________________
પાંડર્વ ચરિત્રમ્ રિ૬૬).
સર્ગ - ૧૧ પણ રણે ચડેલાને આ કૌરવો, દુર્યોધનાદિ કોણ? જેવી રીતે સિંહની આગળ દુર્ધર હાથીઓ પણ શું ઊભા રહે ખરા? અથવા સૂર્યની આગળ અંધકાર કેટલો કાળ ટકી રહે ? તેવી રીતે તમારી આગળ આ કૌરવો કોણ માત્ર ? પાપી એવા કૌરવો જાતે જ નાશ પામશે. કારણ કે ગુરુના આદેશને ઉલ્લંઘનારાઓનું કેટલો કાળ જીવવાનું થાય? હે કૃષ્ણ ! સ્વજન જમાઈ વગેરેને ઘાતરૂપ પાપથી ઉન્મત્ત થયેલી અકીર્તિને ગ્રહણ ન કરો.” તમારા વિના પણ યુદ્ધમાં શૂરવીર, ધર્મી, ન્યાયવાન, કુન્તીના પુત્રો વિજયી થશે, એવી ગાંગેયની વાણી સાંભળીને ઉપશાંત થઈ ગયો છે ક્રોધ જેનો એવા કૃષ્ણ ગાંગેયાદિને કહ્યું : “હે વર્ષમાંસતમે મારૂં કહેલું માન્યું, તમે કહેલું મેં અંગીકાર કર્યું. એટલે કે તમારી વાણી માનવા યોગ્ય છે, તમે કહેલું મેં સ્વીકાર્યું છે.”
આ બન્નેના પાંડવ-કૌરવના યુદ્ધમાં હું ધનુષ્ય હાથમાં નહિ લઉં, પરંતુ હું અર્જુનનો સારથિ થઈને સહાયક બનીશ. એટલે હું તમારા વચનોને ઓળંગનાર નહિ થાઉં. તમારા જેવા અત્યંત મહિમાવાળા અમારા માટે માન્ય જ હોય, એમ કહીને દાન-માનપૂર્વક વિદાય આપેલા તે બધા પોતાના સ્થાને ગયા અને કર્ણનો હાથ પકડીને પોતાના રથમાં બેસાડતા કૃષ્ણ પાર્ટુને જોવા માટે જતા પહેલાં વિદુરના ગૃહે ગયા. ત્યાં કેટલોક કાળ રહીને વિદુરના ગુણો ગાઈને આ વિદુર ધન્ય છે, જેને દીક્ષાને લીધી છે. પોતાના કુળનો નાશ થશે, જાણીને આત્માનું શ્રેય સાધ્યું છે. તેની પત્નીની આગળ બધાના જોતાં ઇત્યાદિ પ્રશંસા કરીને કૃષ્ણ પાડુરાજાના ઘરે ગયા. ત્યાં પાડુરાજાને મળીને પાછા ફરેલા કૃષ્ણ માર્ગમાં આગળ વધતાં રથમાં બેઠેલા કર્ણને કહ્યું : “હે કર્ણ ! તે વીરદ્રત ધર્યું છે.”
સમુદ્રમાં જેમ રત્નો, આકાશમાં જેમ ગ્રહો રહ્યા છે, તેમ તારામાં ઔદાર્ય (ઉદારતા), ગાંભીર્યપણું, શૂરવીરતા આદિ ગુણો રહ્યા છે. પરંતુ તે ધીર? તારું વીરદ્રત મોટા પર્વતોથી મોટું અને મેરુની ગરિમાથી પર છે. એટલે તેનાથી મોટું છે.
પરંતુ લોખંડમાં જડેલા માણેકના આભૂષણની જેમ દુષ્ટ દુર્યોધન સાથે તારો સંગમ મને દુઃખી કરે છે. આવો જ઼ર કર્મ કરનારો વિશ્વાસઘાતિ મિત્ર કોણ કરે ? સાપને ઓશિકે મૂકીને કોણ સૂઈ જાય ? તારો યુધિષ્ઠિર સાથે સંગમ યોગ્ય છે. વળી પાપીષ્ટ દુર્યોધન સાથે મૈત્રી યોગ્ય નથી, પરંતુ તું પણ કુન્તીનો પુત્ર પાંડવ જ છે. કોઈપણ રીતિએ તારી માતા કુન્તીએ મને ઘણું બધું કહ્યું છે, પરંતુ તું રાધાનો સારથિ પુત્ર નથી જ. આ સારથિને તું યમુનાના પ્રવાહમાં જતાં મળ્યો છે. રોહણગિરિની ભૂમિ વિના રત્નની ઉત્પત્તિ થતી નથી, આથી તું પાંડવોનો ભાઈ છો, માટે ભાઈપણું સ્વીકારો.
એ પ્રમાણે કૃષ્ણની વાણી વાતો સાંભળીને કણે કહ્યું : “હે કૃષ્ણ ! તે કહેલું બધું જ સત્ય છે, પરંતુ પહેલા મેં દુર્યોધનનો આશ્રય લીધેલો છે. દુર્યોધને સારથિપણાનો વિચાર કર્યા વિના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org