________________
સર્ગ - ૬
૧૨૫
પાંડવ ચિરત્રમ્ સુખપૂર્વક સૂતેલી દમયંતીના ભાલ સ્થલમાંથી નીકળતા તેજના કિરણોએ અંધકારને ભેદી નાંખ્યો છે. વળી નળ ચિંતવે છે, દમયંતીને છોડી દઉં. અરે ! હું કેવી રીતે (શા માટે) છોડું ? આ ચાલવાથી થાકી ગયેલી સુખપૂર્વક સૂતેલી, દીન મુખવાળી, વિશ્વાસ રાખનારી, સુકુલમાં જન્મેલી, ચંદ્રમુખી એવી આ દમયંતીને તજી દેવાથી લોકમાં મારી નિંદા થશે. વળી પાછું ચિંતવે છે. લોકનિંદાની બીક શા માટે ? જુગારના વ્યસનના કારણથી જેવી રીતે રાજ્ય ગયું, લક્ષ્મી ચાલી ગઈ, ૨થ પણ ગયો, તેવી રીતે દમયંતી પણ ગઈ. એ પ્રમાણે નિશ્ચય કરીને કમરમાંથી છૂરી ખેંચીને નીચે રહેલા વસ્ત્રને પ્રેમના બંધનની સાથે કાપીને દમયંતીના વસ્ત્રના છેડે પોતાના રક્તથી આ પ્રમાણે અક્ષરો લખ્યા.
વડની ડાબી બાજુ વિદર્ભ દેશ તરફનો રસ્તો છે. વળી જમણી બાજુ ખીલેલા કેસૂડાના પુષ્પોવાળો માર્ગ અયોધ્યાનો છે. હે દેવી ! તને જે ઠીક લાગે તે માર્ગમાં જ જે હું ક્યાંય પણ મુખ બતાવવા માટે યોગ્ય રહ્યો નથી.’’
એ પ્રમાણે અક્ષરો (વાક્યો) લખીને સૂતેલી દમયંતીને જોતો મંદમંદ (ધીરું ધીરું) રોતો પાછળ જોતો જોતો ચાલ્યો. દૂર જઈને વળી પાછો ફરેલો નળ સુખપૂર્વક સૂતેલી દમયંતીને જોઈને બોલ્યો : ‘‘હે દેવ ! તારા વડે જ વિશ્વમાં અતિશયવાળી એવી આ દમયંતીનું સર્જન કરાયું છે,
તો તારા વડે જ તેની આવી અવસ્થા કેમ કરાઈ ?’’
બીજા લોકો પણ જાતે રોપેલી બોરડીને પણ કાપતા નથી, તો વાંછિતને પૂરનારી કલ્પવેલડીને કોણ વિદ્વાન ઉખેડી ફેંકે ? આ તો ખરેખર કલ્પવેલડી જેવી છે. આવા પ્રકારના સુખને આપીને વળી આવી અવસ્થાને કેમ આપી.
હે બ્રહ્મા ! હું માનું છું કે કમળમાં નિવાસ કરવાથી તું જડ થઈ ગયો છે. તેથી ચન્દ્રને બનાવીને તેની પણ રાહુ વડે કદર્થના કરાય છે. હે વનદેવો ! તમે મારી પ્રાર્થના સાંભળો. મૂઢ ભાગ્યની જેમ તમે આના ઉપર નિર્દય ન થશો. તમે તે પ્રમાણે કરજો કે જેથી તેને કોઈ ઉપદ્રવ ન થાય અને માર્ગને જાણીને તે પોતાના સ્વજનોના ઘરે જાય. એ પ્રમાણે કહીને નળ ત્યાં સુધી જાય છે કે જ્યાં સુધી દમયંતી દેખાતી બંધ ન થઈ.
ન
અહો ! મેં આ શું કર્યું ? વિશ્વાસ મૂકનારીને વનમાં મૂકી દીધી. આ સૂતેલી એવી દમયંતીને જંગલી પશુઓથી થતો કોઈપણ જાતનો ઉપદ્રવ ન થાઓ; એ પ્રમાણે વિચારીને પાછો ફરેલો વૃક્ષની વેલડીની વચ્ચે ઉભો રહીને સુખે સૂતેલી પ્રિયાની ચોકી કરે છે. વળી ભૂમિ પર સૂતેલી એવી તેણીને જોઈને નળ વિચારે છે, તે આ પ્રમાણે “હા ! હે દુરાત્મન્ ! નળ ! તું જલ્દી ભસ્મસાત્ કેમ થતો નથી ? ઇત્યાદિ એના વિશે વિચાર કરતાં રાત્રિ પૂર્ણ થઈ ગઈ.’
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org