SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ ૩િ૩૦) સર્ગ - ૧૪ તેને પ્રલયકાળની ઉપમા જેવો જોઈને જરાસંઘે સોમક દૂતને પૂછ્યું : “હે સોમક ! મારી આજ્ઞાથી દૂતરૂપે ગયેલા જે જે રાજાઓને તેં જાણ્યા–ઓળખ્યા છે, તે અમને નિશાની સાથે કહે.” તે સાંભળીને સોમકે કહ્યું: “હે સ્વામિન્ ! આ સેનારૂપ સમુદ્રની મધ્યમાં ઉભેલો મેરૂની જેમ નિશ્ચલ, સ્વર્ણરથમાં બેઠેલો, નીલધ્વજવાળો, સુવર્ણવર્ણ અજવાળો સમુદ્રવિજય દેખાય છે. એની જ બાજુમાં ડાબી બાજુ પોપટના રંગ જેવો નીલવર્ણ અશ્વયુક્ત રથવાળો વૃષધ્વજી માતલિ સારથિ સહિત સમુદ્રવિજયનો પુત્ર મહાબલવાન નેમિ જિનવર સકલ સૈન્યની રક્ષા કરનાર રહ્યા છે. આ શ્વેત અશ્વયુક્ત રથવાળો, ગરૂડ ધ્વજાવાળો, પાડાના વર્ણ જેવા વાદળ સમાન શ્યામશરીરી સેનાની આગળ રહેલો તમારો શત્રુ કૃષ્ણ ઇન્દ્રની જેમ શોભી રહ્યો છે. એની જ જમણી બાજુ અરીઠાના વર્ણ જેવા ઘોડાઓ વડે શોભતા રથવાળા મહાબલવાન અતિથિ છે. હાલતો ચાલતો હિમાલય જેવો યુદ્ધમાં નિશ્ચલ ચાંદીની ક્રાન્તિ જેવો શ્વેત કૃષ્ણનો મોટોભાઈ શત્રુ પર જય મેળવનાર અપર (બીજા) નામે બલભદ્ર છે. આ નીલરથિ પાડુપુત્ર મહાબલવાન સૈન્યથી પરિવરેલો યુધિષ્ઠિર છે. શ્વેત ઘોડાયુક્ત રથવાળો, જયરૂપ લક્ષ્મીના સ્થાનરૂપ અર્જુન આપની સામે શોભી રહ્યો છે. નીલકમલના વર્ણવાળા ઘોડાથી યુક્ત રથમાં બેઠેલા મોટી કાયાવાળો પાડાના સ્કંધ જેવો મજબૂત દુર્યોધનનો મારક મહાપરાક્રમી ભીમ નામનો મહાવીર દેખાય છે. આ શત્રુના સમૂહને હણનારો રક્તઘોડાથી યુક્ત રથવાળો નકુલ છે. તેની જ પાસે પીળા ઘોડાથી યુક્ત રથવાળો શ્વેતધ્વજવાળો સહદેવ છે. આ મહાબલવાળા પાંચેય પાંડવો, કૌરવોનો નાશ કરીને આપની સામા રહ્યા છે. આ શ્યામ અશ્વવાળા રથવાળો કૃષ્ણનો ભાઈ, સેનાપતિ પદે રહેલો મહાબલવાન, જગતમાં એક શૂરવીર ગજધ્વજી મેરૂ જેમ અડગ તમારી સામે અનાવૃષ્ણિ દેખાય છે. આ કાબરચિત્ર ઘોડાવાળો અને કદલી ધ્વજી અક્રૂર નામનો યોદ્ધો છે. આ નેમિનો ભાઈ મહાનેમિ એકલો પણ અનેકની સાથે યુદ્ધ કરનારો કુમુદ સરીખા ઘોડાવાળા રથમાં બેઠેલો તમારી સામે વારંવાર જુએ છે. આ ઉગ્રસેન રાજા પોપટની ચાંચના રંગ સરીખા અજવાળા રથમાં બેઠેલા ધનુષ્યનો ટંકાર કરતા શોભે છે. આ તેતરના રંગ જેવા ઘોડાવાળા રથમાં બેઠેલો મૃગધ્વજી મહાવીર જરાકુમાર વિકટ ભૃકુટિથી ભયંકર છે. આ કપિલ રક્તવર્ણી લાલ ઘોડાવાળા રથમાં બેઠેલો શિશુમારના ચિત્રવાળી ધજાવાળો પવનપુત્ર છે. આ કામ્બોજ દેશી ઘોડાવાળો સિંહલેશ્વર છે. આ કમળવર્ણવાળા ઘોડાથી યુક્ત રથવાળો પદ્મ જેવા મુખવાળો તમારી લક્ષ્મીનો અભિલાષી પઘરથ છે. આ કબૂતરના રંગવાળા અશ્વથી યુક્ત રથ સારણ રાજાનો છે. “વિવિધ પ્રકારના ઘોડાયુક્ત રથ અને ધ્વજાવાળા બીજા પણ ઘણા યાદવો છે. પરંતુ તે બધાય વિવરણ સાથે કહેવા માટે શક્ય નથી.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy