે. વળી મને બાલ્યપણામાં અતિમુક્ત મુનિએ કહેલું કે : “હે દેવકી ! ભવિષ્યમાં તને અતિ ઉત્કૃષ્ટ રૂપવાળા આઠ પુત્રો થશે. તેના જેવા પુત્રોને બીજી કોઈપણ સ્ત્રી જન્મ નહિ આપે. તે પણ અસત્ય થયું. કારણ કે કોઈપણ નારીએ તે કૃષ્ણના સમાન રૂપવાળાને જન્મ આપ્યો નથી.” દેવકીએ કહેલું સાંભળીને પ્રભુએ કહ્યું : “હે દેવકી ! આ તારા જ પુત્રો છે.” પછી સ્વામિએ કહ્યું : “ભજિલપુરે ધર્મમાં અપ્રમાદિ કલ્યાણકારી નાગશ્રેષ્ઠીની સુલસા નામની સ્ત્રી છે.” તે સુલતાને બાળપણમાં તે જ મુનિએ કહ્યું હતું. આ બાલિકા મૃતવત્સા બનશે. તે સાંભળીને તે સુલસા બાલિકાએ કુમારપણામાં સુવર્ણમયી હરિણગમૈષી દેવની પ્રતિમા બનાવડાવી અને પ્રતિષ્ઠા કરાવી તે દેવની પૂજાથી હરિણગમૈષી દેવ ખુશ થયો. નાગશ્રેષ્ઠીની સાથે લગ્ન કર્યા પછી દિવ્ય પ્રભાવથી તને અને સુલતાને એમ બંને એક સાથે ગર્ભકાળ શરૂ થયો. પછી સમય પૂર્ણ થતાં સાથે પ્રસવ થતાં તે બંને ગર્ભનું તે દેવે પરિવર્તન કર્યું. (એટલે કે તમે જન્મ આપેલ પુત્રોને સુલસા પાસે મૂકયા અને તેને (સુલસાએ) જન્મ આપેલ મૃત પુત્રીઓને તમારી પાસે મૂકી.) તેથી આ છએ તમારા જ પુત્રો છે, સુલતાના નથી. આથી આ છએ પણ કૃષ્ણના ભાઈ હોવાથી કૃષ્ણ સરીખા તમારા નેત્રોને અમૃત અંજન સરીખા આનંદ કરનારા થયા છે. એ પ્રમાણે સાંભળીને દેવકી નેહથી મોહિત થયેલ પુત્રની પાસે જઈને સ્નેહભરી દૃષ્ટિથી આનંદના અશ્રુથી ભરેલી આંખોવાળી હર્ષના કારણે રોમાંચિત થયેલા શરીરમાં આવેલા દૂધવાળી તેણી. પોતાના પુત્ર મુનિવરોને લાંબાકાળ સુધી વારંવાર વંદન કર્યા. પછી પ્રભુની પાસેથી આનંદિત મનથી કૃષ્ણ કુન્તીને (ફોઈને) પોતાના ઘેર લઈ ગયા. ત્યાં કેટલાક દિવસો રોકાઈને કુન્તીએ અવસર પામીને કૃષ્ણને કહ્યું : “હે કૃષ્ણ ! તે દેશપાર કરેલા For Personal & Private Use Only Page #411 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૩િ૭૮) સર્ગ - ૧૭. તારા પાંડવ બંધુઓ ક્યાં રહે ? આ અર્ધ ભારતની સર્વ પૃથ્વી તારી જ છે. આથી પ્રસન્ન થઈ સ્વબંધુઓને કોઈપણ સ્થાનમાં રહેવા માટેનો આદેશ કરો. એટલે કે રહેવા માટે સ્થાન આપો. જ્યાં તે પાંડવો તારી છત્રછાયામાં સુખપૂર્વક રહે.” કૃષ્ણ કુન્તીને કહ્યું : “હે ફોઈ ! વિવેક વિનાના અને જેને ઉપકાર ઉપર અપકાર કર્યો છે (કૃતઘી), એવા તે પાંડવો તમારી વિનંતીથી દક્ષિણ સમુદ્રના કિનારા પર નવી પાડુ મથુરાને બનાવીને સુખપૂર્વક રહે.” આવા પ્રકારનું કૃષ્ણના મુખથી સાંભળીને હસ્તિનાપુર આવીને તે વૃત્તાંત પુત્રોની આગળ કહ્યો. પછી તે પાંડવો ત્યાં દક્ષિણ સમુદ્રના કિનારે જઈને પાંડુ મથુરા નામની નવી નગરી બનાવીને સુખપૂર્વક રહ્યા. હવે કૃષ્ણ હસ્તિનાપુરને સ્વામિ વિનાનું જાણીને પોતાના ભાણેજ (અભિમન્યુ) અને ઉત્તરાનો પુત્ર અને સુભદ્રાર્જુનનો પૌત્ર પરિક્ષિત નામવાળા પૌત્રને તે રાજ્ય પર બેસાડ્યો. એ પ્રમાણે કૃષ્ણ, પાંડવ, પરીક્ષિતાદિના પોતપોતાના રાજ્યનું પાલન કરતાં દિવસો પસાર કરે છે. એક દિવસ સહસાવને નેમિજિન સમોસર્યા. ભગવાનનું સમવસરણ જોઈને ઉદ્યાનપાલકે સમાચાર આપ્યા (વધામણી આપી). કૃષ્ણ તેને દાન આપીને વંદન માટે દ્વારિકામાંથી બહાર નીકળ્યા. ભગવાનની દેશના સાંભળીને દેશના પૂર્ણ થયે સ્વામિને નમીને પૂછ્યું : “હે ભગવન્! આ દ્વારિકા નગરીની શોભાનો ઝગમગાટ કયા નિમિત્તથી વિનાશ પામશે. મારું પણ મૃત્યુ કોના હાથે થશે. એ કહો !” સ્વામિએ કહ્યું: “હે કૃષ્ણ ! આ દ્વારિકા નગરી દારૂના કારણથી દૈપાયન ઋષિથી વિનાશ પામશે. પીડા કરાયેલા તે દ્વારિકાનો વિનાશ કરવા માટે નિયાણું કરી મરીને અગ્નિકુમાર દેવમાં ઉત્પન્ન થયેલા આ દ્વારિકાને યાદવો સહિત લોકોની સાથે ભસ્મસાત્ કરશે.” હવે તારું મૃત્યુ આ આગળ બેઠેલા તારા અત્યંત પ્રેમવાળા ભાઈ જરાકુમારથી થશે. ઇત્યાદિ પ્રભુની વાણી સાંભળીને સર્વે સભાજનો હૃદયમાં દુઃખી થયેલા શ્યામ મુખી થયા. અહો ! મરણની બીક કેવી છે ? જેમ કે મુસાફરી જેવી જરા (વૃદ્ધત્વ) નથી, દારિદ્ર સમો પરાભવ નથી. મરણ સમો ભય નથી અને ભૂખ સમી કોઈ વેદના નથી. તેવી રીતે બધાય યાદવોની ક્રૂર દૃષ્ટિ જ્યારે જરાકુમાર પર પડી અને ચિંતવે છે - આ જરાકુમારને ધિક્કાર હો. ગાઢ સ્નેહીબંધુ કૃષ્ણને હણશે. ધિક્કાર હો સંસારને, આવા પ્રકારની પણ દેવે બનાવેલી દ્વારિકા વિનાશને પામશે. અહો ! સંસાર અનિત્ય છે. કહ્યું છે કે મસ્તક પર મૃત્યુ રહ્યું છે. જો એને લોકો જુએ તો આહાર પણ ખાવો ન ગમે, તો પછી પાપકારી કૃત્યો પણ કેમ ગમે? સંપત્તિ જલતરંગ જેવી છે, યવન ત્રણ-ચાર દિવસનું છે. શરદઋતુના વાદળા જેવું આયુષ્ય ચંચળ છે, તો પછી ધન વડે શું? શુદ્ધ ધર્મને કરો. For Personal & Private Use Only Page #412 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૭ ૩૭૯) પાંડવ ચરિત્રમ્ આરોગ્ય અનિત્ય છે, યૌવન અનિત્ય છે. વૈભવ, જીવિત પણ અનિત્ય છે. અનિત્યતા વડે હણાયેલા પ્રાણીઓની રતિ (આનંદ) કામગુણ (કામેચ્છા)માં કેવી રીતે થાય? એ રીતે સંસારની અસારતાને જાણીને કેટલાકે વ્રતને ગ્રહણ કર્યા. કેટલાક મનુષ્યોએ અને સ્ત્રીઓએ શ્રાવકના વ્રતોને લીધા. જરાકુમાર પણ “ભાઈનો હું ઘાતક ન બને” એમ વિચારીને વનવાસ માટે નીકળી ગયો કૃષ્ણ દુઃખી મને દ્વારિકામાં આવ્યા. દ્વૈપાયન પણ પ્રભુએ કહેલું સાંભળીને દ્વારિકા નગરી છોડીને એકલા જ ગિરનાર પર્વત તરફ ચાલી ગયા. તે ઉપશમવાળો બનેલો હૈપાયન નગરના દારૂના પાપથી ડરીને વનનો આશ્રય લીધો. તે દિવસથી લઈને કૃષ્ણ પુરી(નગરી)ના ક્ષયના કારણભૂત દારૂ-પાનનો નિષેધ કર્યો. તેથી બધાય લોકોએ કૃષ્ણની આજ્ઞાથી કદમ્બ વનમાં દારૂ છોડી દીધો. તે દારૂ એક કુંડમાં પડ્યો. તે કુંડમાં વૃક્ષની શ્રેણીથી શોભતા કુસુમ પત્રના ભારથી આચ્છાદિત તે દારૂ પુષ્પોની સુગંધથી વાસિત થતાં મહાદારૂ બન્યો. એમ કરતાં દિવસો પસાર થાય છે. એક દિવસ બલભદ્રનો ભાઈ સિદ્ધાર્થ સારથિ બલભદ્રને વિનંતી કરે છે. તે બંધો! તમારી આજ્ઞાથી ભવથી વિરક્ત બનેલ હું નેમિજિન પાસે દીક્ષા લઈશ. બલભદ્રે કહ્યું : “હે બન્યો ! હું તમને દીક્ષા માટે છોડવા ઉત્સાહિત નથી.” સિદ્ધાર્થે કહ્યું : “હે બન્ધો ! કારાગારની ઉપમા સમાન અસાર એવા આ સંસારમાં મને જરાય રસ નથી અથવા આનંદ મળતો નથી. આથી હું આપની આજ્ઞાથી દીક્ષા લેવાનું નક્કી કરું છું.” ફરી બલદેવે કહ્યું: “જો તું મને ધર્મનો બોધ આપે તો તને રજા આપું.” સિદ્ધાર્થે કહ્યું : “હે બંધો ! દેવ થઈને હું તમને ધર્મબોધ આપીશ.” પછી બલદેવની આજ્ઞા (રજા) મળવાથી સિદ્ધાર્થ દીક્ષા ગ્રહણ કરી તે સિદ્ધાર્થ મુનિ સંયમ પાળીને દેવ થયો. હવે પાંડવોની દ્વારિકાની વાત સાંભળીને મનમાં ઘણું દુઃખ થયું. હવે પાંડવોના માતા-પિતાએ સંસારની અસારતાનો મનમાં વિચાર કરી દીક્ષાની ઇચ્છાવાળા તે બન્ને જણા નેમિજિનનું સ્મરણ કરે છે. પ્રભુ પણ કેવળજ્ઞાનથી તેમનો વિચાર જાણીને દેવના સમૂહથી પરિવરેલા ત્યાં આવ્યા. પાડુ મથુરામાં આવેલા જિનેશ્વરને નમીને વધામણી આપવાવાળાને દાન આપીને ઉત્સાહપૂર્વક માતાપિતાને આગળ કરીને સ્વામિ પાસે જઈને પાંચ અભિગમપૂર્વક જિનને નમસ્કાર કર્યા. હવે ત્યાં બધાય દેવ-દેવીઓ, રાજાઓ અને રાણીઓ તેમજ બીજા પણ લોકો ભગવાનની દેશના સાંભળે છે. પ્રભુ પણ સર્વ ભાષામાં પરિણમતિ દેશનાને આપે છે. જેમ કે દેવ-દેવી, નર-નારી, ભીલ્લભીલ્લડીઓ, તિર્યંચ-તિર્યંચણીઓ પણ પ્રભુની વાણી સાંભળે છે. For Personal & Private Use Only Page #413 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૩િ૮૦) સર્ગ - ૧૭ ભીલ્લ પાસે ભીલ્લાની ત્રણ સ્ત્રીઓમાંથી એક પાણી માંગે છે. બીજી હરણ માગે છે અને ત્રીજી ગીત સાંભળવાનું કહે છે. ત્યારે ભીલે કહ્યું : સશે ન0િ (સર=સરોવર નથી, સરો–બાણ નથી, સરો કંઠ નથી) એમ ત્રણેય અર્થ એક શબ્દમાંથી નીકળતા હોઈ, ત્રણેય સમજી ગઈ. જો ભીલની વાણીમાં આવા પ્રકારની ચતુરાઈ હોય તો પ્રભુની વાણીમાં વચનની ચતુરાઈ કેમ ન હોય? હવે પ્રભુ દેશના આપે છે. તે આ પ્રમાણે – લક્ષ્મી વીજળી જેવી ચંચળ છે, યૌવન કેટલાક દિવસનું છે, સુખદુઃખ, રૂપ, ગંધવાળું શરીર અનિયત રોગવાળું છે. સંત-સજ્જનોની સાથે વાર્તાલાપ દુર્લભ છે. બહુ કહેવાથી શું આ સંસાર અસાર છે. માટે નિપુણજનો જાગો. ભયંકર વનમાં આ શરીરરૂપ ઘર બહુ છિદ્રવાળું છે અને કાલરૂપી ચોર બલવાન છે. નિશ્ચિત મોહરૂપ રાત્રિ કાળી છે. જ્ઞાનરૂપ તલવાર, વિરતિરૂપ ઢાલ, શીલરૂપ કવચ લઈને સ્વસ્થ થઈને અત્યંત સ્થિર આંખોવાળા હે જનો ! જાગતા રહેજો. કાયા ઘણા રોગવાળી છે, પ્રકૃતિ (સ્વભાવ) ચંચળ છે. લક્ષ્મી પણ ચપળ છે, ભોગો મહારોગ જેવા છે. સ્ત્રીઓ સર્પ જેવી છે. ગૃહસ્થપણામાં વાસ બંધનરૂપ છે. પ્રિયજનના સુખમાં સ્થિરપણું નથી, તેથી આ સંસાર અસાર છે. તે નિપુણ (ચતુર)જનો જાગતા રહેજો (રહો). માતા નથી, પિતા નથી, સગો ભાઈ નથી, અર્થ નથી, ધન નથી, તેથી જાગો... જાગો. જે કાલે કરવાનું છે તે આજે કર, આજે કરવાનું છે તે હમણાં જ (તાત્કાલિક) કર, એક ક્ષણ ઘણા વિધ્રોવાળી છે. ઢીલને કર નહિ. ઇત્યાદિ પ્રભુની દેશના સાંભળીને વૈરાગ્ય મનવાળા પાડુ અને કુન્તીએ પ્રભુને નમીને દીક્ષા આપવાની માગણી કરી. પ્રભુએ પણ પાંડવોની રજાથી તે બેઉને દીક્ષા આપી. તેઓ પણ પ્રભુ પાસે દીક્ષા લઈ સ્વામિની સાથે પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. માતાપિતાના વિરહમાં કેટલાક દિવસો પાંડવોએ ખેદમાં (શોકમાં) પસાર કર્યા. પરંતુ મોક્ષસુખ આપનારા ધર્મમાં તો પ્રસન્ન મન રાખ્યું. વળી ત્યાં માતાપિતાના દીક્ષાસ્થળ વનમાં ચૈત્ય બનાવીને પાંડવો દરરોજ પૂજવા લાગ્યા. એ પ્રમાણે કાળ જતાં એક દિવસ પાંડવો સાથે ક્રીડા કરતી દ્રૌપદીએ પૃથ્વી જેમ નિધાનને ધારણ કરે તેમ ગર્ભને ધારણ કર્યો. નવ માસને સાત દિવસ પછી દ્રૌપદીએ અત્યંત તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. તે જગતને આનંદદાયક પુત્ર જન્મતાં યુધિષ્ઠિરે કેદીઓને છોડી મૂક્યા. તેમજ દાન આપ્યું. જિનગૃહે પૂજા કરીને સ્વકુલોચિત રિવાજ પાળીને પાંડવોએ પાડુસેન એવું નામ સ્થાપ્યું આપ્યું. For Personal & Private Use Only Page #414 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૭ ૩૮૧ પાંડવ ચરિત્રમ્ અનુક્રમે વધતા બાલ્યકાળમાં પણ કાર્તિકેયની જેમ મહાપરાક્રમી આઠ વર્ષની વયે બુદ્ધિમાનોમાં પ્રથમ તેણે બધી કલા શીખી લીધી. ક્રમે કરીને ઘણી રાજકન્યાઓ પરણાવી, તેથી તેને જગતમાં ચમત્કારી ગુણથી શ્રેષ્ઠ જાણી પાંડવોએ યુવરાજ પદે સ્થાપ્યો. એ પ્રમાણે રાજ્ય કરતાં તે પાંડવોનો કેટલોક કાળ ચાલ્યો ગયો. આ બાજુ એક દિવસ કાળા મેશ જેવા મુખવાળો હાથમાં રહેલા કૌસ્તુભ રત્નવાળો કૃષ્ણનો નાનો ભાઈ જરાકુમાર સભામાં રહેલા પાંડવોની પાસે ઉપસ્થિત થયો (આવ્યો). તેથી મળવા માટે ઊભા થયેલા યુધિષ્ઠિરને ગાઢ રીતે ભેટીને મોટા અવાજે જરાકુમાર રડવા લાગ્યો. પાંડવોને ખબર પડી ગઈ. જિનેશ્વરનું વચન સત્ય થયું છે નહિ તો કૌસ્તુભ રત્ન આના હાથમાં કેવી રીતે આવે ? તેને રોતો જાણીને સભામાં બેઠેલા બધાય મોટા અવાજે રડવા લાગ્યા. તેથી પાંડવોએ પૂછ્યું : હે જરાકુમાર ! તમારા ભાઈ કૃષ્ણનું શું થયું છે? દ્વારકાનું શું થયું ? જે થયું હોય તે બધું અમને કહે.. જરાકુમારે કહ્યું : પ્રભુનું વચન શું ખોટું પડે ? અથવા ફોગટ જાય ? પહેલાં પ્રભુએ જે નારાયણ-કૃષ્ણની આગળ કહ્યું હતું તે સર્વે સત્ય થયું. શું શું થયું? તે બધું અમને કહે. એણે ફરી કહ્યું. હે બંધો ! કૃષ્ણના વધની વાત સાંભળી ત્યારે હું શસ્ત્રની સહાયવાળો વનમાં ગયો. તે વનમાં શિકારવૃત્તિથી હું કેટલોક કાળ (જીવન વીતાવતો તે વનમાં) રહ્યો. એક વખત મેં વનમાં ભમતા (ફરતા) હરણ પર બાણ છોડ્યું. તે બાણ કોઈ પુરુષના પગમાં વાગ્યું. તેથી તે ઊઠીને મોટા અવાજે મારી તર્જના કરતો આ પ્રમાણે બોલ્યો - અહો ! કયા પાપીએ સુખપૂર્વક સૂતેલા એવા નિર્દોષના પગના તળિયાને બોલ્યા વિના બાણ વડે વીંધ્યું. જેનાથી હું વીંધાયો છું, તે પોતાનું નામ અને ગોત્રને કહો. જેથી હું પણ તેના તરફ તીર તાકું. એવા પ્રકારના ધીર અને ઉદારપણે તેનું જાણ્યું. પુરુષની વાણી સાંભળીને મેં ચિંતવ્યું: અહો ! મૃગની બ્રાન્તિથી કોઈ સુખપૂર્વક સૂતેલો પુરુષ હણાયો છે, તેથી નજીક જઈને નામ અને ગોત્ર કહું. એમ વિચારીને કંઈક નજીક જઈને આવીને) વેલડીઓના પાછળથી સંતાઈને બીકથી કંપતા શરીરે બોલ્યો. જેમ કે દશમા દર્શાણનો આનકદુમીનો એટલે કે વસુદેવનો જરાદેવીએ જેને જન્મ આપેલો તે હું જરાકુમાર છું. કોઈપણ કારણથી નિર્જન વનમાં હું રહું છું. તું કોણ છે, એ પ્રમાણે ફરી મોટેથી દૂર ઉભા રહીને તેને પૂછ્યું. ll૧-રા (યુમ) આ શબ્દ સાંભળી કૃષ્ણ કહ્યું : “બંધો ! તારું વનવાસાદિમાં રહેવાનું નિષ્ફળ ગયું છે. પ્રભુએ કહેલું શું નિષ્ફળ થાય? આવ ભાઈ ! આપણે મળીએ. આ જન્મમાં આપણા બેયનું આ છેલ્લું મિલન છે.” કૃષ્ણ એ પ્રમાણે કહેતાં સમીપ આવીને કૃષ્ણને જોઈને હું મૂચ્છ પામતો મૂર્છાથી For Personal & Private Use Only Page #415 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૩૮૨ સર્ગ - ૧૭ આકુળ ભૂમિ પર પડ્યો. ફરી ચેતના પામેલો હું કૃષ્ણના ગળે વીંટળાઈને (વળગીને) જરાકુમાર એવો હું ઘણો રડ્યો. હા, ધિક્કાર હો. દેવે આ શું કર્યું ? મોટા ભાઈની હત્યા મને આપી. એમ અનેક પ્રકારે ઉપાલંભ નસીબને આપતો રખેવા મને કૃષ્ણ મૌન કર્યો. પછી જરાકુમાર એવા મેં કહ્યું: “હે ભાઈ ! મારા ગયા પછી તમને શું શું થયું ? જે જે થયું હોય તે તે તમે કહો.” કૃષ્ણ કહ્યું : “પ્રભુએ કહ્યા બાદ નગરજનોએ મધ (દારૂ)નો ત્યાગ કર્યા પછી પૂરા નગરજનોના છ મહિના સુખપૂર્વક પસાર થયા. એમ સમય પસાર થતાં વૈશાખ માસ આવતાં કદમ્બવનના પાલકે (માળીએ) મારી સભામાં આવીને જણાવ્યું કે હે સ્વામિન્ ! કદમ્બવનમાં લોકોએ ત્યજી દીધેલો દારૂ ત્યાં એક પત્થરના કુંડમાં એકઠો થયો છે. તે દારૂને તમારા પુત્રો શાબ-પ્રદ્યુમ્નાદિ કુમારોએ પીધો છે. પુષ્પ-ફલાદિ વાળો તે દારૂ પીને જ્યાં ત્યાં અહીં-તહીં ભમે છે. ત્યાં ભમતા એવા તે શામ્બ-પ્રદ્યુમ્નાદિએ એકાંતમાં તપ કરતાં કૈપાયન ઋષિને જોયા. જોઈને ક્રોધે ભરાયેલા કુમારો હણો, હણો એમ બોલતાં ચારેય બાજુ ભમવા લાગ્યા. આ ઋષિ દ્વારિકાપુરી કેવી રીતે બાળવા સમર્થ બનશે, એમ કહીને બધાય કુમારોએ તે મહામુનિ દ્વૈપાયન ઋષિને માર્યા.” એ પ્રમાણે શાખના કહેવાથી ઢેફા, લપાટ, લાકડી અને મુઠ્ઠી વડે હણી હણીને તમારા કુમારો વડે તેને મૃત:પ્રાય કર્યો. આ મૃત્યુ પામ્યો છે એમ માનીને મૂચ્છ પામેલા એવા તેને છોડીને ઘરમાં આવી ગયા. મૂચ્છ ચાલી જતાં અને ગુસ્સાયુક્ત તેને જોઈને હું આવ્યો છું. ઇત્યાદિ કહીને વનપાલક અટકી જતાં બલભદ્ર સાથે હું તે વનમાં ગયો. તે મહામુનિને ક્રોધથી ભયંકર આંખોવાળો જોઈને, બે હાથ જોડીને વિનયપૂર્વક કહ્યું : “હે મહામુનિ ! સમતાને ધારણ કરો, ક્રોધને છોડી દો. કહ્યું છે કે ક્રોધ અનર્થોનું મૂળ છે, ક્રોધ સંસાર વર્ધક છે. ધર્મનો ક્ષય કરનારો છો, તે કારણથી ક્રોધને છોડી દો. હે મુનિ ! દુષ્કર એવો આ તમારો તપ ક્યાં અને આવોકોપ ક્યાં ? પ્રકાશ અને અંધકારની જેમ બેઉનો એકી સાથે વાત (મિલન) કેવી રીતે હોય છે મહામુનિ ! તમારો મુક્તિ આપનારો મહાન તપ ક્રોધરૂપી અગ્નિથી ભસ્મીભૂત ન થાઓ. હે મુનિ ! અજ્ઞાનતાના કારણે મદ્યપાનમાં મોહાંધ બાલકરૂપે આ જે અપરાધ થયો છે–કર્યો છે. તે આજ તમે ક્ષમા કરવા માટે યોગ્ય છો અર્થાત્ બાળકોનો અપરાધ માફ કરશો. પછી ક્રોધથી લાલ આંખવાળા મુનિએ કહ્યું : હે કૃષ્ણ ! તારા શાંત વચનોથી સર્યુ (બસ કર, ક્રોધથી અંધ એવા મેં હમણાં જ નિયાણું કર્યું છે. હે કૃષ્ણ ! આથી યાદવોની દ્વારિકાના નાશ માટે હું થાઉં. તમારા બે વિના એના બધા લોકોનો ભવિષ્યમાં પ્રલયકાર બનું. For Personal & Private Use Only Page #416 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૭ ૩િ૮૩). પાંડવ ચરિત્રમ્ આથી તમારી કૃપાથી સરો. એ પ્રમાણેનું મુનિ વાક્ય સાંભળી બલભદ્ર કૃષ્ણને કહ્યું કે આ વિરૂપ હીન અંગવાળો, વાંકો હોઠ, વાંકુ નાકવાળો ક્યારે પણ શાંતિ નહિ પામે. કહ્યું છે કે - વક્ર, પગ, નાસિકા, હાથ, મોટા હોઠ, મોટા દાંત અને હીન અંગ, વિષમ આંખવાળો, ક્યારે પણ શાંતિ પામતો નથી. મુનિનું નિયાણું સાંભળીને ખેદ ભરેલા મનવાળા બલભદ્ર અને કૃષ્ણ સ્વગૃહે આવી ગયા. પછી બધા લોકો નિયાણું સાંભળીને મુનિનો તિરસ્કાર કરવા લાગ્યા. તે દિવસથી દ્વારકામાં રહેનારા બધાય નગરના લોકો પ્રભુના ઉપદેશથી અને મારી આજ્ઞાથી એક જ ધર્મકાર્યમાં સજ્જ થયા. કાળને જાણનારા સ્વામિ શ્રી નેમિજિન પૃથ્વી પર વિચરતાં તે વખતે ત્યાં આવ્યા. દેવોએ રચેલા સમવસરણમાં બેસીને દેશના આપી. તે દેશનાને સાંભળીને સ્વામિની પાસે વસુદેવ (કૃષ્ણને છોડીને) વિના સમુદ્ર વિજયાદિ દશાહએ પત્નીની સાથે દીક્ષા લીધી. શામ્બ-પ્રદ્યુમ્નાદિ કુમારોએ પણ દીક્ષા લીધી. રુક્મિણી આદિ મારી રાણીઓએ પણ દીક્ષા લીધી. તેઓની પાછળ ઘણા લોકોએ પણ દીક્ષા લીધી. તેથી મેં સ્વામિને પૂછ્યું, હે પ્રભો ! હવે ભાવિ કેવું છે ? સ્વામિએ કહ્યું, આજથી લઈને બાર વર્ષના અંતે આ દ્વારિકા નગરીનો નાશ થશે. એ પ્રમાણે મને કહીને પ્રભુ બીજે વિહાર કરી ગયા. ઉપવાસ, છઠ્ઠ, અક્રમાદિ તપ કરતાં લોકોના અગિયાર વર્ષ નિર્વિધે પસાર થઈ ગયા. ત્યારે લોકોએ જાણ્યું કે તપના પ્રભાવથી પાપાત્મા દ્વૈપાયન નાસી ગયો છે. કારણ કે લોકોના અગિયાર વર્ષ સકુશલ પસાર થઈ ગયા હતા. ફરી દારૂ આદિમાં આસક્ત લોકો સ્વેચ્છાચારી બની ગયા. અહો ભવિતવ્યતાને ટાળી શકવી દુર્લભ છે. એવી કોઈપણ રીત નથી કે જે પ્રાણીઓ વડે પોતાના દેહની છાયા જેમ ભવિતવ્યતાને ઓળંગી શકાય અર્થાત્ ભવિતવ્યતાને ટાળી શકાય. તેવી તેવી બુદ્ધિ, તેવી મતિ અને તેવી ભાવના જાગે છે. જેવી ભવિતવ્યતા હોય, વળી સહાયકો પણ તેવા જ જાણવા (મળે છે). મહાન પુરુષોને પણ જે ભાવિમાં બનવાનું છે, તેવા ભાવો ઉત્પન્ન થાય છે. શિવને નગ્નપણું, કૃષ્ણને સર્પનું શયન મળ્યું છે. જે ભવિષ્યમાં બનવાનું છે, તે ભાવોનો જો પ્રતિકાર થતો હોય તો બલભદ્ર, યુધિષ્ઠિરાદિને દુઃખો આવત નહિ. કૃષ્ણ, મહાદેવ, બ્રહ્મા અને દેવો વડે પણ લલાટે લખાયેલી રેખા ભૂંસવી શક્ય નથી. એવા પ્રકારની ભવિતવ્યતાને કારણે બારમું વર્ષ ચાલતું હતું, ત્યારે અનેક ઉપદ્રવ થયા. અકાલે વાદળોનો ગર્જરવ, અકાલે ભૂકંપ, ઉલ્કાપાતાદિ થયા. ક્યારેક અગ્નિ વિના વિચિત્ર ઘરોમાંથી For Personal & Private Use Only Page #417 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૩૮૪ સર્ગ - ૧૦ ધૂમાડો બહાર નીકળતો હતો. ક્યારેક ચિત્રમાં રહેલા રૂપો (આંખ સામે) નાચતા લાગતા હતા. એ પ્રમાણે પૂતળીઓ હસતી હતી. અકાલે સૂર્ય અને ચંદ્રને રાહુ ગળી લેતો હતો. યાદવોના ઘરમાંથી રત્નો ચાલી ગયા. મારા પણ ચક્રાદિ રત્નો નષ્ટ થઈ ગયા. એ પ્રમાણે કાલ જતાં એક દિવસ સંવર્તક (વંટોળીયો) વાયુ ચારે બાજુ વાવા લાગ્યો. તે વાયુએ દૂરથી વૃક્ષો ઉખેડીને પુરિની અંદર નાખ્યા. યાદવોની ૭૨ કુલકોટિ, નગરીની મધ્યે રહી છે. વળી યાદવોની ૬૦ કુલકોટિ યાદવોની નગરીની બહાર રહી છે. તે બધી એક પિંડ કરીને સ્થાને સ્થાને અધમ એવા દ્વૈપાયન દેવે અગ્નિ પ્રગટાવ્યો. તે અગ્નિના ધૂમાડાથી ઢંકાયેલી (વ્યાસ) થયેલી તે નગરી અત્યંત ધૂમાડાથી ભરાઈ ગઈ. જેમ કે બળતા બધા લોકો પરસ્પર અથડાતા (ટકરાતા) હતા. જવાને માટે અશક્ત લોકો ઘર અને ધનની સાથે પ્રાણોને ત્યજતા હતા. તેથી મેં અગ્નિથી વ્યાકુળ બનેલા બલદેવની સાથે વસુદેવ, દેવકી અને રોહિણીને રથમાં બેસાડી દીધા. પહેલાં બળદોએ રથને ખેંચ્યો. પછી તે બળદો અગ્નિ વડે ભસ્મીભૂત થઈ ગયા. પછી ખભા પર ઘૂસરૂ મૂકીને અમે તે રથને કેટલી ભૂમિ સુધી લઈ ગયા. એ પ્રમાણે જતાં રસ્તામાં ઘૂસણું ભાંગી ગયું અને યુગ પણ ભાગ્યું. તો પણ ગમે તેમ કરીને અમે રથને દરવાજા સુધી લઈ ગયા. ત્યારે કોઈએ બે દરવાજા બંધ કરી દીધા. બલભદ્ર પગની લાતથી તે બે દરવાજા દૂર ફેંકી દીધા. પછી અમે બેઉ ખેંચતા હોવા છતાં પણ તે રથ એવી રીતે ભૂમિમાં ખેંચી ગયો કે જેથી ખેંચવા છતાં પણ ચાલ્યો નહિ. તેથી હું મારી તાકાતને વિશે અત્યંત ખેદ પામ્યો. અમારી શક્તિને ધિક્કાર હો. જે માતાપિતાનું પણ રક્ષણ નથી કરી શકતી, ત્યારે કોઈ દેવે આકાશમાં રહીને મોટેથી કહ્યું : “હે કૃષ્ણ ! તારા પરિશ્રમથી સરો (પરિશ્રમ મૂકી દે.)” તે હું જ કૈપાયન દેવ છું. જે અગ્નિકુમારમાં ઉત્પન્ન થયો છું. વૈરને યાદ કરીને આ હું કરું છું. પરંતુ અગિયાર વર્ષ સુધી લોકોના પ્રમાદરહિત સતત આયંબિલ તપના પ્રભાવથી મને મોકોઅવસર મળ્યો નહિ. હવે હું તમારા બે સિવાય કોઈને પણ નહિ છોડું. તમારો પ્રયત ફોગટ જશે. તમે જાઓ. પહેલાં મેં કહેલું ભૂલી ન જાઓ. એવી દેવ વાણી સાંભળીને પણ અમે (બલભદ્ર અને કૃષ્ણ) અતિ સ્નેહના કારણે ફરીથી તે રથને ખેંચવા લાગ્યા. અમારા બેઉથી સારી રીતે ખેંચવા છતાં જ્યાં ભૂતથી ઘેરાયેલી જેમ પદ માત્ર પણ ચાલ્યો નહિ. તેટલામાં માતાપિતા બોલ્યા : હે પુત્રો ! તમારું કલ્યાણ થાઓ. માર્ગ કુશલ બનો. અહીંયા અમને નેમિ પ્રભુનું શરણ છે. એમ કહીને તેઓ ત્યાં જ ઊભા રહ્યા. પછી બલભદ્ર અને કૃષ્ણના સમ્યક્વારી માતાપિતા મરણને નજીક આવેલું જાણીને આરાધના કરવા લાગ્યા. For Personal & Private Use Only Page #418 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૭ ૩૮૫ પાંડવ ચરિત્રમ્ જેમ કે મનથી, વચનથી અને કાયાથી અમારા વડે જે પાપ બંધાયું હોય તે ત્રિવિધ ત્રિવિધે મિથ્યા થાઓ ! અમે સમસ્ત જીવોને ખમાવીએ છીએ. તે પણ સર્વ અમને ખમાવો. ભૂલ માફ કરો ! સર્વ પ્રાણીઓ પર અમારો મૈત્રીભાવ વર્તી રહો. કોઈ પર અમને વૈરભાવ નથી. આજથી લઈ આજીવન અમારે ત્યારે પ્રકારના આહારના ત્યાગની પ્રતિજ્ઞા હો. એમ કહીને તેઓએ અનશન સ્વીકારી લીધું. સ્વીકારેલા અનશનવાળા વસુદેવ, દેવકી, રોહિણી આદિ સાનંદ પંચપરમેષ્ઠીનું વારંવાર સ્મરણ કરે છે. એ પ્રમાણે તેઓ અનશન કરીને રહ્યા. પછી તેઓની રજા પામેલો હું બલભદ્ર સાથે પાછળ પાછળ જોતો જાઉં છું. ત્યારે જ અર્ધ બળેલો દરવાજાનો ઉપરનો ભાગ તેઓની ઉપર પડ્યો. તે ત્રણે નમસ્કાર મંત્રને ગણતાં મૃત્યુ પામી દેવલોકમાં ગયા. તે પછી હું બલભદ્રની સાથે લોકોનું આક્રંદ સાંભળતો મહાદુઃખથી ભરેલો હાહાકાર અને આ.... રે.. રે... કરતો સળગતી દ્વારિકાને જોતો નગરીના લોકોને જોરથી રોતાં, કકળતાં, બોલતાં, સાંભળતો. તેથી કાન ફાટી ગયેલા જેવો (કાનમાં ધાક પડી ગયેલો) ભૂખથી, તૃષાથી પીડાતો જીર્ણ થયેલા બગીચામાં આવ્યો. ત્યાં અમે બેઉએ ચિંતવ્યું. અરેરે ! નસીબે શું કર્યું ? એ પ્રમાણે દુઃખમાં ડૂબેલો મને જોઈને બલભદ્રે કહ્યું : “હે બંધુ ! ખેદને કર નહિ. પ્રભુએ કહેલું સંસારનું આ નાટક શું ન સાંભળ્યું ! જો ન સાંભળ્યું હોય તો ફરી સાવધાન થઈને હમણાં સાંભળ.” જેમ કે કર્મ પરિણામરૂપ સૂત્રધાર (નાયક) અટક્યા વિના વિવિધ વેશને ધારણ કરતાં નાટકના પાત્રરૂપ પ્રાણીઓને ઉશૃંખલ ઉત્સાહવાળો તે પોતાની બુદ્ધિ પ્રમાણે આપેલી ભૂમિકા હર્ષ-શોક આદિ ભાવના પરિવર્તન દ્વારા નચાવે છે. ll૧-૨ (યુમ) વળી ભવરૂપ રંગમંડપમાં રહેલા સર્વ પ્રાણીઓને તે સૂત્રધારે બાંધેલા છે. તેથી હે કૃષ્ણ ! ખેદને ન કર ! એ પ્રમાણે બલભદ્ર કહેલું સાંભળીને કૃષ્ણ કહ્યું : “હે ભાઈ ! હવે આપણે શું કરવું ? ક્યાં જવું? કારણ કે બધાય રાજાઓ આપણા શત્રુ થયા છે.” બલભદ્રે કહ્યું : “હમણાં આપણે ફરી પાંડવોની પાસે જવું. કારણ કે તે મહાત્માઓ અને ભાઈઓ ઉપકાર કરનારાઓનો ઉપકાર ભૂલનારા નથી. એટલે કે કૃતજ્ઞ છે.” કહ્યું છે કે : બે પુરુષોએ પૃથ્વીને ધારી રાખી છે. બે પુરુષોને પૃથ્વીએ ધાર્યા છે. જેનામાં ઉપકાર કરવાની બુદ્ધિ છે અને ઉપકારીઓનો ઉપકાર ભૂલતા નથી. અપકાર કરવા છતાં સર્જન પુરુષો પોતાના સૌજન્યને પણ છોડતા નથી. જેમ બાળવા છતાં પણ કપૂર પોતાની સુગંધને ત્યજતો નથી. For Personal & Private Use Only Page #419 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૩૮૬ સર્ગ - ૧૭ એમ વિચારીને હું બલભદ્રની સાથે પાડુ મથુરા તરફ ચાલ્યો. રસ્તે ચાલતાં ચાલતાં અમે બંનેય ભાઈઓ અનુક્રમે રસ્તાના શ્રમથી થાકેલા હસ્તિકલ્પપુર નગરના ઉદ્યાનમાં આવ્યા. પછી ભૂખથી પીડિત મને જોઈને બલભદ્ર ભોજન લાવવા માટે હસ્તિકલ્પપુરે પ્રવેશ્યા. મારી સાથે સંકેત કર્યો કે હસ્તિકલ્પપુરે ધૃતરાષ્ટ્રનો પુત્ર અચ્છદન્ત નામનો રાજા છે. તે પાંડવો પરના વૈરથી મારી સાથે અત્યંત વૈર રાખે છે. કારણ કે તે ક્રાત્મા છે. આથી તે બંધુ ! હું હસ્તિકલ્પ નગરમાં તમારા ભક્તપાન (આહાર-પાણી) માટે જાઉં છું. પરંતુ હું ત્યાં ગયેલો કોઈકથી અટકાવાયેલો જ્યારે સિંહનાદ કરું, ત્યારે તમારે ત્યાં ઝડપી આવી જવું. આવો સંકેત કરીને નગરમાં ગયો. ગયા પછી થોડીવારે બલભદ્ર કરેલો સિંહનાદ મેં સાંભળ્યો. તેથી ક્રોધથી ધમધમતો હું સિંહની જેમ છલાંગ મારતો દોડ્યો. બંધ કરેલા કિલ્લાના દરવાજાને પગની લાતથી ખોલીને અચ્છદત્તની સેનાને ભેદીને હાથીના બંધન સ્તંભને હાથમાં રાખેલા બલભદ્રને જોયા. નગરના દરવાજાની અર્ગલા લઈને પછી હું પણ અચ્છદત્ત પ્રતિ દોડ્યો. પછી મેં કહ્યું: “હે દુરાત્મન્ ! કૌરવોનો અંત કરનાર હું કૃષ્ણ છું. તમે શું ન જાણ્યું? અર્થાત્ તમે મને શું ન ઓળખ્યો. તૈયાર થા !” તે સાંભળી મરણથી ડરેલો અચ્છદત્ત મારા હાથમાં યમદંડ જેવી અર્ગલા જોઈને હાથ જોડી બોલ્યો : “હે કૃષ્ણ ! અહીં રહેલા કુરંગ (હરણ) જેવા સેવક ઉપર તમારો સિંહની જેમ આ કેવો ક્રોધનો અતિરેક ઇત્યાદિ કહેવા થકી સંતોષ પામેલો હું તેને ત્યાં જ મૂકીને વિવિધ પ્રકારના આહાર-પાણી સાથે બલભદ્રને લઈને ફરી તે વનમાં અમે આવી ગયા. તે વનમાં બલભદ્ર સાથે સ્નાન કરીને ભોજન કર્યું. ભોજન કર્યા પછી બંનેય ભાઈઓ પરસ્પર વાતો કરતા હતા. ત્યારે મેં પૂછ્યું: “હે ભાઈ ! નગરમાં જઈને ભોજન કેવી રીતે લાવ્યા?” બલદેવે કહ્યું: “સાંભળ, તારી પાસેથી હું નગરમાં ગયો. ત્યાં કંદોઈની દુકાનમાં મેં સુવર્ણનું કડું આપીને ખાવાનું (આહાર). લીધું. લીધેલો આહાર લઈને જ્યાં હું પાછો ફરું છું, ત્યાં કંદોઈએ રાજાની આગળ જઈને નામથી અંકિત કડું બતાવ્યું. પછી અચ્છદન્ત બલભદ્ર જાણીને સૈન્ય સમેત મને મારવા માટે આવી ગયો.” ત્યાં આવીને મને કહ્યું : “હે પાંડવ બંધુ ! ક્યાં જાવ છો. જો તું વસુદેવ રોહિણીનો પુત્ર હોય તો તૈયાર થા. ફરી પણ શસ્ત્રોને હાથમાં લે” તેથી હું ભોજનના પાત્રો એક સ્થાને મૂકીને સિંહનાદને છેડતા હાથીને બાંધવાનો સ્તંભ લઈને વૈરી સાથે સંગ્રામને માટે સામે ગયો. તેની સાથે જ્યાં યુદ્ધ કરું છું, તેટલામાં ત્યાં તું આવી ગયો. આ મારૂં ચરિત્ર છે (આ મારી વાત છે.)” પછી આહાર કરેલા અમે તે વનમાંથી નીકળી ચાલતા અનુક્રમે કૌશામ્બ નામના વનમાં આવ્યા. તે વનમાં ન્યગ્રોધ વૃક્ષ નીચે રહેલા અને માર્ગમાં ચાલવાથી લાગેલા થાકવાળા મને લવણવાળા આહારથી અને પુણ્યના ક્ષયથી તરસ લાગી. તેથી મેં બલભદ્રને કહ્યું : “હે બંધો ! મને તૃષા For Personal & Private Use Only Page #420 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૭ ૩૮૭ પાંડવ ચરિત્રમ્ પીડે છે.” બલભદ્રે કહ્યું : “હે કૃષ્ણ ! જ્યાં સુધી હું પાણી લાવીને આવું નહિ ત્યાં સુધી તું પ્રમાદ કરીશ નહિ. સાવધાન થઈને રહેજે.” મને એમ કહીને વનદેવતાને આપીને બલદેવ જલ લેવા ગયો. હું તો પથથી થાકેલા જાનુ ઉપર પગ મૂકીને, પિતાંબર વડે ઢાંકીને જ્યાં કેટલોક કાળ સુખપૂર્વક સૂઈ ગયો. ત્યાં તે હરણની ભ્રાન્તિથી પાદતલને વીંધ્યું. હે જરા સુનો ! આ તારી આગળ મેં મૂળથી જે બન્યું હતું તેની વાત કરી. જરાકુમાર કૃષ્ણના મુખથી જ દ્વારિકાના દાહની વાત સાંભળીને પોતાના હાથે ભાઈને હણાયેલો જોઈને દેવને ઉપાલંભ પૂર્વક આ પ્રમાણે કહ્યું: “હે વિધે ! તારા વિલાસને ધિક્કાર હો ! એવા પ્રકારની દિવ્ય શોભાવાળી દ્વારિકાને કરીને ફરી તે ભસ્મસાત્ કેમ કરી ? હે વિધે ! તે મારા માતા-પિતાને અગ્નિમાં બાળ્યા. હે વિધે ! સ્નેહભર્યા મારા ભાઈઓને તે અગ્નિમાં શા માટે ફેંક્યા ? હે કૃષ્ણ ! તારું રાજ્ય ક્યાં ગયું? હે બંધો ! દાસદાસીઓથી પરિવરેલા તારી ક્યાં તે અવસ્થા ! સુવર્ણ પલંગમાં શયન ક્યાં ! પક્ષીઓના સમૂહથી ભરેલ ન્યગ્રોધ (પીપળાના વૃક્ષ) નીચે ધૂળમાં આળોટવાનું ક્યાં ? હા ! ત્યાં પણ એને ક્યાં આ બાણ વડે માર મારવાનું? મને ધિક્કાર હો ! સુખપૂર્વક સૂતેલા ભાઈની હત્યાની કાળાશને ધિક્કાર હો.” એમ શોક કરતા મને કૃષ્ણ વાત્સલ્યથી કહ્યું : “હે બંધો ! વિલાપથી સર્યું. પ્રભુએ કહેલું શું મિથ્યા થાય છે ? કારણ કે જિનેશ્વર ભગવાને જે કહેલું હોય તે તે જ પ્રમાણે બને છે.” આગળ નિશ્ચિત સમયે મારું મૃત્યુ થશે ત્યારે હું આ નેમિનિના ચરણકમળનું ધ્યાન ધરીશ, તો તું મારું આ કૌસ્તુભ રત્ન લઈ જલ્દી પાંડવોની પાસે દોડી જા. તેઓ તને ભાઈના પ્રેમથી રાજ્ય આપશે, નહીં તો બલવાન બલભદ્ર આવતાં તને હણી લેશે. પછી કૃષ્ણ આપેલું કૌસ્તુભ રત્નને લઈને વિદાય પામેલો હું અનુક્રમે આપની પાસે ઉપસ્થિત થયો છું. એ પ્રમાણે જરાકુમારની વાત સાંભળીને દ્વારકાનો નાશ અને કૃષ્ણનું મૃત્યુ જાણીને પરમ સૌજન્યતાથી ભરેલા પાંચેય પાંડવો મોટા શોકમાં પડ્યા. પછી તે પાંડવો શોકભર્યા હૃદયે મૃતકાર્ય કરીને સંસારની અસારતાનો વિચાર કરતાં વૈરાગ્યથી ઉત્તમ મનવાળા સંસારથી પરાગમુખવાળા ચિંતવે છે. જો શ્રી નેમિજિન ભવ્યોને પ્રતિબોધતા અહીં આવે ત્યારે ભગવાનની પાસે અમે દીક્ષા લઈશું. આ પ્રકારે ભાવના ભાવતાં પાંચ પાંડવો રાજ્ય કરતાં સુખનો અનુભવ કરે છે. આ પ્રમાણે શ્રીમત્તપાગચ્છાધિરાજ ભટ્ટારક શ્રી હીરવિજયસૂરિ પટ્ટાલંકાર ભટ્ટારક શ્રી વિજયસેનસૂરિના સામ્રાજ્ય પંડિત દેવવિજય ગણિ રચિત ગદ્યબદ્ધ સુંદર પાંડવ ચરિત્રમાં દ્રૌપદીને પાછી લાવવાનો અને દ્વારિકા દાહાદિ વર્ણન નામનો સત્તરમો સર્ગ પૂર્ણ થયો. For Personal & Private Use Only Page #421 -------------------------------------------------------------------------- ________________ (અઢારમો સર્ગ) હવે સર્વજ્ઞ નેમિનાથે પાંડવોને પ્રતિબોધ આપવા માટે પાંચસો મુનિયુત ધર્મઘોષ મહામુનિને મોકલ્યા. પછી નેમિનિના આદેશથી ક્ષીરસાગર જેવી મધુરી દેશનાના દાતા ધર્મઘોષ મુનિ પામ્યું મથુરાના ઉદ્યાનમાં આવ્યા. ઉદ્યાનપાલક તે મુનિનું આગમન જાણીને યુધિષ્ઠિરને વધામણી આપવા માટે શીઘ આવ્યો. તે ઉદ્યાનપાલકની વધામણી સાંભળીને પરિવાર સાથે યુધિષ્ઠિર વંદન માટે નગરની બહાર નીકળ્યા. વનમાં જઈ યુધિષ્ઠિર, પાંચસો મુનિઓથી પરિવરેલા (સુવર્ણ સિંહાસન પર બેઠેલા) તપનો જ એક આશ્રમ જેવા વિદ્યાના પાનને પામેલા, સુવર્ણ સિંહાસન પર બેઠેલા મહામુનિ શ્રી ધર્મઘોષને દેવની, અસુરની, મનુષ્યની પર્ષદામાં ધર્મદેશના આપતા જોઈને જરાકુમારની સાથે નમીને અને સ્તુતિ કરીને યુધિષ્ઠિર આગળ બેઠા. પછી ધર્મઘોષ મુનિએ અમૃત ઝરતી આદરપૂર્વક વૈરાગ્ય ઉત્પન્ન કરનારી ધર્મદેશના આપવી શરૂ કરી. જેમ કે નેહરાગમાં અનુરક્ત એવા પણ જે જીવોને સવારે જ્યાં જોયા હતા તેઓ પણ સાંજે ત્યાં નથી દેખાતા તેવા સંસારના વિચિત્રરૂપ ચરિત્રને ધિક્કાર હો. ઊંઘો નહિ, જાગો, ભાગો, કેમ આરામ કરો છો ! ત્રણ જણા પાછળ પડ્યા છે. રોગ, જરા અને મૃત્યુ. ભોગમાં રોગનો ભય, સુખમાં ક્ષયનો ભય, ધનમાં અગ્નિનો અને રાજાનો ભય, દાસપણામાં સ્વામિ (માલિક)નો ભય, વિજયમાં શત્રુનો ભય, વંશમાં કુમાર(સ્ત્રી)નો ભય, સ્નેહમાં વૈરનો For Personal & Private Use Only Page #422 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૮ ૩િ૮૯) પાંડવ ચરિત્રમ્ ભય, ન્યાયમાં અન્યાયનો ભય, શરીરમાં યમનો ભય રહ્યો છે. ખરેખર બધામાં ભય રહ્યો છે, પરંતુ ભયનો અભાવ એવો આ એક વૈરાગ્ય જ (વિરક્ત ભાવ) અભય છે. એ પ્રમાણે વૈરાગ્યભાવનો ઉપદેશ આપી મુનિ અટક્યા ત્યારે યુધિષ્ઠિરે ભાઈઓ સાથે બે હાથ જોડી મુનિપતિને કહ્યું કે : “હે પ્રભો ! આપની પાપને હરનારી વાણી સાંભળીને આનંદ પામેલા અમે આપની પાસે દીક્ષા લઈશું.” પૂર્વે પણ સ્વામિની પાસે દીક્ષા લેવાની ભાવનાથી અમે નેમિ પ્રભુનું મનથી વિચાર્યું (ધ્યાન કર્યું) હતું. સ્વામિએ અમારા ઉપર કૃપા કરી આપશ્રીને મોકલ્યા છે. આપના આવવાથી અમે ધન્ય થયા છીએ. આથી તે સ્વામિ ! આપ અમારા માટે સાક્ષાત્ જગત્પતિની મૂર્તિ છો. તેથી આ સંસાર સાગરથી અમારો ઉદ્ધાર કરો. આપના જેવા જ્ઞાનના સાગર અતીન્દ્રિયના અર્થને બતાવવામાં રત, આપની દૃષ્ટિમાં કંઈપણ અજ્ઞાન નથી. આથી તે સ્વામિ ! કહો, કૌશામ્બ વનમાં વટવૃક્ષની નીચે સુખપૂર્વક સૂતેલા હરિના (કૃષ્ણના) પાદતલને જરાકુમારે બાણથી વીંધ્યું. પછી શું થયું? પાણી લાવવા માટે ગયેલા બલભદ્ર શું શું કર્યું? જે જે કર્યું હોય તે તે જ્ઞાનથી જોઈને મને બધું કહો. હું આપની પાસે એ બધું સાંભળવા ઈચ્છું છું. યુધિષ્ઠિરે કહેલું સાંભળીને જ્ઞાનમાં જોઈને મુનિએ તેઓને સંપૂર્ણ કથા કહેવાનું શરૂ કર્યું. તે રાજન્ ! સાંભળો. કૌશામ્બ વનમાં કૃષ્ણને મૂકીને બલભદ્ર સ્વયં જલ લેવાને માટે સરોવરમાં ગયા. જલ લાવીને જ્યાં પાછા ફર્યા, ત્યાં રસ્તામાં આવતાં ડગલે ડગલે અપશુકનોએ વાળેલા ચિંતવે છે. હા ! આ શું! હવે શું થશે ? એમ વિચારતાં બલદેવે જલથી ભરેલું વાસણ કૃષ્ણની બાજુમાં (પાસ) મૂક્યું. સુખપૂર્વક સૂતેલા કૃષ્ણને જોઈને બલભદ્ર બોલ્યા : “હે ભાઈ ! ઊઠ, સુગંધી શીતલ જલ પી. માર્ગથી થાકી ગયેલા, હાથ-પગ ધોઈને સ્વસ્થ થા. મારી સાથે વાત કર. કેમ રીસાયેલાની જેમ મૌન ધારણ કરીને તું સૂતો છે ? જલ લાવવામાં વિલંબ થયો. તેથી તું ક્રોધે ભરાયો છે? હું શું કરૂં? જલ મળ્યું નહિ. તેથી હું દૂર ગયો. તેથી તે કારણે) મોડું થઈ ગયું. હવે હું જલ્દી લાવીશ. ઊઠ, પાણી પી. હમણાં ગુસ્સાનો અવસર નથી. એમ કહીને બાહુ વડે પકડ્યો તો પણ ન ઉઠ્યો. ફરી તેવી જ રીતે પથારીમાં સૂઈ ગયો.” ત્યારે બલદેવે ચિંતવ્યું કે, ખરેખર મારો ભાઈ રસ્તાના થાકથી સૂઈ ગયો છે, ઝોકા આવે છે. તેથી આ નિર્ભય બની સૂઈ ગયો છે. એમ વિચારીને બલભદ્ર કેટલોક સમય કૃષ્ણના મુખ પર દૃષ્ટિ નાખીને જ્યાં ઊભા રહ્યા, તેટલામાં કૃષ્ણના મુખ પર ચારે બાજુ કાળી માખી જોઈને વિચારે છે. આ શું દેખાય છે ? પછી સંપૂર્ણ અંગ જોતાં ચરણપલ્લવને રક્તથી ખરડાયેલા બાણના ઘાવાળા પગના તળિયાને જોઈને બલભદ્ર મૂચ્છિત (બેભાન) થઈ ગયા. ફરી ઠંડા વનના પવનથી ચેતના પામેલા તેણે For Personal & Private Use Only Page #423 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ (૩૯) સર્ગ - ૧૮ ભયંકર ક્રોધથી ઊંચા સ્વરે સિંહનાદ કર્યો. જે અવાજથી વનના હરણીઆઓ ત્રાસ પામ્યા. જે અવાજથી પૃથ્વી કંપવા લાગી, એવા પ્રકારનો સિંહનાદ કરીને ઊંચા અવાજે કહ્યું : “અહો ! એવા કોણ પાપીએ સૂતેલા એવા મારા ભાઈને હણ્યો છે.” જેમ કે સૂતેલો, નશાવાળો અને બેધ્યાન (બેભાનમાં) રહેલો, બાળક, સ્ત્રી, મુનિ અને ગાય એ બધાને કયો ક્રૂર કર્મ કરનાર ચંડાલ પણ જાણી જોઈને શું હશે? જે કોઈને પણ તાવની જેમ બાહુબલનું અત્યંત અભિમાન હોય તે મારી આગળ ખુલ્લો થાય. જેથી કરીને હું તેના બાહુબલના અત્યંત ગર્વનો નાશ કરૂં. બલભદ્ર એમ બોલતાં વારંવાર મૂચ્છને પામ્યા. ફરી ઠંડા વાયુથી ચેતના પામેલા વિલાપ કરે છે. જેમ કે હા ! જગતમાં એક વીર ! શત્રુઓ ઉપર અત્યંત ગુસ્સાવાળા ! હા ! ગુણીઓમાં એક અગ્રેસર ! હા ! વડીલો પર વાત્સલ્યભાવવાળા ! બહુમાન ભાવવાળા ! હે ભાઈ ! તું જરાસંઘના તે તે શસ્ત્રના ઘાથી મર્યો નથી, તો આ પગ ઉપરના પ્રહારથી તારૂં મૃત્યુ કેવી રીતે સાચું મનાય? તે વનમાં બલવાન બલભદ્ર, કૃષ્ણના સ્નેહથી જકડાયેલા સ્નેહીબંધુને ખભા ઉપર લઈને, શિકારી (જંગલી) પશુઓથી ભરેલા વનમાં અહીં તહીં ભમવા લાગ્યા. ભમતાં આ પ્રમાણે બોલે છે, હે ભાઈ ! પગના ઘાની પીડાથી રસ્તે ચાલવા અસમર્થ મારા ખભા પર બેઠેલા એવા તને મેં વારંવાર બોલાવવા છતાં પણ મારી સાથે બોલતો કેમ નથી? તારો સ્નેહ ક્યાં ગયો ? આ પ્રમાણે આકંદ (તો) કરતો હોવા છતાં પણ મને ઉત્તર આપતો નથી. આથી ઉત્તર આપ. તારા વચનરૂપ અમૃતને પીવા માટે મારું મન ઘણું અધીરૂં બન્યું છે (તરસ્ય બન્યું છે). પહેલાં તે મારા પર અપરાધ હોવા છતાં પણ ક્રોધ કર્યો નથી, તો પછી હમણાં અપરાધ ન હોવા છતાં પણ મારા પર આ તારો લાંબાકાળ સુધીનો રોષ (ક્રોધ) કેવો? એ પ્રમાણે બોલતાં ઝાડને શત્રુની બુદ્ધિથી પગની એડીના પ્રહારથી મારે છે. ક્યારેક ભાઈને વૃક્ષની નીચે મૂકીને ઊંચે સ્વરે ગીત બોલે છે. ક્યારેક તાલ-લયથી યુક્ત નૃત્ય કરે છે. ક્યારેક શત્રુની બુદ્ધિથી ઝાડ સાથે યુદ્ધ કરે છે. ક્યારેક કૃષ્ણના માથા પર છત્ર ધરીને સેવા કરે છે. ક્યારેક હાથમાં લાકડી લઈને (પહેરેગીર બનીને) આગળ બેસે છે. ક્યારેક પથારીમાં બંનેય એક થઈને ગાઢ આલિંગન આપીને સૂએ છે. ફરી પ્રભાત થતાં ભાઈને જગાડવાની ચેષ્ટા કરતો ખભા પર લઈને માર્ગે રસ્તે ચાલે છે. જેમ કે ભાઈના સ્નેહથી ભાન ભૂલેલો બલભદ્ર રાત-દિવસ નદી, પર્વત અને વનમાં ભમે છે. અને વનના ઝાડના પુષ્પો વડે નિત્ય કૃષ્ણને પૂજે છે. એ પ્રમાણે વનમાં ફરતાં બલભદ્ર છ મહિના પસાર કરી દીધા. For Personal & Private Use Only Page #424 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૮ ૩િ૯૧) પાંડવ ચરિત્રમ્ અને આ બાજુ કોઈક ખેડૂતને વર્ષો સમય આવતાં મેઘ ગર્જરવથી પૂરાયેલી દિશામાં જલ્દી પર્વતના શિખરથી ઉતરતા અને સમતલ ભૂ ભાગમાં આવીને આગળ ચાલતાં પત્થરથી ભાંગી ગયેલા રથને સારથિ વડે સજ્જ કરતો જોઈને બલભદ્રે કહ્યું : “રે મૂઢ ! આ રથના કણ કણ થઈ ગયા છે. હવે તારો તેને જોઈન્ટ (સાંધવામાં) કરવામાં તારી મહેનત ફોગટની છે.” તે સાંભળીને બલભદ્રને સારથિએ કહ્યું, સેંકડો યુદ્ધમાં જયને પ્રાપ્ત કરનાર હાલમાં પગમાં પ્રહાર લાગવાથી મરેલો એવો તારો ભાઈ જો જીવશે તો પછી સમતલ પૃથ્વીના ભાગ પર ભાંગેલો રથ પણ તૈયાર થશે. બલભદ્ર બોલ્યા, રે મૂઢ ! મારો ભાઈ મૃત્યુ ક્યાં પામ્યો છે ? જીવતો જ છે. મારા પર ક્રોધ આવવાથી બોલતો નથી. તું અહીંથી જા ! મારી નજરથી દૂર થા. એમ કહીને બલભદ્ર આગળ ચાલ્યા. ક્યારેક પત્થરમાં કમળને રોપતાં જોઈને કંઈક ઊંચા સ્વરે બલભદ્ર હસતાં હસતાં કહ્યું : “કે આ તારો પ્રયત ફોગટનો છે.” બલભદ્રે તેને કહ્યું કે : “હે મૂઢ આત્મા ! સરોવરમાં રોપવાને યોગ્ય કમલિનીને કઠીન પત્થરમાં કેમ રોપે છે ?” તેને કહ્યું : “જો તારો ભાઈ જીવિતપણાને પામે તો આ પત્થરમાં પણ કમલ ઉગશે. એવી તેની પણ વાણી સાંભળીને મોહને વશ થયેલ બલભદ્ર તેની ઉપેક્ષા કરીને તેવી જ રીતે આગળ ચાલ્યા.' આગળ જતાં દાવાનલથી બળેલા ઝાડને સિંચતા એવા કોઈ માળીને જોઈને રામે (બલભદ્ર) કહ્યું: “હે મૂઢ આત્મા! શું ક્યારેય જોયું છે ? અથવા સાંભળ્યું છે. બળેલું ઝાડ પણ પાણી સિંચવાથી અંકુરોને ઉગાડે છે.” તેણે કહ્યું “જો તમારા ખભા ઉપર રહેલું શબ જો જીવશે તો આ ઝાડ પણ ફરીથી લીલુંછમ બનશે.” એવી તેની તે વાતને અવગણીને ફરી તેવી જ રીતે આગળ ચાલ્યા. તેની તે વાણીને સાંભળતાં જ બલભદ્ર આગળ ચાલ્યા. કોઈને ગાયના શબના મુખની પાસે ઘાસ મૂકતાં જોયો. કોઈક પુરુષે ગાયના મુખની પાસે ઘાસનો પૂળો મૂકતાં જોઈને બલભદ્રે કહ્યું : “હે મૂઢ આત્મા ! મૃત્યુ પામેલી ગાય શું ઘાસનો પૂળો ખાય છે ? તેણે પણ પ્રત્યુત્તર આપતાં કહ્યું : જો તારા ખભા પર રહેલા કૃષ્ણ બે પગ વડે ચાલશે, તો આ પણ મૃત્યુ પામેલી ગાયના ઘાસના અંકુરોને ખાશે?” આ પ્રમાણેનું વારંવાર સાંભળીને બલભદ્ર ભાઈની સામે જોતાં સ્વસ્થ મનથી વિચારે છે. ખરેખર આ મારો નાનો ભાઈ મૃત્યુ પામ્યો છે. કારણ કે આ બધા લોકો એક સરખું For Personal & Private Use Only Page #425 -------------------------------------------------------------------------- ________________ (૩૯૨) પાંડવ ચરિત્રમ સર્ગ - ૧૮ જ કહે છે. સ્વસ્થ થયેલા ચેતનવાળા બલભદ્ર જ્યાં આ પ્રમાણે ચિંતવે છે. તેટલામાં દિશાઓને પ્રકાશિત કરતો કોઈક દેવ બલભદ્ર આગળ પ્રગટ થઈ આ પ્રમાણે બોલ્યો. બલભદ્રને તેણે કહ્યું: “હું સિદ્ધાર્થ નામનો તારો સારથિ છું. તપના પ્રભાવથી દેવ થઈને તારી પાસે આવ્યો છું.” જે તમે પહેલાં દીક્ષા સમયે મને કહ્યું હતું કે, હે ભાઈ ! તું દેવપણું પ્રાપ્ત કરે ત્યારે મને સંસાર સાગરથી ઉદ્ધરજે. તેથી હું તમને પ્રતિબોધવા માટે શિઘ અહીંયા આવ્યો છું પૂર્વે જે દૃષ્ટાંતો (દશ્યો, મેં તમને બતાવ્યા તે તમને પ્રતિબોધવા માટે બતાવ્યા હતા. પહેલાં નેમિનાથ પ્રભુએ જરાકુમારથી કૃષ્ણનું મૃત્યુ જે કહ્યું હતું, તે તેવી જ રીતે થયું. કહ્યું છે કે અરિહંત પરમાત્માની વાણી શું નિષ્ફળ થાય ? હે ભાઈ ! સંસારમાં જીવો ભાઈઓને પ્રાપ્ત કરે છે. પરંતુ ભાઈ ઉપર આ તારો કેવો સ્નેહ ? આ સંસારમાં ધર્મ શ્રેષ્ઠ ભાઈ છે. કહ્યું છે કે : દેહ નિત્ય મિત્ર જેવો, સ્વજનો પર્વ મિત્ર સરખા છે. ત્રીજો નમસ્કાર મિત્ર સરખો, ધર્મ પરમબંધુ છે. સવારે રાંધેલુ અનાજ તે મધ્યાન્હેં વિનાશ પામે છે. તેના રસથી બનેલી કાયામાં સારપણું શું? ગર્ભમાં રહેલાને, જન્મેલાને, પથારીમાં રહેલાને, માતાના ખોળામાં રહેલાને, બાલને, વૃદ્ધને, યુવાનને, પ્રૌઢને, સકલ સજ્જનને, દુર્જનને, ઝાડની ટોચે, પર્વતના શિખરે (ટોચે), આકાશમાં, પાણીમાં, રસ્તામાં, પાંજરામાં, પાતાળમાં રહેલાને દુખે કરીને વારી શકાય એવો યમ બધાને હરે છે. ગર્ભમાં, જન્મ સમયે, બાલ્યકાળ, યૌવનકાળે અને વૃદ્ધત્વમાં પણ કાળચર પ્રાણીઓના જીવિત રત્નોને હરે છે. દિવ્ય જ્ઞાનવાળા, ત્રણ જગતથી સ્તુતિ કરાયેલા, દેવેન્દ્ર-અસૂરગણથી નમન કરાયેલા ચરણોવાળા, અનંત વીર્યવાળા જે જિનેશ્વરો અત્યંત પરાક્રમી ચક્રવર્તિઓ, દેવો, બળવાન બળદેવો બીજા રાવણાદિ અશરણ એવા તેઓ યમના મુખથી શું પકડાયા નથી? અથવા નસીબ ઉલ્લંઘનીય નથી. એવી સિદ્ધાર્થ દેવે કહેલી, મોહનો નાશ કરનારી વાણી સાંભળીને બલભદ્ર સિદ્ધાર્થને કહ્યું : “હે ભાઈ ! તે મને બોધ આપ્યો તે સારું કર્યું. હે ભાઈ સિદ્ધાર્થ ! કહે હમણાં તારું શું હિત કરું.” સિદ્ધાર્થે કહ્યું : “હમણાં ભગવાન નેમિજિન વિદ્યમાન છે. દુઃખથી પીડાતાને સુખ આપનારા મોક્ષ સુખદાયક તેઓની પાસે દીક્ષા લઈ તેમના ચરણકમલમાં રહીને મોક્ષસુખ માટે પ્રયત્ન કરો.” તે પ્રમાણે કહીને બલભદ્ર સિદ્ધાર્થની સાથે કૃષ્ણના શરીરનું અગ્નિકર્મ વિ. કર્યું. અત્યંત ઉદ્વિગ્ન મનવાળા બલભદ્ર સંસારથી વિમુખ જ્યાં થયા. તેટલામાં બલભદ્ર પોતાની આગળ વિદ્યાધર મહામુનિને For Personal & Private Use Only Page #426 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૮ | ૩િ૯૩) પાંડવ ચરિત્રમ્ જોયા. બલભદ્ર તે મુનિની સામે જઈને વંદન કરી અત્યંત હર્ષપૂર્વક પોતાનું આવવાનું કારણ પૂછ્યું. મુનિએ કહ્યું કે ભદ્ર! આપની ઈચ્છા જાણીને નેમિનાથ પ્રભુએ દીક્ષા માટે અમને મોકલ્યા છે. તે મુનિના મુખથી ધર્મોપદેશ સાંભળીને તેમની પાસે બલભદ્ર ભાવપૂર્વક સંયય ગ્રહણ કર્યું. સંયમ લઈને તે જ દિવસથી શરીર પર પણ મમત્વ વિનાના તેમણે છઠ્ઠ, અક્રમાદિ તપ શરૂ કર્યો. વૈરાગી એવા તેઓ શરીરપર જીવિત (જીવન)પર પણ રાગ વિનાના, શત્રુઓ પર પણ શત્રુતા વિનાના, વનમાં પણ ભય વિનાના અમૃતમય અને શાન્તધર્મના વચનરૂપ તરંગ વડે ત્યાં ત્યાં તે તે લોકોને કોમળ બુદ્ધિવાળા તેઓ ઉપકાર કરતાં વિચરે છે. વન, ગ્રામ, ખાણ, નગર, ખેટક, કર્બરાદિમાં અવરોધ વિના બલભદ્ર મુનિ ઇચ્છા પ્રમાણે વિચરે છે. બલભદ્રમુનિની છાયાની જેમ સિદ્ધાર્થ દેવ સેવાને કરતાં વૈયાવૃત્ય કરનારા થયા. એક બાજુ બલભદ્ર મહામુનિ પૃથ્વીને પાવન કરતાં વિચરે છે. બીજી બાજુ નેમિજિન પૃથ્વીને પાવન કરતાં વિચરે છે. એ પ્રમાણે ધર્મઘોષ મુનિના મુખથી બલભદ્ર અને કૃષ્ણનું વૃત્તાંત સાંભળીને અત્યંત વૈરાગ્યથી ભરેલા મનવાળા અને જલ્દી સંસારને છોડવાની ભાવનાવાળા પાંચે પાંડવોએ ફરી મુનિને નમીને પોતાના ભવો અને પુણ્યનું પૂછ્યું. “હે પ્રભો! અમે પૂર્વભવમાં કોણ હતા ? તે ભવમાં અમે એવું શું પુણ્ય કર્યું હતું. જેથી આવી મહાઋદ્ધિને પ્રાપ્ત કરી અને વળી અમે કેવા કેવા પ્રકારનો તપ કર્યો હતો ? જે તપથી આવા પ્રકારનું શારીરિક (કાય) બલ પ્રાપ્ત કર્યું છે ? એવું જ્ઞાન વડે અમને સત્ય શું છે તે કહો.” ભગવાન ધર્મઘોષ નામના મુનિએ કહ્યું – “હે પાંડવો ! તમે સાવધાન થઈને તમારા પુણ્યને સાંભળો પૂર્વભવમાં કોઈક નગરની નજીકમાં રહેલા ગામડામાં ખેડૂત એવા તમે સુરતિ, શાન્તનુ, દેવસુમિત અને સુભદ્ર નામના ભાઈઓ હતા એક વખત તમે પાંચેય ભાઈઓ દારિદ્રના કાદવમાં ડૂબેલા, (દરિદ્રપણાથી દુઃખી થયેલા) સંસારથી ઉદ્વિગ્ન થયેલા, યશોધર મુનિની દેશનાથી વૈરાગી બનેલા તમે પાંચેયે તેમની પાસે સંયમ ગ્રહણ કર્યું. પછી સારી રીતે સંયમને ગ્રહણ કરનારા તમે પોતાના દેહમાં નિઃસ્પૃહ તારૂપ સૂર્યના કિરણો વડે કર્મરૂપ કાદવને શોષવા લાગ્યા. પહેલાં સુરતિ નામના મુનિએ કનકાવલિ તપ કર્યો તે આ પ્રમાણે – એક ઉપવાસ પછી બે ઉપવાસ (છઠ્ઠ) પછી ત્રણ ઉપવાસ (અટ્ટમ) પછી આઠ અઠ્ઠમ ફરી એક ઉપવાસ પછી છઠ્ઠ એ પ્રમાણે એક એક ઉપવાસ વધારતાં ૧૬ ઉપવાસ સુધી પહોંચ્યા. ફરી ચોત્રીસ અટ્ટમ પછી ફરી ૧૬ ઉપવાસ, પછી ૧૫ ઉપવાસ, એ પ્રમાણે એક એક ઓછા કરતાં એક ઉપવાસ સુધી ઉતર્યા. ફરી પણ આઠ અટ્ટમ, પછી અઠ્ઠમ અને પછી ઉપવાસ, એ પ્રમાણે એક લતા થાય. એક વર્ષ પાંચ મહિના અને બાર દિવસે એક લતા પૂર્ણ થાય એ પ્રમાણે ચાર લતા મળીને પાંચ વર્ષ, નવ મહિના અને અઢાર દિવસે તે કનકાવલિ તપ પૂર્ણ થાય. For Personal & Private Use Only Page #427 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ (૩૯૪ સર્ગ - ૧૮ પહેલી લતાના પારણે વિગઈ, એ પ્રમાણે બીજી લતાના પારણે નીવિ, એમ ત્રીજી લતાના પારણે સૂકી વસ્તુઓ (ખાખરા, પૂરી વગેરે) અને ચોથી લતાના પારણે આયંબિલ કરે. હવે શાન્તનું નામના બીજા સાધુએ રત્નાવલિ તપ કર્યો હતો. જેવી રીતે કનકાવલિ તેવી રીતે રત્નાવલિ પણ માત્ર ફરક એટલો કે ત્રણેય સ્થાનમાં છઠ્ઠ તપ કરવો. એને એક લતાનો કાળ કહે છે. તે આ પ્રમાણે :- એક વર્ષ, ત્રણ મહિના, બાવીસ અહોરાત્રિ સારી રીતે આરાધના થાય છે. એમ ચાર લતાઓનો મળીને કાળ પાંચ વર્ષ, બે મહિના, અઠ્યાવીશ દિવસે રત્નાવલિ તપ પૂર્ણ થાય. દેવ નામના ત્રીજા મુનિએ મુક્તાવલિ તપ કર્યો હતો. તે આ પ્રમાણે : જેમ કે, એક પારણે, બે-બે પારણે, ત્રણ.... એ પ્રમાણે એક એક વૃદ્ધિ કરતાં સોળ ઉપવાસ સુધી પહોંચવું. પછી સોળ કરી પારણે પંદર, એમ એક એક ઓછા કરતાં એક સુધી આવે. તેના પારણા પછી છઠ્ઠ કરવો. તે આ એક લતા થઈ. ઉપર મુજબ પારણા કરતાં ચાર વર્ષે આ મુક્તાવલિ તપ પૂર્ણ થાય.' હવે સુમતિ નામના ચોથા મુનિએ સિંહનિષ્ક્રીડિત તપ કર્યો હતો. તે આ પ્રમાણે :- પ્રથમ એક ઉપવાસ પછી બે, એક, ત્રણ, બે, ચાર-ત્રણ, પાંચ-ચાર, પાંચ-સાત, છ, આઠ, સાત નવ, આઠ, નવ, સાત, આઠ આ પ્રમાણે સિંહનિષ્ક્રીડિત તપ પૂર્ણ થાય.” પ્રાકૃત શ્લોકમાં કહ્યું છે કે – છે, સાત, પાંચ, ચાર, ચાર, પાંચ, ત્રણ, ચાર, બે, ત્રણ, એકબે પછી એક ઉપવાસ આ રીતે ઉપવાસ કરવાથી લઘુસિંહનિષ્ક્રીડિત તપ થાય. રા એક લતાના ૧૫૪ દિવસ ઉપવાસના અને તેત્રીશ પારણાના કુલ મળી-૧૮૭ દિવસ, એટલે કે છ મહિના અને સાત દિવસ થાય. ચાર લતાના મળીને બે વર્ષ અને અઠ્ઠાવીશ દિવસે સિંહનિષ્ક્રીડિત તપ પૂરો થાય. તેમાં પહેલી (૧) લતાના પારણે વિગઈ (ઘી-ગોળ-ખાંડાદિ), બીજી (૨) લતાનાં પારણે નીવિ વિગઈ, ત્રીજી (૩) લતાના પારણે સૂકી ચીજો અલેપ (ખાખરા-પૂરી-સેવાદિ) અને ચોથી (૪) લતાનાં પારણે આયંબિલ, આ રીતે લઘુસિંહનિષ્ક્રીડિત તપ પૂર્ણ થાય. હવે મહાસિંહનિષ્ક્રીડિત તપ કહે છે : પ્રથમ એક ઉપવાસ, પછી અનુક્રમે બે, એક, ત્રણ, બે, ચાર, ત્રણ, પાંચ, ચાર, છ, પાંચ, સાત, છ, આઠ, સાત, નવ, દશ, નવ, પાંચ, ચાર, છ, પાંચ, સાત, સાત, છ, આઠ, સાત, નવ, દશ, નવ, અગિયાર, દશ, બાર. For Personal & Private Use Only Page #428 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૮ ૩િ૯૫) પાંડવ ચરિત્રમ્ અગિયાર, તેર, બાર, ચૌદ, તેર, પંદર, ચૌદ, સોળ, પંદર, સોળનું વિવરણ કર્યું છે. એકસઠ પારણાવાળી આ એક લતા ફરી એને ચાર ગુણી (૪) કરતાં છ વર્ષ, છ માસ અને બાર દિવસે પૂર્ણ થાય. એ પ્રમાણે મહાસિંહનિષ્ક્રીડિત તપ પૂર્ણ થાય. હવે સુભદ્ર નામના પાંચમા સાધુએ આયંબિલથી વર્ધમાન તપ કર્યો. તે આ પ્રમાણે – પ્રથમ એક આયંબિલ પછી એક ઉપવાસ, પછી બે આયંબિલ, એક ઉપવાસ. એક એક એક આયંબિલની વૃદ્ધિ અને ઉપવાસ કરતાં સો આયંબિલ અને ઉપવાસ થાય ત્યાં સુધી કરવાનો તે તપ વર્ધમાન તપ કહેવાય છે. તે ૧૪ વર્ષ, ૩ મહિના અને ૨૦ દિવસે આ આયંબિલ વર્ધમાન તપ પૂર્ણ થાય. પછી તે પાંચેય મુનિઓ પાંચેય ઇન્દ્રિયોનો નિગ્રહ કરવાથી પાંચ મહાવ્રતની જેમ શોભતા હતા. એ પ્રમાણે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને ધરનારા, સંયમ આરાધનામાં તત્પર કેટલોક કાળ અનેક લબ્ધિના ધારક તેઓ પૃથ્વી ઉપર વિહાર કરતાં અત્યંત ઉત્કટ પરૂપ અગ્નિ વડે કર્મદેહ (પુગલ)ને અને શરીરને શોષીને અનશન કરી મૃત્યુ પામીને પાંચેય ભાઈઓ સર્વાર્થસિદ્ધ નામના અનુત્તર વિમાનમાં અહમિન્દ્ર રૂપે દેવ થયા. કહ્યું છે કે :- અનશન દ્વારા થતા મૃત્યુથી ઈન્દ્ર પણું પ્રાપ્ત થાય છે. ત્યાંથી તેત્રીશ સાગરોપમનું આયુષ્ય પાળીને દેવભવથી આવીને અહીંયા આ ભવે હસ્તિનાપુરે તમે પાંચેય પ્રીતિભાવને ધરનારા પાડુરાજાના પુત્રો થયા છો. અહીંથી તમે સંયમ પાળીને આ જ ભવમાં પાંચેય ભાઈઓ મોક્ષમાં જશો. એટલે કે મોક્ષ પ્રાપ્ત કરશો. એ પ્રમાણે ધર્મ મહામુનિ (ધર્મઘોષસૂરિ)ની વાણી સાંભળીને અત્યંત સંવેગમનવાળા પાંડવો તે મુનિને વંદીને પોતાની પાર્ટુ-મથુરાપુરીમાં આવ્યા. તે પાંડવોએ શુભમુહૂર્ત વસુદેવના પુત્ર જરાકુમારને કૃષ્ણની ખુશી માટે કોઈ રાજ્ય પર બેસાડ્યો. પછી યુધિષ્ઠિરે દ્રૌપદીની કુક્ષિથી જન્મેલા પાઠુસેનને બીજા નામે પરીક્ષિત એવા પોતાના પુત્રને પાડુ-મથુરાના રાજ્ય ઉપર બેસાડ્યો. તે કેવા બત્રીસ લક્ષણયુત હતો. તે લક્ષણો આ પ્રમાણે છે : (૧) કુલીન, (૨) શીલવાન, (૩) સુંદર-સંસ્કારી, (૪) બહાદુર, (૫) સવ્યયી, (૬) પ્રીતિમાન, (૭) સત્યરંગ, (૮) સંપૂર્ણ અવયવી, (૯) પ્રિયવચની, (૧૦) કીર્તિમાન, (૧૧) ત્યાગી, (૧૨) વિવેકી, (૧૩) શ્રૃંગારવાન, (૧૪) અભિમાની, (૧૫) પ્રશંસાવાળો, (૧૬) ઉજ્વળ ગુણી, (૧૭) સર્વ કલામાં કુશળ, (૧૮) સત્યવચની, (૧૯) લોકપ્રિય, (૨૦) સર્વદાતા, (૨૧) સજ્જન, (૨૨) સુગંધપ્રિય, (૨૩) ગુપ્ત મંત્રવાળો, (૨૪) વડીલની પાછળ જનારો, (૨૫) સારા વચન બોલનાર, (૨૬) પંડિત, (૨૭) ઉત્તમ સત્ત્વશાળી, (૨૮) ધર્મિષ્ઠ, (૨૯) મહોત્સાહી, (૩૦) ગુણગ્રાહી, (૩૧) સારા પાત્રનો સંગ્રાહક, (૩૨) ક્ષમાવાન-પરિભાવક. For Personal & Private Use Only Page #429 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૩૯૬ સર્ગ - ૧૮ હવે પ્રવ્રયા (દીક્ષા) લેવા ઉત્સાહી, તીવ્ર મનવાળા તે પાંડવોએ જેલમાં રહેલા કેદીઓને છોડી મૂક્યા. પછી ગરીબ, અનાથ, દુઃખીઓને ઇચ્છિત સુવર્ણ, રત્ન, મણિ, માણિજ્યાદિનું દાન આપ્યું. પછી તેઓએ જિર્ણ થઈ ગયેલા અને નવા ચૈત્યો કરાવ્યા. ત્યારબાદ સાતક્ષેત્રમાં ધનને વાવ્યું-વાપર્યું. જેમ કે જિનચૈત્ય, જિનપ્રતિમા, સાધુ, સાધ્વી, શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ, આ સાતક્ષેત્રમાં વાવેલું અનંત ગુણ, કલ્યાણકારી ફલને આપનારૂં થાય છે. એથી વધુ બીજું શું કહેવું ? તેવી રીતે ચારે બાજુ વરસાવતા સુવર્ણની રાશિ વડે ગરીબો પરના દેવાનું ઋણનું નામ પણ ભૂંસી નાખ્યું. એ પ્રમાણે દાન આપીને દરેક હાથી પર બેઠેલા, શ્વેત છત્રને ધરનારા, વારાંગના સ્ત્રીઓથી વીંઝાતી ચામરોવાળા, નગરજનો અને મંત્રીઓ સાથે રસ્તે ચાલતા પાર્ટુસેન રાજા સામાનિક દેવો સાથે દેવેન્દ્રની જેમ શોભતા, સૈન્યસમૂહથી પરિવરેલા, વાજિંત્રોના નાદથી પૂરાયેલી દિશાઓવાળા, મંગલ પાઠકો વડે સ્તુતિ કરાતા ગુણસમૂહવાળા, દ્રૌપદી વગેરે નારી સમૂહો શિબિકામાં બેઠેલી આગળ ચાલતા માર્ગવાળા એવા પ્રકારના પાંડવો પ્રવ્રયા (સંયમ-દીક્ષા), અંગીકાર (લેવા) કરવા માટે ગુરુની પાસે ચાલ્યા જાય છે. તે પાંડવો રસ્તામાં લોકોના નેત્રના અગ્રુબુંદોને અને નારીઓના ઓવારણા દ્વારા વધાવાતાં લાજ કણોને લેતા બહારના ઉદ્યાનમાં આવ્યા. ત્યાં તે ઉદ્યાનમાં ગુરુ પાસે જઈને હાથી પરથી ઉતરીને રાજચિહ્નોને દૂર કરી તે પાંચેય પાંડવો પત્નીઓ સાથે પ્રભુ ધર્મઘોષ નામના મહામુનિની પાસે આવ્યા. (ઉપસ્થિત થયા.) તે પાંડવોએ પત્નીઓની સાથે ધર્મઘોષ મુનિને પ્રદક્ષિણા આપીને હાથ જોડીને દીક્ષા આપવા વિનંતી કરી (માંગી). હે પ્રભો ! અમારા ઉપર પ્રસન્ન થઈ દીક્ષાને આપો. પછી સ્વામિ ધર્મઘોષ મહામુનિએ તે પાંચેય પાંડવોને પત્નીઓ સાથે દીક્ષા આપી. તેઓને દીક્ષા લીધેલા જોઈને સર્વ નગર આદિ લોકો હર્ષપૂર્વક વંદન કરીને પાડુ મથુરામાં પાછા આવ્યા. હવે તે પાંડવો ધર્મઘોષ ગુરુની પાસે ક્રિયા શીખીને શરીરથી પણ નિઃસ્પૃહી ગુરુની સાથે વિહાર કર્યો. એ પ્રમાણે પાંચેય પાંડવ મુનિઓ સંયમને સારી રીતે પાળતાં કેટલાક વર્ષના અંતે ક્રમપૂર્વક અભ્યાસ કરતાં બાર અંગો ભણ્યા. એમ તેઓએ બધા સિદ્ધાંતો ભણવાથી ગીતાર્થતા પ્રાપ્ત કરી. વળી જેમ રસ (પારસમણિ)ના સ્પર્શથી લોખંડ સુવર્ણતાને પ્રાપ્ત કરે છે, તેમ તેઓએ પણ તે મુનિના (ધર્મઘોષ મુનિના) સંગમથી સર્વ સિદ્ધાંતો ભણી ગીતાર્થતા પ્રાપ્ત કરી. એ પ્રમાણે દ્રૌપદી પણ સાધ્વી પ્રવર્તિની પાસે ક્રમસહ અગિયાર અંગો ભણી. For Personal & Private Use Only Page #430 -------------------------------------------------------------------------- ________________ ૩િ૯ સર્ગ - ૧૮ પાંડવ ચરિત્રમ્ તે પાંચેય પાંડવ મુનિઓ ગીતાર્થ ધર્મઘોષ મુનિને જણાવીને (અનુજ્ઞા લઈને) ગ્રામનગરાદિઓમાં જાતે વિચરતા જગતના પાપોને હરે છે. એક દિવસ ભીમસેન મહામુનિએ સકલ કર્મને દૂર કરવા માટે આવો મહાઅભિગ્રહ કર્યો. જો કોઈ પુરુષ ભાલાની અણી ઉપર (દ્વારા) માંડાદિ (પુડલાદિ) ભિક્ષામાં આપશે, ત્યારે પારણું કરીશ, નહીં તો નહિ. તે ભીમસેન મહામુનિના પુણ્ય પ્રભાવથી તે અભિગ્રહ છ મહિને પૂર્ણ થયો. એ પ્રમાણે એ પાંચેય અભિગ્રહને કરતાં અને કર્મક્ષયને કરતાં દિવસો પસાર કરે છે. દરેક ગામને, દરેક સ્થાનને, દરેક વનને, તે તે વચન વડે ધર્મમય કરતાં પોતાના દેહમાં પણ નિસ્પૃહી એવા તે પાંડવ મુનિઓના ઘણા વર્ષો વ્યતીત થયા. (વહી ગયા.) હવે ઔચિત્યપૂર્વક વિહાર કરતાં તે મુનિઓ કોઈ ઊંચા પર્વતના શિખરની પાસે રહેલી ભૂમિ પર પહોંચ્યા. પૃથ્વીતલે વિહાર કરતાં તેઓના ગુરુ પણ તે જ વનમાં ધર્મદેશના આપતા તેઓએ જોયા. દેવ, મનુષ્યની પર્ષદામાં દ્રાક્ષ જેવી મીઠી વાણી દ્વારા નિર્મળ ધર્મને કહેતા તેમને જોઈને પાંડવ મુનિઓ પણ ત્યાં જ આવ્યા. ગુરુ પણ તેઓને આવેલા જોઈને પ્રીતિ તરંગથી ખુલી ગયેલા લોચનવાળા એકદમ ઉઠીને સામે ગયા. આનંદના અશ્રબ્દથી ભરેલી પાંપણવાળા ગુરુના ચરણકમળમાં મૂકેલા મસ્તકવાળા પાંડવ મુનિઓએ ધર્મઘોષ મુનિવરને વંદન કર્યું. વિકસ્વર થયેલા ગાલ અને આંખવાળા ગુરુએ પણ તે પાંડવ મુનિઓને સુખશાતા પૂછી. પછી ફરીથી પણ પોતાના આસન પર બેસી ગુરુ સર્વ દેવ, મનુષ્ય, પશુવર્ગની આગળ તેવી જ રીતે ધર્મકથા કહેવા લાગ્યા. અર્થાત્ ધર્મદેશના આપવા લાગ્યા. ધર્મઘોષ ગુરુની દેશના પૂર્ણ થયા પછી બધાય સભામાં રહેલા લોક તેમને વંદન કરીને પોતપોતાના સ્થાને ગયા. સભામાં રહેલા પશુવર્ગને જોઈને આશ્ચર્ય પામેલા મનવાળા યુધિષ્ઠિરે મુનિશ્રી ધર્મઘોષ ગુરુને પૂછ્યું: “હે પ્રભો ! જંગલી પશુઓ જે તમારી દેશના સાંભળે છે, તે તમારા આવવાના પ્રભાવથી જ આવે છે અથવા બીજું કોઈપણ કારણ છે ? તે મને પ્રસન્ન થયેલા તમે સર્વ વૃત્તાંતને કહો.” યુધિષ્ઠિર મુનિએ કહેલું સાંભળીને ગુરુએ કહ્યું : “હે યુધિષ્ઠિર નગર, આકર, પુર, પ્રામાદિમાં વિહાર કરતાં આ પર્વત પર સિદ્ધાર્થ દેવે કરેલી સહાયવાળા બલભદ્ર મહામુનિ આવ્યા હતા. તે આ પર્વત ઉપર માસક્ષમણાદિ તપને કરતાં પારણાના દિવસે નજીકમાં રહેલા ગામ, પુર વગેરેમાં ગોચરી લેવા માટે જતા હતા. એક દિવસ માસક્ષમણના પારણે કોઈ ગામમાં પ્રવેશ કરતાં કૂવાના કાંઠા પર રહેલી સ્ત્રીએ બલદેવના રૂપમાં મોહિત થવાથી વ્યગ્ર ચિત્તવાળી થયેલી તેણે ઘડાની ભ્રાંતિથી પુત્રના ગળામાં દોરડાનો પાશ નાખ્યો અને જ્યાં તે પુત્રને કૂવામાં નાખે છે, તેટલામાં બલભદ્ર મુનિએ કહ્યું : For Personal & Private Use Only Page #431 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૮ પાંડવ ચિરત્રમ્ ૩૯૮ ‘હે ભોળી ! તેં આ ઔચિત્ય વિનાનું શું કરવા માંડ્યું છે ?” એમ કહીને તેને તે પાપથી રોકી. તે કારણે બલદેવ મહામુનિએ પોતાના રૂપને નિંદતા આ પ્રમાણેનો અભિગ્રહ કર્યો. કઠિયારા વગેરેએ આપેલા આહાર-પાણી આદિથી પારણું કરીશ, બીજાથી નહિ. એવો વનમાં અભિગ્રહ કર્યો. ત્યારથી લઈને તે જ વિધિપૂર્વક પારણું કરે છે. અત્યંત ઉગ્ર તપને કરતા આ જ વનમાં તે રહ્યા હતા. પછી તે કઠિયારા લોકોએ પોતપોતાના રાજાઓ પાસે જઈને તે મુનિના તપના તેજની પ્રશંસા કરી. ડરી ગયેલા તે રાજાઓ આ પ્રમાણે વિચારે છે કે નક્કી તપને કરતા આ મુનીશ્વર આપણું રાજ્ય ઝડપી લેવા ઇચ્છે છે. તેથી આ મહામુનિને આપણે હણી નાખીએ. એ પ્રમાણે ચિંતવીને તે રાજાઓ સૈન્યો સાથે આવીને તુંગિરિવરને ઘેરી વળ્યા. તેટલામાં બલભદ્રની નિત્ય સેવા કરનારા સિદ્ધાર્થ દેવે ઊંચી છલાંગોને મારતા ક્રોડો સિંહો વિકુર્યા. તેઓથી ત્રાસ પામેલા સર્વ સૈનિકો અને ગભરાઈ ગયેલા તે રાજાઓ તે જ વખતે મુનિને નમીને પાછા વળ્યા. તે દિવસથી લઈને તે બલભદ્ર મુનિનું લોકમાં નૃસિંહ નામ પ્રસિદ્ધ થયું. તે ઉપશમરસમાં નિમગ્ન બલભદ્ર મુનિ તપ કરતાં વનના વાઘ, હરણ, સસલા, સિંહાદિ જીવોને પ્રતિબોધતા હતા. એ રીતે કેટલોક કાળ ચાલી ગયો. તેઓએ પ્રતિબોધિત કરેલા તે જીવોમાંથી કેટલાક શ્રાવક થયા, કેટલાક ભદ્રક (સરળ) ભાવપણાને પામ્યા. કેટલાક સમ્યક્ત્વ પામેલા વનમાં વિચરે છે, કેટલાક દેશવિરતિ, કેટલાકે પાપકર્મને છોડી દીધા, કેટલાકે અનશન સ્વીકાર્યું, કેટલાક કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહ્યા. કેટલાક બલભદ્ર ઋષિના સેવક થયેલા સુશિષ્યોની જેમ સેવા કરે છે. એ પ્રમાણે કાળ જતાં કોઈક હરણને જાતિસ્મરણ જ્ઞાન થયું અર્થાત્ જાતિસ્મરણ પામેલો કોઈક હરણ પૂર્વભવની પ્રીતિથી અત્યંત ભક્તિપૂર્વક સુશિષ્યની જેમ મુનિની ઉપાસના કરે છે. તે વનમાં ભમી ભમીને કઠિયારા, સુથાર વગેરે સાર્થોને જોઈને પ્રણિપાતાદિ, નમસ્કારાદિ સંકેત થકી શુદ્ધ અન્નને (ગોચરીને) આપનારાને બતાવે છે. મહામુનિ પણ તેના ઉપર ઉપકારની બુદ્ધિથી ધ્યાનને પાળીને તેના બતાવેલા રસ્તે સાર્થમાં જઈને તેઓની પાસેથી શુદ્ધ અન્ન (ગોચરી)ને લઈને પંદર ઉપવાસને અંતે, માસક્ષમણને અંતે, બે માસને અંતે પારણું કરે છે. એ પ્રમાણે કાળ પસાર થાય છે - એક દિવસ કોઈક ૨થકાર સાર્થ સાથે તુંગી પર્વતની નજીકમાં રહેલા વનમાં આવ્યો. તે હરણ અહીંતહીં ભમતા સુથારના સાર્થને જોઈને તે સાર્થમાં ફરીને ત્યાંથી નીકળીને બલભદ્ર મુનિની For Personal & Private Use Only Page #432 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૮ ૩િ૯) પાંડવ ચરિત્રમ્ પાસે આવ્યો. ત્યાં સંકેત વડે બલભદ્રને પ્રેરીને આગળ ચાલ્યો. મુનિ ઇચ્છારહિત મનવાળા હોવા છતાં ભિક્ષાર્થ (ગોચરી માટે) ચાલ્યા. તે સુથારના સાર્થમાં બલભદ્ર મુનિ ગયા. સુથાર પણ બલભદ્ર મુનિને જોઈને હર્ષના અશ્રુથી ભરેલી આંખોયુક્ત સામે આવીને દાનના પાંચ પ્રકારના ભૂષણથી ભૂષિત અથવા દાનના પાંચ પ્રકારના દૂષણથી રહિત અન્નપાનાદિ આપવા માટે ઊભો રહ્યો. દાનના ભૂષણ કહે છે. તે આ પ્રમાણે – જેવી રીતે (૧) આનંદના આંસ, (૨) રોમરાજી ઊભી થવી, (૩) બહુમાન, (૪) પ્રિયવચન, (૫) અનુમોદના. આ પાંચ દાનના ભૂષણ છે. દાનના પાંચ દૂષણ - જેમ કે (૧) અનાદર, (૨) વિલંબ, (૩) મુખ ફેરવવું, (૪) અપ્રિય વચન અને (૫) પશ્ચાત્તાપ, આ પાંચેય સારા દાનને દૂષિત કરે છે. એ દાનના અવસરે સુથાર વિચારે છે. હું ધન્ય છું. કારણ કે આ અવસરે ભિક્ષા માટે મારે ઘેર આ મુનિ પધાર્યા છે. ભવસમુદ્રથી હું પાર ઉતરી ગયો છું. એમ વિચારીને ભોજન લઈને ઉપસ્થિત થયેલા તેની સામે બલભદ્ર મુનિ પાત્ર ધરે છે. સુથાર દાન આપે છે, ઊંચા મુખે હરણ સુથારના દાનને જોઈને હર્ષિત થયેલા મનવાળો તે હરણ અનુમોદના કરે છે. જેવી રીતે હર્ષના આંસુથી ભીંજાયેલ નેત્રવાળું હરણ ફરી ફરીને ભાવના ભાવે છે કે જો હું મનુષ્ય હોત તો મુનિ મહારાજને વારંવાર વહોરાવત. એવા પ્રકારની ભાવના જ્યાં ભાવે છે. તેટલામાં ઊંચા ભાવમાં ચડતા તે ત્રણેની ઉપર ઉપરથી અડધું છેદાયેલું અભિઘાતથી હણાયેલું ઝાડ પડ્યું. તેના પડવાના અભિઘાતથી મૃત્યુ પામેલા તેઓ ત્રણેય બ્રહ્મલોકમાં સરખી ઋદ્ધિવાળા દેવો થયા. એ પ્રમાણે તિર્યંચો ને મનુષ્યોને પ્રતિબોધતા એકસો વર્ષનું સંયમ પાળતા તે બલભદ્ર મુનિએ આ પશુઓને પ્રતિબોધિત કર્યા. ત્યારથી લઈને આ જંગલી પશુગણ શાન્ત મનવાળા થયા છે.” તે ધર્મઘોષ મુનિની આ પ્રમાણે વાણી સાંભળીને પાંડવ મુનિઓ વિષાદ અને ક્લેશથી ભરેલા આત્માને આ પ્રમાણે કહે છે. આવા પ્રકારના અદ્વિતીય ચારિત્રથી પવિત્ર આત્મા બલભદ્ર મુનિને અત્યંત ભાગ્યહીન એવા અમોએ વંદન કર્યા નહિ. હા ! અમને ધિક્કાર હો. અહો ! જે બલભદ્ર મુનિની કથા પણ કાનને અમૃત તુલ્ય લાગે છે. વિશ્વનું કલ્યાણ કરનારા તે મહામુનિને વંદતાં (વંદન કરવાથી) કર્મકાદવ કેમ દૂર ન થાય ? હવે આપણે નેમિજિનના ચરણકમલને વંદન કરીએ. તે જિનેશ્વર બહુ ભાગ્યે મળનારા ક્યારેક પુણ્યથી મળે છે. ત્યારે તો અમારા સર્વ પાપની તિલાંજલિ (દૂર) થશે જ. For Personal & Private Use Only Page #433 -------------------------------------------------------------------------- ________________ પાંડવ ચરિત્રમ્ ૪િ૦૦). સર્ગ - ૧૮ અમે પહેલાં દીક્ષા લઈને પણ કૃતકૃત્ય થયા છીએ. પછી ત્રણેય જગતને વંદન યોગ્ય ભગવાન હાલમાં ક્યાં છે, તે જાણવા માટે ધર્મઘોષ મુનિને પૂછ્યું: “હે ભગવન્! હમણાં શ્રી નેમિજિન ક્યાં વિચરે છે?” ગુરુએ કહ્યું: “હે પાંડવ સાધુઓ ! ભગવાન નેમિજિન આર્ય-અનાર્ય દેશમાં ક્રમપૂર્વક વિહાર કરીને પોતાનો નિર્વાણનો સમય નજીકમાં જાણીને દેવ, મનુષ્યના સમૂહથી પરિવરેલા હાલમાં શ્રી રૈવતગિરિને અલંકૃત કરે છે.” એવી ગુરુની વાણી સાંભળીને જગવંદ્ય નેમિનિને વંદન માટે ઉત્સાહિત થયેલા પાંડવ મુનિઓએ ગુરુને કહ્યું : “હે પ્રભો ! આપની સહાયવાળા (મદદથી) અમે શ્રી નેમિજિનને વંદન કરીએ છીએ (કરવા ઇચ્છીએ છીએ) અભાગ્ય (અભાગી) એવા અમે દીક્ષા લીધા પૂર્વે પ્રભુને વંદન કર્યા નથી.” પછી તે પાંડવ મુનિઓએ ગુરુની સાથે શ્રી નેમિનિને વંદન કરવા માટે રૈવતગિરિ (ગિરનાર પર્વત) તરફ પ્રયાણ કર્યું. ભગવાનના દર્શન માટે અત્યંત ઉત્સાહિત થયેલા તેઓ રસ્તામાં વિશ્રામ લીધા વિના (અટક્યા વિના) આગળ વધતા માસક્ષમણના પારણે હસ્તિકલ્પપુરમાં આવ્યા. પછી તે નગરમાં સાથે પ્રવેશ કરેલા ધર્મઘોષસૂરિ નામના ગુરુને નમસ્કાર કરી પારણાના દિવસે આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી. હે પ્રભો ! આપે આ પહેલાં કહ્યું હતું કે અહીંથી રૈવતગિરિ બારયોજન દૂર છે. આથી અમે આપની આજ્ઞાથી જિનેશ્વરના દર્શન થયા પછી સવારે પારણું કરશું. ગુરુએ કહ્યું : “ભલે એમ કરજો.” ત્યારે પાંડવ મુનિઓ તે દિવસે ત્યાં જ રહ્યા. ત્યાં રહેલા તેઓ ગિરનારનો રસ્તો જોતાં શ્યામ થયેલા મુખ કમલવાળા લોકોને આવતા જોઈને કંઈક આશ્ચર્ય પામેલા પાંડવો જ્યાં ઊભા રહ્યા, તેટલામાં કરમાઈ ગયેલા મુખવાળા આકાશમાં જતા કોઈક ચારણ મુનિ ધર્મઘોષ ગુરુની પાસે આવ્યા. આવીને ધર્મઘોષ મુનિને પ્રણામ કર્યા. પછી પાંડવ મુનિઓએ ભગવાનનું સ્વરૂપ (સમાચાર) પૂછ્યું અને વિશિષ્ટ બુદ્ધિવાળા ચારણ શ્રમણ મુનિએ કહ્યું: “ભગવાન નેમિજિન પોતાનો નિર્વાણ સમય નજીકમાં જાણીને ગિરનાર પર્વત ઉપર સહસાગ્ર વનમાં સમવસર્યા છે. ત્યાં ચારે નિકાયના દેવોએ સ્વામિનું અંતિમ સમવસરણ રચ્યું છે. ત્યાં તે ચારે દિશાઓમાં ઘણા માણિક્યથી શોભતા ચાર સિંહાસનો વિદુર્ગા (રચ્યા-બનાવ્યા). તે સિંહાસનમાં પૂર્વદિશા તરફ સ્વામિ બેઠા. પછી ત્રણે દિશામાં વ્યંતરદેવોએ સ્વામિના જેવા રૂપવાળી ત્રણ પ્રતિમાઓ વિદુર્વા (બનાવી) ને સ્થાપી. પછી વિશ્વ ઉપર ઉપકાર કરવાની ઇચ્છાથી અંતિમ (છેલ્લી) રૈવતાચલના મહિમાને બતાવતી લાંબાકાળ સુધી ધર્મદેશનાને આપવી શરૂ કરી.” શત્રુંજય તીર્થની સ્પર્શના, ગિરનાર પર્વતને (રેવતાચલને) નમન અને ગજપદકુંડમાં જે સ્નાન કરે છે. તેને ફરી જન્મ લેવો પડતો નથી. For Personal & Private Use Only Page #434 -------------------------------------------------------------------------- ________________ ૪૦૧ પાંડવ ચરિત્રમ્ પરમાત્માના ચરણકમળથી પવિત્ર ધયેલી રૈવતાચલની રજ (ધૂળ) જલશુદ્ધ ક૨ના૨ કતકચૂર્ણની જેમ પવિત્ર કરે છે. સર્ગ - - ૧૮ જલ સ્થલ અને આકાશમાં ઉડનારા જે વો અહીંયા (આ પર્વત ૫૨) રહે છે. અથવા પર્વતને સ્પર્શ કરે છે. તેઓ ત્રણ ભવમાં મુક્તિ પામે છે. આ પર્વત પર વૃક્ષો, પત્થરો, ભૂમિ, વાયુ, પાણી અગ્નિના જીવો, ચેતના વિનાના (જડજેવા) રહેલ હોવા છતાં પણ કેટલાક દિવસોમાં તેઓનું પણ કલ્યાણ થાય છે. જેવી રીતે પારસમણિના સ્પર્શથી લોખંડ સોનાપણાને પામે છે. તેવી રીતે આ પર્વતના સ્પર્શથી શરીરધારી ચિદાનંદરૂપ બને છે. (પામે છે.) એ પ્રમાણે રૈવતાચલનું માહાત્મ્ય સમજાવતાં પ્રભુની અંતિમ દેશના સાંભળીને કેટલાકે સંયમવ્રત અંગીકાર કર્યું, કેટલાકે શ્રાવકપણું લીધું, કેટલાક ભદ્રપરિણામી થયા. એવા પ્રકારની અંતિમ દેશના આપી. પછી દેશના પૂર્ણ થતાં શ્રી નેમિજિનસ્વામિએ પર્વતના શિખર ઉપર પાંચસોને છત્રીસ (૫૩૬) સાધુઓ સાથે એક મહિનાનું પાદપોગમન અનશન સ્વીકાર્યું. પછી શ્રાવણ (ગુજરાતી અષાઢ) કૃષ્ણની (વદની) અષ્ટમી દિને ચિત્રાનક્ષત્રમાં ચંદ્રનો યોગ થતાં તે સાધુઓથી પરિવરેલા સકલ કર્મક્ષય કરીને સ્વામિ નેમિ જિનેશ્વર મોક્ષે ગયા. કુમાર અવસ્થામાં ૩૦૦ (ત્રણસો) વર્ષ ગૃહવાસમાં રહીને, ૫૪ (ચોપન) દિવસ છદ્મસ્થપણામાં ભૂતલપર વિચરીને, ચોપન દિવસ ઓછા ૭૦૦ (સાતસો) વર્ષ કેવલીપણામાં ભવ્યજનોને પ્રતિબોધ આપીને નેમિજિન આવ્યાબાધ (નિર્વાણપદ) મોક્ષને પામ્યા. ત્યારે જ કૃષ્ણની આઠરાણીઓ અને બીજાપણ સાધુ-સાધ્વી રાજીમતિ વગેરે ઘણા શિવ એટલે મોક્ષપદને પામ્યા. પ્રભુની માતા શિવાદેવી, આદિ પિતા સમુદ્રવિજયયાદિ, બીજાપણ દશાર્હો સ્વામિની સાથે મૃત્યુ પામી દેવ થઇને આવ્યા. ત્યારે ઇન્દ્રની આજ્ઞાથી ધનદે (કુબેરે) શિબિકા બનાવી. પછી બધાય દેવેન્દ્રોએ વિધિપૂર્વક જિનેશ્વરની પૂજા કરી. પ્રભુના શરીરને વસ્ત્ર આભૂષણથી શણગારીને તે શિબિકામાં મૂક્યું. તે પછી સુરેન્દ્રોએ ઉપાડીને તે વનમાં જ નૈઋત્ય દિશામાં રતની શિલા ઉપર ગોશીર્ષ ચંદનની ચિતા બનાવી તે ચિત્તામાં પ્રભુનો દેહ સ્થાપીને સુરોની સાથે ઇન્દ્રે અગ્નિસંસ્કાર કર્યો. તે પછી અર્ધ બળેલી પ્રભુની ચિતાને દેવોએ ક્ષીરોદધિના પાણીથી બૂઝવીને યથાયોગ્ય પ્રભુના અસ્થિ આદિ ગ્રહણ કર્યા. તે અગ્નિના સંસ્કારથી પવિત્ર થયેલી રત્નશિલાપર સૌધર્મેન્દ્ર શ્રી નેમિનાથ (પ્રભુ)નું મંદિર બનાવ્યું. તે જિનમંદિરમાં શ્રી નેમિનાથની રત્નની પ્રતિમા સ્થાપીને તે પ્રતિમાને સારી રીતે નમસ્કાર કરીને અશ્રુવાળા નેત્રો સાથે દેવ, દેવેન્દ્ર, નરેન્દ્રો (રાજાઓ) આદિ પોતપોતાને સ્થાને ગયા. વિદ્યાધર મુનિના For Personal & Private Use Only Page #435 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૮ પાંડવ ચિરત્રમ્ ૪૦૨ મુખથી દુઃખે કરી સાંભળી શકાય તેવી વાણી સાંભળીને પાંડવ મુનિઓ કંઈક દુઃખમયી અવસ્થાને પામ્યા. અહો ! અમારૂં એવા પ્રકારનું ભાગ્ય નથી કે સ્વામિની સાથે અમારો મેળાપ થાય. બલભદ્ર સાથે મેળાપ થયો નહિ. સ્વામિની સાથે પણ મેળાપ ન થયો. આ સંસારમાં તેઓ જ ધન્ય છે. પ્રભુના હાથે જેઓનો પવિત્ર દીક્ષા ઉત્સવ થયો છે અને જેઓએ થાક્યા (કંટાળ્યા) વગર સ્વામિના વચનરૂપ અમૃતને પીધું છે. તે જ પુરુષો ધન્ય પુરુષોમાં પણ ધન્ય છે. અભિનંદનને પાત્ર છે. વળી તેઓ લોકોમાં પણ અત્યંત પ્રશંસનીય છે. જેઓ પ્રભુની સાથે નિર્વાણપદને પામ્યા છે. અમે અધન્ય છીએ. સ્વામિના દર્શનને પામ્યા નથી. કહ્યું છે કે ભાગ્યહીનોના મનોરથો (વાંછિત) ફલતા નથી. અમોએ દુસ્તર અભિગ્રહ કર્યો છે. કે પ્રભાત થયે સ્વામિના દર્શન કર્યા પછી માસક્ષમણનું પારણું કરીશું. એ પ્રમાણે અમે કહ્યું છે. તેથી હવે આ જન્મમાં પારણાથી સર્યું. એટલે કે પારણું નહિ કરીએ, એમ વિચાર કરીને પાંચેય પાંડવ મુનિઓ આ પ્રમાણે વિચાર કરે છે. ખરેખર, અહીંથી જ નજીકમાં રહેલા પર્વતોમાં ઉત્તમોત્તમ શ્રી વિમલાચલે (સિદ્ધાચલ ૫૨) શ્રી ધર્મઘોષ ગુરુની આજ્ઞા લઈ અનશન કરીશું. કહ્યું છે કે :– જેવી રીતે મલયાચલમાં બીજા પણ વૃક્ષો ચંદનપણાને પામે છે. એટલે કે સુગંધિત બને છે, તેવી રીતે આ સિદ્ધાચલ પર પાપી એવા પ્રાણીઓ પણ પૂજ્યપણાને પામે છે. પૂર્વે અહીંથી જ સંપૂર્ણ કર્મનો ક્ષય પામેલા (કરીને) પુંડરિકાદિ ક્રોડો મુનિઓએ મોક્ષપદને પ્રાપ્ત કર્યું છે. અર્થાત્ મુક્તિમાં ગયા છે. તેથી આ સર્વ તીર્થોમાં મહાન તીર્થ છે. તેથી તે અમને પણ હાલમાં ઇચ્છિત અર્થની સિદ્ધિ માટે થાઓ. એમ વિચારી તે બધાય ગુરુની સાથે પર્વતોમાં ઇન્દ્ર સમાન તે વિમલાચલ પર ચડ્યા. કહ્યું છે કે :– ‘દુઃસાધ્ય એવા પણ કાર્યમાં ઉત્તમ વિચારવાળા મહાપુરુષો ધીમા, ઢીલા કે મંદ પડતા નથી.” હવે તે ગિરિના શિખર પર તે પાંડવોએ ધર્મઘોષસૂરિની પાસે આરાધનાની વિધિ કરીને અનશન અંગીકાર કર્યું. ધર્મઘોષ ગુરુ તે પાંડવ મુનિઓના નિર્યામક થયા. ધર્મઘોષ મુનિથી નિર્યામણા કરાયેલા સમતારસમાં એકચિત્ત (લીન) થયેલા પાંડવો લોક અને અલોકને બતાવનાર એવું પરમ શ્રેષ્ઠ કેવલજ્ઞાનને પામ્યા. પછી દેવ, મનુષ્યની પર્ષદામાં મુહૂર્તમાત્ર વિશુદ્ધ ધર્મને ઉપદેશી ક્ષણમાત્ર અયોગી ગુણસ્થાનકને સ્પર્શી અક્ષય સુખપ્રદ મુક્તિપદ (સુખ)ને પામ્યા. For Personal & Private Use Only Page #436 -------------------------------------------------------------------------- ________________ સર્ગ - ૧૮ પાંડવ ચરિત્રમ્ કહ્યું છે કે :- અનુક્રમે ઘાતિકર્મોને ખમાવીને અને માતાની સાથે સમયમાત્રમાં અંતકૃત કેવલજ્ઞાનના પ્રકાશવાળા બનેલા તે પાંડવોએ મુક્તિમહેલનો આશ્રય કર્યો. પાંડવોની પાછળ અનંત ચતુષ્યને પ્રાપ્ત કરેલા બે હજારને પાંચશો મુનિઓ શિવસઘને પામ્યા. અત્યંત પુણ્યશાળી દ્રૌપદીએ પાંચમો દેવલોક પ્રાપ્ત કર્યો અને બીજા મુનિઓમાં પણ કેટલાક મુનિઓએ સ્વર્ગ અને કેટલાક મુનિઓએ મોક્ષને પ્રાપ્ત કર્યું. હવે નારદ દેવમુનિએ, દ્વારકાનો દાહ અને નેમિનાથનું નિર્વાણ સાંભળીને તે જ શ્રી શત્રુંજયની ટોચે ભવનાશક અનશન સ્વીકાર્યું. પછી ચારનું શરણ લઈને ચાર મંગલનું પણ હૃદયમાં ધ્યાન ધરીને મન, વચન અને કાયાની શુદ્ધિ વડે ચાર કષાયોને ત્યજીને સમ્યક્ત અને ભાવચારિત્રને સ્વીકાર્યું. ચાર પ્રકારના ધર્મનો આશ્રય કરતાં ચોથા ધ્યાનમાં રહેલા શુક્લધ્યાનનો ચોથો અંશ પામીને નારદ મુનિ પંચમી ગતિ (મોક્ષ)ને પામ્યા. તેની પાછળ નિર્મળ અનશનથી પવિત્ર બનેલી દ્રૌપદી અનશનપૂર્વક વિધિવત્ મૃત્યુ પામીને પાંચમા દેવલોક (બ્રહ્મલોક)માં દેવપણું પામી. યાને દેવ બની. તે ગિરિના શિખર પર તે પાંડવ મુનિઓનો નિર્વાણ ઉત્સવ દેવોએ કર્યો. જેમ કે દેવોએ કલ્પવૃક્ષના કાષ્ટના અગ્નિ વડે ભક્તિપૂર્વક તે તે પ્રકારની વિધિ સાચવીને, તે શરીરધારીઓનો અગ્નિસંસ્કાર કર્યો અને જગતને ઇચ્છિત તે પર્વતની ટોચ પર નૃત્ય કરતી દેવાંગનાઓના સંગીતયુક્ત નિર્વાણ મહિમાને બતાવતો મહોત્સવ કર્યો. આ પાંડવ ચરિત્ર મહાશાસ્ત્ર છે. કારણ કે એકપણ મહાત્માનું ચરિત્ર જે શાસ્ત્રમાં હોય છે, તે કલ્યાણના ઘરરૂપ મહાશાસ્ત્ર કહેવાય છે. જે શાસ્ત્રમાં શ્રી નેમિ, હરિ (કૃષ્ણ) પ્રતિવાસુદેવ, બલભદ્ર, પાંડવો, કૌરવો, ભીખ, કર્ણ, કૃપા આદિ મહાપુરુષોનું વર્ણન કર્યું છે, તેનું શું કહેવું? તેની શી વાત કરવી ? છઠ્ઠું અંગ ઉપનિષત્રિષષ્ટિ ચરિત્રાદિ જોઈને કુતૂહલથી આ પાડુપુત્ર પાંડવોનું ચરિત્ર મેં વર્ણવ્યું છે, તેમાં અજ્ઞાનરૂપ અંધકારને વશ કંઈ ઉસૂત્ર લખાયું હોય તો મારા ઉપર ઉપકારની બુદ્ધિથી પંડિતજનોએ શુદ્ધિ કરવી. આ પ્રમાણે શ્રીમત્તપાગચ્છાધિરાજ ભટ્ટારક શ્રી શ્રી શ્રી હીરવિજયસૂરિ પટ્ટાલંકાર સંપ્રતિ વિજયમાન ભટ્ટારક શ્રી વિજયસેનસૂરિ રાજ્ય પંડિત દેવવિજય ગણિએ રચેલું સુંદર ગદ્યબધા શ્રી પાંડવ ચરિત્રને વિષે પાંડવ દીક્ષા ગ્રહણ, શ્રી નેમિનાથનું નિર્વાણ પાંડવ મોક્ષગમન અને ગ્રંથપ્રશસ્તિ નામનો અઢારમો સર્ગ સમાપ્ત થયો. ઈતિ શ્રી પાંડવ ચરિત્ર સમાપ્ત. For Personal & Private Use Only Page #437 -------------------------------------------------------------------------- ________________ પ્રશક્તિ સ્વસ્તિ શ્રીમત્તપાગચ્છ ભટ્ટારક ઈન્ટ ગુણથી શોભતા શ્રી વિજયદાનસૂરીશ્વર તેમના શિષ્ય ગુણશાળીઓમાં અગ્રિમ શ્રી રાજવિજયસૂરિ જય પામો. તેમના શિષ્ય શ્રેષ્ઠ પંડિતપદને પામેલા દેવવિજયે ... ૧૬૬૦ના મહા માસની સુદ-બારસ અને ગુરુવારના દિવસે અહમદાવાદમાં જિર્ણ થયેલું પાંડવ ચરિત્ર અને શત્રુંજય માહાત્મ અને તેવી રીતે નળચરિત્ર શાસ્ત્રને જોઈને ભાવાર્થ વિચારીને સરળ હોવાથી ગદ્યમય પાંડવ ચરિત્રને પોતાને અને બીજાઓને પણ સુખપૂર્વક એટલે કે સહેલાઈથી સમજી શકાય અને ઉપકારક બને, તેથી મનોહર શબ્દયુક્ત વિસ્તારથી રચ્યું છે. છઘસ્થપણાના કારણે જે કાંઈ વ્યાકરણ, આગમથી વિરૂદ્ધ લખાયું હોય તો અહીંયા પરોપકારની એક બુદ્ધિરૂપ ધનવાળા ગીતાર્થોએ તેની શુદ્ધિ કરવી. વાચકો (ઉપાધ્યાયો)માં મુગટ સમાન, ગુરુઓમાં ચંદ્રસમાન શ્રી શાંતિચંદ્ર ઉપાધ્યાયના શિષ્ય પંડિત રત્નચંદ્ર પોતાની બુદ્ધિ વડે સંશોધન કરેલું આ પુસ્તક જ્યાં સુધી ચંદ્ર અને સૂર્ય છે, જ્યાં સુધી સાતપુડા પર્વતો છે અને તપાગચ્છ છે, ત્યાં સુધી જયને પામો. ઇતિ પ્રશસ્તિ. For Personal & Private Use Only Page #438 -------------------------------------------------------------------------- ________________ Serving Jin Shasan 151361 gyanmandir@kobatirth.org KIRIT GRAPHICS - 09898490091