________________
પાંડવ ચરિત્રમ્
૫૬.
સર્ગ - ૩ તો ખરેખર એના ગુરુએ વિદ્યાને આપવામાં મારાથી અધિક એના પર પ્રસાદ-કૃપા કરી છે, એ પ્રમાણે ચિંતાગ્રસ્ત અને કાજળના લેપથી શ્યામમુખ થયેલ અર્જુન રડતી આંખે પોતાના શ્રમને વ્યર્થ થયેલો માનતો જલ્દી દ્રોણાચાર્ય પાસે આવ્યો. આવીને ગુરુને નમીને જ્યાં આગળ બેઠો તેટલામાં શ્યામમુખવાળા અને ચિંતાથી કરમાઈ ગયેલા મુખવાળા અર્જુનને જોઈને ગુરુએ કહ્યું : “હે વત્સ ! દિવસે ચંદ્રના બિંબની જેમ કરમાયેલું સુખ શા માટે રાખ્યું છે ? શું તારી આજ્ઞા કોઈએ ઉલ્લંઘી છે, અથવા કોઈએ તિરસ્કાર કર્યો છે અથવા કોઈએ તારી વિરૂદ્ધ આચર્યું છે ? અહો ! જેણે તારો તિરસ્કાર કર્યો છે અને જે કોઈએ તારા પ્રત્યે કાંઈપણ વિરૂદ્ધ આચરણ કર્યું છે, તેના પર યમરાજ ક્રોધિત થયો છે. તેના માથા પર અગ્નિ મૂકાયો છે અથવા તેને તક્ષક નાગ મળ્યો છે.” એ પ્રમાણે સાંભળીને ગુરુ દ્રોણને અર્જુને કહ્યું : “હે પ્રભો ! મારો કોણ તિરસ્કાર કરે ? સિંહના બાળને શું કોઈ છેડી શકે ?”
ગુરુએ કહ્યું : “તો પછી તું શ્યામ મુખવાળો કેમ દેખાય છે ?” અર્જુને કહ્યું : “હે પ્રભો ! તમે મને પહેલાં કહ્યું હતું કે, હું એવું કરીશ કે જેથી આ જગતમાં તારા સરીખો કોઈપણ ધનુર્ધારી ન થઈ શકે. તે તમારા વચનો ખોટા થયા છે. તેથી મારું મન વલોવાય છે.” દ્રોણે પૂછ્યું : “તે કેવી રીતે ?” અર્જુને કહ્યું : “આજે હું બાણથી ભાથું ભરીને વનમાં ગયો હતો, ત્યાં મેં સકલ કલાના પાર પામેલા એક ભીલને જોયો. જેની આગળ હું સોળમી કલાને પામ્યો નથી.” દ્રોણે કહ્યું: “હે વત્સ ! તારા સમો મારો કોઈપણ શિષ્ય નથી. તો પછી તારાથી અધિક જાણનારો ક્યાંથી હોય ?”
અર્જુને કહ્યું: “હે સ્વામિન્ ! મારી સાથે ચાલો. જેથી હું તમને તમારો શિષ્ય બતાવું.” એ પ્રમાણે કહીને દ્રોણને તેની પાસે લઈ ગયો. ઝાડની પાછળ છૂપાઈને દ્રોણાચાર્ય તે વખતે તેવા પ્રકારનું તેનું બાણનું લાઘવપણું જોઈને સામે ગયા. એકલવ્ય પણ દ્રોણને આવતા જોઈને ત્યાં આવીને દૂરથી પંચાંગ પ્રણિપાત કરવા પૂર્વક ચરણોમાં પડ્યો. દ્રોણે તેને દોરીથી કઠોર પોંચી જોઈને શાંત બ્રહ્મચારી, ગુરુસેવામાં તત્પર, ભીની આંખો જોતાં તેણે બતાવેલી બાણકલાથી રંજિત (રાજી થયેલા) દ્રોણ ગુરુ બોલ્યા.
હે વત્સ ! એકલવ્ય ! તે આવી આ બાણની શિક્ષા ક્યાંથી પ્રાપ્ત કરી ?” તેણે કહ્યું : જગદ્ગુરુ દ્રોણાચાર્ય પાસેથી.” હે વત્સ ! આ વિદ્યાનો ઉપદેશ મારાથી પ્રાપ્ત થયો નથી, તો પછી તું ખોટું શા માટે બોલે છે, એ પ્રમાણે ગુરુએ કહ્યું, ત્યારે વિનીત આત્મા એવા પલ્લીપતિ પુત્રે એકલવ્ય) પોતાના કલાચાર્ય દ્રોણાચાર્ય અને અર્જુનને પદ્માસને બેઠેલા ચંપાના ફૂલથી શણગારેલ વિશાલવેદી (સિંહાસન) પર રાખેલી માટીની મૂર્તિ દ્રોણને બતાવી. એ પ્રમાણે પ્રતિમાપ ગુરુની મૂર્તિને એકલવ્યને વારંવાર વંદન કરતાં જોઈને અર્જુને એકલવ્યને પૂછ્યું :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org