SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્ય તપસ્વી ધન્ય શાસન રત્ન “અભિનંદન હૈ જ્યોતિર્મય કિરણકા, અભિનંદન હૈ તુમ્હારે અમૃતમયી શરણકા, સ્વર્ગ બન જાતી હે મિટ્ટી જિન્હ છૂકરઅભિનંદન હૈ તુમ્હારે મંગલમય ચરણકા !” જન્મ : વિ.સં. ૧૯૯૨, શ્રાવણ વદી-૧૦, તા. ૧૨-૮-૧૯૩૬, રાધનપુર, ગુજરાત. દીક્ષા : વિ.સં. ૨૦૨૫, માગશર સુદિ-૪, તા. ૨૨-૧૧-૧૯૬૮, વાપી, ગુજરાત. ગુરુ : દક્ષિણકેશરી આચાર્યદેવ શ્રી સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ.સા. વડી દીક્ષા : વિ.સં. ૨૦૨૫, જયેષ્ઠ વદી-૧૧, ચીકપેટ, બેંગ્લોર. દાતા : પ.પૂ. જયંતસૂરીશ્વરજી મ.સા., અને તીર્થપ્રભાવક પ.પૂ.વિક્રમસૂરીશ્વરજી મ.સા. ઉપાધ્યાય પદઃ વિ.સં. ૨૦૫૯, મહા સુદિ-૧૨, તા. ૧૪-૨-૨૦૦૩, મૈસૂર. દાતા : દક્ષિણકેશરી, આચાર્યદેવ શ્રી સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ.સા. આચાર્યપદ : વિ.સં. ૨૦૫૯, યેષ્ઠ સુદિ-૧, તા. ૧-૬-૨૦૦૩, શ્રી સિદ્ધાચલ સ્થૂલભદ્રધામ, દેવનહલ્લી, કર્ણાટક. દાતા : દક્ષિણકેશરી, આચાર્યદેવ શ્રી સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ.સા. શ્રી લબ્લિવિક્રમ સ્થૂલભદ્ર પટ્ટાલંકાર, શ્રી સંકટમોચન પાર્થભૈરવતીર્થ સ્થાપક વર્ધમાનતપોનિધિ, શાસનપ્રભાવક, કવિરત્ન પૂ.આ. દેવ શ્રી કલ્પયશસૂરીશ્વરજી મ.સા.નો જન્મ રાધનપુર ગામમાં થયો છે. કવિકુલકિરીટ પૂ.આ.શ્રી લબ્ધિસૂરીશ્વરજી મ.સા.એ રાધનપુરને આરાધનાપુર” કહી રાધનપુરની જનતામાં હર્ષની લાગણી ઉત્પન્ન કરી હતી અને ત્યાં જે ધર્મની જ્યોત પ્રજ્વલિત થઈ રહી હતી તેના તેઓ સાક્ષીરૂપ હતા. અહીં ૨૫-૨૫ જિનમંદિરોની હારમાળાની રોનક આજે પણ આકર્ષણનો નમૂનો બની ઊભી છે. અનેક ઉપાશ્રયોથી રાધનપુર નગરી સુશોભિત છે. કહેવાય છે કે આ ધરતીના કણ-કણમાં સુવાસ ફેલાયેલી છે અને એ સુવાસ માના પ્રેમની છે. જ્યાં માતા પ્રેમનું સિંચન કરે ત્યાં એનો લાડકો દીકરો ધ્રુવતારાની જેમ જગત આખાનો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy