________________
પાંડવ ચરિત્રમ્ [૪૨]
સર્ગ - ૨ યથા વનોમાં, વાવડીઓમાં, ક્રીડા પર્વતોમાં સ્વેચ્છાપૂર્વક નેમિકુમારની સાથે બલભદ્ર અને કૃષ્ણ ખેલ ખેલે છે (રમે છે).
એ પ્રમાણે સુખમાં ડૂબેલા તે યાદવો ગયેલા કાળને પણ જાણતા નથી. ફરી કોર, કુન્તીને કહ્યું : “હે દેવી ! પહેલા હસ્તિનાપુરથી આવેલા તમારા પુરુષોએ યાદવેશ્વર સમુદ્રવિજયને જન્મ મહોત્સવની વધાઈ આપી હતી. પછી તમારા ભાઈ સમુદ્રવિજયે પુત્રનો જન્મ થયેલો સાંભળીને અત્યંત હર્ષને પામેલા એવા તેમણે ભેટણા સાથે મને મોકલ્યો છે.” પછી તે કુન્તી તેણે આપેલું ભેટયું લઈને તથા જાતે જ ભાઈની વૃદ્ધિ સાંભળીને ખીલી ગયા છે રોમરાજી જેના. એવી તેણે (કુન્તી એ) કોરકને કહ્યું : “હે કોરક ! તું સાધુ છે (સજ્જન છે). કારણ કે તે સારા સમાચાર આપ્યા છે. કારણ કે પુત્ર મહોત્સવ કર્યો છતે ભાઈનો મહોત્સવ થયો કહેવાય.”
એ પ્રમાણે કહીને કુન્તીએ હસ્તિનાપુરમાં મોટો મહોત્સવ કર્યો. પછી કુન્તીએ કેટલાક દિવસ પછી કોરકને સુવર્ણ આદિ આપીને સત્કાર કરીને આ પ્રમાણે કહ્યું.
હે પ્રિયંવદ ! મારા ભાઈઓ અને ભાઈના પુત્રો તમે ઘણું જીવો, ઘણું જીવો. એવા મારા આ આશિષને તેઓને કહેજે.”
એ પ્રમાણે વારંવાર કોરકને કહીને, સત્કારીને દ્વારિકા પ્રતિ તરફ) વિદાય કર્યો. યુધિષ્ઠિર કુમાર પણ મેરૂપર્વતની ભૂમિમાં કલ્પવૃક્ષની જેમ માતૃવાત્સલ્ય રૂપ પીયૂષથી પોષાયેલો (સિંચાતો). વધે છે. (મોટો થાય છે) તે ક્યારેક ઘૂંટણીએ ચાલતો, ક્યારેક દોડતો, ક્યારેક કૂદકા મારતો, ક્યારેક સ્ત્રીઓથી સ્તુતિ કરાતો, ક્યારેક એક ખોળામાંથી બીજા ખોળામાં ફરતો, જતો, રમતો, ક્યારેક સમજી ન શકાય તેવું બોલતો, ક્યારેક હાસ્યને કરતો, હળપળ કામદેવના રૂપ સમાન તે કુમારને જોઈને ગાંગેય આદિ સમસ્ત પરિવારો અત્યંત આનંદ પામ્યા.
આ પ્રમાણે શ્રીમત્તપાગચ્છાધિરાજ ભટ્ટારક શ્રી હીરવિજયસૂરિ પટ્ટાલંકાર ભટ્ટારક શ્રી વિજયસેનસૂરિના સામ્રાજ્ય પંડિત દેવવિજય ગણિ રચિત ગદ્યબદ્ધ સુંદર પાંડવ ચરિત્રમાં શ્રી કૃષ્ણ જન્મ વર્ણન, શ્રી નેમિજિન વર્ણન, દ્વારકા સ્થાપન વર્ણન, યુધિષ્ઠિર જન્મ વર્ણન નામનો બીજો સર્ગ પૂર્ણ થયો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org