________________
સર્ગ - ૧૭
૩૭૯)
પાંડવ ચરિત્રમ્ આરોગ્ય અનિત્ય છે, યૌવન અનિત્ય છે. વૈભવ, જીવિત પણ અનિત્ય છે. અનિત્યતા વડે હણાયેલા પ્રાણીઓની રતિ (આનંદ) કામગુણ (કામેચ્છા)માં કેવી રીતે થાય?
એ રીતે સંસારની અસારતાને જાણીને કેટલાકે વ્રતને ગ્રહણ કર્યા. કેટલાક મનુષ્યોએ અને સ્ત્રીઓએ શ્રાવકના વ્રતોને લીધા. જરાકુમાર પણ “ભાઈનો હું ઘાતક ન બને” એમ વિચારીને વનવાસ માટે નીકળી ગયો કૃષ્ણ દુઃખી મને દ્વારિકામાં આવ્યા. દ્વૈપાયન પણ પ્રભુએ કહેલું સાંભળીને દ્વારિકા નગરી છોડીને એકલા જ ગિરનાર પર્વત તરફ ચાલી ગયા. તે ઉપશમવાળો બનેલો હૈપાયન નગરના દારૂના પાપથી ડરીને વનનો આશ્રય લીધો.
તે દિવસથી લઈને કૃષ્ણ પુરી(નગરી)ના ક્ષયના કારણભૂત દારૂ-પાનનો નિષેધ કર્યો. તેથી બધાય લોકોએ કૃષ્ણની આજ્ઞાથી કદમ્બ વનમાં દારૂ છોડી દીધો. તે દારૂ એક કુંડમાં પડ્યો. તે કુંડમાં વૃક્ષની શ્રેણીથી શોભતા કુસુમ પત્રના ભારથી આચ્છાદિત તે દારૂ પુષ્પોની સુગંધથી વાસિત થતાં મહાદારૂ બન્યો.
એમ કરતાં દિવસો પસાર થાય છે. એક દિવસ બલભદ્રનો ભાઈ સિદ્ધાર્થ સારથિ બલભદ્રને વિનંતી કરે છે. તે બંધો! તમારી આજ્ઞાથી ભવથી વિરક્ત બનેલ હું નેમિજિન પાસે દીક્ષા લઈશ. બલભદ્રે કહ્યું : “હે બન્યો ! હું તમને દીક્ષા માટે છોડવા ઉત્સાહિત નથી.” સિદ્ધાર્થે કહ્યું : “હે બન્ધો ! કારાગારની ઉપમા સમાન અસાર એવા આ સંસારમાં મને જરાય રસ નથી અથવા આનંદ મળતો નથી. આથી હું આપની આજ્ઞાથી દીક્ષા લેવાનું નક્કી કરું છું.” ફરી બલદેવે કહ્યું: “જો તું મને ધર્મનો બોધ આપે તો તને રજા આપું.” સિદ્ધાર્થે કહ્યું : “હે બંધો ! દેવ થઈને હું તમને ધર્મબોધ આપીશ.” પછી બલદેવની આજ્ઞા (રજા) મળવાથી સિદ્ધાર્થ દીક્ષા ગ્રહણ કરી તે સિદ્ધાર્થ મુનિ સંયમ પાળીને દેવ થયો.
હવે પાંડવોની દ્વારિકાની વાત સાંભળીને મનમાં ઘણું દુઃખ થયું. હવે પાંડવોના માતા-પિતાએ સંસારની અસારતાનો મનમાં વિચાર કરી દીક્ષાની ઇચ્છાવાળા તે બન્ને જણા નેમિજિનનું સ્મરણ કરે છે. પ્રભુ પણ કેવળજ્ઞાનથી તેમનો વિચાર જાણીને દેવના સમૂહથી પરિવરેલા ત્યાં આવ્યા. પાડુ મથુરામાં આવેલા જિનેશ્વરને નમીને વધામણી આપવાવાળાને દાન આપીને ઉત્સાહપૂર્વક માતાપિતાને આગળ કરીને સ્વામિ પાસે જઈને પાંચ અભિગમપૂર્વક જિનને નમસ્કાર કર્યા. હવે ત્યાં બધાય દેવ-દેવીઓ, રાજાઓ અને રાણીઓ તેમજ બીજા પણ લોકો ભગવાનની દેશના સાંભળે છે. પ્રભુ પણ સર્વ ભાષામાં પરિણમતિ દેશનાને આપે છે.
જેમ કે દેવ-દેવી, નર-નારી, ભીલ્લભીલ્લડીઓ, તિર્યંચ-તિર્યંચણીઓ પણ પ્રભુની વાણી સાંભળે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org