________________
સર્ગ - ૩
૬૧
પાંડવ ચરિત્રમ્ તે પછી પાંચે પાંડવો મહાઋદ્ધિ વડે પરમાત્માની જેમ દ્રોણને ઘેરી વર્યા. અશ્વત્થામા સાથે સો ભાઈઓ ચંદ્રને તારલાઓની જેમ દુર્યોધનને ઘેરી વર્યા. ભૂજાના સ્ફોટ પછી કર્ણ મેરૂપર્વત રૂ૫ રવૈયાથી મુભિત થયેલા સમુદ્રમાંથી નીકળેલા અવાજ જેવો વિશ્વને કાયર (નબળો) બનાવનારો ભયંકર સિંહનાદ કર્યો. તે સિંહનાદને સાંભળવાથી આશ્ચર્ય પામેલા મનવાળા સર્વ લોકોથી જોવાતો ભયંકર આકૃતિવાળો, સોનાના બખ્તરવાળો, પહોળા કરેલા હાથવાળો, લાલ મુખવાળો, ચણોઠી જેવી લાલ આંખોવાળો, શૂરવીરતાનો સમુદ્ર એવા તે કર્ણને રંગમંડપમાં બેઠેલો જોયો. પછી નીતિને જાણનાર કર્ણ કૃપાચાર્ય એવા દ્રોણને નમસ્કાર કરીને સર્વજનોને પોતાની વિદ્યા બતાવી. જેવી રીતે પહેલા અર્જુને વિદ્યા બતાવી હતી, તેવી જ રીતે રાધાવેધ સિવાય કર્ષે પણ પ્રભાવશાળી વિદ્યા બતાવી.
તે કલાને જોઈને દુર્યોધન કર્ણને પ્રેમપૂર્ણ ગાઢ આલિંગન કરીને બોલ્યો : “હે કર્ણ ! આ સંસારમાં વિશ્વના ભૂષણરૂપ તું જ વીર છે. તું જ ધનુર્વિદ્યાનો પારગામી છે. તું જ દુશ્મનના મહાગર્વનો સંહારક છે. તે જ સર્વ ધનુર્ધારીઓમાં શ્રેષ્ઠ છે.” આથી હે કર્ણ, હું કહું છું, તું મારું એક વચન સાંભળ. .
આ રાજ્ય, આ પ્રાણો, આ કુરૂકુલની લક્ષ્મી બધું જ તારૂં છે. કહે હવે તારે શું બાકી છે.. શું જોઈએ ?
કર્ષે પણ કહ્યું : “હે દુર્યોધન ! તું મિત્ર છે એટલે બધું જ છે. તો પણ માત્ર સૌહાર્દ (મૈત્રી) સ્થિર રહે તે માટે પ્રાર્થના કરું છું.”
દુર્યોધને કહ્યું: “મારું તમારા વિષે સૌહાર્દ (મિત્રતા) સ્થિર જ છે. એ માટે કોઈપણ વિકલ્પ ન કરવો.” ત્યારથી તે બેઉ દૂધ અને પાણીની જેમ એક બીજા બંને સાથે શોભે છે, મળીને રહે છે.
હવે કર્ણ દુર્યોધનને કહ્યું કે : “હે દુર્યોધન ! અર્જુન પોતાના હાથની ખાજરૂપી તાવને દૂર કરવા માટે મારી સાથે દ્વન્દ્ર યુદ્ધ કરીને મારા બાહુરૂપી ઔષધને ઇચ્છે છે.” એ પ્રમાણે કર્ણની વાણી સાંભળીને અગ્નિમાં આહૂતિની જેમ ક્રોધરૂપી અગ્નિથી બળતો અર્જુન આ પ્રમાણે બોલ્યો : “રે કર્ણ ! નિર્નામ ! મારા બાણરૂપી સાગરમાં શા માટે ડૂબે છે.” તે સાંભળીને ક્રોધરૂપી લાલ નયનવાળા કર્ણ સાગરના જેવા અવાજથી અર્જુનને કહ્યું: “હે અર્જુન ! શરદ ઋતુના વાદળની જેમ ફોગટ ગર્જવાથી શું ? જો તારામાં શસ્ત્ર ચાતુર્ય છે, તો શસ્ત્ર ઉપાડ....” લે જેથી હમણાં જ તારો ગર્વ દૂર કરું છું. પછી દ્રોણની આજ્ઞાથી અર્જુન બાણ સાથે ધનુષ્ય લઈને યુદ્ધને માટે તૈયાર થઈને કર્ણને ઉઠાડ્યો તે કર્ણ અને અર્જુનના યુદ્ધનું દશ્ય જોવાને માટે આવેલા દેવોના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org