SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૭. સર્ગ - ૪ પાંડવ ચરિત્રમ્ સુકુમાલિકાને રડતી જોઈને પૂછ્યું: “હે સ્વામિની ! શા માટે રડો છો?” તેણીએ કહ્યું : “સાગર ચાલ્યો ગયો છે. તેથી રડું છું.” ત્યારે દાસીએ ઝટ જઈને સુભદ્રાને કહ્યું: “સુભદ્રાએ પણ પોતાના પતિ સાગરદત્તને જણાવ્યું (વાત કરી). તેથી સાગરદન જિનદત્તના ઘેર તે વાત જણાવવા માટે ગયા. ત્યાં જઈને જમાઈને ઉપાલંભ આપ્યો. તે ઉપાલંભ સાંભળીને જિનદત્ત ઉપરના માળે પુત્ર પાસે ગયા. ત્યાં જઈને પુત્રને કહ્યું : “હે વત્સ ! તે સારું કર્યું નહિ. તે મારા વચનથી વિરૂદ્ધ કર્યુ છે. ઘરજમાઈ પણું માનીને જલ્દી જ આજે જ પાછો કેમ આવ્યો? તો હમણાં જ જલ્દી પાછો જા.” મારા વચનને માન. તેણે કહ્યું : “હે તાત ! તેના અંગનો સ્પર્શ (સંગ) સળગતા અંગારની જેમ સહન કરી શકાય તેમ નથી. આથી ત્યાં નહિ જાઉ આવા પ્રકારની અધમ સ્થિતિ સાગરદત્તે સાંભળીને ખેડવાળા મનથી પોતાના ગૃહે ગયો. પછી પોતાના ખોળામાં સુકુમાલિકા પુત્રીને લઈને કોમળ વાણીથી સાગરદત્તે આ પ્રમાણે કહ્યું : “હે વત્સ ! કોઈપણ કારણે તારો પતિ સાગરદત્ત તારા વિષે વિરક્ત થયો છે. હવે તું કોઈપણ જાતની ચિંતાને કરીશ નહિ–ન કર.” હું તારો બીજો કોઈપણ પ્રેમમાં આસક્ત ભરથાર કરીશ. - હવે એક વખત ઝરૂખામાં બેઠેલા સાગરદત્તે લંગોટી પહેરેલો અને હાથમાં ચપ્પનીયું લઈને માખીથી ઘેરાયેલા દ્રમક નામના એક ભિક્ષુકને જોયો. સાગરદત્ત જલ્દી ભિક્ષુકને બોલાવીને સુગંધિ પાણીથી નવરાવીને, સુગંધી ચંદનનો લેપ કરીને, દિવ્ય કપડાં પહેરાવીને સુકુમાલિકાની પાસે લઈ જઈને આ પ્રમાણે કહ્યું. “આ મારી પુત્રી સુકુમાલિકા હું તને આપું છું, એની સાથે મારી લક્ષ્મીને ભોગવતાં સુખપૂર્વક રહે.” તે સાંભળીને તે ભિક્ષુક તેની સાથે શયનખંડમાં આવ્યો. જ્યાં તેની સાથે પલંગમાં બેઠો અને તેના અંગનો સ્પર્શ કરે છે, તેટલામાં તેનું શરીર સળગતા અંગારા જેવું લાગ્યું, તે પણ તેવી જ રીતે એકદમ ઉઠીને પોતાના ઘરનું ઠીકરું (ચપ્પણીયું) આદિ ભિક્ષુક વેશને લઈને નાસી ગયો. પુત્રીની નિદ્રા ચાલી જતાં દ્રમુકને ગયેલો જાણીને રોતી એવી તેને જોઈ. પિતા બોલ્યો : “હે પુત્રી ! તું રડ નહિ, તારા આ પૂર્વનાં કર્મો ઉદયમાં આવ્યા છે. તું તારા કરેલા કર્મને ભોગવ..” જેવી રીતે ભૂમિમાં પડેલું બીજ અંકુરાથી અનુમાન કરાય છે, મનુષ્ય પોતાના જ કર્મથી નીચે કે ઉપર જાય છે (ચડે છે). જેમ કૂપ ખોદનારો નીચે નીચે જાય છે અને પ્રાસાદનો કરનારો ઉપર જાય છે (ચડે છે), તેવી રીતે સુખ અને દુઃખથી પૂર્વના ધર્મ અને અધર્મનો નિશ્ચય કરાય છે. એ પ્રમાણે કર્મવિપાકના દુઃખને જાણીને શાંત થયેલી સુકુમાલિકા ધર્મમાં રત બનીને દાનને આપતી પિતાના ઘરે રહી છે. હવે એક દિવસ તેના ઘરે ગોપાલિકા નામની સાધ્વીઓ ભ્રમણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy