SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૪ પાંડવ ચરિત્રમ્ ७८ કરતી ભિક્ષા માટે આવી. તે સુકુમાલિકાને શુદ્ધ અન્ન-પાણી વ્હોરીને ગોપાલિકા સાધ્વીઓએ લાભ આપ્યો. પછી તેઓની પાસેથી ધર્મને સાંભળીને વૈરાગ્ય પામેલી તેણે દીક્ષા લીધી. દીક્ષા લીધેલી એવી તેણી છઠ્ઠ, અક્રમ આદિ તપ કરવા પૂર્વક સાધ્વીઓ સાથે વિહાર કરે છે. એ પ્રમાણે દિવસો પસાર થાય છે. એક દિવસ તે સુકુમાલિકાએ ગોપાલિકાઓને કહ્યું : “આપની આજ્ઞાથી હું સુભૂમિભાગ ઉદ્યાનમાં જઈને ઉભી રહીને સૂર્યની સામે દૃષ્ટિ રાખી આતાપનાને લહું ?’ ત્યારે ગોપાલિકા સાધ્વીએ સુકુમાલિકાને કહ્યું : “હે વત્સ ! હે વિનિતા ! આગમમાં ક્યાંય પણ સાધ્વીઓને આતાપના વસતિ (ઉપાશ્રય)થી બહાર કહી નથી. આથી તું પણ ઉપાશ્રયની અંદર રહીને આતાપનાને ક૨ (લે).” એમ કહ્યું છતાં પણ તેણે ગોપાલિકાના તે વચનોને અવગણીને તે ઉદ્યાનમાં ગઈ. ત્યાં જઈને જ્યાં સૂર્યની સામે આતાપના કરે છે. તેટલામાં તે ઉદ્યાનમાં એક દેવદત્તા નામની ગણિકા દિવ્ય સ્વરૂપવાળી દિવ્ય વસ્ત્રો પહેરેલી, દિવ્ય શણગારવાળી, ગણિકાના ૬૪ (ચોસઠ) કલારૂપ ગુણોવાળી, એક પુરુષે પોતાના ખોળામાં રાખેલી, બીજા પુરુષના ખોળામાં પોતાના પગ રાખેલી, ત્રીજા પુરુષે માથા પર ધરેલા છત્રવાળી, બે પુરુષોથી વિંઝાતા ચામ૨વાળી, એ પ્રમાણે પાંચ પુરુષોથી સેવાતી એવી તેણે તેઓ સાથે દેવીની જેમ સુખનો અનુભવ કરતી જોઈ. અપૂર્ણ ભોગની ઇચ્છાવાળી સુકુમાલિકાએ આ પ્રમાણે નિયાણું કર્યું કે જો મારા આ તપનું ફલ હોય તો ભવાંતરમાં હું પાંચ પતિવાળી બનું ! એ પ્રમાણેનું નિયાણું કરીને પોતાના આશ્રયસ્થાને (ઉપાશ્રયે) આવી. ત્યાં શરીરમાં વાયુનો પ્રક્ષેપ થયો. હાથ, પગ, મુખ, બગલ, શરીર, સ્તનો, છાતી અને જાંઘને વારંવા૨ સાફ (ધોતી) કરતી એવી તેને સાધ્વીઓએ અટકાવી (વારી) તો પણ તે પાછી ન ફરી (અટકી નહિ). માત્ર સાધ્વીઓ ઉપર દ્વેષ કરતી આ પ્રમાણે ચિંતવતી હતી. પૂર્વે હું ઘરમાં હતી ત્યારે આ સાધ્વીઓની માનીતી હતી, અત્યારે તેઓ સાધ્વી થયેલી એવો મારો તિરસ્કાર કરે છે. આ પ્રમાણે વિચારીને બીજી વસતિ (સ્થાન)માં રહી. સ્વચ્છંદપણે વર્તનારી તે સુકુમાલિકાએ લાંબા સમય સુધી વ્રતનું પાલન કર્યું. અંતે આઠ માસની સંલેખના કરીને અંતે સમાધિપૂર્વક મરીને કરેલા નિયાણાની આલોચના કર્યા વિના સૌધર્મ દેવલોકમાં નવ પલ્યોપમના આયુષ્યવાળી સાધારણ દેવી પણે ઉત્પન્ન થઈ. ત્યાંથી ચ્યવીને તે આ દ્રૌપદી રૂપે ઉત્પન્ન થઈ. પૂર્વે નિયાણું કરવાના કારણે જ એના આ પાંચ પતિ થયા છે, તે જાણવા. આમાં કાંઈ આશ્ચર્ય નથી. કારણ કે સિદ્ધાંતમાં (આગમમાં) નવ પ્રકારના પાપના નિયાણા કહ્યા છે, તે આ પ્રમાણે છે... રાજા, શેઠ, સ્ત્રી, પુરુષ, પરપ્રવિચાર, સ્વપ્રવિચાર, અલ્પરત દેવ, દરિદ્ર અને શ્રાવક... આ નવ નિયાણા છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy