SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકારે પાંડવચરિત અને રામચરિત ઉપરાંત દેવેન્દ્રસૂરિ કૃત દાનાદિ કુલક ઉપર વિ.સં. ૧૬૬૬માં ધર્મરત્નમંજૂષા નામની ટીકા રચી છે. આમાં પણ દાન વગેરે વિષય ઉપર વિવિધ કથાઓ મુખ્યતયા છે. (આનું પ્રકાશન પં. હીરાલાલ હંસરાજે બે ભાગમાં કર્યું છે.) સત્તરીસયઠાણ ઉપર વૃત્તિ પણ તેઓએ રચી છે. વળી આજ ગ્રંથકારશ્રીએ પર્યુષણાકલ્પ ઉપર સંઘવિજયજી રચિત દીપિકા ટીકાનો પ્રથમાદર્શ વિ.સં. ૧૬૮૧ માં તૈયાર કર્યો છે. એટલે વિ.સં. ૧૬૫૨ થી ૧૬૮૧ સુધી ગ્રંથકારની સાહિત્યિક પ્રવૃત્તિના પુરાવા સાંપડે છે. સ૨ળ અને સુબોધ સંસ્કૃતમાં થયેલી આ બધી રચનાઓ ઘણી ઉપકારક બની છે. વિવિધ પાંડવ ચરિત્રો :– પાંડવોના ચરિત્રને કથાવસ્તુ તરીકે સ્વીકારીને થયેલી સ્વતંત્ર રચનાઓની વિગત આ પ્રમાણે મળે છે. (૧) પાંડવ ચિરત- માલધારી દેવપ્રભસૂરિ રચિત (રચના સં. લગભગ ૧૨૭૦) (૨) પાંડવ ચરિત્ર - કર્તા - વિજયગણી (૧૪ સર્ગ) (જિ. ૨. કો. વિ. ૧ પૃ. ૨૪૨) (૩) પાંડવ ચરિત્ર - કર્તા - શુભવર્ધનગણી (૯ સર્ગ) પ્ર. સત્ય વિ. ગ્રં. અને હર્ષપુષ્પામૃત ગ્રંથમાળા (૪) લઘુ પાંડવ ચિરત્ર - અજ્ઞાતકર્તૃક પ્રમાણ ૨૫૦૦ શ્લોક. (૫) પાંડવપુરાણ - ૧૬૦૮માં કર્તા શુભચંદ્ર (૬) પાંડવપુરાણ - ૧૬૫૪માં કર્તા વાદિચન્દ્ર (૭) પાંડવપુરાણ - ૧૬૫૭માં કર્તા શ્રુતભૂષણ (૫-૬-૭ ક્રમાંકના કર્તા દિગંબર સંપ્રદાયના જણાય છે.) (૮) પાંડવચરિત્રોદ્વાર - કર્તા જયાનંદ (૯) બાલ ભારત - લગભગ વિ.સં. ૧૨૭૫માં વેણી કૃપાણ અમરચંદ્રે રચ્યું છે. આ કૃતિ વ્યાસ કૃત મહાભારતને આધારે રચાઈ છે. પ્રકાશક કાવ્યમાલા (૧૦) પાંડવ ચરિત્ર : દેવવિજયગણી કૃત. પ્રસ્તુત ભાષાંતર આ કૃતિનું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy