________________
પાંડવ ચરિત્રમ્
૧૯૦
સર્ગ - ૭ સુધાથી પીડાયેલો બક રાક્ષસ ભીમની મોટી છાતીને નખરૂપ કોદાળી વડે ખોદવા લાગ્યો. પરંતુ અભવ્યને ધર્મોપદેશની જેમ વજ જેવી કાયાના કારણે તેના શરીર પર કોઈપણ ઉપક્રમ લાગતો નથી.
બકના નખો અત્યંત કર્કશ, હોવા છતાં પણ વજકાયવાળા ભીમના શરીરમાં મૃણાલકંદ (કમળની નાલ) જેવા બની ગયા. તેથી બક રાક્ષસ આશ્ચર્યવાળો, વિલખો, લજ્જત થઈને દૂર જઈને પોતાના રાક્ષસના સમૂહને પોતાની પાસે બોલાવ્યો. તેઓ ભીમ પાસે આવ્યા. ફરીને બધાય રાક્ષસોએ દાંતો વડે ઘા કરવા છતાં પણ તેવી જ રીતે વજ જેવી કાયા હોવાથી તેના શરીરના અવયવોને તોડી શક્યા નહિ. એટલે કે કંઈ જ કરી શક્યા નહિ. તેથી બધા રાક્ષસોની આગળ બક રાક્ષસ બોલ્યોઃ “હે રાક્ષસો ! હું દરરોજ એક એક માણસને ખાઉં છું. પરંતુ આવા પ્રકારનો પુરુષ, પુરુષનું ચિત્ર, સ્થિર, મોટું શરીર ક્યારેય કોઈનું પણ જોયું નથી. જેવો આ મહાકાય દેખાય છે. તેથી કઠિન ચામડીવાળા આ મહાકાયને મારા સ્થાનમાં લઈ જઈને તીક્ષ્ણ તલવારથી ટુકડા કરી કરીને તમને બધાને ખવડાવીશ. એ પ્રમાણે કહીને બધા રાક્ષસોએ ભેગા થઈને ભીમને ઉપાડ્યો.”
ભીમના ભારથી આક્રાન્ત (દબાઈ) ગયેલા, મુખમાંથી લોહીને વહાવતા તે રાત્રિએ ફરનારા પિશાચો (રાક્ષસો) પૃથ્વી પર પડી ગયા.
ફરી તે બધા ભેગા થઈને બક રાક્ષસ ભીમને કોઈપણ રીતે ઉપાડીને પોતાની જગ્યાએ લઈ ગયો.
દેવશર્મા બ્રાહ્મણ નગરમાં રહેલા બધા દેવોને નમસ્કાર કરીને કુટુંબ સાથે જ્યાં પોતાના ઘરે આવ્યો, તેટલામાં તે બલિનું ગાડું ન જોવાથી શીધ્ર બ્રાહ્મણ દોડતો ગાડાંના રસ્તે વનમાં ગયો. તે વનમાં તે શિલા પર ગદાને મનુષ્ય રાક્ષસોના પગથી મરડાયેલી અને શિલાની પાસે જોઈને બ્રાહ્મણે પૂજારીને પૂછ્યું: “હે બક પૂજક ! અહીંયા આજે કોઈ આવ્યું છે?”
પૂજારીએ કહ્યું: “આજે એક જાડા શરીરવાળો માણસ બકની મૂર્તિની આગળ બલિને મૂકીને આ શિલા પર ગાદીની જેમ માનીને જ્યાં સુખે સૂઈ ગયો, તેટલામાં બક રાક્ષસ આવીને તે મહાકાયવાળા પુરુષને પોતાની જગ્યામાં લઈ ગયો છે. આટલીવારમાં તે રાક્ષસો તે મહાકાયવાળા પુરુષને તીક્ષ્ણ તલવાર વડે ટુકડા-ટુકડા કરીને ખાઈ ગયો હશે. તું વધ્ય વેષ પહેરીને શા માટે આવ્યો છે? તું તારા સ્થાને જા. તારા જ સ્થાને (તારા બદલામાં) તે બધા રાક્ષસોએ તેનું ભક્ષણ કરી લીધું છે, એમ હું માનું છું. કોઈક પુણ્યવાને તારા માટે પોતાના પ્રાણોને આપી દીધા છે.” તે સાંભળીને દેવશર્મા બ્રાહ્મણ અત્યંત રોવા લાગ્યો. હે મહાત્મન્ ! મારા માટે તમે સારું કર્યું નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org