________________
સર્ગ - ૧૨
૨૭૫
પાંડવ ચરિત્રમ્ તે સાંભળીને ક્રોધિત થયેલા જરાસંઘે ફરી સોમકને કહ્યું: “હે સોમક ! ગોપાલ બાલકો રામકૃષ્ણ કેવા છે?” સોમકે કહ્યું : “તેઓ પર્વત જેવા અક્કડ અભિમાનવાળા છે, મદથી ઉન્મત્ત (છકેલા) છે, મહા ઊંચા છે. બળદ જેવા સ્કંધવાળા છે. તેઓ કહે છે કે, ઘરડા બળદ જેવો જરાસંઘ કોણ છે? એનાથી શું સિદ્ધ થશે ?” એકલો હું એવો કૃષ્ણ બધી જરાસંઘની પત્નીઓને વિધવાપણાની દીક્ષા આપનારો છું. એ પ્રમાણે ઊંચા અવાજે સભાની વચ્ચે પોકાર કરે છે. તે કૃષ્ણ મને ગળાથી પકડીને સભાના મધ્યભાગથી સેવકો વડે ખેંચી બહાર કાઢ્યો. દાવાનલની ઉપમા સમાન કૃષ્ણ, પવનની ઉપમા સમાન યુધિષ્ઠિરથી પ્રેરીત જલ્દી અહીંયાં આવશે.
યદુ (યાદવ) રાજાઓ અસંખ્યાત સૈન્યના સમૂહ સાથે તથા પાંડવોની સાત અક્ષૌહિણી સાથે અહીંયા આવશે.
એ પ્રમાણે અક્ષૌહિણીથી પરિવરેલ કૃષ્ણ અને પાંડવોએ કુરુક્ષેત્રની ભૂમિને વર્તમાનકાળે અલંકૃત કરી. હવે આપનું ભૂજબલ (વૈભવ) જણાશે. એવા સોમનકના વચનને સાંભળીને ક્રોધરૂપ જવાળાવાળો, લાલ આંખવાળો જરાસંઘ બધાય દુર્યોધન આદિ સભાજનોના દેખતાં જ બોલ્યો : “હે રાજવીઓ ! મારી આગળ આ યાદવો કોણ માત્ર ! તથા આ પાંડવો કોણ માત્ર ! તેવી રીતે ગોપાલ બાલકો કોણ છે ? બધાય આ સૈનિકો મારા ક્રોધ થકી મરણને પામશે.”
ત્યાં સુધી આગિઓ પ્રકાશ ફેંકે છે. (ગર્જના કરે છે, ત્યાં સુધી ચંદ્રમા અભિમાન કરે છે. સૂર્યનો ઉદય થતાં ન આગિયો ન ચંદ્રમા. અર્થાત્ જ્યાં સુધી સૂર્યનો ઉદય થતો નથી ત્યાં સુધી બન્નેનું જોર ચાલે છે સૂર્ય ઉદય થતાં બંને નષ્ટ થઈ જાય છે.
જરાસંઘના આ વચન સાંભળીને સભાની મધ્યમાં દુર્યોધને જરાસંઘને કહ્યું : “હે રાજેન્દ્ર જરાસંઘ ! કૃષ્ણ-પાંડવ પર આ તારો કોપનો આડંબર કેવો ? હે રાજન્ ! શિયાળ ઉપર આ સિંહનો પ્રકોપ કેવો ? તેવી રીતે આ બધા ઉપર તમારા ક્રોધનો આરંભ રહ્યો છે તે શા માટે? હું એકલો પણ તમારો સાથ હોવાથી તમારી પાછળ રહીને કૃષ્ણની પાછળ રહેલા યુધિષ્ઠિરને હણીશ. સૂર્ય પાછળ રહેલા કિરણો (પ્રભાતકાલ-ઉષાકાલે) શું અંધકારને હણતાં નથી? (સૂર્ય ઉદયની પૂર્વે) તેવી રીતે એકલો હું પણ આ બધાને પાંડવો સાથે હણીશ.”
બીજાઓએ વાર્યો છતાં પણ જરાસંઘે પ્રશંસા કરેલો દુર્યોધન અપશુકનોએ વારવા છતાં પણ આપના પર (યુદ્ધ માટે) આવી રહ્યો છે.
દુર્યોધન આપના પર ચડાઈ કરવા માટે આવતા પ્રયાણ સમયે આવા પ્રકારના અપશુકનો તેને થયા હતા, પરંતુ મરવાની ઇચ્છાવાળો મૂર્ખ, તે અટક્યો નહિ. તે કેવા પ્રકારના અપશુકનો હતા ? તે કહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org