________________
પંદરમો સર્ગ
ભક્તિયુક્ત રાજાએ દીક્ષિત થયેલા ગાંગેય મુનિને વંદન કરવા જવાની ઈચ્છાથી ભાઈઓને અને નગર જનોને આદેશ આપ્યો.
તે નગરના લોકો અને ઘોડા પર બેઠેલા ભીમ વગેરે બધાય ભાઈઓ યુધિષ્ઠિર પાસે આવી દ્વાર પર ઉભા રહ્યા. પછી યુધિષ્ઠિર રાજાએ પંચકલ્યાણી ઘોડા પર બેસીને તેઓની સાથે ગાંગેય મુનિથી પવિત્ર થયેલી કુરુક્ષેત્રની નજીકમાં રહેલી પર્વતની ગુફા તરફ પ્રયાણ કર્યું. ક્રમે કરી માર્ગમાં આગળ ચાલતાં છત્રો વડે સૂરજને ઢાંકતા વંદન કરવાની ઇચ્છાથી આવતા વિમાન વડે આકાશને ઢાંકતા ગાંગેયથી અલંકૃત થયેલા પર્વતને છેડે પોતાના સૈન્યને રાખ્યું. પછી પગે ચાલીને જતાં રાજા યુધિષ્ઠિર પર્વતની ગુફાની મધ્યમાં બાણની શય્યા પર સૂતેલા અને ગીતાર્થ મુનિવરના કમળ જેવા કોમલ હાથ વડે અંગમર્દન કરાતાં આત્મધ્યાનમાં રહેલા દેહથી પણ સ્નેહરહિત (દેહ પર પણ મમત્વ વિનાના) ધર્મધ્યાનમાં એકાગ્ર ચિત્તવાળા, શરીરની જમણી બાજુ રહેલા ભવનો નાશ કરનાર એક મુદ્ર૨ સમાન ૨જોહરણથી શોભતા, મુહપત્તિથી શોભતા મુખવાળા, વિદ્યાધરીઓથી ગવાતા ગુણવાળા, દેવીઓ વડે શરૂ થયેલા, દિવ્ય નૃત્યના આનંદમાં ડૂબેલા, નાસિકાના અગ્ર ભાગ પર નાખેલી દૃષ્ટિવાળા આવા પ્રકારના ગાંગેય મુનિને જોયા. તેવા પ્રકારના દાદા ગાંગેયને જોઈને યુધિષ્ઠિર રાજાની આંખો આનંદ અને શોકથી શીતોષ્ણ આંસુવાળી બની.
હવે પાંડવો મુગટ, પાદુકા, છત્ર, તલવાર અને ચામર, આ રાજચિહ્ન છોડીને પાંચ અભિગમ સાથે (૧) સચિત્ત દ્રવ્ય છોડીને, (૨) અચિત્ત દ્રવ્ય લઈને, (૩) ખેસ નાખીને, (૪) અંજલિ (હાથ) જોડીને, (૫) મનને એકાગ્ર કરીને, પંચાંગ પ્રણામ કરેલા પાંચેય પાંડવો ગાંગેય મહામુનિને વારંવાર નમન કરે છે. એ પ્રમાણે બધાય રાજાઓએ, અમાત્યોએ અને પૌર લોકોએ ગાંગેય મુનિને નમસ્કાર કર્યા. વળી ખેસયુક્ત યુધિષ્ઠિર ત્રણ પ્રદક્ષિણા આપીને ગાંગેય મુનિના ચરણોમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org