________________
(બીજો સર્ગ) એક દિવસ પતિમાં પ્રીતિવાળી ગાંધારીએ શમીવૃક્ષમાં અગ્નિની જેમ ગર્ભને ધારણ કર્યો. તે ગર્ભને ધારણ કરવાથી રાણી ગાંધારીમાં ઉદ્ધતાઈપણું, અભિમાનીપણું અને સ્તનોમાં પુષ્ટતાઈપણું આવ્યું અને જગત પર આક્રમણ કરવાના ઉત્સાહવાળી બની. તેમજ ગર્ભના પ્રભાવથી મુખ પર પણ ઉજ્વલતાને ધારણ કરી વક્ષસ્થલ અત્યંત પુષ્ટ શ્યામમુખવાળા બન્યા. વળી તેણી (ગાંધારી) ધૃતરાષ્ટ્રને પણ ઘણી પ્રિય બની. તેના ગર્ભના પ્રભાવથી અત્યંત ઉગ્ર દોહદો ઉદ્ભવ્યા... કારણ કે, દ્રવ્યને અનુરૂપ તેનો વૈભવ (સંપદા) હોય છે. દોહદો આ પ્રમાણે છે. તે ગાંધારી ઉગ્ર યુદ્ધથી ખુશ થાય છે. તેનું મન બેડીના બંધનના અવાજથી આનંદને પામે છે. તેને હાહાકાર અવાજ વૈર્યતા અર્પે છે. પ્રાયઃ કરીને તે વિના કારણે પૂજ્યો (વડીલો) પ્રતિ તિરસ્કારરૂપ કર્કશ વાણી બોલે છે. જેમ જેમ તેનો ગર્ભ વધતો ગયો, તેમ તેમ ક્રૂર કર્મોમાં તે મજા માનવા લાગી. વળી કુન્તીની પહેલાં મને ગર્ભ રહ્યો, એ પ્રમાણે પણ ગર્વ ધારતી ગાંધારી જગતને તૃણસમ માનતી ફરે છે. કુન્તી પણ ગાંધારીના તિરસ્કારથી જાગૃત બનેલી પુત્રને માટે ઝંખતી નિર્મળ જૈન ધર્મને પાળે છે.
કારણ કે આ ધર્મ મનુષ્યોને ધનની ઇચ્છાવાળાને ધન, કામની ઇચ્છાવાળાને કામ, સૌભાગ્યાદિને આપનાર, રાજ્યની ઇચ્છાવાળાને રાજ્ય આપનાર, પુત્રની ઇચ્છાવાળાને પુત્ર આપનાર છે. તો નાના પ્રકારના વિકલ્પોએ કરીને શું ! કારણ કે તે શું ઇચ્છિત નથી આપતો? સ્વર્ગ અને અપવર્ગ પણ આપે છે, તેવી રીતે પૃથા (કુન્તી) ભયથી વિહ્વળ પ્રાણીઓને અભયદાન આપનારી થઈ. તેવી રીતે સાધર્મિકનું વાત્સલ્ય વિધિપૂર્વક કર્યું. એ પ્રમાણે સકલ ધર્મકૃત્યને કરતી કુન્તીના દિવસો જાય છે.
એક દિવસ સાગર, મેરુ, સૂર્ય, ચંદ્ર અને લક્ષ્મી, આ પાંચ સ્વપ્રોને જોઈને જાગી અને રાજાને જણાવ્યા. ગાંભીર્યાદિ ગુણ ગણના સમૂહરૂપ ત્રણ જગતને તૃણસમ ગણનાર હે દેવી ! તને પુત્ર થશે. તેને પણ હા એ પ્રમાણે કહ્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org