________________
પાંડવ ચરિત્રમ્
૩િ૨૦
સર્ગ - ૧૩ તેવી અવસ્થામાં રોતી દ્રૌપદીને જોઈને કૃષ્ણ કહ્યું કે “હે કલ્યાણી ! વીર પત્નીની આ રીત નથી” અર્થાત્ વીરની પત્નીને આમ કરવું ઉચિત નથી.
યુદ્ધ તો આ પ્રકારે જ થાય. તારા તે બે ભાઈઓ ધન્ય છે. તારા પુત્રો પણ ધન્ય છે. જેઓએ યુદ્ધમાં બધા દુશ્મનોને હણીને પિતાને જય અપાવ્યો છે. જેથી પોતાની કીર્તિ લોકાલોકને જોવા જેવી કરી છે. પાંડવો વિદ્યમાન હોવાથી તેને ઘણા પુત્રો થશે જ.
કહ્યું છે કે બાંધવો પણ હણાઈ જાય, પુત્રો પણ મરી જાય તો પણ પતિવ્રતા સ્ત્રીઓ પતિઓના કુશલપણામાં આનંદ પામે છે.
હે વીર પુત્રી ! હે વીર ભગિની ! હે વીરવધૂ! હે વીર માતા ! તું ઘેર્યને ધરનારી બન! રડ નહિ. કારણ કે લોકો કહે છે કે, જીત થતાં લક્ષ્મી મળે છે અને મરે છતે પણ દેવાંગનાઓ મળે છે. ક્ષણવારમાં નાશ પામનારા શરીર વિશે યુદ્ધમાં મરણની શી ચિંતા ?
ઇત્યાદિ કૃષ્ણના કહેવાથી સંતોષ પામેલી તે પણ દ્રૌપદીએ ધીરેધીરે શોકની કાલિમાને છોડી દીધી અને અઢારમો દિવસ થયો. અઢારમા દિવસે મહાભારત સમાપ્ત થયું. મહાભારતનો અર્થ કહે છે...
બધા શાસ્ત્રોમાં શોભે છે. સર્વ પ્રાણીઓ માટે આનંદકારી છે. સર્વ પ્રાણીઓ માટે જહાજ છે, તેથી ભારત કહેવાય છે.(ભા=ભાતિ (શોભે છે) ર૩રતિ આનંદકારી, ત=ારણ જહાજ.)
હવે પ્રભાત સમયે પાંડવ સહિત કૃષ્ણ પત્નીયુક્ત એવા ધૃતરાષ્ટ્રની પાસે શોક દૂર કરવા માટે આવ્યા. ત્યાં પાંડવો પણ આવ્યા. તે દુર્યોધનના માતાપિતાને શોકસાગરે ડૂબેલા જોઈને મહાઆઝંદ કરતાં પાંડવોએ નમસ્કાર કર્યા. ભક્તિમાં તત્પર, નમસ્કાર કરવામાં તત્પર હોવા છતાં પણ તે પાંડવો અને તેઓનો શોક પ્રબળ થયો. વધી ગયો ત્યારે તેઓના પાદતલે નમેલા મસ્તકવાળા તે પાંડવો અને તેઓનો (ધૃતરાષ્ટ્ર વિ.નો) શોક પ્રબળ થયો. વધી ગયો ત્યારે તેઓના પાદતલે નમેલા મસ્તકવાળા તે પાંડવોમાં યુધિષ્ઠિરે આ પ્રમાણે કહ્યું કે : “હે ધૃતરાષ્ટ્ર રાજન્ ! હે ગાંધારી ! આ પાડુપુત્રો શું તમારા પુત્રો નથી? આ પાંડવો પણ તમારા પુત્રો છે. યુદ્ધમાં દુર્યોધનનું જે અમંગલ થયું, તેમાં હું માનું છું કે આ દુરાત્મા વિધિ જ બલવાન છે. જે વિધાતાએ પરસ્પર વિરોધ કરાવીને આ પ્રમાણે કર્યું. એમાં બીજા કોઈનો પણ દોષ નથી. ત્યારે સંધિને ઇચ્છતા એવા મેં દુર્યોધન પાસે પાંચ ગામો માગ્યા હતા. પરંતુ દુર્યોધને એકપણ ગામ આપ્યું નહિ. ત્યાં પણ વિધિ જ બલવાન. તેવી રીતે તે તમારા પુત્રે તમારા જેવાની પણ વાતને સ્વીકારી નહિ. આવી જ ભવિતવ્યતા હશે. યુદ્ધમાં કૌરવ દુર્યોધન આવતાં જે પાંડવો ભૂમિને છોડીને ચાલ્યા તે પણ તમારી જ લજ્જાના કારણે થયું.”
તેના મનને પ્રસન્ન કરીને અને ક્રોધને કંઈક ભૂલીને તમે બંનેએ ખુશ થઈને તેઓની પીઠ પર હાથ ફેરવ્યો. તે આનંદમાં થયું. ઇત્યાદિ કૃષ્ણની વાણીથી શાંત થયેલા આ ધૃતરાષ્ટ્ર ગાંધારીએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org