SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૯ ૨૩૭ પાંડવ ચરિત્રમ્ હે પ્રભો ! અમારા ઉપર અનુગ્રહ કરીને આ નિર્દોષ યોગ્ય (કલ્પનીય) આહારને ગ્રહણ કરો. કારણ કે મહાપુણ્ય થકી નિર્ધનને પણ નસીબ યોગે નિધિ પ્રાપ્ત થાય છે. મુનિએ પણ દ્રવ્યાદિ વડે શુદ્ધ આહાર જાણી નિસ્પૃહી હોવા છતાં પણ તેની પાસેથી અશન, પાન, આહારને લીધો. તે સમયે ત્યાં દેવે પંચ દિવ્ય કર્યા. આ પ્રમાણે : આકાશમાં દેવોએ દુંદુભિ વગાડી, પછી દેવોએ વસ્ત્રની વૃષ્ટિ કરી, પછી સુવર્ણની વૃષ્ટિ કરી, પછી સુગંધિ જલની વૃષ્ટિ કરી, પછી પુષ્પવૃષ્ટિ દેવોએ કરી. એમ પાંચ દિવ્યો પ્રગટ કર્યા. અશનાદિક આહાર ગ્રહણ કરી મુનિ પોતાના સ્થાને ગયા. હવે આકાશમાં રહેલા કેટલાક દેવો બોલ્યા : “હે પાંડવો ! તમારા પાપો નાશ પામ્યા છે અને બાર વર્ષ પૂરા થયા છે. હવે તેમા વર્ષે વેશ પરિવર્તન કરી વિરાટ નગરે રહેવું. ત્યાં તમને સંપદાની પ્રાપ્તિ થશે.” એમ કહીને સમ્યગ્દષ્ટિ દેવતા પોતાના સ્થાનમાં ગયા. પાડુપુત્રોએ સાધુ ભગવંતને દાનરૂપ પુણ્યમય પહેલું પારણું કર્યું. પછી દેહને આધાર નિમિત્ત અન્નવાળું શરીરની સ્થિતિને કરનારું પારણું કર્યું. પારણા કરનારા પાંચેય પાંડવોએ કેટલાક દિવસ ત્યાંજ રહીને દેવ-ગુરુ-ધર્મની સેવામાં રત વિરાટનગર તરફ જવાનો વિચાર કર્યો. આ પ્રમાણે શ્રીમત્તપાગચ્છાધિરાજ ભટ્ટારક શ્રી હીરવિજયસૂરિ પટ્ટાલંકાર ભટ્ટારક શ્રી વિજયસેનસૂરિના સામ્રાજ્ય પંડિત દેવવિજય ગણિ રચિત ગદ્યબદ્ધ સુંદર પાંડવ ચરિત્રમાં દુર્યોધનને છોડાવવાનો અને કૃત્યારાક્ષસીના ઉપસર્ગને પાછો વાળવાના નામનો નવમો સર્ગ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy