SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮૯] . સર્ગ - ૭ પાંડવ ચરિત્રમ્ આશિષ આપીને સ્વજનોના ચરણમાં નમીને ઘેર્યમાં અગ્રેસર બલિના ગાડાંને ગૃહાંગણમાં મૂકીને દેવગુરુને નમસ્કાર કરવા માટે નગરની અંદર ગયો. હવે બ્રાહ્મણને મરણને માટે બકની પાસે જતાં જોઈને કુન્તીએ ભીમને કહ્યું: “હે વત્સ ! તારા જેવો પુત્ર હોવા છતાં પણ હું એક બ્રાહ્મણને અભય આપી શકતી નથી. તે પુરુષો ધન્ય છે, જેઓ સામર્થ્ય હોતે છતે પૃથ્વી પર સર્વ પ્રાણીની રક્ષા માટે અભયપડહ વગડાવે છે.” હે પુત્ર ! ભીમ ! દેવશર્મા બ્રાહ્મણ પાસેથી બલિ લઈને તે રાક્ષસના નિવાસે જઈને કેવલીએ કહેલું સત્ય કર. તે રાક્ષસને શિક્ષા આપવા થકી સકલ નગરજનોનું ચિત્ત સ્થિર કર. એ પ્રમાણે માતાએ કહેલું સ્વીકારીને દેવશર્મા બ્રાહ્મણે તૈયાર કરેલા બલિને લઈને માતાના પગમાં નમીને ભીમ બક ઉદ્યાનમાં આવ્યો. ખીલેલા મુખકમળવાળો ભીમ વનની સુંદરતાને જોતો વનના દ્વારે જ્યાં આવે છે, તેટલામાં ત્યાં કોઈક પુરુષને જોઈને ભીમે કહ્યું : “હે ભદ્ર ! આ તારી નજીકમાં રહેલો પ્રાસાદ કોનો છે? તું કોણ છે ? તથા રાક્ષસનો ભક્ષ્ય નર ક્યાં રહ્યો છે ?” તેણે કહ્યું: “હું પૂજારી છું અને નગરજનોના નિર્દેશ અનુસાર આ પ્રાસાદની રક્ષા કરું છું. તે રાક્ષસ હું પૂજારી હોવાથી મને કાંઈ પણ કરતો નથી. જે કોઈ રાક્ષસનો વધ્ય હોય તો આ શિલા પર સૂએ છે અને આ સ્થાનમાં બીજા રાક્ષસોને બલિ અપાય છે.” એ પ્રમાણે કહીને તે વનપાલકે એક મોટી શિલા બતાવી. બલિને આગળ મૂકીને ભીમ તે શિલા પર બેઠો. વનપાલકે કહ્યું: “આ શિલા પર રાક્ષસના ભક્ષ્યરૂપ ઘણા પુરુષો આવ્યા. પરંતુ તારા જેવો મહાન કોઈ આવ્યો નથી. તું કોણ છે?” તેણે (ભીમે) કહ્યું: “હું બ્રાહ્મણ છું. પરંતુ નિશ્ચિત હોવાથી અને ભરેલા પેટવાળો હું જાડો છું.” એ પ્રમાણે જ્યાં વનપાલક સાથે ભીમ વાત કરે છે, તેટલામાં રાક્ષસે કરેલો કોલાહલ થયો. ઉદ્યાનપાલકે કહ્યું : “બક રાક્ષસ આવ્યો છે. તને હણશે, તું સાવધાન થઈ જા. હું દૂરે જઈ કોઈપણ ઠેકાણે વનની ઝાડીમાં જઈને રહીશ.” એ પ્રમાણે કહીને વનપાલક નાસી ગયો. ભીમ તે શિલાને પલંગની જેમ માનીને ગદાને નજીકમાં રાખી વસ્ત્રને પાથરીને સુખપૂર્વક સૂઈ ગયો. હવે સારી રીતે સૂતેલા મહાકાયવાળા ભીમને જોઈને બક રાક્ષસ ચિંતવે છે. અહો ! આજ કોઈ પુષ્ટ મહાઉદરવાળો વિશાલ એવી શિલા પર પણ સમાતો નથી. આ જાડા શરીરવાળો બધા રાક્ષસોનું પેટ ભરશે. આથી સંતોષ (ખુશ) પામેલો બક જે કરે છે, તે કહેવાય છે. એ પ્રમાણે અંતરમાં ખુશ થયેલા તે રાક્ષસે પોતાના દારૂણ દાંતોને ભીમના માંસલ દેહમાં નાંખ્યા. ભીમની વજ જેવી કાયામાં નાંખવા છતાં પણ તેના દાંતો પત્થરમાં નંખાતા ભાલાની જેમ કુંઠિત થઈ ગયા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy