SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૭ ૧૮૩) પાંડવ ચરિત્રમ્ બધા ય ઉપદ્રવો તેને કંઈપણ દુઃખ આપવા સમર્થ ન થયા. અહો ! સતીનો મહિમા બૃહસ્પતિ (પંડિતો) પણ ગાવા શક્તિમાનું નથી. એમ તે વનમાં આમ તેમ ફરવાથી સૂર્ય અસ્તતાને પામ્યો, ત્યારે તે ચિંતવે છે. પ્રિયથી છૂટી પડી ગયેલી મારી આ રાત કેવી રીતે જશે? એ પ્રમાણે ચિંતાથી યુક્ત દ્રૌપદી જ્યાં થઈ, તેટલામાં આકાશમાર્ગે હિડંબાને સામે આવતી જોઈ તેણી પણ દ્રૌપદીને જોઇને હર્ષને પામેલી તેણીએ કહ્યું : “હે સુંદરી ! તારા વિરહથી પાંડવો શોકાતુર બન્યા છે. બધી ય જગ્યાએ પાંડવોએ તને શોધી. પરંતુ ક્યાંય પણ તું મળી નહિ. પછી ધૂળથી ખરડાયેલા અંગોવાળા પાંચેય પાંડવોએ સંધ્યા સમયે એક ઝાડની નીચે રહેલા તારા માર્ગને જોયો. તને જ શોધી રહ્યા છે. જંગલી પશુઓ નિશ્ચિત રાત્રિએ ઉપદ્રવો કરશે. દ્રૌપદી વિના અમારે જીવવાથી પણ શું? એ પ્રમાણે નિશ્ચય કરીને તે પાંડવો મરવાની ઇચ્છાવાળા જીવનથી નિસ્પૃહી જાણીને કુન્તી પણ પુત્રને અનુસરનારી જણાય છે. તેનો વૃત્તાંત જાણીને હું એ પ્રમાણે તેઓનો અનર્થ જાણીને આકુલ–વ્યાકુલ મનવાળી વનને ખુંદતી ખુંદતી તમારી પાસે આવી છું.” તે હિડંબાએ આ પ્રમાણે વૃત્તાંત જણાવીને તેને ઉપાડીને નભ માર્ગે દ્રૌપદીને પાંડવોની પાસે લાવી મૂકી. હવે રાત્રિમાં સ્વસ્થ મનવાળા તે બધા ભેગા થઈને પ્રભાત થતાં હિડંબાના પ્રભાવથી સુખપૂર્વક નદી, જંગલો, બહુ પર્વતોને લીલા માત્રમાં ઉલ્લંધ્યા. એ પ્રમાણે માર્ગમાં જતાં પાંડવો પોતાની માતા અને પત્ની સાથે હિડંબાએ કરેલી સહાયથી સુખપૂર્વક ચાલવા માંડ્યું. એક દિવસ કુન્તીએ હિડંબાને કહ્યું: “હે ભદ્રે ! તે રસ્તે જતા આવી અવસ્થામાં અમારા ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે, તો અમે આવી અવસ્થામાં તારા ઉપર શું ઉપકાર કરીએ ? તો પણ તે કલ્યાણી ! તારી કંઈક ઇચ્છિત વસ્તુ કહે?” તે સાંભળીને હિડંબાએ પણ હાથ જોડી કુન્તીને આવા પ્રકારની વાણી ઉચ્ચારી કહ્યું : “હે માતા ! હિડંબની બહેન હિડંબા એવી હું ક્યાં ? અને વિશ્વ પ્રસિદ્ધ પાંડવોની માતા તમે ક્યાં ? મેં શું તમારા ઉપર ઉપકાર કર્યો ? તમે જગતની માતા છો, જેના આવા યુધિષ્ઠિરાદિ પુત્રો છે, તો પણ હું કંઈક માંગુ છું.” કુન્તીએ કહ્યું: “જે તને પસંદ હોય તે કહે.” તેણીએ કહ્યું: “જો મારું માગેલું ઇષ્ટ આપતા હોય તો તમારો પુત્ર ભીમ તમારી આજ્ઞાથી મારો પતિ બનો.” અર્થાતુ તમારા પુત્રને મારો પતિ બનાવો. એ પ્રમાણે તેની સાથે સંબંધ બંધાવીને મને દાસી, ચરણસેવિકા બનાવો. એના વચન સાંભળીને કુન્તીએ વહુ (દ્રૌપદી)નું મુખ જોયું. દ્રૌપદી બોલી : “હે માતા ! આ હિડંબાનું પ્રાણી વડે કરીને પણ એનું પ્રિય કરવા માટે હું ઈચ્છું છું.” તો ભોગોનો ભાગ કરવામાં શું વિચારવું ? ત્યારે કુન્તીએ જાતે જ ઉઠીને સહદેવે કહેલા સમયે ભીમ અને હિડંબા બંનેનું પાણિગ્રહણ (લગ્ન) કરાવ્યું. હવે તે હિડંબા સર્વ ઋતુવાળા રમણીય ઉદ્યાનો બનાવી અને કૃત્રિમ મહેલ બનાવીને ભીમની સાથે સુખને ભોગવે છે. ક્યારેક નદીઓના કિનારા પર, ક્યારેક પર્વતોના શિખર પર, ક્યારેક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy