________________
પાંડવ ચરિત્રમ્ ૪િ૦૦).
સર્ગ - ૧૮ અમે પહેલાં દીક્ષા લઈને પણ કૃતકૃત્ય થયા છીએ. પછી ત્રણેય જગતને વંદન યોગ્ય ભગવાન હાલમાં ક્યાં છે, તે જાણવા માટે ધર્મઘોષ મુનિને પૂછ્યું: “હે ભગવન્! હમણાં શ્રી નેમિજિન
ક્યાં વિચરે છે?” ગુરુએ કહ્યું: “હે પાંડવ સાધુઓ ! ભગવાન નેમિજિન આર્ય-અનાર્ય દેશમાં ક્રમપૂર્વક વિહાર કરીને પોતાનો નિર્વાણનો સમય નજીકમાં જાણીને દેવ, મનુષ્યના સમૂહથી પરિવરેલા હાલમાં શ્રી રૈવતગિરિને અલંકૃત કરે છે.” એવી ગુરુની વાણી સાંભળીને જગવંદ્ય નેમિનિને વંદન માટે ઉત્સાહિત થયેલા પાંડવ મુનિઓએ ગુરુને કહ્યું : “હે પ્રભો ! આપની સહાયવાળા (મદદથી) અમે શ્રી નેમિજિનને વંદન કરીએ છીએ (કરવા ઇચ્છીએ છીએ) અભાગ્ય (અભાગી) એવા અમે દીક્ષા લીધા પૂર્વે પ્રભુને વંદન કર્યા નથી.”
પછી તે પાંડવ મુનિઓએ ગુરુની સાથે શ્રી નેમિનિને વંદન કરવા માટે રૈવતગિરિ (ગિરનાર પર્વત) તરફ પ્રયાણ કર્યું. ભગવાનના દર્શન માટે અત્યંત ઉત્સાહિત થયેલા તેઓ રસ્તામાં વિશ્રામ લીધા વિના (અટક્યા વિના) આગળ વધતા માસક્ષમણના પારણે હસ્તિકલ્પપુરમાં આવ્યા. પછી તે નગરમાં સાથે પ્રવેશ કરેલા ધર્મઘોષસૂરિ નામના ગુરુને નમસ્કાર કરી પારણાના દિવસે આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી. હે પ્રભો ! આપે આ પહેલાં કહ્યું હતું કે અહીંથી રૈવતગિરિ બારયોજન દૂર છે. આથી અમે આપની આજ્ઞાથી જિનેશ્વરના દર્શન થયા પછી સવારે પારણું કરશું. ગુરુએ કહ્યું : “ભલે એમ કરજો.” ત્યારે પાંડવ મુનિઓ તે દિવસે ત્યાં જ રહ્યા.
ત્યાં રહેલા તેઓ ગિરનારનો રસ્તો જોતાં શ્યામ થયેલા મુખ કમલવાળા લોકોને આવતા જોઈને કંઈક આશ્ચર્ય પામેલા પાંડવો જ્યાં ઊભા રહ્યા, તેટલામાં કરમાઈ ગયેલા મુખવાળા આકાશમાં જતા કોઈક ચારણ મુનિ ધર્મઘોષ ગુરુની પાસે આવ્યા.
આવીને ધર્મઘોષ મુનિને પ્રણામ કર્યા. પછી પાંડવ મુનિઓએ ભગવાનનું સ્વરૂપ (સમાચાર) પૂછ્યું અને વિશિષ્ટ બુદ્ધિવાળા ચારણ શ્રમણ મુનિએ કહ્યું: “ભગવાન નેમિજિન પોતાનો નિર્વાણ સમય નજીકમાં જાણીને ગિરનાર પર્વત ઉપર સહસાગ્ર વનમાં સમવસર્યા છે. ત્યાં ચારે નિકાયના દેવોએ સ્વામિનું અંતિમ સમવસરણ રચ્યું છે. ત્યાં તે ચારે દિશાઓમાં ઘણા માણિક્યથી શોભતા ચાર સિંહાસનો વિદુર્ગા (રચ્યા-બનાવ્યા). તે સિંહાસનમાં પૂર્વદિશા તરફ સ્વામિ બેઠા. પછી ત્રણે દિશામાં વ્યંતરદેવોએ સ્વામિના જેવા રૂપવાળી ત્રણ પ્રતિમાઓ વિદુર્વા (બનાવી) ને સ્થાપી. પછી વિશ્વ ઉપર ઉપકાર કરવાની ઇચ્છાથી અંતિમ (છેલ્લી) રૈવતાચલના મહિમાને બતાવતી લાંબાકાળ સુધી ધર્મદેશનાને આપવી શરૂ કરી.”
શત્રુંજય તીર્થની સ્પર્શના, ગિરનાર પર્વતને (રેવતાચલને) નમન અને ગજપદકુંડમાં જે સ્નાન કરે છે. તેને ફરી જન્મ લેવો પડતો નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org