SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ અcતાવના પં. દેવવિજયજી ગણી કૃત પાંડવ ચરિત્ર (ગદ્ય)નું આચાર્ય શ્રી કલ્પયશસૂરિ મ.સા.એ કરેલ ગુજરાતી ભાષાંતર પ્રથમવાર પ્રગટ થાય છે તે ગૂર્જરભાષી લોકોનું સદ્ભાગ્ય છે. ગ્રંથકાર પ્રશસ્તિમાં જણાવ્યા મુજબ તપાગચ્છમાં આ. વિજય દાનસૂરિજીના શિષ્ય આ. રાજવિજયસૂરિના શિષ્ય પં. દેવવિજયજીએ પાંડવચરિત્રની રચના કરી છે. ગ્રંથકારશ્રીએ આ ગ્રંથની રચના "વિ. સં. ૧૬૬૦ માં અમદાવાદમાં આ. શ્રી સેનસૂરિ મ.સા.ના સામ્રાજ્યમાં રચી છે. આ પૂર્વે વિ.સં. ૧૬૫રમાં શ્રીમાલપુરમાં ત્રિશષ્ટિ ચરિત્રનો આધાર લઈ ગદ્યમાં રામચરિત્ર (પદ્મ ચરિત્ર) રચ્યું છે. એટલે રામાયણ અને મહાભારત જેવા લોકપ્રસિદ્ધ ગ્રંથોની ગ્રંથકારે સરળ સંસ્કૃત ગદ્યમાં રચના કરી છે. પાંડવ ચરિત્રના મંગલાચરણ શ્લો. ૮માં ગ્રંથકાર જણાવે છે કે- “ઉદ્ધચરિત્રો' એટલે અન્ય ચરિત્રોમાંથી આ ચરિત્ર ઉદ્ધત કર્યું છે. પ્રશસ્તિમાં જણાવ્યાં મુજબ જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર ત્રિશષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર, જીર્ણ પાંડવ ચરિત્ર અને શત્રુંજય માહાભ્ય ગ્રંથનો અને નલ ચરિત્રનો આધાર ગ્રંથકારે લીધો છે. - ગ્રંથ રચનાનો હેતુ મંગલાચરણમાં ‘માત્મ વિનોવાય તથા ર્મક્ષયાય ' એમ આત્માનંદ અને કર્મક્ષય બે કારણસર રચના કરી છે. લોકોપકાર પણ ત્રીજું કારણ ગણી શકાય. આ પાંડવચરિત્રનું સંશોધન શાંતિચંદ્રવાચકના શિષ્ય રત્નચંદ્ર વિ. એ કર્યું છે. १. शशिरसरसखमितेऽब्दे मासे माधे तिथौ च मासमिते । शुक्ले गुरुगुरुभयुते राजन्वदहमदावादे ।। प्रशस्ति श्लोक ३।। षष्ठङ्गो पनिषत्रिशष्टिचरिताद्यालोक्य कौतूहलात.. (पाण्डवचरित्र प्रान्ते) जीर्णं पाण्डवचरितं शत्रुजयनाममहिमकं च तथा । शास्त्रं च नलचरित्रं विलोक्य भावार्थमधिगम्य ॥ प्रशस्ति श्लोक ४॥ ३ वाचक शिरोवतंसाः श्रीमन्तं शान्तिचन्द्रगुरुचन्द्राः । तच्छिष्यरत्नचन्दैर्विबुधैः संशोधितं स्वधिया ।। प्रशस्ति श्लोक ७ ।। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy